________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 225 વિનાશ ગણતા જ નથી. “ધૂર્ત સૃષ્ટિ ત્યજી' સત્ય ભણીના પ્રયાસને “મૃત્યુનું નામ શી રીતે અપાય ? - મુકુંદરાય વિજયશંકર પટ્ટણી ૧૯૪૧માં “સંસ્કૃતિ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. ‘કર્મણ્ય' કાવ્યમાં કાળની રૌદ્રતાની તથા જીવનની ક્ષણભંગુરતાની વાત કરી છે. કવિ કહે છે, કાળની ગતિને ઓળખનાર મૃત્યુ સમયે દુઃખ પામતો નથી. મૃત્યુ-ગદ્વરે આગે ધપતા માનવને માટે આગળ જતાં મૃત્યુ પોતેજ ટેકો બની રહેશે, એવી શ્રદ્ધા અહીં અપાઈ છે. ‘ચિત્રલેખા'ના કવિ રમણ વકીલ મૃત્યુ પછીના પ્રદેશને ઘોર વસમા વિજન પ્રદેશ તરીકે ઓળખાવે છે. કારણ મૃત્યુ પછીના એ પ્રદેશમાં પછી નયન ભરીને નદી કે સૂર્ય, ચંદ્ર, પંખી જોવા નહિ મળે. મીઠું ઝરણ નહિ મળે. તરુઘટા કે પર્વતની મોહિની ત્યાં નહિ હોય. “સૈનિકની સમાધિ' કાવ્યમાં એક કરુણ વાસ્તવની કવિ રમણ વકીલ વાત કરે છે. મૃત સૈનિકોને વસંતના પંખીગણોનાં ગીતો જગાડી શકે એમ નથી. સ્નેહીજનોનાં દુ:ખસ્મરણો એમને સ્પર્શતાં નથી. સ્વ. બહેન શ્રીમતીની ગદ્ય અને પદ્યકૃતિઓનો મરણોત્તર સંગ્રહ “અભિલાષ” ૧૯૪૫માં પ્રગટ થાય છે. પોતાની પ્રભાવંતી જ્યોત ફેલાવી પળમાં અદશ્ય થઈ જતાં સ્વજનોના શોકમાં સૌ ઝૂરતા હોવાનું કવયિત્રી કહે છે. ભાઈ (ગોવિંદભાઈ)ના અવસાન સમયે વ્યથિત થયેલાં કવયિત્રી યમરાજ પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવે છે. કાળા યમરાજ' કહી તેઓ યમરાજને ધિક્કારે છે. “મૃત્યુને કાવ્યમાં કવયિત્રી સ્વમૃત્યુકલ્પના કરીને અંગત સખીને પોતાને યાદ કરી નયન લાલ કરી ભીંજવવાની ના પાડી માત્ર ફૂલપાંખડી અર્પવા વિનવે છે. ૧૯૪૬માં “પદ્યપરાગ' નામનો કાવ્યસંગ્રહ પ્રકટ કરનાર કેશવ હ. શેઠ “જિંદગીની જ્યોત'માં જીવનના મહિમાને બરબાદ ન કરવાનું સૂચવે છે. મોતની ફરિયાદ કરવાની ના પાડે છે. “પુનર્જન્મ'માં પુનર્જન્મનો મહિમા સમજાવી પુનર્જન્મમાં સુખ હોવાનું કવિ કહે છે. સ્વર્ગની અટારીનો મોહ ન ધરાવતા કવિ વ્રજની વેળમાં પુનર્જન્મ ઝંખે છે. કવિ કુસુમાકરનો કાવ્યસંગ્રહ ૧૩/૮/૬૩ના રોજ એમના સંતાનો કવિના અવસાન બાદ પ્રગટ કરે છે. (“સ્વપ્નવસંત') ચંદ્રની જેમ લય પામતા આયુષ્યની સભાનતા ધરાવતા કવિ, એમના મૃત્યુ બાદ, ખાલી હીંચકો જોઈ, આંસુ ન સારવા સ્વજનોને પ્રાર્થે છે. ‘તેજછાયા' નામના નાનકડા મુક્તકમાં મૃત્યુની પૂંઠમાંયે સોહી રહેલી જિંદગીના સૌંદર્યનો મહિમા કવિએ ગાયો છે. કવિને મૃત્યુની કાલિમાની છાયમાં નવી જિંદગીના અંકુરની લાલિમા દેખાય છે. કવિ કુસુમાકરના “પ્રાર્થના' કાવ્યમાં રા. વિ. પાઠકના “પ્રભુ જીવન દે' કાવ્યનો ધ્વનિ સંભળાય છે. “મધુ મૃત્યુ તણા અમૃત દે કહેતા કવિ મૃત્યુ પણ અમૃતસમું વાંછે છે. “માનસી હસીને' કાવ્યમાં જીવનને સ્વપ્ન અને બુબુટ્સમું ગણાવે છે. ને મૃત્યુની કરાલ છાયાને અખંડ ઓવારા કહે છે. મુરલી ઠાકુર (‘સફર અને બીજાં કાવ્યો') “સફરમાં મરણ ન આવે ત્યાં સુધી જીવનસાગરની સફરની અનિવાર્યતાનો નિર્દેશ કરે છે. “મશાણ' કાવ્યમાં મશાણ જોઈ કાવ્યનાયકને સદ્ગત સ્વજનોની યાદનાં તાંડવ દેખાય છે. છતાં કવિ સ્મશાનભૂમિને વંદે છે. ત્યાં વિરલ શાંતિનો અનુભવ તેઓ પામતા. જયમનગૌરી પાઠકજીના “તેજછાયા' સંગ્રહનાં કાવ્યોનો પ્રધાન સૂર કમનીય, કરુણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust