________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 81 સ્થિતિનાં વર્ણન પણ કવિએ કર્યા છે. સાચું છે તનમન આજારી - બિહું જોઈ રે, જમદૂતની સવારી” 0 કવિ “મોતને ભૂખરવાયુ' કહે છે. નર્મદે એક રાજીઆ પ્રકારનું મૃત્યુ-કાવ્ય પણ લખ્યું છે. કરુણરસની છાલવાળા આ કાવ્યમાં જીવને ઉદ્દેશીને શોક તજી બ્રહ્મને ગાવાનું કહેવાયું છે. મૃત્યુની અફરતાનો કવિએ અહીં નિર્દેશ કર્યો છે. “જન્મ્યા જાવાના જરૂર રે,’ કહી મૃત્યુની નિશ્ચિતતા તરફ નર્મદ આપણું ધ્યાન દોરે છે. ને તેથી જ તો બ્રહ્મની આજ્ઞા ન ઉથાપવા જીવને ઉપદેશ અપાયો છે. વિલ્સન-વિરહ' નામનું કરુણ-પ્રશસ્તિ કાવ્ય રચનાર કવિ મલબારીની કાવ્યરીતિ પર શામળ અને દલપતરામની ભાષા અને પદ્યરચનાની છાયા જોવા મળે છે. નાની ઉંમરે માતાનું મૃત્યુ થતાં, મૃત્યુને પહેલીવાર નજરે જોયું. જીવનમાં સંક્રાન્તિના કાળનો અનુભવ કર્યો. ઈ. સ. 1907 માં એમની મોટી પુત્રી ત્રણ અઠવાડિયાના બાળકને મૂકી સ્વર્ગવાસ પામી. પિતાએ તત્ત્વજ્ઞાનીને છાજે તેવું બૈર્ય દાખવ્યું. ઈ. સ. 1912 માં જુલાઈ માસમાં ઇચ્છિત સ્થળે સિમલા ખાતે એકાએક હૃદય બંધ પડવાથી તેઓ મૃત્યુ પામ્યા. સિમલામાં હિમાલયની ઉન્નત ટેકરીઓ વચ્ચે સુંદર દેવદારૂના વનમાં આવેલી પારસી આરામગાહમાં મલબારીની કબર આવેલી છે અને એ કબરની ઉપર એમના પોતાના જ એક સુંદર કાવ્યમાંથી નીચલી અગમસૂચક પંક્તિઓ કોતરેલી છે. નનામી છૂપી કો, બિયાબાનમાં કે પરવતની ઢળતી તળેટી ઉપર ગમે કોતરે, તુજ ખુદમાનમાં ફક્ત બે જ બોલો “ઇલાહી શુકર” " સ | (મલબારી કાવ્યરત્નો, પૃ. 276) કવિનાં કાવ્યનો સંગ્રહ “મલબારીનાં કાવ્ય-રત્નો' નામે પ્રકાશિત થયો છે. સ્નેહસંબંધી' માં “એક ઘાયલ હૃદયની સ્ત્રીનો વિલાપ અને અંત માં સ્વજન પ્રિયજનના મૃત્યુને કારણે આઘાત પામેલી સ્ત્રીનો હૃદયદ્રાવક વિલાપ રજૂ થયો છે. કવિ કહે છે પ્રિયજનના આનંદ અને મોજ કાળ સહી શકતો નથી. તો બીજાં એક કાવ્યમાં “પત્નીના મરણથી એક યુવાન પતિનો વિલાપ' વર્ણવાયો છે. જેમાં પત્નીના અવસાને જગત જીવન નિઃસાર થયા અનુભવતા પતિની વેદનાને કવિએ વાચા આપી છે. “પતિના મરણથી એક યુવાન પત્નીનો વિલાપ' કાવ્યમાં ફરી એકવાર સ્વજનના મૃત્યુએ બેબાકળી બનેલી નારીની વ્યથાને કવિએ વાચા આપી છે. ગરમ અંગારા જેવાં આંસુ નેવાની જેમ વહી જતા હોવાનું કવિએ કપ્યું છે. જમરાજાએ પોતાના પ્રાણસમા પતિને હરીને, પોતાના જ પ્રાણને હરી લીધાનો એ અનુભવ કરે છે. સુંદરમે જેને એક સુંદર અવિરતકાવ્ય' તરીકે ઓળખાવ્યું છે એ " વિલ્સનવિરહ' ઈ.સ. 1878 માં કવિના મિત્રના મૃત્યુ નિમિત્તે લખાયેલું આઘાતજનક કરુણ કાવ્ય છે. વિલ્સનના જીવન તથા તેના મરણનું વર્ણન સાધારણ છે. પણ વિલ્સનના જીવનનો એક કરુણ પ્રસંગ આ કાવ્યનું ઉત્તમ અંગ બની જાય છે, ને તે વિલ્સનની પત્નીના મૃત્યુનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust