________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 57 તાતા તીર જેવી વાણીમાં સંસારની અસારતા તથા ક્ષણભંગુરતાનો પરિચય એમણે આપ્યો છે. મૃત્યુ પામ્યા પછી શરીરની થતી દશાનું નિરૂપણ હૃદય હલબલાવી નાખે એવું છે. “ઠીક કરીને તેને ઠાઠડીમાં ઘાલ્યો’ કે ‘ઉપર ફરેરા ફરહરે “ને હેઠે શ્રીફળ ચાર' નો અંદરનો મર્મ સત્યદર્શનનો છે. “જીવને શ્વાસ તણી સગાઈ માં પણ મૃત્યુ બાદ થતી શરીરની દશા અને સંસારના સ્વાર્થી ક્ષણિક સંબંધોની વાતમાં કટુ સત્ય-દર્શન કરાવતા કવિ અચકાતા નથી. કવિ પ્રીતમ મનુષ્યદેહની નશ્વરતા આ રીતે નિરૂપે છે. દેહ તણો વિશ્વાસ ન કરશો વાયે ઓલાય જેમ દીવો રે આયુષ્ય તારું નીર અંજલી ઘડીઘડી ઘટી જાય” " ના મરણની આકસ્મિક્તા માટે કવિ પ્રીતમ કહે છે - જન્મ મરણની આપદા, નથી કંઈ સંકટ સહેલ ધંધો કરતાં ઢળી પડ્યો, જેમ કાંઈ ઘાણીનો બેલ” 30 તો “મહિના' પ્રકારના કાવ્યમાં કારતકે નહિ ચેતનારને માગશરે મરણનું મોટું સાલ ઝળુંબશે, કહી પ્રીતમ જીવને ચેતવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિઓએ જીવનને સત્યરૂપે સ્વીકાર્યું છે. એમની દષ્ટિએ જીવન સ્વપ્ન નહિ, પણ નરી વાસ્તવિક્તા છે. શરીર નકામું નથી. છતાં જડ અને મૂરખ લોકોને જાગૃત કરવા મૃત્યુનો ભય બતાવાયો છે. ભક્તિ ન કરનાર જીવને ઉદ્દેશીને ચેતવણી આપતાં દેવાનંદ કહે છે. તારે માથે નગારાં મોતનાં રે જીભ ટૂંકી પડે ને તુટી નાડીઓ રે થયું દેહ તજયાનું તત્કાળ” " મૃત્યુના વાગતા સતત નગારા, તથા મૃત્યુ સમયે થતી દેહની સ્થિતિનું વર્ણન કરાયું છે. શરીરના મૃત્યુને પાછું વાળી શકાતું નથી. “મૂરખ નર કરે કોટી ઉપાય, મૃત્યુ પાછું નહિ વળે” 32 “દેવાનંદના “તારે માથે નગારાં મોતનાં રે’ ને ડૉ. રમણલાલ જોશી અમૃત તત્ત્વની અભીપ્સાના “ગાન' તરીકે ઓળખાવે છે. અંતકાળે યમના આગમનનું ચિત્ર અને મૃત્યુની ભયાનક્તાનું વર્ણન વેધક છે. “રોમ કોટિ વીંછી તણી વેદના રે પદમાં મૃત્યુની અભિજ્ઞતા, મૃત્યુનો પરિવેશ, યમનું આગમન, મૃત્યુની વેદના, દેહત્યાગની અવસ્થા, ને અંતે અમૃત તત્ત્વની અભિમુખતા, એમ આખી જીવનયાત્રાનું કવિ વર્ણન કરે છે. આવા વિરોધી વર્ણન દ્વારા જ અંતે અમૃત તત્ત્વ રૂપ પરમાત્માની જ પ્રધાનતા સૂચવાઈ છે.” 33 નારણદાસ સ્વામીએ પણ આ દેહની મર્યતાને પોતાનાં પદોમાં વણી લેતાં કહ્યું છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી” 34 સંતકવિ બ્રહ્માનંદ શરીરના રંગને પતંગિયા જેવો કહે છે. ફૂલફટાક થઈ ફરતા ને અભિમાનમાં રાચતા જીવની ઝાટકણી કાઢતાં તેઓ કહે છે. 33 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust