________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 400 “રવિવારની ફુરસદે કોઈ ચોપાનિયામાં વિપીન પરીખ' નામ વાંચતાં તમને કશું પરિચિત લાગશે ? મૃત્યુના ભયની વાત કવિ વિપીન પરીખ નિખાલસ રીતે વ્યક્ત કરે છે. આમ તો સહેલી છે મૃત્યુની વાતો કરવી વિરક્ત થઈને પણ રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના - પડધા આપણા ઘરભણી આવતાં લાગે તે પછી પણ હસતા રહેવું થોડીક હિંમત માગી લે છે” 14 * માધવ રામાનુજ “કોક કોકવાર'માં (‘તમે) સદૂગત પ્રિયજનની યાદને વ્યક્ત કરતાં મૃત્યુની અફરતાનો ઉલ્લેખ કરે છે. મૃત્યુને વીંધી શકાતું નથી. મૃત્યુની સામે કોઈ તેગ કામ આવી શકતી નથી. ૧૯૬રમાં “મહેરામણ’ સંગ્રહ લઈને આવતા કવિ ચંદ્રકાંત ટોપીવાળાને મૃત્યુનો તોતિંગ પડછાયો હાલતો દેખાય છે. “અદશ્ય હાથમાં મૃત્યુના પડછાયાનો કવિએ ઉલ્લેખ કર્યો છે. ૧૯૬૪માં “નિર્મિતિ' સંગ્રહ લઈને આવનાર શશિશિવમ્ મૃત્યુ પ્રત્યેની નિર્ભયતા તથા ખુમારી વ્યક્ત કરે છે. “જંગમાં મૃત્યુ સાથેના આખરી જંગની, તથા “જંગ આખરી'માં પણ મૃત્યુ સાથેના આખરી યુદ્ધની અપૂર્વતા વિશે કહેવાયું છે. મૃત્યુ પર વિજય મેળવી આખરે પરાશક્તિ ભણી પ્રયાણ કરવાની કવિની શ્રદ્ધા છે. “મૃત્યુની અનુભૂતિ' (“રૂપરોમાંચ')માં કવિ શશિશિવમે અંધકારને મૃત્યુના પર્યાય તરીકે વર્ણવી જન્મ, જીવન, મૃત્યુની સાંકેતિક રીતે વાત કરે છે. ગમે તેટલું મથવા છતાં અંધકારજવર તૂટતો નથી. સાંજ ઢળે ત્યારે (જીવનસંધ્યા) અંધકારનાં જાણે પૂર ચડે, ને પછી બધુંજ પારાવારમાં, અનંતમાં ડુબાડે. ૧૯૮૯માં શશિશિવમ નો કાવ્યસંગ્રહ ‘શ્વાસનો શ્વાસ' પ્રગટ થાય છે. પ્રત્યેક જન્મદિન માનવમાં મૃત્યુની સભાનતા પણ જગાડે છે. “૬૦મા શ્રાવણે'માં પ્રત્યેક શ્રાવણે પોતાના જ મૃત્યુમાં સ્નાન કર્યાની અનુભૂતિ આ કવિને પણ થાય છે. - કવયિત્રી કમલ વૈદ્ય મૃત્યુને સન્મિત્ર ગણે છે. ૧૯૬૬માં તેઓ “પ્રતીતિ' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુની છાયા અદશ્ય રૂપે એમની પાછળ પાછળ, ચાલતી હોવાનું તેઓ અનુભવે છે. “પ્રશાંતમૂર્તિ મૃત્યુ નજીકમાં જ હોવાની અનુભૂતિ જાણે એમને થાય છે. મૃત્યુના મૌન મંત્રનાં ગાન ઝીલવા તેઓ ઉત્સુક છે. આ શ્યામ સન્મિત્રના સ્નિગ્ધ તેજને ઝીલવાની એમની તીવ્ર ઉત્કંઠા છે. “દૂર-અન્તિકે' સકલથી ઘણે દૂર સરી જઈ અખિલાઈ પામ્યાનો અનુભવ વ્યક્ત થયો છે. સમગ્ર અસ્તિત્વે જાણે મૃત્યુ પર વિજય મેળવી લીધો છે. અર્થાત મૃત્યુના સ્વરૂપને સમજવાનું જ્ઞાન લાધ્યું છે. “ઉજ્જવલ શર્વરી' પ્રગટ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust