________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 14 કારણ મરનાર વ્યક્તિ, પછી એ કહેવા હયાત કે હાજર હોતી નથી. તેથી મૃત્યુના અનુભવ અંગે માત્ર કલ્પના જ કરવી રહી. માનવશરીરનું વિઘટન આપણે જોઈ, જાણી, અનુભવી ન શકતા હોવાને લીધે જ મૃત્યુના રહસ્યનો ભેદ હજી આપણાથી ઉકેલાયો નથી. જેમણે મૃત્યુને સ્થળાંતર કે રૂપાંતરરૂપે જોયું કે અનુભવ્યું છે, જીવનને જેઓ અવિરત યાત્રારૂપે, જોઈ શક્યા છે તે કાન્તદષ્ટાઓની દૃષ્ટિએ મૃત્યુ “અલ્પવિરામ' સિવાય કશું વધારે મહત્ત્વ ધરાવતું નથી. બૃહદારણ્યક ઉપનિષદના બીજા બ્રાહ્મણના પહેલા મંત્રમાં કહ્યું છે કે “આરંભમાં કાંઈ જ ન હતું. સર્વત્ર “મૃત્યુ' જ વ્યાપ્ત હતું. “તે મૃત્યુ શું હતું ? આ પ્રશ્નનો ઉત્તર એવો બતાવ્યો છે કે “અશનાયા' અર્થાત બુભુલા, વાસના, તૃષ્ણા, અવિદ્યા તત્ત્વનું નામ જ મૃત્યુ'. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ નહોતી ત્યારે મૃત્યુ જ હતું. “મૃત્યુને વૈદિક ભાષામાં “અશનાયા' કહેવામાં આવે છે. “અશનાયા'થી વિપરિત તે “અન્નસંભારણ” (“અન્નગ્રહણ') કહેવામાં આવે છે. આને જ અનુક્રમે “મૃત્યુ અને “જન્મ' અથવા “મૃત્યુ' અને “અમૃત” કહેવામાં આવે છે. “મૃત્યુ' બધા જ પ્રશ્નોનું પૂર્ણવિરામ છે. વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી જ પ્રશ્ન છે. “મૃત્યુ” એટલે બધા પ્રશ્નોનો અંત.” મહાભારતના “શાંતિપર્વના બસોછપનમાં અધ્યાયમાં મૃત્યુની ઉત્પત્તિ વિષે માહિતી આપવામાં આવી છે. મહાબળવાન અને સામર્થ્યવાળા પુરૂષો યુદ્ધભૂમિમાં જ્યારે નિશ્ચેષ્ટ પડ્યા છે, ને “તેઓ મરણ પામ્યા છે એવો મૃત્યુ સૂચક વાક્યપ્રયોગ કરવામાં આવે છે ત્યારે યુધિષ્ઠિર ભીષ્મપિતામહને “મૃત્યુ' સંજ્ઞાની ઉત્પત્તિ, મૃત્યુ કોનું થાય છે? સ્થૂળ દેહનું કે આત્માનું? તથા “મૃત્યુશા માટે બધાનું હરણ કરી જાય છે? વગેરે પ્રશ્નોના જવાબમાં ભીષ્મપિતામહ નારદ દ્વારા અકંપન નામના રાજાના પુત્ર હરીનો શત્રુઓએ નાશ કરતાં જન્મેલા પુત્રશોકને હરનારું આખ્યાન કહેલું. જેમાં મૃત્યુની ઉત્પત્તિનું વર્ણન છે. જેમાં બ્રહ્મદેવની સર્વ ઈન્દ્રિયોમાંથી લાલ અને કાળા વસ્ત્રવાળી પ્રગટેલી સ્ત્રીને “મૃત્યુ' તરીકે ઓળખાવી છે. જેને બ્રહ્મદેવ પ્રજાઓનો સંહાર કરવાની આજ્ઞા કરે છે ત્યારે દુ:ખી થયેલી એ સ્ત્રી ધેનુકા નામના તીર્થમાં જઈ અનેક વર્ષ સુધી તપ કરે છે. ને પ્રજાઓનો સંહાર કરવામાં પાપ નહીં લાગવાનું વરદાન મેળવે છે. વ્યાધિઓથી પીડાએલા માનવો રોગને જ મૃત્યુનું નિમિત્ત માનશે, ને તેથી મૃત્યુદેવને દોષ નહિ દે, એવું સાંત્વન મેળવ્યું ત્યારથી સ્ત્રીમાં સ્ત્રીરૂપે પુરૂષમાં પુરૂષરૂપે તથા નપુંસકમાં નપુંસકરૂપે રહી મૃત્યુદેવી સૌનો નાશ કરે છે.” 2 (‘શાંતિપર્વ) તો જીવના સ્વરૂપની ચર્ચા પણ મહાભારતના શાંતિપર્વમાં કરવામાં આવી છે. ' અધ્યાય ૧૮૭માં “જીવ'નું આ પ્રમાણે વર્ણન કર્યું છે. * “પ્રોડત ગીવી દ્રત્તર્ણ 2, - યાતિ ટ્રેહાન્તરં પ્રાણી શરીરં તુ વિશૌર્યતે" - ભૃગુએ કહ્યું “જીવનો કદી નાશ થતો નથી. જીવે આપેલા દાન તથા કર્મનો પણ નાશ થતો નથી. મરણ સમયે જીવ બીજા શરીરમાં ચાલ્યો જાય છે ને ત્યારે તેમનો અગ્નિ શાંત થઈ જાય છે, ઉષ્ણતા રહેતી નથી. તેને સ્પર્શ કે રૂપનો અનુભવ થતો નથી.” 3 (“શાંતિપર્વ) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust