SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 440 જેવી કહે છે. એ ખોટકાય એટલે બધું બંધ. રામને પોકાર કરતો જટાયુ અંતકાળે રામને સમયના સ્વામી તરીકે બિરદાવે છે. આ કવયિત્રી જયા મહેતા (“હોસ્પિટલ પોએમ્સ) આંખ સામે દીવો ઓલવાતો હોય એવા દરદીઓને જોઈને, સમય ગતિ ગુમાવી બેઠો હોય એવી અનુભૂતિ કરે છે. ઘડિયાળના ટકોરા ગણતા, ભૂલતા, ફરી ગણતા, ને વણઝંખું કોઈ આવી ન ચડે એની ભીતિ સેવતા દરદીઓની વાત કાળના અણધાર્યા પ્રહારનો સંકેત સૂચવે છે. પન્ના નાયક માત્ર પોતાનો સમય ચાલતો હોવાની વાત કરે છે. તેઓ ઘડિયાળને વંચક' કહે છે. (“ચાલે છે માત્ર સમય“પ્રવેશ') ઘડિયાળ તરફ નજર કરી વીતી ગયેલા અને તેનું જીવન કાળના સમયમાં જ પગલાં હોવાનું તેઓ કહે છે. જીવતાં જીવત સમયની પાર જવાની અનુભૂતિની વાત પન્ના નાયક કરે છે. સમય નામનું કાળું રીંછ (મૃત્યુનો પણ પર્યાય) એકોક્તિઓ ઉચ્ચારતું, દિનભર, રાતભર, એમના ઘરની આજુબાજુ બોલતું બબડતું. રઘવાયા કરે તો એની એમને પરવા નથી. (‘ફિલાડેલ્ફિઆ') રવિવાર પછી થવાના સોમવારના આનંદમાં તેઓ મગ્ન છે. કારણ વીતતો કાળ મૃત્યુને નજીક આણી દે છે. ને મરનાર માટે પછી વળી સોમવાર શું? ને મંગળવાર કેવો? કવિ શશિશિવમ્ જીવનના પૂર્ણવિરામને સમયે, અંતિમ પ્રયાણ વેળાએ કાળને જીત્યાના આનંદાનુભવની વાત કહેવા ઉત્સુક છે. અંતિમ સમયની એંધાણીનો સંકેત વહેતો થવા દો'માં જોવા મળે છે. સમય જાણે હવે ખચકાતો ચાલતો હોય એવું અનુભવાય છે. (શ્વાસનો શ્વાસ) હવે સમય મુઠ્ઠીમાં રહી શકે તેમ નથી. ધૂપસળીની સેલારા લેતી ધૂમ્રસેરની મુક્ત ગતિએ સમયને સુગંધિત થવા દઈ સદગતિએ પ્રયાણ કરવા કાવ્યનાયક ઝંખે છે. કવિ શ્રીકાંત માહુલીકર મૃત્યુના જ વ્યાપક પર્યાયસમા મહાકાલને અજેય ગણાવે છે. મહાકાલ અમર, ક્રૂર અને નિર્ભય છે. એનો રથ પ્રચંડ, અણથંભ, ને ગરજતો જ રહે છે. એનો વિજયી ધ્વજ અનંતમાં ફરકે છે. કાવ્યનાયક આવા અજેય મહાકાલને પણ “સબૂર” કહી થંભાવી દે છે. પોતે નિઃશસ્ત્ર હોવા છતાં, ને મહાકાલ સર્વશસ્ત્ર વડે પ્રહરવા મથે તોપણ પોતે ભયભીત થતા નથી. મહાકાલના એક પ્રહારે એમનું બળ વધુ પ્રજવલિત બને કવિ યોસેફ મેકવાન “પીગળતા કાળ'ની વાત કરે છે. (“સૂરજનો હાથ”) સામાન્ય રીતે સમયનો કદી પરાજય થતો નથી. કવિ યોસેફ મેકવાન સમયના પરાજયની વાત કરે છે. એમણે સમયને “મૃત્યુ પામેલા સિંહ જેવો કહ્યો છે. પળોની પીનથી ફાઈલ થયેલો હું” (માનવી) છેલ્લે હું મટી જઈ આકાશ બની જતો હોવાની કવિ વાત કરે છે. નામશેષ થઈ જતા, સમયની પાર શૂન્યમાં વિલીન થઈ જતા માનવીનું કરુણ ચિત્ર કવિ નિર્મમ તટસ્થતાથી આલેખે છે. સમયના નામશેષ થવાની વાત એટલે સમયનું મૃત્યુ, અર્થાત મૃત્યુનું મૃત્યુ? ક્યાંક આ કવિ મૃત્યુનેજ ખરી પડેલા સમય' તરીકે ઓળખાવે છે. “તંદ્રિલ કાવ્યો'માં મૃત્યુનું પ્રિયતમારૂપે આગમન, અથવા પ્રિયતમાના મૃત્યુની વાત કરતાં ખરી પડેલા સમયની આંખમાંથી આસમાની રંગના પ્રિયતમાનાં પગલાં, ફરી વળતાં હોવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy