SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 370 છે. “એ શબના આરસની ફરસ જેવા ઠંડાગાર કપાળ પર હાથ મૂકી જોયો છે? એ કપાળની ઠંડી આગ આપણી હથેળીમાં બળતી સ્મૃતિ બનીને, આયુભર વળગી ન પડે માટે આપણે આપણી હથેળી ખસેડી લીધી હતી.” 9 અદ્યતન કવિઓએ જીવનની નિરર્થકતાને મહદ્અંશે વાચા આપી છે. લાભશંકર ઠાકર “માણસની વાતમાં જિંદગીની સાર્થકતા અંગેની શંકા વ્યક્ત કરે છે. માણસના અસ્તિત્વ પર તોળાતા મરણના ભારની કવિએ વાત કરી છે. લાભશંકરનું ‘લઘરો' કાવ્ય પણ આધુનિક માનવની અર્થહીનતામાંથી જન્મે છે. “લઘરોવ્યક્તિવિશેષ નથી. અર્થરહિત મનુષ્યના Negative Parable' નો એ આવિષ્કાર છે.” ૧ભ માનવના જન્મમરણની નિરર્થકતાનું એ પ્રતીક છે. ૧૯૭૨માં “તમસાની' સંવર્ધિત આવૃત્તિ આપતા કવિ રઘુવીર ચૌધરીને રહી રહીને એક સુકાતી મૃત્યુગામી નદી દેખાય છે. વિદાયની ક્ષણે અનુભવાતું અસ્તિત્વ એ એક બીજી અનુભૂતિ છે. મૃત્યુ ક્યાં કેવી રીતે દેખાય એનું કરુણ છતાં સુંદર વર્ણન રઘુવીર ચૌધરીએ કર્યું છે. સ્વજન જતાં બાકી રહેલાની અશ્રુભરી આંખની લાલાશમાં મૃત્યુ દેખાય છે. એને પેલી અશ્રુધાર પણ બુઝાવી શકતી નથી. કેશોર્યમાં શૈશવનું મૃત્યુ જ ડોકિયાં કરે છે ને? ફૂલોમાં કળીનું વસી જાય મૃત્યુ કળી ફૂલ બને છે, ત્યારે પોતાને હોમી જ દે છે. રાવજી પટેલ “ભાઈ' કાવ્યમાં સીમનીરખી ગીતોનું સ્મરણ કરે છે. ભૂતકાળના મરણને યાદ કરતાં એ કહે છે “અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો’ સુરેશ દલાલ કહે છે “હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહી રહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. (27) ડૉ. ધીરુભાઈ ઠાકર કહે છે “મૃત્યુ હરીન્દ્રના કવનનો મહત્ત્વનો વિષય બને છે.” (404 અ. ગુ. વિ.) હરીન્દ્ર કહે છે. - “જીવન જીવી રહસ્યો મેળવ્યાં વ્હાલાનાં મૃત્યુનાં કોઈ બે આંખ મીંચે ને, બધું વેરાઈ થઈ જાયે” (આસવ. 18) સ્વાભાવિક રીતે જ જનાર કરતાં બાકી રહેનારનો પરિતાપ, વેરાની, ને પછડાટ કારમી જ હોય. વ્યક્તિના મૃત્યુ પછી વ્યક્તિ વધુ યાદ આવે છે તેથી તો એની હયાતી વખતે બેચાર પળ ભૂલી ગયાની આટલી મોટી સજા ? એમ કહી કાયમ માટે ચાલી ગયેલા સ્વજનને ઠપકો અપાયો છે. એ યાદ પોતે જ પછી તો જાણે એક “સભા' બની જતી હોય છે, શોકસભા. મૃત્યુપ્રિયતમના પોકારે પ્રિયતમા તો આનંદ તરબોળ છે પણ એનો પતિ (સંસારનો) એને એમ શું જવા દે ? “લ્વેરિયે ચડેલ મારાં લોચનિયા જોઈ ઊભો નાવલિયો બારણાની આડે” ૧બ (74 “મૌન') પણ કાવ્યનાયિકાને માટે પતિ એક દ્વાર બંધ કરે તો કેટલાંય અન્ય દ્વાર ખૂલે છે. (નવ દ્વાર?) જનારને કોણ રોકી શકે ? રમેશ પારેખને નિકટનું સ્વજન ચાલી જતાં છતની આંખ પણ વરસી પડતી હોય એવું સંદર્ભ વણ્યો છે. જેમાં અણચિંતવ્યો ઘરનો મોભ તૂટી પડ્યાનો વસવસો વ્યક્ત થયો છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy