________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 135 બીજા ખંડમાં કવિ યદુસંહારની વાત કરે છે. મરતા યાદવોનું કવિ આમ વર્ણન કરે છે. “પાનખરમાં પાંદડા ખરે એવા ખરતા'તા યદુકુમારો જાણે મમરા પડ્યા કાળ-દંષ્ટ્રાઓમાં” is દ્વારિકાપ્રલય' પાનું. 65). ત્રીજા ખંડમાં યોગેશ્વર કૃષ્ણના મહામૃત્યુનો પ્રસંગ કવિ ભાવસભરતાથી વર્ણવે છે. કવિ કહે છે “યમની ઘડીઓ વાગતી હતી, સર્વત્ર ઢોળાઈ રહેલા સૂનકારમાં મહામૃત્યુ ગાજતું હતું. કોઈકવાર કવિ શબ્દવ્યામોહમાં સરી પડે છે. ને ત્યારે અર્થ સ્પષ્ટ થતો નથી. જેમકે જન્મ અને મૃત્યુને કવિ અહીં ગગન પ્રસાદના ઝરૂખા તરીકે ઓળખાવે છે. તો બીજી બાજુ કૃષ્ણનિધનનું નિરૂપણ સુંદર છે. “શિલાસમા ડાબા ગોઠણે, ઝીલી હતી જમણા પાયની પાપાંદડી”, તેઓ અવ્વપ્ન આસને હતા. કૃષ્ણને બાણ મારનાર શિકારીને કવિ “મૃત્યુમૂર્તિ તથા “યમરાજનો જાણે લઘુબંધુ' કહે છે. કૃષ્ણ એની આંખોમાં પશ્ચાત્તાપ વાંચ્યો. કરુણા વરસાવી મૃત્યુ પાનારાને ભાવથી ભીંજવ્યો. શિકારીને તેઓ સૌને મૃત્યુ એકવાર તો આવવાનું જ, એ સત્ય સમજાવે છે. દારૂકથી કૃષ્ણની દશા સહન ન થતાં એ રડી ઊઠે છે ત્યારે કૃષ્ણ કહે છે, મૃત્યુથી કોઈ પર નથી. કવિ કહે છે “અવતાર પણ મૃત્યુમુક્ત નથી. ને મૃત્યુ તો અમૃત છે, ને મુક્તિ પણ.” આત્મા છે અમૃતપાયો ને દેહ છે મૃત્યુજાયોમાં ગીતાની વાણીનો રણકાર સંભળાય છે. “ચંદનની ત્યહાં પાથરી ચિતા કૃષ્ણદેવ અગ્નિશયામાં પોઢ્યા હતાશ લીધો છેલ્લો હવિ મૃત્યુલોક કમભાગી, ને અમરભોમ સૌભાગ્યવાન બન્યો (‘દ્વારિકાપ્રલય' 103) ‘દ્વારિકાપ્રલય'ના ચોથા ખંડમાં કવિ મહામૃત્યુ ઉચ્ચરતા પ્રારબ્ધના આંકડાની વાત કરે છે. કૃષ્ણના નિધન પછી, પ્રાણ ઊડી ગયા પછીની પંખિણી જેવી સુવર્ણદ્વારિકા થઈ ગઈ. ને હસ્તિનાપુરમાં સમાચાર પહોંચતાં નગર હલી ઊઠ્યું - કૃષ્ણસૂના ગોમતીઘાટે પાર્થે અર્પી ઉદક અંજલિ કૃષ્ણદેવને 18 નિર્માણના કાળદૂતોને કોઈ ભેદભાવ હોતા નથી. કવિ કહે છે, સાગરે ઉઘાડ્યા મૃત્યુમુખ યમદાઢ સમી દાખવી જંતુડીઓ ને સહસ્રમુખો ધાયો સાગર યદુનગરીને પી જવાને સાગર છોળે ભૂંસી કૃષ્ણપગલીઓ” 19 ૧૯૪૪માં કવિ ન્હાનાલાલનું અંતિમ કાવ્યતીર્થ ‘હરિસંહિતા' પ્રગટ થાય છે. જેને તેઓએ પોતાની કાવ્યયાત્રાના મહાતીર્થ તરીકે ઓળખાવ્યું છે. વચ્ચેજ “કાળની ખંજરી' વાગતાં આ કાવ્ય અધૂરું રહે છે. આભમાં ઊડતા કાજળકાળા ગીધનો નિર્દેશ યમદેવનું પ્રતીક છે. સત્તરમા અધ્યાયમાં (“ફૂલડોલ') સૂકું લીલું બનાવીને, ખરેલાને, ફરી ખિલવીને વસંતખેલો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust