Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Catalog link: https://jainqq.org/explore/005197/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ G-HOBRIGA -વિકટર હ્યુગો ઉ દદિનારાયણ હi[g[, છ પણ લદાસ પટેલ આચાર્ય જેબી.કૃપલાની અને મગનભાઈ દેસાઈ ' મેમોરિયલ ટ્રી છાજ)માતણોrony org For Pavare & Personal use oni Page #2 -------------------------------------------------------------------------- ________________ લે મિરાબ્લ દરિદ્રનારાયણ ઉ) Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૦ વિક્ટર હૃગી કૃત રસસભર બીજી નવલકથાઓ ૧. ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ? [‘નાઈન્ટી-શ્રી ] સચિત્ર. ૨. લાફિંગ મેન' યાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા ૮.૦૦ ૩. ધમધયક્ષ [“નેત્રદેમ દ પૅરિસ'] સચિત્ર. ૪. પ્રેમાલિદાન [‘ટોઈલર્સ ઓફ ધ સી”]. ૧૨.૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી. એમ. કે. એમ. ટ્રસ્ટ ગ્રંથમાળા-૩ લે મિઝેરાન્સ દરિદ્રના રા ય ણ [વિકટર હ્યુગે કૃત અજોડ નવલકથા] સંપાદક નેપાળદાસ જીવાભાઈ પટેલ આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણ; અમદાવાદ૫૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ મકારા, ૫૦ છો૦ પટેલ મંત્રી આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ મુદ્રક પરેશ કાન્તિલાલ ગાંધી સર્વોદય પ્રેસ, ૬/૪૮ સત્યાગ્રહ છાવણી અમદાવાદ-૫૪ દ્વિતીય આવૃત્તિ પ્રત ૧000 કિં૭૫ રૂપિયા જાન્યુઆરી, ૧૯૮૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન વિશ્વના એક મહાન સાહિત્ય-સ્વામીની એક મહાન નવલકથાના ગુજરાતી સંપાદનની બીજી આવૃત્તિ પ્રકાશિત કરતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવાય છે. હર્ષ એ વાતને કે, ઉત્તમ સાહિત્ય ગણી શકાય એવું એ ગુજરાતી સંપાદન ફરીથી નવો અવતાર પામે છે; અને ગર્વ એ વાતને કે, પરિવાર સંસ્થાની રાષ્ટ્રસેવા કહી શકાય તેવી પ્રવૃત્તિને રોળી નાખવા ઇચ્છનારા ના હાથ હેઠા પડ્યા છે–અને પરિવાર સંસ્થાની પ્રવૃત્તિ નવા સંજોગો હેઠળ નવેસર પુનર્જીવન પામે છે. આ સંપાદનની પહેલી આવૃત્તિ ૧૯૬૪માં બહાર પડી હતી. તે બહુ વખત પહેલેથી અપ્રાપ્ય બની ગઈ હતી. તેની બીજી આવૃત્તિ જલદી બહાર ન પાડી શકાઈ, તે ગુજરાતી વાચક - વર્ગની ઉપેક્ષાથી નહિ, એટલું જ કહેવાને અહીં આશય છે. આસમાની - સુલતાનનું મનસ્વી ખપ્પર ક્યારે કોને ભરખી જશે, તે કહી શકાય તેવું હોતું નથી. પ્રથમ આવૃત્તિના પ્રકાશક તરીકે સ્વ૦ શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલના નિવેદનમાંથી કેટલેક ભાગ જરૂરી લાગવાથી કાયમ રહેવા દીધો છે; તે રીતે જ પહેલી આવૃત્તિના સંપાદકીય નિવેદનમાંથી પણ કેટલોક ભાગ કાયમ રાખ્યો છે. આચાર્યશ્રી મગનભાઈ દેસાઈની અમૂલ્ય “કૃતાંજલિતે લગભગ શબ્દશ: ઉતારી છે. આ બીજી આવૃત્તિ વખતે જરૂરી સુધારાવધારા કરી આપવા, તથા પિતાનું નિવેદન લખી મોકલવા સંપાદકને વિનંતી કરી, ત્યારે તેમણે નવું નિવેદન લખવાની અનિચ્છા દર્શાવતે જે જવાબ લખી મોકલ્યો, તે જ અહીં તેમના નિવેદન’રૂપ ગણીને ઉતારીએ છીએ : “ડૂમાની “મોન્ટેક્રિસ્ટો', તથા હ્યુગોની “લે મિરાબ્લ’નાં ગુજરાતી સંપાદન, બીજી આવૃત્તિ માટે છાપતા પહેલાં જીવનના ઢળતા દિવસોમાં ફરીથી વાંચવા મળ્યાં, તેને હું મારું સદ્ભાગ્ય લેખું છું. એ બંને નવલકથાઓ વાંચતાં જે ભાવાવેશ ઊભરાય છે, તે સામાન્ય મત્ય જીવનમાં અમૃત - રસના પાન જેવો નીવડે છે. એ નવલકથાઓ મરવી જોઈએ નહિ – મરવા દેવી જોઈએ પણ નહિ. માનવીની સર્વોત્તમ ભાવનાઓને તેની નિકૃષ્ટ ભાવનાના સંદર્ભમાં જાગૃત કરીને ઝણઝણાવી દેવી, એ જેવું તેવું કામ નથી. એ લાગણીઓને ઉત્તેજિત કરી શકે તેવા સમર્થ લેખકોની સમર્થ નવલકથાઓ વિનાના માનવજીવનની કલ્પના પણ કરી શકાતી નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ “આ નવી આવૃત્તિ વખતે કશું નવું નિવેદન લખવાની મારી ઇચ્છા નથી. કારણ કે, એ પુસ્તક ખરેખર વાંચ્યા પછી જ વાચક તેનું મૂલ્ય સમજી શકશે. તે પુસ્તક જે વાચક વાંચવાને જ નથી, તેને તેની શરૂઆતમાં મૂકેલું નિવેદન શા કામમાં આવવાનું હતું? પણ એ સંપાદનોની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું આજના કપરી મેઘવારીના દિવસોમાં સાહસ કરવા માટે તમને તે હાદિક ધન્યવાદ આપું છું. ઈવર તમારું ભલું કરે.” સંક્ષિપ્ત કરેલી આ નવલકથા પણ ડેમી સાઈઝનાં ૫૦૦ પાન રોકે છે. તેની પાત્રસૃષ્ટિ ઘણી મોટી છે. પરદેશી નામેવાળાં એ પાત્રોનાં નામ આખા પુસ્તકમાં ઠેરઠેર અને ઘણી વાર તે બહુ દૂર દૂર વેરાયેલાં પડ્યાં હોય છે. જેમકે ફોશલ ડેસે પૂ૦ જ ઉપર અછડતો દેખાવ દઈ અલોપ થઈ જાય છે, તે પાછો છેક પાન ૧૪૭ ઉપર એક અગત્યની કામગીરી બજાવવા હાજર થાય છે. વાચકને તે રીતે રજુ થનું પાત્ર ઓળખવામાં કે શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે, પાત્રની કક્કાવાર ગોઠવેલી યાદી, તેમની ટૂંક ઓળખાણ ઉપરાંત તેમને લગતી મુખ્ય હકીકત કયા પાન ઉપર આવે છે તે પૃષ્ઠસંખ્યા સાથે શરૂઆતમાં જોડી છે. તેથી વાચકને વાર્તારસ જાળવી રાખવામાં મદદ મળી રહેશે. બીજું, આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે, મૂળ ફ્રેન્ચ પાત્રોનાં અંગ્રેજી જોડણી મુજબ લખેલાં નામો ફ્રેન્ચ ઉચ્ચાર મુજબનાં કરી શકાય. પણ અંગ્રેજી ઉચ્ચારથી થોડાક પણ પરિચિત એવા ગુજરાતી વાચકને ફ્રેન્ચ ઉચ્ચાર તે યાદ રાખવે વળી વધુ મુશ્કેલ બનશે એમ માની, અંગ્રેજી જોડણી પ્રમાણેના ઉચ્ચાર જ કાયમ રાખ્યા છે. જેમકે નવલકથાના મુખ્ય નાયક જીન વાલજીનને ખરે ફ્રેન્ચ ઉચ્ચાર જો વાલ છે! આ જ સંપાદકે વિકટર હ્યુગોની બીજી ચાર નવલકથાઓ ‘વિસ્તૃત સંક્ષેપ” રૂપે ગુજરાતીમાં ઉતારી છે. તે બધી પણ એક-એકથી ચડિયાતી નવલકથાઓ છે; અને વિકટર હ્યુગોની કલમ માનવજીવનનાં કેટલાં બધાં જુદાં જુદાં ક્ષેત્રો અને પાત્રોને આવરી લે છે, તેની પ્રત્યક્ષ સાબિતીરૂપ છે. છેવટે ગુજરાતી વાચકનું ત્રણ સ્વીકારવાનું તે શી રીતે ભૂલી જવાય? એના તરફથી મળેલા અકલ્પિત આવકાર અને સહકાર વિના અમારી પ્રકાશન-પ્રવૃત્તિ આટલા ફાલી-ફૂલી શકી ન હોત. ૫૦ છે. પટેલ મંત્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન [પ્રથમ આવૃત્તિનું ] મહાન લેખકોનાં મહાન પુસ્તકો એ સમગ્ર માનવજાતને મહાન વારસો છે. તેમાંય વિખ્યાત ફ્રેન્ચ લેખક વિકટર હ્યુગની નવલકથા “લે મિઝેરાળ્ય'ના જેટાની નવલકથા તે હજુ સરજાવી બાકી છે, એમ કહી દેવા મન થાય છે. કિંઈ નહિ તેય, એવાં સર્જન અને એવા સર્જકો ઝટ ઝટ જન્મતા નથી – સકાંઓ બાદ એકાદ જન્મે ત્યારે... આવી મહાન નવલકથાઓ પૂરેપૂરી ગુજરાતીમાં ઉતારવી એ તે સાહસ જ થઈ જાય. એના કરતાં, જુદા જુદા સમયે, ગુજરાતી વાચકે જેમ જેમ જેટલા વિસ્તાર આવકારતા થાય, તેમ તેમ એટલા વિસ્તારથી એ નવલકથાનાં સંપાદન રજુ થાય, તે તેમાં કંઈ ખોટું નહિ. એ રીતે જોતાં આ સંપાદન અત્યાર અગાઉ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવેલાં સંપાદન કરતાં વધુ મોટું હેઈ, વાચકને મુળ નવલકથાને રસ વધુ વિસ્તારથી પૂરો પાડશે, એવી ખાતરી છે. બીજી રીતે જોઈએ તે પણ, આ અનુવાદની ભાષાની તથા વસ્તુની પ્રવાહિતા એવી થઈ છે કે, જેથી તેને ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં કશો ખુલાસે આપવાની જરૂર નથી. ઊલટું, ગુજરાતી ભાષાની ખરી ખુમારી આ સંપાદનમાં એવી પ્રગટ થાય છે કે આવા મહાન લેખકોનાં મહાન પુસ્તકોના રસ-ધોધને યથાવત્ ઝવવાની ગુજરાતી ભાષાની તાકાત વિષે ગર્વ અનુભવાય છે ૧૮-૨-'૧૪ મણિભાઈ વાઘજીભાઈ પટેલ સંપાદકીય [પ્રથમ આવૃત્તિનું ] ... ગુજરાતીમાં કાઉન સાઈઝનાં ૩૧૧૦ થી વધુ પાન થાય તેવી મૂળ નવલકથાને તેના વાર્તાતંતુને ઈજા ન પહોંચે અને મૂળ લેખકની ખૂબી અને છટા કંઈક અંશે ઝિલાઈ રહે તે પ્રમાણે, ક્રાઉન સાઈઝનાં ૫૦૦-૭૦૦ પાનમાં ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ખ્યાલ ન હતું કે, એ કામ મારા જેવાથી પૂરું થઈ શકશે. પરંતુ ગૂજરાત વિદ્યાપીઠના (તે વખતના) મહામાત્ર શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ હમેશાં આવાં આવાં કામ સંપીને Page #9 -------------------------------------------------------------------------- ________________ મને પ્રેરણા આપ્યા કરી છે, તેથી જ આ એક મોટું કામ પૂર્ણ કર્યાને આનંદ પ્રાપ્ત કરવાનો દિવસ આવી શક્યો આવી મહાન નવલકથાઓને પૂરે ન્યાય આપવો કેવો અશક્ય છે, તે તો તે માટે પ્રયત્ન કરનાર જ જાણે. મૂળ પુસ્તકનો જે ભાગ છોડી દીધો છે, તે રસિક નથી કે ગુજરાતી વાચકને બહુ ઉપયોગને નથી, એમ હરગિજ ન કહી શકાય. એટલે એ પુસ્તકના અનુવાદો હજુ બીજા ઘણા થશે : કદમાં આનાથી બહુ નાના કે બહુ મોટા પણ. ફ્રેન્ચ લેખક વિકટર હ્યુગો (૧૮૦૨– ૧૮૮૫) આ પુસ્તક માટેના પિતાના ટૂંકા નિવેદનમાં (ઈ. સ. ૧૮૬૨) જણાવે છે : ક્યાં ની કાયદો અને રૂઢિને કારણે એવી સામાજિક સ્થિતિ પ્રવર્તતી રહેશે કે જેને કારણે સંસ્કૃતિની સાથોસાથ જગત ઉપર કૃત્રિમ રીતે નરકો ઊભાં થતાં રહે, તથા દૈવી કહી શકાય તેવું ભાવી માનવતાની જ હત્યા સાથે અટવાઈ જાય; ક્યાં સ્ત્રી આ યુગની ત્રણ વિકટ સમસ્યાઓ -દારિદ્યને કારણે પુરુષની અધોગતિ, ભૂખમરાને કારણે સ્ત્રીની બરબાદી, તથા ભાતિક અને આધ્યાત્મિક અંધાર હેઠળ ઊગતાં બાળકોનું ઠીંગરાવું– એમને ઉકેલ નહિ આવે; કયાં સ્ત્રી અમુક ક્ષેત્રોમાં સામાજિક રૂંધામણ શક્ય રહેશે : બીજા શબ્દમાં, તથા વધુ વિશાળ દૃષ્ટિબિંદુથી જોતાં, અજ્ઞાન અને દારિદ્ય આ પૃથ્વી ઉપર ક્યાં સ્ત્રી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને.” આવડા મોટા પ્રોજનવાળા વ્યાપથી તેમણે આ મહાકથા ઉપાડી છે તથા સરજી છે. વાર્તારસની ષ્ટિએ પણ આ કથાને આંટી જવાનું ભલભલી વિશ્વખ્યાતિવાળી નવલકથાઓને માટે પણ મુશ્કેલ જ છે. આ વાર્તા વાંચવાનું શરૂ કરનારને તેટલી પ્રતીતિ તો સહેજે થઈ જશે...... – ગેટ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિકટર હૃગે [૧૮૦૨ – ૧૮૮૫] વિશ્વસાહિત્યમાં ફ્રાંસનું નામ રોશન કરનાર ફ્રાંસના બે સાહિત્યસ્વામીઓ -- ડૂમા અને હ્યુગોનો જન્મ, ઓગણીસમી સદીના પ્રારંભે, એક જ વર્ષમાં થયો હતો. તેઓ જમ્યા ત્યારે નેપોલિયન બોનાપાર્ટની સરદારી નીચે, ફ્રાંસને વિજયડંકો યુરોપ અને આફ્રિકામાં વાગતો હતો. હૃગોના પિતા ફ્રાંસની તે વખતે અજેય ગણાતી સેનામાં મેટા અફસર હતા. સેના સાથે પિતાનું ભ્રમણ ચાલ્યા કરતું અને સાથોસાથ તેમના કુટુંબનું પણ. એટલે હૃગોને એક સ્થળે સ્થિર રહીને ખાસ શિક્ષણ મળેલું નહિ. - હ્યુગોએ નવ દસ વર્ષની ઉંમરે, આફ્રિકામાં ગવર્નરપદે બિરાજંતા પિતાનાં વૈભવ અને ઐશ્વર્ય, અતિ ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓને મળે તેવો માન-મરતબો, અમીર-ઉમરાવ-વર્ગને સંસર્ગ અને આંખને આંજી દે તે ભપકો અનુભવેલાં. પરંતુ ટૂંક સમયમાં રાજકીય સ્થિતિ પલટાતાં, પિતાએ પોતાના પરિવારને પૅરિસ પહોંચાડી દીધો. નેપોલિયનના પતન સાથે હૃગેના કુટુંબને વૈભવ પણ અસ્ત થયો. થોડો સમય પિતાને અટકાયતમાં પણ રહેવું પડે. ઈ. સ. ૧૮૨૧માં ધૂગેની માતાનું મૃત્યુ થયું. પિતા પાસેથી કંઈ પણ મદદ સ્વીકારવાને હૃગેએ ઇનકાર કર્યો, અને તેથી એકદમ નિર્ધન સ્થિતિમાં તેમને મુકાઈ જવું પડ્યું. આ સમયે મહિનાઓ સુધી ખંત અને આત્મશ્રદ્ધાથી તેમણે લેખનપ્રવૃત્તિ કર્યા કરી. ૧૮૨૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ બહાર પડયો. ૧૮૨૭ના અરસામાં હ્યુગો, નૉડિયર, વિગ્ની વગેરેના સહકારથી ફ્રાંસમાં સાહિત્યકારોની એક કલબ સ્થપાઈ. સાહિત્યક્ષેત્રે ક્રાંતિકારી વિચારો ધરાવનારી આ મંડળીના હૃગો નેતા બન્યા. સાહિત્યમાં ચાલી આવતી ચીલેચલુ શૈલી અને પ્રણાલિકા તેમ જ કલાના પ્રવર્તમાન ખ્યાલ સામે સફળ ઝુંબેશ ઉઠાવવામાં આવી. ડ્રમાં પણ તેમાં જોડાયા. હૃગેની લોકપ્રિયતા અપ્રતિમ હતી. તેમના સીમા જન્મદિવસે લાખ નાગરિકોએ તેમને હર્ષનાદથી વધાવી લીધા હતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશનું નિવેદન પુ પટેલ પ્રકાશકનુ નિવેદન [પ્રથમ આવૃત્તિનુ] મણિભાઈ વાધજીભાઈ પટેલ સૌંપાદકીય [પ્રથમ આવૃત્તિનું] ગા વિકટર હ્યુગે કૃતાંજલિ જીવનધર્મ યા ? પાત્રસૂચિ ૧. ઢી૦ પરગણાના ખિશખ ૨. હડધૂત મુસાફર ૩. પરાણા ૪. સુક્તિ અને ખન ૫. છેલ્લી ચિનગારી ૬. પૅરિસનાં ૢંખીડ ૭. થેનારચિરની વીશી ૯. કૅસેટ ૯. મેડલીન બાપુ ૧૦. પેાલીસ ઇન્સ્પેકટર જાવટ ૧૧. કાસેટની મા ૧૨. તારા હૃદયને અધારપટ દૂર થા ૧૩. ભવિતવ્યતા ૧૪. ધડભાંજ ૧૫. કૌંસેટ કાર્લ આવે છે! ૧૬. અદાલતમાં ૧૭. વળી પાછા જીન વાલજીન ૧૮. સિસ્ટર સિમ્પ્લાઇસ ૧૯. વોટસ્નુ` રણમેદાન ૨૦. નં. ૯૪૩૦ ૨૧, મેાંટક્રમેલનુ... ભૂત ૨૨. હૂખ્યું ૨૩. અાયા હાથ ૨૪. વીશીમાં મગનભાઈ દેસાઈ काका कालेलकर - ૪∞ . ૪ १९ ૨૦ 3 B ૧૩ ૧૮ ૨૬ ૩૦ ૩૨ 319 ૪૦ ૪૩ ૪૭ ૫૩ ૬૯ 193 ૭ ૮૨ ર ૫ ઢ ૧૦૦ ૧૦૪ ૧૦૭ ૧૧૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૧૨૫ '૧૨૮ ૧૩૪ ૧૨૭ ૧૪૪ ૧૫૦, ૧૫૩ ૧૫૭ ૧૬૩ ૧૬૯ ૧૭૨ ૧૭૫ ૧૭૭ (૧૮૦ ૨૫. નવા ભાવિ તરફ ૨૬. છેવટે ગયાં ૨૭. પેરિસને વસવાટ ૨૮. ફરી પાછો એ ૨૯. પીછો ૩૦. દેજખમાં કે વર્ગમાં? ૩૧. પી–ને મઠ ૩૨. ફેશલોંની મૂંઝવણું ૩૩. સી. માતાની અંતિમ ઇરછા ૩૪. બચવાને માગે ! ૩૫. માણસ ધારે કંઈ – ૩૬. રામ રાખે તેને– ૩૭. પડદે પડે છે ૩૮. નવા ચહેરા : નવી પિછાન – ૧ ૩૯. નવા ચહેરા : નેવી પિછાન-૨ ૪૦. કર્નલ પિન્ટમર્સી ૪૧. “મહાકલિંકને અંત ૪૨. પુનઃ પ્રાપ્તિ ૪૩. “નીકળ અહીંથી, હરામજાદા !” ૪૪. “એ. બી. સી. મિત્રમંડળ” ૪૫. બ્લડો હાજરી પૂરે છે ૪૬. તમારો રાજકીય મત કર્યો છે ૪૭. કસોટીમાંથી ૪૮. પિતૃઋણ ૪૯. ઉષાનું પ્રાગટથ ૫૦. પેંતરા ભરે છે ૫૧. ચાર નામ, કામ એક પર. મહેમાન માટે ૫૩. મહેમાન ! ૫૪. કંઈ લાખે નિરાશામાં ૫૫. પાંચ ક્રાંકને ઉપયોગ પ૬. પેટ્રન મિનેટ ૫૭. મેરિયસ પગલાં ભરે ૫૮. વેંટ ખરીદી કરે છે ૫૯. મેરિયસના પાંચ ક્રાંકને ઉપયોગ ૬૦. છના ટકોરે ૬૧. “મારું નામ શેનારડિયર છે” ૧૮૩ ૧૮૭ ૧૯૨ ૨૦૨ ૨૦૪ ૨૦૭ ૨૦૯ ૨૧૫ ૨૨૧ ૨૨૪ ૨૨૮ ૨૩૨ ૨૩૮ ૨૪૨ ૨૪૪ ૨૪૬ ૨૪૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬૨. માત્ર બે લાખ ક્રાંક ૬૩. ‘તેને પૂરા કરી ’ ૬૪, જેમાં ઘેાડાક છૂટા તાંતણા સમેટાય છે ૬૫. મહાન નેપેાલિચનના વારસદાર ૬૬. ખિસકાલી પણ વિચાર કરે ૬૭, ‘ગાતી મેના ’નું ઉપવન ૬૮. મેમા‚ મહારાયને ભૂત દેખાય છે . ૬૯, ‘મારે તમારા પૈસા નથી જોઈતા ૭૦. રૂ બ્લુમેટમાં ૭૧. કી ખીલતી જાય છે ૭૨. વાગ્યા હોય તે જાણે ! ૭૩, પડછાયા અને એળા ૭૪, પૃથ્થર નીચેનું હૃદય ૭૫, એ પછીની કૌસેટ ૭૬, આળા ઘેરાય છે ૭૭. પરમ દિવસે નવને ટકારે ૭૮. તે કદી પાછા નહિ આવે ! ૭૯, ધર છેાડી ચાલી નીકળ્યાં ૮૦. ઈંગલ ૮૧, મેરિયાનુ` મંડાણ ૮૨, મેરિયસ અધારામાં ઘેરાય છે १२ ૮૩. એપેાનીનની વિદાય ! ૮૪, હું હુંમાં જ પાછે આવું છું! ૮૫. હતાશાનાં પગરણ ૮૬. અહા ! કેવી નિરાંત ! કેવેવ્સ આનંદ! ૮૭. શાહી ચાકી ઉપરને હુમલા ! ૮૮. અમે મરવા નીકળ્યા છીએ ! ૮૯, હુમલા શરૂ થાય છે ૯૦. ગેત્રોચની વિદાય ૯૧. તાપમાં ઠાંસવા માંડ ! ૯૨. “હું કાંઈક ઈનામ માગી શકું ?'' ૯૩. મારચાને અંત ૯૪. કેદી ૯૫, ઈશ્વરની કરુણાની ઝાંખી ૬. એટલામાંથી ચૂલામાં તે આનું નામ! ૯૭. શેરીમાં કાઈ ન હતું ! ૯૮, દાદા ૨૫૩ ૨૫૬ ૨૧૧ ૨૬૫ ૨૬૯ ૨૭૨ ૨૭૪ ૨૭૭ ૨૦૧ ૨૮૪ ૧૮૯ ૨૯૫ ૨૯૯ ૩૦૧ ૩૦૫ ૧૦ ૩૧૫ ૩૨૨ ૩૨૬ ૩૩૦ ૩૩૮ ૩૪ ૩૫૧ ૩૫૪ ૩૫૮ ૩૬૨ ૩૬૪ ૩૬૯ ૩૭૬ ૩૮૦ ૩૮૩ ૩૮૭ ૩૯૪ ૪૦૦ ૪૦૪ ૪૦૯ ૪૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ૪૨૦ ૪૨૩ ૪૨૭ ૪૩૧ ૯૯. કિધાને અંત ૧૦૦. ચેર, બદમાશ! ૧૦૧. જેમાં દરદીઓ પણ હુમલાખેર બનવા તાકે છે ! ૧૨. આજકાલનાં જુવાનિયાં ! ૧૦૩. ભૂતકાળના ઓળા. ૧૦૪. ૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત ૧૫. એકરાર ! ૧૦૬. ભેંયતળનો ઓરડો ૧૦૭. પીછે કદમ ! ૧૦૮, ઘેરા ઓછાયા : ભવ્ય પ્રભાત ૧૦૯. શાહીને ખડિયે જ્યારે બે ળવાનું કામ કરે છે ૧૧૦. આટલું બધું અજવાળું શાનું? ૪૩૬ ૪૪૧ ૪૪૮ ૪૫૨ ૪૫૬ 93 Page #15 -------------------------------------------------------------------------- ________________ કૃતાંજલિ જગવિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકાર વિકટર હ્યુગોની આ મશહૂર અમર કૃતિને પ્રવેશક પરિચય આપવાની જરૂર ન હોય... ભાઈ ગોપાળદાસે, મારી સૂચનાથી, હૃગોના આ પુરતકને કિશોરોગ્ય સંક્ષેપ “ગુનો અને જીવાણું નામથી અગાઉ બહાર પાડ્યો છે. મોટા ટાઈપમાં, ક્રાઉન-કદનાં ૨૦૦ પાનમાં એ સમાવાયો હતો, એ પણ એક સંક્ષેપ-વિક્રમ જ ગણાય. હ્યુગોની આ કથા એવી છે કે, સર્વ-વયીઓને તેમાં રસ પડે; એટલું જ નહિ, વારંવાર વાંચતાંય થાક ન લાગે – બલ્ક ફરી ફરી વાંચવા મન થાય. આથી કરીને, મોટી ઉંમરના સામાન્ય વાચકને માટે, કદમાં કાંઈક મોટો એવો આ બીજે સંક્ષેપ ભાઈ ગોપાળદાસે તૈયાર કર્યો, એ સારું થયું છે. ગુજરાતી વાચકોએ તે માટે એમનો આભાર માનવો ઘટે છે. | વિકટર ઘગો નવલકથાકાર ઉપરાંત નાટયકાર અને કવિ તરીકે પણ નામાંકિત હતો. ફ્રાંસના ૧૯મા સૈકાનો એક અગ્રગણ્ય સાહિત્ય-સ્વામી તે ગણાય છે. એને જીવનકાળ એટલે ૧૮૦૨ થી ૧૮૮૫. ફ્રાન્સના તે યુગની રોમાંચક - રોમેન્ટિક' સાહિત્યપ્રવૃત્તિને નાયક એ હતે. તે તરીકે તેણે વિશ્વસાહિત્યમાં સ્થાન પામે એવી કેટલીક કૃતિઓ જગતને આપી છે, તેમાં લે મિઝેરાબ્લ’ એક અનોખી ભાત પાડે છે. તેની ઉત્તરાવસ્થાની આ કૃતિ છે. દારિદ્યનું મહાભારત કહેવાય એવી મહાન કથા એમાં એણે આપણને કહી છે. માનવ હૃદયને ઊંડામાં ઊંડા અને પાવકતમ ભાવ દુઃખ-દયા છે – દુ:ખીને માટે દિલમાં સદભાવભરી સહાનુભૂતિ જન્મે એ છે. આવી પરદુ:ખભંજની વૈષ્ણવી વૃત્તિ આ કથાનું ચિરંજીવ રસબીજ છે. ૧૯મા સૈકાનું યુરોપ એટલે, એક બાજુએ, ત્યાંના દેશની અંદર રાષ્ટ્રધર્મ રાજ્યોદયને યુગ; અને બીજી બાજુએ, તેની જ બીજી પાંખ પેઠે કામ કરતે, યુરો૫ બહાર એશિયા આફ્રિકામાં ફેલાતે સામ્રાજ્યધર્મી પરરાજ્યોદય યુગ. આથી કરીને, એક તરફ દુઃખ-દારિદ્ય અને દીનતા, તે બીજી બાજુએ અર્થલોભ, ગુબ્બા, ભોગવિલાસ, અને સાબળના ભાવ ફેલાતા હતા. અને १४ Page #16 -------------------------------------------------------------------------- ________________ સામ્રાજ્યભેગી યુરોપનાં રાષ્ટ્રધર્મી રાજ્યોમાં, પરધન-શેષણ વડે માતબર બની માતંગા થતા સત્તાધારી વર્ગો અને ગરીબાઈમાં સબડતો બહોળો આમમજૂર-ખેડૂત-વર્ગ, – એમ બે નોખા તફા પેદા થતા હતા. તે સમયના આવા રંગનું દર્શન યુરોપના અનેક વિચારકો, સાહિત્યકારો, અને સમાજવિદો કરતા હતા. તેવા ધુરંધરોમાં, સાહિત્યક્ષેત્રે જોતાં, ડિકન્સ, ટૉલ્સ્ટૉય, હૃગો, ઝાલા, રસ્કિન વગેરે જાણીતા છે. સામાજિક ફિલસૂફી અને ઇતિહાસ-ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને વિચારોમાં કાર્લ માકર્સ જેવા આવે. આ લોકોએ પોતપોતાને સ્થાનેથી અને પોતપોતાની વિશેષ પ્રતિભા અને કલા-કુશળતા દ્વારા પોતાના દેશકાળમાં પ્રવર્તતી થયેલી આ રિથતિનું ચિત્ર રજૂ કર્યું. એમના બે ચોખ્ખા માર્ગ કે દિશાઓ પડી જાય છે. તેમાં સાહિત્ય-કલા માર્ગને પ્રતિનિધિ ગ્રંથ આ છે. તેના દૃષ્ટાઓ સમા ઇંગો વગેરેએ ખ્રિસ્તી દયાભાવમાં આ સ્થિતિને ઉકેલ જાયે-અજાણે ચીતર્યો, એમ કહી શકાય. તેનું હાર્દ સમજવા માટે, ગીતાની પરિભાષામાં જોઈએ તે, યજ્ઞ-કાન-તા:કર્મ કે જે પાવનાનિ મનામ્ માનવને પાવન પવિત્ર કરે છે, તેની સનાતન સામાજિક તારણશક્તિને સ્થાયી ભાવ લોકોની નજર આગળ આ સાહિત્યકલાકારોએ ખડો કર્યો. આને માટે શ્રેગોએ આ કથામાં જીન વાલજીનનું એક કમાલ પાત્રો સજર્યું છે. આમ ગુનેગાર ગણાય તેને દયાળુ ઉદ્યોગપતિ, પરગજુ નાગરિક અને સેવાભાવી મેયર વગેરે પેઠે કામ કરતે ચીતર્યો છે. પ્રેમયજ્ઞમાં સતત આહુતિ આપતો રહેતો કર્મયોગી જાણે ન હોય ! ગીતાકારનું બિરદ છે કે. પાપી પણ જો ભક્ત બને તે તરે, એનું જાણે જીવંત દૃષ્ટાન્ત એ હોય ! પણ આની બીજી બાજુ છે : આવા વ્યક્તિગત વિચારની સમુદાયગત બાજુ છે. તે એમ પૂછે છે કે, આમ પવિત્ર સાધુ-જીવન ગાળવાથી, માનો કે, તે તે જીવાત્માનું ભલું થતું હોય, પરંતુ દુ:ખમાં સપડાતા સામ્રાજ્યયુગીન સમાજના કલ્યાણનું શું? એવા સમાજના ભોગ બનતા ગરીબ વર્ગોને ઉદ્ધારમાર્ગ શો? શું આવી વ્યકિતઓ વડે તે સધાશે? કે પછી એને માટે કાંઈક જુદો અને સામુદાયિક રૂપે કામ કરતો ને અસરકારક એવો કોઈ માર્ગ લેવો કે ખેળવો પડે? ૧૯મા સૈકા અગાઉના જગતમાં દુનિયાને વ્યવહાર એવો સામૂહિક અને જટિલ તથા સંમિશ્રા નહોતે ત્યારે કદાચ આવા વૈયક્તિક જીવન દ્વારા તરણપાય પૂરતો થતો હોય; પરંતુ ૧૯મા સૈકામાં આવતાં, પાર્થિવ Page #17 -------------------------------------------------------------------------- ________________ १६ જ્ઞાન-વિજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ; લાકોની વૃત્તિ વધુ ને વધુ બહિર્મુખ અને આક્રમણશીલ તથા પરિગ્રહી બનતી ગઈ; રાષ્ટ્રધર્મી સ્વાર્થીની એકગિતાના નવા જુસ્સા વધતા ગયા; તેમ તેમ, તે વડે ભાગ અને ઐશ્વર્ય પામતા વર્ગોના હિતવાદો લગતા ગયા ને સ્વાર્થી જોર પકડવા લાગ્યા. ઈર્ષા, અસૂયા અને મન્સુર પણ વધતાં ગયાં. આમ જગત ૧૯મા સૈકામાં આગળ જતાં, તેની સ્થિતિ એમ પલટાતી ગઈ. તેવા જગતનાં દુ:ખદારિઘનો ઈલાજ શું ? એ પ્રશ્ન ઊઠે. આના જવાબમાં કહેનાર કહી શકે કે, ‘આવા પ્રશ્ન તમે સમાજશાસ્ત્રીને, ફિલસૂફને, રાજ્યશાસ્ત્રીને, કે તેવા લોકોને પૂછી શકો; કલાકારો અને સાહિત્યસ્વામીએ એને માટે ભાગ્યે યોગ્ય પાત્ર ગણાય. માનવ હૃદયના ભાવા અને સમાજમાનસના રંગાના પારખુ એવા એ લોકો એના જવાબ જે રીતે આપી શકે, તે રીતે જ આપશે. અને એ રીત એમની કલાકૃતિ હશે. એમાંથી જેને જેવા જડે તેવા જવાબ ભલે જુએ. શાસ્ત્રીય પ્રશ્નોના શાસ્ત્રશુદ્ધ ઢબે તર્કશુદ્ધ ઉત્તર આપવા તેઓ બંધાતા નથી. તેમનાથી એ બની ન શકે. તેમનું સર્જન-સાધન જુદી ઢબે કામ કરે છે.' એટલે હ્યુગોની આ દરિદ્રનારાયણ કથાના મહાભારતમાં આ પ્રશ્નના ઉત્તર ખાળી શકાય ખરો ? કે પછી એ ઉત્તરને માટે તો આપણે એના સમકાલીન માકર્સ જેવા લોકોની પાસે જ જવું પડે? માકર્સ જેવા વિચારકો નવા સામાજિક દુ:ખદારિઘની એ જ પરપીડા જાણીને કૂવાની પ્રેરણાથી મનોમંથનમાં પડયા હતા. એમનું નિદાન અને ડિકન્સ, હ્યુગો કે ટૉલ્સ્ટૉય જેવા સાહિત્યકારોનું નિદાન—બે વચ્ચે સામ્ય કે મેળ જોવો ખરો? કે બેને તદ્ન ભિન્ન કોટીના ઉપાય સમજીને ચાલવું ? કરવા કળાકૃતિ અંગે ઉપસ્થિત કરવા, એ કલાકાર કે સાહિત્યકારો વિચારક-ફિલસૂફ કે કરતા નથી. કળાને ન્યાય અને શાસ્ત્ર કે હ્યુગો તેની આ કથા વš– માકર્સ તેના છે. – કદાચ આવેા પ્રશ્ન પેદા જ ઠીક ખરું ? કેમ કે, કવિ, વિજ્ઞાનીની ઢબે કે રીતિથી કામ વિજ્ઞાનને ન્યાય જુદા હોય ‘કૅપિટલ ’ દ્રારા ચાહતા હતા તેમ, અને મળતા કાંઈ ઉદ્દેશ કે ઇરાદા મનમાં કલ્પીને ચાલ્યો ન હોય. પેાતાના યુગના લોકજીવનને કલા-સમાધિમાં જેવું જોયું, તેવું તેણે આલેખ્યું. એમાં શાસ્ત્રના ન્યાયે નુકતેચીની ન કરવી ઘટે; શાસ્ત્રની તર્ક-કસોટી પર કલાકૃતિને બહુ ચડાવવી ન જોઈએ. શ્રુતિ અને સ્મૃતિમાં જેવા ભેદ છે, કવિ અને ફિલસૂફ કે જ્ઞાનીમાં જેવા ભેદ છે, તેવા ભેદ અહીંયાં પણ સમજવા જોઈએ. ――― Page #18 -------------------------------------------------------------------------- ________________ १७ આમ છતાં કલાકૃતિના આસ્વાદક, પોતાના ખ્યાલમાં આવે એ રીતે તેને નાણવા ને તપાસી જેવા મુખત્યાર છે. માર્ક્સવાદીઓની રીત શી હતી? સમાજ અને રાજ્યને તેમણે વ્યક્તિ અને તેના ધર્મ કરતાં ચડિયાતું દૈવત માન્યાં. તે વડે સૌને માટે સમાનતાપૂર્વક સુખી જીવનની જરૂરિયાત પૂરી પાડવાની વ્યવસ્થા કરનારું બળ રચવું; તેના સંગ્રહ દ્વારા ગરીબાઈ અને ગુના ઇ દાબવાં – દૂર કરવાં- નામશેષ કરવાં; એમ વર્ગ-વર્ગની વિષમતા વિનાના સામ્ય-સમાજ રચવા. માનવ હૃદયમાં રહેલા પ્રેમ, ધર્મ, આસ્તિકય, ઈ૦ જેવા ભાવાને, આ કામ કરવાનું, ઇતિહાસે, આજ પૂર્વેનાં બધાં સૈકાંમાં સોંપેલું. તેમાં એ બધા દેવાળું કાઢી પરવાર્યા છે; તેમને ભરોંસે હવે ન રહી શકાય. આ રીતના ભાવાને પોષે એવું સાહિત્ય, એવો કળા-કૌશલ્ય અને જ્ઞાન વિજ્ઞાન સાચી દિશાવાળાં; બીજાં ખાટાં ને ચિત્તભ્રામક—એમ તે સૂચવે. લોકોમાં જેમને માટે જરૂરી લાગે તેટલાનાં આવાં ચિત્તની શુદ્ધિ પણ નિષ્ઠુર કે કઠોર બનીનેય કરવી, એમ પણ તે કહે. રાજ્યની આવી સમાજશક્તિમાં અમુક વ્યવસ્થાબળ રહેલું છે, એમ કેટલાક માને છે. કેટલાક લેાકો તે સામે —તેના નિદક એવા અરાજવાદી પણ પડેલા છે. હ્યુગોએ આ શક્તિના પ્રતીક રૂપે પોલીસ ઇન્સ્પેકટર જાવ આપણને આલેખી આપ્યા છે. એમાંથી આપણે આ શક્તિની શક્તિમત્તા અને એની અશક્તિ બંને જોઈ શકીએ. ૧૯મા સકાના યુરોપીય સમાજનું ચિત્ર આપણને વીશીવાળા થેનારડિયર અને તેના શેાષણના ભાગ બનતાં સ્ત્રી-બાળક ઈટ પાત્રો વડે હ્યુગો બતાવે છે. આ પાત્રો પરથી જ કથા તેનું નામ પામે છે. ૧૯મા સૈકાના યુરોપીય સમાજ નવી જ ગરીબાઈ પેદા કરે છે. તેની જ સાથે લાકના શ્રમને ચૂસીને માતબર બનતા નવા ધંધા પણ પેદા કરે છે; અને એ બધાની ભૂમિકા યુરોપના ૧૯મી સદીના સામ્રાજ્ય યુગ છે, જોકે હ્યુગો એનું ચિત્ર તેની વાર્તામાં નથી દારતા. ડી નગરીના બિશપ પરથી એમ માની શકાય કે, માનવહૃદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન દ્વારા પ્રગટ કરી શકાય, તે એમાં કેવું તરણ-તારણબળ અને સમાજજીવન-ઉદ્ધારક સામર્થ્ય સંતાયેલું છે, — એ વિષે હ્યુગો શ્રદ્ધાળુ છે. આ બળ અને તે વડે સર્જાઈ શકતું સામાજિક સામર્થ્ય રાજ્યશક્તિ પર કલ્યાણમય પ્રભાવ પાડી શકે, એમ પણ આપણે આ વાર્તામાં જોઈ શકીએ છીએ. છેવટે કળા ચેતન-પૂજા છે, તેની તુલનામાં વિજ્ઞાન એ વસ્તુતાએ જડપૂજા છે. ચેતન વ્યાક્ત પ્રેમગુણ પ્રેરી અને એના અભાવરૂપ Page #19 -------------------------------------------------------------------------- ________________ १८ દ્રષ-અસૂયા પ્રત્યે ધૃણા પ્રેરી તેને વ્યક્ત કરી શકે, જડ વસ્તુ પિતાને અંગે ભાગ-અને-પરિગ્રહ-બુદ્ધિ અને વૃધ્યા ઝેરી તેને વ્યક્ત કરી શકે. આ બે વચ્ચે મજાના ગજગ્રાહ ચાલે. ઇંગે માનવહૃદયના ચેતનબળની વિલાસ-કથા કહે છે; માર્ક્સ જેવા સમાજવિજ્ઞાનીઓ રાજ્ય, યંત્રબળ ઇ૦ જડ બળોને સંગ્રહ કરી તેમના વડે લોકોનું ભલું થઈ શકે, એની રાજ્યશાસ્ત્ર-કથા કહે છે. અહીંયાં એ નોંધવું પડે કે, રાજ્ય, યંત્રબળ ઇ૦ જડ સાધને પણ, અંતે જોતાં ચેતન એવા માનવો વડે જ સતેજ કે સક્રિય બની શકે. અરે, જેવો સરમુખત્યાર તેવું જ તેનું તાનાશાહી ચિત્ર બનશે ને? આમ વિચારતાં. કલાની ચેતનપૂજા બલવત્તર ગણાય; વિજ્ઞાનની વસ્તુપૂજા, છેવટે જોતાં, મોટી સવડ જ ગણાય. હૃગેની આ કથા આજના યુગમાં પણ ખૂબ રસથી અને લાભપૂર્વક વંચાય છે, તે બતાવે છે કે, વ્યક્તિ અને વસ્તુ વચ્ચે જ પસંદગી કરવાની હોય, તે વ્યક્તિ જ ચડે, કેમ કે, પસંદગી વ્યક્તિ જ કરે છે. વસ્તુ વ્યક્તિ માટે છે, નહીં કે વ્યક્તિ વસ્તુ માટે. આજના જડવાદો વ્યક્તિને વસ્તુ માટે બતાવીને દુનિયાને ધાર્યો ઘાટ ઉતારવા તાકે છે, એમ ખર. છતાં, તે સિદ્ધાન્તના પિયેર રૂપ એવા રશિયામાં પણ ટૉલ્સ્ટૉય ઇ. જેવા સાહિત્યસ્વામીઓ રસપૂર્વક પાછા વંચાય છે. એ બતાવે છે કે, માનવહૃદય છેવટે છે તેવું જ છે. તેને પ્રેમ અન્ય માટે છે; પ્રેમપારા જનોને સારુ ઘસાઈ મરવાને માટે તે હદયમાં ઊંડી ભાવના પણ છે જ. આ તે કાયદા-કાનૂન દ્વારા તેમાં ભાગ્યે ફેરફાર કરી શકાય. ગરીબાઈ ઇ0 ગુનો નથી, પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રહ એ મૂળ ગુનો છે. આવા પ્રેમધર્મની સાક્ષાત્ વફાદારીનું આ કથાચિત્રા વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. ભાઈ ગોપાળદાસની આ બીજી ચેપડી માટે કાંઈક લખવાને મિષે હ્યુગોની આ ક્યાનું ચિંતન-મનન કરવાની જે તક મળી, તેને માટે આભારપૂર્વક, તે મહાન માનવકથાકાર માટેની આ મારી કૃતાંજલિ પૂરી કરું છું, ૨૪-૧૦-૧૯૬૩ મગનભાઈ દેસાઈ Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવનધર્મ કયો ! લે મિઝરાળ્ય' આ નવલકથાએ વિવસાહિત્યમાં કયારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાને આ સમય છે. આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જામ્યો તે મેં અનેક ઠેકાણે વાપર્યો છે. દરેક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂર્તિની પણ આવશ્યકતા હોય છે. “લે મિઝેરાબ્લ’માં નાથક ઉપર પોતાની ક્ષમાયુક્ત ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું, ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે. રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અનિમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપક એ મંગલમૂર્તિ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, વ્યાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ. રામાયણ માટે “કઠોરગભ'સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગાપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે. આ નવલકથાને કારણે એનો નાયક જો વાલજો ઐતિહાસિક વ્યક્તિ જેવો થઈ ગયો છે. જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજવાને અણિશુદ્ધ કાનુની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતા પોલીસ ઑફિસર કાનૂનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતે ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ધર્મની વિફલતા બંને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે. આવી વિશ્વમાન્ય નવલકથા ઉત્તમ રીતે ગુજરાતીમાં આણી આપનાર મારા જુના સાથી શ્રી. ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨-૧૦૬૩ काका कालेलकर Page #21 -------------------------------------------------------------------------- ________________ પાત્રસૂચિ [બતાવેલી પૃષ્ઠસંખ્યાને સ્થળે તે તે પાત્ર અંગે મુખ્ય માહિતી હશે.] ઉર લેબર : જીન વાલજીને થનારડિયરને ત્યાં આપેલું નામ. પૃ. ૨૫૪. ઉસ્લાઃ છન વાલજીનના રૂમાલ ઉપર ઉ૦ ફેટ અક્ષરે જોઈ મેરિયસે કૌસેટનું કલ્પલું નામ. પૃ. ૨૧૨. (જુઓ ઉરઍ ફેબર) એઝેમા : થેનારડિયરની નાની દીકરી. પૃ૦ ૨૬૩, ૪૩૮, ૪૬૬. એ લરસ : જુઓ એ. બી. સી. મિત્રમંડળ. પૃ. ૧૯૩, ૩૩૨. એપેનીન થનારડિયરની મોટી દીકરી. મેરિયસ ઉપર ભાવ રાખે છે. પૃ. ૨૬૨, ૨૭૮, ૩૦૬, ૩૪૬. એ. બી. સી. મિત્રમંડળ : પૅરિસનું એક ક્રાંતિકારી મંડળ. છેવટે ૧૮૩રનું દંગલ ઊભું કરી નાશ પામે છે. મેરિયસ એ મંડળના સભ્યોના પરિચયમાં આવે છે. પૃ. ૧૯૧. કેબીર ઃ એ. બી. સી. મિત્રમંડળને સભ્ય. પૃ. ૧૯૩, ૩૩૨. કેફેરક : એ. બી. સી. મિત્રમંડળને સભ્ય. મેરિયસ તેને ત્યાં આશરે પામે છે. પૃ૦ ૧૯૪, ૧૯૯, ૨૭૨, ૩૩૨. કશિપ : જુઓ બેટ. પૃ. ૮૦. કેસેટ : ફેન્ટાઈનની દીકરી; થનારડિયરને ત્યાં ઉછેરવા રાખી હોય છે. જીન વાલજીને તેને ત્યાંના ત્રાસમાંથી છોડાવે છે. મેરિયસ સાથે લગ્ન કરે છે. પૃ. ૩૫, ૨૮૯. (જુઓ શેના રેડિયર, ફેન્ટાઈન, મેરિયસ) સી. માતા : પી-ના મઠની એક સાવી. તેના કૉફિનમાં સંતાઈ જીન વાલજીન મઠની બહાર નીકળે છે. પુત્ર ૧૫૭ કહેકેસસઃ ટ્રિન મિનેટ ટેળકીને એક ડાકુ, પૃ૦ ૨૩૬, ૨૬૨, ૩૦૮. ગેનફલેટ : જોટે (થેનારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું બેટું નામ. પા. ૨૧૭. વોચ ઃ થનારડિયરને નાનપણથી લઇ દીધેલ અને શેરીમાં રખડત થયેલ છોકરો. પા. ૧૭૪, ૨૬૫, ૩૩૦, ૩૮૦. ચીબિયર ઃ મૅસ્ટ્રીન બાપુની જગાએ આવેલે નવે ઘેરદુ. પા. ૧૬૩. ઝેન્ટર : એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. પા. ૧૯૬, ૩૩૨. યૂલર : પેટ્રન મિનેટ ટોળકીને એક ડાકુ, પા. ૨૩૬, ૨૭૦, ૩૦૮. ચેપ મેગ્યુ : જીન વાલજીનને મળતા દેખાવને હોવાથી, છન વાલજીન ધારીને પકડાયેલ ડે સે. મી. મેડલીન જાતે જન વાલજન તરીકે જાહેર થઈ, તેને છોડાવે છે. પા. ૬૬. ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ જ: નાનો ગારુડી છોકરે. તેને બે ક્રાંકને સિક્કો જીન વાલજીને પડાવી લીધે હોય છે. પા. ૨૭. જાવટ : પોલીસ ઈન્સ્પેકટર; ન વાલજીનની ભાળ મેળવવા તેની પાછળ પડનાર કટ્ટર પિલીસ અમલદાર. પા. ૪૩, ૩૩૭, ૩૮૭, ૩૯૮, ૪૦૮, ૪૧૭. છન કર : એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. પાં. ૧૯૪. જન વાલજીન ? ભૂખે મરતાં બહેનનાં છોકરાં માટે એક રેટી ચોરવા બદલ લશ્કરી વહાણ ઉપર ઓગણીસ વર્ષની સજા ભોગવીને છૂટેલો કેદી. બિશપ ચાર્લ્સ મિલના સંસર્ગમાં આવે છે. પા. ૧૮, ૩૫૫, ૩૮૭. જીલેનેમન્ડ, મલે રાજભક્ત બુઠ્ઠા સહસ્થ. તેમની નાની પુત્રી, કર્નલ પિન્ટમસ નામના પેલિયનના કર્નલને, તેમની મરજી વિરુદ્ધ પરણે છે. તેને પુત્ર મેરિયસ. પા. ૧૭૫, ૩૧૫, ૪૧૩. (જુઓ પિટમર્સી, મેરિયસ.) જેટ : ડેસીવાળા મકાનનો મુફલીસ ભાડવાત- થનારડિયર, જુદાં જુદાં નામ ધારણ કરી ગુજરાન ચલાવે છે. પા. ૧૭૪, ૨૦૬, ૨૧૮. (જુઓ નારડિય જૉલી : એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. પા. ૧૫, ૩૩ર. સેં ડેસી જીન વાલજીનની બુટ્ટી ને કરડી (પૅરિસમાં). પા. ૨૮૨, ૪૩૯. ડોન અલવાર જેન્ટેટે (નારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું બેટું નામ. પા. ૨૧૬. થિનારડિયર મેટફરમેલમાં વીશી ચલાવનારે. ફેન્ટાઈનની દીકરી કેસેટને પૈસા લઈ ઉછેરવા રાખે છે. જીન વાલજીને તેને ત્યાંથી કૉસેટને છોડાવી જાય છે, અને તે બે વચ્ચે ઝઘડો ઊભા થાય છે. પા. ૩૨, ૨૫૦, ૩૦૮, ૩૯૮, ૪૦૬. (જુઓ જેન્ટેટ) થનાર્ડ થેનારડિયરે મેરિયસ પાસે છેવટે આવતાં ધારણ કરેલું નામ. પા. ૪૬૨. (જુઓ શેનારડિયર) નિકેલેટ : મ. જીલેનમેન્ડના ઘરની કરડી. પા. ૪૫૩. પપેઠુઆ, સિસ્ટરઃ મ. મેડલીનના સેવાશ્રમની સાધ્વી. પા. ૬૯. પેટ્રન મિનેટ કે પેરિસના ભૂગર્ભમાં રહેતા ડાકુઓની જાણીતી ચંડાળ-ચેકડીનું અને તે ટળકીનું ભેગું નામ. પા. ૨૩૬. પિન્ટમર્સી, કનલઃ ટટ્યૂના રણક્ષેત્ર ઉપર મડદાં નીચે દબાઈ ગયેલે નેપલિયનનો અમલદાર. થેનારડિયર તેને બચાવે છે. મોં. જીલેનમંડની નાની પુત્રીને તેમની મરજી વિરુદ્ધ પરણે છે. મેરિયસનો પિતા. પા. ૯૮, ૧૧૭, ૧૮૦-૩, ૧૮૯. (જુઓ છલેનમેન્ડ, મેરિયસ) ફેન્ટાઈન : પિરિસમાં ભણતા કૉલેજિયને ફસાવેલી યુવતી, કૌસેટની મા. પા. ૩૦, ૨૫૦, ફેબનો, પી: જેન્ટેટે (નારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું ખોટું નામ. પા. ૨૧૭. Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ ફાવે : જુએ ફાશલવે′ ડાસા, પા. ૧૬૯, ફેશલવે ડાસા : મ૦ ગામને ગાડાવાળા, માં, મૈડલીન તેને ગાડા નીચેથી જાનને જોખમે ખચાવે છે. પછી પી॰ ના મઢમાં તેને માળી તરીકે નાકરીએ રખાવે છે. પા. ૪૪, ૧૪૭. ફેશલવે, માં : જીન વાલજીને ધારણ કરેલું નામ. પા. ૨૮૨, · એ. બી. સી. મિત્રમડળનેા સભ્ય. પા. ૧૯૪. કચલી : અહારેલ : એ. બી. સી. મિત્રમ`ડળના સભ્ય, પા. ૧૯૪, આજ, સાં. • લેનેાČન્ડનું ભાડું' ઉધરાવનાર મુનીમ, પા, ૨૬૪, બલિઝા, બાઈ: જોન્ડ્રેટ (થેનારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું' ખેડું નામ, પા. ૨૧૬. બિઝેનેલ : એક ડાકુ, થેનાડિયરના સાગરીત, પા. ૨૫૩. બિશપ : (ડી૦ પરગણાના) જીએ મરેલ. પા. ૩. મુગૈાં ડેાસી : મેરિયસવાળા મકાનમાં રહેતી અને ભાડાનુ' કામકાજ સંભાળતી ડીસી, પા, ૨૬૧, ખુલાકુલ : મેાંમેલના રસ્તા સમારનારે, જીન વાલજીને દાટેલા ખાને ધ્યા કરે છે. પા. ૧૦૧, ૨૫૩, ૪૨૦. મેપ્ટિસ્ટાઈન, શ્રીમતી : બિશપની બહેન. પા. ૩. બ્રેવેટ : એક ડાકુ; જુઓ પેટ્રન મિનેટ. પા. ૨૩૬, ૨૭૦, ૩૦૮, જીજા' : એક ડાકુ, થેનારડિયરને સાગરીત. પા. ૨૪૦, ૨૬૨, ૨૭૦, ૩૦૮, બ્રેવેટ : ચેપ મેથ્યુની સામે, તે જીન વાલજીન છે એવી જુબાની પૂરનાર; લશ્કરી વહાણ ઉપરના જીન વાલજીનના જાણીતા સાથીદારોમાંના એક. પા. ૮૦. બ્લોન્ડા : લ કોલેજનેા અધ્યાપક. મેરિયસને બદલે હાજરી પુરાવનાર લેઇગલનુ નામ રદ કરે છે. પા, ૧૯૭. મિરેલ, માં, ચાર્લ્સ : ડી॰ પરગણાના બિશપ, જીન વાલજીનને ઉધ્ધાર કરનાર, પા. ૩. મિલિયા : એક ડાકુ, થેનાડિયરને સાગરીત. પા. ૨૪૦ સૅશ્તાન : પેટ્રન મિનેટ ટોળકીની સાગરીત ખાઈ, માં, લેનેાન્ડથી પાતાને એ બાળક થયાં છે એમ કહી પૈસા પડાવે છે. પા, ૨૬૩. મૈગ્લાઈર : બિશપની દાસી. પા. ૩. મેલીન : મ॰ શહેરમાં નવા ઉદ્યોગ શરૂ કરનાર. પછી મેયર અને છે. જીન વાલજીન જ છે. પેાલીસ ઇન્સ્પેકટર ન તેના ઉપર વહેમાય છે. પા. ૪૦, ૪૬૭. સેબાફ : વર્ઝનના પાદરીનેા ભાઈ; સેંટ સપ્પાઇસના દેવળના વૉર્ડન, તેની મારફત મેરિયસ પેાતાતા પિતાની સાચી એળખ મેળવે છે. પા. ૧૭૯, ૧૮૩-૪, ૨૭૪, ૩૨૫. Page #24 -------------------------------------------------------------------------- ________________ २३ મેરિયસ, પિન્ટમસ : રાજભક્ત માં નોર્મન્ડની નાની પુત્રી નેપોલિયનના - કર્નલ પિન્ટમસ સાથે પરણું હોય છે, તેને પુત્ર. પા. ૧૭૪, ૨૮૯, મેંટપાને એક ડાકુ, જુઓ પેટ્રન મિનેટ. પા. ૨૩૬, ૨૬૨, ૨૬૮, ૨૭૧, ૩૦૮. લેઈગલઃ એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. મેરિયસને બદલે હાજરી પુરાવતાં તેનું નામ રદ થાય છે. પા. ૧૫, ૩૩૨. લે કે બુક : મોરચામાં ભળેલે સરકારી જાસૂસ. ગુંડે કલેકેસસ પોતે. પા. ૩૩૮. લેનેર, કુમારી ઃ લક્ષમબર્ગના બગીચામાં ફરવા આવનાર જાવાનિયાઓએ કોસેટનું પાડેલું નામ. પા. ૨૦૮. ઉફાઈટ : પેરિસને મરહૂર બેંકર, જીન વાલજીને (માં. મેડલીને) તેને ત્યાં પોતાના પૈસા મૂક્યા હોય છે. પા. ૪૧; ૯, ૪૫૬, ૪૬૭. લેબ્લાન્ક, મહાશય ઃ લક્ષમબર્ગના બગીચામાં ફરવા આવનાર જુવાનિયાઓએ પાડેલું જીન વાલજીનનું નામ. પા. ૨૦૮, ૨૨૬, ૪૪૭. શેનીલડયુ : જુએ બ્રેટ. પા. ૮૦. સિપ્લાઈસ, સિસ્ટર ઃ મેં મેડલીનના સેવાશ્રમની સાડવી. પા. ૬૯. હશેલુ૫, બુદ્ધી : કેરીથના પીઠાની માલિકણ ત્યાં એ. બી. સી. મિત્રમંડળે મેર રયે હતો. પા. ૩૩ર. Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાન્ટ C દરિદ્રનારાયણ Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ ડી. પરગણાના બિશપ ઈ. સ. ૧૮૦૬માં ૬૬ વર્ષની આધેડ વયના મ. ચાર્લ્સ મિરેલ જ્યારે છે. પરગણાના બિશપ (ધર્માચાર્ય)ને પદે નિમાઈને આવ્યા, ત્યારે તે નાના શહેરના તથા પરગણાના નાના લોકોમાં, નવા આવનાર વિશે હરહમેશ બને છે તેમ, સાચીખોટી વાયકાએ, અને ગામગપાટાને ખાસ બવંડર મચી રહ્યો. પરંતુ શરૂઆતની એ બધી ખણખેદે અને સાચીખોટી ચર્ચાઓ ઈ. સ. ૧૮૧૫માં (એટલે કે મ. મિરેવના ત્યાંના નવ વર્ષના વસવાટ બાદ) ભુલાવા લાગી હતી. કોઈમાં તે વાત કહેવાની કે યાદ કરવાની પણ હિંમત હવે રહી ન હતી. મેં. મિરલ ડી પરગણામાં આવ્યા, ત્યારે તેમની સાથે તેમનાં વૃદ્ધ બહેન શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન પણ હતાં. તે તેમનાથી દસ વર્ષ નાનાં હતાં. નોકરચાકરમાં મોં. મિરેલના ઘરમાં શ્રીમતી ઑપ્ટિસ્ટાઇનની જ ઉંમરની એક દાસી હતી; તેનું નામ મેંગ્લોઇર હતું. શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન ઊંચી, પાતળી, ફીકી, પરંતુ મધુર, શાંત બાઈ હતી. તે કદી સુંદર ન હતી, પરંતુ સત્કૃત્યોની પરંપરાના જ બનેલા તેના જીવનને લીધે તેના ઉપર એક પ્રકારની ઉજજવળ પારદર્શકતા પથરાઈ ગઈ હતી. તેનામાં શરીર કરતાં આત્મા જ વધુ પ્રમાણમાં હ; તે નરી છાયાની જ બનેલી હતી; તેની મોટી બે આંખે હંમેશાં ઢળેલી જ રહેતી. – જાણે આત્માને પૃથ્વી ઉપર રહેવા માટેનું એક બહાનું ! મેંગ્લોઈર દાસી ઠીંગણી, જાડી, ગૌર વર્ણની વૃદ્ધ બાઈ હતી. કામની ધમાલમાં તે હંમેશાં હાંફતી જ રહેતી. શરૂઆતમાં તે દોડાદોડ કર્યા કરવાના તેના સ્વભાવને લીધે તે હાંફતી રહેતી, પરંતુ પછી તે ખરેખર દમને રોગ ઊપડવાને કારણે જ તેની ધમણ ચાલુ રહેતી. મેં. મિરેલ તેમના હોદા ઉપર નિમાઈને પ૦માં આવ્યા, ત્યારે ધર્માચાર્ય માટેના આલશાન મહેલમાં તેમને ઉતારો આપવામાં આવ્યું. Page #29 -------------------------------------------------------------------------- ________________ લે નિરાલ્ડ શાહી કાયદા-કાનૂનથી નિયત થયેલા વિધિ-ક્રમ અનુસાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કારણ કે ધર્માચાર્ય બિશપને હોદ્દો ફિલ્ડ માર્શલ સેનાપતિ પછીને જ ગણાય છે. શહેરના મેયરે તથા પ્રમુખે તેમની પ્રથમ મુલાકાત લીધી; અને મ. મિરેલે પણ સેનાપતિ તથા સુબાની મુલાકાત લીધી. ૧૦ના ધર્માચાર્યને મહેલ ઇસ્પિતાલને અડીને આવેલો હતો. તે એક વિશાળ તથા ભવ્ય ઇમારત હતી. ઈ. સ. ૧૭૧૨ ની સાલમાં ધર્મશાસ્ત્રોના એક પ્રસિદ્ધ વિદ્વાન જ્યારે ડી૦ પરગણાના ધર્માચાર્ય નિમાયા હતા, ત્યારે તેમણે નર્યા પથ્થરનો આ મહેલ બનાવરાવ્યો હતો. કોઈ અમીર-ઉમરાવને છાજે તેવી તે ભવ્ય ઈમારત હતી. તે મકાનની દરેક વસ્તુ રાજશાહી હતી. મોટી મોટી કમાનવાળા દીવાનખાનાના એરડા, સુશોભિત તથા સુસજિજત સૂવાની ઓરડીઓ, ધર્માચાર્યને દરબાર ભરવાને તથા કચેરીને ભવ્ય એરડે, એને આખા મકાનની ચોમેર ફરતે સુંદર વૃક્ષોની ઘટાવાળો ભવ્ય બગીચો, – એ બધું જ બાદશાહી હતું. પાસેનું ઇસ્પિતાલનું મકાન સાંકડું અને નીચું હતું. તેને ઉપર એક જ માળ હતો, અને આસપાસ નાનો સરખો બગીચો હતો. માં. મિરેલે પિતાના આગમન બાદ ત્રીજે દિવસે ઇસ્પિતાલની મુલાકાત લીધી. મુલાકાત પૂરી થતાં મ. મિરેલે ઇસ્પિતાલના વ્યવસ્થાપકને પિતાના સાથે પોતાને ત્યાં આવવા વિનંતી કરી. મહેરબાન સાહેબ, આપની ઇસ્પિતાલમાં અત્યારે કેટલા દરદીઓ હશે વારુ?” “છવીસ જણ, નામવર.” “મેં પણ તેટલા જ ગયા હતા.” “દરદીઓની પથારીઓ સંકડાશને કારણે જ અડોઅડ ગોઠવવી પડે છે, નામવર !” મારા લક્ષમાં પણ એ જ વસ્તુ આવી હતી.” ઇસ્પિતાલના ઓરડાઓ વસ્તુતાએ નાની કોટડીઓ જ છે, નામવર! અને તેમાં પૂરતી તાજી હવા આવી શકતી નથી.” મને પણ એમ જ લાગ્યું હતું.” “ઉપરાંત, જયારે સૂર્યને પ્રકાશ નીકળે છે, ત્યારે સાજા થતા દર્દીઓને સુર્યને તડકે બેસવા માટે બગીચો બહુ નાનો છે.” હમણાં એ જ મારા મનમાં આવ્યું હતું.” “વળી, રોગચાળા ચાલે છે ત્યારે, એટલે જેમ કે આ વર્ષે ટાઈફૉઈડના વાવર વખતે અને ગયાં બે વર્ષ દરમ્યાન લશ્કરી તાવના વાવર વખતે, Page #30 -------------------------------------------------------------------------- ________________ ઘણી વાર એકી સાથે સા તેની કશી સૂઝ જ પડતી મને પણ એ જ 66 << ડી પરગણાના બિશપ . સા દરદીઓ આવી પડતા; તે વખતે શું કરવું નહોતી. ” વિચાર સ્ફૂર્યો હતા.” આપ નામવરની શી આશા છે?” આ વાતચીત મહેલના નીચલા માળના જમવાના ઓરડામાં થઈ હતી. મોં. મિરે થોડી વાર ચૂપ રહ્યા; પછી અચાનક ઇસ્પિતાલના વ્યવસ્થાપક તરફ ફરીને બાલ્યા : સાહેબ આ ઓરડામાં માત્ર દરદીઓની પથારી જ રાખવામાં આવે, તેા કેટલી સમાય વારુ ?” “ આપ નામવરના ગમવાના ઓરડામાં ? ” વ્યવસ્થાપક ગૂંગળાતે અવાજે બાલ્યા. જવાબમાં મોં. મરેલ ઓરડાની ચારે તરફ નજર કરી, કંઈક માપ લેતા હોય, તથા ગણતરી કરતા હોય એમ લાગ્યું. પછી પોતાની જાત પ્રત્યે જ બોલતા હાય, તેમ તે બોલ્યા : “ આ ઓરડામાં જ વીસ પથારી ખુશીથી સમાઈ રહે.” પછી પેાતાના અવાજ 66 જરા મોટો કરીને તે બેાલ્યા : વ્યવસ્થાપક સાહેબ ! મારે આપને કંઈક કહેવું છે. અહીં મને કશીક ભૂલ થયેલી દેખાય છે. તમે પચીસ છવ્વીસ જણ પાંચ કે છ નાની કોટડીઓમાં સંકડાઈ રહે છે; અને અમે ત્રણ ઘરડાં ડોસ માટે સાઠ જણ સમાઈ રહે તેટલી મેટી જગા ઈલાયદી રાખવામાં આવી છે. તેથી હું આપને કહ્યા કરું છું કે, કંઈક ભૂલ થયેલી છે. હું આપનું મકાન લઉં છું અને આપ મારું મકાન લેા. મને મારું ઘર સોંપી દો. આ મકાન આપનું છે.” બીજે દિવસે છવ્વીસ ગરીબ દરદીઓની પથારીઓ ધર્માચાર્યના મહેલના ભવ્ય ઓરડામાં ગાઠવાઈ ગઈ, અને ધર્માચાર્ય પેતે ઇસ્પિતાલના મકાનમાં ચાલ્યા ગયા. માં. મિરલને ધર્માચાર્ય તરીકે રાજ્ય તરફથી ’પંદર હજાર ડ્રાંકની રકમ મળતી હતી. જે દિવસે માં, મરેલ ઇસ્પિતાલના મકાનમાં રહેવા ગયા, તે જ દિવસે તેમણે પેાતાને મળતી રકમનું અંદાજપત્ર તૈયાર કરી દીધું. તે અંદાજપત્રનું નામ ‘મારા ઘરખર્ચનું અંદાજપત્ર' એવું આપવામાં આવ્યું હતું. પરંતુ ઘરખર્ચ માટે નક્કી કરેલી માત્ર એક હજાર ફ઼ાંકની રકમ ૧ ક્રાંક = લગભગ ૬૦ નવા પૈસા. Page #31 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ સિવાય, બાકીની બધી જ રકમ કેળવણીની, ગરીબોની, કેદીઓની અને સ્ત્રીઓની જુદી જુદી ધર્માદા સંસ્થાઓની મદદ માટે જ અલગ કરી દેવામાં આવી હતી. જે મકાનમાં તે રહેવા આવ્યા તેને નીચલે માળ ત્રણ ઓરડા હતા, અને ઉપરને માળ ત્રણ સૂવાની ઓરડીઓ હતી. તે મકાનની પાછળ નાને સરખે બગીચે હતે. પેલી બે સ્ત્રીઓ ઉપરને માળ રહેતી, અને બિશપ નીચલે માળ રહેતા. પહેલા એરડાનું બારણું શેરીમાં પડતું હતું. તે તેમને જમવાને રડો હતો. બીજે તેમને સૂવાને એર હતું, અને અંદરને ત્રીજો ઓરડે તે પ્રાર્થના-સ્થાન હતું. તે ઓરડામાંથી બહાર આવવું હોય, તે સૂવાના ઓરડામાં આવવું પડે, અને સૂવાના ઓરડામાંથી બહાર આવવું હોય, તે જમવાના ઓરડામાં આવવું પડે. પ્રાર્થનાના એરડાને છેડે ભંડારિયામાં એક વધારાની પથારી રહેતી. બિશપના મહેમાનેમાંથી કોઈ રાતવાસો રહેવાનું હેય, તે તેને એ પથારી મળતી. પ્રાર્થનાના ઓરડામાં એક હાટિયું હતું. તેને સફેદ કપડાથી સજાવીને વેદી બનાવવામાં આવી હતી. તેમના તવંગર ભક્તોએ એક સારી વેદી માટે ઘણી વાર ફાળે ઉઘરાવ્યો હતો. પરંતુ દરેક વખત બિશપે તે પૈસા લઈને ગરીબોને આપી દીધા હતા. તે કહેતા, “સારામાં સારી વેદી તે, દુ:ખી માણસને આવાસન અને મદદ મળતાં ઈશ્વરને ધન્યવાદ આપનું તેનું હૃદય જ છે.” પણ અમારે અહીં કહેતા જવું જોઈએ કે, માંમૉરેલની જૂની મિલકતમાંથી છ ચાંદીની તાસકો અને એક મોટો કડછી-ચમચો એટલાં વાનાં બાકી રહ્યાં હતાં. મેંગ્લોઅર તે ચળકતાં વાસણોને જમવાના ટેબલ ઉપર ગોઠવી આનંદ પામતી. બિશપ ટકેર કરીને કહેતા કે. “ચાંદીની થાળીમાં જમવાનું મારાથી છૂટી શકે એમ લાગતું નથી.” આ ઉપરાંત બે રૂપાની દીવાદાનીએ પણ બિશપને તેમનાં દાદી તરફથી વારસામાં મળી હતી. તે દરેકમાં બબ્બે મીણબત્તી રહી શકતી. જયારે બહારનું કોઈ જમવા આવ્યું હોય, ત્યારે મેંગ્લેઇર બંને દીવાદાનીમાં મીણબત્તીઓ સળગાવી ટેબલ ઉપર મૂકતી. બિશપના સૂવાના ઓરડામાં એશીકા તરફ એક હાટિયું હતું, તેમાં રોજ રાતે મેંગ્લેઇર ચાંદીનાં વાસણ મૂકી દેતી. પરંતુ તે હાટિયાની કૂંચીઓ કદી કાઢી લેવામાં આવતી નહિ ઘરના કોઈ બારણાને તાળું દેવામાં આવતું નહિ. શેરીમાં ઊઘડતા બારણાને પહેલાં તે તાળાં નકૂચા વગેરે બધું હતું, પરંતુ બિશપે એ બધું લખંડ કાઢી નંખાવ્યું હતું. એ બારણું ખાલી જ વાસવામાં આવતું, અને Page #32 -------------------------------------------------------------------------- ________________ હડધૂત મુસાફર ત્યાં થઈને જો કોઈ પણ માણસ ગમે તે સમયે તેને માત્ર ધકેલવાથી ઉધાડી શકે તેમ હતું. શરૂઆતમાં તો બંને સ્ત્રીઓ એ સદા-ઉઘાડા બારણાથી બહુ ગભરાઈ હતી, પરંતુ બિશપે તેમને સમજાવ્યું કે, “તમારા ઓરડાને નકુચા નંખાવવા હોય તો નંખાવ.” અંતે તેઓ પણ બિશપની શ્રદ્ધામાં ભાગીદાર બની; કાંઈ નહિ તે બહારથી તે તેવી રીતે વર્તવા લાગી. બિશપ માનતા કે, “વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉધાડું રહેવું જોઈએ.” એક વખત તેમણે પોતાની બહેનને કહ્યું: “બહેન, પાદરીએ કદી પોતાના માનવબંધુ સામે સાવચેતી રાખવાનો વિચાર પણ ન કરવો જોઈએ. સામે માણસ આપણને જે કાંઈ કરશે તે ઈવરનું ધારેલું જ કરશે; એટલે આપણે તે કોઈ આફત આપણા ઉપર ઝઝૂમી રહેલી લાગે, ત્યારે ઈશ્વરની જ પ્રાર્થના કરવી. એ પ્રાર્થના આપણે સારુ નહિ, પણ આપણા ભાઈ આપણા નિમિત્તે કાંઈ ખોટું કામ કરવા પ્રેરાય નહિ તે માટે.” તે એવું માનતા કે, બહારના ભયો આપણા દોષને કારણે જ ઊભા થતા હોય છે, એટલે ખરી સાવચેતી આપણે આપણામાં રહેલાં કારણેની જ રાખવી. હડધૂત મુસાફર સૂર્યાસ્ત પહેલાં એક કલાક અગાઉ, ૧૮૧૫ના ઓકટોબર માસની શરૂઆતના એક દિવસની સાંજે પગપાળા મુસાફરી કરતે એક માણસ વિના નાના શહેરમાં દાખલ થયો. જે થોડાક રહેવાસીઓ તે વખતે પોતાનાં બારી-બારણાં આગળ હતા, તેઓ તેને એક ખાસ જાતની ચિંતાભરી નજરે નીરખી રહ્યા. તેની ઊંચાઈ મધ્યમસરની હતી; તેનું કાઠું મજબૂત તથા પિંડી ભરાવદાર હતી. તેને જોતાં જ એમ લાગે કે તેનામાં અસાધારણ બળ ભરેલું છે. તેના હાથમાં એક ગઠ્ઠાદાર દડો હતો અને પીઠ પાછળ નવો તથા પૂર ભરેલો લાગતો યો નાખેલ હતો. તે સિવાય તેને બધો દેખાવ પૂરેપૂરો ચીંથરેહાલ હતા; અને પરસેવે, પગપાળા મુસાફરી, તથા રોટીને કારણે તે દેખાવ બિહામણો થઈ જવામાં કસર રહી ન હતી. Page #33 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાહ કોઈ તેને ઓળખતું ન હતું. કદાચ તે આ શહેરમાંથી માત્ર પસાર જ થતો હતો. તેણે આખા દિવસ ચાલચાલ કર્યું હશે; કારણ કે તે ઘણું થાકી ગયેલા લાગતા હતે, તથા જ્યાં પાણી દેખે ત્યાં પીધા કરતા હતા. ચાલતા ચાલતા તે સીધા પોલીસથાણે પહોંચ્યા. અંદર જઈ તે પાએક કલાક બાદ બહાર નીકળ્યા. બારણા પાસે એક પેાલીસ ઊભા હતા, તેને તેણે ટોપી ઉતારી સલામ કરી. પેલેા તેને કશે જવાબ વાળ્યા વિના જ તેની સામે તાકીને જોઈ રહ્યો, અને પછી અંદર ચાલ્યા ગયા. તે સમયે ડીમાં એક જાણીતી વીશી હતી. આ મુસાફર ત્યાં ગયા અને અંદર દાખલ થયા. બધી ભઠ્ઠી પેટાવેલી હતી, અને ભડભડાટ અગ્નિ સળગી રહ્યો હતા. બારણું ઊઘડવાનો અવાજ આવતાં વીશીવાળા તવા ઉપરથી નજર ખસેડયા વિના જ બાલ્યા, “શું જોઈએ, સાહેબ ?” વાળુ અને પથારી.” મુસાફરે જવાબ આપ્યો. 66 હાજર છે સાહેબ.” આટલું બાલી વીશીવાળાએ મુસાફર તરફ ઊંચી નજર કરી અને તેને એક નજરે નીરખી લઈને ઉમેર્યું, “પૈસા રોકડા.” પેલાએ ચામડાની એક વજનદાર કોથળી લેંઘાના ખિસ્સામાંથી કાઢીને બતાવતાં જણાવ્યું, “પૈસા હાજર છે.” “હું પણ તમારી સેવામાં હાજર છું.” વીશીવાળાએ જવાબ આપ્યા. “વાળુનું ઝટ તૈયાર થશેને ? ” અબઘડી !” 66 66 મુસાફર તાપવા માટે પીઠ ફેરવીને બેઠો કે તરત જ વીશીવાળાએ ખિસ્સામાંથી પેન્સિલ કાઢીને બારી પાસેના ટેબલ ઉપર પડેલા છાપામાંથી એક ખૂણા ફાડયો અને બેએક લીટી લખી નાખી. પછી એક નાને છેાકરો કે જે રસેાડાનું તથા ફેરાફાંટાનું બધું કામ કરતા હતા, તેને તે કટકો ગડી કરીને આપ્યા અને તેના કાનમાં એક બે શબ્દ કહ્યા. પેલા તરત થાણા તરફ દોડયો. મુસાફ્ટે આમાંનું કશું જોયું ન હતું. થાડી વારે તે વાળુની ફરીથી તાકીદ કરવા જતા હતા, તેવામાં પેલા ઠાકરો હાથમાં કાગળ સાથે પાછે આવ્યો. વીશીવાળાએ ઈંતેજારી સાથે તેમાંનેા જવાબ વાંચ્યા અને તરત પેલા મુસાફરને સંબોધીને કહ્યું, તમારે માટે હું જગા કરી શકું તેમ નથી, સાહેબ ! ” 66 પેલા માણસ અર્ધો પાછા વળીને બોલ્યા, “ કેમ વળી ? તમને એમ લાગે છે કે હું તમારા પૈસા ઘાલી જઈશ ? તમારે પૈસા અગાઉથી જોઈએ છે? મારી પાસે પૈસા રોકડા છે. ' Page #34 -------------------------------------------------------------------------- ________________ હડધૂત મુસાફર “મારી પાસે જગા નથી.” “હું તબેલામાં પડી રહીશ.” એ નહિ બની શકે, તબેલામાં પણ ખાલી જગા નથી.” “અરે, માળિયા ઉપર કે ગંજીમાં પણ એકાદ ખૂણો ખાલી હશે તે ચાલશે; પણ તે બધું વાળુ પછી જોઈ લેવાશે.” “હું તમને વાળ પણ નાહ આપી શકું.” આ જવાબ વીશીવાળો એવા ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો હતો કે પેલો ઝટ અ ઊભો થઈ ગયો. “નકામી માથાઝીક જવા દો. હું ભૂખથી અધમૂઓ થઈ ગયો છું. હું સવારથી પગ ઉપર જ છું અને બત્રીસ ગાઉ ચાલ્યો છું. મારે રોકડા પૈસા આપવાના છે, અને હું ખાવાનું માનું છું.” વીશીવાળો હવે નીચો નમ્યો અને તેના કાન પાસે મોં લાવીને એવી રીતે બોલ્યો કે, પેલે ચમકી ઊઠયો : “ જાય છે કે નહિ ?” મુસાફર કાંઈક જવાબ આપવા મોં ઉઘાડે ત્યાર પહેલાં વીશીવાળો બોલ્યો, “બસ ચૂપ રહે. તારું નામ શું છે તે કહું? જીન વાલજીન. હવે તું કોણ છે તે કહી બતાવું? તને દેખીને જ મને વહેમ ગયો હતો. મેં તરત થાણામાં પુછાવ્યું. અને જો આ જવાબ. તને વાંચતાં આવડે છે?” આટલું કહી તેણે પેલો કાગળ તેના હાથમાં મૂક્યો. પેલાએ તેના ઉપર નજર નાખી. વીશીવાળાએ ક્ષણવાર ચૂપ રહીને ઉમેર્યું, “મને કઈ સાથે ઝઘડવાની ટેવ નથી, માટે મહેરબાની કરીને ચાલતો થા.” મુસાફર ઊભો થયો; પોતાનો ઝોયણો તેણે ખભે નાખ્યો અને ચાલવા માંડયું. અપમાનિત થયેલા ખિન્ન માણસની પેઠે તે સીધે રસ્તે પગ લઈ જાય ત્યાં જવા લાગ્યો. તેણે પાછા વળીને જોયું હોત, તો તે જોઈ શક્યો હોત કે, તે દરમ્યાન ઘણા લોકો વીશીવાળાને વીંટળાઈ વળ્યા હતા, અને બારણામાં ઊભો રહી વીશીવાળો તેની તરફ આંગળી કરીને ગંભીરતાથી કાંઈક કહી રહ્યો હતો. એ સૌની વ્યાસ અને શંકાભરેલી નજર ઉપરથી કહી શકાય કે, તેનું આગમન થોડા જ વખતમાં આખા ગામની વાતચીતનો વિષય બની રહેવાનું હતું પરંતુ તેણે એ કશું જોયું નહિ; કારણ કે દુ:ખી લોકો કદી પાછું વળીને જોતા નથી. તેઓને ખાતરી હોય છે કે, કમનસીબ તેમની - છળ આવતું જ હોય છે. આમ ને આમ કેટલીય વાર અજાણી શેરીઓમાં રખડયા પછી, અચાનક તેને ભુખની પીડા ફરી ઊપડી આવી. મોટી વીશીમાંથી તો તેને જાકારો Page #35 -------------------------------------------------------------------------- ________________ કે સિઝેરાલ જઈ પહોંચવાના સળગાવાતા તેની મળ્યા હતા, હવે કોઈ જેવી-તેવી નામની વીશીમાં પણ તેણે વિચાર કર્યો. નજર ફેરવીને જોતાં એક જગાએ દીવો નજરે પડો. પાસે જઈને જોયું તો ત્યાં પીઠું તથા વીશી ભેગાં હતાં. વીશીવાળાએ તેને વાળુ તથા પથારીની સગવડ આપવાનું કબૂલ કર્યું એટલે તે પેાતાના ઝોયણા નીચે ઉતારી, થાકથી સૂજી ગયેલા પેાતાના પગ દેવતા પાસે શેકતા બેઠો. કેટલાક લેક દારૂ પીતા એક મેજ પાસે બેઠા હતા; તે તેને તાર્કી તાકીને જેવા લાગ્યા. એટલામાં તેમાંથી એક જણ ઊઠયો. તે થાડા વખત પહેલાં જ પેલી માટી વીશીના તબેલામાં પોતાના ઘાડો બાંધવા ગયા હતા. તેણે ત્યાં નવા આગંતુક વિષે થતી વાતો સાંભળી હતી. તેણે વીશીવાળાને છૂપા ઇશારો કરી બાજુએ બોલાવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. વીશીવાળા તરત પેલા મુસાફર પાસે ગયા અને તેના ખભા ઉપર જોરથી હાથ મૂકીને બાલ્યા, “અલ્યા એય, ઊઠ, અહીંથી ચાલતી પકડ. મુસાફર નિરાંતે એક પ્રકારના વિચારવંટોળમાં પડયો હતેા, તે ઝબકી ઊઠયો. તેણે ધીમેથી પૂછ્યું, “ હા, તમે પણ જાણ્યું લાગે છે? "" . 64 • 99 હા. તે મારે કયાં જવું?” "" બીજે કયાંક. પેલાએ તરત પેાતાના થેલા અને દડા ઉપાડી ચાલતી પકડી તે બહાર નીકળ્યા કે તરત કેટલાક છેાકરાઓ કે જે તેની પાછળ પાછળ આવ્યા હતા અને તેની રાહ જોતા ઊભા હતા, તેમણે તેના ઉપર પથરા ફેંકવા માંડયા. પેલાને ખુન્નસ ભરાઈ આવ્યું અને તે દંડો વીંઝતા એવા તે તેમના ઉપર તડયો કે છેકરા રફુચક્કર થઈ ગયા. થોડે દૂર જતાં જેલખાનાને દરવાજો આવ્યા. તેણે અંદરના ઘંટની દોરીના છેડો ખેંચ્યો. દરવાજાની નાની બારી ઊઘડતાં જ મુસાફરે નમ્રતાથી ટોપી ઊંચી કરીને કહ્યું : 46 • જેલર સાહેબ. મહેરબાની કરી દરવાજો ખોલીને મને એક રાત અંદર સૂવા દેશો ?" અંદરથી જવાબ આવ્યો, “ બેટમજી, જેલ એ કંઈ વીશી નથી : પહેલાં કશું પરાક્રમ કરીને કેદ પકડાઈ જા, એટલે હુ' દરવાજો ખોલીશ.' "" મુસાફર હવે એક નાની શેરીમાં દાખલ થયા. તેની બંને બાજુ નાના બગીચા હતા. તેમાંના એકમાં તેણે એક નાનું સરખું મકાન જોયું. તેની બારીમાંથી પ્રકાશ આવતો હતો. તેણે બારીના કાચમાંથી અંદર જોયું તે ધેાળેલો મોટો એરડો હતા. ખુરશી ઉપર એક ચાલીસેક વર્ષના પુરુષ પેાતાના ઢીંચણ 66 44 Page #36 -------------------------------------------------------------------------- ________________ હડધૂત મુસાફર ઉપર એક બાળકને લઈને બેઠો હતો. પાસે બીજી ખુરશી ઉપર જુવાન ઉમરની એક સ્ત્રી બીજા બાળકને ધવરાવતી હતી. બાપ હસતો હો, બાળક હસતાં હતાં અને માના માં ઉપર પણ મધુર સ્મિત પથરાઈ રહ્યું હતું. આ દેખાવ એ વાત્સલ્યભર્યો હતો કે આશાભર્યા હૃદયે, મુસાફરે બારણા ઉપર ધીમેથી ટકોરા માર્યા. તે કોઈએ સાંભળ્યા નહિ એટલે તેણે બીજી વાર ટકરા માર્યા. ત્રીજી વારને ટકોરે પાત ઊયો; અને ફાનસ હાથમાં લઈ બારણા પાસે આવ્યો. “માફ કરજો, સાહેબ,” મુસાફરે કહ્યું. “પણ પૈસા લઈને આપ મને થોડું ખાવાનું આપશો તથા બહારની ઓરડીમાં એક રાત પડી રહેવા દેશો?” તમે કોણ છે?” “હું બંદરેથી આવ્યો છું, અને આખો દિવસ ચાલ્યો છું. અલબત્ત, હું પૈસા આપીશ.” પણ તમે વીશીમાં કેમ જતા નથી?” ત્યાં જગા નથી.” “અરે, એ તે કંઈ વાત છે ? આજે નથી બજારને દિવસ કે નથી મેળાને દિવસ.” | મુસાફરે થોડીક આનાકાની સાથે ઉમેર્યું, “કોણ જાણે શાથી, પણ તેણે ના પાડી.” તે પછી, શું નામ, – ફલાણી વીશીમાં ગયા હતા?” મુસાફરની મૂંઝવણ વધતી ચાલી. તેણે તોતડાતે અવાજે કહ્યું, “તેણે પણ ના પાડી.” ઘરધણીને ચહેરો હવે એકદમ બદલાવા લાગ્યો. તેણે આગંતુકને પગથી માથા સુધી નીરખીને જોયો, અને પછી તરત ફાનસ નીચે મૂકી, ભીંત ઉપરથી બંદૂક હાથમાં લઈ તેના તરફ તાકીને પૂછ્યું, “તું પેલો તે નથી ને?” તેની સ્ત્રી પણ હવે સફાળી ઊઠી અને બંને બાળકોને હાથમાં લઈ પતિ પછવાડે ભરાઈને ફાટેલી આંખે આગંતુક તરફ જવા લાગી. આ બધું એટલું ઝપાટાબંધ બની ગયું કે, પેલો મુસાફર ડઘાઈ ગયો, ઘરધણીએ ત્રાડ નાખીને કહ્યું, “ભાગ, ચાલતી પકડ.” દયા કરીને પાણીને એક પ્યાલો...” Page #37 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરા “બંદૂકની ગોળી!” આમ કહી તેણે તરત જોરથી બારણું બંધ કરી દીધું અને અંદર બે આગળા ચડાવી દીધા. રાત હવે ઝપાટાબંધ આવી પહોંચી હતી અને કડકડતી ઠંડી બચકાં ભરતી હતી. થોડે દૂર તેણે બીજા બગીચામાં એક નાની ઝૂંપડી જેવું કંઈક જોયું. તેનું બારણું બહુ નીચું હતું. તેણે ધાર્યું કે રસ્તા સમારનારા રસ્તાની બાજુએ નાનાં ઝુંપડાં ઊભાં કરે છે તેમાંનું એક હશે રાતે તેમાં કોઈ હોય નહિ, એટલે ટાઢમાંથી તે બચાશે એમ માની તે હિંમત કરીને સળિયા ઓળંગી બગીચામાં પેઠો અને બેવડે વળી ઝૂંપડામાં ઘૂસ્યો. અંદર ઠીક હૂંફાળું લાગ્યું. ત્યાં પરાળની પથારી જેવું પણ બિછાવેલ હતું. તેના ઉપર તે આડો પડ્યો. તે એટલો બધો થાક્યો હતો કે પોતાનો ઝોયણ ઉતારવા પણ ન ભ્યો. પણ પછી તેના બંધ તેને ખૂંચવા લાગ્યા એટલે તે જરા ઊંચો થઈ તેને છોડવા લાગ્યો. એટલામાં બારણા પાસે એક ખરા ઘુરઘુરાટ જે અવાજ તેને સંભળાયો. તેણે નજર ઊંચી કરી, તો બહાર એક શિકારી કૂતરાનું રાક્ષસી મોટું જોયું. તેને તરત સમજાઈ ગયું કે, આ તે તે કૂતરા માટેનું ઘોલકું હતું અને હવે તેના જડબામાંથી બચીને બહાર નીકળવું એ એક ભારે વાત હતી. પોતાને દંડે ઊંચો કરીને તથા ઝોયણાને ઢાલ તરીકે વાપરીને તે બહાર તો નીકળ્યો પણ દરમ્યાન તેના કપડાનાં બાકોરાં વધારે પહેલાં થયાં. તે હવે શહેરમાંથી બહાર નીકળ્યો હતો અને માથું નીચું રાખીને આગળ વધ્યે જતો હતો. થોડી વારમં ચંદ્ર ઊગવાનો થયો ત્યારે ઝાંખા પ્રકાશમાં દૂર સુધી નજર કરતાં તેને એક પણ ઝાડ કે ઝૂંપડું કાંઈ જ ન દેખાયું. એટલે ઠંડીથી કમકમતે તે શહેર તરફ પાછો ફર્યો. દરવાજો બંધ થઈ ગયો હતો, તેથી થોડે દૂર કિલ્લાની ભીંતના એક ગાબડામાંથી તે અંદર પેઠો. શહેરના કોઈ રસ્તાને તે ભેમિયો ન હતો. એટલે જેમ સૂઝયું તેમ તે ચાલવા લાગ્યો. અચાનક મુખ્ય દેવળનું શિખર તેની નજર સામે ઊંચું થતું દેખાયું. તેના સામું જોઈ તેણે મુક્કો ઉગામ્યો, અને પછી તેના દરવાજા પાસેના પથ્થરના બાંકડા ઉપર તે બેસી પડ્યો. થોડા વખત બાદ એક વૃદ્ધા તે દેવળમાંથી નીકળી. તેણે અંધારામાં તેને આમ સૂતેલો જોઈને પૂછયું, ભાઈ, અહીં શું કરે છે?” પેલાએ જરા કઠોરતાથી ખનસભલે અવાજે જવાબ આપ્યો, “ડેસીમા, જુએ છે ને, કે હું અહીં સૂતો છું.” “આ પથ્થર ઉપર?” Page #38 -------------------------------------------------------------------------- ________________ પરણે ઓગણીસ વર્ષ સુધી હું લાકડાના પાટિયા ઉપર સૂ છું; હવે આજે પથ્થર મળે છે, વળી.” તું શું લશ્કરમાં હતો?” હા.” “તું વીશીમાં કેમ નથી જ ?” “મારી પાસે પૈસા નથી.” “અરેરે, મારી પાસે અત્યારે ચાર ફદિયાં જ છે.” “લાવો, એટલા તો એટલા.” પેલાએ પૈસા લઈ લીધા. ડોસીએ જણાવ્યું, “એટલા વડે તું કઈ વીશીમાં તે નહિ જ રહી શકે, છતાં પ્રયત્ન કરી જો. આ કડકડતી ઠંડીમાં તું આખી રાત અહીં શી રીતે ગાળી શકશે? તું ભૂખ્યો પણ હશે. કોઈ દયા લાવીને કદાચ તને ઘરમાં લેશે.” મેં બધાં બારણાં ઠોકી જોયાં છે.” “પછી?” “બધેથી મને હાંકી કાઢવામાં આવ્યો છે.” પેલી ભલી બાઈએ તેના ખભા ઉપર હાથ મૂકીને બિશપના મહેલ પાસેના નાના મકાન તરફ આંગળી કરીને કહ્યું, “તે બધાં બારણાં ઠોકી જોયાં હશે, પણ પેલું બારણું ઠોકર્યું છે?” “ના.” “તું તે બારણું જ ઠોક.” પરોણ આઠ વાગી ગયા હતા. વિના બિશપ શહેરમાં દિવસનું કામકાજ પરવારી, ઘેર આવી ગયા હતા, અને સૂવાના ઓરડાના ટેબલ આગળ બેસી, પોતે આરંભેલો ગ્રંથ કાગળના નાના-મોટા ટુકડાઓ ઉપર લખવાના કંઈક અગવડભર્યા કામે વળગ્યા હતા. તેમના ઢીંચણ ઉપર એક મોટું પુસ્તક ઉઘાડું મૂકેલું હતું. વખત થતાં, મેંગ્લોઈર રોજની રીતે વાળ માટે હાટિયામાંથી તાસક વગેરે લેવા આવી. પોતાની બહેન વાળુ માટે પોતાની રાહ જોતી બેઠી હશે એમ માની, બિશપ થોડી વાર બાદ ચેપડી Page #39 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાક્ષ બંધ કરીને ઊડ્યા અને જમવાના ઓરડામાં આવ્યા. તે વખતે મેંગ્લોઇર જે આવેશથી તથા ઊંચા સ્વરે શ્રીમતી ઑપ્ટિસ્ટાઇનને કંઈક સંભળાવી રહી હતી, તે ઉપરથી બિશપને સમજી જતાં વાર ન લાગી કે, આગલા બારણાનાં સાંકળ-નકુચાની જ વાત થાય છે. વાત એમ બની હતી કે, મેંગ્લોર તે સાંજે વાળ માટે કાંઈક ખરીદવા શહેરમાં ગઈ હતી. ત્યાંથી તે એક ભયંકર ભામટા શહેરમાં આવ્યાની વાત સાંભળી લાવી હતી : “એ ભામટો ભારે ખૂની માણસ છે અને કોઈ પણ વીશીવાળાએ પોતાને ત્યાં તેને એક રાત પણ રહેવા દેવાની હિંમત કરી નથી. ત્યાર પછી પણ ગામમાં ક્યાંક તે ફર્યા કરે છે. આજ રાતે જરૂર ક્યાંક ખૂન, ચેરી કે લૂંટ થઈ બેસવાને પૂરો સંભવ છે. બધા લોકો વેળાસર બારણાં બરાબર બંધ કરીને સાવધાન થઈ ગયા છે, પણ આપણે અહીં મુખ્ય બારણાને સાંકળ, નકૂચો કાંઈ જ નથી. નામવર જે રજા આપે, તે હું લુહારને અબઘડી બોલાવી લાવું, અને આજની રાત પુરતી તો સાંકળ નંખાવી દઉં. નામવરને હંમેશ ‘અંદર આવો’ એમ જ બોલવાની ટેવ છે; અને મધરાતેય સાંકળ વગરનું આ બારણું ઉઘાડવા માટે કોઈને રજા માગવાની જરૂર પડે તેવું શું છે ?” બિશપ ખુરશીમાં આવીને બેઠા ત્યાં સુધીમાં આ આખી વાત તેમના કાને પડે તે રીતે લંબાવીને સંભળાવી દેવામાં આવી. અને તે જ ક્ષણે મુખ્ય બારણા ઉપર કોઈએ જોરથી લાકડી વડે ટકોરો માર્યો. “અંદર આવે,” બિશપે કહ્યું. એની સાથે જ જાણે કોઈએ જોરથી ધક્કો મારીને ઉઘાડી નાખ્યું હેય તેમ બારણું ઊઘડી ગયું, અને આપણે અગાઉ જોયેલો પેલો મુસાફરી ઓરડામાં દાખલ થયો. મેઇરમાં તે ચીસ પાડી ઊઠવા જેટલાય હોશ ન રહ્યા. શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન પણ ભયથી ચોંકીને અર્ધા ઊભી થઈ ગઈ. બિશપે પિતાની શાંત નજર આગંતુક ઉપર ઠેરવી; પણ તે કશું પૂછે તે પહેલાં તે પેલાએ પિતાના દંડા ઉપર બંને હાથ ટેકવી વારાફરતી બંને પ્રૌઢ સ્ત્રીઓ તથા વૃદ્ધ પુરુષ તરફ નજર કરી લઈને, મોટે અવાજે સંભળાવી દીધું – “મારું નામ જીન વાલજીન છે. લશ્કરી વહાણ ઉપર કેદી-ગુલામ તરીકે ઓગણીસ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ ઉપર જ છૂટ્યો છું; અને પટવ જવા નીકળ્યો છું. ટુલ બંદર છોડયા પછી ચાર દિવસ મેં ચાલ ચાલ કર્યું છે, અને આજે બત્રીસ ગાઉ ચાલ્યો છું. સાંજના આ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરણે શહેરમાં આવતાંવેંત હું વીશીમાં ગયો હતો, પણ મારા પીળા પરવાનાને કારણે મને ત્યાંથી તગેડી કાઢયો છે. એ પરવાને માટે દરેક થાણે બતાવવાનો હોય છે. બીજી વીશીમાંથી પણ મને એ જ કારણે જાકારો મળે છે. અને એમ જ જયાં જ્યાં ગયો ત્યાં બન્યું છે. મેં ખેતરો ભણી ખુલ્લામાં પડી રહેવાને વિચાર કર્યો, પણ વાદળ ઘેરાયેલાં છે એટલે વરસાદની બીકે હું શહેરમાં પાછો ફર્યો છું. દેવળ પાસેની એક છાટ ઉપર હું સૂતો હતો, તેવામાં એક ભલી બાઈએ મને તમારું ઘર બતાવીને કહ્યું કે, “ ત્યાં જા, અને તે ઘરનું બારણું ઠોક.’ આ કઈ જાતનું મકાન છે? તમે વશી રાખે છે? મારી પાસે પૈસા છે. ઓગણીસ વર્ષ વહાણમાં કેદી તરીકે મજૂરી કરીને હું ૧૦૯ કૂક કમાયો છું. હું બહુ થાક્યો છું અને મને કકડીને ભૂખ લાગી છે. તમે મને આજની રાત રહેવા દેશે?” મેઇર બાનુ,” બિશપે કહ્યું, “ ટેબલ ઉપર બીજી તાસક મૂકો.” પેલે જાણે સમજ્યો ન હોય તેમ ત્રણ ડગલાં આગળ વધીને મેજ ઉપરના દીવા પાસે આવ્યો; તથા પિતાના ખીસામાંથી એક પીળો પરવાનો કાઢીને બોલ્યો, “થોભે, થોભે; જુઓ, આ મારો પરવાને. મને વાંચતાં આવડે છે; વહાણ ઉપર કેદીઓ માટે નિશાળ હોય છે, તેમાં જેમને શીખવું હોય તેને લખતાં-વાંચતાં શિખવાડે છે. સાંભળે, એમાં લખ્યું છે“જીન વાલજીન, સજા પૂરી થવાથી છૂટેલે ગુનેગાર; રહેવાસી – નો. વહાણ ઉપર ઓગણીસ વર્ષ સજા ભોગવી છે: ઘર ફાડી લૂંટ કરવા બદલ પાંચ વર્ષ, અને ચાર વખત નાસા છૂટવાનો પ્રયત્ન કરવા માટે ચૌદ વર્ષ. માણસ ભારે જોખમકારક છે.” આ પરવાનાને કારણે બધાએ મને હાંકી કાઢયો છે. તમે શું મને રહેવા દેશે? આ વીશી છે? મને ખાવાનું તથા સૂવાનું મળશે ? અહીં પડખે તબેલા જેવું કાંઈ છે?” “મેગ્લોર બાનુ,” બિશપે કહ્યું, “તમે પ્રાર્થનાના ઓરડાના ભંડકિયાની પથારી ઉપર નવી ચાદર બિછાવજો.” બને સ્ત્રીઓ બિશપની આજ્ઞાનું પાલન કરવામાં પાછું જુએ તેમ ન હતી. મેંગ્લોઅર બધું તૈયાર કરવા તરત ઓરડાની બહાર નીકળી ગઈ. બિશપે પેલા તરફ ફરીને કહ્યું —— બેસો અને જરા સાંસતા થાઓ, સાહેબ. આપણે હમણાં જ વાળુ કરવા બેસીએ છીએ; અને વાળનું પરવારીશ ત્યાં સુધીમાં તમારી પથારી તૈયાર થઈ જશે.” • આરે ૬૫ રૂપિયા. Page #41 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ આને અર્થ હવે પેલાના સમજવામાં આવ્યો. તેના ચહેરા ઉપર અત્યાર સુધી જે કાળી ખિન્નતા અને કઠોરતા છવાઈ રહ્યાં હતાં, તેમનું સ્થાન હવે દિમૂઢતા અને હર્ષની ઉજજવળતાએ લીધું. તે ગાંડાની પેઠે ખેંચાતે અવાજે બોલ્યો, “સાચી વાત? સાચી વાત? ત્યારે તમે મને, ગુનેગારને, હાંકી કાઢવાના નથી પણ વાળુ તથા ચાદરવાળી પથારી આપવાના છે? ઓગણીસ વર્ષથી હું બિછાવેલી પથારીમાં સૂતો નથી. તમે કોઈ સારા માણસ લાગો છો. મને તમે “સાહેબ” કહો છો; પણ આટલાં વર્ષ ક” સિવાય બીજું કોઈ નામ મેં સાંભળ્યું નથી. તમને હું બરાબર પૈસા ચૂકવીશ; અરે, તમે કહેશે તેટલા પૈસા આપીશ. મારી પાસે ૧૦૯ ફક છે. તમે બહુ લાયક માણસ છે. તમે વીશીવાળા છે, ખરું ને?” “હું તે આ ઘરમાં રહેતા એક પાદરી છે.” પાદરી ! કેવા ભલા પાદરી ! તો તે તમે મારી પાસેથી પૈસા પણ નહિ લેવાના, ખરું?” ના, જી; તમારા પૈસા તમારી પાસે જ રાખો. તમને એ ૧૦૯ કૂક કમાતો કેટલાં વર્ષ લાગ્યાં હતાં?” એગણીસ વર્ષ.” “ઓગણીસ વર્ષ !” કહી બિશપે ઊંડે નિસાસો નાખ્યો. પેલે એક ખૂણામાં પિતાને ઝોયણો તથા દંડો મૂકીને બોલ્યો, “હજુ મારી પાસે પૂરેપૂરી રકમ છે. ચાર દિવસમાં મેં ફક્ત ૨૫ સૂ ખર્ચા છે; પણ તે હું ગ્રા) પાસે ગાડામાંથી ગૂણો ઉતારવાની મજૂરી કરીને કમાયો હતે.” બિશપ હવે ખુલ્લું રહેલું બારણું બંધ કરવા ઊઠયા. એવામાં મેંગ્લેઇર એક વધુ તાસક તથા ચમચા વગેરે ટેબલ ઉપર મૂકવા આવી. એ તાસક જેમ બને તેમ સગડી પાસે જ મૂકો, મૅગ્લેઇર બાન,” બિશપે કહ્યું. અને પછી આગંતુક તરફ કરીને તે બોલ્યા, “આપ્સ પર્વત ઉપર રાતને પવન બહુ તીણો હોય છે, અને તમને ઠંડી લાગતી હશે, સાહેબ.” જેટલી વખત બિશપ પિતાના મૃદુ ગંભીર અવાજે “સાહેબ” શબ્દ બોલતા, તેટલી વખત પેલાનું મોં ઉજાસભર્યું થઈ જતું. ‘આ દીવાનું અજવાળું બહુ ઝાંખું પડે છે,” બિશપે મેંગ્લોઅર તરફ જોઈને કહ્યું. મેંગ્લોઇર સમજી ગઈ અને અભરાઈ ઉપરથી રૂપાની બે દીવાદાની લઈ આવી તથા તેમને સળગાવીને ટેબલ ઉપર મૂકી ગઈ. # ૧૦૦ સુ = ૧ કાંક. ૨૫ સૂ એટલે લગભગ ૧૪ નવા પૈસા. શs . Page #42 -------------------------------------------------------------------------- ________________ પરણે “પાદરી સાહેબ,” પેલો બોલ્યો, “તમે બહુ ભલા છે, અને મારે તિરસ્કાર કરતા નથી. તમે મને દસ્તની પેઠે સત્કારો છો, અને મારે માટે ટેબલ ઉપર દીવાદાની મુકાયો છે. પણ હું કોણ છું તથા ક્યાંથી આવું છું તે મેં તમારાથી છુપાવ્યું નથી.” બિશપ તેની બાજુએ જ બેઠા હતા. તેમણે તેના હાથને ધીમેથી સ્પર્શ કરીને કહ્યું, “તમે કોણ છો તે મને કહેવાની જરૂર નહતી. આ બારણામાં પ્રવેશ કરનારને નામ છે કે નહિ તે પુછાતું નથી, પણ તેને કંઈ જરૂર છે કે નહિ તે જ પુછાય છે. તમે થાક્યા છા, ભૂખ્યા છે અને તરસ્યા છો, એટલે આ ઘરમાં તમે આવકારપાત્ર છે. વળી તે બદલ મારે આભાર માનવાની જરૂર નથી; તેમ જ હું તમને મારા ઘરમાં આવવા દઉં છું એમ પણ તમારે માનવાનું નથી, કારણ કે, આ ઘર છે જેને આશરાની જરૂર છે, તેનું જ છે.” દરમ્યાન મેગ્લોર બાપુએ વાયુનું પીરસવા માંડયું હતું. પેલે ભુખાળવાની પેઠે ખાવા મંડી ગયો. વાળું પૂરું થયા પછી તે અચાનક બોલી ઉઠયો, “પાદી સાહેબ, મારે માટે તે આ બધું ખૂબ જ સારું છે; પણ મારે કહેવું જોઈએ કે, વીશીમાં બેઠેલા ગાડાવાળા કે જેમણે મને તેમની સાથે જમવા દીધો નહિ, તેઓ તમારા કરતાં સારું ખાતા હશે.” શ્રીમતી બેપ્ટિસ્ટાઈનને પેલાની આ વાતથી જરા ખોટું લાગવા જેવું થયું. પણ બિશપે તરત જવાબ આપ્યો, “તેઓ મારા કરતાં કામ પણ વધારે કરે છે ને?” ના, ના,” પેલાએ કહ્યું. “તેઓની પાસે પૈસા વધારે હોય છે. તમે ગરીબ છો એ મને ચખું દેખાય છે, કદાચ તમે પાદરી સાહેબ પણ નહિ હે; તેમના હાથ નીચેના કોઈ માણસ હશો. પણ ભગવાન ને ન્યાયી હોય, તે તમને જરૂર પાદરી સાહેબ બનાવવા જોઈએ.” બિશપે જવાબ આપ્યો, “ભગવાન તે મારી બાબતમાં વધારે પડત ન્યાયી બન્યા છે.” પછી એક ક્ષણ વાર રહીને તે બોલ્યા, “જન વાલજીન સાહેબ, તમે “પટ' તરફ જાઓ છો ખરું ને?” મારે ત્યાં જવું પડે તેમ છે.” ડી વાર પછી તેણે ઉમેર્યું, “મારે કાલે દિવસ ઊગતાં જ નીકળવું જોઈએ. રસ્તો બહુ વસમો છે; અને રાતે ટાઢ પડે છે, તેટલો જ દિવસે તાપ પડે છે.” લે મિ૦ – ૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાલ્ડ - બિશપ પોતે ક્રાંતિના દિવસમાં કુટુંબની થયેલી પાયમાલી દરમ્યાન પેટ - તરફ જ રહ્યા હતા, તથા હાથે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તે વાત કહીને તેમણે તે તરફ કયા કયા ધંધા ચાલે છે તથા ત્યાં કેવું કેવું કામકાજ - મળી રહે છે તેની વાત ઉપાડી. પણ પેલાને સુધારવાના કે કોઈ કામે લાગવાના ઉપદેશને એક હરફ પણ ન ઉચ્ચાર્યો. શ્રીમતી બેપ્ટિસ્ટાઇન ડે એવા કોઈ ઉપદેશ-પ્રકરણની જ આશા રાખી રહી હતી, પણ તેવું કશું જ તેમણે ન કર્યું. - થોડી વાર બાદ આગંતુકને ઊંઘે રાતે જોઈ, બિશપે એક મીણબત્તી પિતાના હાથમાં લીધી અને બીજી તેના હાથમાં આપીને કહ્યું, “આ સાહેબ, હું તમને તમારી સૂવાની જગા બતાવું.” - પેલાએ પોતાને ઝોય અને દંડ ઉપાડી લીધા. પ્રાર્થનાના ઓરડાના ભંડકિયામાં પથારી હતી, ત્યાં બિશપના સૂવાના ઓરડામાં થઈને જવાનું હતું. તેઓ ત્યાં થઈને પસાર થતા હતા, ત્યારે મેંગ્લેઇર ઓશીકા તરફના હાટિયાની ટોપલીમાં ચાંદીના વાસણ મુકતી હતી. મને આશા છે કે તમને સારી ઊંઘ આવશે,” બિશપે કહ્યું, “સવારે જતા પહેલાં તમે અમારી ગાયનું તાજું દૂધ પીતા જજો.” “બહુ સારું, પાદરી સાહેબ.” એમ કહી તે નાકના ફૂંફાડાથી મીણબત્તી એલવીને, પહેરેલે કપડે જ પથારીમાં પડ્યો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંધી ગયો, : મુક્તિ અને બંધન અડધી રાતે જીન વાલજીને જાગી ઊઠયો. તે બ્રીડના એક ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મ્યો હલ. નાનપણમાં તેને નિશાળે મૂક્યો ન હતો, અને મોટપણે તે ફેવડમાં કઠિયારે બન્ય, નાની વયે જ તે માબાપ વિનાને બન્યો હતો : મા રોગમાં સારવારને અભાવે મરી ગઈ, અને બાપ લાકડાં કાપતાં ઝાડ ઉપરથી પડીને મરી ગયો. જન વાલજીન માટે જે કાંઈ બાકી રહ્યું તે સાત બાળકોવાળી એક વિધવા મોટી બહેન. બહેને જીન વાલજીનને ઉછેરી મેટો કર્યો અને પિતાને પતિ જીવતે હવે ત્યાં સુધી તેનું પાલન કર્યું. જ્યારે તેને તે ગુજરી ગયો, Page #44 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ અને બંધન ત્યારે સાત બાળકોમાંનું સૌથી મોટું આઠ વર્ષનું હતું, નાનું એક વર્ષનું હતું, અને જીન વાલજીને હમણાં જ પચીસ વર્ષે પહોંચ્યો હતો. પિતાને ઉછેરનાર બહેન અને તેના કુટુંબનું ગુજરાન ચલાવવાને ભાર હવે તેને માથે આવ્યો. લાકડાંની મોસમમાં તે રોજના ૧૮ સ (લગભગ દસ નવા પૈસા) કમાતે. તે ઉપરાંત લણવાની કે બીજી જે કાંઈ મજુરી મળે તે પણ કરતે. તેની બહેન પણ કામકાજ કરતી; પણ સાત સાત છોકરાં લઈને તે કેટલુંક કરી શકે? કંગાલિયત એ આખા કુટુંબને ધીમે ધીમે ઘેરતી અને ગૂંગળાવતી જતી હતી. એક શિયાળો ખરાબ આવ્યો અને જીન વાલજીન કામ વિનાને તથા કુટુંબ રોટી વિનાનું થઈ ગયું. રોટી વિનાનું એટલે શબ્દશ: રોટી વિનાનું, અને સાત છોકરાં ! રવિવારની એક રાતે દેવળના ચોગાનમાં આવેલા ભઠિયારખાનાને માલિક પથારીમાં સૂવા જતો હતો, તેવામાં દુકાનના શેરી તરફના કાચના બારણામાં કોઈએ જોરથી ઘા કર્યો. તે તરફ જઈને તેણે જોયું તો ફાટેલા કાચમાંથી એક હાથ અંદર પેઠો હતો અને પાંઉરોટી ઉપાડતો હતે. ભઠિયારે દોડતે બહાર આવ્યો. ચાર જોરથી નાઠો પણ ભઠિયારે તેને પકડી પાડ્યો. ચોરે રોટી ફેંકી દીધી હતી પણ તેના હાથમાંથી લોહી દદડતું હતું. તે જીન વાલજીન હતા. એ બધું ૧૭૯૫માં બન્યું. જીન વાલજીન ઉપર કામ ચાલ્યું. તેને લશ્કરી વહાણ ઉપર સખત મજુરીવાળી પાંચ વર્ષની કેદની સજા થઈ. ૧૭૯૬ના એપ્રિલ માસની ૨૨ મી તારીખે, બિ૦ મુકામે કેદીઓની એક લાંબી લંગારને ભારે સાંકળ સાથે જડવામાં આવતી હતી. જીન વાલજીન પિતાના વારાની રાહ જોતે હારમાં બેઠો હતો. જ્યારે લોઢાને પટો તેના ગળામાં ડવામાં આવ્યો, અને હથોડાના ઘા તેના માથા પાછળ પડવા લાગ્યા, ત્યારે તે રી પડ્યો. આંસુથી તેને અવાજ રૂંધાઈ ગયો અને ડચકાં ખાતાં ખાતાં તેણે જમણો હાથ ઊંચો કરી સાત વખત વારાફરતી નીચે કર્યો; જણે સાત નાનાં નાનાં માથાને તે અડત હોય અને એમ જણાવતો હોય કે તેણે જે કાંઈ ગુનો કર્યો હતો તે માત્ર સાત વાનાં છોકરાંને ભૂખે મરતાં અટકાવવા કર્યો હતે. ગળામાં સાંકળ સાથે સત્તાવીસ દિવસની મુસાફરી બાદ તે ટુલ બંદરે આવી પહોંચ્યો. તે હવે જીન વાલજીન નહિ, પણ નં. ૨૪,૬૦૧ બની ગયે. તેની બહેનનું શું થયું? સાત છોકરાનું શું થયું? પણ તેની ચિંતા કોને હતી? Page #45 -------------------------------------------------------------------------- ________________ 4 મિઝરાઉં જવાન ઝાડને મુળ આગળથી કાપી નાખવામાં આવે, ત્યારે વીખરાતાં પાંદડાંનું શું થાય છે? ફક્ત એક જ વખત – કદાચ તેની કેદના ચોથા વર્ષને અંતે – તેને તેની બહેનના સમાચાર મળ્યા. પેરિસમાં એક કંગાળ લત્તામાં તે રહેતી હતી. તેની સાથે તેનો નાનામાં નાનો એક છોકરો હતે. બીજા છ ક્યાં હતાં? કદાચ તે પોતે જ જાણતી નહિ હોય. દરરોજ વહેલી સવારે તે એક છાપખાનામાં ગડી વાળવાના અને સાંધવાના કામે જતી. તે મકાનમાં એક નિશાળ પણ હતી. પરંતુ છાપખાનું છ વાગ્યે શરૂ થનું અને નિશાળ સાત વાગ્યે ઊઘડતી. એટલે છોકરાને બહાર રસ્તામાં --- અને શિયાળા દરમ્યાન તે અંધારામાં અને ટઢમાં – એક કલાક બેસી રહેવું પડતું. માને કામમાં અડચણ કરે એ કારણે તેને છાપખાનામાં પેસવા દેવામાં આવતો નહિ. સવારમાં જતા-આવતા કારીગરે તેને ઘણી વાર પગથિયાં પાસે દફતર ઉપર માથું નાખી ઊંઘતે જોતા. પોતે જેમને ચાહતે હો અને ઓળખતે હતા, તેમના જીવનનું આટલું દૃશ્ય એક બારી ઊઘડીને જાણે તેની નજરે પડી ગયું; ત્યાર પછી તે બારી જે બંધ થઈ, તે કદી જ ઊઘડી નહિ. કી તે તેમને ફરીથી નજરે જેવા પામવાને ન હતે. ચોથા વર્ષને અંતે જીન વાલજીનને નાસી છૂટવાનો વારો આવ્ય; તેના સેવતીઓએ રાબેતા મુજબ તેને મદદ કરી. તે નાસી છૂટયો અને ખેતરમાં બે દિવસ લપાતો ફર્યો. બીજા દિવસની સાંજે તેને પકડી પાડવામાં આવ્યો. આ ગુના માટે તેની સભામાં ત્રણ વર્ષને વધારો કરીને તે આઠ વર્ષની કરવામાં આવી. છઠ્ઠા વર્ષમાં ફરી તેને વારો આવ્યો. તે નાઠો; પણ ફાવ્યું નહિ. પાસે જ એક વહાણ બધાનું હતું તેના ખૂણામાં તે સંતાયો; પરંતુ તરત પકડાઈ ગયો. તે વખતે તેણે જે સામને કર્યો, તે કાયદાની ભાષામાં હુલ્લડ” ગણાયું. તેને વધુ પાંચ વર્ષની સજા થઈ; તેમાંનાં બે વર્ષ તેને બેવડી સાંકળ પહેરવાની હતી. કુલ તેર વર્ષ દશમે વર્ષે તેને ફરી વારો આવ્યો; તે વખતના પ્રયત્ન માટે બીજાં ત્રણ વર્ષ. તેરમાં વર્ષમાં તેણે છે પ્રયત્ન કર્યો અને તે ચાર કલાક ભાગી છુટયો. તે ચાર કલાક બદલ બીજાં ત્રણ વર્ષ. આમ કુલ ઓગણીસ વર્ષ સજા ભેગવી, ૧૮૧૫ના ઓકટોબરમાં તે છૂટયો. એક બારીને કાચ ભાંગી એક રોટી શેરવા બદલ ૧૯૬માં તે કેદ પુરાયો હતો. વહાણ ઉપર તે જ્યારે ચડથી હો, ત્યારે ડૂસકાં ભારત અને પૂજતો પૂજા ચડયો હતે પણ જયારે તે છૂટીને નીચે ઊતર્યો, ત્યારે તેનું દિલ Page #46 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ અને બંધન ૧૧ પથ્થરનું થઈ ગયું હતું. કાળા દુ:ખતા એ લાંબા દિવસેામાં તેના મૂઢ દિલમાં પણ વિચારો ઉદ્ભવ્યા હતા. પેાતે રોટી ચારી હતી એ ભૂલ હતી તે તેને સમજાતું હતું; એન ચારી હાત તે કશું બગડી જવાનું ન હતું; પેલાં છેકરાં બહુ તા થોડો વખત વધુ ભૂખ્યાં રહ્યાં હેત; એ ચારીને પરિણામે તેમની જે વલે થઈ તેવી ખરાબ વલે તો તેમની ન જ થાત...પરંતુ તે હાડતૂટ મજૂરી કરવા તૈયાર હતા, છતાં તેને પૂરતું કામ કે ખાવાનું શા માટે મળતું નહોતું ? તે પણ ભલે; પરંતુ પાતે પકડાયા અને પેાતાનો ગુને તેણે કબૂલ કર્યો ત્યાર પછી પણ તેને જે સજા કરવામાં આવી, તે શું જંગલી અને વધારે પડતી ન હતી ? સજામાં જે અતિશયતા હતી તેથી ગુનેગારના ગુના પણ ઢંકાઈ જાય તેવા બીજા એક મોટો ગુના કયાંય ઊભા થતા ન હતા ? અને એ મેટો ગુનેા કરનાર જ હવે પેલા મૂળ ગુનેગારને હાથે ન્યાય મેળવવાને પાત્ર બનતા ન હતા? જીન વાલજીને એ મેટો ગુનો કરનાર સમાજના ન્યાય બરાબર તળ્યો અને તેના ઉપર કારમી સજા ફરમાવી – પેાતાના પૂરેપૂરા ધિક્કારની. તેણે ફેંસલો આપ્યો કે, મેં સમાજને જે નુકસાન કર્યું હતું, નુકસાન કર્યું છે, અને તે વસૂલ વધારે તેની તુલનામાં સમાજે મને ઘણું કરવાને મને અધિકાર છે. તેના ચિત્તની આ વિકૃતિનું ચિત્ર દોરવા જતાં તેના શરીરની એક ખૂબી તરફ લક્ષ ખેંચવાનું ભૂલી ન જવાવું જોઈએ. તેના શરીરમાં અમાપ બળ હતું. તે ઘણી વાર એવાં મોટાં વજનો અધ્ધર કરી શકતા તથા ઊંચાં રાખી શકતા કે, તેના સાથીઓએ તેનું નામ ‘દુમકલાસ ’ પાડયું હતું. તેની ચપળતા તે તેના બળને પણ ટપી જતી હતી. વહાણ ઉપરના કેદી, કે જે નિરંતર નાસી છૂટવાની તરકીબા જ શોધતા રહેતા હોય છે, તેઓ પેાતાના શરીરના સ્નાયુઓને ખાસ પ્રકારે રોજ તાલીમ આપીને તૈયાર કરે છે. સીધાવળા ઉપર ખિસકોલીની પેઠે ચડી જવું, કે સહેજ પણ ખાંચા જેવું હોય તેને આધારે ઊભા રહેવું, એ તો જીન વાલજીનને મન રમત-વાત હતી. ભીંતનેા ખૂણા હોય, તે ખરબચડા પથરા ઉપર જ પેાતાની પીઠ, ફૂલા, કોણી અને ઘૂઘૂંટીઓને ટેકવી ટેકવી તે જાણે ઉપર ચડી જતા. જાદુથી ત્રણ માળ સુધી ઓગણીસ વર્ષ જ્યારે પૂરાં થયાં અને તેના નામ સાથે “તું છૂટો છે” એવા શબ્દો સંભળાયા, ત્યારે પ્રથમ તે તે વસ્તુ તેને અસંભવિત જેવી જ લાગી. અચાનક તેના અંધારા ચિત્તમાં જાણે જીવનના પ્રકાશના એક ઝબકારો ચમકી ગયા. પરંતુ પીળા પરવાના સાથેનું એ જીવન કેવું હોઈ શકે તેને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લે મિઝરાયલ પરચા તેને તરત જ મળ્યો. તેણે ગણતરી કરી હતી કે ઓગણીસ વર્ષમાં વહાણ ઉપરના છેક ઓછા દરે પણ તેની કમાણી ૧૭૧ ફ઼ાંક થવી જોઈએ. પરંતુ કાપકૂપની ગમે તે ગણતરી કરીને ૧૦૯ ફ઼ાંક અને ૧૫ સૂ જેટલી રકમ જ તેના હાથમાં મૂકવામાં આવી. જીન વાલજીન તેનું કારણ સમજી શકયો નહિ; – તેને ખાતરી થઈ ગઈ કે તેને લૂંટવામાં આવ્યો છે. છૂટયા પછીને બીજે દિવસે ગ્રા કારખાના પાસે માણસાને ગૂણા ઉતારતા પૂછીને મજૂરી કરવા લાગ્યો. તેના કામથી અને કુશળતાથી માલિક ખુશ થઈ ગયા. પણ કામ ચાલતું હતું તેવામાં ત્યાં થઈને જતા એક સિપાઈએ તેને જોયો, તેણે તરત તેને પાસ જેવા માળ્યા અને જીન વાલજીનને પેાતાને પીળા પાસ બતાવવા પડયો. પછી સાંજે જ્યારે જીન વાલજીન પેાતાની મજૂરી માગવા ગયો, ત્યારે માલિકે ૩૦ જૂને બદલે ૧૫ સૂ તેને આપ્યા. જીન વાલજીને વાંધા લીધે, ત્યારે પેલાએ તુચ્છકારથી જવાબ આપ્યો, “જા, જા, તને તો એટલા પણ બહુ છે.” જીન વાલજીન રકઝક કરવા ગયો, ત્યારે પેલાએ સંભળાવી દીધું, “ તારે પાછું જેલમાં જવું છે શું?” આ વખતે પણ તેને લાગ્યું કે, તેને લૂંટવામાં આવ્યો છે. આમ સરકાર તથા પ્રજા સૌ જ તેને લૂંટવાના અધિકાર લઈ બેઠાં હતાં. કેદમાંથી તે છૂટયો પણ તેથી તેની સજા પૂરી થઈ ન હતી. હજુ જાણે દરેક જણ તેને ગ્રામાં જે બન્યું, અને માગતું હતું. આપણે જાણીએ છીએ. પોતાનાથી થાય તેટલી સજા કરવા ડીમાં આવ્યા પછી જે બન્યું તે દેવળના ઘડિયાળમાં બેના ટકોરા પડયા, અને જીન વાલજીત જાગી ઊઠયો. તેને જે પથારી સૂવા મળી હતી, તે નરમ હતી તેથી જ જાણે તેની ઊંઘમાં ખલેલ પડી ! ચાર કલાકની ઘસઘસાટ ઊંઘથી તેને થાક ઊતરી * ગર્યો : હતા. તેણે આંખ ઉઘાડીને ચારે તરફ અંધારામાં નજર કરી જોઈ, તથાં ફરી ઊંઘવાને વિચાર કર્યા. પણ જૂના અને નવા વિચારો તથા સ્મૃતિએ તેના મગજમાં ઊભરાવા લાગ્યાં. તે બધામાં એક નવે। વિચાર વારંવાર કયાંકથી ધસી આવતા હતા અને બીજા બધા વિચારોને હઠાવી દેતા હતા. તેણે સૂવા આવતી વખતે રાત્રે બિશપના સૂવાના એરડાના હાટિયામાં મૅગ્લાઈર દાસીને જૂના વખતનાં ચાંદીનાં વાસણ મૂકતાં જોઈ હતી. તેમાં જે કડછી જેવા પીરસવાના ચમચા હતા, તેની જ કિંમત બસે ફ઼ાંક જેટલી હશે; અર્થાત્ ઓગણીસ વરસે તે જે રકમ કમયે હતેા તેનાથી લગભગ બમણી ! ગામમાં તેણે દારૂ જોયા. તે પણ ગાળવાના એક ત્યાંના માલિકને Page #48 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ અને બંધન ૨૩ આવા વિચારવમળમાં તેણે એક આખો કલાક આળોટયા કર્યું. ત્રણને ટકોરો પડતાં જ તે અચાનક બેઠો થઈ ગયો; અને વિચારમાં ને વિચારમાં જ ઊભો પણ થઈ ગયું. એમ જ સવાર સુધી પણ તે ઊભે રહ્યો હોત, પણ એટલામાં અર્ધા કલાકને ટકોરો પડ્યો; જાણે તે એમ કહેતે હોય કે, “ચાલ, કામે લાગ !” તેણે ધ્યાનપૂર્વક સાંભળ્યું, તો આખું ઘર શાંત હતું. પગમાંથી જોડા કાઢી, તે ટેરવાં ઉપર ચાલતા બારી પાસે ગયો. બહાર ધૂંધળી રાત ઘેરાઈ રહી હતી અને ચંદ્ર ઝાંખે પ્રકાશી રહ્યો હતો. - ત્યાર પછી દંડે અને ઝોય લઈ, શ્વાસ ઘૂંટીને ધીમે પગલે તે બિશપના એરડાને બારણા ભણી ચાલ્યો. તે અધખૂલું જ હતું; બિશપે તેને વાર્યું ન હતું. એરડામાં સંપૂર્ણ શાંતિ હતી. ખૂણામાં બિશપની પથારી તરફથી તેમના ઘસઘસાટ ઊંઘવાનો ધીમો એકસરખા અવાજ આવતો હતે. અચાનક તે થંભ્યો. ધાર્યા કરતાં જલદી તે પથારીની લગોલગ આવી ગયો હતો. તે જ વખતે અર્ધા કલાકથી ગાઢ વાદળાંમાં ઢંકાયેલો ચંદ્ર ખુલ્લો થયો અને ઊંચી બારીમાંથી આવતાં કિરણથી તેને બિશપનું શાંત ફી માં સ્પષ્ટ દેખાયું. તેમના ચહેરા ઉપર સંતોષ, શ્રદ્ધા અને કલ્યાણનું આછું તેજ છવાઈ રહ્યું હતું. અજાણપણે ભવ્ય લાગતી એ મુખાકૃતિ જીન વાલજીનનું લક્ષ ખેંચ્યા વિના ન રહી. તેણે જીવનમાં આવું દર્શન કદી કર્યું ન હતું. બિશપનું મગજ ફાડી નાખવું કે ઘૂંટણિયે પડીને એ પવિત્રાત્માના હાથની આંગળીઓ ચૂમવી – એ બેની મથામણમાં અચાનક તેણે એક હાથેથી પોતાના માથા ઉપરની ટોપી ઉતારી. પણ પછી એકદમ બિશપ તરફથી નજર હટાવી લઈ, તે હાટિયા તરફ ગયો. કૂંચી તાળામાં જ હતી. તેણે તરત હાટિયું ઉઘાડીને ચાંદીનાં વાસણવાળી ટોપલી ઉપાડી. પછી જલદીથી પોતાની પથારી પાસે આવીને તાસક ચમચો વગેરે તેણે ઝોયણામાં સેરવી દીધાં; ટોપલીને બારીમાંથી બહાર ફગાવી દીધી; પોતે બાગમાં થઈને તેની દીવાલ તરફ દોડડ્યો; વાઘની પેઠે છલંગ મારી તેને કૂદી ગયો, અને નાઠો. બીજી સવારે બિશપ બગીચામાં ફરતા હતા, ત્યારે મેંગ્લેઇર ગાંડા જેવી દોડતી અને હાંફતી તેમની પાસે આવી. “નામવર, ચાંદીનાં વાસણવાળી ટપલી કયાં ગઈ, આપ જાણો છો?” “હા,” બિશપે કહ્યું. ફૂલના કયારામાંથી તે ટપલી હમણાં જ તેમના હાથમાં આવી હતી. તેમણે તે આપતાં કહ્યું, “લ, આ રહી.” “આમાં તે કશું નથી ! ચાંદીનાં વાસણ ક્યાં ગયાં ?” Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લે સિરાઇલ “ઓહો, ત્યારે તમે ટોપલીની નહિ, પણ વાસણની વાત પૂછે છે, ખરું? હું તે નથી જાણતે.” “ભલા ભગવાન, તે જરૂર ચોરાઈ ગયાં; રાતે પેલે જે આવ્યો હતો તે...” એક પલકારામાં તો મેંગ્લેઈર ઘરમાં દોડી ગઈ અને પાછી આવી બિશપને કહેવા લાગી : “નામવર, પેલો પથારીમાં નથી; તે વાસણ ચેરીને નાસી ગયો.” બિશપ તે વખતે ટોપલી પડવાથી ભાંગી ગયેલા એક રોપા તરફ જરા ખિન્ન નજરે જોતા હતા. મેંગ્લોઈરની નજર ભીંત તરફ જતાં જ તે પાછી ચીસ પાડી ઊઠી : “જુએ ભીંત ઉપરથી પેલું દગડું ઊખડી પડ્યું છે; તે ત્યાંથી કુદીને નાઠો છે.” બિશપ થોડી વાર ચુપ રહ્યા; પછી પિતાની તીવ્ર નજર ઊંચી કરીને ધીમેથી મેંગ્લોઇર પ્રત્યે બોલ્યા, “પણ ખરેખર એ વાસણ આપણાં હતાં?” મેંગ્લોઈર ચુપ થઈ ગઈ. થોડીક ચુપકીદી પછી બિશપ બોલ્યા, “મેંગ્લેઇર બાનું, એટલી ચાંદી ગરીબો પાસેથી મેં ખોટી રીતે મારા નજીવા ઉપયોગ માટે રાખી મૂકી હતી. આ માણસ પણ ગરીબ જ હતા ને?” “ભલા ભગવાન, પણ હવે નામવર ખાશે શામાંથી ?” “શું સીસાની તાસકો નથી મળતી ?” સીસાની ગંધ આવે.” ત્યારે લોઢાની !” “લોઢાને સ્વાદ બેસે.” ત્યારે લાકડાની!” પણ થોડા વખત બાદ જ્યારે ખરેખર તે પિતાના ટેબલ આગળ બેસી નાસ્ત કરતા હતા, ત્યારે તેમણે આનંદમાં આવી શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન તથા મેંગ્લોઈરને સંબોધીને કહ્યું, “રોટીના ટુકડાને દૂધમાં બળીને ખાવા માટે લાકડાની કે ચાંદીની તાસકની પણ જરૂર હોય તેમ મને લાગતું નથી!” શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન ચૂપ રહી; પણ મેંગ્લોર બાનુ ધીમી ધીમી ઘરકતી આમથી તેમ જતી-આવતી બોલી, “આવા માણસને ઘરમાં પેસવા દે, અને બાજુમાં જ સૂવાડવો એ તે કેવી વાત છે ! ભલા ભગવાન, તે માત્ર ચેરી કરીને જ ગયે; નહિ તો ના મવરને – બાપ રે, મારાં તે રુવાંટાં ઊભાં થઈ જાય છે.” બિશપ નાતે પૂરો કરી ટેબલ પાસેથી ઊઠતા જ હતા, તેવામાં બારણ ઉપર ટકોરા પડયા. Page #50 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ અને બંધન અંદર આવો.” બિશપે કહ્યું. બારણું ઊઘડયું અને એક વિચિત્રા તથા ઉશ્કેરાયેલું ટોળે ઉમરા પાસે દેખાયું. ત્રણ માણસે ચોથાને ગળપટા આગળથી પકડીને ઊભા હતા. તે ત્રણ સિપાઈઓ હતા; અને ચોથે જીન વાલજીન હતે. એક જમાદાર જે એ ટોળી આગેવાન હતા, તેણે બિશપ પાસે જઈ લશ્કરી સલામ ભરીને કહ્યું, “નામવર !” આ શબ્દ સાંભળતાં જ જીન વાલજીન કે જે મુંજીની પેઠે ઊભા હત, તે ચમકેલાની પેઠે માથું ઊંચું કરીને ગણગણ્યો, “નામવર? ત્યારે તે પાદરી સાહેબ નથી?” “મૂંગો મર, જમાદારે કહ્યું, “એઓ તે નામવર બિશપ સાહેબ છે.” દરમ્યાન બિશપ સાહેબ તેમના ઘરડા પગથી કરી શકાય તેટલી ઉતાવળ કરીને આગળ આવ્યા હતા. વાહ 'ભાઈ !” તેમણે જીન વાલજીન તરફ નજર કરીને કહ્યું, “પેલી રૂપાની દીવાદાનીઓ પણ મેં તમને આપી દીધી હતી; તાસકો સાથે તે પણ કેમ ન લેતા ગયા?” જન વાલજીને આંખો ઉઘાડીને બિશપ સામે એવી નજરે જોયું કે જેનું વર્ણન માનવ ભાષામાં થઈ શકે તેમ નથી. નામવર,” જમાદાર બોલ્યો, “ત્યારે આ માણસ કહેતે હતે તે સાચી વાત છે? અમે તેને રસ્તામાં જાણે ભાગી જતો હોય તેમ જ જોયો એટલે પકડયો. તેની પાસે આ વાસણો હતાં.” અને તેણે તેમને કહ્યું,” બિશપ વચ્ચે જ બોલી ઊઠયા, “ કે એ વાસણ તેને એક ઘર પાદરી કે જેને ત્યાં તે રાતવાસો રહ્યો હતો, તેણે આપ્યાં છે, એમ ને? હવે હું સમજ્યો. અને તેથી તમે તેને અહીં પાછા લાવ્યા ખરું? ખરેખર એ ભૂલ થઈ છે.” “ તે પછી,” જમાદારે કહ્યું, “અમે તેને જવા દઈએ?” “અલબત્ત.” બિશપે જવાબ આપ્યો. સિપાઈઓએ જીન વાલજીનની પકડ છૂટી કરી. તે લગભગ લથડિયું ખાઈ પાછો પડ્યો. “તે શું હું છૂટો છું?” તે લગભગ ન સંભળાય તેવા અવાજે ' જાણે ઊંઘમાં બેલતો હોય તેમ બોલ્યો. “હા, હા, તું છૂટે છે; તને ન સમજાયું?” જમાદારે કહ્યું. Page #51 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાખ્યુ “ મારા મિત્ર,” બિશપે કહ્યું, જતા પહેલાં તું તારી દીવાદાની 39 લેતા જા. ર << લાવીને P તે તરત અભરાઈ પાસે ગયા અને ત્યાંથી બંને દીવાદાની તેમણે જીન વાલજીનને આપી. બંને સ્રીએ એક શબ્દ બોલ્યા વિના કે જરા પણ હાલ્યા-ચાલ્યા વિના જોઈ રહી. જીન વાલજીન આખે શરીર ધ્રૂજતે હતા. તેણે યંત્રની પેઠે દીવાદાનીઓ હાથમાં લીધી. પછી સિપાઈ હવે જઈ શકે છે. ” તરફ ફરીને બિશપે કહ્યું, “સદ્ગૃહસ્થા, આપ લોકો તે ચાલ્યા ગયા. જીન વાલજીન હવે મૂર્છા ખાઈને ગબડી પડે તેવી સ્થિતિમાં હતા. બિશપે તેની પાસે જઈ ધીમેથી કહ્યું, “ ભાઈ, તું પણ શાંતિથી હવે જા. પણ તેં મને આ બધાના પૈસાના ઉપયાગ પ્રમાણિક માણસ બનવામાં કરવાનું વચન આપ્યું છે, તે કદી ભૂલી જતે નહિ.’ પેાતે કશું જ વચન આપ્યું હોય તેવું જીન તે ચૂપ ઊભા રહ્યો. બિશપ ગંભીરતાથી આગળ વાલજીન! હવે તું પાપના પંજામાંથી મુક્ત થયો છે; મેં તારા અંતરાત્મા ખરીદી લીધા છે. હું તેને ઘેર વિચારો અને અધાતિમાંથી ઉપાડીને ઈશ્વરના હાથમાં સેાંપું છું. વાલજીનને યાદ નહોતું. બાલ્યા, ભાઈ, જીન ,, ૫ છેલ્લી ચિનગારી શહેરમાંથી ઉપર થઇને અજાણતાં જ જીત વાલજીન જાણે ભાગી છૂટયો હોય તેમ ડી નીકળી ગયા. જે રસ્તા અને કેડીઓ પગે ચડે, તેમના નિર્જન પ્રદેશમાં જઈ પહેાંચવા તે ઉતાવળો થયા હતા. પણ એક મોટા ગોળ ચકરાવામાં તે ફર્યા કરતે હતો. આખી સવાર પૂરી થવા આવી, પણ તેને ભૂખ જેવું કશું લાગ્યું નહિ, અવનવી લાગણી ઊછળી રહી હતી. તેને ગુસ્સે! ચડયો હતા; પણ તે કોના ઉપર, એની તેને ખબર પડતા ન હતા. તેના હૃદયમાં વીસ વીસ વર્ષથી જામેલું કાંઈક ખસી રહ્યું હતું; પણ તેની જગાએ શું આવતું હતું એ તેને સમજાતું તેનામાં ન હતું. .. સૂર્ય આથમવા લાગ્યો અને નાના પથરાની છાયા પણ લાંબી થવા લાગી. એ વખતે એક તદ્દન નિર્જન સપાટ પ્રદેશમાં તે એક ઝાડવા Page #52 -------------------------------------------------------------------------- ________________ છેટલી ચિનગારી પાછળ બેઠો હતો. સામે દૂર ક્ષિતિજમાં આલમ્સ પર્વત જ નજરે પડતા હતા; વચ્ચે કોઈ ગામડાની ટોચ પણ દેખાતી ન હતી. ડીથી તે લગભગ નવેક માઈલ દૂર નીકળી આવ્યો હતો. પાસે થઈને એક રસ્તે તે મેદાનની આરપાર જતો હતે. કશા ઊંડા વિચારમાં તે ડૂબેલો હતો તેવામાં તેને કોઈને ઉલ્લાસભર્યો અવાજ કાને પડયા. તેણે મેં ફેરવીને જોયું તે દશેક વર્ષનો એક ગારુડી જે છોકરો તે રસ્તે આવતો હતો. તેની ઝોળી તેની બગલ નીચે લટકતી હતી, અને સારંગી પીઠ પાછળ. આખે રસ્તે તે ગાતે ગાતે આવતો હતો. વચ્ચે વચ્ચે તે પિતાની પાસેના થોડા પૈસા કૂકાની પેઠે ઉછાળીને રમવા થોભતો હતે. કદાચ એ જ તેની તમામ મૂડી હતી. તે પૈસામાં બે ફ્રાંકનો એક સિક્કો હતે. પેલા ઝાડવા પાસે આવીને તેણે પૈસા પાછા ઉછાળ્યા. આ વખતે પેલા બે ફ્રાંકને સિક્કો ગબડી ગયો અને જીન વાવજીન પાસે જઈ પહોંચ્યો. જીન વાલજીને તરત પિતાને પગ તેના ઉપર મૂકી દીધો. પેલા છોકરાની નજર સિક્કા ઉપર જ હતી. તેણે જીન વાલજીનને તેના ઉપર પગ મૂકતાં જોયા. જરા પણ ગભરાયા વિના તે સીધે જીન વાલજીન પાસે આવ્યો, અને બોલ્યો - “સાહેબ, મારે સિક્કો!” “તારું નામ શું, અલ્યા?” “નાને જર્વે, સાહેબ.” “ચાલ, ભાગ અહીંથી,” જીન વાલજીને કહ્યું. “ મહેરબાની કરી મારો સિક્કો આપી દે, સાહેબ.” જીન વાલજીને માથું નીચું કરી દીધું કશે જવાબ ન આપ્યો, છોકરાએ ફરીથી કહ્યું, “મારે બે ફ્રાંકને સિક્કો, સાહેબ!” જીન વાલજીનની નજર જમીન ઉપર જ ચોંટી રહી. “મારો સિક્કો મારો ચાંદીનો સિક્કો,” એમ કહી તેણે જીન વાલજીનને ગળપટો પકડી હલાવવા માંડ્યો; તથા તેને એડી જડેલો જોડે ખસેડવા માંડયો. જીન વાલજીને હવે પોતાનું માથું ઊંચું કર્યું અને જાણે નવાઈ પામ્યો હોય તેમ છોકરા તરફ નજર કરી; પછી હાથ લાંબો કરી દંડ ઉપાડયો અને બિહામણા અવાજે ત્રાડ પાડી : “કોણ મૂએ છે?” “હું સાહેબ,” છોકરે જવાબ આપ્યો, “નાને જર્વે, સાહેબ, મને મારો સિક્કો આપી દે; તમારો પગ લઈ લો.” Page #53 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ છોકરાને હવે જીન વાલજીનનો અભિપ્રાય સમજાવા લાગ્યો હતો. તે રડતો રડતે પોતાના સિક્કા માટે જીદ કરવા લાગે. જીન વાલજીન કૂદકે મારી ભે થયો. પિતાનો પગ સિક્કા ઉપર રાખીને જ તે તડૂકયો, “જાય છે કે નહિ?” નજર પહોચે ત્યાં સુધી એ નિર્જન મેદાનમાં કોઈ જ બીજું માણસ જવું કે આવતું દેખાતું ન હતું. છોકરાને તેનું વિકરાળ સ્વરૂપ જોઈ આખે શરીરે એકદમ ધુજારી વ્યાપી ગઈ. પછી ક્ષણભર જડસડ બની જઈ, પાછું જોવાની હિંમત કર્યા વિના કે ચીસ પાડયા વિના તે પૂરપાટ ભાગ્યો અને થોડી વારમાં દેખાતું બંધ થયો. સૂર્ય આથમી ગયો હતો. અંધારું જીન વાલજીનને ઘેરી વળવા લાગ્યું. આ દિવસ તેણે કશું ખાધું ન હતું; કદાચ તેને તાવ જ ચડ્યો હતો. છોકરો નાસી ગયો ત્યારથી તે ઊભેલો જ હતો. અચાનક તે ઝબકી ઊડ્યો. ટાઢ વધવા લાગી હતી; તેણે પિતાની ટોપી કપાળ ઉપર ખેંચી અને યાંત્રિક રીતે પિતાનાં બટન ભીડી આગળ ચાલવા પગ ઉપાડ્યા. એકાદ ડગલું ભરી તે દડે લેવા નીચે નમ્યો. તે જ વખતે તેની નજરે પેલો બે ફાંકનો સિક્કો પડ્યો એકદમ કાંઈ આંચકો લાગ્યો હોય તેમ તે બે-ત્રણ ડગલાં પાછા હટ, પણ તેની નજર પેલી જગા ઉપર જ ચૅટી રહી. પેલો સિક્કો જાણે આંખ ઉઘાડી તેની સામે તાકી રહ્યો હોય તેમ તેને લાગ્યું. છલંગ મારીને તેણે ગાંડાની પેઠે તે સિક્કો ઉપાડી લીધું અને મેદાનમાં ચારે તરફ નજર કરી. તેને કોઈ દેખાયું નહિ. રાત ઘેરી બનતી જતી હતી; પેલો છોકરો ગયો હતો તે દિશામાં તે દયો. ત્રીસેક વાર દૂર ગયા પછી તે ઊભો રહ્યો અને આંખે ખેંચીને જોવા લાગ્યો; પણ કોઈ દેખાતું ન હતું. તેણે પોતાના સઘળા જોરથી બૂમ પાડી, “નાના જેવું, નાના જન્હેં !” કશો જવાબ ન મળ્યો. તે ફરીથી દોડ; થોડે દૂર જઈ તેણે ફરીથી બૂમ પાડી તેને અવાજ એવો ફાટેલો હતો કે, છોકરાએ સાંભળ્યો હોત તો પણ તે બનીને દૂર જ ભાગે હોત. થોડા વખત બાદ જીન વાલજનને ઘેડા ઉપર બેઠેલે એક પાદરી મળ્યો. તેની પાસે જઈને તેણે પૂછ્યું : “પાદરી સાહેબ, તમને કોઈ છોકરો સામે મળે ?” “નાને જ નામનો છોકરો ?” મને કોઈ જ સામે મળ્યું નથી.” Page #54 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી ચિનગારી જન વાલજીને પાંચ કાંકના બે સિક્કા પિતાની કોથળીમાંથી કાઢયા અને પેલા પાદરીના હાથમાં મૂકીને કહ્યું, “પાદરી સાહેબ, આ તમારું ગરીબ ગુરબાં માટે છે. પેલા છોકરા દશેક વર્ષને હ; તેની પાસે ઝોળી તથા સારંગી હતાં.” મેં તેને જો નથી,” તે નામને છોકરો આ બાજુના ગામોમાં કષાય રહે તે હોય એવી પણ તમને ખબર છે?” ભાઈ, મેં જે વર્ણન આપ્યું તે તે હોય, તે એ છોકરો આ બાજનો નથી જ. તેવા ઘણા આ રસ્તે થઈને પસાર થાય છે એટલું જ.” જન વાલજીને ઝડપથી બીજા બે પાંચ કૂકના સિક્કા ખેંચી કાઢથા અને પાદરીને આપીને કહ્યું, “તમારાં ગરીબગુરબાં માટે.” પછી આવેશમાં આવી જઈને તે બોલ્યો, “પાદરી સાહેબ, મને ગિરફતાર કરા; હું લૂંટારો છું.” પાદરીએ ઘોડાને એ લગાવી, અને ડરના માર્યા ચાલતી પકડી. જીન વાલજીને તેમની તરફ નજર કર્યા વિના પેલે છોકરી ગયો હતો તે દિશામાં ફરીથી દોડ્યો. ઘણે દૂર સુધી આંખ ખેંચીને જેવા છતાં તથા બૂમો પાડવા છતાં તેને કશો જવાબ મળ્યો નહિ કે કઈ નજરે પડયું નહિ. છેવટે ત્રણ રસ્તા ભેગા થતા હતા તેવી એક જગાએ આવીને તે થોભ્યો. ચંદ્ર હવે ઊગી ગયો હતો. તેણે છેલ્લી વાર બૂમ પાડી, “નાના જવે, નાના જર્વે!” તેની બૂમ બૂમસમાં લીન થઈ ગઈ; તેને કશે પડઘો પણ ન ઊઠયો. તે ધીમેથી ન સંભળાય એવા અવાજે ફરી ગણગા, “નાના જ !” પણ તે તેને છેલ્લે પ્રયત્ન હતે. કશાક મોટા અગખ ભાર નીચે કઈ અદશ્ય શક્તિ તેને દાબવા લાગી હોય તેમ તેના ઢીંચણ ભાંગી પડ્યા. તે એક મોટા પથરા ઉપર ફસડાઈ પડ્યો. પોતાના વાળ હાથ વડે પીખતે અને પિતાનું મોં ઢીંચણ વચ્ચે દાબતે તે ચીસ પાડી ઊઠયો, “હું બદમાશ છું.” પછી તેનું અંતર ભરાઈ આવતાં તે છૂટે મોંએ રડી પડયો : એગણીસ વર્ષમાં પહેલી જ વાર. કેટલો વખત તે આમ રડયો? પછી તેણે શું કર્યું? તે કયાં ગયો કોઈ કદી તે જાણી શકવાનું નથી. કહે છે કે, એ જ રીતે ગ્રેવથી ૦ આવી પહોંચેલા ટપાલીએ, પરોઢના આશરે ત્રણ વાગ્યે બિશપના મહેલવાળી શેરીમાં થઈને જતાં, એક માણસને બિશપના બારણા આગળ પ્રાર્થનાની રીતે ઘૂંટણિયે પડીને બેઠેલે જયો હતે. Page #55 -------------------------------------------------------------------------- ________________ પરસના પંખીડાં ઈ. સ. ૧૮૧૭માં પેરિસના ચાર જુવાનિયાઓએ એક ભારે ટીખળ કર્યું. એ ચારેય જુદા જુદા પ્રાંતમાંથી પેરિસમાં ભણવા માટે આવ્યા હતા. અને પૅરિસમાં ભણવા આવ્યા હતા તથા જુવાન હતા, માટે તે દરેકને એક એક પ્રિયતમા હતી. તેમની ચારે પ્રિયતમાઓ સુંદર છોકરીઓ હતી; તેમના હાથ અને માં ઉપરથી હજુ જાતમહેનતને ઘેરો રંગ છેક જ ઊડી ગયો ન હતો. ગરીબાઈ અને જુવાની એ બે ખતરનાક સલાહકાર છે; એક ઠપકો આપે છે ત્યારે બીજે ખુશામત કરે છે. નીચલા વર્ગોની ગરીબ છોકરીઓને તે બને સલાહકારો બે કાનમાં ગુસપુસ કર્યા કરે છે યોગ્ય રીતે સુરક્ષિત નહિ એવા જીવાત્માઓ તે સલાહ સાંભળે છે, અને પરિણામે તેઓને અધ:પાત અને તેમના તરફ ફેંકાતા પથરા, એ બધું નીપજે છે. ચારે જુવાને મિત્રો હતા, અને ચારે છોકરીઓ સખીઓ હતી. આવા * પ્રણયકિસ્સાઓ હંમેશાં આવી દેતીથી સંકળાયેલા હોય છે. - તે છોકરીઓ ક્યાંથી આવી હતી? તેમનાં માબાપ કોણ હતાં? શહેરોમાં જે આ બધો માનવસમુદાય એકઠો થાય છે, તેનું ઊગમસ્થાન કોણ જાણવું હોય છે? પેલી ચારમાંની નાની ફેન્ટાઇનને જ પૂછે; તે એટલું જ કહેશે કે તે મ0માં જન્મી હતી, પણ તેના બાપ કે માને તેણે કદી જોયાંજાણ્યાં ન હતાં. તે પોતાને ફેન્ટાઇન નામથી ઓળખાવતી; પણ શાથી એ જ નામે? તેને કશું કુળ-નામ ન હતું, કારણ કે તેને કુળ ન હતું. શેરીમાં થઈને ઉઘાડે પગે દોડતી જોઈને, ત્યાં થઈને પસાર થતા પહેલા માણસે તેને જે નામ આપ્યું, તે જ તેણે સ્વીકાર્યું. તે નાની ફેન્ટાઇન કહેવાતી; અને બીજું કોઈ એથી વિશેષ કાંઈ જાણતું ન હતું - દશ વર્ષની ઉંમરે ફેન્ટાઇન શહેર છોડી પડોશના ખેડૂતોને ત્યાં નોકરીએ જોડાઈ. પંદર વર્ષની ઉંમરે તે પિતાનું નસીબ અજમાવવા પેરિસમાં આવી. તે સુંદર હતી, તેને માથે સુંદર સોનેરી વાળ હતા, અને તેના દાંત ફૂટડા હતા. આમ સોનું અને મેતી એ બે વસ્તુઓ સ્ત્રીધન તરીકે તેની પાસે હતાં: સોને માથા ઉપર હતું અને મોતી મોંમાં. ૩૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ પૅરિસનાં ૫'ખોડાં સર તે જીવવા માટે કામકાજ કરતી; અને પછી પ્રેમ કરવા લાગી તે પણ જીવવા માટે. કારણ કે હૃદયને પણ ભૂખ હોય છે. પેલા કૉલેજિયનને મન તો એ ઘડીભરની ગંમત હતી; પણ ફેન્ટાઇનને મન તે સર્વસ્વ હતું : આ તેના પ્રથમ પ્રેમ હતો, એટલું જ નહિ પણ એક જ પ્રેમ હતો, બાકીની ત્રણની બાબતમાં તેમ ન હતું: તે આ રમતમાં રીઢી થઈ ગયેલી હતી. પેલા કોલેજિયનને વર્ષે ચાર હજાર ફ્રાંકની આવક હતી અને તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. તેનું શરીર અત્યાર પહેલાં જ ભંગાર બનવા લાગ્યું હતું; માથે તાલની શરૂઆત થઈ હતી અને દાંત બધા વિદાય થયા હતા. તેની પાચનશક્તિ કેંગાલ હતી, અને તેની એક આંખ હંમેશ દદડતી રહેતી. પણ તેની જુવાની જે પ્રમાણમાં ઓલવાતી ગઈ, તે પ્રમાણમાં તેનું રંગીલાપણું વધુ ચમકવા લાગ્યું હતું. .. એક દિવસ તેણે પાતાના ત્રણે દાસ્તાને બાજુએ બેસ્લાવીને કહ્યું, ‘જુઓ સાહેબ, એક વરસ થયાં આપણી આ પ્રિયતમાઓ આપણી પાસે નવાઈ પમાડે તેવું કંઈક માગી રહી છે. આપણે પણ ગંભીરતાથી તેમને તે આપવાનું વચન આપ્યું છે. તે હવે હંમેશ એની જ વાત કર્યા કરે છે, અને ખાસ કરીને મને પૂછ્યા કરે છે કે તમારો વાયદા કયારે પૂરો થવાના છે? સાથે સાથે જ આપણાં માતાપિતા પણ આપણને કાગળો લખ્યા કરે છે. તો ચાલા, આપણે એક કાંકરે બે પક્ષી મારીએ !” ત્યાર પછી તેણે અવાજ ધીમેા કરી, જે યોજના કહી સંભળાવી, તે તેના ત્રણે દોસ્તોને આબાદ ગળે ઊતરી ગઈ. તેની સાબિતીમાં તેઓએ ઉત્સાહમાં આવી જઈ, તેના બરડાને ઠીક ઠીક હલકો કર્યો! "" તે યાજના આ પ્રમાણે હતી : પોતાની ચારે પ્રિયતમાને દૂરની એક હોટેલમાં ઉજાણી માટે લઈ જવી. ત્યાં જઈને દિવસ પૂરો થવા આવે ત્યારે, “ અમે તમારે મારે માટે ‘ નવાઈ પમાડે તેવું' કંઈક લઈ આવીએ છીએ એમ કહીને, તેમને હોટેલમાં જ રાખી, પોતે બહાર જઈ, તૈયાર રાખેલી ઝડપી ઘેાડાવાળી ગાડીમાં બેસી રવાના થઈ જવું! એક કલાક બાદ હોટેલવાળાના નાકર રાહ જોઈને બેઠેલી તે ચારેને નીચેની ચિઠ્ઠી આપે :— “ સ્વર્ગીય સુંદરી, ડા તમને કદાચ માલૂમ નહિ હોય, પણ અમારે દુનિયાના લોકોને મા અને બાપ નામનાં બે વિચિત્ર સગાં હોય છે. મર્ત્યલાકના ધિક્કારપાત્ર કાયદાઓમાં તેમને અમારી ઉપર ભારે માલકી-હક હોય છે. તેઓ હવે પોતાના એ તુચ્છ હક બજાવીને અમને ભાગેડુઓને પોતાને Page #57 -------------------------------------------------------------------------- ________________ લે સિંઐરાષ્પ કબજે કરવા આતુર બન્યાં છે. અમે પણ તેમના આશાંકિત સપૂતે હેઈ, તેમની આજ્ઞાને માથે ચડાવવાનું યોગ્ય માનીએ છીએ. એટલે આ ચિઠ્ઠી તમારા હાથમાં પહોંચશે, ત્યારે અમે અધર સ્વર્ગમાંથી ઊતરી ધરતીનાં ધૂળભર્યા કર્તવ્ય અને હકૂમતમાં કલાકના નવ માઈલની ઝડપે પાછા દાખલ થતા હોઇશું. અમારા દેશ માટે એ જરૂરનું છે કે, અમે બીજા સૌની જેમ હવે માનનીય વકીલ, દાક્તર, ગૃહસ્થ, જમીનદારે અને ધારાસભ્ય તરીકેનો બોજો અમારે માથે ધારણ કરીએ. અમારે માટે થોડાં આંસુ સાર; કારણ કે અમે અમારી જાતને આ રીતે બંલિદાન આપી રહ્યા છીએ. પણ અમારી વિનંતી છે કે, તમારા એ મોઘેરાં આંસુ જલદી સૂકવી નાખવાનો ઉપાય કરી વૈજો. લગભગ બે વર્લ્સ સુધી અમે તમારી સારી ખિદમત ઉઠાવી છે; એટલે આજે અમારા આ પ્રસ્થાન સામે તમારે કશી ફરિયાદ ન હોઈ શકે. તા. ક. હોટેલવાળાનું બિલ ચૂકવી દીધું છે.” પેલી અનુભવી ત્રણેયને આ ચિઠ્ઠી વાંચી ભારે રમૂજ થઈ; અને આ કોની અક્કલ @ તે વિષે તેઓ મીઠી અટકળો કરવા લાગી. ફેન્ટાઇન પણ તેમાં જોડાઈ: પરંતુ એક કલાક બાદ તે જ્યારે પિતાની ઓરડીએ પાછી ફરી, ત્યારે તે જોરથી રડી પડી. આ તેને પ્રથમ પ્રેમ હ; અને તે પોતાના પ્રેમીને ઈતની પેઠે સમર્પિત થઈ હતી કે તે એક બાળકની મા પણ બની હતી. થનારડિયરની વીશી ગયા કાની પહેલી પચીસીમાં પૅરિસ નજીક આવેલા મોટફમેલ ગામમાં એક વીશી હતી, જે આજે નથી. તેનાં માલિક નારડિયર દંપતી હતાં. વીશીના દરવાજા પાસેની ભીંત ઉપર એક પાટિયું ખીલાથી જ દેવામાં આવેલું હતું. તે પાટિયામાં રણક્ષેત્રને દેખાવ હતું, અને એક માણસને સેનાપતિ જેવા દેખાતા બીજા એક ઘાયલ થયેલા સૈનિકને ઊંચકીને લઈ જતે ચીતરેલો હતો. નીચે મોટે અક્ષરે વીથીનું નામ લખેલું હતું: “વૉટલુંનો સારજંટ.” એ વીશીના બારણા પાસે એક ગાડું અથવા ગાડાનું હાડપિંજર પડેલું હતું. એક જંગી વળા વરચે જાડી ધરી ખેસી દઈને બે પૈડાં લગાડી દીધાં હોય એવું તેનું કલેવર હતું. કોઈ રાક્ષસી તોપને વહી જવા Page #58 -------------------------------------------------------------------------- ________________ થેનારડિયરની વીશી માટે બનાવ્યું હોય એમ સહેજે લાગે. ધરી નીચે તરણની પેઠે એક ભારે સાંકળ લટકતી હતી. એ સાંકળ પણ પુરાણ-કથાના કેઈ રાક્ષસને કેદી તરીકે બાંધવા બનાવી હોય તેવી હતી. આ વસ્તુ શેરીમાં આ જગાએ શાથી પડેલી હતી? એક તો તે શેરીને રૂંધવા માટે, અને બીજે. સડવાની પ્રક્રિયા પૂરી કરવા માટે. જૂની સમાજવ્યવસ્થામાં એવી અનેક સંસ્થાઓ જાહેરમાં પડી રહેલી જોવામાં આવે છે; પણ ત્યાં હોવા માટે તેમને કશું ખાસ કારણ હોતું નથી. એ સાંકળને મધ્ય ભાગ જમીન સરસો લટકતો હતો અને આ સાંજે તેના ઉપર બે નાની છોકરીઓ એકબીજીને બરાબર વળગીને ઝૂલતી હતી. એક અઢી વરસની હતી અને બીજી અઢાર મહિનાની. તેમની આસપાસ એક રૂમાલ એવી રીતે વીંટેલો હો કે જેથી તેઓ પડી ન જાય. થોડે દૂર વીશીના બારણામાં બેઠેલી એક બાઈ દોરી વડે તેમને હીંચોળતી હતી. એ બાઈનો દેખાવ બરાબર પેલી તપ-ગાડીને મળતું હતું, પણ અત્યારે સાંકળ ઉપર ઝવતાં બાળકે પડી ન જાય તેની ચિંતાથી તેના મોં ઉપર એક પ્રકારનું હળવું વાત્સલ્ય છવાઈ રહ્યું હતું. હાલરડા તરીકે તેણે એક કર્કશ રાસે ઉપાડયો હતો. બાઈને પોતાની ધૂનમાં ખબર ન પડી કે આ ઘડીએ શેરીમાંથી પસાર થતું એક જણ આ મધુર ચિત્ર જોવા મળ્યું હતું અને હવે તેના તરફ આવતું હતું “તમારે બે સુંદર બાળકો છે, બાનુ!” આમ અભિનંદન આપનારી પાસે પણ એક બાળક હતું, તથા એક ભારે પેટી હતી. તેનું બાળક ખરેખર જોવા લાયક હતું. તે બે કે ત્રણ વર્ષની બાળકી હતી; અને જે કેટલાક ચહેરાઓ જોતાંવેંત, ન ભુલાય તેવી સ્વર્ગીય મધુરતા કે નિર્મળતાની ઝાંખી આપણને થાય છે, તેમાંનો ચહેરો તેને હતો. તેને સજાવવામાં પણ માએ કશી કસર રાખી ન હતી; અને તેની ઉંમરે જે અખંડ વિશ્વાસ બાળહૃદયમાં ભરેલો હોય છે, તે વિશ્વાસથી નિરાંતે તે ઊંઘતી હતી. મને દેખાવ ગંભીર અને ગમગીન હતો. તેની આંખે ઉપરથી તરત જણાઈ આવે કે લાંબા સમયથી તે કોરી પડી નથી. બાઈ ખૂબ થાકેલી અને બીમાર જેવી પણ દેખાતી હતી. પેલા ટીખળ’ને દશ મહિના થઈ ગયા હતા. એ દશ મહિના દરમ્યાન શું શું બન્યું હતું? પુરુષે ત્યાગેલી સ્ત્રી એકદમ તે કઠોર કંગાલિયતના હાથમાં સપડાય છે. ફેન્ટાઇનની પેલી સખીઓ પુરુષની ગાંઠ . લે મિ૦ – ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લે મિરાન્ડ છૂટી થતાં વિખુટી પડી ગઈ હતી; અને પંદર દિવસ બાદ તે તેઓ એકમેકને સામી મળે, તોપણ પિતે એક વાર એકબીજીના ગાઢ સંબંધમાં હતી એમ જાણીને તેમને જ નવાઈ લાગે. ફેન્ટાઇનની કામકાજ કરવાની જૂની ટેવ - છૂટી ગઈ હતી; અને હવે ક્યાંથી કામ મેળવવું એ પણ સવાલ હતો. તેને માંડ વાંચતાં આવડતું હતું. અને લખવામાં તો માત્ર પોતાની સહી કરતાં તે શીખી હતી. તેણે બીજા પાસે પોતાના પ્રેમી ઉપર બેત્રણ કાગળ લખાવી મકલ્યા; પણ એકેને જવાબ મળ્યો નહિ. તે સમજી ગઈ કે એ બાજુની કશી આશા રાખવી ફોગટ છે. હવે શું કરવું? તે ભ્રષ્ટ થઈ હતી, પણ ભ્રષ્ટતાના કશા ઇરાદા વિના જ. તે સમજી ગઈ કે, આર્થિક કંગાલિયતના આવતા દિવસોમાં જ તેના ખરા અધ:પાતનું દ્વાર ખુલ્લું થવાનું છે. તેણે નિશ્ચય કરી લીધ: પોતાના વતન મ0 શહેર તરફ પાછા ફરવાનું તેણે નક્કી કર્યું. ત્યાં કોઈ ઓળખીતું તેને કદાચ મળી આવે, અને તેને કાંઈ કામકાજ આપે. પણ તેણે પિતાના અપરાધને તે છુપાવવો જ જોઈએ; નહિ તે તેના વતન તરફ તે તેને કોઈ સરસી પણ ન આવવા દે. એટલે પ્રથમ કરતાં પણ વધુ કારમા વિયોગની શક્યતા તેને નજીક દેખાતી હતી. પણ ફેન્ટાઇન બહુ દૃઢ બાઈ હતી. તેણે પિતાને બધે સરસામાન વેચી કાઢયો, અને સાદાં કપડાં પહેરી લીધાં. દેવું વગેરે ચૂકવતાં તેની પાસે એંસી ક્રાંક બાકી રહ્યા. એ મૂડી સાથે બાવીસ વર્ષની ઉંમરે તેણે પૅરિસ છોડ્યું. વચ્ચે વચ્ચે થાકે ત્યારે પરામાં ફરતાં વાહનેમાં થોડું થોડું બેસી લઈને બપોરના અરસામાં તે મેટફરમેલ આવી પહોંચી. “વૉટને સારજંટ’ વીશી પાસે થઈને જતાં તેનું ધ્યાન અચાનક ગાડા નીચે ઝૂલતાં બે બાળકો તરફ ખેંચાયું. એ સુખી બાળકોની મા પ્રત્યેના સમભાવથી જ પ્રેરાઈ, એ તેની પાસે જઈને બોલી, “તમારે બે સુંદર બાળકો છે, બા ” જંગલીમાં જંગલી પ્રાણી પણ તેના બચ્ચાને કોઈ પંપાળે તો નરમ થઈ જાય છે. છોકરાંની માએ માથું ઊંચું કરી આભાર માન્યો અને વીશીના બારણા પાસેની પાટલી ઉપર તેને બેસવા કહ્યું. બંને સ્ત્રીઓ થોડી વારમાં વાતોએ વળગી. “મારું નામ શેનારડિયર બાન છે; અમે આ વીશી ચલાવીએ છીએ.” થેનારડિયર બાન લાલ માથાની ત્રીસ વર્ષની બાઈ હતી. પરંતુ અત્યારે તે બેઠેલી હતી તેને બદલે જો તે ઊભેલી હોત, તો નવી આગંતુક બાઈ તેના જંગીપણાથી જ છળી મરીને, વાતો કરવા બેસવાને બદલે આગળ ચાલતી થઈ હત; અને હવેનાં પ્રકરણમાં આપણે જે ઘટનાઓ નેધવાની છે, તે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ થનારહિયરની વીશી નોંધવાની તકલીફમાંથી બચી થાત. એક જ માણસ ઊભું હોવાને બદલે બેઠેલું હતું – એ બીના ઉપર કેટલાં બધાં ભવિષ્ય ળાઈ રહેવાનાં હતાં ! આગંતુક બાઈએ પિતાની વાત જરા ફેરફાર સાથે કહી સંભળાવી : પોતે મરણ બાઈ છે; પતિ ગુજરી ગયો છે; પેરિસમાં કામકાજ ન મળવાથી પોતાના વતન તરફ પાછી જાય છે; આજ સવારે જ પગે ચાલતાં પૅરિસ છોડ્યું છે, પરંતુ બાળકીને ઊંચકવાની હોવાથી વચ્ચે વચ્ચે ગાડાંમાં બેસતી બેસતી આવી છે; બાળકી પણ થોડું થોડું ચાલવા લાગે છે, પરંતુ નાની હોવાથી થાકી જાય છે, અને હમણાં તો ઊંધી જ ગઈ છે. એટલું કહી તેણે પોતાની વહાલી બાળકીને આંખે ઉપર ચુંબન કર્યું. તે જાગી ઊઠી. આંખો ઉઘાડીને બધું નવું જોતાં થોડી વાર તે તે આનંદથી તાકી રહી; અને પછી એકદમ હસી પડી. ત્યાર બાદ પાસે પેલાં બે બાળકોને હીંચકા ખાતાં જોઈ, તે તરત માના હાથમાંથી સરકીને તેમના તરફ દોડી. થેનારડિયર બાનુએ રૂમાલ છોડીને પેલાં છોકરાંને નીચે ઉતાર્યા અને કહ્યું, “ત્રણે જણ રમો.” થોડી વારમાં તે તે ત્રણે જણ જમીનમાં ખાડા ખેરવાની અને બીજી ધૂળ-ધમાં ગમે તે રમતે ભારે આનંદ અને ઉમંગપૂર્વક રમવા માંડયાં. ફેન્ટાઇનની બાળકી બહુ આનંદી હતી, અને પેલાં બે બાળકોને પણ તેને ચેપ લાગતાં તે ત્રણના કિલકિલાટથી શેરીને તે ખૂણો કલ્લોલ કરી ઊઠયો. બે માતાઓની વાતચીત આગળ ચાલવા લાગી. તમારી ચેલકીનું નામ શું છે, બાઈ?” “કૉસેટ.” “ તેની ઉંમર કેટલી?” “ ત્રીજામાં પેઠી.” “બરાબર મારી મોટીની જ ઉંમર.” દરમ્યાન પેલાં છોકરાંની પ્રવૃત્તિમાં એક ગંભીર બનાવ બન્યો હતે. ખોદતાં ખેદતાં એક અળસિયું નીકળ્યું હતું. ત્રણે જણ અજબ ગંભીરતાથી આશ્ચર્યમુગ્ધ થઈ, પોતાને હાથે નીપજેલા આ પરિણામ સામે તાકીને જોઈ રહ્યાં હતાં. એ જોઈને કોઈને પણ હસવું આવ્યા વિના ન રહે. “છોકરાને હળી જતાં વાર લાગે છે?” થેનારડિયર બાનું બોલ્યાં. “બીજું કોઈ તો તે ત્રણેને સગી બહેને જ ધારી લે !” બસ આ ચિનગારીની જ જાણે બીજી મા રાહ જોઈ બેઠી હતી. તેણે Page #61 -------------------------------------------------------------------------- ________________ લે મિરાળ્યું તરત એ બેલનારીનો હાથ પકડી લીધે, અને તેના મોં સામું સ્થિર નજર કરીને કહ્યું, “તમે મારી બાળકીને રાખશો?” થેનારડિયર બાનુના મોં ઉપર થઈને નવાઈને એક ચમકારો પસાર થઈ ગયે; તેને અર્થ હા પણ થાય; અને ના પણ થાય. કોસેટની માએ આગળ ચલાવ્યું : “તમે જ છો ને બાઈ, કે હું તેને વતનમાં લઈ જાઉં, તો મને કોઈ કામે ન રાખે. અમારા વતન ભણીના લોકો એવા ઍડ છે કે ન પૂછો વાત. ભગવાને જ મને આજે તમારા બારણા પાસે થઈને મોકલી. તમારાં છોકરાં કેવાં ચોખાં છે, કેવાં સુખી છે! એમને જોઈને જ મને થયું કે આ છોકરાંની મા ખરેખર માયાળુ હશે. તમારી વાત ખરી છે, એ ટાણે બહેને થઈને રહેશે. ઉપરાંત, હું જલદી પાછી ફરવા ધારું છું; તમે મારા બાળકને એટલા દિવસ રાખશે ?” વિચાર કરીએ,” થેનારડિયર બાનુએ જવાબ આપ્યો. “હું તમને દર મહિને છ ફૂાંક મોકલાવીશ.” અંદરથી અચાનક પુરુષનો અવાજ આવ્યો – “સાત ફ઼ાંકથી ઓછા નહિ, અને છ મહિના નાણાં અગાઉથી.” “સારું, કબૂલ છે.” માએ જવાબ આપ્યો. “અને બીજા પરચૂરણ ખર્ચ માટે પંદર ફ્રાંક વધારાના,” પુરુષને અવાજે ઉમેર્યું. કુલ સત્તાવન ક્રાંક,” થેનારડિયર બાનુએ કહ્યું. હું જરૂર આપીશ,” માએ કહ્યું, “મારી પાસે એંસી ફ્રાંક છે; અને પગે ચાલીને જવા માટે મારી પાસે પુરતું બાકી રહેશે. હું ત્યાં ખૂબ મહેનત કરીશ, અને મારી પાસે થોડુંક બચશે એટલે આવીને મારી ઘેરીને તરત લઈ જઈશ.” “નાની પાસે કપડાંને પૂરતે જળ્યો છે?” પુરુષના અવાજે કહ્યું. “એ તો મારા ઘરવાળા છે,” થેનારડિયર બાનુએ વચ્ચે જણાવ્યું. “હા, હા, ઘણાં છે; અને ઠીક ઠક સારાં કપડાં છે. દરેક ચીજ બારબાર છે, અને થોડાંક રેશમી ફરાક પણ છે. તે બધું મારી પેટીમાં છે.” તે બધાં આપી દેવાં જોઈએ.” પુરુષનો અવાજ બોલ્યો. હા, હા, જરૂર,” માએ કહ્યું, “મારી બાળકીને ઉઘાડી મૂકીને તે નહિ જ જાઉં!” Page #62 -------------------------------------------------------------------------- ________________ કેસેટ સોદો પતી ગયો. મા એક રાત તે વીશીમાં રહી. પૈસા આપી દીધા, કપડાં કાઢી આપીને પેટી હલકી કરી અને થોડા દિવસમાં પાછા ફરવાની આશા સાથે બીજી સવારે તે ચાલી નીકળી. એક પડેશણ કે જેણે તેને રસ્તા ઉપર થઈને જતી જોઈ હતી, તે ઘેર પહોંચતાં પહોંચતાંમાં જ બોલી ઊી_ “આજે રસ્તામાં મેં એક બાઈને એવી રડતી જોઈ કે જાણે તેનું હયું હમણાં જ ફાટી પડશે.” કૉસેટ પકડાયેલો ઉદર ટચૂકડે હતો. પરંતુ બિલાડીને તો નાના ઉદરથી પણ આનંદ થાય છે. આ થેનારડિયરો કેવી જાતનાં માણસો હતાં? કેટલાક કરચલા જેવા જીવ એવા હોય છે કે, જેઓ જીવનમાં પ્રકાશ તરફ આગળ વધવાને બદલે અંધકાર તરફ જ પાછા વળતા હોય છે; જીવનમાં મળતે દરેક નવો અનુભવ તેઓ તેમના કદરૂપાપણાને વધારવામાં જ વાપરતાં હોય છે, પરિણામે હમેશ વધતી જતી કાળાશથી તેઓ વધારે ને વધારે ખરડાતાં જાય છે. આ જાતનાં માણસે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની વચ્ચે એક એવા વર્ણસંકર વર્ગનાં હોય છે કે જે વર્ગ કોઈ પ્રકારે થોડા ઊંચા સ્થાને ગયેલા લોકોનો બનેલો હોય છે. તેમાં નીચલા વર્ગના લોકોના કેટલાક દોષો તથા મધ્યમવર્ગના લોકોના તમામ દુર્ગુણો ભેગા થયેલા હોય છે, પરંતુ મહેનતુ વર્ગના લોકોની ઉદારવૃત્તિ તથા વેપારી વર્ગની ખાનદાની તેમનામાં જરા પણ હોતી નથી. થેનારડિયરનો દેખાવ જ એવા પ્રકારનો હતો કે જેના ઉપર એક જ નજર ફેંકતાંની સાથે તમને અણવિશ્વાસ ઊપજે. તેવા માણસોએ ભૂતકાળમાં જે કર્યું હોય છે તેને કાંઈ ખુલાસે ન આપી શકાય; તેમજ તે હવે પછી શું કરશે તેની પણ કશી બાંયધરી ન આપી શકાય. પરંતુ બદમાશી એ કંઈ હંમેશ સફળ નીવડવા માટેની ગેરંટી નથી; એટલે થનારડિયરની વીશી પડી ભાંગવા જ બેઠી હતી. ફેન્ટાઇનના સત્તાવન ફ્રાંકથી થનારડિયર લેણદારોને તગાદો ચૂકવી શકયો; પરંતુ બીજે જ મહિને ફરીથી પૈસાની જરૂર પડી, અને આ વખતે તેની પત્ની પૅરિસ જઈને કૉસેટનાં કપડાં સાઠ ક્રાંકમાં ગીરો મૂકી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લે મિઝરાયલ આવી. એ રકમ પણ ખરચાઈ જતાં, થેનારડિયર દંપતી હવે, કૉસેટ જાણે તેને ફોગટની ગળે પડી હોય એમ માનવા લાગ્યાં અને વર્તવા લાગ્યાં. કૉસેટને પિતાનાં કપડાં રહ્યાં નહિ, એટલે તેને થેનારડિયરનાં બાળકોનાં ઊતરેલાં કપડાં અર્થાત એક જ ચીંથરાં મળવા લાગ્યાં. તેને ખાવાનું પણ બધાંનાં ભાણામાં રહેલું જ મળતું; અર્થાત કૂતરા કરતાં થોડુંક સારું અને બિલાડી કરતાં થોડુંક ખરાબ. ખાતી વેળા તે બે પ્રાણીઓ જ તેના સાથી હતાં, અને ટેબલ નીચે તેમના જેવી લાકડાની ચાપટમાં જ તે ખાવા બેસતી. તેની મા દર મહિને સાત ફ઼ાંક મોકલતી તથા કાગળ લખાવીને તેની બાળકીની ખબર પુછાવતી. થેનારડિયર દંપતી અચૂક જવાબ આપતાં કે કૉસેટ ઘણી મજામાં છે તથા તેને બરાબર ગઠી ગયું છે. પરંતુ વરસ પૂરું . થવા આવ્યું ત્યાર પહેલાં તે થેનારડિયર તડૂકી ઊઠ્યો: “વાહ, એ દૂત્તી શું સમજી બેઠી છે? સાત કૂકમાં હું આવડી મોટી વાંદરીને શી રીતે પૂરો મહિને ખવાડું?” અને તેણે મહિને બાર ફૂાંક માગવા માંડ્યા. માને એમ ઠસાવવામાં આવ્યું કે તેની બાળકી ઘણી સુખી અને નીરોગી છે, એટલે બાર ફૂાંક મોકલવા પણ તે કબૂલ થઈ. કેટલીક પ્રકૃતિઓ એવી હોય છે કે જેમાં એક બાજુ ધિક્કાર ઊભે કર્યા વિના બીજી બાજુ પ્રેમ ન કરી શકે. થેનારડિયર બાનુને પોતાની બે બાળકીઓ પ્રત્યે ગાંડો પ્રેમ હતો તેથી જ કૉસેટ પ્રત્યે તેને તીવ્ર દ્વેષ હતે. . કૉસેટ ઘણી જ ઓછી જગા શેકતી; તોપણ થનારડિયર બાનુને તો એમ જ લાગતું કે તેનાં છોકરાંની જગા ઉપર તરાપ વાગી રહી છે, તથા તેની દીકરીઓને તવાસમાં લેવાની હવા પણ કૉસેટ ઘટાડી રહી છે. ઘણી સ્ત્રીઓની માફક આ સ્ત્રી પાસે પણ રોજ ખર્ચવા માટે જાણે અમુક લાડ-પ્યારને અને અમુક મારપીટ તથા કલેશ કંકાસને નિયત જથો હોતે. જે કૉસેટ ન હોત તો તેની બાળકીઓને જ બંને જથાઓ ભેગા મળત; પરંતુ કૉસેટના આવવાથી એ જથાઓમાં વિભાગ પડી ગયો : મારપીટ કૉસેટેને ભાગે આવ્યાં અને નર્યા લાડ તેની દીકરીઓને કૉસેટ સહેજ હાલે, તેટલામાં તેને માથે તડી પડી જ છે. એ બિચારું નબળું બાળક વિનાકારણે મળતી સજા, ઠપકો અને મારપીટ વેઠનું વેઠનું પિતાની સામે જ પોતાના જેવાં બીજાં બે બાળકોને પૂરા માનપાનમાં ઊછરતાં જોતું. પોતાની માને કૉસેટ પ્રત્યે જે રીતનો વર્તાવ રાખતી પેલાં બાળકો જોતાં, તેવો જ વર્તાવ તેઓ પણ તેના પ્રત્યે રાખતાં; કારણ કે બાળકો Page #64 -------------------------------------------------------------------------- ________________ કાશેટ at એ ઉંમરે સારાં નકલખાર હેાય છે. એક વર્ષ પૂરું થયું તથા બીજું વષ 66 પણ પૂરું થયું; અને ગામલાક કહેલા લાગ્યાં : આ થેનારડિયર કુટુંબ બહુ ભલું છે; તેમની પેાતાની સ્થિતિ જ સારી નથી, છતાં તેઓ પેાતાને પાલે પડેલા એક ગરીબ બાળકને ઉછેરે છે.” બધા તો એમ જ માનતા કે કૉંસેટને તેની મા તજી ગઈ છે. પરંતુ થેનારડિયરને કોઈક રીતે એમ ખબર પડી ગઈ હતી કે, એ બાળક ઘણુંખરું કાયદેસર બાળક ન હેાવાથી તેની મા તેને વતનમાં પોતાના બાળક તરીકે જાહેર કરી શકે તેમ નથી; એટલે તેણે મહિને પંદર ફ઼્રાંકની માગણી કરી. તેણે જણાવ્યું કે બાળક ખાસું મોટું થાય છે અને તેને સારી પેઠે ખાવા જોઈએ છે; એટલે એટલા ફ઼ાંક નહિ મેલા, તા મારે બાળક પાછું તમારી પાસે મેાકલવું પડશે. માએ પંદર ફ઼ાંક મેાકલવા માંડયા. વરસ જતાં ગયાં તેમ તે બાળકની કંગાળ સ્થિતિ પણ વધતી ચાલી. તે પાંચ વરસની થઈ ત્યારથી તે ઘરની નેાકરડી જ બની રહી. ફેરાફાંટા ખાવા, ઓરડા વાળવા, આંગણું વાળવું, તાસકો ધાવી અને નાનાં બચકાં ઉપાડવાં વગેરે કામેા તેના નબળા ખભા ઉપર વધતાં ચાલ્યાં. થેનારડિયર દંપતી પછી તો એ પ્રમાણે તેની પાસેથી કામ લેવાના પેાતાના હક જ માનવા લાગ્યાં; કારણ કે મા કે જે હજુ પેાતાના વતન મ૦માં જ હતી, તે હવે પૈસા બરાબર મેાલતી ન હતી, તથા ઘણા મહિનાની રકમ ચડી ગઈ હતી. જો તેની મા ત્રણ વર્ષને અંતે મેટફમેલ આવી હાત, તે તેની દીકરીને એળખી જ ન શકી હોત. તેની મેાટી સુંદર આંખા જ બાકી રહી હતી; પરંતુ તે આંખો સામે જોવું હવે અશકય બનતું જતું હતું. કારણ કે, તે આંખોમેટી હાવાથી જ જાણે તેમની મારફતે વધુ દિલગીરી પ્રગટ થતી હતી. ભાગ્યે છ વર્ષના આ ગરીબડા બાળકને તેનાં સુતરાઉ ચીથરાંમાં શિયાળા દરમ્યાન થથરતું અને દિવસ ઊગતા પહેલાં તેના નાજુક લાલ હાથમાં મોટા સાવરણા અને માટી આંખામાં આંસુ સાથે શેરી વાળતું જોઈને હૃદય કકળી ઊઠે. દરમ્યાન તેની મા કયાં ગઈ હતી, તથા તેનું શું થયું હતું ? Page #65 -------------------------------------------------------------------------- ________________ મેડલીન બાપુ નાની કૉસેટને થેનારડિયર દંપતીને ત્યાં મૂકી, તેની મા પિતાના વતન મ૦ શહેર તરફ આગળ ચાલી. દશ વર્ષ પહેલાં તેણે પિતાનું વતન છોડવું હતું. દરમ્યાન તે પિતે કંગાળ બનતી ચાલી હતી, પરંતુ તેનું વતન સમૃદ્ધ બનતું ગયું હતું. બે વર્ષ પહેલાં એક એવી ઔદ્યોગિક ઘટના ઘટી હતી કે જેથી નાનાં શહેરની સુરત પલટાઈ જાય છે. જુના જમાનાથી મ0ના વતનીઓ ધંધે કાળા મણકા અને તેને મસાલો બનાવવાનો હતો. કાચા માલની વધતી જતી મોંઘવારીને કારણે અત્યાર સુધીમાં આ ધંધો પડી ભાંગવાની અણી ઉપર આવી ગયો હતો. પરંતુ ફેન્ટાઈન મ0 ગામે પાછી ફરી, તે અરસામાં એ માલના ઉત્પાદનમાં એક અસાધારણ ક્રાંતિ થઈ ગઈ હતી. ૧૮૧૫ના અંત ભાગમાં એક અજાણ્યો. માણસ ત્યાં આવીને વસ્યો હતે. તેને એ મણકા બનાવવાના મસાલામાં એકને બદલે બીજી વસ્તુ વાપરવાનું સૂઝયું. એ નાના ફેરફારથી કાચા માલની કિંમતમાં મોટો ઘટાડો થઈ ગયે, જેથી પ્રથમ તે કારીગરોના પગારમાં વધારે થઈ શક્યો – એ થઈ શહેરના ફાયદાની વાત; બીજું, માલની જાતમાં સુધારો થયો – એ થઈ વાપરનારના ફાયદાની વાત; અને ત્રીજું, માલ સસ્તો વેચવા છતાં નફે ત્રણ ગણો વધી ગયો –– એ થઈ માલ બનાવનારના ફાયદાની વાત. ત્રણથી ઓછાં વર્ષમાં તે એ પ્રક્રિયાનો શોધક માલદાર થઈ ગયો. તે આ શહેરમાં આવ્યો ત્યારે તેને પોશાક, રીતભાત અને ભાષા છેક મજૂર જેવાં હતાં. વાત એમ બની હતી કે, ડિસેંબર મહિનાની રાતે જયારે તે આ શહેરમાં ખભે અને હાથમાં ગઠ્ઠાદાર દંડો લઈને દાખલ થયો, તે વખતે શહેરના થાણામાં આગ લાગી હતી. આ માણસે પોતાના જાનના જોખમે આગમાં ઝંપલાવીને, અંદર સપડાઈ ગયેલાં બે બાળકોને બચાવી બહાર કાઢયાં. તે બાળકો થાણેદારનાં જ હતાં. તેથી તે વખતે કોઈને તેનો પરવાનો માગવાનું સૂછ્યું ન હતું. પોતાનું નામ તેણે મેડલીન બાપુ જણાવ્યું હતું. આથી વિશેષ કોઈ તેને વિશે કશું જાણતું ન હતું. આ ઉદ્યોગની ઝડપી પ્રગતિને કારણે મ૦ શહેર વેપારનું મથક બની ગયું. મેડલીને બાપુને નફો એટલો મોટો હતો કે, બીજે જ વર્ષે કારખાના માટે તે એક મોટું મકાન બંધાવી શક્યા. તેમાં એક વિભાગ સ્ત્રી કામદારો Page #66 -------------------------------------------------------------------------- ________________ મેડલીને બાપુ માટે હતો, અને બીજો વિભાગ પુરુષ-કામદારો માટે. કોઈ પણ ભૂખ્યા માણસ ત્યાં આવે એટલે તેને રોજી અને રોટી મળી રહેતાં. મેડલીન બાપુ પુરુષ પાસેથી સભાવની અપેક્ષા રાખતા, સ્ત્રી પાસેથી ચારિત્રયની, અને ઓં પાસેથી પ્રમાણિકતાની. કારખાનામાં બે વિભાગ પણ તેમણે એટલા માટે જ પાડ્યા હતા કે જેથી સ્ત્રાઓ અને છોકરીઓ સદગુણી રહી શકે આ જાતની કાળજી રાખવી કદાચ જરૂરી પણ હતી, કારણ કે, મ૦ શહેર તે વખતે લશ્કરી છાવણીનું મથક હોઈ, ભ્રષ્ટાચાર માટેની તકો ત્યાં વિશેષ હતી. મેડલીને બાપુ આ ધીકતા ધંધામાંથી સારી પેઠે કમાયા; પણ સામાન્ય વેપારી કે ધંધાદારીની પેઠે, પૈસા એકઠા કરવા એ જ તેમનું લક્ષ્ય હોય એમ લાગતું ન હતું. પિતા કરતાં તે બીજાને લાભ વધારે જોતા. જાણવા પ્રમાણે ૧૮૨૦માં પૅરિસની લૅફાઇટ બેંકમાં તેમના સાડા છ લાખ ક્રાંક જમા થયેલા હતા, પરંતુ એટલી રકમ બચાવતા પહેલાં દશ લાખ ઊંક તેમણે શહેર તેમજ ગરીબો પાછળ ખર્ચી નાખ્યા હતા. શહેરની ઇસ્પિતાલ કંગાલ હાલતમાં હતી, તેમણે તેમાં નવી દશ પથારીઓ ઉમેરી આપી, અને પિતાના કારખાનામાં મફત દવાખાનું શરૂ કર્યું. મ૦ શહેરના જે ભાગમાં તે રહેતા હતા, તેમાં એક જ ખખળી ગયેલી નિશાળ હતી, તેમણે નવી બે બાંધી આપી: એક છોકરાની, અને બીજી છોકરીઓની. તેમણે પિતાને ખર્ચે અનાથ અને અપંગો માટે એક સેવાકામ પણ સ્થાપ્યો; ફાંસમાં એ વખતે એવી સંસ્થાઓ અજાણી હતી. શરૂઆતમાં ગામના ટીકાર કે કહેતા કે, “આ તે પૈસાની પાછળ પડેલે અદાસ છે.” પછી જ્યારે તેમણે જોયું કે, તેણે તે પોતાની જાત પહેલાં ગામને પૈસાદાર બનાવ્યું, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે, “એ તો કઈ માનચાંદ માટે ફાંફાં મારતે મહત્ત્વાકાંક્ષી માણસ છે.” અને એક સવારે જ્યારે છાપાંમાં ખરેખર આવ્યું કે જિલ્લા-અધિકારીની ભલામણથી અને શહેરની કરેલી સેવાઓની કદર તરીકે રાજાએ તેમને મ0 શહેરના નગરપતિ–મેયર નીમ્યા છે, ત્યારે આ લોક હાથમાં તાળી દઈને કહેવા લાગ્યા, “જોયું કે નહિ? અમે કહેતા હતા એવું જ નીકળ્યું ને?” પરંતુ મેડલીન બાપુએ એ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ધીમે ધીમે સમાજના મોટા લોકોનાં બારણાં પણ તેમને માટે આગ્રહભર્યા નિમંત્રણો સાથે ઊઘડવા લાગ્યાં. એ નિમંત્રણોને પણ તેમણે સ્વીકાર ન કર્યો, ત્યારે પેલા ટીકાખોરો ખાતરીપૂર્વક કહેવા લાગ્યા: “અરે એ તે કોઈ ગમાર માણસ છે; કશું ભણ્યો પણ Page #67 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાલ્ડ નહિ હોય! એ માણસ મોટા લોકોનાં ઘરમાં જવાની હિંમત જ શી રીતે કરે?” પરંતુ પાંચ વર્ષ બાદ, ઈ. સ. ૧૮૨૦માં મેડલીન બાપુની અસંખ્ય સેવાઓ અને દાનેથી પ્રેરાઈને અને આખા પ્રદેશના લોકોની એકી અવાજે કરાયેલી માગણીથી રાજાએ તેમની નગરપતિપદે ફરી નિમણૂક કરી. આ વખતે પણ તેમણે ના પાડી; પરંતુ ચારે બાજુથી ખૂબ દબાણ થયું, અને છેવટે એક ડેસીમાં પોતાના બારણામાં ઊભાં ઊભાં તે સાંભળે તેમ જરા તપી જઈને બોલ્યાં કે, “સારા નગરપતિ ઘણાંનું ભલું કરી શકે, પોતાને હાથે બીજાનું ભલું થઈ શકે તેમ હોય, તે સારા માણસે તેમાંથી છટકવું ન જોઈએ.” ત્યારે મેડલીન બાપુ એ પદ સ્વીકારવા કબૂલ થયા. નગરપતિ બનવા છતાં મેડલીન બાપુ તે પહેલાં જેવા જ રહ્યા. તે બહુ થોડા માણસો સાથે બોલતા. પુસ્તકોની સોબત તેમને વિશેષ ગમતી; કારણ કે, પુસ્તક જેવા ધીરજવાળા અને ખાતરીભર્યા મિત્રો બીજા કોઈ નથી. ખુલ્લાં ખેતરોમાં એકલા ફરવાને તેમને શોખ હતો. હવે તે જુવાન ન હતા, છતાં તેમનામાં રાક્ષસી બળ છે એમ મનાતું. બેસી પડેલા ઘોડાને ઊભા કરે, કાદવમાં ખૂંપેલા ગાડાને ઊંચું કરવું, અથવા વકરેલા આખલાને શિંગડાં પકડી ઊભો રાખવો, એ તેમને મન રમત વાત હતી. બાળકો તેમની પાછળ કિલકિલાટ કરતાં દોડતાં આવતાં અને માખાની પેઠે તેમને ઘેરી વળતાં. તે અનેક સારાં કામ કરતા, પણ ખોટાં કામની પેઠે છુપાવીને ! કોઈ ગરીબ માણસ રાતે ઘેર પાછો ફરે, ત્યારે તેની ગેરહાજરીમાં તેના ઘરનું બારણું કોઈએ ઉઘાડયું હોય અથવા તેડયું પણ હોય. તે બિચારો બૂમ પાડી ઊઠે કે, મારા ઘરમાં ખાતર પડયું છે. પણ અંદર પેસે ત્યારે સૌથી પહેલી તેની નજર પડે ટેબલ ઉપર મુકેલા ચમકતા સોનાના સિક્કા ઉપર. કેઈની સ્મશાનયાત્રા નીકળી હોય, તે તે તેમાં જોડાય જ અને શબપિટી ઊંચકવા લાગે. જ્યાં સુધી બધો વિધિ પૂરો ન થાય, અને ભક્તિગીતે ગવાઈ ન રહે, ત્યાં સુધી તે ત્યાંથી ખસે નહિ. ૧૮૨૧ની શરૂઆતમાં વિના બિશપ મેં. મિરેલના દેહાંતના સમાચાર છાપામાં આવ્યા. તે બાસી વર્ષની ઉંમરે શાંતિથી સ્વર્ગવાસી થયા હતા. બીજે જ દિવસે મે. મેડલીન શોકનાં કપડાં પહેરેલા જોવામાં આવ્યા. બીજી એક બાબત પણ લોકોના ધ્યાનમાં આવી હતી કે, જ્યારે કોઈ ગારુ જતનો છોકરો શહેરમાં થઈને પસાર થતા, ત્યારે નગરપતિ તરત તેને બોલાવતા, તેનું નામ પૂછતા, અને તેને પૈસા આપતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પોલીસ ઈન્સ્પેકટર જાવટ વરસો વીતતાં ગયાં, તેમ તેમ મે. મેડલીનના ટીકાખશે ચૂપ થતા ગયા. લોકો ચાલીસ ચાલીસ ગાઉથી તેમની સલાહ લેવા આવતા. કેટલાય ઝઘડા તેમની પાસે પતાવાઈ જતા, અને કેટલાય દુશ્મને વચ્ચે તે ફરી મેળ સ્થાપી આપતા. દરેક જણ તેમને લવાદ તરીકે સ્વીકારવા રાજી હતું. તેમના પ્રત્યે આદરભાવ એવો ચેપી હતો કે, છ-સાત વરસમાં તે તે આખા પ્રદેશમાં વ્યાપી ગયો. પણ એક માણસ એવો હતો કે જે એ ચેપથી મુક્ત રહ્યો હતે. મ. મેડલીન ગમે તે કરે, પણ તે તેમના તરફ સાશંક દૃષ્ટિથી જ જેતે. ઘણી વાર એમ બનતું કે, મેં. મેડલીન શેરીમાંથી પસાર થતા હોય, અને સા કોઈ તેમને આશિષભરી સલામ કરતાં હોય, ત્યારે ભૂખરા-કાળા રંગને મોટો કોટ પહેરેલો, જાડા દંડાવાળા અને ટોપીની કિનાર ભમર સુધી નીચી રાખનાર એક માણસ એકદમ પાછો ફરી, તેમની તરફ, તે દેખાતા બંધ થાય ત્યાં સુધી જોયા કરતો, અને પછી અદબ વાળી, માથું ધુણાવી, બને હોઠ નાક સુધી ઊંચા ચડાવી એવો ચાળો કરતે કે જેનો અર્થ આ થાય: “આ માણસ કોણ છે? મને ખાતરી છે કે મેં તેને ક્યાંક જોયો છે. ગમે તેમ પણ હું તેનાથી ભરમાવાને નથી.” આ માણસનું નામ જાવર્ટ હતું; તે પોલીસ ખાતાને માણસ હતો. મ૦ શહેરમાં ઇન્સ્પેકટર તરીકે નિમાઈને તે આવ્યો, ત્યારે મેડલીન બાપુ સમૃદ્ધ બની ચૂક્યા હતા. પહેલાં જાવર્ટની નોકરી દક્ષિણ તરફનાં વહાણે ઉપર હતી. જો માણસને જીવાત્મા નજરે દેખી શકાતો હોય, તે માનવ જાતની દરેક વ્યક્તિ પશુયોનિની કોઈ ને કોઈ જાતને મળતી આવે છે એ જોઈને આપણે ચકિત થઈ જઈએ. કોઈ કોઈ વાર તો એક કરતાં વધુ જાતો પણ એક જ માણસમાં આપણને જોવા મળે! પશુઓ જાણે માણસના જ ગુણો અને દુર્ગણોની બાહ્ય આકૃતિએ છે. પોલીસ ઇન્સ્પેકટર જાવર્ટ કઈ યોનિને હતો તે કહી આપવું તદ્દન સહેલું છે. ઓસ્ટના ખેડૂતોને ખાતરી હોય છે કે, વરુની માદા જ્યારે વિયાય છે, ત્યારે તેનાં બચ્ચાંમાં એક કૂતરો હોય છે. મા તેને ઝટ મારી નાખે છે, નહિ તે તે Page #69 -------------------------------------------------------------------------- ________________ લે મિરા. બીજાં બચ્ચાંને ખાઈ જાય. વરુની માદાના આ કૂતરા સંતાનને માણસનું મોં હોય, તો તે બરાબર જાવર્ટ થઈને ઊભો રહે ! આ માણસ બે અત્યંત સાદી તથા અપેક્ષાએ ઉત્તમ કહી શકાય તેવી લાગણીઓના મિશ્રણરૂપ હત: સત્તા માટે આદર, અને ગુના માટે ધિક્કાર. સરકારી નોકરીમાં હોય તેવા કોઈ પણ માણસ તરફ, ભલે પછી તે વડે પ્રધાન હોય કે જંગલનો રખેવાળ હેય, તે એક પ્રકારની અંધશ્રદ્ધાની નજરે જોને; અને એક વાર પણ કાયદાની મર્યાદા તોડનાર દરેક જણ પ્રત્યે તે તિરસ્કાર, ધિક્કાર અને ધૃણાની નજરે જોત. તેમાં કોઈ અપવાદને સ્થાન ન હતું. એક બાજુ તે માનતો કે, “સરકારી નોકર કદી ભૂલ ન કરે, અને ન્યાયાધીશ કદી ખોટું ન કહે.” બીજી બાજુ તે માનતે કે, “ગુનેગારો હંમેશને માટે હાથથી ગયેલા માણસે છેતેઓ કદી સારા થઈ જ ન શકે.” ગુનેગારોની દુનિયા ઉપર ગુપ્તપણે કડક ચોકી રાખવા જ જાણે તેને અવતાર હતો. તેનામાં એક વ્યસન ન હતું, કે બીજો એકે દુર્ગણ ન હત; માત્ર જયારે તેને પોતાની જાત પ્રત્યે કાંઈક સંતોષ થયો હોય, ત્યારે તે છીંકણીનો એક સડાકો ખેંચતા. એ એક જ વસ્તુ જાણે માનવજાત સાથે તેને જોડનારી કડીરૂપ હતી. બદમાશ ગુનેગાર વર્ગને તે કારમાં ભયરૂપ હતો. તેનું નામ સાંભળતાં જ તે ભાગવા માંડતા અને તેનું માં નજરે પડતાં જ તેઓ માં ઉપરનું લેહી મરી જતું. જાવટૅ મેડલીન બાપુના પાછલા બધા તાંતણા જોડવા છૂપી રીતે પ્રયત્ન કર્યો હતો. એક વખત તે બોલ્યો પણ ખરો કે, “બસ, બરાબર; મેં તેને હવે પકડી પાડ્યો છે.” પણ પછી તે ત્રણ દિવસ સુધી કશું બોલ્યો નહિ અને વિચારમાં પડી ગયો. છેવટે એક પ્રસંગ એવો બન્યો કે જેથી જાવર્ટ અને મેડલીન એકબીજાની વાત બરાબર પામી ગયા. તે પ્રસંગ આ પ્રમાણે બન્યો હતો: મોં. મેડલીન એક સવારે શહેરની એક શેરીમાં થઈને જતા હતા; એવામાં તેમણે દૂર કંઈક ધાંધળ જેવું સાંભળ્યું અને લોકોના ટેળાને ભેગું થઈ ગયેલું જોયું. તે તરત તે તરફ વળ્યા. ફેશલ નામને એક ડોસો પોતાના ભરેલા ગાડા નીચે દબાઈ ગયો હતો અને તેને ઘડો જમીન ઉપર ફસડાઈ પડ્યો હતે. આ ફોશલ ડેસે તે વખતે માં. મેડલીનના બાકી રહેલા થોડા દુશમનમાંનો એક હતો. જયારે મેડલીન આ શહેરમાં પહેલવહેલા આવ્યા, ત્યારે આ ફોશલવેને ધંધો પડી ભાંગવા આવ્યો હતો. તેણે આ સાદા મજુરને પૈસાદાર થતે જોયો, ત્યારે તેની પોતાની સ્થિતિ દિવસે દિવસે Page #70 -------------------------------------------------------------------------- ________________ પિલીસ ઈન્સપેકટર જાવટ બગ ડની ચાલી. એ જ કારણે તેનામાં મેડલીન પ્રત્યે કાતિલ ઈર્ષ્યા ઉત્પન્ન થઇ હતી. પછી તે તેણે દેવાળું કાઢયું અને ઘરડે ઘડપણ કુટુંબ વિનાના બનેલા. તેને પોતાની પાસે બાકી રહેલો એક ઘોડે અને એક ગાડું ભાડે ફેરવીને આજીવિકા ચલાવવાની થઈ. ઘોડાની સાથળો ભાંગી ગઈ હતી અને તે હાલી શકે તેમ નહોતું. ડોસો ગાડા નીચે એવી રીતે આવી ગયો હતો કે, આખા ગાડાનું વજન તેની છાતી ઉપર જ દબાતું જતું હતું. ગાડામાં ખૂબ ભાર ભરેલો હતો અને ફેશલ દયા આવે તેવી રીતે ઊંહકારા ભરતો હતો. તેને ગાડા તળેથી ખેંચી કાઢવા લોકોએ પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે જરા પણ અવળો પ્રયત્ન થાય અને ખોટો આંચકો આવે, તે ડેસાના તે જ ઘડીએ પ્રાણ નીકળી જાય. ગાડાને નીચેથી ઊંચું કરવામાં ન આવે, ત્યાં સુધી ડેસો બહાર નીકળી શકે તેમ જ ન હતું. વર્ટ ત્યાં હાજર હતા અને તેણે દુમકલાસ લાવવા માણસ મોકલ્યું હતું. મે. મેડલીન ત્યાં આવતાં ટોળાએ માનભેર ખસીને માર્ગ આપ્યો. મે. મેડલીને તરત જ આજુબાજુ ઊભેલા લોકોને પૂછયું : “આટલામાં ક્યાંય દુમકલાસ છે કે નહિ?” “લેવા માણસ ગયું છે,” એક ખેડૂતે જવાબ આપ્યો. તેને આવતાં કેટલી વાર લાગશે?” “ઓછામાં ઓછો પા કલાક.” “પા કલાક!” મેડલીન ચમકી ઊઠયા. આગલી રાતે વરસાદ પડ્યો હતો અને જમીન ઢીલીપચી થઈ ગઈ હોવાથી ગાડું દરેક ક્ષણે ઊંડું ને ઊંડું ઊતરતું જતું હતું. તેથી ડોસાની છાતી દબાતી જતી હતી; અને પાંચેક મિનિટમાં તે તેની બધી પાંસળીઓ ભાંગી જવાની એ નક્કી હતું. પા કલાકમાં તે ગાડું છેક જે કળી જશે, જુઓ હજી એક માણસ ગાડા નીચે સરકીને પેસે, તે પીઠ વડે ગાડું ઊંચું કરી શકે તેટલી જગા છે. મજબૂત કેડોવાળો કોઈ માણસ અહીં છે? હું તેને એક સોનામહોર આપીશ.” કોઈ હાલ્યું નહિ. “બે સોનામહોરો,” મેડલીને કહ્યું. સાંભળનારા નીચી મૂડી કરીને જોઈ રહ્યા. “ચાલે, ચાર સોનામહોરો,” મેડલીન ફરીથી બોલ્યા. એ જ ચૂપકી. Page #71 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ અહીં કંઈ દયાભાવની ખોટ નથી –” એક અવાજ બોલ્યો. મેં. મેડલીને નજર કરી અને જાવર્ટને ઓળખે. જાવર્ટ આગળ બોલ્યો, “બેટ તો એટલા જોરની છે. પીઠ વડે આ ગાડું ઊંચકનાર માણસમાં રાક્ષસનું જોર હોવું જોઈએ.” પછી મે. મેડલીન ઉપર સ્થિર નજર કરીને તથા એક એક શબ્દ ઉપર ખાસ ભાર મૂકીને તે બોલ્યો : માં. મેડલીન, તમે કહે છે તેવું કામ કરી શકે તે તે એક જ માણસ મેં જોયા છે.” મેક્લીન સહેજ ચમક્યા; પરંતુ જાવટ્ઝ મેડલીન ઉપરથી આંખ ખસેડયા વિના જરા પણ ખચકાયા વિના બોલ્યો : “તે માણસ વહાણ ઉપર કેદી હતે.” “એમ!મેડલીને કહ્યું. “ટુલ બંદરે” મેડલીનનું મોં ફીકું પડી ગયું. દરમ્યાન ગાડું ધીમે ધીમે નીચે કળતું જતું હતું અને ફેશલ ડોસો હવે દયામણી ચીસો પાડવા લાગ્યો : હું ગૂંગળાઈ મરું છું, મારી પાંસળીઓ ભાંગી ચાલી; એક દુમકલાસ અરે કશુંક પણ—” મેડલીને આસપાસ નજર કરી. “બાપ રે, મરી ગયો !” દેસાએ કારમી ચીસ પાડી. મેડલીને પિતાનું માથું ઊંચું કર્યું; તથા જાવર્ટની હજ પોતાની ઉપર સ્થિર રહેલી શકરાબાજ જેવી નજર ઝીલી; ત્યાર બાદ એક શબ્દ પણ બોલ્યા વિના તે તરત ઘૂંટણિયે પડ્યા અને લોકો બમ પણ પાડી શકે તે પહેલાં તે ગાડા નીચે પેસી ગયા. ઇ તેજારી અને ચુપકીદીની એક કારમી પળ તોળાઈ રહી. મેડલીને તે જંગી વજન નીચે લગભગ ચપ્પટ સૂઈને બે વખત પોતાની કોણીને ઢીંચણ સુધી લાવવાને નિષ્ફળ પ્રયત્ન કર્યો. ખેડૂતો બુમરાણ કરી ઊઠ્યા, “મેડલીન બાપુ બહાર નીકળી આવે!” ડેસ ફેશલ પિતે પણ બે, “મ. મેડલીન! ખસી જા, હું તે મરવાનું જ છું તે મરીશ, પણ સાથે તમે પણ લો થઈ જશો.” મેડલીને કશો જવાબ ન આપ્યો. આજુબાજુ ઊભા રહેલા લોકોનો શ્વાસ થંભી ગયો. પૈડાં વધુ નીચે કળી ગયાં. હવે તે મેડલીનથી પણ બહાર નીકળી શકાય તેમ રહ્યું નહીં. એ જ ઘડીએ અચાનક આખું ગાડું હાલ્યું, અને ધીમે ધીમે ઊંચું થવા લાગ્યું, પૈડાં કાદવમાંથી અર્બોઅર્ધ Page #72 -------------------------------------------------------------------------- ________________ કોસેટની મા બહાર આવ્યાં. એક ગૂંગળા અવાજ સંભળાયો : “જલદી કરે, ટેકે કરો !” એ અવાજ મેડલીન હતા. તેમણે હવે આખરી પ્રયત્ન કર્યો હતો. એ એક માણસની ભાવનાએ સૌમાં હિંમત અને બળ પૂર્યાં: એકી સાથે વીસ હાથોએ ગાડું અધ્ધર પકડી રાખ્યું. ડેસે બચી ગયો. મેડલીન પણ બહાર નીકળી ઊભા થયા. તેમનું મેં ભૂરું થઈ ગયું હતું, અને તેમનું શરીર પરસેવાથી નીતરનું હતું. તેમનાં કપડાં ચિરાઈ ગયાં હતાં અને કાદવથી ખરડાઈ ગયાં હતાં. ફોશલોંએ તેમના ઘૂંટણને ચુંબન કર્યું અને તેમને પોતાના જીવનદાતા કહીને સંબોધ્યા. મેડલીનના મુખ ઉપર સંતોષ અને બલિદાનની દિવ્ય પ્રભા છવાઈ રહી. તેમણે પોતાની શાંત દૃષ્ટિ જાવર્ટ ઉપર ઠેરવી. તે હજુ તેમના તરફ તીક્ષણ નજરે જ જોઈ રહ્યો હતો. ૧૧ કૉસેટની મા ગાડા નીચે દબાતી વેળા ફોશલ દેસાના ઢીંચણની ઢાંકણી ખસી ગઈ હતી, એટલે મેડલીન બાપુએ તેને પિતાના કારખાનાના અપંગ બનેલા કારીગરો માટેના સેવાશ્રમમાં પહોંચાડી દીધું. બીજે દિવસે સવારે ડોસાને પથારીમાં પોતાને પડખે પડેલી હજાર ફાંકની નોટ મળી. સાથેની ચિઠ્ઠીમાં મો. મેડલીનના હસ્તાક્ષરમાં એક લીટી લખેલી હતી : “મેં ખરીદી લીધેલ તમારા ગાડાની અને ઘોડાની કિંમત.” ગાડું ભાંગી ગયું હતું અને ઘોડે મરી ગયો હત; ફોશલ સાજો થયો, પણ તેને પગ નકામો જ રહ્યો. એટલે સેવાશ્રમની સેવિકા સાધ્વીઓ અને પાદરીની ભલામણથી મેડલીન બાપુએ તેને પેરિસના સેટ એન્ટાઇન વિભાગમાં આવેલા સાધ્વીઓના એક મઠમાં માળીની નોકરી મેળવી આપી. આ પછી થોડા જ વખત બાદ મોં. મેડલીન નગરપતિ પદે નિમાયા હતા. જાવ પહેલી વાર તેમને જ્યારે તે પદનો રૂમાલ ગળે બાંધીને ફરતા જોયા, ત્યારે તે ઉશ્કેરાઈ જઈને પેલા કૂતરાની પેઠે હાંફવા લાગ્યો કે જેને પોતાના માલિકનાં કપડાંમાં વરુની ગંધ આવતી હોય. ત્યારથી માંડીને તે પોતાનાથી બને તેટલો તેમનાથી દૂર જ રહે, અને તેની ફરજોને કારણે તેને તેમની સામે હાજર થવું જ પડે, ત્યારે તે ભારે અદબપૂર્વક થોડાક શબ્દો જ બોલતે. Page #73 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયમ્સ : લગભગ આ અરસામાં ફેન્ટાઇન પોતાના વતન મ0 શહેરમાં આવી પહોંચી. કોઈને તેની યાદ રહી ન હતી. નસીબજોગે મોં. મેડલીનના કારખાનાનું બારણું તેને મિત્રતાભર્યો આવકાર આપવા તૈયાર હતું, અને તે સ્ત્રીઓના વિભાગમાં કામે જોડાઈ ગઈ. તેને આ કામ નવું જ હતું એટલે ઓછું ફાવતું હતું, તેથી તેની કમાણી પણ ઓછી હતી. પરંતુ પોતાની જાતકમાઈના પૈસાથી હવે પોતે આજીવિકા ચલાવી શકશે એ વિચારથી જ તેને ખૂબ આનંદ થયો. તેને હવે કામકાજ કરવામાં રસ પડવા માંડ્યો. તેણે એક ઓરડી ભાડે રાખી, અને ઉધાર ખરીદેલા સરસામાનથી તેને સજાવી. તે એક અરીસે પણ લાવી; તેમાં તે પોતાનું માં, પોતાના સુંદર વાળ અને સુંદર દાંત જોઈને રાજી થતી. પહેલાંના જીવનનો એ કદાચ એકમ – અવશેષ : હતા. તેને માત્ર કૉસેટની જ અને તેના શક્ય ભાવિની જ ચિંતા હતી; બીજી બધી રીતે એ હવે લગભગ સુખી હતી. પોતે પરણેલી છે કે પોતાને સંતાન છે એ બાબતનો જરા પણ ઉલ્લેખ તે ભૂલેચૂકે પણ ન કરતી. શરૂઆતમાં તે આપણે જોઈ આવ્યા તેમ તે થનારડિયરને નિયમિત પૈસા મેકલતી. તેને સહી કરતાં જ આવડતું એટલે તેને ધાંધેદારી લહિયા પાસે કાગળો લખાવવા પડતા. પણ એમાંથી જ કારખાનામાં અને આસ પાસ તેની વાતો થવી શરૂ થઈ. તે એક જ સરનામે મહિનામાં બે વાર કાગળ લખાવતી અને પૈસા મોકલતી. એટલે તેની વાતો કરનારાઓને દારૂડિયા લહિયા પાસેથી એ સરનામું કઢાવવામાં કશી મુશ્કેલી ન પડી; અને એક જણ પોતાને ખર્ચે મેટફરમેલ જઈ - આવીને તેના બાળકને જોઈ પણ આવ્યું. બીજાની ગંદકી પીંખવામાં માણસોને કોણ જાણે અસાધારણ રસ હોય છે. આ બધું થતાં વખત ગયો હતો, અને ફેન્ટાઇનને કારખાનામાં દાખલ થયે વરસ થઈ ગયું હતું. એવામાં એક સવારે કારખાનાની મુકાદમ બાઈએ નગરપતિને નામે પચાસ ફૂાંક ફેન્ટાઇનના હાથમાં મૂકી તેને કહ્યું, “તારા જેવી ભ્રષ્ટ સ્ત્રીને કારખાનામાં રાખી શકાય તેમ નથી. તું હવે છૂટી છે; અને નગરપતિએ જણાવ્યું છે કે, તું આ શહેર પણ છેડી જાય તો સારું.” આ મહિનામાં જ થનારડિયરે સાતને બદલે બાર ફૂાંક માગ્યા પછી પોતાની માગ વધારીને પંદર કૂકની કરી હતી. ફેન્ટાઇન આભી જ બની ગઈ. તેણે તેતડાતે અવાજે થોડીક આજીજી કરી જોઈ, પણ મુકાદમ બાઈએ તેને કારખાના બહાર તરત નીકળી જવાનો જ હુકમ કર્યો. Page #74 -------------------------------------------------------------------------- ________________ કેસેટની મા શરમથી ગૂંગળાતી તે કારખાના બહાર નીકળી અને પોતાની ઓરડીએ પાછી આવી. તેને અપરાધ જાહેર થઈ ગયો હતો. નાના ગામમાં લોકોની આંખએ અને જીભે ચડીને રહેવું એ ભારે કપરી વાત હોય છે. તેનામાં બહાર નીકળવાની કે એક શબ્દ પણ બોલવાની હિંમત હવે ન રહી. મો. મેડલીનને આ કથાની ખબર ન હતી. તે પોતે નિયમ તરીકે કારખાનાના સ્ત્રી-વિભાગમાં કદી જતા નહિ તે વિભાગના મુકાદમ તરીકે તેમણે એક કુમારિકા બાઈને પાદરીની ભલામણથી નીમી હતી. તે બાઈ આબરૂદાર, સ્થિર ચિત્તની, ન્યાયી અને દયાભાવવાળી હતી. પરંતુ તેને દયાભાવ માત્ર દાન આપી જણા; બીજાને સમજીને ક્ષમા કરી શકે તે જાતને ઉદાત્ત તે ન હતે. મે. મેડલીન તેના ઉપર દરેક બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકતા; અને ગમે તેવા સારા માણસને પણ પિતાની સત્તા બીજાના હાથમાં સોંપતા રહેવું જ પડે છે. આ સંપૂર્ણ સત્તાની રૂએ જ મુકાદમ બાઈએ ફેન્ટાઈનને ન્યાય તોળ્યો હતો અને તેને ગુનેગાર ઠરાવીને સજા કરી હતી. પેલા પચાસ ફૂાંક પણ, સ્ત્રી-કારીગરોને મદદ કરવા માટે, તેને મરજી પ્રમાણે વાપરવા મૌ. મેડલીને રાખેલી રકમમાંથી જ તેણે આપ્યા હતા. ફેન્ટાઇને શહેરમાં કરડી તરીકેની નોકરી શોધવા માંડી, પરંતુ કેઈએ તેને રાખી નહિ. સરસામાન અને ભાડાનું દેવું ન પતે ત્યાં સુધી તેનાથી શહેર પણ છોડાય તેમ ન હતું. પિતાને મળેલા પચાસ ક્રાંક તેણે એ બે દેવાં પેટે વહેંચી આપ્યા, તથા એક ખાટલી સિવાયનો બધો સરસામાન પાછો આપી દીધો. છતાં તેને સો ફ્રાંકનું દેવું રહ્યું. તે હવે લશ્કરનાં કપડાં સીવવાના કામે લાગી. તેમાં તેને રેજના છ પેન્સ મળતા, જેમાંથી ચાર પેન્સ તો તેને તેની દીકરી માટે જ બચાવવા પડે. આ સમય દરમ્યાન જ થેનારડિયરને મોકલવાની રકમમાં તે અનિયમિત બનતી ચાલી. વધારે પડતી મજૂરી અને કંગાલિયતથી ધીમે ધીમે ફેન્ટાઈનનું શરીર ઘસાવા લાગ્યું અને તેને જે થોડીક સૂકી ઉધરસ રહેતી હતી, તે ખૂબ વધી ગઈ. શિયાળાના અંત ભાગમાં તેને છૂટી કરવામાં આવી હતી; ઉનાળે પૂરો થયો અને શિયાળો પાછો આવ્યો. તેમાં દિવસ ટૂંકા અને કામ પણ ડું ઊતરે. ફ્રાંસના આ ભાગમાં શિયાળા દરમ્યાન ગરમી, પ્રકાશ કે બપોર જેવું કાંઈ હોય જ નહિ; સવારને છેડે જ જાણે સાંજ જોડાતી આવે. ધૂમસ અને સંધ્યાકાળ જેવા પ્રકાશમાં દિવસે પણ ઝાંખું જ દેખાય. ફેન્ટાઈનની કમાણી બહુ ઓછી હતી અને દેવું વધતું જતું હતું. થેનારડિયર દંપતીને પૈસા . લે મિ૦ – ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લે મિરાહ નિયમિત ન મળતા હોવાથી તેઓ વારંવાર તેને ઉપરાઉપરી કાગળ લખતાં હતાં. કાગળના શબ્દો તેને વીંધતા હતા અને તેનું ટપાલખર્ચ તેને બરબાદ કરતું હતું. એક દિવસ તેઓએ લખ્યું કે, કૉસેટ હવે છેક જ ઉધાડી થઈ ગઈ છે; આ શિયાળામાં તેને એકાદ ગરમ કપડું નહિ મળે, તે તે લાંબુ નહિ જીવે; માટે ગમે તેમ કરીને દસ ફૂાંક તો તત્કાલ મેકલો જ. ફેન્ટાઈને આખો દિવસ એ કાગળ હાથમાં ચળ્યા કર્યો. પછી રાત પડશે તે હજામની દુકાને ગઈ. ત્યાં જઈ તેણે માથાને ચીપિયો ખેંચી લીધો, એટલે તેના ગૂંછળાબંધ વાળ કેડ સુધી છૂટા પથરાઈ ગયા. કેવા સુંદર વાળ !” હજામ આભે થઈને બોલી ઊઠયો. તું મને આ વાળનું શું આપીશ?” - “દસ કાંક.” “ચાલ, કાપી લે.” ફેન્ટાઇને ગૂંથેલું ગર્મ ફરાક ખરીદીને થેનારડિયર દંપતી ઉપર મોકલી આપ્યું. તેઓ તે જોઈ ગુસ્સે થઈ ગયાં. કારણ, તેમને તો પૈસા જોઈતા હતા. તે ફરાક તેમની નાની છોકરીને મળ્યું, અને કૉસેટ તે ધ્રુજતી જ રહી. ફેન્ટાઇન વિચારતી હતી કે, “ મારી બચી હવે જરાય થથરશે નહિ, કારણ કે મેં મારા માથાના વાળથી તેને ઢાંકી છે.” તે પોતે હવે માથે ગોળ ટોપી બાંધવા લાગી, જેથી તેનું કરાયેલું માથું ઢંકાઈ રહે. જોકે એમ , પણ તે સુંદર તે લાગતી જ હતી. ફેન્ટાઇનના અંતરમાં હવે ધીમે ધીમે કાળા ફેરફાર થતા જતા હતા. અત્યાર સુધી તે સૌ કોઈની જેમ મેડલીન બાપુ પ્રત્યે આદર ધરાવતી; પરંતુ તેમણે પોતાનું કામ વગરની રખડતી કરી મૂકી એ વિચારના રટણથી તે તેમને પણ ધિક્કારવા લાગી; અને બીજા બધા કરતાં વધારે. ફેન્ટાઇનમાં હવે માત્ર પોતાની દીકરીની જ માયા-મમતા બાકી રહી રહી. તેના અંધારા બનતા જતા અંતરમાં એ એક જ દિવ્ય અને મધુર પ્રકાશનું કિરણ ચમકતું. તે કહેતી કે, “હું પૈસાવાળી થઈશ એટલે મારી કૉસેટને મારી પાસે લાવી શકીશ.” એટલું કહી તે હસી પડતી. દરમ્યાન તેની ઉધરસ તો મટી નહિ, અને વધારામાં તેને રાતે પરસેવો વળ શરૂ થયો. એક દિવસ તેને થેનારડિયર તરફથી નીચેને કાગળ મળ્યો: “કૉસેટને લશ્કરી તાવ લાગુ થયો છે; હાલમાં આ તરફ તે તાવને વાવર છે. તેને મોંઘી દવાઓ આપવી પડે છે, પણ અમારી સ્થિતિ પહોંચતી ન હોવાથી અમર થી Page #76 -------------------------------------------------------------------------- ________________ કેસેટની મા લાંબો વખત એ ખર્ચ કરી શકાય તેમ નથી. એક અઠવાડિયામાં જો તમે અમને ચાળીસ ફ઼ાંક નહિ મોકલો, તે તમારી છોકરીને મરી ગયેલી જાણજે.” ફેન્ટાઇન ખડખડાટ હસી પડી અને પોતાની ઘરડી પડેશણને કહેવા લાગી : “કેવી હસવા જેવી વાત કરે છે! તેને ચાળીસ કૂક જોઈએ છે; હું ક્યાંથી લાવવાની હતી? એ ગમાર ખેડૂતેની અક્કલ તો જુઓ!” આમ છતાં દાદરાની બારી પાસે જઈને તેણે ફરીથી તે કાગળ વાંચ્યો; પછી તે શેરીમાં બહાર નીકળી ગઈ. તે બજારમાં થઈને પસાર થતી હતી ત્યારે તેણે એક લાલ કપડાં પહેરેલા માણસને વિચિત્ર રીતે શણગારેલા વાહનની બેઠક ઉપર ઊભો થઈને ભાષણ આપતો જો. તે દાંત ખેંચનારે તથા દાંતનાં ચોકઠાં બેસાડનારો હતો. ફેન્ટાઇન ટોળામાં ભળી અને પેલાના રમૂજી ભાષણ ઉપર બીજાઓ સાથે હસવા લાગી. તેને હસતી જોતાંવેંત જ પેલો દાંત ખેંચનારો એકદમ બોલી ઊઠયો : “વાહ રે, મારી હસતી પરી ! તારે બહુ સુંદર દાંત છે. જો તું મને તારા આગલા બે દાંત વેચવા ઇચ્છે, તે હું તને એક એક દાંતને એક નેપોલિયન સિક્કો આપવા તૈયાર છું.” ફેન્ટાઇન તરત કાનમાં આંગળીએ બેસીને ત્યાંથી ચાલતી થઈ. પેલે તેની પાછળ બૂમ પાડીને સંભળાવવા લાગ્યો : “તું વિચાર કરી જોજે. બે નેપોલિયન બહુ કામ આવશે. જે તારું અંતર કબૂલ કરે, તો તું સાંજેહોટેલમાં આવજે. હું ત્યાં હોઈશ.” - ફેન્ટાઇન ઘેર પહોંચી ત્યારે ખૂબ તપી ગઈ હતી. તેણે પિતાની બુટ્ટી પડોશણને બધી વાત કહી. “મારા બે આગલા દાંત! બાપ રે, પછી તે હું કેવી ડાકણ જેવી દેખાઉં? વાળ તે ફરી પણ ઊગે; પણ દાંત! તેના કરતાં તે હું પાંચમે માળથી ઊંધે માથે પડતું નાખવું વધુ પસંદ કરું.” તેણે તને બે દાંતનું શું આપવાનું કહ્યું?” “બે નેપોલિયન.” “એટલે બરાબર ચાળીસ ફૂાંક !” “ખરી વાત, ચાળીસ કૂક!” પછી તે અચાનક વિચારમાં પડી ગઈ અને કામ કરવા લાગી. પા કલાક પછી તે ઊઠીને દાદરાની બારી પાસે જઈને થેનારડિયરને કાગળ ફરી વાંચી આવી. બીજે દિવસે સવારે જ્યારે ડેસી ફેન્ટાઇનની ઓરડીમાં દાખલ થઈ, યારે તેણે તેને પથારીમાં બેઠેલી જોઈ. તેનું મોં ફીકું પડી ગયું હતું. Page #77 -------------------------------------------------------------------------- ________________ લે મિરાપ્ત સીએ કંપી ઊઠીને પૂછયું, “મા રે! તને થઈ શું ગયું છે?” કાંઈ નહિ, હું સારી છું. મારી દીકરીને હવે પેલા રોગથી દવા વગર મરવું નહિ પડે.” આટલું કહીને તે સહેજ હસી. પણ કેવું ભયંકર હાસ્ય! ડોસીએ જેવું કે તેના હોઠના ખૂણા લાલ ઘૂંકથી ખરડાયેલા હતા અને તેના મોંમાં આગળના ભાગમાં ખાલી બાકું દેખાતું હતું. કેન્ટાઇને ચાળીસ ક્રાંક નારડિયરને મોકલાવી આપ્યા. પરંતુ એ તેની પૈસા કઢાવવાની યુક્તિ જ હતી; કૉલેટ માંદી ન હતી. - ફેન્ટાઇને પિતાને અરીસા હવે બારીમાંથી હંમેશને માટે ફેંકી દીધો. પિતાની એરી પણ ખાલી કરીને તે હવે મકાનના છાપરા નીચેના માળિયામાં રહેવા ચાલી ગઈ. માળિયામાં છાપરું માળ સાથે એ ખૂણે કરીને અડવું હોય છે કે, દરેક પગલે તમારું માથું ઉપર રિચાય. ગરીબ માણસ પિતાના એ ઓરડાને છેડે પિતાના નસીબના છેડાની જેમ વધુ ને વધુ નમતે જઈને જ પહોંચી શકે. તેની આખે હવે વિચિત્ર રીતે ચમકવા લાગી, અને દરેક ઉધરસે તેને ખભાની ડાબી હાંસડીએ દુખાવો થતે. દિવસના તે સત્તર કલાક સીવણકામ કરતી. પરંતુ એવામાં એક સટોરિયાએ કેદખાનાની બધી સ્ત્રીકેદીઓને સસ્તામાં કામે રોકી લીધી અને તેથી બહારની મજરીનો દર રોજના. નવ સૂ થઈ ગયો. - આખા દિવસના કામના નવ સૂ! તેના લેણદારો હવે પહેલાં કરતાં વધુ આકળા થતા ચાલ્યા અને તેમને તગાદો અસહ્ય બનતે ગયો. ભગવાન જાણે, તેઓ તેની પાસે શું ઇચ્છતા હતા તે હવે મરણિયા જેવી બની ગઈ અને તેનામાં જંગલી પશુ જેવું કાંઈક જાગી ઊઠયું. એ જ વખતે થનારડિયરે તેને કાગળ લખ્યું કે, “હવે મેં બહુ રાહ જોઈ છે; અને જો પાછલા ચડેલા સે ફ્રાંક મને તરત જ નહિ મળે, તે રોગમાંથી હમણાં જ ઊઠેલી કૉસેટને હું ઘરમાંથી કાઢી મૂકીશ.” સે કૂક!” ફેન્ટાઈને વિચાર્યું. “પણ કયા ધંધામાંથી મને દિવસના સે સૂ પણ મળે તેમ છે? ઠીક ! હવે હું મારી પાસે જે બાકી રહ્યું છે તે જ વેચીશ!” અને એ અભાગણી સ્ત્રી અધ:પતને છેલે કિનારે બેઠી. જ લગભગ પાંચ નયા પૈસા. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૨ * તારા હૃદયના અંધારપટ દૂર થાઓ ! ' નાનાં શહેરામાં જુવાન ફાજલ લેાકેાના એક વર્ષે દહાડે ૧૫૦૦ ફ્રાંક વેડફે છે: પૅરિસના તેમના બે લાખ ફ્રાંક વેડફી નાખતા હોય છે તેમ ! તે જીવનારા, પુરુષાર્થહીન, નાચીજ, કાપુરુષો હોય છે; તેમને થાડી જમીન હોય છે, ઘેાડી બેવકૂફી હોય છે, અને થોડી ટીખળ-વિઘા હોય છે. શિષ્ટ દીવાનખાનાંમાં તેઓ ગામઠી ગામડિયા ગણાય; હોટેલ-પીઠાંમાં તે પેાતાને સદ્ગૃહસ્થા મનાવતા હોય છે. તેઓ ‘મારાં ખેતર', ‘ મારાં જંગલ’, અને 'મારા ખેડૂતા'ની વાતો કરે છે; પાતાને રસિકવૃત્તિના સાબિત કરવા નટી પાછળ સિસેાટી વગાડે છે; અને પોતાને શૂરવીર યોદ્ધા સાબિત કરવા સરકારી નોકરો સાથે ટટા કરે છે. તે બંદૂક ફોડે છે, ધૂમ્રપાન કરે છે, બગાસાં ખાય છે, ગંજીફા રમે છે, વાહનમાંથી ઊતરતા મુસાફરો સામે જોઈ રહે છે, એક પૈસા માટે ખેંચાતાણ કરે છે, ફૅશનોની અતિશયોક્તિ કરે છે, પેાતાના જૂના બૂટ ઘસ્યા કરે છે, કશું કામ કરતા નથી, કશા કામના હોતા નથી મધ્યમ અને કશું મેાટું નુકસાન કરતા નથી. " દશ મહિના બાદ, બરફ પડયો હતો છેલ્લા પ્રકરણમાં વર્ણવેલી બીનાઓ પછી આઠ કે અર્થાત્ ૧૮૨૩ના જાન્યુઆરીની શરૂઆતમાં એક રાતે ત્યારે, ઉપર જણાવેલા ફાજલ વર્ગમાંનો એક જુવાનિયા એક સ્ત્રીને સતાવી રહ્યો હતા. તે સ્ત્રી તેના પોશાક અને ટાપટીપ ઉપરથી બજારુ સ્ત્રી લાગતી હતી, અને પેાતાના ધંધાના વેંતમાં જ લશ્કરી અમલદારોની હોટેલ પાસે આંટા મારતી હતી. જેટલી વખત તે બારી પાસેથી પસાર થતી હતી, તેટલી વખત પેલા પેાતાને મન ભારે ટીખળના લાગતા બાલથી તેને વીંધતા હતા: 66 વાહ શું તારું રૂપ ? ” “તું તે કૂતરાની બાડમાં જ શેાભે !” “ તારે કેટલા દાંત છે, બાખી !” ઇત્યાદિ, પેલી જેમ તેમ અડબડિયાં ખાતી ખાતી આંટા મારતી હતી અને પેલાની સામે જોયું-ન-જોયું તથા સાંભળ્યું-ન-સાંબળ્યું કરતી હતી. પરંતુ તેથી પેલાને વધુ શૂર ચડતું હતું. પેલી કંઈક ચિડાય કે વકરે એવું કરવા ખાતર, એક વખત તેની પીઠ ફરી કે તરત તેની પાછળ છાનામાના જઈને, તેણે મૂઠી ભરીને બરફ તેની ખુલ્લી બાચી નીચે સરકાવી દીધો. પેલી ચીસ પાડી ઊઠી અને પાછી ફરીને ચિત્તાની પેઠે લપકી; તથા પેાતાના નખથી પેલાના ગાલ ઉતરડીને માં વડે એવા શબ્દો બાલવા લાગી કે જે લશ્કરી હાટેલના કમરામાં જ સાંભળવા મળે. ૫૩ એવા વર્ગ હાય છે કે જે જાતભાઈ જે અદાથી આપકમાઈ ઉપર ન Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪. લે મિઝરાયલ ધાંધલ સાંભળી થોડી વારમાં હોટેલમાંથી બધા ઓફિસરો સામટા બહાર નીકળી આવ્યા; રસ્તે જનારા પણ ટોળે વળ્યા. સૌ તાળીઓ તથા બૂમો પાડી ટીખળ કરતા બંનેને વકરાવવા લાગ્યા. બેમાંથી પુરુષ કોણ છે અને સ્ત્રી કોણ છે તે ઓળખાય તેમ ન હતું; પુરુષને ટેપો નીચે પડી ગયો હતે અને પેલી સ્ત્રીને માથે વાળ અને મોંમાં આગલા દાંત ન હતા. ચીસો અને બુમો પાડતી તે સ્ત્રી લાત, મુક્કા અને નહોરથી પેલાની બરાબર ખબર લેતી હતી. અચાનક ટેળામાંથી એક ઊંચે માણસ ધસી આવ્યો અને એ સ્ત્રીને તેનાં કાદવથી ખરડાયેલાં કપડાંથી પકડીને બોલ્યો, “ચાલ મારી સાથે.” સ્ત્રીએ માથું ઊંચું કર્યું અને જાવર્ટને ઓળખ્યો. તેને ગુસ્સાભર્યો અવાજ એકદમ મરી ગયો; તે તદ્દન ફીકી પડી ગઈ અને ભયથી ધ્રુજવા લાગી. દરમ્યાન પેલે હરામી જુવાનિયો નાસી ગયે. જાવટે ટેળાને વિખેરી નાખ્યું અને પછી લાંબી ફલંગે ભારતે તે પેલી બાપડીને લગભગ ઘસડતો થાણે લઈ ચાલ્યો. પ્રેક્ષક થોડે દૂરથી આનંદની કિકિયારી કરતા અને મજાક ઉડાવતા પાછળ ચાલ્યા. થાણું આવતાં સંત્રીએ એ બધાને બહાર રોકી રાખ્યા. જાવટે ટેબલ આગળ બેસી કાગળ કાઢયો. ફ્રેંચ કાયદામાં આ વર્ગની સ્ત્રીઓને પોલીસની જ મુનસફી ઉપર છોડી દીધેલી હોય છે. તેઓ તેમને જે કૈક લાગે તે સજા કરી શકે, તથા તેમની બે મિલકત અર્થાતુ તેમનો ધંધે અને તેમની સ્વતંત્રતા જપ્ત કરી શકે. વર્ટે પોતાની નજર સામે સમાજના એક પ્રતિનિધિ ઉપર બધી મર્યાદાઓ બહારના એક તુચ્છ પ્રાણી વડે હુમલો કરાતો જોયો હતો: એક વેશ્યાએ એક ગૃહસ્થ અને મતદારનું અપમાન કરી, તેને શારીરિક વ્યથા પહોંચાડી હતી. જાવર્ટ મક્કમતાથી અને શાંતિથી લખે ગયો. ફેન્ટાઇન એક શબ્દ પણ બોલ્યા વિના લગભગ મૂછવશ દશામાં એક ભીંત પાસે લપાઈને ઊભી રહી. લખવાનું પૂરું થતાં જાવટૅ સંત્રીને કહ્યું, “ત્રણ પોલીસે સાથે લઈને જાઓ અને આને જેલમાં પૂરી દો.” ફેન્ટાઈન સામે ફરીને તેણે કહ્યું, તને છ મહિનાની કેદની સજા કરવામાં આવે છે.” તે બિચારી પગથી માથા સુધી જી ઊઠી. “છ મહિના! છ મહિના જેલમાં! બાપરે, મારી વહાલી કૉસેટનું શું થશે? ઇન્સ્પેકટર સાહેબ, થેનારડિયરોનું મારે સે ફ્રાંક દેવું છે.” આવું કંઈક તે બોલતી રહી અને પોલીસે તેને બધાંનાં પગલાં પડવાથી કાદવવાળા થયેલા ભેંયતળ ઉપરથી ઘસડીને લઈ ચાલ્યા. તે બિચારી પોતાના પગ ઉપર ઊભી થઈ શકી જ નહિ. Page #80 -------------------------------------------------------------------------- ________________ “તારા હૃદયને અંધારપટ દૂર થાઓ!' ૫૫ વર્ટ સાહેબ, મારો કશો વાંક નથી. હું પેલા સદગૃહસ્થને ઓળખતી પણ નથી. હું મારી મેળે બારી પાસે ફરતી હતી, અને તેમણે ગમે તે બોલીને મને નાહક ચીડવ્યા કરી. હું પોતે જરા પણ બેલી ન હતી; મને થયું, ભલે એઓ સાહેબ થોડે આનંદ કરે. પરંતુ તેમણે વિના કારણ મારી બોચી નીચે બરફ સરકાવી દીધે; અને એથી હું એકદમ ચિડાઈ ગઈ. મારી તબિયત સારી રહેતી નથી; અને એકદમ બરફ બોચી નીચે આવ્યો એટલે તેમને ટોપે પડી ગયો, પણ તે શા માટે ચાલ્યા ગયા ? હું તેમની માફી માગવા તૈયાર છું. મને આટલો વખત જવા દે, જવર્ટ સાહેબ. જેલમાં દિવસના સાત સૂ જ કમાણી થઈ શકે છે, અને વિચાર કરો, મારે સૌ કૂક મોકલવા જ જોઈએ; નહિ તે તેઓ મારી માંદી દીકરીને શેરીમાં હાંકી કાઢશે. એ બિચારી આ ઠંડીમાં ક્યાં જશે? સાહેબ, તેની ઉપર તો દયા લાવો. તે જરા મોટી હોત તો તે કંઈ કામકાજ કરીને પણ કમાઈ લેત. પણ અત્યારે તે તે બહુ નાની છે. હું ખરાબ જાતની સ્ત્રી નથી સાહેબ, પણ કારખાનામાંથી કાઢી મૂકી, અને મારે મારી દીકરી માટે પૈસા મોકલવાના હતા એટલે.” બસ, હવે ચૂપ કર.” જાવટે બોલ્યો: “મેં બધું સાંભળી લીધું. તને છ મહિના મળ્યા છે; ભલો ભગવાન પણ તેમાં ફેર કરી શકે તેમ નથી.” ગંભીરતાથી બેલાયેલું આ વાક્ય સાંભળતાં જ ફેન્ટાઇન, “દયા, યાદ!” એવું ગણગણતી ઢગલે થઈને ગબડી પડી. જાવટે પીઠ ફેરવી લીધી. પોલીસેએ તેનું કાંડું પકડી તેને ઊભી કરવા માંડી. આ અગાઉ થોડો વખત થયાં એક માણસ કોઈ ન જુએ તેમ અંદર દાખલ થયો હતો, અને બારણું બંધ કરી તેને અઢેલીને ઊભો રહ્યો હતો. ફેન્ટાઇનની બધી આજીજીએ તેણે સાંભળી હતી. તે હવે અંધારામાંથી બહાર આવ્યો અને બોલ્યો, “ જરા થેભો !” જાવટે આંખ ઊંચી કરી અને મોં. મેડલીનને ઓળખ્યા. તેણે ટોપ માથેથી ઊંચે કર્યો અને કઢંગી રીતે જરા નમન કર્યું. “નગરપતિ સાહેબ, આપ શું –” “નગરપતિ” એ શબ્દોએ ફેન્ટાઇન ઉપર વિચિત્ર અસર કરી. તે અચાનક જમીન ઉપરથી સીધી ઊછળી, તથા કોઈ રોકે તે પહેલાં તે મ. મેડલીનની સામે જઈને ઊભી રહી અને તેમની સામું ફાટેલી આંખે જોતી બોલી : “તે, નું નગરપતિ છે કેમ?” Page #81 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ આટલું બાલી તે એકદમ હસી પડી, અને મોં. મેડલીનના માં ઉપર ટૂંકી. માં, મૈડલીને પેાતાનું માં લૂછી નાખ્યું અને કહ્યું, “ ઇન્સ્પેકટર જાવર્ટ, આ બાઈને મુક્ત કરો. પર ક્ષણભર તો જાવર્ટને પોતાની ઇન્દ્રિયા ખરેખર ઠેકાણે છે કે કેમ, એની જ શંકા થઈ આવી. એક બજારુ સ્ત્રીને નગરપતિના મોં ઉપર થૂંકતી નજરે જોવી એ એક એવી ભયંકર વસ્તુ હતી કે જેની કલ્પના પણ મનમાં લાવવી એ અપરાધ ગણાય. બીજી બાજુ તેના મનમાં તરત જ સામે એ વિચાર પણ ધસી આવ્યા કે, આ સ્ત્રી જે વર્ગની છે, તે જ વર્ગના કદાચ નગરપતિ થઈ બેઠેલા આ માણસ પણ હાવાને સંભવ છે; તો પછી આ ગુનેગારોની દુનિયાના લાકો એકબીજા પ્રત્યે આથી વિશેષ શું સારું વર્તવાના હતા? પરંતુ તેણે જ્યારે નગરપતિને પેાતાના માં ઉપરથી થૂંક લૂછી કાઢીને, • આ બાઈને મુક્ત કરો' એવું બેાલતા સાંભળ્યા, ત્યારે તે તે આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયા. તેનામાં વિચાર કરવાની તથા બાલવાની કશી તાકાત જ ન રહી. નગરપતિના શબ્દોએ ફેન્ટાઇન ઉપર પણ એવી જ અજબ અસર કરી. તે લથડિયું ખાતી ખાતી કથાના ટેકો લઈને સ્થિર ઊભી રહી; તથા પેાતાની જાત સાથે વાત કરતી હેય તેમ ધીમેથી ગણગણી - . મુક્ત કરો ? તો શું મારે છ મહિના જેલમાં નહિ જવું પડે? કોણ આ બાલ્યું ? સાચી વાત છે ? મને કદાચ ઊંધું સંભળાયું હશે. આ સેતાન નગરપતિ તે તેનું બાલે જ નહિ. તો શું આપે – ઇન્સ્પેકટર સાહેબે -- જાવર્ટ સાહેબે – મને મુક્ત કરવાના હુકમ આપ્યા ? તે। સાહેબ, હું મારી બધી વાત આપને કહું તે સાંભળેા; તે સાંભળી આપ જરૂર મને જવા દેશે. આ ચરો બદમાશ નગરપતિ મારા બધા દુ:ખનું અને પાયમાલીનું કારણ છે. કેટલીક નવરી ડાકણા માટે માટે ગમે તેવી વાતો કરવા માંડી, તે ઉપરથી આણે મને નેકરીમાંથી એકદમ કાઢી મૂકી, જુઓ તે ખરા ! પેાતાનું કામ સારી રીતે કરતી એક બાઈને આમ રોજગાર વિનાની રઝળતી કરી મૂકવી, એ શું પુરુષ માણસનૂં લક્ષણ કહેવાય ? પછી રોજગાર વનાની થઈ ગઈ એટલે મારે આ ધંધા કરવા પડ્યા. આપ લોકો, પોલીસના સાહેબે મહેરબાની કરીને એક સુધારો દાખલ ન કરાવી શકે ? જુને સાહેબ, આપને સમજાવું. એક ખમીસ સીવવાના બાર સૂ મળતા હોય, પણ આ કેદખાનાન નવરા લાકો સરકારને સ ખાઈ-પીને સાત સૂએ કપડાં સીવી આપે, તેથી બહારનાં પ્રમાણિક મજૂરી કરનારાંઓને કેટલાં બધાં સોરાળુ Page #82 -------------------------------------------------------------------------- ________________ ‘તારા હૃદયને અંધારપટ દૂર થાઓ !' પડે? સાત સૂમાં તે પૂરું પેટ પણ ન ભરાય; એટલે પછી માણસને ગમે તે ધંધા કરવા પડે. અને મારે તે મારી નાની કૉસેટ માટે પૈસા મોક્લવા પડતા, એટલે આ ખરાબ રસ્તે ચડવું પડ્યું. બાકી, જવર્ટ સાહેબ, હું મૂળે ખરાબ સ્ત્રી નથી; અને આજે પણ ભૂલથી મારે પગ, પેલા સગૃહસ્થના ટોપા ઉપર આવી ગયો તે માટે હું દિલગીર છું, પરંતુ અમારા લોકો પાસે રાત માટે એક જ રેશમી પિશાક હોય છે તેઓ સાહેબે અંદર બરફ નાખીને તે બગાડ્યો એટલે મને ગુસ્સો ચડી આવ્યબાકી તે ગમે તે બોલે તે પણ...” મે. મેડલીને તેની વાત ગંભીર લક્ષ આપીને સાંભળી રહ્યા હતા. દરમ્યાન તેમણે પિતાના ખિસ્સામાંથી પૈસાની થેલી કાઢી જોઈ, પણ તે ખાલી હોવાથી તરત તેને પાછી મૂકી દીધી. પછી તેમણે ફેન્ટાઈનને પૂછયું - “તારે કેટલું દેવું છે, બહેન ?” ફેન્ટાઈન અત્યાર સુધી જાવર્ટ સામે જ જોઈ રહા હતી, તે હવે તેમના તરફ ફેરી અને બોલી : “હું તારી સાથે ક્યાં વાત કરું છું?” પછી તે સિપાઈઓ તરફ ફરીને બોલી - “જુએ જવાને, તમે જોયું કે, હું તે તેના મોં ઉપર ઘૂંકી છું. નું નગરપતિ હોવાથી મને અહીં થાણામાં ડરાવવા આવ્યો છે, પણ હું તારાથી ડરતી નથી. હું તે મારા જાવર્ટ સાહેબથી જ ડ; બીજા કોઈથી નહિ.” આટલું કહીને પછી તેણે જાવટે તરફ જોઈને કહ્યું: “માણસે ન્યાય તો તોળવો જ જોઈએ ને? અને હું જાણું છું કે આપ સાહેબ કેટલા બધા ન્યાયી છો, આપે તે કાયદો અને વ્યવસ્થા જાળવવા મને પકડી લીધી; પરંતુ આપે જયારે જાણ્યું કે, મારી નાની દીકરી ભૂખે મરતી થઈ જશે, ત્યારે આપે તરત મને છૂટી કરવાનો હુકમ આપ્યો. હા સાહેબ, તમે મને જરૂર કહી શકો કે, “ડીમચી, હવે ફરી આવું ન કરતી.” પરંતુ સાહેબ, હું કદી હવે એવું નહિ કરું. સદુહસ્થ લોકો જરા હસવા માટે અમારા જેવીને થે અડપલું કરે પણ ખરા; એમાં વળી અમારે ચિડાવું શું? સાહેબ, મારી તબિયત ખરાબ રહેતી હતી એટલે; બાકી તો એટલા બરફથી હું ખિજાઈ ન જાત.” પછી સિપાઈઓ તરફ ફરીને તે બોલી “ જુઓ દસ્તે, જાવર્ટ સાહેબે મને છૂટી કરી છે, એટલે હવે હું જાઉં છું. ઠીક ત્યારે, આવજો સાહેબ!” આટલું કહી તે ઉલાળો ઊંચો કરીને બારણું ઉઘાડવા જ જતી Page #83 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ હતી કે તરત જાવર્ટ જાણે ઊંઘમાંથી ચેંકી ઊઠ્યો હોય તેમ માથું ઊંચું કરી, વિકરાળ ચહેરો કરીને બોલ્યો, “સારજન્ટ, જોતા નથી કે પેલી ડાકણ નાસી જય છે? કોણે તમને તેને છોડી મુકવાનું કહ્યું?” મેં.” મેં. મેડલીને જણાવ્યું. ફેન્ટાઈને જાવર્ટને અવાજ સાંભળતાં જ નકૂચા હાથમાંથી છોડી દીધો;– પકડાઈ ગયેલો ચેર ચોરેલી વસ્તુ હાથમાંથી મૂકી દે તેમ. પછી એક પણ અક્ષર બોલ્યા વિના તે જાવર્ટ તથા મેડલીન સામે વારાફરતી તેઓ બોલતા ગયા તેમ તેમ ફાટેલી આંખે અને રૂંધાતે હૈયે જોતી ઊભી રહી. જાવર્ટનું ભેજું હવે ઠેકાણે હોય તેમ લાગતું ન હતું; નહિ તે નગરપતિને હુકમ સાંભળ્યા પછી તેણે સારજન્ટને આ રીતે હુકમ આપ્યો ન હેત. નગરપતિની હાજરી શું તે ભૂલી જ ગયો? કે પછી તે પિતાની જાતને એમ સમજાવી શક્યો કે, કઈ પણ સત્તાવાળો એવો હુકમ આપી જ ન શકે? કે પછી તેણે નક્કી કર્યું હતું કે, અત્યારે તેણે પિતે કાયદો, વ્યવસ્થા, નીતિ, રાજસત્તા અને સમાજના પ્રતિનિધિ બની જઈ, તે સૌની વતી આ ધૃણાપાત્ર ગુનેગારો સામે અડગ ઊભા રહેવાનું છે? ગમે તે હે, પણ નગરપતિએ જયારે કહ્યું કે, “મેં,” ત્યારે જાવર્ટ ફીકા મોંએ તથા ભૂરા પડી ગયેલા હોઠો સાથે નગરપતિ તરફ ફર્યો અને બોલ્યો : “મ. નગરપતિ સાહેબ, એ નહિ બની શકે.” “શાથી?” “આ તુચ્છ પ્રાણીએ એક સગૃહસ્થનું અપમાન કર્યું છે.” “ઇસ્પેકટર જાવર્ટ, જુઓ સાંભળો; તમે પ્રમાણિક માણસ છો, એટલે તમને ખુલાસો કરીને સમજાવતાં મુશ્કેલી નહિ પડે. સાચી વાત એમ છે કે, તમે આ છોકરીને પકડીને લઈ જતા હતા તે વખતે હું તે તરફ થઈને જતા હતા. લોકોનું ટોળું ત્યાં જ ઊભું હતું; મને તપાસ કરતાં બધી વાત સમજાઈ છે. પેલા માણસને જ વાંક હતો, અને ખરું જોતાં તમારે આને બદલે તેને જ કેદ પકડવો જોઈતો હતો.” જાવટૅ વિરોધ કરતાં કહ્યું : “આ તુચ્છ પ્રાણીએ હાલમાં અહીં જ મેં. નગરપતિનું પણ અપમાન કર્યું છે.” એ મારે પિતાને લગતી વાત છે,” મે. મેડલીન બોલ્યા, “મારું અપમાન એ કદાચ મારું જ અપમાન કહેવાય; અને હું તે માટે મને ઠીક Page #84 -------------------------------------------------------------------------- ________________ * તારા હૃદયનો અધારપટ દૂર થાઓ ! ’ લાગે તે કરી શકું તેમ છું.” 66 “ સાહેબ, હું આપની ક્ષમા માગું છું; પરંતુ એ અપમાન આપનું નથી પણ ન્યાયની અદાલતનું છે. ” “ ઇન્સ્પેકટર જાવટૅ,” માઁ. મેડલીને જવાબ આપ્યો, “ અંતરાત્મા એ સૌથી મોટી અદાલત છે. મેં આ બાઈની વાત સાંભળી છે, અને હું શું કરું છું તે સમજું છું.” 64 16 ‘ પરંતુ, નગરપતિ સાહેબ, હું શું દેખી રહ્યો છું તે મને સમજાતું નથી.” તમે સમજી શકતા ન હો, તો હુકમનું પાલન કરીને સંતોષ માને,” ‘હું મારી ફરજને જ હુકમ માનું છું; અને મારી ફરજ મને હુકમ કરે છે કે, આ સ્રીએ છ મહિના જેલ જવું જોઈએ.’ << માં. મેડલીને ધીમેથી જવાબ આપ્યો : ‘તે આ વાત પણ લક્ષ દઈને સાંભળા; તે એક દિવસ પણ જેલ જશે નહિ.” આ નિશ્ચિત શબ્દો સાંભળતાં જ જાવટ નગરપતિ સામે સ્થિર નજર કરીને છતાં કંઈક અદબભર્યા અવાજે કહ્યું : *. મને આપની આજ્ઞાનેા ભંગ કરવાની આમ ફરજ પાડવામાં આવે છે, તેથી હું દિલગીર છું. આવું હું મારી જિંદગીમાં પહેલી જ વાર કરું છું; પરંતુ આપ મને જણાવવા દેવાની રજા આપશે કે, હું મારી સત્તાની મર્યાદામાં રહીને વર્યું છું. હું ત્યાં હાજર હતા. આ છેકરીએ એક મતદાર અને ત્રણ માળવાળા સુંદર મકાનના માલિક ઉપર હુમલો કર્યો છે. આ દુનિયામાં પણ શું શું બને છે? ખેર, નગરપતિ સાહેબ, આ ગુને શેરીમાં બનેલા હોઈ, મારી હકૂમતના છે; અને હું આ ફેન્ટાઇન છેકરીને સજા કરવાને જ છું.” આના જવાબમાં મોં. મેડલીન પેાતાના હાથની અદબ વાળીને એવા કડક અવાજે બાલ્યા, કે જેવા તેમના અવાજ પહેલાં આ શહેરમાં કોઈએ કદી સાંભળ્યા ન હતા “આ ઘટના શહેરની વ્યવસ્થાને લગતી છે, અને ક્રિમિનલ કોડની નવમી, અગિયારમી અને છાસઠમી કલમા અનુસાર હું હુકમ કરું છું કે, આ બાઈને એકદમ મુક્ત કરવામાં આવે.” જાવટે છેલ્લા પ્રયત્ન કર્યો: " પણ નગરપતિ સાહેબ “હું તમારું ધ્યાન મનસ્વી અટકાયતને લગતી તા. ૧૩, ડિસે બર પર >> Page #85 -------------------------------------------------------------------------- ________________ લે શિરચ્છ ૧૭૯૯ની ૮૧મી કલમ તરફ ખેંચું છું.” મને બેલવા દો સાહેબ –” “એક શબ્દ પણ નહિ!” તે પણ –” “અહીંથી ચાલતા થા !” . મેડલીને કહ્યું. જાવર્ટે આ પ્રહાર રશિયન સૈનિકની પેઠે ખુલ્લી છાતીએ ઝીલ્યો; તે નગરપતિને જમીન સુધી નમન કરી, બહાર ચાલ્યો ગયો. ફેન્ટાઈન બારણાને અઢેલીને ઘેનમાં હોય તેમ તેને બહાર જતા જોઈ રહી. તેણે પોતાની નજર સમક્ષ બે વિરોધી સત્તાઓ વચ્ચે પોતાને માટે એક યુદ્ધ ખેલાયેલું જોયું. બંનેના હાથમાં તેની જિદગી, તેને આત્મા અને તેનું બાળક હતાં. એ બેમાંને એક માણસ તેને અંધકાર તરફ ઢસડવા માગતા હતા, બીજાએ તેને પ્રકાશમાં ફરીથી સ્થાપિત કરી હતી. ભય અને ત્રાસની નજરે તેને આ આખું યુદ્ધ દેવ અને દાનવ વચ્ચેના મહાયુદ્ધ જેવું લાગ્યું. દેવે દાનવને હરાવ્યો હતો; પરંતુ તેને પગથી માથા સુધી કંપાવી મૂકનારી વાત એ હતી કે, તેને બચાવનાર દેવને જ છે, આ ઘડી સુધી પોતાની બધી બરબાદીનું મૂળ કારણ માનીને તે ધિક્કારતી આવી હતી; અને જે ઘડીએ પિતે તેનું ઘોર અપમાન કર્યું હતું, તે ઘડીએ જ તેણે તેને હંમેશના અંધકારમાંથી બચાવી હતી. શું તે અત્યાર સુધી કોઈ ગંભીર ભૂલમાં હતી? તે થરથર ધ્રૂજતી હતી. મેં. મેડલીનના એક એક શબ્દ તેના હૃદય ઉપરને દ્રષમય અંધારપટ હટતો જતો હતો, અને તેની જગાએ આનંદ, વિશ્વાસ અને પ્રેમને નવો ઝરો ફૂટ હતો. જાવટે ઓરડો છોડીને બહાર ગયો, એટલે મેં મેડલીન તેના તરફ વળ્યા, અને આંસુ રોકવાનો પ્રયત્ન કરતા માણસના ગંભીર અવાજે ધીમેથી બેલ્યા: મેં તારી બધી વાત સાંભળી છે. તે જે કહ્યું તેમાંનું કશું હું જાણ નહોત; પરંતુ હું તારી બધી વાત ખરી માનું છું. હું મારું કારખાનું છોડી ગઈ છે, તે પણ હું જાણતો નથી. પણ તે મને અરજી કેમ ન કરી? આજે હવે હું તારે માટે આટલું કરવા માગું છું. હું તારું બધું દેવું ચૂકવી દઉં છું, અને તારી બાળકીને તેડવા માણસ મોકલું છું; અથવા હું પોતે ઇચ્છે તો તેને તેડવા જઈ શકે છે. પછી હું અહીં રહેવા ઇચ્છે તે અહીં રહેજે, પૅરિસમાં રહેવું હોય તે પેરિસમાં રહેજે, અથવા તારી ખુશીમાં આવે ત્યાં જજે – હવેથી તારું અને તારી બાળકીનું બધું ખર્ચ હું પૂરું કરીશ. '' તારું ઘોર દુ:ખ હવે દુર થાઓ, અને એ દુ:ખની મુક્તિમાંથી તું તારું Page #86 -------------------------------------------------------------------------- ________________ ભવિતવ્યતા આત્મગૌરવ ફરી પ્રાપ્ત કર. હું તે એથી પણ વિશેષ કહું છું કે, પરમાત્માની નજરમાં તું કદી સગુણી અને પવિત્ર મટી જ નથી, બહેન!” બિચારી ફેન્ટાઇન સહન કરી શકે તેનાથી આ ઘણું વધારે હતું. કૉસેટ તેને પાછી મળશે, આ દુરાચારી ભ્રષ્ટ જીવનમાંથી તે છુટકારો મેળવશે, અને કૉસેટ સાથે સ્વતંત્રપણે, સુખી અને સંમાનિત જીવન ગાળી શકશે! તેની ઘોર કંગાલિયત વચ્ચે જ અચાનક આ બધી દિવ્ય વસ્તુઓ ફૂલની પેઠે ફૂટી નીકળી હતી. તે પોતાને સંબોધનાર વ્યક્તિ તરફ મૂછમાં પડેલીની પેઠે તાકી રહી. તે માત્ર બે કે ત્રણ વાર “એહ', 'એહ', 'એહ...! એટલું બોલી શકી. તે મોં. મેડલીન સામે ઘૂંટણિયે પડી, અને એ તેને રોકી શકે તે પહેલાં તેણે એમનો હાથ પકડી પોતાના હોઠને દબાવ્યો-ન-દબાવ્યો, તેટલામાં મૂછિત થઈને તે ઢળી પડી. ૧૩ ભવિતવ્યતા માં. મેડલીને ફેન્ટાઇનને પિતાના મકાનમાં જ સ્થાપેલા સેવાશ્રમમાં ખસેડી અને તેની સારવાર સેવાશ્રમની સાધ્વીઓને સોંપી. તેને સનેપાતને તાવ ચડી આવ્યો હતો અને રાતનો કેટલોક વખત તેણે લવરીમાં જ ગાળ્યો હતો. બીજે દિવસે બપોરના તે જાગી ઊઠી અને પોતાની પથારી નજીક કેઈના શ્વાસોચ્છવાસને અવાજ સાંભળી, તેણે પડદો દૂર ખસેડયો અને જોયું તે મે. મેડલીન ઊંચે ભીંત ઉપરના કસ તરફ પ્રાર્થનાભરી ઘેરી સ્થિર નજરે જોઈ રહ્યા હતા. ફેન્ટાઇનને અચાનક લાગ્યું કે જાણે મે. મેડલીનના મુખની આસપાસ દિવ્ય તેજ ઝળકી રહ્યું છે. થોડી વાર તે ચૂપ રહી, પણ પછી જરા ડરતા ડરતી બોલી : આપ શું કરો છો ?” - મોં. મેડલીને ત્યાં એક કલાક થયાં ઊભા હતા, અને ફેન્ટાઇન જાગે તેની રાહ જોતા હતા. તેમણે તેને હાથ પકડીને નાડી તપાસી, પછી પૂછયું: તને કેમ લાગે છે, મા?” - “બહુ જ સારું લાગે છે. મને ખૂબ ઊંઘ આવી હતી, અને હવે મને જાણે કાંઈ નથી.” Page #87 -------------------------------------------------------------------------- ________________ લે સિરા ફેન્ટાઇને પ્રથમ પૂછેલો પ્રશ્ન જાણે હમણાં જ સાંભળ્યો હોય અને તેને જવાબ આપતા હોય તેમ મોં. મેડલીન હવે બેલ્યા, “હું પેલા ઊંચે રહેલા બલિદાનના પ્રતીકની પ્રાર્થના કરતે હત” અને પછી ધીમેથી તેમણે ઉમેર્યું, “ આ નીચે સુતેલા બલિદાનના પ્રતીક માટે! માં. મૅડલીને રાતનો ભાગ અને સવારનો વખત ફેન્ટાઇન અંગે તપાસ કરવામાં જ ગાળ્યો હતો, અને હવે તેમને બધી વાતની ખબર પડી ગઈ હતી. તેમણે આગળ કહ્યું – “મા, તેં ઘણું સહન કર્યું છે. પરંતુ તે વાતનું કશું દુ:ખ મનમાં ન રાખતી; કારણ કે, માણસને પ્રભુ સમીપ પહોંચવાને કદાચ એ જ એક માર્ગ છે. જે નરક તું પાછળ મૂકીને આવી છે, તે સ્વર્ગ તરફ વળવાનું પ્રથમ પગથિયું જ હતું, અને તારે એ છેડેથી જ તારી યાત્રા કદાચ શરૂ કરવાની હતી.” તે જ રાતે જાવર્ટે એક પત્ર લખ્યો અને પોતાને હાથે જ તેને ટપાલમાં રવાના કર્યો. તેના ઉપર પેરિસના પોલીસ વડાનું સરનામું હતું. મે. મેડલીને થનારડિયર દંપતીને કાગળ લખે : ફેન્ટાઈનને તેમનું ૧૨૦ ફ્રાંકનું દેવું હતું; મેડલીને ૩૦૦ ફ્રાંક મોકલ્યા અને તરત જાતે આવીને બાળકીને મૂકી જવા જણાવ્યું, કારણ કે તેની મા પથારીવશ હતી. થેનારડિયર ચમકી ઊઠયો. “ જાય બધું જહન્નમમાં!” તેણે પોતાની પનીને કહ્યું, “આપણે ગમે તેમ કરીને આ દેડકીને હાથમાંથી જવા દેવાની નથી; એ તે હવે આપણે માટે દૂઝણી ગાય જ બની ગઈ જાણ!” થેનારડિયરે જવાબમાં ૫૦૦ કૂકનું બિલ રવાના કર્યું. તેમાંની બે રકમો સાચી હતી, પણ તે તેની પોતાની બે દીકરીઓ વાવરમાં સપડાઈ ત્યારે થયેલા ખર્ચની હતી. જોકે થેનારડિયરે તે બિલમાંથી પ્રમાણિક માણસની રીતે મ. મેડલીને મેકલેલા ૩૦૦ ફ્રાંક કાપી આપ્યા હતા. મોં. મેડલીને એકદમ ૩૦૦ ફ્રાંક મોકલ્યા અને લખ્યું, “કેસેટને લઈને તરત આવો.” “ભગવાન, ભગવાન !” થેનારડિયરે કહ્યું, “આ છોકરીને હાથમાંથી ખોવાય જ શી રીતે!” દરમ્યાન ફેન્ટાઈનનો તાવ અટક્યો નહિ. મોં. મેડલીન રેજ બે વખત તેને જોવા જતા; અને દરેક વખતે ફેન્ટાઇન તેમને, “કેસેટ કયારે આવશે?” એ પ્રશ્ન અચૂક પૂછતી. મે. મેડલીન જવાબ આપતા: “કાલે કદાચ આવશે, હું તો માનું છું કે, આજેય કોઈ પણ ઘડીએ આવી પહોંચે તો નવાઈ નહિ.” Page #88 -------------------------------------------------------------------------- ________________ સવિતથ્યતા અને માના ફીકો ચહેરો પ્રકાશિત બની જતા. * “ આહ! હું કેટલી બધી સુખી થઈશ !” પણ ફેન્ટાઇનની તબિયત બગડતી જ ચાલી. તેની બાચી નીચે મૂઠી ભરીને મૂકવામાં આવેલા બરફથી તેના પરસેવા અચાનક રોકાઈ ગયા હતા. પરંતુ જે બીમારી તેના અંતરમાં વર્ષોથી ધૂંધવાઈ રહી હતી, તે એકદમ બહાર નીકળી આવી. એક દિવસે દાક્તરે તેને તપાસતાં તપાસતાં જરા માથું ધુણાવ્યું. માં. મેડલીન પાસે ઊભા હતા, તેમણે તરત પૂછ્યું: “ કેમ લાગે છે?” “ તેના કોઈ પ્રિયજનને તે મળવા માગે છે, ખરું ?” . હા, તેની બાળકીને. . તા તેને હવે તરત ભેગી કરી દે.” 66 માં. મેડલીન ચમકી ઊઠયા. પરંતુ થેનારડિયર કૉસેટને મોકલતા જ ન હતા. તે હજાર બહાનાં કાઢીને દિવસ ભાગ્યા કરતા હતા. કૉસેટ માંદી છે; શિયાળામાં આવી ટાઢમાં મુસાફરી કરવી તેને માટે જોખમકારક છે; ઉપરાંત હજુ તેને માટેનાં કેટલાંક નાનાં દેવાં ભેગાં કરી રહ્યો છું— વગેરે. ચૂકવવાનાં બાકી છે, તે હું મોં. મેડલીને કહ્યું. “હું હમણાં જ કોઈ માણસ મેલું છું : જરૂર લાગશે તો હું જાતે જ જઈશ. ” મોં. મેડલીને ફેન્ટાઇનના લખાવ્યા પ્રમાણે નીચે મુજબ કાગળ લખ્યા; ફેન્ટાઇને તેની નીચે સહી કરી : “ માં. થેનારડિયર 33 -- 66 તમે આ ચિઠ્ઠી લાવનારને કૉસેટ સોંપી દેશેા; તે બધી બાકીની રકમેા ચૂકવી દેશે. ફ્રેન પરંતુ ભવિતવ્યતાએ જુદું જ ધાર્યું હતું. નગરપતિને લગતાં પડે તો તે જ એક દિવસ સવારે, મોં. મેડલીન પોતાની કચેરીમાં કેટલાંક અગત્યનાં કામો પતાવી રહ્યા હતા; જેથી જરૂર કૉસેટને લઈ આવવા માંટફરમેલ જઈ શકે. તે જ વખતે કહેણ માકહ્યું કે, પોતે નગરપતિ સાહેબને મળવા માગે છે. મોં. મેંડલીનના નવ બહારથી મે ઉપર થઈને જરાક અણગમાની નિશાની પસાર થઈ ગઈ. 66 આવવા દો.” તેમણે કહ્યું. જાવર્ટ અંદર આણ્યા અને નગરપતિને અદબથી નમન કરી, એક - આપની, ફેન્ટાઇન Page #89 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ બાજુ ઊભે રહ્યો. આજે તેના મોં ઉપર એક પ્રકારની પશ્ચાત્તાપની તથા દૃઢતાની વિચિત્ર છાયા હતી. કહે, શી વાત છે, જવર્ટ?” જાવટે એક ક્ષણ જાણે કશો વિચાર કરી લેતા હોય તેમ ચૂપ રહ્યો; અને પછી ગંભીરતાથી બોલ્યો – એક શિક્ષાપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે, સાહેબ.” કયું કૃત્ય ?” સરકારના એક નાના માણસે એક મૅજિસ્ટ્રેટ પ્રત્યેનું સંમાન દાખવવામાં ગંભીર ગલફત કરી છે. મારી ફરજ હોવાથી એ બીના આપના લક્ષ ઉપર લાવવા માટે હું આવ્યો છું.” “ એ માણસ કોણ છે?” “હું પિતે.” “અને એ મેજિસ્ટ્રેટ કોણ છે, જેને તમારી પ્રત્યે ફરિયાદ કરવાનું કારણ છે?” આપ સાહેબ પિતે.” મેં. મેડલીન ટટાર થઈ ગયા. જાવટે એક પ્રકારની કઠોરતાભરી મુખમુદ્રા સાથે નીચે જોત જોતે બે — “નગરપતિ સાહેબ, હું આપને અરજ કરવા આવ્યો છું કે આપ મને નોકરીમાંથી બરતરફ કરાવો.” - મે. મેડલીન નવાઈથી મેં ફાડી જોઈ રહ્યા, પણ તે કાંઈ બોલે એ પહેલાં જ જાવટે જણાવ્યું, “આપ મને કહી શકો છો કે, હું પોતે જ રાજીનામું આપી છૂટો થઈ શકે; પરંતુ મેં જે અપરાધ કર્યો છે, તેની સજા જ થવી જોઈએ – મને નોકરીમાંથી બરતરફ કર જોઈએ.” , “આ બધાને અર્થ શો છે?” મો. મેડલીન વચ્ચે બોલી ઊઠયા. “ તમે એવું શું શિક્ષાપાત્ર કૃત્ય કર્યું છે? મને પિતાને લગતી વાત તમે કહો છે, પણ મને એવા તમારા કોઈ કૃત્યની જાણ નથી, જેથી તમારે છૂટા થવાની જરૂર –” બરતરફ થવાની,” જાવર્ટ બેલ્યો. “ઠીક તેમ; પરંતુ મને કશી સમજ પડતી નથી.” આપને સમજ પડશે, સાહેબ.” આટલું કહી, એક ઊંડે નિસાસે નાખી જાવટે નીચેની વાત બોલી ગયો– “છ અઠવાડિયાં અગાઉ, નગરપતિ સાહેબ, પેલી છોકરીવાળી વાત Page #90 -------------------------------------------------------------------------- ________________ ભવિતવ્યતા પ બન્યા પછી, મે ગુસ્સે થઈને પૅરિસના પેાલીસ-વડા સમક્ષ આપના ઉપર આક્ષેપ કર્યો. છ મોં. મેડલીન કે જેમને સામાન્ય રીતે હસવાની ટેવ ન હતી, તે જરા હસી પડીને બાલ્યા “પેાલીસના અધિકાર ઉપર તરાપ મારનાર નગરપતિ કહીને ?’ “છેાડી મૂકેલા એક વખતના વહાણ ઉપરના કેદી નગરપતિ એકદમ કાળા પડી ગયા, પરંતુ જાવ કર્યા વિના જ જણાવ્યું – “મારી એ માન્યતા ઘણા વખતની હતી. તેના દેખાવ આપને મળતો આવતા હતા; આપે તેના મૂળ ગામ ફેવમાં કેટલીક માહિતી મેળવવા પ્રયત્ન કર્યા હતા; આપની કેડામાં તેના જેટલું જ જોર સાબિત થયું હતું, વગેરે કારણા હતાં. પરંતુ આપને મેં જીન વાલજીન માની લીધા એ મારી ભારે ગફલત હતી.” તમે શું નામ કહ્યું ?” 66 ' જીત વાલજીન. વીસ વર્ષ પહેલાં હું ટુલાં બંદરે લશ્કરી વહાણા ઉપર દેખરેખ રાખનાર મદદનીશ હતા, તે વખતે એ કેદીને મે' જોયા હતા. વહાણ ઉપરથી છૂટથા પછી, એ જીન વાલજીને એક બિશપને ત્યાં ચારી કરી હતી, અને પછી એક ગારુડી છેાકરાને રાજમાર્ગ ઉપર લૂંટયો હતા. આઠ વર્ષોથી એ માણસ અલાપ થઈ ગયા હતા અને તેના કશા પો લાગતા ન હતા; મને લાગ્યું કે – અને પછી મેં પૅરિસના પોલીસ વડા સમક્ષ આક્ષેપ કર્યો. 29 66 અને તમને તેમના તરફથી શે। જવાબ મળ્યો ? ” “કે હું ગાંડા થયા છું!” "6 પછી ?” 66 તે સાહેબ સાચા હતા, 99 કહીને. પેાતાની આંખા ઊંચી "9 "" 66 ભારે નસીબની વાત કે તમે એ કબૂલ રાખા છે. .. ‘મારે કબૂલ રાખવું જ જોઈએ; કારણ કે સાચા જીન વાલજીન જડયો છે. ' માં. મેડલીનના હાથમાં જે ચાપડી હતી, તે એકદમ પડી ગઈ. તેમણે માથું ઊંચું કરી, જાવર્ટ સામું તીક્ષ્ણ નજરે જોયું અને પછી અવર્ણનીય ઢબથી તે એક જ શબ્દ બાલ્યા : “ હે ! ” લેમિ૦ ~ ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ “હું આપને બધી વાત વિગતે કહું, સાહેબ.” જાવટે ઉમેયું. એઈલી...કચરમાં એક ચેપમેશ્ય નામનો ડોસો હતે. તે બહુ કંગાળ હાલતમાં રહેતું હતું, અને કોઈ તેના તરફ કશું લક્ષ આપનું નહિ, કારણ કે એવા લોકો શી રીતે જીવે છે તેની કોઈને ખબર હોતી નથી. આ મેસમમાં તે સફરજનની ચોરી કરતાં પકડાયો. ભીંત ચડીને તે વાડામાં પેઠો હતો, અને તેના હાથમાં તોડેલાં સફરજન હતાં. અહીં સુધી તે એક સામાન્ય ફોજદારી અદાલતને જ મામલો હતો, પરંતુ નસીબ જોગ કે તેને કેદખાનાની કોટડી સમરાવવાની હતી, એટલે મેજિસ્ટ્રેટે તેને અરસની જેલમાં ખસેડવાને હુકમ કર્યો. આ જેલમાં બ્રેટ નામને એક જૂને ગુનેગાર કઈ ગુનાસર પકડાઈને આવેલો હતો. તેની સારી. વર્તણૂક બદલ તેને દરવાજા ઉપર ફેંચીવાળાનું કામ સોંપેલું હતું. તેણે ચેપમેથ્યને જોતાં જ ઓળખી કાઢયો અને કહ્યું, “વાહ, આ તે મારો જનો સોબતી જીન વાલજીન! કેમ અલ્યા, જરા મારા સામું જો તે ખરો! ઓળખાણ પડે છે કે નહિ?” ચૅપમેયુએ નવાઈ પામી પૂછયું, “ભાઈ, શી વાત છે?” બ્રેવટે તરત કહ્યું, “ મારી જોડે ચાલાકી કરીશ તે ચાલવાની છે? તું જીન વાલજીન છે; વીસ વર્ષ પહેલાં તું ને હું ટુલ બંદરે વહાણ ઉપર સાથે હતા, તે ભૂલી ગયો?” ચેપમેયુ છેક જ નામુક્કર જવા લાગ્યો, એટલે એ બાબતની તપાસ શરૂ થઈ. ચેપમેશ્ય ત્રીસ વર્ષ પહેલાં જુદે જુદે ઠેકાણે ફરતે કઠિયારે હતો. તે ફેવ૦માં પણ રહ્યો હતો. હવે આ જીન વાલજીનના કુટુંબનું કોઈ ત્યાં હતું નહિ તેમ જ કોણ ક્યાં ગયું તેની પણ કોઈને ખબર ન હતી. ઉપરાંત, જીન વાલજીનને ઓળખી શકે તેવું પણ કોઈ ત્યાં હતું નહિ. પરંતુ વેટ ઉપરાંત વહાણ ઉપર બીજા બે કેદીઓ તેને ઓળખી શકે તેમ હતું. તે એને વહાણ ઉપરથી લાવવામાં આવ્યા. તેમણે પણ પેલા ઢોંગી ચૅપમેશ્યને જીન વાલજીન તરીકે ઓળખી કાઢયો. આ જ અરસામાં મારો કાગળ પૅરિસ ગયો. ત્યાંથી તરત જવાબ આવ્યો કે, જીન વાલજીન તે અહીં કેદમાં છે. ઉપરાંત ન્યાયાધીશે મને પણ તેને ઓળખવા ઔલાવ્યો. હું પણ ત્યાં જઈને તેને જોઈ આવ્યો, તે તે ખરેખર જીન વાલજીન જ હતે.” તમને બરાબર ખાતરી છે કે, તે જ જીન વાલજીન છે ?” મેં. મેડલીને ધીમા અવાજે પૂછયું. “જી હા, બરાબર ખાતરી છે.” પછી થોડી વાર ચૂપ રહીને જાવર્ટ બોલ્યો, “તેને જોયા પછી મને પોતાને જ નવાઈ થાય છે કે, હું આટલા Page #92 -------------------------------------------------------------------------- ________________ ભવિતવ્યતા ૬૭ દિવસ બીજા કોઈને જીન વાલજીન માનવાની ભૂલ કરી જ કેવી રીતે શકયો ? હું આપની ક્ષમા માગું છું, નગરપતિ સાહેબ. ” માઁ. મેડલીન કંઈક જુદા જ વિચારમાં પડી ગયા હતા. તેમણે સામે પ્રશ્ન પૂછ્યો, “ અને એ ડોસા શું કહે છે?” નગરપતિ સાહેબ, એ બહુ ગૂંચવણભરી વાત છે. સાફ વાત એટલી જ છે કે, તે જીન વાલજીત અને જૂના ગુનેગાર છે. ભીંત કૂદીને સફરજન ચારવાં એ વસ્તુ એક બાળક માટે નાને સરખા દોષ કહેવાય; એક માણસ માટે તે અપરાધ કહેવાય; પરંતુ આવા જૂના જોગી માટે । તે ગંભીર ગુના ગણાય. એ હવે સામાન્ય ફોજદારી અદાલતને લગતી વાત રહી નથી, પરંતુ જૂરી સમક્ષ ઉપલી અદાલતમાં કામ ચલાવવું પડે તેવી વાત બની ગઈ છે. ઉપરાંત તેને સજા પણ થોડા દહાડાની નહિ હાય, પણ જીવનભર વહાણ ઉપર રાખત કેદની થશે. વળી ગારુડી છેાકરાને લૂંટવાની પેલી બાબત પણ છે જ. એટલાથી અને જીવનભર જોઈએ તેટલી કેદ મળી રહેશે. પરંતુ એ જીત વાલજીન ભારે ચાલાક માણસ છે. તે એવા તે આશ્ચર્યચકિત થવાના ઢોંગ કરે છે, તથા પાતે ચેપમેથ્યુ હોવાની વાતને એવી દૃઢતાથી વળગી રહે છે કે, બીજો કોઈ હોય તો શંકામાં પડી જાય. પણ આ વખતે તેના કશા ફરેબ ચાલવાના નથી. અમે ચાર ચાર જણ તેને ઓળખીએ છીએ, એ શું ખોટા? આવતી કાલે જ તેના ફેંસલા છે; મારે આજે સાંજે જ તેના મુકદ્મામાં સ!ક્ષી આપવા અહીંથી ઊપડવાનું છે. પરંતુ તે પહેલાં હું આપની પાસે મારા ગુનાની સજા માગવા આવ્યો છું. મને આપે બરતરફ કરવા જ જોઈએ.” માં મેડલીન હવે ઊભા થયા. 46 “જાવર્ટ, તમે એક પ્રમાણિક વફાદાર માણસ છે. અને એ રીતે મારા તરફ્થી સંમાનને પાત્ર છે. તમે તમારા દોષની અતિશયોક્તિ કરો છે; ઉપરાંત એક રીતે એ વસ્તુ મને પેાતાને લગતી છે. તમે બરતરફીને બદલે બઢતીને પાત્ર છે. એટલે તમને હું તમારી જગાએ જ ચાલુ રહેવાના આગ્રહ કરું છું.’ જાવર્ટ પોતાની તેજસ્વી આંખોથી મોં. મેડલીન તરફ જોઈ રહ્યા. તે આંખામાં તેના અણઘડ પરંતુ દૃઢ અને નિર્મળ અંતરાત્મા પ્રકાશી રહ્યા હતા. તેણે શાંતિથી કહ્યું. : 19 64 નગરતિ સાહેબ, હું એ મંજૂર રાખી શકતા નથી. મને આપના ઉપર શંકા આવે ત્યાં સુધી તે હું મારી ફરજની હદમાં છું: કારણ Page #93 -------------------------------------------------------------------------- ________________ te લે સિઝેરામ્હ કે શંકા લાવવી અને તપાસ કરવી એ મારા જેવાનું કામ જ છે. પરંતુ કશા પુરાવા વિના ગુસ્સામાં આવી જઈ તથા વેરબુદ્ધિથી મેં આપ જેવા માનવંત નગરપતિ તથા મૅજિસ્ટ્રેટ સાહેબ ઉપર સીધા આક્ષેપ કર્યો, એ બહુ ગંભીર બાબત છે. હું સરકારના નોકર કહેવાઉં અને મેં આપના દ્વારા સરકારનું જ અપમાન કર્યું છે. મારા હાથ નીચેના કોઈ માણસે એવું કર્યું હાત, તે મેં તેને તરત જ સરકારી નોકરી માટે અપાત્ર જાહેર કરીને બરતરફ કરી દીધા હોત. મારા જીવનમાં હું પોતે ન્યાય અને કર્તવ્યની ભાવનાથી બીજા પ્રત્યે ઘણી વાર કડક બન્યો છું. હવે જ્યારે એ જ વસ્તુ મારી પાંતાની બાબતમાં લાગુ કરવાની આવે, ત્યારે મારી જાતની હું દયા ખાઈ શકું નહિ. આપને જ ગુનેગારો પ્રત્યે દયા કરતા જોઈ મને ઘણું ખોટું લાગ્યું હતું; તે જ પ્રમાણે હું આપને મારા પ્રત્યે દયા બતાવવા દઈ શકું નહિ. આવા વ્યવહારોમાં દયાથી કદાચ સમાજમાં અવ્યવસ્થા જ વધે છે, એમ હું માનું છું. ભલા ભગવાન! દયાળુ થવું ખરેખર સહેલું છે, પણ ન્યા થવું ઘણું કપરું છે. મારાં બાવડાંમાં હજુ જોર છે. હું મજૂરી કરીને મારું પેટ ભરીશ. મારો દાખલો બેસે એ સરકારી નોકરિયાતોના હિતમાં છે; તેથી નગરપતિ સાહેબ, હું માગણી કરું છું કે, ઇન્સ્પેકટર જાવર્ટને બરતરફ કરવામાં આવે.” “ ઠીક છે, એ બાબત આપણે પછી વિચારીશું,” કહી માં. મેડલીને પેાતાના હાથ જાવર્ટ તરફ ધર્યો; પરંતુ જાવર્ટ એકદમ પાસેા ખસી ગયે અને કડકાઈથી બાલ્યા : 66 માફ કરજો સાહેબ; પરંતુ નગરપતિના હાથ એક જાસૂસ માટે ન હાઈ શકે. જે ક્ષણથી મેં મારી સત્તાના દુરુપયોગ કર્યા, તે ક્ષણથી હું પોલીસ અમલદાર નિહ પણ એક હલકટ જાસૂસ બની ગયા કહેવાઉં. 33 આટલું કહી, તેણે ખૂબ નીચા નમીને નમન કર્યું અને પછી બારણા તરફ ચાલવા માંડયું. જ્યારે તે બારણા પાસે પહોંચ્યા, ત્યારે તે પાછા વળ્યે અને જમીન તરફ જ આંખ રાખીને બોલ્યા : નગરપતિ સાહેબ, મારી જગાએ બીજો માણસ આવી પહેાંચશે, ત્યાં સુધી હું મારી ફરજ ઉપર ચાલુ રહીશ.” 66 Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઘડભાંજ જે સવારે જાવર્ટ મળી ગયા, તે દિવસે પાછલે પહારે મોં, મેડલીન રાબેતા મુજબ ફેન્ટાઇનની ખબર કાઢવા ગયા. પરંતુ ફેન્ટાઇનની પથારી પાસે સીધા જતા પહેલાં તેમણે સિસ્ટર સિમ્પ્લાઇસને બહાર બાલાવી. સેવાશ્રમનેા કારભાર બે સાધ્વીઓના હાથમાં હતા : સિસ્ટર પપેગ્યુઆ અને સિસ્ટર સિમ્પ્લાઇસ. તે બેમાં સિસ્ટર પર્ષેચ્છુઆ તો સામાન્ય ગામડિયણ સ્રી હતી; અને જેમ કોઈ રસોઈયણની નોકરી સ્વીકારે, તે પ્રમાણે જ મઠની દીક્ષા તેણે સ્વીકારી હતી. ગામડાંનું ભાળપણ અને અજ્ઞાન તે વખતના સાધુસંપ્રદાયાની ભરતી માટે બહુ અનુકૂળ ક્ષેત્ર નીવડતું. પરંતુ સિસ્ટર સિમ્પ્લાઈસ જુદી જ જાતનું માણસ હતું. સિસ્ટર પપે ગ્યુઆ અને તે એટલે જાણે ચરબીની મીણબત્તીની સરખામણીમાં વેદીને અર્પણ કરેલી દીવડી. તેની ઉંમર કોઈ કહી શકે તેમ ન હતું; કારણ કે તે કદી જુવાન હતી નહિ, અને કદી વૃદ્ધ થાય તેમ દેખાતું ન હતું. તે નમ્ર, તપ-પરાયણ, સંસ્કારી, શાંત જીવ હતા – તેને સ્ત્રી કહેવાની અમારી હિંમત નથી. તે કદી જૂઠું બોલી ન હતી. તે એટલી નમ્ર હતી કે છેક બરડ દેખાતી હતી, અને સાથે સાથે આરસ કરતાં પણ વધુ સખત હતી. તેની વાણીમાં જાણે મૌન ભરેલું હતું; અતિ જરૂરનું હોય તેટલું જ તે બાલતી. પરંતુ તેના અવાજને રણકો સ્વર્ગીય મધુરતા વ્યક્ત કરતા. સંપ્રદાયમાં અખંડ સતવાદી તરીકે તેની ખ્યાતિ હતી. સિમ્પ્લાઇસને શરૂઆતથી જ ફેન્ટાઈન પ્રત્યે ભાવ જન્મ્યા હતા. કદાચ ફેન્ટાઇનનું નિર્મળ અંતર તેના પરખવામાં આવી ગયું હશે. તે પૂરા દિલથી તેની સારવાર કરતી હતી. માં,મેડલીને સિમ્પ્લાઇસને એક બાજુ બાલાવીને અવાજમાં એક પ્રકારના થડકા સાથે ફેન્ટાઇનની સભાળ રાખવાની ભલામણ કરી. એ થડકો કોણ જાણે શાથી સિમ્પ્લાઇસના અંતરપટ ઉપર કોતરાઈ ગયા. પછી માં. મેડલીન ફૅન્ટાઇન પાસે ગયા. ફેન્ટાઇન રોજ તેમના આવવાના સમયની આતુરતાથી રાહ જોતી. આજે તેને તાવ વધારે ચડયો હતો. માં. મેડલીનને જોતાં જ તે બાલી ઊઠી, 66 કૉંસેટ કર્યાં છે? તેમણે હસીને જવાબ આપ્યા : “ હવે માઁ મેડલીન અર્ધા કલાકને બદલે આવવાને બહુ વાર નથી.” એક કલાક ફેન્ટાઇન પાસે બેઠા. Page #95 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ આજે કોણ જાણે શાથી તેમણે સૌ કોઈને ભારપૂર્વક ભલામણ કરી કે, ફેન્ટાઇનને કશાની ઊણપ ન રહે. ત્યાર પછી તે સીધા પિતાની કચેરીમાં ગયા. કચેરીના કારકુને જોયું કે તે ત્યાં રંગાવેલ ફ્રાન્સના રસ્તાઓના નકશાને કાળજીથી તપાસતા હતા. કચેરીમાંથી તે સીધા ગામને છેડે આવેલા જાણીતા તબેલાવાળા પાસે ગયા. તે એક જીન સમારતો હતો. ઝીણી તપાસ બાદ, તેમણે, એક દિવસમાં સાઠ માઈલ પહોંચાડે અને બીજે દિવસે તેટલા જ માઈલ પાછો લાવે તેવા એક ઘોડાને તથા વજનમાં હલકી ડમણીને ભાડે ઠરાવ્યાં અને અગાઉથી ભાડું ચૂકવી દીધું. ડમણીને ઘોડા સાથે બીજે દિવસે સવારે સાડાચાર વાગ્યે પિતાના મકાનના બારણા આગળ હાજર કરવાનું જણાવી, તે બહાર નીકળ્યા. ડમણી તે પોતે જ હાંકવાના હતા. આ તબેલાવાળાએ મોં. મેડલીન પાસેથી તે ક્યાં જવા માગે છે તે જાણવાનો પ્રયત્ન કરી જોયો; પણ મોં. મેડલીન કશો વધુ જવાબ આપવા માગતા હોય તેમ જણાયું નહિ. તેમના ચાલી ગયા પછી આ વાત ઉપર માથું ખંજવાળતા તે ઊભે હતા, તેવામાં નગરપતિ અચાનક પાછા આવ્યા અને બોલ્યા : “ભાઈ, તારી આ ડમણી અને ઘોડાની નું કુલ કિંમત શી ગણે છે?” “આપને શું તે મારી પાસેથી ખરીદી લેવાં છે, સાહેબ?” “ના, પણ કોઈ અકસ્માત થઈ જાય, તો તને તારા માલની ગેરંટી મળી રહેવી જોઈએ. હું જો તારો ઘોડો અને ગાડી સાજસમાં પાછાં લાવું, તે તે રકમ તું મને પાછી આપજે.” " “પાંચસો ફ્રાંક, નગરપતિ સાહેબ.” “લે, આ રહ્યા.” * ઘેર પહોંચી, મ. મેડલીને સીધા ઉપલે માળ જઈ, પોતાની સૂવાની ઓરડીનું બારણું અંદરથી બંધ કર્યું. એ કોઈ અસાધારણ વાત ન હતી; કારણ કે તેમને વહેલા સૂવાની અને વહેલા ઊઠવાની ટેવ હતી. છતાં, તેમનું કામકાજ કરનારી ડોસીએ, જ્યારે તેમને મુનીમ નીચે સૂવા આવ્યો ત્યારે તેને પૂછયું, “નગરપતિ સાહેબની તબિયત આજે બરાબર નથી શું? આજે તેમને દેખાવ ભારે વિચિત્ર લાગ્યો.” મે. મેડલીનના અંતરમાં એક તુમુલ ઘમસાણ મચી રહ્યું હતું. પોતાનું જીન વાલજીન નામ અને ચરિત તેમણે ભૂતકાળમાં દાટી દીધાં હતાં અને પોતાનામાંથી સદંતર ભૂસી કાઢયાં હતાં. તેથી પણ વધુ પ્રયતન Page #96 -------------------------------------------------------------------------- ________________ ઘડભાંજ પોતાના જૂના જીવનની ભસ્મમાંથી નવું યશસ્વી અને પવિત્ર જીવન ઘડવા માટે તે સતત કર્યા કરતા હતા. પરંતુ કોણ જાણે ક્યાંથી, પેલું જૂનું નામ અને તેનાં કરતૂતે ફરી પાછાં ભૂતકાળનો ગાઢ અંધાર-પડદો ચીરીને તેમની પાછળ પાછળ ચાલી આવ્યાં હતાં અને તેમના નવા નામને તેમ જ નવા પુરુષાર્થને મિટાવી દઈ, તેમને ફરી પાછા શરમ અને વેદનાભરી કાળી ગુલામીમાં હંમેશ માટે ધકેલી દેવા તત્પર થયાં હતાં. – જો કે આ વખતે ઈશ્વરે જ જાણે તેમની મદદે ચડી, પેલી કઠોર અવિચારી ભવિતવ્યતાને વિફળ બનાવવા, અફાટ માનવ મહાસાગરમાંથી, તેમના જ આકારવાળા એક ચૅપમેક્યુને ખેંચી આપ્યો હતો. પણ, પણ – તેમનાં ખરાં નામ અને ચરિતની સજા બીજા એક નિર્દોષ માણસ ઉપર પોતાની જાણમાં જ પડવા દેવાથી ઈશ્વર પ્રસન્ન રહે ખરો? આખી સૃષ્ટિના અધિપતિને મન તેમના આ વૈભવની કે તે દ્વારા થતી યત્કિચિત્ સેવાની શી કિંમત હોઈ શકે જો દરમ્યાન તે પિતાને અંતરાત્મા ગુમાવતા હોય? તે પરમ પિતાને મન અંતરાત્માને ઘાત જ સૌથી વધુ કારમી ચીજ હોય! અચાનક તેમના વિચારે પલટો લીધે. તેમને ફેન્ટાઈન અને કૉસેટનો વિચાર આવ્યો. તે પોતે ભલે ફરીથી વહાણ ઉપરની જન્મકેદમાં પાછા ધકેલાઈ જાય; પણ આ શહેરનો ઉદ્યોગ બંધ થતાં કંગાલિયત અને દારિદ્યને પરિણામે બીજી કેટલીય ફેન્ટાઇને સરજાય તેનું શું? પોતાના અંતરનો થોડો ડંખ જીવનભર સહન કરી લઈને પણ, મરવા પડેલી ફેન્ટાઇન અને ભવિષ્યની બીજી ફેન્ટાઇનેને બચાવી લેવી એ જ વધુ યોગ્ય નથી ? અંતે એ વિચાર જ તેમના ડગમગતા અંતરમાં સ્થિર થવા લાગ્યો. તેમનું જૂનું નામ અને તેની સજા વહોરીને ચૂંપડ્યુ જીવનભર વહાણ ઉપર ચાલ્યો જાય, ત્યાર બાદ આ તરફ જીન વાલજીન સાથેની પિતાની બધી પૂર્વમૃતિઓ અને સંબંધોને કાયમનાં ભૂસી કાઢવા માટે, વેલબુટ્ટાના રંગીન કાગળથી મઢેલી પોતાની સૂવાના ઓરડાની ભીંતમાં તેમણે ઉતાવળે એક ઠેકાણે ચાવી ખોસીને ફેરવી. તરત એક બારણું ઊઘડ્યું; અંદર એક ઊંડા કબાટ જેવું ભંડારિયું હતું. તેમાં, જે જૂનાં કપડાં પહેરીને પોતે પહેલવહેલા મ૦ શહેરમાં આવ્યા હતા તે જનાં કપડાં, તેમનો જૂનો ગઠ્ઠાદાર દડો અને ઝોયણો ગોઠવી મૂકેલાં હતાં. પોતાના પૂર્વજીવનના સ્થૂલ પુરાવારૂપ એ બધી વસ્તુઓ તેમણે ઓળખાઈ જવાનું જોખમ ખેડીને પણ અત્યાર સુધી પવિત્ર સ્મૃતિ તરીકે સાચવી રાખી હતી. Page #97 -------------------------------------------------------------------------- ________________ લે ચિરાથG તે હવે તેમણે સગડીમાં નાખી દીધી. એકદમ ભડકો થયો. ઝોયણી બળી રહેતાં તેમાંથી કશુંક ગબીને રાખમાં ચમકવા લાગ્યું. તે પેલા નાના જર્વેનો બે ફ્રાંકને સિક્કો હતે. એ બધું આમ હંમેશને માટે લુપ્ત થતું જોઈ તેમને કાંઈક સંતોષ થશે. અચાનક તેમની નજર રૂપાની બે દીવાદાનીઓ ઉપર પડી. બિશપનાં ચાંદીના વાસણે તેમણે વેચી કાઢયાં હતાં અને તે મૂડીમાંથી જ વેપાર શરૂ કર્યો હતો. પરંતુ દીવાદાનીઓ તે પવિત્ર સંભારણા તરીકે રાખી મૂકી હતી. એ સંભારણું પણ હવે ન રહેવું જોઈએ એમ વિચારી, તેમણે તેમને પણ સગડીમાં ફેંકી દીધી. તે કાંઈ બળે એવી ચીજ તે ન હતી; પણ ઓગળીને ઓળખી ન શકાય તેવો ગદ્દો બની જાય ખરી. તે વખતે જ અચાનક તેમના અંતરમાં એક કાર અવાજ ઊઠયો, અને તેમના માથાના વાળ પણ ઊભા થઈ ગયા. ઠીક છે; બધું ખતમ કર! દીવાદાનીઓનો પણ નાશ કર! બિશપ સાહેબને ભૂલી જા ! બધું જ ભૂલી જા ! પેલા ચેપમેથ્યને પણ બરબાદ થવા દે. હું તે એક પ્રમાણિક માણસ તરીકે, નગરપતિ તરીકે, માનવંત અને માનનીય માણસ તરીકે શહેરની અને તારી સંપત્તિને વધારતે રહેજે; દુ:ખીદરિદ્રોને મદદ કરજે; અનાથને ઉછેરજે; અને સુખે સદાચારી અને યશસ્વી જીવન ગુજારજે. પરંતુ, ખબરદાર જીન વાલજી તારી આસપાસ અનેક અવાજો શોરબકોર કરતા, તને સમજાવતા તથા આશિષ આપતા હશે, છતાં એક અવાજ એવો હશે કે જે બીજો કોઈ નહિ સાંભળતો હોય, પણ તને શાપ આપતો હશે. સાંભળ, દુષ્ટ માણસ ! તને બહારથી મળતા આશીવદ તે સ્વર્ગે પહોંચતા પહેલાં પૃથ્વી ઉપર ખરી પડશે; પરંતુ પેલો શાપ જ તારી સાથે ઈશ્વરના દરબાર સુધી આવશે !” મે. મેડલીન ચમકીને આ અવાજ કયાંથી આવ્યો તે જોવા આસપાસ નજર કરવા લાગ્યા. પછી થોડું હસીને બોલ્યા, “હું કે મૂર્ખ છું! અહીં કેઈ નથી.” પરંતુ ખરેખર ત્યાં કોઈક હતું; જોકે તેને માનવ આંખ જોઈ શકે તેમ નહોતું. મ. મેડલીને પેલી દીવાદાનીઓ સગડીમાંથી ઉપાડી લીધી અને પાછી અભરાઈ ઉપર ગોઠવી દીધી. પછી ગમગીન પણે ઓરડીમાં આંટા મારવા શરૂ કર્યા. ઘડિયાળમાં ત્રણના ટકોરા પડયા, ત્યારે પણ તે આંટા જ મારતા હતા. હવે તે ખુરશીમાં આડા પડયા, અને તેમની આંખ જરા મીંચાઈ. Page #98 -------------------------------------------------------------------------- ________________ કેસેટ કાલે આવે છે! ૭૩ પરંતુ ડી વારમાં તે પાછા જાગી ઊઠયા, તેમને આખે શરીરે ટાઢ ચડી ગઈ હતી. ખુલ્લી બારીમાંથી ઠારી નાખનારો પવન આવતું હતું. તેમણે બારી પાસે જઈ આકાશ સામે નજર કરી, તે એકે તારો દેખાતો ન હતે. અચાનક દૂર તેમણે રાતા રંગના બે તારા ચમકતા તથા ડોલતા જોયા. મેડલીન હજુ ઊંઘેટા જ હતા, પરંતુ કશોક અવાજ આવતાં જ તે પૂરેપુરા જાગ્રત થઈ ગયા. તેમણે જોયું કે, એ તો એક ડમણીના બે દીવા હતા. તે ડમણી સીધી તેમના મકાન આગળ જ આવીને ઊભી રહી. ૧૫ કૌસેટ કાલે આવે છે ! મો. મેડલીનની ડમણી પાછલી રાતના અંધારામાં મ0 શહેરની બહાર નીકળી, તેવામાં સામેથી આવતી ટપાલ-ગાંડીના જંગી પૈડા સાથે તેમની ડમણીનું પૈડું અથડાયું. ટપાલગાડીવાળાએ તેમને થોભવા બૂમ પાડી, પણ માં. મેડલીનને કાને તેની બૂમ પહોંચી નહિ– તેમની ડમણી પવનવેગે આગળ ધસતી હતી. - જ્યારે તે હેસ્ટીન ગામે પહોંચ્યા, ત્યારે સૂર્ય ઊંચે ચડી ગયો હતો. ઘોડાને ખાણ ખવરાવવા તે થોભ્યા. ખાણ લાવનારે ઘોડાને ખવરાવતાં ખવરાવતાં ડમણી સામે નજર કરી, તે અચાનક તેના મેમાંથી એક ચીસ નીકળી પડી. બાપરે બાપ! આપ આ પૈડા વડે અહીં સુધી શી રીતે આવી શકયા ?” મે. મેડલીને જોયું તે ટપાલ-ગાના પૈડા સાથે અથડાયા પછી ડમણીના પૈડાના વિચિત્ર અવશે જ ધરીને જાણે વળગી રહ્યા હતા. મ. મેડલીને આખા ગામમાં બીજા પૈડાની કે બીજી ડમણીની તપાસ કરાવી; પણ એ નાના ગામમાં કશું મળી શકે તેમ ન હતું. એ જ પૈડાને સુતાર પાસે સમરાવ્યા વિના હવે આગળ જવાય તેમ ન હતું, અને સુતારે પૈડાની સ્થિતિ જોઈને કહ્યું કે, એક આખો દિવસ ગાળતાં માંડ એ પૈડું સુધરી શકે. મ. મેડલીનના મનમાંથી અચાનક એક આનંદની લહેર પસાર થઈ ગઈ. તે તે હવે ચેપમેથયુને બચાવવા ધારે તે પણ બચાવી ન શકે! તે અરસ પહોંચે ત્યાર પહેલાં તે ઍપમેશ્યને સજા થઈ ચૂકી હોય. Page #99 -------------------------------------------------------------------------- ________________ હૈ મિઝરાબ્વ માં. મેડલીને આમાં પણ ઈશ્વરને જ હાથ જોયા. પેાતે તા ચે પમેથ્યુને બચાવવા બનતી ઉતાવળે અર્રાસ પહોંચવા પ્રયત્ન કર્યો, પણ ઈશ્વરની જ મરજી તેવી નથી! પણ એટલામાં આ બધી ધમાલની ખબર પડતાં ગામને ખૂણેથી એક સ્ત્રી દાઢતી ત્યાં આવી પહોંચી. તેના વાડામાં એક જૂનું ડમણિયું હતું ~~ જો સાહેબને જોઈતું હોય તે ! સ માં. મેડલીનનું માં પડી ગયું. પણ તરત પૈસા ઠરાવી, તેના ડણિયાને પોતાને ઘેાડો જોડી તે આગળ ચાલ્યા. . ' પરંતુ આ જૂના અને વજનદાર ડમણિયાથી ઘેાડ થાકી ગયો, અને અર્રસ પંદરેક માઈલ દૂર રહ્યું ત્યારે તે તેની ગતિ ‘ દોડ ’ માંથી ‘ ચાલ ’ જેટલી જ બની રહી. એટલે પાસેના ટી૦ શહેરમાંથી બીજો મજબૂત ઘોડો બદલી તે આગળ ચાલ્યા. રસ્તામાં પસાર થતાં વૃક્ષા, ખેતરો વગેરે સૌ તેમને જાણે પહેલી અને છેલ્લી વાર નજરે પડતાં હોય તેમ વધુ ગાઢાં બની તેમની આંખને ઘેરી વળવા લાગ્યાં તેમના મનની જેમ બહાર પણ હવે ધૂંધળા અગમ્ય અંધકાર ઊતરવા લાગ્યા હતા. દરમ્યાન, આ તરફ ફેન્ટાઇનની સ્થિતિ વણસતી ચાલી હતી. પાછલ આખી રાત તેને ઊંઘ આવી ન હતી, અને સખત ઉધરસ ચડી હતી. તેને તાવ પણ સનેપાતમાં ફેરવાઈ જવા લાગ્યા હતા. સવારમાં ડૉકટર આવ્યા ત્યારે તે તે લવરીએ ચડી ચૂકી હતી. માં. મેડલીન આવે કે તરત જ પોતાને ફરી બોલાવવાની સૂચના આપી, ડૉકટર ચાલતા થયા. ફેન્ટાઇન થોડી થોડી વારે હાશમાં આવતાં મોં, મેડલીન આવ્યા કે નહિ એટલું જ પૂછતી હતી. બપારે ડૉકટર ફરીથી આવ્યો, અને દવા લખી આપીને માથું ધુણાવતા ચાલ્યા ગયા. માં. મેડલીન રોજ ત્રણ વાગ્યે બરાબર આવતા. અઢી વાગતામાં ફેન્ટાઇનની અમૂંઝણ વધતી ચાલી, અને અર્ધા કલાકમાં દશ વખત તેણે પૂછ્યું કે કેટલા વાગ્યા છે ? ત્રણના ટકોરા પડતાં જ તે અચાનક બેઠી થઈ ગઈ અને ફાટેલી આંખે બારણા તરફ તાકી રહી. તેનામાં હાલવાની પણ શક્તિ ન હતી તેને બદલે તેને આટલું બધું જોર કરીને પેાતાની મેળે બેઠી થયેલી જોઈ, સિમ્પ્લાઇસ પણ ચિકત થઈ ગઈ. પાએક કલાક આમ બેઠા પછી એક ઊંડો નિસાસો નાખી તે એકદમ પાછી ગબડી પડી. પછી તે દરેક ટકોરાએ તે આમ જ બેઠી થતી અને કશું બાલ્યા વિના બારણા તરફ જ તાકી રહેતી. તેના હાઠ ભૂરો રંગ પકડતા જતા હતા, અને તેનું આ બધું જોર આખર વખતનું જોર હ, એ વાત કોઈને સમજવી બાકી ન રહી. Page #100 -------------------------------------------------------------------------- ________________ કેસેટ કાલે આવે છે! પાંચને ટકરે તે બબ, હું કાલે તે જવાની છું, છતાં તે હજુ આવતા નથી, એ સારું કહેવાય?” સિપ્લાઈસને પણ નગરપતિને આવતાં આજે થયેલી વારથી વિચિત્ર લાગ્યું. તેણે મૂંઝાઈને એક કરીને મોં. મેડલીન કચેરીએથી આવ્યા છે કે નહિ તે જાણવા મોકલી. થોડી જ વારમાં તે પાછી આવી અને સિપ્લાઇસના કાનમાં ધીમેથી આ માહિતી બોલી ગઈ : નગરપતિ સાહેબ આજે વહેલી સવારના જ ડમણીમાં બેસી એકલા બહારગામ ચાલ્યા ગયા છે. તેમણે પોતાની નોકરીને માત્ર એટલું જ કહ્યું છે કે, આજે રાત્રે તેમની રાહ ન જોવી. ફેન્ટાઇન કશા વિચારમાં પડી હતી. તેણે આ બે જણને આમ ગુસપુસ કરતાં સાંભળી તરત પૂછયું, “તમે નગરપતિ સાહેબની જ વાત કરો ને ? તે શું કરે છે? આજે હજુ કેમ આવતા નથી?” તેનો અવાજ એ માટે તથા ફાટેલે હતું કે, બંને સ્ત્રીઓ ચમકીને એકીસાથે તેના તરફ વળી. . “જવાબ આપો !” ફેન્ટાઈને ચીસ પાડી. નેકરડી તેતડાતે અવાજે બોલી – “તેમની નોકરડીએ કહ્યું કે, તે આજે અહીં આવી શકે તેમ નથી.” “પણ તે કેમ આવી શકે તેમ નથી? તમે જાણો છો, અને હમણાં ગુસપુસ કરતાં હતાં; બેલો, તે કયાં ગયા છે?” નોકરડીએ સિપ્પાઇસના કાનમાં કહ્યું, “એને કહી દે ને કે આજે મ્યુનિસિપાલિટીની સભા છે, તેમાં તે રોકાયેલા છે.” સિસ્ટર સિપ્લાઇસના મોં ઉપર રંગ ચડી આવ્યો. એ તો છેક જ જૂઠું કહ્યું કહેવાય. પરંતુ સાચું કહેવાથી ફેન્ટાઇનની અત્યારની કથળેલી સ્થિતિમાં શુંનું શું થઈ બેસે તે પણ કોણ જાણે? સિપ્લાઇસે થોડી વાર દરદી ઉપર નજર સ્થિર કરીને કહ્યું, “ નગરપતિ સાહેબ બહારગામ ગયા છે.” - ફેન્ટાઈન એકદમ બેઠી થઈ ગઈ. તેની આંખો ચમકી ઊઠી; અને એક પ્રકારના આનંદને આભાસ તેના આખા મેં ઉપર છવાઈ ગયો. તે બોલી, “જરૂર તે કૉસેટને લઈ આવવા જાતે ગયા છે!” તેણે પોતાના બે હાથ આકાશ તરફ ઊંચા ક્ય. તેના હોઠ હાલી 'ઊયા; તે કંઈક પ્રાર્થના કરતી હતી. થોડી વાર પછી તે બોલી, “બહેન, હવે હું તમે જેમ કહેશો તેમ કરીશ, અને શાંતિથી સૂઈ રહીશ. હું હમણાં જરા ગાંડી થઈ ગઈ હતી, તથા તમને ધમકાવવા લાગી હતી. મને ક્ષમા કરો. હવે બહુ ગભરાઈ જાઉં છું; પણ નગરપતિ સાહેબ કેટલા બધા Page #101 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ ભલા છે! હું લાંબો વખત કાઢવાની નથી એ જાણી, તે જાતે જ મારી કૉસેટને લઈ આવવા ગયા છે.” સિપ્લાઈસે તેને શાંતિથી સૂઈ રહેવા કહ્યું. ફેન્ટાઈન કેટલીય વાતે બોલવા લાગી. કૉસેટની જ વાતો : કેટલી બધી નાની હતી ત્યારથી તેને પારકાના હાથમાં સોંપવી પડી છે; છતાં તે જરૂર મને ઓળખશે; તે હંમેશ મને યાદ કરતી હશે; તે બહુ વહાલી છોકરી છે. તમને સૌને પણ તે જરૂર ગમશે. હું તેને મારા આ ઓરડામાં જ સાથે ન રાખી શકું? જુઓને, આ તરફ તેની ટચૂકડી પથારી મૂકી શકાય તેટલી જગા છે, વગેરે વગેરે. - રાતે સાત અને આઠની વચ્ચે જ્યારે ડૉકટર આવ્યો, ત્યારે તે લગભગ બીજા જ કશાની આશા રાખીને આવ્યો હતો. તેણે ધીમેથી પડદો ઊંચક્યો. ફેન્ટાઇન તરત બોલી ઊઠી, “ડૉકટર સાહેબ, હું હવે સાજી થઈ ગઈ છું. કૉસેટ કાલે આવે છે!” ' ડૉકટરને પણ તેની સ્થિતિ જોઈને નવાઈ લાગી. સિપ્લાઈસે ધીમેથી ડૉકટરને નગરપતિ બહાર ગયાની, અને તે કૉસેટને લેવા ગયા છે એવું ફેન્ટાઇને માની લીધાની વાત કહી. “જોકે, નગરપતિ કયાં ગયા છે તેની કોઈને ખબર નથી; અને બીજે દિવસે તે આવશે જ કે કેમ, તથા કૉસેટને સાથે લાવશે જ કે કેમ તે કોણ કહી શકે?” ડૉકટરે જવાબમાં એટલું જ કહ્યું, “આજે ફેન્ટાઇનની સ્થિતિ એટલી બધી સારી છે કે, નગરપતિ ખરેખર કાલે કૉસેટને લઈને આવે, તો શું થાય તે હું કહી શકતું નથી. એવા દાખલા જાણમાં છે કે, જ્યારે છેવટની હદે પહોંચેલા રોગનું જોર પણ અતિ આનંદના આવેગથી હઠી ગયું હોય. આપણે કદાચ ફેન્ટાઇનને બચાવી શકીએ !” Page #102 -------------------------------------------------------------------------- ________________ અદાલતમાં ! અરસની અદાલત સાંજના છ વાગ્યે પૂરી થતી. મ. મેડલીન અરસ પહોંચ્યા ત્યારે આઠ વાગવા આવ્યા હતા. વીશીના આંગણામાં તેમની ગાડી દાખલ થઈ, ત્યારે તેમના હદયમાં એક પ્રકારને આનંદ વ્યાપી રહ્યો હતો : તે તે શક્ય તેટલી ઉતાવળે દોડી આવ્યા હતા, પણ તેમના હાથ બહારનાં કારણથી તે ચૅપમેગ્યુને બચાવી શકે તેટલા વહેલા આવી ન શક્યા, તેમાં તેનો વાંક ? વીશીવાળાએ આવીને પૂછયું – “આપ અહીં રાતવાસે કરશોને, સાહેબ?” ના.” “તબેલાવાળ કહે છે કે, આપનો ઘોડે છેક જ થાકી ગયો છે.” “કાલે સવારે તે ઊપડી નહિ શકે?” ના જી; તેને ઓછામાં ઓછા બે દિવસ થાક ખાવા જોઈશે.” “ટપાલ-ગારીની કચેરી પણ આ જ મકાનમાં છે ને?” “હા, જી.” તપાસ કરતાં જણાવ્યું કે, ટપાલ-ગાડી મ૦ તરફ જવા રાતે બરાબર એક વાગ્યે ઊપડતી હતી, અને તેમાં એક જ બેઠક ખાલી હતી. મે. મેડલીને તે એક બેઠક માટે પૈસા ભરી દીધા અને પછી પોતે સહેજ ટહેલવા શહેર તરફ નીકળ્યા. રસ્તામાં તેમને અદાલત તરફ જનાર એક સાથીદાર મળી ગયો. વાત દરમ્યાન તેણે કહ્યું કે, છ વાગ્યે અદાલતનું કામ પૂરું થાય છે; એટલે આપ જો અદાલત જોવા આવ્યા છે, તે આપને કદાચ બીજો દિવસ રોકાવું પડશે. એટલામાં અદાલતનું મકાન આવી પહોંચતાં જ તે બોલી ઊઠયો, “ વાહ, નસીબદાર છો સાહેબ! જુઓને, બધા દીવા સળગે છે, એટલે અદાલત આજે કાંઈ લાંબા સમય બેસવાની હોય એમ લાગે છે.” અદાલતમાં એક મુકદ્દમે પૂરો થયો હતો, અને બીજો મુકદ્દે આજે જ હાથ ઉપર લેવાવાને હ; એટલે બે કલાકની છૂટી પડી હતી. બહાર ઊભેલા બારિસ્ટોમાંથી એકને પૂછતાં જણાયું કે, જીન વાલજીન નામના રીઢા ગુનેગારને મુક જ હવે હાથ ઉપર લેવાવાનો હતો. અદાલતને એરડો પ્રેક્ષકોથી આજે અસાધારણ રીતે ચિકાર હતે. જજ સાહેબના ન્યાયાસનની પાછળ એકાદ બે બેઠક હજુ ખાલી હતી, પણ તે તે જાહેર Page #103 -------------------------------------------------------------------------- ________________ અધિકારી વર્ગના માણસો માટે જ અનામત રાખેલી હોય છે, એટલી માહિતી પણ મોં. મેડલીનને મળી. તરત તેમણે પોતાનું નામ અને હોદ્દો લખીને એક ચિઠ્ઠી ચપરાસી મારફતે જજ સાહેબને પહોંચાડી. મીના નગરપતિનું નામ સારી પેઠે જાણીતું હતું, એટલે જજે તરત અતિ માનપૂર્વક તેમને અંદર “પધારવા વિનંતી કરી. અદાલતનું કામ ચાલ્યું. જાવટે તો તે જ દિવસે પોતાને મથકે પાછા ફરવાનું હોઈ, તેની જુબાની પહેલેથી જ લખી લઈને તેને જવા દેવામાં આવ્યો હતે. બચાવપક્ષના અને સરકારી વકીલ વચ્ચે હવે સાઠમારી ચાલી. ભારે ભારે શબ્દો અને સિદ્ધાંતનો ઉલ્લેખ થયો. આરોપીને છેક જ નિર્દોષ તેમ જ એકદમ ઘોર અપરાધી. રીઢા ગુનેગાર તથા સમાજ અને તેની શાંતિને ખતરારૂપ વર્ણવવામાં આવ્યો. બિચારો ચેપમેગ્યુ. પિતાને કારણે આ બે સદગૃહસ્થો જે તકલીફ લઈ રહ્યા હતા, તથા આખો અદાલતનો ઓરડો ભરીને બીજા પણ સરકારના પ્રતિનિધિઓ અને શિષ્ટ નાગરિકો હાજર રહી તેને જે મહત્ત્વ આપી રહ્યા હતા, તે જોઈ નવાઈ પામતે તથા આ બધું શા માટે કરવામાં આવે છે તે ન સમજો, દિમૂઢ બનીને ઊભો હતો. તેની આ દિમૂઢનાને જ સરકારી વકીલ એક પ્રકારની ચાલાકી ઠરાવવા પ્રયત્ન કરી રહ્યો હતોપરંતુ સાથે સાથે સૌને આશ્વાસન આપી રહ્યો હતો કે, ગુનેગારની એ બધી ચાલાકીએ ન્યાયના સ્પષ્ટ દર્શનને જરા પણ ઝાંખું ન કરે, તે જોવા પોતે તૈયાર ઊભો છે ! - મુકદ્દમો પૂરો કરવાનો સમય આવી લાગતાં જ જજે ચૅપમેશ્યને જે કહેવું હોય તે કહેવા જણાવ્યું. તેણે સરકારી વકીલને પિતાને જેવા તુચ્છ માણસમાં જે અસાધારણ રસ છે તે માટે નવાઈ વ્યક્ત કરીને જણાવ્યું કે, “તેઓ સાહેબ બહુ ચાલાક અને હોશિયાર માણસ લાગે છે, કારણ કે મારો જન્મ કયાં થયો છે તે ગામનું નામ, મને પોતાને ખબર ન હોવા છતાં, એ સાહેબ બરાબર જાણે છે. દરેક જણને જન્મવા માટે ગામમાં ઘર હોય એવું બહુ ઓછું બને છે, જોકે તેમ હોય તો બહુ સગવડ થાય ખરી. હું તો માનું છું કે, મારાં માબાપ રસ્તે રખડતાં માણસે જ હતાં; જોકે મને એની પણ પૂરી ખબર નથી. હું છોકરો હતો ત્યારે મને બધા “નાનો’ કહેતા અને હવે મને ‘સે' કહે છે. મને મારાં એ બે નામો જ ચોક્કસ ખબર છે. હું ફેવડમાં હતો એ વાત સાચી છે, પરંતુ વહાણમાં કેદી હેયા વિના શું એ ગામમાં કોઈ ગયું ન હોઈ શકે? મેં કશાની ચોરી કરી નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ અદાલતમાં આ સફરજનની ડાળી પણ હું વહેલી સવારે આવતો હતો ત્યારે આગલી રાતના સખત તોફાનમાં કદાચ તૂટીને રસ્તા ઉપર પડેલી હતી. હું કોઈની ભીંત કૂદીને તે માટે વાડામાં પેઠો નથી, કારણ કે, મને રોજ ખાવા મળ્યું હોય તેવું મારી આખી જિંદગીમાં ઘણુંખરું બન્યું નથી. એટલે પેટમાં ભૂખ હોય તે માટે હું અચાનક ચોરી કરવા જેવું કામ કરી બેસું, એ સંભવિત નથી. પૅરિસમાં હું લુહાર મહાજન બેલાને ત્યાં પૈડાંનું કામ કરતે હતે. ખુલ્લા આકાશ નીચે વાડાઓની અંદર એ કામ કરવાનું હોય છે. સારે માલિક હોય તે ઉપર છાપરું હોય. શિયાળે ખુલ્લામાં એવી ટાઢ વાય કે ગરમ લાવવા તમારા હાથ ઊંઝીને જ કામ કરવું પડે. પણ માલિકને એ વાત ગમતી નથી; કારણ કે એમાં વખત, બગડે છે. બહાર પથ્થરો વચ્ચે બરફ જામ્યો હોય તે વખતે લોઢાને પકડવું-મૂકવું એ બહુ કપરું કામ હોય છે. તેનાથી માણસ જલદી ઘસાઈ જાય છે. ચાલીસ વર્ષની ઉંમરે તે માણસ ખતમ થઈ જાય. મારી ઉંમર ોપન વર્ષની થઈ છતાં હું એ ધંધામાં રહ્યો હોવાથી મને સારો પગાર નહોતે મળત. રોજના ત્રીસ સૂ જ મળતા અને એટલું કમાવા દેવા માટે પણ મારો માલિક મારા ઉપર ઉપકાર ચડાવ અને હરહમેશ એ રકમ ઓછી કરવાનું જ વિચાર કરતે. મારે એક દીકરી હતી તે નદીએ કપડાં ધોવા જતી. એ પણ થોડું કમાતી અને અમારા બેનું ગમે તે રીતે નભી જતું. તેની વલે પણ બહુ બૂરી હતી. વરસાદ અને બરફના દિવસોમાં પણ આખે દિવસ કમર સુધી ટબમાં ડૂબેલા રહેવાનું, અને પવન તે છરીની પેઠે તમારા મોં ઉપર વાગતે હેય. પાણી ઠરી જાય તે પણ તમારે તો ધોવાનું પૂરું કરવું જ પડે; કારણ કે ઘણાની પાસે કપડાંની એક જ જડ હોય અને તે તેમને તે દિવસે સાંજે પહોંચી જવી જોઈએ નહિ તો ઘરાકી તૂટી જાય. પાટિયાં બરાબર જોડેલાં ન હોય એટલે પાણીનાં ટીપાં દરેક બાજુએથી તમારા ઉપર પડયાં જ કરે. તેનાં કપડાં પાણીથી ભીંજાયેલાં જ રહેતાં અને બિચારી આખે વખત હાડોહાડ ઘૂજ્યા કરતી. ઉપરાંત તે એક ધોબીખાનામાં પણ કામ કરતી. ત્યાં આજુબાજુ ભેંત હેય અને નળ સામે જોવાનું હોય એટલે પવન ઓછો લાગે. સાત વાગ્યે તે છેક થાકી જઈ ઘેર પાછી આવતી અને તરત સૂઈ જતી. તેને ધણી તેને મારપીટ બહુ કરતો. તે તો હવે મારી ગયા છે. મારી દીકરી બિચારી બહુ ભલી હતી. તે એક દિવસ નાચગાન જોવા બહાર ગઈ હોય એવું મને યાદ નથી.” ચૅપમેશ્યને આ બધી વિગતો અને હકીકત કહેતો તરત અટકાવવામાં Page #105 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાહ જણે તેને ઓળખી બદલ તેની ઠેકડી આવ્યો અને જીન વાલજીનના વહાણ ઉપરના સાથીદારોને એક પછી એક તેને ઓળખવા પાંજરામાં બોલાવવામાં આવ્યા. તે દરેક કાઢયો તથા પેાતાને ન ઓળખતો હોવાના ઢોંગ કરવા ઉડાડી.ચે પમેથ્યુ પેાતાના કહેવાતા જૂના દાસ્તાની ખાતરીભરી વાતો સાંભળી વધારે નવાઈ પામ્યા; તથા જીન વાલજીન એવા ભળતા જ નામથી પોતાની સાથેની દોસ્તી આ લાક શા માટે યાદ કરવા માગે છે, તે ન સમજાવાથી માથું ખંજવાળી, તે દરેકની સામે તાકી તાકીને જોવા લાગ્યો. તેમ તેમ તે દરેક જણ તથા સરકારી વકીલ, તેની એ ધીટતા બદલ, તેના ઉપર લ્યાનત વરસાવવા લાગ્યા. પણ તે જ વખતે અચાનક જજ સાહેબના ન્યાયાસન પાછળથી ઘેારમાંથી આવતા હોય તેવો અવાજ આવ્યા. જેમણે જેમણે તે અવાજ સાંભળ્યા, તેમને જાણે હૃદયના ઊંડાણ સુધી ટાઢ ચડી ગઈ. “બ્રેવેટ, શેનીલડયુ અને કોશિપે, તમે મારી સામે જુએ જોઉં. ” આ શબ્દોની સાથે જજની બેઠક પાછળથી એક માણસ ઊભા થઈને ન્યાયપીઠના કઠેરાને ઝાંપા ખાલી નીચે ઊતરી આવ્યા, અને સાક્ષીઓના પાંજરા પાસે જઈ ઊભા રહ્યો. અદાલતમાં એક પ્રકારે ધાંધલજેવું મચી ગયું, તથા શું બન્યું ? શું છે ?' એ જાતની ઇંતેજારી સૌના મોં ઉપર છવાઈ ગઈ. 6 માં. મેડલીને વહાણના પેલા ત્રણે કેદીઓને પૂછ્યું, “ તમે મને ઓળખી 66 શકતા નથી?” * ત્રણે જણા ચકિત થઈ જેઈ રહ્યા; તેમને કશી ઓળખાણ પડી નહિ. માં. મેડલીને જજસાહેબને સંબોધીને કહ્યું, “ ચેપમેથ્યુને છોડી મૂકો, અને મને કેદ પકડાવા. આપને જે માણસ જોઈએ છે, તે એ નથી હું જીત વાલજીન છું.” બધાને શ્વાસ થંભી ગયા. સ્મશાનની નીરવતા અને ગંભીરતા સર્વત્ર છવાઈ રહી. કશું ગૂઢ અને ગંભીર બનવાનું હેાય અને એક પ્રકારની ધાર્મિક ઉત્કંઠાથી સૌ ઈંતેજાર બની રહે તેવા દેખાવ થઈ ગયા. જજ સાહેબના મુખ ઉપર ચિંતા અને સહાનુભૂતિની લાગણી સ્પષ્ટ તરવરી રહી. તેમણે સરકારી વકીલ તરફ ઉતાવળે નજર કરીને પછી પ્રેક્ષકો તરફ મે કરીને પૂછયું - અહીંયાં કોઈ દાક્તર હાજર છે?” 66 સરકારી વકીલે પણ જેમના નામથી બરાબર જૂરીને સંબોધીને જણાવ્યું કે, “ આપ સાહેબો પરિચિત હÃા તે માનવંત માં. મેડલીન, મ૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ અદાલતમાં ૧ શહેરના નગરપતિ સાહેબ આજે અહીં પ્રેક્ષક તરીકે પધાર્યા છે. તેઓ સાહેબને અચાનક આ શું થઈ આવ્યું છે તે ન સમજાવાથી, જજસાહેબે અહીં કોઈ દાક્તર હાય તા તેમને માં. મેડલીનની મદદે દોડી આવવા વિનંતી કરી છે; હું પણ તે વિનંતીને ફરી વાર બેવડાવું છું—” મોં. મેડલીને સરકારી વકીલને વચ્ચેથી અટકાવી ધીમા પણ સત્તાવાહી અવાજે જણાવ્યું, “ સાહેબ, હું આપના આભાર માનું છું; પરંતુ મને કાંઈ ઉન્માદ થઈ આવ્યા નથી. આપને હમણાં જ તેની ખાતરી થશે. હું મારું કર્તવ્ય જ બજાવી રહ્યો છું; કારણ કે, હું જ પેલા કમનસીબ ગુનેગાર છું. અહીં હાજર રહેલામાં હું જ બધી વાત કદાચ બરાબર જાણું છું, અને હું તદ્દન સત્ય જ બોલવા માગું છું. હું અત્યારે જે કરી રહ્યો છું, તેને ઉપરથી ઈશ્વર જુએ છે, અને એ વસ્તુ મારે માટે પૂરતી છે. હું જીન વાલજીન છું. મેં બીજા નામથી પ્રમાણિક જીવન ગુજારવા પ્રમાણિક પ્રયત્ન કર્યો છે, તથા મારા પૂર્વચરિતથી વિખૂટા પડવા ઇચ્છા રાખી છે. પરંતુ હું જોઉં છું કે એ અશકય છે. એ વાત સાચી છે કે, મે` બિશપ સાહેબને ઘેર ચારી કરી હતી, તથા નાના જવેના બે ફ્ાંકનો સિક્કો પડાવી લીધો હતો. જીન વાલજીન બહુ જોખમકારક માણસ છે, એ વર્ણન પણ ખાટું નથી; જોકે એ બાબતમાં મારે ઘણું કહેવાનું છે. પરંતુ, મારા જેવા માણસને સમાજના કે ઈશ્વરને વાંક જોવાને કે કહેવાના હોય નહિ. અલબત્ત, હું વહાણ ઉપર ગયા ત્યાં સુધી એક ગામઠી ખેડૂત હતા, તથા મારામાં ઝાઝી અક્કલ પણ ન હતી. પરંતુ વહાણ ઉપરની સજાએ મને પલટી નાખ્યો. હું મૂર્ખ હતો, પણ ત્યાં હું દુષ્ટ બન્યો. જો કે ઘણાં વર્ષ બાદ, બિશપ સાહેબની ભલાઈ અને સહનશીલતાને કારણે હું ઉધ્ધાર પામ્યો. પરંતુ એ બધી વાત જવા દઉં. આપ સાહેબાને કદ ય, એ બધું નહિ સમજાય. સાત વરસ પહેલાં નાના જવે ની પાસેથી પ વેલા બે ડ્રાંકને સિક્કો મારા ઓરડાની સગડીમાં હજુ પડેલા છે. મારે કાંઈ વધુ કહેવાનું નથી. આ ત્રણે જણ મને ઓળખી નથી શકતા. કદાચ જાવર્ટ અહીં હાજર હાત, તા મને ઓળખી કાઢત. પરંતુ આ ત્રણે જણને પણ હું કેટલીક વાતો યાદ કરાવી શકું તેમ છું; જેથી તેમને કા નહિ રહે કે હું જીન વાલજીન છું. "t ઠીક, ભાઈ બ્રેવેટ, વહાણ ઉપર તારી પાસે ગૂંથેલા કાબરચીતરા ખભા-પટ્ટા હતા તે તને યાદ છે?” લે મિ૦ – ૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ બ્રેવેટ એકદમ શમીને છળી ઊઠયો. તે મોં. મેડલીન તરફ ભયથી ભરેલી આંખાએ પગથી માથા સુધી જોવા લાગ્યો. “ શેનીલડયુ, તારા જમણા ખભા ઉપર ચામડી બળ્યાનું ચકામું છે; ત્યાં કોતરેલા ટી. એફ. પી. એ ત્રણ અક્ષરો કાઢી નાંખવા તે ત્યાં બળત અંગારો ઘસ્યા હતા, ખરું ને ?” “ખરી વાત, ” શેનીલડયુ બાલ્યા. . * કાશિપે, શહેનશાહ કૅનિસ બંદરે ઊતર્યાં તે તારીખ - માર્ચ ૧, ૧૮૧૫ "" ૧ - તારા ડાબા હાથે ભૂરા અક્ષરોમાં ડામેલી છે; તારી બાંય ઊંચી ચડાવ. કોશિપેએ તેમ કર્યું અને સૌ જોઈ શકયા કે બરાબર તે તારીખ ત્યાં હતી. સૌની આંખા હવે આપમેળે પેાતાની જાતને જીવનભર કારમી સજામાં ધકેલતા આ માણસ ઉપર સ્થિર થઈ. એ કમનસીબ માણસ સૌ પ્રેક્ષકો સામે જોઈને ફિક્કું હાસ્ય હસ્યા; એ હાસ્ય આજે પણ જેને યાદ આવે છે, તેઓનાં રુવાંટાં ઊભાં થઈ જાય છે. એ હાસ્ય વિજયનું હતું, પણ તેમાં અનંતકાળની હતાશા ભારોભાર ભરેલી હતી. ૧૯ વળી પાછા જીન વાલન સવાર થવા લાગી. ફેન્ટાઈને નિદ્રા વિનાની અને તાવભરેલી રાત જેમતેમ પસાર કરી હતી. છેક સવાર લગાલગ તે જરા ઊંઘે ભરાઈ. એ તકના લાભ લઈ, સિમ્પ્લાઈસ તેની દવાનું મિશ્રણ તૈયાર કરવા દવાઓના ઓરડામાં ગઈ. સવારમાં ઝાકળથી છવાયેલી ઝાંખી શીશીએ તે જરા નીચી નમીને કાળજીથી તપાસતી હતી, તેવામાં અચાનક તેણે પાછા ફરીને જોયું તે Æાં. મેડલીન ચૂપકીથી ત્યાં દાખલ થયા હતા અને તેની સામે ઊભા હતા. આપ સાહેબ છે?” તેણીએ આશ્ચર્યના ઉદ્ગાર કાઢયા. 66 તેમણે ધીમે અવાજે પૂછ્યું : “ ફેન્ટાઇનને કેમ છે?” “અત્યારે તે ખાસ કાંઈ નથી; પરંતુ કાલે અમે સારી પેઠે ગભરાય હતાં ખરાં.' . સિમ્પ્લાઇસે ટૂંકામાં ગઈ કાલની બધી વાત કહી સંભળાવી, તથા મોં. મેડલીન કૉંસેટને લેવા જ બહારગામ ગયા છે, એ આશાએ ફેન્ટાઇન બળપૂર્વક ટકી રહી છે, એમ પણ જણાવ્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ વળી પાછા ન વાલજીન “ઠીક કર્યું, તેને ભ્રમ ન ભાગ્યો છે.” “પરંતુ સાહેબ, આજે આપને તે જોશે અને તેની બાળકીની માગણી કરશે તે શું થશે?” ભગવાન આપણને રસ્તો સુઝાડશે.” પણ તેને જૂઠું તે નહિ જ કહી શકાય,” સિપ્લાઇસે કહ્યું. પણ એટલામાં દિવસનું અજવાળું મે. મેડલીનના મોં ઉપર પડ્યું અને તે તરફ અચાનક નજર જતાં સિપ્લાઈસ બૂમ પાડી ઊઠી: “ભલા ભગવાન! આપને શું થયું છે? આપના બધા વાળ તદ્દન ધોળા થઈ ગયા છે!” શું?” એમ કહી, મોં. મેડલીને ડૉકટરના અરીસામાં નજર નાખી, અને પછી કહ્યું, “ હા, વાત એમ બની છે?” આ શબ્દો તે જાણે બીજી બાબતને વિચાર કરતા હોય તેમ બેકાળજીથી બેલ્યા હતા, છતાં સિસ્ટર સિમ્પલાઇસ કોઈ અજાણ્યા અનિષ્ટની છાયા આ બધામાં જોઈને પૂજી ઊઠી. “હું ફેન્ટાઇનને જોઈ શકું?” “આપ તેની બાળકીને તેડી મંગાવવાના નથી ?” જરૂર; પરંતુ તેને હજુ ઓછામાં ઓછા બેત્રણ દિવસ થાય.” “ત્યાં સુધી આપ તેને ન મળે તો? આપ હજુ નથી આવ્યા એમ જ તે જાણશે તે તેને શાંત રાખવી કદાચ શક્ય બનશે.” મ. મેડલીન થેક ક્ષણ વિચારમાં પડયા; પણ પછી તેમની શાંત ગંભીર રીતે બોલ્યા, “ના સિસ્ટર, મારે તેને જોવી જ જોઈએ. હું કદાચ બહુ ઉતાવળમાં છું.” સિપ્લાઇસનું ધ્યાન નગરપતિના “કદાચ’ શબ્દ તરફ ન ગયું, એ શબ્દમાં ઘણો વિશેષ અર્થ ભરેલો હતો. તેણે ધીમે અવાજે જવાબ આપ્યો: “એમ હોય તો આપ અંદર જઈ શકો છો, જોકે તે ઊંઘમાં છે.” ઍ. મેડલીન ઊંઘતી ફેન્ટાઇન સામે અને ઉપરના ક્રૂસ-ચિહન સામે વારાફરતી સ્થિર નજરે જોઈ રહ્યા. થોડી વારે ફેન્ટાઇને આંખ ઉઘાડી. શાંતિથી સ્મિત સાથે તેણે પૂછ્યું – અને કૉસેટ?” તેને આનંદને કશો આંચકો લાગ્યો નહિ, કારણ કે તે પોતે આનંદમય બની ગઈ હતી. તેને એટલી ખાતરી હતી કે, કૉસેટ મે. મેડલીન સાથે હશે જ. Page #109 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ “આપ કોસેટને લેવા જ ગયા હતા. હું રાતે કેટલાક સમયથી આપને દૂરથી જોઈ શકતી હતી – આપના મુખારવિંદની આસપાસ અદભુત પ્રકાશ ઝળહળી રહ્યો હતો, અને આપની આસપાસ મને સ્વર્ગીય દેવદૂતના ચહેરાઓ દેખાતા હતા.” આટલું બોલી તેણે સામેના કૂસ-ચિહન તરફ આભારભરી નજર ઠેરવી. પણ કૉસેટ કયાં છે? આપ લોકોએ તેને મારી પથારીમાં જ કેમ ન સુવાડી, જેથી હું આંખ ઉઘાડતાં જ તેને જોઈ શકે?” આ વખતે ડૉકટર આવી પહોંચ્યો હતે; તેણે મે. મેડલીનની મદદે દોડી જઈ જવાબ આપ્યો, “ડાહી દીકરી, તું જરા શાંત થા; તારી કૉસેટ અહી જ છે; પણ તને આંચકો ન લાગે માટે અમને ઠીક લાગશે ત્યારે તેને તારી પાસે લાવીશું.” ' ફેન્ટાઇનના ચહેરા ઉપર ઉજજવળ પ્રકાશ છવાઈ રહ્યો; તેણે પોતાના હાથના પંજા જોરથી ભિડાવ્યા. તેમાં પ્રાર્થનાની અંદર હોઈ શકતી બધી પ્રબળતા અને બધી સૌમ્યતા ભરેલી હતી. “ઠીક, પણ હવે તેને મારી પાસે લાવો !” “હજ નહિ; તને તાવ ચડેલો છે. આ સ્થિતિમાં તારી પાસે કૉસેટને લાવીએ તે તને અચૂક નુકસાન થાય. નું પહેલાં સાજી થા.” ફેન્ટાઇને આવેશમાં આવી જઈ એકદમ દાક્તરને વચ્ચેથી જ બોલતે અટકાવ્ય, અને કહ્યું, “પણ હું સારી છું; હું કહું છું કે હું હવે બરાબર સ્વસ્થ છું. આ દાક્તર લોકો છેક જ ગધેડા હોય છે કે શું? મારી કોસેટને હું જોઈશ તથા મારા હાથમાં લઈશ, એટલે મને જલદી સારું થશે કે ઊલટું નુકસાન થશે ?” જે, જે, તું હજી કેટલી આમલમાં છે જ્યાં સુધી હું આમ કરીશ, ત્યાં સુધી હું કદી તારી બાળકીને તારી પાસે લાવવાનું નથી. હું જ્યારે શાંત પડીશ, ત્યારે હું જાતે તેને તારી પાસે લાવીશ.” બિચારીએ પિતાનું માથું નીચે ઢાળી દીધું. “દાક્તર સાહેબ, હું આપની ઘણી ઘણી માફી માગું છું. પહેલાં કદી મારે મોંએ આવા શબ્દો નીકળ્યા ન હોત. પરંતુ, હું એટલા બધા દુ:ખમાંથી પસાર થઈ છું કે હવે મને બોલવાનું ભાન રહેતું નથી. આપ મારા ભલા માટે જ મારી દીકરી મારી પાસે નહિ લાવતા હો; પરંતુ મારી દીકરીને નગરપતિ સાહેબ મારે માટે જ આટલે દૂરથી લઈ આવ્યા હોય, એટલે મને તેને જોવાની અધીરાઈ આવી જાય, એ સ્વાભાવિક છે. આજ આખી Page #110 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે જીન વાવઝન રાત મને સફેદ વસ્તુઓ અને હસતા ચહેરા નજરે પડયા કર્યા છે. હવે મને તાવ નથી. છતાં તમે મને જ્યારે ખરેખર શાંત થયેલી છે, ત્યારે તમને જ થશે કે, હવે મને મારું બાળક આપવું જોઈએ.” - મોં. મેડલીન હવે તેની પથારી પાસેની ખુરશીમાં બેસી ગયા હતા. ફેન્ટાઈન બહુ શાંત થવાનો દેખાવ કરી તેમના તરફ ફરી. તેને ખરેખર શત થયેલી જોઈ, મે. મેડલીન પિતે જ કૉસેટને તરત જ ત્યાં લાવવાનું કહેશે, એમ તેણે માન્યું, પણ આ રીતે પોતાની જાતને દબાવવા છતાં, તે માં. મેડલીનને હજારો સવાલ પૂછડ્યા વિના ન રહી. : " આપને મુસાફરીમાં કાંઈ તકલીફ તે નથી પડી ને? કૉટને તો મુસાફરી દરમ્યાન બહુ મઝા પડી હશે. મારે વિશે તે આપને ઘણું ઘણું પૂછતી હશે, ખરું ને? આપને પણ તે દાદા જ કહેતી હશે. જોકે, મને કદાચ આટલે વર્ષે તે ન પણ ઓળખે. ત્યાં તેને પેલાં થનારડિલરો કેવી રીતે રાખતાં હતાં? તે દુબળી પડી ગઈ છે? આપ તેને અહીં લાવી ન શકતા હે, તે બારણા પાસે જ તેને ઊભી રાખી થોડી વારમાં તેને પાછી લઈ જજો. આપ સાહેબ તે નગરપતિ છો; આપ ધારો તે દાક્તરને જરૂર કહી શકો.” . ' મે. મેડલીને ફેન્ટાઈનને હાથ પિતાના હાથમાં લઈને પંપાળતાં પંપાળતાં કહ્યું, “મા, હવે જરા શાંત થા; કૉસેટ મજામાં છે; અને તારી પાસે બહુ જલદી તેને લાવીશું. પરંતુ હું બહુ આવેશમાં આવી જઈને બોલ્યા કરે છે, અને તારા હાથ ખુલ્લા કરે છે, તે સારું નહિ.” વસ્તુતાએ ફેન્ટાઇનને શદે શબ્દ ઉધરસ ચડતી હતી. તેને જ હવે લાગ્યું કે, આવી ઉધરસ કાયમ રહી, તે આ લોકો તેની પાસે કૉસેટને જલદી નહિ લાવે. તે જરા ચૂપ થઈ. દાક્તર હવે ત્યાંથી ચાલ્યો ગયે. સિસ્ટર સિપ્પાઇસ જ પાસે ઊભી હતી. તેવામાં બહાર આંગણામાં કોઈ કારીગરની બાળકીનાં રમવાને અવાજ આવ્યો. ફટાઈનના કાને તે અવાજ પડતાં જ તે બોલી ઊઠી, “હા, એ જ; મારી કોસેટ જ દેડતી લાગે છે. હું તેને અવાજ ઓળખી શકે છે.” આમ બોલી, તે હસવા લાગી. માં. મેડલીને તેને હાથ મૂકી દીધો. એવામાં અચાનક ફેન્ટાઇન ચુપ થઈ ગઈ અને છળી મરી હોય તેમ પથારીમાં અધ બેટી થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ હતી, અને તેને છે માં Page #111 -------------------------------------------------------------------------- ________________ er સિઝેરાજ્જ શ્વાસ પણ લગભગ બંધ થઈ ગયા હતા. તેની નજર એરડાને બીજે છેડે બારણા આગળ ઊભેલી દેખાતી કોઈક આકૃતિ ઉપર જડાઈ ગઈ હતી. માઁ. મેડલીને એ તરફ નજર કરીને જેયું, તો ત્યાં જાવર્ટ ઊભા હતા. શું બન્યું હતું તે હવે ટૂંકમાં કહી દઈએ. સાડા બારને ટકોરે માં. મેડલીન અર્રાસની અદાલતમાંથી નીકળી, બરાબર ટપાલ-ગાડી ઊપડવાને વખતે જ વીશીએ આવી પહોંચ્યા. તે મમાં પાછા ફર્યા ત્યારે છ વાગવા આવ્યા હતા. આવીને તરત જ તેમણે પોતાના બૅંકવાળા માઁ. લેંફાઇટને કાંઈક કાગળ લખીને ટપાલમાં નાખ્યા અને ત્યાર બાદ તે ફેન્ટાઇનને જેવા આશ્રમ તરફ આવ્યા. તેણે અદાલતના ઓો છેડો કે તરત જ સરકારી વકીલ મૂર્છામાંથી જાગ્યો હોય તેમ ઊભા થઈ બાલવા લાગ્યો કે, તેને પોતાના અભિપ્રાય હજુ જરા પણ બદલાયા નથી; આ બધું થેાડા વખત બાદ સ્પષ્ટ થશે; દરમ્યાન ચેપમેથ્યુ જ સાચા જીન વાલજીન હોઈ, તેને સજા કરી દેવી જોઈએ. પરંતુ ચે પમેથ્યુના વકીલે તરત જ વાંધા લીધા અને જણાવ્યું કે, મોં. મેડલીનની કબુલાતથી હવે ખરો જીન વાલજીન કોણ છે તેની શંકા જ રહી નથી; માટે ચેપમેથ્યુને તો નિર્દોષ ઠરાવી છેાડી જ મૂકવા જોઈએ. જૂરીના સભ્યો તરત જ તે બાબતમાં સંમત થયા અને ચે પમેથ્યુને છેાડી મૂકવામાં આવ્યું! પરંતુ તે પછી, સાચા જીન વાલજીનને સજા તા થવી જ જોઈએ. એટલે તરત માં, મેડલીનની ખાળ શરૂ થઈ. મોં. મેડલીને જ્યારે પાતે જીન વાલજીન હોવાની કબૂલાત આપી હતી, ત્યારે અદાલતના ઓરડામાં એક ગંભીર પણ પવિત્ર વાતાવરણ છવાઈ રહ્યું હતું. ત્યાં કોઈ આરોપ મૂકનાર નહેાતું રહ્યું, કોઈ બચાવ કરનાર નહોતું રહ્યું, કે કોઈ ન્યાય ચૂકવનાર નહેાતું રહ્યું, બધા જ અપ્રતિમ માનવ ગૌરવના પ્રેક્ષક માત્ર બની રહ્યા હતા. એક નિર્દોષ માણસને સજામાંથી બચાવી લેવા પાતાની જાતને આટલા જોરપૂર્વક આગળ કરવી, એ વસ્તુ મનુષ્ય તરીકે સૌને માટે ગૌરવપ્રદ બની રહી હતી. એ વાતાવરણમાં મૅ મેડલીન છેવટનું એક વાકય બેાલીને અદાલતના ઓરડામાંથી ચાલી નીકળ્યા હતા : આપ સાહેબ હજુ મને કેદ પકડવાનું જાહેર કરતા નથી, ત હાલ તુરત હું આપની રજા લઉં છું; કારણ કે મારે કેટલાંક કામેા પતાવવાનાં છે. હું કોણ છું અને કયાં જાઉં છું તે સરકારી વકીલ બરાબર જાણે છે. એટલે જ્યારે યોગ્ય લાગે ત્યારે આપ લોકો પકડવાના હુકમ મેકલીને મને મેળવી શકો છે. ” તે જ્યારે બારણામાંથી જવા લાગ્યા, ત્યારે દરેક જણ આપેાઆપ તેમને જવાનો માર્ગ આપવા લાગી ગયું. કારણ કે દરેક ઉદાત્ત 46 Page #112 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે. અને વાહન કાર્યની માનવ હૃદય ઉપર અચૂક અસર થાય છે; અને આભારની લાગણીથી તે ઝૂકી પડે છે. ન્યાયાધીશ ભલો અને સમાજ માણસ હત; પણ સાથે સાથે તે રાજભક્ત હતા. એટલે કેશિપેને પ્રશ્ન પૂછતી વખતે મોં. મેડલીને બોનાપાર્ટને શહેનશાહ' કહીને ઉલ્લેખ્યો હતો, એ વસ્તુ તેને ખટકી હતી. તેણે તરત મ. મેડલીનની ધરપકડને હુકમ લખી નાખ્યો અને ઇન્સ્પેકટર જાવટને પહોંચાડવા ખાસ માણસ દેડાવ્યા. જાવર્ટ પથારીમાંથી ઊઠતે જ હતું તેવામાં અદાલતના માણસે આવીને તેના હાથમાં મ. મેડલીનને પકડવાનું વૉરંટ મૂકવું. તે માણસને મોઢે જ અદાલતમાં બનેલી બધી વાત સાંભળતાં વેંત, જાવર્ટ બહારથી લાગણીને કશે ઉદ્રક દાખવ્યા વિના, દૃઢતાથી અને મક્કમતાથી પિતાને સેંપાયેલું કામ બનાવવા નીકળી પડ્યો. પહેરા ઉપરથી ચાર સિપાઈઓ અને એક જમાદારને સાથે લઈ તે મા. મેડલીનને મકાને આવ્યો અને ત્યાંથી નોકરડીએ બતાવ્યા પ્રમાણે સેવાશ્રમમાં આવ્યું. બારણું ઉઘાડી તે એકદમ અંદર પેઠો નહિ, પણ એકાદ મિનિટ ઊભે રહ્યો. તે વખતે જ અચાનક ફેન્ટાઇનની નજર તેના ઉપર પડતાં તે એકદમ છળી ઊઠી હતી. મે. મેડલીનની નજર જાવર્ટની નજર સાથે મળતાં જ જાવર્ટના મોં ઉપર સખત ફેરફાર થઈ ગયા. માનવ લાગણીઓમાં આનંદની પેઠે બીજી કોઈ લાગણી આટલી બધી વિકરાળ થઈ શકતી નથી. જન વાલજીન છેવટે હાથમાં આવ્યો એ વાતની નિશ્ચિતતાથી જવનું આખું અંતર જાણે નીચેના બધા ઓગાટ સાથે તેના ચહેરા ઉપર ધસી આવ્યું હતું. જો કે, પિતાને વિજય જાવર્ટને મન ન્યાય અને સત્યનો અનિષ્ટ ઉપરનો વિજય હતે. સત્ય, પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠા એવી વસ્તુ છે, કે જેમનું ઝનૂન માણસને વિકરાળ બનાવે છે. એ સદગુણોને એક જ દુર્ગુણ છે, અને તે વધારે પડતું કરી બેસવાને. તેથી તેવા માણસને આનંદ જ્યારે ચહેરામાં સારાપણાનું બધું અનિષ્ટ લઈને પ્રગટ થાય છે, ત્યારે તેના જેવું દૃણાસ્પદ શ્ય બીજું હોઈ શકતું નથી. ફેન્ટાઈને જાવર્ટને તે દિવસથી ફરી જોયો ન હતો. તેના માંદા મગજમાં એક જ ખ્યાલ ફુર્યો અને તે એ કે, જાવટે તેને પકડવા આવ્યો છે. જાવટને વિકરાળ ચહેરો તેનાથી સહન થઈ શક્યો નહિ. તેને લાગ્યું કે તેનું મોત હવે પાસે આવ્યું છે. તે પિતાનું મોં બંને હાથમાં દબાવી આસ્વરે પિકારી ઊઠી : “ નગરપતિ સાહેબ, મને બચાવે !” Page #113 -------------------------------------------------------------------------- ________________ " - લે મિરાન્ડ જીન વાલજીન – કારણ કે હવેથી આપણે તેનું એ જ નામ વાપરીશું – ઊભો થઈ ગયો. તેણે ફેન્ટાઈનને અતિ ધીમા શાંત અવાજે કહ્યું: - “ગભરાઈશ નહિ, એ તારે માટે નથી આવ્યા.” પછી તેણે જાવર્ટ તરફ ફરીને કહ્યું : “તમારે શું જોઈએ છે, તે હું જાણું છું.” તે ચાલ, ઉતાવળ કર—” જાવટેં જવાબ આપ્યો. ' ફેન્ટાઇને પોતાની આંખ ઉઘાડી. ત્યાં સિપ્લાઇસ તથા નગરપતિ સિવાય બીજે તે કોઈ હતું નહિ, તે પછી આવી તુચ્છ રવાળી ભાષા બીજા કોને માટે હોઈ શકે? ફેન્ટાઇનને પિતાને માટે જ! તે પગથી માથા સુધી ધ્રુજી ઊઠી. તેની સાથે જ તેણે કલ્પનામાં પણ ન આવી શકે તેવો દેખાવ જોયો– પિલીસ જાવટે નગરપતિને બોચીએથી પકડયા હતા અને નગરપતિનું માથું નીચું ઝૂકી ગયું હતું. ફેન્ટાઇનને થયું કે દુનિયાને અંત જાણે આવી પૂગ્યો છે. નગરપતિ સાહેબ !” ફેન્ટાઇને ચીસ નાખી. જાવટે તેના બધા દાંત દેખાય તેવું મુક્ત હાસ્ય હસ્યો – “અહીં કોઈ નગરપતિ નથી.” જન વાલજીને પોતાની બોચીએથી તેને હાથ ખસેડવાનો પ્રયત્ન કર્યા વિના માત્ર કહ્યું – જાવટે – ” જાવટે તરત જ તેને આગળ બોલતા રોક્યા : “ચૂપ રહે, “મૌોર ઇન્સ્પેકટર સાહેબ” કહેતાં નથી આવડતું?”, ' - “હું આપને ખાનગીમાં બે શબ્દ કહેવા માગું છું, ” જીન વાલજીને ઉમેર્યું. “ચાલ બોલી નાખ,” વર્ગે જવાબ આપ્યો, “ મારી સાથે લોકોએ જાહેરમાં જ વાત કરવાની હોય છે.” " મારે આપને એક વિનંતી કરવી છે.” કહું છું કે બોલી નાખ.”, , , “પણ તે તમારે એકલાએ જ સાંભળવાની છે – ” મારે કંઈ જરૂર નથી. હું સાંભળતા નથી ” જીન વાલજીને તેના તરફ ફરીને ઉતાવળે બહુ ધીમા અવાજથી કહ્યું : મને ત્રણ દિવસ આપ! ત્રણ દિવસમાં હું જઈને આ દુખિયારી બાઈનું બાળક લઈ આવું. જે કહેશો તે નુકસાની હું આપને ભરી આપીશ; તથા મરજી હોય તે આપ પણ મારી સાથે આવી શકો છે.” Page #114 -------------------------------------------------------------------------- ________________ વળી પાછે છન વાલજી “અલ્યા, મશ્કરી કરે છે કે શું?” જાવટેં બૂમ પાડી. “તે છેક આવો બુધ્ધ હોઈશ એવી મને કલ્પના ન હતી. ત્રણ દહાડા હું તને આપું કે જેથી હું ભાગી જઈ શકે, કેમ? અને તે ત્રણ દહાડા પણ આ કૂતરીના ભટોળિયાને લઈ આવવા સારુ! વાહ, આ તે અમીર-ઉમરા જેવી વાત લાગે છે !” ફેન્ટાઇનની નસે તૂટી ઊઠી. મારી બાળકીને લઈ આવવા?” તેણે ચીસ પાડી. “તો શું તે અહીં નથી ! સિસ્ટર મને જવાબ આપો – કૉસેટ કયાં છે? મારે મારી બાળકી જોઈએ છે ! નગરપતિ સાહેબ, મેડલીન બાપુ?” જાવટે જોરથી પોતાને પગ પછાડયો. . . “ આ વળી બીજીએ માંડયું; તું ચૂપ મરીશ, ડાકણ? આ ખરો સેતાનોનો દેશ છે, કે જ્યાં વહાણ ઉપરના કેદીઓ મૅજિસ્ટ્રેટ થઈ બેસે છે, અને રસ્તે રખડતીઓની ઉમરાવજાદીઓની પેઠે સારવાર થાય છે. પણ હવે એ બધું ઠીક કરી લેવાનો વખત આવી પૂગ્યો છે.” આમ કહી જાવટે જીન વાલજીનની બોચી આગળના કૉલરોને ભેગા જોરથી આમળ્યા, તથા પછી ફેન્ટાઇન તરફ સ્થિર સખત નજર કરીને કહ્યું. “જો સાંભળ, અહીં કોઈ મેડલીન બાપુ પણ નથી, કે નગરપતિ સાહેબ પણ નથી. અહીં તે એક ચોર, ડાકુ, જીન વાલજીન નામનો ગુનેગાર છે; અને મેં તેને હવે પકડયો છે, સમજી?” ફેન્ટાઇન પોતાના અકડાતા જતા હાથ ટેકવીને સફાળી બેઠી થઈ. તેણે જીન વાલજીન તરફ નજર કરી, જાવર્ટ તરફ નજર કરી; અને સિપ્લાઇસ તરફ નજર કરી. પછી કાંઈ બોલવા માં ઉઘાડયું પણ તેના ગળામાંથી માત્ર ખરખરી જેવો કંઈક અવાજ નીકળ્યો. ખેંચાવા લાગેલા પોતાના હાથ કશુંક પકડવા તેણે પહોળા કર્યા; એટલામાં અચાનક તે ઓશીકા તરફ માથું પછડાય તેમ ઢળી પડી. તેનું મે ઉઘાડું રહ્યું, તેની આંખ ફાટેલી રહી, અને તેને જીવાત્મા તેનું આ દુ:ખી ખોળિયું છે વિદાય થઈ ગયો. જન વાલજીને હવે પોતાનો હાથ બોચી તરફ ઊંચે કરી જાવર્ટના હાથ ઉપર મૂક્યો તથા એક બાળકને હાથ હોય તેમ તેને હાથ બચી ઉપરથી ઉખાડી નાખ્યો; પછી જાવર્ટને કહ્યું : ' “તમે આ બાઈને જીવ લી.” Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ મિરાહ ચાલ, હવે રહેવા દે,” જાવર્ટ તપી જઈને બોલો. “હું અહીં ગાળે સાંભળવા નથી આવ્યો. નીચે સૈનિકો ઊભા છે; જલદી કર, નહીં તો માટે બંને બેડી પહેરાવવી પડશે.” - એરડાના ખૂણામાં એક જ લઢાને ખાટલે હચમચી ગયેલી હાલતમાં પડેલો હતે. જ્યારે દરદી પાસે આખી રાત જાગવાનું હોય, ત્યારે સિસ્ટરો બેસવા પુરતે તેને ઉપયોગ કરતી. જીન વાલજીન તે ખાટલા તરફ ગયે, અને તેને એક સળિ આખના પલકારામાં તેણે ખેંચી કાઢર્યો. તેના સ્નાયુઓ માટે એ રમત વાત હતી. પછી તે સળિયા હાથમાં રાખી તે ધીમે ધીમે કૉન્ટાઇનની પથારી પાસે ગયો. ત્યાં પહોંચ્યા પછી તેણે પાછા ફરી જાવર્ટને તદ્દન ધીમા અવાજે કહ્યું: - “ અત્યારે મારા કામમાં કશી ખલેલ ન પહોંચાડવાની મારી તમને સલાહ છે.” એક વાત નક્કી – જાવર્ટ પણ ધ્રૂજી ઊઠયો. તેણે સિપાઈઓને બોલાવવા જવાને વિચાર કર્યો, પરંતુ જીન વાલજીને કદાચ એ દરમ્યાન છટકી જાય તે બીકે, પાતળે છેડેથી પિતાના દંડને પકડી, જીન વાલજીન ઉપર આંખ ચોંટાડી રાખી, બારણાને અઢેલીને તે ઊભો રહ્યો. જન વાલજીને પથારી પાસે જઈ ફેન્ટાઇન તરફ સ્થિર નજરે જોતે ઘૂંટણિયે પડયો, અને તક્ષણ જાણે ધ્યાનસ્થ થઈ ગયો. તેને દુનિયાનું કશું ભાન ન રહ્યું. તેના ચહેરા ઉપર એક પ્રકારની અવર્ણનીય કરણા છવાઈ રહી. થોડી ક્ષણ આમ વીત્યા પછી, તેણે ફેન્ટાઇનના કાન પાસે પોતાનું માથું ઝુકાવ્યું અને તેના કાનમાં ધીમે અવાજે કશુંક કહ્યું. જગતે તજેવા આ માણસે, જગતને તજી ગયેલીના કાનમાં શું સંભળાવ્યું હશે? પૃથ્વી ઉપર કોઈએ તે શબ્દ સાંભળ્યા ન હતા; પરંતુ એ મૃત સ્ત્રીએ તે જરૂર સાંભળ્યા હતા. કેટલાક આભાસે એવા તીવ્ર હોય છે કે, તેમને અગમ્ય વાસ્તવિકતાવાળા જ ગણવા જોઈએ. ત્યાં જે બન્યું હતું તેની એકમાત્ર સાક્ષી સિસ્ટર સિગ્લાઇસ વારંવાર ભારપૂર્વક કહે છે કે, જે ક્ષણે જીન વાલજીને ફેન્ટાઇનના કાનમાં કશુંક કહ્યું, તે વખતે ફેન્ટાઈનના ફીકા હોઠ ઉપર આનંદભર્યું હાસ્ય છવાઈ રહ્યું હતું, એવું તે સ્પષ્ટ જેવું છે. જન વાલજીને ફેન્ટાઇનનું માથું પોતાના હાથમાં લીધું અને મા ઊંચકે તેમ ઊંચકીને ઓશીકા ઉપર ગોઠવ્યું. પછી તેણે તેનાં કપડાં ઠીક કર્યા અને તેના વાળ તેના માથા ઉપર બાંધેલા રૂમાલ તળે સરકાવી દીધા. આટલું કર્યા બાદ તેણે ધીમેથી ફેન્ટાઇનની આંખ બંધ કરી. ફેન્ટાઈનને Page #116 -------------------------------------------------------------------------- ________________ 'સિસ્ટર સિપ્લાઈસ ચહેરો હવે નવાઈભરી રીતે ઝળકી રહ્યો; કારણ, મૃત્યુ એ પણ પ્રકાશમાં પ્રવેશરૂપ છે. ફેન્ટાઇનને હાથ પથારી બહાર લટકતો હત; જીન વાલજીને નીચા નમી ધીરેથી તેને ઉપાડીને ચુંબન કર્યું. ત્યાર પછી તે ઊભો થયો અને જાવર્ટ તરફ ફરીને બોલ્યો: હવે હું તમારી આજ્ઞામાં છું.” સિસ્ટર સિપ્લાઈસ જાવટેં જીન વાલજીનને શહેરની જેલમાં પૂરી દીધું. મે. મેડલનની ધરપકડના સમાચારથી આખા મ0 શહેરમાં ધમાલ મચી રહી. પરંતુ જ્યારે સૌએ જાણ્યું કે તે માણસ તે વહાણ ઉપરને એક કેદી જ હતો, ત્યારે દરેક જણે તુચ્છકારપૂર્વક તેની વાત મન ઉપરથી કાઢી નાખી. આખા શહેરમાં માત્ર ત્રણ કે ચાર જણ મે. મેડલીનની સ્મૃતિને વફાદારીથી વળગી રહ્યાં. તેમની ઘરડી નોકરડી તેમાંની એક હતી. તેજ દિવસે સાંજે આ ભલી ડોસી પિતાની ઓરડીમાં ચમકેલી હાલતમાં શેકાવિષ્ટ થઈને બેઠી હતી. કારખાનું આખે દિવસ બંધ રહ્યું હતું. તાળો ઊઘડયાં જ ન હતાં, અને શેરી નિર્જન હતી. ઘરમાં બે સાધ્વીઓ સિવાય કોઈ જ ન હતું અને તેઓ પણ વિધિ મુજબ ફેન્ટાઇનના મૃત શરીર પાસે જ બેઠી હતી. - સાંજ પડવા આવી; મોં. મેડલીનને રોજન આવવાને વખત થયો. પેલી ભલી ડોસી પણ રોજની ટેવ મુજબ ઊઠી. તેણે એક ખાનામાંથી માં. મેડલીનના સૂવાના ઓરડાની ચાવી કાઢીને એક ખીંટીએ ભેરવી. મો. મેડલીન રોજ આવતા ત્યારે ત્યાંથી ફેંચી કાઢી લેતા. ડોસીએ તેની પાસે જ દીવાદાની તૈયાર કરીને મૂકી. મે. મેડલીન તે દીવાદાની સાથે લઈને ઉપર જતા. રોજની ટેવ પ્રમાણે આટલું કામ અજાણપણે જ પરવારી લઈને ડેસી પાછી પોતાની ઓરડીમાં વિચાર કરતી બેઠી. તેને આમ વિચાર-નિદ્રામાં પડશે ત્રણેક કલાક વીત્યા હશે, ત્યાર બાદ તે અચાનક બોલી ઊઠી : “જઓ તે ખરા ! આજે પણ મેં મુઈએ તેમની કૂંચી કાઢીને ખીંટીએ ભેરવી છે!” Page #117 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ક ' એ જ ક્ષણે બારણું સહેજ ઊઘડવું. એક હાથ તેમાંથી અંદર આવ્યું. તે હાથે ખીંટીએથી કૂંચી લીધી, અને ડોસીની સળગતી મીણબત્તી વડે દિવાદાની સળગાવી. નોકરડીએ આંખ ઊંચી કરીને જોયું અને પછી ફાટેલે મેં તે ઊભી થઈ ગઈ. પિતાના ગળામાં અધે આવેલી ચીસ તેણે જોર કરીને દબાવી દીધી; કારણ કે એ હાથ તેણે ઓળખ્યો હતો. મોં. મેડલીનના કોટની જ બાંય તેના ઉપર હતી. થોડી ક્ષણ તે બેલી પણ ન શકી; છેવટે તે બોલી : આપ સાહેબ અહીં કયાંથી? હું તે માનતી હતી કે –” “– કે હું જેલમાં હતા, એમ ને?” જીન વાલજીને કહ્યું “હું ત્યાં જ હતે; પરંતુ મેં જેલની બારીને એક સળિયો ખેંચી કાઢ્યો, પછી કૂદીને હું બહાર નીકળ્યો અને અહીં આવે. હું ઉપર મારા ઓરડામાં જાઉં છું; તમે જઈને સિસ્ટર સિપ્લાઈસને બેલાવી લાવો; એ હજુ પેલી બાપડીની બાજુએ જ બેઠાં હશે.” નેકરી ઉતાવળે આજ્ઞાનો અમલ કરવા દોડી ગઈ. જીન વાલજીને તેને કશું વિશેષ કહ્યું નહિ, કારણ કે તેને ખાતરી હતી કે પોતે કાળજી રાખે તે કરતાં એ ડોશી વિશેષ કાળજી રાખશે, અને કોઈને પિતાના આવ્યાની જાણ થવા નહિ દે. ઉપર જઈ, જીન વાલજીને મીણબત્તી બહાર જ મૂકીને પ્રથમ પોતાના ઓરડાની બધી બારીઓ બંધ કરી દીધી; ત્યાર પછી બહાર આવીને મીણબત્તી સાથે તે અંદર પેઠે. આ અગમચેતી તેણે વાપરી તે જરૂરી હતી, કારણ કે તેની બારી શેરીમાંથી દેખાતી હતી. પછી તેણે ઓરડામાં ચારે તરફ નજર કરી. તેની પથારી હજુ ત્રાણ રાતથી પાથરેલી જ પડેલી હતી. ડેસીએ રડીને વાળીઝૂડીને સાફ કરી હતી; રાખેડી કાઢી નાખી હતી અને તેમાંથી નીકળેલી દંડાની ખેળી તથા બે ફ્રાંકનો સિક્કો તેણે ટેબલ ઉપર મૂકી રાખ્યાં હતાં. જીન વાલજીને એક કાગળ લીધે અને લખ્યું, “નાના જ પાસેથી મેં પડાવી લીધેલો બે ફ્રોકને સિક્કો જેનો ઉલ્લેખ મેં અંદાલતમાં કર્યો હતો.” પછી પેલો સિક્કો તેણે એ કાગળ ઉપર મૂક્યો. ત્યાર બાદ એક ખાનામાંથી એક જુનું ખમીસ કાઢી, તેમાંથી એક ટુકડે ફાડીને તેમાં બિશપની બે દીવાદાની વીંટી લીધી. તેની વર્તણૂકમાં કશી ઉતાવળ કે પ્રભુ ન હતાં; અને દીવાદાનીઓ વીંટતાં વીંટતાં તેણે જેલમાંથી સાથે લીધેલી કાળી રોટીમાંથી બચકાં ભરી. ખાવા માંડયું. એવામાં બારણા ઉપર બે ધીરા ટકોરા પડ્યા. “અંદર આવે,” તેણે કહ્યું. Page #118 -------------------------------------------------------------------------- ________________ સિસ્ટર સિમ્હાઈસ એ સિસ્ટર સિપ્લાઈસ હતી. તે ફીકી પડી ગઈ હતી; તેની આંખે શતી બની ગઈ હતી અને તેણે હાથમાં પકડેલી મીણબતી પણ ધ્રુજતી હતી. આ સાધ્વીનું સખત અંતર પણ આજના બનાવોથી મુગ્ધ થયું હતું. તે ખૂબ રડી હતી એ સ્પષ્ટ દેખાતું હતું. જીન વાલજીને એક કાગળ ઉપર કશું લખવાનું હમણાં જ પૂરું કર્યું હતું. તેણે તે કાગળ સિપ્લાઈસને આપ્યો અને કહ્યું, “સિસ્ટર, આ કાગળ પાદરીને આપો.” કાગળ ખુલ્લો જ હતું. એટલે સિસ્ટરની નજર તેના ઉપર પ. તમે વાંચી જુઓ,” જીન વાલજીને કહ્યું. સિપ્પાઇસે વાં, “અહીં જે મૂકી જાઉં છું તે બધાનો કબજો તમે લઈ લેજો. તેમાંથી અદાલતમાં મારો કેસ ચાલે ત્યારે જે ખર્ચ કરવું પડે તે તથા આ બાઈના મૃત શરીરને સારી રીતે ઠેકાણે પાડવા જે ખર્ચ કરવું પડે તે કરવું. બાકીનું બધું ગરીબ માટે છે.” સિસ્ટરે કશુંક બોલવા પ્રયત્ન કર્યો, પણ તેના ગળામાંથી અવાજ ન નીકળી શક્યો. પછી તે થોડી વારે આટલું બોલી શકી: એ બિચારી દુખિયારીને છેલ્લી વાર જોવા આપ નહિ પધારે!” “ના,” તેણે કહ્યું. “મારી પાછળ પોલીસ આવતા હશે; અને હું જો તેના ઓરડામાં પકડાહ તે તેને ફરીથી આઘાત લાગે.” તે હજુ આ શબ્દો પૂરા બેલી રહે, તે પહેલાં તે દાદર ઉપર દોડધામ કરતાં ચડતાં પગલાંને અવાજ ગાજી ઊઠયો. ડેશી તેના ગળામાંથી નીકળે તેટલો મોટો અવાજ કાઢીને બૂમ પાડી રહી હતી : - “મારા ભલા સાહેબ, હું સોગંદપૂર્વક કહું છું કે, અહીં આખો દિવસ કે સાંજે કઈ જ આવ્યું નથી; અને હું મારી ઓરડીમાંથી એક વાર પણ બહાર નીકળી નથી.” એક માણસે જવાબ આપ્યો : “પણ એ ઓરડીમાં દીવો બળે છે.” તેઓએ જાવટને અવાજ ઓળખ્યો. આ રડાનું બારણે એવી રીતે ખૂણા પાસે આવેલું હતું કે તેને ઉઘાડે એટલે અંદરની જમણી બાજુની ભીંત સાથે તેને ત્રિકોણ બની રહે. જીન વાલજીને તરત પોતાની દીવાદાનીને ફૂંક મારીને એ ખૂણામાં ભરાઈ ગયો. સિસ્ટર સિપ્પાઇસ ટેબલ પાસે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગી. તેની નાની મીણબત્તીને જ પ્રકાશ એરડામાં રહ્યો. સાધ્વીને આંખ બંધ કરી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રાર્થના કરતી શ્વેતાંવેંત જ જાવ રહી ગયા. લે સિઝેરાલ ભારે સંકોચ સાથે બારણામાં જ ઊભા સત્તા તરફ આદરમાન એ તો જાવર્ટના ઘડતરનું મુખ્ય તત્ત્વ હતું. તેમાંય ધર્મસત્તાનું સ્થાન તેને મન રાજસત્તા કરતાં પણ મેટું હતું. તેની નજરે ધર્મગુરુ એટલે કદી કોઈને ન છેતરનાર આત્મા; અને સાધ્વી એટલે કદી પાપ ન કરનાર માનવી. સિસ્ટરને જોતાં જ તે આપોઆપ પાછા ફરી જતા હતા. પરંતુ બીજી ક્ષણે તે થેભ્યો અને ધીમેથી બાલ્યા : · સિસ્ટર, આ ઓરડામાં તમે એકલાં જ છે ? ” 66 " એક કારમી પળ ઓરડામાં તાળાઈ રહી. સિસ્ટર સિમ્પ્લાઈસ પ્રાણાંતે પણ જૂઠ્ઠું બાલે એ તો બને જ નહિ. જાવર્ટ એ વસ્તુ બરાબર જાણત હતા. ઘરડી ડોસીને તો સિસ્ટર સિમ્પ્લાઇસને અચૂક સાચા જવાબ કલ્પનામાં આવતાં તમ્મર આવી ગયાં. .. સિસ્ટર સિમ્પ્લાઇસે આંખા ઊંચી કરીને જવાબ આપ્યો, ‘ હા, એકલી જ છું.” 66 તો પછી, હું આગ્રહપૂર્વક પૂછવા માટે તમારી માફી માગું છું, પણ મારી ફરજ છે – તમે આજ સાંજે અહી” પેલા જીન વાલજીનને હરિંગજ નથી જોયો ? તે ભાગી ગયા છે, અને અમે તેને શેાધીએ છીએ. સિસ્ટરે જવાબ આપ્યો, 'ના, નથી જોયા. ” ઉપરાઉપરી તે બે અસત્યા બાલી હતી : જરાય 66 ખચકાયા વિના, ઝડપથી, ભગવત્-સ્તુતિ કરતી હોય એમ. પવિત્ર સાધ્વી, તને આ પૃથ્વી છેાડીને વિદાય થયે ઘણાં વ વીતી ગયાં છે. પરમિપતાના પ્રકાશિત ધામમાં નું તારી કુમારિકા બહેનેાને, અને તારા દેવદૂત ભાઈઓને જ ફરી પાછી જઈને મળી છે. તારું આ અસત્ય સ્વના ચોપડામાં જમા બાજુએ જ નેોંધાયું હશે, એની અમને ખાતરી છે. 39 સિસ્ટરનું વચન જાવર્ટ માટે એટલું પ્રમાણભૂત હતું કે, આજુબાજુ એક નજર પણ કર્યા વિના તેં તરત પાછા ફરી ગયા. એક કલાક બાદ ધૂમસમાં થઈને એક માણસ ઉતાવળે મ૦ શહેરથી દૂર ભાગી રહ્યો હતો. જે બે ત્રણ જણાએ ઓળખ્યા વિના તેને જોયા હતા, તેઓએ જણાવ્યું કે, તેના હાથમાં માત્ર એક નાની પોટલી જેવું કાંઈક હતું. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વૌટર્લનું રણમેદાન વાતકારને અધિકાર આપણને એક જુદા સ્થળે અને કંઈક પડેલોને સમયે ડોકિયું કરવા લઈ જાય છે. ૧૮૧૫ના જૂનની ૧૭ મી અને ૧૮ મી તારીખે વચ્ચેની રાતે જો વરસાદ ન વરસ્યો હોત, તે આખા યુરોપ ખંડનું ભાવિ જદુ જ ઘડાયું હોત. નેપોલિયનના ઉદયને અસ્તમાં ફેરવી નાખવા માટે વૉટલુંના મેદાન ઉપર કસમયે એક વાદળ ધસી આવ્યું અને વરસાદની કલ્પના પણ ન હતી ત્યારે વરસાદ તૂટી પડયો. એ વરસાદને કારણે જ વૉટનું યુદ્ધ સવારના છને બદલે બપોરના સાડા અગિયારે શરૂ થઈ શકયું; અને જર્મના સેનાપતિ બ્લચરને અંગ્રેજ સેનાપતિ વેલિંગ્ટનની આખરી પળોએ મદદે આવી પહોંચવાને વખત મળી ગયો. નેપોલિયન એક અઠગ તોપચી હતું, અને તે પખાનાની કામગીરીની દૃષ્ટિએ જ પિતાના હે ગોઠવતે. સામા લશ્કરના વ્યુહને તે એક ગઢ જેવો ગણતે; અને તેપખાનાની મદદથી તેને અમુક નિશ્ચિત જગાએ ભેદ, એ જ તેને ભૂહ રહે. તેની લડાઈએ તોપખાનાથી જ શરૂ થતી, અને તોપખાનાથી જ પૂરી થતી. ૧૮૧૫ ની ૧૮ મી જૂને તે તેણે પોતાના તોપખાના ઉપર વળી વિશેષ મદાર બાંધી હતી. કારણ કે તેની પાસે ૨૪૦ તોપો હતી, ત્યારે વેલિગ્ટન પાસે માત્ર ૧૫૦ હતી. જો જમીન સૂકી રહી હોત, અને તોપખાનું ધારેલે સમયે ખસી શક્યું હોત, તે સવારથી જ નેપોલિયન વૉટલૅનું યુદ્ધ શરૂ કરી શક્યો હોત; અને જર્મન લશ્કર આવી પહોંચે તેના ત્રણ કલાક અગાઉ એટલે કે બપોરના બે વાગતામાં તો વૉટનું યુદ્ધ જિતાઈ ગયું હોત અને ખતમ થઈ ગયું હોત. વૉટલુંનું યુદ્ધ હારવામાં નેપોલિયનનો કેટલો ફાળો હતો ? વહાણ ડૂળ્યું તેમાં સુકાનીને દોષ કાઢી શકાય તેમ હોય ખરું? વીસ વર્ષનાં યુદ્ધોએ તેની તલવાર તેમ જ માન – શરીર તેમ જ મન બંનેને ઘસી નાખ્યાં હતાં શું? અર્થાત્ ઘણા નામીચા ઇતિહાસકારે કહે છે તેમ, નેપોલિયનની આંતરિક શક્તિને કાટ ચડવા લાગ્યો હતો? કે પછી એ માણસ કે જેને હમેશાં વિજયના બધા માર્ગોની ખબર આપોઆપ પડી જતી, અને પોતાની રૂઆબદાર આંગળી વડે પોતાના અનુયાયીઓને તેમને Page #121 -------------------------------------------------------------------------- ________________ લે મિરાહ ઉત્તમ માર્ગ જે સહેજે ઈંધી શકતો, તે માણસને હવે પોતાના આ પ્રબળ દળને પરાજય અને વિનાશની ઊંડી ખીણમાં ગબડાવી દેવાની જ ઘેલછા લાગી હતી? અમે એવું માનતા નથી. તેણે જે વ્યુહ રચ્યો હતો, તે અપ્રતિમ હતે. સામા પક્ષની હરોળની બરાબર વચમાં ભંગાણ પાડવું; તે હરોળને બે ભાગમાં વહેંચી નાખવી; અંગ્રેજવાળા ભાગને “હાલે” ઉપર ધકેલી મૂક; જર્મનોના ભાગને ઢોંગ્રે ઉપર ધકેલી મૂકવે; મેટ સેંટ જીન જીતીને બ્રસેલ્સ જીતી લેવું; અને પછી જર્મનોને રહાઈન નદીમાં તથા અંગ્રેજોને દરિયામાં ધકેલી મૂકવા– એ ઘાટ તેણે ઘડ્યો હતો.– પણ, કસમયના એક વાદળે એક આખું સામ્રાજય રોળી નાખ્યું! આપણો ઈરાદો વૉટલૅના યુદ્ધની વિગતેમાં ઊતરવાનો હરગિજ નથી. તે યુદ્ધ પૂરું થયું ત્યારે – ૧૮૧૫ના જૂનની ૧૮મી તારીખની રાતે પૂર્ણ ચંદ્ર ઊગ્યો હતો. તેથી નાસભાગ કરવા લાગેલા ફેંચની કતલ પૂરી કરવાની સારી સગવડ જર્મનને મળી ગઈ. યુદ્ધની પૂર્ણાહુતિ પરાજય પામેલાઓની કતલથી થઈ. આખા યુરોપને જીતનારાઓ હારીને રણમેદાનમાં હંમેશની નીંદમાં પોઢી ગયા. એ બધું શું કાર્યકારણની એક સામાન્ય ઘટનારૂપ જ હતું? હરગિજ નહિ. તે દિવસે માનવજાતના ઇતિહાસમાં ગંભીર પલટે આવવાને હતું અને વૉટલૂના મિજાગરા ઉપર ૧૯મી સદીનું દ્વાર ખૂલવાનું હતું. એક મહાન વિભૂતિનો અસ્ત એક મહાન યુગના ઉદય માટે આવશ્યક હતો; અને જેને કશે જવાબ કોઈ લઈ શકતું નથી, તેના હાથે બૂડેલી કલમે એ લેખ લખાયો હતો. યુદ્ધ પૂરું થયું: વિજેતાઓ જંપી ગયાં. પણ ચોરોને રોજગાર શરૂ થયો, રણમેદાન ઉપર સૂતેલા મૃત દેહનાં કપડાં કાઢી જનારા હવે આવવા લાગ્યા. પોતાના અને પારકાના ભેદ વિના જ આ ડાકુઓ પોતાનું કામ કરતા હોય છે. રણમેદાન ઉપર આવી રીતે મૃતદેહોને લૂંટવાનું કામ કરતાં પકડાનારને તરત ગેળીએ દેવાનો હુકમ હોય છે; પરંતુ તેથી કરીને એ કામ જોખમભર્યું બની જાય છે એટલું જ; તે કામ કરનારાઓ તેથી અટકતા નથી. એ મધરાતે પણ એવો એક માણસ લગભગ ઘૂંટણિયે ચાલત પોતાનું કામ બજાવવા રણક્ષેત્રમાં એક બાજુથી દાખલ થયો હતો. તે આસપાસ નજર કરતા ભારે ચુપકીદીથી આગળ વધતે હતે. થોડી થોડી વારે તે થોભતે હતો અને આજુબાજુ કશો ગણસાર છે કે નહિ તેની Page #122 -------------------------------------------------------------------------- ________________ - વૈટનું રણમેદાન યુપકીથી ખાતરી કરીને પાછો આગળ વધતે હ. દૂર રસ્તાની એક બાજુએ એક ડમણિયા જેવી ગાલ ઊભી હતી. તેને ઘડો નીચે વળી આજબાજ ઊગેલું ઘાસ ધીરે ધીરે ચરતો હતે. ડમણિયામાં એક બાઈ થોડાંક પોટલાં તથા ખેખા ઉપર બેઠી હતી. પેલો માણસ અને આ બાઈ એક જ ધંધાના સાગરીત હતાં એ ઉઘાડું હતું. તે ' પેલો માણસ લેહીનો કાદવ ખૂંદતો ખૂંદતે સાવધાનીથી આગળ વધતો હતો, તેવામાં અચાનક તેણે ચંદ્રના ઝાંખા પ્રકાશમાં ઘોડા અને માણસોનાં મડદાંના એક ઢગલામાંથી એક ખુલ્લો હાથ બહાર નીકળેલ જોયો. હાથની એક આંગળી ઉપર કશુંક ચમકતું હતું. તે સોનાની વીંટી હતી. પેલા ડાકુ નીચો નમ્યો, અને જ્યારે તે ફરી ઊંચે થયો ત્યારે પેલી આંગળી ઉપર વીંટી ન હતી. પરંતુ તે પૂરેપૂરો ઊભો થયે ત્યાર પહેલ અચાનક તેના આખા શરીરમાંથી ઘૂજારી પસાર થઈ ગઈ. તેને કોઈએ પકડયો હતે. પાછા વળીને તેણે જોયું તો પેલો ખુલ્લો હાથ હવે તેના કેટના છેડા સાથે ભિડાઈ ગયો હતો. બીજો કોઈ માણસ તે બીકથી અધમૂઓ થઈ ગયો હત; પરંતુ આ તે એ હાથ તરફ જોઈને હસ્યો અને બોલ્યો, “અરે વાહ! આ તે મડદાભાઈ જ છે ને; મેં, તે જાયું કે કોઈ પહેરેગીર હશે.” પેલે હાથ પાછો થોડી વારમાં ઢીલો પડી ગયે. ડાકુએ હવે નીચા વળીને જોવા માંડયું કે એ મડદામાં ખરેખર જીવ બાકી છે કે કેમ. તેણે ઉપરથી થોડો ભાર આઘોપાછો કરીને હાથ પૂરેપૂરો બહાર ખેંચી કાઢયો, તથા પછી માથું પણ બહાર કાઢયું. થેડી ખેંચાખેંચ પછી તેણે આખું શરીર ઢગલામાંથી બહાર તાણી આવ્યું. તે શરીર ઉપરનાં કપડાંના દેરી-પટ્ટા ઉપરથી લાગતું હતું કે, તે આ ઢગલો વળેલી ટુકડીને નાયક - અમલદાર હશે. તેની આંખો બંધ હતી. અને તેના મોં ઉપર એક ઊંડા ઘા પડેલો હતો. તેની છાતી ઉપરના બખ્તર પર ચાંદીનો કૂસ હતો. પેલા લકએ તે તોડી લીધે અને પછી તેનાં ખિસ્સાં ફસીને એ ઘડિયાળ તથા પૈસાની થેલી પણ કાઢી લીધી. એ અમલદારને આ પ્રમાણે તે આખરી મદદ પહોંચાડી રહ્યો હતો, તેવામાં પેલાએ પિતાની આંખો ઉઘા. “તારો આભાર માનું છું.” તેણે ધીરેથી કહ્યું. પેલા ડાકુએ કરેલી અણઘડ ખેંચાખેંચ, રાતની તાજગી, અને ખુલ્લી હવાને લીધે તે જરા ભાનમાં આવ્યો હતે. ડાકુએ કશે જવાબ ન આપ્યું લે મિ૦–૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ લે મિરાયા પરંતું તેનું માથું જરા ઊંચું કર્યું. મેદાન ઉપરથી કોઈનાં પગલાં નજીક આવતાં સંભળાતાં હતાં. કદાચ કોઈ પહેરેગીર હોય. પેલા અમલદારે પૂછયું, “લડાઈમાં કેણ જીત્યું?” - “અંગેજે.” ડાકુએ જવાબ આવે. અમલદારે કહ્યું, “મારા ખિસ્સામાં છે. એક ઘડિયાળ અને શૈલી હશે; તે તું લઈ લે તે મારો જીવ બચાવ્યો છે.” ડાકુએ ખિસ્સામાં હાથ નાખીને કહ્યું, “અંદર કશું નથી.” - “તે જરૂર કોઈ આવીને શેરી ગયું,” અમલદારે જવાબ આપ્યો. “હું બહુ દિલગીર છું; એ વસ્તુઓ હું તને આપી દેત.” પહેરેગીરનાં પગલાં વધુ ને વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યાં. “કોઈ આવતું હોય એમ લાગે છે.” ડાકુએ સરકી જવાની ઉતાવળ કરતાં કરતાં કહ્યું. પેલા અમલદારે પોતાને હાથ પરાણે ઊંચા કરીને તેને અટકાવ્યો. “તેં મારી જિંદગી બચાવી છે, તું કોણ છે?” ડાકુએ ઉતાવળમાં ધીમેથી કહ્યું, “તમારી પેઠે ફેંચ લશ્કરને માણસ છું; પણ હવે મારે જવું જોઈએ. હું જો પકડાઈ જઈશ, તો મને ગોળીએ દેશે. મેં તમારી જિંદગી બચાવી છે, હવે તમારાથી પણ જે રીતે ભગાય તે રીતે ભાગી જાઓ.” : “ તારો હોદો શા છે?” સારજંટને.” તારું નામ શું?” “થેનારડિયર.” “હું એ નામ ભૂલીશ નહિ,” અમલદારે કહ્યું, “અને હું પણ મારું નામ યાદ રાખજે – પેન્ટમર્સી.” ૨૦ નં. ૯૪૩૦ જીમ વાલજીન ફી પકડાઈ ગયો હતો. એ બધી દુ:ખદાયી વિગતે ઉપરથી પસાર થઈ જવા બદલ વાચકો કદાચ અમારો આભાર જ માનશે. અમે માત્ર તે દિવસનાં છાપાંમાં પ્રસિદ્ધ થયેલા બે અહેવાલોમાંથી થોડાક ઉતારી આપીશું : Page #124 -------------------------------------------------------------------------- ________________ મેં. મેડલીન નામના અજાણ્યા માણસે થોડાં વર્ષ ઉપર ઉત્તર તરફના મ૦ નામના ગામમાં આવીને તે પ્રદેશને પડી ભાંગવા આવેલો બધો કેવી રીતે સજીવન કર્યો, અને પિતાની તથા તે પ્રદેશની સંપત્તિ ઊભી કરી, તથા તેની વિવિધ સેવાઓની કદરદાની તરીકે તે કેવી રીતે નગરપતિ નિમાયો વગેરે વિગતો આપીને, ડૂ૦ બ્લા) નામના છાપાએ (૨૫ મી જુલાઈ, ૧૮૨૩) પછી જણાવ્યું હતું કે, તે મેડલીન બીજે કઈ નહિ પણ ૧૭૯૫ માં લૂંટ માટે સજા પામેલ જીન વાલજીન નામનો ગુનેગાર હતો. એ કેવી રીતે માલુમ પડ્યું તે જણાવીને તેને ફરી જીવનભર કેદ અને સખત મજુરીની સજા ભોગવવા ટુલ બંદરે વહાણ ઉપર મોકલી આપવામાં આવ્યો છે, તેની વિગત આપતાં તે છાપાએ છેવટે ઉમેર્યું હતું કે, “જીન વાલજીને ફરી પકડાયો ત્યાર પહેલાં તેણે મેં, લૅફાઇટની બેંકમાંથી પોતાની પાંચેક લાખ કૂક જેટલી રકમ ઉપાડી લીધી હતી. તે પૈસા અલબત્ત તેણે પોતાના ધંધામાંથી પ્રમાણિકપણે પેદા કર્યા હતા. તે રકમ તેણે ક્યાં સંતાડી છે તે જાણવા ભારે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તેમાં સફળતા મળી નથી.” - બીજો ઉતારે વધુ વિગતવાર છે. તે પણ તે જ તારીખના “જર્નલ દ પેરિસ' નામના છાપામાંથી છે: જીન વાલજીન નામને એક રીઢા ગુનેગાર પિલીસની નજર ચૂકવીને એવી આબાદ રમત રમી ગયો કે તેને ઉત્તર તરફના એક શહેરના નગરપતિ બનાવવામાં આવ્યો. પણ છેવટે જાહેર સત્તાવાળાઓની અખંડ તકેદારીને પરિણામે તેનું પોલ ખુલ્લું થઈ ગયું અને તેની ધરપકડ કરવામાં આવી. તે બદમાશે શહેરની એક છોકરીને રખાત તરીકે રાખી હતી. તે તો તેની ધરપકડના આઘાતથી જ ત્યાં ને ત્યાં મરી ગઈ. આ ગઠિયામાં રાક્ષસી બળ હોવાથી જેલખાનાના સળિયા તેડી તે ભાગી છૂટયો, પરંતુ ત્રણ ચાર દિવસ બાદ પૅરિસથી મોંટફમેલ જતી ટપાલ-ગાડીમાં તે બેસવા જતો હતો તેવામાં પોલીસે તેને ઝડપી લીધો. કહેવાય છે કે, વચગાળાના આ ત્રણ કે ચાર દિવસના છુટકારાને લાભ લઈ, તેણે છથી સાત લાખ ફૂક જેટલી રકમ આપણા એક મુખ્ય છૉકર લૅફાઇટને ત્યાંથી ઉપાડી લીધી હતી. એ રકમ તેણે કયાંક દાટી દીધી છે. એ ગઠિયા ઉપર આઠ વર્ષ પહેલાં ધારી રસ્તા ઉપર એક પ્રમાણિક નાના છોકરાને લૂંટી લેવાના આરોપસર કામ ચલાવવામાં આવ્યું. એ ધાડપાડુએ કશો બચાવ કર્યો નહિ, પણ કાયદો અને ન્યાય જાળવનાર આપણા ખાતાની કુશળતાથી એમ પણ સાબિત થઈ શકર્યું કે તે દક્ષિણ તરફના ધાડપાડુઓની એક ટોળકીને સભ્ય હતો. પરિણામે જીન વાલજીનને Page #125 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ ; મોતની સજા ફરમાવવામાં આવી. તેણે તે ઉપલી અદાલતમાં અપીલ કરવાની ના પાડી, પરંતુ રાજાએ પિતાની અખૂટ દયાથી પ્રેરાઈને તેની મોતની સજાને વહાણ ઉપર જીવનભર સખત મજુરીની સજામાં ફેરવી આપી છે. પરિણામે તેને ટુલ બંદરે લશ્કરી વહાણ ઉપર સજા ભોગવવા મોકલી આપસમાં આવ્યો છે.”! ! ! જ છે કે તે આ વહાણ ઉપર જીન વાલજીને નંબર આ વખતે બદલાઈ ગયો હતો. હવે તે નં. ૯૪૩૦ બન્યો હતે. અહીં જ સાથે સાથે જણાવતા જઈએ કે, માં. મેડલીનની સાથે સાથે જ તેમના શહેરની સમૃદ્ધિ પણ વિદાય થઈ ગઈ. પિલી ઘડભાજની રાતે તેમણે જે કાંઈ કહ્યું હતું, તે પ્રમાણે જ બધું બન્યું. તેમની હાજરી વસ્તુતાએ એ આખા ધંધા માટે આત્મારૂપ હતી. આત્મા જતાં બળિયું હેતુપૂર્વક કામ કરનારું મટીને ચોગરદમ સડા અને વિનાશનું ધામ બનીને પીંખાઈ ગઈ. જુદા જુદા તુચ્છ એકમોની પ્રવૃત્તિને એકત્રિત કરીને એકલક્ષી બનાવનાર કેન્દ્રીય વિભૂતિ દૂર થતાં જ, મદદનીશ નાયક બની ગયા, મુકાદમ કારખાનદાર બની ગયા, અને તેઓમાં અંદરોઅંદર તીવ્ર હરીફાઈઓ ફાટી નીકળી. બધું મોટા પાયા ઉપર ચાલવાને બદલે નાના પાયા ઉપર તથા સર્વોદયને બદલે અંગત નફાના હેતુથી જ ચાલવા લાગ્યું. સંગઠનની જગાએ ટંટા-બખેડા આવ્યા, ભાઈચારાની જગાએ કડવાશ આવી, માલની બનાવટમાં દગલબાજી પેઠી, તેની માગ દિવસોદિવસ ઘટતી ચાલી, મજુરીમાં કાપ મુકાવા લાગ્યો, અને વખતોવખત કામ બંધ પડવા લાગ્યું. છેવટે નાદારીએ આવીને સૌને એકસામટા ભરખી લીધા. ૨૧ મેંટફરમેલનું ભૂત અહીંથી આગળ વધતા પહેલાં એ જ અરસામાં મેટફરમેલમાં જે એક વિચિત્ર બનાવ બન્યો, તેને કઈક વિગતે ઉલેખ કરી લઈએ. એ બનાવનો પોલીસોના કેટલાક તર્કો સાથે થોડોઘણો મેળ બેસતું જણાય છે. માંટફરમેલમાં ઘણા જૂના વખતથી એક વાયકા ચાલી આવે છે કે, પુરાતન કાળથી એક ભૂતે તે શહેરને સીમાડે આવેલા જંગલને પોતાનો ખજાનો દાટવાના સ્થાન તરીકે પસંદ કરેલું છે. ઘરડી ડોસીઓ જણાવે છે કે, જંગલના દૂરના ભાગોમાં સાંજને વખતે ગમે ત્યારે એક કાળો માણસ દેખા Page #126 -------------------------------------------------------------------------- ________________ મેટફરમેલનું ભૂત દે છે. તેનો પહેરવેશ અને દેખાવ તે સામાન્ય ગાડાવાળા જે કે કઠિયારા જેવો જ હોય છે; પરંતુ ટેપી કે ફાળિયાને બદલે માથા ઉપરનાં બે મેટાં શીંગડાં ઉપરથી તેની ખરી પિછાન થઈ જાય છે. એ માણસ સામાન્ય રીતે ખાડા ખોદતો જ દેખાય છે, પરંતુ તે તમારી નજરે પડે એટલા માટે જ તમારી ત્રણમાંથી એક વલે થાય : પહેલી એ કે, તમે તેની પાસે જઈને તેને બોલાવે, એટલે તરત તમને દેખાય કે એ તે સામાન્ય ખેડૂત જ છેઅંધારાને કારણે જ તે કાળો દેખાતે હતે; તેથી તે ખાડા ખોદતો નહોતો. પણ પિતાનાં ઢેર માટે ઘાસ જ કાપતો હત; અને જેને તમે શીંગડાં ગણતા હતા તે તે તેની પીઠ પાછળ ભરાવેલી પંજેઠીનાં બે પાંખિયાં જ હતાં; પણ તમે ઘેર પહોંચે, એટલે એક અઠવાડિયામાં જ તમારું મરણ નીપજે. બીજી એ કે, તમે તેની પાસે જવાને બદલે, તે ખાડો ખોદીને કશું દાટીને ચાલ્યો જાય ત્યાં સુધી રાહ જોયા કરે; પછી તે ખાડે ફરીથી ખેતરીને તેણે દાટેલો ખજાનો કાઢી લઈ ઘેર ચાલ્યા આવે, – એટલે એક મહિનામાં તમારું મોત નીપજે. અને ત્રીજી એ કે, તમે તેને બેલા પણ નહિ, તેની સામે જુએ પણ નહિ, અને મૂઠી વાળીને ત્યાંથી બને તેટલા જલદી નાસી છૂટે – તે એક વરસમાં તમારું મૃત્યુ થાય. - આ ત્રણેમાં મરણનું જોખમ તે રહેલું જ છે; પરંતુ બીજીમાં એટલો ફાયદો છે કે, તમને એક મહિને પણ ભૂતનો ખજાનો વાપરવા મળે અને તેથી સામાન્ય રીતે એમ જ કરવામાં આવે છે. કહેવાય છે કે, નસીબે ભરમાવેલા બહાદુર માણસેએ ઘણી વાર પેલા કાળા માણસે ખોદેલા ખાડા ફરી ખેતરીને અંદરનો ખજાને લૂંટી લીધો છે, પરંતુ તેમાંથી કશી બહુ મોટી વિસાત કોઈને પણ હાથ આવી હોય એમ લોકવાયકા ઉપરથી તે જણાતું નથી. સામાન્ય રીતે ઘણે ઊંડે સુધી જ ખેદવું પડે, પરસેવાના ધધૂડા પડે, કોદાળા ભાગી જાય, અને છેવટે ખાડાને તળિયે પડેલા ખજાના ઉપર હાથ નાખો ત્યારે શું મળે? બહુ તો જૂના ચલણને એકાદ સિક્કો, અથવા ઇમારતી પથ્થરનો એકાદ ટુકડ, હાડપિંજર, કે લોહી નીકળતું મડદું; અને ઘણી વાર તે કશું જ નહિ! જીન વાલજીન ફરી પકડાતાં પહેલાં જે ચાર દિવસ છૂટો રહ્યો હતો, તે દરમ્યાન તે મોંટફમેલ શહેરની આસપાસ ફરતો જોવામાં આવ્યો હતો એવા સમાચાર પિલીસને હાથ લાગ્યા હતા. તે પછી થોડા સમય બાદ એ ગામને રસ્ત, સમારનારો બુલાલ નામે ડેસો જંગલમાં કશીક “પેરવી” માં પડયો Page #127 -------------------------------------------------------------------------- ________________ લે બિરાબ્દ છે, એવી લોકમાં વાયકા ચાલી. એ ડોસો પણ વહાણ ઉપર સજા પામેલો માણસ છે એમ સામાન્ય રીતે મનાતું; પોલીસની તેના ઉપર હંમેશ કરી નજર રહેતી; અને તેને કયાંય કશું કામ મળતું ન હોવાથી, સુધરાઈએ બે ગામ વચ્ચેનો રસ્તો સમારવાને જાગૃત કામે બહુ ઓછી મજૂરીએ તેને રોકી લીધો હતે. ગામલોક તેના ઉપર વહેમની નજરે જ જોતા; કારણ કે એ ડોસે વધારે પડતે વિનયી હ: હમેશાં દરેક જણને ટેપી ઉતારી સલામ કરતા, અને પિલીસના માણસ આગળ તે નમી જ પડત. વાટ પાડુ – ધાડપાડુ ને તે મળતિયો છે, અને અંધારા પછી રસ્તાઓની આસપાસ એ પેરવીમાં જ લપાતો ફરે છે, એમ બધા કહેતા. તે દારૂડિયો હતો એ સિવાય તેની તરફેણમાં એક પણ બાબત કહી શકાય તેમ ન હતી. હવે થોડા દિવસ થયાં એવું માલુમ પડ્યું હતું કે, તે પિતાને કામેથી વહેલ વહેલે ફારેગ થઈને જંગલમાં કેદાળો લઈને ચાલ્યો જતો. સંધ્યા ટાણે પણ તે જંગલમાં દૂર આવેલી જગાઓ તથા કાળી ઘેર ઝાડીઓ પાસે કશુંક શોધતો તથા ખાડા ખોદતે જોવામાં આવતું. પાસે થઈને જતી ઘરડી ડિસીઓએ પ્રથમ તો તેને ખબ્લીસ જ માની લીધો હતો, પણ પછી જ્યારે તેઓએ બુલાટૂલને ઓળખ્યો ત્યારે પણ તેમને ભય છેક જ દૂર ન થયો. લોકોને ખાતરી થઈ ગઈ કે જંગલના ભૂતે ફરી દેખા દીધી છે; અને બુલાટૂલે તેને ખજાને દાટતું જોઈ લીધું હોવાથી હવે તે તેના દાટેલા ખજાનાને શોધ્યા કરે છે. કેટલાક તે કહેવા લાગ્યા કે, હવે ખજાનાવાળા ભૂતને પાકો ગુરુ મળ્યો ખરો! પરંતુ થોડા દિવસ બાદ બુલાલે જંગલમાં જવાનું છોડી દીધું અને પિતાના રસ્તા સમારવાના કામે તે પહેલાંની માફક લાગી ગયો. એટલે હવે જુદી જાતની વાયકાઓ શરૂ થઈ. છતાં કેટલાક હોશિયાર લોકોને મનમાં શંકા રહી ગઈ ખરી કે, એની પાછળ ભૂતના કહેવાતા ખજાના કરતાં કંઈક નક્કર બાબત રહેલી છે, અને બુલાલે એ ભેદ અપ જરૂર ઉકેલ્યો છે. સૌથી વધુ ચટપટી શાળાના માતરને અને વીશીવાળા થનારડિયરને થઈ. , એક રાતે વાતવાતમાં શાળાના મારતરે કહ્યું કે, જૂના વખતના સત્તાવાળાઓ ગમે તેમ કરીને બુવાક્લ જંગલમાં શું કરતો હતો તે જાણ્યા વિના જંપે જ નહિ; જરૂર પડયે તેઓ તેના ઉપર બળજબરીની રીત પણ અજમાવે; અને પાણીની રીત અજમાવે તે તે બુલાટૂલના બાપને પણ પોતાના પેટની વાત કહી દીધા વિના ન ચાલે! Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મેંટફરમેલનું ભૂત થેનારડિયરે હુંકારા ભણીને જવાબ વાળ્યો, “ચાલો ને આપણે દારૂની રીત જ અજમાવી જોઈએ!” તેઓએ એ રીત અજમાવી પણ ખરી. બુલાલે સારી પેઠે દારૂ પીછે પરંતુ એના ભેજથી પણ તેની જીભ એક જ છૂટી ન થઈ. પછી જરા વધુ આગ્રહ કરીને એ જ માર્ગે આગળ વધતાં તેના મોંમાંથી નીકળેલા છૂટાછવાયા શબ્દો ભેગા કરીને તેઓ જે માહિતી ભેગી કરી શક્યા, તે આ હતી: એક વહેલી સવારે બુલાટુંબ પિતાને કામે જતા હતા તેવામાં તેણે એક ઝાડવામાં કોઈએ સંતાડેલાં પાવડો અને કોદાળી જોયાં. કદાચ ભિતીકાકાએ એ બધું ત્યાં મૂક્યું હશે, એમ માની તેણે તેને તે વખતે તે વિશેષ ખ્યાલ ન કર્યો. પણ તે જ દિવસની સાંજે બુલાલ એક ઝાડ પાછળ ઊભો હતો, તેવામાં તેણે એક “માણસ” કે જે આ તરફનો ન હતો, પણ પોતે જેને બરાબર ઓળખતો હતે, તેને જંગલના એક નિર્જન ભાગ તરફ જતો જોયો. થેનારડિયરે એ વાક્યને અર્થ કરી લીધું કે એ માણસ બુલાટૂલને વહાણ ઉપરની સજા વખતને કોઈ સાથી હોવો જોઈએ; પણ બુલાટૂલે તેનું નામ કહેવાની સાફ ના પાડી. એ માણસ પાસે એક પેટી કે ગલ્લા જેવું ચેખડું પોટલું હતું. બુલાલને ખૂબ નવાઈ લાગી. પરંતુ તેને એ “માણસ ની પાછળ જવાને વિચાર દશેક મિનિટ બાદ જ ખુર્યો. એટલામાં તે પેલે માણસ ગાડીમાં કયાંક ઊંડે ચાલ્યો ગયો હતો. રાત પડી ગઈ હોવાથી બુલાટૂલ ફરી તેનો પત્તો મેળવી ન શક્યો; પરંતુ પછી તેણે ઝાડીમાંથી નીકળવાના રસ્તા ઉપર દેખરેખ રાખવાને વિચાર કર્યો. બે ત્રણ કલાક બાદ પેલે માણસ પાછો આવ્યો ખરો, પણ તેની પાસે પેલું પોટકું ન હતું, માત્ર પાવડો અને કેદાળી હતાં. બુલાલે તેને પસાર થવા દીધો; તેને બોલાવ્યો નહિ. કારણ કે, પેલો માણસ તેના કરતાં ત્રણેક ગણો બળવાન હતું, અને તેના હાથમાં કોદાળ હતો એટલે પોતાને ઓળખાઈ ગયેલે જોતાંવેંત તે એના માથાનાં બે ફચાડિયાં જ કરી દે! બે જૂના સાથીઓ અચાનક ભેગા થાય ત્યારે જૂની ઓળખ તાજી કરવાને ભારે વિચિત્ર રસ્તા! બુલાદલને તરત પિતે સવારે જોયેલ કોદાળી-પાવડો યાદ આવ્યાં. બીજે દિવસે વહેલી સવારે જ તે પેલા ઝાડવા પાસે ગયો, તો ત્યાં કોદાળી કે પાવડે કાંઈ ન મળે. જરૂર પેલા માણસે એ જ કેદાળી પાવડા વડે ક્યાંક ખાડે ખોદીને પોતાની પેટી દાટી હોવી જોઈએ, અને એ પેટી મડદુ સમાઈ રહે તેવી મોટી તે ન જ હતી, એટલે જરૂર Page #129 -------------------------------------------------------------------------- ________________ લે મિરાપ્ત તેમાં પૈસા જ હોવા જોઈએ. બુલાટૂલ ચારે તરફ આખું જંગલ ફેફસી વળે, અને ખાસ કરીને જયાં જમીન તાજી ખેદેલી જણાઈ ત્યાં. પરંતુ ક્યાંય કશું હાથ લાગ્યું નહિ. ૨૨ એ જ ૧૮૨૩ ના વર્ષના ઓકટોબર માસના અંતભાગમાં કુલ બંદરના રહેવાસીઓએ ભારે તોફાનમાં નુકસાન પામેલા લડાયક જહાજ રાયન ને સમારકામ માટે બંદરમાં દાખલ થવું જોયું. બંદરમાં લશકરી જહાજનું આવવું એ કેણ જાણે બંદરના રહેવાસીઓને મન કોઈ અનેરે. બનાવ હોય છે; અને “રાયન’ના દાખલામાં પણ તેના પ્રેક્ષકોની ભીડ સવાર-સાંજ ડક્કા ઉપર કાયમ રહેવા લાગી. એક સવારે બંદર ઉપરના પ્રેક્ષકોના ટોળાએ એક અકસ્માત થતા જો. ખલાસીએ જહાજના સઢ બોલતા હતા, તે વખતે ટોચે આવેલા સઢના ઉપરના છેડાને પકડનાર ખલાસી અચાનક લથડ્યો અને નીચે મોંએ પાણી તરફ પડવા લાગ્યો. એવામાં અચાનક તેના એક હાથમાં એક દોરડાને છેડે આવી ગયો. પછી તે બંને હાથે તે અધવચ લટકવા લાગ્યો. તંમર ચડી જાય એટલી ઊંડાઈએ તેની નીચે દરિયાનું પાણી હેલારા લેતું હતું, અને પકડતી વખતે લાગેલા આચકાથી દેરડું પણ ખૂબ હિલોળા લેતું હતું. કિનારા ઉપરનાં માણસનાં મોંમાંથી એકી સાથે એક તીણી ચીસ નીકળી પડી. તે માણસની મદદે જવું એ એવું ગાંડપણભર્યું જોખમ કહેવાય કે વહાણના કે આજુબાજુથી કામે આવેલા ખલાસીએ કે માછીઓમાંથી કોઈને તેની મદદે પહોંચવાને ખ્યાલ સુધ્ધાં આવ્યો નહિ. પિલા લટકતા ખલાસીના હાથ હવે થાકતા જતા હતા. તેની આખરી વેદનાનો ભાવ તેના મોં ઉપરથી તે દેખી શકાય તેમ ન હતું, પણ તેના બધા અવયવ અને લાંબા થઈ ગયેલા હાથો ઉપરથી તેની સહનશાક્તની હદ આવી રહેલી બરાબર કલ્પી શકાતી હતી. હાથના રહ્યાસહા જોરથી તે દોરડાને આધારે ઊંચે ચડવા પ્રયત્ન કરતે, પણ તેથી તે ઊલટું દેરડું વધારે ઝૂલવા લાગતું. બૂમો પાડવાથી પોતાનું જોર વહેલું ખરચાઈ જશે એ બીકે તે બૂમ પણ પાડી શકતો નહોતે. તેના હાથમાંથી દોરડું છૂટવાની આખરી ઘડી હવે Page #130 -------------------------------------------------------------------------- ________________ કૂખે લગોલગ આવી પૂગી હતી, અને પ્રેક્ષકોમાંના ઘણા તો એ કાર બનાવ નજરે જો ન પડે તે માટે આવું પણ જોવા લાગ્યા હતા. કેટલીક પળો એવી હોય છે કે જ્યારે એક દેરડું, વળો કે ઝાડની ડાળી જીવનના એકમાત્ર આધારરૂપ બની જાય છે; પરંતુ એક જીવતે માણસ હાથમાંને આધાર છોડી દઈ પાકા ફળની પેઠે મોતના મુખમાં તૂટી પડે, એ કારમું દૃશ્ય ભાગ્યે કોઈથી જોયું જાય. એટલામાં અચાનક એક માણસ ખિસકોલીની ચપળતાથી કૂવાથંભના તાણિયા ઉપર ઊંચે ચડતો દેખાયો. તેનાં કપડાં રાતા રંગનાં હતાં એટલે તે સજા પામેલે ગુનેગાર હતો એ નક્કી હતું, અને તેના માથા ઉપર લીલી ટોપી હતી એટલે તે જીવનભરની સજા પામેલ હતે એ પણ સ્પષ્ટ હતું. તે ટોચે પહોંચ્યો એવામાં પવનના ઝપાટાથી તેની ટેપી ઊી ગઈ, અને તેનું સફેદ માથું ખુલ્લું થયું. અર્થાત તે જુવાન પણ નહોતે. વાત એમ બની હતી કે ભૂતક ઉપર કેદની સજાની કામગીરી બજાવતે એક કેદી, પહેરા ઉપરના અમલદાર પાસે એકદમ દોડી ગયો, અને ચારે બાજુ મચી રહેલા ધાંધળ અને ધમાલની વચ્ચે, તથા બધા જ ખલાસીઓ જ્યારે ધ્રુજીને પાછા પડતા હતા ત્યારે તેણે પેલા લટકતા ખલાસીને બચાવવા પિતાના જાનના જોખમે પહોંચી જવાની પરવાનગી માગી. પેલા અમલદારે હા” કહેવા ડોકું હલાવવાની સાથે પેલાએ હથોડાના એક ટકાથી પોતાના પગ ઉપરની સાંકળ છૂટી કરી દીધી અને એક દોરડું સાથે લઈ તે ઊંચે ચડવા પણ લાગી ગયો. એ સાંકળ કેટલી સહેલાઈથી તૂટી ગઈ હતી તે તરફ એ વખતે કોઈનું ધ્યાન ગયું ન હતું. એક સેકંડમાં તો તે ટોચ ઉપરના કઠારાએ પહોંચી ગયું. ત્યાં પહોંચ્યા પછી તે જાણે આજુબાજુ નજર કરતો હેય તેમ થોડી વાર ઊભે રહ્યો. આ થોડીક ક્ષણો દરમ્યાન પેલે લટકત ખલાસી તે પવનના દરેક સુસવાટા સાથે વધુ ને વધુ હીંચ્યા કરતો હતો અને તેની તરફ નજર કરી રહેલા નીચેના લોકોને તે એ પળે યુગ જેવડી લાગતી હતી. છેવટે પેલા વહારે ચડેલા કેદીએ પોતાની આંખે આકાશ તરફ ઊંચી કરી અને એક ડગલું આગળ ભર્યું. ત્યાર પછી તે કઠારાની ચોગરદમ ઝડપથી ફરી વળ્યો અને એક જગ્યાએ આવી તેણે પોતાની સાથેના દોરડાને એક છેડો ગાંઠયો. બીજો છેડો તેણે પેલા લટકતા માણસ તરફ લટકતો નાખ્યો અને તે જ દોરડાને આધારે એક પછી એક મૂઠી ભરીને - તેણે નીચે ઊતરવા માંડ્યું. આ દૃશ્યથી તો નીચે ઊભેલા લોકોમાં કારમી વેદનાનું નવું મોજું ફરી વળ્યું – કારણ કે હવે એક માણસને બદલે બે માણસો Page #131 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ્ડ જીવનમરણ વચ્ચે ઝેલાં ખાતા થયા હતા. પેલો કેદી પાતળા તાંતણા ઉપર માખી પકડવા સરકતા કરોળિયા જેવો લાગતો હતો; પણ આ દાખલામાં કરોળિયો મોતને બદલે કદાચ જીવન લાવ હ. દસ હજાર આંખ એ જગાએ મીટ માંડી રહી હતી; એક શબ્દ પણ સંભળાતે રહેતો; દરેકના મેને શ્વાસ થંભી ગયો હતેા – જાણે કે એ બે કમનસીબ માનવીને કંપાવતા પવનમાં સહેજ પણ ઉમેરો ન થાય! દરમ્યાન પેલો કે ખલાસીની નજીક જઈ પહોંચ્યો હતે. એ ખલાસી ની હવે આખરી ક્ષણ જ આવી લાગી હતી, કારણ કે તેના હાથ હવે વધુ એક ક્ષણ પણ દેરડું પકડી રાખી શકે એમ રહ્યું ન હતું. પેલા કેદીએ પોતાના દેરને છેડો એ ખલાસીને ગાંઠવા માંડયો. એક હાથે તેણે દોરડું પકડયું હતું અને બીજા હાથે તે આ કામ બની શકે તેટલી ઝડપથી પતાવતે હો. થોડી વાર બાદ તે પાછો કઠારા તરફ ઊંચે ચડવા લાગ્યો. ત્યાં પહોંચતાંવેત તેણે દોરડું ખેંચી પેલા ખલાસીને ઉપર તાણી લીધો, અને થોડી વારમાં તે તેને હાથમાં ઊંચકી ટોચ ઉપરના તેના સાથીઓ ભેગો કરી દીધો. નીચે ઊભેલા ટોળાએ તાળીઓ પાડી તેને વધાવી લીધો, અને સાંકળે જડેલા કેદીઓના કેટલાય જના જમાદારોની આંખમાં આંસુ આવી ગયાં. સ્ત્રીઓ એકબીજીને વળગીને ડૂસકાં ભરવા લાગી અને ચારે તરફથી એકી અવાજે એક જ પોકાર ઊઠડ્યો કે, “આ કેદીને છોડી મૂકવો જોઈએ.” પરંતુ પેલા કેદીએ તે તરત જ પિતાને કામે પાછા ઊતરી જવાનું જ નિરધારેલું હતું, અને એમ વધુ જલદી થઈ શકે તેટલા માટે તે ઉપરના કઠેરા પાસેના દોરડા ઉપરથી સરકતો સરકતો નીચેના કઠેરા તરફ આવવા લાગ્યો. બધાની આંખો પણ તેની પાછળ પાછળ જ સરકતી હતી; એવામાં અચાનક ઓં ચોંક્યા. કારણ કે અધવચ એક જગાએ આવતાં તે કંઈક ખચકાયો અને થાક કે તંમરને કારણે લથડિયું ખાઈ ગયો. આખું ટેનું એકી સાથે એક કારમી ચીસ પાડી ઊઠયું– પે કેદી દરિયામાં પડી ગયા હતા. અને તે પડ્યો પણ કેવી જોખમભરેલી જગાએ ! કારણ કે તે તરફ એક બીજું વહાણ “રાયન’ની નજીક જ લાંગરેલું હતું, અને પેલો કેદી બરાબર એ બેની વચ્ચે જ પડયો હોવાથી એ બેમાંના એક જહાજ તળે જ તેની કાયમની જળવ્યા થવાની એ નક્કી જ હતું. ચાર માણસો ઝપાટાભેર એક હોડી લઈને ઊતરી પડયા. ટેળાએ તેમને પોતાનાથી બનતા બધા અવાજે કરીને સારી પેઠે બિરદાવ્યા. પરંતુ પેલો માણસ પાછો બહાર નીકળે જ નહિ; અને જાણે તેલના કપામાં ગરકી ગયો ગયો હોય તેમ, Page #132 -------------------------------------------------------------------------- ________________ પાણીની સપાટી ઉપર ક્યાંય જરાસરખું જે પણ થયું નહીં. ' લોકોએ બિલાડા બાંધેલાં દોરડાં વડે ચારે તરફ ખેંચાખેંચ કરી મૂકી; પણ રાત પડી ગઈ ત્યાં સુધી તેનું મડદું હાથ જ ન આવ્યું. બીજે દિવસે ટુલના છાપામાં નીચેની લીટીઓ છપાઈ – - " નોં૦ ૧૭, ૧૮૨૭– ગઈ કાલે “ઓરાયન' જહાજ ઉપર એક કેદી જહાજમા ખલાસીને બચાવીને પાછો ઊતરતે હતો તેવામાં દરિયામાં પડીને ડૂબી મૂઓ. તેનું મડદું હાથ લાગ્યું નથી; હક્કાને છેડે આવેલા ઢગલા માં ક્યાંક તે અટવાઈ ગયું હશે એમ માનવામાં આવે છે. એ કેદીને નંબર ૯૪૩૬ હતું, અને તેનું નામ ‘જીન વાલજીન હતું.” અજા હાથ ૧૪૨૩ ની નાતાલ ફરમેલ ગામમાં ખુશનુમા રીતે શરૂ થઈ હતી. શિયાળે ધીમેથી બેઠા હતા અને બરફ કે ધૂમસે દેખા દીધી ન હતી. જંગલની વચ્ચે આવેલું એ ગામ સામાન્ય રીતે ધાંધળ કે ધમાલ વિનાનું પોતાનું ગામઠી જીવન એકધારી રીતે વ્યતીત કરતું. પરંતુ નાતાલના તહેવાર નિમિત્તે ડાઘણા ખેલાડીઓ તથા મેળાની દુકાનવાળાઓએ આવીને પિતાના ડેરા-તંબૂ ઉભા કરી દીધા હતા, અને એથી ગામના નીરવ જીવનમાં તહેવારને થોડોક ચમકારો આવી ગયો હતે. દેનારડિયરની વીશીમાં, નાતાલની રાણે, કેટલાક ગાડાવાળા તથા ફેરિષા વગેરે માણસે ટોળે વળી ચાર-પાંચ મીણબત્તીના પ્રકાશની આસપાસ પ્યાલાને સહારે દિલમાં અને વાતોમાં ગરમાવો લાવતા બેઠા હતા. જેનારડિયર બાનુ સળગતા અંગારા ઉપર તૈયાર થતું વાળનું સંભાળતી હતી, અને તેને પતિ મહેમાનોને પીવામાં સાથ આપવાનું અને રાજકારણ ચર્થવાનું કામ કરતો હતે. કૉસેટ તેની રોજની જગાએ – એટલે કે મોટા ટેબલ નીચે, ધુમાડિયા તરફ, ભૂલાને અજવાળે, બેઠી બેઠી થનારડિયરની બે છોકરીઓ માટે માં ગૂંથતી હતી. તેની આંખ ઉપર થનારડિયર બાજુએ થોડા વખત ઉપર જોરથી મુક્કો મારે તેનું કાળું લોહી જામી જઈ, ગોળ ચકામું થઈ આવ્યું Page #133 -------------------------------------------------------------------------- ________________ હતું બાનુ એ બતાવીને વારંવાર કહ્યા કરતી હતી, “જુઓને આ કાળમુખી ! જાણે નરી વકણ!” અચાનક ચાર નવા મહેમાન આવી ચડયા. કેસેટ ટેબલની નીચે બેઠી બેઠી કંપી ઊઠી. વાત એમ હતી કે, મેંટફરમેલ ગામ ઊંચાણ ઉપર આવેલું હોવાથી ત્યાં પાણીનું દુઃખ ભારે હતું. સામી ભાગોળવાળા લોકોને થોડે દૂર જંગલમાં આવેલાં તળાવડાંમાંથી પાણી ભરી લાવવું પડતું અને આ ભાગોળવાળાઓને ગામથી દૂર પાએક કલાકને રસ્તે આવેલા ઝરામાંથી ભરી લાવવું પડતું. પાણી ભરનારે ભિરતી ઉનાળામાં સાત વાગ્યા સુધી અને શિયાળામાં પાંચ વાગ્યા સુધી જ પાણી ભરતા; અને એક વાર રાત પડી ગઈ, એટલે પછી જેને ત્યાં પાણી ન હોય તેણે કાં તે જાતે ભરી લાવવું પડે, અથવા પાણી વિના જ ચલાવવું પડે. કૉસેટ થનારડિયરોને બે રીતે ઉપયોગી થઈ પડી હતી – તેઓ તેની મા પાસેથી પૈસા પડાવતાં, અને છોકરી પાસે કામ લેતાં. માએ પૈસા મોકલવાનું બંધ કર્યું, ત્યારે પણ તેઓએ કૉસેટને રાખી ખરી, પણ નકરની જગાએ. એ હોદ્દાની રૂએ, જ્યારે પાણીની જરૂર પડે, ત્યારે એને જ પાણી લેવા જવું પડતું. એટલે, અત્યારે અચાનક આટલા મહેમાને આવેલા જોઈ, કોસેટને ફિકર થઈ આવી. ટાંકીમાં પાણી થઈ રહેવા આવ્યું હતું. આ અંધારી રાતે એકલા પાણી ભરવા ઝરા સુધી જવાની વાત કલ્પનામાં પણ લાવવી મુશ્કેલ. પરંતુ આ ઘરમાં તેને માથે ન વીતી શકે એવું કશું જ બાકી રહ્યું ન હતું, એટલે તે ગભરાઈ ઊઠી. થનારડિયર બાનુએ, જમનારા મહેમાને વધેલા જોઈ, અંગારા ઉપર ખદબદતા હાંડાનું ઢાંકણ ઉઘાડવું અને પછી પાણીનું પવાલું હાથમાં લઈ ટાંકીની ચકલી ખેલી. ચકલીમાંથી પાણીની નહિ જેવી ધાર ટપકવા લાગી. તે જોઈને તે બોલી ઊઠી, “લે! પાણી જ નથી ને!” કૉસેટની છાતી બેસી જવા લાગી. પણ એટલામાં અધું ભરાયેલું પવાલું લઈ બાનું બોલી ઊઠી, “ઠીક, અત્યારે તે ચાલશે.” આ વીશીમાં બીજું જ પીણું વધુ પિવાનું. કૉસેટે પોતાનું કામ પાછું શરૂ કર્યું, પણ પાએક કલાક સુધી તેની છાતીને ધબકારો બેઠો નહિ. તેવામાં એ વીશીમાં ઉતરે એક ફેરિયો ત્રાડ નાખતો અંદર આવ્યો અને બોલ્યો – મારા ઘોડાને કોઈએ પાણી પાયું નથી.” Page #134 -------------------------------------------------------------------------- ________________ અા હાથ “હા, હા, પાયું છે,” થનારડિયર બાનુએ એકદમ સીધે જ જવાબ આપી દીધું. હું તમને કહું છું કે, નથી પાયું, બાન,” ફેરિએ કહેવા લાગ્યો. કોસેટ ટેબલ નીચેથી બહાર સરકી આવી અને બોલી, “સાચી વાત છે સાહેબ! તમારો ઘેડે એક ડોલ ભરીને પાણી પી ગયો છે; મેં પોતે તેને પાણી પાયું છે..... ! આ વાત સાચી ન હતી. આ જેને અંગુઠા જેટલી ઉમચી, ઝાડ જેટલું જૂઠું બોલે છે તે !” પેલે ખિજાઈ ઊઠ્યો. હું કહું છું કે તેને કોઈએ ટીપું પાણી પાયું નથી. તે જ્યારે તરસ્ય હોય છે ત્યારે કે હાંફે છે તેની મને બરાબર ખબર છે, ડાકણ.” કેસેટ પિતાની વાતને વળગી રહી, અને ઠરડાયેલા અવાજે કરાંજતી કરાંજતી બોલી, “સાચું કહું છું; ઘોડાએ ખૂબ પાણી પીધું છે.” “હવે મૂંગી મર,” પેલા ફેરિયાએ વિકરાળ બનીને કહ્યું, “મારા ઘોડાને અબઘડી પાણી પા.” જવાબમાં કૉસેટ ટેબલ નીચે સરકી ગઈ. “હા એમાં ખોટું શું છે?” બાનું બોલી, “જે જાનવર તરસ્યું જ હોય, તો તેને પાણી મળવું જ જોઈએ, વળી.” આમ કહી તે આસપાસ જોવા લાગી અને બોલી, “પેલી ડાકણ કયાં અલોપ થઈ ગઈ?” કૉસેટ પોતાના ઘોલકામાંથી બહાર આવી. “અબઘડી ઘોડાને પાણી પાઈ દે.” પાણી થઈ રહ્યું છે, બાન,” કૉસેટે પણ અવાજે જવાબ આપ્યો. * ધણીધણિયાણી બંનેએ એકી સાથે બારણું ઉઘાડી, બહાર આંગળી કરીને કહ્યું, “જા, ભરી લાવ.” કેસેટને થેનારડિયર બાનુને મુક્કો માથા ઉપર તળાઈ રહેલે દેખાય. એક મુદ્દે વોલનટનું નાળિયેર ચપ્પટ બેસાડી દે એવી તેની ખ્યાતિ હતી, અને તેનો પરચો આંખ ઉપર હજી કૉસેટને તાજો જ હતો. - કૉસેટે પિતાનું માથું નીચું ઢાળી દીધું. અને ધુમાડિયા નજીકના ખૂણામાં પડેલી ડોલ હાથમાં લીધી. તે ડોલમાં તે પોતે આખી સમાઈ રહે! થનારડિયર બાનુએ એક ખાનામાંથી ફેસીને પંદર સુ-નો સિક્કો તેના તરફ ફેંકીને ઉમેર્યું, “આમ જે, પાછી ફરે ત્યારે ભઠિયારાને ત્યાંથી એક પાંઉ લેતી આવે, દેડકી!” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ લે બિઝેરાહ કૉસેટે સિક્કો પોતાના કબજાના નાના ખિસ્સામાં મૂકી દીધો. પછી હાથમાં ડોલ ઊંચકીને તે ખુલ્લા બારણા સામું જોઈને ઊભી રહી, જાણે કોઈ સાથે આવવાનું હોય! “તે જાને, ઊભી કેમ રહી છે, વકણ?” કૉસેટ બહાર નીકળી. બારણું બંધ થઈ ગયું. બહાર પેલા દુકાનેવાળાના માંડવાએ દેવળથી માંડીને થેનારડિયરની વીશી સુધી પથરાયેલા હતા. મધરાતની પ્રાર્થનામાં દેવળે જનારા લોકોની અવરજવરને કારણે દુકાનવાળાઓએ કાગળનાં ફાનસમાં મીણબત્તી સળગાવી હતી. એમાંની છેલી દુકાન બાળકોનાં રમકડાંની હતી અને બરાબર થનારડિયરના બારણા સામે આવેલી હતી. તેને ભપકો જરા ઑર હતો. દુકાનની બરાબર આગળની બાજુએ એક સફેદ રૂમાલની ઉપર બે ફૂટ ઊંચી એક જંગી ઢીંગલી મૂકવામાં આવી હતી. તેનાં રંગબેરંગી કપડાં અને ઠઠારો આખો દિવસ જતાંઆવનાં નાનાં છોકરાંના આકર્ષણની એકમાત્ર ચીજ બની રહ્યાં હતાં. પરંતુ મોંટફરમેલ ગામની કોઈ મા તે ઢીંગલી ખરીદીને પોતાના ઇંતેજાર બાળકને ખુશ કરવા ઇચ્છે તેટલી તવંગર કે ઉડાઉ ન હતી. થેનારડિયરની બંને છોકરીઓએ દિવસ દરમ્યાન તેની સામું ટગર ટગર જોઈ રહેવામાં કલાકો ગાળ્યા હતા, અને કૉસેટે પણ આડુંઅવળું જોતાં જોતાં ગમે તે બહાને તેની સામે નજર કરી લેવાની હિંમત કરી હતી. - રાત્રો જ્યારે હાથમાં ડેલ લઈ ધૃજતાં ધૃજતાં કૉસેટે શેરીમાં ડગ માંડયાં, ત્યારે એ ગમગીન સ્થિતિમાં પણ ઢીંગલી સામે નજર કર્યા વિના તે રહી શકી નહિ. તેણે તેનું નામ “મહારાણી' પાડયું હતું. આખા દિવસમાં અત્યારે જ આટલે નજીકથી નજર માંડીને તેના સામું જોવાને અવસર મળ્યો હતો, એટલે એ બિચારું બાળક ભાન ભૂલી ત્યાં ને ત્યાં સંભી ગયું. તેવામાં કોસેટની બાબતમાં હંમેશ સતર્ક રહેતી થેનારડિયર બાનુએ બારણું ઉઘાડીને નજર કરતાં જ અભિમાનપૂર્વક ત્રાડ નાખી, “હું જાણતી જ હતી; ઊભી રહે દેડકી, તારું ગોળમટોળ માથું ડું ચપટું કરી આપું!” કૉસેટ ડેલ લઈને નાઠી. બીજી એક દુકાન તરફ તેણે નજર કરી નહિ. પરંતુ છેલ્લી દુકાનનું અજવાળું બહારના અંધારામાં ઓગળી ગયું. ત્યારે અચાનક સામે ઊભેલા અને ખાવા ધાતા ઘોર અંધકારનું વિકરાળ નગ્ન સ્વરૂપ જોઈ, તે છળી ઊઠી. તેણે દૂર નજર કરી જોઈ, પણ કશું જ દેખાતું ન હતું, જે કોઈ આકૃતિ દેખાતી, તે પણ ઢગલાબંધ અંધકારથી વીંટળાઈને વિકરાળ રૂપે જ દેખાતી. કેસેટના પગ ભાંગી પડયા અને ડોલ Page #136 -------------------------------------------------------------------------- ________________ અજાણ્યો હાથ નીચે મૂકી તે પોતાના વાળમાં હાથ પરોવી બેસી પડી. એ સ્થિતિમાં તે થોડી વાર પડી રહી હશે તેવામાં શેનારડિયર બાનુ તેના શૂન્ય માનસપટ ઉપર અચાનક તરી આવી. શૂન્યતામાં અચાનક હુરેલ એ વિચારે તેને એટલે બધ તાદૃશ લાગ્યું કે તે એકદમ સફાળી ઊભી થઈ ગઈ અને ચીસ પાડી ઝરા તરફ નાઠી. કોણ જાણે શી રીતે તે એ અંધારામાં રસ્તો ભૂલ્યા વિના કે ઠોકર ખાધા વિના એક વાસે સીધી ઝરા આગળ જ દેડી આવી, તે તે એ અંધારાને અને અંધારાં હદયોને પણ અંતર્યામી જ જાણે. ઝશ આગળ આવી પહોંચીને, પ્રવાસ ખાવા થોભ્યા વિના તેણે ઝરસ ઉપર નમેણું એકનું એક ઝાડવું ફફેસી કાઢયું, અને પછી હંમેશની જેમ તેને પકડીને ડેલ પાણીમાં ઝબકોળી. આમ મૂકીને તે ડોલ ભરતી હતી, તેવામાં તેના કબજાનું ખીસું ઝરાના પાણીમાં ઠલવાઈ ગયું, અને પેલે પંદર સૂનનો સિક્કો કૉસેટ કશું જાણે કે સાંભળે ત્યાર પહેલા પાણીને તબિયે ગબડવા લાગી ગયે. ડેલ લગભગ પૂરી ભરીને તેણે ઉપર લીધી અને ઘાસ ઉપર મૂકી. પણ હવે થાક તેના ઉપર ચ વાગ્યે અને તે ઘાસ ઉપર બેસી પડી. મેદાન તરફથી આવતે ઠંડો પવન એ ગાઢ જંગલમાં વિવિધ આકાર અને અવાજો ઊભા કરીને એ છળી ઊઠેલી બાળકીને વધુ મરણતોલ કરતો હતા. આકાશ પણ કાળાં વાદળની અંધારપિછોડી ઓઢીને પવનની હરીફાઈમાં ઊતર્યું હતું. - થોડી વારે ઊઠીને બંને હાથે તેણે ડેલનું કડું પકડવું; પણ એ ભરેલી ડેલ ઊંચકીને આગળ વધવાનું તેને મુશ્કેલ લાગવા માંડ્યું. દસ બાર ડગલાં ભરીને તેણે તેને પાછી જમીન ઉપર મૂકી દીધી. થોડોક વાસ ખાઈને તેણે ફરી ડોલ ઉપાડી. લોઢાનું કર્યું તેના નાનકડા હાથને ઠારી દેતું હતું અને તેને હથેળીમાં સો ચડી આવ્યા જેવી પીડા થતી હતી. વારેઘડીએ તેને થોભવું પડતું; અને જેટલી વાર તે વેલ જમીન ઉપર મૂકતી, તેટલી વાર ડોલનું ઠંડું પાણી તેના ખુલ્લા પગે ઉપર છંટકાતું. હજુ તે જંગલ પૂરું ન થયું ને તે થાકીને લેથ થઈ ગઈ. એક ઝાડ પાસે આવીને તે થાક ખાવા જરા વધારે ભી, જેથી કંઈક ઓર ભેગું થાય અને જરા વધારે આગળ જવાય. પછી તેણે ફરીથી ડલ ઊંચકી ને જરા વધારે હિંમત સાથે આગળ ચાલવા માંડયું; પણ બિચારીના મોંમાંથી “ઓ ભગવાન !” એવા શબ્દો નીકળી પડયા. અચાનક તેને લાગ્યું કે છેલને ભાર હાથમાં જાણે જસ પણ રહ્યો નથી! તેણે માથું ઊંચું કરીને જોયું તે એક જોરદાર હાથે તેની ડોલને Page #137 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ્ડ ઊંચકી લીધી હતી, અને એક ઊંચી કાળી આકૃતિ તેની બાજુમાં ચાલતી હતી. તેની પાછળથી તેની લગોલગ આવી લાગેલા કોઈ માણસે એક શબ્દ પણ બેલ્યા વિના તેની ડોલ પકડી લીધી હતી. કોણ જાણે શાથી, કોસેટ જરા પણ ચોંકી ઊઠી નહિ. ૨૪ વીશીમાં થી વાર ચાલ્યા બાદ પેલાએ ઘેરો પણ છેક જ ધીમા અવાજે કોસેટને કહ્યું – “બહુ ભારે વજન લીધું છે, બેટા.” કૉસેટે માથું ઊંચું કરીને કહ્યું, “હા, સાહેબ.' “તું ડેલ છોડી દે,”. માણસે ઉમેર્યું, “હું ઊંચકી લઈશ.” કૌસેટે જરા પણ અદેશા વગર લ છેડી દીધી. પેલો તેની સાથે સાથે જ ચાલવા લાગ્યો. થોડી વાર પછી તેણે પૂછ્યું, “તારી ઉંમર કેટલી છે, મા?” “આઠ વરસ, સાહેબ.” “તું કેટલે દૂરથી આ વજન ઊંચકીને આવી?” જંગલના રામાંથી.” અને તારે કેટલે દૂર જવાનું છે?” પાએક કલાકને રસ્તો કહેવાય ખરો.” પેલો માણસ ક્ષણ વાર થોભો, અને પછી અચાનક બોલી ઊઠયો, તારે મા નથી?” મને ખબર નથી.” બાળકે જવાબ આપ્યો. પણ પેલાને આગળ બોલવાને વખત મળે તે પહેલાં કૉસેટે ઉમેર્યું, “કેણ જાણે, બીજી છોકરીઓને હોય છે, પણ મારે નથી.” પછી ડી વાર ચૂપ રહીને તે પાછી બોલી – મને લાગે છે કે મારે કદી મા હતી જ નહિ.” પેલે માણસ એકદમ ઊભો રહ્યો. તેણે ધિલ જમીન ઉપર મૂકી દીધી, અને પછી કૉસેટના બે ખભા ઉપર પોતાના બે હાથ મૂકી, તેણે અંધારામાં તેનું મોં જેવા પ્રયત્ન કર્યો, Page #138 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં “તારું નામ શું છે?” પેલાએ પૂછ્યું. “કૉસેટ.” પેલા માણસને જાણે વીજળીને આંચકો લાગ્યો. તેણે તેના તરફ ફરીથી જોઈ; પછી પોતાના હાથ તેના ખભા ઉપરથી ઉપાડી લીધા અને ડોલ ઊંચકીને તેની સાથે ચાલવાનું શરૂ કર્યું. એક ક્ષણ બાદ તેણે પૂછ્યું : હું કયાં રહે છે, મા?” “મેંટફરમેલમાં અહીં પાસે જ એ ગામ છે.” “કોણે તને આટલી મોડી રાતે વગડામાંથી પાણી ભરવા મોકલી?” “થેનારડિયર બાનુએ.” “એ કેણ છે?” “તે મારી શેઠાણી છે, અને વીશી ચલાવે છે.” “વીશી? ઠીક થયું; મારે આજની રાત કોઈ વીશીમાં જ રહેવાનું છે. થાલ, હું ત્યાં જ આવીશ.” પે માણસ જરા ઉતાવળે ચાલતું હતું, પરંતુ કૉસેટને તેને સાથ ટકાવી રાખવામાં કશી મુશ્કેલી પડી નહિ. કોઈ અવર્ણનીય શાંતિ અને વિશ્વાસ સાથે તે વખતોવખત પોતાની આંખ ઊંચી કરીને પેલા માણસ તરફ જતી હતી. તેને કદી ઈશ્વર પ્રત્યે આંખ ઊંચી કરવાનું શીખવવામાં આવ્યું ન હતું, અને છતાં તેના અંતરમાં અત્યારે આશા અને આનંદને મળતું કશુંક અચાનક ઊભું થયું હતું, અને ઊંચે આકાશ સુધી પહોંચતું હતું. તેઓ હવે ગામ લગોલગ આવી પહોંચ્યાં હતાં, અને કૉસેટે એ અજાયા. માણસને શેરીઓમાં થઈને વીશી તરફ દોરવા માંડ્યો. રસ્તામાં ભઠિયારાની દુકાન આવી ગઈ, પણ કેસેટને પાંઉ ખરીદવાનું યાદ આવ્યું નહિ. તેઓ હવે દેવળ પણ વટાવી ગયાં હતાં. આજુબાજ માંડવાએ જોઈ પેલાએ પૂછયું, “આજે મેળાનો દિવસ છે કે શું ?” ના, સાહેબ, આજે નાતાલ છેને, એટલે.” વશી નજીક આવી એટલે કૅસેટે ધીમેથી પેલાના હાથને પિતાને હાથ અડકાડીને કહ્યું “સાહેબ !” “શું છે, મા ?” ઘર હવે નજીક આવ્યું છે, મને ડોલ ઊંચકવા દેશે?” “કેમ?” મિ૦-૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાહ “મારે બદલે બીજા કોઈએ ડોલ ઊંચકી છે એમ બાનુ જોશે તે મને વઢશે. ” ૧૧૪ પેલાએ ડાલ છેાડી દીધી. એક ક્ષણમાં તે તે વીશીના બારણામાં આવીને ઊભાં રહ્યાં. ટકોરો સાંભળતાં જ બાનુએ હાથમાં મીણબત્તી સાથે બારણું ઉઘાડયું. “ કેમ દેડકી, આટલું બધું મેાડું શાનું થયું ? કયાંક રમવા બેસી ગઈ હતી, ખરુંને ?” 66 " બાનુ, ” કોરોટે અવાજમાં થડકારા સાથે કહ્યું, “આ સાહેબને રાત માટે ઉતારો જોઈએ છે.' થેનારડિયર બાનુમાં એકદમ ફેરફાર થઈ ગયો. તેણે પેાતાનું વિકરાળ માં બને તેટલું નાનું કરી, નવા આગંતુક તરફ નજર કરી. આ સાહેબ કે?” તેણે પૂછયું. 66 66. હા ભાનુ.” પેલાએ ટોપીને હાથ લગાવતાં જવાબ આપ્યા. પૈસાદાર મુસાફરો આવા વિનય કરે નહિ. એટલે તેની આ સભ્યતા અને તેનાં કપડાં તથા સરસામાન ઉપર નજર પડતાં જ થેનારડિયર બાનુની જીભ ઉપરનું મધ ખાટું થઈ ગયું. તે સૂકા અવાજે બોલી, “ આવા અંદર. પેલા અંદર આવ્યો. બાનુએ તેના તરફ બીજી નજર કરી લીધી; તથા તેને ચીંથરેહાલ કોટ અને ભાગેલી કિનારીવાળા ટોપા બરાબર તપાસી લઈને પછી આંખ, નાક તથા ડોકની નિશાની કરીને પેાતાના પિતના અભિપ્રાય જાણી લીધેા. પછી પેલા તરફ ફરીને કહ્યું, “મારી પાસે હવે એકે ઓરડા ખાલી નથી. "" 66 મને ગમે ત્યાં પથારી કરી આપજો; માળિયામાં કે તબેલામાં. હું ભાડું તો ઓરડાનું જ આપીશ.” "" "C ‘ એટલે ચાલીસ સૂ 66 ભલે, ” 66 ચાલીસ સૂ?” એક પાસે બેઠેલાએ બાનુના કાનમાં કહ્યું, “ ભાડું તે વીસ સૂ જ છે ને ?” “ અરે આના જેવા માટે તા ચાલીસ જ, અમે એવા કંગાળ લાકોને ઘરમાં નથી પેસવા દેતાં. ” “ ખરી વાત, ” પતિએ ધીમેથી ઉમેર્યું, "" 66 એવા લેાકાથી સારા ઘરની "" આબરૂને ઘસારો પહોંચે છે. દરમ્યાન પેલા આગંતુક પોતાના હાથમાંની પાટલી તથા લાકડી બાજુએ Page #140 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં મૂકીને એક ટેબલ આગળ બેસી ગયું હતું. કેસેટે જલદી જલદી એક શીશે તથા પ્યાલો તેની સામે મૂકી દીધો. દરમ્યાન પેલો ઘડાવાળે જાતે જ ડોલ ઊંચકીને ઘોડાને પાવા લઈ ગયો; અને કૉસેટ પાછી રડાના ટેબલ હેઠળ પોતાના ગૂંથવાના કામે લાગી ગઈ. પેલા આગંતુકે હાલ માત્ર પોતાના હોઠને અડકાડયો એટલું જ બાકી તે તો કોર્ટ તરફ જ મીટ માંડીને જોઈ રહ્યો હતે. કોસેટની આખી આકૃતિ ભયગ્રસ્ત હતી, અને એ છો. ખેરાક તથા વધુ માર એ જાતના પિષણથી જેટલા હાડકાં ચામડીની બહાર નીકળી આવે, તેટલાં બધાં તેના ગમગીન દેખાવમાં કેવળ બિહામણાપણાનો જ ઉમેરો કરતાં હતાં. શેઠાણીને ભય તેને એટલો ભારે હતો કે, બહારથી લગભગ પલળીને આવી હોવા છતાં, અરિન પાસે હૂંફાવાને પ્રયત્ન કર્યા વિના જ તે સીધી ગુંથવાને કામે બેસી ગઈ હતી. અચાનક તેની શેઠાણીએ ત્રાડ નાખી “અને પેલો પાક લાવ જોઉં.” શેઠાણીને અવાજ સાંભળતાં જ કોસેટ રોજની ટેવ મુજબ ટેબલ નીચેથી બહાર નીકળી આવી. પાંઉની વાત તે છેક જ ભૂલી ગઈ હતી. એટલે બનેલાં છોકરાંના એકમાત્ર ઉપાયને આશરો તેણે લીધે; તે જૂઠું બોલી : “બાન, ભઠિયારખાનું બંધ થઈ ગયું હતું.” “તારે બારણું ઠોકવું હતુંને?” મેં બારણું ઠોક્યું હતું, પણ કોઈએ જવાબ ન આપ્યો.” “ઠીક કાલે સવારે એ તે જણાશે. તારી વાત જુઠી નીકળી છે, તે પછી જોજે કાલે તું કેવી નાચે છે તે. પણ મારો પંદર સૂને સિક્કો પાછો આપી દે જોઉં.” કૉસેટ પોતાના ખીસામાં હાથ નાખતાંવેંત છેક જ ધોળી પૂણી જેવી થઈ ગઈ. અંદર કશું ન હતું. કેમ અલી, સાંભળ્યું કે નહિ?” કસેિટે પિતાનું ખીરું ઉલટાવી જોયું પણ તેમાં કશું ન હતું. તે ભયની મારી સીઝી ગઈ. બાનુએ ખીંટી ઉપર ભરવેલા ચાબખા તરફ હાથ કર્યો. કોસેટ ચીસ પાડી ઊઠી. પેલ ન આગંતુક આ દરમ્યાન પોતાના અંદરના ખીસામાં કશું શોધતા હતા. કોસેટ બિચારી ધુમાડિયાના ખૂણામાં પિતાની જાતને જેટલી નાની બનાવી શકાય તેટલી બનાવતી ભરાવા લાગી હતી, જેથી તેના અર્ધનગ્ન અવયવો મારથી જેટલા બચી શકે તેટલા બચે. તેની શેઠાણીએ Page #141 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ હવે જોરથી પિતાને હાથ વીંઝયો. “માફ કરજે બાનુ,” પેલો માણસ બોલ્યો, “પરંતુ મેં હમણાં જ એ નાની છોકરીના ખિસ્સામાંથી કશું નીકળીને ગબડી જતું જોયું. કદાચ એ સિક્કો જ હશે.” એટલું બોલતાં બોલતાં તો તે નીચે વળ્યો અને કશું ખેળવા લાગે. ખરે જ, આ રહ્યો એ સિક્કો,” એમ કહી તે ઝટ ઊભો થયો અને એક સિક્કો બાનુ પાસે તેણે ધરી દીધો. હા એ જ છે,” બાએ કહ્યું. . . પણ એ ખરો સિક્કો ન હત; કારણ કે આ તો વીસ સૂનને સિક્કો હતો. પરંતુ બાનુને એ ધંધામાં ન જ થતું હતું, એટલે તેણે તેને ઝટ ખીસામાં મૂકી દીધો, અને કોસેટ તરફ માત્ર કડક નજર કરીને કહ્યું, “હવે ફરી આમ નાખી દીધો છે, તે વાત છે.” કૉસેટ તેના ઘલકામાં પાછી ભરાઈ ગઈ. તેની મોટી મોટી અને આ અજાણયા મુસાફર ઉપર સ્થિર થઈ ગઈ. એ જ ક્ષણે પાસેના એરડાનું બારણું ઊઘડયું અને બાનની બે હષ્ટપુષ્ટ સુંદર છોકરીએ આ ઓરડામાં દાખલ થઈ. તેમનાં કપડાં, ટાપટીપ, અને તેમના અવાજમાં એક પ્રકારનું સાહ્યબીપણું દેખાઈ આવતું હતું. તેઓ અંગારા પાસે બેઠી અને હજાર જાતનો આનંદી કિલકિલાટ કરતી એક ઢીંગલી સાથે રમવા લાગી. વચ્ચે વચ્ચે કૉસેટ ગૂંથવામાંથી આંખ ઊંચી કરી તેમની રમત જતી હતી. તેમની ઢીંગલી જૂની તથા ખાંડત હતી, છતાં કૉસેટને મન એ ઓછી નવાઈભરી ચીજ ન હતી. કારણ, તેને સાચી ઢીંગલી સાથે કદી રમવાનું મળ્યું જ ન હતું. અચાનક બાનુની નજર તેના ઉપર પડી; તેણે જોયું કે કોસેટ કામ કરવાને બદલે પેલી છોકરીઓ તરફ જોતી હતી. હું, હવે તું પકડાઈ ખરી. તું આ રીતે કામ કરે છે, ખરું ને? ઊભી રહે, હું તને ચાબખાથી જરા કામ કરતાં શિખવાડું.” ' પેલે આગંતુક પિતાની ખુરશીમાં બેઠો બેઠો જ બાજુ તરફ ફરીને બોલ્યો – “હશે, હશે, બાન, તેને રમવા દે.” આવી ઇચ્છા કઈ સારું વાળુ મંગાવનાર કે બે-ત્રણ શીશા ખાલી કરનાર મુસાફર તરફથી આવી છે, તે તો એક હુકમની પેઠે સ્વીકારાઈ હોત. પરંતુ આવા પાવાળે અને આવા કેટવાળો માણસ પિતાની ઇચ્છા પ્રગટ કરવાની ધૃષ્ટતા કેમ કરી શકે? બાનુએ તરત જવાબ આપ્યો: “તે ખાય છે, એટલે તેણે કામ તો કરવું જ જોઈએને? હું કાંઈ Page #142 -------------------------------------------------------------------------- ________________ થીશીમાં એને બેસાડી મૂકવા નથી રાખતી.” “તે શું કામ કરે છે?” પેલાએ વિનયી અવાજે પૂછ્યું. બાનુએ મહેરબાની કરીને જવાબ આપ્યો : 66 તેને મારી નાની દીકરી બિચારીને ખુલ્લા પગે ફરવું પડે છે.” માટે મોજાં ગૂંથવાનાં છે; જુને એ ૧૧૭ “એ માાં તૈયાર થાય ત્યારે તેમની શી કિંમત થાય વારુ?” ભાનુએ તુચ્છકારપૂર્વક જવાબ આપ્યો, “ત્રીસ સૂ વળી. 99 “ તમે મને એ મેાજાં પાંચ ટ્રાંકે વેચાતાં આપશ્ચા?” પેલાએ પૂછ્યું. મોં, થેનારડિયરને હવે વચ્ચે બાલવાની ફરજ લાગી. “ હા, જી; જો એવી આપની મરજી હોય તા; આપ એ માાં પાંચ ડ્રાંકે રાખી શકો છે. અમે અમારા મહેમાનોને કશાની ના પાડતાં નથી.” “ રોકડા પૈસા,” બાનુએ તાકીદના અવાજે કહ્યું. “ઠીક, હું એ જોડ ખરીદી લઉં છું.” પેલાએ પાતાના ખીસામાંથી પાંચ ફ઼ાંકનો સિક્કો કાઢીને ટેબલ ઉપર મૂકતાં કહ્યું. પછી કૉસેટ તરફ ફરીને તેણે ઉમેર્યું : “ તારી મજૂરી હવે મારી થઈ છે; તું રમવા માંડ, બહેન.” થેનારડિયરે આવીને ચૂપકીથી પેલા સિક્કો ખીસામાં મૂકી દીધા. બાનુ કશેા જવાબ વાળી શકી નહિ. પણ તે હોઠ કરડતી, મે ભારે કરીને મનમાં જ ઘૂરકવા લાગી. કૉસેટ ધ્રૂજતી હતી, પણ તેણે પૂછવા હિંમત કરી : “સાચી વાત, બાનુ? હું રચ્યું?” * “રમ,” તેની શેઠાણીએ વિકરાળ અવાજે કહ્યું. કૉસેટે હાથમાંની સાય નીચે મૂકી; પાતાની જગા છેડવાની તો તે હિંમત ન કરી શકી. તેણે પાતાની પાછળના ડબામાંથી ઘેાડાં જૂનાં ચીંથરાં તથા સીસાની એક નાની સરખી તલવાર કાઢમાં. પેલી બે છેકરીઓની નજર આ કશા તરફ હતી જ નહિ, તે તો હવે તેમની ઢીંગલી નીચે મૂકીને બીજા જ એક અગત્યના કામે લાગી ગઈ હતી. મેાટીએ બિલાડીનું બચ્ચું હાથમાં લઈ, તેને કપડાંના રંગબેરંગી ટુકડા વીંટવા માંડયા હતા. પેલું બચ્ચું તેના હાથમાં અમળાતું અમળાનું એ ક્રિયા તરફ પોતાની ભારોભાર નાપસંદગી દર્શાવી રહ્યું હતું. આમ એ છોકરી હતી, ત્યારે કૉસેટ તેની બિલાડીના બચ્ચાને જીવતી ઢીંગલી બનાવી રહી સીસાની તલવારને ચીંથરાં વીંટી, તેની ઢીંગલી Page #143 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ બનાવી, હાલરડું ગાતી તેને હાથ ઉપર ઊંઘાડી રહી હતી. હવે બાનુએ ફરી વાર પેલા આગંતુકને વાળનું કંઈ લેવા આગ્રહ કર્યો. છેવટે તે કબૂલ થયે. . આપ શું લેશે?” રોટી અને પનીર.” “ખરેખર, આ કોઈ ભિખારી જ છે!” બાનુને હવે ખાતરી થવા લાગી. કૉસેટ હજી ટેબલ નીચે હાલરડું જ ગાતી હતી. અચાનક તે ચૂપ થઈ ગઈ. બાનુની છોકરીઓએ પડતી મુશ્કેલી ઢીંગલી તેની નજરે પડી. તેણે પિતાની તલવાર નીચે મૂકી દીધી અને આજુબાજુ જોવા માંડયું. સૌનું ધ્યાન બીજી બાબતમાં હતું. તેણે પેટે સરકીને ઢીંગલી ઉપાડી લીધી અને પછી પિતાની જગાએ જઈ આડા ફરી રમવા માંડ્યું. સાચી ઢીંગલી સાથે રમવાના આનંદે તેને ભાનભૂલી બનાવી મૂકી. કોઈનું ધ્યાન એ તરફ ન હતું. માત્ર પેલો નવો મુસાફર પોતાનું સાદું ખાણું ખાતા ખાતા એ બધું જોઈ રહ્યો હતો. એમ પાએક કલાક વીતી ગયો. અચાનક નાની છોકરીની નજર તે તરફ ગઈ. તેણે તરત મેટીને બતાવ્યું; અને મટીએ બાનુને બતાવ્યું. જોતાંવેંત બાનુનું માં એકદમ વિચિત્ર આકારનું થઈ ગયું. તેના અત્યાર સુધી ઘવાયેલા અભિમાને તેના ક્રોધને આ વખતે ભભુકાવી દીધા. તેણે ગુસ્સાથી ખાખરા થઈ ગયેલા અવાજે ત્રાડ નાખી : “કૌસેટ !” પિતાની નીચેની પૃથ્વી હાલી ઊઠી હોય તેમ કૉસેટ ચમકી. “કૉસેટ,” તેની શેઠાણીએ ફરી વાર કહ્યું. કોસેટે ધીમેથી ઢીંગલીને જમીન ઉપર મૂકી દીધી. કારમી હતાશાની સાથે તેમાં તે ઢીંગલી પ્રત્યે આદર અને વાત્સલ્ય ભારોભાર ભળેલાં હતાં. ઢીંગલી ઉપરથી આંખ ખસેડ્યા વિના જ, તે પહેલી વાર પે તાના પંજા ભેગા કરી આમળવા લાગી. નાનાં છોકરાં એ ઉંમરે કદી એમ ન કરે. પછી આજની અત્યાર સુધીની મોટી યાતનાઓથી પણ તેણે જે નહોતું કર્યું તે હવે કર્યું – તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પેલો મુસાફર તેની બેઠકમાંથી ઊભો થઈ ગયો. “શી વાત છે? શી વાત છે?” તે હાંફળાફાંફળો બેલી ઊઠ્યો. જોતા નથી?” બાનુએ કૉસેટના પગ આગળ પડેલી ગુનાની ભયંકર સાબિતી તરફ આંગળી ચીંધતાં કહ્યું. હા, પણ તેનું શું છે?” Page #144 -------------------------------------------------------------------------- ________________ - વીશીમાં “એ આળસુ ભિખારડીએ મારાં છોકરાંની ઢીંગલીને અડકવાની હિંમત કરી છે.” પણ એટલી વાતની આટલી મોટી ધમાલ શી? ધારો કે તેણે ઢીંગલી રમવા લીધી!” “શું? તેણે તેના ગંદા બિહામણા હાથ તે ઢીંગલીને લગાડ્યા, એ વતીનું કાંઈ નહિ? કૉસેટનાં ધૂસકાં વધી ગયાં. નું છાની મરે છે કે નહિ?” તેની શેઠાણીએ ગર્જના કરી. પેલો માણસ તરત જ ઊઠીને બારણા તરફ દોડ્યો અને બહાર ચાલ્યો ગયો. દરમ્યાન તેની ગેરહાજરીને લાભ લઈ, બાનુએ કૉસેટને ટેબલ નીચે જ પિતાના સઘળા જોરથી એવી એક લાત લગાવી કે કૉલેટ ચીસ પાડી ઊઠી. એટલામાં બારણું પાછું ઊઘડયું, અને પેલો માણસ હાથમાં આખા ગામની ઈર્ષ્યાની વસ્તુ–પેલી નવાઈભરી ઢીંગલી -લઈને આવ્યો અને કૉસેટ સામે મૂકીને બોલ્યો, “લે, રમ.” કેસેટ તે આભી જ બની ગઈ. અને ટેબલ નીચે પસી ગઈ. થેનારડિયર બાનુ તથા પેલી બે નાની છોકરીઓ પણ પથ્થરની મૂર્તિઓ બની ગઈ. ટેબલ પાસે બેઠેલા ગરાડીઓના પ્યાલા પણ હાથમાં જ રહી ગયા. આખા ઓરડામાં એક પ્રકારની વિચિત્ર નીરવતા છવાઈ રહી. થેનારડિયર પેલી ઢીંગલી તથા પેલા માણસ તરફ વારાફરતી જોતે જોતે, જાણે તેના પૈસાને સુંઘતો હોય તેમ તેની આસપાસ ફરી વળ્યો. પછી તરત પોતાની સ્ત્રી પાસે જઈને તેના કાનમાં બોલ્યો – “ખબરદાર, એ માણસ પ્રત્યે તું હવે જો તુચ્છકારથી વાત છે ! એ ઢીંગલીની કિંમત કંઈ નહિ તેય ત્રીસ ફૂાંક હશે.” એનારડિયર બાનમાં ભીજી ગમે તે ઊણપ હશે, પણ પિતાના પતિની બુદ્ધિમાં તેને અપ્રતિમ વિશ્વાસ હતો. તે તરત લળી લળીને બોલવા લાગી – “બેટા કૉસેટ, એ તારે માટે છે; તું એ ઢીંગલી લેતી કેમ નથી?” કોંસે તેના ઘરમાંથી બહાર નીકળવા હિંમત કરી. “મારી વહાલી દીકરી કૉસેટ,” બાન તેને પંપાળતાં બોલી, “આ સાહેબ તને ઢીંગલી આપે છે; લઈ લે, એ તારી છે.” કૉસેટ તે અદ્ભુત ઢીંગલી તરફ બીતી હોય તેમ જોવા લાગી. તેને ચહેરો હજુ આંસુથી ભીનો હતો. તેને હજુ વિશ્વાસ પડતો ન હતો, છતાં એ ઢીંગલીનું આકર્ષણ છેવટે વિજયી નીવડયું; અને તે ધીમે ધીમે ખસતી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ લે મિરાલ્ડ ખસતી ઢીંગલી પાસે ગઈ અને તેની શેઠાણી તરફ ફરીને બોલી – “હું લઉં, બાનું?” તેની આંખમાં આ ઘડીએ હતાશા, ભય અને ત્રાસનું જે મિશ્રણ હતું, તેને માટે શબ્દ શોધ્યો જડે તેમ નથી. જરૂર, જરૂર; આ સદગૃહસ્થ તારે માટે જ લાવ્યા છે.” “સાચી વાત છે, સાહેબ ? આ “મહારાણી” ખરેખર મારે માટે છે?” આગંતુકની આંખો આંસુથી ભરાઈ ગયેલી હતી. તેની સ્થિતિ અત્યારે એવી હતી કે જ્યારે રી ન પડાય તે માટે પણ માણસે ચૂપ રહેવું જોઈએ. તેણે માત્ર ડેકું ધુણાવીને હા કહી તથા “મહારાણીને હાથ કૉસેટના હાથમાં મૂક્યો. કોસેટ ઢીંગલીને અડતાં વેંત પિતાને હાથ પાછો ખેંચી લીધો, જાણે તે દાઝી હેય. પછી અજાણતાં તેણે તેની આખી જીભ બહાર કાઢી; અને એકદમ આવેશમાં આવી જઈ, પેલી ઢીંગલીને પકડી લીધી. હું એને “કેથેરાઇન’ કહીશ,” તે બેલી. કોસેટનાં ચીંથરાં એ ઢીંગલીનાં નવાં કપડાં સાથે વિચિત્ર દેખાવ ધારણ કરી રહ્યાં હતાં. ૨૫. નવા ભાવિ તરફ બીજે દિવસે સવાર થતાં જ નારડિયર હાથમાં કલમ લઈ, પેલા મુસાફરી માટે બિલ તૈયાર કરવા બેઠો હતો. તેની પતની તેની પાછળ ઊભી ઊભી પ્રશંસાત્મક નજરે જોઈ રહી હતી. પાએક કલાકના પરિશ્રમ પછી નીચેનું બિલ તૈયાર થયું - ઓરડીવાળા સદગૃહસ્થનું બિલ વાળું ૩ ફૂાંક એરડી ૧૦ ફૂાંક મીણબત્તી ૫ ફૂાંક અગ્નિ ૪ ફૂાંક તહેનાત ૧ ક્રાંક ૨૩ ફૂાંક Page #146 -------------------------------------------------------------------------- ________________ નવા ભાવિ તરફ ૧૨૧ સ્ત્રાથી પણ હવે બેલ્યા વિના ન રહેવાયું, “તેવીસ કૂક!” પણ મહાન કળાકારો પિતાની કૃતિથી કદી સંતુષ્ટ થતા નથી; લેનારડિયર ખભે હલાવી માત્ર બોલ્યો, “હ!” “તમારી વાત ખરી છે, એની પાસેથી તે લેવા જ જોઈએ. એણે આપણને ઓછું નુકસાન કર્યું છે? પણ આ રકમ બહુ જ મોટી છે તે કદાચ નહિ આપે.” થેનારડિયરે એક ઠંડું હાસ્ય હસીને જણાવ્યું, “તે જરૂર આપશે.” સ્ત્રી હવે ઓરડાની વસ્તુઓ ઠીકઠાક કરવા લાગી; અને પતિ આમતેમ આંટા મારવા લાગ્યો. ઘડી વાર બાદ તે બોલ્યો, “તું જાણે છે, કે મારે ૧૫૦૦ ટ્રકનું દેવું છે?” આટલું કહી તે પાછો ભદ્દી આગળ તાપવા બેઠે. “પણ જોજો, હું આજે કૉસેટને તે કાઢી મૂકવાની છું; તેને હવે ઘરમાં રાખું તેના કરતાં તે રાજા ભૂઈ સાથે પરણું, એ કબૂલ. પેલી ઢીંગલી તો મારું કાળજું ખેતરી ખાય છે.” થેનારડિયરે માત્ર જવાબમાં શૃંગી સળગાવીને કહ્યું, “આ બિલ તું પેલાને આપજે.” પછી તે બહાર ગયો. તરત જ પેલે આગંતુક અંદર દાખલ થયો, થેનારડિયર પાછો આવી અર્ધખુલ્લા બારણા પાછળ ઊભો રહ્યો. આગંતુકના હાથમાં પોટલી અને દડો હતાં. હે, વહેલા ઊઠી આવ્યા કંઈ,” બાનુએ કહ્યું. “આપ સાહેબ અમને આટલા જલદી છોડી જશે કે શું?” “હા બાનુ, હું જાઉં છું.” “આપને આ ગામમાં બીજું કંઈ કામકાજ નથી?” “ના, હું તે માત્ર આ રસ્તે થઈને આગળ જવા નીકળ્યો છું. પણ બાનુ, મારે બિલ કેટલું ચૂકવવાનું છે?” બાનુએ જવાબ આપ્યા વિના પેલું કાગળિયું તેના હાથમાં મૂકી દીધું. પેલાએ તેના તરફ નજર કરી, પણ તેનું ધ્યાન બીજી તરફ જ હતું. તમારે અહી કેમ ચાલે છે?” તેણે પૂછયું. એવું જ, સાહેબ.” બાનુએ તે બિલના જવાબમાં કાંઈક ભડાકાની જ આશા રાખી હતી. તે હવે જરા હિમત સાથે બોલવા લાગી : વખત બહુ ખરાબ આવ્યો છે, સાહેબ. અને આ તરફ આબરૂદાર માણસે બહુ ઓછા જ હોય છે. અલબત્ત, આપના જેવા તવંગર અને ઉદાર Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મુસાફરો કોઈ કોઈ વાર છે વળી. બાકી, ખર્ચા બહુ ખાઈ જવા બેઠી છે. ” કઈ ચેલકી?” 66 . પેલી કૉસેટ, સાહેબ. એની રખડેલ મા એને અમારે ત્યાં નાખી ગઈ, તે પછી મરી ગઈ કે શું તેની ખબર જ પડતી નથી. અમારી આવક બહુ ઓછી છે અને ખર્ચ બહુ ભારે છે. અને મારે વળી મારી જ છોકરીએ છે; ત્યાં હું કાં બીજાનાં છેાકરાં પાલવવા જાઉં? ” પેલા માણસે જાણે કશા હેતુ વિના જ બાલતા હોય તેવે અવાજ કાઢીને બાલવાના પ્રયત્ન કર્યો, પણ તેમાં એક પ્રકારના થડકો ઉઘાડો જણાઈ આવતા હતા : 66 66 અને ધારો કે તમારે માથેથી એના ભાર લઈ લેવામાં આવે, તે?” કોને કૉસેટના ? આ મારા સાહેબ, હું આપના નામ ઉપર સેા સે આશીર્વાદ પઢું —— આપ તેને જરૂર લઈ જાઓ. તેને ખવરાવજો, પહેરાવજો, ઓઢાડજો, ફાવે તેમ કરજો; મારે માથેથી એ બલા ટળે, એટલે હું તો રાજીરાજીના રેડ !” લે મિઝેરાલ અમારે ત્યાં આવી ચડે છે, એટલી ખુશનસીંબી મેટા છે અને પેલી ચેલકી તે અમારું આખું ઘર “ઠીક, ત્યા૨ે નક્કી?” 66 ‘આપ શું તેને અબઘડી લઈ જવા ઇચ્છા છે?” અલબત્ત; તેને બાલાવા. દરમ્યાન હું બિલ ચૂકવી દઉં, કેટલું છે?” " તેણે ફરી બિલ ઉપર નજર કરી. અંદરની રકમ જોઈ તે ચમકયા સિવાય રહી શકો નહિ. તેણે બાનુ તરફ નજર કરીને ધીમેથી કહ્યુ, “તેવીસ şis?" 66 બાનુ આ વખતે તૈયાર ન હતી. તે તા કૉસેટથી છૂટવાના આનંદમાં જ તણાઈ રહી હતી. અચાનક આ વાત નીકળતાં તે બોલી ઊઠી, હે. " સાહેબ, તેવીસ ફ઼ાંક. ” આગંતુકે, પાંચ પાંચ ફ઼્રાંકની પાંચ નાટો ટેબલ ઉપર મૂકી, અને કહ્યું, જાએ, છેકરીને લઈ આવે. 66 એ જ ક્ષણે થેનારડિયર ઓરડાની વચ્ચે ચાલ્યા આવ્યા અને બાલ્યા ,, “એ સદ્ગૃહસ્થ પાસે છવ્વીસ ટૂ વધારાના નીકળે છે. 66 હજી છવ્વીસ સૂ?” સ્રીએ ચકિત થઈને પૂછયું. "" હું બહાર જા. ' 66 'હા, હા. વીસ સૂત્રાની ઓરડી વતીના, તથા છ વાળુવતીના, અને આ છેકરીની બાબત તો મારે પ્રથમ આ સાહેબ સાથે વાત કરી લેવી પડશે. . Page #148 -------------------------------------------------------------------------- ________________ - નવા ભાવિ તરફ ૧૨૩ બા સમજી ગઈ કે તેના પતિની તીક્ષ્ણ બુદ્ધિ હવે મેદાનમાં ઊતરી છે. એમાંથી ભારે મોટાં પરિણામોની આશા રાખતી તે તરત બહાર ચાલી ગઈ. થેનારડિયરે આગંતુકને એક ખુરસી ઉપર બેસવા જણાવી પોતે ઊભા ઊભા જ નરી માયાળુતા અને નરી નિર્દોષતાને દેખાવ અખત્યાર કરીને જણાવ્યું : કોઈ ન માને તો ભલે, સાહેબ, પણ મારે આપને કહી દેવું જોઈએ કે મને એ છોકરી ખૂબ વહાલી છે.” કઈ છોકરી?” કેમ વળી, આપણી નાની કૉસેટ ! આપ જ તેને અમારી પાસેથી લઈ જવા માગો છોને? લો સાહેબ, હું આપને છેવટની વાત કહી દઉં કે, હું એ વસ્તુ કબૂલ રાખી શકું તેમ નથી. તે નાની હતી ત્યારથી મારી પાસે છે. અલબત્ત તેને કારણે અમારે ખર્ચ થાય છે, તથા તેનામાં થોડાઘણા દોષ પણ છે, અને અમે એવાં તવંગર નથી એ પણ ખરું; હમણાં જ તેની એક બીમારીમાં મને ચારસા ક ખર્ચ થયું. પરંતુ માબાપ વિનાની એ બાળકીને મેં નાનેથી મોટી કરી છે, અને તેને કોઈ કારણે છોડવાને નથી. મારી પત્ની જરા આકરી છે; પણ તેય તેને ચાહે છે અને તેના વિના એક દિવસ પણ રહી શકે, એમ હું માનતો નથી.” પેલો આગંતુક તેની તરફ સ્થિર નજરે જોઈ રહ્યો. થેનારડિયરે આગળ ચલાવ્યું : “માફ કરજો સાહેબ; અને ઘરની છોકરી કંઈ પહેલા જ વટેમાર્ગને એમ આપી દેવાય પણ ખરી? આપ જ કબૂલ કરશો સાહેબ, કે મારે પણ થોડું ઘણું જાણવું તે જોઈએને ? આપ સાહેબ તવંગર છો, અને આપને ત્યાં એ છોકરી રાજરાણીની પેઠે પૂજાશે, એની હું ના નથી પાડતે. પરંતુ તે ક્યાં જાય છે, કોની પાસે જાય છે, એ બધાની ખબર તે મને હોવી જોઈએ. હું ભલે ગરીબ રહ્યો, પણ મારે તેની અવારનવાર ખબર કાઢતા રહેવું પડશેને?જેથી એ બિચારા અનાથ બાળકને પણ આવાસન રહે કે, તેને ગરીબ પાલક પિતા તેની ખબરઅંતર રાખ્યા કરે છે.” પેલા આગંતુકે હવે થનારડિયર ઉપર પોતાની તીણ નજર ઠેરવી – એવી નજર કે જે માણસના અંતરને તળિયા સુધી આરપાર જોઈ લે છે. ત્યાર બાદ તે ગંભીર તથા સ્થિર અવાજે બોલ્યો – “જુ થનારડિયર સાહેબ, હું જો કૉસેટને લઈ જાઉં, તો એટલેથી Page #149 -------------------------------------------------------------------------- ________________ લે મિરાહ જ બધી વાત પૂરી થવી જોઈએ. તમારે મારું નામ પણ જાણવાનું નથી, કે હું કોલેટને ક્યાં લઈ જાઉં છું તે પણ. ફરીથી તે કદી તમારી નજરે ન પડે એ જ મારો ઇરાદો છે. હું તેના પગની બેડી તેડું, તો તેને તમારી પાસેથી સદાને માટે મુક્ત કરવા માટે જ, બેલે, એ વાત કબૂલ છે? હા કે ના?” ભૂતપિશાચને પણ તેમને ગુરુ મળે કે તરત તેને પિછાની લે છે. થેનારડિયર સમજી ગયો કે, આ માણસની ગુઢતા અગમ્ય જ છે; તેના ઉપર કશો સંદે માંડી શકાય તેમ નથી. તેણે એક કુશળ પટાબાજની જેમ પોતાની રમત ફેરવી નાખી. તેણે સીધું સંભળાવી દીધું – ' “મારે પંદરસો કાંક જોઈએ, સાહેબ.” પેલા આગંતુકે તરત ખિસ્સામાંથી જના પાકીટ જેવું કશુંક કાવ્યું, અને તેમાંથી ત્રણ બેંક-નોટ ખેંચી કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. પછી તેમના ઉપર અંગૂઠો દાબીને કહ્યું – લા, કૉસેટને અબઘી સોંપી દે.” થેનારડિયર બાનુએ પિતાના પતિના કહેવાથી કોસેટને તરત ત્યાં બેલાવી. કોસેટ એરડામાં આવતાં જ પેલા અજાણ્યાએ પોતાની પિટલીમાંથી સાત વરસની છોકરીને પહેરવા માટેનાં શોકનાં કપડાંની જોડ કાઢી, અને તેને કહ્યું, “આ પહેરી લે.” પ ફાટતાં જ, મોંટફમેલના રહેવાસીઓમાંના જેઓ પોતાનાં બારણાં ઉઘાતા હતા, તેમણે એક એંથરેહાલ માણસને એક છોકરીને દેરીને પેરિસ તરફના રસ્તા ઉપર જતો જોયો. છોકરીના હાથમાં એક મોટી ઢીંગલી હતી. કોઈ પેલા અજાણ્યાને ઓળખી શકયું નહિ, તથા કૉસેટને પણ સાદાં પરંતુ ફાટયા વિનાનાં કપડાંમાં પહેલી વાર જોઈને બહુ ઓછા ઑળખી શક્યા. કૉસેટ ચાલી જતી હતી. જેની સાથે? તે પોતે પણ જાણતી ન હતી. તે કદાચ એટલું સમજી શી હતી કે, દેનારડિયરની વીશી હવે તેના જીવનમાંથી હંમેશને માટે ભૂંસાય છે. પણ હજુ તેને એ પૂરેપૂરું સાચું લાગતું ન હતું. તે વારેઘડીએ પોતાના સાથીદાર તરફ નજર કર્યા કરતી. એ એક જ વાત તેને નક્કરપણે સાચી માનવા જેવી લાગતી હતી. Page #150 -------------------------------------------------------------------------- ________________ છેવટે ગયો જયારે કૉસેટ અને તેને સાથીદાર વીશી છોડીને ચાલવા ગયો, ત્યારે પાએક કલાક વીત્યા બાદ, પેનાસકારે તાતાની પત્નીને એક બાજ બોલાવીને પેલી પંદરસે ફકની ને બસવી. “બસ એટયા જ?” તેણે તરત છે. લગ્ન પછી પહેલી વાર તેણે પિતાના માલિકના કઈ પણ કુન્યમાં ભૂલ કાઢવાની હિંમત કરી હતી પર પણ તરસ વિચારમાં પણ ગે. • તારી વાત ખરી છે; હું ખરેખર ગધેડ છું. મારે ટોપ પાવ.” ત્રણે વાટ જલદી જલદી પોતાના ખીસામાં સરકાવી, તે સીધો બહાર દોડ્યો. પહેલાં તે ખોટે રસ્તે ગધે; પછી પૂછતાં પૂછતાં ખરે રસ્તે પહોંચ્યો. તે મનમાં ને મનમાં ગણગણતો હો, “એ તો છે કડતિ; પણ હું છું પાકે ગધે. તેણે પણ બોસ શું આપ્યા પછી પાંચ ાંક; પછી પચાસ ટ્રક પછી પંદરસે ટ્રક - સહેજ પણ ખચકાયા વિના. ખરે જ, તેણે મને પંદર હજાર ફાંક પણ આપ્યા છે, પણ મારે છે. તેને તમે તેમ કરીને પકડી પાડવો જોઈએ. જાણવાની વાત તો એ છે કે તેની પિટલીમાં પાન છોકરી માટેનાં કપડાં તૈયાર કષાથી હતો? જરૂર એમાં કંઈક રહસ્ય છે. અને પૈસાદાર શેકેનું કેઈ રહયે તમારા હાથમાં આવે, ત્યારે તમે તેને સેનું ભરેલી વાદળીની પેઠે નિવી ન છે, તે તમે ખરેખર ગધેડા જ હોવા જોઈએ.' એક જગાએ રસ્તે ટિ હતો. ત્યાં પાકિ વખત બગડયા પછી, કઈ નજરે જોનારાએ તેને પેલાં બેનો ખરો રસ્તો બતાડ્યા. પેલાએ ગલને રસ્તે લીધો હતો. થોડે દૂર ગયા પછી દેનારડિયર અચાનક ઘણો અને પોતાના કપાળ ઉપર જોરથી ટપલે મારીને બે, “હું ખરેખર ગધેડો છું ઘેરથી મારી બંદૂક કેમ સાથે તે ન આવ્યો ?” પણ હવે આગળ વધ્યા વિના બીજે આરો જ ન હતું. તે જોરથી દોડવા લાગ્યો. ઘણે દૂર આગળ વધ્યા પછી એક તળાવડાને કિનારે ગાડવા પાછળ તેણે પેલાને ટેપે જમીન ઉપર પડે છે. ધારવા મુજબ, કોસેટને થાક ખાવા દેવા માટે પેલે ઝાડવાંની આડમાં જરાક થેભ્યો હતો.' થેનારડિયર તરત ત્યાં જઈને ઊભો રહ્યો. ૧૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાન્ડ “માફ કરજો, સાહેબ,” તે હાંફતાં હાંફતાં બોલ્યો, “પણ આ રહ્યા તમારા પંદરસો ફ્રાંક.” પેલાએ આંખ ઊંચી કરીને કહ્યું – એટલે!” થેનારડિયરે અદાથી જવાબ આપ્યો“એટલે કે સાહેબ, હું કૉસેટને પાછી લઈ જાઉં છું.” કોસેટ જી ઊઠી અને પેલાને વળગી પડી. પેલાએ થેનારડિયર તરફ સ્થિર નજરે જોઈને એક એક શબ્દ વચ્ચે જગા છોડતાં પૂછયું: તમે – કૉસેટને - પાછી લઈ – જાઓ– છો–એમ?” હા સાહેબ. મારે આપને કહેવું જોઈએ કે મેં ઘણો વિચાર કર્યો છે. ખરી વાત એ છે કે, કૉસેટ તમને સોંપવાને મને જરા પણ અધિકાર નથી. જુઓ સાહેબ, હું પ્રમાણિક માણસ છું. એ છોકરી મારી નથી; એ છોકરી એની માની છે; અને એની માને જ હું એ છોકરી પાછી મેંપી શકું. આપ કહેશે કે તેની મા તે મરી ગઈ છે; તે પછી, જે માણસ તેની માના હાથનું લખેલું મુખત્યારનામું લાવે, તેને જ હું એ છોકરી આપી શકું. એ વાતમાં કશી તકરાર શી હોઈ શકે, સાહેબ?” - પેલા માણસે કશે જવાબ આપ્યા વિના તરત જ પિતાના ખિસ્સામાંથી પાકીટ કાઢયું. થેનારડિયરના આખા શરીરમાં થઈને થરથરાટી પસાર થઈ ગઈ. તેને લાગ્યું કે હવે આ માણસ તેના હાથમાં આવ્યું છે: તે તેને લાંચ આપવા માગે છે! પેલા મુસાફરે પાકીટ ઉઘાડતા પહેલાં ચારે તરફ નજર કરી લીધી. કોઈ માણસ આખા જંગલમાં કે ખીણમાં કયાંય દેખાતું ન હતું. તેણે પિતાનું પાકીટ ઉઘાડીને તેમાંથી નોટો નહિ પણ એક સાદી ચિઠ્ઠી કાઢીને થેનારડિયરને કહ્યું, “તમારી વાત ખરી છે; લો આ વાંચો.” થેનારડિયરે હાથમાં કાગળ લીધો અને વાંચ્યું - મ0 માર્ચ ૨૫ - ૧-'૨૩ મિ. થેનારડિયર - તમે આ ચિઠ્ઠી લાવનારને કૉસેટ સેંપી દેશે; તે બધી બાકીની રકમ ચૂકવી દેશે. – આપની, ફેન્ટાઇન. “તમે એ સહીના હસ્તાક્ષર ઓળખે છોને?” પેલાએ પૂછ્યું. Page #152 -------------------------------------------------------------------------- ________________ છેવટે ગયાં ૧૨૭ એ હસ્તાક્ષર ફેન્ટાઇનના જ હતા. થેનારડિયરને હવે બેવડી અકળામણ થઈ : કશી લાંચ મળવાનું તો ગયું જ; પણ તે પાતે હવે પેલાના હાથમાં આવી ગયા હતા. છતાં તે ઘૂરકતા હોય તેમ બાલ્યા 66 ઠીક છે; સહી તે બરાબર ફેન્ટાઇન જેવી જ કરી છે; પણ ચાલશે. પછી તેણે મરણિયા થઈને છેવટના પ્રયત્ન કર્યો ~ 66 ઠીક, એ તો સારું જ થયું કે તમે જ ચિઠ્ઠી લાવ્યા છે! મારે ઘણી રકમા બાકી નીકળે છે; તે પતી જાય, એટલે . બસ. 65 પેલા માણસ હવે ઊઠયો. તેણે કહ્યું, જુમાંશ્યારથેનારડિયર, જાન્યુઆરીમાં આ છોકરીની માએ હિસાબ ગણ્યા હતા ત્યારે તમારા ૧૨૦ કાંક બાકી નીકળતા હતા, છતાં ફેબ્રુઆરીમાં તમે ૫૦૦ ફ્રાંકનો હિસાબ મેકલ્યા ત્યારે તમને તે મહિનાને અંતે ૩૦૦ ફ્રાંક મળ્યા, અને બીજા ૩૦૦ ફૂંક માર્ચની શરૂઆતમાં. ત્યાર બાદ નવ મહિના પસાર થયા છે; અને મહિને ૧૫ ફ઼ાંકના હિસાબે તમે ૧૩૫ ફ઼ાંક માગેા; તમને ૧૦૦ ફ઼ાંક વધુ મળેલા છે, એટલે તમારા બહુ તા ૩૫ ફ઼ાંક બાકી નીકળે. તેના બદલામાં મેં તમને હમણાં જ ૧૫૦૦ ફ્રાંક આપ્યા છે.” અજાણ્યાએ જવાબમાં કૉસેટને ચાલ ઊઠ. ’ www 66 થેનારડિયરનું મોં કાળુ હણક થઈ ગયું. હવે તે જાત ઉપર ગયા અને આંખા ફેરવીને બોલ્યા, જુઓ સાંભળો, તમે જે મને અબઘડી ૩૦૦૦ ફ઼ાંક નહિ ધરી દો, તો હું કૉંસેટને પાછી લઈ જઈશ.” માત્ર શાંતિથી કહ્યું, “બહેન, તેણે કૉંસેટને હાથ ડાબે હાથે પકડયો;) વિકરાળતા પકડયો; અને જમણે હાથે પેાતાના તથા આજુબાજુની નિર્જનતા થેનાર દંડો ઉપાડયો. એ દંડાની ડિયરના લક્ષમાં આવ્યા વિના ન રહી. તે તાકતો રહ્યો, અને પેલા કૉસેટને લઈને આગળ ચાલ્યા. થેનારડિયર પેલાના પહેાળા ખભા અને જંગી કાંડાં તરફ જોઈ રહ્યો; પછી પોતાનાં સ્રી જેવાં કાંડાં તરફ તેણે કપાળે હાથ પછાડીને ફરી વાર કહ્યું, “હું ખરેખર ગધેડો કેમ સાથે લેતા ન આવ્યા?” "9 છતાં થેનારડિયરે તેના પીંછા છેડયો નહિ. તેણે નક્કી કર્યું કે આ લેાકો કયાં જાય છે એ તો જાણી જ લેવું. તે થાડે થાડે આંતરે ઝાડની આડમાં લપાતો લપાતા પાછળ પાછળ ચાલવા લાગ્યા. એક જગાએ ઝાડી વધુ ગાઢ હતી. અચાનક પેલાએ પાછા વળીને જોયું, તા થેનારડિયર ઉતાવળા ઉતાવળા એક શૂણકાની એથે સતાઈ જવા પ્રયત્ન કરતો હતો. પેલા એક નજર કરી; અને છું; મારી બંદૂક હું Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ લે મિઝરા ૩ ત્રણ વાર છે અને પછી થનારડિયર સાથે નજર મિલાવીને તેણે એવી આંખ કરી કે, નારડિયરને પણ સમજાવું બાકી ન રહ્યું કે, હવે આગળ તેને પીછો પકડે એ “નિરુપયોગી” છે. તે તરત ત્યાંથી પાછો ફર્યો. તે રાતે પેરિસમાં જ્યારે એક ઘર આગળ કોસેટ અને તેને સાથીદાર આવી પહોંચ્યા, ત્યારે કોસેટ તેના સાથીદારની પીઠે નિરાંતે ઊંઘતી હતી. કેથેરાઇન તેના હાથમાં જ હતી. આખો દિવસ પાછા વળીને જોતાં જોતાં, અને આડા સ્તાઓ લેતાં લેતાં તેઓએ કેવી રીતે મુસાફરી કરી હતી, તે કૉસેટની સમજ બહાર રહ્યું નહોતું. પણ તે સમજી ગઈ હતી કે, એ બધું તેને પોતાને માટે જ કરવામાં આવ્યું હતું. તે જરા પણ આનાકાની વિના, પિતાના અજાય, સાથીને હાથ પકડી, પોતાના નવા અગમ્ય ભાવિમાં ડગ માંડતી હતી. પેરિસને વસવાટ જે ઘર આગળ કોસેટ અને તેને સાથી આવીને મ્યાં, તે ઘરને એક ઓરડે આગલે દિવસે બપોરે જ જીન વાલજીને ભાડે રાખ્યો હતે. પેરિસના છેક વેરાન ભાગમાં એ મકાન આવેલું હતું અને તે બાજુ બહુ ઓછા લોકોને વસવાટ હતે. માત્ર દરરોજના બે વાગ્યે અપંગ રાજા લઈ ૧૮ મો ફરવા નીકળતો, ત્યારે તેની ગાડી અંગરકે સાથે તે બાજુએ થઈને પસાર થતી. તે વખતે રસ્તા ઉપર જરા ધમાલ જેવું મચી રહેવું ખરું. જીન વાલજીનને એ વાતની ખબર ન હતી. તેથી ઓરડો ભાડે રાખીને તે રસ્તા ઉપર બહાર જવા નીકળ્યો તેવામાં અચાનક પાછળથી અંગરક્ષકોની ઘોડેસવાર ટુકડી સાથે જાની ગાડી ધસી આવતી તેણે જોઈ. તે ઉતાવળે એક ખૂણા પાછળ છુપાઈ ગયે. પરંતુ અંગરક્ષકોના સરદારની નજર બહાર એ બીના ગઈ નહિ. જાનો રસ્તો ખુલ્લો કરનારા પોલીસે પણ તેને આમ છુપાઈ જાતે જોયે હતો; અને તેમાંના એકને તેને પીછો પકડવાને તરત હુકમ મળ્યું. પણ જીન વાલજીન જુદી જુદી નિર્જન ગલીઓમાં થઈને અલોપ થઈ ગયો. - મોંટફરમેલને રસ્તે જનારે ટપો ઉપડવાની તૈયારીમાં હતો, તેવામાં જીન વાલજીને ત્યાં આવી પહોંચ્યો અને ખાલી રહેલી એક જ જગામાં બેસી ગયો. રાત પડી ગઈ, અને મોંટફરમેલ ગામ આગળના એક વિસામે ટ થોભે તે વખતે એ અધવચ ઊતરી ગયે અને પાછા બેસવા આવ્યો જ Page #154 -------------------------------------------------------------------------- ________________ પરિસને વસવાટ ૧૨૯ નહિ. જંગલમાં તે પિતાને રસ્તો અમુક નિશાનીઓ ઉપરથી કાપ કાપતે આગળ ચાલ્યો; અને છેવટે એક જગાએ આવીને થંભ્યો. અચાનક તે નીચે નમ્યો અને અંધારામાં જમીન ઉપર હાથ ફેરવવા લાગ્યો. એ જમીન તાજેતરમાં કોઈએ ખોદેલી નથી એવી ખાતરી કરીને તે પાછો ઊભો થયો અને મોંટફરમેલ ગામ તરફ વળ્યો. તે વખતે જ રસ્તામાં ડોલ ઊંચકીને જતી કૉસેટનો તેને અંધારામાં ભેટો થયો, – એ બધી પાછલાં પ્રકરણની વાતથી હવે વાચક સુપરિચિત છે. ખંડેર જેવા આ મકાનમાં થોડા ઓરડા જ સાબૂત હતા. મકાનનાં ઉપલા માળે એક ઓરડા આગળ આવી, જીન વાલજીને ખિસ્સામાંથી કૂંચી કાઢી અને બારણું ઉઘાડયું. ઓરડામાં એક શેતરંજી પાથરેલી હતી, તથા થોડી ખુરસીઓ અને ટેબલ હતાં. ઓરડાને છેડે એક ભંડારિયા જેવું હતું, તેમાં એક મામૂલી પથારી બિછાવેલી હતી. જીન વાલજીને કૉસેટને જગાડયા વિના જ તેમાં સુવાડી દીધી; અને પછી દીવો સળગાવ્યો. આગલે દિવસે આ બધું તૈયાર કરીને જ તે નીકળ્યો હતો. ત્યાર પછી, ઊંઘતી કૉસેટ તરફ તે માયા અને કરુણાથી લગભગ ઘેનભરી નજરે જોઈ રહ્યો. છેક જબરા હતા કે છેક નબળાને હતા ઊંડા વિશ્વાસથી એ નાનું બાળક, પતે કોની સાથે છે કે કયાં છે તે જાણવાની કશી પરવા કર્યા વિના ઘસઘસાટ ઉંઘતું હતું. જીન વાલજીને નીચા નમી, તેના કુમળા હાથ ઉપર ચુંબન કર્યું. નવ મહિના અગાઉ તેણે ચિરનિદ્રામાં પહેલી તેની માતાના હાથને આ રીતે જ ચુંબન કર્યું હતું. તેના હૃદયમાં એક મૂંગી મર્મભેદી લાગણી ઊભરાઈ આવી; અને કૉસેટની પથારી પાસે જ ઘૂંટણિયે પડી, તેણે સૌના ભાગ્યવિધાતાને પ્રણામ કર્યા. સવાર થતાં જ એક ભારે વજન ભરેલી ગાડી શેરીમાં થઈને પસાર થતાં આખું ઘર ઉપરથી નીચે સુધી ધણધણી ઊઠયું. કોસેટ છલાંગ મારીને આવી, આવી,” કહેતી ઊભી થઈ ગઈ, અને ઊંઘથી દબાયેલ પોપચાં સાથે જ પથારીમાંથી નીકળી, એક ખૂણા તરફ હાથ લાંબા કરી, બેલી ઊઠી, “અરે, મારી સાવરણી ક્યાં ગઈ?” પછી આંખ પૂરેપૂરી ઊઘડતાં જ તેણે જીન વાલજીનને હસતે ચહેરો જોયો. કોસેટ બોલી ઊઠી, “હું, આપ જ છો ? સલામ, સાહેબ.” છોકરાં આનંદ અને સુખને એકદમ પરિચિતની પેઠે સ્વીકારી લે છે; લે મિ0 – ૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લે મિરાટ્યુ કારણ કે તેઓ પોતે સ્વભાવે સુખ અને આનંદરૂપ હોય છે. કૉસેટે કેથેરાઇનને પોતાની પાંગથે પડેલી જોઈ. તેણે તરત તેને ઉપાડી લીધી અને રમતાં રમતાં જીન વાલજીનને સેંકડો સવાલ પૂછી નાખ્યા. “આ કઈ જગા છે? પૅરિસ બહુ મોટું શહેર છે? થેનારડિયર બાનુ બહુ દૂર છે? તે કદી અહીં નહિ આવી શકે?” ઇત્યાદિ. અચાનક તે બોલી ઊઠી, “અહીં બધું કેવું સરસ છે!” ખરી રીતે એ ઓરડે એક કંગાલ ઘેલકું જ કહેવાય; પરંતુ એ એરડામાં અને તેના આ ભલા બતીની ઓથમાં તે સ્વતંત્ર હતી! “હું પંજો વાળી નાખું?” તેણે થોડી વારે પૂછયું. “ ના બેટા, રમ.” જીન વાલજીને જવાબ આપ્યો. બીજે દિવસે સવાર થતાં જ જીન વાલજીન પાછો કૉસેટની પથારી પાસે તેના જાગવાની રાહ જોતો ઊભો હતો. તેના આત્મામાં કશું નવું ઉમેરાતું જતું હતું. તેણે અત્યાર લગી કોઈને કદી ચાહ્યું ન હતું. પચીસ વર્ષ સુધી દુનિયામાં તે એકલો જ હત; અને કોઈને પિતા, પતિ કે મિત્ર બન્યો ન હતો. વહાણ ઉપર તે ખીલો, ખિન્ન, નિષ્પાપ પણ અજ્ઞાની અને ઝનુની બની રહ્યો હતો. તેની બહેન અને તેની બહેનનાં છોકરાંની એક દૂરની આછી મૃતિ તેના અંતરમાં રહી હતી; પણ અંતે તે સમૂળગી લુપ્ત થઈ ગઈ હતી. તેણે તેમને શોધી કાઢવા દરેક પ્રયત્ન કરી જોયો હતે; પરંતુ કોઈ ન જડતાં, તે તેમને ભૂલી ગયો હતો. જ્યારે તેણે પહેલવહેલી કૉસેટને જોઈ, અને તેને તે લઈ ચાલ્યો, ત્યારે તેના અંતરના ઊંડાણમાંથી કશુંક સળવળીને ઊંચે આવવા લાગ્યું. જે કાંઈ ભાવના કે પ્રેમ તેનામાં સુપ્ત પડેલાં હતાં, તે બધાં જાગી ઊઠીને આ બાળક તરફ ઊછળવા લાગ્યાં. કૉસેટની પથારી પાસે ઊભા ઊભે તે કંપવા લાગ્યો : તેના હૃદયમાં માની પેઠે વાત્સલ્યના ઊભરા આવવા લાગ્યા; અને એ બધું શું થાય છે તેની તેને સમજ પડી નહિ. તેના જીવનમાં તેને અગમ્યનું આ બીજું દર્શન હતું. બિશપે પ્રથમ સદાચારની ઉષા તેના અંતરના ક્ષિતિજ ઉપર જગાવી હતી; કૉસેટે હવે બીજી પ્રેમની ઉષા તેના અંતરમાં જગાવી. શરૂઆતના દિવસો આમ એક પ્રકારના નવા અનુભવમાં જ વીતવા લાગ્યા. કૉસેટ પણ અજાણપણે બદલાવા લાગી. તેની માથી તે છૂટી પડી ત્યારે તે એટલી નાની હતી કે તેને એની યાદ જ ન હતી. તેણે વેલની નાની ડાળખીઓની પેઠે જે મળે તેને ટેકે લેવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને બધેથી ધુતકાર જ મળ્યો હતો : થેનારડિયરો છે, તેમનાં બાળકો શું, Page #156 -------------------------------------------------------------------------- ________________ પેરિસને વસવાટ ૧૧ કે બીજાં બાળકો શું. એક કૂતરા સાથે તેને અરસપરસ મમતા બંધાઈ હતી; પણ તે થોડા દિવસમાં જ મરી ગયા હતા. અને ત્યાર પછી તે કેઈએ તેની સાથે કશી લેવાદેવા જ રાખી ન હતી. એમ આઠ વરસની ઉંમરે તેનું હૃદય છેક ઠંડું જ પડી ગયું હતું. એમાં એને કશો વાંક નહોતું. તેનામાં પ્રેમ કરનાર હૃદય તે હતું, પરંતુ તે પ્રેમ ઝીલનાર કોઈ ન હતું. તેથી પહેલા જ દિવસથી કૉસેટના અંતરમાં લાગણી અનુભવનારું અને વિચાર કરનારું જે કાંઈ બાકી હતું, તે આ ભલા માણસ તરફ વળવા લાગ્યું; અને અત્યાર સુધી પહેલાં કદી ન જાણેલી એવી વિકસવાની લાગણી તે અનુભવવા લાગી. અઘટિતઘટનામાં કુશળ એવા વિધાતાએ પિતાની અચિંતનીય શક્તિથી, ઉમરે છેક ભિન્ન અને દુખે એકદમ સમાન એવા આ બે ઉમૂલિત આત્માઓને ભેગા કર્યા હતા અને બંને એકબીજાને પૂર્તિરૂપ બની રહ્યા. જીન વાલજીને પિતાનું મકાન બરાબર પસંદ કર્યું હતું. ત્યાં તે બહારની દુનિયાથી લગભગ પૂરેપૂરો સુરક્ષિત હતે. આખા મકાનમાં તેના એરડાને જ એક બારી હતી, જે વૃક્ષોની ઘટાવાળા રસ્તા ઉપર પડતી હતી, એટલે સામેના કે પાછળના પડોશીઓની ઉત્કંઠ નજરને તેને ભય ન હતા. ભોંયતળિયે તો જુદા જુદા માળીઓનાં ઓજારોની વખાર હતી, અને તેમને ઉપરના માળ સાથે કશો સંબંધ ન હતો. એ ઉપરના માળમાં થોડાક એરડા હતા અને થોડીક માળિયાં હતાં. તેમાંના એકમાં એક ઘરડી ડેસી રહેતી હતી, જે જીન વાલજીનનું કામકાજ કરતી હતી. આ ડેસી આ મકાનમાં જુની ભાડવાત હતી, અને એરડાઓ વગેરે ભાડે આપવા-મૂકવાનું કામ એ જ સંભાળતી હતી. જીન વાલજીને તેની પાસેથી જ પિતાને એરડો એમ કહીને ભાડે રાખ્યો હતું કે, સ્પેનની લોનમાં મારાં બધાં નાણાં ડૂબી જવાથી હું પાયમાલ થઈ ગયો છું; અને હવે હું અહીં મારી નાની દીકરી સાથે સાદાઈમાં રહેવા માગું છું. તેણે છ મહિનાનું ભાડું અગાઉથી ચૂકવી દીધું હતું. અઠવાડિયાં પસાર થવા લાગ્યા અને બંને જીવો કંઈક સુખ અને નિરાંતનું જીવન અનુભવવા લાગ્યા. એ એરડાની સવાર હંમેશાં કૉસેટના હસવાથી, વાતેથી, અને ગાવાથી શરૂ થતી. જીન વાલજીને દિવસે બહાર બહુ ઓછું નીકળત. સામાન્ય રીતે સાંજ થયે તે એક-બે કલાક ફરવા નીકળતે, અને તે પણ નિર્જન શેરીઓમાં જ. કોઈ વાર તે એક પણ નીકળતે; જોકે સામાન્ય રીતે કોસેટ તેની સાથે જતી. જ્યારે કૉસેટ તેની સાથે ન જાય, ત્યારે એ પેલી ડેસી સાથે રહેતી. પરંતુ કૉસેટને જીન વાલજીન Page #157 -------------------------------------------------------------------------- ________________ કે મિરાપ્ત સાથે ફરવાનું બહુ ગમતું; એટલે વખત કેથેરાઈન સાથેની પોતાને મનભાવતી રમત પણ તે પડતી મૂકવા તૈયાર થતી. જીન વાલજીન કૅસેટને હાથ પકડી આનંદથી વાત કરતો ચાલ; કારણ કે, કોસેટ સ્વભાવે બહુ આનંદી અને રમતિયાળ નીવડ્ઝી જતી હતી. ' જીન વાલજીનને દિવસ કૉસેટને રમતી જોવામાં, અને તેને વાંચતાં શીખવવામાં જ પૂરો થઈ જતો. વહાણ ઉપર પોતે વાંચવા શીખ્યો હતો એ તે વેરની વસૂલાતમાં પૂરો પાવરધો થવા માટે; પણ અત્યારે એ ભણતર કૉસેટનું નવું જીવન સર્જવામાં કામ આવે છે એ જોઈ, જીન વાલજીનને હસવું આવી જવું. કોસેટ તેને “બાપુ” કહેતી; અને તે સિવાય તેનું બીજું કશું નામ તે જાણતી પણ ન હતી. કૉસેટ સાથેની વાતચીત તેને બધે સમય તથા તેનું બધું હૃદય ભરી કાઢતી. હવે તેને જીવન રસમય લાગવા માંડયું હતું તથા દુનિયાનાં માણસો પણ ભલાં તથા ક્ષમ્ય લાગવા માંડ્યાં હતાં. વિચારમાં પણ તેને હવે કોઈ સામે ફરિયાદ રહી ન હતી; અને કોસેટને હૃદય ભરીને શ્રદ્ધાયુક્ત પ્રેમ મળ્યો હોવાથી પોતે મોટી ઉંમર સુધી જીવી શકશે એવી તેને ખાતરી પણ થવા લાગી હતી. જીન વાલજીનને આ પ્રેમબંધન બરાબર અણીને વખતે આવી મળ્યું હતું. બીજી વખત જ્યારે તેને વહાણ ઉપર જવાની રજા થઈ, ત્યારે તેનું મન ખૂબ વકરી ઊંડ્યું હતું. માણસોની દુષ્ટતા અને સમાજની પામરતા તેને નવેસર જોવા મળ્યાં હતાં. અલબત્ત, તેને સત્યની એક બાજુ જ જોવા મળી હોવાથી તેનું દર્શન અધૂરું કહેવાય ખરું. સ્ત્રીઓનું ભાવિ તેને ફેન્ટાઇનમાં મૂર્તિમંત થતું દેખાયું હતું અને રાજસત્તા જાવર્ટની હૃદયહીનતામાં. આ વખતે તે તેને સજા પણ પ્રમાણિક બનવા માટે જ થઈ હતી, અને તેનું હૃદય આખા સમાજ સામે નવી કડવાશથી છલોછલ ઊભરાઈ ગયું હતું. તિરરકાર અને કંટાળો હવે તેના ઉપર ઘેરાઈ વળ્યાં હતાં અને બિશપનું સંસ્મરણ પણ લુપ્ત થઈ જવા લાગ્યું હતું. જેન વાલજીને ફરીથી વેરને જેને માર્ગે ઢળી પડવાની અણી ઉપર આવ્યો હતો. પણ તેના હૃદયમાં પ્રેમને અમૃતરસ સીંચાય અને તે ફરીથી સજીવન થયો. તે પોતે કોસેટની પેઠે જ જીવનમાંથી ઊખડી ગયેલો હતો; છતાં તેણે કૉસેટને સંરક્ષણ આપ્યું, અને કૉસેટે પિતાના નિર્મળ પ્રેમથી તેને કલ્યાણને માર્ગે ટકી રહેવાનું નવું બળ આપ્યું. ડોસી તેમનું વાળવા-ઝૂડવાનું, રાંધવાનું અને ખરીદવાનું કામ કરતી. તેઓ શાંતિથી અને બહુ સાદાઈથી રહેતાં. જીન વાલજીને મકાનના મૂળ સરસામાનમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ પૅરિસને વસવાટ ૧૭૩ કે પિતાનાં કપડાંમાં કશો ફેરફાર કર્યો ન હતો. તેથી રસ્તા ઉપર ફરતી વેળાએ કેટલીક પરગજુ બાઈઓ તેને ભિખારી ધારી એકાદ સૂનું દાન કરતી. તે પણ નીચે નમી તેને સ્વીકાર કરી લે છે. ઘણી વાર એમ પણ બનતું કે, કોઈ ખરો ભિખારી તેની પાસે હાથ ધરતે, ત્યારે તે આજુબાજુ નજર કરી લઈ, જલદી જલદી તેના હાથમાં ચાંદીને સિક્કો મૂકી ભાગી જતો. પણ એ કારણે થડા વખતમાં તે આ લત્તામાં “દાન કરતા ભિખારી” એ નામે જાણીતે થવા લાગ્યો. પેલી ડેસી બહુ ઝેરીલી તથા ઈર્ષ્યાળુ સ્વભાવની બાઈ હતી. પોતાના પાડોશીઓ પ્રત્યે તે અદેખાઈ અને અમંગળની લાગણીઓ જ ધારણ કરી શકતી. તે ડોશી જન વાલજીન ઉપર બહુ ઝીણી નજર રાખતી; જો કે જીન વાલજીનને એવી કશી આશંકા ગઈ ન હતી. ડોસી મૂળે બહેરી હતી, એટલે વાતોડિયણ પણ ખૂબ હતી. તે કૉસેટને અવારનવાર ઘણી પૂછપરછ કરતી; પણ કોસેટ કશું જ જાણતી ન હતી, એટલે માત્ર એટલું જ કહેતી કે તેઓ મેટફરમેલથી આવ્યાં છે. એક દિવસ એ ડોસીએ જીન વાલજીનને એક ખાલી એરડા તરફ ગુપચુપ જાતે જોયો. તે તેની પાછળ ઘરડી બિલાડીની પેઠે દબાતે પગલે ગઈ. જન વાલજીને બારણું બંધ કર્યું હતું પણ, ડોસી તેની તરાડમાંથી જોઈ શકી કે તેણે પોતાના કેટનું અંતરપટ કાતર વડે ચીરીને તેમાંથી એક પીળો કાગળ કાઢયો અને તેની ગડીઓ ઉકેલી. એ હજાર-કૂકની નોટ હતી. ડોસી તે એ જોઈને દિંગ જ થઈ ગઈ. તેને પોતાના આખા જીવનમાં એ બીજી કે ત્રીજી નાટ જોવા મળી હતી; અને તે મૂઠી વાળીને ત્યાંથી નાઠી. થોડા વખત બાદ જીન વાલજીને તેને એ જ નોટ વટાવી લાવવા માટે આપી; અને માત્ર એટલું કહ્યું કે ગઈ કાલે તેને એ નેટ અર્ધવાર્ષિક ડિવિડંડ તરીકે મળી છે. ડોસી મનમાં ને મનમાં ગણગણી કે ગઈ કાલે સાંજના છ સુધી તે એ ઘરની બહાર જ નીકળ્યો નથી અને બેંક છ વાગ્યા પછી તેને ડિવિડન્ડ આપવા કયાંથી નવરી બેઠી હશે ! ડેસી એ નોટ વટાવી આવી, અને તરેહવાર કલ્પના કરવા લાગી. એ રકમ નવરાં ગપ્પીદાસેની જીભે વધતી વધતી મોટી બનતી ચાલી અને એ લત્તાનાં માણસોનાં હૈયાં ઈષ્યના ધબકારે ફાટી પડવા લાગ્યાં. થોડા દિવસ બાદ એવું બન્યું કે, જીન વાલજીન કોટ એરડામાં ઉતારી, નીચે લાકડાં ફાડતે હતે; ડેસી ઓરડામાં પૂંજો વાળતી હતી; અને કોસેટ પોતાના બાપુની લાકડાં ફાડવાની રીત તરફ પ્રશંસાત્મક નજરે જોતી નીચે જ ઊભી હતી. ડોસીએ જલદી જલદી જીન વાલજીનને કેટ ઝીણવટથી Page #159 -------------------------------------------------------------------------- ________________ લે નિરાચ્છ તપાસવા માંડ્યો. પેલો કાપ ફરી સીવી લેવામાં આવ્યો હત; પણ ડેસીએ દબાવીને જોયું તો ઠેર ઠેર એ કોટમાં બે પડ વચ્ચે પેલા જેવા કેટલાય ગરીબંધ કાગળો હતા! તેનાં ખિસ્સામાં સોય, કાતર, પાકીટ, એક મોટું ચપ્પ, તથા જુદા જુદા રંગની બુકાનીઓ જેવી વિચિત્ર વસ્તુઓ પણ હતી. તેનું દરેક ખીસું જાણે કોઈ અણધારી ઘટના સામે તૈયારી માટેની સામગ્રીથી જ ભરેલું હતું. આમ શિયાળો પૂરો થવા આવ્યો. ૨૮ ફરી પાછો એ? પાસેના દેવળની નજીક એક ભિખારી રહેતું હતું. તે સામાન્ય રીતે એક અવડ કૂવાની ધારે ભીખ માગવા બેસતા. જન વાલજીને તેના હાથમાં કશું મુક્યા વિના કદી ચાલે જ નહિ; અને કોઈ કોઈ વાર તેની સાથે વાત પણ કરતો. એ ભિખારીની ઈર્ષ્યા કરનારા લોકો એમ કહેતા કે, એ તો પિલીસખાતાને માણસ છે, અને પહેલાં થાણદાર હતા. તેની ઉંમર ૭૫ વર્ષની હતી, અને તે આખો વખત માળા ફેરવ્યા કરતો. એક રાતે જ્યારે ન વાલજીન એક ફરવા નીકળ્યો હતો, ત્યારે તેણે પેલા ભિખારીને તેની રોજની જગાએ ફાનસ નીચે બેઠેલો જોયે. ફાનસ હમણાં જ પેટાવવામાં આવ્યું હતું અને પેલો નીચો નમી રોજની ટેવ પ્રમાણે માળા ફેરવત હતે. જીન વાલજીને તેની પાસે જઈ, તેના હાથમાં રજની રકમ મૂકી; પણ એટલામાં પેલા ભિખારીએ એકદમ પિતાનું મોં ઊંચું કર્યું અને જીન વાલજીન સામે તાકીને નજર કરી લીધી. ત્યાર પછી પાછું તેણે તરત માથું નીચું નમાવી દીધું અને માળા ફેરવવા માંડી. વીજળીના ઝબકારાની પેઠે એ બધું ક્ષણવારમાં જ બની ગયું, પરંતુ જીન વાલજીન ચકી ઊઠર્યો. તેને લાગ્યું કે ફાનસના ઝાંખા અજવાળામાં પણ જે દેખાયું તે પેલા ભિખારીનું મેં ન હતું, પણ એક ભયંકર અને પરિચિત મોં હતું. અંધારામાં વાઘને અચાનક પોતાની બરાબર સામે ઊભેલો જોઈને જેવી લાગણી થઈ આવે, તેવી લાગણી જીન વાલજીનને થઈ આવી. તે એકદમ બી જઈને બે ડગલાં પાછો હઠયો; તથા શ્વાસ લેવાની, વધુ થોભવાની કે ત્યાંથી નાસી જવાની પણ હિંમત ન રહેતાં, તે પેલા નીચે મોંએ બેઠેલા ભિખારી સામે જ જોઈ રહ્યી એ ભિખારી તે જાણે કોઈ ત્યાં ઊભું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછે એ? ૧૩૫ એમ જાણતો પણ ન હોય તેમ જ બેઠેલે રહ્યો. જીન વાલજીને ભારે હદયે ઘર તરફ જ સીધે પાછો ફર્યો, પણ તેણે જે માં જોયું હતું તે જાવર્ટનું હતું એવું પોતાના મનમાં લાવતાં પણ તે કંપી ઊઠવા લાગ્યો. બીજી સાંજે પાછો જીન વાલજીન તે તરફ જ ફરવા ગયો. પેલો ભિખારી તે જ પ્રમાણે ત્યાં બેઠેલો હતે. જીન વાલજીને તેના હાથમાં સિક્કો આપતાં ખાસ સંબોધન કરીને કહ્યું, “કેમ છો, ભાઈ!” પેલાએ મોં ઊંચું કરીને કૃતજ્ઞતાભરી નજરે જવાબ આપ્યો, “આપની મહેરબાની, મારા સાહેબ!” ખરેખર તે પેલે જન ભિખારી જ હત; એટલે જીન વાલજીન હવે પોતાની આંખના ઘડપણ ઉપર હસતે હસતે ત્યાંથી શાંત ચિત્તે ચાલી નીકળ્યો અને ગણગણ્યો, “આ માણસ જાવટું છે એમ મને ગઈ કાલે લાગ્યું એ જ નવાઈ!' પછી આખી વાત તેના મનમાંથી ભૂંસાઈ ગઈ. થોડા દિવસ બાદ સાંજના આઠેક વાગ્યાના સુમાર હતો, અને જીન વાલજીન કોસેટને જોડણી શીખવતો બેઠો હતો. તેવામાં તેણે દાદરનું બારણું ઊઘડતું અને પાછું વસાતું સાંભળ્યું. આ એક નવી ઘટના હતી, કારણ કે ઉપરના માળમાં તેના સિવાય પેલી ડોસી જ રહેતી હતી, અને તે તે સાંજ પડતાં છએક વાગ્યાના સુમારે જ મીણબત્તીનું ખર્ચ બચાવવા સૂઈ જતી. જીન વાલજીને કૉસેટને ચૂપ રહેવા નિશાની કરી; કારણ કે તેણે કોઈનો દાદર ચડવાનો અવાજ પણ સાંભળ્યો. કદાચ ડોસી જ બીમાર હોવાથી દવાવાળાને ત્યાં દવા લેવા ગઈ હોય એમ બને; પણ જીન વાલજીને સાવચેતી ખાતર એકદમ મીણબત્તી બુઝાવી નાખી અને કૉસેટને પથારીમાં સુવાડી દઈ તેના કાનમાં કહ્યું, ‘જરા પણ અવાજ ન કરતી બેટા!” પગલાંને અવાજ ઉપર આવી અચાનક સંભળાતો બંધ થયો. જીન વાલજીને પોતાની પીઠ બારણા તરફ રાખીને જ ચૂપ પડી રહ્યો. લાંબા વખત સુધી કશો અવાજ સંભળાયો નહિ, એટલે તેણે ચુપકીથી પોતાની ડોક ધીમે ધીમે ફેરવીને જોયું, તો બારણાની કૂંચીના કાણામાંથી પ્રકાશનું એક ટપકું પ્રલય-તારકની પેઠે ચમકી રહ્યું હતું. અર્થાત કોઈ ત્યાં હાથમાં મીણબત્તી સાથે ઓરડાના ગણસાર સાંભળવા ગુપચુપ ઊભું હતું. થોડી મિનિટ બાદ પ્રકાશ ચાલ્યો ગયો પણ પગલાંને અવાજ ન સંભળાયો. ત્યાં ઊભેલું માણસ પગરખાં હાથમાં લઈને ચુપકીથી સરકી ગયું હતું! જન વાલજીન પહેરેલ કપડે જ પથારીમાં પડ્યો અને આખી રાત જરા પણ ઊંધો નહિ. સવાર થતાં જ થાકથી તેની આંખ મીંચાવાની તૈયારીમાં હતી, તેવામાં દાદરવાળી અંધારી ગલીનું બારણું બ્રાડ વાને Page #161 -------------------------------------------------------------------------- ________________ લે મિરાળ્યું અવાજ સાંભળી, તે જલદી જલદી કૂંચીના કાણા પાસે જઈ પહોંચ્યો અને જોવા લાગ્યો. ગઈ રાતને જ પગલાંને અવાજ પાસે આવવા લાગ્યો. જીન વાલજીને જોયું કે તે એક પુરુષ હતું, અને અત્યારે તે તેના બારણા પાસે ભ્યા વિના જ દાદર તરફ ચાલતો થયો. દાદર પાસે જતાં જ પ્રકાશનું એક કિરણ તેના ઉપર પડ્યું અને જીન વાલજીને તેની પીઠ બરાબર જોઈ શક્યો. તે એક ઊંચે માણસ હતું, તેણે લાંબો કોટ પહેરેલો હતો, અને તેની બગલની નીચે દંડ દબાવેલ હતો. બરાબર જાણે જાવટે! જીન વાલજીનને પિતાની બારી ઉઘાડીને રસ્તા ઉપર તેનું મો બરાબર જોઈ લેવાનું મન થઈ આવ્યું; પણ તેની હિંમત ચાલી નહિ, સાત વાગ્યે જ્યારે ડેસી આવી, ત્યારે જીન વાલજીને તેના તરફ તીક્ષણ નજર કરી લીધી પણ તેને કશું પૂછયું નહિ. ડેસીએ કચરો વાળતાં વાળતાં જીન વાલજીનને સંબોધીને કહ્યું : “રાતે કોઈના આવ્યાનો અવાજ તમે સાંભળ્યો હશે.” હા કોઈ આવ્યું હતું ખરું. એ કોણ હતું?” “ન ભાડવાત.” એનું નામ શું છે?” “મને યાદ નથી; પણ ડૂમોટ કે ડેમેટ એવું છે ખરું.” જીન વાલજીનને ડેસીના બોલવામાં જુદો જ રણકો સંભળાયો. જ્યારે ડોસી ચાલી ગઈ, ત્યારે જીન વાલજીને પિતાના ટેબલના ખાનામાં પડેલા સોએક ફ્રાંકના પરચુરણનું પડીકું વાળીને ખીસામાં મૂકી દીધું. તેણે ગમે તેટલી તકેદારી રાખી છતાં એક પાંચ ફ્રાંકનો સિક્કો તેના હાથમાંથી સરકી ગયો અને ખડિંગ લઈને જમીન ઉપર ગબડી પડ્યો. સાંજ પડતાં તેણે નીચે ઊતરી, રસ્તા ઉપર બંને બાજુએ દૂર સુધી નજર કરી જોઈ. કોઈ દેખાતું ન હતું, જોકે ઝાડના થડ પાછળ કોઈ છુપાઈને ઊભું હોય એમ બને ખરું. તે ફરી પાછો ઉપર ગયો; જઈને તેણે કોસેટને ઝટપટ કહ્યું, “ચાલ બેટા.” તેણે તેને હાથ પકડ્યો અને બંને જણ બહાર ચાલી નીકળ્યાં. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પીછો જીન વાલજીનની પૂછે વાચકને આગળ લઈ જતા પહેલાં ઘટનાના કમમાં થોડુંક પાછળ લઈ જ આવશ્યક છે. ફેન્ટાઇનની મરણપથારીએથી પકડાયા પછી, જીન વાલજીન મની જેલમાંથી નાસી છૂટયો હતો ત્યારે પોલીસને ખાતરી જ હતી કે, તે સીધો પૅરિસ જશે. કારણ કે પેરિસની શેરીઓનું જાળું અને માણસની ગિરદી ગુનેગારોને છુપાવામાં ગાઢ જંગલ કરતાં વધુ મદદગાર નીવડે છે. મ0ના નગરપતિની શોધ પણ તેથી પેરિસમાં જ કરવાની થતાં, તે કામમાં મદદ કરવા માટે પિોલીસખાતા તરફથી જાવટની બદલી પરિસમાં કરવામાં આવી. તે વખતે જીન વાલજીનને પકડી આપવામાં તેણે જે ખંત તથા હોશિયારી દાખવ્યાં હતાં, તેથી ખુશ થઈ પોલીસવડાએ તેને કાયમ માટે પેરસ ખાતે જ રાખી લીધો હતો. જન વાલજીનની વાત ધીમે ધીમે જાવર્ટના મનમાંથી વિસારે પડવા લાગી હતી; તેવામાં અચાનક એક દિવસે ડિસેંબર ૧૮૨૩ ના અરસામાં બધું જોતી વેળા તેના વાંચવામાં આવ્યું કે, જીન વાલજીના દરિયામાં લપસી પડવાથી ડૂબી મૂઓ. એ ખબર એવી રીતે આપવામાં આવી હતી કે, તે બીના બાબત કદી શંકાને સ્થાન ન રહે. એટલે એ વાંચીને જાવટે ડોકું ધુણાવી માત્ર એટલું જ ગણગણો, “ત્રક ત્યારે, ભાઈસાહેબ આ વખતે તો કાયમના છટકયા !” - થોડા દિવસ બાદ પૅરિસના પોલીસખાતાને જિલ્લાના ખાતા તરફથી એક બાળકીનું મેટફમેલમાંથી વિચિત્ર સંજોગોમાં અપહરણ થયાનો અહેવાલ મળ્યો. એ શહેરના એક વીશીવાળાને ત્યાં ફેન્ટાઇન નામની એક સી કૉસેટ નામની પોતાની બાળકીને મૂકી ગઈ હતી. બાળકીને કોઈ અજાણ્યા શખસ આવીને તાજેતરમાં ઉઠાવી ગયો હતો. જાવર્ટના હાથમાં એ અહેવાલ આવતાં જ તે ચેકી ઊઠયો. જીન વાલજીને પકડાતી વખતે ફેન્ટાઇનની બાળકીને છોડાવી લાવવા માટે પોતાને ત્રણ દિવસની મુદત આપવા આજીજી કરી હતી એ વાત તેને યાદ આવી. વળી તેને યાદ આવ્યું કે, જીન વાલજીન ફરી પૅરિસમાં પકડાયો હતો ત્યારે તે મેટફરમેલ જતી ટપાલ-ગાડીમાં જ બેસવા જતો હતો. મોંટફરમેલમાં એને શું કામ હોઈ શકે? હવે જાવર્ટને સમજાયું – પેલી ફેન્ટાઇનની છોકરી જ ત્યાં હતી! હવે આ બાળકને કોઈ અજાણ્યા માણસ ઉઠાવી ગયો હોય, તે તે કોણ હોઈ શકે?—- જન વાલજીન? ૧૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તે ઝિરાયલ - પણ તે તે મરી ગયો છે. જાવટે એક શબ્દ બોલ્યા વિના મેદફમેલ જવા ઊપડ્યો. તેને માંટફમેલમાં ઘણી બાબતેના ખુલાસા થવાની આશા હતી, પણ ત્યાં તે બધું ઊલટું જ નીકળ્યું. થેનારડિયરે સમજી જઈને આખી વાત ઠંડી પાડી દીધી હતી. શરૂઆતમાં તે કૉસેટના અપહરણની વાત તેણે ચાલવા દીધી; પણ પછી થનારડિયર સમજી ગયો કે, એમ તો પોલીસોની. નજર તેના તરફ વળશે ! અને ઘુવડને સૌથી વધુ બીક તેના ઉપર પ્રકાશ પડે તેની હોય છે. કારણ કે, અજ્ઞાતપણાના અંધકારમાં જ તે પ્રાણીઓને બધે વ્યવહાર ચાલતો હોય છે એટલે તેણે પોતાની સ્ત્રીના મોંમાં ડ્રો મારી દઈ, લોઠે આગળ નવાઈ પ્રગટ કરવા માંડી : “ અપહરણ શું ને વાત શું? અલબત્ત, મારી પાસેથી તે વહાલી બાળકી લઈ જવામાં આવી એટલે મને એમ જ લાગે કે, તે ઝુંટવી લેવામાં આવી છે. પણ તેના દાદા આવીને લઈ જાય તેમાં મારાથી શી રીતે ના પડાય ? અને બિચારા બધી રકમ ચૂકવીને લઈ ગયા છે.” દાદાની વાતથી જાવર્ટના મનને વહેમ દૂર થઈ ગયો અને તે ગણગણ્યા કે જીન વાલજીન ખરેખર મરી જ ગયો છે. આમ, બધી વાત તેના મનમાથી સરી જવા લાગી હતી. તેવામાં મારી ૧૮૨૪ના અરસામાં પૅરિસના અમુક ભામાં દાન કરતો એક ભિખારી રહેતો હોવાની વાત તેના સાભળવામાં આવી. તેની સાથે એક સાત-આઠ વરસની છોકરી પણ રહેતી હતી. તે માંટફરમેલથી આવ્યા હતા, એ સિવાય એ છોકરી પોતે બીજું કશું જાણતી ન હતી. ફરી પાછું માંટફરમેલ જાવર્ટના કાન ખગ્ન થઈ ગયા. જેને પેલો માણસ અવારનવાર દાન આપતા, તે ઘરડો ભિખારી પહેલાં પોલીસખાતાને માણસ હતો. તેની પાસેથી જાવર્ટને બીજી થોડી વિગના પણ મળી : એ માણસના કોટમાં લાખ ક્રાંકની બેંક-નોટો સંવા દીધેલી છે; તે સાંજના જ ફરવા નીકળે છે, ઇત્યાદિ. જાવટે ખાતરી કરવા એક દિવસ તેની જગાએ તેના કપડાં પહેરીને બેઠો, અને પેલાનું મેં જોઈ લેવા તેણે પ્રયત્ન કર્યો. તે વખતે બંનેના નગ્ન (નગી વાત * આ જાવટ છે’ એમ લાગવાથી જીન વાલજીન જેટલો ચાંકી ઊઠ્યો, તેટલો જ ના ઇન વાલજીન છે,’ એમ લાગવાથી જાવર્ટ પણ ચોંકી ઉઠ્યો. પરંતુ અંધારામ, આભાસ પણ થયો હોય; એટલે વધુ ખાતરી કરવા જવર્ટ તેની પાછળ પાછળ તેને મકાને ગયે અને ડેસીને મે ઉઘાડી ઘણી વાતે પૂછી આવ્યો. Page #164 -------------------------------------------------------------------------- ________________ પીછે ૧૩૨ ડોસૌની હલકટ વૃત્તિને તે જોઈતું ખાદ્ય મળી ગયું, એટલે તેણે તેની બધી માહિતી પૂરી પાડી. પછી તે જ રાતે ડેસી પાસેથી તે મકાનમાં એક ઓરડો ભાડે લઈ, જાવŽ બારણાના કાણામાંથી જીન વાલજીનના અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો; પણ જીન વાલજીન ચેતીને ચૂપ થઈ ગયા. એટલે કશું વળ્યું નહિ. બીજે દિવસે જીન વાલજીન કૉસેટ સાથે ત્યાંથી નાઠો. પણ પાંચ ડ્રાંકના સિક્કો ગબડતાં જે અવાજ થયા હતા, તે ઉપરથી ડોસી સમજી ગઈ કે નાસી જવાની તૈયારી ચાલે છે; એટલે તેણે તરત જાવર્ટને એ બાબતની ખબર આપી દીધી. તેથી જ્યારે જીન વાલજીન રાતે ઘર છોડીને ચાલી નીકળ્યા, ત્યારે જાવર્ટ બે માણસો સાથે ઝાડ પાછળ સંતાઈને તૈયાર ઊભા હતા. જાવટ જીન વાલજીનને પીછા અંધારામાં એક ઝાડ પાછળથી બીજા ઝાડ પાછળ, અને એક શેરીના ખૂણાથી બીજી શેરીના ખૂણા સુધી જારી રાખ્યા. એક ક્ષણ પણ તેણે તેને નજર બહાર નીકળવા ન દીધો. તેણે તેને તરત જ ગિરફ્તાર ન કરી લીધે વાલજીન જ છે એની તેને હજુ પૂરી છાપાંઓએ પેાલીસો સામે પાકાર ઉઠાવીને તેમને જરા બીતા કરી તેનું કારણ એ ખાતરી ન હતી, હતું કે, એ જીન અને તે દિવસોમાં વિના કારણ તરાપ • મૂકયા હતા. તેથી કોઈ પણ વ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર માર્યાના ગુનામાં ન આવી જવાય તેની તેઓ બહુ કાળજી રાખતા. એ બાબતમાં ઉતાવળ કે ગફલત કરનારને નેકરીમાંથી તરત છૂટા કરી દેવામાં આવતા. જાવર્ટને પણ બીજે દિવસે છાપાંમાં નીચેની માહિતી મેાટા અક્ષરમાં છપાય તેની બીક હતી : ‘ ગઈ કાલે એક કાળા વાળવાળા જઈ ડોસા, કે જે પેન્શન અને વ્યાજ ઉપર જીવનારા એક સગૃહસ્થ હતા, તે પેાતાની આઠ વર્ષની પૌત્રી સાથે રાજમાર્ગ ઉપર સંધ્યા ટાણે ફરવા નીકળ્યા હતા, તેવામાં ડ્રાંસની રાજધાનીની પોલીસે તેમને એક જૂને ગુનેગાર કે જે કયારા મરી ગયા છે, તે માનીને કોટડીમાં પૂરી દીધા!' બીજી બાજુ, વર્ષોથી વેઠવાં પડેલાં શાક, ચિંતા અને ખેદ; તથા રાતોરાત ભાગી છૂટી પાતાને તેમ જ કૉસેટને માટે કોઈ આશ્રયસ્થાન શોધવાની નવી ફિકર; અને બાળકની ગતિને અનુરૂપ પોતાની ગતિને નિયંત્રિત કરવાની જરૂર – એ બધાને કારણે જીન વાલજીનનેા બાહ્ય દેખાવ પાછળથી એવા લાગતા હતા કે, જાવર્ટને પણ ોનારડિયરના કહેવા મુજબ એ માણસ ખરેખર એ બાળકીના દાદા હોય એમ લાગવા માંડયુંજાવર્ટને W Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કૈ મિઝરાબ્વ - એક વખત વિચાર પણ આવ્યા કે આમ છૂપી રીતે પૂંઠ પકડવાની જરૂર નથી; અને તેની સામે છતા થઈ તેનાં ઓળખપત્રો માગીને બધા ગોટાળાને ફૈસલા લાવી દેવા. પરંતુ એ માણસ જીન વાલજીન ન હેાય તે પણ એવી રીતે આડી-અવળી શેરીઓમાં વળાંક લેતા હતા, કે જાણે કોઈ જાણીતા ગુનેગાર પોલીસને થાપ આપવા માટે જ ભાગતા હોય ! તે। પછી આ નવદ્ય ગુનેગાર કોણ છે તથા તેના સાગરીતો કોણ છે, એ જાણી લેવાનું પણ જાવર્ટ જેવાને મન થાય જ. એટલે તેણે છૂપી રીતે જ તેને પીછે ચાલુ રાખ્યો. આ પીંછા ચાલુ હતા તેવામાં – શેરીમાં થઈને જતાં જતાં – એક ખુલ્લા દારૂના પીઠાના ઉજ્જવળ પ્રકાશ જીન વાલજીન ઉપર પડતાં જ જાવર્ટ તેને બરાબર ઓળખી શકર્યો. જાવર્ટને આખે શરીરે થઈને એકદમ ધ્રૂજારી પસાર થઈ ગઈ. જગતમાં બે પ્રાણીને એવી પ્રબળ ધ્રુજારી થઈ આવે છે : માને પોતાનું ખાવાયેલું બાળક પાછું મળે ત્યારે, અને વાઘને પોતાને છટકેલે શિકાર પાછા મળે ત્યારે! આગળ ભાગનારો જીન વાલજીન છે એની પાકી ખાતરી થતાં જ, જાવě પાસેની પોલીસ-ચાકીમાંથી વધુ મદદ મેળવવાની પેરવી કરી: ઝેરી નાગને પકડવાના પ્રયત્ન કરતા પહેલાં લાંબા સાંડસાની જોગવાઈ કરી લેવી જોઈએ! એ નવાં માણસોને બધી વિગત અને યોજના સમજાવતાં જાવર્ટને થોડી વાર લાગી; તે દરમ્યાન જીન વાલજીન નજર બહાર નીકળી ગયા. પરંતુ જાવ પોતાની આંતર પ્રેરણાથી સમજી ગયા કે જીન વાલજીન પોતાના શિકારીઓની અને પોતાની વચ્ચે કોઈ પણ રીતે નદીને પટ લાવી દેવા ઇચ્છશે જ, એટલે તરત તેણે તે તરફ દોટ મૂકી. પુલના ટોલવાળાને પૂછતાં જણાયું કે, થોડી વાર પહેલાં જ એક ડોસો અને એક બાળકી ત્યાંથી પસાર થયાં હતાં, અને તેણે ડોસાની પાસેથી બે જણનું નાકું વસૂલ કર્યું હતું. થોડે દૂર ચાર રસ્તાનું વિશાળ ચોગાન આવતું હતું. ચંદ્રના પ્રકાશમાં જાવર્ટ જોઈ શકયો કે જીન વાલજીન તે ચારમાંથી એક રસ્તામાં પેઠો. જાવર્ટના માં ઉપર એ જોઈ આછી સ્મિતરેખા પસાર થઈ ગઈ! કારણ, તે રસ્તા એવા હતા કે જેને આગળ એક જ માં હતું; વચ્ચે કોઈ બીજી ગલી ફૂંટાતી ન હતી. જાવ તરત પોતાના એક માણસને ઉતાવળથી ચકરાવા લઈને રસ્તાનું સામું મે રોકી લેવા દાડાવ્યો; અને પહેર ભરીને પાછી ફરતી એક લશ્કરી ટુકડીને મદદમાં લઈ પોતે જીન વાલજીનની પાછળ પેઠો. હવે શિકાર કયાંય છટકી શકે તેમ ન હતું, એટલે જાવટ તપખીરના એક સડાકો ખેંચ્યા. ત્યાર બાદ પદ્ધતિસર એક એક ઘરના અંધારા ખૂણા તથા આધાર લઈને ટિંગાઈ રહેવાય તેવા એકેએક ટેકો Page #166 -------------------------------------------------------------------------- ________________ બરાબર તપાસતો તપાસતો ધીમે ધીમે તે આગળ વધવા લાગ્યો. બિલાડી ઉદરને પકડયા પછી થોડે છૂટો મૂકે છે, અને તેના નાસી જવાના વ્યર્થ પ્રયત્નને જોવાનો આનંદ લેવા ઈચ્છે છે. ભૂખની તત્કાળ વૃપ્તિ કરતાં પણ તેને તેની એ ખૂની રમત વધુ આનંદ આપે છે! કૉસેટ થાકવા લાગતાં જીન વાલજીને તેને ઊંચકી લીધી હતી. જાવર્ટ પિતાનો પીછો પકડી રહ્યું છે તેની હવે તેને પણ ખાતરી થઈ ગઈ હતી. પરંતુ યુલ વટાવ્યા પછી પોતે જે રસ્તામાં પેઠે છે તેની પેલાને ખબર પડી નહિ હોય એમ માનીને તે આગળ વધી રહ્યો હતો; તેવામાં તે રસ્તાને સામે છેડે એક પડછંદ આકૃતિને ઊભેલી જોઈને તે ચમકો. જીન વાલજીને તરત પાછો ફર્યો. એક ઠેકાણે વચમાં ઊભા રહીને તેણે જોયું, તો પાછળ પણ જાવર્ટ પોતાનાં માણસો સાથે આવી રહ્યો હતો. હવે બરાબર જાણે ગોળ નળીમાં જ તે સપડાઈ ગયો હતો. આખા રસ્તામાંથી બીજી કોઈ નવી કયાંય ફંટાતી ન હતી; અને તેના બંને છેડા જાવડૅ રેકી લીધા હતા. - જીન વાલજીન અત્યારે જે ભાગમાં અધવચ ઊભો હતો, ત્યાં ઘર અંધારું હતું. તેનાથી કાંઈ પણ ઉપાય થઈ શકે તો તે એટલા ભાગમાં જ તે ભાગમાં એક બાજુએ વિશાળ વઢે આવી રહ્યો હતે, અને તેની પાછળના ભાગમાં એવી નીરવ શાંતિ વ્યાપેલી હતી કે એની તરત પાસે મકાન હોવાને બદલે વિશાળ વડે કે બગીચે હોય એવો સંભવ વિશેષ હતે. જીન વાલજીનને લાગ્યું કે એ વઢો ફૂદી જવાય તો જરૂર બચી જવાય. પરંતુ કૅસેટને સાથે લઈને એ વંઠે ઠેકો એ અશકય વસ્તુ હતી. કૉસેટને એક જગ્યાએ ઊભી રાખીને એ વંઢાના એક છેડા તરફ તે ગયો. ત્યાં પાંખિયાવાળા મોટા મોટા નળ જમીન સુધી નીચે આવેલા હતા. પણ એ નળ ખવાઈ ગયેલા અને માટી જેવા જ બની ગયા હતા, એટલે તેમની ઉપર ચડવું અશક્ય હતું. તરત તે પાછો ફર્યો. જાવર્ટ અને તેનાં માણસોનાં પગલાં ધીમે ધીમે પાસે આવતાં જતાં હતાં. બધા ખૂણા તપાસતાં તપાસતાં તે લોકોને આ ભાગમાં આવી પહોંચતાં પાએક કલાક માંડ લાગે. જીન વાલજીનના અંતરમાંથી જારી પસાર થઈ ગઈ. તેને લશ્કરી વહાણની કેદ ત્રીજી વાર નજર સામે આવી પહોંચેલી લાગી; પણ આ વખતે એ લશ્કરી વહાણની સજાને અર્થ વિશેષ હતે : કૉસેટથી હંમેશને માટે વિચ્છેદ – અર્થાત્ જીવવું મોત ! જન વાલજીન વઢાના બીજા છેડા તરફ ઉતાવળે દોડ્યો. ત્યાં જોયું તે પાસેના મકાનની ભતને એ વંઢા સાથે એક ઊંચે ખૂણે થતું હતું. Page #167 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ વહાણ ઉપરની લાંબી સજા દરમ્યાન તેણે બીજા કેદીઓની દેખાદેખી નિસરણી કે પગથિયાં કે ખાંચાના આધાર વિના પણ હાથના સ્નાયુઓના બળે અને ખભા તથા ઢીંચણના આધારે, છઠ્ઠા માળ સુધી પણ ચડી જવાની અને ત્યાં સ્થિર રહેવાની, માની પણ ન શકાય તેવી કળા સંપાદન કરી હતી. જીન વાલજીને ભતની ઉચાઈનું માપ કાઢી લીધું: અઢારેક ફૂટ ઊંચી હશે. એ તે ઠીક; પણ કૉસેટનું શું કરવું? કૉસેટ જાતે તે એક પગલું પણ ચડી શકે નહિ, અને તેને લઈને એટલી ઊંચાઈએ આધાર વિના ચડવું એ પણ અશક્ય. તેને તજી દેવાનો તો વિચાર સરખે પણ જન વાલજીનને ન આવે! દોરડું હોય તે કદાચ કંઈક રસ્તે નીકળે. એ દોરડા માટે અત્યારે આખું રાજ્ય આપી દેવું પડે તોપણ આપી દેવા તે તૈયાર થાય ! પણ આટલી મધરાતે અને ઘેરાયેલી સ્થિતિમાં તે દોરડું લેવા કયાં જાય? તેના માથામાં તણખા ઊડવા લાગ્યા; તે ચારે તરફ વિકરાળ અખાએ જોવા લાગ્યો. અચાનક તેની નજર દીવાના થાંભલા પર પડી. તે દિવસમાં પેરિસની શેરીઓમાં ગેસ-બત્તી આવી ન હતી. શેરી વચ્ચે દોરડા વડે બત્તીને ટીંગાવવામાં આવતી અને બાજુના થાંભલા સાથે જડેલી લોખંડની પેટીમાં તે દેરડાને વટવા-ઉકેલવાની ગરગડી ફેરવીને બત્તી સળગાવનારો બનીને નીચે ઉતારતો અને તેને સળગાવીને તે ગરગડી વડે જ પાછી ઉપર ચડાવતે. ચાંદની રાત હોવાથી એ અંધારિયા ખૂણાની બત્તી સળગાવવામાં આવી ન હતી. જીન વાલજીન તરત તે તરફ ગયો અને છરીના અણિયાથી પેટીનું તાળું ખોલી નાખી, થોડી વારમાં તેમાંના દેરડા સાથે કૉસેટ પાસે આવ્યો. એ બધું બની જતાં એક ક્ષણથી વધુ વખત ગયો ન હતો. કૉસેટ આ કશું સમજી શકી ન હતી. તે હવે ગભરાવા લાગી. પાસે આવતા પોલીસોનાં પગલાં સંભળાતાં હતાં. તેણે ધીમેથી કહ્યું: “બાપુ, મને બીક લાગે છે; પેલા કોણ આવે છે?” “ચૂપ રહેજે!” પેલા દુઃખી માણસે જવાબ આપ્યો. “એ તે થેનારડિયર બાનુ આવે છે.” કોસેટ પ્રૂજી ઊઠી. જીન વાલજીને ઉમેર્યું, એક શબ્દ પણ બોલતી નહિ, હું કરું તેમ કરવા દેજે; એક શબ્દ બોલી કે એક ડૂસકું પણ ભર્યું. તે તે તેને પાછી પકડી જશે.” પછી જરા પણ ઉતાવળ કર્યા વિના, સ્વસ્થતાથી અને ચોકસાઈથી તેણે કામ કરવા માંડ્યું. પિતાને ડગલે કાઢી, તેણે કૉસેટની બગલો નીચે વીંટયો. પછી દોરડાનો એક છેડે તેના ઉપર બાંધી લીધો. ત્યાર બાદ દોરડાનો બીજો છેડો દાંતમાં દબાવી. તેણે પિતાના બટ અને મોજા કાઢીને Page #168 -------------------------------------------------------------------------- ________________ પી સ પેઢાની પેલી બાજુએ ફેંકી દીધા. પછી જાણે ભીંતમાં જડેલા ખીલા ઉપર ચડવાનું હેાય તેમ જસ પણ લપસ્યા વિના કે અવાજ કર્યા વિના તેણે ખિસકોલીની ઝડપે ઉપર ચડવા માંડયું. કૉસેટ હબી જઈને તેના તરફ જોઈ રહી. ઘેાડી વારમાં ઉપરથી જીન વાલજીને ધીમે અવાજે તેને કહ્યું, સરસી ખસી આવ, બેટા. “ ર્ભીત "> ત્યાર કૉસેટે તેમ કર્યું. તરત જ જાણે તે જમીનથી અધ્ધર એમ તેને લાગ્યું; અને તે આજુબાજુ નજર કરી શકે ભીંત ઉપર ખેંચાઈ ગઈ. જીન વાલજીને પાતાના હાથ એવા હતા કે કૉંસેટ ભીંત સાથે જરા પણ ઘસડાઈ કે લાઈ નહિ. ત્યાર બાદ તેને પોતાની પીઠ ઉપર વળગાડી, તેના બંને હાથ પેાતાના ગળાની આસપાસ આગળ લાવીને એક હાથે પકડી, તે વંઢા ઉપર ઘૂંટણિયે સરકવા લાગ્યા. થાડે દૂર એક છાપરાના છેડો વંઢાને લાગેલા હતા અને તેને બીજો છેડો બાગમાં જમીન તરફ નીચે ઢળતા જતા હતા. એ એક સદ્ભાગ્યની વાત હતી; કારણ કે, વંઢાની અંદરની બાજુએ જમીન-તળ બહુ નીચું હતું. જીન વાલજીન છાપરાના ઢાળ ઉપર સરકતા નીચે પહોંચ્યા પણ નહિ હાય, તેવામાં તેણે ગંઢાની પેલી બાજુ મચેલું બુમરાણ સાંભળ્યું. જાવર્ટ ઘૂરકતા હતો : આ અંધારિયા ભાગ બરાબર તપાસા; બધી શેરી થીધેલી છે : એ આટલામાં જ છે." 66 બરાબર રોકી સૈાનકો વેગથી આગળ વધ્યા. જીન વાલજીત સાથે લપસીને જમીન ઉપર કૂદી પડથો. ભય અથવા તે કારણે, કૉસેટે અવાજ સરખા કર્યો નહિ. છેાલાયા હતા. તેના ઊંચકાતી હોય પહેલાં તે) તે અધ્ધર રાખ્યા છાપરાને ઢાળે કૉંસેટ હિંમત – બેમાંથી ગમે અલબત્ત થોડા હાથ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દેખમાં કે સ્વર્ગમાં? . જીન વાલજીને સૌ પ્રથમ પોતાના બૂટ અને મેજખેળી કાઢચા; ત્યાર બાદ તે એ છાપરા નીચેનું ખંડેર જોઈ વળે. કોઈ માણસને વસવાટ ત્યાં ન હતું. એક મોટા બગીચાના ખૂણા ઉપર એ બાંધકામ જીર્ણાવસ્થામાં પડેલું હતું. જીન વાલજીન કૉસેટને લઈને તેમાં કાંઈક આડ જેવું ખેળીને ભરાઈ ગયે; નાસતે માણસ કદી પિતાને સંપૂર્ણ સહીસલામત માની શકતો નથી. વંઢાની પેલે પારથી અવર્ટ અને તેનાં માણસોની ધડધામને અવાજ સંભળાતે હતે. પાએક કલાક બાદ એ બધું બુમરાણ અને ધમાધમ શાંત થવા લાગ્યાં. જીન વાલજીને હવે નિરાંતને શ્વાસ લીધો. અજાણતાં તેણે કૉસેટના મોં ઉપર અત્યાર સુધી પોતાને હાથ ધીમેથી દાબી રાખ્યો હતો, તે હવે તેણે ખસેડી લીધે, ચારે તરફ ઘેરી શાંતિ છવાયેલી હતી. બહારની આટઆટલી ધમાધમને એ શાંતિ ઉપર એક ઘસરકો સરખે પણ પડયો નહોતો. બાગને છેડો જ્યાં દૂર અંધારામાં અલોપ થતો હતો, ત્યાં કિનારી ઉપર કેટલાંક મકાનના ઓળા દેખાતા હતા, પણ તે મકાનેય જાણે મોટા બુરખા ઓઢીને નીચે મોંએ સ્થિર બેઠાં હોય એવાં લાગતાં હતાં. પ્રકાશનું એક કિરણ કે અવાજને નાને સરખો રણકો પણ ક્યાંથી બહાર નીકળતાં ન હતાં. એટલામાં અચાનક એક તરફથી દિવ્ય ગીતબદ્ધ સૂરોનું એક મોજું આ તરફ ધસી આવ્યું. એ સૂર સ્ત્રીઓના કંઠના હતા; પણ કુમારિકાઓની પવિત્ર નિર્માતા અને બાળકોની નિર્દોષ મધુરતા તેમાં ભરેલી હતી. એ સૂર હર્લોકિક ન હતા : જન્મતી વખતે બાળકને અને મરતી વખતે માણસને જે દિવ્ય સંગીત સંભળાય, તે જાતના તે સૂર હતા. એ અવાજોની અસર હેઠળ જીન વાલજીનનું અંતર એકદમ શાંત થઈ ગયું; અને તેની નજરે આકાશ સિવાય કશું દેખાવા ન લાગ્યું. માનવ અંતરનાં જે દ્વાર ભિડાયેલો હોય છે, તે જાણે એને ખૂલી જતાં લાગ્યાં. એ સૂર કયાં સુધી ચાલ્યા કર્યો તેને તેને કશો ખ્યાલ રહ્યો નહિ: જ્યારે તે સભાન બન્યો ત્યારે મધરાત પછી ફૂકા પવન શરૂ થઈ ગયો હતે – અર્થાત્ સવારના એક કે બે વાગ્યા હશે. કૉસેટ કશું બોલ્યા વિના પોતાનું મા તેને ટેકે ઢાળી દઈને બેઠેલી હતી. જીન વાલજીનને લાગ્યું કે તે ઊંઘીગઈ છે; પણ નીચું વળીને જોતાં તે ચોંકી ઊઠ્યો – કૉસેટની આંખે ફાટેલી હતી અને તે આખે શરીરે જતી હતી. ૧૪૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ << દોજખમાં કે સ્વગમાં ? ઊંઘ આવે છે, બેટા ? ” તેણે પૂછ્યું. "" “બાપુ મને બહુ ટાઢ વાય છે. થોડી વાર પછી તેણે ઉમેર્યું, હજી તે ત્યાં છે?” “ કોણ ?” 66 · મેનારડિયા બાનુ.” કૉસેટને ચૂપ રાખવા જીન વાલજીને જે ઉપાય લીધા હતા તેની વાત તે ભૂલી ગયા હતેા. 66 ૧૪૫ "" હા, એ તો હવે ચાલી ગઈ છે; હવે તારે બીવાની જરૂર નથી, મા. છાતી ઉપરથી જાણે મેટું વજન ખસી ગયું હોય તેમ બાળકે નિ:શ્વાસ નાખ્યો. 66 જમીન ભેજવાળી હતી, અને ઢાળિયું બધી બાજુથી ખુલ્લું હોવાથી પવન દર ક્ષણે વધુ ને વધુ બટકાં ભરતા જતા હતા, જીન વાલજીને પોતાના કાટ ઉતારી કૉસેટને તેમાં લપેટી લીધી 66 હવે ટાઢ ઓછી થઈ, મા?” હા, બાપુ.” .. "" તું જરા બેસ, હું હમણાં જ આવું છું. એમ કહીને તે ખંડેરની બહાર નીકળ્યા, અને બાગની સામે પાર દેખાતા મેાટા મકાનની ભીંત ભીંતે જોવા લાગ્યા કે પવન વિનાની કોઈ આડ મળે તેમ છે કે નહિ. બધાં બારણાં બંધ હતાં; અને ભાંયતળની બધી બારીએ સળિયા હતા. એક ખૂણે વળતાં તેને કેટલીક કમાનબંધ બારીએ દેખાઈ; દીવાનું ઝાંખું અજવાળું ત્યાંથી નીકળતું હતું. પગને ટેરવે ઊભા રહી તેણે એક બારીમાં ડોકિયું કરીને જોયું તે આખા ઓરડા ફરસબંધીવાળા હતા, ખૂણામાં નાના દીવા ટમટમતા હતા, અને તેના પ્રકાશમાં લાંબા લાંબા ઓળા પડતા હતા. ઓરડામાં બીજું કશું હલનચલન દેખાતું ન હતું. લાંબા વખત જોઈ રહ્યા બાદ તેણે જમીન ઉપર લાંબી પડેલી એક મનુષ્યાકૃતિ જોઈ. તે આકૃતિનું માં ફરસબંધી તરફ હતું, અને તેના હાથ ક્રૂસના આકારે વાળેલા હતા. પણ તે પથ્થર જેવી સ્થિર પડેલી હતી. સાપ જેવું કશું તેની પાસે ગૂંચળાં વળીને પડેલું હતું. તે તરફ જોતાં જીન વાલજીનને જણાયું કે એ દોરડું હતું અને તેના એક છેડા પેલી આકૃતિના ગળામાં બાંધેલા હતા. જીન વાલજીન બૂજી ઊઠયો; છતાં પેલી આકૃતિ હાલે છે કે નહિ તે જોવા તેણે પેાતાનું માં બારીના કાચ ઉપર દબાવી રાખ્યું. અચાનક તેના લેમિ૦ – ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ લે ભિંડેરાળ્યું હૃદયમાં એક કારમી બીક ફરી વળી; અને તે પાછું પણ જોયા વિના સીધા પેલા ખંડેર તરફ નાઠો. પૅરિસ શહેરની વચ્ચે આવું દૃશ્ય નજરે પડવાની કલ્પના પણ શી રીતે આવે? ઠંડી, ચિંતા, બીક અને રાતની ભયાનકતા એ બધાંથી જીન વાલજીનના આખા શરીરે જાણે તાવ ભરાઈ આવ્યો. તે કોસેટ પાસે ગયો; એ એક પથ્થર ઉપર માથું ટેકવી ઊંધી ગઈ હતી. તેની નજીક તે બેઠો, અને તેના તરફ જોવા લાગ્યો. ધીમે ધીમે તેના તરફ જોતાં જોતાં તે શાંત પડ્યો અને તેનું મન કાંઈક સ્થિર થયું. તેને પહેલી વાર એ સત્ય સમજાઈ ગયું કે, કૉસેટ તેની સાથે હશે ત્યાં સુધી તેને બીજા કશા ટેકાની જરૂર નહિ રહે. તેણે પોતાને કોટ ઉતારી નાખ્યો હતે, છતાં તેને ઠંડી પણ લાગતી ન હતી – કારણ કે, તે કોટ કૉસેટને ઠંડીથી બચાવી રહ્યો હતો! માને પિતાના સંતાનને કે આધાર અને હૂંફ હોય છે, તેને પ્રત્યક્ષ પરિચય તેને અહીં પહેલ-પ્રથમ થશે. તે ત્યાં વિચારમગ્ન દશામાં પડ્યો હતો, તેવામાં ઘરો રણકતે હોય એવો અવાજ તેના સાંભળવામાં આવ્યો. એ અવાજ બગીચામાં જ ક્યાંકથી આવતા હતા. થોડી વાર પછી એ અવાજ જાણે પાસે આવતું હોય તેમ પણ તેને લાગવા માંડ્યું. તેણે તરત ડોક ઊંચી કરીને જોયું. તે બાગમાં માણસ જેવું કઈ પ્રાણી તરબૂચના ક્યારામાં ફરતું હતું. તે નીચે નમતું હતું, વળી ઊભું થતું હતું, વળી આગળ ચાલતું હતું. તે એક પગે ખેડંગનું હોય, એમ પણ તેને લાગ્યું. જીન વાલજીન ચમકીને જોઈ રહ્યો. થોડા વખત ઉપર બાગ છેક જ નિર્જન હતો તેથી તે બન્યો હતો; અને હવે તેમાં કોઈ છે એમ જાણીને તે બીવા લાગ્યું. તેને લાગ્યું કે, જાવર્ટ અને તેના માણસો હજી શેરીમાં જ હશે, અથવા તો પાછળ ચોકીપહેરો મૂકીને જ ગયા હશે. એટલે જરૂર આ માણસ મને અહીં સંતાયેલો જોઈ બૂમાબૂમ કરી મૂકશે અને પોલીસના હાથમાં સોંપી દેશે! તેણે ઊંઘતી કૉસેટને પોતાના હાથમાં ધીમેથી ઉપાડી અને ઢાળિયામાં અંદરને ખૂણે પડેલા જૂના ભંગારની પાછળ મૂકી દીધી. કોસેટ જરાય હાલી નહિ. તે જગાએથી જ તરબૂચના કયારા ઓમાં ફરતા પેલા માણસની હિલચાલ જીન વાલજીને તપાસવા માંડી. નવાઈની વાત એ હતી કે એ માણસ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં ઘુઘરાનો અવાજ પણ જ. આ ઘૂઘરો બાંધેલે માણસ કોણ હશે, એવો પ્રશ્ન પિતાના મનમાં પૂછતાં પૂછતાં તેણે કૉસેટના હાથ ઉપર હાથ ફેરવ્યો - તે કોસેટને હાથ બરફ જે ઠંડો પડી ગયો હતો. Page #172 -------------------------------------------------------------------------- ________________ જખમી કે સ્વર્ગમાં જીન વાલજીને ગભરાઈને કૉસેટના કાનમાં કહ્યું, “કોસેટ, બેટા?” કૉસેટની આંખે ન ઊઘડી. જીન વાલજીને તેને જોરથી ઢઢળી; પણ તે જાગી નહિ. “અરે, મારી ગઈ કે શું?” એવો વિચાર આવતાં જ તે માથાથી નખ સુધી ધ્રુજતો જતો ઊભો થઈ ગયો. તેના મનમાં હજારો વિચારો ઘૂમી વળ્યા. આવી ઠંડી રાતે ખુલ્લામાં સૂવાથી નબળી બાળકી મરી જાય એમાં નવાઈ નહિ, તેણે કૉસેટના શ્વાસે ચ્છવાસને ધબકાર સાંભળવા પ્રયત્ન કર્યો. શ્વાસ ચાલતો હતો, પણ એટલે ધીમે કે ગમે તે મિનિટે તે સદંતર બંધ થઈ જાય ! પાએક કલાકની અંદર અંદર જ કૉસેટને પથારી અને અગ્નિને તાપ ન મળે, તે તે ભાગ્યે જ બચી શકે. જીન વાલજીન બાગમાં ફરતા પેલા માણસ તરફ સીધો દોડ્યો. તેણે પોતાના ખીસામાંથી પડીકામાં વીંટેલી ચાંદીના સિક્કાની થપ્પી કાઢી. પેલો માણસ નીચે જેતે હોવાથી તેને આવતો દેખી શકયો નહિ. થોડા કૂદકામાં જ જીન વાલજીને તેને પડખે જઈને ઊભો રહ્યો અને બેલ્યો, “સો ક્રાંક રોકડા !” પેલે ચમકીને તેના તરફ ફાટી આંખે જોઈ જ રહ્યો. સે ફ્રાંક રોકડા, જે તું મને એક રાત તારા મકાનમાં આશરો આપે તો.” જીન વાલજીને કહ્યું. જીન વાલજીનને મૂંઝાયેલો ચહેરો ચંદ્રના પ્રકાશમાં બરાબર દેખાતા હતા. “ઓત્તારી, આ તો મેડલીન બાપુ!” પેલે બોલી ઊઠયો. આવી વિચિત્ર જગાએ આ વિચિત્ર માણસને મોંએ અંધારામાં એ નામ બોલાયેલું સાંભળી જીન વાલજીન બે ડગલાં પાછો હટી ગયો, કારણ કે, તેને એ સિવાય જ બીજું ગમે તે સાંભળવાની આશા હતી. પેલો લંગડો માણસ તે તરત જ નમન કરવાની ઢબે પિતાની ટોપી માથેથી ઉતારી અવાજમાં થડકારા સાથે બોલવા લાગ્યો – ભલા ભગવાન, તમે અહીં શી રીતે આવી શકયા, મેડલીન બાપુ? તમે ખરેખર આકાશમાંથી જ ઊતરી આવ્યા હોવા જોઈએ. પણ તમારા દીદાર તો જુઓ! તમારો કોટ કયાં? ટોપ ક્યાં? તમને ઓળખતે ન હોય તે તો તમને દેખીને છળી જ મરે. કોટ વિના જ અને તે તમે? દેવ પણ બધા ગાંડા થઈ ગયા છે કે શું? પણ તમે અહીં આવ્યા શી રીતે?” Page #173 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરામ્બ પેલેા એક પછી એક શબ્દો બેાથે જ જતા હતા; પણ તેમાં ભયના થડકારને બદલે નવાઈ અને સાદી ભલમનસાઈ જ તરી આવતી હતી. ‘તું કોણ છે, ભાઈ ? અને આ કઈ જગા છે? ” જીન વાલજીને પૂછ્યું. વાહ, વાહ, એ પણ ખરું! તમે તો મને નોકરી અપાવી છે, અને $6 66 તે પણ આ મઠમાં જ; છતાં મને ઓળખી શકતા નથી ? ” ૧૪૮ 66 66 ના ભાઈ, ” જીન વાલજીને કહ્યું. “ પણ તું મને કેવી રીતે ઓળખે છે?” ૬ તમે તે! મારો જાન બચાવ્યા હતા,” પેલાએ કહ્યું. પછી તે થોડોક બાજુએ વળ્યા ત્યારે ચંદ્રને પ્રકાશ તેના માં ઉપર પડતાં જ ઓળખી શકયો. જીન વાલજીન તેને “ઓહા; આ તા બુઢ્ઢો ફોશલવે !” 66 ભારે નસીબની વાત સાહેબ, કે આટલી વારે એટલું ઓળખાણ પણ તમને પડયું !” ડોસા ઠપકાભરી રીતે મીઠાશથી બાલ્યા. 66 તું અત્યારે શું કરે છે? ” 6. “ કેમ વળી, મારાં તરબૂચને ઢાંકું છું. જોતા નથી કે હિમ પડવા માંડયું છે?” અને પછી મોં ઉપર જરા મરડાટ લાવીને તે બાલ્યા, તમે પણ બીજું શું કરત ? આ બધી વિદ્યા તમે જ અમને મમાં શિખવાડતા, તે ભૂલી ગયા કંઈ ? બીજી બધી વાત તો ઠીક, પણ તમે અહીં આવી શી રીતે શકયા એ તે કહે ! ’” જીન વાલજીને તેને સીધા જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછવા જ ચાલુ રાખ્યા. “ અને તારા ઘૂંટણે આ ઘૂઘરો શા માટે બાંધ્યા છે, ભાઈ ?'' “ એ ઘૂઘરો કે?” ફોશલવે બાલ્યા; “ એ તે તેને ખસી જવાની ચેતવણી મળે તે માટે. ” “કોને?” . ફોશલવે જરા આંખ મિચકારીને બાલ્યા, 'વાહ, આ મઠમાં માત્ર સ્ત્રીએ જ રહે છે, અને ઢગલાબંધ છેાકરીએ. હું રહ્યો પુરુષ; અને પુરુષ સામે મળે તે તે માટે મેટા ગજબ થઈ જાય; તેથી મને આ ઘંટ બાંધી રાખ્યા છે, જેથી હું પાસે છું એમ જાણી તેઓ દૂર જતાં રહે.” 'એ વળી કેવું ? આ સ્થાન કયું છે?” 66 46 તમે જાણે છે। જ વળી; તમે તે મને અહીં માળીની જગા અપાવી છે. "" “ ભલે, હું નથી જાણતા એમ માનીને મને જવાબ આપ !” Page #174 -------------------------------------------------------------------------- ________________ 66 આ છે પી-ના મઠ. જીન વાલજીનને હવે યાદ આવ્યું. બે વર્ષ પહેલાં આ ફોશલવે ડોસા ગાડા નીચે દબાઈ ગયા હતા ત્યાર પછી તે અપંગ થતાં પાતે જ તેને સાધ્વીઓના આ મઠમાં નોકરી આપવા ભલામણ કરી હતી. મને કહો તે ખરા કે, તમે અહીં આવી શકયા ભલે સંત છે, છતાં પુરુષ છે; અને આ મઠમાં “ પણ બાપુ, હવે શી રીતે ? કારણ કે, તમે કોઈ પુરુષ આવી શકતો નથી.” દોજખમાં કે સ્વગ માં ! .. “કેમ, હું પોતે જ છેને ?” ** 99 હા, પણ હું એકલો જ છું. .. પણ મારેય અહીં રહેવું પડે તેમ છે.” “ હે ! એ કેવી વાત ?” પેલા નવાઈ પામી બોલી ઊઠયો. " ,, “ ફોશલવે, મેં તારો જીવ બચાવ્યા હતા. “અને એ વાત મેં જ પહેલી યાદ કરી હતી.” પેલાએ મક્કમતાથી જવાબ આપ્યા. 66 k >> “ઠીક, પણ આજે હું મારો જીવ બચાવી શકે તેમ છે. ફોશલવે એ જીન વાલજીનના પડછંદ જા પેાતાના ઘરડા, કરમાયેલા અને ધ્રૂજતા હાથમાં લીધા. થોડી ક્ષણ તે તે ગળગળા થઈને બોલી પણ ન શકયો. પછી તે માટેથી બાલ્યા – ભગવાનની ભારે મહેરબાની થાય, જો હું તમારું ઋણ થોડું પણ અદા કરી શકું તો, મેડલીન બાપુ! આ ડોસાને જીવ તમારો છે એમ જ સમજી લે.’ ૧૪૯ ડોસાનું માં એક અવર્ણનીય આનંદથી ઝળકી રહ્યું હતું. ** “ બાલા, બાપુ, મારે શું કરવાનું છે ? ” { 66 “હું તને સમજાવું. તારે રહેવાની કોટડી-બાટડી તા હશેને ?” 56 મને પેાતાને જૂના મઠના ખંડેર પાછળ એક નાનું મકાન રહેવા આપવામાં આવ્યું છે. એ ખૂણામાં કોઈ આવતું નથી; તેમાં ત્રણ ઓરડી છે, ” "" .. ‘ઘણું સારું, ” જીન વાલજીને કહ્યું, “હવે હું તારી પાસે બે ભીખ માગું છું.” "3 61 ‘બાલા બાપુ, શા હુકમ છે !” ‘એકતા એ કે, મારે વિષે તું જે કાંઈ જાણે છે તે બાબત એક શબ્દ પણ તારે કોઈને કહેવા નહિ. અને બીજું, મારે વિષે પણ કશું વધારે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જાણવા તારે જરા પણ પ્રયત્ન ન કરવો.’ 46 જેવી આપની મરજી, બાપુ ! હું જાણું છું કે, આપ જે કાંઈ કરતા હશે તે સારું જ કરતા હશે!; આપ ભગવાનના માણસ છે. આપ જેમ કહેશે! તેમ જ થશે, એની મારા તરફથી ખાતરી રાખજો.” (6 બસ, હવે મારી સાથે ચાલ; આપણે જઈને પેલી બચીને લઈ આવીએ. 39 લે સિઝેરાલ “ હેં ? હજુ એક બાળક પણ અંદર છે ? ” પરંતુ પછી તે એક શબ્દ પણ વધુ બા! નહિ. કૂતરો જેમ તેના માલિકની પાછળ પાછળ જાય, તેમ તે નમ્રતાથી જીન વાલજીનની પાછળ ગયો. અર્ધા કલાકની અંદર તા કૉસેટ એક સારી તાપણીના તાપથી ફરી સજીવ બનીને પેલા બુઠ્ઠા માળીની પથારીમાં ઘસઘસાટ ઊંધી ગઈ. જીન વાલજીને પોતાના કોટ પાછા પહેરી લીધા હતા. બુઠ્ઠા માળીએ હવે ટેબલ ઉપર પનીરનું ઢેફૅ, રોટી અને શીશા ગાઠવી દીધાં; તથા કહ્યું — - “ હું મેડલીન બાપુ, તમે તા મને ઓળખ્યા નહિ જ ને? લેાકની જિંદગી તમે બચાવા છેા ખરા, અને પછી તેમને ભૂલી જાઓ છે!! વાહ, એ કાંઈ સારા માણસનાં લક્ષણ કહેવાય ? પેલા તેા બિચારા તમને હર-હંમેશ યાદ કરતા હોય છે! ” ૩૧ પીના મઢ પી-ના પ્રાચીન મઠ કઠોર તપસ્વિની સાધ્વીઓના મઠ હતો. વ્રત, ઉપવાસ, તપ અને જપમાં જ તેના સમય વ્યતીત થતા. તે માંસ કદી ખાય નહિ, લેન્ટના ચાલીસે દિવસ તથા બીજા પણ કેટલાય ખાસ દિવસોએ ઉપવાસ કરે, વહેલી રાતે ઊઠને એકથી ત્રણ વાગ્યા સુધી પાઠ કર્યું, પરાળની પથારીમાં બરછટ ચાદર ઉપર સૂએ, કદી સ્નાન કરે નહિ, કકડતી ટાઢમાં પણ તાપણીએ તાપે નહિ, દરેક શુક્રવા૨ે ખાસ પ્રાયશ્ચિત્ત કરે, મોટો ભાગ મૌન વ્રત પાળે, અને ૧૪મી સપ્ટેંબરથી ઈસ્ટર સુધીના છ મહિના ખરબચડું લાલીન પહેરે. પહેલાં તે આખું વર્ષ એ કપડાં જ પહેરવાને નિયમ હતા; પણ ઉનાળાની ગરમીમાં ઘણી સાધ્વીબે Page #176 -------------------------------------------------------------------------- ________________ પીને મઠ ૧૫૧ માંદી પડી જતી કે ગાંડી બની જતી, એટલે એ નિયમ અઅર્ધ હળવો કરી નાખવામાં આવ્યો હતો. જોકે હજુ પણ ૧૪મી સપ્ટેબરે પહેલે દિવસે જ્યારે એ કપડાં પહેરવાનાં થાય છે, ત્યારે મોટા ભાગની સાધ્વીઓ ત્રણ ચાર દિવસ બીમાર પડી જાય છે. આજ્ઞાપાલન, ગરીબાઈ, બ્રહ્મચર્ય, અને કઠોર સાધના એ એમનો જીવનમાર્ગ છે. - સાધ્વીઓની વડી અધ્યક્ષ-માતા ત્રણ વર્ષ માટે ચૂંટાય છે; અને તેને બીજી બે વાર એ પ્રમાણે ચૂંટી શકાય છે. અર્થાત નવ વર્ષથી વધુ તે અધ્યક્ષ-માતા ન રહી શકે. પુરોહિત – પાદરીનું મોં પણ સાધ્વી જોતી નથી. વિધિ વગેરે પ્રસંગે દેવળમાં જ્યારે પાદરીને બહારથી અંદર દાખલ કરવામાં આવે છે, ત્યારે પણ તે માટે ભારે કડક વ્યવસ્થા અને નિયમો વિચારી રાખેલા હોય છે. મઠમાં પોતામાં તો માત્ર આચબિશપને જ દાખલ થવાની પરવાનગી હોય છે; અલબત્ત એક માળી કાયમ અંદર રહે છે, પણ તે બુઢો જ હોય છે, અને તેની પણ દૂરથી સાધ્વીઓને જાણ થાય તે માટે તેને ઢીંચણે ઘૂઘરો બાંધવામાં આવે છે. - સાધ્વીઓ પોતાની અધ્યક્ષ-માતાના હુકમોનું સંપૂર્ણ પાલન કરવા બંધાયેલી છે, અને એ વસ્તુ તેમના વ્રત-તપને એક ભાગ જ ગણાય છે. તે બધીને વારાફરતી “પ્રાયશ્ચિત્ત” નામને વિધિ કરવો પડે છે. જગત ઉપર થતાં પાપ, દોષ, અધર્મ, અને ગુનાઓને બદલો ઈવર સમક્ષ માનવજાત તરફથી વાળવા માટેનો એ કડક વિધિ હોય છે. સમીસાંજથી માંડી બીજી સવારના ચાર વાગ્યા સુધી પૂરા બાર કલાક એ વિધિ કરનાર સાધ્વી વેદી સમક્ષ એક શિલા ઉપર ઘૂંટણિયે પડી, ગળામાં એક દોરડું બાંધીને બેસી રહે છે. જયારે અંગે અકડાવાથી વધુ બેસી રહેવું અશકય થઈ જાય, ત્યારે તે પિતાના હાથને કૂસના આકારમાં રાખી, માં જમીન સરસું દાબી, લાંબી સૂઈ શકે ખરી. આ જાતના આસનમાં તે આખા જગતના દોષે ધોવા પ્રાર્થના કર્યા કરે છે. ઉપરથી વીજળી પડે તો પણ તેનાથી આંખ ઊંચી કરાય નહિ કે ઊભા થઈ જવાય નહિ. મય બાદ પણ વેદી નીચે આવેલા એક ઊંડા ભોંયરામાં મઠની સાધ્વીઓનો શબ ઉતારવામાં આવતાં. જે જગાએ તેમણે પોતાનું સઘળું જીવન ઘસી નાખ્યું હોય, તે જગાએ જ નીચે મરણ બાદ તેમનું શરીર રહે, એવી ભાવના તેમાં હતી. પરંતુ સરકારે એ વાતમાં વાંધો કાઢીને તેની બંધી કરી. એથી સાધ્વીઓને કારમો આઘાત લાગ્યો ખરે; પરંતુ પહેલાં આ મઠની માલિકીની જ પણ દૂર આવેલી જમીન ઉપરના કબ્રસ્તાનના Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ લે સિઝેરાલ એક ખાસ ખૂણામાં, એક ખાસ કલાકે, સાધ્વીઓનાં શબ દાટવાની પરવાનગી મળ્યાથી તેઓને કાંઈક આશ્વાસન લેવા જેવું થયું ખરું. આ વાર્તા જે સમયને સ્પર્શે છે, તે અરસામાં આ મઠની સાથે કન્યાઓની એક છાત્ર-શાળા પણ જોડેલી હતી. ઊંચાં ખાનદાનની તાલેવંત છોકરીએ આ શાળામાં જ દાખલ થતી. પછીના સમયમાં જાણીતી થયેલી કેટલીય અમીરજાદી અને ઉમરાવબાનુઓનાં નામ એ શાળાની વિદ્યાર્થિનીઓની યાદીમાં જોવા મળે. છોકરીઓને નવા અધોગામી’ જમાનાથી દૂર અને અસ્પષ્ટપણે ઉછેરવાની કેટલાંક માબાપને ખાસ ઇરછા રહેતી. પર્વના કેટલાક ખાસ દિવસોએ આ વિદ્યાર્થિનીઓને ખાસ મહેરબાની અને પરમ આનંદની વાત તરીકે સાધ્વીઓનો પોશાક પહેરવાની તથા એક આખો દિવસ સાધ્વીના બધા આચારનું અનુષ્ઠાન કરવાની પરવાનગી મળતી. છાત્રાલયને જમવાનો એરડો પણ ઘણી વાનીઓ કે રગોથી પરિચિત ન હતો. ધોળી તે અને કાળાં ટેબલ – આ બે શોકદર્શક રંગો વડે જ આવા મઠમાં કંઈક નજરફેર થતો હોય છે. ભોજન સાદું હતું તેમ જ બાળકો માટેનું તેનું પ્રમાણ પણ ઓછું રહેતું. બાળકે તેમની સપ્તાહ માટેની ‘મા’ની દેખરેખ હેઠળ ભોજન લેતાં અને જીભને બોલવાની અને ચાખવાની – એમ બને રીતે પકડી રાખતાં. કોઈ બાળક એ ઘેર શાંતિનો ભંગ કરે, તે તેને ભોંયતળની ફરસબંધી ઉપર પિતાની જીભ વડે એક મોટો ફૂસ ચીતરવાની સજા થતી. મનના કઠોર આચારને પરિણામે આખા મઠમાં વાણી માનવપ્રાણીઓમાંથી ખસીને જડ વસ્તુઓમાં જ કેન્દ્રિત થઈ રહી હતી કોઈ વાર દેવળને દાંટ બોલે, તે બીજી વાર માળીનો ઘૂઘરો; અને દરવાજા પાસેની દરવાનબાઈનો મોટો ઘંટ તો આખા મઠમાં સંભળાય. એ દાંટ જ જુદે જુદે સમયે કરવાના કામ જુદી જુદી સંખ્યાના ટકોરાથી સૌને કહ્યા કરતો. જીન વાલજીન, આ મઠમાં, ફેશલના માનવા પ્રમાણે, આકાશમાંથી ટપકી પડ્યો હતો. કૉસેટને ઊંઘાડયા બાદ જીન વાલજીન તથા ફેશલવેએ પિતાનું વાળુ. પતાવી દીધું અને પછી જે એક પથારી ત્યાં હતી, તે તે કૉસેટ માટે રોકાઈ જવાથી, બંને જણા પરાળ બિછાવીને આડા પડયા. આંખ બંધ કરતા પહેલાં જીન વાલજીન બેલ્યો કે, “હવેથી મારે અહીં જ રહેવાનું છે,” અને તેને પડઘો ફોશલના મગજમાં આખી રાત પડયા કર્યો. વસ્તુતાએ બેમાંથી કોઈ જ ઊંધું નહોતું. જાવટેં જીન વાલજીનને ઓળખી કાઢયો હતો, અને હવે તેનો પીછો પકડયો હતો, એટલે જીન Page #178 -------------------------------------------------------------------------- ________________ કેશલેની મૂંઝવણ ૧૫૩ વાલજીનને ખાતરી થઈ ગઈ હતી કે તે આ મઠમાં જ કોઈ પણ રીતે રહે તો જ બચી શકે. પરંતુ આ જગા તેના જેવા માટે જેટલી સહીસલામત હતી, તેટલી જ જોખમભરેલી પણ હતી. આ મઠમાં કોઈ પુરુષ તે કઈ દાખલ જ ન થઈ શકે એટલે કોઈ તેને ત્યાં જોઈ જાય તે મઠમાં પેસવાના ઘોર અપરાધ બદલ જ તેને કપરી સજા થાય. પરંતુ કોઈ પણ રીતે તે અંદર છુપાઈ રહે, તો અહીં તેને શોધવા પણ કોણ આવે? અર્થાત આવી રહેવાને માટે અશક્ય જગાએ રહેવું એ જ એ અભાગિયા માટે બચવાનો એકમાત્ર માર્ગ હતો! ફેશની મૂંઝવણ ફેશલ સૂતો સૂતો પિતાનું માથું ખંજવાળવા લાગે. મઠની આવી ઊંચી સીધી ભીતિ કૂદીને એક બાળક સાથે બહારને કોઈ પણ માણસ જીવતે અંદર શી રીતે આવી શકે, એ તેના માથામાં ઊતરતું જ ન હતું. ફેશલનું મારી જેમ જેમ વધુ ગૂંચવાતું ગયું, તેમ તેમ તે માત્ર એક જ નિર્ણય ઉપર જોરથી આવવા લાગ્યો : “મેડલીન બાપુએ મારો જીવ બચાવ્યો છે, એટલે ભલેને તે ખૂન કરીને નાસી આવ્યા હોય, કે ભલેને તે ધાડ પાડીને નાસી આવ્યા હોય – મારે શી પંચાત ?” પણ સવાલ એ હતી કે બાપુને મઠમાં રાખવા શી રીતે? આ મૂંઝવણથી પણ ફેશલવે ડોસો છેક હતાશ થયો નહિ. આખી જિંદગી તેણે પોતાના સ્વાર્થ સિવાય બીજી કશી વાતને વિચાર જ કર્યો ન હતો અને હવે તેની લંગડી – અપંગ જિંદગીના છેવટના દિવસોમાં તેને જ્યારે દુનિયામાં કશે રસ જ બાકી રહ્યો ન હતો, ત્યારે કૃતજ્ઞતા દાખવવાને, અને એક ઉપયોગી સારું કામ કરવાને મેક અચાનક તેની સામે આવીને ઊભો રહ્યો હતો. ફેશલ તેને હાથમાંથી જવા દઈ શકે તેમ ન હતું! સવાર થતાં થતાંમાં અચાનક આંખ ઊઘડતાં જ, મેડલીન બાપુને પથારીમાં બેઠેલા તથા ઊંઘતી કૉસેટ તરફ જોતા જોઈને ફેશલ પણ બેઠે થઈ ગયો, અને માથું હલાવતે બોલી ઊઠ્યો : “મેડલીન બાપુ, તમે આવ્યા છે. એક ભારે નસીબદાર ઘડીએ; જોકે મારે કહેવું તો જોઈએ – “કમનસીબ ઘડીએ; કારણ કે, અમારી સાધ્વીઓમાંથી એક આજે મરણપથારીએ પડેલી છે, અને તેથી ચાલીસ ક્લાકની પ્રાર્થના તેને માટે ચાલે છે. તે મરી જશે તો પાછી મરણ પછીની લાંબી પ્રાર્થના ચાલશે. એટલે, આજ તો આ તરફ કોઈ આવવાનું નથી, એ નક્કી.” Page #179 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાન્ટ “ પણ આ મકાન ખૂણામાં છે, અને ખંડેરની અને ઝાડાની પાછળ આવેલું છે; એટલે મઠમાંથી અહીંનું કશું દેખાય તેવું નથી.” ‘પણ પેલાં નાનાં ભૂતડાં છેને?” 46 કર્યાં નાનાં ભૂતડાં ?'' ફોશલવે' તેના જવાબ આપવા માં ઉધાડે ત્યાર પહેલા અચાનક ઘંટ વાગ્યો. ૧૫૪ 66 *C આ ઘંટ વાગ્યા. તેનું મડદું ‘ જુએ, પેલી સાધ્વી મરી ગઈ તેને દેવળની બહાર જશે ત્યાં સુધી ચાવીસ કલાક લગી આ ાંટ હવે મિનિટે મિનિટે વાગ્યા કરશે. અરે, રજાના કલાકમાં એ બધાં રમવા નીકળે છે; અને એકાદ દડા સહેજ ન જડયો, એટલે મનાઈ હાવા છતાં તેઓ અહીં સુધી અમસ્તાં પણ દોડી આવવાનાં અને બધે ખાળ ખાળા કરવાનાં – એ ભૂતડાંથી તે। તેાબા. ” “કાં ભૂતડાં ?” જીન વાલજીને ફરીથી પૂછ્યું. 66 "C અરે પેલી ભણનારી ડીમચી ! હું ખાતરીથી કહું છું કે તેઓ તરત તમને જોઈ કાઢશે અને પછી બૂમેા પાડવા માંડશે, અરે બાપર, અહીં કોઈ માણસ છે !' પણ આજે તા નિરાંત છે; આજે પ્રાના ચાલશે એટલે નાનાં છેાકરાંને પણ રજા પડવાની નથી.” 66 66 "" ‘હવે સમજ્યા ! તું નિશાળનાં છાત્રોની વાત કરે છે, ખરુને ? ’ અને પછી અચાનક જીન વાલજીન પેાતાના મનમાં વિચારવા લાગ્યા કૉસેટને ભણવાની કેવી સારી સગવડ છે !” પણ ફોશલવે પેાતાની અકળામણ વ્યક્ત કરતા આગળ બાલવા લાગ્યો, રે, એમને છાત્રો કોણ કહે વળી ! તેઓ તા ડાકણાની પેઠે તમને જમીનપણ સુઘી કાઢશે, અને પછી દોટ મૂકશે. અહીં કોઈ પુરુષ હોવા જાણે કે પ્લેગ આવ્યા. જોતા નથી, મને જ બળદિયાની પેઠે ધૂઘરા મ્યા છે તે !” વાલજીને થાડી વાર ઊંડો વિચાર કર્યો. પછી તે ગણગણ્યા, “ આ પુને જીવતદાન આપશે. ” પછી તે માટેથી બાલ્યા, “ હા, પણ રહેવાની છે.' "" ફોશલવે બાલ્યા, “મુશ્કેલી બહાર જવાની છે. ’’ જીનના હૃદયમાં લેાહી ધસી આવ્યું. વાની ?” ન બાપુ. પાછા અંદર આવવા માટે તમારે એક વાર પડશે. તમે જે રસ્તે થઈને અંદર આવ્યા તે રસ્તે Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ફેશની મૂંઝવણ થઈને ફરી બહાર ન જઈ શકો?” “અશકય.” એટલામાં જ બીજી જાતને ઇંટ વાગવાને અવાજ આવ્યો. ફોશલ મઠના ઘાંટની બધી ભાષા બરાબર સમજતો હતો. તે બોલ્યો, “જુ સુધરાઈના અમલદારોને ખબર મોકલાય છે કે તેમને ડૉકટર આવીને મોતનું સર્ટિફિકેટ કાઢી આપે. પણ આ વખતે આ લોકો આટલી ઉતાવળ કેમ કરે છે? પણ ઠીક, આ બચીનું નામ શું?” “કૉસેટ.” “તેને બહાર લઈ જવી એ તો સહેલું છે. હું તેને મારી પીઠ ઉપરના થેલામાં ઘાલીને લઈ જઈશ. તેને તમે ચૂપ રહેવાનું કહી દેજો. બહાર મારી એક જની ઓળખીતી ફળવાળી બુદ્ધી રહે છે. તે બહેરી છે, અને તેના ઘરમાં બીજાં કોઈ નથી. તેના કાનમાં બરાડા પાડીને હું તેને સમજાવી દઈશ કે, બચીને કાલ સુધી તેના ઘરમાં રાખે. પછી તમારી સાથે બચી પણ મઠમાં પાછી આવશે; કારણ કે હું તમને પાછા મઠમાં જ લાવવા માગું છું. પણ તે માટે તમારે પ્રથમ બહાર નીકળવું જોઈએ, એનું શું?” જીન વાલજીન ડોકું ધુણાવવા લાગ્યો. ફેશલ પણ પિતાની કાનપટ્ટી આમળવા લાગ્યો. તેવામાં ત્રીજી જાતને દાંટનાદ થયો. છે, ડૉકટર પાછો જાય છે. હવે મડદા-પેટી સરકાર તરફથી આવશે, ને પેટીમાં મડદું મુકાઈ જશે એટલે પછી મારે જઈને ખીલીઓ ઠોકી તેનું ઢાંકણ જડી દેવાનું. પછી તે પેઢી બીજે દિવસે અવલકંજલ પણ મારે પહોંચાડી આવવાની.” સૂર્યનું એક ત્રાંસું કિરણ હવે આવીને ઊંઘતી કૉસેટના મોં ઉપર બેલી રહ્યું હતું. કૉસેટના હોઠ સહેજ ઊઘડયા હતા, અને પ્રકાશ ઝીલતા દેવદૂત સમી તે શોભી રહી હતી. જીન વાલજીન તે દર્શનથી પિતાના વિષુબ્ધ ચિત્તમાં કંઈક શાંતિ મેળવવા લાગ્યો. પરંતુ ફોશલ ડોસો પોતાનું સ્મશાનપુરાણ આગળ ચલાવતે બોલ્યો : સાધ્વીઓ માટેની કબર વૉગી૦-ના કબ્રસ્તાનમાં જ ખેદવામાં આવે છે. મારો મિત્ર મૅસ્ટ્રીન બાપુ ત્યાં ઘરનું કામ કરે છે. અહીંની સાધ્વીઓને રાત પડશે ત્યાં દાટવા લઈ જવાની ખાસ પરવાનગી છે – એટલામાં ચોથી જતન દાંટ વાગ્યો. ફોશલ તરત ઊભો થઈ ગયો અને બોલ્યો : Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ લે મિરાલ્ફ આ વખતે આંટ મારે માટે વાગે છે. અધ્યક્ષ-માતા મને બોલાવી રહ્યાં છે. હું જાઉં છું. મેડલીન બાપુ, જરા પણ આઘાપાછા ન થતા; હું પાછો આવું ત્યાં સુધી ભજો. કંઈક અવનવું બનતું હોય એમ લાગે છે. ભૂખ લાગે, તે પેલી રોટી, અને પેલું પનીર છે.” અને, “આવ્યો આવ્યો” બેલતે તે ખોડંગ ખોડંગતે ઝૂંપડીની બહાર દોડી ગયો. ડી મિનિટ બાદ અધ્યક્ષ-માતાની સમક્ષ પહોંચી તેણે નીચું નમન કર્યું. તે માળા ફેરવતાં હતાં. “ઓહ, ફર્વે સા કે ?” “ફ” એ ટૂંકા નામથી મઠમાં તેને સૌ કોઈ બોલાવતું. “હા, માતાજી.” “તમને બોલાવ્યા હતા; મારે કંઈ વાત કરવી છે.” ભલે માતાજી, હું આપની સેવામાં હાજર છું. પરંતુ આપની પરવાનગી હોય તો મારે પણ એક વાત આપને કરવાની છે.” ઠીક, પહેલાં તમારી વાત કહો.” ફોશલ કેસો “ઠંડા મિજાજ'વાળો માણસ હતો. મઠમાં ગાળેલાં બે વર્ષ દરમ્યાન તેણે પોતાની રીતે પોતાના કામમાં ભારે સફળતા પ્રાપ્ત કરી હતી. મઠના આ બધા બુરખાધારી ઓળાઓ તેનાથી અતિ દૂર હતા; છતાં સતત લક્ષ આપીને તથા નિરીક્ષણ કરીને તેણે એ ઓળાઓની પૂરતી ઓળખ પ્રાપ્ત કરી લીધી હતી. જુદા જુદા બધા ઘંટાનાદને અર્થ તે સમજી ગયો હતે, એટલે મઠની નાની-મોટી બધી પ્રવૃત્તિઓ તેની સમક્ષ ચાલતી હોય તેવી તેને સ્પષ્ટ થઈ ગઈ હતી. ફેશલ બધું જાણવા છતાં, બધું પેટમાં રાખી શકતો; અને એ એની ખાસ ખૂબી હતી. વળી તે બહુ નિયમિત હતો, અને બાગબગીચાના કામસર જવું પડે તેટલા પૂરતો જ એ મઠની દીવાલોની બહાર નીકળતા. આવો મંગો તથા એકલવા માણસ મઠની સાધ્વીઓને ભરોસાલાયક બની રહે એમાં નવાઈ નથી. ફેશલોંએ પોતાની કિંમત સમજનારા નોકરની ગામઠી અદાથી અધ્યક્ષ-માતા આગળ પોતાની વૃદ્ધાવસ્થાની, પોતાની અશક્તિની, આગાહી વર્ષોની, વધતા જતા કામકાજની, ગઈ રાત જેવી ઠંડી હિમભરી તેની કે જે દરમ્યાન બધાં તરબૂચને ઢાંકી દેવાં પડે છે, – વગેરે વાત કાઢી અને અંતે જણાવ્યું કે, “મારો એક ભાઈ છે (અધ્યક્ષ-માતા અહીં આગળ ચમકી ઊઠડ્યાં છે, જે જુવાન નથી (બીજી ચમક, પણ પહેલી જેવી ભયભરી Page #182 -------------------------------------------------------------------------- ________________ ફૂસી માતાની અંતિમ ઈચ્છા ૧૫૦ નહિ), અને જો પરવાનગી મળે છે તે મઠમાં આવીને મારી સાથે રહે અને કામકાજમાં મને મદદ કરે. મારો ભાઈ બાગકામ બહુ સારું જાણે છે, અને મારા કરતાં પણ મઠને વધુ ઉપયોગી થાય તેવો છે; અને તેને જો હવે મારી મદદે નહિ લાવવામાં આવે, તે પછી મારે નાછૂટકે મઠની આ ઉત્તમ નોકરી જતી કરવી પડશે. કારણ કે આ મઠમાં પૂરતી સેવા ન બનાવી શકે તેવા માણસે પોતે જ રહેવું ન જોઈએ. મારા ભાઈને વળી એક નાની દીકરી છે, જે અહીં જ ભણશે; અને સંભવ છે કે, ભવિષ્યમાં તે સાધ્વી પણ બને.” ફેશલનું બોલવાનું પૂરું થયું કે તરત અધ્યક્ષ-માતા હાથમાંની માળા ભાવીને બોલ્યાં : “આજ સાંજ સુધીમાં તમે એક લાંબી મજબૂત કોશ મેળવી શકશે?” “શું કરવા માટે ?” “ભોંયતળમાંથી એક મોટો પથરો ઊંચે કરવા માટે.” “હા, માતાજી.” અધ્યક્ષ-માતા એ જવાબ સાંભળી તરત જ ઊઠીને એક શબ્દ પણ બાલ્યા વિના સીધાં પાસેના ઓરડામાં ચાલ્યાં ગયાં; જ્યાં સાધ્વીમંડળ એકઠું થયું હતું. ૩૩ ' ક્રૂસી માતાની અંતિમ ઈચ્છા પએક કલાક પછી અધ્યક્ષ-માતા ફોશલ ઊભો હતો તે ઓરડામાં પાછાં આવ્યાં અને પોતાને આસને બેટાં. બંને જણ પોતપોતાના વિચારમાં મશગુલ હતાં. “ફે ડોસા, તમને મંદિરગુહની તે ખબર છેને?” “હા જી, પ્રાર્થના વખતે ત્યાં મારે બેસવા માટે પાંજરું છે.” "ત્યાં વેદી પાસેને એક પથ્થર ઉપાડ પડશે.” “નીચેના ભેંયરાના માં ઉપરને ! એ માટે તે બે માણસ જોઈએ.” “એસેવ માતા પરુષ જેટલાં જબરાં છે; તે મદદમાં રહેશે.” “ભલે, હું ભોયરું ઉઘાડીશ; પછી શું કરવાનું?” “ફો, અમે તમારા ઉપર વિશ્વાસ મૂકીએ છીએ.” હું પણ મદનું કોઈ પણ કામ કરવા ખડે પગે તૈયાર છું.” Page #183 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાન્ક “અને દરેક કામ બાબત જીભ કાંધ રાખવા પણ ” “તે પછી, ભોંયરું ઉઘાડયા બાદ, બંધ કરતાં પહેલાં તેમાં તમારે કશુંક ઉતારવાનું છે.” થોડી વાર ચુપકીદી છવાઈ રહી. પછી કંઈક આનાકાની સાથે બોલતાં હોય તેમ હોઠ ફરકાવી, અધ્યક્ષ-માતા બોલ્યાં - ફે ડોસા, તમે કદાચ જાણતા હશો કે, એક સાધ્વી-માતા આજ સવારે ગુજરી ગયાં છે, અને તે બીજા કોઈ નહિ પણ દૂસી માતા. ત્રણ વર્ષ પહેલાં તેમને પ્રાર્થના કરતાં જોઈને જ મૅડમ બેથુ જેવીનો હૃદયપલટો થઈ ગયો હતે. મૃત્યુ બાદ પણ ક્રસી) માના એવા અનેક ચમત્કાર કરશે, એમ અમે સૌ માનીએ છીએ.” “જરૂર કરશે.” “ફો ડોસા, કૂસી માતા રોજ જે કૉફિનમાં પથારી કરીને સૂતાં, તે કૉફિનમાં જ તેમને દાટવાનાં છે.” “એમ જ કરવું ઘટે.” પ્રાર્થના કરનારી ચાર બહેને તમારી મદદમાં રહેશે.” કૉફિનને ખીલી ઠોકવામાં ? મારે તેમની જરૂર નથી.” “ના, ના, તે કૉફિનને નીચે ઉતારવામાં.” “કયાં ?” ભોંયરામાં?” “કયા ભોંયરામાં ?” “વેદી નીચેના.” ફોશલ કી ઊઠયો. “આપણે મરેલાના હુકમનું પાલન કરવું જોઈએ. કૂસી) માતાની એ છેલી ઇરછા હતી. જીવતેજીવત જ્યાં તેમણે પ્રાર્થના કર્યા કરી હતી, ત્યાં જ મૂઆ બાદ કાયમના સૂવાની તેમણે ઇચ્છા બતાવી છે – અમને એ મુજબ આદેશ જ આપ્યો છે.” પણ સરકારની મના છેને?” માણસની મના છે, ઈશ્વરની પરવાનગી છે.” પણ એ વાત બહાર પડી જાય તો?” “અમને તમારામાં વિશ્વાસ છે.” “ભલે, મને મઠની દીવાલને એક મૂંગો પથ્થર જ ગણી લેજો !” Page #184 -------------------------------------------------------------------------- ________________ ફેસી. માતાની અંતિમ ઈચ્છા "તે એ વાત નક્કી ?” “હા, માતાજી.” “અમે તમારા ઉપર ભરોસે રાખીએ?” હું આપને હુકમ માથે ચડાવીશ જ.” “ તમે કૉફિનને ખીલા ઠોકી લેશો, એટલે બહેને તેને મંદિરમાં લઈ જશે. પછી બીજો વિધિ પૂરો થતાં અમે બધાં મઠમાં ચાલ્યાં જઈશું. ત્યાર બાદ રાતના અગિયાર અને બારની વચ્ચે તમે કોશ લઈને આવજો અને પછીનું બધું પૂરેપૂરી ગુપ્તતાથી પતવી દેવાશે. પ્રાર્થના કરનારી ચાર બહેને, એસે, માતા, તથા તમે એટલા જણ જ ત્યાં હાજર હશે.” “ભલે, હું આપના હુકમ મુજબ બધું કરીશ; કોફિન નીચે ઉતાર્યા બાદ પથરે પણ પાછો બરાબર ગોઠવી દઈશ. એટલું જ ને?” “ના.” પછી શું?” “પેલું સરકારી કૉફિન !” એ એક મુશ્કેલી ખરી. બંને જણ વિચારમાં પડી ગયાં. ફે ડોસા, એ બીજા કૉફિનનું શું થાય?” તેને તે કબ્રસ્તાનમાં લઈ જઈ દાટવું જ જોઈએ.” “હા, પણ કૉકિન ઊંચકનારા તે ખાલી છે એમ જાણી જાય તે?” “હું તેમાં માટી ભારી કાઢીશ; એટલે ઊંચકનારાઓને તે ખાલી નહિ લાગે.” “ખરી વાત માણસનું શરીર પણ માટી જ છે. તે ખાલી કૉફિન કબ્રસ્તાનમાં જાય અને દટાય ત્યાં સુધીનું બધું તમારે બરાબર પતાવવાનું.” “હા જી, એ મારે માથે.” અધ્યક્ષ-માતાનું મેં હવે કઈક પ્રસન્ન થયું. તેમણે થોડી વાર બાદ ફોશલને ચાલ્યા જવાની નિશાની કરી. તે ચાલવા લાગ્યો, એટલે અધ્યક્ષ માતાએ પોતાને સૂર જરા ઊંચે કરીને કહ્યું -- “ફે ડોસા, મને તમારી વર્તણૂકથી સંતોષ થયો છે. કાલે દફનક્રિયા પૂરી થયા બાદ તમે તમારા ભાઈને મારી પાસે લાવજો, અને તે તેની દીકરીને પણ સાથે લાવે એમ કહેજો.” Page #185 -------------------------------------------------------------------------- ________________ ७४ બચવાને માગે ! ફેશલ પિતાની ઝુંપડીએ પાછો આવ્યો ત્યારે જીન વાલજીન કૉસેટને સમજાવતા હતા કે, “થેનારડિયર બાનુ ફરી કદી આપણને શોધી ન કાઢે તે માટે આપણે આ મઠમાં જ કાયમ રહેવાનું છે, પરંતુ તે માટે એક વખત આપણે છાનામાના બહાર જવું પડે તેમ છે. આ ફેશલર્વે કાકા ને પીઠ ઉપરના થેલામાં ઊંચકીને બહાર લઈ જશે, અને એક બુઠ્ઠી કાકીને ત્યાં રાખશે. તું થેલામાં જરા પણ હાલીશ નહિ કે અવાજ કરીશ નહિ; પછી હું તરત તને અહીં પાછી લઈ આવીશ.” કૉસેટે ગંભીરતાથી ડોકું હલાવ્યું. પછી ફોશલના આવવાને અવાજ સાંભળી, જીન વાલજીને તેના સામું ફરીને પૂછયું – કેમ શું થયું?” બધું એવું બરાબર ગોઠવાયું છે કે ન પૂછો વાત. તમને આ બચી સાથે મઠમાં લાવવાની પરવાનગી પણ મને મળી ચૂકી છે. પણ અંદર આવવા માટે તમારે બહાર તો હોવું જોઈએ ને ! આ બચીની વાતની તો કશી મુશ્કેલી નથી.” તમે તેને ઊંચકી જશોને?” તે બરાબર ચૂપ રહેશે?” એની જવાબદારી મારે માથે.” “ તે પછી તમારું શું, મેડલીન બાપુ?” ઈંતેજારીભરી ચુપકીદી બાદ ફેશલ બોલ્યો : તમે અંદર આવ્યા એ રસ્તે એક વાર બહાર ન જઈ શકે?” “અશક્ય.” ફેશલ હવે જીન વાલજીનને કહેતા હોવાને બદલે પોતાની જાતને કહેતા હોય એમ બબડવા લાગ્યો – અને બીજી પીડા પણ છે. મેં કહ્યું કે હું અંદર માટી ભરીશ. પણ હવે વિચાર કરતાં મને લાગે છે કે, શરીરને બદલે માટી ભરવાથી કામ ન ચાલે. કારણ કે, માટી એક બાજુથી બીજી બાજુ સરક્યા કરે, અને ઊંચકનારા જાણી જાય. સમજ્યા, મેડલીન બાપુ! સરકારને એ કાવતરાની ખબર પડી જ જાય.” જીન વાવજીન કશું ન સમજાયાથી તેના માં સામું જોઈ રહ્યો. પછી Page #186 -------------------------------------------------------------------------- ________________ બચવાને ભાગે ! ફાફ ડોસાએ બધી વાત માંડીને કહેવા માંડી. સરકારના હુકમનો ભંગ કરીને સી૦ માતાની અંતિમ ઇચ્છા પાર પાડી આપવા બદલ અધ્યક્ષ-માતા તેના ભાઈને અને ભત્રીજીને મઠમાં રાખવા કબૂલ થયાં છે. પણ મેડલીન બાપુ બહાર જ ન હોય, તે પછી તેમને અંદર લાવવા શી રીતે? એ થઈ પહેલી મુશ્કેલી અને બીજી મુશ્કેલી સરકારો ખાલી કૉફિનની પણ ખરી. . “એમાં કશુંક મી દેને?” . મરેલું માણસ? મારી પાસે એવી કોઈ વસ્તુ નથી!” તે પછી, જીવનું માણસ !” કોને ?” “મને, વળી!” ફોશલ ઊછળીને ઊભા થઈ ગયે. “તમને ?” “શા માટે નહિ? મારે અહીંથી બહાર તે જવું જ જોઈએને?” અલબત્ત !” સતે એ કૉફિનના ઓરડામાં છાનામાના મને લઈ જવાય એવું છે કે નહિ?” એમાં મને સુવાડવા પછી કૉફિનનું ઢાંકણ ખીલા વડે બંધ થઈ શકે કે નહિ?” થઈ શકે, પણ કાલે બપોરે ત્રણ વાગ્યે એ કૉફિન ઉપાડનારા આવે અને છેક રાત પડયે એ કૉફિન કબ્રસ્તાનમાં પહોંચે, ત્યાં સુધી તમે શ્વાસ લીધા વિના જીવતા રહો શી રીતે ?” “ના ભાગ આગળ પાટિયામાં ડાં કાણાં પાડી રાખવાં; અને પાટિયું જડતી વખતે જરા ઊંચું રહેવા દેવું.” પણ તમને ખાંસી આવે કે છીંક આવે છે? નાસી છૂટવા માગતા માણસને એવું કશું ન થાય.” પછી છન વાલજીને આગળ ઉમેર્યું – ફેશલ દેસા, આપણે કંઈક કરવું જ પડશે. અહીં પકડાઈને મરવું એના કરતાં કૉફિનમાં બહાર જવું શું ખોટું?” હા, એ સિવાય બીજો કશો રસ્તો પણ દેખાતો નથી.” મને ચિંતા એક જ વાતની છે; કબ્રસ્તાનમાં પહોંચ્યા પછીનું શું?” જે મિત્ર - ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ લે શિરાઓ “એ વાતની મને જરા પણ ચિંતા નથી. ઘોરખોદિયો સો મારો દોસ્ત છે, અને પાકો ગરાડી છે. હું તેને કહીશ: ‘ પીઠું બંધ થાય તે પહેલાં ચાલ જરા ગળું ભીંજવી આવીએ.’ એ જરૂર પીઠામાં આવશે જ. હું તેને દારૂથી તરબોળ કરી દઈને હૂણર્ક બનાવી દઈશ; અને પછી એકાદ ટેબલ નીચે સરકાવી દઈશ. ત્યાર બાદ તેના ખીસામાંથી કબ્રસ્તાનને પરવાને કાઢી લઈ એક્લો કબ્રસ્તાનમાં આવી પહોંચીશ. મારી પાસે તો મારો પરવાને હશે જ. પછી, એ પરવાનાઓથી આપણે બે જણ ચપટીમાં કબ્રસ્તાનની બહાર નીકળી જઈશું.” જન વાલજીને પિતાને હાથ લાંબો કર્યો, ફોશલ દેસાએ ભક્તિભાવથી ગદગદ થઈ, તે હાથ પોતાના હાથમાં લીધો અને દબાવ્યો. બીજે દિવસે સૂરજ આથમવા આવ્યો તે અરસામાં કબ્રસ્તાનને માર્ગે એક કૉફિન-ગાડી ધીમે ધીમે આગળ વધતી હતી. રસ્તે જનારાઓ તેને ટોપ ઉતારી સલામ કરતા હતા. પાછળની ગાડીમાં પાદરી બેઠેલો હતો અને બાકીના સરઘસની પાછળ છેવટે એક માણસ ખેડંગ ચાલતો હતો. સરઘસ વોંગી, -ના કબ્રસ્તાન તરફ આગળ વધ્યું. અગાઉ જણાવ્યા પ્રમાણે પીના મઠની સાધ્વીઓને માટે આ કબરતાનમાં એક જુદો ખૂણો અનામત રાખવામાં આવ્યો હતો, અને ત્યાં તેમનાં શબ રાતે દાટવાની ખાસ પરવાનગી હતી. પોલીસધારા હેઠળ પેરિસનાં બીજાં કબરતાનોની પેઠે આ કબ્રસ્તાનના દરવાજા પણ રાત પડયે બંધ જ થઈ જતા. સાધ્વીઓના શબ માટે જે ઘોરખદુએ ખાસ પરવાનગીથી અંદર રહેતા, તેમને પછી બહાર નીકળવા માટે એક જ માર્ગ રહેતે – તેમના પરવાનાને. એ પરવાના તેમને સુધરાઈ તરફથી ખાસ કાઢી આપવામાં આવતા. દરવાનની ઓરડી દરવાજાને અડીને જ હતી; તથા તેની બારીમાં ટપાલપેટીના માં જેવું બાકું હતું. જે ઘેરાદુ અંદર રહ્યો હોય તે બહાર જવાનો થાય, ત્યારે એ બાકામાંથી પિતાને પરવાને અંદર નાખે. દરવાન ટપાલ-પેટીમાં કાર્ડ પડતું સાંભળે એટલે દેરી ખેંચે અને દરવાજાની એક નાની બારી ઊઘડે. જેમાં થઈને પેલ બહાર નીકળી જાય. જો કોઈ ઘરખેદુ પાસે કાર્ડ ન હોય, તો તે પિતાનું નામ બેલે એટલે દરવાન બહાર નીકળી તેને ઓળખી જુએ, અને પછી કૂંચી વડે દરવાજે ઉઘાડી તેને બહાર જવા દે; પણ એ ઘરખેદુને પંદર ફૂાંક દંડ થાય. સૂર્ય હજી આથમે નહોતે, અને કોહિન-ગાડી કબ્રસ્તાનના દરવાજાવાળા લત્તામાં દાખલ થઈ. પેલો ખોડંગતે માણસ બુકો ફોશલ જ હતે. સીમાતાના શબને વેદી નીચેના ભોંયરામાં ઉતારી દેવું, કોસેટને થેલામાં ઘાલી Page #188 -------------------------------------------------------------------------- ________________ માણસ ધારે કઈ– બહાર મૂકી આવવી, જીન વાલજીનને કોફિનમાં ગુપચુપ પૂરી દેવે, વગેરે બાબતો જરા પણ મુશ્કેલી વિના પતી ગઈ હતી. એટલે બુદ્દો ફેશલ કોફિન-ગાડી પાછળ ભારે સંતપૂર્વક ખોડંગતે હતે. ૩૫ માણસ ધારે કંઈ– અચાનક કૉનિ-ગાડી ભી. દરવાજે આવી ગ હતો. સાધ્વીઓના ખૂણામાં શબ દાટવાને પરવાને બતાવવામાં આવ્યો. દરવાન જોડે આ બધી વાટાઘાટ ચાલતી હતી, તેવામાં એક અજા માણસ કોનિ-ગાલની પાછળ ફોશલની બાજુએ આવીને ઊભા રહ્યા. તે મજુર જેવું લાગતું હિતે. તેણે પહોળા ખિસ્સાવાળું જાકીટ પહેર્યું હતું અને તેની બગલમાં એક પાવડો હતો. શલ એ અજાણ્યા તરફ જોઈને બોલે – “તું ભાઈ કણ છે?” “ઘેર .” જે કઈ માણસની છાતીની વચ્ચે તોપને ગળે વાગે અને તે જીવતો રહે, તે તેનું માં બુટ્ટા ફેશવના મે જેવું થાય. “પણ ઘર, તે મેસ્ટ્રીને બાપુ છે.” હતો.” કેમ, હિતે?” “તે મરી ગયે, એટલે.” ઘોરખે પણ મરી જાય, એ બાબત સિવાય બીજી કોઈ પણ બાબત માનવા માટે બે ફોશલ તૈયાર હતે. મહાપ્રયત્ન તોતડા એ એટલું જ બોલી શક્યો “વાહ, એ તે કંઈ બને ?” કેમ વળી? નેપોલિયન પછી ઈ અઢાર અને ઑસ્ટ્રીને પણ ઝીબિયર! ડોસા, મારું નામ ગ્રીબિયર છે.” ફેલવે ફીકો પી ગયો હતે. તે ગ્રીબિયર તક જોઈ રહ્યો અને પછી અચાનક હસી પડીને બે – “છે, કેવી નવાઈની વાતે બને છે! મેસ્ટ્રીને બાપુ મરી ગયા; ભણે Page #189 -------------------------------------------------------------------------- ________________ લેમિઝરાય મૅસ્ટ્રીન બાપુ ગયા. તે મારા દિલોજાન દોસ્ત હતા; પણ તુંય મારે દોસ્ત જ છેને! ચાલ, આપણી દોસ્તી આજથી જ લાલ પાણી વડે પાકી કરી લઈએ!” પેલાએ જવાબ આપ્યો, “બુટ્ટા, હું તો ભણેલો છું; હું દારૂ પીને નથી.” કૉફિન-ગાડી આગળ વધવા લાગી હતી. ફેશલ હવે એક જ ખોડંગવા લાગી ગયો. ધીમેથી ચાલતાં તેણે ગ્રીબિયરને પગથી માથા સુધી નીરખી લીધો અને પછી બૂમ પાડીને કહ્યું, “દોસ્ત, હું મઠને ઘેરદુ છું.” “મારો સાથીદાર,” પેલાએ જવાબ આપ્યો. : “તે, મૅસ્ટ્રીન બાપુ ગુજરી ગયા?”. “પૂરેપૂરા” પેલાએ જવાબ આપ્યો. “ભગવાને પોતાનો ચોપડે ઉઘાડયો અને મેસ્ટ્રીને હેરાનું ખાનું પહેલું જોયું, એટલે તરત ફાડી નાખ્યું.” “પણ, આપણે દોસ્તી કરવાની છે કે નહિ?” “દોસ્તી થઈ ગઈ ! તું છે ગામડા ગામને અને હું છું તળ પૅરિસને.” પણ જયાં સુધી સાથે બેસીને પીએ નહિ, ત્યાં સુધી એકબીજાની ઓળખાણ થઈ જ ન કહેવાય. માણસ પ્યાલો ખાલી કરે, ત્યારે જ દિલ પણ ખાલી થાય. તારે મારી સાથે આવવું જ પડશે; આ માગણી પાછી ઠેલાય જ નહિ.” : “પહેલું કામ, પછી બીજી વાત.” ફેશલ સમજી ગયો કે, હવે આવી બન્યું. સાધ્વીઓના ખૂણામાં પહોંચવાને હવે થોડાં ડગલાં જ બાકી રહ્યાં હતાં. પેલા ઘોરખદુએ ઉમેર્યું – ડોસા, મારે સાત છોકરાં ખવરાવવાનાં છે; તેમની ભૂખ જ મારી દારૂની તરસને સૂકવી નાખે છે.” ફેશલોંએ પોતાની ઝડપ ઘટાડી હતી; પણ તેથી કૉફિન-ગાડીની ઝડપ શી રીતે ઘટે? ફેશન પેલા ઘેરાદુની નજીક જઈને બોલ્યો - * “એવો સરસ દારૂ સામેની વીશીમાં મળે છે!” અહીં એક વાત કહી દેવી જરૂરી છે. અત્યાર સુધી દારૂ પીવાની દરખાસ્ત ફેશલ એ કરી હતી, પણ પૈસા કોણ ચૂકવે એ તેણે જણાવ્યું ન હતું. હંમેશાં દારૂ પીવાની વાત ફોશલ જ ઉપાડતે, પણ પૈસા તો બુઢ્ઢો મૅસ્ટ્રીન જ ચૂકવતે. ખોદેલી કબરના ઢગલા પાસે જઈને હવે ગાડી ઊભી રહી. ફેશલના કપાળેથી પરસેવાનાં ટીપાં સર્યે જતાં હતાં. કોફિનની પેટીને દોરડું બાંધી અંદર ઘોરમાં ઉતારવામાં આવી, પાદરીએ પ્રાર્થનાના છેલ્લા બોલ ઉચ્ચાર્યા Page #190 -------------------------------------------------------------------------- ________________ માણસ ધારે કઈઅને પછી સૌ વિદાય થયા. પેલા ઘરદુએ હવે પાવડે ઊંચે કર્યો અને માટીના ઢગલામાં જોરથી ખૂપાવીને માટી સરકાવી. ફેશલએ હવે છેવટને મહાન નિર્ણય કરી લીધો, અને કબર તથા ઘોરખેદુની વચ્ચે આવીને તે બોલી ઊઠયો – “પૈસા હું ચૂકવીશ.” ઘેરાદુ નવાઈ પામી તેની સામે જોઈ રહ્યો અને બે, “શું છે, બકા?” દારૂના પૈસા હું ચુકવીશ.” હવે છાને મર, કામ કરવા દે.” એમ કહીને ઘેરખોએ બીએ પાવડો ભરીને માટી સરકાવી. એ બીજા પાવડાની માટીના અવાજે ફેશોના પગ ધ્રૂજી ગયા અને તે અંદર પડતાં પડતાં રહી ગયો. તેણે મોતની ચીસ જેવા અવાજે કહ્યું, “ભાઈ, વીશી બંધ થાય ત્યાર પહેલાં ચાલ; પૈસા હું આપીશ.” પરંતુ સાથે સાથે શિલવેને મનમાં ખાતરી થવા લાગી હતી કે, એ દારૂ પીવા આવશે તે પણ ભાન ભૂલે એટલો હરગિજ પીવાનો નથી. પેલાએ જવાબ આપ્યો, “ડોસા, તું આટલો આગ્રહ કરે છે, તે હું આવીશ; પણ કામ પૂરું કર્યા પછી, પહેલાં નહિ.” એમ કહી તેણે ત્રીજો પાવડો ભર્યો. ફેશલએ તેના હાથ પકડી લઈને કહ્યું, “અરે યાર, ખરે આરટી દારૂ મળે છે.” “અલ્યા, તું તો દાંટની પેઠે એક ને એક વાત રણકયા કરે છે. જા, નું તારી મેળે જઈને પી આવ.” ફોશલ હવે એવી સ્થિતિએ આવી પહોંચ્યો હતો કે જયાં પતે શું બોલે છે તેનું ભાન માણસને રહેતું નથી. “પણ તું ચાલ; કારણ કે પૈસા હું આપવાને છું.” આ માતાને પોઢાડી દઈએ ત્યાર પછી; કારણ કે આજ ઠંડી વધારે છે, અને પૂરતું ઓઢાડયા વિના આપણે ચાલ્યા જઈએ, તે તે આપણી પાછળ દોડતાં આવે!” આમ કહી તેણે ત્રીજો પાવડો સરકાવ્યો. તેથી કોફિનનું એક વધુ કાણું બંધ થતાં, અત્યાર સુધી હોશમાં રહેલ જીન વાલજીને અંદર બેહોશ બની ગયો. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રામ રાખે તેને – શીબિયર હવે ચે પાવડો ભરવા નીચે નમ્યો. તે વખતે તેના જાકીટના ખીસાનું મોં જરા પહોળું થયું. ફોશલની યાંત્રિક રીતે ઘૂમતી આંખ અચાનક તે ખીસા ઉપર આવીને સ્થિર થઈ. પ્રકાશ હજુ છેક અંધકારમાં પલટાઈ ગયો નહોતો; અને ફેશવે એ પહેલા થયેલા ખીસામાં દેખાતી કશીક ધોળી વસ્તુ જોઈ શક્યો. તરત જ ફેશલ ની આંખ ચમકી ઊઠી. તેના મગજમાં એક વિચાર આવી ગયે: પેલા ઘેરખોદિયાને ખબર પણ ન પડે એ રીતે તેણે એના ખીસામાં હાથ નાખ્યો અને પેલી ધોળી વસ્તુ ખેંચી લીધી. પેલાએ ચોથો પાવડ સરકાવ્યો, અને જે પાંચમો પાવડો ભરવા જાય છે કે તરત દોશ ડોસો પૂરી ઠંડાશથી તેના સામું જોઈને બોલ્યો : “પણ અલ્યા શિખાઉં, તું તારું કાર્ડ લેતે આવ્યો છેને?” “શાનું કાર્ડ?” “આ સૂરજ આથમવા લાગે છે તે.” ભલેને તેય પોઢી જાય; પણ તેનું શું?” “કબ્રસ્તાનના દરવાજા બંધ થશે.” ભલે થશે; પછી?” “તારી પાસે બહાર નીકળવાને પરવાને તે છેને?” "અરે આ રહ્યો,” એમ કહી તેણે ખીસું દબાવી જોયું, તેમાં કશું ન જણાતાં તેણે બીજું ખીસું દબાવી જોયું, અને પછી તે બંને ખીસાં અંદર હાથ નાખી ઉલટાવી નાખ્યાં. “હે ! હું ઘેર ભૂલીને આવ્યો કે શું?” પંદર કૂક દંડ” ફોશલવે બોલ્યો. ઘોરખોદિયાનું મોં લીલું ઢણક થઈ ગયું. “પંદર ક્રાંક દંડ!” ઘોરખોદિયાના હાથમાંથી પાવડે નીચે પડી ગયો, હવે ફોથલને વારો આવ્યો. તે ઠંડે પેટે બોલ્યો – “તું ક્યાં રહે છે?” “પા કલાકને રસ્તો છે; નં. ૮૭ ૩ દ વૉગી માં.” “જે હું દેડને જાય, તો બહાર નીકળી જવાય તેટલે વખત માંડ છે.” “હા, એ વાત ખરી.” Page #192 -------------------------------------------------------------------------- ________________ રામ રાખે તેને– એક વાર હું દરવાજા બહાર નીકળે એટલે પછી ઘેર જઈને કાર્ડ લઈ આવજે, તું પાછો આવીશ ત્યારે તે દરવાન તારે માટે વગર પૈસે દરવાજો ઉઘાડશે. પછી હું નિરાંતે આ મરેલીને દાટી દેજે; દરમ્યાન હું તેને તારી પાછળ દોડી આવતી રોકી રાખીશ.” “બુઢા, તે તો આજે મને જીવતદાન દીધું છે.” “તે, ભાગ એકદમ.” ફેશલએ કહ્યું, ઘરખોદિયાએ ગળગળા થઈ શવેને હાથ સહેજ દબાવ્યો, અને પછી દોટ મૂકી. તેનાં પગલાં સંભળાતાં બંધ થતાં જ ફેશલએ કબર ઉપર નીચા નમીને ધીમેથી બૂમ પાડી, “મેડલીન બાપુ!” કશો જવાબ ન આવ્યો. ફોશલવેને ધ્રુજારી વછૂટી ગઈ. તે સીધો ઢગલો થઈને કબરમાં ગબડવો, અને કૉફિનના ઢાંકણા ઉપર માં રાખીને બોલ્યો: અંદર છે કે નહિ?” કૉફિનમાં છેક જ શાંતિ હતી. ફેશલની છાતી જોરથી ધડકવા લાગી; તેનાથી શ્વાસ પણ લેવાતું નહોતું. તેણે વીંઝણું અને હથોડી કાઢીને કૉફિનનું ઢાંકણું ઉધાડી નાખ્યું. જીન વાલજીન ઝાંખા અંધારામાં મડદાની પેઠે નિષ્ટ સૂતેલો હતે. ફોશલ મૂછવશ જેવો થઈને ગણગણે, “પતી ગયા!” થોડી વાર બાદ કબ્રસ્તાનને દરવાજો બંધ થવાનો અવાજ દરથી આવતે સંભળા. હવે ફોશલ માથાના વાળ પીંખતો અને છાતી ફરતે જીન વાલજીન તરફ ફરીથી નાખ્યો. પણ તરત જ છળીને કબરને બીજે છેડે હટી ગયો : જીન વાલજીનની આંખો ઉઘાડી હતી અને તે ફેશલ તરફ ટગરટગર જોતો હતો. મોત નજરે પડવું એ જો બિહામણું છે, તે મોતમાંથી ફરી બેઠું થયેલું માણસ જેવું એ તેથી પણ વધુ બિહામણું છે; કારણ કે તે પ્રેત છે. ફોથલવે ફીકો પડી જઈ પથરા જેવો સડક થઈ ગયો; અને જીન વાલજીન તરફ જોવા લાગ્યો. “મને જાણે ઊંઘ આવી ગઈ હતી,” જીન વાલજીને ધીમેથી બે , અને તરત બેઠો થઈ ગયો. ફેશવ હવે ઘૂંટણિયે પડયો અને બોલ્યો – ભલા ભગવાન! તમે મને કે બિવરાવી માર્યો !” જીન વાવજીનને મૂછ આવી ગઈ હતી, અને તાજી હવા મળતાં તે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાછા ભાનમાં આવવા લાગ્યા હતા. “તો તમે જીવતા છે ખરુંને! હું તમારી આંખો બંધ જોઈને માંની બેઠો કે મેડલીને બાપુ પતી ગયો. હું થોડી વારમાં ગાંડ જ થઈ ગયો હોત અને મને ગાંડાની ઇસ્પિતાલમાં જે લઈ જવું પડત. તમારા વિના પેલી બચીનું શું થાત? ડેસી મારે માટે શું ધારત? બાપ રે! પણ તમે જીવતા છે, એ જ મોટી વાત છે.” ત્યાર પછીની વાત ટુંકી છે. ફેશલએ આપેલા પીણાથી જરા વધુ ટાર થતાં, જીન વાલજીને અને ફેશલએ બંનેએ મળીને થોડી વારમાં કબરનું કામ પતાવી દીધું. પછી ફોશલ એ કોદાળો હાથમાં લીધો, અને જીન વાલજીને પાવડો. દરવાજા પાસે ફેશવેએ બે કાર્ડ પેટીમાં નાખતી જે દરવાજે ઊઘડેથી, અમે બંને જણ બહાર નીકળી ગયા. “બધું કેવું સરસ પતી ગયું, મેડલીને બાપુ! તમને ખરી યુક્તિ સૂઝી હો!” ફેશલ બોલ્યો. જીન વાલજીન ફીકી આંખે તેના તરફ જોઈ રહ્યો. થોડે દૂર ગયા પછી ફેશલોંએ પાછું જીન વાલજીનને કહ્યું, “બાપુ, તમારી આંખો સારી છે; આ ઘરો ઉપર નં. ૮૭ હેય તે જોઈ કાઢજોને. " “આ રહ્યો,” જીન વાલજીને કહ્યું. ફેશલ એક તે ઘરમાં પેઠો, અને કલ્પનાથી જ છેક માળિયા ઉપર જઈ પહોંચીને તેણે અંધારામાં એક બારણું ઠોક્યું. બારણું ઊઘડતાં જ ગ્રીબિયરને રડે નજરે પડયો; તેમાં ભારે ઘમસાણ મચી રહ્યું હવે. બરી રડતી હતી, છોકરી બરાડતાં હતાં, અને ગ્રીબિયરે કાર્ડ ની શોધમાં ઊંધી છતી કરેલી તમામ ચીજ વેરવિખેર પડી હતી. ફોલિએ તેને શાંત થવા કહ્યું, અને જણાવ્યું કે, “ તારું કાર્ડ ત્યાં કબરના ખાડા પાસે જ પડી ગયું હતું તે મને જડયું છે, અને મેં દરવાનની પેટીમાં નાનું છે. તારે હવે દંડ થશે નહિ. કબરનું બધું કામ મેં પતવી દીધું છે, એટલે કાલે જઈને તારું કાર્ડ દરવાન પાસેથી માંગી લેજે.” - “તારે આભાર માનું છું, સા!” પ્રીબિયર ગળગળો થઈને બેલ્યો, ફરીને વખતે જરૂર હું તને દારૂ પિવરાવીશ.” - એક કલાક પછી રાતના અંધારામાં બે માણસો અને એક બાળક પીના મઠના દરવાજા આગળ આવીને ઊભાં રહ્યાં. દરવાજો ઊધડતાં જ ફોશલ સી અધ્યક્ષ-માતા પાસે પહોંચી ગયા. માળા ફેરવતાં તે તેની જ રાહ જોતાં બેઠાં હતાં. ફેશલને પાછો આવી ગયેલો જોઈ, તેમણે Page #194 -------------------------------------------------------------------------- ________________ પડદા પડે છે. Re નિરાંતને દમ ઘૂંટો. ફોશલવે એ પછી જીન વાલજીન તથા કૉસેટને તેમની સમક્ષ રજૂ કર્યાં. અધ્યક્ષ-માતા જીન વાલજીનને ઘરડા થવા આવેલે બ્રેઈને, તથા કૉસેટને સૂકી અને લગભગ કદરૂપા જેવી જેઈને સંતોષ પામ્યાં. કદરૂપી છોકરી મેટપણે સાધ્વી થવાનો સંભવ વધારે ખરો ! બીજે દિવસે બાગમાં બે ઘંટડીઓ સંભળાવા લાગી; અને સાધ્વીઓ પણ પોતાના બુરખાના છેડા થોડા ઊંચા કરીને ઍને અર્થ સમજવાની ઉત્કંઠા રોકી શકી નહિ. મઠમાં આ એક માટી બીના હતી; અને થાડી ગુસપુસ પછી મઠને ખૂણે ખૂણે વાત ફેલાતાં વાર લાગી નહિ કે, વે ડોસાના ભાઈને મદદનીશ તરીકે લેવામાં આવ્યા છે, અને તેની ીકરી મઠની શાળામાં જોડાઈ છે. ૩૭ પદા પડે છે આપણી વાર્તામાં હવે આપણે એવી જગાએ આવી પહોંચ્યા છીએ, કે જ્યારે આપણે આપણાં પાત્રોની આઠ કે નવ વર્ષની લાંબી વિદાય લેવાના છીએ. જે સ્થળે આપણે તેમને છાડી જવાના છીએ, ત્યાં તેમનું જીવન શી શી શકયતાઓ વચ્ચે ગેાઠવાવાનું છે, તેને આછા ખ્યાલ તેથી આપણે મેળવતા જઈએ. મઠની શાળામાં દાખલ થતાં કૉસેટને ત્યાંના ધાળી ટોપીવાળા ભૂરો ગણવેશ પહેરવાના થયા, જીન વાલજીને વિનંતી કરીને કૉંસેટને જૂના પેાશાક ~~ અર્થાત્ થેનારડિયરને ત્યાંથી તેને લઈ આવતી વેળા પેાતે શાકના જે કાળા પોશાક તેને માટે લઈ ગયા હતા, તે માગી લીધે; અને કપૂર તથા બીજાં સુગંધી દ્રવ્યો ભભરાવી, બૂટ-માજાં સાથે એક નાની પેટીમાં તાળું વાસીને મૂકી દીધા. કૉંસેટે જ એક દિવસ તેને પૂછયું હતું, “બાપુ, આ સરસ સુગંધીવાળી પેટી શાની છે?" ફોશલવે ડોસાને તેના સત્કૃત્યનો બરાબર બદલેા મળ્યા. પ્રથમ તે તેને પેાતાને આત્મસંતોષ થયા; બીજું, તેને હવે બાગમાં બહુ ઓછું કામ કરવાનું રહ્યું; અને ત્રીજું, તેને તપકીરની બહુ ટેવ હતી તે હવે ત્રણ ગણી સૂંઘવા લાગ્યા—અને તે પણ મેાટા ચપટા ભરીને; કારણ કે, મેડલીન બાપુ તેની કિંમત ચૂકવતા હતા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ લે મિરા શિલોંએ જન વાલજીનનું અલ્ટાઈમ નામ જણાવ્યું હતું; પણ સાધ્વીઓ તે તેને “બીજે ” જ કહેતી. એ સાધ્વીઓમાં જે જાવને ગુણ હોત, તો તે જોઈ શકી હેત કે જયારે કશું બહારથી લાવવાનું થતું, ત્યારે લંગડે ફર્વે જ બહાર જશે. બીજે ફોર્વે' કદી બાગની બહાર જતા નહિ. અને જીન વાલજીન બહાર રહેતો નીકળતો એ સારું જ હતું; કારણ કે, જાવટે એક આખો મહિનો એ ભાગમાં બારીક તપાસ ચાલુ રાખી હતી. - બાગના ખૂણાની ત્રણ એરડીઓમાંથી ફેશલએ જોરજુલમથી મોટી એરડી જ જીન વાલજીનને આપી હતી. જીન વાલજીન દરરોજ બાગમાં કામ કરતે. તેની ખેડૂત તરીકેની આવડત અને જુદા જુદા નુસખાઓની માહિતી તેને અહીં બહુ ઉપયોગી થઈ પડી. મઠની વાડીનાં બધાં ફળઝાડ ગામઠી હતાં; પણ થોડા વખતમાં જીન વાલજીને તે બધાને કલમ ચડાવી દીધી અને તેમને રૂડાં ફળ ઊતરવા લાગ્યાં. કૉસેટને રોજ જીન વાલજીન સાથે એક કલાક ગાળવાની પરવાનગી હતી. સાધ્વીઓ તે મૌન તથા ઉદાસ પ્રકૃતિની હોય ત્યારે જીન વાલાજીન તે વાત્સલ્યમૂર્તિ સમો હતો, એટલે કૉસેટ તેની સાબતને ખાસ ઝંખતી. નિયત સમય થતાં જ તે દોડતી અમે કૂદતી ઝૂંપડીમાં આવી પહોંચતી અને આખા મકાનને સ્વર્ગથી ભરી કાઢતી. પિતાને કારણે કૉસેટને જે આનંદ થતે, તે જોઈને જીન વાલજીનને આનંદ પણ વધી જતું. બીજી છાયા તે મૂળ બિબ કરતાં કંઈક ઝાંખી હેય છે; પરંતુ આનંદ વસ્તુ તેથી ઊલટી છે. બીજામાં આપણે જે આનંદ ઊભો કરીએ છીએ, તે દ્વિગુણિત અને વધુ પ્રકાશિત થઈને આપણા તરફ પાછો ફરે છે. કોસેટના રમતગમતના સમય દરમ્યાન પણ જીન વાલજીન તેને ખેલતી કૂદતી દૂરથી જોયા કરતે, તથા તેના હાસ્યને બીજી બાળકીઓના હાસ્યથી તરત અલગ પારખી કાઢો. કારણ, કોસેટ પણ હવે હસવા લાગી હતી અને પ્રમાણમાં તેનો ચહેરો પણ બદલાતે જતે હતો. હાસ્યને ગુણ સૂર્યપ્રકાશ જે છે– માનવ ચહેરા ઉપરથી શિયાળાની પાનખરને તે હાંકી કાઢે છે. જયારે કૉસેટ તેના વર્ગમાં પાછી જતી, ત્યારે પણ જીન વાલજીને તેના શાળાના મકાનની બારીઓ તરફ જોયા કરતે, અને રાત્રે પણ ઊઠીને તે તેના સૂવાના ઓરડાની બારી તરફ નજર કરી લે. ઈવરની કળા અકળ છે; અને કેસેટના પેઠે આ મઠને નિવાસ પણ જીન વાલજીનમાં બિશપે આરભેલું કાર્ય કાયમ રાખવામાં તથા ૫૨ કરવામાં બરાબર મદદગાર નીવડયો. જયાં સુધી તે પિતાની જાતને વિના Page #196 -------------------------------------------------------------------------- ________________ પડદો પડે છે બિશપ સાથે સરખાવતે, ત્યાં સુધી તે પોતાને છેક જ અપાત્ર માન, અને નમ્ર બની રહેતો; પરંતુ છેવટને થોડો સમય થયાં તેને બાકીનાં માણસે સાથે સરખામણી કરવાની થઈ હતી, અને તેનામાં થોડેક આત્મપ્રશંસાને ભાવ જાગવા લાગ્યો હતો. અને કોને ખબર, ધીમે ધીમે તે બીજા માણસે પ્રત્યે ધિક્કારની લાગણીમાં પરિવર્તન પામો હેત – પણ મઠના જીવનથી એ પરિવર્તન અટકી ગયું. વહાણ ઉપરના કેદીઓની સરખામણીમાં શાહીબી સાધ્વીઓનું જીવન જરા પણ મુક્ત કે હળવું ન હતું. પરંતુ પેલા કેદીએ તો ભયંકર ડોકુએ, ખૂની અને રાક્ષસો હતા; ત્યારે આ સાધ્વીઓ નરી નિર્દોષતાના અવતાર સમી હતી. આ બધી કઠોરતા, આ બધું નિયંત્રણ તે સાધ્વીઓ પિતાના કોઈ દોષની સજા રૂપે વહરતી ન હતી, પરંતુ માનવજાતના અર્થાત્ થી ગાગોના દોષે ભાર ઓછો થાય તે માટે જાણીબૂજીને વેઠતી હતી. જીન વાલજીનના મનમાં આ વિચાર આવતા ત્યારે તે ઘૂંટણિયે પડી પિતાનું માથું જમીનને અડકાડ. તેના નસીબમાં હજુ પણ સ્કૂલ નિયંત્રણ અને કપરું સંયમન જ વેઠવાનાં રહ્યાં હતાં, પરંતુ તે હવે તેને પરમ પિતાની અગાધ કરવામાં હૃદયને ખુલ્લું કરવાનાં દ્વાર રૂપ લાગવા માંડયાં. આ પ્રમાણે ઈશ્વરનાં બે ધામોએ ખરી અણીને વખતે તેને બચાવી લીધો હત; પ્રથમ ધામે – જ્યારે બધાં બારણાં તેને માટે બંધ થયાં અને માનવ સમાજ તેને હડધૂત કરવા લાગ્યો ત્યારે; અને બીજા ધામે – એ જ માનવ સમાજ જયારે તેને ફરી વહાણ ઉપર મોકલવા શિકારી કૂતરાની જેમ તેની પાછળ પડયો ત્યારે. પહેલું ધામ જો તેના જીવનમાં ન આવ્યું હોત, તે તે કાળા ગુનાના પંજામાં ફરી પાછો ધકેલાઈ જાત; અને બીજે જે ન આવ્યું હતું, તે કારમી સજાના કઠોર અંધકારમાં તે લુપ્ત થઈ જાત. તેનું હૃદય આ વિચારથી પીગળી જતું, અને તે વધુ ને વધુ નમ્ર બનતો ગયો. અનેક વર્ષો આમ પસાર થઈ ગયાં; અને કૉસેટ મોટી થવા લાગી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવા ચહેરા: નવી પિછાન–૧ ઉપર નેધેલી હકીકતથી આઠ કે નવ વર્ષો બાદ ટેપલ-એવન્યૂ અને પાણી-મહેલના લત્તાઓમાં અગિયાર કે બાર વરસને એક છોકરો નજરે પડત. તે કોને છોકરો હતે? પેરિસ શહેરન! - શહેરોને પણ છોકરો હોય છે; અને જેમ શહેર મોટું, તેમ તેને આવાં રઝળતાં છોકરાની સંખ્યા પણ મોટી છેશહેરોમાં જ એ કાદવ પૂરતા પ્રમાણમાં હોય છે, જેની માટીની એ કાયાઓ ઘડાય છે. શહેરનું આ સંતાન રોજ પેટપૂર અન નથી પામતું; તેની પીઠ ઉપર કશું ઢાંકણ નથી હોતું; પગ નીચે પગરખું નથી હોતું; અને માથા ઉપર છાપરું નથી હોતું. શેરીમાં રઝળ્યા કરવું, ખુલ્લામાં સુઈ રહેવું, ટી નીચે પહોંચતું બાપનું જનું પાટલૂન પહેરવું, કાન સુધી નીચે ઊતરે એ બીજા બાપને ટોપ માથે મૂકે, હંમેશાં જતા રહેવું, હમેશાં શોધતા રહેવું, વખત મારવો, થાંભલા અને ભીતને ટોચવાં-રંગવાં કે ચીતરવાં, ગાળો અને ગીત ઉચ્ચાર્યા કરવાં, હોટેલ-પીઠાંનાં બારણાં આગળ ભટકવું, શહેરના ભયંકર ચોર-ડાકુઓની જાણમાં રહેવું, શેરીની રખડેલ છોકરીઓને સંપર્ક રાખ, દિવસે ખાવાનું ન મળ્યું હોય છતાં રાતે ગમે તેમ કરી નાટક-ખેલતમાશામાં અચૂક હાજરી આપવી; –અને આટલું છતાં અંદરખાનેથી તનમનમાં તાજગીભર્યા રહેવું! કારણ કે, બાળકોના અંતરમાં નિર્દોષતાનું જે મેતી હોય છે, તે કાદવમાં પણ ઓગળતું નથી. નકામી ચીજો તેના હિસ્સામાં ઘણી છે, જરૂરી બધી ચીજોની તેને ટાંચ છે. ઈકવરને આપેલો ચેતન જીવાત્મા તેને છે, ધરતીએ આપેલી માટીની કાયા તેને છે; રાજદરબારમાં બિરાજતા મોટામાં મોટા દરબારીની બધી બદમાશી, બધું સાહસ, બધી ચાલાકી અને બધા પુરુષાર્થ તેનામાં છે. પણ સમાજમાં મળતા ઉછેર તેને નથી; અને બધી ગુપ્ત શક્તિઓને બળમાં પરિણીત કરનાર શાન-પ્રકાશ તેનામાં નથી. તેને પ્રકાશ મળે, તે રોગ અને ગુનાના હિમને બદલે પુરુષાર્થની ગરમી અને હુંફ સમાજને પાછાં મળે. પણ સમાજ તેને પ્રકાશ આપે છે! આપણે જે નમૂનાની વાત કરવા માગીએ છીએ, તેને મા અને બાપ બંને હતાં; છતાં બાપ કદી તેને વિચાર કરતે નહિ, કે મા તેને કદી ચાહતી નહિ. Page #198 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરાની પિછાન-૧ ૧૪s છે આ છોકરાને પણ શેરી સિવાય બીજી કોઈ જગાએ નિરાંત લાગતી નહિ. કારણ કે શેરીને પથરા તેની માના હૃદય કરતાં ઓછા કઠોર હતા. તેનાં માબાપે તેને જીવનમાં ફગાવી દીધો હતો અને બચપણથી તેને પિતાની જ પાંખો વાપરવી પડી હતી. તેને ચહેરો લુચ્ચાઈ અને માંદગીના મિશ્રણરૂપ હતો. તે આવતે, જતા, ઠેકડા ભરત, શેરીઓ અને ગટર ફિસ, તથા થોડુંઘણું ઉઠાવગીરીપણું પણ કરતે; પરંતુ એ બધું બિલાડી તથા ચકલીઓની પેઠે મોજથી. તેને કોઈ 'બદમાશ” કહે તો તે હસતે, પણ કોઈ “થોર કહે તે ગુસ્સે થઈ જતો. તેને પથારી નહોતી, રોટ ન હતી, ચલો ન હતો, પ્રેમ ન હતો : છતાં તે ખુશ હતા, કારણ કે તે સ્વતંત્ર હતા. જ્યારે આવા છોકરાઓ માણસો બને છે, ત્યારે સમાજની ઘંટી હંમેશ તેમ( દળી નાખે છે; પણ જ્યાં સુધી તેઓ નાના હોય છે, ત્યાં સુધી તેઓ છટકી જાય છે, કારણ કે દાટીને નાનામાં નાનો ખાડે તેમને બચાવી લે છે. આવો છેક જ તાયેલો હોવા છતાં, આ છોકરાને બે ત્રણ મહિને એમ થઈ આવતું કે, “ચાલો આજે જઈને મમીને મળી આવીએ.' તરત તે એવન્યૂને લત્તો છોડત, અને પુલ એલંગી બરાબર પેલા મકાન આગળ આવી પહોંચતો જેને ટપાલીઓ નં. ૫૦–પર નામે ઓળખતા. આપણા વાચકો, કદાચ, એને જીન વાલજીન કોસેટને થેનારડિયરને ત્યાંથી લાવ્યા બાદ જયાં રહ્યો છે તે ડોસીવાળા મકાન તરીકે ઓળખે છે. એ મકાન સામાન્ય રીતે ખાલી જ રહે , અને હંમેશાં તેના ઉપર “ઓરડા ભાડે મળશે’નું પાટિયું ઝૂલ્યા કરતું. પણ નવાઈની વાત એ છે કે, હમણાં હમણાં તેમાં કેટલાક ભાડવાતે રહેતા હતા, જેમને એકબીજાની કશી ઓળખાણ ન હતી. પૅરિસ શહેરમાં એમ હંમેશ બનતું હોય છે. એ બધા પેલા ગરીબ વર્ગના જ હોય છે, જેની શરૂઆત મુશ્કેલીમાં આવી પડેલા નાના વેપારીથી થાય છે; અને છેવટે જે એક પ્રકારની દરિદ્રતામાંથી બીજા પ્રકારની દરિદ્રતામાં થઈને પેલા બે પ્રકારના માણસ બની રહે છે, જેમની પાસે સંસ્કૃતિની બધી ભૌતિક ચીજો અંતે આવી પહોંચે છે. ઝાડુવાળ અને ચીંથરાં વીણનારો. જન વાલજીનના વખતની ઘરવાળી ડોસી મરી ગઈ હતી, અને તેના જેવી જ બીજી અત્યારે તેની જગાએ આવી હતી. એ મકાનમાં જેઓ અત્યારે રહેતાં હતાં, તેમાં સૌથી વધુ મુફલિસ કહેવાય એવું ચાર જણનું એક કુટુંબ હતું – બાપ, મા, અને લગભગ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લે શિરાન્ડ ઉમરે પહોંચેલ બે પુત્રીઓ. તેઓ બધાં જ છાપરા નીચેના માળિયાના એક ઘેલકામાં રહેતાં હતાં. . પહેલી નજરે જોતાં એ કુટુંબની કશી ખાસ વિશેષતા નજરે પડે તેમ ન હતી; સિવાય કે તેની હદ બહારની ગરીબાઈ. ઘેલ ભાડે રાખવા આવ્યો ત્યારે બાપે પિતાનું નામ એડ્રેટ જણાવ્યું હતું. પરંતુ થોડા દિવસ વસવાટ કર્યા બાદ જે ટે ઘરડી ડોસીને કહ્યું હતું : “અરે ફલાણાં - હલાણ મા, કોઈ માણસ એકાદ પિડના વતનીને, કે ઇટાલીના વતનીને કે કદાચ પેનના વતનીને શેધનું આવે, તે તે મારે માટે છે એમ જણજે, અને તેને મારા ભેગો કરજે.” હવે, આપણે ઉઘાડપગ છોકો આ કુટુંબને જ નબીરા હતા. જ્યારે તે અહીં આવતે, ત્યારે તેને દુ:ખ સિવાય કશું જોવા મળતું નહિ; અને વધારે દિલગીરીભર્યું તે એ હતું કે, જરા પણ હાસ્ય મળતું નહિ. જે ઠડ તેમનો ચૂલો હેતે, તેવાં ઠંડાં તેમનાં હદય હતાં. તે જ્યારે ઘેર આવતો ત્યારે તેને પૂછવામાં આવતું, “ક્યાંથી આવ્યો, અલ્યા?” તે જવાબ આપતે, “શેરીમાંથી.” તે જ્યારે પાછા જવા નીકળતે ત્યારે તેને પૂછવામાં આવતું, “કયાં જાય છે, અલ્યા?” તે જવાબ આપતે, “શેરીમાં.” તેની મા તે તેને પૂછતી, “કેમ પધરામણી થઈ છે, બેટમજી!” આ છોકર, પ્રેમના અભાવમાં, અંધારા ભોંયરામાં ઊગતા પીળા છોડવાની જેમ જીવતે. એ જાતના જીવનથી તેને દુઃખ થતું નહોતું, કે તે માટે તે કોઈને વાંક કાઢતે ન હતે. મા કે બાપ કેવાં હોવાં જોઈએ તેની તેને ખબર જ ન હતી. પરંતુ છોકરાની મા પુત્રીઓને તે ચાહતી હતી. એ છોકરાનું નામ ગેચ હતું. તેનું તે નામ શાથી હતું? કદાચ તેના બાપનું નામ જોડ્રેટ હતું તે કારણે. જોન્ફોટ કુટુંબવાળી ઓરડી છેક છેડે આવેલી હતી. તેની બાજુની એારડીમાં મો. મેરિયસ પિન્ટમસ નામે એક અતિ કંગાળ જવાનિયા ભાડે રહેતે હતો. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૯ નવા ચહેરા : નવી પિછાન–૨ મ. જર્મ ૧૮૩૧માં નેવું વર્ષ પુરા કરીને બત્રીસે દાંત ધરાવનાર અઢારમી સદીના પૂરા સદ્દગૃહસ્થ હતા. હજુ તે સ્ટારે ચાલતા, બૂમ પાડીને બોલતા, આંખે ચોખ્ખું જેતા, ખૂબ સખત ઢીંચતા, ખાસું ઊંઘતા અને નસકોરાં બોલાવતા. એંસી વર્ષ પસાર કરવા છતાં આખી જિંદગી મારતા જ રહ્યા હોય એવી બીમાર જાતના તે ન હતા. આ ખુશમિલજી ડોસા હંમેશાં સારી તબિયત ધરાવતા હતા. સ્વભાવે તે ઈચ્છી હતા, પણ હવે બત્રીસે દાંત બતાવીને હસતાં હસતાં તે કહી સંભળાવતા કે દશ વર્ષ થી તેમણે એ બધું છોડી દીધું છે. - ઘરડા થયા તે માટે નહિ, પણ હવે પહેલાં જેટલા પૈસા નથી રહ્યા એટલે. તેમની મોટામાં મોટી વિશિષ્ટતા હતી – ઉપરચેટિયાપણું: ઉતાવળે અભિપ્રાય બાંધી દેવા અને તેટલા જ જલદી ગુસ્સે થઈ જવું, ગમે તે પ્રસંગે તે સળગીને આગ થઈ જાય, અને ખાસ કરીને જયારે ગુસ્સે ન થવું ઘટે ત્યારે કોઈ તેમના કહેવામાં વાંધાવચકે નાખે, તે તે તરત પોતાની સેટી ઉગામતા. પિતાના નેકરોને તે બાંધતા અને બરાબર ફટકારતા. એ વસ્તુને તે જૂની રૂડી રાજવંશી રીત માનતા; અને પિતે વાળના ટેચડા સુધી પૂરા રાજભક્ત હતા. તેમને પચાસ વર્ષની કુંવારી દીકરી હતી. ગુસ્સે થાય ત્યારે તેને પણ તે બરાબર મારતા; અને ઘડીની પેઠે તેને ચાબુકથી ફટકારતાં પણ તે પાછી પાની ન કરે. માં. જીલેનર્મન્ડ જેટલા રાજભક્ત હતા. તેટલા જ રાજાની સામે થનારા લોકશાહી કાંતિવાળાને અને નેપોલિયન તથા તેની ફેજના માણસને ધિક્કારતા હતા. રાજવંશી દુર્ગુણોને પણ તે ચાહતા; તથા બીજો કોઈ તેમની સાથે બદમાશી કરી જાય, તે પણ જે રાજવંશી રીતે કરવામાં આવી હોય, તો તેમને કશે વાંધો લાગતે નહે. એક વાર વારસાની બાબતમાં એક વેપારી તેમને ઠગી ગયો, ત્યારે તે એટલું જ બોલ્યા : “ખરેખર, મને આ જમાનાની સૂગ ચડે છે; આ જમાનાના બદમાશો પણ હલકી જતના છે!” તે બે વખત પરણ્યા હતા. પહેલી વારની પત્નીથી જે પુત્રી થઈ, તે ઉપર જણાવ્યું તેમ કુંવારી જ રહી હતી; બીજી વારની પત્નીથી તેમને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ લે મિરાન્ક બીજી પુત્રી થઈ, પણ તે ત્રીસેક વર્ષની થઈને મરી ગઈ. પ્રેમ કહે કે નસીબ કહો, કે ગમે તે કારણે તે લોકતંત્ર હેઠળનાં અને નેપોલિયનનાં લશ્કરમાં ઉમદા કામગીરી બજાવનારા એક વીર સૈનિકને પરણી હતી, – એસ્ટરલીઝના રણમેદાન ઉપર જેણે ચાંદ મેળવ્યું હતું અને વૉટલુંના મેદાન ઉપર જેને કર્નલને હોદ્દો મળ્યો હતો. માં. જીલેનેમન્ડ કહેતા, “એ માણસ મારા કુટુંબનું મહાકલંક છે.” મ. જીલેનેર્મન્ડની બંને દીકરીએ દશ વર્ષને આંતરે જન્મી હતી, અને બંનેના ચહેરામાં તથા સ્વભાવમાં જરાય મળતાપણું ન હતું. નાની દીકરી આનંદી સ્વભાવની તથા તેજસ્વી વસ્તુઓ પ્રત્યે સાહજિક આકર્ષણવાળી હતી. તેને ફૂલ, કાવ્ય અને સંગીત ગમતાં; તથા નાનપણથી તેને કોઈ વીર પુરુષને પરણવાના કોડ હતા. મોદીને પણ કોડ હતા, – પણ તે રાજ્યના ઠેકેદારને, કઈ દરબારીને, કોઈ લખપતિને મેળવવાના. કોઈ પણ મહત્ત્વાકાંક્ષા સંપૂર્ણપણે પૂરી નથી થતી; ખાસ કરીને આપણી આ મર્યોની દુનિયામાં. નાની દીકરી પોતાના સ્વપ્નના પતિને પરણવા પામી, ત્યારે તે વહેલી મરી ગઈ; અને મોટી જીવતી હતી પણ કુંવારી જ અવસ્થામાં. તે તેના બાપનું ઘર સંભાળતી. ઘરડો ડોસો અને કુંવારી સીવાળા આવાં ઘરો છેક વિરલ નથી; અને બે નબળાઈઓ એકબીજીને આધારે ટકી રહ્યાનું વિચિત્ર દૃશ્ય આપણને પૂરું પાડે છે. ઘરમાં આ બે ડોસા-ડોસી ઉપરાંત ત્રીજો એક છોકરો પણ હતે. મોં. લેનેર્મન્ડ એ છોકરા સાથે પણ કઠોર અવાજે અને મોટે ભાગે ઉગામેલી સોટીએ જ વાત કરતા : “એય, ડામીજના બેટા, આમ આવ; હરામી, બદમાશ ! મને જવાબ આપ જોઉં ! તારું કાળું મોઢું બતાવ જોઉં !” ઇત્યાદિ ઇત્યાદિ. પણ અંદરખાનેથી તે એ છોકરાને ભાવથી ચાહતા. તે છોકરો એમને દહિત્ર મેરિયસ હતો : તેમની મૃત પુત્રીને પુત્ર. મોં, જીલેનોર્મન્ડ અઠવાડિયામાં બે સાંજ એક રાજદરબારીની વિધવા બાઈને ઘેર ભરાતા મેળાવડામાં ગાળતા. તેમની સાથે એ વખતે તેમની મોટી દીકરી તથા સાત વર્ષને આ દૌહિત્ર પણ જતા. તેને જોતાંવેંત ત્યાં એકઠી મળેલી બાનુઓ ગણગણી ઊઠતી, “કેવો સુંદર છોકરો છે, બાપડો !" બાપડા' કહેવાનું કારણ એ કે, તે મેં. લેર્મન્ડના કુટુંબના પેલા મહાકલંક’નો પુત્ર હતો. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૦. કર્નલ પોન્ટમસી એ દિવસોમાં વન શહેર વટાવીને પુલ ઉપર કોઈ આવે, તો તેને સીન નદીના ડાબા કિનારા ઉપર વાડીઓની પગથિયાબંધ અગાસીઓ જોવા મળે. આ બધી અગાસીઓને એક છેડે નદીનું પાણી હોય અને બીજે છેડે નાનું મકાન હોય. એ વાડીમાંથી નાનામાં નાની એક વાડી અને સાદામાં સાદા મકાનમાં, ૧૮૧૭ના અરસામાં, પચાસેક વર્ષને એક ડોસે રહેતે હતે. તે નિયમિત એક પાવડો અને કતરણી લઈને વાડીમાં કામ કરતે દેખાતે. તે ત્યાં એકલો જ રહેતો હતો; જોકે, ગરીબાઈ અને ચુપકીદી એ બેને તેનાં નિત્યનાં સાથીદાર કહી શકાય ખરાં. એની વાડી તેનાં ફૂલોની વિવિધલ અને ઉત્તમતા માટે પ્રસિદ્ધ હતી. મજૂરી, ખંત, કાળજી અને ડોલો ભરીને પાણી – એટલા વડે સરજનહારની પેઠે નવું સર્જન કરવામાં તે સફળ નીવડયો હતે; અને કુદરત જેમને કદાચ ભૂલી ગઈ હતી એવી ફૂલની કેટલીક જાતે અને રંગે તેણે નિપજાવ્યાં હતાં. ઉનાળામાં, પ ફાટતાં જ તે વાડીમાં કામે લાગી જતે; હા, કોઈ પંખીને અવાજ કે કોઈ બાળકનો કલબલાટ તેના સાંભળવામાં આવે, તે તે કલાકો સુધી નિશ્રેષ્ટ થઈને સાંભળ્યા કરતો. તે ભાગ્યે બહાર ફરવા જતો; અને બારણું ઠોકતાં આવતાં ગરીબગુરબાને કે પોતાના પાદરી મિત્ર મેબેફ સિવાય બીજા કોઈને મળતું નહિ. આ માણસ તે માં. જલેનેર્મન્ડને જમાઈ કર્નલ પિન્ટમસ – અર્થાત્ તેમના શબ્દોમાં કહીએ તે તેમના કુટુંબનું મહાકાંક’ હતે. તે વખતનાં “મૉનિટર' વગેરે જૂનાં લશ્કરી છાપાંના અહેવાલ તથા નેપોલિયનની “મહાસેના'નાં બુલેટિને વાંચનારને જયૉર્જ પિન્ટમસનું નામ વારંવાર નજર સમક્ષ આવવું જોઈને નવાઈ જ થાય. છેક જુવાન હતે ત્યારે તે એક સૈનિક તરીકે પ્રજાસત્તાક સૈન્યમાં ભરતી થયો હતો. ક્રાંતિ દરમ્યાન લડાયેલાં કેટલાંક મોટું યુદ્ધોમાં તેણે પરાક્રમ કરીને નામના મેળવી હતી; અને નેપોલિયન હેઠળ લડાયેલાં યુદ્ધોમાં ઠેર ઠેર તે તેના મહાન સેનાપતિઓના હાથ હેઠળ ઝૂઝયો હતો. મેસ્કોની ચડાઈ વખતે તે હાજર હતો. નૌકાસૈન્યમાં પણ તેણે બહાદુરી બતાવી હતી; અને છેવટના તે ઘોડેસવાર ટુકડીમાં જોડાયો હતો. વોટના મેદાન ઉપર લુનેનબર્ગ બેલિયનને ૧લ લે મિ૦ - ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાલુ ધ્વજ એ જીતી લાવ્યો, ત્યારે તેના મોં ઉપર એક લાંબો તરવારનો ઘા પડ્યો હતો; અને જયારે લોહી ખરડાયેલા મોંએ એ જીતેલ ધ્વજ તેણે નેપોલિયનના ચરણ આગળ ધર્યો, ત્યારે નેપોલિયન ખશી થઈને બેલી ઊઠ્યો : “તને હું કર્નલને હોદ્દો આપું છું, તને હું બૅરનનું પદ બકું અને લીજિયન ઑફ ઑનરને અમલદાર બનાવું છું!” પિન્ટમર્સીએ જવાબ વાળ્યો : “નામદાર, હું મારી વિધવા તરફથી આપને આભાર માનું છું.” એક કલાક બાદ તે હેઈનના નાળા ઉપર ગબડી પડ્યો, ત્યારે તેના ઉપર કેટલાય સૈનિકોનાં શબને ઢગલે થઈ ગયો. મોડી રાતે રણભૂમિ ઉપરનાં મડદાંને માલસામાન ચોરવા આવેલા થેનારડિયરે તેનાં ઘડિયાળ – વીટી ઉતારી લીધાં અને તેને ઢગલા નીચેથી ખેંચી કાઢયો. નેપોલિયનના પતન બાદ ફ્રાંસમાં રાજવાંશની ફરી સ્થાપના થઈ. રાજા લઈ અઢારમાએ નેપોલિયને બક્ષેલા કશા હોદ્દા કે ખિતાબ મંજૂર ન રાખ્યા; અને પિન્ટમસીને નૌકાસૈન્યના અર્ધા પગારે નિવૃત્ત કરીને વનમાં વસાવવામાં આવ્યો : અર્થાત્ શંકાશીલ માણસ તરીકે નજર હેઠળ રાખવામાં આવ્યો. વર્લેનમાં એક નાનું ઘર પસંદ કરીને તે રહેવા લાગ્યો. નેપેલિયનની હકૂમત દરમ્યાન બે લડાઈઓ વચ્ચે તેને રાજભક્ત મોં. જીલેનર્મન્ડની નાની પુત્રી સાથે પરણવાને વખત મળ્યા હતા. ડેસે ભારે ગુસ્સે થઈ ગયો હતો, પણ તે દિવસેમાં રાજભક્તાને દબાયેલા રહેવાનું હતું, અને તેણે સંતોષ માન્યો કે એ જંગલીઓના રાજ્યમાં મોટાં મોટાં કુટુંબોની એથી પણ માઠી વલે થઈ છે. ૧૮૧૫માં મૅડમ પિન્ટમસ જે દરેક રીતે એક ઉમદા અને અસામાન્ય બાઈ હતી તથા પોતાના પતિને સર્વ પ્રકારે લાયક હતી, તે એક બાળક પુત્રને પાછળ મૂકીને અવસાન પામી. એ પુત્ર બાપની એકલવાયી જિંદગીમાં આનંદનું સ્થાન થઈ પડત; પરંતુ મોં. જીલેનર્મન્ડે જીદે ભરાઈને તેની માગણી કરી અને જણાવ્યું કે, જો એ બાળક તેમના હાથમાં સોંપી દેવામાં નહિ આવે, તે તે તેને પોતાની મિલકતનો વારસદાર નહિ બનાવે. બાપ છોકરાનું હિત વિચારી એ વાત કબૂલ રાખી, અને છોકરો દૂર થતાં ફૂલો ઉપર પ્રેમ કરવાનું શરૂ કર્યું. વધારામાં તેણે કોઈ પણ પ્રવૃત્તિ કે ચળવળમાં ભાગ લેવાનું પણ છોડી દીધું તેણે પોતાના વિચારોને એક બાજુ પોતાની નિર્દોષ બાગકામની પ્રવૃત્તિ, તથા બીજી બાજુ પિતે પૂર્વે કરેલાં મોટાં પરાક્રમની યાદગીરી વચ્ચે વહેંચી નાખ્યા. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧es કનલ પિન્ટમર્સી છે. જલેનેર્મન્ડ પોતાના જમાઈ સાથે કોઈ પણ જાતને સંબંધ રાખતા જ નહિં; તથા તે જમાઈ પણ તેના પુત્રને ચોરીછૂપીથી મળવાને કે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન સરખો ન કરે, એવી તાકીદ તેને આપવામાં આવી હતી. જો તેમ કરતાં તે પકડાય, તે છોકરાને તરત હાંકી કાઢવાની અને તેને નાવારસદાર ઠરાવવાની ધમકી પણ આપી હતી. મે. જીલેનર્મન્ડને મતે પિન્ટમસ મહારોગના ચેપ જેવો ખરાબ માણસ હ; તેને સંસર્ગ રાખી જ ન શકાય. પિન્ટમસ આ બધી શરતો કબૂલ રાખી એ ઠીક ન કર્યું, પરંતુ તેણે છોકરાનું હિત થાય છે એમ માનીને પોતાની જાતનું બલિદાન આપ્યું. મેં. જીલેનેમન્ડને વારસે ખાસ મોટો ન હતો, પણ તેમની મોટી દીકરીને મા તરફથી ભારે વારસો મળ્યા હતા, અને તેની બહેનનો દીકરો જ તેને પણ સ્વાભાવિક વારસદાર કહેવાય. એ છોકરે કે જેનું નામ મેરિયસ હતું, તે એટલું જાણતે કે પિતાને બાપ છે; પણ એથી વિશેષ કશું જાણત નહિ. કોઈ તેને વિષે એને એક શબ્દ પણ કહેવું નહિ; અને જ્યારે કદીક પણ તેને પિતાના બાપ વિષે કશું સાંભળવા મળતું, ત્યારે તે ઉપરથી તેને પિતાના બાપ વિષે એવો જ ખ્યાલ દૃઢ થતું કે તે સારે માણસ નથી, તથા તેનાથી પિતાને શરમાવા જેવું છે. છોકરો આ પ્રમાણે મોટે થતો જતો હતો. તે દરમ્યાન પિન્ટમર્સી દર બે કે ત્રણ મહિને ગુપચુપ પેરિસમાં આવત; અને મેરિયસ પોતાની માસી સાથે સેંટ સસ્પાઈસના. દેવળમાં પ્રાર્થના માટે જતા, ત્યારે પોતે દેવળના એક થાંભલા પાછળ છુપાઈ, નિશ્વ ટપણે, શ્વાસ લેવાની પણ હિંમત કર્યા વિના તેના તરફ જોઈ રહેતો. તેની આ પ્રવૃત્તિથી જ તે વર્નોનના પાદરી મેફના પરિચયમાં આવ્યો હતે. એ ભલા પાદરી મેકને ભાઈ સેંટ સસ્પાઈસના દેવળનો વૉર્ડન – અધિકારી હતો. તેણે મોં ઉપર લડાઈના ચાઠાવાળા આ માણસને આ રીતે પોતાના છોકરા તરફ આંસુભરી નજરે જોતે ઘણી વાર નિહાળ્યો હતે. એ દશ્ય તેના હૃદયમાં અંકિત થઈ ગયું હતું. એક દિવસ તે પોતાના ભાઈને મળવા વન આવ્યો, ત્યારે પુલ ઉપર તેને કર્નલ પિન્ટમસને ભેટ તેને તરત સેંટ સપાઈવાળો માણસ યાદ આવ્યો. તેણે પોતાના ભાઈને એની વાત કહી અને બંને કશુંક બહાનું કાઢી પિન્ટમર્સને ઘેર ગયા. એ મુલાકાત બીજી અનેક મુલાકાતેનું કારણ બની. કર્નલ પ્રથમ તે Page #205 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ ચૂપ રહ્યો, પણ પછી ધીમે ધીમે તેણે પોતાના હૃદયનો ભાર તેમની સમક્ષ ખાલી કરવા માંડ્યો, અને તે બંને ભલા માણસને પુત્રને ખાતર પિતાના સુખને ત્યાગ કરનાર પિતાની બધી વાત જાણવા મળી. પરિણામે પાદરી મેબોફને ધીમે ધીમે આ માણસ પ્રત્યે પ્રશંસા અને સહાનુભૂતિની લાગણી જન્મી. કર્નલને પણ આ ભલા પાદરી તરફ સ્નેહની લાગણી બંધાઈ. અને જ્યારે બંને પક્ષે સારામાણસાઈ મોજુદ હોય છે, ત્યારે એક પાદરી તથા એક સૈનિક આપસઆપસમાં વધુ સહેલાઈથી ભળી જઈ શકે છે. કારણ કે, બંને અંતે તે સમાન કેટીના માણસે છે: એક જણ પૃથ્વી ઉપરના પિતાના દેશનો ભક્ત છે, ત્યારે બીજો સ્વર્ગમાંના પોતાના દેશને ભક્ત છે. બીજો કશો તફાવત તેમની વચ્ચે નથી. વર્ષમાં બે વાર, મેરિયસ પોતાના બાપને કાગળ લખતો; તે કાગળો તેની માસી લખાવતી અને તેમને નમુનો કોઈ કાગળ-પત્ર લખતાં શીખવનાર પોથીમાંથી ઉતાર્યો હોય એમ જ કોઈને લાગે. પિન્ટમસી તેને અતિ ભાવભર્યા શબ્દોમાં જવાબ લખતો, પણ મેરિયસના દાદા તે કાગળો ઉઘાડ્યા વિના જ પોતાના ખીસામાં સરકાવી દેતા. ૪૧ ‘મહાકલંકને અંત બીજા બધા છોકરાઓની પેઠે મેરિયસ પણ ભણતરની જુદી જુદી કોણીઓમાં થઈને પસાર થવા લાગ્યો. કૉલેજનાં વર્ષો પૂરાં કરી તે કાયદાની શાળામાં દાખલ થયો, ત્યારે તે દાદાની પેઠે પાકો ઝનુની રાજભક્ત બની રહ્યો. જોકે, બીજી બધી રીતે તે ઉદ્યમી, શાંત, ખાનદાન, ઉદાર, સ્વાભિમાની અને ઉમદા જુવાનિયો હતે; કઠોર કહી શકાય એટલી હદે તે સ્વમાની હતો, અને અતડો કહી શકાય તેટલી હદે તે સ્ત્રીએથી અસ્કૃષ્ટ રહે. ૧૮૨૩માં મેરિયસે તરતના જ અઢારમા વર્ષમાં પ્રવેશ કર્યો હતે. એક સાંજે તે ઘેર આવ્યો ત્યારે તેણે તેના દાદાને હાથમાં એક કાગળ સાથે ઊભેલા જોયા. “મેરિયસ, તારે કાલે વર્નોન જવાનું છે.” “ શા માટે?” “તારા બાપને જોવા માટે.” Page #206 -------------------------------------------------------------------------- ________________ મહાકલંકને અત ૧૯૧ મેરિયસને કમકમાં આવી ગયાં. પોતાના બાપને જોવા જવું પડે એ સિવાયની બીજી બધી બાબત માટે તે તૈયાર હતો. તે એવો આભે બની ગયો કે તેના દાદાને કશું પૂછી પણ ન શક્યો. દાદાએ જ ઉમેર્યું – એમ લાગે છે કે તે બીમાર છે, અને તને મળવા માગે છે.” વળી થોડીક ચુપકીદી બાદ તેમણે કહ્યું – “કાલે સવારે નીકળજે. મને ખબર છે ત્યાં સુધી એક ઘોડાગાડી સવારના છ વાગ્યે ઊપડે છે, અને રાતે પહોંચે છે. કહે છે કે તેની સ્થિતિ ગંભીર છે.” તેમણે કાગળને પૂરો કરીને ગજવામાં મૂકી દીધો. મેરિયસ તે રાતે જ ઊપડી શકયો હતો અને બીજે દિવસે સવારમાં તેના પિતા ભેગો પણ થઈ શક્યો હોત. એક મા રાતે પણ વર્નોન થઈને પસાર થતી હતી. પરંતુ માં જીવેનેમન્ડ કે મેરિયસ બંનેમાંથી એકેને એની તપાસ કરવાનું સૂઝયું નહિ. - બીજે દિવસે સાંજ પડતાં મેરિયસ વન આવી પહોંચ્યો. દીવાબત્તીને સમય થયો હતો. તેણે સામે મળેલા પહેલા માણસને “મ. પિન્ટમસી' ના ઘરનું ઠેકાણું પૂછયું. કારણ કે મેરિયસ પણ રાજભક્ત હોઈ, પિતાના બાપને બેરન કે કર્નલ તરીકે સ્વીકારવા તૈયાર ન હતે. - ઘર જડતાં તેણે બારણું ઠોકર્યું. એક સ્ત્રીએ હાથમાં નાના દીવા સાથે આવીને બારણું ઉધાડયું. “મ. પિન્ટમસ છે?” બાઈ ચુપ રહી. “આ તેમનું જ ઘર છેને?” બાઈએ ડોકું હલાવ્યું. “હું તેમને મળી શકે?” બાઈએ ડોકું હલાવીને ના પાડી. “પણ હું તેમને પુત્ર છું; તે મને મળવા માગે છે.” “હવે મળવા નહિ માગી શકે.” તેણે જોયું કે બાઈની આંખમાં આંસુ હતાં. બાઈએ એક નીચી એડીનું બારણું બતાવ્યું. મેરિયસ અંદર દાખલ થયો. એક ઝાંખી મીણબત્તીના પ્રકાશમાં તેણે જોયું કે ઓરડામાં ત્રણ જણ હતા : એક ઊભા હતા, એક ઘૂંટણિયે પડયો હતો અને ત્રીજો ચત્તાપાટ ભય ઉપર સૂતેલો હતે. ભોંય ઉપર સૂતેલો માણસ કર્નલ હતું, ઊભેલો માણસ ડૉકટર હતો; અને ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરતે માણસ પાદરી હતે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર લે મિરાન્ડ ત્રણ દિવસ પહેલાં કર્નલ મગજના સેજાના તાવથી પટકાઈ પડ્યો હતો. તાવની શરૂઆતમાં જ પોતાની આખરી ઘડીને આભાસ આવી જતાં તેણે માં. જીજેનેર્મન્ડને કાગળ લખીને પોતાના પુત્રને તેડાવ્યો હતો. કર્નલની સ્થિતિ તરત જ બગડવા લાગી હતી. મેરિયસ જે દિવસે આવી પહોંચ્યો, તે દિવસે સવારમાં જ કર્નલ ઘેલછામાં ને ઘેલછામાં નોકરડીને ધક્કો મારી પથારીમાંથી કુદી પડયો હતો તથા “મારો પુત્ર ન આવ્યો ! હું તેને મળવા જાઉં છું,' એમ કહીને ઓરડાના બારણા બહાર નીકળી ગયો હતો. ત્યાં જ તે ગબડી પડ્યો હતો, અને તેના પ્રાણ નીકળી ગયા હતા. દાક્તર તથા પાદરી બંનેને સાથે બોલાવવા મોકલવામાં આવ્યા હતા. દાક્તર બહુ મોડો આવ્યો; પાદરી બહુ મોડો આવ્યાં પુત્ર પણ બહુ છેડે આવ્યો. * ચત્તાપાટ પડેવા કર્નલના ફીકા ગાલ ઉપર મોતથી ફાટેલી આંખમાંથી સરી પડેલું આંસુનું ટપકું મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં હજુ તગતગનું હતું. પોતાને પુત્ર આવવામાં મોડું કરતો હતો, તેનું એ આંસુ હતું. મેરિયસે પહેલી વાર અને છેલ્લી વાર એ માણસ ઉપર નજર કરી : તેને સંમાનિત અને પુરુષાતનભર્યો ચહેરો, તેની ઉઘાડી છતાં હવે જોઈ ન શકતી આંખો, તેના ધોળા વાળ, તેના સુદૃઢ અવયવો, – જેમના ઉપર અહીંતહીં તરવારના ઘાના કાપા તથા બંદૂકની ગેબીએ પાડેલાં કાણાંનાં ચાઠાં સ્પષ્ટ દેખાતાં હતાં. તેના ચહેરા ઉપર ઈવરે મઢી દીધેલી ભલાઈની છાપ સાથે જ વીરત્વની ઘેરી છાપ દર્શાવનાર પેલો લાંબો કાપ પણ તેણે જોયે. આ માણસ એને પિતા હતા એટલે જ તેને વિચ ૨ આવ્યો. બીજી રીતે તે અવિચલિત રહ્યો. બીજા ગમે તે માણસને મૃત્યુની નિદ્રામાં પોઢેલો જોઈ જેટલી લાગણી થાય, તેથી વિશેષ કાંઈ લાગણી તેને ન થઈ. કર્નલ પોતાની પાછળ કશું મૂકી ગયો ન હતે. તેને સરસામાન વેચતાં માંડ તેના દફનનું ખર્ચ નીકળી શક્યું. નોકરડીના હાથમાં એક ચબરકી જેવું કાંઈ આવ્યું, તે તેણે મેરિયસના હાથમાં મૂકવું. કર્નલના હસ્તાક્ષરમાં તેમાં નીચેનું લખાણ હતું – મારા પુત્ર માટે:– શહેનશાહ નેપલિયને મને વૉટલુંના રણમેદાન ઉપર બૅરન બનાવ્યો છે. મારા લોહીથી ખરીદેલા એ પદને જોકે અત્યારનું તંત્ર માન્ય રાખવા ના પાડે છે; પરંતુ તે પદ હું મારા પુત્રોને બકું છું. Page #208 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પ્રાસ તેણે તે ધારણ કરવું. તે એ પદને લાયક નીવડશે એ કહેવાની મારે ભાગ્યે જરૂર હોય.” તે ચિઠ્ઠીની પાછળની બાજુએ કર્નલે ઉમેર્યું હતું: “વૉટલૂના એ જ યુદ્ધમેદાનમાં એક સાટે મારું જીવન બચાવ્યું હતું. એ માણસનું નામ થનારડિયર છે. થોડા સમય પહેલાં, મારી જાણ મુજબ, તે પૅરિસ પાસેના કેલેટ કે મોંટફરમેલમાં એક વીશી ચલાવતે હતો. મારો પુત્ર છે તેને મળે, તે તેણે તેને માટે પોતાનાથી બનતું કરી છૂટવું.” પિતાના પિતા પ્રત્યેની કર્તવ્યની ભાવનાથી નહિ, પણ મૃત્યુ માટે સન્માનની સૌને સમાન એવી લાગણીથી પ્રેરાઈને મેરિયસે એ કાગળ લીધે અને છાતીએ દબાવ્યો. કર્નલનું કશું નામનિશાન હવે બાને ન રહ્યું. તેની તરવાર અને તેની વરદી મે. જીલેનેર્મન્ડે જની વપરાયેલી ચીજોના કોઈ વેપારીને વેચી દીધાં. પડોશીઓ તેની વાડીમાંથી સારાસારાં ફૂલઝાડ ઉપાડી ગયા. બાકીના છોડવા ધીરે ધીરે સુકાઈને નાશ પામ્યા. મેરિયસ માત્ર ૪૮ કલાક વનમાં રહ્યો. દફનક્રિયા બાદ તે પેરિસ પાછો ફર્યો અને પિતાના કાયદાના અભ્યાસે વળગ્યો. તેને બાપ કદી જીવતે હતે એવો ખ્યાલ પણ તેના મનમાં ન રહ્યો. પુન: પ્રાપ્તિ મેરિયસે નાનપણની ધાર્મિક ટેવો ચાલુ રાખી હતી. એક રવિવારે તે સેંટ સસ્પાઈસના દેવળમાં પ્રાર્થના સાંભળવા ગયો હતો. તે દિવસે રોજ કરતાં તે જરા વધુ બેધ્યાન તથા તરગે ચડી ગયેલ હતો. તેણે થાંભલા ૫છળ ની એક બેઠક ઉપર નામ વાંરથા વિના જ પિતાનું આસન જમાવ્યું. બેઠક ઉપર નામ હતું : “મેં. મેફ – દેવળના વૉર્ડન.” પ્રાર્થના હજુ શરૂ થતી જ હતી તેવામાં એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો અને મેરિયસને સંબોધીને બેલ્યો – “ભાઈ, આ મારી બેઠક છે.” Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ લે સિઝરાન્ટ મેરિયસ તરત ત્યાંથી ઊઠી ગયા. પ્રાર્થના પૂરી થયા બાદ મેરિયસ વિચારમાં ને વિચારમાં થોડે દૂર ઊભા હતા. પેલા ડોસા ફરી તેની પાસે આવ્યો અને બાલ્યા : 66 ભાઈ, થાડા વખત ઉપર તમને બેઠેલા ઉઠાડવા બદલ તમારી ક્ષમા માગું છું; તમને હું તોછડો માણસ લાગ્યો હાઈશ; એટલે હું થોડો ખુલાસા કરવાની રજા લઉં છું.” મહાશય, એની કશી જરૂર નથી. ” "6 ‘હા, હા; તમે મારે વિષે ખોટો અભિપ્રાય લઈને જા એ મને નહિ ગમે. મને એ બેઠક પ્રત્યે ખાસ ભાવ છે એ તમે જોઈ શકયા હશે.. એ બેઠક ઉપર બેઠા હોઈએ ત। પ્રાર્થના- સારી થાય, એમ હું માનું છું. તેનું કારણ એ છે કે, દશ વર્ષ સુધી દર બે કે ત્રણ મહિને એક કંગાળ પણ બહાદુર બાપને મે' અહીં પેાતાના પુત્રને જોવા માટે નિયમિત આવત જોયા છે. કોઈ કૌટુંબિક સમજૂતીને કારણે પેાતાના પુત્રને જેવા-મળવાની તેને બીજી કોઈ તક ન હતી. પોતાના પુત્રને દેવળમાં લાવવામાં આવ્યા હશે એ ઘડીના ખ્યાલ રાખીને તે અહીં આવતા. પેલા છેાકરાને કદી કલ્પના પણ નહિ આવી હાય કે તેના બાપ અહીં આવ્યો છે. કદાચ બિચારો પોતાને બાપ છે એમ પણ નહિ જાણતા હોય. પેલા બાપ આ થાંભલા પાછળ બેસતા, જેથી કોઈ તેને જોઈ ન શકે. તે પેાતાના પુત્ર સામે જોયા કરતા અને રડતો. તેને પેાતાના પુત્ર પ્રત્યે નર્યો ભક્તિભાવ હતા, એ મે નજરે જોયું છે. તેથી મારી નજરે આ સ્થાન પવિત્ર બની ગયું છે, અને મને આ જગાએ બેસીને જ પરમપિતાનું સ્તવન કરવાની ટેવ પડી ગઈ છે. દેવળના વૉર્ડન તરીકે મારું જુદું ખાસ આસન છે, પણ મને આ બેઠક ર ગમે છે. મને એ કમનસીબ સદ્ગૃહસ્થના બહુ થોડા જ પરિચય છે. તેને સગાંમાં એક સસરો તથા તવંગર સાળી હતાં; પાતે જો તે છેકરાને મળે તે તે છેાકરાને વારસાહક રદ કરવાની તે લોકોએ ધમકી આપી રાખી હતી. પાતાને પુત્ર એક દિવસ તવંગર તથા સુખી થાય એ કારણે પિતાએ આત્મબલિદાન આપ્યું હતું. સસરા જમાઈ વચ્ચે રાજકીય પક્ષાપક્ષીને મતભેદ હતા. રાજકીય પક્ષાપક્ષી હેઈ શકે; પણ કેટલાક લોકો કયાં આગળ અટકવું એ જાણતા નથી. જુઓને ભાઈ ! એક માણસ વૉટલૂના રણમેદાનમાં હતા તે કારણે કંઈ તે રાક્ષસ નથી બની જતો. એટલા માટે એક બાપને તેના પુત્રથી વિખૂટો ન પાડી શકાય, એ બાનાપોર્ટના કર્નલામાંના એક હતા. હવે તે મરી ગયા છે. તે વર્તનમાં રહેતા હતા; Page #210 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પ્રાપ્તિ ૧૯૫ જ્યાં મારો ભાઈ પાદરી છે. તેનું નામ પોમરી કે મેાન્ટપર્સી એવું કંઈક હતું. તેના મોં ઉપર તલવારના ઘાનું એક સુંદર ચાઠું હતું. ” 66 ‘પેાન્ટમર્સી !” મેરિયસ ફીકો પડી જઈને બોલી ઊઠયો. બરાબર પેાન્ટમર્સી. તમે તેમને એળખા છે શું ? ” "" 66 એ મારા બાપુ હતા. બુઢ્ઢો પેાતાના બંને પંજા દબાવી બાલી ઊઠયો - 66 ‘એમ ! તું જ એમને દીકરો થાય ભાઈ! બરાબર, એ છોકરો હવે તારા જેટલા જ જુવાનિયા થયા હોય. તા ડ્રીંક, બેટા, તું કહી શકે છે કે, તારે એવા બાપ હતેા કે જે તને ખૂબ ચાહતા હતા ! ” મેરિયસે પોતાના હાથ ડોસાને આપ્યા, અને પછી તે તેની સાથે તેના મકાન સુધી ગયા. બીજે દિવસે તેણે માં. જીલેનાર્મન્ડને કહ્યું - ―――― 66 અમે થોડા મિત્રોએ શિકાર-પાર્ટી ગાઠવી છે. મને તમે ત્રણ દિવસ બહાર જવાની રજા આપશો ?” .. 66 ચાર દિવસ, ” દાદાએ જવાબ આપ્યો; જા મેાજ કર. અને પછી તેમણે પેાતાની દીકરીના કાનમાં કહ્યું ઈશ્કબાજી જ! ” ં કઈક મેરિયસ ત્રણ દિવસ ગેરહાજર રહીને પૅરિસ પાછા આવ્યા. પાછા આવી તે સીધે પેાતાની કૉલેજની લાઇબ્રેરીમાં ગયા અને ‘મૉનિટર ’ નામના લશ્કરી છાપાની ફાઈલ લાગલા જ વાંચવા બેસી ગયા. દિવસે સુધી વાંચવાંચ કરીને તેણે લેાકતંત્રના અને નેપેલિયનના સામ્રાજ્યના બધા ઇતિહાસ પૂરો કર્યા; હેલેના ટાપુની નેપેાલિયનની ડાયરી તેણે વાંચી નાખી. બધા જ અહેવાલે, બુલેટના અન ઢંઢેરા વાંચી કાઢયા; ભૂખ્યા હોય એમ બધું જ પેટમાં ઉતારી ગયા. નેપાલિયનના મહાસૈન્યનાં બુલેટિન વાંચતાં વાંચતાં જ્યારે પહેલી વાર તેને પેાતાના પિતાનું નામ વાંચવા મળ્યું, ત્યારે તેને થરથરાટી સાથે તાવ ચડી આવ્યા; અને તે તાવ પૂરું એક અઠવાડિયું રહ્યા. પેાતાના પિતાએ જે જે સેનાપતિઓના હાથ નીચે કામ કરેલું, તે બધાને તે મળી આવ્યા. દેવળના વૉર્ડન મેબાફને તે ફરીથી મળવા ગયા, ત્યારે તેણે કર્નલની વર્સેનની છેવટની જિંદગીના અહેવાલ આપ્યો: તેનાં ફૂલો, તેની ચુપકીદી, તેનું એકલવાયાપણું. મેરિયસ હવે આ વિરલ, ભવ્ય અને નમ્ર માણસને — સિંહ અને ઘેટાના મિશ્રણરૂપ પોતાના પિતાને સમજવા લાગ્યા. આખો વખત પોતાના આ ઊંડા અભ્યાસમાં તે લીન રહેતા હતે; તે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ કે સિઝેરાહલ જમતી વખતે તે શેાધે તા તે ચાલ્યા દરમ્યાન તે તેના દાદા કે માસીને ભાગ્યે જ મળતો. અચાનક દેખા દેતા, અને ઘેાડી વાર પછી તેને કોઈ ગયા હાય. માસી બડબડાટ કરવા લાગી. દાદા મકલાવા લાગ્યા - છાની મર, આ તેા જુવાનીના દહાડા છે! બરાબર મારા ઉપર જ ઊતરવાના છે!” ―― 66 પરંતુ મેરિયસના મનમાં એક આખી ક્રાંતિ સરજાતી જતી હતી. ફ્રેન્ચ ક્રાંતિ તથા નેપોલિયનની શહેનશાહત એ બે શબ્દો અત્યાર સુધી તેને માટે માત્ર લેાહી નીંગળતા રાક્ષસી શબ્દો હતા. હવે તેણે તે બંનેના ભીતરમાં નજર નાખી હતી, અને જ્યાં તેને અંધારાની અરાજકતા જ નજરે પડવાની આશા હતી, ત્યાં તેને વગ્નિડ, સેન્ટ-જસ્ટ, રૉબ્સપિયર, મિરાબા, કેમિલે ડેસમેાલિન્સ અને ડૅન્ટન જેવા તારા ઝગમગતા દેખાયા, તથા નેપોલિયનરૂપી સૂર્ય ઊગતા દેખાયો. પોતે કયાં છે તેનું તેને ભાન રહ્યું નહિ. એ મહાન વ્યક્તિ અને કૃત્યાના તેજથી તેની આંખ અંજાઈ ગઈ. ધીમે ધીમે તેજની ચમકથી આંખ ટેવાઈ જતાં તે એ બધી વ્યક્તિને બારીકાઈથી નિહાળવા લાગ્યો. વ્યક્તિ અને બીનાના બે વર્ગોમાંને દરેક તેને બે મહાન ઘટનામાં ગેાઠવાતા દેખાયા : ક્રાંતિનું લે' મંત્રનતાને પાછા મળેલા નાગરિક હકોના સામ્રાજ્યમાં; અને નેપેાલિયનની શહેનશાહત યુોપ ઉપર લદાયેલા ફ્રેન્ચ આદર્શના સામ્રાજ્યમાં. ક્રાંતિમાંથી તેને જનતાની ભવ્ય આકૃતિ પ્રગટ થતી દેખાઈ, અને ફ઼્રાંસની ભવ્ય આકૃતિ શહેનશાહતમાંથી. અને એ બધું સારું થયું હતું, એવી તેને ખાતરી થઈ ગઈ. તેને સ્પષ્ટ સમજાઈ ગયું કે અત્યાર સુધી તે પોતાના દેશને તેમ જ પોતાના પિતાને આળખી શકયો જ નહાતા; અત્યાર સુધી તેની આંખ ઉપર અંધારપછાડો જ ફરી વળ્યા હતા. હવે તે દેખવા લાગ્યો, અને એક બાજુ પ્રશંસા કરવા લાગ્યા તથા બીજી બાજુ પૂજવા લાગ્યો. ભારે પરિતાપ અને પસ્તાવાર્થી તેનું અંતર ભેદાઈ ગયું. કઠાર નિરાશાભર્યા એક જ વિચાર તેને વારંવાર દઝાડવા લાગ્યા કે, હવે તે પેાતાના અંતરની વાત કબરના પથ્થરને જ સંભળાવી શકે તેમ છે. જે પરમાત્માએ દયા લાવીને તેના પિતાને હજુ જીવતા રાખ્યા હાત, તો તે દાડતો જઈને તેમના ચરણમાં લેટી પડત અને બૂમ પાડીને તેમને કહેત – બાપુ ! હું આવ્યો છું! જુઓ! હું તમારા જ વિચારના છું, હું તમારો પુત્ર છું !” તે તેમના ધાળા મરતકને ચુંબન કરત, તેમના 64 Page #212 -------------------------------------------------------------------------- ________________ “નીકળ અહીંથી, હરામજાદા !” વાળને પિતાનાં આંસુથી ભીંજવી નાખત, તેમના મુખ ઉપરના ચાઠાને નજીકથી નિહાળત, તેમના હાથ દબાવત, તેમના નામાને પૂજત, તેમના પગને ચુંબન કરત! પિતે સમજણો થાય, મોટો થાય તે પહેલાં તથા પોતાના પુત્રનો પૂજ્યભાવ તે મેળવી શકે તે પહેલાં તે શા માટે ગુજરી ગયા? મેરિયસના અંતરમાં એક ચાલુ ડૂસકું ભરાયેલું રહેતું અને હૂ હૂ કરતો “અરે રે!” એટલો અવાજ ગાજતે રહેતે. સાથે સાથે જ તે ગંભીર તથા પોતાની શ્રદ્ધા અને વિચારમાં મક્કમ બનતો ચાલ્યો. તેની વિચારસરણીને પરિપૂર્ણ બનાવતી સત્યની ઝાંખી તેના અંતરમાં અવારનવાર પ્રકાશવા લાગી. તેના પિતા અને તેને દેશ એ બેના નવા ખ્યાલોથી તે પોતાની જાતને નવું બળ અને નવી સત્તા પ્રાપ્ત થયેલી માનવા લાગ્યો. નવું ધર્માતર પામેલા માણસની પેઠે, તેને પણ તેના નવા ધમાંતરને ઉન્માદ ચડ્યો. તેને સ્વભાવ જ એ ઊમિલ હતો એક વખત સરકવા માંડયો એટલે પછી તેને રોકી જ મુશ્કેલ. ગમે તેમ પણ હવે પગલું ભરાઈ ચૂક્યું હતું. જ્યાં તેને પહેલાં રાજસત્તાને અંત જ દેખાતો હતો, ત્યાં તેને ફ્રાંસનું પુનરુત્થાન દેખાવા લાગ્યું. તેને ધ્રુવતારો પલટાઈ ગયો હતો. જ્યાં અસ્ત હતો, ત્યાં હવે સૂર્યોદય આવી ગયો હતે. ૪૩ નીકળ અહીંથી, હરામજાદા !” આ બધા ફેરફારોની તેના કુટુંબીઓને ગંધ પણ આવી ન હતી. જ્યારે તેનું પરિવર્તન સંપૂર્ણ બની ચુક્યું, અને રાજભામાંથી તે સંપૂર્ણ લક-ક્રાંતિવાદી બની ગયો, ત્યારે તે એક છાપનારાને ત્યાં ગયો અને “બેરન મેરિયસ પિન્ટમર્સી’ એ નામનાં એ કાર્ડ છપાવી લાવ્યો. જોકે તે કોઈને ઓળખતો ન હતો અને તેથી કોઈને મળવા જવાને ન હત; એટલે એ કાર્ડની થપ્પી તે પોતાના ખિસ્સામાં જ રાખતો. સાથે સાથે જ, કુદરતી કમે જેમ જેમ તે પોતાના પિતાની નજીક પહોંચતો ગયો, તેમ તેમ તે તેના દાદાથી દૂર ખસતો ગયો. એ ડોસાને ઉપરચોટિયો તરંગી સ્વભાવ તેને પહેલેથી જ ગમતો ન હતો, પરંતુ અત્યાર સુધી એકસમાન રાજકીય વિચારો અને શ્રદ્ધાઓના પુલ ઉપર તે Page #213 -------------------------------------------------------------------------- ________________ I લે સિએરાલ, બેનું મિલન થતું હતું. પરંતુ તે પુલ હવે વચ્ચેથી સદંતર ખસી જતાં, તે બે વચ્ચે એક ઊંડી ખાડી આવી ગઈ અને જેમ જેમ તેને સમજાતું ગયું કે તેના દાદાએ કેવળ પિતાના મૂર્ખ તરંગોને કારણે જ પિતાને પોતાના પિતાનાથી આટલો બધો વિખૂટો પાડયો હતો, અને પિતાને પુત્રવિહોણો તથા પુત્રને પિતાવિહોણો કરી મૂક્યો હતો, તેમ તેમ મોં. જીલેર્મન્ડ પ્રત્યે તેને ગુસ્સો માઝા મૂકવા લાગ્યો. પણ આ બધું પરિવર્તન તેના અંતરમાં ઊભું થયેલું હતું. બહારથી તેની કશી ખબર કોઈને પડી ન હતી. માત્ર તે વધુ અક્કડ, વધુ ચુપ અને વધુ ગેરહાજર બનતે ચાલ્યો. તેની માસી તેને વઢતી ત્યારે તે અભ્યાસ, પરીક્ષા, વ્યાખ્યાનો વગેરેનાં બહાનાં કાઢતો. તેના દાદા તો પોતે કરેલા નિદાનને જ વળગી રહ્યા હતા – “ભાઈસાહેબ પ્રેમમાં પડયા છે! એ તે હું એની ગત જાણું!” અવારનવાર મેરિયસ દિવસ સુધી ગેરહાજર રહેતો. એવી એક મુસાફરી દરમ્યાન તે મેન્ટ ફરમેલ જઈ આવ્યો અને પોતાના પિતાની અંતિમ ઇચ્છા અનુસાર થનારડિયર નામના વીશીવાળાની શોધ કરી આવ્યો. તેને ખબર મળી કે, થેનારડિયરે દેવાળું કાઢ્યું હતું અને તે ક્યાં ચાલ્યો ગયો તે કોઈ જાણતું નહોતું. બાકીના વખતએ તેની મુસાફરી વર્નોન તરફ હતી. પોતાના પિતાની કબર ઉપર ફૂલ ચડાવી, તે પોતાના પંજા વડે મોં ઢાંકી, દૂઘૂંટણિયે પડી, કલાકો સુધી ત્યાં બેસી રહેતો. એવી એક મુસાફરી પછી ત્રણ દિવસ બાદ વહેલી સવારે તે પૅરિસ પાછો આવ્યો હતો. બે રાતના કબર પાસેના ઉજાગરાને કારણે તેને થાક લાગ્યો હતો, અને તેથી તરવાનું શીખવાના હોજમાં એક કલાક તરી આવીને થાક ઉતારવાને તેણે વિચાર કર્યો. પોતાની ઓરડીમાં જઈ, તેણે જલદી જલદી પિતાને કોટ ઉતારી નાખ્યો અને પોતાના ગળામાં બાંધેલું કાળા દોરાનું માદળિયું પણ કાઢીને નીચે મૂકવું. પછી તે જલદી હોજ તરફ ચાલ્યો ગયો. મ. જીલેનર્મન્ડ, સારી તબિયતવાળા ઘરડાઓની પેઠે સવારમાં વહેલા ઊડ્યા હતા. તેમણે મેરિયસના આવ્યાનો અવાજ સાંભળ્યો, એટલે તે પોતાના ઘરડા પગ લઈ જઈ શકે એટલી ઉતાવળથી દાદર ચડીને મેરિયસની રડી તરફ ચાલ્યા, જેથી તેને આંતરીને તે ક્યાં ગયો હતો વગેરે બાબતો ધીમે ધીમે પૂછી શકાય. Page #214 -------------------------------------------------------------------------- ________________ “નીકળ અહીંથી, હરામજાદા!” પરંતુ ડોસાના પગ કરતાં જુવાનિયાના પગ સાબદા હતા; અને ડોસો ઉપર પહોંચ્યો ત્યાર પહેલાં જુવાનિયો નીચે ઊતરી ગયો હતે. ઓરડામાં પથારી વણવપરાયેલી પડેલી હતી; અને તેના ઉપર મેરિયસને કોટ અને માદળિયું પડેલાં દેખાતાં હતાં. ડોસાને થયું કે, ભેદ ઉકેલવાની ખરી ચાવી હાથ આવી ગઈ છે; એટલે એક હાથમાં કોટ અને બીજા હાથમાં માદળિયું લઈને, પિતાની દીકરીના ઓરડામાં તેમણે વિજયપ્રવેશ કર્યો. માદળિયાની ડબીમાં મેરિયસની પ્રેયસીને ફટે હશે એમ માનીને, ડોસાએ આજકાલના જુવાનિયાઓની પ્રેયસી પસંદ કરવાની શક્તિ ઉપર અશ્રદ્ધા અને ફિટકાર પ્રદશિત કરતાં કરતાં તે ડબી ઉઘાડી. સાની ઘરડી દીકરી પણ જુવાનમાં ન મળે તેટલી ઇંતેજારીથી ઊભી થઈને ડબીમાંનો ફોટો જોવા પાસે આવી. ડબી એક ચાંપ દબાવતાં ઊંઘી ગઈ. તેમાંથી ફટાને બદલે ગડી કરેલો એક કાગળ નીકળ્યો. ડોસો હસતો હસતે બોલ્યો, “આ શું છે તે હું જાણું છું. કોઈ ઢીંગલીએ લખેલે પ્રેમ-પત્ર! તે આપણા ઢીંગલાભાઈ ગળે ટીંગાવી રાખે છે!” “તે વાંચી તે જુઓ; ખબર પડે કે એ ડાકણ કોણ છે.” ડોસાએ ચશમાં પહેર્યા અને કાગળ ઉઘાડી વાંચવા માંડ્યો – “મારા પુત્ર માટે :- શહેનશાહ નેપોલિયને મને વૉટલૂના રણમેદાન ઉપર બૅરન બનાવ્યો છે. મારા લોહીથી ખરીદેલા એ પદને જોકે અત્યારનું તંત્ર માન્ય રાખવા ના પાડે છે, પરંતુ તે પદ હું મારા પુત્રને બહું . તેણે તે ધારણ કરવું. તે એ પદને લાયક નીવડશે એ કહેવાની મારે ભાગ્યે જરૂર હોય.” ડેસા અને ડોસીની લાગણીઓનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. મૃત્યુના પંજાના સ્પર્શથી જાણે તે બંને થીજી ગયાં. મ. લેર્મન્ડ છેવટે ધીમે અવાજે પોતાની જાતને કહેતા હોય તેમ બોલ્યા - “આ પેલા કસાઈના હસ્તાક્ષર છે.” દીકરીએ એ કાગળ બધી બાજુએથી તપાસીને પાછો પેલી ડાબલીમાં મૂકી દીધો, એ જ ક્ષણે કાગળે વટલું એક પડીકું કોટના ખીસામાંથી ગબડી પડ્યું. દીકરીએ તે ઉપાડયું અને ખોલ્યું. તેમાં મેરિયસનાં સે કાર્ડ હતાં. તેમાંનું એક તેણે ડોસાને આપ્યું. તેમણે વાંચ્યું : “બૅન મેરિયસ પોન્ટમસી.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ લે મિઝરાયલ ડિસાએ તરત ઘંટની દોરી ખેંચી દાસીને બોલાવી તથા પેલું માદળિયું, કોટ, પડીકું બધું બહાર ફેંકીને કહ્યું, “આ બધે ઉકરડો ઉઠાવી જા.” એક કલાક સંપૂર્ણ ચુપકીદીમાં પસાર થઈ ગયો. ડેસે અને ડેસી એકબીજા તરફ પીઠ કરીને બેસી રહ્યાં; અને કદાચ એક જ બાબતને વિચાર કરી રહ્યાં હતાં. - થોડી મિનિટો બાદ મેરિયસે દેખા દીધી. તે અંદર આવ્યો. બહારથી જ તેણે પોતાનું એક કાર્ડ દાદાના હાથમાં જોયું હતું. તેને જોતાં જ ડેસે પોતાના મજાકભર્યા અને તુમાખીવાળા અવાજે બોલી ઊઠ્યો – “ભો! ! મારા મહેરબાની આપ નામવર બેંરન સાહેબને હું મારી સલામ સાદર કરું છું. આ બધાને અર્થ શો છે, જરા કહો જોઉં.” મેરિયસના મેં ઉપર થોડી લાલાશ ફરી વળી. તેણે જવાબ આપ્યો : એનો અર્થ એ છે કે, હું મારા પિતાને પુત્ર છું.” માં. જલેનેર્મન્ડ પિતાનું હાસ્ય ખાળીને કર્કતાથી બેલ્યા : “ તારો બાપ? હું તારો બાપ છું” મેરિયસે ઢળેલી આંખે કડકાઈથી જવાબ આપ્યો : “મારો બાપ એક નમ અને પરાક્રમી પુરુષ હતો. તેણે લોકતંત્ર અને ફ્રાંસની યશસ્વીપણે સેવા બજાવી હતી; માણસે કદી પણ સરજેલા મહાન ઇતિહાસમાં તેનું અનોખું સ્થાન હતું; પરી પા સદી તેણે રણમેદાનમાં જ ગાળી હતી – દિવસે તોપના ગોળાઓના વરસાદ હેઠળ અને રાતે બરફના વરસાદ હેઠળ કાદવમાં. તેણે કેટલીય ટુકડીના ધ્વજ કબજે કર્યા હતા; તેને વીસ ઊંડા ઘા થયા હતા; અને ભુલાયેલી તથા તાયેલી હાલતમાં તેનું મરણ થયું છે. તેને દેષ હોય તો એક જ હતા : અને તે એ કે બે અકતશ વસ્તુઓને તે પ્રાણપણે ચાહતે હતે – તેને દેશ અને તેને પુત્ર.” માં. વેનેર્મન્ડ સહન કરી શકે તેનાથી આ ઘણું વધારે હતું. વત્ર શબ્દ ઉચ્ચારાતાં જ તે ઊભા થઈ ગયા હતા; અથવા કહે કે ઊછળી પડ્યા હતા. મેરિયસે ઉચ્ચારેલા દરેક શબ્દ એ ઘરડા રાજભક્તના મને સળગતા અંગાર ઉપર ધમણની જેમ ઝપાટા લગાવ્યા હતા, અને તે પ્રથમ તે લાલ, પછી કેસરી અને પછી ઝાળ જેવા બની ગયા. મેરિયસ!” તે ડૂકી ઊઠ્યા, “બદમાશ કુત્તા! તારો બાપ કોણ હતે તે હું જાણતું નથી ! હું જાણવા પણ માગતું નથી. પણ હું એટલું Page #216 -------------------------------------------------------------------------- ________________ “નીકળ અહીંથી, હરામજાદા ! ” ૧૯૧ જાણું છું કે, એ બધા ટેળામાં બદમાશ ડામીજે સિવાય બીજું કોઈ ન હતું. એ બધા જ ભિખારડા, ખૂની કસાઈઓ હતા! હું કહું છું કે એ બધા જ! સાંભળો છો, બેટમજી? અને જો, મારું આ ખાસડું જેટલું બૈરન છે, તેટલો તું બૈરન છે ! લોકતંત્રની સેવા કરનારા બધા ફાંસીગર હતા! અને પેલા બોનાપાર્ટની સેવા કરનારા બધા કસાઈ હતા! બધા જ પોતાના કાયદેસર રાજાને દગો દેનારા દ્રોહીઓ હતા! બધા જ વૉટલુંના મેદાન ઉપર અંગ્રેજો અને પ્રશિયનો આગળ ભાગી જનારા બાયેલા હતા, એટલે જ હું જાણું છું. તારો બાપ જે એ બધામાં કોઈ હોય, તે હું તેને ઓળખતે નથી; મને આપની દયા આવે છે, નામવર!” હવે મેરિષસને અંગાર બનવાનો અને મોં. જીલેનર્મન્ડનો ધમણ બનવાનો વારો આવ્યો. મેરિયસ અંગેઅંગમાં કંપી ઊઠ્યો. તેનું માથું સળગવા લાગ્યું. પોતાની સમક્ષ આ બધું બોલાય અને તે ચૂપ રહે એ અશક્ય હતું. તેના બાપને તેની હાજરીમાં પગ તળે રગદોળવામાં આવ્યો હતો. પણ તેમ કરનાર તેના દાદા હતા. એકનું વેર બીજા ઉપર અત્યાચાર કર્યા વિના તે લઈ શકે તેમ ન હતું. એક બાજુ કબર હતી, બીજી બાજુ ધોળા વાળ હતા. થોડી વાર તે તેનું માથું ભમી ગયું, પછી આંખ ઊંચી કરીને, તેના દાદા તરફ સીધી નજર કરીને તે ગર્જના કરતે બોલ્યો - બુબ રાજવંશ અને મહા ડુક્કર લુઈ અઢારમો મુર્દાબાદ!” લૂઈ અઢારમો ચાર વર્ષ થયાં ગુજરી ગયો હત; પણ મેરિયસને મન બધું સખ્યું હતું. ડોસો અત્યાર સુધી કિરમજી રંગને હવે તે હવે પોતાના ધોળા વાળ કરતાં વધુ ફીક બની ગયો. ઓરડામાં એક બાજુ ગેટવેલા રાજાના પૂતળા તરફ તે ફર્યો અને ગંભીરપણે તેણે તેને વંદન કર્યા. ત્યાર બાદ સંપૂર્ણ ચુપકીદી સાથે તે આખા ઓરડામાં એક છેડેથી બીજે છેડે બે વખત ભારે પગલે ચાલ્યો, અને છેવટે ડઘાઈને સડક બની ગયેલી પોતાની પુત્રી તરફ જોઈને તદ્દન ઠંડા સ્મિત સાથે બોલ્યો – “આ મહાશય જેવા બેરન અને મારા જે રાજભક્ત એ બંને એક છાપરા હેઠળ સાથે નહિ રહી શકે.” અને ત્યાર પછી એકદમ ટટાર બની જઈ, ક્રોધ અને આવેગથી ધૃજતાં ધૃજતાં તે પોતાનો હાથ મેરિયસ તરફ લાંબાવીને બરાડી ઊઠ્યો – “ નીકળ અહીંથી, હરામજાદા!” મેરિયસ ઘર છોડીને ચાલતો થયો. Page #217 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ બીજે દિવસે માં. જીલેનાર્મન્ડે પેાતાની દીકરીને કહ્યું, “તું દર છ મહિને એ ચમારને છસેા ફ઼ાંક માકલતી રહેજે; અને મારી તેનું નામ ન લેતી.' આગળ કદી 99 ડાસાના અંતરમાં ગુસ્સાના ભાર ઘણા મોટો હતો, અને તે કયાં ઠાલવવા એ સમજાતું ન હેાવાથી, તે ત્રણ મહિના સુધી પોતાની દીકરી સાથે પણ ન બોલ્યા. ૧૯૨ મેરિયસ `ગુસ્સામાં જ ચાલતા થયા હતા. દાસીએ મેરિયસની વસ્તુ ઉઠાવતી વખતે તેનું માદળિયું દાદરામાં જ કયાંક પાડી નાખ્યું હશે, તે મેરિયસના હાથમાં ન આવ્યું. ડોસાએ જ જાણી જોઈને પોતાના પિતાના એ પવિત્ર હસ્તાક્ષરના અગ્નિમાં નાખી નાશ કર્યો હશે એમ તેણે માની લીધું. એ અક્ષરો અને એ કાગળ એ જ તેને માટે તેના પિતાની એકમાત્ર શેષ રહેલી પવિત્ર યાદગીરી સમા હતા. તે વસ્તુને એમ જાણીબૂજીને તુચ્છકારથી વિનાશ કરનારા દાદાને તે કદી ક્ષમા કરી શકે તેમ ન હતું. મેરિયસ પાતે કયાં જતા હતા તે કોઈને કહ્યા વિના, તથા પાતે કયાં જવાના છે તેના કશા ખ્યાલ વિના, એક કંતાનની ઝોળીમાં થોડાં કપડાં, એક ઘડિયાળ, અને ત્રીસ ફ઼ાંક જેટલી રકમ સાથે લઈને ઘરમાંથી બહાર નીકળ્યા હતા. બહાર એક ભાડાની ઘોડાગાડી જતી હતી, તેમાં તે કલાકથી ભાડું ઠરાવીને બેસી ગયા; અને નાકની દાંડીએ હાંકયે જવાનું તેણે ઘોડાગાડીવાળાને કહી દીધું. ૪૪ • એ. ખી. સી. મિત્રમ ડળ ' ડ્રાંસ દેશમાં આ અરસામાં ક્રાંતિને ઘેરો ગડગડાટ ફરી સંભળાવા લાગ્યા હતા. ૧૭૮૯ અને ૧૭૯૨ ની સાલનાં ઊંડાણામાંથી ગેબી અવાજો ઊઠતા હતા અને વાતાવરણને પ્રક્ષુબ્ધ કરતા હતા. કાળની અમેધ ગતિથી જ પ્રેરાતા લોકો, ખબર પણ ન પડે તે રીતે પલટાતા જતા હતા. ઘડિયાળના ચંદા ઉપર ફરતા કાંટો લોકોના અંતરમાં પણ ફરી રહ્યા હોય છે. રાજભક્ત ઉદાર-મતવાદી બની રહ્યા હતા. ડ્રાંસમાં તે વખતે હજુ એક કેન્દ્રવર્તી કોઈ પરંતુ ઠેર ઠેર અણછતી સંસ્થા પોતાની શાખા કાંતિમંડળ ન હતું, વિસ્તારી રહી હતી. Page #218 -------------------------------------------------------------------------- ________________ એ. બી. સી. મિત્રમંડળ ૧૩ પેરિસમાં ચળવળ ચલાવતાં બીજા ક્રાંતિવાદી મંડળો જેવું એક “એ. બી. સી. મિત્રમંડળ’ પણ હતું. તેના સભ્યોની સંખ્યા બહુ મોટી ન હતી. તેને એક નાની ટોળકી જ કહી શકાય. તેઓ પેરિસમાં બે જગાએ મળતા – હેલે નજીક “કેરીન્થ” નામના પીઠામાં, અને પેન્થિન નજીક કાફે મુસાં નામના કૉફી-ઘરમાં. પહેલી જગા કારીગર-વર્ગની નજીક હતી; બીજી વિદ્યાર્થી-વર્ગની નજીક, કાફે-મુસાંની પાછળની ઓરડીમાં તેમની ખાસ બેઠક મળતી. એ. બી. સી. મંડળના મિત્રો મુખ્યત્વે વિદ્યાર્થીઓ જ હતા; પણ કારીગર-વર્ગ સાથે તેમને બરાબર સંપર્ક હતા. તેમાંના મુખ્યનાં નામ નીચે મુજબ છે, અને તે બધાં ઐતિહાસિક છે : એન્જોલરસ, કોમ્બીફેર, જન ખુવેર, ફયુલી, કોર્ફોરાક, બહેરેલ, ઈગલ, જોલી, ઝેન્ટર. એજોલરસ તેના બાપને એકને એક પુત્ર હતું અને તવંગર હતું. તે એક વહાલસોય મીઠે જુવાનિયો હતો, પરંતુ ગમે ત્યારે ઉગ્ર - રુદ્ર બની શકે. તેની આંખ ઉપરથી એમ લાગે કે, ગયા જન્મમાં તેણે ક્રાંતિનું પ્રત્યક્ષ દર્શન કર્યું છે, અને આ જન્મમાં તે કુતિનો પેગંબર થઈને આવ્યો છે. તે ગંભીર પ્રકૃતિને હતો અને પૃથ્વી ઉપર સ્ત્રી નામની કોઈ વસ્તુ છે એની તેને ખબર ન હતી. તેને એક જ કામના હતી – હકની; તેને એક જ વિચાર હતે – મુશ્કેલીઓને તોડીફોડીને આગળ જવાને. ગુલાબ તરફ તે ભાગ્યે નજર કરતે; વસંતઋતુને તેને ખ્યાલ જ નહોત; પંખીનું ગાન તેને સંભળાવું નહિ; ફૂલો તેને માટે તરવાર સંતાડવાના ઢાંકણરૂપ હતાં; લોકશાહીની દેવી સિવાય બીજી સર્વ નારી સમક્ષ તેની આંખ ઢળેલી જ રહેતી; તેની વાણી જણે પ્રેરિત હોય તેવી હતી; અને તેમાં મંત્રનો આભાસ થતો. એmોલરસ જો કાંતિનું તર્કશાસ્ત્ર હતું, તે તેને મિત્ર કેમ્બ્રીફેર ક્રાંતિની ફિલસૂકી હતો. ક્રાંતિના તર્કશાસ્ત્ર અને ફિલસૂક્ષ વચ્ચે આ તફાવત હોય છે: તર્કશાસ્ત્રને અંત યુદ્ધમાં આવે છે; ફિલસૂફીને અંત શાંતિમાં. કોમ્બીફેર એજૉવરસની પૂર્તિરૂપ તેમ જ સુધારણારૂપ હતો. તેની ઈચ્છા સૌનાં મનમાં સામાન્ય જ્ઞાનના વિશાળ સિદ્ધાંત રેડવાની હતી. તે કહે, " ક્રાંતિ ખરી, પરંતુ સંસ્કૃતિ વિનાની નહિ!” એજોવરસ આગેવાન હતો, તો કોમ્બીફેર ભેમિયો હતો. તમે એકની સોબતમાં લડવાનું ઈચ્છો, તે બીજાની સેબતમાં આગેકૂચ કરવાનું. કેબીફેર લડી શકતો નહિ એમન હતું, લે મિ૦ – ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ લે મિરાન્ડ પરંતુ સિદ્ધાંતોના શિક્ષણથી અને પ્રકૃતિના નિયત કાયદાના જ્ઞાનથી માનવજાતની તેના ભવિષ્ય સાથે ધીમે ધીમે સુસંગતિ સ્થાપવી, એ તેને વધુ ગમતું. પ્રકાશ તે રોશનીને પણ હોય છે અને આગને પણ હોય છે. કોમ્બીફેર રોશનીના પ્રકાશની તરફેણમાં હતે. ૧૯૯૩ની ક્રાંતિની પેઠે લોકો સત્યમાં આંખો મીંચી ધસી જાય, એ કલ્પનાથી તે ચોંકી ઊઠતો. લોકોની ઠંડી. પણ શુદ્ધ, પદ્ધતિસર પરંતુ નિર્દોષ પ્રગતિ થાય, એ તેને પસંદ હતું. સારી વસ્તુ નિર્દોષ પણ હોવી જોઈએ, એમ તે વારંવાર કહેતો. - જીન ધ્રુવેર સાહિત્યપ્રેમી-લગભગ પંડિત હતો. ઘણી ભાષાઓ જાણી, ઘણા પ્રાચીન કવિએના ગ્રંથોનો આસ્વાદ લે, એ તેને ગમતું. ફૂલોનું કૂંડું વસાવવું, વાંસળી વગાડવી, કવિતા બનાવવી, લોકો ઉપર પ્રેમ રાખવો, સ્ત્રીઓ ઉપર ખેદ કરો, અથવા બાળપણ ઉપર વિલાપ કરવો – એ તેના વ્યાસંગ હતા. તેના મનમાં બે વૃત્તિઓ પ્રબળ હતી : એક માનવ પ્રત્યે અને બીજી ઈશ્વર પ્રત્યે. કાં તો તે અભ્યાસમશ્ન હોય, યા તે ધ્યાનમગ્ન હોય. દિવસે ને મજૂરીના દર, મૂડી, લગ્ન, ધર્મ, વિચાર-સ્વાતંત્રય, કેળવણી, દંડ, મિલકત, પેદાશ અને વહેંચણી જેવા સામાજિક પ્રશ્નમાં મશગૂલ રહે; અને રાતે તારા નિહાળવામાં. એmલરસની પેઠે તે તવંગર હતો તથા માબાપનો એકને એક પુત્ર હતો. ફશ્યલી પંખા બનાવનારો હતા, અનાથ હતો, અને દિવસના ત્રણ ફાંક માંડ કમાતે. તેને માત્ર એક જ તમન્ના હતી - દુનિયાને દુ:ખમુક્ત કરવાની. તેને બીજી પણ એક પ્રબળ કામના હતી – આત્મશિક્ષણની. તે જાતે લખતાં વાંચતાં શીખ્યો હતો, અને તે જે કાંઈ જાણતું હતું તે બધું તેણે જાતે મેળવ્યું હતું. તેનું હૃદય વિશાળ હતું. તેણે પોતાના સમગ્ર દેશબંધુઓને અપનાવ્યા હતા. મા-વિહોણો હોવાથી તે જન્મભૂમિના ખળા તરફ વળ્યો હતો. કેર્ફોરાક જવાનીભર્યા ચેતનથી નીતરતો વિદ્યાર્થી હતે. ભૂતની પેઠે નિરંતર કામ માગતી અને કામ દેતી એ એક જાતની અનેખી માનસિક શક્તિ છે. એન્જોલરસ આગેવાન હતો, કેમ્બફેર માર્ગદર્શક ભોમિયો હતો, તે કોર્ફોરાક મધ્યવર્તી કેન્દ્ર હતો. બીજાઓ વધુ પ્રકાશ આપતા, ત્યારે તે વધુ ગરમી આપતે. સાચું કહીએ તે તેનામાં કેન્દ્રના બધા ગુણ હતા – ગોળમટોળપણું અને આંજી નાખતો પ્રકાશ. બહેરેલ સારી મજાક અને ખરાબ સોબતવાળો પ્રાણી હત. દાનવીર કહી શકાય તેટલી હદે ખરચાળ હતે, પ્રવક્તા કહી શકાય એટલી હદે Page #220 -------------------------------------------------------------------------- ________________ એ. બી. સી. મિત્રમંડળ ૧૯૫ વાતેડિયો હતો, અને નિર્લજજ કહી શકાય એટલી હદે ધૃષ્ટ હતો. તકરાર જેવું બીજું કશું તેને ગમે નહિ; પણ તે હજારો લોકોએ ઉપાડેલ દંગલ હોવો જોઈએ! અને દંગલ જેવું બીજું કશું તેને ગમે નહિ. પણ તે સમૂળી કાંતિ હોવી જોઈએ! રસ્તા ઉપર પથરો તેડી નાખવા તે હંમેશાં તૈયાર હોય; તે જ પ્રમાણે આખી-શેરીને ઉખાડી નાખવા, અને પછી આખી સરકારને તેડી પાડવા! તેણે નક્કી કર્યું હતું કે કદી વકીલ થવું નહિ. તેને મન અભ્યાસક્રમ એટલે જોડકણાં માટે મસાલે, અને અધ્યાપકે એટલે કટાક્ષચિત્રો માટેની તક. કશું ન કરવા બદલ તે વરસે દહાડે ત્રણેક હજાર કૂકની રકમ ખાઈ જતો હતો. તેનાં માબાપ ખેડૂત હતા, અને તેમનામાં પુત્ર માટે આદરભાવ ઉત્પન્ન કરવામાં તે સફળ નીવડયો હતે. આ આખા મંડળમાં લેઈગલ સંપૂર્ણ સફાચટ ટાલિયો હતે. તેનું જીવન એટલે કમનસીબોની પરંપરા; અને તેમાંથી તેણે ખુશમિજાજીપણારૂપી અર્ક નિચોવ્યો હતો. કશામાં સફળ ન નીવડવું એ તેની વિશિષ્ટતા હતી; છતાં દરેક પરિસ્થિતિ પ્રત્યે તે હસી શકતો. પચીસ વર્ષની ઉંમરે તેને ટાલ પડી ગઈ હતી. તેનો પિતા એક ઘર અને થોડી જમીન મુકીને ગુજરી ગયો હતો; પણ આ ભાઈએ બીજે જ વર્ષે સટ્ટામાં બધું ગુમાવી દીધું હતું. તેની પાસે ઠીક ઠીક જ્ઞાન અને મજાકશક્તિ સિવાય બીજું કાંઈ રહ્યું ન હતું. દરેક બાબતમાં તે નિષ્ફળ જતો અને દરેક જણ તેને ઠગી જતું. તે જે કાંઈ બાંધતે તે તેના ઉપર જ તૂટી પડતું; તે લાકડાં કાપતે તો તેની આંગળી જ ચિરાઈ જતી. દરેક ક્ષણે કંઈ ને કંઈ કમનસીબ તેના તરફ ધસ્યા જ કરવું. અને તેથી જ તે આટલો ખુશમિજાજી બની ગયો હતો! તે ધીમે ધીમે કાયદાની ડિગ્રી તરફ આગળ વધી રહ્યો હતો. તેને નિવાસસ્થાન જેવું કાંઈ ન હતું : આજે એક મિત્રને ત્યાં, તો કાલે બીજા મિત્રને ત્યાં મોટે ભાગે તે પોતાના દોસ્ત જોલીને ત્યાં રહેત. જેલી દાક્તરીને અભ્યાસ કરતા હતા અને તેના કરતાં બે વરસે નાને હતે. જેલીને તેના વૈદકના અભ્યાસે પોતામાં જ બધા રોગોનાં સર્વ લક્ષણે જો તે કરી મૂકયો હતે. તે દાક્તર થવાનું શીખવાને બદલે દરદી થવાનું જ શીખતે જતા હતા. દિવસને મોટે ભાગે તે અરીસામાં પિતાની જીભ જોયા કરો. સહેજ ત્રશ્ન બદલાય કે તે પોતાની નાડી ઝાલીને બેસી જાય. આમ છતાં તે બીજી રીતે આનંદી જીવડો હતે.. - આ બધા જુવાનિયાઓ જુદી જુદી ખાસિયતવાળા હોવા છતાં, તે બધાનો ધર્મ એક હ : પ્રગતિ! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ લે સિઝેરાલ્ડ એ આખા ટોળામાં સૌનાં જુરસાદાર અને શ્રદ્ધાળુ માનસની વચ્ચે એક જ જણ નારિતક હતો. તેનું નામ હતું ઝેન્ટર. તેના સંશયવાદે તેના મનમાં એક પણ વિચારને સાજોસમે રાખ્યો ન હતો. બધા સંજોગોમાં બધા પ્રકારનાં શ્રદ્ધા-ભક્તિની તે ઠેકડી ઉડાડત. ભટકેલ, જુગારી અને વ્યભિચારી એ એ જુવાનિયો મોટે ભાગે પીધેલ સ્થિતિમાં જ રહે. છતાં આ નારિતકને પણ એક સ્થળે ભક્તિ-ભાવ હતો. આ ભકિતભાવને વિષય કોઈ સિદ્ધાંત, પંથ, કળા કે વિજ્ઞાન ન હતાં; એ એક માણસ હતો : એજોલરસ. એન્જોલરસે તેને શાના વડે જીત્યા હતા ? ચારિત્રય વડે. આવું દૃશ્ય ઘણી વાર જોવા મળે છે. એક નાસ્તિક છેવટે એક પ્રબળ આસ્તિકને જ વરે છે. આપણામાં જેને તદ્દન અભાવ હોય છે, તે વસ્તુ આપણને સૌથી વધુ આકર્ષક લાગે છે. ગ્રેક્ટર કે જેનામાં બધી વસ્તુઓ માટે સંદેહ જ વ્યાપેલે હો, તે એmોલરસમાં ઊછળી પડતી શ્રદ્ધા ઉપર વારી ગયો હતો. કેડ વિનાનું તેનું વિચાર-કલેવર એન્જોલરસની પાષાણ જેવી કઠોરતા અને અડગતાને આધારે ખડું રહેલું હતું. ૪પ બ્લેન્ડે હાજરી પૂરે છે એક બપોરે લેઈગલ કૅફી-ઘરના બારણાને અઢેલીને આરામથી ઊભે હતે. આગલે દિવસે કૉલેજમાં તેના ઉપર આફત આવી પડી હતી, અને ભવિષ્ય માટેની પોતાની વ્યક્તિગત યોજનાઓ ઉપર તેની શી અસર પડે છે, તેને તે સુસ્તીથી વિચાર કરતે હતે. પરંતુ વિચારમાં પડી ગયો હોવાને કારણે એક ઘડગાડીને તેની પાસે થઈને પસાર થવામાં કઈ વાંધા પડે તેમ નહોતું. લેઈગલની વિચારમગ્ન નજર પણ એટલું જોયા વિના ન રહી કે, એ ઘોડાગાડી કયે સ્થળે જવું એ નક્કી ન હોય તેમ ધીરે ધીરે ખચકાતી આગળ વધતી હતી. એ ઘોડાગાડીમાં હાંકનાર ઉપરાંત એક જુવાનિયો બેઠેલ હને અને તે જુવાનિયાના પગ આગળ કંતાનની ઝોળી હતી. એ ઝોળી ઉપર સીવેલી પટ્ટીમાં લખેલું માલિકનું નામ પાસેના સૌ કોઈની નજરે પડે તેવું હતું : “મેરિયસ પિન્ટમર્સી.” લેઈગલની નજરે તે નામ પડતાં જ તેની સુરતી જાણે હવામાં ઊડી Page #222 -------------------------------------------------------------------------- ________________ કૉન્ડો હાજરી પૂરે છે ૧૯૭ મહાશય, મેરિયસ પેાન્ટમર્સી ? ?” ગઈ ! તરત ટટાર થઈને ઘેાડાગાડીવાળા પેલા જુવાન પ્રત્યે નવાઈભરી નજરે જોતા તે બાલી ઊઠયો, ઘોડાગાડી આમ હાક પડવાથી ઊભી રહી. વિચારમાં જ પડી ગયેલા હતા, તેણે આંખ ભાઈ, શું છે ?” '' .. તમે જ મહાશય, મેરિયસ પેન્ટમર્સી કે ? 66 પેલા જુવાન મુસાફર પણ ઊંચી કરીને કહ્યું, “ કેમ 46 ‘હા, ખરેખર.” "6 "" 'હું તમને મળવા માગતા હતા. 4. "" એમ ? હું કાંઈ તમને ઓળખતા હાઉ” એવું મને લાગતું નથી.” હું પણ તમને ઓળખતા નથી. લેઈગલ હવે આગળ આવ્યા. તમે કાલે કૉલેજમાં ગેહહાજર હતા ?” "2 6. તમે લૉ-કૉલેજના વિદ્યાર્થી છે ?” મેરિયસે સામું પૂછ્યું. 66 હા સાહેબ, આપની પોતાની જેમ જ. પરમ દિવસે હું કૉલેજમાં ગયા હતા : તમે જાણા છે કે, માણસને એવું કોઈ કોઈ વાર થઈ આવે છે! પ્રેસર હાજરી પૂરવાની તૈયારીમાં હતા : તમે જાણા છે કે, એ વખતે તેમના જેવા નાસમજદાર લાક બીજા કોઈ હોતા નથી. તે ત્રણ વાર તમારું નામ બાલે. અને જવાબ ન મળે કે તરત તમારું નામ છેકી કાઢે : તમારા સાઠ ફ઼ાંક વ!” મેરિયસ લક્ષ દઈને સાંભળવા લાગ્યા. “લૉડૉ કાલે હાજરી પૂરા હતા : પેલા તીણા અદેખા નાકવાળા બ્લૉન્ડો ! કોઈની ગેરહાજરી સુધી કાઢવામાં તેને મજા પડે છે. તેણે ચાલાકીથી ‘૫’ અક્ષરથી જ શરૂઆત કરી. મારું ધ્યાન તે તરફ ન હતું; કારણ કે મારું નામ “લ”માં આવે છે. હાજરી બરાબર ચાલવા લાગી. કોઈનું • નામ છેકાયું નહિ; આખી દુનિયા જ હાજર હતી. બ્લૉન્ડોનું મેમાં દિવેલિયું બનવા લાગ્યું. મેં કહ્યું, • બેટા બ્લૉન્ડો, આજે તા૨ે હાથે કોઈનું ખૂન થાય તેમ લાગતુ નથી !’ પણ એટલામાં તેણે મેરિયસ પોન્ટમસીનું નામ દીધુ. કોઈએ જવાબ ન આપ્યો. બ્લૉન્ડોએ આશાભરેલે અવાજે બીજી વાર માટેથી બૂમ પાડી : · મેરિયસ પેાન્ટમર્સી !' – અને પોતાની કલમ ઉપાડી. પણ મહાશય, મારામાં પણ પાણી છે. મે તરત જ વિચાર્યું : ‘ આ કોઈ બહાદુર જુવાનિયાનું નામ છેકાઈ જવાનું થયું છે. જીવડા વિચાર કર; એ કોઈ ખરેખરો સજીવ માણસ હોવા જોઈએ, કે જે શાળામાં રોજ નથી આવતા. એ કોઈ ચાપડીમાં માથું ઘાલી તેનાં પાનાં કોતરી ખાનાર કીડે નહિ હાય; મારે જરૂર તેને બચાવવા જોઈએ;- બ્લૉન્ડો Page #223 -------------------------------------------------------------------------- ________________ છે મિરાલ્ડ મુર્દાબાદ!' એ જ ઘડીએ બ્લૉન્ડોએ કલમ ખડિયામાં બેળી, પિતાની ભૂખરી આંખે ઓરડા ઉપર ફેરવી, અને ત્રીજી વાર બૂમ પાડી : “મેરિયસ પિન્ટમસ !” મેં જવાબ આપ્યો, “હાજર સાહેબ !' એટલે તમારું નામ છેકાનું રહી ગયું.” મહાશય !–” મેરિયસ બોલવા ગયો. પણ મારું નામ છેકાઈ ગયું,” લેઈગલે ઉમેર્યું. “શી રીતે ?” મેરિયસે પૂછયું. તદ્દન સહેલી રીતે. કારણ કે, પ્રોફેસર મારા તરફ સ્થિર નજરે જોઈ રહ્યો હતો. તેણે તરત “લ” અક્ષર ઉપાડયો; અને મારું નામ ઉચ્ચાર્યું: લેઈગલ!” મેં જવાબ આપ્યો, “હાજર સાહેબ !” એટલે બ્લોન્ડો વાઘના જેવી મીઠી નજર મારી સામે કરીને જરા હસ્યા અને બેલ્યો, “જો તમે પિન્ટમર્સ છો તે લેઈગલ નથી.’ આમ કહી તેણે ચટ દઈને મારું નામ છેકી નાખ્યું.” મેરિયસ દુઃખી થઈને બોલી ઊઠ્યો, “મહાશય, મને ઘણી દિલગીરી થાય છે” પણ મને ઘણો આનંદ થાય છે – ” લેઈગલ હસી પડીને બોલ્યો, હું વકીલ થઈ બેસવાની તૈયારીમાં હતો; પણ આ ભંગાણથી બચી ગયે. હું અદાલતના વિજયોનો ત્યાગ કરું છું! મારે હવે કોઈ વિધવાને બચાવવી પડશે નહિ, તથા કોઈ અનાથ બાળકની મિલકત પડાવી લેવા ઇચ્છનાર માટે દાવો લડ પશે નહિ. હું સાહેબ, આપને વળતો આભાર માનવા માગું છું; આપનું શુભ નિવાસસ્થાન કયાં છે?” “આ ધોડાગાડીમાં.” “ભારે તવંગર સ્થિતિની નિશાની કહેવાય. કારણ કે, એનું ભાડું વરસે દહાડે નવ હજાર ક્રાંક થાય !” લેઈગલે શાંતિથી જવાબ આપ્યો. તે જ ઘડીએ કોરાક હોટેલમાંથી બહાર આવ્યો. મેરિયસે ખિન્નતાભર્યું હાસ્ય હસીને જવાબ આપ્યો, “હું એ ભાડું બે કલાથી ભરી રહ્યો છું અને થોડા વખતમાં જ એને ત્યાગ કરવા ઈચ્છે છું ! પણ રોજની કહાણીની જેમ, ક્યાં જવું એ હું જાણતો નથી ' મહાશય,” કોર્ફોરાક બોલ્યો, “મારે ત્યાં ચાલો.” પહેલો હક મારો છે,” લેઈગલ બોલ્યો, “પરંતુ મારે ઘર જ નથી.” "બસ, બસ, ચૂપ રહે, લેઈગલ.” Page #224 -------------------------------------------------------------------------- ________________ તમારા રાજકીય મત કયા છે? ૧૨૯ કોફ્રાક ઘોડાગાડીમાં જ બેસી ગયા. “હોટેલ... સેંટ જૅકસ તરફ, ડ્રાઈવર ! ” અને એ જ રાતે મેરિયસ કોર્પોરાકની જોડાજોડ એક ઓરડીમાં ગાઠવાઈ ગયા. ૪૬ તમારો રાજકીય મત કયા છે? ભેડા દિવસમાં મેરિયસ કાફ્રાકના મિત્ર બની ગયા. જુવાની એ જલદી રૂઝ લાવનારી તુ છે, અને કારાકની સંગતમાં મેરિયસ બહુ છૂટથી શ્વાસ લેવા લાગ્યો. મેરિયસને એ નવા અનુભવ હતો. કોર્પોરાક તેને કશા પ્રશ્નો પૂછતા નિહ; તે ઉંમરે સહેરો બધું આપેાઆપ કહી દે છે. એક સવારે, છતાં, કોર્ફોરાકે અચાનક તેને પ્રશ્ન પૂછ્યો : “ પણ તમારો કોઈ રાજકીય મત છે?”. "6 તમે શું કહેવા માગેા છે ?” મેરિયસે જરા દુભાઈને પૂછ્યું. તમારો પક્ષ કયા છે?” “બાનાપાટી લેાકતંત્રવાદી, ” બીજે દિવસે કોર્ફોરાક મેરિયસને એ. બી. સી. મિત્રમંડળની કાડ઼ે-મુસાંવાળી ખાસ ઓરડીમાં લઈ ગયા. મેરિયસને તેણે કાનમાં કહી દીધું, “ મારે તને ક્રાંતિમંડળમાં દાખલ કરાવવા છે. બીજા સભ્યાને તેણે મેરિયસની રજૂઆત કરતાં જણાવ્યું, “ નવા શાગિદ, ’ t "" મેરિયસે અત્યાર સુધી વિચારસ્વાતંત્ર્યનું આવું મુક્ત દન કર્યું ન હતું. આઝાદ તથા કર્મરત એવાં આ નિબંધ ચિત્તોના તોફાની અને વેગવંત પ્રવાહમાં તેને પોતાના વિચારો વમળે ચડતા લાગ્યા. ફિલસૂફી, સાહિત્ય, કળા, ઇતિહાસ, ધર્મ એ સર્વ બાબત અંગે આ પદ્ધતિએ કરાતી વિચારણા તેણે કલ્પી નહાતી. << એક દિવસ મંડળની વાતચીતમાં વૉટલૂના ઉલ્લેખ આવ્યા. અને તેમાંથી નેપાલિયન વિષે એકાદ તુચ્છકારભર્યા ઉલ્લેખ થતાં જ મેરિયસ ઊભા થઈ ગયા; અને ભીંતે લટકતા ફ્રાંસના નકશા પાસે જઈ, નીચેના કાસિકા ટાપુ* ઉપર આંગળી કરીને બાલી ઊઠયો—“આ નાના ટાપુ, જેણે ફ્રાંસને ખરેખર મહાન બનાવ્યું. " * નેપેલિયન કાર્સિકાને વતની હતા, Page #225 -------------------------------------------------------------------------- ________________ s લે મિઝરાયલ એmોલરસ જે અત્યાર સુધી જાણે આકાશ તરફ જોતે હેય એમ બેઠા હતા, તેણે મેરિયસ તરફ નજર કર્યા વિના જ જવાબ વાળ્યો, “ફ્રાંસને મહાન બનવા માટે કોઈ કોર્સિકાની જરૂર નથી. ફ્રાંસ મહાન છે, કારણ કે તે ફ્રાંસ છે.” મેરિયસ અત્યારે પીછેહઠ કરી શકે તેવી દશામાં ન હતો. તે થડકારભર્યા અવાજે અને થડકતી નસ સાથે બેલવા લાગ્યો, “ફ્રાંસને નીચું પાડવાનું પાપ મારે હાથે ન થાઓ; પરંતુ નેપોલિયન સાથે તેને જોડવું એ તેને નીચું પાડવા બરાબર નથી. એ મહાપુરુષને તમે નથી પૂજી શકતા, તે તમારે તેનામાં બીજું વિશેષ શું જોઈએ છે? તેનામાં દરેક વસ્તુ હતી : તે પૂર્ણ પુરુષ હતો. તેનું મગજ મનુષ્યોની સર્વ માનસિક શક્તિઓના સરવાળારૂપ હતું. જસ્ટિનિયનની પેઠે તે કાયદાઓ ઘડતો; સીઝરની પેઠે તે આદેશ આપતો; તે ઇતિહાસ રચતે તેમ જ લખત; તેનાં બુલેટિનો મહાકાવ્ય ઇલિયડ જેવાં છે; શહેનશાહોને તે ગૌરવ શીખવત; તે બધું જોતે, બધું જાણતે, અને તેમ છતાં તેના નાના બાળકના પારણા પાસે ઊભો રહી તે એક વત્સલ પિતાનું ભલું હાસ્ય હસી શકત. અને બીજી જ ઘડીએ ચમકેલું યુરોપ સાંભળનું કે તેનાં લશ્કરેએ આગેકૂચ આરંભી છે : તોપખાનાનાં પર્વ ગડગડાટ કરતાં ધસી રહ્યાં છે, હડીઓના પુલો નદી ઉપર નંખાઈ ગયા છે, વંટોળ જેવી ઘોડેસવાર ટુકડીઓનાં વાદળ ઊમટી રહ્યાં છે, અને પેકારો તથા ભૂગલના રણનાદ વચ્ચે દરેક ઠેકાણે રાજસિંહાસનો ડગમગી રહ્યાં છે – રાજ્યોની હદો નકશાઓ ઉપર ભૂંસાવા લાગી છે! “મારા મિત્રો ! ન્યાયી વાત બોલો આવા મહાન શહેનશાહની શહેનશાહત બનવું એ એક પ્રજા માટે કેવું ભવ્ય ખુશનસીબ કહેવાય; અને તેનાથી વધુ ભવ્ય બીજું શું હોઈ શકે?” “સ્વતંત્ર બનવું એ !” કોફેર બોલ્યો. હવે મેરિયસને માથું નમાવવાનો વારો આવ્યો. આ ઠંડ, સાદા શબ્દોએ તેના મહાકાવ્ય જેવા વા-વંટોળને પિલાદની તલવાર પેઠે વીંધી નાખ્યો; અને તે તેના અંતરમાં ઊભરાની પેઠે શમી ગયો. જયારે તેણે આંખ ઊંચી કરી, ત્યારે એmોલરસ સિવાય બીજા ત્યાંથી ચાલ્યા ગયા હતા. મેરિયસની સ્થિતિ તદ્દન પ્રક્ષુબ્ધ બની ગઈ. પિતાના અંતરમાં તે એક પ્રકારની અંધકારભરી ખિન્નતા અનુભવવા લાગ્યો : કદાચ પૃથ્વીને બીજ વાવવા હળ વડે ચીરે છે, ત્યારે તેને થતી હશે તે જાતની. કારણ કે, નવા અંકુરના જન્મને અને ફળ ધારણ કર્યાને આનંદ તે બહુ Page #226 -------------------------------------------------------------------------- ________________ તમારે રાજકીય મત કયો છે? છેડેથી આવે છે. તેણે તાજેતરમાં જ નવી શ્રદ્ધા પ્રાપ્ત કરી હતી. એ શ્રદ્ધાએ તેના બાપને તેની નજીક આપ્યો હતો. હવે ત્યાંથી આગળ ખસીને તે બાપથી વિખૂટો પડવા માગતો ન હતો. પરંતુ ત્યાં અટકી રહેવાની ગમે તેટલી પ્રબળ ઇચ્છા હોવા છતાં, તે આગળ ધકેલાયે જતો હત– એ વસ્તુ તેને ક્યાં લઈ જઈને અટકશે એની તેને ખબર પડતી ન હતી. તેણે કાફે મુસાંમાં જવાનું છોડી દીધું આ બધી પંચાત દરમ્યાન જીવનની કેટલીક નક્કર બાબત તરફ વિચાર કરવાને તેને વખત મળ્યું ન હતું. પરંતુ એ બાબતે પોતાની જાતને ભૂલવા દેતી નથી. એક દિવસ ઘરધણી સવારમાં મેરિયસની ઓરડીએ આવ્યો અને કહેવા લાગ્યો – “મારે પૈસાની જરૂર છે.” “કોર્ફોરાકને કહે કે અહીં આવીને મારી સાથે વાત કરી જાય.” કર્ફોરાક આવ્યો. ઘરધણી ચાલ્યો ગયો. મેરિયસે કોર્ફોરાકને પિતે ન કહેવા ધારેલી વાત કહી દીધી કે, હું દુનિયામાં એકલો છું; મારે સગાંસંબંધી નથી. “તમારી પાસે કાંઈ પૈસા છે?” કોર્ફોરાકે પૂછ્યું. માત્ર પંદર ફાંક !” હું ઊછીના આપું એવી તમારી ઈચ્છા છે?” કદી નહિ.” " તમારી પાસે કંઈ દરદાગીને છે?” “એક સેનાનું ઘડિયાળ; અને તમે જુઓ છો તે કપડાં.” “ હું એક વેપારીને ઓળખું છું, તે તમારે એવરકેટ અને એક પાટલૂન ખરીદી લેશે; અને એક ઘડિયાળીને ઓળખું છું. તે તમારું ઘડિયાળ ખરીદી લેશે. પણ પછી તમે શું કામ કરવા માગો છો?” “જે કરવું પડે તે, અલબત્ત, એ સારા માણસથી કરી શકાય તેવું હોવું જોઈએ.” “તમને અંગ્રેજી કે જર્મન આવડે છે?” “ના, કેમ?” “મારો એક મિત્ર બુકસેલર છે; તે એક વિશ્વકોષ જેવું તૈયાર કરે છે. તેને માટે તમે જર્મન કે અંગ્રેજી ભાષાના લેખનો અનુવાદ કરી આપી શકો. મહેનતાણું બહુ ઓછું હોય છે, પણ તેનાથી જીવી શકાય ખરું.” “હું એ ભાષાઓ શીખી લઈશ.” Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨. લે મિઝરાયલ “અને દરમ્યાનમાં ?” મારે કોટ અને મારું ઘડિયાળ ખાઈને જીવીશ.” કાઢના વીસ કૂક ઊપજ્યા; ઘડિયાળીએ પિસ્તાળીસ ફાંક આવ્યા. ઘેર પાછા ફરતા મેરિયસે કોર્ફોરાકને કહ્યું—“ માસ પંદર કૂક ઉમેરતાં કુલ એંસી ક થયા; ઘણા છે.” હેટેલવાળાનું બિલ?” “ઓહ, એ તો હું ભૂલી ગયો હતો.” તે બિલ તરત જ ભરી દેવું પડયું; સિરોર કૂક એછા થયા. દશ બાકી રહ્યા. કોર્ફોરાકે કહ્યું, “પાંચ ફ્રાંક ખાઈને તમે અંગ્રેજી ભણજે; અને બીજા પાંચ કૂકે જર્મન! કાં તો એ ભાષાઓ તમે બહુ જલદી ગળે ઉતારી કહેવાય; અથવા તો એ ફ્રાંકને બહુ ધીમેથી.” મેરિયસની માસીએ, દરમ્યાનમાં, તેનું રહેઠાણ ધી કાઢયું હતું. એક દિવસ મેરિયસ શાળામાંથી પાછા આવ્યો ત્યારે તેની માસીએ મેકલેલા છસો ફાંકની એક સીલબંધ પેટી તથા એક કાગળ તેને મળ્યાં. મેરિય તે ક્રાંક પાછા મોકલાવી દીધા તથા વિનયભર્યા એક કાગળમાં લખી જણાવ્યું કે, મને આજીવિકાનું સાધન મળી ગયું છે, એટલે મારે પૈસાની જરૂર નથી, તે વખતે તેની પાસે ત્રણ ફાંક બાકી રહ્યા હતા. કર્સટીમાંથી મેરિયસને માટે જીવન અગ્નિપરીક્ષારૂપ થઈ પડયું. પિતાનો કેટ અને ધડિયાળ ચાવી જવાં એ તે કંઈ મુશ્કેલ વાત ન કહેવાય; પણ તેને તે સૂકાં સંપળ જાવવામાં થયાં. અર્થાતું, રોટી વિનાના દિવસે, ઊંઘ વિનાની શ, બરી વિનાની સાંજ, આગ વિનાને ભૂલો, મજૂરી વિનાનાં અઠવાડિયાં, આશા વિનાનું ભવિષ્ય, કેણીએથી કાણે થયેલે કોટ, જેને દેખીને છોકરીઓ હસી પડે તે જૂનો ટોપ, ભાડું ન ભર્યું હોવાથી રાતે પાછો આવે ત્યારે બંધ થતું ઘરનું બારણું, ઘરધણી અને તેના નોકરની તુમાખી, પડોશીઓની મજાક, અવમાનને ભંગ, ગમે તે ગધ્ધાવૈતરું, ધૃણા, કડવાશ, Page #228 -------------------------------------------------------------------------- ________________ કૅસેટીમાંથી res અને દીનતા — મેરિયસને આ બધું શી રીતે ગળે ઉતારી શકાય તે શીખવું પડયું; અને માટે ભાગે તો ગળે ઉતારવા માટે એ વસ્તુઓ જ તેને મળતી! ગરીબાઈ એ કેવી અદ્ભુત અને ભયંકર અગ્નિપરીક્ષા છે! તેમાંથી નબળા તુચ્છ બનીને બહાર પડે છે, અને સબળા ભવ્ય બનીને ! ભાગ્યદેવી જ્યારે કોઈ માણસને ઢાળીને અઠંગ બદમાશ કે મહાન દેવાંશી બનાવવા ઇચ્છે છે, ત્યારે આ કુલડીમાં તેને ગાળે છે. મેરિયસને આ બધી મુશ્કેલીઓ વચ્ચે થઈને માત્ર જીવવાનું ન હતું; પરંતુ વકીલની પરીક્ષા પાસ કરવાની હતી, અને તે તેણે કરી પણ ખરી. વકીલની પરીક્ષા પસાર થઈ જતાં તેણે પેાતાના દાદાને એ ખબર પહોંચાડયા. તેમણે તે કાગળ વાંચીને ટુકડેટુકડા કરીને ટોપલીમાં ફેંકી દીા. તેમની દીકરીએ તેમને સ્વગત એટલું બેાલતાં સાંભળ્યા કે, “ ગધેડા, તારામાં જો અક્કલના છાંટા હોત, તે શું સમજી શકયો હોત કે, એક માણસ બૅરન અને વકીલ એકીસાથે કદી ન હેાઈ શકે!” મેરિયસ ધીરજથી, સહનશીલતાથી અને વીરતાથી જીવનના એ સાંકડામાં સાંકડા ભાગમાંથી આગળ નીકળી ગયા. હવે તેના માર્ગ જરા મેાકળા થવા લાગ્યા. સખત પરિશ્રમ, ખંત અને દૃઢ સંકલ્પના બળે તે વરસે દહાડે સાતસે ફ્રાંક કમાતો થયો. તે જન તથા અંગ્રેજી બંને ભાષા શીખી ગયા હતા, અને કોર્ફોરાકના મિત્ર બુકસેલરને ત્યાં કામે લાગ્યા હતા. સાતસા ફ઼ાંક ઉપર તે શી રીતે જીવતા હતા ? ખાસ ખરાબ રીતે નહિ. જેમ કે, શરૂઆતમાં જણાવ્યું તેમ એક કંગાળ મકાનમાં એક ઘોલકી તેણે વરસે ત્રીસ ફ્રાંકને ભાડે રાખી હતી. એ મકાનની સંભાળ રાખતી ડેાસીને તે મિહને ત્રણ ફ્રાંક એરી વાળવા તથા નાસ્તાની વસ્તુએ લાવી આપવા બદલ આપતા. બધુ મળીને તેનું કુલ ખર્ચ સાડા છસેા ફ઼્રાંક થતું; અર્થાત્ વરસે દહાડે તે પચાસ ફ્રાંક જેટલા તવગર બનતા. કોઈ મિત્રને જરૂર પડયે તે દશેક ફ્રાંક ધીરતા. કોર્પોરાક જ એક વખત સાઠ ફ્રાંક માગી ગયા હતા. ' મેરિયસ પાસે બે બ્રેડ કપડાં રહેતાં. એક જોડ દરરોજ માટે અને બીજી તદ્દન નવી ‘ખાસ’ પ્રસંગે માટે, અલબત્તા, બંને જોડે પિતાના કાયમી શેચિહ્ન તરીકે કાળા રંગની હતી. આ ‘ સારી ' સ્થિતિએ પહોંચતાં તેને વરસ વીત્યાં હતાં; મુશ્કેલીનાં કપરાં વસેા. પણ મેરિયસ એકે પ્રસંગે હિંમત હાર્યા ન હતેા. તેણે દરિદ્રતાની એકેએક કોટી પસાર કરી હતી; અને દેવું કરવા સિવય બીજું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લે સિઝેરાહુ એકેએક કામ કર્યું હતું. તે માનતા કે માથે લેણદાર હોવા એ તે માથે માલિક હોવા કરતાં પણ ભૂંડું છે. માલિક તા તમારા શરીરના જ હકદાર છે, પણ લેણદાર તે તમારી ઇજ્જતને પણ ! કારણ, ગમે ત્યારે તેના ઉપર તે હાથ નાખી શકે છે. દેવું કરવા કરતાં તે ખાવાની ટૂંક જતી કરતા; અને વસ્તુતાએ ઉપવાસ વડે જ ઘણા દિવસે તેણે ખેંચી કાઢયા હતા. આ બધા સમય દરમ્યાન તેના હૃદયમાં તેના પિતાના નામની સાથે બીજું એક નામ પણ કોતરાયેલું રહ્યું હતું — થેનારડિયરનું. વૉટલૂના રણમેદાન ઉપર ગાળી અને ગાળાના વરસાદ વચ્ચે પેાતાના પિતાની જિંદગી બચાવનાર આ માણસની આસપાસ તેણે વિચિત્ર ભાવ-ભક્તિ સરજ્યાં હતાં. મેરિયસને થેનારડિયરની વીશીની પાયમાલીની ખબર મળ્યા પછી ઘણા અફસાસ થતા હતા કે પેાતે જીવતા હોવા છતાં પેાતાના પિતાની જિંદગી બચાવનારને તેના દુ:ખના દિવસેામાં તે જરા પણ મદદ કરી શકયો નહિ. મેરિયસે અવારનવાર વખત કાઢીને તથા ખર્ચ કરીને થેનારડિયરને શેાધવા એ બાજુના આખા પ્રદેશ તળેઉપર કરી નાખ્યા હતા; પરંતુ તેની જરા સરખી પણ ભાળ તેને હાથ લાગી ન હતી. ૪૮ પિતૃઋણ દાદાને ત્યાંથી નીકળી ગયે મેરિયસને ત્રણ વર્ષ વીતી ગયાં હર્તા, અને તેની ઉંમર હવે વીસ વર્ષની થઈ હતી. બંને પક્ષે એકબીજાને મળવાના કે સમાધાન ઉપર આવવાના જરા પણ પ્રયત્ન કર્યા ન હતા. પ્રયત્ન કર્યો લાભ પણ શે? માં. જુલેનાર્ડ જેવા માણસ તૂટી જાય, પણ વળે શાના? પરંતુ સાચું કહીએતે મેરિયસની આ જગાએ ભૂલ થતી હતી. એવા બાપ કદાચ હશે, જે પેાતાનાં સંતાનને નહિ ચાહતા હોય; પરંતુ એવા દાદા કોઈ નથી, જે પેાતાના પૌત્રને ન ચાહતા હોય. વસ્તુતાએ માં. જીલેનેર્મન્ડને મેરિયસ ઉપર ભાવ-ભક્તિ હતાં. અલબત્ત એ ભાવ-ભક્તિ વ્યક્ત કરવાની તેમની પદ્ધતિ બખાળા અને આંધપ્પા-મુક્કીની હતી; પરંતુ મેરિયસ ચાલ્યા ગયા ત્યારે તેમને પોતાના અંતરમાં એક અંધકારમય શૂન્યતા અનુભવમાં આવવા લાગી. તેમણે ચિડાઈને હુકમ તે આપ્યો કે, કોઈએ એ બદમાશનું નામ મારી આગળ ન લેવું; પરંતુ બધાંએ તે Page #230 -------------------------------------------------------------------------- ________________ પિતૃઋણું હુકમનું અક્ષરશ: પાલન કર્યું તેથી તે વળી વધુ ચિડાવા લાગ્યા! પહેલાં તો તે માનતા કે, એ “ખૂની', “હત્યારો” થોડા દિવસમાં જ પાછો આવશે, પરંતુ જેમ જેમ દિવસે જતા ગયા અને મેરિયસ પાછો ન જ આવ્યો, તેમ તેમ તે મનને મનાવવા લાગ્યા કે, એ ફાંસીગરાને હું કાઢી ન મૂકું તે બીજું કશું પણ શું? પરંતુ સાને ગમગીનીના લાંબા ગાળા આવી જતા. ઘરડા માણસને સૂર્યના પ્રકાશ જેટલી જ વહાલની જરૂર રહે છે : બંને વસ્તુઓ તેમને માટે સરખી હૂંફદાયક છે. મેરિયસે વેઠેલા દુ:ખે તેને ફાયદો કર્યો હતે. જુવાનીમાં આવેલું દુઃખ, જે માણસને ભાંગી ન નાખે, તે એક કીમિયાની ગરજ સારે છે; અને માણસની સઘળી ઇરછાશક્તિને પુરુષાર્થમુખી તથા તેના સમગ્ર અંતરને ધ્યેયમુખી બનાવી દે છે. તેમાંથી જ પછી આધ્યાત્મિક જીવનની વૃષણા ઊભી થાય છે. પેલા પૈસાદાર જુવાનિયાને સેંકડો સ્કૂલ તથા મનહર ભેગે પ્રાપ્ત થાય છે: શરત, શિકાર, સિગાર, જુગાર, મિજબાની અને આરામ. આમ, તેના આત્માના ઉચ્ચ અને સૂક્ષ્મ અંશોને ભેગે તે પોતાના સ્કૂલ અંશોને કામગીરી આપ્યા કરે છે. દરિદ્ર જુવાન માણસને તે પિતાની રોટી માટે કામ કરવું પડે છે. તે ખાય છે અને જ્યારે તે ખાઈ રહે છે, ત્યારે તેને ચિંતન સિવાય બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ઈશ્વરે મફત આપેલી રમતગમતમાં પછી તે જોડાય છે. અનંત આકાશને, તારાઓને, ફૂલોને કે બાળકોને તે નિહાળે છે, જે માનવતામાં તે દુ:ખ વેઠી રહ્યો હોય છે તેને તે નિહાળે છે; તથા જે સૃષ્ટિમાં તે જીવી રહ્યો હોય છે તેને પણ નિહાળે છે. માનવતાને તે એટલી બધી નિહાળે છે કે તેને આત્મા દેખાય છે, અને સૃષ્ટિને તે એટલી બધી નિહાળે છે કે તેને પરમાત્મા દેખાય છે... મેરિયસ વકીલ થશે તે છતાં તે કોર્ટમાં વકીલાત કરવા જવાની ઇચ્છા રાખતો ન હતે. એટર્ની સાથે મળતા રહેવું, કોર્ટોમાં હાજરી આપવી, ફરિયાદો શોધવી – એ બધું કંટાળાભરેલું હતું. તે શા માટે એ બધું કરે? તેનું પોતાનું કામ નિશ્ચિત હતું, તથા સખ્ત હોવા છતાં તેની પોતાની જરૂરિયાતો માટે પૂરતું હતું. બુકસેલરોમાંના એકે તેને મકાનની સગવડ સાથે વર્ષે દોઢ હજાર કૂક આપવા જણાવ્યું હતું. પરંતુ પગારથી બંધાઈને કામ કરવું અને એક લેખક – કારકુન બની રહેવું, તેના કરતાં સ્વતંત્ર રહીને જે ઓછું મળે તેથી ચલાવવું, એ તેને વધુ પસંદ કરવા જેવું લાગ્યું. કારણ કે, સ્થિતિ એકીસાથે સુધરે અને બગડે, સુખચેન વધે પણ સમાન છું થાય, – એ સદા તેને ખોઢનો ધધો લાગ્યો. Page #231 -------------------------------------------------------------------------- ________________ હૈ બિરાવું મેરિયસને બહાર ખુલ્લામાં ઓછી અવરજવરવાળા રસ્તા તરફ દૂર સુધી એકલા ફરવા જવાનું બહુ ગમતું. રસ્તે જનારા લોકો તેને કઈ શાકની વાડી તરફ, કે ઉકરડાના ઢગલા ઉપર રમતાં મરઘા-બતકોનાં બચ્ચાં તરફ, કે રેટ ફેરવતા છેડા તરફ લાંબો વખત સ્વપ્નસ્થની જેમ જોયા કરતો જોતા. મેરિયસને રાજનૈતિંક તાવ હવે ઊતરી ગયો હતો. તેના અભિપ્રાયો તે જ રહ્યા હતા, પણ તેમની પાછળની ગરમી ઠંડી પડી ગઈ હતી. ખરી રીતે તેમને અભિપ્રાયો જ ન કહી શકાય; તેને હવે જુદી જુદી સહાનુભૂતિઓ હતી એમ જ કહેવું જોઈએ. તે કયા પક્ષને હતે? માનવતાના પક્ષને માનવતામાં પણ તે ફ્રાંસને પસંદ કરતો; ફ્રાંસમાં પણ તે લોકોને પસંદ કરતો અને લોકોમાં પણ તે સ્ત્રીને પસંદ કરતા. તેની કરુણા સી કરતાં સ્ત્રી પ્રત્યે જ ઢળતી. ૧૮૩૧ના મધ્ય ભાગમાં તેની ઓરડીનું કામકાજ કરતી ડેસીએ તેને જણાવ્યું કે, તેમની પડોશમાં રહેતા જોન્ફટ કુટુંબને મકાનમાંથી હાંકી કાઢવાનું છે. મેરિયસ પોતાનો મોટા ભાગનો સમય ઘરની બહાર જ કાઢતો હોવાથી તેને ખબર પણ ન હતી કે તેને પડે શીઓ હતા. તેમને શા માટે હાંકી કાઢવાના છે?” “કારણ કે તેમણે ભાડું ભર્યું નથી; બે હપ્તા ચડી ગયા છે.” “ભાડું કેટલું ચડયું છે?” “વીસ ફ્રાંક.” મેરિયસના ખાનામાં ત્રીસ કૂક પડેલા હતા. લો ડેસીમા, આ પચીસ ફ્રાંક. તેમનું ભાડું ભરી દેજો; અને તેમને પાંચ કાંક ખર્ચ માટે આપજે. તેમને કહેશે નહિ કે તે કોણે આપ્યા છે.” Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉષાનું પ્રાગટય એક વર્ષથી વધુ વખત થયાં, મેરિયસ લક્ષમબર્ગ બગીચાના એક એકાંત વિભાગ તરફ રોજની ટેવ મુજબ ફરવા જતો ત્યારે, તે વિભાગમાં પણ એક એકાંત જગાએ એક માણસને તથા તેની દીકરીને એક જ બાંકડા ઉપર રોજ આવીને બેઠેલાં છે. માણસ સાઠેક વર્ષનો હતો, અને તેને દેખાવ ગંભીર તથા ગમગીન કહેવાય તે હતે. પેલી છોકરીએ પહેલવહેલી જ્યારે એ બગીચામાં દેખા દીધી, ત્યારે તે તેર કે ચૌદ વર્ષની ઉંમરની લાગતી હતી. પહેલી નજરે તેનામાં કશું નોંધપાત્ર લાગે એવું કાંઈ ન હતું, સિવાય કે તેની સુંદર આંખો. તેને પિશાક પણ કોઈ મઠની શાળાના ગણવેશ જે હતો. એ બંને બાપ-દીકરી છે, એમ તો પહેલી નજરે જ દેખાઈ આવે. બે કે ત્રણ દિવસ મેરિયસે સહેજે આ ડેસા તરફ નજર કરી જેઈ; પછી તેણે તેના તરફ લક્ષ આપવાનું છોડી દીધું. છોકરી તરફ તે નજર કરવાને તેને આંખે જ ન હતી. અત્યંત ગરીબીના દિવસો દરમ્યાન તેણે એક વસ્તુ નોંધી હતી કે, પોતે જ્યારે રસ્તા ઉપર થઈને પસાર થતું, ત્યારે જુવાન છોકરીઓ ખાસ પાછી વળીને તેના તરફ નજર કરતી, મેરિયસ માનતે કે મારાં કંગાળ કપડાં અને તેથી પણ વધુ મારા કંગાળ દેખાવ તરફ તેઓ તુચ્છકારભરી નજર કર્યા વિના રહી શકતી નથી. જોકે ખરી વાત એ હતી કે, મેરિયસના નિર્દોષ છતાં દૃઢનિશ્ચયી, અને ગંભીર છતાં સરળ ચહેરા ઉપર એક એવું વહાલયાપણું હતું, કે જે સીના હૃદયમાં ઊંડે ઊતરી ગયા વિના ન રહે. ડોસો અને તેની દીકરી, કોઈની નજર ન પડે તથા કોઈની ઉપર રાજ ન કરવી પડે. એ રીતે જ વર્તતાં. છોકરી સતત કંઈ ને કંઈ બોલ્યા જ કરતી – જાણે એના અંતરને અખૂટ આનંદ તેના મીઠા શબ્દો દ્વારા નિરંતર વહ્યા કરે છે. અને ડોસો પણ, જાણે તેના શબ્દો ઝીલવા જ વધુ ઉસુક હોય તેમ, પોતે બહું થોડું બોલતો અને બોલનાર તરફ જ અવર્ણનીય વાત્સલ્યના ભાવથી જોઈ રહેતો. પરંતુ તમારે જ્યારે બીજાની નજર ચુકાવવી જ હોય છે, ત્યારે તમે બીજાની નજરે વહેલા ચડો છે. પાંચ કે છ જુવાનિયાઓ કે જેઓ આ તરફ રોજ ફરવા આવતા, તેમણે એ લોકોનાં નામ પણ પા દીધાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૮ લૈ મિઝેરાલ હતાં : છેાકરીને તેના ધ્યાનપાત્ર કાળા પેશાકને કારણે તેઓ ‘કુમારી લેર્નોઈર’ ( કાજળ-કાળી ) કહેતા; અને ડોસાને તેના ધેાળા વાળને કારણે ‘ મહાશય લેબ્લાન્ક ’( શ્વેત-ફીણ ) કહેતા. વખત થાય અને એ જોડી નજરે પડે, એટલે દરેક જણ બોલી ઊઠતું, “ લે ! લેબ્લાન્ક ડૈસા તેમના બાંકડે પધાર્યા !” મેરિયસ પણ તે નામથી જ ડેાસાને ઓળખતા. IS પછીને વધે એવું બન્યું કે, મેરિયસે કશા કારણ વિના જ છ મહિના સુધી લક્ષમબર્ગ તરફ ફરવા જવાનું છેડી દીધું. છેવટે એક દિવસ ફરીથી જ્યારે તે ત્યાં ગયા, ત્યારે ઉનાળાનું સુંદર દૃશ્ય હતું અને મેરિયસના હૃદયમાં જાણે બધાં પંખીઓને કલરવ તથા નીલ આકાશની બધી નીલતા વ્યાપી ગયાં હતાં. તે સીધા પેાતાની ફરવાની જગાએ જઈ પહોંચ્યા. ત્યાં પહાંચતાં જ તેની નજર પેલી જૂની જોડી ઉપર પડી. પાસે થઈને જતાં તેને દેખાયું કે માણસ તે એજ હતેા; પરંતુ છેાકરી એ જ ન હતી : બાળપણની મનોહર રૂપરેખાઓની વચ્ચે થઈને જાણે યુવાન સ્ત્રીની બધી મેહક રેખાએ અચાનક ફૂટી નીકળી હતી – એ નિર્મળ અને ત્વરિત ઘડી કે જેનું ભાષાંતર · મુગ્ધ પંદરમું વર્ષ' એ શબ્દાર્થી જ કરી શકાય. મેરિયસ એ લોકો આગળ થઈને પસાર થયા, ત્યારે છે.કરીની આંખેદ તે નીચી ઢળેલી જ હતી; પરંતુ પેલા શળા વાળવાળા ડોસાની વાત લક્ષ દઈને સાંભળતાં સાંભળતાં પણ, તેના મુખ ઉપરથી એક મધુર સ્મિત પસાર થઈ ગયું, એમ મેરિયસને લાગ્યું. મેરિયસ સામાન્ય રીતે બગીચાના એ લાંબા રસ્તા ઉપર પાંચ કે છ આંટા મારતાં. બીજા આંટા વખતે જ્યારે તે એ લોકોના બાંકડા પાસે થઈને પસાર થયા, ત્યારે પેલી જુવાન છેાકરીએ પેાતાની આંખા અચાનક ઊંચી કરી. એક બાળક જેમ કોઈ અચાનક પાસે આવેલા પંખી તરફ કૌતુકભરી નજર કરે, તેથી વિશેષ તેમાં કાંઈ ન હતું. અને મેરિયસ તે હવે યુવતી બનેલી તે છોકરી તરફ નજર પણ કરે એ અસંભવિત હતું, તેના બાકીના આંટા એ લેાકોના કશા ખ્યાલ વિના જ પેાતાના ચિંતનની લહેમાં પૂરા થયા. પછીના દિવસેએ મેરિયસ પહેલાંની માફ્ક ત્યાં ફરવા જવા લાગ્યા, ત્યારે બાપ-દીકરીની મેાજૂદગી તેના લક્ષમાં આવતી; પરંતુ તે સિવાય તેમને બીજા કશા ખ્યાલ તેના મનમાં ઊઠતા નહિ. એક દિવસ હવા ખુશનુમા હતી, અને લક્ષમબર્ગ બગીચા સૂર્યના પ્રકાશ અને છાયાથી ઊભરાઈ રહ્યો હતો. આકાશ જાણે દેવદૂતે એ વહેલી સારમાં ધાઈ કાઢયું હેય તેનું નિર્મળ હતું. મેરિયસે પેાતાના અંતરને Page #234 -------------------------------------------------------------------------- ________________ પેતરા ભરે છે દુદરતના દિવ્ય પ્રવાહને સર્વતભાવે ઝીલવા જાણે તેમાં વહેતું મૂકી દીધું. આવી અર્ધ-સમાધિસ્થ દશામાં તે પેલા બાંકડા આગળ થઈને પસાર થતા હતે, તેવામાં પેલી છોકરીએ અચાનક અખે ઊંચી કરી અને બંનેની નજર એક થઈ. . પરંતુ પેલી છોકરીની નજરમાં હવે આ શું હતું? તેમાં કશું ન હતું, છતાં તેમાં બધું જ હતું! એ એક વિચિત્ર ચમકારો હતો. છોકરીએ તરત જ પોતાની આંખે પાછી ઢાળી દીધી અને મેરિયસ પિતાને માર્ગે આગળ ચાલ્યો ગયો. આત્માની આ પ્રથમ નજર આકાશમાં પ્રગટેલી ઉષા જેવી હોય છે. તેની પાછળ તેજસ્વી અને અજયું એવું કશુંક જાગી રહ્યું હોય છે. વર્તમાનકાળની બધી નિળતા અને તાજગી તેમાં હોય છે, પણ સાથે સાથે ભવિષ્યની બધી સળગતી તમન્ના પણ તેમાં છુપાઈ રહી હોય છે. એ નજર જેના ઉપર પડે છે, તેના અંતરમાં પણ ચમત્કારની પેઠે જે બધું અચાનક જાગી ઊઠે છે, તેનું શબ્દોમાં વર્ણન હોય નહિ. તે રાતે મેરિયસ પોતાની ઓરડીએ પાછો ફર્યો, ત્યારે પહેલી વાર તેની નજર પોતે પહેરેલાં કપડાં તરફ ગઈ, અને પિતે આ “રોજનાં’ કપડાંમાં લક્ષમબર્ગ બગીચામાં ફરવા જતે હો એ વિચારીને તેનું હૃદય જાણે બેસી જવા વા. ૫૦ પેંતરા ભરે છે બીજે દિવસે મેરિયો પિતાના કબાટમાંથી ન કેટ, નવું પાટલૂન તથા ના ટોપ કાઢયાં અને હાથે જ પહેરવાને ઠઠારો કરીને તે લક્ષમબર્ગ તરફ થાશે. રસ્તામાં કોર્ફોરાક તેને મળ્યો પણ તેને ન જોયો હોવાનો ઢોંગ કરીને ને આગળ ચાલ્યો. કોટ્ટરકે ઘેર જઈને મિત્રોને કહ્યું કે, “આજે રસ્તામાં મેરિયસનાં નવાં કોટપાટલૂન મને સામે મળ્યાં, અને મેરિયસ કદાચ તેમની અંદર હતો. ભાઈસાહેબ પરીક્ષા આપવા જ્યા હશે પણ ખરો બબૂચક જે વાગતે હો.” જે મિ૦ - ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ બગીચામાં પહોંચ્યા પછી મેરિયસે રોજના રસ્તા ઉપર ફરવાનું શરૂ કરવાને બદલે એક ફુવારાની આસપાસ વિના કારણ ચક્કો મારતાં મારતાં હંસા તરફ તાકયા કર્યું. પછી નાછૂટકે પેાતાની રોજની ફરવાની જગા તરફ તે ધીમે ધીમે વળ્યો. બાંકડો બે ત્રણ ઝાડ જેટલે દૂર રહ્યો, પરંતુ તેના પગ જાણે આગળ વધવાની આનાકાની કરવા લાગ્યા. તેને લાગ્યું ખરું કે છેકરીનું માં તેના તરફ થાડું વળેલું છે; છતાં તેણે ભારે હિંમત અને બહાદુરી દાખવીને આગળ ધપવાનું જારી રાખ્યું. થોડી સેકંડોમાં તે તે બાંકડા આગળ થઈને જ પસાર થવા લાગ્યો - છેક ટટાર, છેક સીધા, અને કાનનાં ટેરવાં સુધી લાલ લાલ થઈ ગ્યેલા ! કિલ્લાના તપખાના હેઠળ થઇને તે ચાલ્યા, ત્યારે તો તેના હૃદયના ધબકારા ફાટી પડવા લાગ્યા. પેલી છેાકરી શાંતિથી વાતો કર્યે જતી હતી. મેરિયસ તે તરફ નજર કરવાની પણ હિંમત કરી શકર્યો નહિં. જોકે, તેના મનમાં થઈને એક વિચાર પસાર થયો ખરો કે, આ છોકરીને જો ખબર હોય કે માં. ફ઼ા૦ ૬૦ નુશાટાએ પોતાના નામે પ્રસિદ્ધ કરેલા મારકાસ એબ્રેગેાન અંગેના લેખ ખરી રીતે મે લખેલે છે, તે જરૂર તેને મારા તરફ આદરમાન થાય, હવે તેણે એ બાંકડા તરફ પાછા જવાના પ્રયત્ન ન કર્યો. તે અધવચ જ બેસી ગયા. તેણે ઢાળેલી આંખાએ આસપાસ નજર કરવા માંડી. તેને ખૂબ ઊંડે ઊંડે લાગતું હતું કે તેના પાટલૂનના ચળકાટ અને નવા કોટ ગમે તેવા અભેદ્ય કિલ્લામાં પણ ગાબડું પાડવાને શક્તિમાન છે! ઘેર પાછા ફર્યા પછી રાતે છેક આઠ વાગ્યે તેને ખબર પડી કે આજે તે ભાજન કરવાનું ભૂલી ગયા છે. હવે માડું થઈ ગયું છે એમ માની, પેાતાના કોટને કાળજીથી બ્રશ ફેરવી, તેની ગડી બરાબર વાળીને તે સૂઈ ગયા. ૧૦ મેરિયસની ઘરવાળી ડોસીએ જ્યારે બીજે દિવસે પણ મશ્કાર મેરિયસને પોતાના નવા કેટમાં બહાર જતા જોયા, ત્યારે તે આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગઈ. મેરિયસ સીધા બગીચામાં ગયો. પરંતુ આજે તે બાંકડા સુધી જવાને બદલે અધવચ જ એક બેઠક ઉપર બેસી રહ્યો. દૂરથી પેલી છેકરીનાં કપડાં તેની નજરે પડતાં હતાં. જ્યારે બગીચાના દરવાજા બંધ થયા, ત્યારે જ તે ઘેર ગયા. પેલા ડીસા તથા તેની દીકરી કયારે બગીચામાંથી ચાલ્યાં ગયાં હતાં, તેની તેને ખબર રહી ન હતી. કદાચ તે પેલી તરફના દરવાજેથી જ ચાલ્યાં ગયાં હશે. થોડાં અઠવાડિયાં બાંદ Page #236 -------------------------------------------------------------------------- ________________ પેંતરા ભરે છે ૨૧૧ તે દિવસનો વિચાર કરતી વખતે તેને યાદ ન આવ્યું કે પોતે તે રાત્રે પણ જમ્યો હતો કે નહિ. પછીને – ત્રીજે દિવસે પણ ઘરવાળી ડસીના માથા ઉપર વજ તૂટી પડ્યું. આજે પણ મેરિયસ નવા કોટમાં બહાર જ હતો. “લાગલાવટ ત્રણ દિવસ !” ડોસી બેલી ઊઠી. બગીચામાં બ્લાન્ક ડોસો તેની ધકરી સાથે બેઠો હતો. મેરિયસ આજે હાથમાંની ચોપડી વાંચતા વાંચતે, તે તરફ જવાય તેટલો જઈને, ત્યાં પહોંચ્યા વિના જ પાછો ફરી ગયો, અને નિર્દોષ ચકલાંની ખેલકૂદ જેતે, ગઈ કાલની બેઠક ઉપર જ, ચાર કલાક બેસી રહ્યો. ચકલાં જાણે તેની ઠેકડી ઉડાવી રહ્યાં હતાં. આમ એક પખવાડિયું પસાર થઈ ગયું. મેરિયસ બગીચામાં રોજ જતે, પણ હવે તે ફરતે નહિ પેલી બેઠકે જ બેસી રહેતે. બીજા અઠવાડિયાના છેવટના એક દિવસે મેરિયસ બેઠક ઉપર ચેપી હાથમાં પકડી બે કલાકથી બેસી રહ્યો હતો. તેણે એક પણ પાનું ઉથલાવ્યું ન હતું. એવામાં અચાનક તે ધ્રૂજી ઊઠ્યો. એક મોટો બનાવ બની રહ્યો હતો : મેં. લેબ્લાન્ક અને તેમની દીકરી પિતાને બાંકડેથી ઊઠી ધીમે ધીમે મેરિયસ જ્યાં બેઠો હતો તે તરફ આવી રહ્યાં હતાં. મેરિયસે રોપી બંધ કરી; પાછી ઉઘાડી અને વાંચવા પ્રયત્ન કર્યો. આખું જગત જાણે તેના તરફ ધસી આવતું હતું. તેમનાં સ્વસ્થ ધામાં પગલાં તેના કાનમાં નજીક ને નજીક પડઘમની પેઠે ગાજવા લાગ્યાં. તેને લાગ્યું કે, મોં. બ્લાન્ક તેના ઉપર ખૂબ ચિડાઈને નજર ફેંકી રહ્યા છે. “શું તે મને વઢવા માગે છે?” મેરિયસે વિચાર્યું. તેણે પિતાનું માથું નીચે ઢાળી દીધું. જ્યારે તેણે ફરી તે ઊંચું કર્યું. ત્યારે તેઓ તેની છેક લગોલગ આવી ગયાં હતાં. પેલી જુવાન ) છોકરી ત્યાંથી પસાર થઈ, અને પસાર થતાં થતાં તેણે મેરિયસ તરફ નજર કરી. તેણીની નજર સ્થિર, મધુર તથા ચિતાભરી હતી. જાણે મેરિયસને ઠપકે આપતી હોય છે, કેટલા બધા વખતથી મારી તરફ આવ્યા નથી, એટલે આજે મારે આવવું પડ્યું! મેરિયસ એ આંખમાં ચમકતી વીજળી તથા તેમાં દેખાતા અગાધ ઊંડાણથી મૂંઝાઈ ગયો. તેને લાગ્યું કે તેનું માથું જાણે સળગવા લાગ્યું છે. છોકરી દેખાતી બંધ થઈ ત્યાં સુધી તે તેની પાછળ જોઈ રહ્યો. પછી તે બગીચામાં ગાંડાની પેઠે ફરવા લાગ્યો. તે રાતે કોર્ફોરાકે તેને જમવાનું નિમંત્રણ આપ્યું ત્યારે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તેણે રાક્ષસની પૈઠે ખાધું. અને વેઈટરને છ સૂ બક્ષિસ આપી દીધા. અને નવાઈની વાત તો એ કે, કોર્ષે રાકને તેણે નાટક જોવાનું વળતું આમંત્રણ આપ્યું! આખી દુનિયાએ જાણે તેને આજે અભારી કી મુકયો છે – ધન્ય કરી મૂકર્યો છે. સમગ્ર સૃષ્ટિ આજે તેને પોતાની લાગે છે; પિતાનું સર્વસ્વ તે આજે લૂંટાવી દેવા તૈયાર છે! એક આખા મહિને આ રીતે પસાર થઈ ગયે. મેરિયસ રોજ લક્ષમબર્ગ જ. તે ધીમે ધીમે હિંમતવાન બનતે જાતે હતો અને બાંકડાની વધુ નજીક ને નજીક પહોંચતું જ હતું. પરંતુ તે ત્યાં થઈને હવે પસાર થતે નહિ. કોણ જાણે, મોં. લેબ્સાથી તે ડરવા લાગ્યો હતો. એટલે તે એવી જગાઓએ ઝાડ કે પૂતળાં પાછળ બેસતે, કે પેલી છોકરી તેને જોઈ શકે અને પોતે તે છોકરીને જોઈ શકે પરંતુ તેના બાપનું ધ્યાન ખેંચાય નહિ. પેલી છોકરી સ્વસ્થતાથી અને સ્વાભાવિકપણે જ પોતાના બાપ સાથે વાતમાં મશગૂલ રહેતી, અને છતાં મેરિયસ તરફ તેની ભાવ-ઊભરાતી આંખ તથા સ્મિત વારંવાર ઢળતાં રહેતાં. તેની જીભ એક જણને જવાબ આપતી હતી, અને તેની આંખ બીજાને. પણ લેબ્લાક ડીસાની નજર બહાર આ વાત લાંબો વખત રહી નહિ મેરિયસ આવતો ત્યારે તે ઘણી વાર ઊઠી જતો અને ફરવા લાગતો. તેણે હવે રેજના બાંકડાને પણ બદલી નાખે, અને દૂરની એક બેઠક ઉપર બેસવાનું રાખ્યું- એ જેવા કે મેરિયસ તે તરફ પાછળ પાછળ આવે છે કે કેમ. મેરિયસને ખ્યાલ રહ્યો નહિ અને તે એ ભૂલ કરી જ બેઠે. “બાપે’ હવે બગીચાની હાજરી જ અનિયમિત કરી દીધી તથા ઘટાડી નાખી. તે હવે રોજ “દીકરી ને લાવતો પણ નહિ. કેટલીક વાર તે એકલે જ આવતે. ત્યારે મેરિયસ બગીચામાંથી વહેલો ચાલે તે – એ બીજી ભૂલ! મેરિયસને આ બધું લક્ષમાં જ ન આવ્યું. શરમ અને સંકોચની સ્થિતિમાંથી કુદરતી રીતે આગળ વધીને તે અંધાપાની ભૂમિકાએ જઈ પહોંચ્યો હતો. અને ત્યાર પછી તે તેણે ઇચ્છી પણ ન હોય એવી તેના સદ્ભાગ્યની કે દુર્ભાગ્યની એક ક્ષણ આવી. એક દિવસ તે લોકોના બાંકડ ઉપરથી તેને એક હાથરૂમાલ મળ્યો. મેરિયસના આનંદનો પાર ન રહ્યો. જરૂર એ રૂમાલ પેલી સુંદર છોકરીને જ હોવો જોઈએ. તે રૂમાલ ઉપર છેડે બે અક્ષર ભારેલા હતા : ૩૦ ફેઝ. મેરિયસે તે ઉપરથી તેનું નામ કલ્પી કાવ્યું – ઉર્ફીલા. અહા, કેવું મધુર નામ! ઉર્ફલા સંપૂર્ણ Page #238 -------------------------------------------------------------------------- ________________ પેંતરા ભરે છે ૨૧૩ આત્મા તેને એમાં હાજરાહજૂર દેખાયો. એ રૂમાલ તેણે જ જાણીજોઈને ત્યાં રહેવા દીધો હોવો જોઈએ ! કોઈએ જાણી જોઈને રહેવા દીધો હતો એ વાત સાચી; પરંતુ તે ઉર્ફલા એ નહિ, પણ ડોસાએ. મેરિયસે તે ઉપાડી લીધો એટલું જ નહિ પણ તે રૂમાલ મળવાથી પોતાને થયેલ આનંદ ઉર્ફલા બરાબર જુએ એમ પછીના દિવસોએ તે તેને હાથમાં રાખવા લાગ્યો! પણ હવે મેરિયસની ભૂખ ઊઘડતી જતી હતી. તેણે ઉસ્લા ક્યાં રહે છે તે શોધી કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યો, જેથી બગીચા ઉપરાંત તેને દોર પણ તેને હરતીફરતી જોઈ શકાય. પરિણામે, અત્યાર સુધીની ભૂલની પરંપરામાં તેણે ત્રીજી અને ભયંકર ભૂલ ઉમેરી – તેણે ઉભુંલાનો પીછો પકડવા માંડયો. રૂ દ લાઉન્ટમાં સાધારણ દેખાવના એક ત્રણ મજલાવાળા મકાનમાં તે રહેતી હતી. મેરિયસે હવે, લક્ષમબર્ગમાં તેને મળવાના આનંદમાં, તે ઘેર પહોંચે ત્યાં સુધી તેની પાછળ પાછળ જવાનો આનંદ ઉમેર્યો. પણ તેની ભૂખ વધતી જ ચાલી. હવે તેને ઉસ્લા કોણ છે તે જણવાનું મન થયું. એક રાતે તેઓ દોર પહોંચ્યાં ત્યાર બાદ મેરિયસે ઘરના દરવાન પાસે જઈને પૂછયું : ' “પેલા ડોસા પહેલે મજલે રહે છે?” “ના રે ના, ત્રીજે મજલે.” “એ કોણ છે?” “તે પોતાની આવક ઉપર જીવનારા સગૃહસ્થ છે; બહુ માયાળુ છે; દાન-ધરમ કરવામાં પાછું જુએ એવા નથી.” “તેમનું નામ શું?” દરવાનને હવે કાંઈક ખ્યાલ આવ્યો. તેણે તરત પૂછયું, “તમે પોલીસના માણસ છો ?” મેરિયસ તરત ગુપચુપ ચાલ્યો ગ. બીજે દિવસે અજવાળું હતું ને મ, લેબ્લાન્ક દીકરી સાથે બગીચામાંથી ચાલ્યા ગયા. મેરિયસ રોજની ટેવ મુજબ પાછળ પાછળ ગયો. તેને ખ્યાલ ન રહ્યો છે, તે પાછળ પાછળ આવે છે કે નહિ તે અજવાળામાં બરાબર જોવા ખાતર જ ડોસાએ આમ કર્યું હતું. પછીને દિવસે ડોસો તેમ જ તેની દીકરી બગીચામાં ફરવા આવ્યાં નહિ. મેરિયસ આખે વખત રાહ જોઈને બેસી રહ્યો. રાત પડતાં તે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ લે નિરાલ્ડ તેમના ઘર તરફ ગર્યો. ત્રીજા મજલાની બારીમાંથી અજવાળું આવતું હતું. ધ બુઝાય ત્યાં સુધી તેણે તે બારી નીચે આંટા માર્યા કર્યા. પછીને દિવસે પણ બગીચામાં કોઈ આવ્યું નહિ. મેરિયસ આખા વખત રાહ જોઈને રાતના તેના ઘરની બારી નીચે આંટા મારવા ગયો. દશ વાગ્યે તે પાછો ફર્યો ત્યારે પણ ખાવાનું બાકી છે તે ખ્યાલ તેને રહ્યો ન હતો. અઠવાડિયું આમ પસાર થઈ ગયું. પેલાંએ બગીચામાં આવવાનું જાણે બંધ જ કર્યું હતું. મેરિયસ હજારો કલ્પનાઓ કરવા લાગ્યો. દિવસે તો તે લકોની બારી નીચે આખો વખત હાજર રહેવાય નહિ, એટલે રાતના જ તે ત્યાં દીવા બુઝાય ત્યાં સુધી રહેતો. બારીના પડદા ઉપર કોઈ પડછાયો પસાર થતો લાગે, ત્યારે તેનું હૃદય ધબકી ઊઠતું. આઠમે દિવસે તે જ્યારે ત્યાં ગયો ત્યારે બારી બંધ હતી; તથા અંદર પણ ક્યાંય અજવાળું ન હતું. તે લોકો બહાર ગયાં હશે એમ માની તે દશ વાગ્યા સુધી રાહ જોતો ઊભો રહ્યો. પણ તે બારીમાં દીવો સળગ્યો નહિ કે કોઈ એ મકાનમાં દાખલ થયું નહિ. પછીને દિવસે પણ રાતે ઘરમાં દીવો સળગતો દેખાયો નહિ. મેરિયસે મરણિયા થઈને પેલા દરવાનને પૂછયું – “પેલા ત્રીજા મજલાવાળા સા?” ખાલી કરી ગયા.” “કયારે?” “ગઈ કાલે.” ક્યાં ગયા? સરનામું ખબર છે?” ના.” આટલા સવાલ-જવાબ પછી દરવાને માં ઊંચું કરીને જોયું તો તરત મેરિયસને ઓળખ્યો. “ઓહ! તમે જ છો કે? બહુ ભારે તપાસમાં રહેતા લાગે છે!” Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ચાર નામ, કામ એક ઉનાળો પૂરો થયો હતો અને શિયાળે બેસી ગયો હતો. મેં. લેબ્લાન્ટ કે તેમની જુવાન પુત્રી, એ બેમાંથી કોઈએ લક્ષમબર્ગમાં ફરી પગ મૂક્યો ન હતો. મેરિયસે ચારે બાજ સતત શોધ કર્યા કરી હતી. નસીબ સામે વીરતાપૂર્વક જંગ ખેલનાર એક વખતને મનસ્વી અને સ્વમાની મેરિયસ હવે પડી ભાંગ્યો હતે. કામકાજનો તેને કંટાળે આવત; ચાવવાથી તે થાકી જતે; એકાંત તેને ખાવા ધા! એક વખતની ભરીભાદરી રંગભરી સૃષ્ટિ પણ તેને મન શુન્ય બની ગઈ હતી. પોતાની જાતને તે વારંવાર ઠપકો આપ્યા કરતે. મેં શા માટે તેને પીછો પકડ્યો? જ તે જોવા મળતી તેથી હું કેમ સંતોષ ન પામ્યો? તે પણ મને ચાહતી હતી એ ઉઘાડું દેખાતું હતું. હું ખરેખર ગમાર ગધેડો છું, ઈ૦ ઇ. મેરિયસ હજુ ડેસીવાળા મકાનમાં જ રહેતા હતા. તે મકાનમાં બીજું કોણ કોણ રહે છે તેની તેને ખબર ન હતી. અલબત્ત, તે વખતે આખા પકાન માં તે પોતે, તથા પે એન્ડેટ કુટુંબ કે જેનું ભાડું તેણે એક વખત ચૂકવ્યું હતું, એ સિવાય કોઈ રહેતું જ ન હતું. બીજા ભાડવા કાં તો ખાલી કરી ગયા હતા, મરી ગયા હતા, કે ભાડું ન ભરવા બદલ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. એક દિવસ શિયાળાની અધવચ કારમી ઠીનાં છ અઠવાડિયાંની શરૂઆતમાં થોડો ઘણો ઝળકેલે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. તે વખતે ભોજનનો વખત થવાથી મેરિયસ હોટેલ તરફ જવા નીકળ્યો. તે નીચે એ વિચારમગ્ન દશામાં ચાલતું હતું, તેવામાં સામેથી દેડતા આવતા કોઈને ધક્કો તેને વાગ્યો. તેણે જોયું તે બે ચીંથરેહાલ છોકરીઓ – એક ઊંચી અને પાતળી, તથા બીજી જરા બટકી અને નાની – હાંફતી હાંફતી, બનેલી હોય તેમ બેબાકળી થઈને દોડી જતી હતી. મોટી છોકરી નાનીને ધીમે અવાજે કહેતી હતી, “પોલીસદાદા આવી પહોંચ્યા; હું માંડ ભાગી છૂટી.” નાનીએ જવાબ આપ્યો: “મેં તેમને આવતા જોયા હતા, લેટ-રાઈટ, લેટ-રાઈટ!” Page #241 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ મેરિયસ સમજી ગયો કે, આ બે છોકરીઓ પોલીસના હાથમાંથી નાસી છૂટી છે. મેરિયસ આગળ ચાલ્યો તેવામાં તેના પગ આગળ કાંઈક અથડાયું. તેણે નીચા નમીને જોયું તો એક પરબીડિયા જેવું કાંઈક હતું અને તેમાં કાગળ હતા. “અરે, આ પેલી છોકરીઓનું પડી ગયું લાગે છે,” મેરિયસ ગણગણ્યો. તેણે થોડાં ડગલાં પાછા ફરીને તેમને બૂમ પાડી. પરંતુ પેલી છોકરીઓ દૂર નીકળી ગઈ હતી. તેણે તે પરબીડિયું ખીસામાં મૂક્યું અને વીશીને રસ્તે ચાલવા માંડ્યું. રાતે જ્યારે તેણે સૂવા માટે કોટ ઉતારવા માંડ્યો, ત્યારે ખીસામાંનું પરબીડિયું તેના હાથમાં દબાયું. અંદર કાંઈક સરનામું જડે તે તેના માલિકને પહોંચાડવાના ઇરાદાથી તેણે તેને ખીસામાં મૂકી લીધું હતું. તેણે પરબીડિયું ઉઘાડીને કાગળ વાંચવા માંડ્યા. દરેક ઉપર સરનામું હતું. પહેલો કાગળ “મેડમ, ઉમરાવબાનું ગુચરે, ધારાસભાના મકાનની સામેના બંગલામાં” એ સરનામાને હતો. તેમાં નીચેની લીટીઓ લખેલી હતી – “મૅડમ, ઉમરાવબાનું, “દયા-ધર્મના ગુણથી સમાજ એકત્રિત ટકી રહ્યો છે. આપની ખ્રિસ્તી ભાવના જાગ્રત કરો અને સ્પેનની રાજાશાહીના વફાદાર આ કમનસીબ સેવક ઉપર આપની અમીદૃષ્ટિ માંડે. હું વફાદારીથી મારાં કર્તવ્યો બજાવવા જતાં દુર્ભાગ્યને કરૂણ શિકાર બન્યો છું. અને આપના જેવાં ઇ0 ઇ૦.. “આપને નમ્ર સેવક, ડૉન અલવારો, સ્પેનની ઘોડેસ્વાર ટુકડીનો નાયક, અને ફ્રાંસમાં આવી વસેલો નિર્વાસિત, જે પોતાના દેશ માટે મુસાફરીએ આવેલો છે, પણ જેનાં સાધન ખૂટી જવાથી, અત્યારે જે પિતાની કામગીરી ચાલુ રાખી શકે તેમ નથી . . . ઇ૦ ઇ9.” કાગળ લખનારનું કાંઈ સરનામું એમાં ન હોવાથી, મેરિયસે બીજા કાગળમાંથી તે મળશે એ આશાએ બીજો કાગળ વાંચ્યું : “દયાળુ પરમી બાનુ, “આ અરજ કરનાર કમનસીબ બાઈ છે છોકરાની મા છે, જેમાંનું છેલ્લાં આઠ મહિનાનું જ છે. છેલ્લી સુવાવડથી મારું શરીર કથળેલું છે અને મારો પતિ મને મહિનાથી તજી ગયે છે . . . ઇ. બાઈ બાલિઝાર્દ” મેરિયસે ત્રીજો કાગળ ઉકેલ્યો; પણ અગાઉના કાગળોની પેઠે ભીખ અને યાચનાનો જ હતો :– Page #242 -------------------------------------------------------------------------- ________________ ચાર નામ, કામ એક . ‘માઁશ્યાર પેબુગેટ, ધારાસભ્ય, કાપડના વેપારી, રૂ સેંટ ડેનિસ, 66 આ કાગળ લખવાની ધૃષ્ટતા હું આપને આ નમ્ર સાહિત્ય-સેવકની ઓળખાણ આપવા કરી રહ્યો છું. મે હમણાં જ ... નાટકમંડળીને એક નાટક લખીને આપ્યું છે. તેના વિષય ઐતિહાસિક છે. આજે જ્યારે લાકોની સાહિત્યરુચિ બગડી રહી છે, ત્યારે મેં હિંમતપૂર્વક ચાલુ લોકપ્રિય વસ્તુને બદલે આ વસ્તુ સ્વીકારીને મારી ફરજ અદા કરી છે. પરંતુ મને ખાતરી છે કે, ઈર્ષા, અદેખાઈ અને સંકુચિતતા જેવા દુગુણા કે જે સાહિત્યે પાસકોમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે, તેને કારણે અને ભારે નુકસાન પહોંચાડવામાં આવશે. પરંતુ આપના જેવા સાચા કલારિસકોની શુભ નિષ્ઠા ઉપર ભરાંસા રાખીને મે ... ઇટ. كي '' • Ex ત્તા. ક. મારી દીકરીને મે' આપની પાસે માકલી છે અને હું જાતે વ્યા નથી. કપડાંની દુર્દશાને લીધે હું આપની સામે આવી આપને નાહક અપમાનિત કે વ્યથિત કરવા માગતા નથી ... 50.” જૅકસ મેરિયસે હવે છેલ્લા કાગળ ઉઘાડયો. તેના ઉપર સરનામું હતું: “ સેટ હૉના દેવળવાળા દયાળુ દાનવીર સગૃહસ્થને. ” તેમાં લખ્યું હતું : “ ધર્મવીર, દાનવીર સાહેબ, આપ જો મારી પુત્રી સાથે આવવાની મહેરબાની કરશેા, તા એક કરુણ વિપત્તિને નજરોનજર જોઈ શકશેા; તથા આપને યેાગ્ય પ્રમાણપત્રો દ્વારા હું તેની સચ્ચાઈની ખાતરી કરાવી આપીશ. “ પોતે જે દુ:ખ ક્ષણેક્ષણે ભાગવી રહ્યા હોઈએ, તેની પણ ખાતરી બીજાને કરાવી આપવી પડે, એવી આપણી આ દુનિયા છે. છતાં આપને તો હું એ બાબતમાં પૂરતો સંતોષ આપીને જ આપની પાસેથી સતત વહેતા દાનપ્રવાહમાં યોગ્ય હિસ્સા મેળવવાની આશા રાખું છું ... ઇ. આપના નમ્ર, પી. ફેબટો, નાટચકલાર્થી, ” આ ચારે કાગળા વાંચ્યા બાદ પણ મેરિયસને એ કાગળાના માલિક વિષે વિશેષ કાંઈ માહિતી મળી નહિ. ઊલટું, એ કાગળો લખનાર જુદાં જુદાં ચાર જણ હેય એમ લાગતું હતું; છતાં નવાઈની વાત એ હતી કે, એ ચારે કાગળા એક જ પરબીડિયામાં હતા, એક જ હસ્તાક્ષરમાં હતા. ૨૧૭ હું છું, આપના અતિનમ્ર સેવક અને શુભાકાંક્ષી ગેનફ્લેટ, સાહિત્યપ્રિય ,, Page #243 -------------------------------------------------------------------------- ________________ લે મિગ્રેશ અર્થાત, એ કાગળો એક જ માણસે જુદા જુદા નામે લખ્યા હતા, એ ઉઘાડું હતું. આ વિચિત્ર ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરવો એ નકામી મહેનત છે એમ માની, મેરિયસે તેમને પરબીડિયામાં પાછા મૂકી દીધા અને પબીડિયું એક બાજુ ફેંકી દઈ તે સૂઈ ગયો. સવારમાં સાતેક વાગ્યાના અરસામાં તેની આંખ ઊઘડી. રજને કામે લાગવાની તૈયારી તે કરતે હતો તેવામાં તેણે પોતાના બારણા ઉપર એક ધીમા ટકોરો સાંભળ્યો. તેણે બારણું ઉઘાડવું, તે એક છોકરી સામે ઊભી હતી. છોકરી સુકલકડી, ચીંથરેહાલ, મેલી તથા માંદલી દેખાતી હતી. તેને ચહેરો મેરિયસને છેક અજાણય ન લાગ્યો. તેણે પૂછયું, “કોનું કામ છે?” “આપને માટે એક કાગળ છે, મોર મેરિયસ.” છોકરીને મેએ પિતાનું નામ સાંભળી મેરિયસને નવાઈ લાગી. છોકરીએ અંદર દાખલ થઈને જરા પણ સંકેચ વિના ચારે તરફ નજર ફેરવી લીધી. એની એ નિ:સંકોચતા હદયને તરત જ આઘાત પહોંચાડે. તેના પગ ખુલ્લા હતા અને ટાઢથી તે થથરતી હતી. તેના હાથમાં એક કાગળ હતો; અને તે તેણે મેરિયસને આપ્યો. અંદર લખ્યું હતું: મારા માયાળુ પડોશી, જુવાન મિત્ર! તમે છ મહિના પહેલાં મારું ભાડું ચૂકવી દઈને મારા તરફ દર્શાવેલી મમતાથી હું વાકેફ છું. મારી મોટી દીકરી તમને કહી શકશે કે અમે ચાર જણાંએ બે દિવસથી એક કોળિયો પણ મોંમાં મૂક્યો નથી. મારી સ્ત્રી પથારીવશ છે. હું જો મારા ખ્યાલોથી છેતરાતે ન હોઉં, તે જરૂર આ સમાચારથી તમારું માયાળુ હૃદય ગંભીરપણે વ્યથિત થઈ જશે અને તરત કંઈક નાનીસરખી મદદ મારા ઉપર વરસાવવા આપને પ્રેરશે. માનવજાતના પરમ ઉપકારક સજજના કૃપાપ્રસાદથી જેનું હૃદય હંમેશ ગળગળું રહે છે તે આપનો, જોર્જેટ.” “ તા. ક. મારી દીકરીને આપને હુકમ સાંભળતા સુધી આપની તહેનાતમાં હાજર રહેવાની તાકીદ મેં આપી છે.” આ કાગળે મેરિયસના મનમાં આગલી રાતથી ઘોળાયા કરતા ભેદને તદ્દન સ્પષ્ટ કરી મૂક્યો. પેલા ચાર કાગળ લખનાર માણસે જ આ કાગળ પણ લખ્યો હતો. તે સમજી ગયો કે તેના પડોશીને ધંધા, જુદે જુદે નામે જુદા જુદા માણસોને કાગળો લખી, તેમની દયાભાવનાને ઉત્તેજિત કરી, તેમની પાસેથી પૈસા પડાવવાનો હતે. પોતાના નસીબ સાથે આ રીતે Page #244 -------------------------------------------------------------------------- ________________ - ચાર નામ, કામ એક જુગાર ખેલવામાં પોતાની દીકરીઓને ઉપયોગ પણ તે કરતે; તથા તે છોકરીઓ જે રીતે વાસભેર અને ત્રાસભેર પોલીસનું નામ દેતી દેતી ભાગી છૂટી હતી, તે ઉપરથી સ્પષ્ટ સમજાતું હતું કે તેઓ પણ અંધારાના છાના ધંધા પિતા થકી ચલાવતી હતી. મેરિયસને તે છોકરીઓની ઉંમર, જાતિ, કંગાલિયત અને ભ્રષ્ટતાને વિચાર આવતાં કમકમાં આવી ગયાં. મેરિયસ પેલી છોકરી ઉપર પોતાની ખેદપૂર્ણ નજર સ્થિર કરીને આ રીતે વિચારમાં પડ્યો હતો, તે દરમ્યાન પેલી છોકરી તે ઓરડામાં આમથી તેમ બધું જોતી-તપાસતી ફરતી હતી. અચાનક તે બોલી ઊઠી, “વાહ, તમે અરીસે પણ રાખે છેને!” આટલું બોલી તે પિતાના ઘોઘરા અવાજે કંઈક ગાયનના શબ્દો ગણગણતી ટેબલ પાસે ગઈ. “ઓહ ચોપડીઓ છેને કંઈ !” તરત તેના મોં ઉપર એક આનંદની આભા ફેલાઈ ગઈ. પોતે પણ કોઈ બાબતની આવડતનું અભિમાન થઈ શકે છે, એ જાતના ભાવથી તે બોલી ઊઠી, “મને વાંચતાં આવડે છે. જાઓ, વાંચું?” તેણે ટેબલ ઉપર ઉઘાડી પડેલી એક ચોપડીમાંથી વૉટલૂના યુદ્ધના વર્ણનના ફકરાનો ભાગ વાંચવા માંડયો. “વૉટ' શબ્દ આવતાં જ તે અચાનક ચમકી, અને બોલી ઊઠી, “વૉટલું! હું તેની વાત જાણું છું. મારા બાપુ ત્યાં લશ્કરમાં હતા.” પછી તેણે ટેબલ ઉપર પડેલી કલમ ઉપાડી અને ઉમળકાભેર કહ્યું – મને લખતાં પણ આવડે છે!” તેણે કલમ ખડિયામાં બોળી અને ટેબલ ઉપર જ પડેલી એક ચબરકી ઉપર થોડું લખ્યું: “પોલીસદાદા આવી પહોંચ્યા.” પછી કલમ નાખી દઈ તેણે તે ચબરકી મેરિયસને બતાવતાં કહ્યું, “ કહું છું, જુઓ અક્ષર કેવા છે? હું અને મારી નાની બહેન નાનપણમાં ભયાં હતાં. અમે પહેલેથી આવાં ન હતાં, અમે સારા ઘરનાં. . .” અચાનક તે ભી અને શૃંગારિક ભાવનું એક નાટકી જોડકણું હસતી હસતી ગાવા માંડી, અને પૂછવા લાગી, “તમે કોઈ દિવસ નાટક જોવા જાઓ છો, મે. મેરિયસ? હું જાઉં છું. મારે ભાઈ નાટકવાળા ને મિત્ર છે. તે કોઈ કોઈ વાર મને ટિકિટ આપે છે. પણ મને ગૅલરીની બેઠકો ગમતી નથી. કેવી ભીડ હોય છે? કેટલીક વાર કેવા દંગાહિસાદ થાય; અને પસીને તે એ ગંધાય !” Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ લે મિઝેરોલ પછી તે મેરિયસ તરફ જરા વિચિત્ર રીતે નજર કરીને બોલી ઊઠી: “તમને ખબર છે, મોં. મેરિયસ, તમે બહુ સુંદર જુવાન છો?” મેરિયસનું મોં પડી ગયું. પરંતુ પેલી છોકરી તેની પાસે જઈ તેના ખભા ઉપર હાથ મૂકીને બોલી, “તમે મારી તરફ નજર કરતા નથી, પણ હું તમને ઓળખું છું. હું તમને દાદર ઉપર ભેગી થાઉં છું, તથા તમને પાદરી મેબોફને ઘેર એસ્ટરલિઝને રસ્તે જતાં ઘણી વાર સામી મળે છું. તમારા વાળ તમારા મોં ઉપર કેવા શોભે છે!” મેરિયસ તેની પાસેથી જરા દૂર ખસી જઈને ગંભીરતાથી ઠંડા શબ્દોમાં બોલ્યો : “બાનુ, મારી પાસે આ પરબીડિયું છે, કદાચ આપનું હોય એમ લાગે છે. હું આપને પાછું આપવાની રજા લઉં છું.” મેરિયસે આપેલું પરબીડિયું હાથમાં આવતાં જ તે તાળી પાડતી બોલી ઊઠી, “હું ને મારી બહેન એને કેટલું બધું શોધી વળ્યાં? તમને એને રસ્તે મળ્યું હોવું જોઈએ, ખરુંને? અમે ભાગતાં હતાં ત્યારે મારી નાની બહેને તે પાડી નાખ્યું હતું. ખરી ગધેડી છે! ઘેર જઈને ખબર પડી કે પરબીડિયું નથી. પછી માર ન ખાવો પડે એ સારુ અમે જૂઠું બોલ્યાં કે, કાગળો બધા પહોંચાડી દીધા. પણ આ કાગળો અમારા છે એમ તમે શી રીતે જાણી ગયા? લખાણ ઉપરથી, ખરુને? તો કાલે અમે ટિચાયાં હતાં તે તમે જ હતા? જોકે અંધારામાં અને દોડવામાં અમે તમને દેખી શક્યાં ન હતાં; મારી બહેન માત્ર એટલું બોલી હતી કે, કોઈ સારો માણસ લાગતો હતો.” પછી એ કાગળમાંથી સેંટ જેકસ ડ હૉ૦ના દેવળવાળા દાનવીર સગૃહસ્થને કાગળ જુદો કાઢીને તે બોલી, “આ ભાઈસાહેબને દેવળમાં જવાનો આ વખત જ છે; એટલે હું જલદી ત્યાં પહોંચી જાઉં. તે કદાચ કાંઈક નાસ્તા જોણું આપશે.” પછી તેણે હસતાં હસતાં ઉમેર્યું, “આજે અમને નાસ્તો મળે. તે અમે શું ખાધું કહેવાય, ખબર છે? પરમ દિવસનો નાસ્તો, પરમ દિવસનું ભોજન, ગઈ કાલને નાસ્તો અને ગઈ કાલનું ભજન – એ બધું આજે સવારે એકી વખતે અમે પામ્યાં કહેવાય! એટલું બધું એકસામટું ખાઈને અમારું પેટ ફાટી ન પડે તો અમારો જ વાંક વળી !” એની આ કરુણ મજાકથી મેરિયસને છોકરીના આગમનનું કારણ યાદ આવ્યું. મેરિયસે ખીસાં ફફેસીને પાંચ ફ્રાંક અને સોળ સૂ કાઢયા. દુનિયામાં એ વખતે તેની પાસે એટલી જ મૂડી હતી. “આજના ભોજન Page #246 -------------------------------------------------------------------------- ________________ મહેમાન માટે માટે આટલા પૂરતા છે; કાલની વાત કાલે,” એમ કહીને તેણે સેળ સૂ કાઢી લીધા અને પાંચ ફાંકને સિક્કો પેલી છોકરીને આપ્યો. પેલીએ એ સિકો ભારે આતુરતાથી ઉઠાવી લીધું. “વાહ વાહ! પાંચ કૂક! કેવો ચળકે છે! પાસે હોય તે આ લેવાય, તે લેવાય, આ જોવાય, તે ખવાય” આમ બોલતી તે મેરિયસને સલામ કરી બારણા તરફ દોડી ગઈ, અને બોલી, “ઠીક સાહેબ, એ તે બધું સરખું જ છે; હું પેલા સાને કાગળ આપવા તો જાણે જ.” ૫૨ મહેમાન માટે પાંચ વર્ષ સુધી મેરિયસ ગરીબાઈમાં રહ્યો હ; ભારે તંગીમાં પણ કહી શકાય. પરંતુ તેનેય લાગવા માંડયું કે, ખરું દુ:ખ શું કહેવાય છે તે તેણે હજુ જાયું જ ન હતું; ખરું દુ:ખ તે તેણે હમણાં જે જો તે હતું. વસ્તુનાએ જેણે માત્ર પુરુષની વીતી જોઈ હોય, તેણે કશું જ જોયું નથી; તેણે સ્ત્રીની વીતી જોવી જોઈએ. અને જેણે માત્ર સ્ત્રીની વીતી જોઈ હોય, તેણે પણ બધું જ જોયું નથી; તેણે બાળકની વીતી પણ જેવી જોઈએ. માણસ જ્યારે પિતાની અવદશાને છેડે પહો છે, ત્યારે તે પોતાના છેલ્લા ઉપાયે પણ પહોંચી જાય છે. અને તે વખતે જે અરક્ષિત પ્રાણીઓ તેની નજીક હેલ, તેમનું આવી બન્યું સમજવું. કામકાજ, પગાર, રોજ, રોટી, હિંમત, મરજી – એ બધું એકી સાથે ખૂટી પડે છે. બહાર દિવસનું અજવાળું ઓલવાઈ જાય છે, અને તેની સાથે અંદરનું નૈતિક અજવાળું પણ. આ અંધારામાં માણસના હાથમાં સ્ત્રી અને બાળકની અસહાયતા ભી રૂપે બાકી રહે છે, અને તે તેને દુરુપયોગ કર્યા વિના રહેતું નથી. પછીથી બધી કરુણતા અને ભયંકરતા શરૂ થાય છે. હતાશાની આસપાસ જે નબળી દીવાલો ખડી રહી હોય છે, તે દુરચાર અને દુર્ગણ તરફ ધસતી જાય છે. આરોગ્ય, યુવાની, ઇજજત, કુમળા શરીરની બધી પવિત્ર અને પ્રાણભરી નાજુકતા, ભાવના, કૌમાર્ય અને જો –– એ બધાં, એક પછી એક, મદદ માટેનાં ફફા દરમ્યાન, ભ્રષ્ટતાના વમળમાં અટવાતાં જાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ રરર લે ચિરાગ્લ મેરિયસ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેની પાસે જ – એક જ ભીંતની આડ પાછળ આ બધું દુઃખદારિદ્ય તેની સેળે કળાએ ઘૂઘવતું હતું, છતાં તેણે પોતાની લહેમાં મગ્ન રહીને તે તરફ નજર પણ કરી ન હતી. અલબત્ત તેણે એક વખત તેમનું ભાડું ચૂકવ્યું હતું, પણ તે તો એક યાંત્રિક કાર્ય હતું. મેરિયસ જેવાએ તે તેથી કાંઈક વધુ કરી છૂટવું જોઈએ! અલબત્ત, આ લેક અધમતાની –અધોગતિની પરાકાષ્ઠાએ પહોંચેલાં હતાં, પરંતુ અધમ બન્યા વિના અધ:પાત પામનારા તો કોઈ વિરલ આત્માઓ જ હોય. પરંતુ, પતન જ્યારે ખૂબ જ નીચેની કક્ષાએ પહોંચ્યું હોય, ત્યારે જ દયાએ પણ સૌથી ઊંચી કક્ષાએ પહોંચવું જોઈએને? આવા વિચાર કરતાં કરતાં, તેણે જે ભીંત પિતાને પોતાના આ દુ:ખી પડોશીઓથી છૂટી પાડતી હતી, તે તરફ નજર કરી. એ Íત થાંભલા અને પાતળી ચીપટો ઉપર કરેલા પાતળા પ્લાસ્ટરની બનેલી હતી અને તેમાંથી આવ-જા, બોલચાલ વગેરેના અવાજો આરપાર આવ્યા જ કરતા હતા. મેરિયસને લાગ્યું કે પોતાના જે સ્વપ્નદ્રષ્ટા જ એ તરફ આટલી બધી હદે બહેરો રહી શકયો હોય. યોગ્ય વખતે કરવામાં આવેલી મદદથી કોણ જાણે કેટલી વેદના, કેટલો અધ:પાત રોકી શકાયાં હોત! મેરિયસની નજર અચાનક ભીંતની ઉપરના ભાગમાં એક જગાએથી પ્લાસ્ટર નીકળી જવાથી પડેલા ત્રિકોણ બાકા ઉપર પડી. જે દુઃખદારિદ્ય તરફ અત્યાર સુધી તે અંધ રહ્યો હતો, તેના પ્રત્યક્ષ દર્શનથી પોતાના પસ્તાવાને શાંત પાડવા, મેરિયસ પથારીમાંથી એક કબાટ ઉપર ચડીને બાકામાંથી તે ઘોલકાની અંદર નજર કરવા લાગ્યો, મેરિયસની નજરે જે ગંદકી, જે અવ્યવસ્થા, અને માણસ તથા વસ્તુઓનો જે ભંગાર નજરે પડયાં, તેથી તે કંપી ઊઠયો. કોઈ જંગલી પશુની બોડમાં ગમે તેટલું જંગલપણું, શૂરપણું અને લોહીતરસ્યાપારું વસતું હોય, તેમ છતાં તેમાં એક પ્રકારની સાહજિકતા - એક પ્રકારની સુંદરતા વસતી હોય છે. પરંતુ શહેરની આ બોડમાં તો ગોઝારાપણા સાથે ગંજાપણું, તેમ જ ગંદકી સાથે કદરૂપાપણું ભારોભાર સબડતાં હતાં, ઓરડામાં મેરિયસની માહિતી પ્રમાણે જ જોર્જેટ, તેની સ્ત્રી અને એક નાની છોકરી હતાં. મોટી છોકરી તો કયારની પેલા ડોસાને કાગળ પહોંચાડવા ચાલી ગઈ હતી. મેરિયસ આખી પરિસ્થિતિ ખિન્ન હૃદયે વિગતવાર નિહાળતો હતો, તેવામાં ઓરડાનું બારણું ઊઘડયું અને પેલી મોટી છોકરી ઉતાવળી ઉતાવળી અંદર દાખલ થઈ. હાંફતી હાંફતી આનંદ અને વિજયના સાદે તે બોલી : Page #248 -------------------------------------------------------------------------- ________________ મહેમાન માટે ૨૩ તે આવે છે!” કોણ?” બાપે પૂછયું. “પેલા દાનવીર સગૃહસ્થ, દેવળવાળા.” ચોક્કસ?” “હા, હા, તે ઘોડાગાડીમાં બેસીને આવે છે.” “પણ શી ખાતરી? તે ઘોડાગાડીમાં આવતા હોય, તો હું તેમની આગળ શી રીતે આવી શકે? – તે સરનામું આપ્યું છે? આપણા ઓરડાનું ઠેકાણું બરાબર બતાવ્યું છે? મારો કાગળ તેમણે બરાબર વાંચ્યું છે? તે શું બેલ્યા?” અરે વાહ, તેમની રોજની જગાએ દેવળમાં તે બેઠા હતા, અને મેં તેમને કાગળ આપ્યો. તેમણે વાંચીને પૂછયું, “બેટા, તું કયાં રહે છે?” મેં કહ્યું, “સાહેબ, હું આપને ઘર બતાવવા સાથે આવું છું.' તેમણે કહ્યું, “ના, મને તારું સરનામું આપ; મારી દીકરીને કંઈક વસ્તુઓ ખરીદવાની છે એટલે હું ઘોડાગાડી કરીને જાઉં છું; અને જેમ બને તેમ જલદી તારે ત્યાં આવી પહોંચું છે. તેમને મેં ઘરનું ઠેકાણું આપ્યું એટલે તે એકદમ જરા ચોંક્યા જેવા લાગ્યા. પ્રાર્થના પૂરી થતાં મેં તેમને દીકરી સાથે એક ઘેડાગાડી ઠરાવીને જતા જોયા. મેં આપણી એરડીનું ઠેકાણું તેમને બરાબર જણાવ્યું છે.” પણ તે અહીં આવશે જ એમ શા ઉપરથી કહે છે?” “અરે, તેમની ગાડીને આ શેરીમાં દાખલ થતી જોઈને તે હું દોડતી આવી છું.” પેલે ચોંકી ઊઠ્યો. તેણે તરત પોતાની પત્નીને આગ જલદી બુઝાવી નાખવાને હુકમ કર્યો. તેની સ્ત્રી એને અર્થ ન સમજવાથી બોત જેવી ઊભી રહી. એટલે જોખ્યું કે પોતે જ એક વાસણમાંથી પાણી અંગારા ઉપર ભગભગાવી દીધું. પછી તેણે પોતાની મોટી દીકરીને કહ્યું, ખુરસીની ગાદી તેડી નાખ. છોકરી પણ ન સમજી એટલે તેણે પોતે જ ખુરસીમાં જોરથી એક લાત લગાવી. તેને આખો પગ આરપાર નીકળી ગયો. પગ કાઢતાં તેણે દીકરીને પૂછ્યું, “બહાર ટાઢ ખૂબ પડી છે નહિ?” અરે ખૂબ જ; બરફ વરસે છે.” બાપે તરત નાની છોકરીને ગર્જના કરીને હુકમ કર્યો, “અરે દેડકી, ઊઠ, બારીને એક કાચ તોડી નાખ જોઉં.” બાળકી આંખો ફાડીને થથરવા લાગી. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ લે ચિરાહ બાપે તેના માથા ઉપર મુક્કો ઉગામીને ફરીથી કહ્યું, “એક કાચ તેડી નાખ!” બાળકે ડરતાં ડરતાં બારી પાસે જઈને પિતાની મુક્કી જોરથી કાચમાં લગાવી. કાચ કડડડ કરતો નીચે પડયો. તેની પત્નીએ હવે ધીરે રહીને પતિને પૂછ્યું, “આ બધું શું માંડયું છે?” પેલાએ તેને એકદમ પથારીમાં સૂઈ જવા ફરમાવ્યું. તેને ઘુરકાટ સાંભળી પેલી તરત પથારીમાં લાંબી થઈ ગઈ. દરમ્યાન ખૂણામાંથી એક ડૂસકું સંભળાયું. “કેણ મુકે છે?” બાપે ત્રાડ નાખી. નાની છોકરીએ અંધારામાંથી બહાર આવીને પોતાની લેહી દદડતી મુક્કી આગળ ધરી. કાચ ડિવા જતાં તેની ચામડી ચિરાઈ ગઈ હતી; અને તે ગુપચુપ રડતી હતી... વાહ, ખાસ્સે થયું; હું જાણતે જ હતો કે કાચ વાગશે.” પછી તેણે પિતાના ફાટેલા ઝભ્ભામાંથી એક ચીંદરડે જલદી જલદી ફાડયો અને રડતી છોકરીના હાથ ઉપર વીંટી દીધો. પછી પોતાના ફાટેલા ઝભા ઉપર નજર કરતાં તેણે તે બાબતને પણ સંતોષ વ્યક્ત કર્યો. નાની છોકરીને છાની રાખવા મોટી તેને પંપાળવા લાગી. “રડીશ ના બાપુ ગુસ્સે થશે.” “ના, ના, ખવાય તેટલાં ડૂસકાં ખાજે,” બાપે માવ્યું. પછી પિતાની મોટી છોકરી તરફ ફરીને તેણે કહ્યું-- પેલા દાનવીર બદ્રા માટે મેં બધી તૈયારી કરી છે, પણ જે તે ખરેખર ન આવ્યું, તે પછી તારી વાત છે.” ૫૩. મહેમાન ઓરડાની અંદર હિમા વા ભાંગેલી બારીમાંથી બાણની પેઠે સુસવાટા કરો ભોંકાઈ રહ્યો હતે. પેલા દાનવીર સામે આવવામાં થતી ઢીલથી. અકળાઈને ખૂંટ સૌની તરફ દાંતિયાં કરતો હવે ઓરડામાં આમતેમ પેંતરા ભરવા લાગ્યા. અચાનક તે મુક્કી ઉગામીને બોલી ઊઠ્યો – “હવે હું સમજ્યો! આ બદમાશ ધનિકો વિનાકારણ બીજાઓને રાહ જોવરાવવામાં જ મોટા Page #250 -------------------------------------------------------------------------- ________________ માનતા હોય છે. તેઓ એમ જ માને છે કે, ગરીબોએ વળી ચુપચાપ રાહ જોતા જ બેસી રહેવું જોઈએ. એટલા માટે તો તેઓ સરજાયા છે! અહા! હું એ ધનિકોને કેટલા ધિક્કારું છું? તેમની એકેએકની ડોકી પકડીને મારી નાખવાની કેવી મજા આવે! મોટા દાનવીરે! સાલા ચેર છે, ચાર! સો સે યુવા મારકે. પણ, એઈ દેડકી, તારે આ દાનવીર ઘેટો સરનામું બરનામું તો ભૂલી નહિ ગયો હેય ને?— તે જ ક્ષણે બારણા ઉપર ટકો પડયો અને જેટ તરત દેડી જઈ, બારણું ઉઘા, નીચો લળી લળી નમન કરતો તથા પ્રશંસાના સ્મિત વેરતે બોલવા લાગ્યો - પધારો, પધારો મહેરબાન! પધારો મારા દયાળુ નામવર! અને આપ પણ, મારાં નાનાં સુંદર બાન !” મેરિયસ હજ ભીંતના બાકોરા પાસે જ ઊભે હતે. દાખલ થયેલા પેલા સા અને તેની જુવાન પુત્રી ઉપર તેની નજર પડતાં જ તેને શું થઈ ગયું એનું વર્ણન માનવ ભાષામાં શક્ય નથી. એ તે જ હતી – ઉલા! અને પેલો ઓસે પણ બીજો કઈ નહિ, ઉર્ફલાને પિતા મો. લેબ્લાન્ક! ઉલાએ માં. બ્લાન્કની પાછળ પાછળ ઓરડામાં દાખલ થઈને ટેબલ ઉપર એક મોટું પેકેટ મૂક્યું. ન્યૂટની મોટી કરી બારણા પાછળ સરી જઈને પેલીની મખમલની હેટ, તેને રેશમી પોશાક અને તેના મેહક પ્રસન્ન મુખ તરફ મેલી નજરે જોઈ રહી. માં. લેબ્લાન્કે મમતાભ અવાજે એન્ડ્રટને કહ્યું: મહાશય, આ પેકેટમાં ડાં નવાં કપડાં, મિાજ અને ચાદરે છે. પણ આપની સ્થિતિ નજરે જોયા બાદ તે ખરેખર દિલગીર થવાય તેવું છે.” કહું, મારા દયાળુ મહેરબાન ! હું રાલ્માને શિષ્ય છું. મારો પણ એક દિવસ હતો અને ઘણાઓએ મારી કળા ઉપર પ્રશંસાનાં પુષ્પ વેયાં છે. પણ હવે કમનસીબનો વારો આવ્યો છે, અને હું રોટી, બળતણ, કપડાં – સર્વસ્વ વિનાને ગઈ ર છું. મારાં વહાલાં છોકરાંને ટાઢથી તેમ જ ભૂખથી હું બચાવી શકતો નથી. મારા ઘરમાં બેસવાની એકે સાજીસમી ખુરશી નથી. મારા એરડાની બારીએ આવી કારમી ઠંડીમાં પણ સુસવાટ કરતા પવનને ખાળી શકી નથી! અને મારી અધોગના પથારીવશ છે! બીમાર છે!” લે મિ૦- ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ લે મિરાલ્ડ “બિચારી !” મેં. લેબ્લાન્કે નિસાસો નાખ્યો. , , “ અને મારી નાની દીકરી મરણતેલ ઘાયલ થઈ છે!” આટલું કહી જેન્ડેટે પિતાની નાની છોકરી કે જે ડૂસકાં ખાવાને બદલે મ. લેબ્લાન્કની દીકરી તરફ તાકી રહી હતી, તેના ઘવાયેલા હાથને સિફતથી દુખાડયો એટલે તે વેદનાથી ચીસો પાડવા લાગી. એ ચીસ સાંભળી મ. લેબ્લાન્કની પુત્રી તરત હાંફળી હાંફળી તેની પાસે ગઈ અને બોલી, “રડ ના, બહેન!” જેન્ટેટે હવે તેના પ્રત્યે જોઈને બોલવા માંડ્યું: ' “જુઓ, મારું નાનાં સુંદર બા! જુઓ તેનું કાંડું આખું લેહીથી તરબોળ છે! બિચારી એક સંચા ઉપર કામ કરવા જાય છે; આખો દિવસ મજૂરી કરે છે ત્યારે માંડ છ સૂ મળે છે. પણ અકસ્માતથી તેની આંગળી તેનાં ચકોમાં આવી જતાં તેની એટલી તુચ્છ કમાણી પણ બંધ થઈ છે, અને ઉપરથી તેને આખો હાથ કપાવી નાખવાનું ખર્ચ મારે માટે ઊભું થયું છે.” “ખરે જ!” ડોસે ગભરાઈને બોલી ઊઠ્યો.' * પેલી નાની છોકરી પોતાને હાથ કપાવી નાખવાની વાતથી ગભરાઈને હવે “સુંદર રીતે' ડૂસકાં ભરવા લાગી. - થોડો વખત થયાં જોવ્ટ આ “દાનવીર સદ્ગૃહસ્થ’ તરફ કોઈ વિચિત્ર નજરે જોયા કરતો હતો. તેની સાથે વાત કરતી વખતે પણ જાણે તે તેને નીરખીને જોઈ લેતે હોય અને કશું યાદ કરવા પ્રયત્ન કરતો હોય તેમ લાગતું હતું. અચાનક, બાપ-દીકરી બંને પેલી નાની છોકરીને તેના ઘવાયેલા હાથ બાબત પૂછપરછ કરતાં હતાં, તે દરમ્યાન તે પોતાની પત્ની તરફ સરકી ગયો અને ધીમે અવાજે તેને સંબોધીને બોલ્યો, “એ ડોસાને બરાબર જોઈ લેજે !” તે પછી મેં. લેબ્લાન્ક તરફ પાછા ફરીને તે પોતાની કથની આગળ ચલાવવા લાગ્ય: આપ જોઈ શકો છો, મારા મહેરબાન, મારો આખો પોશાક મારી પત્નીના ઝભાને બનેલું છેઅને તે પણ ભર શિયાળામાં આખો ફાટી ગયો છે. મારાથી કોટ વિના બહાર નીકળવું નથી. મારી પાસે જો કેટ જેવું કાંઈક હેત, તો હું કયારને મા બાનુને ત્યાં પહોંચી જાત. તે ૧. ૧૦૦ સૂ=૧ કાંક. ૨૫ સૂ એટલે લગભગ તેર નયા પૈસા. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મહેમાજ ! મને ઓળખે છે; એમ જ કહોને કે હું તેમનો માનીત નટ છું! તે હજુ ત્યાં જ રહે છે. પણ શું કરું? એક સૂ પણ ઘરમાં નથી. મારી પતની માંદી છે, અને મારી દીકરી ભયંકર રીતે ઘવાઈ છે. મારી પત્નીને મદદની તાત્કાલિક જરૂર છે, અને મારી દીકરીને પણ. પરંતુ ડૉકટર ! દવાવાળો! હું તેમને આખું શું? એક સૂ માટે પણ હું ગમે તેને પગે પડવા તૈયાર છું. કળાની આજકાલ કેવી પડતી દશા છે! અને આપ મારાં સુંદર નાનાં બાન અને આપ મારા મહેરબાન દાનવીર જે દેવળમાં જઈ તેને આપના સદ્ગુણોથી અને સુગંધથી સુવાસિત કરો છે, ત્યાં જ મારી દીકરી પ્રાર્થના કરવા જાય છે અને આપને રોજ જુએ છે. મારું ગમે તે થાય પણ મારાં છોકરાંને હું ધાર્મિક રીતે ઉછેરું છું. હું તેમને નાટકશાળામાં જવા દેતો નથી. હું તેમને નાચતાં જોઉં? મારી સગી આંખે? કદી નહિ! તેમને હજુ બાપ છે! એ કઈ પેલી નબાપી છોકરીઓ નથી કે જે કુટુંબ વિનાની, થઈને જીવનની શરૂઆત કરે છે, અને પછી આખા ગામની કુટુંબિની થઈને પૂરું કરે છે. પણ મારા ઘરમાં એવું કદી બની શકશે નહિ. સાહેબ, હું હજી જીવતો છું. હું તેમને સદ્ગણી બનાવવા માગું છું. પરંતુ, આપ જાણો છો મહેરબાન, કાલે અહીં શું થવાનું છે તે? કાલે ચોથી ફેબ્રુઆરી છે-- છેલો દિવસ, આખરી દિવસ! આજે સાંજે હું મારા મકાનવાળાને ઘરભાર્ડ ન ભરે તે કાલે તે મને, મારી મોટી દીકરીને, તાવમાં ફફડતી મારી પત્નીને અને મારી ઘવાયેલી નાની દીકરીને ઘર બહાર કાઢી મૂકશે! – બરફમાં વરસાદમાં, ટાઢમાં, પવનમાં! મારે ચાર હપતાનું ભાડું ચડયું છે. એક આખું વરસ ! પૂરા સાઠ ફાંક. . . જોવ્ટ જૂઠું બોલતે હતે. ચારે હપ્તાનું ભાડું ચડયું હોય તે પણ ચાળીસ ફ઼ાંક થાય; અને મેરિયસે બે હપ્તાનું ભાડું ચૂકવ્યાને હજુ છ મહિના નહોતા થયા. મોં. લેબ્લાન્ક પાંચ ફ્રાંક ખીસામાંથી કાઢીને ટેબલ ઉર મૂક્યા. તે જોઈ ચમકી ઊઠીને જો તેની મોટી દીકરીના કાનમાં ગણગણે – “સાલે પાજી! એના પાંચ ક્રાંકને હું શું કરવાને છું? એટલાથી તે મારી ખુરશી અને ભાંગેલી બારીનું ખર્ચ પણ નહિ નીકળે!" " દરમ્યાન મેં. લેબ્લાન્ક પિતાનો મોટો ભૂખ ઓવરકોટ શરીર ઉપરથી ઉતારીને ખુરસીની પીઠ ઉપર ભરો. “મેં, ફેબો!” તેણે કહ્યું, “મારી પાસે અત્યારે આ પાંચ જકૂક Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તે સિરા છે પરંતુ હું મારી દીકરીને ઘેર પહોંચાડીને સાંજે જરૂર પાછો આવીશ. તમારે ભાડું આજે સાંજે ચૂકવવાનું છેને?” - ભદ્રંટનું માં એક વિચિત્ર પ્રકારના ભાવથી ચમકી ઊઠયું. તે જલદી જાદી : “બરાબર આઠ વાગ્યે; મારા નામવર સાહેબ.” “હું છ વાગ્યે આવીશ, અને તમારા સાઠ ફ્રાંક લાવીશ.” મારા જીવનદાતા !” એડ્રેટ બેધ્યાનપણે બોલ્યો. માં. બ્લાન્ક હવે પોતાની દીકરીને હાથ પકડી બારણા તરફ વળ્યા; તે જ વખતે ન્યૂટની મોટી દીકરીની નજર ખુરશી ઉપર રહી ગયેલા તેમના કેટ ઉપર પડી, તે બેલી ઉઠી, “સાહેબ, આપને કોટ?” એન્ડ્રટ પુત્રીનું ખૂન કરી નાખે તે તપી ગયો; પણ મ. લેબ્લાન્ક પાછી વળી, ડું હસીને કહ્યું, “ હું ભૂલી નથી ગયે; મેં જાણી જોઈને રહેવા દીધો છે.” ડ્રેટ હવે ઉતાવળે બોલી ઊઠયો: “એ મારા દયાળુ સાહેબ, મને રડવું આવી જાય છે, હું આપને ગાડી સુધી મૂકવા આવું છું.” ૫૪ કઈ લાખે નિરાશામાં! િિરયસ આ બધું તે હતો; જે કે વસ્તુતાએ તેણે કહ્યું એવું ન હતું. ઉર્ફલા એ ઘોલકામાં દાખલ થઈ ત્યારથી મેરિણસની આંખ અને ચિત્ત તેની આસપાસ જ ઘસી રહ્યાં હતાં. એટલે, જેવાં તે લકે બહાર નીકળ્યાં કે તરત તે ટેપ માથે મૂકી તેમની પાછળ જવા તત્પર થઈ ગયે; જેથી તેમની પાછળ જઈ તેઓ હવે કયાં રહે છે તેની ભાળ મેળવી લેવાય. પણ મો. લેન્થની નજર તેની ઉપર પડી જાય તે તે જરૂર તેને પીછો છોડાવવા પ્રયત્ન કરે, એ બીકે તે થોડેક થેલ્યો. થોડી વાર બાદ જ્યારે તે ધીમે ધીમે શેરીમાં નીકળ્યા, ત્યારે એક ગાડીને શેરીને વળાંક વટાવતી તેણે જોઈ. મેરિયસ ગાંડ થઈ જવા આવ્યો! હવે તે શું કરે? ગાઉની પાછળ પાછળ દોડે, તો તરત અંદર બેઠેલાં એનું ધ્યાન તેના ઉપર પડે. પણ એટલામાં તેને સદભાગ્યે એક ભાડતી ગાડી ત્યાં થઈને પસાર થતી Page #254 -------------------------------------------------------------------------- ________________ કઈ લાખે નિરાશામાં! ૨૯ હતી. મેરિયસે તેના ડ્રાઈવરને ભવાની નિશાની કરી. પરંતુ તેના દીદાર એવા હતા કે ડ્રાઇવરે અંગૂઠો અને આંગળી ઘસીને તેની સામે ધરી. એટલે શું?” મેરિયસે પૂછયું. “નાણાં સાહેબ,” ડ્રાઇવરે જણાવ્યું. મેરિયસને યાદ આવ્યું કે પોતાની પાસે સળ સુ જ બાકી રહ્યા હતા. “કેટલાં નાણાં જોઈએ?” તેણે પૂછવું. ચાળીસ સ્.” “હું પાછો આવીને આપીશ.” ડ્રાઇવરે જવાબ આપવાને બદલે એક નાટકી ગીતની કડી ગાતા ગાતાં ઘોડાને ચાબુક લગાવી. મેરિયસ ઘોડાગાડીને ચાલી જતી વ્યાકુળ આંખે જોઈ રહ્યો. પિતે આજે સવારે જ પેલી છોકરીને પાંચ ફૂાંક આપી દીધા ન હોત, તે તેનાં અત્યારનાં અંધકાર, હતાશા, અને એકલવાયાપણામાંથી તે બચી શકત! પોતાના રહેઠાણ તરફ તે નિરાશ થઈને પાછો ફર્યો. જોકે તેને ખ્યાલ આવવો જોઈતો હતો કે, મો. લેબ્લાન્ક હજુ સાંજે પાછા આવવાના છે; પરંતુ તેના અત્યારના વ્યાકુળપણામાં તેને કશું સમજાય તેવું રહ્યું ન હતું. જે તે દાદર ઉપર ચડવા જતા હતા, તે જ તેણે ઘોડે દૂર ન્યૂટને એક પડતર ભીતડાની આડે ભલા માણસ સાથે ગુસપુસ વાત કરતો જો. જે માણસ સાથે તે વાત કરતા હતા તે આ દુનિયાને માનવી લાગતો ન હતા – જાણે અંધકારને – ઊંડી ગટરનો રહેવાસી! તેનું મેં અને ચહેરો જોતાં જ હાડકાંની મીંજ સુધી કંપી ઉઠાય. આજુબાજુ બરફ પડતો હોવા છતાં શાંતિથી આ રીતે ગુસપુસ કરતા એ બે માણસને જોઈ, કોઈ પોલીસનો માણસ તો સાબદું થઈ જાય; પરંતુ મેરિયસને તે બધું નજરે ન પડયા બરાબર જ હતું. મેરિયસ ધીમે પગલે દાદર ચડી રહ્યો, અને જે તે પોતાની કોટડીમાં દાખલ થવા જાય છે કે તેની નજરે પેલી મોટી છોકરી પડી. મેરિયસને હવે તે છોકરી તરફ કંટાળે ઊપજ્યો હતે. જો તેના પાંચ કૂક એ છોકરી પાસે ગયા ન હોત, તો તે જરૂર ઉલાનું ઠામઠેકાણું જાણી શકયો હોત; અને પછી, પછી... પણ ખેર. મેરિયસ જરા ચીડિયું મેં કરી ઓરડામાં પેઠે અને બારણું બંધ કરવા ગયો, પણ જોયું તે કોઈએ બહારથી બારણું પકડી રાખ્યું Page #255 -------------------------------------------------------------------------- ________________ લિ મિઝરાક્ષ “શું છે?” તેણે પૂછયું. “કોણ છે?” જોÇટની પેલી માટી છોકરી જ હતી. “તું છે કે?” મેરિયસે જરા કઠોરતાથી પૂછ્યું. “વળી પાછી કેમ આવી છે? શું કામ છે?” છોકરી જરા વિચારમાં પડ્યા જેવી હતી, અને તેની નજર મેરિયસ તરફ ન હતી. તે અંદર પણ આવી નહિ; માત્ર બારણું ઉઘાડું પકડી રાખીને ઊભી રહી, લે ચાલ, જવાબ આપ!” મેરિયસે કહ્યું. “શું કામ છે?” છોકરીએ પોતાની ખિન્ન આંખે જરા ઉંચી કરી. તેમાં એક પ્રકારનું ઝાંખું તેજ ચમકી રહ્યું હતું. તેણે મેરિયસને કહ્યું: “ોર મેરિયસ, તમે દિલગીર દેખાઓ છે. તમને શું થયું છે?” “મને!” “હા, હા, તમને.” “મને કશું નથી થયું.” “હા, થયું છે!” ના, ના. છાનીમાની ચાલતી પકડ.” એમ કહી મેરિયસે બારણાને ફરી ખેંચ્યું; પરંતુ પેલીએ પકડી રાખ્યું જુઓ, તમે ખોટું કરો છો. તમે બહુ પૈસાદાર નથી લાગતા; છતાં આજે સવારે ભલા થઈને તમે મને ખાવા માટે કાંઈક આપ્યું હતું. અત્યારે ફરી પાછા ભલા થઈને તમે મને કહો કે, તમને શું દુઃખ છે? તમારા મનમાં કશીક વાતની મૂંઝવણ છે, એ ચોખ્ખું દેખાય છે. હું તમને મૂંઝાયેલા જોવા ઇચ્છતી નથી. કહે, તમારી મૂંઝવણ શી રીતે ટળે તેમ છે? હું તમને કાંઈ કામમાં આવી શકું તેમ છું? હું મારા બાપુને ઘણા કામમાં આવું છું. કાગળ પહોંચાડવાના હેય, ઘરમાં જવાનું હોય, બારણે બારણે ફરીને તપાસ કરવાની હોય, કોઈનું સરનામું શોધી લાવવાનું હોય, કોઈની પાછળ જવાનું હોય, તે એ બધું હું કરું છું.” મેરિયસના મનમાં એક વિચાર આવ્યો : ડૂબતે માણસ કર્યું તરણું પતો નથી તે પેલી છોકરી પાસે ગયો. સાંભળ.” તે માયાળુતાથી બોલ્યો. પેલીએ આંખમાં આનંદના ચમકારા સાથે તેને વચ્ચે જ ભાવીને કહ્યું: “હા, તમે મારી સાથે એમ ધીમેથી બોલો ! મને તે વધુ ગમે છે.” Page #256 -------------------------------------------------------------------------- ________________ કઈ લાખે નિરાશામાં! ૨૩૧ ઠીક, જો તું આજે એક વૃદ્ધ ગૃહસ્થને તેમની દીકરી સાથે અહીં બેલાવી લાવી હતી, ખરુંને?” “હા.” “તું તેમનું સરનામું જાણે છે?” પેલી છોકરીની આંખે પહેલાં ઉદાસ હતી, તે હમણાં આનંદપૂર્ણ બની હતી; પણ હવે તે પાછી અંધારી ઘોર બની ગઈ ! “તમારે એ જાણવું છે?” “હા.” “તમે તેને ઓળખો છો?” “ના.” “એટલે કે, તમે તેમને ઓળખતા નથી, પણ ઓળખવા માગે છે, ખરું?” તેમને'નું જે “તેને થયું હતું, એમાં ભારોભાર અર્થ અને કડવાશ ભરેલાં હતાં. “તું સરનામું શોધી આપી શકશે?” “તમને એ સુંદર જુવાન છોકરીનું સરનામું મળશે.” વળી પાછો “એ સુંદર જુવાન છોકરી’ શબ્દો ઉપર જે થડકો હતા, તે લક્ષમાં આવતાં મેરિયસ અકળા. “ઠીક, ઠીક, બાપ અને દીકરીનું સરનામું; તેમનું સરનામું, વળી !” પેલી તેના સામું સ્થિરતાથી જોઈ રહી. “તમે મને શું આપશે ?” “તું જે કહે તે !” તમને સરનામું મળ્યું જાણે.” આટલું કહી તે ઝટપટ બારણું બંધ કરીને વિદાય થઈ. મેરિયસ એકલે પડયો. ખુરશીમાં બેઠો બેઠો તે પિતાનું માથું અને બંને કોણીઓ ખાટલા ઉપર ટેકવી, વિચારમાં ગરક થઈ ગયો. . અચાનક, એક ખટકા સાથે તે પોતાની વિચારનિદ્રામાંથી જાગી ઊઠયો. તેણે પાસેના ઓરડામાંથી અચાનક જેન્ડેટને મોટો કર્કશ અવાજ સાંભળ્યો. તેના શબ્દો મેરિયસને માટે વિચિત્ર રહસ્યભર્યા હતા: Page #257 -------------------------------------------------------------------------- ________________ તે મિરાન્ડ “હું કહું છું કે મને પૂરેપૂરી ખાતરી છે, મેં તેને બરાબર ઓળખે!” જેન્ડેટ કોની વાત કરતે હતો? ઉસ્લાના પિતાની ? પોતે જે માહિતી વિના ટટળતો હતો, તે માહિતી શું તે અણધારી રીતે જ અત્યારે સાંભળવા પામવાનો હતો? ઉસુંલાને બાપ કોણ હતો? જોખ્યું. તેના વિષે શું જાણતે હો? અચાનક તે કૂદીને બેઠો થયો, અને કબાટ ઉપર ચઢ પેલા બાકામાંથી જેડ્રેટના ઓરડામાં જોવા લાગ્યો. ૫૫ પાંચ ફાંકને ઉપયોગ ઓરડાના દેખાવમાં કશું બદલાયું ન હતું; ફક્ત ખૂંટની પનીએ અને દીકરીઓએ પેલું પૅકેટ ઉઘાડ્યું હતું અને તેમાંનાં ઊનનાં મોજાં તથા ગંજીફરાક પહેરી લીધાં હતાં. બે પથારીઓ ઉપર નવી ચાદરો પણ બિછાવેલી હતી. જોન્ટેટ ઓરડામાં તરત જ દાખલ થયો હતે. તે હજુ હાંફતે હો. તેની સ્ત્રીના મોં ઉપર આશ્ચર્યની રેખાઓ અંકિત થયેલી હતી. ખરી વાત? તમને ખાતરી છે?” તેણે જાણે આભી બની જઈને પૂછયું. “ તદન ખરી ! આઠ વર્ષ પહેલાંની વાત છે, પણ મેં તેને બરાબર ઓળખી કાઢયો છે! શું, તને જરાય શંકા ન ગઈ?” ના!” “મેં તે તેને ધ્યાનથી જોવાનું કહ્યું હતું. એ જ મેટું; એ જ ઊંચાઈ, દેખાવે પણ ખાસ ઘરડો નથી થયો. પણ તેનાં કપડાં વધુ સારાં હતાં. વાહ, બેટમજી, હવે તમે મારા હાથમાં ફરી પાછા સપડાયા છો !” એમ કહી તેણે મોંમાં ડચકારે વગાડયો, અને છોકરીઓને કહ્યું: જાઓ, તમે બહાર જાઓ જોઉં!” માએ તેતડાતે અવાજે કહ્યું, “પેલીને હાથ ફૂલી ગયો છેને?” બહારની ઠંડી હવાથી ફાયદો થશે; ચાલો, ચાલતી પકડો તે !” છોકરીઓ ઊઠીને ચાલવા માંડી. આ માણસની સાથે કશી દલીલ કરવાની હોય નહિ, એ એના કુટુંબનાં સૌ બરાબર સમજતાં હતાં. Page #258 -------------------------------------------------------------------------- ________________ પાંચ ક્રાંકને ઉપયોગ બંને બહેને બારણામાંથી નીકળતી હતી તેવામાં જોÇટે મોટીને હાથ પકડીને વિચિત્ર અવાજે કહ્યું, “તમે બંને પાંચ વાગ્યે બરાબર અહીં આવી રહેજો; મારે તમારી જરૂર પડશે.” મેરિયસ બેવડા લક્ષથી સાંભળવા લાગ્યા. પત્ની સાથે એકલો પડતાં જ, જોçટે બાહ્યાચાલ્યા વિના ફરીથી ઓરડામાં આંટા મારવાના શરૂ કર્યા. અચાનક તે થેભ્યો અને બેલા, “અને બીજી વાત કહું? પેલી જુવાન છોકરી –” “હા, તેનું શું છે?” મેરિયસને ખાતરી થઈ ગઈ કે, ઉર્ફલાની જ વાત ચાલે છે. તેણે તીવ્ર ઉત્કંઠા સાથે આગળની વાત સાંભળવા માંડી. તેનું આખું ચેતન જાણે તેના કાનમાં જ કેન્દ્રિત થઈ ગયું. જોન્વોટે નીચા નમી તેની પત્નીના કાનમાં કશુંક કહ્યું, અને પછી વાત પૂરી થતાં ઊંચા થઈ મેટે અવાજે કહ્યું, “એ તે છે!” એ છોકરી ?” “હા, હા, તે જ છોકરી.” પત્નીના મેના “એ છોકરી” શબ્દોમાં કેટલો ગુસ્સો અને ધિક્કાર ભરેલાં હતાં તેનું વાણીમાં વર્ણન શકય નથી. પતિએ કાનમાં કહેલા શબ્દોથી જ એ સ્ત્રીને ઘાણાજનક દેખાવ બદલાઈને એકદમ વિકરાળ બની ગયો હતે. ' “અશકય !” તે ચીસ પાડી ઊઠી. “મારી છોકરીઓ ઉઘાડે પગે, ફાટેલે કપડે ફરે, અને એને? રેશમી કપડા ! મખમલની હેટ! બસ કાંકથી વધુ કિંમત તે હશે જ! વાહ, કોઈ શાહજાદી જ જોઈ લો ! પણ પેલી તે નરી ડાકણ જેવી હતી, અને આ તે કંઈક ઠીક દેખાવની છે; ના, ના, એ તે ન હોઈ શકે !” “હું કહું છું કે, એ તે જ છે. તેને ખબર પડશે.” એ સાંભળતાં જ પેલી છળી મરી હોય તેમ ઊછળીને ઉપરની છત સામું ફાટેલી આંખે જેતી બોલી : “શું, મારી છોકરીઓ ઉપર દયા દેખાડનારી એ છોકરી પેલી ભિખારી જ છે! હાય, મરેને, તેનું કાળજું તેડીને ચાવી ખાઉં!” આમ કહી, પથારીમાંથી તે કૂદીને બહાર નીકળી; અને વીખરાયેલા વાળ તથા ફૂલેલાં નસકોરાં સાથે, મૂઠીઓ ભીડીને હાથ ફેલાવતી વિકરાળ મેહે થે વાર ઊભી રહી અને પાછી પથારીમાં પડી. પતિ તે તેની Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ લે મિઝરાયલ સ્થિતિ તરફ નજર પણ કર્યા વિના આમતેમ આંટા જ મારતો રહ્યો. થોડી વાર ચૂપ રહ્યા બાદ તે ફરી તેની પાસે ગયા અને અદબ વાળેલ હાથે બાલ્યા 66 અને બીજી એક વાત કહું ?” “શું ? ” તે ઉતાવળ પણ ધીમે અવાજે બોલ્યો : “મારો બેડો હવે પાર છે!” પેલી તેના તરફ નવાઈભરી આંખે જોઈ રહી. પેલા બાલવા લાગ્યો : “ જહાનમમાં જાય ! હું બહુ દિવસ ભૂખે મરતો અને ટાઢે થથરો મુફલિસ માણસ રહ્યો. પણ હવે હું એવા નાચીઝ બંદા રહેવા માગતા નથી. હવે મારી ભૂખ માટે મારે ખાવાનું જોઈએ ! મારી તરસ માટે મારે પીણું જોઈએ ! સૂવા માટે પથારી, અને કાંઈ મહેનત ન કરવા માટે ફુરસદ ! મારો પણ વારો આવવા જોઈએ ! મારે પણ મરતા પહેલાં એક વાર નાના સરખ લખપિત થવું છે ! ” તેની પત્ની તેની ડાગળી ચસકતી માનીને તેની સામે ગભરાઈને જોઈ રહીં, અને બાલી : “પણ વાત શી છે?” “વાત ? તારે સાંભળવી છે? લે ત્યારે સાંભળ ! આ લખપતિ હવે આપણા હાથમાં આવ્યા છે. હવે જો આપણે મળેલી તકના લાભ ન ઉઠાવીએ, તો આપણે ઘાસ ખાવાને જ લાયક છીએ એમ કહેવુ જોઈએ. મેં બધી બરાબર ગેાઠવણ કરી છે. હું માણસાને તૈયાર કરી આવ્યો છું. પેલા આજે સાંજે છ વાગ્યે સાઠ ફ઼ાંક મને આપવા આવવાના છે. તે વખતે આપણે પડોશી તો જમવા ગયા હશે અને અગિયાર વાગ્યા પહેલાં પાછે નહિ ફરે. મકાનવાળી ડોશી પણ શહેરમાં વાસણ માંજવા ગઈ હશે. આપણી છેકરી તેમ છતાં બહાર તપાસ રાખશે. પણ જો હવે, મારે વાતેમાં વધુ વખત બગાડવાના નથી. મારે હજી બીજા માણસાને મળવાનું બાકી છે. જોકે અત્યારે બહાર નીકળાય તેવી ઋતુ નથી; પણ તે માટે પેલા પાતે જ પેાતાના ગરમ કોટ મને આપતા ગયા છે! જ્યારે દશા ફરવાની થાય છે ત્યારે બધુ કેવું અનુકૂળ થતું જાય છે!” આટલું કહી તે માથે ટોપ। ચડવી બહાર ચાલ્યા; પણ તરત જ છે ફરીને બોલવા લાગ્યો : “ હું કહેવાનું ભૂલી ગયા; તારે અધમણેક કોલસા સળગવીને તૈયાર રાખવાના છે.” આટલું કહી તેણે ખીસામાંથી Page #260 -------------------------------------------------------------------------- ________________ પાંચ ક્રાંકનો ઉપયોગ પેલા “દાનવીરે આપેલે પાંચ કૂકિને સિદ્ધ પિતાની સ્ત્રીના ઘાઘરામાં નાખ્યો. “અધમણ કોલસા?” હા.” “એના ત્રીસ સૂ જશે. બાકીનાનું હું આજે જમવાનું કાંઈક લાવીશ.” “અરે એ ડફોળાઈ જોષે કરતી! કેમ?” “મારે હજુ બીજુ કાંઈક ખરીદવું પડશે.” “શું.” કેમ વળી? પહાડ જે રાક્ષસ ઝબ્બે કરવાને છેને?” “તમારે કેટલા કૂક જોઈશે?” આટલામાં ખંડવાળાની દુકાન ક્યાં છે?” “રૂ મૂફેટામાં.” બરાબર; પિલી શેરીને નાકે, ખરુંને?” પણ તમારે તેને માટે કેટલા ફોક જોઈશે?” “ત્રણેક કૂક.” “તો પછી ખાવાનું લાવવા બાહુ બાકી નહિ રહે.” “આજે ખાવાની બહુ પંચાત ન કરતી. ઘણું મોટું કામ પતાવવાનું છે. પછી નર્યા ફોક જ કૂક થઈ જશે!” સમજી, સમજી! હવે ફિકર નથી!” પત્ની પાસેથી આ જવાબ મળતાં જ ડ્રેટ બારણું બંધ કરી તરત શેરીમાં ઊતરી ગયે. તે જ ઘડીએ દેવળમાં એક ટકો પડ્યો. Page #261 -------------------------------------------------------------------------- ________________ મં પેટ્રેન મિનેટ નાટકની રંગભૂમિ નીચે જેમ પાણું ઊંડાણ હાય છે, તેમ દરેક માનવસમાજ પણ ઉપર દેખાતા થરની નીચે એવાં અનેક પેાલાણા ધરાવતા હાય છે. જાણે એવા ભૂગર્ભા ઉપર જ સમાજની ઉપરની સંસ્કૃતિનું નાટક ચાલી શકે છે. કેટલાક ભૂગર્ભા તેના ભલાને માટે હોય છે, અને મેટા ભાગના તો બરબાદી માટે. એ પાતાળલોકમાં ઘૂઘવ્યા કરતું બળ અવારનવાર ઉપરના થરને ઉડાવી દે છે, ત્યારે તે ક્રાંતિ કહેવાય છે, ઉત્પાત કહેવાય છે કે ગુના કહેવાય છે. પગ તળે એવેા સળગતા જ્વાળામુખી ઢાંકી રાખીને ૧૪ જીવન જીવવાની આવડત હજુ જાણે સમાજને લાધી છે. પૅરિસ શહેરના એક ભૂગર્ભમાં ૧૮૩૦થી ૧૮૩૫ ના અરસામાં કૉકેસસ, ડ્યૂલમેર, બંબેટ અને માંટપાર્ને—એ ચાર ડાકુઓનું સામ્રાજ્ય હતું. ડ્યૂલમેરની રાજધાની આર્કમેરિયન લાની નીચે વહેતી પાણીની જંગી સુરંગ હતી. જાણે એ લત્તાના બધા બગાડને અધિષ્ઠાતા દેવ ! તે છ ફૂટ ઊંચા હતા, પણ તેનું માથું એક પંખી જેટલું નાનું હતું. રાક્ષસને પણ પછાડવાને સરજાયેલા પેાતાના શરીર વડે તેણે જાતે જ રાક્ષસ બનવાનું પસંદ કર્યું હતું. તેના સ્નાયુએ અવિરત કર્મ માટે પોકાર્યા કરતા, પણ તેની માનસિક જડતા કશું કામ તેમને આપતી નહોતી. પરિણામ : એક કારમે સેતાન. બંબેટ તેનાથી ઊલટા હતા પાતળા તેમ જ ચાલાક, અતિશય ચાલાકી જ તેને આ માર્ગે લઈ આવી હતી. તે વીશીવાળા, દવાવાળા, નાટકવાળ્ય, દાંતવાળો, કુટુંબવાળો – એમ સૌ કાંઈ બન્યા હતા. ખીસાના રૂમાલ બાઈ નાખે તે પ્રમાણે તેણે કુટુંબ ખાઈ નાખ્યું હતું; અને બાકીના બધા દાંધા પણ એક પછી એક જેમ આવ્યા હતા તેમ ખાઈને, છેવટે તેણે પૅરિસ ઉપર ‘હાથ અજમાવવાનું’ કામ સ્વીકાર્યું હતું. ૉકેસસને તે રાતના અવતાર જ કહેવા જોઈએ. દિવસ પૂરેપૂરો રાત વડે ભરખાઈ જાય, ત્યાર બાદ જ તે તેના દરમાંથી બહાર નીકળતા; અને દિવસ ઊગે ત્યાર પહેલાં દરમાં પાળેા સમાઈ જતા, તે દર કયાં હતું તે કોઈ જાણતું નહિ. મોટાનેં એ બધાની સરખામણીમાં કુમળો બાળક કહેવાય : વીસ વર્ષથી પણ નાને. સુંદર ચહેરો, ધિલાડા જેવા હોઠ, મનહર કાળા વાળ, આંખમાં વસંતને પ્રકાશ; અને છતાં સૌ દુર્ગુણોને ભંડાર તથા બધા જ ૨૩૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ પિન શિનેટ ગુના કરી લેવાનો અભળખે. કોઈ પણ ખરાબ વસ્તુ તેને બાળી રહે એટલે તેથી વધુ ખરાબની ભૂખ તેને જાગે. છેવટની ફેશનનાં મોંઘામાં છેલ્લાં કપડાં તેને પહેરવા જોઈએ; અને તેથી જ તે ખૂની બન્યો હતે. કોઈએ નાનપણમાં તેને કહ્યું હતું કે તું રૂપાળે છે, એટલે તેને ટાપટીપમાં રહેવાની ઇચ્છા થઈ. હવે, ટાપટીપમાં રહેવા માટે પહેલી અગત્યની શરત એ છે કે, કામકાજ ન કરવું. પરંતુ ગરીબ માણસે કામકાજ ન કરવું એનો અર્થ એ કે, તેણે ગુના કરવા! અઢારમે વર્ષે તે તેણે પોતાની ઉમર કરતાં બમણાં મડદાં પિતાની પાછળ રવડતાં કયાં હતાં. આ ચાર જણ પોલીસના હાથમાંથી છટકવાની એક પરમ આવશ્યકતાને કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એકબીજાને પોતાનું નામ આપીને, યુક્તિઓ બતાવીને કે છુપાવાની જગા પૂરી પાડીને તેને પોલીસના હાથમાંથી છટકી શકયા હતા. અને તેથી તેમાં ચાર જ હોવા છતાં સરવાળે એ શ્રમ ઊભા થશે હવે કે તે એક મોટી ટળી છે. અલબત્ત, તેમના ધંધાના બીજા કેટલાય શાગિર્દો તેમની દોરવણી, તેમની ઓથ અને તેમનું નામ વાપરીને પિતાનું કામ સારી રીતે કાઢી લેતા; તથા કાંઈ નહિ તે તેમના માર્ગમાં આડે આવવાના ભારે અપરાધમાંથી તે બચી જતા. એટલે વસ્તુતાએ પૅરિસમાં થતા નાનામોટા બધા ગુનાઓ પાછળ એમ કહી શકાય ખરું કે એ ચારને જ હાથ નહિ તે પગ, અને પગ નહિ તે માથું તે હોય જ. આ બધા સંબંધથી પેલા ચારને પણ પિતાના કામમાં સગવડ મળતી, સુરક્ષિતતા મળતી, અને વધુ કીમતી તો એ કે, પોલીસની તેમ જ શિકારની માહિતી પણ મળતી. આ ચંડાળ ચેકડી “ પેટ્રન મિનેટ' નામે જાણીતી હતી. ગુનેગાર તથા પોલીસ એનું નામ જાણતા, એનાં કામ જાણતા, પરંતુ એને પોતાને કદી જાણતા નહિ. અંધકારમાંથી સર્જયેલા અને અંધકારના જ અંગભૂત કહી શકાય એવા તેઓને આત્મા પણ અંધકારમય જ હતે. અને ડી ક્ષણ માટે જ તેમનું કારમું જીવન જીવી લેવા જાણે તેઓ અંધકારમાંથી છુટા પડીને પ્રકાશમાં ઓળારૂપ આકાર ધારણ કરતા. આ કાળા ઓળાઓને દૂર કરવા માટે શું જોઈએ? પ્રકાશ! વડવાગોળ સવારના પ્રકાશને સામનો કરી શકતી નથી. સમાજના ભૂગર્ભોને પ્રકાશિત કરી મૂકો, એટલે આ બધા ઓળા અલોપ થઈ જશે. જેટ પિતાના “લખપતિ' બનવા માટેના કાવતરા માટે આ ઓળાને સંપર્ક સાધી રહ્યો હતે. Page #263 -------------------------------------------------------------------------- ________________ મરિયસ પગલાં ભરે છે જેન્ડેટ મકાનમાંથી બહાર નીકળ્યો એટલે મેરિયસ તરત જ કબાટ ઉપરથી અવાજ કર્યા વિના નીચે ઊતરી ગયો. જેન્ડેટ કુટુંબની કાળી પ્રવૃત્તિઓથી તેનામાં જેમ કોઈ અગમ્ય ભય ઘેરાવા લાગ્યું હતું, તેમ જ, પિતે જેને પ્રેમ કરે છે તે વ્યક્તિને આવડી મોટી સહાય કરવાની તક પોતાને સાંપડી છે, એ ખ્યાલથી તેને એક જાતને ઊંડે આનંદ પણ થતો હતે. પણ હવે શું કરવું? તે લોકોને ખબર આપવી? પણ તેમના સરનામાની તેને કયાં ખબર હતી? બહાર રસ્તા ઉપર ઊિભા રહી મો. લેબ્લાન્કને અંદર આવતા રોકવા? પરંતુ એમ તે જોર્જેટ અને તેના મળતિયાઓ મેરિયસને જોઈ જ જાય અને આવી એકાંત નિર્જન જગાએ તરત જ તેને ઠેકાણે પાડી દે. એક તો વાગી ચૂકયો હતો અને હવે વચ્ચે પાંચ જ કલાક બાકી રહ્યા હતા. એક જ વસ્તુ થઈ શકે તેમ હતી : તે તરત પિતાને સારો ડગલે તથા ટોપ પહેરી લઈ ગુપચુપ બહાર નીકળી ગયો, હજુ તે શેરીની અધવચ પડઓ હવે અને એક નીચી દીવાલને ઘસાઈને ચાલતો હતો. એ દીવાલ વચ્ચે તૂટેલી હતી અને તેની બીજી બાજુએ એક ખેતર આવેલું હતું. વરસ બરફ ી તેનાં પગલા નો અવાજ દબાઈ જેતે હતે. તેવામાં તેને પોતાની બાજુમાં કોઈની વાતચીતનો અવાજ સાંભળો, જેણે ભવ ઉપરથી પાછળની બાજુ નજર કરી, . એ માણસે ભીંતને પીઠ બાજુથી અઢેલીને બેઠા હતા. એક દાઢીવાળે હા અને બીજો જટિયાંવાળો જટિયાંવાળાએ દાઢીવાળાને કોણીનો હડસેલે મારીને કહ્યું, “પેટ્રન મિનેટ જેમાં ભળે, તેમાં કદી પાછા પડવાપણું હોય જ નહિ.” તું એમ માને છે?” દાઢીવાળાએ પૂછ્યું. “આપણા દરેકના ખીસામાં ઢગલો પૈસા પડ્યા જાણ! અને ખરાબમાં ખરાબ કાંઈ બને તે પાંચ વર્ષ, છ વર્ષ કે બહુમાં બહુ તો દશ વર્ષ. પણ હું તને કહું છું કે, એમાં કશું પાછા પડવાપણું છે જ નહિ. એ બુટ્ટા કાકા કાં તો ખતમ કે કાં તો ખાલી થઈ જ ગયા એમ માની લે!” રેયસ તરત આગળ ચાલતો થયો. તેને ખાતરી થયા વિના ન રહી. કે, આ છેલ્લુંટના કાવતરાના જે તાંતણાઓ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ મેરિયા પગલાં ભરે છે ૨૩૯ તેણે પાસેની દુકાનમાં જઈને પૂછયું કે, આ તરફના પોલીસના વડા અધિકારીનું મથક કયાં આવ્યું? - “ નંબર ૧૪, દ પિન્ટોઈ.” જવાબ મળ્યો. . મેરિયસ ત્યાં જઈ પહોંચ્યો. રસ્તામાં તેણે બે સૂકી રોટ ખરીદીને ખાઈ લીધી. આજે ભજનનો વખત કે આવશે તેની કલ્પના આવી શકે તેમ નહોતું. ઈશ્વરને પણ તેની “અકળ કળા” માટે તેણે ધન્યવાદ આપી દીધા. સવારે જે તેણે ભગવાનના નામ ઉપર પિતાના પાંચ ફ્રાંક જેન્ડેટની છોકરીને દાન કરી દીધા ન હોત, તે પોતે ગાડી ભાડે કરીને મેં. બ્લાન્કની પાછળ જ દોડતો ફરતે હોત, અને જેટના કાવતરાની તેને ખબર જ ન પડી હોત! નાંબર ૧૪, રૂ દ પિન્ટોઈ પહોંચતાં જ, તેણે દાદર ચઢ, વડા સાહેબને મળવાની ઈચ્છા દર્શાવી. “તે સાહેબ તો અંદર નથી, પરંતુ તેમના વતી જવાબ પત ઇન્સ્પેકટર અંદર છે ખરા; તમારે બહુ ઉતાવળ હોય તે તેમને મળી શકો છો.” બહાર બેઠેલા ચપરાસીએ જવાબ આપ્યો. મને ઇસ્પેકટર પાસે લઈ જ.” ચપરાસી મેરિયસને એક ઓરડી પાસે લઈ ગયે. અંદર ઊંચા કદને એક માણસ પિતાના મેસ ઓવરકોટના કૉલરના બે ખૂણા પકડીને એક સગડી પાસે ઊભો હતે. “કેમ, શું કામ છે?” “વડા સાહેબ નથી?” “તે ગેરહાજર છે, હું તેમના વતી જવાબ આપું છું.” એક ભારે ખાનગી વાત છે.” બોલી નાખે.” “પણ બહુ અગત્યની છે.” તો ઝટ બોલી નાખે.” એ માણસનું છાલાપણું તેડું લાગે તેવું હતું, પણ સાથે સાથે એક પ્રકારની હિંમત ણ પૂરતું હતું. મેરિયસે પિતાના પરાક્રમની આખી વાત તેને કહી સંભળાવી : એક માણસ જેને તે માત્ર દીઠે જ ઓળખતા હતા, તેને આજે સાંજે ફસાવવા અને જરૂર પડટો ઝબ્બે કરવા એક કાવતરું રચાયું હતું. પોતે મેરિયસ પિન્ટમસ, વકીલ, સાથેના જ ઓરડામાં રહેતો હોવાથી ભીંનના બાકોરામાંથી બધું સાંભળવા પામ્યો . Page #265 -------------------------------------------------------------------------- ________________ ve હું મિશી હતા. જે બદમાશે આ આખું કાવતરું રચ્યું હતું તેનું નામ જૈન્ડ્રૂટ હતું. તેણે કેટલાક મળતિયા પણ ભેળવ્યા છે. જેન્ડ્રૂટની છેાકરી બહાર તપાસ કરતી ઊભી રહેવાની છે. આ કાવતરાનો શિકાર બનનાર પેલા યુદ્ધ સદ્ગુહસ્થને અગાઉથી ખબર આપવાનો કોઈ માર્ગ નથી; અને આ બધું આજે સાંજે છ વાગ્યે નં. ૫૦–૫૨ ડેસીવાળા મકાનને નામે ઓળખાતી જગ્યાએ બનવાનું છે. એ મકાનના ઉલ્લેખ સાંભળતાં જ ઇન્સ્પેકટરે એકદમ તેનું માથું ઊંચું કર્યું, અને શાંતિથી પૂછ્યું, “ એટલે કે ઉપરને માળે છેડે આવેલી ઓરડીયાંને ?” 64 હા બરાબર એ જ,” મેરિયસે કહ્યું; અને ઉમેર્યું, “તમે એ ઘરથી પરિચિત છે। શું?” ઇન્સ્પેકટર એક ક્ષણ ચૂપ રહીને પોતાના બૂટની એડી ગરમ કરતાં જવાબ આપ્યો, “એમ લાગે છે ખરું. 99 66 આટલું કહીને તે જાણે સ્વગત બાલતા હોય તેમ ગણગણ્યા, તેમાં પેટ્રન મિનેટ પણ ભળ્યા હોવા જ જોઈએ. એ શબ્દ સાંભળતાં જ મેરિયસ ચમકયો. “ પેટ્રન મિનેટ?” તેણે પૂછયું. “એ શબ્દ પણ મારે કાને પડયો હતો ખરો. ” પછી તેણે દીવાલ પાછળ સાંભળેલી વાતચીત ટૂંકામાં કહી સંભળાવી. ઇન્સ્પેકટરે ટૂંકમાં જવાબ આપ્યો, “ જટિયાંવાળા બુલે હાવા જોઈએ અને દાઢીવાળા મિલિયાર્ડ,” આટલું કહી તે પોતાની આંખા નીચી નમાવીને વિચારમાં પડી ગયો. “ન. પચાસ—બાવન? એ મકાન હું બરાબર જાણું છું. તેમાં અંદર કયાંય સંતાઈ રહેવાય તેવું નથી. બૅટમજીને ખબર પડી જાય, તો પછી બધી મજા મારી જાય. અત્યાર સુધી તેઓ બધાના હાથમાંથી છટકી શકયા છે; પરંતુ આ વખતે તેમને પગે ઝાંઝર પહેરતાં બરાબર શીખવીશ ! ” આટલું ગણગણીને તેણે મેરિયસ ઉપર પેાતાની તીક્ષ્ણ નજર ઠેરવીને પૂછ્યું: “ બીક લાગે ખરી કે ?” “શાની ?” 46 "9 આ માણસાની.” તમે થી 66 તેથી વધારે નહિ!” મેરિયસે તુચ્છકારથી જવાબ આપ્યો. કારણ કે, અત્યાર સુધીમાં એ ઇન્સપેકટર મેરિયસ વકીલ છે એમ Page #266 -------------------------------------------------------------------------- ________________ મેરિયસ પગલાં ભરે છે ૨૪૧ જાણ્યા છતાં તેને સંબાધીને એક વાર પણ ‘માંશ્યાર’· શબ્દ વાપર્યો ન હતા. ઇન્સ્પેકટરે મેરિયસ તરફ પેાતાની નજર વળી વધુ સ્થિર કરીને જોયું અને કહ્યું : 39 “ તમે હવે એક બહાદુર તથા પ્રમાણિક માણસની પેઠે બેટા. હિંમત વાળા ગુનેગારથી ડરતા નથી, અને પ્રમાણિક માણસ પોલીસથી. મેરિયસે તેને વચ્ચેથી જ રોકીને કહ્યું: “ એ તો ઠીક; પરંતુ તમે કરવા શું માગેા છે તે તો કહેા.” ઇન્સ્પેકટરે જવાબમાં માત્ર કહ્યું, “ એ મકાનમાં રહેનારા બધા ભાડવાત રાતે અંદર દાખલ થવા માટે દાદરના બારણાના ઉલાળાની ચાવી રાખે છે; તમારી પાસે પણ હશે ?” 66 " હા. 66 એ ચાવી મને આપી દો.” મેરિયસે પોતાના વાસ્કોટના ખીસામાંથી ચાવી કાઢીને ઇન્સ્પેકટરને આપી અને જણાવ્યું: “મારી સલાહ માના તો તમે વધુ માણસા લઈને આવજો.” ઇન્સ્પેકટરે જવાબમાં માત્ર પેાતાના ભારે ઓવરકોટનાં બે જંગી ખીસાંમાં પેાતાના બે હાથ નાખ્યા અને અંદરથી બે નાની પાલાદી પિસ્તોલે એકીસાથે કાઢીને મેરિયસને આપતાં કહ્યું : 86 આ લઈને તમારે ઘેર પહોંચા, અને તમારી ઓરડીમાં અન્ય ચી છાનામાના ધૂસી જાઓ. તેને એમ જ લાગવું જોઈએ કે તમે .બહાર ચાલ્યા ગયા છે. આ પિસ્તોલા ભરેલી છે. દરેકમાં બબ્બે કાસ્નૂસ છે. તમારે તમારી રીના બાકામાંથી બધું જોયા કરવું. એ માણસા આવશે. તેમને તેમના કામમાં ઘેાડા આગળ વધવા દેશે. પછી જ્યારે તમને લાગે કે હવે છેવટની અણી આવી ગઈ છે, ત્યારે તમારી ઓરડીની છત તરફ આમાંની એક પિસ્તાલી ફોડો. પણ જરાય ઉતાવળ ન કરો. પછી બાકીનું હું સંભાળી લઈશ. ’ . મેરિયસે પિસ્તોલા લઈને પોતાના કોટના અંદરના ખીસામાં મૂકી દીધી. “ હવે તમે એક મિનિટ પણ ન ગુમાવે. '' ઇન્સ્પેકટરે ઉમેર્યું. “ કેટલા વાગ્યા છે? અઢી! જુઓ ત્યારે, મારે માટે પણ વધુ સમય બાકી રહ્યો નથી. પરંતુ મેં કહ્યું તેમાંનું કશું ભૂલતા નહિ. તમે પણ વકીલ છે એટલે આવી બાબતમાં છેવટની અણી કઈ કહેવાય તે બરાબર સમજી શકશે લે મિ૦ - ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨R લે જિરાફ જરા પણ વહેલા નહિ – જરા પણ મોડા નહિ. ભડાક! એક જ ભડાકે. કરજે.” ચિંતા ન કરતા.” મેરિયસે જવાબ આપ્યો. “જુઓ, આ દરમ્યાન મારી કંઈ જરૂર પડે તે અહીં આવજો; અથવા મને ખબર કહેવડાવજે. મારું નામ ઇન્સ્પેક્ટર જાવટે છે.” ૫૮ જેન્ડેટ ખરીદી કરે છે રૂ મૂફટાર્ડમાં ન્યૂટને લોખંડની એક દુકાનમાંથી વેળા લાકડાના હાથાવાળી એક મોટી ફરસી લઈને નીકળતે મેરિયસે જોયો. મેરિયસ થોડે દૂર રહી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યું. રૂ દ પીઇ બૅ૦ની નિર્જન ગલી આવતાં મેરિયસ બહાર થોભી ગયો. અને તે તેણે ઠીક જ કર્યું કારણ કે, જે દીવાલ પાછળ મેરિયસે જટિયાવાળાને અને દાઢીવાળાને વાત કરતા સાંભળ્યા હતા, તે નીચી દીવાલ આવતાં જ જોવ્ટ ઊભો રહ્યો અને આગળ પાછળ કોઈ નથી તેની ખાતરી કરી લઈ, દીવાલ ઠેકીને અંદર પડ્યો અને ઝાંખા પ્રકાશમાં ઝડપી પગલે કયાંક અદૃશ્ય થઈ ગયો. મેરિયસે હવે ત્યાં થોભવાને બદલે પોતાના ઓરડામાં વખતસર પેસી જવાનું યોગ્ય માન્યું. મકાન આવતાં, મેરિયસ, પગના અંગૂઠા ઉપર ચાલતા હોય તેમ દાદર ચડયો. ભાડે આપવાની ખાલી કોટડીઓનાં બારણાં પાસે થઈને પસાર થતી વખતે મેરિયસે જોયું કે એક કોટડીમાં બારી નીચે ચારેક માથાં છુપાઈને ગોઠવાયેલાં છે. પોતાની હાજરી કોઈને જાણવા દેવા માગતા ન હોવાથી મેરિયસ ત્યાં કશી વધુ તપાસ કરવાને બદલે ગુપચુપ પોતાની ઓરડીમાં પેસી ગયો. તે જ વખતે ડોએ શહેરમાં વાસણ માંજવા જતી વખતે દાદરનું નીચેનું બારણું બંધ કર્યા અવાજ સંભળાયો. થોડું જ વધુ મોડું થયું , તો મેરિયસને બહાર રસ્તા ઉપર જ રહેવું પડ્યું હત; કારણ કે, દાદરના બારણાના ઉલાળાની પોતાની ચાવી તેણે પોલીસ ઇન્સ્પેકટરને આપી દીધી હતી. મેરિયસ સામાન્ય રીતે બહાર જતી વખતે પોતાની રીના બારણાની વાવી બારણામાં જ રહેવા દે. મકાનવાળી ડેસી ગભરાઈ જઈ તેને વારવાર કહેતી કે, “ તમારો ઓરડે લૂંટાઈ જશે, મે. મેરિયસ !” મેરિયસ હસીને Page #268 -------------------------------------------------------------------------- ________________ જોટ ખરીદી કરે છે ૨૩ જવાબ આપતે, “મારા ઓરડામાં મારી દરિદ્રતા સિવાય બીજું કાંઈ લુંટી જવાનું છે ખરું?” આજે પણ મેરિયસ બારણાની ચાવી બારણામાં રાખીને જ અંદર પેસી ગય; જેથી તે હજુ બહારથી આવ્યું જ નથી એમ રોજ જેનારને લાગે. સાડા પાંચ વાગી ગયા હતા, અને હવે બનવાના બનાવ વચ્ચે અર્થે કલાક જ બાકી રહ્યો હતો. અચાનક મેરિયસે ઊંચે નજર કરતાં, અંધારામાં આડભીંતની ઉપરની બાજુના બાકામાંથી લાલ લાલ પ્રકાશને ઓળો નીકળતા જોયો. એ પ્રકાશ મીણબત્તીને તે હોઈ ન શકે! શેડી મિનિટો બાદ દાદરનું બારણું ઉઘડવાનો અવાજ આવ્યો, અને દાદર ઉપર પી પગલાંએ ચીને કોઈ આવ્યું. જેÇ ટના એરડાનું. બારણું ઊઘડ્યું અને જેન્ડેટ અંદર દાખલ થઈને બેલ સંભળાયો : “હાશ! બધું બરાબર ગોઠવાયું છે; હવે માત્ર ઉંદર ઉદરિયામાં આવે એટલી વાર!” ત્યાર બાદ કંઈક ધીમી ગુસપુસ સંભળાઈ. પછી પાછો એન્ડ્રુટનો અવાજ સંભળાશે: “આને દેવતામાં મૂકી દે.” મેરિયસે કોલસામાં કશી ખસખસને અવાજ સાંભળ્યો. તે સમજી ગયો કે પેલી ફરસીને જ તપાવવા મૂકી છે. તેને એક ધ્રુજારી આવી ગઈ. જોન્વટે ઉમેર્યું : બારણાંનાં બરડવાને ઊંજી રાખ્યાં છેને? કશો અવાજ થવો ન જોઈએ. અને કેટલા વાગ્યા હશે?” લગભગ છે.” જેન્ડેટની પત્નીએ જવાબ આપ્યો. “દેવળના ઘડિયાળમાં સાડાપાંચને ટકોરો પડશે વખત થશે.” “તે પછી છોકરીઓએ હવે બહાર રસ્તા ઉપર ઊભા રહેવું જોઈએ. જુઓ, તમે કાંને મારી વાત સાંભળી લે.” કંઈક ગુસપુસને અવાજ આવ્યો. પછી જોર્જેટને અવાજ સંભળાયો : “ડોસી શહેરમાં ગઈ ખરુંને?” “હા.” “આપણા પડોશીના ઓરડામાં કોઈ નથી એની ખાતરી છેને?” “આજ આખો દિવસ તે આવ્યા જ નથી; અને અત્યારે તે તેને જમવા જવાનો વખત પણ થયો.” “છતાં, ખાતરી કરી લેવામાં શું બગડે છે? બેટા, જા તે મીણબત્તી લઈને જોઈ આવ.” મેરિયસ તરત ઘૂંટણિયે પડી, ખાટવા નીચે સરકી ગયો. બારણું Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ લે મિઝરાઉં ઊઘડ્યું. મેટી છોકરી હાથમાં મીણબત્તી લઈ સીધી પથારી તરફ જ આવી. મેરિયસનું હૃદય ધબકી ઊઠયું. પરંતુ ભીંત ઉપર અરીસો જડેલો હતો, તેમાં તે છોકરી પિતાનું મોં જોવા લાગી; અને એક હાથે પોતાના વાળ સરખા કરતી કરતી “હૃદયહીન પ્રીતમ’નું એક નાટકી ગીત ગગણવા લાગી. છે ત્યાર બાદ તેના બાપે ઉતાવળ કરવા જણાવ્યાથી તે ગીતની બાકીની કડીઓ ગાતી ગાતી પોતાના માં સામેના અરીસામાં છેવટની નજર નાખીને બારણું બંધ કરી, બહાર નીકળી ગઈ. એક ક્ષણ બાદ મેરિયસે બે જુવાન છોકરીઓનાં પગલાં દાદરો ઊતરતાં સાંભળ્યાં. પાછળ જેડ઼ોટને અવાજ આવ્યો : જુઓ, સાંભળી ! એક જીણી પેલે છે કે એને બીજી આ છેડે ઊભી રહેજો, અને ઘરના બારણા ઉપરથી એક મિનિટ પણ નજર ન ખસેડશે. ગરબડ જેવું કશું જણાય કે તરત દોડી આવજે. તમારી પાસે ઉલાળાની ચાવી તો છે.” મેટી છોકરી બબડી: “આવા બરફમાં ખુલ્લા પગે બહાર ઊભા રહેવાનું!” “અરે, કાલે તને મખમલના કિરમજી બૂટ ન લાવી આપું તે કહેજે !” અંદરથી બાપ બેલ્યો. પ૯ મેરિયસના પાંચ ફ્રાંકને ઉપયોગ મેરિયસને હવે લાગ્યું કે, બાકા આગળ ઊભા રહેવાનો વખત આવી પૂગ્યો છે. આંખના પલકારામાં તે આડભીંતના બાકા આગળ ખડો થઈ ગયો. જોર્જેટના ઓરડાને દેખાવ વિચિત્ર બની ગયો હતો. એક મીણબત્તી બત્તીદાનમાં ટમટમતી હતી, પરંતુ આખે ઓરડો ધગધગતા સળગતા અંગારાની ભઠ્ઠીથી લાલચેળ બની રહ્યો હતો, ભઠ્ઠીમાં તપવા મૂકેલી જોફ્રેંટની ફરસી તપીને લાલચોળ થઈ જવા આવી હતી. જોટ પોતાની ચુંગી સળગાવીને એક તૂટેલી ખુરશી ઉપર બેઠેલે હ, અને તેની સ્ત્રી તેના કાનમાં કંઈ ગુસપુસ કરતી હતી. અચાનક એન્ડ્રઢ જવા માટે અવાજે બિલી ઊઠયો : Page #270 -------------------------------------------------------------------------- ________________ મેરિયસના પાંચ ક્રાંકનો ઉપયોગ ૨૪૫ "E પણ જો, હવે મને વિચાર આવે છે. આવી ઋતુમાં તે જરૂર ઘોડાગાડીમાં જ આવવાના. તું ફાનસ સળગાવીને તારી સાથે લઈ જા. ઘોડાગાડી આવે કે તું બારણું ઉઘાડજે, તે દાદર ઉપર ચઢે ત્યાં સુધી તું તેને દીવા ધરજે; અને પછી તે આપણી એડીમાં દાખલ થાય એટલે તરત નીચે જઈ ઘોડાગાડીવાળાને ભાડું ચૂકવીને વિદાય કરી દેજે!” . પણ ભાડું ?” જોન્ડ્રૂટ ખીસું ફંફોસીને પાંચ ફ઼્રાંકનો સિક્કો તેને કાઢી આપ્યો. આ કયાંથી ?” 66 “ કેમ, આપણા પડોશીએ સવારે આપ્યા હતાને?” પછી થોડો વિચાર "6 કરીને તેણે ઉમેર્યું : પણ આપણે બેએક ખુરશી જોઈશે. ” 66 હા, હું આપણા પડોશીની ખુરશીઓ અબઘડી લઈ આવું છું.” આમ કહી તરત જ તે કોટડીનું બારણું ઉઘાડીને બહાર નીકળી. મેરિયસ માટે કબાટ ઉપરથી નીચે ઊતરી પથારી નીચે ઘૂસી જવાનો વખત ન રહ્યો. મીણબત્તી લેતી જા.” જોન્ડ્રૂટે બૂમ પાડી. 66 ઊંચકું શી ના રે ના. હાથમાં મીણબત્તી હોય તે બે રીતે ? ચાંદાનું અજવાળું ઘણુંય હશે. "9 બારણા બહારથી કૂંચી ફરવાનો અવાજ આવ્યો. બારણૢ ઊઘડયું અને જોન્ડ્રૂટ-બાનુ અંદર આવી. મેરિયસ મરવાને વાંકે ભીંત સાથે જડાઈને સ્થિર ઊભા રહ્યા. બારીની કાચની તકતીમાંથી ચંદ્રના ધૂંધળા પ્રકાશ ઓરડામાં પડતા હત; પરંતુ બે બારણાંની પટ્ટીઓ ભેગી થતી હતી તેને ઊભો પડછાયા મેરિયસ ઊભો હતા તે ભીંત ઉપર આવ્યા હતા. 46 જાડું ટ-બાનુએ બે ખુરશીઓ બહાર કાઢીને બારણું મેાટા અવાજ સાથે બંધ કર્યું. ખુરશી “લે! તમારી બે ખુરશી.” “ અને લે તારું ફાનસ,” તેના પતિએ કહ્યું. “હવે દાદર નીચે જઈને ઊભી રહે. 33 જોન્ડ્રુ ટ એરડીમાં એકલો પડયો. તેણે અંગારા ઉપરની ફરસીને થોડો ફેરવી જોઈ. પછી ભઠ્ઠીની આગળ પડદા જેવી કશાકની આડ ઊભી કરીને, ખૂણામાં પડેલા દોરડાંના ઢગલા તરફ તે ગયા અને કશુંક તપાસવા લાગ્યો, મેરિયસે જોયું કે તેમાં લાકડાના ગાળવાવાળી દોરડાની નિસરણી હતી. દોરડાને છેડે ભરવવા માટે બે મેાટા આંકડા બાંધેલા હતા. આ નિસરણી નથા પાસે જ લેાઢાનાં ભા૨ે એજારોવાળા બીજો ઢગલા એ બધું સવારે Page #271 -------------------------------------------------------------------------- ________________ હૈ મિઝેરાલ આ એરડામાં ન હતું. ભઠ્ઠી હવે પૂરેપૂરી ઢંકાઈ ગઈ હતી. આખા ઓરડામાં મીણબત્તીના પ્રકાશમાં નાનામાં નાની ચીજના માટા મેાટા ઘેરા ઓળા પડતા હતા, અને નજીકના ભવિષ્યમાં બનવાના તેવા જ ઘેરા બનાવાની કારમી આગાહી કરતા હતા. જૉન્ડ્રૂટના હાથમાંની ચુંગી ઠરી ગઈ હતી; અર્થાત્ તે ગંભીર વિચારમાં ડૂબી ગયો હતો. ઘેાડી વાર બાદ તેણે ટેબલનું એક ખાનું ઉઘાડીને તેમાંથી એક મોટો છરો કાઢયો અને પોતાના નખ ઉપર ઘસી યે. ત્યાર બાદ તેને ખાનામાં મૂકી દઈ ખાનું બંધ કરી દીધું. તે જ વખતે મેરિયસે પણ પેાતાના જમણા ખીસામાંની ઉપા બહાર કાઢીને તેના ઘેાડે ચડાવ્યું. ૬૦ છના ટંકારા થોડી વારમાં દેવળના ઘડિયાળમાં એક પછી એક એમ છના ટંકે પડથા. જોન્ડ્રે ટે દરેક ટકોરે પોતાનું માથું હલાવ્યું અને પછી છ ટકોરે મીણબત્તીના માગરો આંગળીઓ વડે મસળી નાખીને પ્રકાશ તેજ કર્યો. તે જ ઘડીએ બારણું ઊઘડયું. જોન્ડ્રૂટ-બાનુએ તે ઉઘાડયું હતું. “ અંદર આવા, ” તે બાલી. “અંદર પધારો, મારા મહેરબાન,” જોન્ડ્રે ટે કૂદકો મારીને ઊઠ્યાં ઊઠ કહ્યું . માંશ્યોર લૅબ્લાન્ક અંદર દાખલ થયા. તેમણે ટૅબલ ઉપર ચાર લૂઈદ મૂકીને કહ્યું : “આ તમારા ભાડા માટે તથા બીજી તાત્કાલિક જરૂરિયાતો માટે, બાીને માટે આપણે વિચાર કરીએ.' 12 66 “ઈશ્વર તમને બરકત આપે, મારા દાનવીર ધર્માત્મા ! '' જોન્ડ્રે ટે કહ્યું. અને પછી પોતાની આઁ પાસે જલદી સરકીને કરી દે, જા!" કહ્યું. “ ઘેડાગાડીને વિદાય પેલી બહાર ચાલી ગઈ. થોડી વાર પછી પાછી આવીને તેણે માથું હલાવીને પતિને ખબર આપી કે, તેના હુકમનું પાલન થયું છે. ૧. આશરે ૨૦ કાંક = ૧ લૂઈ. Page #272 -------------------------------------------------------------------------- ________________ છન ટકે રે ૨૪૦ મોર લેબ્લાન્ક હવે એક ખુરશી પર બેસી ગયા હતા. જોન્વોટ તેમની સામે બીજી ખુરસી ઉપર બેઠે. મ. લેબ્લાન્ક ખાલી પથારીઓ તરફ નજર કરીને પૂછયું : પેલી નાનીને વાગ્યું હતું, તેને કેમ છે? ' બહુ ખરાબ સ્થિતિ છે, મારા મહેરબાન. તેની મોટી બહેન તેને પાટો બંધાવવા લઈ ગઈ છે.” “ફેબો-બાનુને અત્યારે કઈક ઠીક હોય એમ લાગે છે,” માં વેબ્લાન્ક જોર્જેટ-બાનું સામે નજર કરીને કહ્યું. તે તે મરી રહી છે, પરંતુ, સાહેબ તમે જુઓ છેને, તેનામાં હિંમત ઘણી છે. એ જાણે સ્ત્રી જ નથી, બળદિયે છે.” પેલી સ્ત્રી પોતાને મળેલી આ શાબાશીથી ઘૂરકતી બોલી ઊઠી: “ તમે હંમેશાં મારાં વખાણ બહુ કરે છે, મોર જેન્ટ.” જોન્વોટ?મેં. લેબ્લાક બોલી ઊઠયા. “હું તે માનતો હતો કે તમારું નામ ફેબને છે?” ફેબો અથવા જોખ્યુટ !” પતિએ જરા ઉતાવળે જવાબ આપ્યો. પછી પોતાના અડધિયા તરફ જરા ખભે મચકોને તેણે આગળ ચલાવ્યું: “અહા, અમે બંનેએ કેટલા લાંબા વખતથી સાથે ગાડું ગબડાવ્યું છે! અમે બહુ કમનસીબ છીએ, મેશ્યોર! અમારી પાસે હાથ છે, પણ રોજગાર નથી ! અમારી પાસે હિંમત છે, પણ કામ નથી! અમારા સુખ-સમૃદ્ધિના દિવસોમાંથી કશું બાકી રહ્યું નથી. બધું વેચી ખાધું, સાહેબ! સોનુંરૂપું – લોઢું – લાકડું બધું જ! હવે ભીંત ઉપરનું આ એક ચિત્ર બાકી રહ્યું છે. પણ તેય મારે હવે વેચી ખાવું પડશે, સાહેબ કહે છેને કે બધું “પેટાય નમ: '!” જોટ આમ વાતો કરતે હો તેવામાં મેરિયસે આંખ ઊંચી કરીને જોયું તે એક માણસ ગુપચુપ બારણું ઉઘાડીને અંદર દાખલ થયો અને જોન્ટેટ-બાનુ પાછળની પથારી ઉપર આવીને બેઠે. તેને પહેરવેશ વિચિત્ર હતો અને તેના આખા મોં ઉપર કાળો રંગ લગાવેલ હતે. આ માણસ કોણ છે?” બ્લાન્કે તરત નવાઈ પામીને પૂછયું. એ માણસ?” જેન્ડેટે કહ્યું. “ હા, એ તે પડોશી છે. તેના તરફ લક્ષ આપવાની જરૂર નથી.” માફ કરજે; પણ તમે મને શાની વાત કહેતા હતા?” Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ લે મિઝરાન્ડ - “મારે એક ચિત્ર વેચવાનું છે તેની વાત, સાહેબ.” એટલામાં બારણા પાસે થોડે અવાજ થયો અને એક બીજો માણસ દાખલ થઈ પથારી ઉપર જોવ્ટ-બાનુની પાછળ બેઠો. તેનું મોં પણ શાહી કે મેશથી ખરડેલું હતું. મોં. લેબ્લાક તેના સામું જોઈ રહ્યા. એ લોકોને કશો વિચાર ન કરતા, સાહેબ. તેઓ આ મકાનમાં રહેનારા પ્રમાણિક ભાડવાતો છે. હું આપને કહેતે હતું કે, મારે એક કીમતી ચિત્ર વેચવાનું છે. જુઓ સાહેબ, આ રહ્યું.” એમ કહી તેણે ભીંત પાસે જઈ ત્યાં ટિંગાડેલું પાટિયું એક બાજુથી જરા ઊંચું કર્યું. તેમાં ચિત્ર જેવું કંઈક હતું ખરું. મેરિયસને બાકામાંથી એમાંનું કશું દેખાયું નહિ. એ શું છે?” મોં. લેબ્લાજે પૂછયું. જોન્વટે બૂમ પાડીને કહ્યું, “એક ચિત્ર, સાહેબ! એક મહાન કળાકારે દરેલું ચિત્ર. એ ચિત્ર મને પ્રાણથી –અરે મારી દીકરીઓથી પણ – વધુ વહાલું છે. પરંતુ સાહેબ, હું જે બેલ્યો તે બોલ્યો – હું તેને વેચી નાખવા તૈયાર છું.” કદાચ અકસ્માત જ, કે પછી મનમાં કંઈક વહેમ ઊભો થયો હોવાને કારણે ચિત્રા જોતાં જોતાં મેં. લેબ્લાન્ક પીઠ પાછળ જોયું, તે હવે ત્યાં ચાર માણસ થયા હતા : ત્રણ પથારી ઉપર બેઠા હતા અને એક જણ બારણાના એકઠા પાસે ઊભો હતો. ચારેનાં મોં કાળાં રંગેલાં હતાં. કોઈના પણ પગમાં જોડા ન હતા. જન્ડેટ જોયું કે માં. લેબ્લાન્કની નજર એ માણસો ઉપર જ ચેટી રહી છે. તેણે કહ્યું, “તે મિત્રો છે, અને નજીકમાં જ રહે છે. તેઓને કોલસામાં કામ કરવાનું હોય છે એટલે તેઓ કાળા છે. તેમના વિચાર છોડી, આપ મારું આ ચિત્ર ખરીદવાની વાત જ મન ઉપર લાવ. મારા દુ:ખ ઉપર દયા લાવવા હું આપને કરગરીને આજીજી કરું છું. હું આપની પાસેથી બહુ કિંમત નહિ માગું. આપ એની શી કિંમત આંકો છો? પરંતુ,” મેં. લેબ્લાન્કે જોવ્ટના મુખ તરફ તાકીને જોતાં જોતાં કહ્યું, “આ તે કઈ વીશીનું પાટિયું છે; કલાકૃતિ નથી. તેની કિંમત ત્રણેક ફ્રાંક ગણાય.” જોટે શાંતિથી કહ્યું, “આપની પાસે આપનું પાકીટ છે? મને હજાર ક્રાઉન આપશે તો ચાલશે.” મેં. લેવાજે હવે એકદમ ઊભા થઈ જઈ, આ બધી પરિસ્થિતિ Page #274 -------------------------------------------------------------------------- ________________ મારું નામ ચૈનારડિયર છે ૨૪૨ ઉપર નજર કરી લીધી. મૅ ં. લેગ્લાન્સને ચેતેલા જોઈ જોઈંટ હવે સીધા તેમના તરફ થોડોક ધસ્ય!, અને પછી ત્રાડ નાખીને બાલ્યા : 44 ‘પણ એ બધાનું થઈ રહેશે; હજી મને ઓળખ્યા કે નહિ ?' કેટડીનું બારણું અચાનક ઊઘડી ગયું અને ત્રણ માણસે કાળા કાગળના બુરખા પહેરીને અંદર દાખલ થયા. એકના હાથમાં લેાઢાની મેાટી મોગરી જેવું હતું, બીજાના હાથમાં તીકમ જેવું હતું અને ત્રીજાના હાથમાં કુહાડી હતી. જોન્ડ્રૂટ જાણે આ ત્રણ જણાના આવવાની જ રાહ જોતા હતા. તેણે તરત મેાગરીવાળા માણસને પૂછ્યું : “ બધું તૈયાર છે ? ' .. "" હા. 66 તા માંટપાને કયાં છે ?” "" “તે તમારી મોટી દીકરી સાથે ગુસપુસ કરતા બહાર ઊભા છે. “બે ઘોડાની ગાડી મે કહેલે ઠેકાણે તૈયાર છે?” .. "3 હી. ૬૧ મારું નામ થેનારડિયર છે માં, લેબ્લાન્કનું માં હવે છેક જ ફીકું પડી ગયું. તે સમજી ગયા કે પોતે શામાં ફસાયા છે. પરંતુ તેમની હિલચાલમાં કશી ગભરામણ જેવુ લાગ્યું નહિ; માત્ર તેમને દેખાવ જે અત્યાર સુધી એક ભલા યાવૃદ્ધના હતા, તે હવે એક કુસ્તીબાજ મલ્લ જેવા થઈ ગયો. એક સહેજ હિલચાલથી તેમણે એ બધા માણસા અને પેાતાની વચ્ચે ટેબલને આણી દીધું હતું અને તેમના મજબૂત પંજા એક ખુરશીની ઉપર ચીપકી ગયા હતા. પહેલા ચારમાંના ત્રણે હવે બારણા પાસેના લોખંડના ઢગલામાંથી પોતાને ફાવતું એક એક જાર ઉપાડી લીધુ હતું. ચેાથેા હજુ જરા ઘેનમાં હોય તેમ આંખે મટમટાવતા હતા. .. જૉન્ડ્રે કે હવે માં, લેબ્લાન્ક તરફ ફરીને કહ્યું: “ ત્યારે તે હજુ મને ઓળખ્યો નથી કેમ ? ” 66 "" મોં, લેબ્લાન્કે તેના મેમાં સામું સ્થિરતાથી નજર કરીને કહ્યું, તા. પછી જૉન્ડ્રૂટ ટેબલ નજીક આવ્યા, અને અદબ વાળીને પેાતાનું મે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ લે મિરાલ્ડ જેટલું તેમના તરફ ધપાવાય તેટલું ધપાવીને બોલ્યો : - “મારું નામ ફેબો નથી, મારું નામ જોવ્ટ પણ નથી; મારું નામ થેનારડિયર છે! હું મટફરમેશને વીશીવાળો. હવે મને ઓળખ્યો?” મેં. લેબ્લાન્કના મોં ઉપરથી એક લાલાશ પસાર થઈ ગઈ, પરંતુ અવાજમાં સહેજ પણ ફરક પડવા દીધા વિના તે બોલ્યા: “પહેલાં કરતાં જરાય વધુ નહિ.” ' મેરિયસને તે વખતે અંધારામાં પણ કોઈએ જે હોય તે તેના માથા ઉપર વીજળી તુટી પડયા જેવી તેની સ્થિતિ થઈ ગઈ હતી. જોÇ ટે જયારે કહ્યું, “મારું નામ શેનારડિયર છે,” ત્યારે મેરિયસના હૃદયમાંથી આરપાર તરવાર ખાસાઈ ગઈ હોય તેમ તે ભીંતને ટેકો દઈને માંડ ઊભું રહી શક્યો. પિસ્તોલને ઘોડે દબાવવા તૈયાર થયેલ તેનો જમણો હાથ ધીરે ધીરે નીચે નો; અને “હું મોંટફરમેલનો વીશીવાળો” એ શબ્દોએ તો તેના હાથમાંથી પિસ્તોલ લગભગ પડી જ ગઈ. થેનારડિયરનું જે નામ મ. લેબ્રા જાણતા હોય તેમ નહોતું લાગતું, તે નામ મેરિયસ તે બરાબર જાણતો હતો એ નામ તેણે વર્ષો સુધી રયા કરીને હૃદય ઉપર પોતાના પિતાના વીર સાથે ધારણ કરી રાખ્યું હતું. તેના પિતાને પવિત્ર આદેશ હવે : “વૉટના એ જ યુદ્ધમેદાનમાં એક સારજટે મારું જીવન બચાવ્યું હતું. એ માણસનું નામ થનારડિયર છે થોડા સમય પહેલાં, મારી જાણ મુજબ, તે રિસ પાસેના કેલ૦ કે મેટફરમેલમાં એક વીશી ચલાવતો હતો. મારો પુત્ર છે તેને મળે, તો તેણે થનારડિયર માટે પિતાનાથી બનતું કરી છૂટવું.” પરંતુ, એ પવિત્ર નામ ધરાવનાર માણસ આખરે જયો ત્યારે તે કોણ નીકળ્યો? એક ડાકુ, બદમાશ, રાક્ષસ કે જે અત્યારે એક કારમું કૃત્ય કરવા તત્પર થયો હતો. જે માણસને પોલીસના સત્તાવાળાઓના હાથમાં સાંપવાની અને એક કારમું કૃત્ય કરતે રોકવાની તેની એક નાગરિક તરીકે ફરજ કહેવાય, તે માણસ માટે બનતું બધું કરી છૂટવાને વાર પિતાએ તેને અંતિમ પળેએ આપ્યો હતે ! મેરિયસને લાગ્યું કે પોતે ગાંડો થઈ જવાની અણી ઉપર છે. દરમ્યાન જોડ્રેટ ઘૂરકતો અને હૂંફવતે ટેબલ પાસે પેંતરા ભરવા લાગ્યો હતો. તે હવે મેં. લેબ્લાન્ક તરફ મુક્કી ઉગામીને બેલ્યો : “એમ, તું હજુ મને નથી ઓળખતો કેમ ? બેટા ધર્માત્મા ! બેટા દાનવીર ! તું મોટો ઢીંગલીઓ આપનારો! તું જ પેલી ૧૮૨૩ ની નાતાલની રાતે ફાટેલાં સ્પડાંમાં આવીને ફેન્ટાઇનની પટ્ટીને મારે ઘેરથી લઈ જનારો ! તું પાછો મને Page #276 -------------------------------------------------------------------------- ________________ મારું નામ શેનારડિયર છે ૨૫૧ એળખતે નથી? પણ હું તને ઓળખું છું! તું આજે સવારે આ ઓરડીમાં પેઠો ને તરત મેં તને ઓળખી કાઢયો હતે. પણ હવે તને ખબર પડશે કે લોકોની વીશીમાં મુસાફર તરીકે ફાટેલાં કપડાંએ પેસીને તેમને એકને એક આધાર ઝૂંટવી લે, અને નિર્જન જંગલમાં એકલા હોય ત્યારે દંડ બતાવીને તેમને ડરાવવા, એ કેટલા શેરની વાત છે!” પોતાના ઉશ્કેરાટથી હાંફતો હાંફતે થોડો થોભીને પાછો તે લાલચોળ થઈને બોલ્યો : “તું જ મારા બધા કમનસીબનું મૂળ છે. પંદરસે કૂકમાં તું મારે ત્યાંથી એક છોકરીને ઉપાડી ગયો, કે જે કોઈક તવંગર લોકોની છોકરી હતી, અને જેને લીધે મને સારી રીતે પૈસા મળતા હતા; તથા આખી જિંદગી ચાલે તેટલા મળવા જોઈતા હતા! તે દિવસે તું એ છોકરીને ઉપાડી ગયો ત્યારે ખૂબ મલકાતો હોઈશ; પણ આજ મારો વારો આવ્યો છે!” મેં. લેબ્લાન્કે તેને બેલ ભાવ્યો નહિ. પરંતુ તે જ્યારે બેલી રહ્યો ત્યારે તે એટલું જ બોલ્યા : “તમારી કંઈ ગેરસમજ થાય છે; હું એક ઘણો ગરીબ માણસ છું અને લખપતિ તે છે જ નહિ. હું તમને ઓળખતો નથી; તમે બીજા કોઈની જગાએ મને માની લીધો છે.” આહા ! તું હજુ એ ઢોંગ ચાલુ રાખવા માગે છે કેમ? તું ત્યારે ભારે ધુમસમાં ફરે છે! તું મને યાદ લાવી શકતો નથી, એમ ! હું કોણ છું હું જોતે નથી?” માફ કરજે, મોર, હું જોઈ શકું છું કે તમે એક ડાકુ છો.” મ. લેબ્લાન્કે ભારે ઠંડાશથી કહેવા એ શબ્દોથી ઘેનારડિયર પગના મૂળ સુધી સળગી ઊઠયો. નારડિયર-બાનુ પણ પથારીમાંથી છલાંગ મારીને ધસી આવી. નારડિયર પિતાની સહચરીને પાછી હઠાવીને મ. લેબ્લાન્કને ઉદ્દેશીને બે : ડાક? હા, તમે પૈસાદાર લોકો અમને ડાકુ કહે છે. એ વાત ખરી છે કે, હું ધંધામાં ફાવ્યો નહિ, એટલે અત્યારે આ સ્થિતિમાં છે. ત્રણ દિવસથી હું કશું ખાવા નથી પામો. પણ બેટમજી, હું ત્યારે કોઈ શંકાશીલ ભામટો પણ નથી કે જે લોકોનાં ઘરમાં પેસીને છોકરાં ઉપાડી જાય છે. હું એક જૂને ફ્રેંચ સૈનિક છું; મને ચાંદ– ઇલકાબ મળવા જોઈએ. હું વૉટલૂના રણમેદાન ઉપર હતો; મેં કાઁત દ પોન્ટમસ નામના એક સેનાપતિને બચાવ્યો હતો. આ ચિત્રમાં મારું એ પરાક્રમ અમર થયેલું છે. હું તેમાં જનરલ પિન્ટમર્સને ખભા ઉપર તેના મારા વચ્ચે ઉપાડીને ચાલું છું. એ તે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ લે મિઝેરાગ્લ ઇતિહાસની વાત છે. એ સેનાપતિએ મારે માટે પછી કશું નથી કર્યું, તે પણ બીજાઓ જેવો જ કૃતદની નીકળ્યો; પરંતુ મેં તો મારા જીવને જોખમે તેનો જીવ બચાવ્યો છે. હું વૉટલૂના રણક્ષેત્ર ઉપર સૈનિક છું – મારાં ખીસાં સર્ટિફિકેટોથી ભરેલાં છે. પરંતુ એ બધું મેં તને કહ્યું તે માત્ર ભલમનસાઈથી. ટૂંકી વાત એટલી છે કે, મારે નાણાં જોઈએ! મારે અતિશય ખૂબ ઢગલો નાણાં જોઈએ. નહિ તે હું તારું લોહી પીશ, ભગવાનના કસમ !” જોન્ડેટ આટલું બોલીને હાંફતો હાંફતો પોતાના સાથીદારો તરફ ફર્યો. એ તકનો લાભ લઈ મ. લેબ્લાન્ક એકદમ ખુરશીને પગ વડે ધકેલી દીધી, તથા ટેબલને હાથ વડે હડસેલી એક કૂદકો માર્યો; અને થેનારડિયર પાછો વળીને જુએ ત્યાર પહેલાં તે બારીએ પહોંચી ગયા. એક સેકંડમાં બારી ઊઘડી ગઈ, અને તે તેના ઉપર ચડીને બહાર પગ નીકળ્યા, પરંતુ તે અર્થે પહોંચે ત્યાર પહેલાં છ મજબૂત હાથોએ તેમને પકડ્યા અને પાછા ઓરડીમાં ઘસડી આગ્યા. મેશના મવાળા ત્રણ જણા તેમની ઉપર કૂદી પડયા અને થેનારડિયર-બાનુએ તેમના વાળ પકડયા. માણસેના એ ઢગલા નીચેથી બહાર દેખાતા મૈ. લેબ્લાન્કના શરીર ઉપર લોઢાનાં વિવિધ હથિયાર તોળાઈ રહ્યાં. એ દૃશ્ય નજરે જોઈ રહેવું મેરિયસ માટે હવે અશકય હતું. પિતાના મૃત પિતાને સેબે ધી તેને માફી માગતાં માગતાં પિસ્તોલના ઘોડા તરફ આંગળી લાંબાવી, એટલામાં થનારડારનો અવાજ સંભળાય : “એને કશી ઈજા કરતા નહિ.” એ અવાજ સાંભળતાં જ મેરિયસ ચમક્યો; અને હવે આગળ શું થાય છે તે જોવા માટે થોભવું યોગ્ય ગણાય, એમ વિચારી, તેણે પિસ્તોલ ફેડવાનું મોકૂફ રાખ્યું. દ્વિધામાં અટવાઈ ગયેલા તેને એવી આશા સ્લરી કે કદાચ એવી કોઈ તક ઊભી થાય જેથી ઉર્ફલાને પિતા પણ નાશ ન પામે, અને પોતાના પિતાને બચાવનાર પણ બચી જાય! પણ ઓરડીમાં એક દારૂગ લડાઈ જામી હતી. છાતીમાં એક સીધા મુક્કાથી એક જણને મ. લેબ્લાન્ક ઓરડીની વચ્ચે ગબડાવી દીધો અને બે પાછલા પ્રહારોથી બીજા બેને ગબડાવીને પોતાના એક એક ઢીંચણ નીચે દબાવી દીધા. એ વજનથી પેલા બે બદમાશો ઘંટીના પથ્થર નીચે દબાયા હોય તેમ ચીસો પાડવા લાગ્યા. પણ બીજા ચાર હવે લેબ્લાન્કની ઉપર ફરી વળ્યા. તેમના ભાર અને પ્રહારોથી જાનને બચાવવા પ્રયત્ન કરતા મેં. લેઇવાન્ક હવે ઢગલા નીચે છેક દટાઈ ગયા. Page #278 -------------------------------------------------------------------------- ________________ માત્ર બે લાખ સંક ૨૫૩ પેલાએ છેવટે તેમને એક જ માત કરવામાં ફાવ્યા, અને જોક્વંટની સૂચનાથી તેમણે દોરડા વડે તેમને ખાટલાના પાયા સાથે જકડીને બાંધી દીધા. પછી જે માણસ એરડા વચ્ચે ચત્તોપાટ ગબડીને પડ્યો હતો, તેના તરફ જોઈ જોર્જેટ બોલ્યો, “બુલાદુલ મરી ગયો કે શું?” “ના” બ્રિગેને જવાબ આપ્યો. “એ અત્યારે પીધેલે છે.” એને એક ખૂણામાં ધકેલી દો.” નારડિયરે કહ્યું. બે મેંશવાળાઓ તેને એક ખૂણામાં ખેંચી ગયા. “બૅબેટ, તું આટલા બધાને શા માટે પકડી લાવ્યો? શી જરૂર હતી?” “લે વળી, એ બધાયને આ જલસામાં સામેલ થવું હતું. આજકાલ મોસમ ઠંડી છે; કાંઈ ખાસ કામ હોતું નથી.” માત્ર બે લાખ ફ્રાંક જ્યારે છેલ્લી ગાંઠ બંધાઈ રહી, ત્યારે નારડિયર એક ખુરશીને પાસે ખેંચી લાવી મ. બ્લાન્ક સામે બેઠો અને તેમને સંબોધીને બોલ્યો : મર, આપે બારીમાંથી કૂદી જવા પ્રયત્ન કર્યો એ ભૂલ કરી. કદાચ આપને પગ ભાંગી ગયો હોત. પણ હવે આપણે જરા શાંતિથી વાત કરી લઈએ. હું જરા જવદી આકળો થઈ ગયો, પણ તેનું કાંઈ નહિ. પરંતુ એક વાતની મને નવાઈ લાગી છે તે એ કે, અત્યાર સુધીમાં આપે સહેજે બુમરાણ કરવા પ્રયત્ન નથી કર્યો. અલબત્ત, આ એરી એવી જગ્યાએ આવેલી છે કે અહીં એક તપ કેડી હોય તે પણ પાસેની ચોકીએ તે કોઈનું નસકોરું ઘરનું હોય એવું જ સંભળાય. આપે સહેજે બૂમ ન પાડી તે બદલ હું આપને ધન્યવાદ આપું છું. પરંતુ એમાંથી હું એટલે નતીજો તારવું છું કે, આપને પણ પોલીસેથી છુપાવાની અમારા જેટલી જ ગરજ છે. કારણ કે બૂમ પાડવાથી કોણ આવે? પોલીસ ! અને પોલીસની પાછળ શું હોય? ન્યાય. આપે પણ બા ન પાડી, કારણ કે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ હૈ મિઝરાઇલ . અમારી પેઠે આપ પણ, ન્યાય અને પેાલીસ એ બેથી દૂર રહેવા ઈ તેજાર છે. આપે ‘ ખૂન, ખૂન, ’ કે ‘દા, ધાજો’ એવી બૂમેા પાડી હોત, તે હું આપને જરા સરખા વાંક તો ન જ કાઢત. પણ હવે આપની ગરજ પણ હું સમજી ગયે હાલથી આપણે કાંઈક સમજૂતી ઉપર જલદી આવી શકીશું. 99 આટલું બાર્લીને તે ભઠ્ઠા પાસે ગયા, અને ભઠ્ઠી આગળથી આડ ખસેડીને તેણે લાલાળ બનેલી ફરસી હાથા વડે પકડીને હવામાં થેાડી ફેરવી, અને પાછી આગમાં જ મૂકી. ત્યાર બાદ તેણે પેાતાના કેદી નજીક આવીને કહ્યું, “જુઓ સાહેબ, આપ લખપતિ નહિ હો, કારણ કે કદાચ કરોડપતિ હશો, પરંતુ, હું કંઈ તેથી મારી માગણી છેક હદબહારની કરવા માગતા નથી. આપ ઘણા પૈસાદાર હશે। તેમ આપને ખર્ચ પણ ઘણું હશે. ભલે હોય; મને કંઈ તેની અદેખાઈ નથી. તેમ જ સાનાનું ઈંડું મૂકનાર મરઘીંને છેક જ મારી નાખનાર જેવા પણ હું નથી. હું અધે રસ્તે જઈને મારા ભાગમાંથી થોડુંઘણું જતું કરવા તૈયાર છું. મારે માત્ર બે લાખ ફ઼ાંક જોઈએ. આ બધા સાહેબોને મે તકલીફ આપી છે, પણ કંઈ બે-ચાર સૂનું ચવાણું ફાકવા જેટલું તેમને મળે એ માટે નહિ. એટલે મારી જેમ ભલા થઈ, આપ હું લખાવું તેમ લખા, એટલે સૌનું કામ સહેલું થઈ જશે, અને પેલી ફરસીના પણ ઉપયોગ કરવા નહિ પડે!” બિગ્રેનેલે થેનારડિયરના કહેવાથી માં.લેબ્લાન્કના જમણા હાથ છૂટ કર્યા અને માં, લેમ્બ્લાન્ક પાસે થૅનારડિયરે નીચે પ્રમાણે ચિઠ્ઠી લખાવી – ‘મારી વહાલી દીકરી, .. તું એકદમ આવ. મારે અત્યંત જરૂરનું કામ છે. જે માણસ આ "" ચિઠ્ઠી લાવશે, તે તને મારી પાસે લઈ આવશે; હું તારી રાહ જોઈ રહ્યો છું.' 66 "" હવે, ” ચેતા,ડયરે કહ્યું, “ નીચે આપની સહી કરો. આપનું નામ શું છે? ” “ ઉરબે...ફૈબર ” કેદીએ જવાબ આપ્યા. .. "" ચાલો ત્યારે લખી નાખો, અને સરનામું પણ સાચેસાચું કરી દો. કેદીએ થેાડા વિચાર કરી લઈ નીચે પ્રમાણે સરનામું કર્યું —— 46 “ કુમારી ફેખર, માં. ફેબરને ત્યાં, રૂ સેઈન્ટ મીનીક, દ એનફર, નં. ૧૭. ’ થેનારડિયરે તે કાગળ પાડીને કહ્યું, “લે, જો, ચીલઝડચેઝૂંટવી લઈને પેાતાની સ્ત્રીને બૂમ આ કાગળ છે. તારે શું કરવાનું છે તે હું જાણે Page #280 -------------------------------------------------------------------------- ________________ માત્ર બે લાખ કો છે. નીચે એક બગી ઊભી છે. તેમાં બેસીને જા અને તે જ પ્રમાણે પાછી " આવ. . પછી કુહાડીવાળા સજ્જનને સંબાધીને તેણે કહ્યું, “તું બગીમાં પાછળ બેસી જજે.” એક મિનિટ બાદ નીચે ચાબુકના સટાકો સંભળાયે અને પૈડાંના ગડગડાટ પથરા ઉપર થઈને દૂર વહી ગયા. મેરિસ પેાતાના બાકોરા આગળ ચાર્ટી રહ્યો. તેને આ આખા બનાવમાંથી તેની ઉસુલા વિષે એટલું જ વધુ જાણવા મળ્યું હતું કે, તેનું નામ ઉર્સુવા ન હતુ; અને રૂમાલના જે ૩૦ ફે૦ શબ્દો ઉપરથી તેણે તે નામ કહ્યું હતું, તે રૂમાલ તથા તે નામ ' માં. લેબ્લાન્ક'નાં હતાં. છતાં, જે તેને જ અહીં તેડી લાવવા થેનારડિયરબાનુ ગઈ હોય, તો તે આવર્ષની સાથે પેને ગમે તે ભેગે પણ તેને બચાવી લેવા અવશ્ય પ્રયત્ન કરશે, એવા નિશ્ચય તેણે મન સાથે કરી લીધા. ભલે પછી થેનારડિયરનું ગમે તે થાય, અર્ધો કલાક પસાર થઈ અયો. થેનારડિયર કોઈ ધેરા વિચારમાં ડૂબી ગયા હતા. તે હવે અચાનક જાગ્યા, અને કેદીને સંબોધીને બોલ્યા : 66 મોંદર ફેબર, થેડીક વાત હું અત્યારથી જ કરી લઉં : મારી ણિપાણી હમણાં જ પાછી આવશે. મને વિચાર કરતાં લાગે છે કે પેલી છેાકરી તમારી જ પુત્રી હશે, અને તમે તેને પાતાની પાસે રાખવા ઈચ્છા એ સ્વાભાવિક છે. પરંતુ આટલું ધ્યાનપૂર્વક સાંભળી ભા` તમારો પુત્ર લઈને મારી પત્ની તમારી દીકરીને મળશે. તે તરત જ મારી પત્ની સાથે વગર આનાકાનીએ બગીમાં અહીં આવવા નીકળશે. તે જ બગીમાં મારા સાથી પણ પાછળ હશે. રસ્તામાં એક નક્કી કરેલી જગાએ બે ઘોડાની સુંદર ગાડી ઊભી રાખેલી હશે. તમારી દીકી અને મારો સાથી તેમાં બેસી જશે, અને મારી પત્ની તેમનાથી છૂટી પડીને ‘આલબેલ ' કહેવા અહીં આવશે. તમારી દીકરીને એક જગાએ શાંતિમાં રાખવામાં આવશે. પછી મે માગેલી આ નાની સરખી ૨કમ આપી દેશેા, તે જ ઘડીએ તમારી પુત્રીને તમારે ત્યાં પાછી પહોંચાડી દેવામાં આવશે. પણ જો તમે મને કે મારા સાથીઓને પકડાવી દેવાના પ્રયત્ન કરશો, તો મારો સાથી તમારી પુત્રીને શું કરશે તે કહેવાની જરૂર નથી. જે ઘડીએ તમે >> મેરિયસની આંખો આગળ થઈને ભયંકર ઓળાઓ પસાર થઈ ગયા. પેલી જુવાન છોકરીને અહીં નથી લાવવાની; એક રાક્ષસ તેને કોણ જાણે કાં લઈ જશે; અને એ જુવાન છેકરી ઉલા જ હશે તો? મેરિયસ Page #281 -------------------------------------------------------------------------- ________________ લે મિશ૭ હૃદય બેસી જવા લાગ્યું. હવે પિસ્તોલ ફેડવાથી પણ કશું ન વળે; કારણ કે આ લોકો અહીં પકડાય તેની સાથે પેલે ખવીસ ઉર્ફલાને મારી જ નાખે. એક કારમી શાંતિ ચારે તરફ છવાઈ રહી હતી. અચાનક દાદરનું બારણું ઊઘડયું, અને વસાયું. કેદી પિતાના દેરડામાં થોડોક સળવળે. “મારી શહેનશાહબાનુ આવી લાગે છે.” થનારડિયર બોલ્યો. પણ એ હજુ પૂરું બોલી રહે તે પહેલાં થનારડિયર-બાનુ ઓરડીમાં ધમધમ કરતી અને લાલચળ મેઢે હાંફતી હાંફતી દાખલ થઈ અને ત્રાડ નાખતી બેલી : “બેટું સરનામું !” . જે ડાકુ તેની સાથે ગયા હતા તેણે પણ તેની પાછળ દાખલ થઈને ખૂણામાંથી પિતાની કુહાડી હાથમાં લીધી મેરિયસને શ્વાસ નીચે બેઠો. ઉસ્લા – કે તેનું જે નામ હોય તે -સહીસલામત હતી! પરંતુ થનારડિયર હવે ત્રાડ નાખીને ઊભો થયો અને કેદી પ્રત્યે બોલ્યો : “ખોટું સરનામું ! તેં એથી શાની આશા રાખી હતી?” વખત મેળવવાની !” કેદીએ રણકતે અવાજે જવાબ આપ્યો. અને એ જ ક્ષણે તે પોતાનું દોરડાનું બંધન ખંખેરી નાખીને ઊભા થયો અને સીધે ભઠ્ઠી પાસે પહોંચી ગયો. તેમાંથી તરત તેણે પેલી લાલચોળ થયેલી ફરસી હાથમાં લીધી. બધા ડાકુએ પરિસ્થિતિમાં અચનક આવેલા આ પલટાથી ડઘાઈ જઈ, એક ખૂણા તરફ એકઠા થઈ ગયા. તેને પૂરો કરે આ બનાવને અંતે જે પોલીસ-તપાસ થઈ હતી, તે દરમ્યાન પોલીસના હાથમાં તાંબાને એક સૂનો સિક્કો આવ્યો હતો. તેને વિચિત્ર રીતે ફાડેલ હ. એવા સૂ વહાણ ઉપરના કેદીઓની અથાગ ધીરજ અને મહેનતનું અદભુત પરિણામ હોય છે. એ કેદીઓ, પોતાના દીર્ધ અંધકારમાં, મુક્તિના પ્રકાશની આશાએ, નહિ જેવાં સાધનો વડે વર્ષો સુધીની મહેનતથી એવી ; Page #282 -------------------------------------------------------------------------- ________________ “તેને પૂરે કરે” ૨૫૭ કારીગરી કરી બતાવે છે, જે નાજુકમાં નાજુક અને મેંઘામાં મોંઘાં સાધનોથી એક ઝવેરી પણ ન કરી શકે. ઢબુ જેવા સૂ-ના સિક્કાને છરી જેવા કોઈ સીધા સાદા સાધનથી ફાડીને બે દાળ કરવામાં આવે છે. બંને ફોને અંદરની બાજુથી ઘસીને કરાય તેટલી પિલી કરવામાં આવે છે. પછી કિનારી તરફ પેચ જેવો એક આંટો પાડીને બને ફાડ પાછી બરાબર વળગાડી દેવાય એવું કરી દેવામાં આવે છે. એના પોલાણમાં ઘડિયાળની પ્રિઝ જેવો કાનસને કટકો સંતાડી રાખી શકાય છે, જેને બરાબર વાપરવામાં આવે, તે સાંકળની કડીઓ કે બારીના સળિયા વહેરી નાખી શકે. પેલે કમનસીબ કેદી તો જાણે એક ઢબુ જેવા સૂ-જ માલિક મનાતો હોય છે, પરંતુ ખરી રીતે તે તે પોતાની મુક્તિને માલિક બને હોય છે. આ જાતના એક મોટા સૂનાં બે ફાડિયાં જોર્જેટના ઓરડામાં પથારી આગળથી પોલીસના હાથમાં આવ્યાં હતાં; તથા એક ભૂરા પોલાદની નાની કરવતી પણ દોરડાના ટુકડામાં વળગેલી મળી આવી હતી. એમ બનવા સંભવ છે કે, ડાકુઓએ જ્યારે કેદીને બાંધવા માંડ્યો, ત્યારે તેણે આ સૂને પિતાની આંગળીમાં છુપાવી રાખ્યો હશે, અને સહી કરવા છૂટા કરવામાં આવેલા જમણા હાથે પછી તેણે સૂનો પેચ ફેરવીને અંદરની કરવતી વડે દોરડાના આટા કાપ્યા હશે. શરૂઆતને ધક્કો ડાકુઓ સંભાળી રહે તેટલામાં કેદીએ પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું: “ભલાદમીઓ ! મારી જિંદગી એવી કીમતી નથી કે તેને માટે આવી ભારે તૈયારી કરવાની મહેનત લેવી યોગ્ય કહેવાય. પરંતુ તમે જે માની લીધું છે કે, મારે જે ન બોલવું હોય તે તમે મારી પાસે બોલાવી શકો, કે મારે જે ન લખવું છે તે તમે લખાવી શકો, તે તેને જવાબ જુઓ આ રહ્યો – ” એમ કહેતાંની સાથે તેણે પિતાના ડાબા હાથની બાંય ઊંચી ચડાવીને ત્યાં પેલી જમણા હાથે પકડેલી લાલચોળ ફરસી ભારપૂર્વક ચાંપી દીધી. બધાએ –મેરિયસે સુધ્ધાં, બળતા માંસને ચચરાટ સાંભળ્યો : આ રડો તેની ગંધથી ભરાઈ ગયો. ડાકુઓ પણ પગથી માથા લગી ધ્રૂજી ઊઠયા; પરંતુ માંસમાં એ ગરમ લોઢું ઊંડું ઊતરવા લાગ્યું હોવા છતાં એ અદ્ભુત ડેસાના મોં ઉપર થોડો પણ વેદનાને શેર પડયો નહિ. ઊલટું, શારીરિક પાતનાને છેક જ અવગણતા એના તેજસ્વી આત્માની વિરલ જતિ તેના કપાળ ઉપર ઝળહળી રહી. લે ૦િ - ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ લે મિરાન્ડ “હરામીએ, મને તમારે જેટલે ડર છે, તેથી વધુ મારા વતીને ડર રાખવાની તમારે જરાય જરૂર નથી.” આટલું કહી તેણે પિતાના ઘામાંથી પેલી ફર્સ ખેંચી કાઢી અને તેને ઉઘાડી બારીમાંથી બહાર ફેંકી. એ ભયંકર ઓજાર રાત્રીના અંધારામાં તેજના ગેળ કૂંડાળાં તાણનું દૂર જઈને પડયું અને બરફમાં બુઝાઈ ગયું. કેદીએ પછી પિતાનું કથન પૂરું કરતાં જણાવ્યું: “હવે તમે તમારી ઇચ્છામાં આવે તેમ કરી શકો છો.” તે હવે નિ:શસ્ત્ર બન્યો હતે. “એને પકડી લો, થેનારડિયર ગજે. બે ડાકુઓએ તેને ધીમેથી પકડ્યો અને તે સહેજ હાલવા જાય તે તેના લમણા તોડી નાખવા માટે ત્રીજો ડાકુ પોતાની લેખાંડી કોશ તેની સામે તાકીને ઊભો રહ્યો. મેરિયસે તે જ ઘડીએ બાકોરાની નીચે ધણી-ધણિયાણીને ધીમેથી વાત કરતાં સાંભળ્યાં: હવે એક જ રસ્તો બાકી રહે છે – તેને પૂરો કરો!” “હા એ જ.” થેનારડિયર ટેબલના ખાના તરફ ગયો અને તેમાંથી તેણે પિતાને છો કાઢયો. મેરિયસ પિતાની પિસ્તોલન ઘેડો દબાવવા તત્પર થઈ ગયો; પરંતુ તેના અંતરમાં બે વિરોધી અવાજેની કારમી ગડમથલ મચી રહી એક અવાજ તેને પોતાના પિતાનું ઋણ અદા કરવાનું કહેતા હતા, અને બીજો અવાજ આ નિર્દોષ કેદીને બચાવવાનું કહેતો હતો. આ બે અવાજોની ખેંચતાણમાં મેરિયસ કારમી યાતને વેઠી રહ્યો. પરંતુ હવે તે આખરી ક્ષણ આવી લાગી હતી. દરમ્યાન, કેદીની સામે છરો ઉગામીને ધસી ગયેલ થેનારરિ કંઈક વિચાર આવતાં ક્ષણભર થંભ્યો. અચાનક મેરિયસની આંખ ચંદ્રના અજવાળામાં પિતાના ટેબલ ઉપર ઝબકતા કાગળના ટુકડા ઉપર પડી. એ ટુકડો જાણે પોતાના ઝબકારાથી મેરિયસની નજર પોતા તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેના ઉપર આજે સવારના જ થેનારડિયરની મોટી દીકરીએ મેટા અક્ષરે લખેલી નીચેની લીટી ઊભા ઊભા વાંચી શકાતી હતી : Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫: તેને પૂરે કરે” જ પોલીસદાદા આવી પહોંચ્યા.” મેરિયસના મનમાં વીજળીની પેઠે એક વિચાર પસાર થઈ ગયો. તે લેરત નીચે નમ્યો અને ટેબલ ઉપરથી લાંબે હાથે તે કાગળ ઉપાડી લઈ, ભીંત ઉપરથી એક પોપડે ઉખા, તેના ઉપર તે કાગળ વીંટી, તેણે બાકામાંથી ઓરડા વચ્ચે ફેંકયો. બરાબર અણીને વખત આવી ગયો હતે. થેનારડિયર પોતાના મનને સ્થિર કરી છરા સાથે કેદી તરફ ડગલું ભરવા જ જતો હતે. કશુંક પડયું !” થેનારડિયર-બાનુએ બૂમ પાડી. “શું છે?” બાઈએ તરત ફૂદીને પેલા કાગળનો ડૂચો ઉકેલીને પતિના હાથમાં મૂકયો. “પણ તે અંદર આવ્યો શી રીતે ?” “વાહ! બારીમાંથી વળી; બીજે કયાંથી આવે ?” “હા, હા. મેં મારી નજરે જોયુને.” બિરોને ટાપશી પૂરી. થેનારયિારે ઉતાવળે કાગળ સરખે કરીને વાંચ્યો. “અરે! આ તે મારી મોટી દીકરીના અક્ષર છે!” તે એકદમ ગભરાઈ જઈને બેલ્યો; તથા ત્રાડી ઊઠયો: જલદી કરો! નિસરણીને તરત ભેરવી દે. પોલીસ આવી પહોંચ્યા છે. રસ્તાને નાકે ઊભેલી મારી દીકરીએ આ કાગળ ફેંકયો છે. જીવ લઈને ના .” “આખું ડોકું કાપી નાખ્યા વિના જ?” થેબારડિયર-બાનુ ઘૂરકી. રાંડ, તારા બાપનું ડોકું કાપજે! બચવું હોય તે સીધી નાસવા માંડ! આ બારીમાંથી કાગળ નાખ્યો એટલે એ તરફ પિલીસે નહિ હોય.” પછી તે એ ગુંડાઓ એકબીજાને ધકેલતા ટોળે વળી બારીને ઘેરી વળ્યા. થેનારડિયરે બૂમ પાડીને કહ્યું, “બધા કંઈ સાથે તે ઊતરી શકવાના નથી. દોરડું એકસાથે એક જણને જ ભાર ખમશે, એને વિચાર કરો. નહિ તે બધા સાથે જ મરશો.” એટલું કહી તે પહેલા ઊતરવા ગયો. પણ બિગેને તેનું ગળચું પક તેને પાછો ખેંઓ. પહેલાં અમે, પછી તમે ” થેનારડિયર તડૂક્યો. Page #285 -------------------------------------------------------------------------- ________________ લે ચિરાવું જા, જા; પહેલા અમે !” ડાકુઓ ગર્યા. મુરખા, આ રકઝકમાં જ પોલીસ આવી પહોંચશે. જેટલા નામ તેટલા જ બચ્યા.” ત્યારે ચિઠ્ઠી નાખે, કોણ પહેલે જાય !” થેનારડિયરે નવાઈ પામીને કહ્યું, “ગધેડાઓ! તમારું તે ચસક્યું છે કે શું? ચિઠ્ઠી નાખે? અત્યારે કાગળના ટુકડા કાપે, કલમ શાહીંમાં બળે, અને નામ લખે! પછી ખાસા એક ટોપામાં નાખી ચિઠ્ઠીઓને ઉપાડે, એટલામાં તો . . .” મારો કે તમારા કામમાં આવશે વારુ?” બારણામાંથી એક અવાજ આવ્યો. બધાએ પાછળ ફરીને જોયું, તે જાવર્ટ બારણામાં ઊભો હતે. તેના હાથમાં તેને ટોપ હતો અને તેણે હસતાં હસતાં તેને આગળ ધર્યો હતો. જાવટે સમી સાંજથી જ પિતાની ભૂહરચના ગોઠવી દીધી હતી; અને જે જે ગુંડાઓ મકાનમાં જતા દેખાયા, તેમાંના ઘણાને તેણે ઓળખી કાયા હતા. તપાસ રાખવા બેઠવેલી બે છોકરીઓમાંથી નાની એઝેલ્માને ગિરફતાર કરીને તેણે પોતાના કામની શરૂઆત પણ કરી દીધી હતી. મોટી. ઓપેનીન હાથમાં ન આવી; તે કયાંક અલોપ થઈ ગઈ હતી. પછી ઘોડાગાડી ગઈ અને આવી, છતાં મેરિયસની નિશાનીને અવાજ સંભળાયો નહિ, એટલે તેણે તેની રાહ જોયા વિના જ અંદર પ્રવેશ કર્યો. ગભરાયેલા ગુંડાઓ એકદમ તે જે હથિયાર હાથમાં આવ્યું તે લઈને સામા થઈ ગયા. પરંતુ જાવર્ટ અદબ વાળેલે હાથે જ સીધો તેની સામે જઈને ઊભો રહ્યો. પેલાએ ટપોટપ હથિયાર નીચે નાખી દીધાં. પણ થનારડિયર-બાનુ પથ્થરની એક મોટી છાટ લઈને એક ખૂણામાં દૂરકતી ઊભી રહી; અને વગર સામને પકડાઈ ગયેલાઓની કાયરતા ઉપર લ્યાનત વરસાવવા લાગી. થેનારડિયર તેની પાછળ ભરાઈ ગયો હતે. જવર્ટ સીધે તે ખૂણા તરફ વળે. થેનારડિયર-બાનુ તડૂકી ઊઠી : આઘો રહેજે, નહિ તો આજ તારી ઘરવાળીને માથું પીંખવાવારે આવશે !” વાહ રે, છે રોફ?” જાવટે બોલ્યો. “પણ, મરઘી, તને પુરુષ જેવી દાઢી છે, તો મને બાયડી જેવા નહોર છે, એ યાદ રાખજે !” આમ કહીને તે આગળ વધ્યો. બાનુએ જોરથી તેના માથા ઉપર તાકીને પેલી છાટ ફેંકી. વર્ટ શાંતિથી જરા નમી ગયો, અને પેલો પથરો હવાને ચીરતે સામી ભીંત ઉપર રથી અફળાયો. Page #286 -------------------------------------------------------------------------- ________________ જેમાં થાડાક છૂટા તાંતણા સમેટાય છે ૧ જાવર્ટે તરત પોતાના એક જંગી હાથ બાનુને ખભે અને બીજો પુરુષને માથે ભીંસી દીધા. પાલીસાએ બંનેને બેડીઓ ચડાવી દીધી. પેલા સદ્ગૃહસ્થના બધા બંધ જાવર્થે તરત છેાડાવી, નખાવ્યા. જાવ ટેબલ આગળ બેસી હવે કાયદેસર કાગળિયાં તૈયાર કરવા લાગ્યા. લખતાં લખતાં, પેલા સગૃહસ્થનું નામ પૂછવા તેણે તેને પેાતાની પાસે બાલાચ્યો. પણ નવાઈની વાત! તે એ ઓરડામાં ન હતો. જાવર્ટ કૂદકો મારીને ઊભા થઈ ગયા; તેણે બારી પાસે જઈ બહાર નજર કરી. દોરડાની નિસરણી છેડા અગળ થોડી હાલતી હતી; પણ આજુબાજુ કોઈ ન હતું! જાવž દાંત કચડતા બલ્યા, “ શયતાન ! એ આ સૌના માંચાં થૂંકે જેવા મેટા ગુંડો હોવા જોઈએ ! ” " १४ જેમાં થાડાક છૂટા તાંતણા સમેટાય છે બીજે દિવસે મેરિયસના ઘરવાળી બુગાં ડોસી બજારમાંથી પાછી ફરતી હતી, ત્યારે પોતાના બારણા ઉપર કોઈની ધડાધડ લાત પડતી જોઈ, બૂમે પાડતી અને દાડતી પાસે આવી. એક ચીંથરેહાલ,ફ્રીકા માંવાળા છાકરો પોતાના નાના પગ ઉપર પહેરેલા મોટા માણસના જોડા વડે પેાતાનું બધું ભેર ઘરના બારણા ઉપર અજમાવતા હતા. મૂઆ, નખોદિયા, બારણું તોડી નાખવું છે કે શું? બાપ રે, જાણે કિન્નનો દરવાજો તાડી લશ્કર ઘરમાં ઘૂસવાનું હોય ! ઘરનાં બારણાં લેાકો આ માટે બનાવરાવે છે?’’ " “ હા, ઘરવાળાં ડેસીમા છેને ! હું મારા પૂર્વજોને મળવા આવ્યા છું. 65 ટળ અહીંથી, નખાદિયા ! અહીં કાઈ તારા સગલા હવે રહ્યા * નથી ! ” 66 ,, હૈં, મારા પિતાશ્રી કયાંક સ્વધામ પધાર્યા કે શું?' 66 - હા, તેમના સ્વધામમાં – લા ફોર્સની જેલમાં ! ” *. અને મારાં પરમ પૂજ્ય માતુશ્રી ?” Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર લે મિઝરાઇલ “સેંટ લઝારેની જેલમાં!” “અને મારી પવિત્ર બહેનો?” “લે મે ડે લેનેટની ચોકીમાં!” છોકરાએ કાન પાછળ માથું ખંજવાળ્યું અને ડોસી સામે જોઈ એટલું જ કહ્યું, “વાહ! ખારૂં” અને પછી જ્યાંથી આવ્યો હતો તે તરફ, કોઈ બજારુ ગીતની કઈ ફેફસાં ફાટી જાય તેટલે મોટેથી ગાતા ગાતે ચાલતો થયો. - ડેસી તેને જ જોઈ એટલું જ બોલીઃ “મૂએ બાપના મોંમાં શ્કે તેવો ન થાય, તે મારું નામ બુગો નહિ.” - તે દિવસે જાવર્ટ ત્રણ લારીએ ભરીને પોતે પકડેલે “માલ” ઉઠાવી ગયો હતો. મોંટપાને એક એપનીનને ઝડ પાછળ ચોકી ભરતી ઊભેલી જોઈને, તરત તેના તરફ જ વળી ગયો હતો. થેનારડિયરના કાંચનના આકર્ષણ કરતાં આ કામિનીનું આકર્ષણ તેને માટે વધુ પ્રબળ નીવડયું હતું. પરિણામે બંને ધરપકડમાંથી બચી ગયાં. જોકે પછી એપનીનને તે જાવટે થોડા જ વખતમાં લે એ ડે લોનેટની ચેકીમાં તેની નાની બહેન ભેગી કરી દીધી હતી. પરંતુ, લા ફોર્સ પહોંચતાં સુધીમાં જ કલૅકેસસ છટકી ગયો હતે. એ શી રીતે બની શક્યું, તે કઈ “કહી શકતું” ન હતું. હાથની બેડીઓમાં થઈને તથા પોલીસ લારીની તરામાં થઈને તે હવા થઈને ઊી ગયો કે શું થયું, તે કોને ખબર? પણ જ્યારે લારીમાં તેને પૂર્યો ત્યારે તે હતો, પણ જેલમાં જઈ લારીનું બારણું ઉઘાડ્યું, ત્યારે તે ન હો! પરીઓનો જાદુ ન ગણીએ, તે પછી એને પોલીસ અમલદારોને જ જાદુ ગણવો જોઈએ! ગુનેગારો સાથે જ વધુ જોડાયેલા રહેતા પોલીસે અર્ધા ગુનાની દુનિયાના અને અર્ધા કાયદાની દુનિયાના વતની બની જાય છે. કે પછી કૉકેસસ જેવા અઠંગ બદમાશે કુશળ પોલીસ બાતમીદાર પણ બની શકતા હોય છે? એ કોણ જાણે ! પોલીસદળમાં જવર્ટ સિવાય એવા ઇન્સ્પેકટરો હતા જ, જેઓ ગુનેગાર સાથેના વ્યવહારોમાં વધુ “ વ્યવહારુ હતા ! બનતી કોશિશ કરી, તે સૌને એકાંતવાસની અંધાર-કોટડીઓમાં પૂરવામાં આવ્યા; જેથી સાથે મળીને તેઓ કાંઈ કાવતરું ન કરે. કેસ ચલાવનારા જજે પેટ્રન મિનેટ ટોળકીના એ બધા બદમાશમાંથી બ્રજાને તેના કંઈક ગાભા દેખાવને કારણે, બીજાઓની પેઠે અંધારકોટડીમાં ન પૂરતાં અદાલતની ચાકીમાં જ પૂરવાનો હુકમ કર્યો, જેથી તે Page #288 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘેાડાક છૂટા તાંતણા સમેટાય છે ૨૩૩ કાંઈ કબૂલાત કરી દે. બુજો એ પણ ગાભરાપણાને દેખાવ વધારી દીધા અને પછી જુદી જુદી તરકીબ અને સાધના દ્વારા, પેાતાને મથકે સ્વતંત્ર બેઠો હોય તે પ્રમાણે, જુદાં જુદાં સ્થળા કે જ્યાં ‘ હાથ મારવાનું 'ટોળકીએ વિચારેલું હતું, તેની તપાસ તથા આયોજનનું કામ આરંભી દીધું ! " થેનારડિયરની બે દીકરીઓ એપેનીન અને એઝેલ્માને પુરાવાને અભાવે' છેાડી મૂકવામાં આવી. એ બંને છેકરીએ કાવતરામાં ભળેલી હતી એ વાતના પુરાવા મેરિયસ જ આપી શકે તેમ હતા; પણ તે તે પોતાના પિતાના સંરક્ષક થેનારડિયર સામેની અદાલતી તપાસમાં સાક્ષી તરીકે હાજર ન થવું પડે તે માટે, આ બનાવ બન્યા પછી તરત, એ ગાઝારા' મકાનને ખાલી કરી ગયા હતા. જાવર્ટને મેરિયસનું નામ યાદ ન હતું; અને તેણે તેની નપાસ કરી જોઈ, પણ તે હવે કાફે રાકના નવા મકાને રહેવા ચાલ્યા ગયા હતા, કોન્ફ્રે રાકે પેાતાનું મકાન ‘રાજકીય 'કારણેાસર બદલીને રૂ દ લા વેરેરીમાં રાખ્યું હતું. એપોનીન જેલમાંથી છૂટી કે તરત, મૅગ્નાન નામની એક બાઈએ જેલમાંથી પેટ્રન મિનેટે તિકડમબાજીથી ક્રહેવરાવેલું કામ તેને સોંપ્યું, બુજોની દાઢમાં કેટલાક વખતથી રૂ ક્લુમેટમાં આવેલું એક એકલવાયું મકાન હતું. તે મકાનની આસપાસ પડતર જેવા બગીચા હતા. એ મકાનમાં હાથ મારવાથી ક્રોઈ વિશેષ દલ્લે હાથમાં આવે એવી તેની ગણતરી હતી. એપાનીને તરત તે મકાનની તપાસ આરંભી દીધી અને પછી થાડા દિવસ બાદ મૅગ્નેનને જણાવી દીધું કે, ત્યાં કશું મળે તેમ નથી. મૅગ્નેાને એ ખબર જેલમાં બ્રેજોને પહોંચાડી દીધી. આ મૅગ્નેાન પણ જાવર્ટ વગેરે પેાલીસ અધિકારીઓની નજર હેઠળની શંકાશીલ બાઈ હતી. પરંતુ તેની ધરપકડ કરાય તેવા પુરાવા હજુ પોલીસ પાસે ન હતા. ભલે પોલીસ પાસે ન રહ્યા; પણ આપણે તો તરત કહી શકીએ તેમ છીએ કે, એ બાઈ જુવાનીના વખતથી જ ભારે કરામતી બાઈ હતી. મેરિયસના દાદાğાં. જીલેનાર્મેન્ટને ત્યાં દાસી તરીકે તે રહી હતી. ન્યાંથી તેને છૂટી કર્યા બાદ છ મહિને તે ટોપલીમાં એક લાવી; અને એ બાળક પેાતાને માં લેનાર્મેન્ડથી થયેલા કહેવા લાગી. મોં. લેનાર્મન્ડને તે વખતે ચોર્યાસીમું વર્ષ ચાલતું હતું. માં. જીલેનેર્મન્ડ ટોળે વળેલા લાકો સામે જોઈને બેલ્યા કે, “ એ છેકરો મારો નથી, છતાં એ બાઈ મને આરોપવા માગતી હોય, તા પંચ્યાસી વર્ષે મને જુવાન બાઈથી બાળક જન્મ્યું એ વાતને હું મારે માટે શરમરૂપ નહિ નવું જન્મેલું બાળક છેકો છે, એમ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪ હું સિઝરાજ્ય પણ પરાક્રમરૂપ જ ગણુ! મારે આશરે મારે નામે આવેલા એ બાળકને હું ફેંકી નહિ દઉં. તરત તેમણે એ બાળકને ઉછેરવાની ઘરની દાસીને આશા કરી. પણ બીજે વરસે મેગ્નાન બાઈ બીજો નવા જન્મેલા છેકરો લઈને તે જ પ્રમાણે આવી. આ વખતે ડોસાએ જુદા ફેંસલા વિચાર્યુ. તેમણે તે બંને કરા મૅગ્નેાનને પાછા સોંપ્યા અને મહિને એંસી ટ્રાંક તેમના ઉછેર માટે તેને જ આપવાનું સ્વીકાર્યું. શરત એ હતી કે, હવે તેણે આ કરામત ફરી પાછી અજમાવવાનું બંધ કરવું. મૅગ્નાનને એ ફ્રાંક માઁ. લેનેર્મન્ડના ભાડું ઉધરાવનાર મુનીમ માં, બાર્જ નિયમિત આપી જતા. એક વખત પૅરિસમાં મરકી ફાટી નીકળતાં મૅગ્નાનના બંને છોકરા મરી ગયા. એ છેાકરાઓને દાટી દેતાં એસી ફ઼ાંકની માસિક આવક પણ દટાઈ ગઈ. પણ થેનાડિયર કુટુંબને પાંચ છેકરાં થઈ ગયાં હતાં : બે દીકરી અને ત્રણ દીકરા. થેનારડિયર-બાનુ તેની દીકરીએની જ મા હતી; છેાકરાઓને તે તે પેટે પડેલા કરમિયા જ ગણતી. ‘હું એ ભૂંજરને શું કરું' એમ જ તે બાલ્યા કરતી. મૅગ્નાને થેનારડિયર-બાનુ પાસે તેના છેલ્લા બે છેકરા માગી લીધા. કોણ જાણવાનું હતું કે, પહેલાં હતા એ જ છે કે બીજા નવા બે છે ? થેનારડિયર-બાનુએ પણ ‘બલા ટળી’ કરીને બંને છોકરા તેને તરત આપી દીધા. પણ થેનારડિયર પાકો માણસ હતા. તેણે પેલા એસી ફ઼ાંકમાં દશ ડ્રાંકને ભાગ પડાવ્યા. ‘પેાતાના સગા છેકરા કંઈ ઉકરડે નાખી દીધા હોય તેમ મત આપી દેવાય છે?' એવી તેણે દલીલ કરી. મૅગ્નાન એક અંગ્રેજ ચારને રાખીને રહેતી હતી. બર્મી રીતે તે ઠાઠથી રહેતી અને પેલા કાને ખાવા-પીવા-પહેરવાનું દુ:ખ નતું. ગેોચ કે તેની બે બહેને ને તે પેાતાને બીજા બે નાના ભાઈ હતા કે નહિ તેની ખબર પણ ન રહીં : બહેને ને જાણવાની દરકાર ન હતી અને ગેલ્રોચ કયારને ઘર ાડી ગયા હતા. પણ ગુનેગારની દુનિયામાં એકસરખું કશું ાલતું રહેતું નથી. જોન્ડ્રેટ કુટુંબની ધરપકડ જેવા બનાવ, આસપાસની બીજી ઘણી પોલીસતપાસેાનું કારણ બને છે; અને તળાવમાં પડેલા પથરાની પેઠે અનેક વમળે આસપાસ ઊભાં કરે છે. એટલે એ બનાવથી ઊભી થયેલી પોલીસની ઝપટામાં ૉગ્નાનનું આખું કુટુંબ આવી ગયું. પેલા બે છોકરા તે વખતે બહાર રમતા હતા. જ્યારે તે ઘેર પાછા ફર્યા, ત્યારે ઘર ખાલી હતું અને બારણાં Page #290 -------------------------------------------------------------------------- ________________ મહાન નેલિયનને વારસદાર ૨૬૫ બંધ હતા. સામેના મેચીએ સાત અને પાંચ વર્ષનાં એ બાળકોને સમજાવાય તે ભાષામાં સમજાવી દીધું કે, એ ઘર હવે તેમનું રહ્યું નથી, તથા તેમનાં માબાપ પણ હવે તેમને મળે તેમ નથી. “તમારે હવે જવું હોય તે આ ચિઠ્ઠીમાં હું મેં. બાર્જનું સરનામું લખી આપું છું; તે દર મહિને તમારી ખબર લેવા આવતા એવું લાગે છે. તેમનું ઘર ડાબી બાજુએ પહેલી શેરીમાં છે. જાઓ, હાથમાં આ કાગળ રાખીને દોડવા માંડો.” છોકરાઓએ ચાલવા માંડ્યું: મોટો નાનાને દેરતા હતા. તેના એક હાથમાં પેલે સરનામાવાળો કાગળ હતે. બહાર કંઈ સખત પડવા માંડી હતી; છોકરાનાં આંગળાં ઠરી ગયાં હતાં. થોડા વખત બાદ આવેલા પવનના ઝપાટામાં તેની ઢીલી પકડમાંથી પેલો કાગળ ઊી ગયો. પછી ચોમેર વ્યાપવા માંડેલા અંધારામાં તે કાગળ તેને પાછો ન જડ્યો. મહાન નેપોલિયનનો વારસદાર પેરિસની વસંત ઋતુ ઘણી વાર ઉત્તરના મર્મભેદક ઠંડા પવને લેતી આવે છે. તેનાથી માણસ ઠરી નથી જાતે પણ વીંધાઈ જાય છે: હુંફાળા ઓરડામાં બારણાની તરાડમાંથી પેસતા ઠંડા પવનની કટારોની પેઠે. ૧૮૩૨-ની આ વસંતમાં આ સંકાની પ્રથમ મહામારી ફાટી નીકળી હતી, ત્યારે એ પવને ખાસ કરીને તીણ બન્યા હતા – મહામૃત્યુએ જણે ત્રિશૂળ ઉગામ્યું! એક સાંજે આ પવને ખાસ કઠોર બન્યા હતા, અને લોકોએ શિયાળાના ગરમ ડગલાઓ પાછા યાદ કર્યા હતા. ત્યારે ગોચ પોતાનાં ચીંથરાં નીચે મજાથી ધ્રુજતે ધ્રૂજતે એક હજામના કેશ-પ્રસાધન કાર્યાલય સામે ઊભો ઊભો પૂરતી રોશનીમાં ગોઠવેલી એક મીણની પૂતળીને અને તેને પહેરાવેલા પિશાકને એક કદરદાનની ચતે નિહાળતો ઊભો હતો. બળતી સઘળીથી હુંફાળા બનાવેલા ઓરડાની અંદર ઘસકની તહેનાતમાં ઊભેલો હજામ માલિક કઈક ચિતાથી તેના તરફ નજર રાખી રહ્યો હતે. કારણ કે તે જાણતો હતું કે, આ ભાઈ બહાર બેઠવેલી શૃંગાર-પ્રસાધનની ચીજોમાંથી કશુંક ઉઠાવવાની વેતરણમાં જ છે! ગોચ પણ અવારનવાર નાસ્તાની જોગવાઈ માટે આ દુકાનમાંથી માત્ર સાબુની એક ગોરી ઉઠાવો અને બીજા હજામની દુકાને વેચી “ખાતે'. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ લે મિરાબ્દ તેનાં બીજાં ચીંથરેહાલ કપડાંને હિસાબે, તેણે ગળા ઉપર મફલર તરીકે વટેલી એક બાજુની શાલ તેના “ધંધા’ વિષે પૂરતી ચેતવણી “જેને વેવી હોય તેને આપી દેતી હતી. અચાનક બે નાનાં બાળકોએ એ દુકાનના બારણાને હાથો મરડીને બારણું ઉઘાડ્યું, અને અંદર જઈ સકામાં ડૂબી જતા અવાજે કંઈક કહ્યું. હજામ તરત હાથમાં અસ્ત્રા સાથે છલંગ મારતો ધસી આવ્યો અને બંનેને પોતાની કૂણી અને ઢીંચણથી બારણા બહાર ધકેલી કાઢી, બારણું બંધ કરો બોલ્યો, મા”ળાં મફતિયાં, બારણું ઉઘાડી ઘરાકને ઠારી દો છો !” - બંને છોકરાં રડતાં રડતાં આગળ ચાલ્યાં. દરમ્યાન એક વાદળ આવ્યું અને વરસવા લાગ્યું. ગેચ તેમની તરફ દોડી ગયો અને પૂછવા લાગે, "અથાં ભટેળિયાં, શી વાત છે તમારે ?” મોટાએ કહ્યું, “ટાઢમાં અમારે કયાં સૂવું.” બસ એટલું જ? એટલા માટે તે વળી કોઈ રડતું હશે? ચકલાંનાં બચ્ચાં હોય તે એટલા માટે તો ચીંચી કરે!” પછી ઘેડે વડીલપણાને દેખાવ ધારણ કરીને તે બોલ્યા, “ચાલો મારી સાથે, હું તમને સૂવાની જગાએ લઈ જાઉં.” છોકરાં જાણે કોઈ સરસેનાપતિને અનુસરે તેમ તેની પાછળ પાછળ જવા લાગ્યાં, ગેય પણ મોટા માણસની અદાથી જે સામું મળે તેને ખામુખા પજવતે આગળ ચાલવા લાગ્યો. એક જણના બૂટ ઉપર તેણે જાણી જોઈને પાણીના ખાબોચિયાનું પાણી પગ વડે ઉછાળ્યું. પેલો ગુસ્સે થઈને બરાડ્યો, “એઈઈ –' ગોચે પોતાની શાલમાંથી નાક ઊંચું કરીને પૂછ્યું, “ આપને કશી ફરિયાદ છે શું?” હા તારે વિષે જ, ડુક્કરના બેટા !” “ બૂરો બંધ થઈ ગઈ છે; અત્યારે હવે નવી ફરિયાદો હું તો નથી.” ગોચે જવાબ આપ્યો. પેલે વધુ ઘૂરકીને ચાલતે થયો. આગળ જતાં એક ઘરના છજા નીચે એક ભિખારી છોકરીને તેણે પૂજતી જોઈ. તેનાં કપડાં એટલાં ટૂંકા હતાં કે, તેના ઢીંચણ પણ ખુલ્લા દેખાતા હતા. કપડાં પણ એવે વખતે ટૂંકા પડવા માંડે છે, જ્યારે અવયવનું ખુલ્લાપણું શરમભરેલું બની જાય. ગેગ્રોચે Page #292 -------------------------------------------------------------------------- ________________ મહાન નેપોલિયનને વારસદાર ૨૦ તેની આગળથી પસાર થતી વખતે પાતે મફલર તરીકે વીંટાળેલી ઊનની શાલ તેને ઓરાઢી દીધી. પેલી છેાકરી નવાઈ પામી તેની સામે જોઈ રહી, અને ગુપચુપ શાલ શરીર ઉપર વીંટવા લાગી. દુ:ખની અમુક કોટિ એવી આવે છે, જ્યારે તમે કાંઈ બૂરું કરો તોપણ કશા ઊંહકારો ન નીકળે, અને ભલું કરો તે આભારનો શબ્દ પણ. ગેથ્રોચના દાંત હવે કકડવા લાગ્યા. તે જ વખતે તોફાન પણ એકદમ વધી ગયું. જાણે કાળું આકાશ પણ તેને આ ભલમનસાઈના કૃત્યની સજા કરવા ઇચ્છતું હાય! થોડે આગળ ચાલતાં એક ભઠિયારાની દુકાન આવી. ગૅપ્રોચ ઝટ ત્યાં થાભ્યો અને પેલાં છેાકરાંને પૂછવા લાગ્યો, સાહેબા, આપે ભેજન લીધું છે? ” “સાહેબ, અમે આજ સવારથી કાંઈ ખાધું નથી.” માટાએ જવાબ આપ્યા. "6 66 તો તમારે બાપ કે મા કોઈ નથી, કેમ ?” 46 માફ કરજો સાહેબ, પણ અમારે બાપુજી તથા મમ્માજી છે; પણ તે કયાં છે તે અમને ખબર નથી.’ 16 કેટલીક વાર ખબર હોય તે કરતાં ન હેાય તે સારી. ગેલ્રોસે એ મહાન સત્ય પેાતાની અનુભવપાથીમાંથી ઉચ્ચાર્યું. જોકે, એ છેાકરાંનાં માબાપ કોણ છે એ ગેલ્રોચને ખબર હોત, તો એ સત્ય કંઈક વધુ કડવાશ સાથે તે ઉચ્ચારત. “સાહેબ, અમે બે કલાકથી રખડીએ છીએ; અને અહીં તહીં કંઈ ખાવાનું શેાધીએ છીએ, પણ કંઈ મળતું નથી. ” “મને ખબર છે; કૂતરાં સાલાં બધું ખાઈ જાય છે. ” ગેબ્રોસે જવાબ આપ્યા. 66 જોકે, મમ્મા અમને આજે સાંજે મીઠાઈ ખવડાવવાની હતી; પણ તે કયાં ચાલી ગઈ તે હજુ આવી નથી. અને ઘર પણ બંધ કરી દીધું છે. એટલે અમે બહાર જ રખડયા કરીએ છીએ. * "" ‘ખાસ્સું; એ તમારી સગ્ગી મા હાવી જોઈએ!” એટલું કહી ગેન્રોસે પેાતાના ડગલાને વિચિત્ર જગાએ ફંફોસવા માંડયો. તેમાંથી એક સૂ નીકળતાં, તે રુઆબથી ભઠિયારા પાસે જઈને બાલ્યા, “ ડબલરોટી!” પેલાએ એમનાં કપડાં સામે જોઈ કાળી રોટી અને છરી ઉપાડી. Page #293 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ ગેચે તરત નાક નસીકવા જેવો અવાજ કાઢીને કહ્યું, “દીકરા, સફેદ રોટી, સફેદ! જોતું નથી, હું મહેમાનની પરોણાગત કરી રહ્યો છું?” પેલાએ હસીને સફેદ રોટી હાથમાં લીધી, અને તેમની સામે જોતાં જોતાં નાના-મોટા ત્રણ ટુકડા કાપી આપ્યા. ગેચે નાને ટક પોતે લીધો અને પેલાએને કહ્યું, “તેપમાં ઠાંસવા માંડે !” પેલો મોટો છોકરે એ હુકમને અર્થ ન સમયે, એટલે ગેચે હસતાં હસતાં કહ્યું, “આરોગવા માંડે!” ત્રણ જણા ચાલતાં ચાલતાં ખાવા લાગ્યા. હવે ઘરોની હાર પૂરી થવા આવી હતી અને દૂર લા ફેર્સ જેને તેનિંગ દરવાજો દેખાવા લાગ્યો. તે વખતે અચાનક પાછળથી કોઈ બોલ્યું, “કેણ, અલ્યા ગેચ કે?” ગેચે અંધારામાં વેશ બદલેલા મોન્ટપાનેને તરત ઓળખી કાઢયો. મેન્ટ પાર્વેએ તેને જરા એક બાજુ લઈ જઈને પૂછયું, “ જાણે છે, હું ક્યાં જઉં છું?” હા હા, સ્વર્ગની સીડીએ ૧ !” એ તે છે જ, પણ અત્યારે તો બૅબેટને શોધવા જાઉં છું.” “પણ એ તો સાસરીમાં ર છેને?” ત્યાંથી આજે બપોરના નાસી છૂટયો છે.” તો પછી ફરી જેલના દરવાજા ભગી શા માટે જાએ છે? એની ખાલી પડેલી જગ્યા પૂરવા માટે ?” બીજી છેડી જગ્યાએ હજુ ખાલી પાડવી છે! પણ હું અત્યારે કઈ તરફ ચાલો અલ્યા?” ગોચે પેલાં બે છોકરાં તરફ હાથ કરીને કહ્યું, “હું આ લેકોને સુવાડવા જાઉં છું.” તેઓ ક્યાં સૂવાનાં છે?” “મારે ઘેર.” “ તારે ઘેર? એ વળી કયાં આવું?” નેપોલિયન બાદશાહના હાથીખાનામાં.” ઓહો, પેલા હાથીના પૂતળામાં? ત્યાં સૂતાં ફાવે છે?” "રૂ રૂપાળું ફાવે છે પુલ નીચે ખુલ્લામાં હોઈએ ત્યારે વાગે છે તેવા પવનના ઝપાટા ત્યાં નથી વાગતા.” ૧. ફાંસીને માંચડે. ૨. જેલમાં. Page #294 -------------------------------------------------------------------------- ________________ ખિસકેલી પણ વિચાર કરે ૨૬ “પણ તું તેમાં પેસે છે શી રીતે ?” “આગલા બે પગ વચ્ચે ચિરાડ છે; તે હજુ સપડાં નથી જાણતાં.” “તું એટલે ઊંચે ચડે છે શી રીતે ?” “અરે, આંખના પલકારામાં. હાથપગના બે ઝપાટા લગાવ્યા કે અંદર ! જોકે આ બે જણ માટે મારે નિસરણીની જોગવાઈ કરવાની છે. ઠીક ત્યારે, સાહેબજી! કોઈ વાર મારું અગત્યનું કામ પડે, તે મારા ફલેટને બીજે માળ હું રહું છું. હું મારા મકાનમાં દરવાન રાખતા નથી, એટલે મારું નામ દઈને બોલાવશો તેપણ વાંધો નથી.” “ઠીક, ઠીક,” કહીને મોન્ટપાને હસતે હસતે ચાલતે થશે. એ હાથી એક મોટા સ્મારક તરીકે નેપોલિયને ઊભો કરવા ધાર્યો હતે. તે ચાળીસ ફૂટ ઊંચે હતો તથા તેની પીઠ ઉપર ટાવર હતું. એનું બાંધકામ અધૂરું જ રહી ગયું હતું. પણ પછી તે માણસે અધૂરા મૂકેલાને કુદરતે પૂરું કરવા માંડયું હતું: બેખા ઉપરનું ચણતરકામ જગાએ જગાએથી ખરવા લાગ્યું હતું. આજુબાજુની સળિયાની વાડ, ઊગેલા જંગલી ઘાસમાં દબાઈ ગઈ હતી; તથા ત્રીસ વર્ષમાં તે શહેરની આજુબાજુને પગથાર ઊંચે થતો ગયો, તેમ તેમ આ ભાગ જાણે હાથીના ભારથી જ બેસી ગયો હોય તેમ ત્યાં એક ખાઈ જેવું જ થઈ ગયું હતું. તે હાથીની અંદર મોટા મોટા કોળનો કાયમી નિવાસ હતો. બેવોચ એક વખત એક બિલાડી લઈ આવ્યો હતે; પણ એ કોળ બિલાડીને જ ખાઈ ગયા હતા. એટલે મેવો, સરકારને હિસાબે ને જોખમે, ચીડિયાઘરમાંથી તારની ગૂંથેલી જાળી કાતરી લાવીને અંદર એક મરછરદાની જેવું બનાવી દીધું હતું, અને તેની અંદર તે સૂઈ રહેતે હતે. ખિસકોલી પણ વિચાર કરે એ રાતે નેપોલિયન બાદશાહની ઇમારતમાં સૂતેલાં એ ત્રણ ભાંડુઓની વિશેષ વિગતમાં આપણે નહિ ઊતરીએ. પણ સવાર થતાં પહેલાં જ ગેડ્રોચને પોતાને મહેલ છોડી નીચે ઊતરી આવવું પડયું. વાત એમ બની હતી કે, મેન્ટપાનેને જ્યારે ગેત્રોએ કહ્યું હતું કે, મારી જરૂર પડે ત્યારે મને બોલાવજો, ત્યારે મોન્ટપાનેને ખ્યાલ પણ નહિ Page #295 -------------------------------------------------------------------------- ________________ લે બિરાબ્લ હેય કે ગેડ્રોચની જરૂર થોડા કલાક પછી જ પડશે. તે દિવસે બેબેટ, બૂ, ગૃલમેર અને થેનારડિયરે જેલમાંથી નાસી છૂટવાનું કાવતરું રહ્યું હતું. બૅબેટે તે દિવસ દરમ્યાન જ પોતાનું કામ પતાવી દીધું હતું અને તેણે તથા મેન્ટ પાર્નેએ બીજાઓને છોડાવવામાં બહારથી મદદ કરવાની હતી. જેલના અઠંગ બદમાશો માટેનાં આ ભંડકિયાં એવી રીતે બનાવ્યાં હોય છે કે જેથી તેઓની આંખકાન સુધ્ધાંની શારીરિક પ્રવૃત્તિ ઓછામાં ઓછી થઈ જાય. પરિણામ ? પરિણામે જયારે તેઓને ભારે કામે રોકવા જોઈએ, ત્યારે તેઓ તરકીબ વિચારવા માટે એકલા પડ્યા હોય છે! એટલે બૂએ વિચાર કરવા મંડ્યો હશે. તેણે એક દોરડું આમળી કાર્યું હતું અને તેજના વણી કાઢી હતી. હાજો ને એક ખીલ મળી ગયો હતો, અને છેક ટોચ ઉપરના લોખંડી પાંજરામાં પુરાયેલા થનારડિયરને એક દારૂની બાટલી મળી ગઈ હતી. તેમાં ઘેનની દવા ભારોભાર ભેળવી હતી. બ્રજ અને ચૂલમેરની પથારીઓનાં માથાં એક ચીમનીને અડતાં હતાં, એ ચીમની ચાર માળને એ રીતે જ ભેદતી છેક છાપરા ઉપર નીકળતી હતી. ચીમનીને ખીલા વડે કોચને એ લોકો છાપરે ચડી ગયા, છાપરાની છે તેથી છ ફૂટ દૂર જેલની તે વિંગ દીવાલ આવેલી હતી. જો એ પોતાનું દોરડું ચીમનીની જાળીએ બાંધીને ર્દીવાલની બહાર લટકે તેમ ફેંક્યું. પછી એ ચારે જણા એક એક કૂદકો લગાવી દીવાલ ઉપર આવી ગયા અને પછી લટકતે દેરડે નીચે ઊતરી ગયા. પણ તે જ વખતે એ દોરડું છેક દીવાલની ટેચ આગળથી તૂટી ગયું. થેનારડિયર ઉપર પ્રત્યક્ષ ખૂનને આરોપ હોવાથી તેને ભયંકર ગણીને ઉપરના માળે એક ચોકીદારના સતત નિરીક્ષણ હેઠળ પૂરી રાખ્યો હતો. તે જ્યારે દારૂની બાટલીથી ચોકીદારને ઊંઘાડી દઈને છૂટો થઈ છાપરા ઉપર આવ્યો, ત્યારે બૂઓવાળા દેરડાને છેડે તૂટેલો લટકતો હતે. તેનાથી હવે એ રસ્તે ઊતરાય તેમ ન હતું. પરંતુ ચોકીદારોના બદલાવાનો વખત નજીક આવ્યો હતો એટલે ત્યાંથી તે તેણે કોઈ સલામત જગાએ ખસવું જ જોઈએ. લપસણા છાપરા ઉપર પેટે સરકત સરકતે તે બ્રજના દોરડાના ટકડાની મદદથી જેલની દીવાલ બહાર અડીને આવેલા પણ પછી તેડી પાડેલા એક મકાનની દીવાલની દસ ઇંચ પહોળી કિનારી ઉપર આવીને છેવટે પેટ ઉપર લો થઈને સૂતે. ત્યાં એ શી રીતે આવી શક્યો એની Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ખિસકેલી પણ વિચાર કરે વિગતેમાં ઊતરવું મિથ્યા છે. મોતની અને જીવનની વચ્ચે જ્યારે એક પાતળો પડદો જ બાકી રહે છે, ત્યારે માણસના હાથ-પગ કાં તો ભાંગી પડે છે અથવા તો વજના થઈ જાય છે. થોડી વારમાં જેલમાંથી કેદીઓ નાસી છૂટયાની દેડધામ મચી રહી. બ્રજ માંટપાને વગેરે, હવે જેલની દીવાલની બહાર ફરતા રહેવું સલામત ન માની, લપાતો લપાતા એ જ ભીંતની આગળ આવીને દૂર સરકી જવાનું વિચારતા હતા તેવામાં શેનારડિયરે ઉપરથી પોતાની પાસેના દોરડાને ટુકડે તેમના ઉપર નાખ્યો. પેલા ચોંક્યા; પણ તરત વસ્તુસ્થિતિ પામી ગયા. બુ પાસે પોતાના તૂટેલા દોરડાને બીજો ટુકડો હતો. તે બંને બાંધીને ઉપર કોઈ પહોંચાડે, તો શેનારડિયર તેને આધારે નીચે ઊતરી શકે. પણ એ દોરડું ઉપર પહોંચાડવું શી રીતે? થેનારડિયરના હાથ-પગ એટલા છોલાઈ ગયા હતા અને એ ટાઢવરસાદ-થાકથી એટલો અકડાઈ ગયો હતો કે પોતે જાતે કશી હિલચાલ હવે કરી શકે તેમ નહોતું. એ ભીંતને ખૂણે ચણતરની ચીમનીને ભાગ ઉપર જ દેખાતો હતો. પણ તે વચ્ચે વચ્ચે તરડાઈ-ચિરાઈ ગયેલી હતી. એની મારફતે છેક ઉપર ચડી શકાય, પણ તે ચડનાર ખિસકોલી હેય; માણસ નહિ! મેન્ટપાને બધાને થોડી વાર થોભવાનું કહી, ઝટ લપાતે છુપાતે એક દિશામાં દોડ્યો. સાત આઠ મિનિટ વીતી ગઈ; શેનારડિયર માટે તે તે સાત આઠ યુગ હતા. છેવટે મેન્ટપાર્ગે આવ્યા તેની સાથે મેચ હતે. 1 ખિસકોલી પણ જ્યાં ચડતાં વિચાર કરે, ત્યાં થઈને ગેચ માં દોરડાને છેડો લઈને ઉપર ચડવા માંડયો. ઉપર ચડવા માંડ્યો ત્યારે તેના કપાળેથી વરસાદનું પાણી ટપકતું હતું, ઉપર ચડી રહ્યો ત્યારે પરસેવાના રેલા. ટોચે પહોંચતાં જ તેણે પેલા પેટે સૂતેલા તરફ નજર કરતાં જ સવારના અભિનંદન ઉચ્ચાર્યા, “આ તો માસ સર્જક છેને! એને કાંઈ વાંધો નહિ; સંકટમાં પડેલાને મદદ કરતી વેળા તેની નાત-જાત ન જોવી જોઈએ!” થડી વારમાં બધું સહીસલામતીથી પાર પડી ગયું, એટલે પેલા બાકી રહેલી થેલી રાતને ઉપયોગ તરત “નાસ્તાની કંઈક જોગવાઈ' કરવાની વેતરણમાં પડથા. ગેચ એ બધા તરફ નજર કરી લઈ, પિતાની હવે ત્યાં જરૂર નથી એમ માની, “ચાલો હવે પેલા ભોળિયાંને જગાડીએ” કહીને ત્યાંથી ચાલતો થયો. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લે મિરાક્ષ ડાકએ બીજું કોઈ સ્થળ તાત્કાલિક હાથ ઉપર ન હોવાથી, બ્રજાએ જેની તપાસ કરાવી હતી તે રૂ લુમેટવાળી જગાએ જ “ફેર” મારી આવવા ઊપડયા; જોકે એપનીને મેંગ્લેન મારફતે કહેવરાવ્યું હતું કે ત્યાંથી કશું ખાસ મળે તેવું નથી. “ ગાતી મેનાનું ઉપવન મેરિયસને કર્ણોરાકને નવે ઘેર રહેવા આવ્યે એક મહિને થઈ ગયે હતો. તેને એક વકીલ-મિત્ર મારફત ખબર મળી હતી કે, થેનારડિયરને એકાંત-કોટડીમાં પૂરવામાં આવ્યો હતો. દરેક સોમવારે મેરિયસ લા ફોર્સ જેલના કારકુન ઉપર થેનારડિયર માટે પાંચ ફૂાંક મોકલતો. મેરિયસ પાસે હવે પૈસા રહ્યા નહોતા; એટલે કોર્ફોરાક પાસે એ પાંચ ફ્રાંક ઉછીના લેતે. જિંદગીમાં પહેલી વાર તેણે આમ ઉછીના પૈસા કઈ પાસે માગ્યા હતા. નિયમિત મોકલાતા આ પાંચ ફ્રાંક એ પૂરા પાડનાર કોર્ફોરાકને જેમ કેયડારૂપ બની ગયા હતા, તેમ જ એ લેનાર થનારડિયરને પણ. “ એ ક્યાંથી આવતા હશે વારુ!” થનારડિયર પોતાની જાતને પૂછતો. મેરિયસ પોતે હવે એક મહાન અંધકારમાં અટવાઈ ગયો હતો. તેને મન આખું જગત પણ તેવા જ અંધારામાં અટવાઈ ગયું હતું. એક જુવાન છોકરી, જેને તે ચાહવા લાગ્યો હતો, અને એક ઘર માણસ જે પેલીને બાપ હોય એમ લાગતું હતું - આ બે અજાણ્યા માણસો જ તેને આ જગતમાં કંઈકે રસનો વિષય રહ્યાં હતાં. પરંતુ જે ક્ષણે એ એમને હાથમાં બરાબર પકડવા ગયો હતો, તે જ વખતે જાણે એકાદ ફૂંકથી એ પડછાયા અલોપ થઈ ગયા હતા. તેમને વિષે હવે કશી કલપના પણ કરી શકાય તેમ રહ્યું નહોતું. તે એ કન્યાનું નામ પણ જાણ નહોતે; તેનું નામ “ ઉર્ફલા’ તે નહોતું જ, એની તેને ખાતરી થઈ ગઈ હતી. અને પેલે ડે? તે શું પોલીસથી ખરેખર છુપાવા ઇચ્છતા હતા? તેણે મદદ માટે બૂમો કેમ નહોતી પાડી? તેમ જ એ બારીએથી ભાગી કેમ ગયો? અને થનારડિયા તેને ખરેખર ઓળખ હતો? થનારડિયરની ભૂલ તો નહિ થતી હોય ? Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાતી મેના'નું ઉપવન ૨૭૩ પણ એ સૌ સવાલોને દાબી દેતે એક મુખ્ય સવાલ જ તેને આખો વખત સતાવ્યા કરતો હતે: એ “ઉર્ફલા' ક્યાંક તે અસ્તિત્વમાં છે જ; ત્યાં પહોંચવું શી રીતે? તેને ફરી નજરે નિહાળવી શી રીતે? આ એક જ વખણા એને સતત રહેતી હતી, પરંતુ એ કદી પૂરી થશે એવી આશા એને હવે રહી નહતી. અને સાથે સાથે જ ગરીબાઈને ઠાર પણ તેને ઠારવા લાગ્યો હતે. તેણે કામકાજ છોડી દીધું હતું; અને ઉદ્યમ છોડી દે એના જેવી જોખમકારક ચીજ એકે નથી. કારણ કે, એ તો ટેવ છોડવાની વાત છે; અને ટેવ છોડવી સહેલી છે, પણ ફરી પાડવી અઘરી છે. ધીમે ધીમે મેરિયસનો જૂનો કોટ ચીંથરું બની ગયો અને તેને નવો કોટ જૂને બની ગયે; તેના બૂટ ઘસાઈ ગયા; વસ્તુતાએ તે તેનું જીવન જ ઘસાઈ જવા બેઠું હતું. હવે તે એક જ વાત રટયા કરતે: “મરતાં પહેલાં તેને એક વાર નજરે જેવા પામી શકીશ કે નહિ?” એક જ મધુર કલ્પના એના અંતરમાં જળવાઈ રહી હતી : તે એને ચાહતી હતી; તેની આંખોએ એટલી વાત સ્પષ્ટપણે કહી દીધી હતી. અને એનું નામ ભલે તે નહોતી જાણતી પણ તેના અંતરને તે બરાબર ઓળખતી. હતી; અને કદાચ, તે જ્યાં હશે ત્યાં, ભલે એ જગા ગમે તેટલી ગુપ્ત હશે પણ, હજુ તેને ચાહ્યા જ કરતી હશે. દિવસો એક પછી એક પસાર થતા હતા; અને કશું નવું બનતું ન હતું. તેને માત્ર એટલું જ લાગ્યા કરતું કે, જે વિકટ અવકાશ તેણે પસાર કરવાનો છે, તે દરેક ક્ષણે ટૂંક થતું જાય છે. તેને કોઈ કોઈ વાર મતની અગમ્ય ખીણને કિનારે લગોલગ આવી પહોંચેલો દેખાતે. તે ફરી ફરીને પોતાની જાતને પૂછતે, “શું હું મરતા પહેલાં તેને ફરી નહિ જોઈ શકું? મેરિયસ પોતાના અંતર સાથે વધુ એકાંત મેળવવા ઘણી વાર નિર્જન સ્થળોએ એકલે ભટકતે. એક વખત તે એક સુંદર સ્થળ આગળ થઈને પસાર થતો હતો. અચાનક તેની નજર એ તરફ આકર્ષાઈ. પાસે થઈને પસાર થતા વટેમાર્ગુને તેણે પૂછયું, “આ સ્થળનું નામ શું છે, ભાઈ?” ચાતી મેના'નું ઉપવન. અહીં ઉલબાકે આઇવીની ભરવાડણને મારી નાખી હતી.” પરંતુ મેરિયસે તે “ગાતી મેના’ શબ્દ પછીનું કશું સાંભળ્યું જ નહિ. કારણ કે, મેરિયસ “ઉર્ફલા’ નામ છોડ્યા બાદ “ગાતી મેના” નામથી કૉસેટને સંબોધતે થયો હતો. આ જગાએ કેટલાય દિવસો બાદ તેને કઈક શાંતિ મળી. તે Page #299 -------------------------------------------------------------------------- ________________ २७४ લે નિરાલ તરત બોલી ઊઠયો, “જર મારી “ગાતી મેના’ની ભાળ મને આ સ્થળે જ મળશે !” એ કેવળ વ્યર્થ કલ્પના હતી, પણ તેના અંતરમાં તે દૃઢ થઈ ગઈ, મેરિયસે તે દિવસથી રોજ એ સ્થળે આવીને કલાકો સુધી બેસવા માંડયું. ૬૮ મેબેફ મહાશયને ભૂત દેખાય છે મેરિયસના જીવનમાં પલટો લાવનાર મેબેક મહાશય ઉદ્યમી અને ઉપયોગી જીવન ગાળવામાં માનનારા હતા. તેમને જો કોઈ શોખ હોય તો વનસ્પતિશાસ્ત્રની ચોપડીઓને. તેમને એમ થતું કે, આવી અફાટ રહસ્યમય વનસ્પતિસૃષ્ટિ નજર સામે પડી છે તથા જ્ઞાન અને માહિતીના ભંડારરૂપ પુસ્તક છે, છતાં માણસ શું કરવા રાજાશાહી, ઉમરાવશાહી, લેકશાહી વગેરે શાહીની આટલી પંચાત કરતે હશે? દેવળની પ્રાર્થનામાં તે જતા, તે ભક્તિ કરતાં ભલમનસાઈને કારણે. કારણ કે, તેમને માણસેના માં જોવા ગમતાં; પણ તેમના બુમબરાડાને તે ધિક્કારતા. અને દેવળમાં જ માણસે ટોળે વળવા છતાં ચુપ જોવા મળે! તે સાઠ વર્ષની ઉમર પસાર કરી ગયા ત્યારે કોઈએ તેમને પૂછવું, હે, તમે કોઈ દિવસ પરયા જ નહોતા?” તેમણે જવાબ આપ્યો. ખરે જ, હું એ વાત ભૂલી જ ગયો!” કોઈ વાર તેમને પણ થઈ આવતું, હું પૈસાદાર હોત તે '– અને એવું કોને નથી થતું?- પરંતુ મેબોફને તે કોઈ સુંદર યુવતીને જોઈને નહિં, પણ કઈ જૂની મોંઘી પડીને જોઈને એમ થઈ આવતું! તેમણે વનસ્પતિશાસ્ત્ર ઉપર એક ચોપડી લખી હતી અને તેમાંથી તેમને વરસે દહાડે બે હજાર ફાંકની આવક થતી. એ સિવાય તેમને બીજી કશી જ કમાણી ન હતી. આમ જાકે ગરીબ કહેવાય, છતાં તેમણે તંગી વેઠીને કે કરકસર કરીને ધીમે ધીમે પિતાની પાસે કીમતી દુર્લભ પુસ્તને સંગ્રહ એકઠે કર્યો હતો. તે બગલમાં એક ચોપડી રાખ્યા વિના કદી બહાર જતા નહિ, અને ઘણી વાર બે ચોપડીઓ સાથે ઘેર પાછા ફરતા. Page #300 -------------------------------------------------------------------------- ________________ એએફ મહાશયને ભૂત દેખાય છે ૨૭૫ તેમની પાસે ચાપડી હતી, તે વસ્તુ તેમને વાંચતા રોકી શકતી નહિ; અને તે વનસ્પતિશાસ્ત્રી હતા, તે વસ્તુ તેમને બાગકામ કરતાં રોકી શકતી નહિ. ચાપડી-કામમાં ન હોય, ત્યારે તે બાગ-કામમાં જ હોય; અને બાગ-કામ માટે જ ચાપડી-કામ કરતા હાય; અથવા ચાપડી-કામ માટે બાગ-કામ કરતા હાય. જુદી જુદી જાતનાં સ્વાદ-રૂપવાળાંફળા નિપજાવવાં, એ તેમની ધખણા હતી. ઈ. સ. ૧૮૩૦માં તેમના ભાઈ વર્નાનના પાદરી ગુજરી ગયા; અને ત્યાર પછી ઘેાડા જ વખતમાં તેમનું ક્ષિતિજ ચોતરફથી અંધકારમય થઈ ગયું. જેને ત્યાં તેમણે દશ હજાર ફ઼્રૉક જમા મૂકયા હતા, તે કાચા પડવાથી તેમના ભાઈને કે તેમને પાતાને નામે જે કુલ મિલકત હતી, તે ડૂબી ગઈ. જુલાઈની ક્રાંતિના વખતમાં ચોપડીઓના ધંધો પણ પડી ભાંગ્યા. પરિણામે પેાતાની વૉર્ડનની જગાનું રાજીનામું આપી, થોડાઘણા સામાન વેચીસાટી, છેવટે એસ્ટરલીઝના ગામડામાં એક નાનકડા મકાનમાં તે ભાડે રહેવા આવી ગયા. તે મકાનની આસપાસ વાડબંધી વાડો હતો અને તેમાં એક કૂવા હતા. આ ગામનું નામ નેપોલિયને આપેલી એક મોટી લડાઈ સાથે સંકળાયેલું હતું; અને મેબાફ્ મહાશયને યુદ્ધ મારામારી – ગેાળીબાર – તાપમારો એ શબ્દોની પણ એટલી સૂગ હતી કે, તે આ ગામને પણ નાપસંદ કરત; પણ અત્યારે કંઈ ત્યાં યુદ્ધ ચાલતું ન હતું, અને આસપાસ દૂર સુધી ગોળીબારના કશા અવાજો સંભળાતા ન હતા. જ્ઞાનપ્રાપ્તિ કે ઘેલછા અથવા જ્ઞાનપ્રાપ્તિની ઘેલછામાં લવલીન રહેનારા માણસાની એક ખાસિયત હોય છે કે તે રોજબરોજના જીવનથી નિર્લેપ રહેતા હોય છે. તેને ણે કે વ્યવહાર કે તેની મુશ્કેલી જોવાની કે અનુભવવાની ઇન્દ્રિય જ હોતી નથી. એક ફેરો ચાવી ભરાઈ એટલે પછી લાલક જેમ ચાવી પહોંચે ત્યાં સુધી ગતિ કર્યા જ કરે, તેવું આવા માણસેાય સમજવું. મેબાફ મહાશય પણ ભૂખમરાની અણી ઉપર આવી પહોંચેલી પેાતાની સ્થિતિ જાણતા જ ન હતા. તેમના શરીરની તાકાત એ ચાલુ ભૂખમરાથી ઓછી થતી જતી હતી, એની પણ તેમને ખબર ન હતી. તે હવે ગળીના છેડ ફ્રાંસમાં ઉગાડવાના અખતરાએ લાગ્યા હતા, અને તેની આડે તેમની ચાપડી અને જે કાંઈ માલમિલકત હતી, તે વેચીસાટીને કે ઘરાણે મૂકીને પાયમાલ થતા જતા હતા. સ્ટરલીઝના પોતાના વાડામાં એ છેડ માટે જોઈતી આબેહવા ન હોવાથી, તેમણે થોડે દૂર બીજા ગામની સીમમાં એક જમીનને ટુકડો મેળવ્યા હતા. ત્યાં તે જ્યારે જતા ત્યારે રસ્તામાં તેમને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ લે મિઝરાઇલ મેરિયસને ભેટો થતો. બંને જણની સ્થિતિ, પોતપોતાની ધૂનમાં, વાતચીત કરવા જેવી નહોતી, એટલે તેઓ માત્ર ડોકું ધુણાવી પોતપોતાને રસ્તે ચાલ્યા જતા. મેબોફ મહાશય દિવસે પોતાના ગળીના ખેતરમાં કામ કરતા, અને રાતે પિતાને ઝૂંપડે આવી, પોતાના વાડામાંના છોડને કૂવેથી ખેંચી પાણી પાતા અને પછી ચોપડીઓ વાંચતા. તેમની ઉંમર એંસી વર્ષની હતી. એક દિવસ ખેતરેથી તે વહેલા ઘેર પાછા આવી ગયા હતા અને સવારને વધે એકાદ ટુકડો ખાઈ લઈ, બગીચામાં પથ્થરની એક બેઠક ઉપર બેસી, દિવસના અજવાળામાં થોડુંક વાંચી લેવાની પેરવીમાં પડયા હતા. સામે સસલાનું પાંજરું અને તેની ઉપર ફળ સંઘરવાનું માળિયું ખંડેર હાલતમાં હતાં. પાંજરામાં સસલાં તે હતાં જ નહિ, અને ઉપરના માળિયામાં શિયાળાનાં ઊતરેલાં થોડાં ફળનો સંઘરો હતે. ચાર દિવસથી વરસાદનું ટીપુંય પડયું ન હતું, અને વાડાના છોડ સુકાવા લાગ્યા હતા. પણ ખેતરમાં જરા વધુ શ્રમનું કામ કર્યું હોવાથી અને ચાલુ ભૂખમરાથી ડોસામાં કૂવેથી પાણી ખેંચવાની તાકાત રહી નહોતી. તોપણ છેવટે હાથમાંની પડીને બેઠક ઉપર રાખી, ડોસા લથડિયાં ખાતા કૂવા તરફ ચાલ્યા. કારણ કે, એ ડોસાને મન એ બધા છોડ જાણે જુદા જુદા વહાલયા જેવો જ હતા. તેમણે સાંકળ પકડી તો ખરી, પણ ડલ ખેંચવાની હિંમત ન લાગવાથી તે આકાશ સામું જોઈ, નિસાસો નાખી ઊભા રહ્યા. થોડી વાર પછી તેમનું ડોકું છાતી ઉપર ઝૂકી ગયું. ફરીથી એક વાર આકાશ સામે નજર કરીને તે ધીમે સાદે ગણગણ્યા : “ઝાકળનું એકાદ ટીપું પડે, પણ મહેરબાની થાય,” તેમણે ફરીથી ડોલની સાંકળ ઉઠાવવા પ્રયત્ન કર્યો પણ પાછા લથડયા. તે વખતે તેમણે એક અવાજ સાંભળ્યો, “મેબોફ બાપુ, હું તમારા બગીચાને પાણી પાઈ આપું?” અને તે જ ઘડીએ એક ચીંથરેહાલ છોકરી ભૂતની પેઠે તેમની સામે આવીને ઊભી રહી. અને મેબોફ મહાશય કશે જવાબ આપે તે પહેલાં તો ડોલ કૂવામાં ઉતારી પાણી ખેંચવા તથા પાવા મંડી ગઈ. - આખા બગીચાને પાણી પાઈ રહ્યું, ત્યારે મેબોફ મહાશય આંખમાં આંસુ સાથે તેની પાસે ગયા અને તેને કપાળે હાથ મૂકીને બેલ્યા, “ભગવાન તારું ભલું કરશે, બેટા, તું ખરેખર સ્વર્ગની દેવી છે, કારણ કે તને ફૂલો ઉપર દયા છે.” Page #302 -------------------------------------------------------------------------- ________________ મારે તમારા પૈસા નથી જોઈતા!” ર૭૭ "ના બાપુ, હું તે એક ડાકણ છું. પણ મારે મન એ બધું સરખું છે.” ડોસા તેને જવાબ સાંભળ્યા વિના જ બોલ્યા, “બેટા, હું બહુ ગરીબ છું. તને આપવા માટે મારી પાસે કાંઈ નથી.” “છતાં હું મારું તે તમે આપી શકે તેમ છે.” “શું?” “મેરિયસ કયાં રહે છે, તે મને કહો.” "હે? મેરિષસ, હા, હા – ઓળખ્યા; બેરન મેરિયસ પિન્ટમર્શી. તે અત્યારે કયાં રહે છે એમ? હા, પણ મને ખબર નથી. હાં હાં, મને યાદ આવ્યું, મારે ખેતરે જઉં છું ત્યારે તે મને ઘણી વાર ભેગા થાય છે પણ “ગાતી મેના'ના ઉપવન આગળ તું તપાસ કરજે, ત્યાં તે જરૂર મળશે.” આટલું બોલી, મેબેક મહાશયે નજર ઊંચી કરી, તે સામે કોઈ ન હતું! ડોસા એકદમ થોડુંક બીન્યા; પણ પછી સ્વસ્થ થઈ, ક્યારામાં ભીની માટીને હાથ લગાડી જોઈ બોલ્યા, “જો આ બગીચામાં પાણી પામેલું ન હોત, તે હું જરૂર તેને ભૂત જ માનત.” મારે તમારા પિસા નથી જોઈતા!' એબોફ મહાશયને ભૂતની મુલાકાત થઈ, ત્યાર પછી ડા દિવસ બાદ એક સવારે સોમવારે મેરિયસે નારડિયરને મોકણવા પાંચ ફકને સિધ્ધ કોરાક પાસેથી ઉછીને લઈ ખિસ્સામાં મૂકયો, અને પછી બહાર થોડું ફરી આવવા તે નીકળ્યો. તેને જર્મનમાંથી ફેંચ ભાષામાં અનુવાદનું કામ મળ્યું હતું, પણ તે રોજ સવારે ૧ખવા બેસો ત્યારે તેને સામે એક મોટે તારો જ દેખાતે. એટલે એ કામ પડતું મૂકીને તે “ગાતી મેનાના ઉપવન તરફ ફરવા નીકળી જતે; એમ માનીને કે, એમ કરવાથી મગજ પૈડું દેકાણે આવશે. પરંતુ ત્યાં તે તેને તારે વળી વધારે પ્રમાણમાં દેખાવા લાગતા. એટલે તે પાછો ફરતા અને ફરી કામે વળગતે. પણ ફરીય કશું કામ Page #303 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇ આગળ ચાલતું નહિ. પિતાના મગજમાં એક પણ તૂટેલે તાંતણે સાંધવાન તેને કશે જ ઉપાય દેખાતા ન હતા. પરિણામે તે નિશ્ચય કરતો કે, “હવે એ ખેતર તરફ ફરવા જવું જ નહિ, તેનાથી કામ બગડે છે. પરંતુ બીજે દિવસે પાછો તે એ બાજુ જ ફરવા જશે. આજે સવારે પણ તે સાતમું ઝાડ વટાવી ઝરણાને કિનારે શૂન્યમનસ્ક થઈને બેઠો હતો. તેણી'ના જ વિચારો તેના મનમાં ધૂંધવાઈ રહ્યા હતા. પિતાની શુન્યમનસ્કતાને તેને કંટાળો આવતો હતો. પિતાના અંતર ઉપર છવા જ લક તે ખિન્ન થઈને નિહાળતા હતા. તેવામાં જાણે એક ઓળખીણો અવાજ તેને સંભળાયો. - “એ, એ રહ્યા!” તેણે આંખ ઊંચી કરી, તે તેની સામે જૈનારડિયરની મોટી કરી ઊભી હતી. એપનીન ! મેરિયસને તેનું નામ યાદ આવ્યું. હવે તે વદ કંગાલ બની હતી, અને વધુ સુંદર પણ! તેણે પ્રકાશ અને અંધકાર તરફની આ પ્રગતિ એકીસાથે સાધી હતી. તેનાં કપડાં, મેરિયસની ઓરડીમાં તે આવી હતી ત્યારના કરતાં, બે મહિના જેટલાં વધુ જીર્ણ થયાં હતાં. તેના પગ ખુલ્લા હતા, અને તેનાં જટિયમાં, કોઈ ગંજીમાં આગલી રાતે સૂતી હશે ત્યાંથી ભરાયેલાં થોડાં તરણાં, શુળોની પેઠે દેખાતાં હતાં. પણ મેરિયસને જોતાં જ તેના આખા ચહેરા ઉપર પ્રકાશનું જે ઉજજવળ સૌંદર્ય છવાઈ રહ્યું, તેની કરામત પ્રેમને દેવ જ કદાચ જાણતો હશે. તે થે વાર ચૂપ ઊભી રહી; તેનાથી બોલી શકાયું નહિ. છેવટે તે બોલી, “ આખરે મેં તમને શોધી જ કાઢયા. મેબોફબાપુએ સાચું જ કહ્યું હતું કે તમે આ તરફ જ મળશે. તમારે માટે હું ક્યાં કયાં રખડી છું? હું એક પખવાડિયું જેલમાં રહી આવી. તેઓએ મને છોડી મૂકી; મારી સામે કશો પુરાવો તેમને ન મળ્યો. ઉપરાંત હું સમજણી કહેવાઉં તેટલી ઉંમરની ન ગણાઈ; બે મહિના ઓછા પડયા. પણ, પણ, મેં તમને કેટલા બધા બળ બળ કર્યા છે? છ અઠવાડિયાં થયાં. તમે હવે ત્યાં નથી રહેતા, નહિ?” ના.” હા, પેલે પ્રસંગ બન્યો તે કારણે, ખરુંને? એવું બધું તમારા જેવાને ન જ ગમે. પણ તમે આ જ ટેપે કેમ પહેર્યો છે? તમારા Page #304 -------------------------------------------------------------------------- ________________ "મારે તમારા પિસા મથી જોઈતા!' ૨૭૯ જેવા જુવાને જરા સારાં કપડાં પહેરવાં જોઈએ...... મેરિયસ મહાશય. તમને મેબોફબાપુ તે બૅન મેરિયસ કહે છે. પણ બેરન તો બહુ ઘરડા હોય. હું એક વાર એક બેરન ઉપર ચિઠ્ઠી થઈ ગઈ હતી. તે સો વર્ષ કરતાં પણ વધુ ઉંમરન ડે હો. તમે હવે કયાં રહો છો?” મેરિયસે જવાબ ન આપ્યો. “અરે, આ તમારા ખમીસમાં બાકું પડયું છે, હું તમને એ સાંધી આપીશ.” પછી થી ખિન્ન થઈને તે આગળ બોલી, “મને દેખીને તમે રાજી નથી થયા લાગતા, ખરુંને?” મેરિયસ અપ રહ્યો. પેલી પણ વાર ચપ રહી અને પછી બોલી : પણ મારે તમને રાજી કરવા હોય તે ચપટી વગાડતામાં કરી દઉં, સમજ્યા?” “શી રીતે? એ હું શું કહે છે?” “હાં, હવે તમે જરા માયાળુપણે મારી સાથે બોલ્યા ખરા !” “ઠીક, પણ તું શું કહેતી હતી?” પેલીએ હઠ કરડ્યો. તે થોડી આનાકાની કરવા લાગી; તેના રેતરમાં જરા તેફાન જેવું મચી રહ્યું. પછી છેવટે તેણે મન સાથે કંઈક નક્કી કરી લીધું. “જવા દો એ પંચાત; એથી કશો ફેર નથી પડવાનો. તમે બહુ ખિન્ન થઈ ગયેલા લાગો છો; મારે તમને ફરી રાજી થયેલા જેવા છે. પણ મને વચન આપો કે તમે હસવા લાગશે. મારે તમને હસતા જોવા છે તથા તમારે મોંએ સાંભળવું છે, “શાબાશ! શાબાશ!' પણ મેરિયસ મહાશય, તમે મને વચન આપ્યું હતું કે હું જે માગું તે તમે આપશે, એ તમને યાદ છે ? " હા, પણ મને કહે તે ખરી !” પેલીએ મેરિયસની આંખમાં ડી વાર તાકી રહીને કહ્યું, “મને સરનામું મળ્યું છે.” મેરિયસ એકદમ ઘળો પૂણી જેવો થઈ ગયો. તેના આખા શરીરનું લેહી જશે કે હૃદયમાં પાછું પેસી ગયું. “ કયું સરનામું?” “તમે મને શોધી લાવવાનું કહ્યું હતું તે.” જરા પ્રયત્ન કરીને તે આગળ બોલી, “પેલું સરનામું, - તમે જાણો છો વળી ! Page #305 -------------------------------------------------------------------------- ________________ તે સિરાઇલ પેલી જુવાન બાઈના” આટલું બોલી તેણે દીર્ધ નિવાસ નાખ્યો. મેસ્વિસ અચાનક કુદકો મારીને ઊઠયો અને જેથી તેને હાથ પકડીને બેલ્યો, “હું? ખરી વાત? ચાલ, ચાલ, મને એ ઠેકાણે અબઘડી બતાવ. તારે જે માગવું હોય તે માગ; એ કયાં રહે છે?” - હાય! કેવું આંધળું છે આ જગત? એપનીનને મેરિયસને “પેલી જવાન બાઈ માટેને આખે એમ જ પોતાને માટે જોઈત હતો; અને મેરિયસ કહેતો હતો કે, “નું ઘર બતાવ, તું માગીશ તે આપીશ!” એક ઝાટકા સાથે તેણે પિતાનો હાથ પાછો ખેંચી લીધે, પછી તે બેલી. “અહા, તમે કેવા જી થઈ ગયા!” તેને આ વાક્ય બોલતી વખતને અવાજ સાંભળી, બીજા કોઈ પણ માણસનું હૃદય ભેદાઈ ગયું હોત. પણ મેરિયસ તે ઉત્તેજનામાં આવી જઈ, ભાન ભૂલી બેઠો હતે. અચાનક મેરિયસ તેનું કાંડું પકડીને કહેવા લાગ્યો : “એક વાતના રોગંદ છે મારી પાસે ના.” “સોગંદ?” પેલી એકદમ હસી પડી. “ગંદ એટલે શું? હું શા સોગંદ ખાઉ?” “સોગંદ ખા કે, એ સરનામું તું તારા બાપુને નહિ જણાવે.” પેલી કંઈક નવાઈ પામી મેરિયસ તરફ જોઈ રહી. “એપનીન, હું કહું છું તેવા સેગંદ ખા!” મેરિયસ આજીજી કરતે બોલવા લાગે. “એપનીન! અહા! મારું નામ તમે જાણો છો?” "કહ્યું તેવા રોગંદ ખા.” ઘણ પેલી કશું સમજી નહિ, " તમે મને એપનીન કહો છો તે મને કેવું ગમે છે!” મેરિયસે હવે તેના બંને હાથ પકડ્યા અને તેને લગભગ ડાળી નાખીને કહ્યું, “હું કહું છું તે બરાબર સાંભળ. તું ગંદ ખા કે તું એ સરનામું તારા બાપુને નહિ જણાવે” “મારા બાપુ! તેમની પંચાત છોડો; તે તે જેલમાં એધારકોટડીમાં છે, ઉપરાંત, મને મારા બાપુની એવી કશી પડી નથી.” પણ તે રોગંદ તે ન ખાધા!” Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૭ મેટમ પણ મને છો તે ખરા! તમે મને કેવી હચમચાવી નાખો છો?” તે હસતી હસતી બોલી. “હું મારા બાપુને એ સરનામું નહિ કહું, એ, બસ ?” “ચાલ, હવે મને રસતે બતાવ.” "હમણાં જ?” “હા, હમણા જ.” પેલી ફરી કાળી કણક થઈ ગઈ. પછી બોલી, “ઠીક, તમે કેટલા બધા શજી થઈ ગયા છો?” ડુંક ચાલ્યા પછી તે બોલી, “પણ તમે મને કશુંક આપવાનું વચન આપ્યું છે, તે યાદ રાખજે.” મેરિયસે તરત ખીરું ફેસીને કેફે રાક પાસેથી થનારડિયર માટે માગી લીધે પાંચ ક સિક્કો તેના હાથમાં મૂકી દીધો. એપનીનનાં આંગળાં એકદમ અકડાઈ ગયાં. તેણે એ સિક્કો જમીન ઉપર પી જવા દીધો અને પછી તેની સામે ખિન્નપણે નજર કરીને તે બેથી: બારે તમારા પૈસા નથી જોઈતા.” ૭૦ પ્લમેટમાં ગયા સેકાના મધ્ય ભાગના અરસાની વાત છે: પરિસની પાર્લામેન્ટના પ્રમુખને એક રખાત હતી. તે વાત તેને છુપાવવી હતી, કારણ કે તે દિવસમાં મેટા ઉમવો પિતાની રખાતેનું પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવતા, પણ સદગૃહસ્થ વર્ગના એક પિતાની રખાતે છપાવીને પિતાનું ગૌરવ જળવી ચકતા, એટલે તેણે રૂ લુમેટમાં બે માળનું એક મકાન બનાવરા; અને એ મકાનની આગળ મોટે બગીચે રાખી, શેરીમાં ઊઘડતે લોખંડના સળિયાને મોટે દરવાજે બનાવરાવ્યો. એ બગીચો એક એકર જેટલો મોટો હતો. શેરીમાંથી જેનારને તો આ બગીચો જ દેખાય, મકાન નહીં. એ મકાનની પાછળ જરા નાને બા હતું. તેને છેડે એક બીજું નીયું કાન બનાવેલું હતું; બે ઓરડા અને એક ભોંયર. જરૂર પડે તે ત્યાં એક Page #307 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાઇલ્ડ બાળક અને તેની આયાને સંતાડી શકાય. મુખ્ય મકાનની પછીતે એક ઢંકાયેલું બારણું હતું. એ બારણા આગળથી એક લાંબી નેળ શરૂ થઈ, વાંકીચૂંકી – નીચીઊંચી થતી દૂર જતી. એ નળની બંને બાજુ સમાન ઊંચાઈની દીવાલો જ હતી; પણ આકાશ તરફ એ નળ ખુલ્લી હતી. ગમે ત્યાંથી જોનારને એમ જ લાગે કે એક જ દીવાલો વચ્ચે છે. પરંતુ આકાશમાં ઊડતાં પંખીઓ જ જોઈ શકે કે એ તે બે દીવાલો છે, અને વચ્ચે પથ્થર જડેલે રસ્તે છે. એ વઢો જુદાં જુદાં ખેતરમાં થઈને એવી રીતે લંબાવેલ હતો કે જેથી તેને છેડો તદ્દન જુદા લત્તામાં – રૂ દ બાબિલોનમાં – આવે ત્યાં પણ એક ઢંકાયેલું બારણું હતું. એ ભાગમાં કશી વસ્તી ન હતી. આ તો થઈ બહુ પહેલાંની વાત. પછી તો એ મકાન પડતર જેવું અને એ બગીચ જંગલ જેવો થઈ ગયો. કેટલાય દિવસ તેની બહાર ભાડે આપવાની કે વેચાણ આપવાની નોટિસે લટકતી દેખાતી. એ નોટિસે પણ કેટલીય વાર જૂની થઈ ફાટી જતી અથવા વંચાય તેવી ન રહેતી. પણ ૧૮૨૦ના ઑકટોબર મહિનામાં આધેડ ઉંમરને એક માણસ ત્યાં આવ્યો અને વંઢા સાથેને આખે ભાગ ભાડે રાખી ગયો. તેણે એ મેળવાળા રસ્તાની બંને બારણાં સમાવી લીધાં, અને મકાનમાં પણ પગથિયાં, ફરસ, વગેરેનું સમારકામ કરાવી દીધું. અને તે પોતે એક જુવાન છોકરી અને એક બુઝી નેકરી સાથે ત્યાં રહેવા પણ આવી ગયો. પડોશીઓમાં એ અંગે કશી વાતચીત કે ટીકાટિપ્પણ ન થયાં; કારણ કે એ મકાનને પડેલી જ ન હતા! વાચક સમજી જ ગયો હશે કૈ, એ મકાન ભાડે રાખનાર જીન વાલજીના જ હશે. સાથેની છોકરી તે કૉસેટ હતી અને બુટ્ટી નોકરડી તે ટુ ડેસી હતી. તેને ઇાિલમાંથી અને સંકટમાંથી જીન વાલજીને બચાવી લીધી હતી, તથા તે તતડી અને ગામડાની હતી એ ત્રણ કારણોએ પોતાને ત્યાં તેણે કામે રાખી લીધી હતી. એ ઘર તેણે ઍર ફેશલ નામથી ભાડે રાખ્યું હતું. . પી–નો મક જીન લાલજીને શા માટે છોડ્યો હતે? નવું શું બન્યું હતું? - નવું કશું જ બન્યું નહોતું. જીન વાલજીન એ મઠમાં બરાબર ગોઠવાઈ ગયા હતા અને ઘણા સુખી હતો. તે કૉસેટને સેજ જો, તથા તેના પ્રત્યે પોતાના અંતરમાં વાત્સલ્યનો ઉછાળો રોજ વધતો જતો અનુભવતે. કૉસેટ સાધ્વી થવા માટેની જ કેળવણી પામી રહી હતી. હવે આ મકની Page #308 -------------------------------------------------------------------------- ________________ લુમેટમાં દુનિયી બહાર બીજી દુનિયા તે બંને માટે હતી જ નહિ. મઠમાં જ તે પોતે બુટ્ટો થવાને હતો અને ત્યાં જ કૉસેટ પણ મોટી થવાની હતી. ત્યાં જ છેવટે તે મૃત્યુ પામવાને હતો અને ત્યાં જ કૉસેટ પણ બુઠ્ઠી થવાની હતી. કૉસેટ તેની જ હતી અને મરતા સુધી તેને વયોગ કોઈ કારણે સંભવી શકે તેમ નહોતું. આ . પરંતુ ધીમે ધીમે તેના મનમાં મુંઝવણે પેદા થવા લાગી. તે પોતાની જાતને પૂછતો: આ બધું સુખ તેનું પોતાનું જ છે? આ સુખને મોટે ભાગ બીજા એક બાળકના સુખને બનેલો નથી? અને એ બાળકના સુખને પિતે – એક ઘરડા માણસે – પડાવી લીધેલું ન કહેવાય? શું આ બાળકને સાધ્વી બની જીવન ત્યાગતા પહેલાં જીવનને ભણવાને હક નહોતો? તેને જીવનની બધી કસોટીઓમાંથી ઉગારી લેવાને બહાને તેનો મત જાણ્યા વિના, તેને બધાં સુખથી વંચિત કરવી, અને તેના અજ્ઞાનનો અને તેની નિરાધારતાને ગેરલાભ લઈ તેને જીવનની એક કૃત્રિમ ઘરેડમાં નાખી દેવી, એ શું માનવ પ્રાણી પ્રત્યે કે ઈશ્વર પ્રત્યે ગુનો આચર્યો ન કહેવાય? અને કોણ જાણે, ભવિષ્યમાં સાધ્વી થયા પછી કૉસેટ જયારે સમજણી થાય, ત્યારે પિતાને એવી ઘરેડમાં પરાણે નાખી દેનાર તરીકે મને તે ધિક્કારવા નહિ લાગે? બસ, તેણે મઠ છોડવાનો નિર્ણય કરી લીધો. પાંચ વર્ષ એ મઠની દીવાલો પાછળ ગુપ્તવાસે રહેવાથી બહાર હવે તેને પકડાઈ જવાને ભય રહ્યો નહોતે, તે ઘરડો થયો હતો અને ઘણે બદલાઈ ગયો હતો. તેને હવે કોણ ઓળખી શકવાનું હતું? અને જોખમ હોય તે તેને પિતાને માથે હતું. પણ પિતાને માથે લશ્કરી વહાણ ઉપર કેદી – ગુલામ થવાનું જોખમ હતું, તેટલા માટે ફૂલ જેવી કૉસેટને હેબેશને માટે મઠના કઠોર જીવનમાં રૂંધી છે દેવાય? કૉસેટની કેળવણી પણ હવે પૂરી થઈ જવા આવી હતી; અને જીન વાલજીન મઠમાંથી જવાની તક જ શોધી રહ્યો હતો. એ તક પણ આવી મળી : બુઢ્ઢો ફોશલ મરણ પામ્યો. જીન વાલજીને તરત અધ્યક્ષ માતાની મુલાકાત માગી. પોતાને ભાઈ મરણ પામવાથી પિતાને બે વાર મળવાને થયો છે, એટલે હવે મઠમાં નોકરી કરવાનું કારણ રહ્યું નથી, માટે તેને રજા આપવામાં આવે, એવી તેણે વિનંતી કરી. પિતાની પુત્રીને પણ તે સાથે જે લઈ જવા માગે છે અને તે સાધ્વી થવાની ન હોવાથી, પાંચ વર્ષની તેની કેળવણીના ખર્ચ પેટે તે ૫૦૦૦ ફ્રાંકની રકમ મઠને આપશે, એમ પણ તેણે જણાવ્યું Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ તે મિઝરાહ મઠમાંથી નીકળે ત્યારે એક નાની પેટી તે પિતાના હાથમાં જ લઈને નીકળ્યો. બીજા સામાન સાથે તેણે તે બીજાને ઊંચકવા ન આપી. તેની ચાવી તે હંમેશાં પાસે જ રાખતે. કેસેટને તે પેટીમાં શું છે તે જાણવાની હંમેશાં ઉત્સુકતા રહેતી. ખાસ કરીને તેમાંથી કપૂરની ગંધ આવતી તેથી. અહીં જ અમે કહી દઈએ કે, એ પેટી તેનાથી હવે પછી કદી છૂટી પડવાની નહોતી ! તે તેને હંમેશાં પિતાની ઓરડીમાં જ રાખ. મકાને બદલતી વેળા પણ તે એ પેટી હંમેશા પોતાની સાથે જ રાખત. કોસેટ તે મજાક પણ કરતી : “એ પેટી તે તમારી કાયમની સહવાસણ’ છે; મને તેની અદેખાઈ આવે છે, બાપુ!” મઠમાંથી નીકળી તેણે રૂ પ્લમેટવાળું મકાન શોધી કાઢયું, અને તેમાં તે પુરાઈ ગયું. ત્યારથી તેણે પિતાનું નામ પણ અલ્ટીમસ ફેશલ રાખ્યું. તે ઉપરાંત પેરિસમાં તેણે બીજાં બે મકાને પણ રાખ્યાં હતાં, જેથી એક જગાએ કાયમ રહેવાથી કોઈનું ધ્યાન ન ખેંચાય; તથા કોઈ વાર કાંઈ જોખમ આવી પડે, તે ઝટ બીજી જગાએ ખસી જવાય. એ બે મકાને બહુ સામાન્ય કક્ષાનાં હતાં અને બહારથી તેમનો દેખાવ પણ સાધારણ હતે. વળી શહેરના બે જુદા જુદા દૂરના ભાગમાં તે આવેલાં હતાં; એક રૂ દ લ આઉસ્ટમાં અને બીજું રૂ દ શ હમ આર્મમાં. તે અવારનવાર મહિને માસ એ બંને મકાનમાં રહેવા જતા. તે વખતે એકલી કૉસેટ તેની સાથે જતી; ટુ ડેસી તે રૂ ખુમેટમાં જ રહેતી. પેલાં મકાનમાં રહેવા જાય ત્યારે જુઘ ઘરઘાટી ઘરનું કામકાજ કરતા. કળી ખીલતી જાય છે ૨ પ્લમેટવાળા મુખ્ય મકાનમાં કોસેટ ટુસ ડેસી સાથે રહેતી. તે મકાનમાં જીન વાલજીને આબોહવાથી સંરક્ષણ માટે તથા આરામ માટે જોઈતી બધી સજાવટ કરી હતી. તે પોતે તો પાછલા વઢાવાળા નાના મકાનમાં રહે. તેમાં સાદી પથારી, સાદું ટેબલ, બે સરકટની ખુરશીઓ, અભરાઈ ઉપર ઘેડી ચોપડીઓ અને પેલી તેની નાની પેટી હતા. કાળી રોટી સિવાય બીજું કશું તેના ટેબલ ઉપર ખાવા માટે મુકાતું નહિ. ટુસ ડેસી નવાઈ Page #310 -------------------------------------------------------------------------- ________________ કળો ખોલતી જાય છે પામી કહેતી કે, ઘરના માલિકને આવી રીતે રહેવાનું હોય? ત્યારે જીન વાલજી કહે, “તારાં બાનુ એ ઘરનાં માલિક છે.” “તે- આ-આપ કોણ છો?” ડોસી તેતડાતી તોતડાતી જક કરીને પૂછતી. “હું? હું માલિક કરતાં વધારે મોઢો છું. હું બાપ છે.” આ દલીલ ટુ ડેસીને માટે છેવટની નીવડતી! કોસેટને ઘરસંભાળની તાલીમ મઠમાં મળી હતી; ખર્ચની વ્યવસ્થા તે જ કરતી. જોકે આ ઘરનું ખર્ચ બહુ ઓછું હતું. દરરોજ જીન વાલજીન કૉસેટનું કાંડું પકડી, તેની સાથે બહાર ફરવા જતો. લક્ષમબર્ગ બગીચા તરફ તેનું રેજનું ફરવાનું રહેતું, કારણ કે તે તરફ જવરઅવર બહુ ઓછી હતી. અને સેંટ જંકસ ટુ હૉ૦ પાસેના દેવળે જ રવિવારે તે કૉસેટ સાથે પ્રાર્થના કરવા જતો, કારણ કે તે બહુ દૂર હતું. ત્યાંના ગરીબ લત્તામાં તે ખૂબ દાનધર્મ કર્યા કરતો; તેથી જ તેને થેનારડિયરે પોતાની ચિઠ્ઠીમાં સેંટ જેકસ હુ હૉ૦ વાળા દાનવીર ગૃહસ્થ તરીકે સંબોધ્યો હતો રૂ લુમેટમાં કોઈ મહેમાન આવતા નહિ. ટુ ડોસી ખાધાખોરાકીની ચીજો લઈ આવતી. રૂ 6 બાબિલેનવાળા બારણા ઉપર ટપાલના કાગળો વગેરે માટે એક પેટી જડેલી હતી, પરંતુ રૂ પ્લમેટવાળા મકાનના ત્રણ રહેવાસીઓને કાગળપત્ર કશું આવતું નહિ એટલે એ પેટીમાં કરવેરાનાં બિલ તથા નેશનલ ગાર્ડની પરેડની હાજરીની નેટિસ વગેરે નંખાતાં. માં. ફોશલને નેશનલ ગાર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા. ૧૮૩૧માં કરવામાં આવેલી ભરતી પી૦નાં મઠને પણ લાગુ પડી હતી; અને તેના માણસ તરીકે જીન વાલજન મેજિસ્ટ્રેટની કચેરીમાં આદરપાત્ર વ્યકિત ગણાતે થયો હતો અને તેનું નામ નેશનલ ગાર્ડની યાદીમાં સામેલ થયું હતું. વર્ષમાં ત્રણ કે ચાર વખત જીન વાલજીને પોતાનો ગણવેશ પહેરી ગાર્ડ તરીકેની ફરજ બજાવવા જતો. આનાથી તેને બીજા સાથે સામાજિક નાગરિકત્વ મળતું અને છતાં તે બીજી રીતે અલગ રહી શકતે. પણ એક વાત આપણે અહીં નેધતા જઈએ કે, જીન વાલજીને કૉસેટ સાથે બહાર ફરવા નીકળો ત્યારે જૂના નિવૃત્ત અમલદાર દેખાવ રાખતે; પણ જ્યારે તે એકલો બહાર જતો, અને તે પણ સામાન્ય રીતે સાંજના સમયે – ત્યારે તે એક મજૂરને પોશાક પહેરો અને મોટું ઢંકાય તે માટે ટોપ રાખો. જન વાલજીન, કૉસેટ કે ટુર્સો બહાર નીકળતાં ત્યારે રૂ દ બાબિલન'વાળા બારણેથી જ બહાર જતાં. રૂ પ્લમેટ તરફના દરવાજાની જાળીમાંથી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ લે મિઝેરાગ્લ કોઈ તેમને અંદર ફરતાં જોઈ ગયું હોય તો જ તે જાણી શકે કે આ લોકે રૂ પ્લમેટમાં રહે છે. એ દરવાજો હંમેશ બંધ જ રાખવામાં આવતો, અને જન વાલજીને એ તરફને બગીચે પણ વણખેડયો જ રાખ્યા હતા, જેથી કોઈનું ધ્યાન ન જાય કે અંદર કઈ રહે છે. પરંતુ માણસે એ બગીચાને હાથ નહોતો લગાડવો, તેથી કુદરતે તેને પિતાને ગમતી રીતે સજાવ્યો હતો. બધા છોડ પોતાને ફાવતી રીતે વધ્યા હતા તથા તેમની મસ્તીમાં ભાગ લેતાં હજારો પંખીઓ, પતંગિયાં વગેરે જીવો પણ ત્યાં કલ્લોલતા હતા. એક ખૂણે પથ્થરની બેઠક હતી, અને બે ત્રણ ઢાળેલાં પૂતળાં ક્યાંક ક્યાંક ઊભેલાં હતાં. રસ્તો કે કયારા જેવું કશું રહ્યું ન હતું. બગીચાની પહેલાંની વિલાસ અને શૃંગાર માટેની ગુપ્તતા અને ધીટતાએ જાણે કુંવારાપણાની નિર્દોષતા અને નૈસર્ગિક મુગ્ધતાને કબજો સોંપી દીધો હતો. કૉસેટ મઠમાંથી બહાર નીકળી ત્યારે ચૌદ વર્ષની મોટી બાળકી જેવી જ સ્થિતિમાં હતી. તેના એકવડિયા કાઠા ઉપર જુવાનીએ પોતાની માદક સુંવાળી મધલાળ સાથે સ્થાન જમાવ્યું ન હતું. તેનું અંતર પણ એવું જ એકીસાથે ભીરુ તેમજ ઇષ્ટ અને મૃદુ તેમજ કઠોર બન્યું હતું. તે બરાબર પેલી “ કૃતદન’ કહેવાતી ‘સામે જવાબ ન વાળતી ઉંમરે હતી. મઠમાં તેને ધર્મ, ભૂગોળ, વ્યાકરણ, ફ્રાન્સના રાજાઓ, થોડું સંગીત અને થે ડું ચિત્રકામ શીખવવામાં આવ્યું હતું. પણ એ સિવાય તે બીજી. બધી રીતે “અણજાણ’ હતી – જે એક પ્રકારની રમણીયતા પણ છે, અને સ થેસાથે જોખમ પણ છે. જુવાનીમાં પ્રવેશતી છોકરીનું અંતર આટલું બધું મૂઢ રહેવા દેવું ન જોઈએ; એ વસ્તુ અમુક વખતે હજાર જાતના મિથ્યા આભાસ અને ળાનું અચાનક ફીડાાન બની બેસે. તેને હળવેથી તથી સમજદારીથી પ્રકાશિત કરવું જોઈએ – વાસ્તવિકતાના ઝાંખા ભાસથી; નહિ કે તેના સીધા, નગ્ન કઠોર, પ્રકાશથી. એ અધપ્રકાશ ઉપયોગી તેમજ શિષ્ટ રહીને તુચ્છ ભયને હાંકી કાઢે છે અને કર ખાતાં બચાવે છે. એવો અર્ધપ્રકાશ માતા જ કંવારિકાને આપી શકે તેને એ બાબતની સાહજિક આવડત હોય છે. જીન વાલજનમાં બધા પ્રકારનું વાત્સલ્ય તથા મૃદુતા હતાં; પણ તે એક એવો વૃદ્ધ માણસ હતો, જે “કશું જાણતો ન હતો. પરંતુ એક જુવાન છોકરીને જીવન માટે તૈયાર થવાની ગંભીર બાબતમાં “મુગ્ધતા' કહેવાતા અજ્ઞાન સામે ઝૂઝવા માટે કેટલી બધી જાણકારી જોઈએ ! Page #312 -------------------------------------------------------------------------- ________________ કળા ખીલતી જાય છે ૨૮૭ કરીને વાસનાઓ અને કામનાઓના ઘમસાણ માટે મઠ જેવું બીજું કઈ તૈયાર ન કરી શકે ! મઠમાં જે બાબતે ગૂઢ રાખવામાં આવે છે કે અજ્ઞાત રાખવામાં આવે છે, તે તરફ વિચારો સૌથી પહેલા વળે છે. ત્યાં હૃદયને બહાર ઊભરાવાની પરવાનગી ન હોવાથી પોતાની અંદર જ નીક ખેદવી પડે છે; અને વિસ્તાર શક્ય ન હોવાથી ઊંડાણ સાધવું પડે છે. પરિણામે આભાસે, રોમાંચક કલ્પનાએ, સાહસ આચરવા માટેની વૃત્તિઓ અને વિચિત્ર પ્રકારની બનાવટો વગેરે માટે મનના અંધારખૂણામાં કેવી કેવી પ્રવૃત્તિ ચાલતી રહે છે! બહાર ખુલ્લામાં જે સહેજે ન કરત, તે અંદરના અંધારામાં સો ગણા જોરથી કરાય છે. કૌસેટ રૂ લુમેટમાં આવી ત્યારે એક બાળક જેવી હતી. જીન વાલજીને તેને એક વણખેડ્યો બગીચે આપ્યો. “તારી મરજીમાં આવે તેમ આ બગીચામાં કર.” એમ તેણે કહ્યું. કૉસેટ રાજી રાજી થઈ ગઈ. તે બાગને ખૂણે ખૂણે ફરી વળી. એકેએક વેલ, એકેએક છોડ, એકેએક ઝાડ જોઈ વળી; તથા બધાં ફૂલો સાથે વાતો કરી આવી. તે પોતાના બાપુને – જીન વાલજીનને – પૂરેપૂરા અંતરથી ચાહતી. ન વાલજીનને – મ. મેડલીનને વાંચવાને ઘણો શોખ હતો, અને અહીં પણ તે શોખ ચાલુ હતે. વાચનને લીધે તેની વાત કરવાની – સમજાવવાની શક્તિ પણ વધી હતી. તે દરેક બાબતની લાંબી લાંબી સમજૂતી કૉસેટને આપતે અને કૉસેટ પણ તે ધ્યાનપૂર્વક સાંભળતી. કૉસેટ થોડી થોડી વારે દેડતી તેના બાપુજી પાસે જ આવતી. જ્યાં બાપુજી હતા ત્યાં જ તેનું સર્વસ્વ હતું. તે જીન વાલજીનના એારડાની કંગાલિયતથી બહુ ચિડાતી. તે કહેતી, “બાપુ, અહીં તો મને બહુ ઠંડું લાગે છે. તમે એક શેતરંજી કેમ નથી બિછાવતા અને સગડી કેમ નથી રાખવા દેતા ?' બેટા, ઘણા લોકોને મારા જેવું માથે ઘપર પણ મળતું નથી.” “તે પછી હું શા માટે સગડી અને બીજી સગવડ રાખું?” “કારણ કે તે સ્ત્રી છે અને બાળક છે.” તે હવે હું અહીં જ વધારે વખત રહીશ, જેથી તમારે અહીં પણ સગઢ રાખવી જ પડે.” બીજે વખતે તેણે તકરાર માંડી, “બાપુ, તમે શા માટે કાળી રોટી ખાઓ છો?” “કારણ શું, એમ જ વળી, બેટા!” Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ લે અિંરાઇલ તે તમે કાળી રોટી ખાઓ છો તે હું પણ હવે કાળી જ રીટી ખાઈશ.” પરિણામે જીન વાલજીનને પણ ધોળી રોટી ખાવાનું શરૂ કરવું પડયું. કૉસેટને પિતાના બચપણનાં બહુ ઝાંખાં સ્મરણે હતાં. રોજ સવાર-સાંજ તે પોતાની માતા માટે પ્રાર્થના કરતી; જોકે તેની તેને બિલકુલ યાદ ન હતી. થેનારડિયર કટુંબ તેને કેવળ ભયંકર આભાસ જેવું યાદ રહ્યું હતું. પિતાને એક અંધારી રાતે દૂર કયાંક પાણી ભરવા મોકલી હતી એવું તેને યાદ હતું. સ્પષ્ટ યાદ તો એટલું જ હતું કે, તેનું જીવન અંધારી ખાઈમાં શરૂ થયું હતું અને જીન વાલજીને તેને તેમાંથી બહાર ખેંચી લાવ્યો હતો. ઘણી વાર તે જીન વાલજીનના ધોળા વાળ ઉપર પિતાના ગાલ મૂકી પડી રહેતી અને ગુપચુપ આંસુ સારતી સારતી વિચાર કરતી, “આ જ મારી મા છે; આ માણસ જ.” કોઈ કોઈ વાર તે પોતાની માનું નામ જીન વાલજીનને પૂછતી. તે - ચુપ રહેતો. એ વધુ આગ્રહ કરતી, તો જીન વાલજીન માત્ર ધીમું હસી. દેતે. એક વાર તેણે વધુ જોરથી આગ્રહ કર્યો. ત્યારે જીન વાલજીનનું હાસ્ય આંસુમાં પરિણમ્યું. એક વાર કૉસેટે તેને કહ્યું, “બાપુ ગઈ કાલે મેં મારી માને સ્વપ્નામાં જોઈ. તેને બે પાંખો હતી. જીવન દરમ્યાન તે જરૂર દેવવાણું પામી હશે.” “શહીદી દ્વારા,” જીન વાલજીને ગંભીરતાથી જવાબ આપ્યો. કૉસેટ જ્યારે ફરવા જતી ત્યારે પિતાના પૂરા અંતરથી, હર્ષપૂર્ણ થઈ, અભિમાનપૂર્વક પોતાના બાપુના હાથને અઠીંગીને ચાલતી. જીન વાલજીને તેના ભાવપૂર્ણ હૃદયની આ નિષ્ઠા અનુભવીને ગળગળો થઈ જતો. તે કહે, “પ્રભુ, આટલું બધું સુખ ભોગવવા લાયક થવા માટે મેં કાંઈ જ કર્યું નથી.” ધીમે ધીમે કોસેટનો ચહેરો ખૂલતો ગયો. તેનું શરીર પણ જુદી જાતના તેજથી ઝગમગ થવા લાગ્યું. કૉસેટનું પોતાનું ધ્યાન પણ તે તરફ ગયા વિના રહ્યું નહિ. તે દિવસે શરમાઈને તેણે અરીસે ઉલટાવી નાખ્યો. પણ થોડા દિવસ બાદ પોતે જ કતરાતી આંખે તેને સીધો કર્યો, અને પછી પિતાના પોશાકમાં, સુસજજતામાં જ્યાં જ્યાં ઊણપ લાગી, ત્યાં ત્યાં પોતાની મેળે સુધારો શરૂ કર્યો. Page #314 -------------------------------------------------------------------------- ________________ વાગ્યાં હોય તે જાણે! જીન વાલજીનનું લક્ષ એ તરફ ગયા વિના રહ્યું નહિ. કોસેટને જો મા હોત, તો તે તરત આ ફેરફાર સમજી જાત અને રાજી થાત. જીન વાલજીન મા ન હતા, એટલે આ ફેરફાર જોઈને ચોંકી ઊઠ્યો. ધીમે ધીમે કૉસેટ પાછલા વાડા કરતાં સળિયાવાળા દરવાજા આગળ બગીચામાં વધારે રહેવા લાગી. સુંદર ચહેરો અને સુંદર પિશાક હોય અને જો તેને બહાર બીજાઓને બતાવવાનો ન હોય, તે તેને શો ઉપયોગ! - જે વખતે આ ફેરફાર કોસેટના જીવનમાં થવા લાગ્યો હતો, એ અરસામાં જ, છ મહિનાના ગાળા બાદ, લક્ષમબર્ગના બગીચામાં મેરિયસે કૉલેટને ફરી જોઈ. વાગ્યાં હોય તે જાણે ! કૉસેટ અને મેરિયસ બંને પોતપોતાના એકાંત અલગપણામાં હવે પલી ચંપાવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. ભવિતવ્યતા પિતાના ગૂઢ અને ઘાતક ધર્યથી એ બે પ્રાણીઓને ધીમે ધીમે પાસે લાવી રહી હતી. વિદ્ય તથી છલોછલ ભરેલાં બે વાદળ હવે એક ઝબકારામાં ભેગાં થાય, તેમ આ બંને પણ એક જ નજરના ઝબકારામાં ભેગાં થવાનાં હતાં, અને કડાકો થવાને હતો. એ “નજરને પ્રશંસે કે નિંદે; પણ પ્રેમની શરૂઆત એ એક નજરમાંથી જ થાય છે, એ હકીકત છે. પછીનું બધું પછી આવે છે. નજર દ્વારા જે તરખે એકબીજાને ચંપાય છે, એના કરતાં વધુ વાસ્તવિક બીજું કશું નથી. કૉસેટે અજાણપણે એ જાતની નજરથી મેરિયસને જે તણખો ચાંપી દીધે, તે જ તણખે મેરિયસે પણ કૉસેટને ચાંપી દીધું હતું, તેની મેરિયસને કલ્પના સુધ્ધાં ન હતી કૉસેટને પણ મેરિયસ પાસેથી એ જ કારી ઘા અને એ આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થયાં હતાં. કોસેટ ઘણા વખતથી મેરિયસને જોતી આવી હતી; તથા જુવાન છોકરીઓ આવું જોઈને જે રીતે નિરીક્ષણ કરે છે, તે રીતે નિરીક્ષણ કરતી થઈ હતી. મેરિયસ હજી કૉસેટને સુકલકડી તથા કદરૂપી જ માનતે હતે; ત્યારે કૉસેટ કયારની મેરિયસને સુંદર – મનહર જોતી થઈ ગઈ હતી. તેને લે મિ0 – ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ લે મિરાગ્લ ચહેરો, તેને અવાજ, તેની ચાલ, ટૂંકમાં તે આખે તેને ભવ્ય, નમ્ર, સ્વાભાવિક અને ગૌરવવાન લાગતો હતે. જે દિવસે તેમની નજર અરસપરસ મળી અને બન્નેને એકસરખું કાંઈક ભણાવી ગઈ, તે દિવસે રાતે કંઈક ગમગીનીમાં સૂતા પછી વહેલી સવારે ઊઠતાં જ કોસેટને તે ભલા સુંદર જુવાનની યાદ આવી. અને તે - દિવસે જ્યારે સાંજના ફરવા ગયાં ત્યારે તેની નજર તે જુવાન માટે આતુરતાથી રાહ જોવા લાગી. પણ – પણ, રોજને ઠંડે, બેદરકાર જુવાન, આજે તેની તરફ પણ આટલી આતુરતાથી, આટલી અપેક્ષાથી કેમ જોતે હતો? તરત જ કૉસેટ લડાઈ માટે તત્પર થઈ ગઈ. આટલા દિવસ, જાણે કશી પરવા જ ન હોય, એ દેખાવ ભાઈસાહેબ શાના રાખતા હતા? સ્ત્રીને સ્વાભાવિક રીતે જ ખબર પડી જાય છે કે, અમુક જણ ઉપર ઉગામી શકાય તેવું હથિયાર તેની પાસે છે. અને બાળક પોતાના હાથમાં આવેલા ચપુ વડે જેમ ખેલે, તેમ જુવાન છોકરીએ, તેને ઉપયોગ પોતાના પ્રથમ શિકાર ઉપર કરવા માંડે છે! પણ છતાં મેરિયસ હજુ પાસે આવવા, સામે ધસી આવવા આનાકાની કરતો હતો. એ વસ્તુથી કૉસેટની બધી લડાયક તૈયારીઓ ધીમે ધીમે ઠંડી પડી ગઈ. અને એક દિવસ તે જ જીન વાલજીનને કહેવા લાગી, “બાપુ, ચાલોને આપણે એ તરફ થોડુંક ફરીએ.” મેરિયસ સામે ન આવ્યો એટલે કૉસેટને સામે જવું પડયું. અને આ જગાએ એક વાત કહી દઈએ કે, જુવાન પુરુષમાં સાચા પ્રેમનું લક્ષણ બીક – શરમ હોય છે, ત્યારે જુવાન સ્ત્રીમાં પ્રેમનું પ્રથમ લક્ષણ ધૃષ્ટતા હોય છે. અને એમાં નવાઈ પામવા જેવું કશું નથી. એકરૂપ થવા માટેની આ તૈયારીમાં એક જાતિ બીજી જાતિના ગુણો ધારણ કરતી થાય છે– દાખવતી હોય છે. તે દિવસે કોસેટની નજરે મેરિયસને ગાંડો બનાવી દીધા, તે મેરિયસની નજરે કૉસેટને ધ્રુજાવી દીધી. મેરિયસ તેથી વિશ્વાસ મેળવીને ગયો, ત્યારે કોસેટ ચિંતાતુર બનીને. તે દિવસથી માંડીને બન્ને એકબીજાને પૂજવા લાગ્યાં. સાચા પ્રેમનું પ્રથમ સ્વરૂપ ભક્તિ હોય છે. કૉસેટ પ્રેમ શું છે તે જાણતી જ ન હતી. મઠમાં એ શબ્દ કોઈને કાને ન પડી જાય એની ખાસ કાળજી રખાતી. પરંતુ અજાણપણામાં જ એ ભાવ તે અનુભવતી થઈ, એટલે જ એ ભાવ વધુ તીવ્રતાથી એના ઉપર આરૂઢ થયો. એમ કરવું સારું કે ખોટું, એ અવસ્થંભાવી હતું કે આકસ્મિક, કાયમી હતું કે ક્ષણિક, વિહિત હતું કે નિષિદ્ધ, એય તે જાણતી ન હતી. Page #316 -------------------------------------------------------------------------- ________________ વાગ્યાં છેતે જાણે! પરંતુ તેના અંતરાત્માને એ સ્થિતિ સૌથી અનુકૂળ નીવડી. એક જાતની પૂજનને ભાવ, નિ:શબ્દ થાન, અને અજાણ્યા ભકતે આપેલ દેવભાવ – એ બધું તેના નિર્મળ, અશક્ત અંતરને બળ અને તેજ પૂરનારું બન્યું. દરેક પરિસ્થિતિની એક સહજફુરણા હોય છે. પુરાણ-સનાતન માતા કુદરતે જીન વાલજીનને ચેતવી દીધું કે કૉસેટ ઉપરના તેના સર્વાંગી માલકીપણા ઉપર તરાપ મારનારે આવી પહોંચ્યો છે. જીન વાલજીને તેના અંતરના અંધારા ખૂણામાં એક ભયંકર ધરતીકંપ અનુભવી રહ્યો. તેને કશું સમજાતું ન હતું; તે સતત સ્થિર નજરે પોતાની આસપાસ ઘેરાતા અંધકારને નિહાળી રહ્યો : કશુંક જાણે નવું સર્જતુ હતું; કશુંક જાણે પિતામાંથી તૂટવા લાગ્યું હ. મેરિયસને પણ એ જ કુદરત તરફથી ચેતવણી મળી ગઈ હતી અને તે એ “બાપુ થી છુપાત – બીત થઈ ગયો. પરંતુ તેનું વર્તન સ્વાભાવિક ન રહ્યું. એક બાજુ બારે સાવચેતી, અને બીજી બાજુ વિચિત્ર ગફલત! પહેલાંની પેઠે હવે તેમની પાસે ફરતો બંધ થયો. પણ ત્યારે દૂરથી નજર પડે તે રીતે હાથમાં પડી રાખીને તે બેસતે. પહેલાં તે જૂનો કોટ પહેરીને અ વો; હવે તે રોજ નો કોટ પહેરીને આવવા લાગ્યો. જીન વાલજીન પૂરા અંતરથી એ જુવાનિયાને ધિક્કારવા લાગ્યો. કૉસેટ જરા પણ શંકા થાય તેવું વર્તતી ન હતી. પિતાને શું થતું હનું તેના પૂરા ખ્યાલ વિના પણ તે એટલું સમજી ગઈ હતી કે એ છુપાવવું તો જોઈએ. જીન વાલજીને એ જવાનિયા બાબત કૉસેટ સાથે કશી વાત કરી ન હતી પણ એક દિવસ તે પોતાની જાત ઉપર કાબુ ન રાખી શક્યો; ને બેલ પડ્યો: “પેલો જુવાનિયો કે વાંચવાનો દંભ કર્યા કરે છે!” એક વર્ષ અગાઉ કૉસેટે નિરપેક્ષપણે જવાબ આપ્યો હતો, “ના, પણ ને દેખાવે રૂપાળો છે.” દશ વર્ષ પછી, મેરિયસનો પ્રેમ હૃદયમાં ધારણ કર્યા બાદ તેણે કહ્યું હતું, “ખરી વાત! દંભી પણ છે, અને જો પણ ગમે તેવો નથી!” પણ અત્યારે તે તેણે તદ્દન સ્વસ્થતાથી એટલો જ જવાબ આપ્યો, “કોણ પેલો જુવાન !” જુવાન હૃદયોને પ્રેમમાં પડયા બાદ પ્રારંભિક મુશ્કેલીઓનો સામનો કરવાને થાય છે ત્યારે એવું જોવામાં આવ્યું છે કે, જુવાન છોકરી એકે Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૯૨ લે મિરાલ્ડ મુશ્કેલીમાં સપડાતી નથી, ત્યારે જુવાન પુરુષ બધી મુશ્કેલીઓમાં આંધળો બનીને ફૂદી પડતું હોય છે. જીન વાલજીને મેરિયસ સામે ખરેખર યુદ્ધ જ શરૂ કરી દીધું હતું, પણ મેરિયસ પિતાની જવાની અને પિતાના પ્રેમના અંધાપામાં તેને એક પણ પેંતો જોઈ જ શક્યો નહિ. જીન વાલજીને ફરવા આવવાના કલાકો બદલ્યા, બેસવાની જગા બદલી, પોતાને રૂમાલ જાણી જોઈને મૂકતો ગયો, લક્ષમબર્ગમાં કોસેટને લીધા વિના એક જ ફરવા આવવા લાગે,– આમ તેણે જાતજાતની તદબીરેથી પિતાના પુરાવાઓ ભેગા કરવા માંડયા. ત્યારે મેરિયસ સામે ચાલીને એકેએક પુરાવાને સાચો ઠરાવ ગયો. પરંતુ આખા વખત દરમ્યાન કોસેટ તે જાણે કંઈ જાણતી સમજતી ન હોય તેમ, નિશ્ચળ સ્વસ્થતાથી એવું ઠાવકાપણું દાખવતી જેથી જન વાલજીનને ખાતરી થઈ ગઈ કે, આ બબૂચક જ કોસેટના ઉપર ગાંડ થયો છે; કૉસેટને તે તેના અસ્તિત્વની પણ ખબર નથી! ધીમે ધીમે જીન વાલજીનને પિતાના અંતરમાં પેલે જૂનો રાક્ષસ સળવળને લાગ્યું. કશા સુખ વગર, અપાર દુઃખ વેઠીને, જુવાનમાંથી ઘરડો બનીને, કુટુંબ-સગાં-પત્ની-સંતાન એ કશા વગરનું જીવન ગુજારીને, કેવળ ઠોકર ખાતાં, પપ્પા ખાતાં, તિરસ્કાર વેઠતાં મહામહેનતે કંઈક સ્વસ્થ થયો, અને જગતે કરેલા અન્યાયની કંઈક ક્ષમા આપતે થયું, ત્યારે એ જગત પાછું આ જુવાનિયારૂપે, તેના જીવનની કેવળ એક કમાઈ, એક સુખ, એક શાંતિ એવી જે કૉસેટ, તેને ઉપાડી જવા – ઝૂંટવી જવા સામું આવ્યું છે શું? જીન વાલજીનને જગત પ્રત્યેને સમગ્ર સુપ્ત વૈરભાવ અચાનક જાગ્રત થઈ, મેરિયસ તરફ ચાર કાંઠે ઘૂઘવવા લાગ્યો. તેની નજરમાં હવે એક માણસ બીજા માણસ પ્રત્યે જુએ એ ભાવ ન હતો, પણ એક દુશ્મન બીજા દુશ્મન પ્રત્યે જુએ, કે કૂતરો ચોર પ્રત્યે જુએ તે ભાવ હતો. પછી શું થયું તે આપણે જાણીએ છીએ. મેરિયસ કૉસેટની પાછળ ઘર સુધી જતો તથા આંટા મારતો થયો, ત્યાર પછી તરત જીન વાલજીને રૂ દ લ આસ્ટિવાળું મકાન બદલી નાખ્યું અને તે કૉસેટ સાથે રૂ બ્લમેટવાળા મકાનમાં રહેવા આવી ગયો. લક્ષમબર્ગ તરફ તો પગ પણ ન મૂકવાને તેણે ક્યારને નિશ્ચય કરી લીધો હતો. - કોસે કશી ફરિયાદ ન કરી. તે કશું બોલી પણ નહિ તેણે કશા પ્રશ્નો પણ કર્યા નહિ. તેણે કાંઈ કારણ શોધવા પણ પ્રયત્ન કર્યો નહિ. તે હવે Page #318 -------------------------------------------------------------------------- ________________ જાગ્યાં હોય તે જાણે! ૨૨૩ એવી હદે આવી ગઈ હતી જ્યાં પ્રશ્ન પૂછતાં જે જવાબ આવે તે સાંભળવાના જ ડર લાગે; અથવા પ્રશ્ન પૂછતાં પાતે જ પકડાઈ જવાના ડર લાગે. તે કેવળ હૃદયમાં – અંતરમાં તલપાટ કરવા લાગી. - જીન વાલજીનને જુવાન હૃદયોના આ તલપાટનો અનુભવ જ ન હતા; તે માત્ર એટલું જ જેઈ શકયો કે ક્રૉસેટ ગમગીન થઈ ગઈ છે; પરંતુ ઍના ઊંડા અર્થ તે સમજી ન શકયો. તે પોતે પણ ગમગીન થઈ ગયો. બંને પક્ષે બિનઅનુભવ જ પૂરેપૂરો શસજ્જ થઈને મેદાને પડયો હતો. એક દિવસ પરીક્ષા કરી જોવા તેણે કોંસેટને પૂછયું : “ તારે લક્ષમબર્ગના બગીચા તરફ ફરવા જવું છે?” કૉસેટના મુખ ઉપર થઈને પ્રકાશની આભા પસાર થઈ ગઈ. 33 હા. તેણે કહ્યું. તેઓ બગીચામાં ગયાં. પણ ત્રણ મહિના થઈ ગયા હતા, અને મેરિયો થાકીને ત્યાં આવવાનું બંધ કર્યું હતું. બીજે દિવસે જીન વાલજીને કાંસેટને ફરી પૂછયું : 46 તારે લક્ષમબર્ગના બગીચા તરફ ફરવા જવું છે?' કૉંસેટે ખિન્નતાપૂર્વક શાંતિથી જવાબ આપ્યા 66 ના !” જીન વાલજીન હવે બધું સમજી ગયા. તે ઊંડા કંપ સાથે વારંવાર પેાતાના મનમાં બાલવા લાગ્યો : “મેં આ શું કર્યું? હું કૉસેટને મઠમાંથી બહારની દુનિયામાં શા માટે લઈ આવ્યા ?” કૉસેટની ખિન્નતામાં, ફરી મેરિયસને આ વિશાળ દુનિયામાં કદી ભેગા થવાની અશકયતાની હતાશા ઉમેરાઈ. તેની આંખા ઝનૂની અને તીક્ષ્ણ બની ગઈ. ઘરની પરચૂરણ બાબત ઉપર તેનું પહેલાં જેવું લક્ષ કે ચીવટ રહ્યાં નહિ. છતાં જીન વાલજીનને કશા અણસાર ન આવે તેવી કાળજી તે રાખતી. પોતાના અપરાધને કારણે પેાતાના વહાલા બાપુને ખાટું લાગવું ન જોઈએ, એટલું તે સમજતી હતી. જીન વાલજીન તેના ચહેરા ઉપરની ફીકાશથી ચાંકીને તેને પૂછતા, “ બેટા, તને શું થયું છે?” 66 99 તે જવાબ આપતી, “કશું નહિ, બાપુ.” અને થોડી વાર ચૂપ રહ્યા બાદ, જીન વાલજીનને પણ ખિન્ન થયેલા જોઈ તે પૂછતી, “બાપુ, તમને કશું થયું નથીને ?” Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ લે મિરાહ મને? ના બેટા.” તે જવાબ આપતે. આ બે પ્રાણીઓ, જે એકબીજાને અત્યાર સુધી એકનિષ્ઠાથી એકાંતિકભાવે ચાહતાં આવ્યાં હતાં, અને જેઓ કેટલાય સમયથી એકબીજા માટે જ જીવન ધારણ કરી રહ્યાં હતાં, તેઓ હવે એકબીજાને હાથે જ પ્રહાર પામીને, એકબીજા દ્વારા જ દુ:ખ ભોગવી રહ્યાં હતાં : મેએ કશું બોલ્યા વગર, સામા ઉપર ખોટું લગાડ્યા વિના, અને આખે વખત ઉપરઉપરથી હાસ્ય ધારણ કરીને તેમનાં જીવન ઘેરાં બનતાં ગયાં. તેમને હવે એક જ મન-વિસામો બાકી રહ્યો હતે; જેકે પહેલાં તેમને માટે તે વસ્તુ આનંદરૂપ હતી – ગરીબ ગુરબાને મદદ કરવાની, અને ભૂખ્યાને ખવરાવવાની. એ દરમ્યાન જ પેલો જોડૂંટવાળો પ્રસંગ બન્યો હતે. એ મુલાકાત પછી જીન વાલજીને પાછો આવ્યો ત્યારે પહેલાંની સ્વસ્થતા સાથે જ આવ્યો હતે; પરંતુ તેના ડાબા હાથ ઉપર ખૂબ મોટો ડામ હતો. તે જેટલે ઊંડે હતો તેટલો જ વેદનાપૂર્ણ હતું, અને પરિણામે જીન વાલજીનને ભારે તાવમાં એક મહિના કરતાં વધુ સમય પથારીવશ રહેવું પડયું. તેણે ડૉકટરને બોલાવવાની ઘસીને ના પાડી. કૉસેટે ગભરાઈને ખૂબ આગ્રહ કર્યો, ત્યારે તેણે જવાબ આપ્યો, “તે ઢેર-ડાક્ટરને બોલાવ!” કૉસેટે બદલામાં પોતાના સમગ્ર અંતરથી અને સમવેદનાથી એ ઘા રોજ બે વખત જોવા માંડયો તથા તેની ઉપર પાટા બાંધવા માંડયા. તેના મોં ઉપરની ચિંતા અને સહાનુભૂતિ જોઈ, જીન વાલજીનના મનની શાંતિ ફરી પાછી આવી અને તેની ચિંતા અને દુ:ખ દૂર થઈ ગયાં. કૉસેટ હવે વંઢાવાળા આ નાના મકાનમાં જ મોટે ભાગે રહેતી તથા જીન વાલજીન કહે તે બધું તેને વાંચી સંભળાવતી. જીન વાલજીનનો જાણે પુનર્જન્મ થયો હતો, અને કોસેટ પોતાના સઘળા ભાવથી તેનું જતન કરી રહી હતી. એ ભાવમાં જીન વાલજીનને બીજા કઈ માટે કશું બાકી રાખેલું દેખાતું નહિ. આ આનંદમાં જ અને શાંતિમાં જ તે થનારડિયરની મુલાકાતને પણ જલદી ભૂલી શક્યો. તે લેકો હવે જેલમાં હતા; જાવટે પિતાને ઓળખી શકે તે પહેલાં પિતે નાસી છૂટયો હત; એટલે હવે તે કોઈ Page #320 -------------------------------------------------------------------------- ________________ પડછાયા અને ઓળા ૨૯૫ વખત તેને વિચાર આવે તે પણ થનારડિયર-કુટુંબની દુઃખી અને પતિત હાલતનો જ આવતે. મઠમાં સિસ્ટર માટિડાએ કોસેટને ભજન ગાતાં શીખવ્યું હતું. કૉસેટને કંઠ બહુ ભાવવાહી હતો; પોતાના બાપુને ઝટ આરામ થાય તથા તેમને શાંતિ મળે તે માટે તે રોજ સાંજના એટલાં ભાવભયા ભજન ગાતી કે થોડી વાર પૂરતું સકળ દેવદૂત સાથેનું સ્વર્ગ જાણે ત્યાં ઊતરી આવતું. વસંત ઋતુ આવી; આગળના બગીચાની શોભા અનેરી થઈ રહી. જીન વાલજીન કોસેટને તે તરફ થોડી વાર ફરી આવવાનો આગ્રહ કરવા લાગ્યો. “બેટા, તું થોડો પગ છૂટે કર; બીમાર માણસની પથારી સાથે બંધાઈ રહીને નું જ બીમાર પડી જઈશ. મારી મરજી છે કે તું થોડું ફર.” સારું બાપુ.” એમ કહી કોસેટ પહેલી વાર તે તરફ ફરવા ગઈ. થોડા દિવસ પછી તે ન વાલજન પણ કૅસેટને ટેકે ઘોડે વખત ન્યાં ફરવા આવતે. બંનેનાં મન ચિંતામુક્ત, શોકમુક્ત અને વસંતના નવજીવનભય થઈને ખીલી રહ્યાં. પિતાને ઘા પૂરેપૂરો ભરાઈ જતાં, જીન વાલજીને પિતાનું સાંજે પેરિસના નિર્જન ભાગોમાં એકવા બહાર ફરવા જવાનું શરૂ કર્યું. ૭૩ પડછાયા અને ઓળા એપ્રિલના પહેલા પખવાડિયામાં જીન વાલજીન બહારગામ ચાલે . લાંબે લાંબે ગાળે તે એ રીતે ચાલ્યો જતે અને બહુ બહુ તો એક કે બે દિવસ ગેરહાજર રહે. તે કયાં જ કૉસેટ પણ તે જાણતી નહિ. પરંતુ ઘરખર્ચ માટે પૈસાની જરૂર પડતી, ત્યારે તે ઘણુંખરું આમ બહાર જ. આ વખતે જીન વાલજી કહેતે ગયા હતા કે, “મને પાછા ફરતાં -ત્રણેક દિવસ લાગશે.” તે સાંજે કૉસેટ ઘરમાં એકલી હતી. થોડુંક ગમે તે માટે તે પિયાને ઉઘાડી ગાવા બેઠી. અચાનક તેને બગીચામાં જાણે કોઈનાં પગલાંને અવાજ Page #321 -------------------------------------------------------------------------- ________________ લે મિશહુ સંભળા. તે બારીના બંધ બારણા પાસે ગઈ અને ત્યાં કાન મૂકી સાંભળવા લાગી. - તેને લાગ્યું કે અમ જેવું કોઈ ધીમેથી ચાલી રહ્યું છે. તે તરત ઉપરને માળ પિતાના ઓરડામાં દોડી અને ત્યાં બારીમાંની ડેકા-પટ્ટી ખસેડી બહાર જેવા લાગી. ત્યાંથી બગીચાનો ભાગ તેને દિવસની જેમ સ્પષ્ટ દેખાતે હતું. ત્યાં કોઈ ન હતું. તેણે હવે લારી પૂરેપૂરી બેલી નાખી. શેરીમાં પણ કોઈ ન હતું. કૉસેટે માન્યું કે પોતાને નાહક ભ્રમણા થઈ હતી. કોસેટ ઝટ બી જવાના સ્વભાવવાળી ન હતી. તેની નસોમાં ખુલ્લા પગે રખડનાર જીસીનું લોહી વહેતું હતું; તે હદયથી બહાદુર અને તીખી હતી. બીજે દિવસે સમીસાંજે તે બગીચામાં બહાર ફરતી હતી. કાંઈક વિચારો તેના મગજમાં ઘૂમી રહ્યા હતા. તેવામાં તેણે ગઈ કાલ સાંજ જેવો જ ચાલવાનો અવાજ સાંભળ્યો; જાણે કોઈ ઝાડની છાયામાં ફરી રહ્યું છે. પણ કોઈ ક્યાંય દેખાયું નહિ; એટલે પિતાને આ ભ્રમ વારંવાર થાય છે એ બીના ઉપર તેને હસવું આવ્યું. હવે તે ઝુંડમાંથી બહાર આવી. ઘરના પગથિયે ચડવા માટે વચ્ચે હવે ઘાસથી છવાયેલો થોડોક ખાલી જમીનને ટુકડો બાકી હતા. તે વખતે ચંદ્ર પણ તેની પાછળ હમણાં જ ઊગ્યો હતે. કોસેટને પડછાયો તેના પગ આગળથી આ ટુકડા ઉપરના ઘાસ ઉપર લાંબાતો હતે. અચાનક કૉલેટ ચોંકી; તેના પડછાયાની સાથે જ બીજો એક મોટો પડછાયો પણ ત્યાં લાંબાયો હતો, અને તેના માથા ઉપર ગેળ ટોપ હતો ! કૉસેટ જી ઊઠી અને ત્યાં જ સ્થિર થઈ ગઈ. તેનાથી બૂમ પણ ન પડાઈ કે ખસાયું પણ નહિ. પછી મહામહેનતે થોડીક હિંમત કરીને તેણે પાછા વળીને જોયું; પણ ત્યાં કોઈ ન હતું. સામે જમીન ઉપર જોયું. તે પડછાયો પણ અલોપ થયો હતો. તે હિંમત કરીને ફરી ઝુંડ તરફ ગઈ અને દરવાજા સુધી જઈ આવી; પણ તેને કોઈ મળ્યું નહિ.' તેનું લેહી ઘણે ઠરી ગયું. આ તે કંઈ મિથ્યા આભાસ કહેવાય? બે બે દિવસ સુધી એક જ જાતને આભાસ હોઈ શકે? ખાસ ચિંતા તો એ વાતની હતી કે પેલે પડછાયો તો તેણે નજરે જોયો હતો, અને તેને માથે ગોળ ટેપ હતો! Page #322 -------------------------------------------------------------------------- ________________ પડછાયા અને કેળા ૨૦ બીજે દિવસે જન વાલજીન પાછો આવ્યો ત્યારે કૉસેટે બધી વાત તેને કહી સંભળાવી. કૉસેટના મનમાં એમ હતું કે, તેના બાપુ તેને હસી કાઢશે અને હિંમત આપશે કે, એવા આભાસો તે બીકણ મનને થયા કરે. પણ તેને બદલે તેના બાપુ તે એકદમ ચિંતાતુર થઈ ગયા. કંઈક બહાનું કાઢીને જીન વાલજીન તરત બગીચા તરફ ગયો અને દરવાજા સુધીની બધી જગા તપાસી આવ્યો. રાત્રે કૉસેટ અચાનક ઊંઘમાંથી જાગી ઊઠી; આ વખતે તો ચોક્કસ બગીચામાં કોઈ ચાલતું જ હતું. તેણે બારીની ડેકા-પટ્ટી ખસેડીને જોયું તે બગીચામાં એક માણસ હાથમાં મોટી ડાંગ લઇને ઊભો હતો. તે ચીસ પાડવા જતી જ હતી; તેવામાં ચંદ્રનું અજવાળું પડતાં તેને તેને ચહેરો ઓળખાશે. એ તો તેને બાપુ હતા! જીન વાલજીને તે રાત તેમજ પછીની બે રાતે બગીચામાં જ ગાળી. કૉસેટ દરેક રાતે બારીની ડોકા-પટ્ટી ઉઘાડીને તે વાતની ખાતરી કરી લેતી. ત્રીજી રાતે ચંદ્ર નાનો અને મોડો ઊગ્યો હતો. એક વાગ્યાને શુમાર હશે. એટલામાં તેણે ખડખડાટ હાસ્યનો અવાજ સાંભળ્યો અને તરત નીચેથી તેના બાપુએ તેને નામ દઈને બોલાવી, “ કૉસેટ !” તે તરત પથારીમાંથી બહાર નીકળી અને શાલ વીંટીને બારી ઉઘાડી બહાર જોવા લાગી. તેના બાપુ પેલા ઘાસવાળી જમીનના ટુકડા આગળ ઊભા હતા. “મેં તને ગોળ ટોપ પહેરેલો પેલો પડછાયો બતાવવા ઉઠાડી.” અને તેણે જમીન ઉપર એક પડછાયા તરફ આંગળી કરીને બતાવી. પાસેના ઘરના માડિયાની નળીને પડછા ત્યાં પડેલો હતો. એ નળીને મથાળે જાળીદાર છાપરું હતું તે બરાબર ગોળ ટેપી પહેરેલા માથા જેવું દેખાતું હતું. કૉસેટ પણ હસી પડી. તેને બધો ડર ચાલ્યો ગયો. જન વાલજીન પણ હવે તદ્દન શાંત અને સ્વસ્થ થયો. કોસેટે જોકે ધુમાડિયાની નળીને આ પડછાયો પોતે જોયેલા ટપાવાળા પડછાયાની દિશામાં જ હતો, કે રાંદ્ર પણ આકાશના તે જ ભાગમાં હતો, કે ધુમાડિયાની નળીને પડછાયો પાછા ફરીને જોઈએ તેટલામાં શી રીતે ફરીથી દેખાતે બંધ થઈ જાય, વગેરે પ્રશ્નો કર્યા જ નહિ. તેને ખાતરી જ થઈ ગઈ કે, ખરેખર તેણે ધુમાડિયાને જ પડછાયો જોયો હતે. પરંતુ થોડા દિવસ બાદ એક બીજો પ્રસંગ બન્યો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ લે મિરાલ્ડ બગીચામાં સળિયાવાળા દરવાજાના રસ્તામાં એક પથ્થરની બેઠક હતી. તેની પાછળ વાડ જેવું કરેલું હતું જેથી તે બેઠક ઉપર બેઠેલા ઉપર શેરીમાંથી જનાર આવનારની નજર ન પહોંચે. જોકે કોશિશ કરે તો તેને હાથ ત્યાં પહોંચે ખરો. એક સાંજે એ જ એપ્રિલ મહિનામાં જીન વાલજીન બહાર ફરવા ગયો હતો અને કસેટ સૂર્યાસ્ત પછી તે બેઠક ઉપર બેઠી હતી. અચાનક સંધ્યાના ઓળાની પેઠે કાંઈક માનસિક ખિન્નતાના ઓળા તેના મન ઉપર ઊતરી આવ્યા. વિચારમાં ને વિચારમાં તે ઊડી અને ઘાસ ઉપર આમતેમ ફરવા લાગી. ઘાસ ઝાકળથી ભીનું થયેલું હતું. તેને લાગ્યું કે, આવામાં જોડા પહેરીને જ ફરવું ઠીક કહેવાય, નહિ તો શરદી લાગી જાય. એટલે તે પાછી પેલી બેઠક તરફ આવી. જેવી તે બેસવા ગઈ, તેવો જ એ બેઠક ઉપર કંઈક મોટે એવો પથ્થરને ટુકડો પડેલે તેણે જોયો. જ્યારે તે ત્યાંથી ઊઠી હતી, ત્યારે તે ત્યાં ન હતે એની તેને ખાતરી હતી. કોસેટને વિચાર આવ્યો કે દરવાજાના સળિયામાંથી હાથ નાખીને કોઈએ પથ્થર ત્યાં મૂક્યો છે. તે તરત જ પાછી ઘરમાં નાઠી. પાછળ નજર કરવાની પણ તેની હિંમત ન રહી, ઘરમાં જઈ તેણે ટુ ડેસીને પૂછયું કે, બાપુ ઘેર પાછા આવ્યા છે કે નહિ એ ના પાડી. એટલે કૉસેટે ટુ ડોસીને કહ્યું કે, રાતે સૂતા પહેલાં બધાં બારીબારણ બરાબર બંધ થયાં છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ટુ ડેસી રૉજ બારીબારણાં બરાબર બંધ કરતી જ હતી. એટલે તેણે તે બારણાં બંધ ન થયાં હોય તો કંઈ રાતે અંદર ઘૂસે, એકલી સ્ત્રીઓને જોઈ તેમનું ગળું દાબી તેમને ચૂપ રહેવાનું કહી બધા પૈસા અને ચાવીઓ આપી દેવાનું કહે, અને આપણી પાસે ન હોય તે ઝટ ડોકું કાપી નાખે. ઇવ બિહામણાં ચિત્રો દોરવા માંડયાં. કૉલેટ એ વર્ણનથી એટલી બધી છળી ગઈ કે, તે એ અંધારામાં ટુ ડોસીને દરવાજા પાસેની બેઠક ઉપર પથ્થરને ટુકડો જોવા જવાનું કહી શકી જ નહિ. આખી રાત તેને એ પથ્થરનાં જ સ્વપ્ન આવ્યાં, એ પથ્થર સ્વપ્નમાં મોટો પહાડ જેવો બની રહ્યો, અને તેમાં બિહામણી ગુફાઓ હતી. બીજે દિવસે સવારમાં, સૂર્યોદય થતાં, રાતના બધા ઓળા દૂર થઈ ગયા અને તેમનાથી ડરવા બદલ હસવાની સ્થિતિ આવી, ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે, મને પેલા ગોળ ટપાવાળા માણસનો જેમ આભાસ થયો હતો, તેમજ પેલા Page #324 -------------------------------------------------------------------------- ________________ પથ્થર નીચેનુ હ્રદય ૨૯ પથ્થરના પણ આભાસ જ થયા હશે. કદાચ એ પથ્થર જોવાનું પણ સ્વપ્ન જ આવ્યું હશે ! પછી ધીમે ધીમે તે કપડાં પહેરી બગીચામાં ફરવા ગઈ અને સૌથી પહેલી બેઠક તરફ દાડી. તા પેલા પથ્થર ત્યાં હતા જ! પણ રાતે જે વસ્તુ ભય પ્રેરે, તે દિવસે ઇંતેજારી પ્રેરે. કૉસેટ તે પથ્થર પાસે ગઈ અને તેને હાથમાં લીધા. તરત જ તેની નીચે કાગળ જેવું કાંઈક દેખાયું. વસ્તુતાએ એ એક પરબીડિયું હતું. તેના ઉપર તેમજ તે બીડેલું પણ ન હતું. તેમાં કેટલાક હાથે લખેલા હતા. કૉસેટની ઈંતેજારી વધતી ગઈ. તેણે તે કાગળા કાઢીને જોયા ક્યાંય કોઈનું નામ ન હતું. કોઈની સહી ન હતી. કાગળાના એ એક થોકડો જ હતા. દરેક પાન ઉપર નંબર નાખેલા હતા. પણ આખા કાગળમાં કોઈમાં થેાડી તો કોઈમાં વધુ લીટીઓ કાવ્યની પેઠે લખેલી હતી. અક્ષરો અતિ સુંદર હતા. આ કાગળા કોના હશે ? કોને કાણે મેાકલ્યા હશે ? જરૂર એ કાગળો કોઈએ તેને જ મોકલ્યા છે. કારણ કે, એ તેની બેઠક ઉપર જ પથ્થરથી દબાવીને મૂકયા હતા. પેાતાને માટે કાગળો? તેને ધ્રુજારી આવી ગઈ. આનંદની ? ડરની ? કોણ જાણે. સરનામું ન હતું; કાગળા દેખાતા ૭૪ પથ્થર નીચેનું હૃદય કૉસેટે ચારે તરફ તથા ઉપર નીચે નજર કરી જોઈ અને પછી એ કાગળા વાંચવા માંડયા : આખા વિશ્વને સમેટીને એક માનવપ્રાણીમાં કેન્દ્રિત કરી દેવું, એક પ્રાણીને વિસ્તારીને અનંત પરમાત્મારૂપ બનાવી દેવું, એનું નામ પ્રેમ ! . પરંતુ વસ્તુ ઈશ્વરને ‘ઈશ્વર બધાં પ્રાણીઓની પાછળ રહેલા છે; સાંતાડી દે છે. વસ્તુ કાળી હોય છે અને પ્રાણીઓ અપારદર્શક છે. કોઈ પ્રાણીને ચાહવું એટલે તેને પારદર્શક બનાવી દેવું. ‘વિયાગી પ્રેમી કેવી કેવી વસ્તુને તથ્યતા અપે છે! તેઓને એકબીજાને જોતાં મળતાં અટકાવા : તે તરત પંખીઓના ગીતને, ફૂલાની " Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦. લે સિઝેરાલ સુગંધને, બાળકોના હાસ્યને, સૂર્યના પ્રકાશને, પવનના નિસાસાઓને, તારાઆનાં કિરાને, – આખા જગતને કામે લે છે. અને કેમ ન લે ? ઈશ્વરનું આખું જગત પ્રેમની તહેનાત ભરવા સરજાયેલું છે. પ્રેમ આખી કુદરતને પોતાના સંદેશા લઈ જનારી દૂતી બનાવી શકે તેવી તાકાત ધરાવે છે.’ * ‘હે વસંત ! તું મારો પુત્ર છે, જે હું તેને લખું છું, ‘પ્રેમ જ્યારે બે પ્રાણીને ઓગાળીને પવિત્ર અને દૈવી એકતામાં ઢાળી દે છે, ત્યારે જીવનનું રહસ્ય તેમને માટે ખુલ્લું થાય છે. ' • જે દિવસે સ્રી તમારી પાસેથી પસાર થતી વખતે તમારા ઉપર પ્રકાશ ફેંકી જાય, તે દિવસે તમારું આવી બન્યું જાણે! તમારે માટે પછી એક જ રસ્તા બાકી રહે છે: તેને એટલી બધી તીવ્રતાથી ચિંતા કે, તેને પણ તમારા વિચાર કરવા પડે!' ‘પ્રેમ જે આદરે છે, તેને ઈશ્વર જ પૂર્ણ કરી શકે. ‘સાચા પ્રેમ હાથનું એક મેજું ખાવાતાં હતાશ થઈ જાય અને એક રૂમાલ જડતાં આનંદવિભાર બની ઊઠે. તેની ભક્તિ અને તેની આશા માટે અનંતકાળ જોઈએ. પ્રેમ એકીસાથે અત્યંત મેાટી વસ્તુના અને અત્યંત નાની વસ્તુનો બનેલો છે, ’ ‘પ્રેમ કશાથી તૃપ્ત થતા નથી. આપણને સુખ મળ્યું, તે આપણને સ્વર્ગ જોઈએ; આપણને સ્વર્ગ મળ્યું, તે આપણને વૈકુંઠ જોઈએ.’ * હજી તે લક્ષમબર્ગમાં આવે છે? ‘હજુ તે આ દેવળમાં પ્રાર્થના માટે ‘હજુ તે આ ઘરમાં જ રહે છે? ગઈ છે. ના ભાઈ. આવે છે? - હવે નથી આવતી. – તે કયારનું ઘર બદલીને ચાલી • તે હવે કયાં રહેવા ગઈ છે? તે કહી ગઈ નથી. * કેવી નિરાશા ? પેાતાના આત્માનું સરનામું ન જાણવું !' Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ એ પછીની કોસેટ એક વિચિત્ર વસ્તુ બની છે. તું જાણે છે? હું અંધારામાં આવી પડ્યો છું. એક વ્યક્તિ એવી છે જે ચાલી ગઈ છે અને આકાશના પ્રકાશને પોતાની સાથે લેતી ગઈ છે.' અરે! એક જ કબરમાં પડખે સૂતાં હોઈએ, અને અંધારામાં એક જ આંગળી અવારનવાર સ્પર્શવાની મળે, એટલુંય મારી અમરતા માટે બસ છે.' પ્રેમના પીડિત, હજુ વધુ પ્રેમ કરો! પ્રેમ કરતાં કરતાં મરી મટવું, એ જ સાચું જીવન છે.' “મને એક જુવાનિયો શેરીમાં મળ્યો; તે પ્રેમમાં પડેલો હતો. તેને ટોપે જ થઈ ગયો હતો. તેને કોટ ચીંથરેહાલ હતો. કોણી આગળ ભગદાળાં જ હતાં. તેના જોડામાં થઈને પાણી પેસતું અને તેના આત્મામાં થઈને તારાઓ! - “આપણે કોઈના પ્રેમપાત્ર બનીએ એ કેવી ભવ્ય વસ્તુ છે? પણ કોઈને આપણે પ્રેમ કરે, એ તેના કરતાં પણ વધુ ભવ્ય વસ્તુ છે. પ્રેમને સ્પર્શ થતાં હૃદય મહાન બની જાય છે. પછી નાની તુચ્છ વસ્તુઓમાં તે રાચતું નથી.' ' કોઈ પ્રેમ કરનાર ન હોત, તે સૂર્ય બુઝાઈ ગયો હતો. ૭૫ એ પછીની કૉસેટ કોસેટને આ કાગળના અક્ષર પ્રકાશનાં કિરણ થઈને વીંધી ગયા. તેના અંતરના પ્રેમને જાણે એ કાગળ વાચા આપતું હતું. જે બધું તેના હૃદયમાં ગૂઢ અનુભવ – ગૂઢ વેદના–રૂપે હતું, તે હવે શબ્દ રૂપે પ્રગટ થયું. અહા, શબ્દ એ હૃદયના બધા ભાવોને કે મૂર્તિરૂપ છે! શબ્દ રૂપી એ મૂર્તિ બધા ભાવોને કેવા જીવંત બનાવી મૂકે છે! શબ્દ અને ભાવ! ભાવ અને શબ્દ! Page #327 -------------------------------------------------------------------------- ________________ ३०२ લે મિરાન્ડ કસેટ એ શબ્દોના દર્શન પછી, પહેલાંની કૉસેટ ન રહી. તે જલ્દી જ બની ગઈ. નામઠામ વિનાના એ પત્રો હોવા છતાં, તે એ પત્રો લખનારને – તેના હાથને – અરે તેના અંતરને પ્રત્યક્ષ જોઈ શકવા લાગી. એ કાગળો કબરમાં પગ મૂકીને અને સ્વર્ગમાં આંગળી રાખીને લખાયેલા હતા. કાગળ ઉપર શબ્દો પડ્યા ન હતા, એ તો કોઈને અંતરાત્મા જ ટીપાં રૂપે ટપકી પડ્યો હતો. એ કાગળો લખનાર ઇ જ હતો! એણે તેને શોધી કાઢી હતી. તે પિતે શું એને ભૂલી ગઈ હતી? ના કદી નહિ! તે હંમેશ એને જ ચાહતી આવી છે. અંગારા ઉપર માત્ર થોડો વખત રાખ છવાઈ ગઈ હતી; પણ એની યાદ અંતરમાં વધુ ઊંડી ઊતરી હતી. પણ એ અંગારો હવે આગ બનીને તેના આખા વ્યક્તિત્વમાં ભભૂકી ઊઠયો. એ પત્રો તેના અંતરને પ્રજવલિત કરનાર ચિનગારી રૂપ બન્યા. જો તેના અંતરની આગ ઠરી જ ગઈ હોત, તે આટલી ચિનગારીથી તે પ્રગટી ન ઊઠત. માનવ અંતરનાં બધાં પડ ચેતન છે, જેટલું ઉપરનું તેટલું જ ઊંડામાં ઊંડું પણ. હા, હા, આ તેના જ પત્રો હતા. મેં તેની આંખમાં આ બધું ક્યારનું વાંચ્યું હતું,” કોસેટ વારંવાર રટવા લાગી. ત્યાં ઊભા રહીને ત્રણ વખત બધા પત્રો વાંચ્યા પછી, શેરીના વટેમાર્ગુઓની નજરોથી બચવા તે ઘર તરફ પાછી વળી. હવે બીજા કોઈની આંખે પોતાની ઉપર પડે છે તેનાથી સહન થાય તેમ રહ્યું નહિ. વારંવાર વાંચી વાંચી બધાં વાક્યા તેને લગભગ મોઢે થઈ ગયાં. જ્યારે સાંજ પડી, ત્યારે જીન વાલજીન બહાર ફરવા ચાલ્યો ગયો. કૉસેટે હવે પોશાક બદલવા માંડયો. માથાના વાળ તેના ચહેરાને વધુમાં વધુ શોભે એ રીતે તેણે એળ્યા. તે શું બહાર જવાની હતી? હરગિજ નહિ. કોઈ તેની મુલાકાતે આવવાનું હતું? હરગિજ નહિ. અંધારું થવા લાગ્યું એટલે તે બગીચામાં ગઈ. ટુ ડોસી રસોડામાં કામે વળગેલી હતી. કૉસેટ બગીચામાં આમ તેમ ટહેલવા લાગી. જે ડાળીઓ બહુ નમી ગયેલી હતી, તે બધીને તેણે હાથ વડે આમ તેમ ખસેડી નાખી. આમ કરતાં કરતાં તે પેલી બેઠકે પહોંચી. પેલો પથ્થર હજુ ત્યાં પડેલો હતે. બેઠક ઉપર બેસીને તેણે પોતાનો હાથ પેલા પથ્થર ઉપર ફેરવવા માંડ્યો. જાણે તે એનો આભાર માનતી હોય! Page #328 -------------------------------------------------------------------------- ________________ એ પછીની કેસેટ અચાનક તેને લાગ્યું કે, તેની પાછળ કોઈ ઊભું છે. તેણે ડોક ફેરવીને જોયું અને પછી તે એકદમ ઊભી થઈ ગઈ. તે ત્યાં ઊભો હતો. તેનું માથું ખુલ્યું હતું તે ફી અને દૂબળ દેખાતે હતો. તેના ચહેરાની અનુપમ મધુરતાની પાછળ મૃત્યુ અને અંધકારની આભા દેખા દેતી હતી. તેના ચહેરા ઉપર વિદાય થતા દિવસને અને વિદાય થતા આત્માને ઝાંખા પ્રકાશ હ. તે હજુ છેક ઓળારૂપ બની ગયેલે નહતા લાગતે, તેમ જ જીવતા માણસરૂપ પણ નહોતું લાગતું. તેને ટોપે થોડે દૂર એક ઝુંડ આગળ પડ્યો હતો. ' કૉસેટ બેભાન થઈ જવાની અણી ઉપર આવી ગઈ; પણ તેણે ચીસ ન પાડી. તે ધીમે ધીમે પાછી ખસવા લાગી, કારણ કે તે આગળ ખેંચાતી જતી હતી. પેલો સ્થિર જ ઊભો રહ્યો. કૉસેટ પાછળ ખસતી ખસતી એક ઝાડ સાથે અથડાઈ. તરત તે તેને અઠીંગીને ઊભી રહી. એ ઝાડ જો ન હોત, તે તે ક્યારની ગબડી પડી હોત. એવી અર્ધ બેભાન અવસ્થામાં તેણે એક ધીમે મંદ અવાજ સાંભળ્યો : “હું અહીં આવ્યો છું તે બદલ માફ કરજો. મારું હૃદય ફાટી પડે છે. હું જે રિથતિમાં છું તે સ્થિતિમાં લાંબું જીવી શકું તેમ રહ્યું નથી, એટલે હું આવ્યો છું. મેં આ બેઠક ઉપર મૂકેલા કાગળ તમે વાંચ્યા? મારાથી બી જશે નહિ, લક્ષમબર્ગમાં એક વખત તમે મારી તરફ નજર નાખી હતી, એ તમને યાદ છે? એક વરસ થશે. ઘણા વખતથી હું તમને નજરે જોઈ શકયો નહોતો. મને તમારા ઠેકાણાની જ ખબર ન હતી: તમે ઘર બદલીને ચાલી ગયાં હતાં. હું રાતે અહીં આવું છું. બીશ નહિ. મને કોઈ જોતું નથી. હું બારીમાંથી નજીક રહીને તમને જોવા માટે આવું છું; તમારે કાને ન પડે તે રીતે ધીમે પગલે ચાલું છું. કદાચ તમે બી જાઓ, એટલે. પેલી સાંજે હું તમારી પાછળ આવીને ઊભો રહ્યો હતો. તમે પાછું વળીને જોયું કે તરત હું ભાગ્યો. એક વખત તમને ગાતાં મેં સાંભળ્યાં. મને કેટલો બધો આનંદ થયો! હું બહાર રહીને સાંભળું તેથી તમને દખલ થાય છે? તમને તેનાથી કશું નુકસાન થવાનું નથી. હું તમને મારાં દેવદૂત માનું છું; મને કોઈ કોઈ વાર અહીં આસપાસ આવવા દેજો. મને લાગે છે કે હું બહુ જીવવાનું નથી. તમને ખબર નથી પણ હું તમને પૂછું છું. મને માફ કરો; Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ લે મિઝરાહુ હું તમારી સાથે સીધી વાત કરું છું એ તમને નહિ ગમે. તમે ચિડાશો. તમારી નજીક આમ આવીને ઊભા રહેવું અને આમ સંબોધન કરવું એવી તમે ચિડાએ જ; તમે ચિડાયાં છોને?” એ મા રે!” કૉલેટ એટલું જ બોલી અને ઢગલો થઈને જમીન ઉપર તૂટી પડી. તેણે તેને પકડી લીધી. તેણે તેને પોતાના બાહુમાં સમેટી લીધી. પોતે શું કરતો હતો તેનું તેને ભાન ન હતું. તે પોતે જ થરથર ધ્રૂજી રહ્યો હવે, છતાં તે તેને ટેકો આપી રહ્યો. તેને લાગ્યું કે તેના માથામાં નર્યો ધુમાડો ભરાઈ ગયો છે. તેનાં આંખનાં પોપચાંની નીચેથી પ્રકાશના લિસોટા ઊડવા લાગ્યા. તેના વિચારો લુપ્ત થઈ ગયા. તેના હૃદયને અઢેલીને જ અનુપમ સુંદરી ઊભેલી હતી. પણ તેના અંતરમાં જરા પણ ભાવ ઊઠ્યો નહિ. તે તે પિતાના ઈષ્ટદેવના સાનિધ્યમાં સાક્ષાત્કારમાં – આંતર-બાહ્ય સર્વ ભાવ ખોઈ બેઠો હતો. કૉસેટે તેને હાથ પકડી પોતાના હૃદય ઉપર મૂક્યો અને ત્યાં રાખેલા પિલા પરબીડિયાને તેને સ્પર્શ કરાવ્યો. તે તમે મારા પ્રેમને સ્વીકાર કરે છે? કૉસેટે ધીમા અવાજે જવાબ આપ્યો : “તમે જાણો છો જ વળી!” અને તેણે પિતાનું શરમથી લાલ બની ગયેલું મોં પેલા ગર્વિષ્ઠ અને ઉન્મત્ત બનેલા જુવાનની છાતીમાં છુપાવી દીધું. તે તરત તેની સાથે પેલી બેઠક ઉપર બેસી પડ્યો. હવે શબ્દોનું કામ નહોતું. અંધારામાં ચમકતી આંખોએ તે બંને એકબીજા તરફ જોઈ રહ્યાં. રાત આસપાસ જામવા લાગી. પથ્થરની બેઠક વધુ ઠંડી થવા લાગી. ઘાસ અને જમીન ભીનાં થઈ ગયાં. તેઓ એકબીજાની સામે જ નીરખી રહ્યાં. તેમના હાથ ક્યારે ભિડાઈ ગયા હતા તેની તેમને ખબર ન હતી. તે બગીચામાં શી રીતે આવ્યો હતો તેને કૉસેટને વિચાર પણ ન આવ્યો. તેણે તે અંગે કશી પૂછપરછ પણ ન કરી. પોતે જયાં હોય, ત્યાં તે હોય એ જ સ્વાભાવિક હતું! ધીમે ધીમે બંનેનાં હદય શબ્દરૂપે વહેવા લાગ્યાં. શબ્દ બંનેનાં હૃદયનું અમી એકબીજામાં રેડવા લાગ્યા. બંનેના હૃદયના અનંત ભાવોને અરસપરસ સ્થળપલટો કરવા માટે શબ્દ સિવાય બીજું કયું સબળ વાહન મળે? એ શબ્દો કાંઈ વર્ણમાળાના શબ્દો નથી હોતા; તે તે હોય છે અનંત શક્તિની મૂર્તિરૂપ બીજ-વણે ! Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ એળા ઘેરાય છે જ્યારે તેઓની વાતે પૂરી થઈ, ત્યારે તેને લાગ્યું કે, હવે પોતાના અંતરનું કશું પોતાની પાસે બાકી રહ્યું નથી. પછી નિરાંતે તેના ખભા ઉપર માથું મૂકી કૉસેટે પહેલી વાર પૂછ્યું, “અને તમારું નામ શું ભલા?” “મારું નામ મેરિયસ; અને તમારું?” “મારું નામ કૉસેટ.” ઓળા ઘેરાય છે જન વાલજીનને કશો વહેમ નહોતે ગયો. કોસેટ ખૂબ ખુશી-આનંદમાં રહેતી હતી, અને જન વાલજીનને એટલું જ બસ હતું. કૉસેટનું અંતર એટલું નિર્મળ હતું કે મેરિયસ ઉપરના તેના હૃદયમાં ઊભરાતા પ્રેમને કારણે તેના નિર્દોષ, કુંવારા ચહેરાની પવિત્રતા ઉપર કશો ડાઘ લાગ્યો ન હતો. તે એ ઉમરે અને એ અવસ્થાએ હતી કે, ફિરસ્તે હાથમાં કમળ ધારણ કરે તેટલી સ્વાભાવિકતાથી કુંવારિકા પોતાના પ્રેમને ધારણ કરી શકે છે. તેમાં વળી જ્યારે બંને પ્રેમી પુરેપુરી સમજદારીથી કામ લે, ત્યારે તે બધું બરાબર જાળવી શકે છે. પરિણામે કૉસેટ તરફથી જીન વાલજીનને કશું ક્ષુબ્ધ થવાનું કારણ જ મળતું નહોતું. જીન વાલજીન ફરવા જવાનું કહે, તો જવાબ મળે, “હા બાપુજી, ચાલોને! બહાર કેવી મજા છે!” તે જો ઘેર રહેવા માગે છે, “હા બાપુજી, ચાલો હું તમને તમારું ગમતું ગીત સંભળાવું! તમે સાંભળો ત્યારે મને ગાવાનું કેટલું બધું ગમે છે!” જીન વાલજન દરરોજ દસ વાગ્યે સૂઈ જ, અને મેરિયસ તે સમય જાળવીને જ બગીચામાં આવતો. તે બહાર શેરીમાં જ ઊભે રહેતે : જ્યારે કૉસેટ બારણું ઉઘાડે તેને અવાજ સંભળાય, ત્યારે જ તે અંદર આવતે દિવસે તે તે એ બાજુ ફરક જ નહિ. જીન વાલજીનને ખબર પણ ન હતી કે મેરિયસ હજુ જીવે છે! બુઠ્ઠી ડોસીને તે ઘરનું કામકાજ અને આ બે જણનું ખાવાપીવાનું સંભાળવા સિવાય બીજું કાંઈ લક્ષ્મ જ નહોતું, એટલે તે તે થાકીને રાતે ઘસઘસાટ ઊંઘી જ જતી. ૯૦ – ૨૦. Page #331 -------------------------------------------------------------------------- ________________ 'લે મિઝરાયલ કૉસેટ અને મેરિયસ રાતે મળતાં ત્યારે પણ એવી જગાએ બેસતાં, જેથી શેરીમાંથી કે ઘરમાંથી કોઈને કશું દેખાય નહિ. ઉપરાંત, તેમની વાતચીત પણ, મુખ્યત્વે, એકબીજાના હાથ મિનિટે વીસ વાર દબાવીને ડાળીઓ સામે ઊંચું જોઈ રહેવામાં જ ચાલતી! અને છતાં તેમની એકબીજામાં લવલીનતા એટલી બધી ગાઢ હોતી કે, તેમનાથી ત્રીસ ડગલાં દૂર વીજળી પડે, તાપણ તેમને ખબર ન પડે. મેરિયસ જ્યારે આવતા ત્યારે દરવાજાના એક ઢીલા પડેલા સિળયા ખસેડીને જરા ભચડાઈને આવતા; અને જ્યારે પાછા જતા ત્યારે તે સિળયા તેની જગાએ બરાબર એવા ગાઠવી દેતા કે જેથી કોઈને કશું આઘુંપાછું થયેલું લાગે જ નહિ. મેરિયસ ઘણુંખરું મધરાત થાય ત્યાર પછી જ ઘેર પાછા ફરતા. ૩૦૧ પરંતુ દરમ્યાન ઘણી ગૂંચવણા ઊભી થતી જતી હતી. એક રાતે મેરિયસ કૉસેટના ઘર તરફ જવા નીકળ્યા નીચું ઘાલીને ચાલતા હતા. તે રૂ બ્લુમેટના ખૂણા આગળ અચાનક તેણે એક અવાજ સાંભળ્યા : 66 કેમ છે, મેરિયસ મહાશય ?” મેરિયસે મોં ઊંચું કરીને જોયું, તા એાનીન. એપેાનીન મેરિયસને રૂ બ્લુમેટ આગળ લઈ આવી હતી, ત્યાર પછી મેરિયસે કદી તેના વિચાર જ કર્યો નહોતા. તેના મનમાંથી તે છેક ૭૪ લુપ્ત થઈ ગઈ હતી. તેના તરફ તેને કૃતજ્ઞતાના જ ભાવ હતા; તેનું અત્યારનું સુખ એને આભારી હતું. છતાં અત્યારે જ્યારે તે કૉંસેટને મળવા જ જતા હતા, ત્યારે તે સામે મળી તેથી તે જરા અકળાયે. હતા, ને માથું આવ્યો, ત્યારે પ્રેમ વગેરે વૃત્તિ જ્યારે પવિત્ર હોય છે અને નસીબદાર નીવડી હાય છે, ત્યારે પણ, તે મણસને પરિપૂર્ણ બનાવી મૂકે છે એમ માનવું, એ ભૂલ છે તે તેને માત્ર ભુલકણા બનાવી મૂકે છે. એ સ્થિતિમાં તે દુષ્ટ બનવાનું જેમ ભૂલી જાય છે, તેમ ભલા થવાનું પણ ભૂલી જાય છે. ફરજ, કૃતજ્ઞતા, જવાબદારી વગેરે અગત્યની બાબતોનો ખ્યાલ પણ લુપ્ત થઈ જાય છે. બીજે કોઈ વખતે મેરિયસ એપેાનીન તરફ કંઈક બીજી રીતે વર્તો હાત; પરંતુ અત્યારે કૉસેટને મળવાના ઉમળકાથી ભાનભૂલા થઈને તે ધસમસાટ જતે હતા, એટલે તે જરા ગુસ્સામાં બાલી ઊઠયો : “હું, કોણ ? એપેનીન ?” તમે આમ કઠોર થઈને કેમ બાલા છે, મેરિયસ મહાશય ? મેં 66 તમારું શું બગાડયું છે? ” Page #332 -------------------------------------------------------------------------- ________________ ઓળો ઘેરાય છે " ના; કંઈ જ નહિ વળી.” વાત તો ખરી હતી! તેણે તેનું કશું બગાડયું ન હતું, ઊલટું સુધાર્યું હતું. પરંતુ માત્ર કશું બગાડ્યું નથી એટલું કહીને ચૂપ ઊભા રહેવું એ કંઈ પૂરતું નથી. પરંતુ મેરિયસ ચૂપ જ ઊભો રહ્યો. એપનીન કંઈક બોલવા ગઈ, “મને હવે કહો...” પણ પછી જાણે તેના મોંમાંથી શબ્દ નીકળ્યા જ નહિ. થોડી વાર ચૂપ રહી, હસીને પાછી બોલી, “ીક, પણ,-” ફરી પાછી તે ચૂપ થઈ ગઈ. તેણે આંખે ઢાળી દીધી. મેરિયસ જવાની ઉતાવળમાં હેય તેમ અધીરો થઈને ઊભો હતે. છેવટે અચાનક એપનીન બોલી ઊઠ, “વરુ; આવજે, મેરિયસ મહાશય.” અને આટલું બોલી તે ચાલતી થઈ. બીજે દિવસે એટલે કે ૧૮૩૨ની ત્રીજી જૂનને દિવસે – એ દિવસ પેરિસ ઉપર ઝઝુમી રહેલા કારમાં બનાવોનાં વાદળોને કારણે નોંધપાત્ર છે – રાત પડતાં મેરિયસ આગલી સાંજની જેમ એ જ રસ્તે, એ જ પ્રમાણે, હૃદયમાં આનંદસમાધિના તરંગો ઝીલતે ઝીલતો જતો હતો. એટલામાં તેની નજર ઝાડના અંધારામાં સામેથી આવતી એપેનીન ઉપર પડી. એક પછી એક બે દિવસ લાગતાગટ! મેરિયસ છંછેડાઈ ગયો. તે બોલ્યાચાયા વિના જલદી રસ્તો બદલી બીજી શેરીમાં થઈને રૂ પ્લમેટ તરફ વળ્ય. એ કારણે જ એપનીન હવે તેની પાછળ પાછળ રૂ પ્લમેટ તરફ ગઈ. પહેલાં તેણે એમ કદી કર્યું ન હતું. અત્યાર સુધી તે એક બાજુ ઊભી રહીને, તેને મળવાનો પ્રયત્ન કર્યા વિના, તેને જોઈને જ સંતોષ માનતી. આગલી રાતે જ તેણે તેની સાથે બોલવા પ્રયત્ન કર્યો હતે. એપનીને મેરિયસને દરવાજને સળિયો ખસેડી અંદર જ જે. “ ઓહ!” તે ગણગણી, “એ તે ઘરમાં જ જય છેને!” તે પણ દરવાજાના સળિયા પાસે ગઈ અને એક પછી એક સળિયો હલાવી જોયો. મેરિયસે જે સળિયો ખસેડ્યો હતો તે તેના હાથમાં તરત આવી ગયો. તે એ સળિયા પાસે જ બેસી ગઈ. ત્યાં આગળ દરવાજાની ભીંતના થાંભલાનો ખૂણો પડતું હતું, એટલે તે પૂરેપૂરી ઢંકાઈ ગઈ હતી. ભાઈસાહેબ અહીં રોજ આવતા હોય એમ લાગે છે!” તે લેડી વાર પછી ગણગણી. ત્યાં થઈને પસાર થતા એક વટેમાર્ગ એ અવાજ સાંભળીને તથા કોઈને ત્યાં ન જોઈ બીનીને જરા ઝડપી પગલે આગળ ચાલી ગયો. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ લે મિરાયલ અને એ સારું થયું. કારણ કે નહિ તો થોડા વખત બાદ એકની પાછળ થોડે દૂર બીજો એમ છ જણા ભીંત સરસા ચાલતા ચાલતા એ દરવાજા તરફ જ આવી રહ્યા હતા. ત્યાં ભેગા થઈ અંધારામાં તેઓએ મસલત આરંભી દીધી. એક જણે ધીમે ધીમે સળિયા તપાસવા લાગ્યો. એપનીને થંડી વાર પહેલાં હલાવેલા સળિયા પાસે તેનો હાથ આવ્યો કે તરત ઝપ દઈને અંધારામાંથી એક બીજો હાથ તેના ઉપર પડ્યો. “અંદર કૂતરો ફરે છે.” એટલું બોલી એક છોકરી ઝટ તેની સામે આવીને ઊભી રહી. જંગલી પ્રાણીઓ જ્યારે અચાનક રોકે ત્યારે વધુ વિકરાળ બની જાય છે. પેલો પણ એક ડગલું પાછો પડીને બોલ્યો, “આ ડાકણ કોણ છે?” તમારી દીકરી.” એપનીને થેનારડિયરને જવાબ આપ્યો હતે. એપનીનને આગળ આવેલી જોઈ, બાકીના પાંચ, અર્થાત કૉકેસસ, ગૂલમેર, બૅબેટ, મોંટપાને અને ધ્રુજ કશ અવાજ કર્યા વિના તેની આસપાસ ટોળે વળ્યા. દરેક પાસે કંઈક ને કંઈક વિચિત્ર આકારનું ઓજાર હતું. . “હું અહીં કેમ ઊભી છે? અહીં શું કરે છે? ગાંડી થઈ છે કે શું? ચાલ, ખસ, વેગળી.” થનારડિયરે તડૂકીને પણ ધીમેથી કહ્યું. એપોનીન તેના ગળા ઉપર છલાંગ મારીને બોલી, “વાહ, હું અહીં છું કારણ કે હું અહીં છું. પયર ઉપર ન બેસવાનો પણ કંઈ કાયદો છે કે શું? ખરી વાત તે એ છે કે, તમે લોકોએ અહીં ન હોવું જોઈએ. તમે અહીં શા માટે આવ્યા છો? મેં મૅનોન મારફત કહેવરાવ્યું હતું કે, અહીં કાંઈ મળે તેમ નથી? પણ બાપુજી, તમે કયારે છુટયા? મને જરા ભેટો તો ખરા!” પણ થનારડિયર તે તેના હાથ આમળીને છૂટો થઈ ગયો અને બોલ્યો, “ઠીક ઠીક, હું છૂટયો છું, બસ? હવે તું અહીંથી ચાલતી થા, જોઉં.” “વાહ બાપુજી, તમેય ખરા છે! મારી માની ખબર તે કહો. ચાર મહિને તમે મળ્યા, અને તમે તે મને પૂરી ભેટવા પણ દેતા નથી.” અને તેણે બાપને ગળેથી પકડયો. હવે આ બધાં લાડ હમણાં રહેવા દે જોઉં !” બૅબેટ બોલ્યો. એપનીન હવે એ પાંચે તરફ વળી, અને દરેકને નામ દઈને બોલાવીને કહેવા લાગી, “તમે લોકો ખરા છો! જેલમાંથી સંદેશો મોકલ્યો એટલે Page #334 -------------------------------------------------------------------------- ________________ આળા ઘેરાય છે ૩૦૨ મૂકતા હો તેમ તૈયાર જોખમ ખેડવાનું શા મે' અર્પી કેટલું આથડીને બધી તપાસ કરી અને તમને ખબર મેાકલાવી; છતાં તમે લોકો તો મારી વાત ઉપર વિશ્વાસેય ન થઈને અહીં આવ્યા છે. તમારે લોકોએ આવું નકામું માટે હાય? હું સોગંદપૂર્વક કહું છું કે, આ ઘરમાં કાંઈ એકલી સ્ત્રી છે.” ડ્યૂલમેરે કહ્યું. ના; તેઓ પણ ચાલી ગઈ છે. ” " નથી. ” 66 66 66 પણ દીવા તે હજુ ચાલી નથી ગયા !” બૅબેટે તેનાં ભીનાં કપડાં સૂકવવા માળિયા ઉપર ગઈ હતી. નથી. 35 “પણ તે લોકો બહુ ગરીબ છે, અને તેમની પાસે મિલકતમાં કશું “ પણ હવે અમે આવ્યા જ છીએ એટલે ફેરા મારીને જ જવાના. મહીં કશું છે કે નહિ તેના તરત ફૈસલા આવી જશે. તું હવે અહીંથી ચાલવા માંડ, એટલે થયું. "" કહ્યું. ટુસાં ડોસી એપેાનીન હવે દરવાજાના સળિયા પાસે પીઠ ટેકવીને ઊભી રહી અને બાલી, “ એટલે તમે આ ઘરમાં જવાના જ એમ ? બસ, હું તમને નહિ જવા દઉં! '” પેલા નવાઈ પામી જોઈ રહ્યા. પેલી હવે આગળ બોલી, “ જુઓ, મને છંછેડવામાં માલ નથી. જો તમે લોકો આ દરવાજાને અડયા, કે આ બગીચામાં પેઠા, તે હું બૂમો પાડીને ગામ ભેગું કરીશ, અને તમને છયેને પકડાવી દઈશ. થૅનારડિયર તેના તરફ ધસ્યો. "" આટલેા બધા નજીક ન આવતા, ભલા માણસ ! "" 66 પેલા તરત પાછા ખસ્યા અને દાંત ચચાવીને બાલ્યું. “ આ રાંડને થયું છે શું?” એપેાનીન બોલી, “હું કંઈ કૂતરાની છેકરી નથી; હું વરુની દીકરી છું. તમે છ જણા છે, પણ મારું શું? તમે પુરુષો છે, હું સ્ત્રી છું. મને તમારી જરા પણ બીક લાગતી નથી. હું કહું છું કે, તમારે આ ઘરમાં જવાનું નથી; જો તમે પાસે આવ્યા તે હું કરડવા માંડીશ. તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ. તમારી પાસે છરી છે, તે મારી પાસે દાંત અને નહેાર બંને છે; પાસે આવા જોઉં ! ” " આટલું કહી તે તરત એક ડગલું એ ડાકુ સામે ધસી. તે ભયંકર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ લે મિરાન્ડ બની ગઈ હતી. હવે તે હસવા લાગી. “દૂત્તાઓ! તમારી પુરુષોની તે અક્કલ કયાં બળી ગઈ છે! આ ઉનાળે હું ભૂખી હોઈશ; આ શિયાળે હું ટાઢે મરીશ; મને તમારી શી બીક છે? તમે મને શી રીતે ડરાવી શકવાના હના? તમારી ઘરવાળીઓ તમારાથી ડરીને ગોદડીમાં મોં ઢાંકી દે; મને તમારો શે ડર છે? કાલે સવારે મારું મડદું રસ્તામાં રવડતું હશે, અને મારા બાપે મારું માથું ધોકા વડે છુંદી નાખ્યું હશે, તેની મને શી પરવા છે? મારું મોત તમારા હાથમાં હશે, પણ તમારું તો જીવન મારા હાથમાં છે, સમજ્યા?” થેનારડિયર ફી પાછો ગુપચુપ તેની તરફ ખસવા લાગ્યો. એપનીન હવે ઘૂરકી, “આઘા રહેજો, બાપુ, નહિ તો તમારી તે આજે ખેર નથી!” થેનારડિયર પાછો પડ્યો. ડાકુએ થોડે દૂર ખસી વિચાર કરવા લાગ્યા. ઘરમાં કંઈક મત મળે તેવું તે છે જ, છતાં એપોનીન શાથી એમને રોકતી હતી એ તેઓ કલ્પી શક્યા નહિ. મેટપાર્નેએ હવે કહ્યું, “તમે જરા અહીં ભે, હું તેને પહેલાં પતવી આવું.” એમ કહી તેણે કોટમાંથી છરો બહાર કાઢયો. થેનારડિયરે એ વાત તરત મંજૂર રાખી. પણ જોં જરા જોશી જે હતે. તેણે કહ્યું, “આજ સવારે મને બે ચકલીઓ લડતી સામી મળી હતી; અત્યારે આ કૂતરી સામી મળી. આવા બધા શુકન સારા નથી. આપણે આ ઘરમાં નથી જવું!” બધા તરત ચાલતા થયા. એપોનીન ધીમે ધીમે તેમની પાછળ પાછળ ચાલવા લાગી. દૂર જ્યાં દરેકના રસ્તા ફંટાયા અને તેઓ છૂટા પડ્યા, ત્યાં સુધી એ તેમની પાછળ પાછળ ગઈ. ७७ પરમ દિવસે નવને ટકોરે... જયારે બહારની બાજુ છ ડાકુઓ અને એક એપનીન વચ્ચે આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે અંદર પણ કંઈક અવનવું જ બન્યું હતું. કૉસેટ આજે કંઈક ખિન્ન હતી. તે રડતી હતી અને તેની આંખ લાલ લાલ હતી. અદ્ભુત સ્વપ્નમાં આ પહેલું વાદળ ઘેરાયું હતું. પણ વાત શી છે?” મેરિયસે પૂછયું. Page #336 -------------------------------------------------------------------------- ________________ પરમ દિવસે નવને ટકે રે ૩૧૧ “મારા બાપુએ મને આજે તૈયાર થવાનું જણાવ્યું છે. તેમને કંઈક કામ આવી પડયું છે અને કદાચ અમે ચાલ્યાં જવાનાં છીએ.” મેરિયસ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો. જ્યારે આપણે જિંદગીને છેડે આવ્યા હોઈએ, ત્યારે મરી જવું એટલે ચાલ્યા જવું એવો અર્થ થાય; પરંતુ જ્યારે આપણે જીવનને પ્રારંભે હોઈએ, ત્યારે ચાલ્યા જવું એને અર્થ મરી જવું થાય! છ અઠવાડિયાંથી મેરિયસ ધીમે ધીમે – કમે ામે દરરોજ કોસેટને કબજો જમાવતે જાતે હતે. પ્રેમમાં પ્રથમ શરીર કરતાં કેટલોય પહેલો આત્મા ગ્રહણ કરાય છે; પણ પછીથી આત્મા કરતાં પહેલું શરીર ગ્રહણ કરાય છે અને કેટલીક વાર આત્મા ગ્રહણ કરાતે જ નથી. તેઓએ કરાર કર્યો હતો કે, દરેક જણે એકબીજાને સ્વપ્નમાં લાવ્યા વિના ઊંઘવું નહિ. અને બંનેએ પિતાનું વચન પાળ્યું હતું. કોસેટ પિતાને પડખે હોય ત્યારે મેરિયસ જાણે પિતાની તમામ મિલકતને પડખે હોય એમ તેને લાગતું. મેરિયસ જાણે કૉસેટના અંશરૂપ બની ગયો હતો. એમ લાગતું હતું કે, તે બંનેએ એકબીજાના આત્માને ભેળવી દઈને એવો એકરૂપ કરી દીધો હતો કે, જો તેમને પોતપિતાને આત્મા પાછો કાઢી લેવો હોય, તે આ કોણ છે અને આ કોણ છે એ નક્કી કરવું જ મુશ્કેલ બને અને એ સ્થિતિમાં આ શબ્દો: “અમે ચાલ્યાં જવાનાં છીએ.” અર્થાત્ પિોતે માનતે હતે પણ કૉસેટ તેની માલિકીની ચીજ નહોતી! મેરિયસ જાગી ઊઠયો. આ છ અઠવાડિયાં તે જાણે જીવનની બહાર જીવી રહ્યો હત; આ “ચાલ્યા જવાનાં” શબ્દ તેને જણે ઢંઢોળીને જીવનમાં પાછો આ. તેને બોલવા માટે શબ્દ જ ન જડયો. પણ વાત શી છે?” કૉસેટે તેને પૂછયું. કૉસેટ સાંભળી પણ ન શકે તેવા ધીમા અવાજે તેણે કહ્યું, “તમે શું કહ્યું તે હું સમજ્યો નથી.” કોસેટે કહ્યું, “આજે સવારે મારા બાપુએ મને કહ્યું કે, મારે મારી બધી વસ્તુઓ સંભાળીને ગોઠવી લેવી તથા તૈયાર થઈ જવું. તે તેમનાં કપડાં મને આપે તે પણ મારે બાંધી લેવાં; કારણ કે તેમને બહાર મુસાફરીએ જવું પડે તેમ છે અને તેથી અમે સૌ પણ જવાનાં. મારે માટે એક મોટી ટૂંક તૈયાર કરવાની અને તેમને માટે નાની ટૂંક. અમારે એક અઠવાડિયામાં Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ લે સિઝેરાલ . પણ એ તે બહુ બધી તૈયારી કરી લેવાની. અમે કદાચ ઇંગ્લૅન્ડ જઈશું.” ભારે વાત કરી કહેવાય. મેરિયસ બાલી ઊઠયો. ખરે જ, મેરિયસના માનવા પ્રમાણે તે માં. ફોશલવે પેાતાને કાંઈ કામ હાવાથી તેમની દીકરીને લઈને ઇંગ્લૅન્ડ જાય એના જેવા અત્યાચાર, જુલમ કે સત્તાના દુરુપયોગ ટિબરિયસ કે હેનરી આઠમાએ પણ નહિ કર્યો હાય ! 66 બાલી. પછી તેણે ધીમે અવાજે પૂછ્યું - “ તમે લોકો કયારે ઊપડશે। ? ” " "" એ તેમણે કહ્યું નથી.’ “અને તમે લોકો પાછાં કયારે ફરશેા?" "" 66 66 એ પણ તેમણે કહ્યું નથી. મેરિયસ એકદમ ઊઠ્યો અને ઠંડાશથી બાલ્યા, “અને તમે પણ જશેા, કેમ ?” કાં?” ઈંગ્લૅન્ડ; તમે જશે ખરાં ?' 66 તમે મારી સાથે આમ કેમ બાલેા છે ? ” “હું પૂછું છું કે તમે જશે ?” “તે। શું કરું તે તમે જ કહોને?” તે પેાતાના બંને પંજા આમળતી 66 “ એટલે તમે જવાનાંને ? ” “જો મારા બાપુ જાય તે. ” “ તે! તમે પણ જવાનાં ખરાંને ?” કૉસેટે બાલ્યા વિના મેરિયસના હાથ પેાતાના હાથમાં લઈને દબાવ્યા. “ ઠીક ત્યારે, ” મેરિયસ બાલ્યા, ‘તેા પછી હું પણ કયાંક ચાલ્યા $6 જઈશ.” કૉસેટ તે શબ્દોનું રહસ્ય અંતરથી પામી જઈને એકદમ ફીકી પડી ગઈ અને થેાથવાતી જીભે બાલી - . ‘તમે શું કહે છે ?” મેરિયસ તેના તરફ જોઈને, પછી આકાશ તરફ આંખો ઊંચી કરીને બાલ્યા, “ કઈ નહિ, ’ પણ પછી જ્યારે તેણે આંખો નીચી કરી, ત્યારે તેણે જોયું કે કૉંસેટ હસતી હતી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ પરમ દિવસે નવને ટકેરે .. “આપણે બંને કેવાં મૂરખાં છીએ? મેરિયસ, મને એક વિચાર સૂઝયો છે.” “શે?” “ જવું પડે તે જવાનું વળી! પણ અમે કયાં જઈએ છીએ તે હું તમને કહેતી જઈશ! એટલે તમે હું જ્યાં જાઉં ત્યાં આવી પહોંચજો !” તમારી સાથે આવું? કૉસેટ તમે તે ગાંડાં છે, ગાડાં. એ માટે તે નાણાં જોઈએ. પણ મારી પાસે તે કશું જ નથી. ઇંગ્લેન્ડ જવું? મારી પાસે નાણાં તો નથી, પણ ઉપરથી મારા મિત્ર કોર્ફોરાકનું દેવું છે! મારાં કપડાંના બે ફાંક પણ ન ઉપજે, મેં તમને બધી વાત કરી નથી, પણ હું કંગાળ મુફલિસ છું. તમે મને તે જ જુઓ છો એટલે તમારો પ્રેમ મને આપો છો; પણ જો તમે મને દિવસે જુઓ, તો મને એકાદ સૂ જ આપી બેસો. ઇંગ્લેન્ડ આવું? મારી પાસે પાસપોર્ટ કઢાવવાનાં પણ દોઢિયાં નથી!” તે હવે પાસેના એક ઝાડ ઉપર કપાળ અને માથું નાખી તથા હાથ માથા તરફ ઊંચા રાખીને ઊભો રહ્યો. ઝાડની બરછટ છાલ તેની ચામડીમાં કાપા પાડતી હતી અને તાવ તેનાં લમણાં ફોડી નાખતો હતો. તેને કશી ખબર ન રહી. હમણાં ગબડી પડે તેવી સ્થિતિમાં ઊભેલું જાણે નિરાશાનું બાવ! આમ ને આમ ઘણો લાંબો સમય વહી ગયો. આવી અંધારી ખીણ સામે આવીને ઊભી રહે, ત્યારે માણસ અનંતકાળ સુધી એમ ને એમ સડક થઈને ઊભો રહે! છેવટે તેણે મેટું ફેરવ્યું કૉસેટ બે કલાકથી ડૂસકાં ભરતી રહ્યા કરતી હતી. તે તેની નજીક આવ્યો અને ઘૂંટણિયે પડી, જમીન સરસો નમો. પછી તેણે તેના પગ ટચ તેનાં કપડાંમાંથી બહાર દેખાતું હતું, તેને ચુંબન કર્યું. કૉસેટે ગુપચુપ તેને તેમ કરવા દીધું. કેટલીક ક્ષણો એવી આવે છે, જ્યારે સ્ત્રી એક દેવીની પેઠે ગંભીરતાથી અને આનાકાની કર્યા વિના પ્રેમીની ભક્તિ સ્વીકારી લે છે. “ન રડશો.” મેરિયસે કહ્યું. પણ મારે ચાલ્યા જવું પડશે, અને તમે ત્યાં આવી શકવાના નહિ!” તમે મને ચાહો છો?” હું તમારી પૂજા કરું છું” “મારી ખાતર તમે રડતાં બંધ થઈ જાઓ.” “તમે પણ મને ચાહો છો?” Page #339 -------------------------------------------------------------------------- ________________ લે ચિરાહ મેરિયસે કૉસેટને હાથ પોતાના હાથમાં લી. “ કૉસેટ, હું મારા કુલધર્મના સોગંદ કદી નથી ખાતે; કારણ કે, મને મારા પિતાની યાદ આવે છે; અને હું તે સોગંદ કોઈ પણ ભેગે પાળું જ. પણ હું તમને મારા કુલધર્મના સોગંદ ખાઈને કહું છું કે, તમે જો ચાલ્યાં જશે, તે હું મરી જઈશ.” કોસેટને આ શબ્દો સાંભળતાં એ આંચકો લાગ્યો કે તે પગથી માથા સુધી કંપી ઊઠી. અને એ આંચકા સાથે તેનું રડવાનું પણ બંધ થઈ ગયું. બહાર વહી જતી લાગણી કરતાં અંદર રૂંધાયેલી લાગણી જ ખરી મારક હોય છે. પછી મેરિયસે કહ્યું, “જાઓ, કાલે મારી રાહ ન જોતાં.” કેમ વાર?” પરમ દિવસ સુધી પણ મારી રાહ ન જતાં!” “પણ, કેમ?” પછી તમને ખબર પડશે.” પણ તમને જોયા વિનાને એક દિવસ ! એ તે અશક્ય વસ્તુ છે.” તે માણસની ટેવો કદી બદલાતી નથી. તે કદી સાંજ સુધી કોઈને મુલાકાત આપતા નથી.” “કયા માણસની વાત કરો છો?” “કોઈની નહિ. પણ તમે પરમ દિવસ સુધી રાહ જોજો.” તમારી પિતાની એવી મરજી છે?” “હા, કૉસેટ.” કૉસેટે મેરિયસના બંને હાથ પિતાના હાથમાં લઈ, ઊંચી થઈને મેરિયસની આંખ વાંચવા પ્રયત્ન કર્યો મેરિયસે આગળ ચલાવ્યું: મને એમ લાગે છે કે, તમારે મારું સરનામું જાણવું જોઈએ. કાંઈ પણ બને. શું બનશે તે આપણે જાણતા નથી. હું મારા મિત્ર કોર્ફોરાક સાથે નં. ૧૬, રૂ દ લા વેરેરીમાં રહું છું.” આટલું કહી, તેણે ખીસામાંથી ચપ્પ કાઢીને ભીંતના પ્લાસ્ટર ઉપર લખ્યું : ન. ૧૬, રૂ દ લા વેરરી.” કૉસેટે ફરીથી પોતાના પંજા આમળતાં કહ્યું, “પુરુષે કેવા સુખી છે ? તેઓ બહાર જાય, અને આવે. મારે ઘરમાં જ ભરાઈ રહેવાનું છે. અરેરે, મારી શી વલે થશે? બે આખા દિવસ તમને મળ્યા વિના કેમ કરીને રહેવાશે? Page #340 -------------------------------------------------------------------------- ________________ તે કદી પાછે નિહ આવે! ૩૧૫ પણ જુઓ, તમારે ગમે તેમ કરીને પરમ દિવસે રાતે નવ વાગ્યે બરાબર અહીં મારી પાસે આવી પહેોંચવું પડશે. સમજ્યા ? નવના ટક્રોરા પડશે કે હું બાગમાં આવી જઈશ. ” - તે કદી પાછા નહિ આવે! દાદા લેનાર્મેન્ડે આ અરસામાં તેમનું ૯૧મું વર્ષ પૂરું કર્યું હતું. ને હજુ તેમની ઘરડી દીકરી કુમારી લેનેાર્મન્ડ સાથે ૩૦ કેલવેર નં. ૬ વાળા પેાતાની માલકીના જૂના મકાને જ રહેતા હતા. એવા ડોસા મરતા સુધી અક્કડ જ રહે છે ઃ ઉંમરના બાજે તેમને ગરદનથી નીચે વાળ્યા વિના જ ખડકાય છે અને ગમે તેવા શાક પણ તેમને નમાવી શકતા નથી. 36 છતાં, કેટલેક સમય થયાં તેમની દીકરી કહેતી કે, મારા બાપુ હવે ભાંગી પડવા માંડયા છે. તે હવે તેમના નોકરોને ફટકારતા નથી; બારણું ઉઘાડતાં નાકરને વાર લાગે તો પગથિયાં ઉપર તે પેાતાના દડા જરા ઓછા જોરથી ઠપકારે છે.” ખરી વાત એ છે કે, ચાર વર્ષ સુધી તે, મેરિયસ ઘેાડા જ વખતમાં પગે પડતો પાછા આવશે એવી આશામાં, તે ડોસા અક્કડ બેસી રહ્યા હતા. પણ હમણાં હમણાંને તેમને વિચાર આવતા જતા હતા કે, કદાચ તે મરણ પામે ત્યાં સુધી મેરિયસ પાછા નહિ આવે. અને એ વિચારથી તે ઠરી જતા. સાચી અને સ્વાભાવિક લાગણી છે. આ ડોસાને પણ મેરિયસ ઉપર અંદરખાનેથી હંમેશાં હતા. એક દિવસ ડોસા બે ઢીંચણ ભેગા કરી, આંખા લગભગ મીંચી, હતાશાની મૂર્તિ સમા ચૂપ બેઠા હતા, ત્યારે તેમની દીકરીએ હિંમત કરીને પૂછ્યું : “બાપુ, તમે હજુ તેના ઉપર ચિડાયેલા છે ? ” 66 “કોની ઉપર?” વિયાગથી વધુ તીવ્ર બને સાચા અને કુદરતી પ્રેમ “બાપડા મેરિયસ ઉપર. ડોસાએ તરત હાથની મૂઠી વાળીને ટેબલ ઉપર પછાડી; અને પછી "" Page #341 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાક્લ ત્રાડ નાખીને કહ્યું: “વાડી મેરિયસ? એ હરામજદો, કૃતકની, ઘમંડી, હૃદયહીન, બદમાશ, એને તું વાપરો કહે છે?” અને તેમણે તરત પિતાનું મેં ફેરવી લીધું, જેથી તેમની આંખમાં આવેલું આંસુ પેલી જોઈ ન શકે. કુમારી જીલેનર્મન્ડને ખાતરી થઈ ગઈ કે, “મારા બાપુ કદી મારી બહેને કરેલા લગ્નને કારણે તેને ક્ષમા આપી શક્યા જ નથી; અને તેથી તે મેરિયસને પણ ધિક્કારે જ છે.” પણ ડોસાએ મેરિયસ માટે જે વિશેષણ વાપર્યાં હતાં તેમાંથી એવો અર્થ કુમારી જીલેનેર્મન્ડ જ તારવી શકે! બાકી, સાને ગુસ્સો તે, મેરિયસ પાછો કેમ આવતું નથી, અને ડેડસા ઉપર દયા લાવવા જેવું હૃદય તેને કેમ નથી, એ માટે હતો! જથી જૂનની એક રાતે સગડી ભડભડ બળતી હતી. સા વિચારમાં પડી ત્યાં તાપતા બેઠા હતા. તેમને વળી વળીને વિચાર આવતો હતો કે, મેરિયસ હવે નહિ જ આવે! જો તે આવવાને હોત તે ક્યારને આવી ગયો હોત. તે ધીમે ધીમે પિતાના મનને ખાતરી કરાવતા હતા કે, “એ મહાશયને મળ્યા વિના જ હવે પોતાને મરવાનું છે. પણ એ વિચાર સાથે જ એ પોટ્ટા ઉપર તેમને ગુસ્સો એકદમ ઊભરાઈ આવો. “હરામજાદો! ઘમંડી! ડોસા સાથે આવી બાકરી બંધાય? એક વાર તે આવીને એટલું જ કેમ કહેતે નથી “દાદા!' બસ, પછી કોણ તેને વધારે પૂછે છે?” અને મેરિયસના મોંથી “દાદા’ શબ્દ સાંભળવા તલપી રહેલું તેમનું હૃદય એકદમ ભરાઈ આવ્યું; તથા તેની સાથે મેરિયસને તેની માને બરાબર મળતું આવતું મેં યાદ લાવી, પિતાની દીકરી અને પોતાના દૌહિત્ર બનેને હાથે કરીને ગુમાવી બેઠેલા દેસાને કંઈ કંઈ વિચાર આવી જવા લાગ્યા. તે જ ઘડીએ તેમના નેકરે આવીને પૂછ્યું: “આપ મેરિયસ સાહેબને મુલાકાત આપી શકશો?” “મેરિયસ સાહેબ કોણ વળી?” ડોસાએ પૂછયું. સાની ફાટેલી આંખે જોઈ બીની ગયેલા નોકરે ડરતાં ડરતાં કહ્યું, “હું નથી જાણતે સાહેબ, પણ દરવાને આવીને હમણાં જ કહ્યું કે, મેરિયસ સાહેબ નામના એક જુવાન બહાર ઊભા છે.” “તેને અંદર લઈ આવ.” ડેસા એ જ સ્થિતિમાં બેસી રહ્યા. તેમનું ડોકું હાલતું હતું અને Page #342 -------------------------------------------------------------------------- ________________ તે કદી પાછા નહિ આવે! ૩૧૭ તેમની આંખો બારણા ઉપર ચોંટી રહી હતી. બારણું ઊઘડયું, એક જુવાન ત્યાં દેખાયા. તે મેરિયસ હતા. મેરિયસ બારણા આગળ જ ઊભા રહ્યો, જાણે અંદર આવવાની રજા મળે પછી જ અંદર જવું. જીલેનાર્મન્ડ ડાસા આશ્ચર્ય અને આનંદથી થાડીક ક્ષણ સડક થઈ ગયા અને તેની સામે જોઈ રહ્યા. એ મેરિયસ હતા! તેમને મેરિયસ ! કેવું સુંદર માં, કેવા મનેાહર ઉઠાવ! કેવી શિષ્ટ હિલચાલ ! ડોસા બે હાથ લંબાવી તેના તરફ ધસી જઈ તેને હ્રદયે વળગાડવા તલપાપડ થઈ ગયા. તેમના માંમાં વાત્સલ્યભર્યા કેટલા બધા શબ્દો ઊભરાઈ આવ્યા! તેમના હાઠ કંપી ઊઠ્યા. પણ તેમને માંએથી તેમની રીત પ્રમાણે આ જ શબ્દો નીકળ્યા : “તું શા માટે આવ્યા છે? ’ મેરિયસે જરા ખચકાઈને જવાબ આપ્યા, “મહાશય '' જીલેનાર્મન્ડ તે મેરિયસ તેમના હાથમાં પડતું નાખે તેની રાહ જેઈ રહ્યા હતા. તે આ રીતની શરૂઆતથી પોતાની ઉપર અને મેરિયસ ઉપર વધુ અકળાઈ ઊઠયા. અને એ અકળામણના માર્યા બરાડી ઊઠયા 66 ત્યારે તું શા માટે આવ્યો છે?” અર્થાત્ વો તું મને મેટી વડવા ન आव्यो होय तो ! 66 "" મહાશય “તું મારી માફી માગવા આવ્યા છે? તું તારી ભૂલ જોઈ શકયો છે?” ના, મહાય. " 66 “તા પછી તારે મારું શું કામ છે?” મેરિયસ આજીજીભયે અવાજે એક પગલું આગળ ભરીને બાહ્યો - ་་ "" ‘મહાશય, મારી ઉપર કૃપા કરો. આ શબ્દ સાંભળી ડેસેા ઢીલા થયા; જે મેરિયસ થોડોક વહેલા એ શબ્દો બાલ્યા હોત, તેા ડોસા પીગળી ગયા હેાત. પણ આવા બે સ્વભાવાની અથડામણ આ રીતે જ કરુણતા સરજાવે છે. ડોસા લાકડીને ટેકે એકદમ ઊભા થયા. મહાશય, તમારા ઉપર કૃપા? જુવાન માણસ વળી એકાણું વર્ષના ડોસા પાસે કૃપાની યાચના કરે ? ભાઈસાહેબ, તમે તો હવે જીવનમાં દાખલ થાઓ છે, હવે તમારી આગળ તે આખું જીવન અને તેના આનંદા માણવાના છે. પણ હું તેા બુઠ્ઠો થયા, હવે મારે આ સગડીવાળા ખૂણા અને એકલવાયાપણું જ બાકી છે. તમારા બત્રીસે દાંત સલામત છે, સારી પાચનશક્તિ છે, તીક્ષ્ણ આંખ છે, તાકાત છે, ભૂખ . Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ લે જિરાફ છે, તંદુરસ્તી છે, આનંદ છે, કાળા વાળનું જંગલ છે, ત્યારે મારા માથા ઉપર ધોળા વાળનો ટુકડો પણ રહ્યો નથી. મારી યાદદાસ્ત પણ હવે ઓછી થવા લાગી છે. શેરીઓનાં નામ બાબત હું હંમેશાં ભૂલ કરું છું. પણ તમારે તે સૂર્યના પ્રકાશભર્યું આખું ભવિષ્ય નજર સામે છે. તમે કદાચ પ્રેમમાં પડ્યા હશે. મને હવે કોઈ પ્રેમ નથી કરતું. હું તમારું અભિનંદન કરું છું, મહાશય, તમે જુવાનિયાએ ખરી મજાક કરી શકો છો.” પછી કઠોર અવાજે ગુસ્સામાં ડોસાએ પૂછ્યું – “ઠીક પણ, તારે શું જોઈએ છે?” મહાશય, હું જાણું છું કે મારી હાજરી આપને અણગમો ઉપજાવે છે; પણ હું આપની પાસે એક વસ્તુ માગવા આવ્યો છું, પછી હું તરત જ ચાલ્યો જઈશ.” તું ગધેડે છે! તને ચાલ્યા જવાનું કેણ કહે છે?” આ શબ્દો તેમના હૃદયમાંનાં નીચેનાં વાક્યોના જીનર્મી ભાષાંતરરૂપે નીકળ્યા હતા – “ચાલ, હમણાં જ મારી માફી માગી લે! અને મારે ગળે વળગી પડ!” ડોસાને હવે ખાતરી થવા લાગી હતી કે, પોતે આપેલા ગુસ્સાભર્યા ઠંડા આવકારથી ત્રાસીને મેરિયસ તરત જ પાછો ચાલ્યો જવા માગે છે, અને તેમની મૂંઝવણ વિશેષ વધી ગઈ. મેરિયસ સમજતો કેમ નથી? તું મારું ઘર છોડી ચાલ્યો ગયો એમ ! તારા દાદાને, તારી માસીને છોડીને કણ જાણે ક્યાં નું રહેવા ગયો છે? જુવાન માણસને એકલા રહેવું જ ગમેને? ગમે ત્યારે ઘેર પાછા અવાય, બારીબારણાં ભંગાય, જુવાન સ્ત્રીઓનાં હદય ભાંગી શકાય, મજા કરી શકાય. ચાર ચાર વરસ થયાં તું જીવતે છે એમ કહેવા પણ મારી પાસે આવ્યો છે? કેટલાંય દેવાં કર્યો હશે, પણ તે બધાં ચૂકવવાનું કહેવા પણ પાસે ફરક્યો છે? અને આટલે વરસે આવીને તારે આ જ કહેવાનું છે?” પણ દહિત્રને ઢીલો પાડવાની સાની આ ભયંકર રીતથી મેરિયસ ઊલટે ચૂપ જ થઈ ગયો. ડસા હવે અદબ વાળીને તુચ્છકારભર્યા અવાજે બોલ્યા – “ચાલ હવે ટૂંક કર. તું કશુંક માગવા મારી પાસે આવ્યો છેને? બોલ, શું જોઈએ છે?” “મહાશય,” મેરિયસ હવે જાણે ઊંડી ખીણમાં પડવાને થયા હોય તેવી નજર કરીને બોલ્યો, “હું પરણવા માટે આપની પરવાનગી લેવા આવ્યો છું.” એમ તું પરણવા માગે છે? એકવીસ વર્ષની ઉમરે? તે ગઠવી Page #344 -------------------------------------------------------------------------- ________________ તે કદી પાછા નહિ આવે! પણ દીધું છે? અને હવે માત્ર પરવાનગી માગવાને શિષ્ટાચાર જ કરવા આવ્યો છે? એમ, ઠીક મહાશય, આપ કોને પરણવા માગો છો, એ પ્રશ્ન હું પૂછી શકું?” પરંતુ મેરિયસ જવાબ આપે તે પહેલાં સે બોલી ઊઠયો – “ઠીક, એને અર્થ આપશ્રી સ્વતંત્ર આવક કરતા થઈ ગયા છે. વારુ, તમે તમારા વકીલાતના ધંધામાં શું કમાઓ છો વારુ?” “કાંઈ જ નહિ.” મેરિયસ મરણિયો થઈ બોલી પડ્યો. “એટલે કે, દર છ મહિને હું મોકલું છું તે છ કૂક ઉપર જ આપ મહેરબાન જીવે છે, એમને?” મેરિયસે પહેલે જ હપતે માસીએ મેકલેલા છસો ફ્રોક પાછા વાળ્યા હતાઅને માસીએ માં. જીવેર્મન્ડને એ વાત એથી નહતી કરી કે એ સાંભળીને પેસા એ “બિચારા' ઉપર નાહક વધુ ગુસ્સે થશે. મેરિયસે એ વાતને કશો જવાબ ન આપ્યો; એટલે ડોસા કહેવા લાગ્યા, “તો પછી એ છોકરી તાલેવંત હશે, એમ મારે સમજવું?” “મારા જેવી જ ગરીબ છે.” “શું કશે જ દહેજ લઈને નહિ આવે?” “ના.” “ભવિષ્યમાં મળવાની કઈ આશા છે?” “હું જાણું છું ત્યાં સુધી નથી.” “તેનું નામ?” “શ્રીમતી કોશ.” ફેશવૉટ?” ફેશલ.” “છટ.” “મહાશય!.મેરિયસ બેલી ઊઠયો. “અર્થાત્ એકવીસ વર્ષની ઉંમર, ધંધો કંઈ નહિ, બાર મહિને બારસો ક્રાંકની આવક! એટલે કે તારી બૈરી – ના, ના - મૅડમ દ બૅરનેસ પિન્ટમર્સ બે સૂરની ભાજી ખરીદવા થેલી લઈને શાકમારકીટમાં રખડશે, એ જ ને?” હવે મેરિયસ લગભગ હતાશ થઈને જીવ ઉપર આવી જઈ બોલ્યો, “મહાશય, હું આપને પગે પડીને – હાથ જોડીને વિનંતી કરું છું – આજીજી કરું છું કે મને તેની સાથે પરણવા દે.” ડસે તીખું હસીને બોલ્યો – “હા, હા, હા! તો હું શું એમ માનીને Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ લે મિઝરાબ્વ આવેલા કે, હું તને આવેલા જોઈને જ એટલા બધા રાજી થઈ જઈશ કે, બદલામાં *ફલાણા-ફ્લાણાની ફલાણી સુપુત્રી સાથે હું પરણવા માગું છું' એટલું તું કહીશ એટલે જ હું કબૂલ રાખીશ અને ઝટ દઈને કહીશ, ‘હા, હા, બેટા, જા તું તારી કારકિર્દી, તારો ધંધા, તારું ભવિષ્ય, તારું જીવન બધું ગુમાવીને તારી પત્નીરૂપી ઘાંટીને પથ્થર ગળે બાંધી દે!' નહિ, નહિ, મહાશય એ કદી નહિ બને!” બાપુ ! ” કદી નહિ!” 66 આશા તૂટી ગઈ. નીકળવા ગયા કે આ “ કદી નહિ ” શબ્દ સાંભળી મેરિયસની બધી તે હવે ચાલવા કરતાં લથડયું ખાઈને જ બારણા બહાર તરત ડોસા વાઘની પેઠે ફુઘા, અને તેની ગળચી પકડી, તેને ઓરડામાં પાછે ખેંચી લાવ્યા; અને તેને આરામખુરશીમાં નાખીને બાલ્યા, “ મને બધી વાત માંડીને કહે!” પેલા એક જ 66 બાપુ” શબ્દે આ બધી કરામત સરજી હતી. મેરિયસ આંખા ફાડીને ડોસા સામું જોઈ રહ્યો. ડોસાનું ભાવુક અંતર તેને તેમના કર્કશ ચહેરાની આરપાર અચાનક દેખાઈ આવ્યું. તે આગળ બાલવા ગયો : “ બાપુ ડાસાના ચહેરો આનંદથી ઝળકી ઊઠયો. “હા, હા, મને બાપુ કહે, અને પછી જોઈ લે !” ડોસાના શબ્દોમાં એવું મીઠું, એવું નિખાલસ અને એવું કંઈક હતું કે મેરિયસનું અંતર ભરાઈ આવ્યું. તે કહેવા બાપુ 59 "9 66 . ઊભા રહે,” ડોસાએ તેને વચ્ચે જ બોલતા અટકાવ્યા. તારી પાસે ખરેખર એક સૂ પણ નથી? તારાં કપડાં તો ઘરફાડ ડાકુ જેવાં જ છે. ડાસા તરત ઊઠયા; ટેબલના એકાદ ખાનામાં ફંફોસી એક વાટવે લઈ આવ્યા, અને તેમાંથી સેા લુઈ* કાઢીને બાલ્યા, “લે એને નવા ટોપે ખરીદજે.” વાત્સલ્યભર્યું ગયો, જુએ 66 “બાપુ,” મેરિયસે પેાતાની વાત જ આગળ ચલાવી, “તમે જો જાણે કે હું તેને કેટલા બધા ચાહું છું! પહેલવહેલાં લક્ષમબર્ગમાં મે તેને જોઈ ત્યારે તે મેં ધ્યાન નહોતું આપ્યું. પણ પછી કોણ જાણે કયારે હું તેના વીસ ક્રાંકની કિંમતને સાનાને સિક્કો. 46 Page #346 -------------------------------------------------------------------------- ________________ તે કદી પાછા નહિ આવે! ૩૨૧ પ્રેમમાં પડ્યો! હવે મારી બૂરી વલે થઈ ગઈ છે. તેના વગર હું જીવી શકું તેમ નથી. તેને બાપ આ વાત નથી જાણતો. અમે રોજ બગીચામાં મળીએ છીએ. પણ તેને બાપ હવે ઇંગ્લેન્ડ ચાલ્યો જવાનો છે. એ જાણી મને તરત થયું કે હું મારા દાદાને જઈને કહું તો તે જરૂર કંઈક કરશે. મને તમે ગાંડો ગણશે, પણ બાપુ, હું જો તેને નહિ પરણું, તે હું ગાંડ જ થઈ જઈશ.” ડોસા રાજી થતા તેની પાસે બેઠા અને બધી વિગત સાંભળી સાંભળીને ડચકારા વગાડવા લાગ્યા. પછી તેમણે છીંકણીને ચપટો ભર્યો અને નાકમાં જોરથી ખેંચ્યો. “વાહ બેટા, તારા જેવા જુવાન માણસે જરૂર સુંદર છોકરીઓ ઉપર પ્રેમ કરવો જ જોઈએ. મારી જ વાત કરને! મને સુંદર સ્ત્રીઓ વગર બીજી કોઈ વસ્તુ ગમતી નથી. અને તારી પેલી છોકરી તેના બાપની જાણ વિના જ તને મળે છે નહિ? એ તો ખાસું મજાનું. એવાં પરાક્રમ કરવામાં જ ખરી મજા છે. એવાં પાંચ પચીસ પરાક્રમો કરે નહિ તેને હું જવાન જ ગણું નહિ! પણ પરણવાની વાત પછી. દાદાની પાસે આવવું : દાદા અંતરથી ભલા માણસ છે; તેમની પાસે હંમેશાં ટેબલના ખાનામાં થોડી લુઈની થપ્પીઓ તૈયાર જ હોય છે. તેમને આવીને કહેવું કે, “દાદા આમની વાત આમ છે.” અને દાદા પણ કહેશે કે, “હા. હા, એ તો એમ જ હોય!” સમજ્યોને ! હું પણ જુવાન હતો, અને હું ઘરડો થઈશ ત્યારે તારે પણ તારા પૌત્રને એ જ રીતે મદદ કરવાની થશે, સમજ્યો ?” મેરિયસ કંઈ સમજે નહિ, અને તે ડોસાની રહસ્યમય મિચકારા મારતી આંખો સામે તાકી રહ્યો. ડોસા હવે તેની બાઘાઈ ઉપર પૂરેપૂરું હસી પડીને બોલ્યા : અલ્યા બબૂચક, તેને તારી પરણેતર નહિ પણ પ્રેયસી બનાવવાની !” મેરિયસ એકદમ ફિકો પડી ગયો. અત્યાર સુધી ડેસાની વાતમાંથી તે એક પણ પૂરી સમજ્યો ન હતો. એ છેલ્લું વાકય તેને હૃદયમાં આરપાર વીંધી ગયું. તે એકદમ ઊડ્યો; જમીન ઉપરથી તેણે પિતાને ટોપે ઉપાડ્યો અને બારણા તરફ દઢ પગલે તે ચાલ્યો. ત્યાંથી જરા પાછા વળી તેણે દાદાને વંદન કર્યા અને પિતાનું માથું ટટાર ઊંચું કરીને તે બોલ્યો : પાંચ વર્ષ પહેલાં તમે મારા પિતાનું અપમાન કર્યું હતું; આજે તમે મારી પત્નીનું અપમાન કર્યું છે. મારે આપની પાસેથી કાંઈ જોઈતું નથી; લે મ૦ – ૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ડ મહાશય, સલામ.' ' ડોસાનું મોં પહોળું થઈ ગયું. તે કંઈક બૂમ પાડે તે પહેલાં તો મેરિયસે બારણું વાસી દીધું હતું. થોડી વાર ડોસા જડસડ થઈને પડી રહ્યા. તેમને શ્વાસ થંભી ગયો. પછી એકાણું વર્ષનો ડેસે જેટલી ઝડપે દોડી શકે તેટલી ઝડપે તે દોડ્યા અને બારણું ઉઘાડી બૂમ પાડવા લાગ્યા : “દોડે! દોડો!” પહેલાં તેમની પુત્રી આવી અને પછી નકરો. “અરે તેની પાછળ દોડે! તેને પકડો! મેં તેને આ શું કર્યું? તે ગાંડો થઈ ગયો છે! તે ચાલ્યો જાય છે! હે ભગવાન, હવે તે કદી પાછો નહિ આવે!” ૭૯ ઘર છોડી ચાલી નીકળ્યાં તે જ દિવસે પાછલા પહોરે ચારેક વાગ્યાના અરસામાં જીન વાલજીન એકલો શેપ દ માર્સ તરફ ફરવા નીકળી એક જગાએ નિરાંતે બેઠો હતો. હવે કૉસેટ સાથે તે બહુ ઓછું બહાર નીકળતો. કારણ, એક વખત તે મજૂરનાં કપડાંમાં ફરવા નીકળ્યો હતો ત્યારે તેણે થનારડિયરને જતો જોયો હતો. થેનારડિયર તેને ઓળખી શક્યો નહતો, પણ જીન વાલજીનને શંકા ગઈ કે આટલામાં જ આ ભાઈસાહેબ ફર્યા કરે છે. પણ ત્યાર પછી તો તેણે ઘણી વાર થનારડિયરને એ બાજુ ફરતો જોયો. એટલે તેણે એક ગંભીર પગલું ભરવાનો નિશ્ચય કરી લીધો. ઉપરાંત પેરિસનું રાજકીય વાતાવરણ પણ ડહોળાઈ ગયું હતું. ગમે ત્યારે કાંઈક છમકલું થઈ બેસવાનો ભય હતો. પરિણામે પોલીસની પ્રવૃત્તિ વધી ગઈ હતી. અને રાજદ્વારી ગુનેગારોને છૂપી રીતે તપાસતા રહેવામાં જીન વાલજીન જેવા જૂના ગુનેગાર પણ હાથ આવી જવાનો પૂરો સંભવ. એટલે જીન વાલજીને ફ્રાંસ છોડી ઇંગ્લેન્ડ તરફ ચાલી નીકળવાનો જ વિચાર કરી લીધું હતું. અહીં બેઠો બેઠો તે એકાદ અઠવાડિયામાં ચાલી નીકળવાની વાતને જ વિચાર કરતો હતે. કૉસેટને તે તેણે તૈયાર થઈ જવાની સૂચના પણ આપી દીધી હતી. પણ આજે સવારે એક અણધારી બાબત તેના જોવામાં આવી હતી, અને તેથી તેનું મન કંઈક ઉતાવળ કરવાનો વિચાર કરતું થઈ ગયું. સવારમાં તે જરા વહેલો ઊઠી ગયો હતો, તેથી તે બગીચા તરફ ફરવા નીકળ્યો Page #348 -------------------------------------------------------------------------- ________________ ઘર છેાડી ચાલી નીકળ્યાં ૩૨૩ અને કૉસેટની બારીએ ઊઘડવાની રાહ જોવા લાગ્યા. તેવામાં વંડાની દીવાલ ઉપર તેણે ખૂંટા જેવા સાધન વડે લખેલા નીચેના શબ્દો જોયા .. નં. ૧૬, રૂ ૬ લા વેરેરી. ” એ લીટીઓ આજુબાજુની શેવાળને હિસાબે તાજેતરમાં જ ખાતરેલી લાગતી હતી, અને ભીંતના પાયા આગળના છાડવાઓ ઉપર પડેલા ચૂનાને ભૂકો હજુ જમીન ઉપર ખરી ગયા નહાતા. ચેાક્કસ, એ લખાણ રાત દરમ્યાન જ લખાયું હશે. એ શું હશે ? કોઈ સરનામું હશે ? કોઈ ચેતવણી હશે ? બીજા કોઈને માટે સંકેત હશે ? એટલું તો નક્કી કે, એ બગીચામાં હવે બહારના કોઈનાં પગલાં પડયાં હતાં. આવા વિચારમાં તે પડયો હતો તેવામાં તેણે જોયું કે તેની પાછળના પાળા ઉપરથી કોઈના પડછાયા આવીને તેની ઉપર પડયો. તે પાછું વળીને જુએ તેટલામાં તો તેના માથા ઉપર એક ગડી વાળેલા કાગળના ડૂચા આવીને પડયો. તેણે તરત તે ઉકેડ્યા, તે તેમાં પેન્સિલ વડે મેટા અક્ષરે લખ્યું હતું —— “જલદી દૂર ચાલ્યા જાઓ.' kk જીન વાલજીન ઝટ ઊભા થઈ ગયા. પાછળ તપાસ કરી, તે કોઈ ઊભું ન હતું, પણ થોડે દૂર માણસ કરતાં નાનું, પણ બાળક કરતાં મોટું એવું કોઈક ઠેકડો ભરીને ચાલ્યું જતું હતું. તેણે છાકરા જેવાં પાટલૂન-ખમીસ પહેર્યાં હતાં. જીન વાલજીન વિચારમાં અટવાતો ઝટ ઘેર પાછો ફર્યો. મેરિયસ લગભગ મડદા જેવા થઈને માં. જીલેનાર્મેન્ડને ઘેરથી નીકળી ગયા. થોડીક આશા સાથે તે આ ઘરમાં આવ્યા હતા, પરંતુ પહાડ જેવડી નિરાશા સાથે તે હવે પાછા જતા હતા. કેવી રીતે તે કોર્પોરાકની ઓરડીએ આવી પહોંચ્યા અને ધબ દઈને પેાતાની ચટાઈ ઉપર પહેરેલે કપડે જ પડયો, તેની તેને ખબર નહોતી. તે ઊંઘી ગયા ત્યારે સૂર્યના પ્રકાશ ઝળહળતા હતા; જ્યારે તે જાગ્યો ત્યારે કોર્ફોરાક, એોલરસ, થુલી અને કોમ્બીફેર માથા ઉપર ટોપા ચડાવી બહાર નીકળવાની તૈયારીમાં હતા તથા કંઈક ભારે ધમાલમાં હતા. લેમાર્કની સ્મશાનયાત્રામાં કોફેરાડે તેને પૂછ્યું, આવવું છે? ” 66 તારે જનરલ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨ લે મિઝેરાગ્લા મેરિયસને લાગ્યું કે કોર્ફોરાક ચીની ભાષામાં કાંઈક બોલી રહ્યો છે. થોડી વાર બાદ તે પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યું. તેણે ખીસામાં ત્રીજી ફેબ્રુઆરીને દિવસે બનેલા પ્રસંગ માટે જાવર્ટે આપેલી બે પિસ્તોલ નાખી લીધી. તેમ તેણે શા માટે કર્યું તેની તેને પણ ખબર ન હતી. આખો દિવસ તેણે આમતેમ ભટક્યા કર્યું. વચ્ચે વચ્ચે વરસાદ વરસતો હતો. તેણે એક પેની આપીને રોટી ખરીદી હતી અને ખીસામાં મૂકી હતી. પણ તે ખાઈ લેવાની વાત તેને યાદ જ આવતી નહોતી. તેના મગજમાં ભઠ્ઠી ભકભક સળગી રહી હતી. તેને કશાની આશા નહોતી. આગલા દિવસની રાતથી તેની આ સ્થિતિ થઈ ગઈ હતી. એને એટલો જ ખ્યાલ હતા કે આજે રાતે નવ વાગ્યે કૉસેટને મળવા જવાનું છે. અવારનવાર તેને દૂર દૂરથી ભડાકા ધડાકા જેવા અવાજો સંભળાતા. તે એક વાર બોલી પણ ઊઠયો, “કયાંક લડાઈ ચાલે છે કે શું?” રાત પડો બરાબર નવ વાગ્યાના અરસામાં તે રૂ પ્લમેટવાળા મકાનના દરવાજા આગળ આવી પહોંચ્યો. કૉસેટને જોયે બરાબર ૪૮ કલાક થયા હતા. હવે તેના મનમાંથી અચાનક બધા વિચાર સરકી ગયા; અને કૉસેટને મળવાનો આનંદ જ તેના હૃદયમાં વ્યાપી રહ્યો. મેરિયસે નવના ટકોરા પડતાં જ દરવાજાને સળિયો ખસેડયો, અને પોતે અંદર કૂદી પડયો. કૉસેટ રોજની જગાએ ન હતી. તે ઘરનાં પગથિયાં સુધી જઈ પહોંચ્યો. ઘરનાં બારીબારણાં બધું બંધ હતું. બગીચામાં ચારે ખૂણે તેણે ચક્કર લગાવ્યું તે બગીચે નિર્જન હતો. હવે તે તે ઉન્માદની અવસ્થામાં જ આવી ગયો. તેણે સીધા જઈ ઘરનું બારણું ઠોકવા માંડયું. કોઈએ જવાબ ન આપ્યું. તેણે કૉસેટનું નામ દઈને બૂમો પાડવા માંડી. કશે જવાબ ન આવ્યો. હવે તેને ખાતરી થઈ ગઈ કે ઘર ખાલી કરવામાં આવ્યું છે અને સૌ ચાલ્યાં ગયાં છે. પોતાની પેલી પરિચિત બેઠક આગળ આવી તે હવે ઊભો રહ્યો. બધા વિચારોને અંતે એક જ નિર્ણય ઉપર તે આવ્યો કે, કૉસેટ ચાલી જ ગઈ છે એટલે હવે પોતે લીધેલા સોગંદ પ્રમાણે તેને માટે મરવાનું જ બાકી રહે છે. અચાનક તેને શેરીમાંથી કોઈ બોલાવતું હોય તેવો અવાજ સંભળાયો – “મોર મેરિયસ !” તે ઊભો થયો અને બોલ્યો, “કોણ છે?” “મેંશ્યોર મેરિયસ તમે છો કે?” Page #350 -------------------------------------------------------------------------- ________________ ઘર છેડી ચાલી નીકળ્યાં કરપ “હા.” “માઁર પેરિયસ, તમારા મિત્રો મારવામાં તમારી રાહ જુએ છે, રૂ દ લા ચેનરીમાં.” મેરિયસને તે અવાજ પરિચિત જેવો લાગ્યો. જાણે કે એપનીન અવાજ ઘેઘર કરીને બોલતી હોય! તે તરત સળિયો કાઢી બહાર શેરીમાં નીકળ્યો. દૂર એક જુવાનિયો જાણે અલોપ થઈ ગયો. મોં. મેબેફ હવે પોતાની બધી ચોપડીઓ “ખાઈ ચૂકયા હતા. તેમની લખેલી ચોપડીઓ વેચાતી નહોતી, અને ગળી માટેના તેમના પ્રયોગો સફળ થયા નહોતા. હવે તેમને માટે કામ કરવાનું કશું સાધન કે કશું કામ બાકી રહ્યાં ન હતાં. ઘરનો વેચાય તેટલો સરસામાન પણ વેચાઈ ગયો હતો. તેય અર્ધા ભૂખમરો વેઠીને જીવવા માટે જ! બધાએ હવે તેમને ઉધાર માલ આપવાની ના પાડી. તેમને ઓળખતા કોઈએ ખેતી ખાતાના પ્રધાનને તેમને માટે ભલામણ કરી. પ્રધાને તેમને મળવા ખુશી બતાવી, એટલું જ નહિ પણ એવા વિદ્વાનને પિતાને ત્યાં બીજે દિવસે જમવા નિમંત્રણ આપ્યું. મે. મેબોફ પોતાની લખેલી ચોપડીની એક નકલને શણગીરી, બગલ નીચે ઘાલી, ભૂખથી ભાંગી ગયેલા પગે પ્રધાનને ત્યાં પહોંચ્યા. તેમના ચીંથરેહાલ દીદાર જોઈ, કોઈએ તેમની સાથે વાત પણ ન કરી; ઊલટું દરેક જણ એમ પૂછવા લાગ્યું કે, આ કોણ અહીં આવ્યું છે? શા માટે આવ્યું છે? મેડા ગુપચુપ તે પિતાને ઘેર પાછા આવ્યા ત્યારે ઘરની જૂની નોકરડી સખત બીમાર પડી હતી. તેને માટે દવાદારૂ લાવવા કશું જ તેમની પાસે રહ્યું ન હતું. ડાં અઠવાડિયાં વીતી ગયાં. એક વખત ડૉકટરે તે ડેસી માટે એક મોંઘી દવા લખી આપી. મેબોફ મહાશયે પિતાની પાસેની એક દુર્લભ જૂની પડી અત્યાર સુધી વેચી નાખી ન હતી. બુકસેલરે તેના ઘણા પૈસા આપવા તૈયારી બતાવી હતી; પણ તેમણે કહ્યું હતું કે, એ વસ્તુ વેચીએ તે પાપ લાગે. આજે તે એ ચોપી લઈને બુકસેલર પાસે ગયા. બુકસેલરે તેના સે ફૂાંક આપ્યા. તે બધા તેમણે તે ડોસીની પથારી નજીક મૂકી દીધા અને પોતે ઓરડો છોડી ગુપચુપ બહાર નીકળી આવ્યા. બીજે દિવસે પણ તે બગીચામાં એક જ જગાએ પૂતળાની પેઠે બેઠેલા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ લે મિઝરાન હતા. આખી રાત તેમણે ત્યાં જ ગાળી હતી. સુકાઈ ગયેલા કયારાઓ હવે તેમની નજરે પડયા. તેમનું અંતર હૂ હૂ કરતું રડી ઊઠયું. જોકે તે પાતે તે શૂન્યમનસ્ક જ હતા. 66 બપોર બાદ શહેરમાં તેમણે કડાકા ભડાકા જેવા અવાજ સાંભળ્યા. પાસે થઈને જતા કોઈ માળીને તેમણે પૂછ્યું, “એ અવાજ શાના છે?” પેલાએ કહ્યું, “ દંગલના. ” “ દંગલ શાનું?” 66 તે લડે છે. '' “ શાને માટે?” 99 “કોણ જાણે. “ કર્યાં આગળ ?" 66 99 દારૂગોળાના ભંડાર આગળ. મેબાફ્ મહાશય ઘરમાં ગયા, ટોપા માથા ઉપર મૂકયો અને રોજની ટેવ પ્રમાણે બગલ નીચે રાખવા ચેપડી શેાધવા લાગ્યા. એકે ચાપડી ન હતી. “હાં, હાં, ખરું ખરું,” એટલું બાલી તે કંઈક મૂંઝાયેલી હાલતમાં ઘર બહાર ચાલી નીકળ્યા. ૮૦ દંગલ ક્રાંતિના જુવાળ પૂરેપૂરો શમે ત્યાર પહેલાં ઘેાડાંક માજાં આમતેમ થોડીક પછાડો ખાઈ લે છે. ક્રાંતિ શરૂ થઈ હોય ત્યારે જુદી જુદી જે અનેક લાગણીઓ ઉશ્કેરાઈ હોય, જુદી જુદી જે માન્યતાઓએ એમાં ચિનગારી ચાંપી હાય, એ બધી જ કાંઈ ક્રાંતિ પૂરી થયે સંતોષાઈ હોતી નથી. છતાં તાત્કાલિક તે એક મોટું પ્રયોજન સિદ્ધ થતાં મોટા ભાગના જુવાળ બેસી જાય છે. અને ક્રાંતિ સિદ્ધ થઈ એમ કહેવામાં આવે છે. પરંતુ ક્રાંતિ વખતે અનેક હાથેાએ કામ કર્યું હોય છે; અનેક વિચારો કામે લાગ્યા હોય છે. તેમાંના કેટલાય પૂરેપૂરા શમી જવાને બદલે ધૂંધવાયા કરે છે અને માટી ક્રાંતિ બાદ જુદાં જુદાં દંગલરૂપે થેાડે થોડે વખતે દેખા દે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ એ દરેક નાના દંગલને પણ માટી, કાંતિ વેળાના જેવા જ ફિલસૂફો અને સેનાની હોય છે, માટી કાંતિ જેવા જ શહીદો પણ હોય છે. પેરિસની સ્થિતિ ૧૮૩૨માં આવી રીતે ધૂંધવાઈ રહી હતી. કયાંથી એ દંગલ ફાટી નીકળશે એ કોઈ જાણતું ન હતું; પણ ગમે ત્યારે ફાટી નીકળશે એમ સૌ કોઈ જાણતું હતું. આવી ફેટક પરિસ્થિતિમાં સેનાપતિ લેમાર્કનું મૃત્યુ એ જામગરીરૂપ બન્યું. નેપોલિયનના અદના સેવક તરીકે લોકોમાં માર્ક માટે બહુ લાગણી હતી. પાંચમી જૂનની સવારે માર્કની સ્મશાનયાત્રા નીકળવાની હતી. લોકોમાં ભાતભાતની વાતે ચાલી હતી. જે કોઈ પણ કારણ વિના હથિયાર તૈયાર કરવા લાગી ગયા હતા. જુદી જુદી ટાળી જુદી જુદી જાતનાં સાધન જોગવી રહી હતી. સરકારને પણ કશાકની ગંધ આવી હતી. અને આવી કોઈ તક મળે તે લોકોને ધૂંધવાટ કડક હાથે ડામવા તેણે લશ્કરી તૈયારીઓ કરી રાખી હતી. ઠેર ઠેર જ્યાં ત્યાં સ્મશાનયાત્રાને માર્ગે લશ્કરી ટુકડીઓ હથિયારબંધ તૈયાર રાખવામાં આવી હતી. તોપખાનાં પણ ઠેર ઠેર ખડકાઈ ગયાં હતાં. - લોકોમાં એક વાત એવી ચાલતી થઈ હતી કે સરકારી શાભંડાર ઉપર હુમલો થવાને છે અને શસ્ત્રો લૂંટીને વહેંચી લેવાના છે. જુદા જુદા સંકેતોની વાતો પણ વહેતી થઈ હતી. શબવાહિનીનું સરઘસ એસ્ટરલીઝના પુલ પાસે આવ્યું. સામી બાજુ ઘોડેસવાર ટુકડી તૈયાર ઊભી હતી. જરા ધમાલ જેવું કંઈક થઈ ગયું. શું થયું તે કોઈએ જાણ્યું નહિ. કહે છે કે, શસ્ત્રભંડાર તરફથી હુમલો આવ્યો હતો; બીજી વાત એવી છે કે કોઈ છોકરાએ પલટણના સૈનિકને છરી ખેસી દીધી હતી. પણ એટલું નક્કી કે ત્રણ ગોળીબાર થયા, તેમાં પહેલે ભડાકે ઘોડેસવાર ટુકડીને સેનાપતિ કોલેટ માર્યો ગયો. બીજા ભડાકે એક બહેરી ઘરડી બાઈ તેના ઘરની બારીમાં ઊભી હતી તે મારી ગઈ. ત્રીજા ભડાકાથી એક અફસરની ખભા-પટ્ટી ઊડી ગઈ. અને તરત જ ખુલ્લી તરવારે પલટણના માણસો ટોળા ઉપર ધસી આવ્યા. શબવાહિની આમથી તેમ ધક્કે ચડી. જુવાનિયાઓનું ટોળું એ શબવાહિની સાથે પુલ ઉપર થઈને પલટણ ઉપર તૂટી પડ્યું. ચારે તરફ દોડધામ અને શોરબકોર મચી ગયાં. જેના હાથમાં જે આવ્યું તે લઈને, જ્યાં ત્યાં, સૌ કોઈ સૈનિકો સામે મોરચા ખડા કરવા લાગ્યું. ગેળીએાની રમઝટ જામી. Page #353 -------------------------------------------------------------------------- ________________ કરદેં આખું પૅરિસ જાણે ભડાકે ઊડવા લાગ્યું. દંગલનું કામ આ રીતે જ ચાલે છે. શાથી શું થાય છે એનું ઠેકાણું રહેતું નથી. જ્યાં જે બન્યું તે ખરું. દરેક જણ પાછળ આવતા પ્રવાહના આપેાઆપ નેતા બની જાય, અને તેને મરજીમાં આવે ત્યાં દોરી જાય ! પહેલાં બૂમાબૂમ થાય, પછી દુકાનો બંધ થાય, પછી છૂટાછવાયા ભડાકા થવા માંડે, લોકો નાસભાગ કરવા માંડે, અને નાકરડી ઘરોના વાડામાં હસતી હસતી તાળી પાડીને બોલે, “અલી, દંગલ મચ્યું છે, દંગલ ! ” લે મિઝરામ્હ એક જગાએ વીસેક જુવાનિયા એક વીશીના ધૂમ્રપાનના ઓરડામાં પેઠા અને પછી એક ત્રિરંગી વાવટા તૈયાર કરી તેને ફરકાવતા બહાર નીકળ્યા. ત્રણ આગેવાનોના હાથમાં હથિયાર હતાં, બાકીનાની પાસે તેમનાં ગળાં હતાં અને તેમની બૂમા હતી. એક જગાએ એક વેપારી ઘાઘરા અવાજે બૂમા પાડતા જે માગે તેને બંદૂકની ગાળી વહેંચતા હતા. બીજી જગાએ બીજાં ટોળાં જુદી જાતના જુદા રંગના ધ્વજો સાથે જુદા પાકારો કરતાં ફરતાં હતાં. સ્રોની એક દુકાન લૂંટાઈ. થોડી જ મિનિટમાં, એક હજાર હાથ, ૨૩૦ બંદૂકો, ૬૪ તલવાસે, ૮૩ પિસ્તોલા સાથે ટોળું મેદાને પડયું. જેની પાસે કંઈ નહાતું, તેને બંદુક ઉપરની બૅયાનેટ મળી. એક ટોળું જૂની વસ્તુઓની દુકાનમાં પેઠું અને ત્યાંથી હાથ આવે તેવાં જૂનાં હથિયારો લઈ ચાલતું થયું. ગોળી વાગવાથી મરી ગયેલા એક કડિયાનું મડદું પાલખ નીચે શેરીમાં રવડતું હતું. પછી તો બધા રાજમાર્ગો ઉપર ટોળાં દોડવા લાગ્યાં; ફાનસોના થાઁભલા તેડવા લાગ્યાં; ગાડાં છેડીને આડશા ઊભી કરવા લાગ્યાં; શેરીના પથરા ઉખાડી નાખી રસ્તા વચ્ચે પથરાની દીવાલા ખડી કરવા લાગ્યાં; ઝાડો રસ્તાની આડે કાપીને કે નમાવીને રસ્તા બંધ કરવા લાગ્યાં, અને અંતે ખુરશી ટેબલ વગેરે સરસામાનના વારો આવ્યા. પૈસાદાર દુકાનદારો અને વેપારીઓની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા. એકલી સ્ત્રીવાળાં મકાનામાં પેસી તેમના ગેરહાજર પતિઓની બંદૂકો તથા તરવારો પડાવી લેવામાં આવી. પછી બહાર નીકળી બારણા ઉપર ચાક વડે લખવામાં આવ્યું, શસ્રો કબજે કરવામાં આવ્યાં છે. ” 66 Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ કેટલાક પોતાના નામ સાથે પહોંચે લખી આપતા કે, “શસ્ત્રો કાલે.” ઠેકાણેથી પાછાં મંગાવી લેવાં.” રસ્તે એકલદોકલ ફંરતા કે ઊભેલા પહેરેગીરેનાં હથિયારો પડાવી લેવામાં આવ્યાં. મ્યુનિસિપાલિટી તરફ જતા નેશનલ ગાર્ડીનાં હથિયારો ઝૂંટવી લેવામાં આવ્યાં. એકલદોકલ અફસરની પાછળ “હા હા” કરતાં દોડતાં ટોળાં એ તો સામાન્ય દેખાવ થઈ ગયો. વિદ્યાર્થીઓ તેમની હૉસ્ટેલમાંથી ટેળાબંધ નીકળી આવ્યા અને હાથમાં જે આવ્યું તે લઈ, લોકોનાં ઘરોને સરસામાન બહાર કાઢી મરચાની દીવાલ ખડી કરવા લાગ્યા. એક જણ મરચાની ટોચે લશ્કરી અદાથી ઊભા રહેતા અને કામકાજની દેખરેખ રાખતો. . એકાદ કલાકમાં તે બજારના લત્તામાં જ સત્તાવીસ મરચા ઊભા થઈ ગયા. પેરિસના બીજા લત્તાઓમાં પણ જુદા જુદા પુલો આગળ, પિોલીસ-ચોકીઓ આગળ, એમ જ્યાં જેની મરજીમાં આવ્યું ત્યાં મોરચા ખડા થઈ ગયા. દરેક મોરચો એવી જગાએ ઊભો થતે, જયાં ચારે તરફથી રક્ષણ થાય તે સહેજે મેકો હય, જ્યાંની ગલીઓમાં જવરઅવર કરવી મુશ્કેલ હોય તથા જ્યાં વચ્ચે પીઠાં અને વીશીઓ સારી પેઠે હેય. - એક મરથી બીજા મરચા વચ્ચે સંદેશ-વ્યવહાર કરવા ખાસ હથિયારબંધ માણસે ધજા સાથે અવરજવર કરતા. કેટલીક જગાએથી જુદા જુદા મરચાઓ માટે નાસ્તા-પીણાના ખર્ચ માટે પૈસા ભરેલી થેલીઓ પહોંચાડવામાં આવતી. કોઈ કઈને ઓળખતું ન હતું, પણ બધા મોરચાઓ જાણે એક જ સત્તા હેઠળ કામ કરી રહ્યા હોય તેમ, પરસ્પર સંદેશ-વ્યવહાર કે જરૂર પડશે શસ્ત્રો અને માણસોની મદદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી. દરેક મોરચે ઉત્સાહી કવિ બિરદાવલી ગાતા અને સ્વયંસેવક તથા પ્રેક્ષકોને પાનો ચડાવતા. નમતે પહોર થતાં છએક વાગે આર્કેડ ૬ સોમન આગળ લશ્કર અને મોરચા વચ્ચે રીતસરની લડાઈ શરૂ થઈ. નેશનલ ગાડૅને ફરજ ઉપર બેલોવવા પડઘમ વાગવા માંડયું. પડઘમ વગાડનારાઓ ઉપર હુમલા થવા માંડયા. તૈયાર થઈ ઉતાવળે ધસી આવતા નેશનલ ગાર્ગો ઉપર પણ ઠેર ઠેર ઠક પડવા લાગ્યા. લશ્કરના સેનાપતિ ક્રાંતિ વખતના લોકોના જુસ્સાથી પરિચિત હતા. તેઓ મોકો જોઈ હુમલે કરવાની યોજનાઓ તૈયાર કરવા લાગ્યા. તે બધા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨. તે સિદ્ધ આવી લડાઈઓના પીઢ અનુભવીઓ હતા. રાત પડવા માંડી. htt ચોતરફ ભાતભાતની વાર્તા પ્રચારમાં આવી : “ ફલાણી બૅંક આવા હાથમાં આવી છે,” “ ફલાણા દેવળમાં છસો બહાદુરો આખી પલટણને લડત આપી રહ્યા છે,' લાણા મેરચા સામે તોપખાનું ગેાઠવવામાં આવ્યું છે,” કુાણા મારવા ઉપર સવારના ચાર વાગ્યે ચડાઈ કરવાના લશ્કરને હુકમ અપાઈ ગયા છે, ” ઇં, ઇ. » 66 હજુ લશ્કર તરફથી ચડાઈ શરૂ થતી નહોતી તે કારણે જ લોકોમાં હિંમતની તથા ભયની આવી આવી વાતે પ્રચારમાં આવતી જતી હતી. ૮૧ મારચાનું મંડાણુ ૧ લેમાર્કની શબવાહિની સાથેનું મુખ્ય સરઘસ જ્યારે પુલ સામેની પલટણ સાથેની અથડામણમાં પાછું પડયું, ત્યારે તેના છૂટક છૂટક ફાંટા બસો શેરીમાં થઈને આમતેમ ઘુમરી ખાતા, અમળાતા પાછા હઠવા લાગ્યા. આગળ ધસવાના પ્રયત્ન કરતું ટોળું, અંદર અંદર પિલાઈને, જોરભેર પાછું ધકેલાય, ત્યારે તેની ગતિ કેવી હોય, એ તો અનુભવી જ જાણી શકે. તે વખતે ગેોચ હાથમાં એક ઝરડું તોડી લઈ કયાંકથી ધસતા આવતા હતો. આખા સરઘસનું મુખ જ્યાંથી પાછું ફરતું હતું, ત્યાં જ તે સીધે પહોંચવા માગતા હતા. મેાટા જ્યાં થઈને ન જઈ શકે, ત્યાંથી નીકળવાના તેને ઘણા રસ્તા સુલભ હતા. વચ્ચે એક જુના માલની દુકાને જૂની પિસ્તોલનું ઠૂંઠું લટકતું હતું. ગેન્રોચે તરત પેાતાના હાથનું ઝરડું નીચે નાખી દીધું અને છાંગ મારીને પેલી પિસ્તોલ તોડી લીધી; અને પછી બૂમ પાડીને બાલ્યા, “ડોશીમા, શું તમારું નામ, તમારું આ મશીન હું જરા ઉછીનું લઈ જાઉં છું.” એટલું કહેતોકને તે અલાપ થઈ ગયા. થોડે દુર એ ભાઈસાહેબ પેલું ઠૂંઠું ખભે મૂકી, એક લશ્કરી ગીતના શબ્દો ફાવેતેમ ગાઠવી બરાડતા બરાડતા કૂચકદમ કરવા લાગ્યા. એ પિસ્તોલને ઘોડા જ નહાતા ! પેલી રાત્રે અજાણપણામાં પેાતાના બે ભાઈઓને સુવાડીને, મળસકા ટાણે પેાતાના બાપને ઠેકાણે પાડવામાં મદદ કર્યા પછી, ગેન્રોચ પોતાના Page #356 -------------------------------------------------------------------------- ________________ સારયાનું માણુ ૩૩૧ હાથીખાનાએ પાછા ગયા. ત્યાં પેલાં બન્ને બાળકોને સિફતથી હાથીના પેટમાંથી નીચે ઉતાર્યાં બાદ તેણે ગમેતેમ કંઈક નાસ્તાની જોગવાઈ કરી. પછી તે કરાંને શેરી-માતાને ખાળે સોંપી દઈને – શેરીના ખાળામાં જ પાતે ઊછર્યો હતા – તે એવું કહીને છૂટા પડયો હતો કે, - મમી ન મળે, તે અહીં પાછાં આવશે. ” 46 રાત સુધીમાં તમારાં પા પછી એ દિવસે તે છેાકરાંનું એ શેરીઓમાં શું થયું, તે કોણ જાણે ? પણ એ છેકરાં ગેથ્રોચને ત્યાં રાતે પાછાં ફર્યો નહિ. આજની સામાજિક વ્યવસ્થાના તળ નીચે એવાં કેટલાંય પ્રાણીઓ (બાળકો-સ્ત્રી-પુરુષો)ના લિસેાટા લુપ્ત થતા હાય છે. દસથી બાર અઠવાડિયાં થઈ ગયાં; છતાં એકે વખત કયાંય એ બે જણ ગેન્રોચને સામે ન અથડાયાં, ત્યારે તે વારંવાર માથા પાછળ ખણતા ખણતા બાલવા લાગ્યો, “મારાં બે ભટોળિયાંનું શું થયું હશે, વારુ ?” પણ એ તા થઈ પહેલાંની વાત. અત્યારે તે। તે હાથમાં પિસ્તાલ સાથે આગળ ધપતા એક કંદોઈની દુકાને આવ્યો. આખી શેરીમાં એ એક જ દુકાન ઉઘાડી હતી. ગેલ્રોચે ખીસાં ફંફોસ્યાં. અંતિમ મુસાફરીએ જતા પહેલાં, આટલું ભાથું બાંધી લેવાની એટલે કે ખાઈ લેવાની લાલચ છોડવી અશકય હાય છે. પરંતુ ખીસામાં કશું ન મળતાં, તેણે “ ધાજો ! ધાજો !” એવી બૂમ પાડીને આગળ ચાલવા માંડયું. ઘેાડે દૂર જતાં થિયેટર આગળનાં મોટાં ચિત્રો ઢંગાવેલાં આવ્યાં. ગેન્રોચે પોતાની ભૂખ સંતાષવા કશું ન મળ્યાનો ઉકળાટ એ બધાં ચિત્રો ધાળે દહાડે ફાડી નાખીને કાઢયો. હાથમાં ઘેાડા વિનાની પિસ્તાલ સાથે જેમ જેન તે આગળ વધવા લાગ્યો, તેમ તેમ દરેક પગલે તેને જુસ્સા વધતા ચાલ્યા. રસ્તામાં, એક નેશનલ ગાર્ડના ઘોડો ઠોકર ખાઈને ગબડી પડતાં, ગેોચે પોતાની પિસ્તોલ જમીન ઉપર મૂકી પેલા સવારને ઊભા થવામાં મદદ કરી; તથા પછી તેના ઘોડાને ઊભા કરવા માંડયો. તે કામ પત્યા પછી તે પાછા પેાતાની પિસ્તોલ ઉઠાવીને આગળ ચાલ્યા. રસ્તામાં પેલા હજામની દુકાન આવી, જેણે તે દિવસે પેલાં બે દેાકરાંને ધક્કા મારીને હાંકી કાઢયાં હતાં. હજામ તે વખતે દુકાનના આગલા કાચની પાછળ એક સૈનિકની હજામત કરતા હતા, અને “ ઘેર પથારીમાં .. કડવા પડયા પડયા દવાદારૂ, પ્લાસ્ટર, પિચકારી અને મરવા કરતાં, રણભૂમિ ઉપર પેટમાં તાપના ગોળા ઘૂંટડા વડે સડી સડીને એકદમ વાગે અને Page #357 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ ફુરફુરચા ઉડી જાય તે વધુ સારું,” એમ પેલા સૈનિકને સુણાવ હતો. એટલામાં જ એક ભયંકર કડાકા સાથે દુકાનના કાચના ફુરફુરચા ઊડી ગયા. હજામ એકદમ મડદા જે ફીકો પડી ગયો. “ઓ ભગવાન ! આ એક ગેળા તે આવી જ પડર્યોને !” “શું?” તપને ગળે, વળી.” “આ રહ્યો એ ગાળે,” એમ કહી સૈનિકે જમીન ઉપરથી ગબડત પથ્થરને એક ટુકડો ઉપાડી લીધો. હજામ બારી તરફ દોડ્યો. તેણે ગેચ માર્કેટને રસ્તે પોતાના તમામ વેગથી દોડી જતો જોયો... જ્યારે પલટણે શબવાહિની સાથેના સરઘસ ઉપર હુમલો કર્યો અને નાસભાગ મચી રહી, ત્યારે એજોલરસ અને તેના મિત્રો, “મોરચો ઊભો કરે,” “મરચા પાછળ ચાલે,” કહેતા આખા ટેળાને સાથે લઈ યોગ્ય જગા તરફ ખસવા લાગ્યા. ગેચ, મેબોફ મહાશય, જુવાન છોકરાના પહેરવેશમાં એપનીન એ બધાં જુદે જુદે વખતે એ ટેળામાં જોડાયાં. ટેનું ક્ષણે ક્ષણે વધતું ચાલ્યું. દરમ્યાન રૂદ બિલેટ્સ પાસેથી એક ઊંચા કદને ધોળા વાળવાળો માણસ પણ તેમની સાથે જોડાયા. કોર્ફોરાક, એજોલરસ, અને કોમ્બીફેરે તેને જોયો, પણ તે કોઈ તેને ઓળખતા ન હતા. ગેબ્રોચ પણ બૂમ પાડતો ગાતે ગાતે સાથે ચાલતું હતું અને પોતાની પિસ્તોલના ઠૂંઠા વડે ભંગાય તેટલા કાચ અને બારણાં ભાંગતે જ હતા; તેણેય પેલા ઉપર ખાસ લક્ષ ન આપ્યું. કોર્ફોરાક અને તેના મિત્રોને કૅીન્થના પીઠામાં અો હતે. પહેલાં એકાદ ખાવાની વાનીને જોરે તે પીઠું ઠીક જામ્યું હતું; પણ માલિક મરી જતાં તેની બુટ્ટી વિધવા હુશેલૂપના હાથમાં તે હવે મરવા પડ્યું હતું. છતાં આ મિત્રોએ એ બુઠ્ઠી ઉપર મહેરબાની દાખવીને ત્યાં જ આવવાનું ચાલુ રાખ્યું હતું. અલબત્ત, ટેબલ ખુરસી વગેરે ફર્નિચર ચાર પગવાળું હતું, છતાં ત્રણ પગવાળું હોય તેમ જ હાલકડોલક થતું. લેઈગલ અને જોલી પાંચમી જૂનની વહેલી સવારે કેરીન્થમાં નાસ્તો કરવા ગયા હતા. આજે આ પીઠામાં તે બે જ જણા હતા. થોડી વાર બાદ ગેન્ટર ત્યાં આવી ચડ્યો. Page #358 -------------------------------------------------------------------------- ________________ મરચાનું મંડાણ ૩૩૩ ગેન્ટરને આવેલો જોઈ નેકરે બે બાટલીઓ તેની સામે ગોઠવી દીધી. લેઈગલે પૂછયું, “અલ્યા તું આ બંને પી જવાને કે શું?” “બે બાટલીઓથી આટલા નવાઈ પામનારા તે તમને જ જોયા!” પેલા બેએ ખાવાનું શરૂ કર્યું, ગ્રેન્ટેરે પીવાનું. અર્ધી બાટલી તે ખાલી પણ થઈ ગઈ. “અલ્યા તારા પેટમાં કાણું છે કે શું?” લેઈગલે ફરી ચલાવ્યું. “તારી કોણીમાં તો છે જ.” “હા ભાઈ હા, મારો કોટ જુનો થશે છે; અને તેથી જ એ મને બરાબર બંધબેસે છે.” થી વારમાં ત્યાં થઈને એક ટોળું શૌરછકેર કરતું જવા લાગ્યું. લેઈનલે કોર્ફોરાકને જોતાં જ બૂમ પાડ્યું, “કોર્ફોરાક! તમે બધા કયાં ચાલ્યા ?” “મોરચો બનાવવા.” “તો પછી અહીં જ બનાવોને; આ જગા સારી છે!” કોર્ફોરાકને અચાનક સૂઝયું : “હા ભાઈ, તારી વાત ખરી છે.” શેરીમાં યોગ્ય જગા વિચારી તરત મોરચો બાંધવાનું શરૂ થયું. આખી શેરીનાં મકાનવાળાંમાં ગભરાટ ફેલાઈ ગયો. જેટલા બારીબારણાં બંધ થાય તે બધાં બંધ કરી દેવાયાં. ઉપલા માળની એક બનેલી ડોસીએ તે કાચની બારીઓ સામે કપડાં સૂકવવાની વળગણી ઉપર વાળ અને કાથીથી ભરેલું એક ગદેલું લટકાવી દીધું, જેથી બંદૂકની ગોળીઓ રોકાય. મૅડમ હુશેત્રુપની દુકાન એકલી જ ખુલ્લી રહી; કારણ કે, અંદર પેલા મિત્રો ક્યારના અડો જમાવીને બેઠા હતા, અને ઓળખીના સૌને આમંત્રણ આપી ગળું ભીનું કરવા બોલાવતા હતા. થો મિનિટોમાં લોઢાના સળિયા જયાંથી મળે ત્યાંથી ભેગા કરાયા. તેમના વડે શેરીના પથરા દૂર દૂર સુધી ઉખાડી ઢગલો કરવામાં આવ્યો. ચૂનાના એક વેપારીનાં ચૂનાનાં ત્રણ પીપ ગેચ વગેરે ગબડાવી લાવ્યા. તેમના ઉપર શેરીના પથરાની છાટો ગોઠવવામાં આવી. એન્જોલરસે ડોસી હુશેત્રુપની દુકાનના ભંડારિયામાંથી બને તેટલાં પીપ બહાર કઢાવ્યો અને પેલાં ચૂનાનાં પીપની બાજુમાં ગોઠવાવી દીધાં. પાટડા અને વળીઓ જ્યાંથી ત્યાંથી તોડી લાવવામાં આવ્યાં. થોડી વારમાં માથડાથી ઊંચે ટેકરે આખી શેરીને રોકતે ઊભો થઈ ગયો. તેડીફેડીને કાંઈ ઊભું કરવું હોય, તે જાહેર જનતાના હાથ જેવી કુશળ કોઈ ચીજ નથી. Page #359 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરા શેરીને છેડેથી એક બગી જઈ રહી હતી. તરત ડ્રાઇવરને અને બાનુ ઉતારુઓને ઉતારી મૂકવામાં આવ્યાં. બે ઘોડા છેડી મૂકવામાં આવ્યા અને ગાડીને મેરચાના ખૂણા આગળની જરા ખાલી દેખાતી જગાની આડે ઊભી કરી દેવામાં આવી. ૩૩૪ હુશેપ બાનુ બધી તારાજી નજરે જોવી અશકય થતાં બડબડી ઊઠી, “દુનિયાના અંત આવવાના થયો છે, બીજું શું? ” એન્જેલરસ, કેમ્બ્રીફેર અને કોફે રાક બધાની દેખરેખ રાખી રહ્યા હતા. થોડી વારમાં બે શેરીને ધ કરતા બે મેારચા ઊભા થઈ ગયા. નાના મેસરા માત્ર પીધે। અને શેરીના પથરાએને જ ખડા કરવામાં આવ્યા હતા. લેકોનાં ટોળાં વધવા લાગ્યાં. આ ટોળાં હવે લડવા ઇચ્છનારા લોકોનાં હતાં. બીજા સામાન્ય લોકો તે, મારા હવે સામેથી લશ્કરના હલ્લા આવવાને લાયક બન્યા છે એવું જોતાં જ, વિદાય થવા લાગ્યા. ભાતભાતની વાતે ચાલવા લાગી. સવારના ત્રણેકના સુમારે જરૂર મદદ આવશે,” “ લશ્કરની કેટલીય ટુકડીએ ફરી જવાની છે,” “આખું પૅરિસ લડવા નીકળી પડવાનું છે,” 66 ઇત્યાદિ ઇત્યાદિ. હુશૈલૂપ બાનુના રસેાડામાં ફૂલેલા પેટાવવામાં આવ્યા હતા, અને વીશીનું ઓગાળાય એટલું બધું ઓગાળીને ગાળી ઢાળવામાં આવતી હતી. હુશેલૂપ બાનુ અને બીજી બે દાસીઓ જેટલાં કપડાં ફડાય તેટલાં ફાડીને પાટાપિંડી બનાવતાં હતાં. કાર્ફ રાક, એન્જોલરસ અને કોમ્નીફેરે જોયેલા રૂદ બિલેટ્સવાળા પેલા ઊંચા કદના માણસ નાના મેરચા ઉપર કામ કરી રહ્યો હતો. ગેબ્રોચ મોટા મેટરચા ઉપર કામે લાગેલા હતા. જુવાનિયાના વેશમાં આવેલી એાનીન પેલી બગી ઊંધી વાળવામાં આવી ત્યારની કયાંક અલાપ થઈ ગઈ હતી. ગેબ્રોચ આખી ધમાલમાં સૌથી વધુ ઉત્સાહમાં હતા તથા આનંદમાં લગભગ ભાન ભૂલીને કામ કરતા હતા. મારચાને ગેાઠવતી વખતે ખિસકોલીની પેઠે ઉપર ચડવું, નીચે ઊતરવું, ભારે વજન જોર કરીને બધા ઉઠાવતા હાય ત્યારે બૂમ પાડીને સૌને પાણી ચડાવવું, વગેરે કામેાથી તે બીજાઓની ગંભીરતા છી કરીને આનંદોત્સાહનું વાતાવરણ ઊભું કરી રહ્યો હતો. જેમ જોખમ વધારે, તેમ તેના ઉત્સાહ અને આનંદ વધારે જીવનની કાળી નરાશા તેના ઉમંગ અને ઉત્સાહની એડી હતી; તથા Page #360 -------------------------------------------------------------------------- ________________ મારચાનું મડાણ ૩૩૫ એના આનંદ એ તેની પાંખા હતી. એ જાણે એક પવનને વંટોળ હોય તેમ ઘૂમરી ખાતે હતા. ચારે બાજુ હવામાં તે ઘૂમી – વ્યાપી રહ્યો હતો. નકામા ફરનારાઓને તે વિચિત્ર અનેાખી રીતે એ ચીડવતો, આળસુએને તે ઉશ્કેરતા, થાકેલાઓને પાણી ચડાવતા, વિચારવંતોને ઉત્તેજના પૂરી પાડતા; કેટલાકને આનંદમાં, કેટલાકને હાંમાં, બીજાઓને ગુસ્સામાં અને સૌને ગતિમાં રાખતા. તેના નાના બાહુઓમાં શાશ્વત ગતિ ભરેલી હતી અને તેનાં નાનાં ફેફસાંમાંથી શાશ્વત પાકારો નીકળ્યા કરતા હતા. છતાં પેાતાની ઘેાડા વિનાની પિસ્તોલ જોઈને તે ગાંડા બની જતા. દરેક પાસે જઈને તે બંદૂક માગતા, “મારે એક બંદૂક જોઈએ; મને કોઈ એક બંદૂક કેમ આપતું નથી ?” અલ્યા તારે બંદૂક જોઈએ ?” કોમ્બીફેરે પૂછયું. 66 હા, શા માટે નહિ? ૧૮૩૦માં ચાર્લ્સ દસમા સાથેની તકરાર વખતે મારી પાસે હતી.” 66 ઐોલરસે ખભા મચકોડયા, ‘જ્યારે મેટાને બંદૂકો મળી રહેશે, ત્યારે અમે છેકરાઓને આપીશું. 86 ગેબ્રોચ ઝનૂનમાં પાછા ફરીને બાલ્યા, મારા પહેલાં જ્યારે તમે મરી જશા, ત્યારે હું તમારી જ બંદૂક લઈશ!” પીઠાથી થાડે દૂર મેારચાના છેડા અને ઘરની ભીંત વચ્ચે એક માણસ નીકળી શકે તેટલી જગા રાખવામાં આવી હતી, જેથી તેમાંથી બહાર નીકળી હુમલા કરી શકાય. પેલી ઊભી કરેલી બગીના એક દાંડો દોરડા વડે ખેંચીને ઊંચા કરવામાં આવ્યા હતા અને તેના ઉપર લાલ વાવટા ચડાવવામાં આવ્યા હતા, નાના મેરા પીઠાની પાછળ આવેલા હાવાથી, અહીંથી તે દેખી શકાય તેમ ન હતા. પીઠું એ બે મેારચાના ખૂણા ઉપર જ હતું. આ બધી ગેાઠવણી કરતાં એક કલાક ગયો. પછી વીશીમાંથી એક ટેબલ ખેંચી લાવી તેના ઉપર એન્જેલરસે બંદૂકના ટાટા ભરેલી પેટી ગેાઠવી. કાફે રાફે તેમાંથી થેાડા ઘેાડા બધા બંદૂકવાળાને વહેંચવા માંડયા. દરેકને ભાગે ત્રીસ ટાટા આવ્યા. ઘણા પાસે ફાડવાના દારૂ હતા, પેલી ઢાળી ઢાળીને બનાવવા માંડેલી ગાળી વડે તેઓએ ટોટા બનાવવા માંડયા. ફોડવાના દારૂથી ભરેલું એક પીપ બારણા પાસે અનામત રાખવામાં આવ્યું. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ લે મિરાટG હજુ સુધી લશ્કરની કશી હિલચાલ આ મોરચા તરફ દેખાતી ન હતી. અંધારું થતાં એક મશાલ સળગાવવામાં આવી અને તેને પથરાઓની આડમાં મોરચા ઉપર એવી રીતે ગોઠવવામાં આવી; જેથી પવન ન લાગે અને તેનું અજવાળું પેલા લાલ વાવટા ઉપર જ પડે. અંધારા વચ્ચે પ્રકાશમાં ફરફરતો એ લાલ વાવટે ભયંકર દેખાવ પૂરો પાડને હવે : જાણે મોતની લબકારા લેતી જીભ. નવરા બેસી રાહ જોવાના આ લાંબા ગાળાથી એલરસ અધીરે થઈ ગયો. મોટી ઘટનાઓ ઊભી કરવાનું જે લોકોને ભાગ આવેલું હોય છે, તેઓની અધીરાઈ વધારે તીવ્ર હોય છે. તે ગેઘોચને શોધવા ચાલ્યો. મેવોચ બે મીણબત્તીઓના પ્રકાશમાં ટોટા બનાવવાના કામે લાગી ગયો હતો. પ્રકાશ ઉપરના માળ તરફ ન જાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. પેલે રૂ દ બિલેટ્સવાળો ઊંચે માણસ હવે વીશીના ઓરડામાં આવીને ટેબલ પાસેના અંધારા ખૂણામાં બેઠો હતો. તેને ભાગે એક મોટી બંદૂક આવી હતી, તે તેણે પોતાના બે ઢીંચણ વચ્ચે ઊભી કરી રાખી હતી. જયારે તે અંદર આવ્યો, ત્યારે ગવોચની નજર તેના કરતાં તેની લાંબી બંદૂક ઉપર પડી; અને પછી તે તેના મોં ઉપર નજર પડતાં જ, “આ શું? ખરેખર? એ જ હોય? અહીં ક્યાંથી?” એમ બોલતો તરત તે ઊભે થઈ ગયે. પેલો લાંબો માણસ અત્યાર સુધી મોરચાનાં બધાં માણસોની કામગીરી બરાબર ધ્યાનમાં લઈ, અત્યારે જાણે પોતાના માથામાં એ બધી વિગતે ખીલીઓ ઠેકીને ટિંગાવ હોય તેમ આંખે અધ મીંચીને બેઠો હતો. ગોચ એડી ઉપર ઊભા થઈ ગુપચુપ તેની આસપાસ ફરતો ફરતો તેનું બારીક નિરીક્ષણ કરવા લાગ્યો. અચાનક એજેલસે તેને પકડ્યો અને બહાર લઈ જઈ તેને કહ્યું, “તું બહુ નાનું છે તું મોરચાના ખૂણા આગળથી બહાર નીકળી, મકાનની નજીક લપાતો લપાત સામેની શેરીની બહાર જઈને જોઈ આવ કે લશ્કરની શી હિલચાલ છે?” ત્યારે નાના માણસો પણ કામના હોય છે ખરા! ચાલો, એ બહુ સારું થયું, હું જાઉં છું.” પછી તેણે ધીમે અવાજે એજેલરસને નીચે નમાવીને કાનમાં કહ્યું, “જુઓ પેલો ઊંચે માણસ છેને?” તે સરકારી જાસુસ છે!” Page #362 -------------------------------------------------------------------------- ________________ મોરચાનું મડાણ “તને ખાતરી છે?” “હા, અઠવાડિયા પહેલાં જ હું બહારની હવા ખાવા જરા ટહેલત હતો, ત્યારે તે મને કાનપટ્ટી પકડીને થાણે થઈ ગયો હતે.” એન્જલસ તરત ડે દૂર ગણે; તેણે એક જણના કાનમાં કંઈક કહ્યું. તે જઈને બીજા ત્રણ મજબૂત માણસને બોલાવી લાવ્યો. તે ચારે જણા ટેબલ પાછળ, કશી ખબર ન પડે તે રીતે, બેઠવાઈ ગયા. પછી એલરસે પેલા ઊંચા માણસ પાસે જઈને કહ્યું : “તું કોણ છે?” ' પે આ અચાનક પ્રશ્નથી રોકી ઊઠ્યો. પણ એન્જોષરસની આંખો પાછળ રહેલાં નિશ્ચય અને તે જોઈને જરા તુચ્છકારથી બોલ્યો, “ઠીક કેમ?” "તું જાસૂસ છે?” “હું સરકારી અમલદાર છું.” “તારે નામ?” “અવર્ટ.” એલરસે પેલા થારને નિશાની કરત જ, એક પલકારામાં, જાવર્ટ પાછું વળીને જુએ તે પહેલાં તો તેને દબાવી દેવામાં આવ્યો. તપાસમાં તેની પાસે બે કાર વચ્ચે દબાયેલે સેના નામ અને અધિકારવા પાસ મળ્યો. તેની નીચે પોલીસ વડાની સહી હતી. ઘડિયાળના ખીસાને તળિયે એક કાગળ નીકળે. તેમાં એવો હુકમ લખેલો હતો કે, “જે રાજદ્વારી કામ તેમને સોંપવામાં આવ્યું છે, તે પૂરું થાય એટલે, ઇસ્પેકટર જાવટે તપાસ કરવી છે, સીન નદીના જમણા કિનારે જેનાના પુલ નજીક બદમાશોને અડો છે, એ અહેવાલ ખસે છે કે નહિ.” તપાસ પૂરી થતાં જાવ૮ના હાથ તેની પીઠ પાછળ બાંધી દઈને તેને ઓરડા વચ્ચેના મુખ્ય થાંભલા સાથે સખત જકડીને બાંધી દેવામાં આવ્યો. ગેડ્રોચ આ બધું જોતા હતા અને દરેક પગલું ડોકું ધુણાવીને મંજુર રાખતા હતા. તે હવે આગળ આવ્યો અને બોલ્યો, “ઉંદરડાએ બિલાડીને પકડી ખરી.” એન્જોલરસે હવે જાવટે તરફ ફરીને કહ્યું, “મેરો પડશે તે પહેલાં દશા મિનિટ અગાઉ તને ગોળીથી ઉડાવી દેવામાં આવશે.” જાવટે જરા પણ અવાજ કર્યો ન હતે; તથા ગુનેગારોના સ્પર્શથી પણ હીણપત અનુભવતો હોય તે રીતની કંઢાળા અને શીડભરી મુખમુદ્રાથી તે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લે બિઝશક્ષ આ બધું તેમને કરવા દેતો હતો. તેણે હવે જવાબ આપ્યો, “અત્યારે જ શા માટે નહિ?” “અમારે અમારા દારૂગોળાની કરકસર કરવાની છે.” તો છરી વડે કામ પતાવી દો.” “જાસસ! અમે ન્યાયાધીશ છીએ, હત્યારા નથી.” પછી એશ્વેલરસે ગોચને બોલાવીને કહ્યું, “તું તારે કામે જ! મેં કહ્યું છે તે કર.” ગેવોએ કહ્યું, “આ ઊપડ્યો!” પણ પછી એકાએક પાછા ફરીને તેણે કહ્યું, “મને આની બંદૂક આપી દો; મેં ગવૈયો તમને પકડાવી દીધે, એટલે તેને તંબૂરો મને મળવો જોઈએ.” આટલું કહી લશ્કરી સલામ ભરી, તે તરત મોરચાને ખૂણે થઈને બહાર નીકળી ગયે. ૮૨ મેરિયસ અંધારામાં અટવાય છે હિમના ગળાની પેઠે, લેકોનાં ટોળાં પણ, જેમ આગળ ગબડતાં જાય તેમ મોટાં થતાં જાય છે. ટેળાના લોકો એકબીજાને પૂછતા નથી કે કોણ કયાંથી આવ્યું છે. એ ટેળામાં લે કેબુક નામના ઉપનામવાળે એક પીધેલ કે પીધેલ હેવાને ઢોંગ કરતે એક માણસ પણ જોડાયેલ હ. પીઠા આગળ બહાર ટેબલ ખેચી લાવીને તે બેઠો હતો અને પાસે બેઠેલાઓને વધુ ને વધુ દારૂ પીવાને આગ્રહ કર્યા કરતો હતો. તે વારંવાર સામેના ઊંચા ઘર તરફ પણ જોયા કરતો હતો. તે પાંચ માળનું મકાન હતું અને ઉપરથી નીચે સુધી બિલકુલ બંધ હતું. અચાનક તે બોલી ઊઠયોઃ “ભાઈ, આપણે આ સામેના ઊંચા મકાનમાં જ જઈને બેઠવાવું જોઈએ! ત્યાં બેઠા હોઈએ, તે પછી આખી શેરી ઉપર આપણી નજર રહે.” પણ એ ઘર તે બંધ છેને?” પાસે બેસી પીનારાઓમાંના કોઈકે. કહ્યું. તેનું બારણું ઠેકો!” તે નહિ ઉઘાડે.” Page #364 -------------------------------------------------------------------------- ________________ એરિયસ એ ધારણ અટવાય છે ૩૩૯ તે બારણું તેહ પાડો!” આટલું બોલતાંની સાથે લે કબુક તરત એ મકાન તરફ દેડયો અને બારણું ઠોકવા માંડયો. બારણું ને ઊઘડ્યું. તેણે બીજી વાર ઠોક્યું. જવાબ ન આવ્યો. તેણે ત્રીજી વાર ઠેર્યું. પણ એવી જ ચુપકીદી! કોઈ ઘરમાં છે?” બુકે બૂમ પાર્શ. કશી જ હિલચાલ જણાઈ નહિ. .. પછી તેણે બંદૂક લઈ તેને કુંદો બારણા ઉપર ઠોકવા માંડ્યો. એ ઠપકારાથી આખું ઘર જાણે પૂજવા માંડયું. જોકે દરવાજા ઉપર તેની કશી અસર ભા થઈ. પરંતુ અંદર રહેનારાઓને છેવટે બીક લાગી હોય કે કોણ જાણે પણ ત્રીજા માળની એક ચાખી બારી ઊઘી અને એક નેકરે હાથમાં મીણબત્તી લઈને બહાર કિયું . સાહેબ, આપ શા માટે બારણું ઠોકે છે?” દરવાજે બોલ,”લે કે બુકે કહ્યું. મહાશય, એ નહિ બની શકે.” “હું કહું છું, ઉઘાડ, હરામજદા!” “બિલકુલ નહિ, સાહેબ.” લે કે બુકે તરત હાથમાંની બંદૂક તેના હાથા ઉપર તાકી. બે કબુક નીચે હતો અને અંધારામાં હતો, એટલે પેલા નેકરે કશું દેખ્યું નહિ. “ઉધાડે છે કે નહિ ? હા કે ના!” નહિ સાહેબ!” “તું ના કહે છે? “સાહેબ, નહિ ઉઘાડી..” એ વાકય પૂરું કરે તે પહેલાં ગળી છૂટી અને તેની દાઢીમાંથી પસીને તેની ખાપરીની ઉપર નીકળી ગઈ. પેલે હાથમાં મીણબત્તી સાથે ઢગલે થઈને ગબડી પડયો. તેનું માથું કઠારા ઉપર ફસડાઈ રહ્યું. “લે જ, બેટા!” એમ કહી લે કે બુકે બંદૂક જમીન ઉપર નાખી. પણ એ શબ્દોને પૂરા બોલી રહ્યો તેવામાં એક મજબૂત હાથ તેની બેચી ઉપર જકડાઈ ગયો. લે કે બુકે એક મક્કમ અવાજે બોલાતો હુકમ સાંભળ્યો : “ઘૂંટણિયે પડ.” પેલા ખૂનીએ પાછું વળીને જોયું તો એmોલરસને ઠંડ, સફેદ ચહેરો તેને દેખાયો. એmલરસના હાથમાં એક પિસ્તોલ હતી. Page #365 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાયલ વીસ વરસના નાજુક જુવાનના હાથમાં અને અવાજમાં એવી દૃઢતા હતી કે, પેલા ભારે શરીરવાળા લે કેબુક બરુની પેઠે નીચા વળી ગયા. તે છટકવા પ્રયત્ન કરવા લાગ્યા; પણ તેને તરત જ જણાઈ ગયું કે તે લોખંડી પંજામાં જકડાયા છે. ૨૪૦ આખા મારચા જાણે ત્યાં દોડી આવ્યો, અને સૌ કોઈ દૂર ભૂંડાળું વળીને ઊભા રહ્યા. કોઈના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યા. લે કેબુક પૂરેપૂરો ડઘાઈ ગયો હતો. હવે તેણે રક્ષણ માટે પ્રયત્ન કરવાનું છાડી દીધું, એોલરસે હવે તેના ઉપરથી હાથ ઉઠાવી ખિસ્સામાંથી ઘડિયાળ કાઢવું અને કહ્યું, “તને એક મિનિટ આપવામાં આવે છે; વિચાર કરી લે.” “ દયા ! ” પેલો ખૂની માથું નીચું રાખીને ગણગણ્યો. એન્જલરસે ઘડિયાળ ઉપરથી આંખ ખસેડી નહિ; એક મિનિટ થતાં તેણે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધું તથા પછી પેલા અમળાતા અને બરાડતા લે કેબુકને માથાના વાળથી ઊંચા કરીને તેના કાન આગળ પિસ્તાલની નળી ગેાઠવી દીધી. તે જોઈ, જાનની પરવા છેાડી મેારચામાં જોડાયેલા કેટલાય મરણિયા ભડવીરોએ પણ માં ફેરવી લીધું. ભડાકો થયા; અને પેલા ખૂની માં ફરસબંધી તરફ રાખી જમીન ઉપર તૂટી પડયો. પ્રાણ ઊડી ગયા પછી શરીર થોડીક વાર અમળાય છે. માત્ર તેટલી જ હિલચાલ તેના શરીરમાં જણાતી હતી. એન્જલરસે હવે પગ વડે તેની લાશને ધકેલતાં હુકમ કર્યો, ‘ આને નાનાં મારચાની બહાર . બહાર ફેંકી દો. ' ત્રણ માણસાએ લાશને ઊંચકીને ફેંકી દીધી. સૌ ગુપચુપ એોલરસની સામે ઊભા રહ્યા. 66 66 ‘નાગરિકો,” એન્જેલરસે સૌને સંબંાધતાં કહ્યું, આ માણસે જે કર્યું તે ભયંકર હતું; મેં જે કર્યું તે પણ ભયંકર છે. તેણે ખૂન કર્યું, તેથી મેં તેને મારી નાખ્યો છે. મને તેમ કરવાની ફરજ પડી છે; કારણ કે ક્રાંતિને પણ તેની શિસ્ત હોવી જોઈએ. હત્યા બીજે હોય તે કરતાં અહીં તે વધુ ગંભીર ગુના છે. કારણ કે આપણે ક્રાંતિદેવીના પૂજારીઓ છીએ; આપણે પવિત્ર ફરજ બજાવવા ભેગા થયા છીએ; અને આપણી લડતને કોઈ આંગળી ચીંધી શકે તેવાં દુષ્કૃત્ય આપણે હાથે હરગિજ ન થવાં જોઈએ. તેથી મેં આને આ સજા કરી છે. તે સજા કરવાનું મને ગમ્યું નથી, અને તેથી જ મે... મારી જાતને પણ જે સજા કરી છે, તે તમારી નજરે થોડા વખતમાં જોશો.” Page #366 -------------------------------------------------------------------------- ________________ મેરિયસ અધારામાં અટવાય છે જેઓએ આ છેલ્લું વાકય સાંભળ્યું, તેઓ કંપી ઊઠયા, અમે પણ તેમાં તમારી સાથે જ છીએ,” કોમ્બીફે બૂમ પાડીને જણાવ્યું. “એક શબ્દ વધુ. આ માણસને દેહાંતદંડ આપવામાં મેં તેમ કરવાની આવશ્યકતાને નમતું જોખ્યું છે, પણ આવશ્યકતા શબ્દ તે આ જૂના જગતને છે અને એનો અર્થ લાચારી થાય છે. પણ પ્રગતિને નિયમ એ છે કે, અસુરે દેવ આગળ માગ મૂકવો જોઈએ. ભવિષ્યમાં પ્રેમનું સામ્રાજ્ય થાઓ. હે મૃત્યુદેવતા! મેં તમને બલિદાન આપ્યું છે, પણ હું તમારે પૂજારી નથી, નાગરિકો, ભવિષ્યમાં અંધકાર કે વજપ્રહારની જરૂર નહિ રહે. ઘાતફી અજ્ઞાન કે ખૂનના બદલામાં ખૂનને કાયદો નહિ રહે. ભવિષ્યમાં કોઈ માણસ પિતાના બીજા માનવબંધુની કતલ નહિ કરે. માનવજાત પ્રેમથી પ્રજવલિત થઈ હશે. બધે સમન્વય, સુસંગતિ, પ્રકાશ, આનંદ અને જીવન પ્રસરશે, ત્યારે જ તે દિવસ આવશે. પણ એ દિવસ જરૂર આવશે. અને તે માટે આપણે અત્યારે આપણા પ્રાણ પાથરી રહ્યા છીએ.” સૌ એ દેવાંશી યુવાનના ભવ્ય મુખારવિંદમાંથી ઝળહળી રહેલા આશા, પ્રેમ, અને સ્વાર્પણના પ્રકાશને નય હદયે નિહાળી રહ્યા. અહીં આગળ આપણે પોલીસએ પછી કરેલી તપાસને આધારે કરેલા અહેવાલને સ્વીકારી લઈએ, તે છે કે બુક પિલીસ અમલદાર હતું અને પિોલીસની જ એક વિચિત્ર દંતકથાને કબૂલ રાખીએ, તો એ માણસ કલેકેસસ જ હતો ! કારણ કે એ દિવસ પછી પૅરિસમાં કે કયાંય કલેકસસનું નામનિશાન સાંભળવામાં આવ્યું નહોતું. આ અરસામાં જ કોફૅશકે એવું તે એક જુવાનિ કે જે થડા વખત ઉપર તેને ત્યાં મેરિયસનું ઠેકાણું પૂછવા આવ્યો હતે, તે મરચામાં દાખલ થયો હતે. તેના મોં ઉપર એક પ્રકારની ગાંડાની લાપરવાઈ અને હિંમત દેખાતાં હતાં. એ એપનીન હતી. એરિયસને રૂ દ લા ચેનરીને રચે બોલાવનાર અવાજ જાણે નિયતિને અવાજ હતો. મેરિયસ મૃત્યુને જ ભેટવા ઇચ્છતો હતો અને એ માટેની તક તેને આવી મળી ! Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨ લે મિઝરા " તે ઝડપી પગલે ચાલવા લાગ્યો. તેના ખીસામાં જાવર્ટની બે પિસ્તોલો ભરેલી તૈયાર હતી. તેને બોલાવવા આવનાર જુવાનિયો શેરીમાં તેની અગાઉ કયારને ચાલતો થઈ ગયો હતે. ક્યાંક નિર્જન થયેલી ખાલી શેરી હતી, તે વચ્ચે વચ્ચે કોનાં ઉશકેરાયેલાં ટોળાંની ભીડથી અંદર પેસી પણ ન શકાય તેવી શેરીઓ પણ આવતી; પરંતુ નિર્જન શેરીનાં બંધ બારણા જેમ તેને નજરે પડતાં ન હતાં, તેમ ભીડવાળી શેરીઓની ધક્કામુક્કી તથા કલશેર પણ તેને સ્પર્શતાં ન હતાં. તે ઊંધું ઘાલીને એક જ લક્ષ્યથી ચાલ્યો જતો હતો: તે મૃત્યુને જ ભેટવા જતા હતો, પછી જીવનનાં બીજાં દૃશ્યોની તેને શી પરવા? એક શેરીમાં બંદુકની ગોળી તેના કાન સરસી થઈને પસાર થઈ ગઈ અને હજામની દુકાનની નિશાનીરૂપ બહાર લટકાવેલી એક તાંબાની વાડકીમાં પેસી ગઈ. તેને એ ગળીથી એટલું જણાયું ખરું કે પોતે જે માર્ગે જવા ઇચ્છતો હતો, તે માર્ગે જ જઈ રહ્યો છે! મેરિયસ મોરચામાં દાખલ થયો, તે વખતે એન્જલસ વગેરે બેવોચ શી ખબર લાવે છે, તેની ઇંતેજારીમાં હતા. થોડી વારમાં જ ગેડ્યોચના ગાયનને સર સંબળા. અને ડી વારમાં તો ગેચ ઠેકડા મારતોકને મોરચામાં દાખલ થયો અને બોલ્યા, “મારી બંદૂક કયાં છે? પેલા તે આવી પહોંચ્યા !” તરત જ આખા મોરચામાં સન્નાટો છવાઈ ગયો. દરેક જણે પોતપોતાનું હથિયાર સંભાળી લીધું. એન્વેલરસે પોતાની પિસ્તોલ પસંદ કરવા ગેડ્રોચને પૂછયું, ગેડ્રોચે જાવર્ટવાળી બંદૂક જ ઉપાડી. દરેક જણ પિતાની જગાએ ગોઠવાવા લગે. એલરસ, કોમ્બીફેર, કર્કેરાક, ઈગલ, જેલી, બહેરેલ અને ગેબ્રોચ વગેરે ૪૩ જણા મોરચા પાછળ ઘૂંટણિયે પડીને બેઠવાઈ ગયા. તેમનાં માથાં મોરચાની ટેચની લગોલગ પહોંચતાં હતાં. ફક્યુલીના છ સાથીદારોને વીશીના ઉપરના બે માળની બારીઓએ ગોઠવવામાં આવ્યા હતા. થોડી વારમાં લશ્કરની ટુકડીનાં માપેલાં પગલાંને અવાજ નજીક આવતે સંભળાયો. પછી તે સૈનિકોની બંદૂક ઉપરનાં બેનેટની અણીઓ મરચાની આ તરફ રહ્યાં રહ્યાં પણ દેખાવા લાગી. સામેથી આવાજ આવ્યો, “કોણ છે? જવાબ આપો.” Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મેરિયસ અયાસમાં અટવાય છે ચ કાંતિ!” એmલરસે રણકતે ઊંચે અવાજે જવાબ આપ્યો. “ફાયર !” ટુકડીના અફસરે જવાબ આપ્યો. સળગતી ભઠ્ઠીનું બારણું ઊઘડે અને એકદમ બંધ થાય તે પ્રકાશને ચમકારો થયો. બગીના દાંઠા ઉપરને લાલ વાવટો દાંડા સાથે કરવતથી વહેરાઈ જાય તેમ કપાઈને નીચે પડયો. મોરથાની ખાલી તરાડોમાંથી પેઠેલી ગોળીઓથી થોડાક માણસે ઘાયલ થયા. આ ગોળીબારની ગરમીથી જ કેટલાય કે ઠરી ગયા! લગભગ આખી પાટણ જ સામે આવીને ખી રહી હોય તેમ લાગતું હતું. કોર્ફોરાકે બૂમ પાડીને કહ્યું, “બિરાદરો, આપણા દારૂબાને બચાવ કરે લેઓ શેરીમાં દાખલ થાય ત્યાં સુધી ગોળીબાર ન કરશો.” અને સૌથી પહેલાં આપણે આપણા વાવટો ફરીથી ઉંચા ચડાવ જોઈએ.” એન્જોલરસે કહ્યું. બહાર પલટનના માણસે ફરીથી બંદૂકો ભરતા હોય તેવો અવાજ સંભળાયો. કોનામાં હિંમત છે? કોણ વાવણે ફરી મેસ્થા ઉપર ફરકાવવા જાય છે?” એmોલરસે પૂછયું. કોઈએ જવાબ ન આપે. અત્યારે મોરચા ઉપર વાવ લઈને ચડવું એટલે આખી પલટણની બંદૂકના સીધા નિશાન બનવું! અને એ હકીકતો ગમે તેના હૃદયને કંપાવી નાખવા માટે પૂરતી હતી. ગમે તેવો બહાદુર માણસ પણ પોતાની જાતને એ સજા કરતાં કમકમી ઊઠે. એmલક્ષ્યને પોતાને જ એક ધ્રુજારી આવી ગઈ. પણ તેણે ફરીથી કહ્યું, કોઈ તૈયાર થતું નથી?” મિબોફ બાપુ આ ટોળામાં જોડાયા ત્યારથી છૂટા પડયા નહોતા. જોકે, તે બધાની સાથે ચાલતા હતા તેટલું જે; બાકી તો તે કશું જોતા કે સાંભળતા હોય એમ લાગતું નહે. કોર્ફોરાક અને બીજાઓએ તેમને બે કે ત્રણ વખત આ ટોળામાંથી નીકળી જવા સમજાવ્યા હતા તથા તે કેવું જોખમ ખેડી રહ્યા છે તે પણ જણાવ્યું હ. પણ તેમને કાને કશી વાત પડી હેય તેમ લાગતું નહોતું. જયારે કોઈ તેમની સાથે બોલવું ન હોય, ત્યારે તે જાણે કોઈને જવાબ આપતા હોય તેમ તેમના હોઠ હાલવા લાગતા; પણ કોઈ તેમની સાથે કાંઈ વાત કરવું કે તેમના હેડ હાલતા બંધ થઈ જતા; અને તેમની આંખે મડદાની આંખે જેવી શુન્ય થઈ જતી. Page #369 -------------------------------------------------------------------------- ________________ લે મિરાણલ બધા જ્યારે મોરચા ઉપર ગોઠવાયા હતા, ત્યારે મેબોફ બાપુ બે હાથમાં લમણા ગોઠવી જાવર્ટ પાસે ઘેનમાં પડવા હોય તેમ બેસી રહ્યા હતા. પછી પલટણને પહેલો ગોળીબાર થતાં જ તે જાણે જાગી ઊઠયા હોય તેમ ઊભા થઈ ગયા હતા. પછી એmોલરસે જ્યારે વાવટે ચડાવવા કણ મરચા ઉપર ચડે છે, એ પ્રશ્ન બીજી વાર પૂછયો, તેની સાથે જ તે સીધા એલરસ પાસે ગયા અને તેના હાથમાંથી વાવટો ખેંચી લઈ ધીમે ધીમે મોરચા ઉપર પગ બેઠવતા ગઠવતા ઉપર ચડ્યા. - મોરચાને ટેકરે પહોંચી તે ટટાર ઊભા રહ્યા. તેની સાથે જ સૌનાં હદય ઉપર એક પ્રકારની શીતળતા ચંપાઈ ગઈ. તેમણે હાથમાંને ધ્વજ હવે ફરકાવીને બૂમ પાડી, “ક્રાંતિ ઝિંદાબાદ! ભ્રાતૃભાવ, સમાનતા અને મૃત્યુને જય !” પલટણના અફસરને તરત જ અવાજ આવ્યો : “કોણ છે? જવાબ આપો.” મેબોફ બાપુ તરત હાથમાંને ધ્વજ ફરકાવીને બોલ્યા : “ક્રાંતિ ઝિંદાબાદ!” “ફાયર!” અફસરને હુકમ છૂટ્યો. તરત જ મેબોફ મહાશય આખા શરીરે ચાળણીની પેઠે વીંધાઈ જઈ લાકડાના યૂણકાની પેઠે મોરચાની અંદર ગબડી પડયા. તેમના હાથમાંથી વાવટો પણ ગબડી પડયો. એન્જોલરસે તરત મોરચાના માણસોને સંબોધીને કહ્યું, “ નાગરિકો ! આ વૃદ્ધ સજજન દીધુ ઉપયોગી જીવન ગાળીને ભવ્ય મૃત્યુને વર્યા છે. તેમણે પિતાના દાખલાથી આપણ જુવાનોને સંદેશ આપ્યો છે. આપણે હવે તેમના શબનું આપણા જીવતા પિતાની પેઠે સંરક્ષણ કરીશું, અને આપણાં શબો ઉપર પગ મૂકીને જ દુશમન તેમના શબને કબજો લેવા જઈ શકશે.” પછી પ્રેસાના કપાળને હળવેથી ઊંચું કરીને એલરસે ચુંબન કર્યું અને તેમને કાણાં કાણાં થઈ ગયેલો અને લોહી ટપકતે ડગલ કાઢીને તેણે ઊંચે કર્યો અને કહ્યું, “હવે આ આપણે વજ બને છે.” છ જણાએ હવે પોતાની બંદૂક આડી પકડીને ઠાઠડી બનાવી તેને ઉપર મેબેફ મહાશયનું શબ પધરાવવામાં આવ્યું. હુશેલૂપ બાનુની એક લાંબી કાળી શાલ તેના ઉપર ઓઢાડવામાં આવી. પછી ખુલ્લે માથે તેમની શબયાત્રા કાઢી, પીઠાના મકાનમાં લઈ જઈ, એક મોટા ટેબલ ઉપર તે શબને Page #370 -------------------------------------------------------------------------- ________________ મેરિયસ અંધારામાં અટવાય છે ૩૪૫ ચિરશાંતિમાં પોઢાડવામાં આવ્યું. જાવર્ટની નજીક થઈને જતી વેળા એ જોલસે તેને કહ્યું, “હવે તારો વારો નજીક છે.” આ દરમ્યાન ના બેવોચ તપાસ રાખતે મોરચા આગળ ઊભે હતા. તેણે થોડાક સૈનિકોને ચુપકીદીથી મેસ્થા પાસે ચાલી આવતા જોયા. તરત જ તેણે બૂમ પાડી, “સાવધાન!” કોર્ફોરાક, એન્જોલરસ, જીન પૂવેર, કેમ્બફેર, જોલી, બહેરેલ, લેઈગલ સૌ એકદમ છલંગ ભરતા પીઠામાંથી બહાર ધસી આવ્યા. એક ક્ષણ પણ મોડું કરાય તેમ રહ્યું ન હતું. થોડાક મ્યુનિસિપલ ગાર્ડના માણસે બગી આગળ થઈને મરચા ઉપર ચડી પણ આવ્યા હતા. તેમણે બેવોચને ધકેલી કાઢયો હતો, પણ તે ત્યાંથી ભાગ્યો ન હતો. ઘોડાપૂર ધસતું ધસતું બંધની સપાટીની ઊંચાઈએ પહોંચી જાય અને બંધની તરાડોમાંથી પાણી જોરથી ફૂટવા માંડે એના જેવી એ કટોકટીની કારમી ક્ષણ હતી. બહોરેલે એક ગાર્ડને પિતાની બંદૂકની નળીથી જ પૂરો કર્યો. પણ બીજા ગાર્ડે બેયોનેટથી બહોરેલને પૂરો કર્યો. ત્રીજાએ કોર્ફોરાકને ગબડાવી પાડ્યો હતો, અને તે મદદને પોકાર કરી રહ્યો હતો. બીજી એક રાક્ષસ જે ઊંચે ગાર્ડ બેનેટ ધરી ગેડ્રોચ ઉપર ધસી ગયે. બેવોચે જાવર્ટની જંગી બંદૂક તાકીને ઘોડે દબાવ્યો, પણ કશું ફૂટયું નહિ. જાવટેં બંદૂક ભરી જ ન હતી. પેલો ગાર્ડ હસી પડયો અને તેણે પિતાની બેયોનેટ તે છોકરા ઉપર ઉગામી. પણ ગેડ્રોચને બેનેટ અડે, તે પહેલાં તે સૈનિકના હાથમાંથી બંદૂક પડી ગઈ. તેના કપાળમાં થઈને એક ગોળી પસાર થઈ ગઈ હતી. બીજી ગોળીએ કોર્ફોરાક ઉપર હુમલો કરનાર સૈનિકની છાતી આરપાર વીંધી નાખી હતી. તે પણ જમીન ઉપર ગબડી પડ્યો. મેરિયસ મરચામાં અબઘડી દાખલ થયો હતે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૮૩ એપનીનની વિદાય ! અત્યાર સુધી મેરિયસ એક ખૂણામાં સૌની અજાણમાં છુપાઈને આ બધો તાલ જોતે હતે. તે કશા નિશ્ચય ઉપર આવ્યો ન હતો, તથા આ બધી મોતની બાજી જોઈને તેને કમકમાં આવતાં હતાં. પરંતુ જીવન તરફનું તેનું ખેંચાણ એટલું બધું દૂર કે નાબૂદ થઈ ગયું હતું કે, તેના પ્રમાણમાં મોતની અંધાર-બીણ તેને વધુ આકર્ધતી જતી હતી. પછી મેબો મહાશયને તથા બહેરેલને મરતા જોઈને, કોર્ફોરાકનો મદદ માટેનો પોકાર સાંભળીને તથા ગેડ્રોચની કટોકટીભરી સ્થિતિ જોઈને, તે જાવટંવાળી બે પિસ્તોલ હાથમાં લઈ મોરચામાં કુદી પડયો. પહેલા બારથી તેણે ગેવચને બચાવ્યો અને બીજ બારથી કર્કેરાકને. પણ આ દરમ્યાન પલટણના માણસો મોરચાની દીવાલ ઉપર ચી આવ્યા હતા. તેઓ રચાની અંદર કૂદી નહેતા પડતા તેનું કારણ એટલું જ હતું કે, અંધારામાં નીચે તેમને માટે છે ફાંદો ગઠવી રાખ્યો હોય, તેની તેઓને શંકા હતી. મેરિયસે હવે પિતા પાસેની ખાલી થયેલી પિસ્તોલ ફેંકી દીધી હતી. દરમ્યાન તેની નજર બારણા પાસેના પેલા બંદૂકને દારૂ ભરેલા પીપ ઉપર પડી. તરત તે એ તરફ વળ્યો. એટલામાં એક સૈનિકે તેના તરફ બંદૂક તાકી. અચાનક એક હાથનો પંજો એ બંદૂકની નળીના મોં આગળ આવ્યો. ભડાકો થયો, અને પેલો હાથનો પંજો ધરનાર જમીન ઉપર ફસડાઈ પડ્યો. ગોળી તેના હાથમાંથી તેમજ કદાચ શરીરમાંથી પણ પસાર થઈ ગઈ હતી. મેરિયસને આ બધું સહેજ આભાસરૂપ દેખાયું હતું. તે તે એ કશાનો વિચાર કર્યા વિના પેલા પીપ તરફ જ દોડ્યો. પણ દરમ્યાન મોરચા ઉપર ચડવા લાગેલા સૈનિક બળવાખોરોની. બરાબર સામે આવી ગયા હતા. બળવાખેરોમાંને મોટો ભાગ ઉપલે માળ બારીએ આવીને ઊભા હતા ત્યારે એન્જોલરસ, કોર્ફોરાક, જીન પૂવેર અને કમ્બીકેર જેવા કેટલાક અડગ-નિશ્ચયી લોકો ભીંતે પિતાની પીઠ ટેકવી બંદૂકો થરીને ઊભા હતા, પલટણના અફસરે તલવાર ધરીને હુકમ કર્યો : “નિઅન લે !” એ લરસે હુકમ કર્યો : “ફાયર !” Page #372 -------------------------------------------------------------------------- ________________ એપેનીનની વિદાય! કાંને પક્ષના ભડાકા એકસાથે થયા. તેમના અજવાળામાં અને ધુમાડામાં અંજાઈ ગયેલી આંખે જરા જોઈ શકે તેવી થઈ, ત્યારે ખબર પડી કે, બંને પક્ષની હરોળના ઘણા માણસો ગબડી પડ્યા હતા, અને ઊભા રહેલા શાંતિથી પિતાની બંદૂકો ફરી ભરતા હતા. કટોકટીની ઘડી હતી; કારણ કે, આટલી નજીકથી ગોળીબાર ચાલે, તે છેવટે બળવાખોરે જ ઓછા થતા જાય. સૈનિકો તે મોરચા પર નવા નવા ચડયે જ જતા હતા. અચાનક એક ગર્જના જે ઘેરો અવાજ આવ્યો : “ચાલ્યા જાઓ, નહિ તે હું આખા મેર ઉરાડી દઉં છું!” બધાએ એ દિશામાં જોયું. મેરિયસે બંદૂકના દારૂથી ભરેલું પેલું પાપ જોઈ લીધું હતું. પિતાના હાથની ખાલી પિસ્તોલો ફેંકી દઈ, તરત તે એ પીપ ગબડાવીને મરચાની વચમાં લાવ્યા હતાઅને તેને ત્યાં ગોઠવી, એક સળગતી મશાલ લઈ આવ્યો હતો. પછી પીપ ઉપરના ઝઝુમતા પથ્થર ઉપર જ ઊભો રહી એ મશાલ તે પીપમાં સીધી ચાંપવા જતો હતે. ભલભલા પીઢ સંનિકો પણ આ દૃશ્ય જોઈ કંપી ઊઠ્યા. દારૂ ભરેલા પીપ ઉપર ઊભા રહી કોઈ માણસ સ્વસ્થતાથી મશાલ ચાંપવા જાય, એ કોઈના માનવામાં આવે તેમ નહોતું. પલટણના સારજંટે તે કહ્યું પણ ખરું, “મારા રચે ઊડી જશે * કે સાથે તું પણ?” “સાથે હું પણ!” મેરિયસે ટૂંકો જવાબ આપ્યો અને ઝટ મશાલ પીપ તરફ નમાવી. નિમિષમાત્રમાં તે આખો મોરચો ખાલી થઈ ગયે. મોરચા ઉપર ચડી આવેલા સૈનિકો જાણે રાત્રીના અંધારામાં ઓગળી ગયા. મોરચો બચી ગયો. બધા હવે મેરિયસની આસપાસ ટેળે વળ્યા. કર્ફોરાક કૂદીને મેરિયસને ગળે વળગી પડ્યો. મેરિયસે પૂછયું : “આપણે આગેવાન કોણ છે?” એન્જોલરસે કહ્યું, “તું હવે આગેવાન છે.” લકરના માણસો શેરીને છેડે કંઈક ધમાલ કરી રહ્યા હતા, પણ હવે કોઈ આગળ ધસી આવતું નહોતું. જાન સાથે આવા ખેલ કરનારાઓ સામે તેમને બીજી રીત અજમાવવી જરૂરી લાગી. બળવાખોરોએ હવે પોતાના માણસોની હાજરી પૂરવા માંડી. એક જણ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ લે સિરાક૭ જીવતે કે મરેલો ખૂટયો, તે જીન પૂવેર! તે તે સૌને વહાલો તથા બહાદુર સાથી હતો. પલટણના સૈનિકો પાછા જતી વખતે તેને સાથે ધકેલી ગયા હતા, એ ઉઘાડું હતું. કેમ્બફેરે એજોલરસને કહ્યું: “તેઓ આપણા મિત્રને લઈ ગયા, આપણી પાસે તેઓને અક્સર જાવર્ટ છે. હું સફેદ દવજ સાથે તેઓ પાસે એ બેની અદલાબદલી કરવાનો પ્રસ્તાવ લઈને જવા માગું છું.” એટલામાં શેરીને છેડે બંદૂકોના ઘોડા ચડાવાતા હોય તેવો અવાજ આવ્યો. સામેથી એક બૂમ પણ સંભળાઈ : ઝિદાબાદ ફ્રાંસ !” સૌએ પૂવેરને અવાજ ઓળખ્યો. તરત એક ચમકારો થયો અને એક ભડાકે. ફરીથી શાંતિ છવાઈ ગઈ. કોમ્બીફે કહ્યું, “તેઓએ એને મારી નાખ્યો.” એન્જોલરસે બાવર્ટ સામે જોઈને કહ્યું, “તારા મિત્રોએ જ તને અબઘડીએ ગોળીએ દીધા છે.” બધાનું લક્ષ મોટા મોરચા ઉપર જ કેન્દ્રિત થયેલું હતું. તે વખતે મેરિયસ નાના મરચાની પરિસ્થિતિ શી છે તે જોઈ આવવા નીકળ્યો. એક ફાનસ સિવાય બીજું કશું ત્યાં ન હતું. મેરિયસ એ જોઈને પાછો ફરતું હતું, તેવામાં તેણે એક ધીમે અવાજ સાંભળ્યું : “મેરિયસ મહાશય !” મેરિયસ એ અવાજ સાંભળી કંપી ઊઠ્યો. કારણ કે, રૂ પ્લમેટના જાળીવાળા દરવાજા આગળ, જેણે તેને મોરચામાં આવવા તેના મિત્રોને સંદેશ કહી સંભળાવ્યો હતો, તેને જ તે અવાજ હતે. મેરિયસે આસપાસ નજર કરી જોઈ પણ કોઈને ન દીઠું. એટલે તે આગળ ચાલવા જતો હતો, તેવામાં ફરી પેલો અવાજ આવ્યો, “ મેરિયસ મહાશય !” તેણે આસપાસ નજર કરી પણ કોઈ કયાંય દેખાયું નહિ. “તમારા પગ આગળ.” પેલો અવાજ બોલ્યો. મેરિયસે નીચે વળીને જોયું તે કશેક આકાર પેટે ઘસડાતે પગથાર ઉપર તેની તરફ સરકી રહ્યો હતો. “તમને ઓળખાણ ન પડ્યું?” ના.” Page #374 -------------------------------------------------------------------------- ________________ એપેનીનની વિદાય! એપનીન.” મેરિયસે નીચે વળીને જોયું તે તેણે પુરુષનાં કપડાં પહેર્યા હતાં. તું અહીં ક્યાંથી? અહીં તું શું કરે છે?” “હું મરી રહી છું.” “હું? તું ઘવાઈ લાગે છે. ઊભી રહે, તને હું ઓરડામાં લઈ જાઉં. ત્યાં તે તારા ઘા ઉપર પાટો બાંધશે.” એરિયસ નીચે વળી તેને ઊંચક્યા ગયો. પેલીએ જરા ધીમી ચીસ પાડી. “તને દુ:ખા ?” . જરાક.” “પણ હું તે તારા હાથને જ અડયો છું.” પેલીએ પિતાના હાથનો પંજો ઊંચો કર્યો. તેમાં વચ્ચે કાળું નાણું હતું. તારા હાથને શું થયું?” “બંદૂકની ગેળી આરપાર નીકળી ગઈ છે.” “શી રીતે?” તમારા તરફ બંદૂક તકાઈ, તે તમે જોઈ હતી?” “હા, તે વખતે એક જે એ બંદૂકની નળી આડે આવ્યો હતે.” તે મારો હતો.” મેરિયસ ગ્રૂજી ઊઠયો. પણ એટલા ઘાને કંઈ વાંધો નહિ. તેઓ તારા હાથને બરાબર પાટો બાંધી દેશે. હાથને પંજો કાણે થવાથી માણસ કંઈ મરી જાય નહિ.” પણ એ ગોળી મારી પીઠમાં થઈને નીકળી ગઈ છે. મને હવે ત્યાં લઈ જવાને કાંઈ અર્થ નથી. પણ તમે દાક્તર કરતાં પણ મારી વધુ સારવાર કરી શકે તેમ છે. તમે જરા પાસે પથ્થર ઉપર બેસે.” ' મેરિયસે તેમ કહ્યું, એટલે તેણે પોતાનું માથું તેના ઢીંચણ ઉપર ગોઠવી દીધું અને પછી તેની સામું જોયા વિના જ ગણગણી : “કેવું સારું લાગે છે! તમે કેવા સારા છો ! મને હવે કશું દુ:ખ લાગતું નથી!” થોડી વાર તે સૂપ પી રહી. પછી તે થોડો પ્રયત્ન કરી મેરિયસ સામું જોઈને બોલી, “તમે કયાં જાણો છો? તમે એ બગીચામાં જતા હતા તે મને ગમતું ન હતું. પણ એ મકાન મેં જ તે તમને બતાવ્યું હતું. તમારા જેવા જુવાન માણસને પેલીનું ઘર બતાવી દેવું, એટલે શું થાય એ મારે પહેલેથી જ ભણવું જોઈતું હતું. ખેર !” Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ લે શિરાબ પછી પિતાના મનના ગૂંચવાડા ગુપચુપ જ ઓળંગી જઈ, થોડી વાર બાદ હૃદયભેદક સ્મિત કરીને તે બોલી – “તમે મને કદરૂપી ગણતા હતા નહિ?” થોડી વાર પછી તેણે ચાલુ રાખ્યું “જુઓ, તમે પણ હવે મૂઆ જ જાણે. આ મરચામાંથી કોઈ જીવતું નીકળવાનું નથી. તેથી તે હું તમને અહીં ખેંચી લાવી હતી. તેમ છતાં જ્યારે તમારા ઉપર બંદૂક તકાતી જોઈ, ત્યારે મેં વચ્ચે હાથ ધર્યો. આ બધુ કેવું હોય છે. પણ મારે તમારી પહેલાં મરવું હતું. ગળી વાગી એટલે હું અહીં ખેંચાઈ આવી. મને કોઈએ ઉપાડી નહિ. હું તમારી રાહ જોતી હતી. પણ તમે ન આવ્યા. તમને ખબર પણ પડી નહિ હોય, એ વિચાર આવતાં હું કેટલું બધું તરફડી! તમે મને પૈસા આપતા હતા, નહિ? મારે તમારા પૈસા નહોતા જોઈતા. તમને યાદ છે મેરિયસ મહાશય? પણ હવે આપણે બધાં મરવાનાં છીએ; હવે આપણે બે જ પરલોકમાં મળીશું, પેલી તે અહીં જ જીવતી રહી જશે!” અચાનક તેને ગળે વેદનાને ડચરો ભરાય. “મેરિયસ મહાશય, હું ચાલી! તમે પણ વહેલા આવવાના જ છો. કોઈ બચવાનું નથી. પેલે જ મારો ભાઈ ગાય છે, તે જો મને અહીં જોશે તે વઢશે.” “કોણ તારે ભાઈ?” પેલા મરચાની ટોચે ઊભા રહીને ગાય છે તે.” એ તારો ભાઈ થાય?” “હા, પણ એ અમારી સાથે નહેતે રહેતે.” મેરિયસને એકદમ પિતાના પિતાએ થેનારડિયર કુટુંબ પ્રત્યે વારસામાં સોંપેલી ફરજોની વાત યાદ આવી. તે એકદમ ગેવોચ તરફ જવા ઊપડ્યો. “ના જતા રહેશે. મેરિયસ મહાશય, હવે બહુ વાર નથી!” તે હવે લગભગ બેઠી થઈ ગઈ. મોતના એળા તેના ઉપર છવાઈ ચૂકયા હતા. તે મેરિયસના મેં પાસે પોતાનું માં લઈ જવાય તેટલું નજીક લઈ જઈને બેલી. “જુઓ હું તમને છેતરવા માગતી નથી. મારા ખીસામાં તમારે માટેને પત્ર છે. ગઈ કાલથી તે મારી પાસે પડેલો છે. તેને ટપાલમાં નાખવા મને પેલીએ આપ્યો હતે. પણ તે તમને મળે તેવું હું ઇચ્છતી ન હતી. પણ હવે તે તેને છોડી તમે પરલોકમાં મારી પાસે જ આવવાના છો તે ઘડીએ તમને મારા ઉપર ચીડ ન ચડે તે માટે તમારે કાગળ હવે કાઢી લો.” Page #376 -------------------------------------------------------------------------- ________________ હુ હમણાં જ પાછે આવું છું ! ૩૫૧ તેણે મેરિયસને હાથ પકડી પોતાના જાકીટ પર મૂક્યો. મેરિયસે કાગળ કાઢી લીધો. તેના મોં ઉપર હવે સતિષ અને શાંતિની આશા છવાઈ રહી. પછી તે ખચકાતાં ખચકાતાં બોલી – “મેરિયસ મહાશય, એક વચન આપ–” “શું?” “પહેલાં વચન આપ.” “હા, હું વચન આપું છું.” હું મરી જાઉં, ત્યારે મારા કપાળ ઉપર એક ચુંબન કરો!” ' તરત જ તે ધબ દઈને જમીન ઉપર ગબડી પડી. તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. મેરિયસ તેના માં સામું જોઈ રહ્યો. તેને પહેલી વાર સમજાયું કે, આ છોકરી ખરેખર તેને ચાહતી હતી! તેણે હવે એ ગત આત્માને વિદાય અને શાંતિ આપવાના ખ્યાલથી હળવે રહીને તેના કપાળ ઉપર ચુંબન કર્યું. ૮૪ હું હમણું જ પાછો આવું છું ! મેરિયસે એપનીન પાસેથી કાગળ લીધે, પણ તેના હૃદયમાં એક થડકો થયા વિના ન રહ્યો. તેને ખાતરી થઈ ગઈ હતી કે તેમાં કોઈ અનેખી ઘટના જ તેને વાંચવા મળવાની છે. કાગળ વાંચવા તે અધીરો થઈ ગયો. માણસનું હદય કેવું વિચિત્ર હોય છે! પેલી કમનસીબ બાળકીને આંખે મીંઢે વાર પણ નહતી થઈ અને તેને આ કાગળ વાંચવાની અધીરાઈ આવી ગઈ. તેણે તેને જમીન ઉપર ધીમેથી સુવાડી અને તરત તે ત્યાંથી ચાલવા માંડયો. ગમે તેટલી ઇંતેજારી હતી, તે પણ એના શબ પાસે ઊભા રહીને તે એ કાગળ ન વાંચવો જોઈએ, એવું જાણે કોઈક તેને અંતરમાંથી કહી રહ્યું હતું. મીણબત્તીને અજવાળે જઈ તેણે તે કાગળ ફેડયો. લખાણ ટૂંકું જ હતું : “મારા પરમ પ્રિય, દુ:ખની વાત છે કે મારા પિતા તરત જ ઊપડી જવા માગે છે. અમે આજ રાતે રૂ દ લ મ આર્મ નં ૭ માં હેઈશું. એક અઠવાડિયામાં તો અમે ઇંગ્લેન્ડ પહોંચી ગયાં હઈશું. – કૉસેટ, જૂન થી તારીખ.” Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ લે સિરા શું બન્યું હતું તે ટૂંકમાં કહી જવાય તેવું છે. એપનીને જ આ બધુ ઊભું કર્યું હતું. ત્રીજી જૂનની રાતથી માંડીને તેના મનમાં બે વિચારો સામટા ઊપડ્યા હતા : તેના બાપ અને પેલા ડાકુઓની રૂ પ્લમેટના મકાન ઉપરની યોજનાઓને ઊંધી વાળવી અને મેરિયસને કેસેટથી છૂટો પાડવો. તેણે જ જીન વાલજીનને ઍપ દ માર્સ આગળ ‘જલદી દૂર ચાલ્યા જાઓ’ એવી ચેતવણી આપી હતી. જીન વાલજીને તરત જ ઘેર જઈને રાતે હૈ દ લ હોમ આર્મવાળા મકાનમાં ટુ ડોશી સાથે ચાલ્યા જવાનું અને બીજે અઠવાડિયે કાંડન પહોંચી જવા માટે ઊપડવાનું જાહેર . કેસેટ આ અણધાર્યા પ્રહારથી એકદમ દિમૂઢ થઈ ગઈ. તેણે ઉતાવળે બે લીટીઓ મેરિયસને લખી નાખી. પણ ટપાલમાં એ કાગળ નાખવો શી રીતે? તે એકલી કદી ઘર બહાર નીકળતી નહિ; અને ટુ ડોશીને ટપાલમાં કાગળ નાખવા મોકલે, તે ડેસી તે એ વાતથી જ એટલી નવાઈ પામી જાય છે, મ. દોશલને એ કાગળ બતાવ્યા વિના રહે જ નહિ. એ કટોકટીની ઘીએ જ કૉસેટે એપનીનને જુવાન છોકરાના પિશાકમાં દરવાજાના સળિયા આગળ જોઈ. તેણે તરત તે “મજૂર' જુવાનિયાને પાંચ ફ્રાંક આપ્યા અને એ કાગળ “માં મેરિયસ પિન્ટમર્સી, મેં. કોર્ફોરાકના મકાનમાં, રૂ દ લા વેરી નં. ૧૬” એ સરનામે તરત પહોંચાડવા આજીજી કરી. બીજે દિવસે૧મી જુનને દિવસે એપનીન કોરાકને ત્યાં મેરિયસને કાગળ આપવા નહિ પણ “તાલ જોવા’ ગઈ. પણ જયારે કોર્ફોરાકે કહ્યું કે, તેઓ બધા મોરચે જવા ઊપડે છે, ત્યારે એપનીને પણ એ મોરચાના મોતમાં જ જાતે ધસી જવાનું નક્કી કર્યું. પણ સાથે સાથે મેરિયસને પણ ત્યાં જ ધકેલી જવાને, કોસેટ ઉપરની અદેખાઈથી તેણે વિચાર કર્યો. એટલે મેરિયસ રૂ પ્લમેટ તરફ સંકેત પ્રમાણે જશે જ એમ માની, તે ત્યાં ગઈ. કેસેટ ન મળતાં મેરિયસ નિરાશ થશે એમ તે માનતી હતી. અને તેમજ બન્યું. એટલે તેણે વખત જોઈ, મેરિયસના મિત્રોને નામે, તેને મોરચા તરફ ચાલ્યા આવવાનો સંદેશ દૂરથી સંભળાવ્યો. પછી તે મોરચે પાછી આવી. ત્યાં શું બન્યું તે આપણે જોઈ આવ્યા. અદેખાઈથી બળતાં હૃદયો, પોતે જેને ચાહતાં હોય છે તેને બીજું કોઈ ન લઈ જાય તે માટે, પોતાની સાથે જ મોતના ખાવમાં ઘસડતા જવામાં વિચિત્ર આનંદ માણે છે. મેરિયસે કાગળને ચુંબનથી નવરાવી નાખ્યો. તે કૅસેટ તેને ખરેખર ચાહે છે? એક ક્ષણભર તેના મનમાં થઈ આવ્યું કે, તે હવે તેણે મરણ પામવાની જરૂર નથી. પણ પાછો તેને વિચાર આવ્યો : તે તે હવે ચાલી Page #378 -------------------------------------------------------------------------- ________________ હું. હમણાં જ પાછો આવું છું! ૩૫૩ જવાની. તેના બાપુ તેને ઈંગ્લૅન્ડ લઈ જશે, અને મારા દાદા મને એની સાથે લગ્ન કરવાની સંમતિ આપતા નથી. એટલે પરિસ્થિતિમાં કશા જ ફરક પડતા નથી. મેરિયસ જેવા લાગણીપ્રધાન જુવાનિયાઓને હતાશામાં જીવનના ભાર જીરવવા મુશ્કેલ લાગે છે. તેના પ્રમાણમાં મોતને ભેટવું એ જાણે સહેલું લાગે છે. છતાં, મરતા પહેલાં બે કર્તવ્યા તેણે બજાવવાં બાકી રહે છે, એમ તેને લાગ્યું : એક તો કૉસેટને પોતાના મૃત્યુની ખબર પહોંચાડવા સાથે તેને છેવટના વિદાયસંદેશ પાઠવવા, અને બીજું, એપાનીનના ભાઈ અને થેનારડિયરના પુત્ર ગેબ્રોચને આ મોરચામાંથી ઉગારી લેવા. તેની પાસે તેની ખીસા-ડાયરી હતી. તેમાંથી તેણે એક પાનું ફાડવું અને પેન્સિલ વડે લખ્યું : “આપણું લગ્ન અશકય છે. મેં મારા દાદાને પૂછી જોયું, તેમણે ના પાડી છે. માર્ચ પાસે કશી પૂંજી નથી; તમારી પાસે પણ નથી. હું તમારે ઘેર દોડી ગયા હતા, પણ તમે ન મળ્યાં. મેં તમને મળવાનું વચન આપ્યું હતું, યાદ છે? એ વચન મેં પાળ્યું છે. હવે હું થેાડી વારમાં મૈતને ભેટું છું. હું તમને ચાહું છું. તમે આ વાંચતાં હશે, ત્યારે મારો આત્મા તમારી નજીક આવી પહોંચ્યો જ હશે અને હસતે મુખે તમને નિહાળતા હશે. ' કાગળને કશામાં બંધ તો કરાય તેમ નહોતું. તેથી તેણે ગડી કરીને ઉપર લખ્યું : “ શ્રીમતી કૉંસેટ ફેશલર્વે, મોં, ફોશલર્વેને ત્યાં, ♦ દ લ હેામ આર્મી, નં. ૭.” આટલું કર્યા બાદ તે બ્રેડી વાર વિચારમાં પડયો. પછી તેણે શ્વેતાની ખીસા-ડાયરી ફરીથી બહાર કાઢી અને તેને પહેલે પાને નીચેની ચાર લીટી લખી : “મારું નામ મેરિયસ પોન્ટમાઁ છે. મારા શબને મારા દાદા જીલેનોર્મન્ડને ત્યાં ૪૦ કેલવેર નં. ૬ માં પહોંચાઢવું, ” પછી તેણે ખીસા-ડાયરી પાછી પોતાના કોટના ખીસામાં મૂકી દીધી. ત્યાર બાદ તેણે એબ્રોચને બૂમ પાડી. મેરિયસના અવાજ સાંભળી, તે છેકરો તરત ભક્તિભાવના ઉમળકાભર્યા શહેર મેરિયસ પાસે દોડી આપ્યા. “તું મારું એક કામ કરીશ?” 66 કોઈ પણ કામ, સાહેબ ! તમારા વિના ત કયારનું ગાવું ભડથું થઈ ગયું હોત. . લે ૨૦૨૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ લે સિરાલ્ડ “ આ કાગળ છે.” “તે લઈને મરચાની બહાર તું ચાલ્યો જા. (ગેડ્રોચ કાન પાછળ ખંજવાળવા લાગ્યો.) અને કાલે સવારે હું એ કાગળ તેના સરનામે, શ્રીમતી કૉસેટ, મો. ફેશલને ત્યાં, રૂ દ લ મ આર્મ નં. ૭માં પહોંચાડી દેજે.” પણ સાહેબ, તે પહેલાં તો મરચા ઉપર હલ્લો આવી ગયો હશે; અને ત્યારે હું અહીં હાજર નહિ હો!” “મરચા ઉપર કાલ સવાર પહેલાં હુમલે નહિ આવે, એમ બધું જેતાં લાગે છે, અને કાલ બાર પહેલાં મારો પડશે પણ નહિ.” “પણ સાહેબ, હું તમારો કાગળ કાલે સવારે જ જઈને પહોંચાડી આવું તો ચાલે કે નહિ?” પછી તે બહુ મોડું થઈ જાય. મરચાની ચારે બાજુ માણસો મૂકી, બહાર નીકળાય નહિ તેવો જાપતે તે રાતના તેઓ જરૂર કરી લેશે.” ગેચ માથું ખંજવાળીને કાંઈક ચૂપ ઊભો રહ્યો, પછી એકદમ મેરિયસના હાથમાંથી કાગળ ઝૂંટવી લઈ ચાલત થશે. તેના મનમાં એક વિચાર ઝબકી આવ્યો હતે: “હજુ તે મધરાત પણ થઈ નથી, હું હમણાં જ એ કાગળ પહોંચાડીને પાછો આવી જાઉં છું!” ૮૫ હતાશાનાં પગરણ જન વાલજીનના અંતરમાં પણ તે જ ઘડીએ એક ભયંકર ઊથલપાથલ મચી રહી હતી. વાત એમ બની હતી કે, પાંચમી જૂનને દિવસે સાંજે જ જીન વાલજીન ટુ અને કૉસેટ સાથે રૂ પ્લમેટવાળું મકાન છોડીને રૂ દ લ હેમ આર્મવાળા મકાને આવી ગયો હતો. કૉસેટે પેલું મકાન જરાક વિરોધ ક્ય વિના નહોતું છોડવું; અને એ વિરોધ પહેલી વાર એ બેના જીવનમાં પ્રગટ થયો હતો. જીન વાલજીનને “જલદી દૂર ચાલ્યા જાઓ” એવી જે ચેતવણી પ દ માર્સ આગળ મળી હતી, તેનાથી તે એકદમ એવા નિશ્ચય ઉપર આવી ગયો હતો કે, “મને ઓળખનારું કોઈક મારી પાછળ પડયું છે; અને હવે આ દિશામાં હું કે કૉસેટ સહીસલામત નથી. પરંતુ કોરોટને તે Page #380 -------------------------------------------------------------------------- ________________ હતાશાના પગરણું એ મકાન આગળ એ જ રાતે મેરિયસ મળવાનો વાયદો કરી ગયો હતો, એટલે તેને મળ્યા વિના નીકળવું કૉટને માટે અશકય હતું. બંને જણ એક શબ્દ પણ બોલ્યા વિના ગુપચુપ રૂ દ લ આર્મવાળા મકાને આવી ગયાં. બંને જણનાં અંતરમાં ભારે ખળભળાટ હતો. જીન વાલજીન એટલો બધો ચિતામાં હતું કે, કૉસેટને ઘેરી વળેલી ખિન્નતાની છાયા તે જોઈ શકો જ નહિ; અને કૉસેટ એટલી બધી શેકગ્રસ્ત હતી કે, તે જીન વાહનની ચિંતા જોઈ શકી નહિ! જીન વાલજીને આ વખતે ટુસ ડેસીને પણ સાથે લાવ્યું હતું. આ અગાઉ તેણે કદી તેમ કર્યું ન હતું, પરંતુ આ વખતે તે સમજી ગયા હતા કે, ફરી પાછા રૂ ખુમેટ તરફ જવાનું બનવાનું જ નથી. રૂ પ્લમેટમાંથી ખસતી વખતે જીન વાલજીને બધો સામાન ત્યાં જ પડવો રહેવા દીધો હતો. માત્ર પેલી સુગંધીદાર નાની પેલી, જેને કૉસેટ જીન વાલજીનની “કામની સહવાસણ” કહેતી, તે જ તેણે સાથે લીધી હતી. કારણ કે ભરેલાં પેઢી-પટારા ખસેડવા માટે હમાવો જોઈએ અને હમાલે એટલે સાક્ષીઓ! ટુ ડેસી બહુ મુશ્કેલીએ પિતાનાં ઘોડાં કપડાં સમેટી લઈ શકી હતી કૉસેટે તે માત્ર પોતાના લખવાના સરસામાનની પેટી અને શાહીસનું પૂંઠું જ સાથે લીધું. ન વાઘજીને પિતાની વિદાય બને તેટલી ગુપ્ત રાખવા સંધ્યાકાળે જ નીકળવાનું શોઠવ્યું હતું. દરમ્યાન કોસેટને મેરિયસ માટે ચિઠ્ઠી લખવાને વખત મળી ગયો હશે, જે ચિઠ્ઠી પછી તેણે એપનીનને ટપાલમાં નાખવા આપી હતી. તે શતે કશી ખાસ વાતથીત ર્યા વિના જ સૌ પિતાપિતાની ચિતાએ લઈને સૂઈ ગયાં. બીજે દિવસે સવારે જીન વાલજીન કંઈક સ્વસ્થ થઈ ગયો; પણ કૉસેટ હજુ દુભાયેલી જ હતી. પરંતુ બાપુને ખોટું ન લાગે કે વહેમ ન જાય તે માટે જ નાસ્તા તરફ માત્ર નજર નાખવાનો દેખાય ી આવી. પછી માથું દુ:ખવાને બહાને તરત પાછી પિત્તાના સૂવાના ઓરડામાં ચાલી ગઈ. નાસ્તા દરમ્યાન ટુ ડોસી લેતડાતાં તેતડાતાં જીન વાલજીનને સંભળાવી ગઈ કે, પૅરિસમાં દંગલ શરૂ થયું છે અને મારફૂટ ચાલી છે. જીન વાલજીને નાસ્તા પરવારી, બધી યોજના મનમાં ફરીને ઉથલાવતે દીવાનખાનામાં આમથી તેમ કરવા લાગ્યો. તેને જે એકદ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ લે મિરાન્ડ બીક જેવું લાગ્યું હતું, તે હવે દૂર થઈ ગયું હતું. રૂ લુમેટમાંથી સહીસલામત રીતે ખસી શકાયું, એટલાથી તેને આત્મવિશ્વાસ પાછો આવી ગયો. અને કાંસ છોડી ઇંગ્લેંડ ચાલ્યા જવું પડે તોપણ, કૉલેટ પિતાની નજર સમક્ષ હેય, તે પછી તેને તે બધું સરખું જ હતું! ' આવા વિચારોમાં તે જરા હસતે મોંએ બારણાથી બારી સુધી ટહેલતા હતા, તેવામાં તેની નજર અચાનક ટેબલ ઉપરના અરીસા ઉપર પડી. તેમાં નીચેની લીટી શેખી વંચાતી હતી : “મારા પરમ પ્રિય, દુઃખની વાત છે કે મારા પિતા તરત જ ઊપી જવા માગે છે. અમે આજ રાતે રૂ દ લ હમ આર્મ નં. ૭ માં હોઈશું. એક અઠવાડિયામાં તો અમે ઇંગ્લેન્ડ પહોંચી ગયાં હોઈશું.' - કોસેટ, જૂન થી તારીખ.” જીન વાલજીન ચેંકીને જોઈ રહ્યો. કોસેટે આ ઘેર આવી પોતાનું શાહી ચુસનું પૂંઠું ટેબલ ઉપર મૂકયું હતું, તેના ઉપર મેરિયસને ઉતાવળે લખેલી ચિઠ્ઠીની શાહીની છાપ પડેલી હતી. તે ટેબલ ઉપર ઊભા અરીસામાં * હવે બરાબર સવળી થઈને વંચાતી હતી! એક ક્ષણમાં જીન વાલજીને ઊભી કરેલી ઇમારતના ભૂકેભૂકા થઈ ગયા ! તેને ખાતરી થઈ ગઈ કે, જગતનો પ્રકાશ હવે તેને માટે કાયમને લુપ્ત થઈ ગયો છે; કૉસેટે તે કાગળ પિતાના કોઈ પ્રિયતમને લખ્યો છે! જન વાલજીન લથડિયું ખાઈ ગયો. તેના અંતરમાં અત્યાર સુધી છુપાઈ રહેલું એક હિંસ પશુ એકદમ સળવળી ઊઠયું. બીજાઓએ અત્યાર સુધી તેના ઉપર કરેલા હુમલા સામે, જીન વાલજીન, પિતાના અંતરના જંગલી પશુને દબાવી રાખી શક્યો હતો. એક સંતની અડગતા, ધર્ય, શહીદી, સ્વાર્પણ અને ક્ષમાભાવ તેના અંતરમાં રૂઢ થતાં ગયાં હતાં. સામા શત્રુએ કરેલા પ્રહારે સામે તેણે પોતાની આસપાસ એક અભેદ્ય દીવાલ ખડી કરી હતી. પરંતુ, પરંતુ? આ તે દીવાલની અંદરથી હુમલો આવ્યો હતો ! પિતાની માનેલી કૉસેટ તરફથી – જેને સાથમાં રાખી તે આટલાં વરસથી કેટકેટલાં સંકટ અને વિદને હસતે મેએ વટાવી ગયો હતો; તે કૉસેટ જ હવે તેને ગબડાવવા પ્રયત્ન કરી રહી હતી! બિચારો જીન વાલજીન! તે કૉસેટને ખરેખર એક પિતાના વાત્સલ્યની રીતે જ ચાહતો હતે. પરંતુ તેના જીવનની જટિલતાએ એ વાત્સલ્યમાં બધા પ્રકારના પ્રેમના અંશ ઉમેર્યા હતા. કોસેટને તે પુત્રી તરીકે, પિતાની માતા તરીકે પોતાની બહેન તરીકે પણ ચાહતે હતો. કોઈ સ્ત્રીને Page #382 -------------------------------------------------------------------------- ________________ હતાશાનો ગરણું હજી સુધી પ્રિયતમા – પ્રેયસી તરીકે તેણે ચાહી ન હતી, પરંતુ પ્રકૃતિ કદી પિતાનું લેણું છું કરતી નથી એટલે એ મધુર ભાવને અંશ પણ આ બધા અશામાં ભળ્યો હતો. પરંતુ તે એટલે બધે અણાત હતો કે તેનું પવિત્રપણે મલિનતાથી જસ પણ ઝંખવાથું ન હતું તે બેન લગ્ન તે સંભવિત જ ન હતું. તેમના આત્માનું લગ્ન પણ સંભવિત મ હતું, અને છતાં તેમના નસીબે તેમને અતૂટ સાહચર્યના બંધને બાંધ્યાં હતાં. અને કૉસેટ છેક બચપણથી જ જીન વાલજીનને એટલા બધા આશિત ભાવે વળગેલી હતી કે, જીન વાલજીનનું અંતર સમાપણે પિતાના વાત્સલ્ય જ તેને વળી બેઠું હતું. કોસેટની માતાને પણ તે પિતા હ; એટલે ક્રૉસેટને જે પૌત્રી તરીકે જ બધાં લાડમ તેના તરફથી મળતાં હતાં -- પિતા પાસેથી મળતાં શિસ્ત અને આજ્ઞાપાલની જરા પણ કર્કશતા તેમાં ભળેલાં ન હતાં. કૉટની મા પણ તે જ હતી નાની છોકરી તરીકે માતાના જતનથી તેણે તેને ઉછેરી હતી. એ બાળક તેને માટે પ્રકાશ, ઘર, કુટુંબ, દેશ – અને સ્વર્ગ પણ હતું. તેલ જયારે તેને જે દેખાયું કે બધું હવે ખરેખર પતી ગયું છે, અર્થાત્ કૉસદ તેના હાથમાંથી છટકી ગઈ છે, તેને પ્રિયતમ જદે છે, પિ તે માત્ર પિતા છે, ત્યારે જે શાકને ધરતીકંપ તેને કંપાવી છે, તે અસહ્ય બની રહ્યો. તેને તરત જ બીજે કંપાર આવ્યો : આ પરિસ્થિતિને સામને કરવાને - સ્વરક્ષણનો! વાળના મૂળ સુધી તેને તામાં મહા-સ્વાર્થ સળવળતો અને ઊભે થતો અનુભવમાં આવ્યો. તેના ખાલી પડેલા અંતરમાં મા હૂહૂ કરતે ઘૂઘવવા લાગ્યો. આપણા અંતરમાં કેટલાંય ઊંડાં ૫ડ છે, જેમાં પણ આપણી વાસ્તવિકતા - આપણે સ્વભાવ મોજુદ હોય છે. પરંતુ ખૂબ જ કારણે ફટકો પડવા વિના તેટલે ઊંડે સુધી આપણે અંતર સૂર્ણ-વિચૂર્ણ થતું નથી. જન વાલજીન હવે એ જાતની કારમી હાંક્ષએ આવીને ઊભો હતો. પેલું શાહીસનું પૂંઠું તે વારંવાર હાથમાં પકડી પકડીને જોવા લાગ્યો. તેની સહજ ર્તિ તરત કામે લાગી ગઈ. તેણે બધા પ્રસંગે મન:ચક્ષુ સમક્ષ ખડા કરવા માંડ્યા. અને તેણે તરત ધી કાઢયું કે, એ પિલે લક્ષમબર્ગના બગીચાવાળો જ જુવાનિય હવે જોઈએ. અને જેવું તેનું સ્પષ્ટ ચિત્ર નજર સમક્ષ ઊભું થયું કે, તરત તેને વિકરાળ ગુસ્સે - વિકરાળ ધિક્કાર હૂપ કરતોકને તેના ઉપર કૂદી પડયો. આખી જિંદગી તેણે એ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ લે મિઝેરાત વેર- ધિક્કારને પ્રેમમાં – આત્મબલિદાનમાં રૂપાંતરિત કરવા પ્રયત્ન કર્યો હતો; અને તે કેટલે બધે અંશે સફળ પણ થયો હતે. પરંતુ જવાની અને વૃદ્ધાવસ્થા એ બે જુદી જ પરિસ્થિતિઓ છે. જુવાનીમાં જે ઉછાળો ભયંકર કૃત્યમાં પરિણમવા તરફ જ ઝટ વળી જાય, તે વૃદ્ધાવસ્થામાં અચાનક હતાશા તરફ પણ વળી બેસે, – એટલા જ જોરથી! જન વાલજીનને બધો ગુસ્સો કે બધો જુલ્મો અચાનક જીવનને – પોતાના જીવનને તેમજ બીજાના જીવન માટેને – બધો સ એકદમ ઉડાવી દેવા લાગે. તે જ વખતે મેં ડેસી અંદર આવી એટલે જીન વાલજીને તેને પૂછયું દંગલ કઈ તરફ ચાલે છે, તેની ખબર છે?” ડોસી આ પ્રશ્ન ન સમજતાં બબૂચકની પેઠે જોઈ રહી. જીન વાલજીને ફરી પૂછયું, “કેમ હમણાં તમે કહ્યું તે ખરું કે, દંગલ ચાલે છે અને લોકે લડવા માંડયા છે?” હા સાહેબ! સેંટ મેરી આગળ લડાઈ ચાલે છે, એમ મેં સાંભળ્યું હતું ખરું.” પાંચ મિનિટ બાદ જીન વાલજીન ખુલ્લે માથે શેરીમાં બહાર નીકળી આવ્યો. રાત પડવા લાગી હતી, અને તે કાન માંડીને કાંઈક અવાજ સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો. એ જ સ્થિતિમાં તે પોતાના ઘરના બારણા પાસેના પથ્થરની છાટ ઉપર બેસી પડ્યો. ८६ અહા! કેવી નિરાંત! કેવો આનંદ! આમ ને આમ કેટલો વખત પસાર થઈ ગયો હશે? શેરી ખાલી હતી. ઉતાવળે ઘર તરફ પાછા ફરતા લોકોએ તેને ભાગ્યે જ જોયો હશે. જોખમના સમયમાં દરેક જણ પોતપોતાની ફિકરમાં જ પડેલું હોય છે. ફાનસ સળગાવનારાએ આવીને તેના ઘરની બરાબર સામે આવેલું ફાનસ સળગાવ્યું. દૂર દૂરથી રણશિંગાં – પડઘમના અવાજો આવતા હતા; હકારા-ચીના અવાજ પણ સંભળાતા હતા. એ અવાજો સાથે ભળીને જ સેંટ પૉલના દેવળના ઘડિયાળના અગિયારના ટકોરા પણ ધીમે ધીમે પડવા લાગ્યા. Page #384 -------------------------------------------------------------------------- ________________ અહા! કેવી નિરાંત! કે આનદ! ૩૫૯ હજીન વાલજીન લગભગ પથ્થરની પેઠે સૂનમૂન બેસી રહ્યો હતે. એટલામાં એક ભયંકર ધડાકો સંભળાયો. થોડી વારમાં બીજો ધડકે સંભળાયો. તે વળી વધુ મોટો હોમેરિયસે દારૂગોળાના પીપ વડે જે હલ્લે પાછો વાળે, તે વખતના જ એ ધડાકો કદાચ હશે. એ બે ધડાકાઓથી જીન વાલજીને ચોંકી ઊઠ્યો. તેણે એ ધડાકાઓની દિશામાં ડોક ઊંચી કરી; અને તરત પાછો છાતી ઉપર માથું નાખી દઈ તે સૂનમૂન થઈ ગયા. અચાનક તેણે માથું ઊંચું કરીને જોયું કોઈ શેરીમાં ચાલ્યું આવતું હતું. તે બેવોચ હતે. તે કશુંક શોધતો હોય તેમ દેખાતું હતું. તેણે જીન વાલજીનને બરાબર જો, પણ તેના ઉપર કશું લક્ષ આપ્યું નહિ. તેણે થોડાં ઘરનાં બારીબારણાં તપાસી જોયાં, પણ બધાં બંધ હતાં. જીન વાલજીન તો કોઈ કંઈ પૂછે તે પણ જવાબ ન આપે તે દશામાં હતો; પરંતુ તેને અચાનક એ છોકરા સાથે વાત કરવાનું મન થઈ આવ્યું. બેટા, તને શું થયું છે?” “બાબત એમ છે કે, હું ભૂખ્યો થયો છું એટલે મહેરબાન થોડા હલકા થાઓ જોઉં !” જન વાલજીને ખીસું ફંફોસી એક પાંચ કૂકને સિક્કો કાઢયો. પણ ગેવો તે દરમ્યાન એક પથરો શોધી કાઢ્યો હતો. તેણે જીન વાલજીનને કહ્યું, “મહેરબાન સાહેબ, એ દેઢિયું જરા પકડી રાખે જોઉં. પણ તમે લોકો સીધા માણસો નથી લાગતા! આ બધું ગેરકાયદેસર છે! પેલું ફાનસ હજુ કેમ સળગે છે?” એમ કહી તેણે તરત તે પથરો તાકીને ફાનસ ઉપર છોડ્યો. થોડી વારમાં ફાનસના કાચ તૂટીને જમીન ઉપર પડયા અને એવો અવાજ થયો કે પડદા પાછળથી જોવા નીકળેલાં કેટલાંય ડેકાં, “આ તો દંગલ આવી પહોંચ્યું !” એમ કહીને તરત અંદર પેસી ગયાં. શેરી અંધારી-ભીંત થઈ ગઈ. “હાં ડોસીમા, માં-માથું ઢાંકીને સૂઈ જાઓ જોઉં!” ગેડ્યોએ શેરીએ બહુકમ આપે. જીન વાલજીને હવે, “બિચારો ભૂખ્યો છે એમ કહી તેના હાથમાં પાંચ ફ્રાંકને સિક્કો મૂકી દીધો. મેવોએ પાંચ કૂકના સિક્કાની વાત સાંભળેલી, પણ કદી જોયેલો નહિ. આવડે માટે સિક્કો હાથમાં જોઈ તેણે તેને પંપાળવા માંડયો. પણ પછી તરત જ જીન વાલજીન તરફ ફરીને તે સિક્કો Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬. લે મિક પાછા આપી દીધા. “હું શેરીનાં ફાનસ ભાંગવાં વધુ પસંદ કરું છું; તમે મને ફસાવી નહિ શકો.” 66 ' બેટા, તારે મા છે?” જીન વાલજીને પૂછ્યું. 66 હા, હા; તમારે ભલે ન હેાય !” તો, લે આ તારી માને આપી દેજે.” ગેબ્રોચ જરા ઢીલેા થયા. ઉપરાંત તેણે જોયું હતું કે, તે માણસના માથા ઉપર ટોશ પણ નથી; એટલે તેને જરા બંધુભાવ પ્રગટયો. +6 “ ખરેખર, તે હું આ શેરીનાં ફાનસ ફોડી ન નાખું તે માટે તે તમે નથી આપ્યાને ?” Co તારી મરજીમાં આવે તેટલાં ફોડી નાખને !” . “તમે સારા માણસ લાગો છે. આમ કહી તેણે એ સિક્કો ખીસામાં મૂકો. પછી ભ્રાતૃભાવ વળી વધી જતાં તેણે તેને પૂછ્યું : “તમે આ શેરીના માણસ છે ? ” “હા, કેમ ?” 06 “મને સાત નંબરનું મકાન બતાવશે। ?” 60 તારે શું કામ છે ભલા ? ’’ - પણ ગેોચને લાગ્યું કે પાતે – રાજદૂતે – કહેવી જોઈએ તે કરતાં વધુ વાત કહી નાખી છે. એટલે તે આકાશ તરફ જોઈ કંઈક ગાવા લાગ્યો. જીન વાલજીન તરત સમજી ગયા, તેના મનમાં એક વિચાર વીજળીની પેઠે ઝબકી આવ્યા તેણે પૂછ્યું : “હું જે કાગળની રાહ જોઉં છું, તે કાગળ હું લાવ્યા છેને? 66 તમે ? પણ તમે સ્ત્રી નથી !” 66 - પણ કાગળ શ્રીમતી કૉસેટ માટે છેને ? ” 66 કૉંસેટ ? હા તેવું જ કંઈક વિચિત્ર નામ છે ખરું.” "" “તો પછી એ કાગળ મને આપી દે; ―― "" અહીં ઊભા રાખ્યા છે.” એ કાગળ લેવા જ મને તેમણે 66 તો તો પછી તમે એ પણ જાણતા હોવા જોઈએ કે, હું મેારચા ઉપરથી આવું છું?” “ અલબત્ત !” ગેબ્રોચે હવે ખીસામાં હાથ નાખીને ગડી કરેલા એક કાગળ કાઢયો અને તેના હાથમાં મૂકી, લશ્કરી સલામ ભરી. 66 એ ખરીતા કામચલાઉ સરકાર તરફના હાવાથી એને સલામ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ અહા! કેવી નિરાંત! કે આનંદ! ભરવી પડે! જે જે માનતા કે એ કોઈ પ્રેમપત્ર છે! એ બધો ઊંટગધેડીને વ્યવહાર તે કમબખ્ત ધનવાનમાં હોય. અમે પ્રજાજને તે લડવૈયાઓ છીએ, અને અમે સ્ત્રી-જાતિને સન્માનની નજરે જોઈએ છીએ.” જીન વાલજીને હવે પૂછયું : “ જવાબ ક્યાં સેંટ મેરી તરફ મોકલવાનો છે?” “અરે નહિ; આ કાગળ તે રૂ દ લા ચેનરીને મારચેથી આવે છે; હું પણ ત્યાં જ હવે પાછો ફરું છું. અલવિદા, નાગરિક!” ગેવોચ દેડી ગયા પછી જીન વાલજી એ કાગળ સાથે ઘરમાં દાખલ થશે. મીણબત્તી સળગાવીને કાગળ વાંચતાં વાંચતાં તેની નજરે આ લીટીઓ પડી – “હવે હું થોડી વારમાં મોતને ભેટું છું. આ વાંચતી હોઈશ ત્યારે મારો આત્મા તારી નજીક આવી પહોંચ્યો હશે.” એ લીટીઓ વાંચતાં જ જીન વાલજીનના અંતરમાં જુદી જ જાતની લાગણીઓ અચાનક ઊભરાઈ આવી. તેના આઘાતથી તે જાણે તમ્મર ખાઈ ગયો. તે હવે મેરિયસની ચિઠ્ઠીને મદમત્તની દિમૂઢતાથી વારંવાર જોવા લાગ્યો. કારણ કે, તેના વધુમાં વધુ ધિક્કારપાત્ર દુશ્મનની એ મરણ-ચિઠ્ઠી હતી! તેના અંતરમાં એક ભીષણ આનંદની ચીસ ઊઠી. પોતે આશા રાખવાની હિંમત કરી હતી તેના કરતાં પણ દુશમન વહેલો અને પોતાની મેળે રસ્તામાંથી દૂર થઈ ગયો હતો!– અથવા દૂર થવાની તૈયારીમાં હતો ! અને પોતાને આ મહાવિપત્તિમાંથી – કટોકટીમાંથી ઉદ્ધાર થતો હતો! પરંતુ હજુ કદાચ એ મરણ ન પામ્યા હોય! આ ચિઠ્ઠી તે કૉસેટ સવારમાં વાંચે એ ઇરાદાથી લખાઈ હતી; તથા મરચા ભણીથી અગિયારબારની વચ્ચે જે બે ધડાકા સંભળાયા ત્યાર પછી કશી ધાંધલને અવાજ આવ્યો ન હતો. અર્થાત મોરચાનું યુદ્ધ હવે બીજે દિવસે સવારે જ શરૂ થવાનું. અલબત્ત, મેરિયસ આ મોરચામાં જોડાયો હોવાથી જીવતે તો નહિ જ છટકવાનો; અને વળી મારવામાં પણ તે ઘેરાયેલી સ્થિતિમાં જ છે. પોતે હવે કૉસેટ સાથે “એકલો’ રહી શકશે! હવે કૉસેટમાં બીજો કોઈ ભાગીદાર રહેશે. નહિ. અહા! કેવી નિરાંત! કે આનંદ! એક કલાક બાદ ન વાલજીન બંદૂક તથા કારતૂસની પેટી સાથે નેશનલ ગાર્ડને સરકારી ગણવેશ પહેરીને પેલા મરચા તરફ ચાલી નીકળ્યો. Page #387 -------------------------------------------------------------------------- ________________ શાહી ચોકી ઉપર હુમલો ગેડ્રોચ પેલી શેરીનું ફાનસ ભાંગ્યા પછી બીજી શેરીમાં આવ્યો. ત્યાં કઈ “બિલાડી' નજરે ન પડતાં, તેણે પોતાનાં ફેફ્સામાં જેટલી હવા ભરી શકાય તેટલી ભરીને મોટે અવાજે એક હિંસક ગીત શરૂ કર્યું. આસપાસનાં ઊંઘતાં કે બીની ઊઠેલાં ઘરો એ પંક્તિઓ સાથેની તેની વધેલી કૂચકદમથી ધણધણી ઊંડ્યાં. ગેડ્રોચ મેના ચાળા કરવામાં નિષ્ણાત હતા. ભારે પવનમાં ફાટેલા કપડાનાં બાકાંના જેટલા ઘાટું થાય તે કરતાં પણ વધારે ઘાટ ગેટ્ટોચના માંના થતા હતા. કમનસીબે એ બધું જોનાર એ અંધારી રાતે કોઈ હાજર ન હતું. કેટલી બધી કળા કદર થયા વિનાની જ રહી જાય છે! અચાનક એક બીજી કળાપૂર્ણ ચીજ તેની નજરે પડી. સુસંગતિ એ જ કળાનું હાર્દ કહેવાય છે અને અહીં એક ચીજ અને એક પ્રાણીની સુસંગતિ ભારે કળાત્મક દૃશ્ય સરજી રહી હતી. ચીજ હતી હાથગાડું અને પ્રાણી હતું એમાં સૂતેલો એક દારૂડિયો. ગાડાનો હડ ફરસ ઉપર ટેકવેલ હતો અને પેલે દારૂડિયો માથું ગાડાની પૂંટ આગળ ગંઠવી, આખા ઢાળ ઉપર ગમે તેમ અમળાઈને ગોઠવાયો હતો. તેના પગ જમીનને અડકતા હતા. ગોચની તીણ નજર પારખી ગઈ કે, પેલે ઠેલણગાડીવાળો વધારે પડતો દારૂ ઢીંચી, વધારે પડતું ઊઘેલો છે. તરત તેના મનમાં એક વિચાર ફુર્યો. આ ઠેલણગાડી મોરચા ઉપર સડસડાટ ચડી જશે. તરત તેણે ગાડીને પેલાના આખા શરીર નીચેથી ખેંચી લીધી. પેલો ધડાકા સાથે ફરસ ઉપર ચત્તાપાટ પડ્યો. પણ તે એટલા આરામમાં હતો કે, આટલી નાની દખલથી તેમાં કશો વિક્ષેપ પડે તેમ ન હતું. ગેચે તરત પોતાના સંગ્રહસ્થાન જેવા ખીસામાં હાથ નાખી, એક સુતાર પાસેથી કેસે ચડાવી તફડાવેલી લાલ પેન્સિલ કાઢીને એકાદ કાગળનું ચીંથરું શોધી કાઢી તેના ઉપર સરકારી પહોંચ લખી દીધી – “ફ્રેન્ચ પ્રજાસત્તાક તમારી ઠેલાગાડી સ્વીકારે છે! – કામચલાઉ પ્રતિનિધિ મેચ ” પછી એ સરકારી દસ્તાવેજ પેલા ગરાના ખીસામાં બેસી તે તરત Page #388 -------------------------------------------------------------------------- ________________ શાહી ચેકી ઉપર હુમલે ! ઠેલાગાડીના હડાને પકડી ગાડીને જોરથી ધકેલતો તથા પિતાના કૂચ-ગીતને વધુ જોરથી અવકાશમાં ગજાવતે મોરચા તરફ ઊપડયો. પણ પાસે જ એક સરકારી થાણું હતું તેની તેને ખબર નહોતી. એ થાણામાં નેશનલ ગાર્ડની ટુકડી ગોઠવવામાં આવી હતી. બે બે ફાનસે ફૂટવાને અવાજે, કૂચગીતના અવાજે, અને ઠેલાગાડીનાં પૈડાંના અવાજે, એ બધા નિરાંતે ઊંઘતા સૈનિકોનાં માથાં પથારીમાં સહેજ સળવળ્યાં. તેમના અસરને તરત લાગ્યું કે, આ તે બળવાખોરોની આખી ટુકડી તોપખાના સાથે કૂચકદમ કરતી આવી રહી છે ! પણ તે બહુ સાવચેત માણસ હતે. બળવાખેરની હિલચાલ તેમજ તાકાત બરાબર માપ્યા – જાણ્યા વિના તેઓના રસ્તામાં નાહક શા માટે આડા આવવું? તે ગુપચુપ બિલાડીની પેઠે એક સહીસલામત ખૂણામાં લપાઈને ઊભો રહ્યો. બેવોચ એ શેરીની બહાર નીકળવા જતો હતો, તેવામાં જ તેની સામે એક ગણવેશ, અને એક બંદૂકની નળી નજરે પડ્યાં. ગુડ મૉનિંગ, જાહેર કાયદો અને વ્યવસ્થા !” “તું ક્યાં જાય છે, રખડેલ ભામટા?” સારજંટે પૂછયું. “નાગરિક, મેં તને હજુ “બૂવા” (માલમતાદાર ધનિક) કહીને સંધ્યો નથી; પછી તું શા માટે મારું અપમાન કરે છે?” મેવો ક્રાંતિની ભાષામાં જવાબ આપ્યો. “હું ક્યાં જાય છે, એ મારે જાણવું છે, શયતાન !” “ભલા માણસ, તું વ્યાજખોર શરાફની ભાષા વાપરત લાગે છે; તારી ઉંમર કોઈ કલ્પી ન શકે. તારા વાળની એક ઝૂડીના તારે સે ફ્રાંક માગવા જોઈએ. કુલ માથાના તને પાંચસો ફ્રોક સહેજે ઊપજશે.” “તું કયાં જાય છે, કયાં જાય છે, ક્યાં જાય છે, ડાકુ, ધાડપાડું !” “તારા શબ્દો અતિ લાડઘેલા બાળક જેવા છે, તને ધવડાવનારે જરા તારું માં વધારે ઘસીને લૂછવું જોઈએ.” પેલા સારજંટે પોતાની બેયોનેટની અણી ગેડ્રોચ તરફ ધરી અને પૂછ્યું : “છેલ્લી વાર, બોલ તું ક્યાં જાય છે, ભિખારડા !” સરસેનાપતિ ! મારી મહરદાર અચાનક બીમાર પડી ગઈ છે. તેથી હું દાક્તરને બોલાવવા જાઉં છું.” “હોશિયાર !” કહી સારજંટે બેયોનેટ જોરથી ઉગામી. ગેડ્રોચે જોયું કે, કેઆ ઠેલાગાડીને કારણે જ આ બધી પંચાત ઊભી થઈ છે. હવે જેને Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ લે સિઝેરાહ કારણે બરબાદી સરજાઈ હોય, તેના વડે જ પેાતાની સહીસલામતી સાધવી, એ તે બત્રીસ-લક્ષણા મહાપુરુષોની જ આવડત કહેવાય; તેણે તરત ઠેલાગાડીને એટલા જોરથી પેલા સારાંટના પેટ તરફ જ ધકેલી દીધી કે પેલા ગટરમાં જોરથી ગબડી પડો અને તેની બંદૂકના હવામાં ભડાકો થયા. સારટની બૂમ સાથે જ તેની ટુકડીના માણસા હવૈ સફાળા ઊભા થઈ ગયા હતા અને વગર જોયે તેમણે એકદમ હવામાં એક ગાળીબાર તે કરી જ દીધા અને પછી બંદૂકો ફરી ભરવા માંડી. ત્યાર પછી તા કશું જોયા કર્યા વિના આ ચાલ્યા કર્યા; અને તેનાથી આજુબાજુનાં ધરાની આવરદા પૂરી થયા. દરમ્યાન ગૈોચ પૂરપાટ દોડતા છટકી ગયા. ગાળŪબાર પૂરી પંદર મિનિટ કાચની કેટલીય તખ્તીઓને પેલી ટુકડીના ગોળીબાર એળે ન ગયા. પેલી ઠેલાગાડીના કબજો લેવામાં આવ્યો. તેના દારૂડિયા કબજેદારને કૈદ પકડવામાં આવ્યા. તેના ખીસામાંથી નીકળેલી કામચલાઉ સરકારની પહોંચ ઉપરથી તેણે ફ્રેંચ ક્રાંતિને એ ઠેલાગાડી મદદ તરીકે આપી હતી, એમ સાબિત થયું; અને તેને બળવાખોરોના સક્રિય મળતિયા ગણી, કોર્ટ-માર્શલ કરવામાં આવ્યો. સમાજના સંરક્ષણ માટે પોતાનું ખાતું કેવું સાગ છે, એનાં બણગાં જાહેર સંરક્ષણપ્રધાને ક્રૂ'કથાં અને સરકારી દફતરમાં તે આખી ઘટના, ‘મધરાતે કરવામાં આવેલા શાહી ચોકી ઉપરના હુમલેા ' તરીકે વિગતવાર નોંધાઈને ઇતિહાસનું એક પાનું બની ગઈ. 1 ૮૮ અમે મરવા નીકળ્યા છીએ ! રાત દરમ્યાન બળવાખોરોએ પોતાના મેરા બે ફૂટ ઊંચા કર્યાં હતા તથા તેનું સમારકામ પણ કરી લીધું હતું. છેક ટોચે ચડવા પથ્થરો ગાઠવી પગથિયાં જેવું પણ કર્યું હતું. મરેલાનાં શબ એક બાજુ ઢગલા કરી દેવામાં આવ્યાં. તેમાં ચાર તા નેશનલ ગાર્ડના માણસ હતા. તેમના ગણવે એ જોલરસે ઉતરાવી લીધા, Page #390 -------------------------------------------------------------------------- ________________ અમે મરવા નીકળ્યા છીએ! ૩૬૫ એલરસે સૌને બે કલાક ઊંધી લેવાની સલાહ આપી. જોકે ત્રણ કે ચાર જણાએ જ એમ કર્યું. એ દરમ્યાન મકાનમાંથી ત્રણે સ્ત્રીઓ ભાગી ગઈ. બળવાખોરોને તેથી જરા નિરાંત જેવું હવે લાગવા માંડયું. ઘાયલ થયેલાઓને પાટાપિંડી કરવામાં આવી. વધુ ઘાયલ થયેલા પાંચને ઘાસ પાથરી રસોડામાં સુવાડવામાં આવ્યા. તેમાં પણ બે મ્યુનિસિપલ ગાર્ડના સૈનિક હતા. નીચેના એરડામાં હવે કાળા કપડામાં ઢંકાયેલું મેફનું શબ રહ્યું અને થાંભલે બંધાયેલ જાવર્ટ! બગીના ઊંચા દાંડા ઉપર ફરી ધ્વજ ફરકાવી દેવામાં આવ્યો. એ ધ્વજ મેબેફને ચાળણી થયેલ લોહી નીતરતે કટ જ હતો. ખાવાનું તે હવે કાંઈ રહ્યું જ ન હતું. મરચામાંના પચાસ માણસો સેળ કલાક ત્યાં રહ્યા તે દરમ્યાન વીશીમાંનું ખવાય તેવું બધું ખાઈ નાખ્યું હતું. છઠ્ઠી જૂનની સવારના કલાકો હતા; સેંટ મેરીવાળા જંગી મોરચામાં તે ત્રણ વાગ્યે જ્યારે આગેવાન પાસે સાથીઓએ ખાવાનું માગવા માંડયું, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, “હવે ખાઈને શું કરવું છે? ત્રણ તે વાગ્યા છે, અને ચાર વાગ્યે આપણે બધા મરી ગયા હોઈશું.” આ મોરચે ખાવાનું કશું રહ્યું ન હતું એટલે એલરસે દારૂ પીવાની પણ મનાઈ કરી દીધી. વીશીમાં જે કાંઈ શીશીઓ મળી, તે બધી કબજે કરી લેવામાં આવી. એન્જોલરસ હવે બહારની પરિસ્થિતિને કયાસ કાઢવા નીકળ્યો. નાના મોરચેથી તે ઘરો પાસે લપાતો લપાતો બહાર ચાલ્યો ગયો. રાતનો હુમલો પાછો વળ્યું, એટલે અંદરના મોરચાવાળાઓને હવે વિજયની ખાતરી થઈ ગઈ હતી : સવારના તે ચારે બાજુએથી મદદ મળશે એવી તેમની ગણતરી હતી. આખું પેરિસ એકીસાથે સળગી ઊઠશે અને પલટણના સૈનિકો ગભરાઈને હથિયાર હેઠાં મૂકી દેશે! સેંટ મેરીવાળા જંગી મરચાની પડઘમ તે આખી રાત થંભી જ નહોતી. અર્થાત એ લોકો પણ હજુ ટકી રહ્યા હતા, એ બીજો પુરા! થોડી વાર બાદ એલરસ પાછો આવ્યો. તે ગંભીરપણે સૌને સંબોધીને બોલ્યો : “પૅરિસનું આખું લશ્કર હુમલો કરવા મેદાને પડયું છે. એ લશ્કરનો ત્રીજો ભાગ તમારા મોરચા ઉપર આવી રહ્યો છે. નેશનલ ગાર્ડ ઉપરાંત પાંચમી અને છઠ્ઠી પલટણના વાવટા પણ મેં સાથે ઊડતા જોયા. એક કલાકમાં હુમલો થશે. લોકો ગઈ કાલ સુધી જુસ્સાથી ઊકળતા હતા, તે આજે સવારે હાલતા પણ નથી. કશાની આશા રાખવી નકામી છે, Page #391 -------------------------------------------------------------------------- ________________ હે મિશન્ડ લેકેએ તમને તમારા નસીબ ઉપર છો દીધા છે!” એકદમ તરફ સન્નાટો છવાઈ રહ્યો. પણ તુરત જ મંડળમાંથી કેઈને અવાજ આવ્યો : “તે ભલે; હવે મોરચાને વીસ ફૂટ ઊંચે બનાવી દો. અને આપણે સૌ તૈયાર રહે. આપણે હવે આપણાં શબ્દોથી તેમને સામનો કરીશું. લોકો ભલે લોક-સૌનિકોને તજી દે, કૌનિકોએ લોકોને તજી દીધા નથી, એ આપણે બતાવી આપીએ!” ૧૮૩૨ની જનની છઠ્ઠી તારીખે સવારે સેંટ મેરીવાળા મોરચામાં પણ એ જ ઘડીએ નીચેના શબ્દો ગગનને ભેદી રહ્યા હતા : “ભલે મદદ આવે કે ન આવે; આપણે અહીં છેક છેલ્લા માણસ સુધી ખડા રહેવાના છીએ.” એન્જોહરસવાળે મોરચે પણ ગગનભેદી પોકાર ઊડ્યો, “શહીદી ઝિદાબાદ! અમે બધા જ મરવા માટે તૈયાર છીએ!” શા માટે બધા જ?” “બધાં જ! બધા જ!” “પણ મરચાનું સ્થાન સારું છે, તથા મોરચે મજબૂત છે : ત્રીસ માણસો બસ છે. શા માટે ચાલીસ જણાને ભોગ આપ?” “કારણ કે, કોઈ ચાલી જવા માગતું નથી!” “નાગરિક,” એન્જોલરસે કહ્યું, “લોકતંત્ર માણસની બાબતમાં એવું સભર નથી કે જેથી નકામું ખર્ચ પાલવી શકે. જો કેટલાક જણે ચાલ્યા જવાની જરૂર હોય, તે તે તેમની ફરજ છે.” ટેળામાં એકદમ ગણગણાટ વધી ગયે. એક જણ બેલ્યું, “પણ બહાર નીકળવા જઈએ તે પણ લશ્કરના હાથમાં પકડાતાં જ તેઓ ગોળીએ દઈ દે. અમારાં કપડાં અને અમારા દાગેળાથી ગંધાતા હાથ જ અમારી ચાડી ખાય. એના કરતાં અહીં શું ખાટા?” તરત એલરસ કોમ્પીરને ઇશારો કરી એક બાજુ ચાલ્યો ગયો. ડી વારમાં બંને જણા ચાર ગણવેશ લઈને પાછા આવ્યા. “આ ગણવેશ પહેરીને તમે સહીસલામતીથી ચાલ્યા જઈ શકશે. આ રાાર ગણવેશ છે.” પણ કોઈ હાલ્યું નહિં. કેળફેર હવે બોલ્યો : “ભાઈઓ, આ હવે સ્ત્રી-દાક્ષિણ્યને સવાલ બની જાય છે. તમારે પત્ની એ છે કે નહિ? બાળક છે કે નહિ? ઘેર ઘડિયાં હીંચળતી માતાએ છે કે નહિ? હું પણ મરવા તૈયાર છું, પરંતુ મારા મડદાની આસપાસ સ્ત્રીઓ હાથ આમળતી નિસાસ નાખે, એ વાત મને ન પાલવે. આપણે મરવું એ વાત તે ખરી; પણ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ અમે મરવા નીકળ્યા છીએ! જોડે બીજાંઓને મારવાં એ વાત ખોટી. આપણે અત્યારે આત્મહત્યા કરવા તૈયાર થયા છીએ એ હકીકત છે. પણ આત્મહત્યા એ આપણને પોતાને લગતી બાબત હોય. જેની સાથે તેને કારણે બીજાને મરવાનું થાય, તેની સાથે તે આત્મહત્યા નથી રહેતી, પણ ખૂન બની જાય છે! નાનાં બાળકોનાં રુવાંટીભર્યા અને ઘરડેરાનાં ધોળા વાળ ભરેલાં માથાં યાદ કરી જુઓ. અત્યારે જ એન્જલસ બહાર ગયો હતે. તે પાંચમે માળ મીણબત્તી લઈને કાચની બારી પાછળ કોઈની રાહ જોઈને તાકી રહેલી એક ડેસીમાને જોઈ આવ્યો. કદાચ તે તમારામાંની જ કોઈની મા હશે. એ માણસે અહીંથી જવું જ જોઈએ અને તે ડોસીને જઈને કહેવું જોઈએ, ‘મા, હું આ આવ્યો ! “જે માણસને આધારે ઘણાં જીવતાં હોય, તેણે પોતાની જાતને નકામી હેમી દેવી ન જોઈએ. એ તે આખા કુટુંબને મોતના મોંમાં હોમ્યા જેવું થયું. તમારામાંના કોને દીકરીઓ છે? કોને બહેને છે? વિચાર કરી જુઓ. તમે તો અહીં મરી ગયા; પણ કાલે તેમનું શું થશે? જુવાન છોકરી હોય અને ખાવાની રટી ન હોય, તો પછી શું થાય? પુરુષ તો ભીખ માગે, પણ સ્ત્રીને તે જાત વેચવી પડે. અને એ પવિત્ર નિર્દોષ કુમારિકાઓને ભ્રષ્ટાચાર કરવાની હદે ધકેલીને તમે અહીં શું હાંસલ કરવાના હતા? લોકોને તમે સરકારી જુલમમાંથી બચાવવા નીકળ્યા છો, પણ તમારી કુંવારિકાઓને પોલીસના હાથમાં સંપશે? એટલે, જેમને કુટુંબ છે, તેઓ અહીંથી અમારી સાથે છેલ્લા હાથ મિલાવી ચાલ્યા જાય! અહીંનું કામ અમે ફોડી લઇશું. જાણું છું કે, અહીંથી એમ પાછા ચાલ્યા જવું તમારે માટે અઘરું છે. પણ જે અઘરું છે તે જ પ્રશંસાપાત્ર છે. હું જે હૉસ્પિટલમાં કામ કરતા હતા, ત્યાં એક મરેલું બાળક લોકો ઉપાડી લાવ્યા–પોસ્ટ મોર્ટમ માટે. તેનું પેટ નરી પીળી માટીથી ભરેલું હતું. તેને બાપ મરી ગયો હતો; કેટલાક ગરીબ લોકો દયાભાવથી તેને પોતાને ત્યાં લઈ ગયા. પણ તેમની પાસે જ ખાવા રોટી ન હતી. તેથી પેલું છોકરું ભૂખ્યું થાય ત્યારે ગુપચુપ ચૂલા પાસે જઈ ઉપરથી પીળી માટીના પોપડા ઉખાડીને ખાયા કરતું. તેનું પેટ ફૂલી ગયું અને હાથ-પગ સુકાઈ ગયા. તેઓએ એક વખત તેને બોલાવ્યું, તેણે જવાબ ન આપ્યો. તે મરી ગયું હતું. તેથી હું કહું છું કે, તમારામને જે બાપ હોય, તે પોતાને એ છોકરાને બાપ માને, અને તેના ઉપર દયા લાવી અહીંથી ચાલત થાય, જેથી તે બાળકને ચૂલાના Page #393 -------------------------------------------------------------------------- ________________ મિઝરાપ્ત પિપડા ખાઈને બીજાને આશરે મરવું ન પડે. આંકડાશાસ્ત્રીઓ કહે છે કે, માબાપ વગરનાં છોકરાંનું મરણ પ્રમાણે પંચાવન ટકા છે. એટલે કહું છું કે, તમે આવા મહામૂલા મૃત્યુને ભેટવાના આનંદ માટે સ્વાર્થી કરવાનું મહાપાતક રખે વહેરતા છે બધા બિન થઈ નીચે એ આ બધું સાંભળી રહ્યા. મેરિયસ હવે ઉભો થયો અને બોલ્યા, “ કેર ખરું કહે છે; જેઓને કુટુંબ હોય તેઓ આગળ આવે.” કેઈ હાલ્યું નહિ. ઐરિયસે ફરીથી બૂમ પાડીને કહ્યું, “પરણેલા અને કુટુંબના આધારભૂત માણસે બહાર નીકળી આવે.” એ લરસે કહ્યું, “હું હુકમ કરું છું.” મેરિયસે કહ્યું, “હું આજીજી કરું છું.” હવે થોડાક માણસ એકબીજાની ચાડી ખાવા લાગ્યા. “અલ્યા તારે બે બહેને છે.” “પણ તારે બુઢો બાપ છે” છે. અને એકબીજાને જાણે ગાળ ભાંડતા હોય તેમ આક્ષેપ કરતા એકબીજાને આગળ ધકેલવા લાગ્યા. એmલરસે કહ્યું, “નાગરિ, અહીં લોકતંત્ર છે અને સૌને મત આપવાને અધિકાર છે. તે જેઓ કુટુંબી છે, તેઓ પોતાની મેળે પિતાને મત આપીને જાહેર કરે. થોડી મિનિટમાં પાંચ જણ બહાર આવ્યા, “આ તે પાંચ જણ થયા!” મેરિયસે અચંબો પામીને કહ્યું. ગણવેશ ચાર જ હતા! પાંચમાંથી એકે તે રહેવું જોઈએ! એટલે પછી પેલી લડાઈ ફરીથી શરૂ થઈ ? “હું રહું.” “ના, હું રહું.” કઈને એ ટોળામાંથી નક્કી કરશે કે કોણ રહે.” મેરિયસ મુંઝવણમાં પડી ગયો. એ પાંચ જણા તેને આજીજીભર્યું સ્વરે કહેતા હતા, “મને રહેવા દો!” મેરિયસ ફીકો પડી ગયો. મરવા માટે કોને પસંદ કરે, અને તે પણ તે કુટુંબી છે એમ જાણ્યા પછી ! એ ક્ષણે એક પાંચ ગણર્વશ ત્યાં આવીને પડ્યો! પાંચમો માણસ પણ બચી ગયો ! એરિયસે આંખ ઊંચી કરીને જે તે બૉ. કેશલ– કોસેટના બાપ ત્યાં ઊભા હતા. Page #394 -------------------------------------------------------------------------- ________________ હુમલા શરૂ થાય છે 814 જીન વાલજીન હમણાં જ મારચામાં દાખલ થયા હતા. તેણે નેશનલ ગાર્ડના ગણવેશ પહેરેલા હોવાથી તેને કાંય રોકવામાં આવ્યા નહોતા; તેથી તે સીધા જ અહીં આવી પહોંચ્યા હતા. નાકા ઉપરના બળવાખાર ચાકીદારે એક જ સૈનિકને અંદર જવા દેવામાં કશા વાંધા ન લીધા : “ કાં તો તે છૂપા ગણવેશમાં મોરચાના જ માણસ હશે; અથવા તો ખરેખર સૈનિક હશે તો કેદ પકડાશે અને એનાં હથિયાર મેરચાવાળાઓને કામ આવશે !” આખા મેરચામાં સન્નાટો છવાઈ ગયો. લેઈંગલે પૂછ્યું, “ આ માણસ કોણ છે? ” કોમ્બીફેરે જવાબ આપ્યો, “એ માણસ બીજા એક ણનું જીવન બચાવનાર સજ્જન છે.” મેરિયસે તરત જાહેર કર્યું, “હું એમને ઓળખું છું.” બસ, મેરિયસનું ઓળખાણ સૌને માટે પૂરતું થયું. એન્જેલરસે જીન વાલજીન તરફ ફરીને કહ્યું, “ નાગરિક, ભલે પધાર્યા!” પણ પછી તરત જ ઉમેર્યું, “ તમે જાણા છે કે અમે મરવા નીકળ્યા છીએ!” જીન વાલજીને જવાબ આપ્યા વિના પેાતાના ગણવેશ પેલા પાંચમાં માણસને પહેરાવવા માંડયો. ze હુમલા શરૂ થાય છે ૧ જેમ જેમ મરણની ઘડી નજીક આવતી ગઈ, તેમ તેમ એન્જોલરસને અંતરાત્મા ઊઘડવા લાગ્યા. તેના મોં ઉપર ભવિષ્યવેત્તાની અને પેગંબરની આભા છવાઈ રહી. તેનું મે ં અલબત્ત ખિન્ન હતું; પણ તે ખિન્નતા ગંભીર ઊંડાણની હતી : કોઈ મહાન ઘટનાનું પાતે નિમિત્ત બની રહ્યો છે એ માટેની પૂરેપૂરી જવાબદારીના ભાનની હતી. તે ધીમે ધીમે ફ્રેંચ લોકસત્તાક રાજ્યના જ સંકુચિત ખ્યાલામાંથી નીકળી વિરાટ માનવ લોકસત્તાક રાજ્યના ખ્યાલ તરફ વળી રહ્યો હતા. અલબત્ત, એ તરફ જવા માટેનો માર્ગ આવી અનેક લેાહિયાળ ક્રાંતિઓથી જ અંકિત થયેલા તે જોતા હતા - - બીજા કશાથી નહિ, -- લે૦ – ૨૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાગ્લ અચાનક મરચાનાં પગથિયાં પર ઊભો ઊભો તે બોલી ઊઠયો, નાગરિકે, આપણે જે ભવિષ્ય માટે અત્યારે બલિદાન આપી રહ્યા છીએ, તે ભવિષ્યની તમને કલ્પના આવે છે? શહેરોની શેરીઓ પ્રકાશથી ઝળાંઝળાં થાય, ઘરોનાં આંગણાં ફૂલભરેલી લીલી ડાળીઓથી ઝઝુમી રહે, પ્રજાએ એકબીજીની બહેન બને, માણસે ન્યાયી બને, ઘરડેરાં બાળકોને આશિષના ભારથી જ દબાવતાં હોય, ભૂતકાળ વર્તમાનને ચાહતે હેય, વિચારકે પૂર્ણ સ્વાતંત્ર્ય ભગવતા હોય, શ્રદ્ધાળુઓ સમભાવવાળા હોય, ઈકવર પોતે જ આપણે ધર્મગુરુ હોય, માનવ અંતરાત્મા એ જ વેદી હાય! કયાંય વેર નહિ, ધિક્કાર નહિ, કામકાજની જ બિરાદી! બધે જાહેરાત એ જ સારા-ખોટા કાર્યનાં ઈનામ કે સજા હોય. બધાને માટે રોજી, બધાને માટે કાયદો, અને સૌની ઉપર શાંતિ. કયાંય કાપાકાપી નહિ, ક્યાંય લડાઈ નહિ, બધી માતાઓ સુખી ! નાગરિકો, આપણે લોકોની એકતા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ; માણસજાતની એકતા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તડ નહિ, વગે નહિ, ચુસણિયા શેષકો નહિ. ટોચ સ્વતંત્રતાની અને તળેટી સમાનતાની! પણ એ સમાનતા એટલે ઘાસ મોટું થાય અને ઝાડ ઠીંગરાઈને નાનું રહે એ જતની નહિ ! કે અંદરઅંદરની અદેખાઈ એકબીજીને નિર્વીર્ય બનાવે એવી નહિ. એ સમાનતા એટલે બધી વિશેષતાઓને સમાનપણે પાંગરવાની સ્વતંત્રતા આપતી એકતા! બધા મતે સરખા, બધા ધર્મો – પંથે સરખા. એ સમાનતાનું દ્વાર ફરજિયાત સાર્વત્રિક કેળવણી ! સમાન શાળાઓમાંથી જ સમાન સમાજ નીપજે; હા, હા, કેળવણી – પ્રકાશ – બધું પ્રકાશમાંથી જ નીપજે; અને પ્રકાશમાં જ પાછું પણ ફરે! ઓગણીસમું સૈકું ભવ્ય છે, પણ વીસમું સૈકું સુખી હશે; માણસને કોઈના હુમલાની– કોઈ આક્રમણની બીક નહિ રહે. મિત્રો, અત્યારે આપણે જીવીએ છીએ એ ઘડી કારમી છે; પણ ભાવિ માટે એવી આકરી કિંમત ચૂકવવી જ પડે છે. કાંતિ એ તેનું જકાતનું નાકું છે. “હે માનવજાત! તારો ઉદ્ધાર થાઓ, તારી ઉન્નતિ થાઓ!' આપણે મરચા ઉપરથી એ પોકાર આદરવાનો છે. બલિદાનની ટોચ ઉપરથી પ્રેમને પોકાર ન ઊઠે, તો બીજે કયાંથી ઊઠવાને હતો? ભાઈઓ, આ મોરચે બે ઢગલાઓનો બનેલો છે : એક વિચારોને અને બીજો દુઃખ-શોકવેદનાને. યાતના અહીં આદર્શને ભેટે છે અને કહે છે : હું તારી સાથે ગુજરીશ, જેથી તું મારી સાથે પ્રગટે! ભાઈઓ, અહીંયાં જેઓ મૃત્યુ પામશે, તેઓ ભવિષ્યના ઝળહળતા પ્રકાશની આભામાં પઢશે; આપણી કબર ઉષાની અરુણિમાથી અંકિત થયેલી છે!” Page #396 -------------------------------------------------------------------------- ________________ હુમલે શરૂ થાય છે હવે આ દરમ્યાન મેરિયસના મનમાં શું ચાલી રહ્યું હતું તે કહેવાનો વખત આવી લાગે કહેવાય. તે એક પ્રકારના સ્વપ્ન-લોકમાં જ વિહરતો હતો. તેની સમજશક્તિ ઠંડી પડી ગઈ હતી. મૃત્યુની પાંખની છાયા નીચે આવી ગયેલા પ્રાણીના મન અને શરીરમાં જેવું શીત વ્યાપી જાય, તેવું શીત તેને વ્યાપી રહ્યું હતું. તેને એટલી સમજ હતી કે, તે કબરમાં પ્રવેશ પામી ચૂકયો છે. તે આસપાસના હરતાફરતા જીવતા માણસોના ચહેરા તરફ નજર કરતે હતે તેય જાણે શબની ખુલ્લી આંખોની નજરે માં. કેશલવે અહીં કેવી રીતે આવ્યા? શા માટે આવ્યા? તે શું કરવા માગે છે, એ જાતના પ્રશ્ન મેરિયસને ઊઠતા જ નહોતા. મરે માણસ વળી એવા પ્રશ્નો વિચારતો હશે માત્ર કૉસેટને વિચાર આવતે ત્યારે તેના મનમાં એક વેદનાભર્યો હૂંક ઊઠતો. માં. ફેસલર્વે પણ તેની સાથે એક શબ્દ બોલ્યા નહોતા : તેની સામે લેમણે નજર પણ કરી નહોતી. ઉપરાંત મેરિયસે જ્યારે કહ્યું, “હું એમને ઓળખું છું,” ત્યારે પણ તેમણે તેને તે શબ્દ સાંભળ્યું હોય એમ લાગતું નહોતું. મેરિયસને માં. ફેશલર્વેની આ વર્તણૂકથી એક પ્રકારની નિરાંત જેવું લાગ્યું. કેયડા જેવા એ માણસ સાથે એક શબ્દ બોલ એ તેને હંમેશ અશક્ય જ લાગ્યું હતું. પેલા પાંચ માણસો ગણવેશ પહેરીને બહાર ચાલ્યા ગયા. બહાર જતા પહેલાં તેઓ અંદર રહેલાઓને આંસુ ટપકતી આંખો સાથે ભેટયા. એ પાંચ જણને જીવન તરફ વિદાય કર્યા બાદ એmલરસે હવે મોતની સજા જેને ફરમાવવામાં આવી હતી તેના તરફ લક્ષ આપ્યું. જવેર્ટને જયાં થાંભલા સાથે બાંધેલો હતો, ત્યાં તે ગયો. “તારે કંઈ જોઈએ છે?” “ તમે લોકો હવે કયારે મને મારી નાખવા માગે છે?” જરા ભ, અત્યારે અમારે અમારી એકેએક કારતૂસનો ખપ છે.” તે જરા પાણી પીવાનું આપે.” એન્જોલરસે પિતાને હાથે પાણી લાવી આપ્યું તથા તે પી શકે તે સતે સેને પ્યાલો ધ. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર લે મિરાલ્ડ હવે કાંઈ?” મને આ થાંભલા સાથે બાંધ્યો છે તેથી અગવડ થાય છે. આખી રાત મને આમ ઊભે બાંધી રાખે એ ભલમનસાઈ ન કહેવાય.” બંદૂકની કારતૂસો બનાવવા જે ટેબલને ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હવે ખાલી પડ્યું હતું. બીડ ટેબલ ઉપર તે બેફ મહાશય પહેલા હતા. એલસના હુકમથી ચાર બળવાખોરોએ જવટને છોડીને અંદરના ઓરડામાંના તે ખાલી ટેબલ ઉપર સુવાડીને બાંધી દીધો. એ કોઈ પણ રીતે છટકી ન શકે તેટલા બધા બંધ તેઓએ તેને હાથે-પગે-શરીરે જુદા જુદા બાંધ્યા. જ્યારે તેઓ જવર્ટને આ રીતે બાંધતા હતા, ત્યારે બારણામાં ઊભેલો એક માણસ તેના તરફ બરાબર તાકી તાકીને જોઈ રહ્યો હતો. તેને પડછાયો મોં ઉપર આવતાં જાવટૅ મેં ફેરવીને જોયું. તેણે તરત જીન વાલજીનને ઓળખી કાઢયો. તે જરા પણ ચેકડ્યો નહિ. માત્ર તુમાખીથી તેણે પાંપણ નીચી વાળી દીધી. તે માત્ર એટલું જ બોલ્યો, “સ્વાભાવિક છે!” સૂમસામ શેરીઓ ઉપર સૂર્યને પ્રકાશ હવે પથરાવા લાગ્યો. નિર્જનતાને કારણે એ શેરીઓ રાત્રિના અંધકાર કરતાં વધુ ભયંકર લાગવા માંડી. મોરચામાં ઊભેલા તૈયાર થઈ ગયા. પાછળના નાના મોરચાને હવે બંધ કરી દેવામાં આવ્યો : થી વધુ ફરસબંધી ઉખેડી નાખવામાં આવી. ત્રણ શેરીએ તરફ મોરચાની ભીંતથી બંધ થયેલે આ મેર હવે સુરક્ષિત બની ગયો. પણ કોફૈરાકે હસતાં હસતાં કહ્યું તેમ, એ કિલ્લો ન હતો, પણ ઉદરનું પાંજરું હતું! બહાંરથી આવનાર છે તેથી તેને તેડી શકે, પણ હવે અંદર રહેલા માત્ર હાથપગની મદદથી બહાર ન જઈ શકે તેટલે મજબૂત તે બન્યો હતો! એન્જોલરશે વીશીના બારણા આગળ પણ ફરસબંધીના ત્રીસેક પથરા ગવાવી દીધા. આખરી હુમલો જ થવાનું હતું, એટલે દરેક જણે પિતે વધુ અસરકારક બની શકે તે રીતની જગા પસંદ કરી લીધી. દરેક જણ આવે વખતે મારવાની સરળતા શોધે છે અને મરવાની સગવડ ધે છે. થડી વારમાં સામે સાંકળોને ખણખણાટ અને ભારે પૈડાંને ગડગડાટ સંભળાવા લાગ્યો. એક જંગી તેપ ખેંચી લાવવામાં આવી હતી. તેનાં Page #398 -------------------------------------------------------------------------- ________________ હુમલો શરૂ થાય છે ક૭૭ આગલાં પૈડાં કાઢી નાખી તેને હવે સ્થિર કરી દેવામાં આવી. થોડી વારમાં જામગરીને પલીતો સળગતો દેખાયો. એવરસે હુકમ આપ્યો : “ફાયર !” આખે મરચો બંદૂકોના અવાજથી ધણધણી ઊઠયો. તપ અને તેની આસપાસના માણસે અંધારામાં છવાઈ ગયા. થોડી વારમાં ઘણી દૂર થતાં નજરે પડવું કે કોઈને કશું વાગ્યું ન હતું અને તે પચી હવે તોપના મેને દૂરબીન ગોઠવે તેમ બેઠવવા હુકમો આપતે હતે. આઠ શેરને ગળે ફેંકતી એ જંગી નવી જાતની તપ હતી. એmોલરસે કરી બંદ ભરવાનો હુકમ આપે. પણ તોપમારા સામે આ સુટકળ ઢગલાને બનાવેલો મરશે કેટલી ક્ષણ ટકી રહેશે એ સવાલ જ હતો. બળવાખોર બંદૂકો ભરી રહ્યા હતા તે દરમ્યાન તે પચીએાએ તેપ ભરીને તૈયાર કરી. મોરચાવાળાએ શ્વાસ થંભાવીને તે ફૂટવાની રાહ જોઈ રહ્યા. તોપ ફૂટી. તે જ વખતે “શાબાશ!” એવી બૂમ મારતો બેવોચ મોરચામાં કૂદી પડ્યો. ગેડ્રોચના આવ્યાથી મરચામાં તેપના ગળા કરતાં વધુ અસર થઈ. તોપના ગળાથી બગીનું એક પૈડું ઊડી ગયું અને બીજું આખું ગોઠવેલું ગાડું ખલાસ થયું. એવોચ પોતાની બંદૂક માટે બૂમ પાડવા લાગે. કોર્ફોરાકે તેની બંદૂક તેને સાંપવા હુકમ કર્યો. મેરિયસ ગેડ્રોચને પાછો આવેલ જોઈ જરા અકળાયો. તેની સાથે એ ચિઠ્ઠી મોકલવામાં તેને ઇરાદે ગોચને એ મરચાના વિનાશમાંથી બચાવી લેવાને પણ હતો. ગેડ્યોથે મરચાના “ દે ને ખબર આપ્યા કે, મોરચે ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો છે: “સીલ ટાઇટ'! તેને પોતાને જ મરચામાં ઘૂસવા જતાં “સાત-પાંચ” થઈ હતી. પણ મેવોએ ભલમનસાઈથી સામે ઊભેલા સૌ સૈનિકોને ગેળીઓને ડેઝ આપવાની “ભલામણ’ કરી. હુમલાખોરોએ તપની આવી નજીવી અસર થયેલી જોઈને તેને ગોળાથી ફરી ભરવાનો પ્રયત્ન ન કર્યો. થોડી વારમાં એક લારીમાંથી ગ્રેપ-શૉટનાં કૅન ઊતરતાં હોવાનો અવાજ આવ્યો, જે ફૂટતાં ચોગરદમ ગોળીઓનો વરસાદ જ વરસે. પચીએ હવે તેનું મોં પણ જરા બાજુએ ફેરવ્યું. એન્જોલરસે ચોંકીને એકદમ હુકમ આપ્યો : “સ માથાં નીચાં રાખી ભીત તરફ વળી જાઓ, અને મરચા આગળના સૌ ઘૂંટણિયે બેસી જાઓ!” Page #399 -------------------------------------------------------------------------- ________________ લે સિનેરાલ તરત જ તાપ ફૂટી. ગોળીઓના વરસાદ વરસ્યો. બે માણસા માર્યા ગયાઁ અને ત્રણ ઘાયલ થયા. જે આ જાતના ગ્રેપ-શૉટ ચાલુ રહે, તે મેારચા વધુ વખત ટકી ન રહે એ ઉઘાડું હતું. આવા વરસાદ સામે મેરચે જરા પણ રક્ષણ આપી શકે તેમ ન હતું. એન્જેલરસ બાલ્યો : “ગમે તે ભાગે તાપને ફરીથી ફૂટતી અટકાવવી ૩૭૪ *ઈએ. તેણે પાતાની બંદૂક નીચી નમાવી અને તે પચી ઉપર નિશાન લીધું. તાપી તે વખતે નીચા નમી તાપનું નિશાન લેતા હતા. તે જુવાનિયા, સુંદર દેખાવના તાપ-સારટ હતા. તેના હલનચલનમાં કુશળતાથી આવતી એક પ્રકારની નિશ્ચલતા હતી. એ કુશળતા ભયંકર કૃત્યો માટે કરેલી સતત તૈયારીથી ઊભી થાય, અને તેના અંત કતલભરેલા યુદ્ધમાં જ આવે. "9 કોમ્બીફેર ઍન્જોલરસને તેના ઉપર નિશાન તાકતા જોઈને બાહ્યો : નહિ હોય ત્યારે લડાઈ આ તાપ-સારજંટો બહુ તાલીમ બાપ હશે, પ્રિયતમા હશે; અરે 66 'અહા, આ કંબુ કેંસાઈપરું છે! જ્યારે રાજા પણ નહિ થાય. બિચારો પચીસ વર્ષના છે; પામેલા તથા સુશિક્ષિત હોય છે. તેને મા હશે, એન્જેલરસ, એ તારો કદાચ ભાઈ હશે ! ” “ હા, છે જ.” એન્જલરસે કહ્યું. 66 હા, માતાના પુત્ર તે ભાઈ જ થાય; તે એને આપણે ન મારીએ તો ?” “ મગજમારી ન કર; જે કરવું જોઈએ તે કરવું જ જોઈએ.” એન્જેલરસના આરસ જેવા ગાલા ઉપર થઈને આંસુનાં ટીપાં સરી પડયાં. તેણે ઘોડો દાબ્યો. અને પેલા તાપથી હાથ ઊંચા કરી, મેમાં આકાશ તરફ રાખી, એક લથડિયું ખાઈ તરત જમીન ઉપર તૂટી પડયો. ગાળી તેની છાતીને આરપાર વીંધીને ચાલી ગઈ હતી. તેને ઉપાડી લઈ, બીજો તોપચી તેની જગાએ આવે ત્યાં સુધી મારચાવાળાને થોડો વખત મળ્યા. * મેરચામાં ધાંધલ મચી રહી. તાપ હવે ફરી ફૂટવાની તૈયારીમાં હતી. આ હિસાબે ગ્રેપ-શૉટના વરસાદ સામે પંદરેક મિનિટથી વધુ ટકી શકાય તેમ ન હતું. ગમે તે ભાગે એ વરસાદને કંઈક હળવા કરવા જ જોઈએ. એન્જેલરસે હુકમ કર્યો, “મારચાના માં આગળ એક ગદેલું નાખી દો.” Page #400 -------------------------------------------------------------------------- ________________ હુમલો શરૂ થાય છે ૩૭૫ “હવે ગદેલું આપણી પાસે નથી; હતાં તેટલાં પર ઘાયલ થયેલાઓને સુવાડવામાં આવ્યા છે.” જીન લાલજીન અત્યાર સુધી વીશીના ખૂણા આગળ પડેલી એક છાટ ઉપર બેસી રહ્યો હતો. તેના બે પગ વચ્ચે તેની બંદૂક તેણે ઊભી મૂકેલી હતી. અત્યાર સુધી તેણે કશામાં ભાગ લીધો ન હતો. તેની આસપાસ બળવાખોરો ગુસપુસ કરતા હતા કે, “એક બંદૂક કશું જ કામ આપતી નથી!” તે પણ તેના કાનમાં પહોંચતી હોય તેમ લાગતું ન હતું. એલરસે ગcલા માટે હુકમ આપ્યો તે વખતે તે એકદમ ઊભો થઈ ગયે. વાચકને યાદ હશે કે, બળવાખોરોએ આ શેરીમાં વીશી આગળ મોરચે ગઠવવાનું નક્કી કર્યું, ત્યારે સામેના છ માળના મકાનના ઉપલા માળિયામાં રહેતી ડોસીએ કાચની બારીઓ આગળ કપડાં સૂકવવાની લટકાવેલી વળગણી ઉપર એક ગઘેલું લટકાવી દીધું હતું. કઈ મને એનાળી બંદૂક થોડી વાર માટે આપશે?” જીન વાલજીને પૂછયું. એલરસે પોતાની બેનાથી હમણાં જ ફરીથી ભરી હતી; તેણે તરત સેના હાથમાં તે મૂકી દીધી. જન વાલજીને ડેસીને માળિયા ઉપર બંદૂક તાકી અને ફેડી. એક બાજુનું દેરડું કપાઈ ગયું. બીજો ઘોડે પણ તરત જ દબાયો અને આખું ગદેલું શેરીમાં તૂટી પડ્યું. મરચામાં તાળીઓને ગડગડાટ થઈ ગયો. પણ એ ગલું મરચાની બહાર પડ્યું હતું. એ લેવા કેણ જાય? પલટણના સૈનિકો પોતાને તોપચી માર્યો જતાં ઉશ્કેરાઈ ગયા હતા, અને બધું. ફેરી ગોઠવાય ત્યાં સુધી ખાલી વચગાળો ભરી કાઢવા બંદૂકો મરચા સામે ફેડયા કરતા હતા. મરચાવાળા પોતાની કારતૂસ બચાવવા માટે તેની સામે કશો જવાબ વાળતા નહોતા. જીન વાલજીન હવે ભીંત આગળના પોલાણમાંથી મોરચા બહાર નીકળે. ગોળીઓનો વરસાદ તેના ઉપર વરસી રહ્યો પણ તે સીધો ગલા પાસે દોડી ગયો અને તેને પીઠ ઉપર નાખી મોરચામાં પાછો આવી ગયો. પછી તેણે એ ગલું મોરચાના પોલાણ ઉપર બરાબર ગોઠવી દીધું. થડી જ વારમાં તેપને ધડાકો થયો. પણ આ વખતે ગેળીઓની ઝડી ગદેલાથી ખળાઈ રહી. મોરચે સહીસલામત રહ્યો. એન્જોલરસે બૂમ પાડીને જીન વાલજીનને કહ્યું, “નાગરિક, લોકતંત્ર તારો આભાર માને છે !” Page #401 -------------------------------------------------------------------------- ________________ ગેત્રોચની વિદાય પલટણને તપમારો અને ગોળીબાર ચાલુ રહ્યો. આવા મોરચા ઉપર હુમલો કરવાની રીત જ એ હોય છે કે, અંદર રહેલાઓને પજવ્યા કરવા અને તેમને દારૂગોળ ખલાસ કરાવે. પછી જ્યારે તેમને ગોળીબાર ધીમે પડે કે તરત હુમલો લઈ જવે. એલરસ તેમના આ છટકામાં ફસાયે નહિ મોરચામાંથી ગેળીબાર બંધ જ રહ્યો. પલટણવાળા હવે વિચારમાં પડયા. તેમને પણ મનમાં લાગવા માંડયું કે, કોઈ છટકું સામેથી ગોઠવાય છે કે શું? એટલે મરચાની પાછળ શું ચાલી રહ્યું છે તેની ભાળ કાઢવાને તેમણે વિચાર કર્યો. મોરચાવાળાઓએ લેડી જ વારમાં એક ઘરના છાપરા ઉપરથી સૈનિકનો ટેપ ઊંચો થતો જોયો. એક ઊંચા ધુમાડિયા આગળ થોડી વારમાં જ એક સૈનિક ઊભો થયો અને ઉપરથી મરચામાં નજર કરવા લાગ્યો. એજોલરસ બોલી ઊઠ્યો, “આ માણસ આપણી કિલ્લેબંદી જોઈ જાય છે.” જીન વાલજીને એક શબ્દ બોલ્યા વિના પિતાની બંદૂક ઊંચી કરી અને નિશાન તાક્યું. પેલાને ટોપ તડાક દઈને ઊડી ગયો. ઝટપટ સૈનિક નીચે ઊતરી પડયો. થોડી વારમાં બીજો સૈનિક ત્યાં માથું ઊંચું કરવા લાગ્યો. એ કોઈ અફસર જેવો લાગતો હતો. જીન વાલજીને બંદૂક ફરી ભરી લીધી હતી. તેણે તરત નિશાન તાક્યું. પેલાને ટોપ પણ ઊડી ગયો. તે પણ ઝટપટ નીચે ઊતરી ગયો. પલટણવાળા સમજી ગયા કે કેવા નિશાનબાજો સાથે કામ લેવાનું છે. હવે કોઈએ છાપરા ઉપર આવવાની હિંમત ન કરી. લેઈગલે જીન વાલજીન સામે જોઈને એટલું જ કહ્યું, “ભલાદમી તે બે ગોળી તે બગાડી, તે બે ખેપારીઓ જ ઓછી કરવી હતી ને !” કોમ્બીફેરે તેને જવાબ આપ્યો, “આ માણસ પિતાની બંદૂક વડે પરોપકારનાં જ કામ કરે છે, કતલનાં નહિ!” Page #402 -------------------------------------------------------------------------- ________________ ગેકોચની વિદાય ર પલટણના સૈનિકોની આવી ધીમી તથા બીતી કારવાઈ જોઈને નેશનલ ગાર્ડ્ઝની એક ટુકડીના કપ્તાનને શૂર ચડી આવ્યું. હતા કે, એ લોકોને હવે ‘ એમની ભઠ્ઠીમાં એમને જ પલટણવાળા એમ માનતા શેકાવા દેવા' એ સારો * રસ્તા છે. પરંતુ આ કપ્તાનને એમ લાગ્યું કે, હવે બળવાખોરો ઉપર સીધા હુમલા કરવાની ઘડી આવી ગઈ છે અને તે લાકો પાસે કશા દારૂગાળા રહ્યો નથી. એટલે તેણે તરત પેાતાના સૈનિકો લઈને મોરચા તરફ સીધી દેાટ મૂકી. પરંતુ એન્જલરસે હવે પેાતાની બધી બંદૂકો કામમાં લીધી : પેલા નેશનલ ગાર્ડો શેરીના બે તૃતીયાંશ ભાગ ઓળંગી રહે, તે પહેલાં તે તેમના ઉપર સામટો ગાળીબાર થયા. પંદર જણા ત્યાં ને ત્યાં જમીન ઉપર ગબડી પડયા. નેશનલ ગાર્ડોનું ટોળું એકદમ તા થંભી ગયું: તેટલામાં બળવાખોરોએ પોતાની બધી બંદુકો ભરી લીધી અને પેલા પાછા પેાતાને મથકે પહોંચી રહે તે પહેલાં તા બીજો ગાળીબાર કર્યો. દરમ્યાન પેલી તાપને થેાભવાનો હુકમ ન મળ્યા હાવાથી તેણે એકદમ ગ્રેપ-શૉટ છેડયો. પરિણામે ઘણા નેશનલ ગાર્ડે સરકારી દારૂગોળાથી જ માર્યા ગયા. પેલા કપ્તાન પણ તેમાંના એક હતા. .. એન્જેલરસ પણ આ ગાંડા હુમલાથી છંછેડાઈ ગયો. “ મૂર્ખાઓ નકામાં તેમનાં માણસા હામે છે, અને આપણા દારૂગોળા ખુટાડે છે. 99 HIS વાત ખરી છે; સરકાર પાસે તો માણસેા તેમજ દારૂગોળા મબલક હોય છે; બળવાખારાને એ બંને બાબતની ટાંચ હાય છે. તેમનો એક માણસ મરાયા તે મરાયા, અને એક કારતૂસ ફૂટી તે ફૂટી જ. તેની જગાએ નવું કશું આવવાનું હોતું નથી. ૩ સૂર્ય હવે માથે આવવા લાગ્યો હતા. મેરચાવાળાઓને ભૂખ સતાવવા લાગી હતી. સવારમાં ઘેાડી વાર પૅરિસમાં કયાંક લડાઈ ફાટી નીકળી હોય એવા અવાજો સંભળાવાથી મેારચાવાળાને ફરી કંઈક આશા બંધાઈ હતી. પરંતુ થોડી વાર પછી પાછું બધું શાંત થઈ ગયું હતું, એટલે તે પાછા હતાશ થવા લાગ્યા હતા. આશામાં વખત કાપવા સહેલા હાય છે; હતાશાની ક્ષણા યુગો જેવી થઈ પડે છે. થોડી વારમાં ભારે વજન પૈડાં ઉપર ખેંચાતું હોય તેવા ગડગડાટ સંભળાયા. આઠ શેરના ગોળા ફેંકતી બીજી તાપ હવે લાવવામાં આવી Page #403 -------------------------------------------------------------------------- ________________ લે ચિરાઇલ હતી. બંને તેપ એકસાથે ગોક્વીને હવે મોરચા ઉપર આખરી હુમલ શરૂ કરવામાં આવ્યો. દૂર સેંટ મેરીના મરચા સામે પણ એવી બે જંગી તેને ધણધણાટ સંભળાયો. સરકાર હવે રહ્યાહ્યા મોરચાની જલદી સફાઈ કરવા લાગી હતી. એનો અર્થ કે, બળવો પડી ભાંગ્યો હતે. બે તોપમાંથી એક મરચાની ટોચ ઉપર નિશાન લેતી હતી, અને બીજી ગૃપ-શૉટથી વીશીનાં બારીબારણાં તરફ. અર્થાત મોરચા ઉપરથી બળવાબિરોને ધકેલી કાઢી, સીધો હુમલો લઈ જવાનું પલટણ વિચારી રહી હતી, એ ઉઘાડું હતું. એલરસે બૂમ પાડી, “આ તપની દખલ ગમે તેમ કરીને આપણે દૂર કરવી જોઈએ. તે પચીઓ ઉપર ફાયર કરો !” સાત કે આઠ વાર ઉપરાઉપરી ગોળીબાર થયા. આખી શેરી ધુમાડાથી ભરાઈ ગઈ. પચીએ પૈડાં આગળ આડા પડી ગયા. થોડાક જે ઊભા રહ્યા હતા તે તાપે ભરવાનું ચાલુ રાખી રહ્યા હતા. પણ તેપમારો ધીમે પડી ગયો. વેઈગલે એન્જોલરસને કહ્યું. “આપણે તે ઠીક ફાવ્યા !” એલરસે માઈ ધુણાવતાં ધીમેથી કહ્યું, “પંદર મિનિટ વધુ આવું ફાવવાનું ચાલશે, એટલે આપણી પાસે દશ કારતૂસ પણ બાકી નહિ રહે!” બેવોચને કાને આ શબ્દો પડયા. કોફેરોકે અચાનક નજર કરી તે, બહારના ગોળીબાર નીચે જ શેરીમાં કોઈ ફરતું હતું ! ગેછોચ વીશીમાંથી એક ટપલી લઈ મરચા બહાર નીકળી ગયો હતે અને રસ્તામાં પડેલા નેશનલ ગાડની કારતુસે ટોપલીમાં ઠાલવવા મંડ્યો હતો, “અલ્યા શું કરે છે?” કોર્ફોરાકે પૂછ્યું. ગેડ્રોચે નાક ઊંચું કરીને જવાબ આપ્યો, “નાગરિક, હું મારી ટપલી ભરું છું.” “પણ અલ્યા ગ્રુપ-શૌટ વરસી રહ્યો છે, તે જાતે નથી?” ગેડ્યોએ જવાબ આપ્યો, “વરસાદ વરસે તેથી શું?” “ચાલ, પાછો આવતો રહે.” “હા, હમણાં જ આવું છું.” Page #404 -------------------------------------------------------------------------- ________________ વોચની વિદાય ૩૭૯ અને એમ બેલી તેણે શેરીમાં વધુ આગળ છલંગ મારી. વીસ નેશનલ ગાડૅનાં શબ પડયાં હતાં. ગેત્રોચની ટોપલીમાં કારતૂસનાં એ વીસ બંડલ આવે, તે મોરચાવાળાઓ માટે કાસૂસોને સારો સરખો પુરવઠો થાય. આખી શેરી સતત ગોળીબારના ધુમાડાથી ભરાયેલી હતી. બેવોચ પિતાના નાના કદને કારણે એ ધુમાડા નીચે લપાતો લપાતે આગળ સરકતો હતો. પહેલાં સાત કે આઠ બંડલ તે તેણે ખાસ જોખમ વિના જ ખાલા કર્યા. હવે તે ઘૂંટણિયે પડી કોણી વડે ચાર પગે સરકવા લાગ્યો. તેના મેં વડે તેણે પેલી ટોપલી પકડી હતી. આમથી તેમ અમળાતો ને વળતે તે આગળ સરક્યો. પાછું બીજો એકાદ બંડલ તેણે ટોપલીમાં ખાલી કર્યું. મરચાવાળાએના શ્વાસ થંભી ગયા. તેઓ હવે બૂમ પાડીને તેને પાછો બોલાવે, તે તેના તરફ પલટણવાળાએનું ધ્યાન ન જતું હોય તે પણ જાય. એક શબ ઉપરથી તેને દારૂની કોથળી મળી. આગળ વધતાં વધતાં તે ધુમાડાની બહાર નીકળી ગયો. હવે પલટણવાળાઓએ તેને જોયો. તે એક શબ ઉપરથી બંડલ ઠાલવી રહ્યો હતો, તેવામાં એક ગાળી તે શબને જ વાગી. બીજી ગોળી તેની પાસેની ફરસ ઉપર પછડાઈ. ત્રીજીએ તેની ટોપલી ઊંધી વાળી. ગેડ્રોચ હવે ઊભો થઈ ગયો. તેને ગેળી મારનાર નેશનલ ગાર્ડ સામે જોઈ તેણે એક કચગીતની બે પંક્તિઓ લલકારી અને પછી શાંતિથી પિતાની ટોપલી તે પાછી ભરવા લાગ્યો. હવે તે તે આગળ ને આગળ વધવા લાગ્યો. ચોથી ગોળી હવે તેના કાન આગળથી સુસવાટ કરતી ચાલી ગઈ. જવાબમાં તેણે કૂચગીતની પંક્તિઓ આગળ લલકારી. પાંચમી ગળીએ ગીતની ત્રીજી કડી જરા વધુ જોરથી ગવાવા લાગી. આ દૃશ્ય એકી સાથે કમકમાટીભર્યું તેમ જ દર્શનીય હતું. ગેડ્રોચ ઉપર ગોળી તકાતી હતી, તેથી જાણે તેને રમૂજ જ ઊપજતી હતી. દરેક ગેળીને જવાબ તે ગીતની એક એક કડીથી આપતો હતો. ગમે ત્યારે નજરે પડતે, ગોળીબાર સામે ચાળા કરતે, દેડતે, ગાતે, અને દરમ્યાન પિતાની ટોપલીમાં કારતૂસનાં બંડલ તે ઠાલવતા જતા હતે. આ મોરચે કમકમાટી અનુભવી રહ્યો હતો. બધાની આંખો તેની પાછળ પાછળ ઘૂમતી હતી. આ કોઈ બાળક નહતું, આ કોઈ માણસ નહતું, આ તો કોઈ પરીની જાતનું ભટોળિયું હતું. ગળીઓ તેની પાછળ દોડતી, પણ ગેડ્રોચ ગોળીએ કરતાં વધુ ચપળ હતે. તે અત્યારે મોત સાથે જ સંતાકૂકડીને અવર્ણનીય અને ભયંકર ખેલ ખેલી રહ્યો હતો. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ છે મિરાપ્ત પણ એક ગોળી બરાબર નિશાન લઈને વાગી. ગેત્રોચે લથડિયું ખાધું. તે નીચે ગબડી પડ્યો. આખે મેરો ચીસ પાડી ઊઠ્યો. પણ આ છોકરામાં કોણ જાણે ભૂત ભરાયું હતું. તે તરત ઊભે થશે. તેના મોં ઉપર થઈને લેહીનો દદૂ વહેતે હતે. તેણે બંને હાથ ઉંચા કરી, પેલા ગોળી મારનાર સામે ગીતની છેલી કી લલકારી. પણ તે કડી પૂરી ન થવા પામી. એ જ બંદૂકમાંથી આવેલી બીજી ગોળી એ તેને બોલતે અધવચ બંધ કરી દીધે, તે આ વખતે માં ફરસ તરફ રાખીને પડ્યો તે પડ્યો. આ તપમાં ઠાંસવા માંડ! એ જ ક્ષણે લક્ષમબર્ગના બગીચામાં બે બાળકો એકબીજાના હાથને વળગીને ઊભાં હતાં. એક સાત વર્ષનું હશે, અને બીજું પાંચ વર્ષનું વરસાદમાં પલળ્યાં હોવાથી તેઓ સૂર્યના તડકાવાળા ભાગ તરફ જવા લાગ્યાં. મોટો નાનાને દોરી જતો હતો. તેના બીજા હાથમાં એક સેટી હતી. તેઓ ફીકાં પડી ગયાં હતાં અને ચીંથરેહાલ હતાં. નાનું બાળક મોટાને કહેતું હતું, “ભાઈ, મારે કંઈ ખાવું છે.” બગીચે ખાલી હતું. તેઓ એકલાં જ તેમાં ફરતાં હતાં. દંગલને કારણે પોલીસે દરવાજા બંધ કરાવી દીધા હતા. આ બાળકો ત્યાં કેવી રીતે આવ્યાં? રખેવાળની એરડી પાસેના અધખૂલા બારણામાં થઈને ? કે આગલી રાતે જ દરવાજા બંધ થયા ત્યારે તે અંદર રહી ગયાં હતાં? કોણ જાણે! એટલી વાત નક્કી કે અહીં તેઓ સ્વતંત્રપણે ભટકતાં હતાં. આમ ભટકતા હોવું એને અર્થ ખવાયેલા હોવું થાય; અને ખરેખર એ છોકરાં ખેવાયેલાં હતાં – ના, માબાપે તજી દીધેલાં હતાં. એ છોકરાં બેવોચનાં ભાંડ જ હતાં. થેનારડિયરનાં એ છોકરાં મેગ્નાનને તેનાં મરી ગયેલાં છોકરાંને બદલે રાખવા ભાડે અપાયાં હતાં, જેથી બુદ્રા જીલેનોર્મન્ડ પાસેથી તે નાણાં મેળવ્યા કરેહવે પવનથી ખરી પડેલાં પાંદડાંની જેમ તેઓ આમથી તેમ પૅરિસ શહેરની શેરીઓમાં ઊડતાં હતાં. બાપરે, પણ આવાં નાનાં છોકરાં આવી નિર્દય આબેહવામાં આમથી Page #406 -------------------------------------------------------------------------- ________________ તેપમાં કાંસવા માંડ! તેમ ભટકે એટલે શું? એમને ભૂખ લાગે તે શું ખાય? ટાઢ વાય તે શું ઓઢે? વરસાદ પડે તે ક્યાં પેસે? આ છોકરાં હવેથી પોલીસ અહેવાલમાં જેમને “તાયેલાં છોકરાં’ નામે ઓળખવામાં આવે છે, જેમને પોલીસે આમથી તેમ ધકેલ્યા કરે છે, હાંકયા કરે છે, અને છતાં પાછાં પેરિસના રસ્તા ઉપર જ રખડતાં જુએ છે, તે જાતનાં છોકરાં બની રહ્યાં હતાં. શહેરમાં મચેલા દંગલને કારણે જ આ છોકરાં આટલી વાર પણ બગીચામાં રહી શક્યાં હતાં. આવાં ચીંથરેહાલ છોકરાં જાહેર બગીચામાં પ્રવેશ પણ ન પામી શકે. અધિકારીઓની નજરે પડયાં છે, તે ક્યારનાં એ ચીંથરાને ફગાવી દેવામાં આવ્યાં હતા. આગલી રાતે વરસાદ પડ્યો હતો, પણ જૂન મહિનામાં ઝાપટાં આવે છે એવાં ચાલ્યાં જાય છે. તડકો નીકળે ત્યારે લાગે પણ નહિ કે વરસાદનું મોટું ઝાપટું થોડા જ વખત ઉપર પડયું હશે. દૂરથી પવનની લહેર આવતી, ત્યારે ધાંધળ, બૂમાબૂમ, તપ ફૂટવી વગેરેના અવાજો તે તરફ ધસી આવતા હતા. પણ બાળકોને મન એ બધાનો કશો અર્થ ન હતે. અવારનવાર નાનું બાળક એટલું બોલ્યા કરતું કે, “મારે કઈક ખાવું છે.” તે વખતે એક પચાસ વર્ષને બાપ, છ વર્ષના દીકરાને સાથે લઈ ત્યાં ફરતે ફરતે આવી પહોંચ્યો. છોકરાના હાથમાં મોટું ખાનું હતું. તે દિવસમાં બગીચાને અડીને આવેલાં ઘરને બગીચાના દરવાજા બંધ હોય ત્યારે પણ પોતાનો ઝાંપે ઉઘાડીને અંદર આવવાની ચાવીઓ રાખવા દેવામાં આવતી. એ છૂટ પછીથી રદ કરવામાં આવી છે. એ બાપદીકરો એ રીતે પોતાના ઘરને ઝાંપે ઉઘાડીને અંદર આવ્યા હશે. પેલાં બને બાળકો બાપ-દીકરાને આવતા જોઈ આડમાં લપાઈ ગયાં. પેલો છોકરો પેટ ભરાઈ ગયું હોવાથી હાથમાંનું ખાજું પૂરું કરી શક્યો નહોતો. તેણે નેશનલ ગાર્ડને ગણવેશ પહેર્યો હતો. બાપ સાદા પિશાકમાં હતે. બાપદીકરો કુંડ આગળ આવીને થંભ્યા. તેમાં હિંસ તરતા હતા. બાપ ધનિક વર્ગને હતા, એટલે હંસની ગતિથી ચાલતો હતે. બાપદીકરો હંસને તરતા જોવા ત્યાં થોભ્યા. દીકરાને બાપ શિખામણ આપવા લાગ્યો : “જો હું બહુ થોડાથી સંતોષ માનનારે માણસ છું, હું જરાય ભપકો પસંદ કરતા નથી. સોનાથી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ લે મિઝરાખવું અને ઝવેરાતથી ઝગમગતા કોટ હું કદી પહેરતું નથી. એવો ખોટો ભપકો હલકટ મનવાળાઓને જ મુબારક.” એટલામાં દૂરથી ૫ ફૂટવાનો અવાજ સંભળાયો. છોકરાએ પૂછયું, એ શું છે?” બાપે કહ્યું, “અંધાધૂધી, દંગલ!” એટલામાં જ પેલાં બે બાળકો એક બાજુ આડમાં લપાઈને ઊભેલાં બાપની નજરે પડયાં. એટલે તેણે ઉમેર્યું, “અંધાધૂંધી બગીચામાં પણ પેસવા માંડી કે શું!” દરમ્યાન પેલા છોકરાએ ખાજામાંથી એક બટકું ભર્યું અને પછી ફૂંકી નાખ્યું. પછી તે અચાનક રડવા મંડયો. “કેમ રડે છે, ભાઈ?” બાપે પૂછયું, મારે આ નથી ખાવું.” “કેમ?” હવે મને ભૂખ નથી." “પણ ખાજું ખાવા માટે ભૂખ્યા હોવું જોઈએ એવું કોણે કહ્યું? આવી વસ્તુએ તે મોજ આવે ત્યારે ખાવાની હોય છે.” પણ મને હવે આ ખાજું નથી ભાવતું.” તે હવે તારે ખાવું નથી ને?” ના.” “તે પછી પેલા હસને એ નાખી દે !” પણ છોકશે આનાકાની કરવા લાગ્યો. પોતે ન ખાવું હોય તે માટે બીજાને આપી દેવું, એ વળી કયાંની વાત? બાપે ગંભીરપણે કહ્યું, “આપણે દયાળુ થવું જોઈએ. આપણે પશુપંખી ઉપર પણ દયા રાખવી જોઈએ.” અને પછી છોકરાના હાથમાંથી ખાજું લઈને તેણે પેલા હંસે તરફ તે ખાજું કુંડમાં કિનારા પાસે પડ્યું. પેલા હંસે જરા દૂર હતા, તથા કશાક શિકારની પાછળ પડયા હતા. પેલા ધનિકે ફેકેલું ખાજે તેમની નજરે જ પડવું નહોતું. બાપે જોયું કે ખાનું નકામું જશે, એટલે તેણે હિલચાલ કરીને પેલા હસનું ધ્યાન તે તરફ દોરવા પ્રયત્ન કર્યો. પેલા હંસો કશુંક પાણીમાં પડેલું જોઈને મંદ ગતિથી તે તરફ તરત Page #408 -------------------------------------------------------------------------- ________________ “હું કઈક ઈનામ માગી શકું?” ૩૮૩ તરતા આવવા લાગ્યા. નિશાનીઓ સમજવાની હસની અલને બાપ શાબાશી આપવા લાગ્યો. પણ એટલામાં પવનને ઝપાટો આવતાં દૂરથી આવતા કોલાહલ એકદમ મોટેથી સંભળાયો. બાપે તરત જ દીકરાને હાથ ખેંચીને કહ્યું, “ચાલ ભાઈ, ઘર તરફ ચાલક પાસે જ કંઈક મારકાટ થતી લાગે છે. અને આ તરફ પણ ગળીઓનો વરસાદ આવી પહોંચે.” છોકરો કહેવા લાગ્યો, “ના બાપુ, આ હંસો ખાજું ખાઈ જાય, તે જોઈને જઈએ.” પણ બાપ જરા ખેંચતાણ કરીને છોકરાને લઈ ઘર તરફ ચાલતે થયો. દરમ્યાન પેલાં બે છોકરાં દોડતાંકને કુંડના કિનારા પાસે પહોંચી ગયાં હતાં. નાનું છોકરું પેલા ખાજા તરફ જોઈ રહ્યું હતું અને મોટો છોકરો પેલા ધનિક તરફ. જેવા એ બાપદીકરો દેખાતા બંધ થયો કે તરત પેલા મોટાએ કુંડની ગોળ કિનારને પકડી, પાળી પાસે નમી, પિતાની સેટી ખાજા તરફ લંબાવી. પેલા હંસો હવે પિતાને દુશ્મન ઊભો થયેલો જોઈ, ખાજા તરફ વધુ વેગથી આવવા લાગ્યા. પરંતુ તે હંસોની ઉતાવળથી પાણીનું એક મેજું એવું આવ્યું કે પેલું ખારું પાછું ધકેલાઈ પેલા છોકરાની સોટીને અડક્યું. પછી તે પાસે આવેલા સેને ડરાવી, પેલાએ સેટીની મદદથી ખાજાને જલદી પાસે ખેંચી લીધું. પછી તેણે ખાજાના બે ટુકડા કર્યા : એક નાનો અને એક મોટે. નાનો ટુકડો તેણે પોતે લીધો, અને મોટો ટુકડો પિતાના નાના ભાઈને આપ્યો. પછી મેવોચની ભાષાનું અનુકરણ કરીને તેણે નાનાને કહ્યું, “તાપમાં ઠાંસવા માંડ!” ર “હું કંઈક ઈનામ માગી શકું?” મેરિયસ કારને મરચામાંથી બહાર કૂદી પડ્યો હતો. કેમ્બ્રીફેર પણ પાછળ દોડ્યો તને. પરંતુ બહુ મોડું થઈ ગયું હતું. ગેડ્રોચ મરણ પામ્યો હતે. કોમ્બીફેરે કારતૂસોની ટોપલી ઊંચકી લીધી, મેરિયસે છોકરાને આ છોકરાના બાપે મારા બાપ માટે જે કર્યું હતું, તે હવે હું તેના છોકરાને ભરપાઈ કરું છું. પરંતુ થનારડિયર તે મારા બાપુને જીવતા ઊંચકી Page #409 -------------------------------------------------------------------------- ________________ : " - ૭૮૪ લે સિરા લાવ્યો હતો, હું તેના છોકરાને મરે ઉપાડી લાવું છું.” મેરિયસને એ વિચાર આવ્યા વિના ન રહ્યો. પરંતુ મેરિયસ ગેવોને ઉપાડવા નીચે નમ્યો હતે, તે જ વખતે એક ગાળી તેની ખાપરીને ઘસાઈને પસાર થઈ ગઈ હતી. તેનું મોં લોહીલુહાણ થઈ ગયું. કોર્સે કે પોતાને ગળપટો કાઢી મેરિયસના કપાળે તાણી બાંધ્યો. ગેત્રોચને મેબેફ મહાશયની સાથે જ ટેબલ ઉપર સુવાડવામાં આવ્યો. પેલી કાળી શાલને પહોળી કરી બંને ઉપર ઢાંકવામાં આવી, કોમ્બીફેરે ટપલીમાંની કારતૂસે બધાને વહેંચી આપી; દરેકને ભાગે પંદર કારતૂસે આવી. જીન વાલજીનને જ્યારે તેના ભાગની પંદર કારતુસ આપવામાં આવી, ત્યારે તેણે માથું હલાવીને લેવાની ના પાડી. કોમ્બીફે એ જોઈ એ જોલરસના કાનમાં ધીમેથી કહ્યું, “આ ખરો ધની માણસ છે; મોરચામાં આવ્યો છે, પણ સીધી લડાઈમાં ભાગ જરાય લેતા નથી.” “પણ તેથી મોરચાનું રક્ષણ કરવામાં તેને આંચ આવતી નથી!” એલરસે કહ્યું. “મેફ બાપુ ઢાલની એક બાજુ છે, તે આ તેની બીજી બાજુ છે!” કર્ફોરાકે ઉમેર્યું. અચાનક દૂરના ઘડિયાળના ટકોરા બંદૂકના બે ભડાકા વચ્ચે સંભળાયો. “બપોર થયા.” કેમ્બ્રીફેરે જાહેર કર્યું. એન્જોલરસ આગેકૂચની હિલચાલને કશો અવાજ સાંભળી એકદમ કુદકો મારીને ઊભા થઈ ગયો. તેણે રસ્તાની ફરસનાં થોડાં ગચિયાં વીશીના મકાનમાં દરેક બારી આગળ લઈ જવા હુકમ કર્યો. પલટણના સૈનિકોની આખી ટુકડી હવે છેલ્લો પસાર કરવા આવી રહી હતી. આગળ મોરચાને તેડનારા હતા, પાછળ ઉપર ચડનારા હતા; ટૂંકમાં આખું લશ્કર વિધિસર ચડી આવ્યું હતું. એન્જોલરસના હુકમને બરાબર સત્વર અમલ થઈ ગયો હતો. દરેક માળે પથ્થરની થોડી થોડી શિલાઓ ચડાવી દેવામાં આવી. એ શિલાઓ બારી આગળ ગોઠવી દેવામાં આવી, જેથી વખત આવ્યે ઉપરથી નીચેના માણસેના ટોળા ઉપર ગબડાવી શકાય! Page #410 -------------------------------------------------------------------------- ________________ હું કઈક ઈનામ માગી શકું? ૩૦ પછી જેટલી બાટલીઓ મળી તે બધી પણ પહેલે માળે દાર પાસે ગોઠવવામાં આવી. પાછા હઠતાં હઠતાં જ્યારે બળવાખોરો ઉપરને માથે આવી જાય. ત્યારે દાદરને કુહાડી વડે કાપી નાખવાનો હતો, અને નીચે આવેલા સૈનિકો ઉપર એ બાટલીઓ વરસાવવાની હતી. પછી તેઓએ નીચલા માળની બારીને પાછળ આડ વગેરે મૂકી સજજડ કરી દીધી. અને બારણા આગળનો લોખંડનો આગળિયો પકડી એક જણ તૈયાર ઊભો રહ્યો. પાછા હઠતાં હતાં બધાએ મકાનમાં દાખલ થઈ જવાનું હતું, અને પછી બારણું બંધ કરી, એ આગ ચડાવી દેવાનું હતું. એક એક ઇંચ જગા માટે તથા એક એક જિંદગી માટે પણ ભારે ભાગ લેવાને હતે. દરેકનું મોત એક એક ઈતિહાસ બને, એવી દરેકની તૈયારી હતી અને દરેકને સૂચના પણ હતી. આ સોદાગરો પોતાનું જીવન ભારે કિંમતે વેચીને સોદો કરવા માગતા હતા! એલરસે કહ્યું, “મેરિયસ, આખરી લડાઈના આપણે બે સેનાપતિ છીએ. હું મોરચાની અંદરના હુકમ આપીશ; તું મોરચાની ઉપરના.” મેરિયસ મોરચાની ટોચ આગળ ઊભો રહી, સામે ધસી આવતા શ્કરને નિહાળી રહ્યો. બધા ઘાયલ થયેલાઓને રસોડામાં ભરી, બારણું બંધ કરવામાં આવ્યું, જેનો તેના ઉપર છૂટીછવાઈ ગોળીઓ ન પડે. પહેલા માળવાળાઓ કુહાઓ તૈયાર રાખે, દુમને ઉપર ન આવે જે રીતે દાદરો તોડી પાડવાને; કુહાડીઓ તૈયાર?” ફયુલીએ સી વતી જવાબ આપ્યો, “હા.” “કેટલી કુહાડીઓ છે?” “બે કુહાડીઓ, અને એક વાંસી.” “ઠીક; હવે છવીસ માણસો બાકી રહ્યા; બંદૂકો કેટલી છે?” “ચોત્રીસ.” આઠ બંદૂકો વધુ છે; તે ભરીને તૈયાર રાખવી. દરેકના કમરપટે તમંચા રહને તરવા તૈયાર રાખે. વીસ માણસો મરચા ઉપર જઈને ઊભા રહે. છ જણા બારીઓ આગળ બંદૂકોનાં મોં છુપાવીને ઊભા રહો. ઉપરથી ગોળીઓ વરસાવ્યા જ કરવી. પરંતુ એક પણ ગોળી નકામી ન જાય !” આ બધી તૈયારીઓ પૂરી થઈ એટલે તે જાવર્ટ તરફ ફર્યો અને બોલ્યો, “ તને ભૂલી નહિ જાઉં.” લે મ0- ૨૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાન્સ પછી ટેબલ ઉપર એક પિસ્તોલ મૂકીને તેણે કહ્યું, “આ ઓરડામાંથી જે છેલ્લે બહાર નીકળે, તે આ જાસૂસની પરી ઉડાવી દે.” અહીંયાં જ?” એક અવાજે પૂછયું. “ના, ના, તેનું મડદું આપણાં મડદાં ભેગું ન રહેવું જોઈએ. નાના મોરચાની ઉપર ચડી, તેને બહાર લઈ જઈ, તેનું માથું ઉડાવી દેવું.” આ ઘડીએ જીન વાલજીન આગળ આવ્યો. “તમે સેનાપતિ છો?” “હા.” “તમે હમણાં મને શાબાશી આપી હતી?” “લકતંત્રને નામે! આ મોરચાના બે રક્ષણહાર છે : એક મેરિયસ પિન્ટમસ, અને બીજા તમે.” “હું કંઈક ઇનામ માગી શકે” અલબત્ત.” “હું ઈનામ માગું છું.” “શું?” “આ માણસની ખોપરી હું મારે હાથે ઉડાવી દેવા માગું છું.” જાવર્ટે માથું ઊંચું કર્યું, અને પછી થોડું હલાવીને ધીમે અવાજે બોલ્યો, “ તને એ જ છાજે!” * એન્જોલરસ હવે બંદૂક ભરવાને કામે લાગી ગયો હતો. તેણે તરત પરવાનગી આપી દીધી. જીન વાલજીને પેલી પિસ્તોલ ઉપાડીને તેનો ઘેડ ચડાવ્યું. તે જ ક્ષણે મેરિયસે મોરચા ઉપરથી બૂમ પાડી, “બધા દોડી આવો.” રણશીંગો અને પડઘમના અવાજ સાથે હુમલો શરૂ થયો હતે. વર્ટ ધીમેથી હસીને બોલ્યો, “થોડા વખતમાં જ કબરમાં ફરી મળીએ ત્યાં સુધીને માટે સૌને વિદાય!” Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧ જીન વાલજીને હવે ટેબલ ઉપરથી જાવર્ઝને છૂટો કર્યો. તેના હાથ તા બાંધેલા જ રહ્યા, તથા પગ પણ થાડા થાડા ખસી શકે તેવા પહેલેથી જ ૯૩ મારચાના અંત બાંધેલા હતા. જાવર્કના ગળા આગળ બાંધેલા દોરડા આગળથી પકડીને જીન વાલજીન તેને નાના મારચાની બહાર દોરી ગયા. મેરિયસ ભીંત આગળ ઊંચા ઊભા હોવાથી એકલા તેણે આ બંને ચાલ્યા જતા જોયા. નાના મારચા ઊતરીને જ્યારે બંને જણ શેરીમાં આવ્યા, ત્યારે જીન વાલજીને હાથમાંના તમંચે। બગલમાં ઘાલીને જાવર્ટને કહ્યું, “ જાવર્ટ, મને ઓળખ્યો ? ” જાવટૅ જવાબ આપ્યો, “તારું વેર વસૂલ કર. '' જીન વાલજીને ખીસામાંથી મેટું ચપ્પુ કાઢયું અને તેને ઉઘાડયું. 66 “છરો ? ” જાવર્ટ અચંબો પામીને બાલ્યો. પણ પછી તરત જ બાલ્યા, બરાબર છે; તારા જેવા ખૂનીને એ જ હથિયાર ફાવે.” જીન વાલજીને ચાકુથી જાવર્કના ગળા આગળના, કાંડા આગળના અને પછી પગ આગળના દારડાના બંધ કાપી નાખ્યો. પછી ઊભા થઈને તેણે કહ્યું, “ હવે ચાલ્યા જા; તું છૂટો છે.” જાવર્ટ એકદમ ચાંકે તેવા નહોતા. તેમ છતાં તે પણ જસડ બની ઊભા રહ્યો. " જીન વાલજીને કહ્યું, “હું આ જગામાંથી જીવતા પાછા ફરવા માગતા નથી; છતાં કદાચ કોઈ અકસ્માતથી હું જીવતો રહી જાઉં, તે હું ફોશલવે નામથી રૂ દ લ હામ આર્મ નં. ૭ વાળા મકાનમાં રહું છું.” જાવર્ટ વાઘની પેઠે ધીમેથી ઘૂરકયો, 66 તારા ઘરનું સરનામું છે?” “ હા; હવે સલામ. ” 66 તે શું કહ્યું ? ફોશલવે, રૂ દ લ ામ આર્મી ? " “ હા; નં. ૭.” જાવર્ટ ધીમેથી ગણગણ્યા, “ નંબર સાત.” પછી તે પોતાના કોઢનાં Page #413 -------------------------------------------------------------------------- ________________ લે સિઝેરાલ્ડ બટન ઠીક કરી. પોતાના હાથની અદબ વાળીને કંઈક વિચારમાં પડ્યો હોય તેમ ચાલવા માંડયો. જીન વાલજીને તેને જતો જોઈ રહ્યો. થોડે દૂર ગયા પછી જાવટે પાછા ફરીને બોલ્યો, “પણ ભલા માણસ, તું મને પૂરો કરી નાખને?” “ભાઈસાહેબ, ચાલતે થા.” જાવર્ટ થોડાં ડગલાં આગળ ચાલ્યો. પછી શેરીને વળાંક આવતાં તે દેખાતે બંધ થયો. પણ તેનાં પગલાં મોતના પંજામાંથી છૂટેલા માણસ જેવાં હળવાં પડવાને બદલે, ફાંસીએ ચડવા જતા માણસ જેવાં ભારે પડતાં હતાં. તે દેખાતે બંધ થયો એટલે, જીન વાલજીને તમંચે ઊંચો કરીને હવામાં ભડાકો કર્યો, અને પછી મરચામાં પાછા આવીને જણાવ્યું, “કામ પતી ગયું છે.” દરમ્યાન, મેરિયસને કંઈક યાદદાસ્ત તાજી થવા લાગી. અચાનક તેને યાદ આવ્યું કે પેલો જાસૂસ તો પોલીસ ઈન્સ્પેકટર જવર્ટ જેવો હતો કે જેણે થનારડિયરના પ્રસંગ વખતે પોતાને બે પિસ્તોલે આપી હતી. તેણે તરત એજોલરસને પૂછયું, “પેલાનું નામ શું હતું?” કોનું?” પેલો પોલીસ ઑફિસર, જેની ખોપરી ઉડાવવાને હમણાં તે હુકમ આપ્યો; તેનું નામ તને ખબર છે?” હા, તેણે કહ્યું હતું, કે તેનું નામ જાવર્ટ છે.” મેરિયસે એકદમ પાછળ દોડી જવા કૂદકો માર્યો. પણ તે જ ઘડીએ તમંચાને ભડાકાને અવાજ આવ્યો અને જીન વાલજીને પાછા આવીને જાહેર કર્યું કે, “કામ પતી ગયું છે.” મેરિયસના અંતરમાં થઈને એક પ્રકારની ધ્રુજારી પસાર થઈ ગઈ. જાવર્ટને દેખીને આ માણસ જ બારી ફૂદીને સૌથી પહેલો નાસી ગયો હતો, અને તેણે જ જાવર્ટને પોતાને હાથે મારી નાખવાની પરવાનગી એન્જોલરસ પાસેથી માગી હતી. અર્થાત તે પોલીસના હાથમાંથી છટકે કોઈ મોટો ગુનેગાર હેવો જોઈએ !” પણ હવે એ બધા વિચારો કરવાનો વખત રહ્યો ન હતે. લશ્કરને સીધો હુમલો આવી પહોંચ્યો હતે; અને પ્રજાએ બળવાખોરોને મોતની સજા ફરમાવી દીધી હતી! ઇતિહાસમાં આમ જ બનતું આવે છે. જ્યારે બળવાખોરોને Page #414 -------------------------------------------------------------------------- ________________ * મરચાને અત ૩૮૯ પ્રજાને પણ સાથે હોય છે – અર્થાત્ બળવાખોરે જે કાંતિ કરવા માગતા હોય તે કરવા પ્રજા પણ સમસમી રહી છે, ત્યારે પ્રજાના માણસનું દરેક ઘર બળવાખાને માટે સાધનસામગ્રી પૂરી પાડનારું, ઘા ઉપર મલમપટ્ટી કરનારું, કે પાછલે બારણેથી નાસી જવાનું યા છુપાઈ જવાનું સાધન બની રહે છે. પરંતુ જ્યારે પ્રજા એ કાંતિ, ફેરફાર કે સુધારા માટે તૈયાર નથી હોતી, ત્યારે પ્રજાનાં બધાં ઘરે બળવાખોરો માટે બંધ થઈ જાય છે! ઊલટું, પ્રજા એ ધાંધલ કરનારા લોકો ક્યારે રાજસત્તાને હાથે ખતમ થાય એમ જ ઈચ્છતી હોય છે. દરેકને પોતાનું કુટુંબ સાચવવાનું હોય છે, પિતાની આવક સાચવવાની હોય છે કે પોતાના ધંધારોજગાર ચાલુ રાખવાનું હોય છે. અને છતાં પ્રજાનો મિજાજ જાણવાનું કશું સીધું સાધન તે હોતું નથી! પ્રજા સાથ આપશે કે નહિ, અથવા કેટલો આપશે, તેની ગણતરી કર્યા વિના જ આદર્શને વ્યવહારમાં સિદ્ધ કરવા ઇચ્છનારાઓ ચળવળ ચલાવવાના. કદાચ એવા કેટલાય ખતમ થાય, ત્યારે જ પ્રજાને અંતરાત્મા પણ એ ફેરફારો માટે હાલી ઊઠે કે જાગ્રત થાય, અને તે પોતે પણ એ જતના બલિદાન કે શહીદી માટે તત્પર બને. અને જે દેશમાં આદર્શની એવી ઉપાસના કરવા તત્પર રહેનારા લોકો હમેશ ઊભા થયા કરે છે, તે દેશ પ્રગતિ તરફ કૂચ કરતો રહે છે; નહિ તો પોતે મેળવેલી સિદ્ધિઓના આથામાં જ અથાઈ જઈને, પેચો પ, સલ જાય છે. માનવ ઇતિહાસ એવી કેટલીય સંસ્કૃતિને અથાઈ જઈને સહ ગયાને ઇતિહાસ છે. પરંતુ, પ્રગતિ ઝંખનારાં બધાં બળ પાછળ પ્રજા ગાંધ બનીને સાથ આપવા દેડી જાય તેવું નથી જ બનતું. તેનામાં પણ એ બલિદાન- એ સિદ્ધિ માટે તમન્ના જાગવી જોઈએ. એટલે પ્રગતિ ઈચ્છનારા જેઓ એ વ્યાપક તમન્ના જગવવા શક્તિમાન ન હોવા છતાં જ્યારે એની સિદ્ધિ અર્થે હિંસાનો આશરો લે છે, ત્યારે પ્રગતિનાં તે બને એ જાતની અધીરાઈથી પોતાની સજા પોતાને હાથે ફરમાવે છે. કારણ કે, શસ્ત્રબળથી તમે પ્રગતિ સાધવા જાઓ, તો તમે શસ્ત્રબળના અમલમાં જ સામે પગલે ચાલીને આવી જાઓ છો, અને પછી તે શસ્ત્રબળની હરીફાઈમાં જ તમે ઊતરી પડે છે. તે હરીફાઈમાં ફાવવું એ પછી જુદી વાત થઈ ગઈ. પ્રગતિ અર્થે શહીદ થવા ઇચ્છનારે તેથી જ શસ્ત્રબળ સાથે સગપણ સાધવાને બદલે બીજા કોઈ બળની – માત્ર પ્રકાશના બળની સગાઈ શોધવી જોઈએ. શસ્ત્રબળને Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લે મિરાલ્ડ આશરો લે એ પ્રગતિના પ્રકાશના બળમાં શ્રદ્ધા ખાવા જેવું છે. તેમ છતાં, પ્રગતિ માટે શસ્ત્ર ઉગામનારાઓની બલિદાન-ભાવનાને બિરદાવ્યા વિના ચાલે તેમ નથી. આજુબાજુની પ્રજાની ઊંઘ કે બેફિકરાઈ જ આ લોકોને અધીરા બનાવે છે. અને અધીરાઈ એટલે આંધળાપણું. કઈ પ્રજા હર ઘડીએ, હર હાકલે, શહીદી અને બલિદાન માટે તત્પર થઈને નીકળી પડે, એ અશક્ય છે. અચાનક પડઘમને ધણધણાટ છેક મરચાની લગોલગ જ આવી પહોંરયો. લશ્કરની આ સુયોજિત- સુવ્યવસ્થિત ચડાઈ હતી. અને લશ્કરનાં માણસો પણ “મરવું કે મારવું’ એ નિયમ બરાબર જાણતાં હોય છે; અને મારવાના કસબની તે તેમણે ખાસ તાલીમ લીધેલી હોય છે! એટલે જ્યારે લશ્કરને હુમલે મોરચા ઉપર છેવટે આવ્યો, ત્યારે માણસને બદલે લોખંડ અને કાંસાની દીવાલ જ જાણે ધસી આવી હોય તેમ બન્યું. એક પણ પગલું જરાય ડગે નહિ કે પાછું પડે નહિ; ચક્રના દાંતાની પેઠે જ અચૂક આગળ ખસે. બળવાખોરોએ એકસામટો ગોળીબાર કર્યો. લશ્કરના માણસે હુમલો એ અચાનક લાવ્યા હતા કે, એકદમ તે તેઓ મરચા ઉપર સીધા આવી ગયા હતા. પરંતુ બળવાખોરોના તેવા જ કાતિલ જવાબે, સિંહ જેમ કૂતરાને ભગાડી મૂકે, તે રીતે લશ્કરના સૈનિકોને મોરચા ઉપરથી પાછા પાડી દીધા. હવે મરચા ઉપર બળવાખોરો જ ગર્જના કરતા ઊભા હતા, જાણે દરિયાના પાણીમાં ફીણ છવાયેલા ખડક ! લશ્કરના માણસો પાછા પડ્યા; પણ થડે જ દૂર શેરીમાં સુવ્યવસ્થિત સ્થિતિમાં જ ઊભા રહ્યા, અને એ ભયંકર ગોળીઓને વરસાદ વરસાવવા મંડયા, કે જાણે મોરચાના ખડકલાને બંદૂકની આગથી જ સળગાવી મૂકવા માગતા હોય. બંને બાજુ સરખો જ અડગ નિશ્ચય હતો. બહાદુરી પણ જંગલી કહી શકાય એ હદે પહોંચેલી હતી. ભયનું તે નામનિશાન જ ન હતું. હવે માત્ર સામા ધસી જવાનું ઝનૂન. લશ્કર હવે આ મરચાને અંત લાવવા માગતું હતું. અને મરચાવાળા આખરી દમ સુધી આકરી કિંમત વસૂલ કરવા માગતા હતા. એન્જોલરસ એક છેડે ગોઠવાયો હતે; મેરિયસ બીજે છેડે. એન્જોલરસ આ મોરચો જાણે પોતાના મગજમાં લઈને ફરતે હતે. મેરિયસ મૃત્યુને Page #416 -------------------------------------------------------------------------- ________________ મરચાને અને હાથમાં લઈને. તેને કશી ઓથ નહોતી; અને તે કશું નિશાન પણ તાકતો ન હતે. સ્વપ્નાવસ્થામાં કે ઘેલછામાં રહીને લડનારના જે ભીષણ લડવૈયો બીજો કોઈ ન હોય. સ્વપ્નમાંના માણસને ઘા પણ શી રીતે થાય? બળવાખોરોની કારતૂસ ખૂટવા આવી હતી. હુમલાખોરે પાસે સંખ્યા હતી, બળવાખોરો પાસે ઊંચાઈ! તેઓ બંદૂકની નળી સીધી અડાડીને જ ખપીઓના ભૂકા ઉડાવતા હતા. મોરો એવી રીતે બંધાયો હતો કે મૂઠીભર લોકો આખી પલટણને ખાળી શકે. પણ લશ્કરના માણસે હવે એક એક ડગલું આગળ ને આગળ આવતા જતા હતા અને સતત હુમલા ઉપર હુમલા લાવી રહ્યા હતા. બળવાખોરે થાકી ગયા હતા, ચીંથરેહાલ થઈ ગયા હતા, વીસ કલાકથી ભૂખ્યા હતા, ઊંધ્યા ન હતા, સારી પેઠે ઘાયલ થયા હતા, અને ગોળીઓ ભરેલાં તેમનાં ખીસાંનું તળિયું જ તેમને હાથ આવવા લાગ્યું હતું. પણ તેમ તેમ તેઓ મરણિયા પણ થતા ચાલ્યા. તેઓ શાના વડે લડે છે તેનું જ તેમને ભાન રહ્યું હતુંમોરચા ઉપર દશ વાર હુમલો થયો અને દશ વાર તે પાછો હઠાવવામાં આવ્યો. આ ભવ્ય કતલનું વર્ણન અમારી કલમથી કરવાની અમે ના પાડીએ છીએ. ઇલિયડ જેવી મહાકથાઓ – મહાભારતને જ એક એક લડાઈ પાછળ બાર બાર હજાર લીટી શકવાને હક હોઈ શકે. ઈગલ માર્યો ગયો, શ્યલી માર્યો ગયો, કોર્ફોરાક માર્યો ગ, જૉલી માર્યો ગયો. કોમ્બીફેર ત્રણ ત્રણ બેનેટથી એક સાથે વીંધાઈને એક ઘાયલ થયેલા સૈનિકને ઉપાડવા જતાં મોં ઊંચું કરવા પણ પામે નહિ. મેરિયસ હજુ લડવા કરતે હતો. તેનું આખું માથું જુદી જુદી જાતના ઘાથી ભરાઈ ગયું હતું કે જાણે તેણે લોહીને લાલ રૂમાલ જ મેં ઉપર વીંટયો હતો! એલરસને એક પણ ઘા વાગ્યો નહોતો. તેના હાથમાંનું હથિયાર નાશ પામે છે તે તરત આસપાસ હાથ લાંબાવે. પાસે ઊભેલ બળવાખોર તરત તેના હાથમાં પોતાનું જે હથિયાર હે તે મૂકી દે. ચાર તરવા ગયા પછી હવે તેના હાથમાં છેલ્લી તરવારનું ઠુંઠું જ બાકી રહ્યું હતું. બે છેડે બે આગેવાને જ જીવતા રહ્યા હતા. મોરચાને મધ્ય ભાગ સંભાળનાર ફયુલી, કેફેંક, કોમ્બીફેર વગેરે માર્યા ગયા હતા. એટલે લશ્કરે હવે એ મધ્યભાગ ઉપર જ હુમલો આરંભ્યો, અને તે સફળ થયો. ત્યાં ઊભેલા મૂઠીભર બળવાખોરે, સામે ધસી આવેલા બેનેટોના પૂર સામે, એકદમ Page #417 -------------------------------------------------------------------------- ________________ શેર પાછા પડયા, અને નાસવા લાગ્યા. એન્જેલરસ અને મેરિયસ પોતાની સાથેના પાંચ કે સાત જણ સાથે હવે અંદર ફૂદી પડ્યા અને વચ્ચે દીવાલની પેઠે ઊભા રહી, સૌ બળવાખારોને પેાતાની પાછળથી વીશીના બારણામાં પેસવાનું જણાવવા લાગ્યા. એન્જોલરસ એકલા જ પોતાની બંદૂકને સેટી પેઠે વાપરતા અને આગળ તકાયેલાં બેયોનેટાને જમીન તરફ ધકેલતા ઊભા રહ્યો. તેના ઝનૂન અને પ્રતાપી દેખાવ આગળ સૈનિકો જરીક વાર નવાઈ પામી થોભી ગયા. એ તકને લાભ લઈ એન્જોલરસ પણ બારણામાં અંદર પેસી ગયા અને અંદરથી બળવાખાર્ચએ બારણું બંધ કરી દીધું, સૈનિકોએ બારણું ધકેલવા જાનસટોસટ પ્રયત્ન કર્યો, પણ અંદર આગળો દેવાઈ ગયો હતો. મેરિયસ બહાર રહી ગયો હતો. બંદૂકની એક ગોળીથી તેની ખભાની હાંસડી તૂટી ગઈ હતી, અને તેને તમ્મર આવતાં જ તે નીચે ગબડી પડયો. તે વખતે તેને એવો આભાસ થયો કે જાણે એક મજબૂત હાથે તેને પકડી લીધા છે. મેરિયસને છેવટના એટલા જ વિચાર આવ્યો કે, હું કેદ પકડાયા છું અને મને ગોળીએ દેશે. પછી તે તદ્દન બેહોશ થઈ ગયો. કો હવે વીશીના મકાન ઉપરના ઘેરો શરૂ થયા. એન્જોલરસે સૌને કહ્યું, આપણે આપણી જાતને બહુ મેઘે ભાવે વેચવાની છે, એટલું જાણી રાખી, સૌ પાતપેાતાની રીતે મરે ! ’ #6 હૈ મિઝરાયલ નીચે સૈનિકો બારણું તેાડવા જોર કરવા લાગ્યા. હવે ઉપરની બારીએથી પેલા ફરસબંધીના પથરાના મારો શરૂ થયો. ઉપરના માળથી ગબડાવાતા એ દરેક પથરો બમણા તમણા વજનનું કામ કરતા. પણ એ પથરા બૂટથા પછી તો અંત આવવાના જ હતા. એટલે બારણું તૂટતાં જ સૈનિકો એકબીજાના ધક્કાથી ધકેલાતા અંદર પેઠા, અંદર ઘાયલ થઈને મરેલા જ થોડાક પડયા હતા. બાકીના બધા ઉપરને માળે ચડી ગયા હતા, અનેદ દરો કુહાડીથી તોડીને ગબડાવી પાડવામાં આવ્યા હતા. એ દાદરાના માં આગળ તૂટેલા દાદરાના ટેકા કરી, એકએકના ખભા ઉપર ચડી સૈનિકો ઉપર આવવા લાગ્યા. તે વખતે અચાનક ઉપરથી ગાળીઓના વરસાદ શરૂ થયા. અને ગાળીઓ ખૂટી, એટલે દરેક જણે બબ્બે બાટલીઓ હાથમાં લીધી અને ઓછામાં ઓછાં બબ્બે માથાં તે ફોડી નાખ્યાં જ. દાદરાનું માં ફૂટેલાં લોહી નીંગળતાં માથાંથી ભરાઈ ગયું. હોકારા-બકારા. ધમાધમ, અને બંદૂકની ધૂણી ! શબ્દો આ ઘમસાણનું વર્ણન કરતાં પેતે જ રૂંધાઈ જાય. Page #418 -------------------------------------------------------------------------- ________________ મરચાને અંત ૩૯૩ હણનારા અને હણાનારા બને રાક્ષસનું પરાક્રમ દાખવી રહ્યા હતા. છેવટે મડદાંના બનેલા દાદરા ઉપર થઈને સૈનિકો ઉપર ચડયા. ઉપર આખા ઓરડામાં પગ ઉપર ઊભેલે એક જ માણસ હતો, અને તે એન્જોલરસ! હવે હથિયાર તરીકે કામમાં આવે એવું તેના હાથમાં કશું રહ્યું ન હતું. એટલે માત્ર બિલિયર્ડ રમવાનું ટેબલ પિતાની અને હુમલાખોરોની વચ્ચે આડું રાખી, તે ભીંત તરફ પીઠ કરીને ઊભે રહ્યો હતો. તેના મોં ઉપર ઝનૂન અને બલિદાનની આભા ઝગારા મારતી હતી; કદાચ મૃત્યુ-દેવતાની ફરસી પણ. સૈનિકોના મોંમાંથી એકસામટો પિકાર ઊઠયો : “એ જ બધાનો નાયક છે; એને ત્યાં ને ત્યાં ભીંત સાથે જ ગોળીએ દો!” હા. ચાલો, તમારી ગોળીઓ છોડે.” એમ કહીને જાણે પોતાના લશ્કરને હુકમ કરતો હોય તેમ, એજોલરસ પોતાના હાથમાં રહેલું બંદૂકનું હૂંઠું નીચે ફેંકી દઈ, અદબ વાળીને ઊભે રહ્યો.” એકદમ આખા ઓરડામાં ચુપકીદી છવાઈ રહી. જાણે એન્જોલરસની એ ભવ્યતાનો ભાર સૌને દબાવતો હોય. તેનું જુવાન છોકરવાદ માં અત્યારે દેવ જેવું પ્રતાપી બની રહ્યું હતું. બાર સૈનિકો એક સાથે લાઈનબંધ કે તેના તરફ તાકીને ખડા થઈ ગયા. સાર્જન્ટે હુકમ કર્યો, “નિશાન લો!” બીજો એક અમલદાર વચ્ચે બોલી ઊઠયો : “અલ્યા, તારી આંખે તારે બંધાવવી છે?” એન્જોલરસે ટૂંક જવાબ આપ્યો, “ના.” એ જ વખતે દારૂના ઘેનમાં ટે થઈને પડેલો ગ્રેન્ટર જાગ્યો. તેના ઘેનભર્યા મગજને પણ આખી પરિસ્થિતિ સમજી લેતાં વાર ન લાગી. એક છલંગ મારીને તે એન્જોલરસ તરફ ધસ્યો. સિપાઈઓને તેણે કહ્યું, “તમારા એક બારથી બે જણને ખતમ કરો!” અને પછી એન્જોલરસને તેણે પૂછ્યું : તારી પરવાનગી છે ને?” એનું હાસ્ય પૂરું થાય તે પહેલાં તે આઠ ગોળીઓથી એલરસ ભીંત સાથે પરોવાઈ ગયો. તેનું માથું ખભા પર ઢળી પડયું. ગ્રેન્ટર વીંધાઈને બરાબર તેના પગ ઉપર ગબડી પડ્યો હતો. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કેદી મરિયસ વસ્તુતાએ કેદી બન્યા હતા : પણ જીન વાલજીનો! જીન વાલજીને મોરચાના યુદ્ધમાં પોતાની જાતને જોખમમાં નાખવા સિવાય બીજો સીધે ભાગ લીધો ન હતો. તેના સિવાય એ આખા ઘમસાણમાં ઘવાયેલાઓની સંભાળ લેનાર કોઈ ન હતું. તે સર્વત્ર પરમાત્માની કરુણાની જેમ દોડી જતો અને ઘાયલ થયેલાઓને ઉપાડી લઈ વીશીના નીચલા માળમાં મુકી આવતે. બનતી પાટાપિંડી પણ કરતે. તે મોઢેથી એક શબ્દ પણ બોલતો ન હતે; માત્ર સીને મદદ કરતે. અહીં આવવામાં તેને ઇરાદે જો આત્મહત્યાનું હોય, તો તે સફળ થયો ન હતો : ગોળીએ તેની આસપાસ થઈને જ ચાલી જતી હતી. જન વાલજીન એ ઘમસાણના ગોટામાં મેરિયસને જોતે પણ ન હોય એમ દેખાતું હતું, પરંતુ વસ્તુતાએ તેની નજર તેના ઉપર જ ચુંટી રહેલી હતી. અને જે મેરિયસ ખભા આગળ ઘવાઈને ગબડ્યો કે તરત જ જીન વાલજીને વાઘની ચપળતાથી તેના ઉપર છલાંગ મારી; અને પછી શિકારની પેઠે તેને ઉપાડીને તે ચાલતો થયો. મેરિયસને ઉપાડીને ઘર પાછળ ચાલે જ કોઈએ તેને જો નહિ. ઘરને ખૂણા શેરીમાં એક ભૂશિર જેવો હતો. થોડાક ચોરસફૂટ જગા એની પાછળ ગળીઓના વરસાદથી તથા સૌની નજરથી પણ મુક્ત રહેતી હતી. જન વાલજીને ત્યાં આવી મેરિયસને જમીન ઉપર સુવાક્યો. પછી પોતે ભીંત તરફ પીઠ કરીને ચારે તરફ નજર કરવા લાગ્યો. પરિસ્થિતિ ખતરનાક હતી. બે કે ત્રણ મિનિટ કદાચ ભીંત પાછળ આ ખૂણો સહીસલામત રહે; પણ પછી એ કતલમાંથી શી રીતે બચી શકાવાનું હતું? નાના મરચાની ટોચ ઉપરથી દૂર ઊભેલા સૈનિકોની બેનેટની અણીએ ઝગારા મારતી હતી; અર્થાત પાછલે રસ્તે પણ ઘેરી લેવામાં આવ્યો હતો! માત્ર એક પંખી જ આ જગ્યાએથી અધ્ધર ઊંચે ઊડી જઈને નીકળી શકે. જીન વાલજીનની ગરૂડ જેવી આંખે ચારે તરફ ઊંચે – નીચે ફરી વળવા લાગી. ક્યાંય કશી નાઠાબારી જેવું દેખાતું ન હતું. અચાનક એ ખૂણામાં કરસબંધીના ઉખાડેલા પથ્થરોના ભંગારમાં અધધધ દેખાતી લોખંડની Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કેદી જાળી તેની નજરે પડી. એ જાળી રસ્તાના જ એક ભાગ હતી : એ એક ગટરનું ઢાંકણું હતું ! જીન વાલજીન તે તરફ કૂો. ઉપરના પથરા તેણે સાફ કરી નાખ્યા અને જાળી ઉપાડીને અંદર નજર કરી, તો તે જગા બહુ ઊંડી ન હતી. બેએક માથેાડાં નીચે ગટરના તળિયા જેવું નજરે પડતું હતું. તરત જ જીન વાલજીને મેરિયસને ખભા ઉપર ગેાઠવી લીધા, અને પછી પાતે તે બાકોરાની દીવાલ ઉપર કૂણી અને ઢીંચણ વડે બંનેને ભાર ટેકવતા અંદર ઊતર્યા. અંદર ઊતરી, વચ્ચે અધ્ધર તાળાઈ રહી, તેણે એક હાથે ઉપરની જાળી પાછી બરાબર બંધ કરી દીધી; અને પછી તે સડસડાટ નીચે ઊતરી ગયો. નીચે માણસ ઊભા ચાલી શકે તેવી કમાન-બંધીવાળી માટી ગટર દૂર દૂર જતી હતી. અંદર ઊતર્યા પછી ઉપના અવાજો બહુ આછા ગણગણાટ જેવા જ સંભળાતા હતા. * પૅરિસ શહેર રાત અને દિવસ વરસે પચાસ લાખ ફ઼ાંક દરિયામાં વહાવી દે છે: તેનાં આંતરડાં જેવી આ ભૂગર્ભની ગટરો દ્વારા. વિજ્ઞાન લાંબા અખતરાઓ પછી કહે છે કે, માણસના મળ એ કીમતીમાં કીમતી અને સૌથી વધુ અસરકારક ખાતર છે. ચીનાએ એ વાત પરાપૂર્વથી જાણે છે; અને તેથી ચીની ખેડૂતો શહેર તરફ જાય ત્યારે વાંસની કાવડે બે બાજુ બે બાલદી ભરેલા મણસના મળ લઈ આવે છે. શહેરોનું સેનું તે મળ બરાબર છે; પણ શહેરોને મળ સાના બરાબર છે! આંકડાશાસ્ત્રીઓની ગણતરી છે કે, ફ઼ાંસ દેશ એકલા જ પોતાની નદીએ! મારફતે દર વરસે દશ કરોડ ફ઼ાંકને મળ આટલાંટિકમાં રેડી દે છે. એટલામાંથી તે રાજકારભારનું કેટલુંય ખર્ચ નીકળે! માણસાનું ખરું સત્ત્વ આમ ગટરો નદીમાં એકી કાઢે છે. પરિણામે જમીન દરિદ્ર બને છે અને પાણી રોગિષ્ઠ પરિણામે ખેતરના ચાસમાંથી ભૂખ નીપજે છે, અને નદીમાંથી મહામારી. શહેરોની ગટરો ધાવાઈને બધા મળ બહાર નીકળે છે. · શરીરને થયેલા મરડાની જેમ. ખરી રીતે ગટર વડે મળને દૂર લઈ જઈ તેના બીજો ઉપયાગ કરવાની સગવડ કરવી જોઈએ. તા એ વડે શહેરની મળશુદ્ધિ થાય, તેટલી જ જમીનની કસવૃદ્ધિ પણ થાય. જીન વાલજીન પૅરિસની ગટરની એક શાખામાં ઊતર્યાં હતા. એકદમ તા તેની આંખાએ અંધારાં આવી ગયાં. તેના કાન પણ અચાનક બહેરા થઈ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ હૈ મિઝરાબ્વ ગયા હોય તેમ તેને લાગ્યું. પેાતાના પગ નીચે નક્કર જમીન છે, એ સિવાય તેને બીજી કશી સમજ પડી નહિ. તેણે હાથ લાંબા કરીને જોયું તે બે બાજુની ભીંત વચ્ચેનો માર્ગ સાંકડા હતા. તેણે થેાડું આગળ ચાલીને જોયું, તે તેને પગ લપસ્યો; અર્થાત્ જગા ભીની હતી. થોડી વાર બાદ તેને અંધાપો દૂર થયો. તે જે જાળીમાંથી નીચે ઊતર્યા હતા, ત્યાંથી થોડું અજવાળું નીચે સુધી પહોંચતું હતું; અને તેની આંખા એટલા પ્રકાશને ટેવાતી થઈ ગઈ. એ રસ્તો એક બાજુથી બંધ હતા, અર્થાત્ એ ગટર ત્યાંથી શરૂ થતી હતી; એ પેટાગટર હતી. ત્યાંથી હવે આગળ ચાલવું જોઈએ. કારણ કે, જે જાળી તેની નજરે પડી, તે લશ્કરના માણસાની નજરે પણ પડે જ. અને તેઓ એક વાર મેારા સાફ કર્યા પછી આજુબાજુનાં સંતાવાનાં સ્થાનાની સફાઈ પણ કરવાના જ. તેણે ઝટ મેરિયસને ફરી ઉપાડયો, ખભે લીધા અને અંધારાના અજ્ઞાત ભાવીમાં ડગલાં ભર્યાં. પચાસેક ડગલાં ચાલ્યા પછી તેને થોભવું પડયું. આ ગટર હવે એક માટી ગટરને જોડાતી હતી. એ મેટી ગટરમાં તેણે કઈ તરફ જવું ? આ જગાએ એક જ સ્થિર ભામિયા હોય : ઢાળ. ઢાળ તરફ ચાલવું એટલે કયાંક નદી આગળ બહાર નીકળવું ! જીલ વાલજીને ગણતરી કરી જોઈ : અત્યારે તે બજાર આગળના ભાગ નીચે હતા; હવે તે ઢાળે ઢાળે ચાલવા માંડે, તો પાએક કલાકમાં સીન નદી આગળ નીકળે. પણ તે ભાગ તા શહેરની વસ્તીવાળા ભાગ. કારણ કે, સીન નદી પૅરિસ શહેરની વચ્ચે થઈને જ વહે છે. હવે વસ્તીવાળા ભાગમાં નીકળવું, એટલે ધેાળા દિવસે લેાહીંલુહાણ મડદા સાથે પકડાવું ! તેથી તેણે ચડાણવાળી દિશાએ જ ચાલવા માંડયું. મેરિયસના હાથ તેણે પોતાના ગળાની આસપાસ એક હાથે ભીડી રાખ્યા હતા, અને તેના પગ · પોતાની પીઠ પાછળ લટકતા રાખ્યા હતા. પેાતાના બીજો હાથ તે આગળની ભીંત ફંફોસવામાં વાપરતા. મેરિયસના ગાલ તેના ગાલને અડયો હતો અને તેનું ઊનું લાહી તેનાં કપડાં ઉપર નીતરતું હતું. આગલા દિવસના વરસાદનું પાણી હજુ ગટરમાં ખાળખળ વહી રહ્યું હતું. વચ્ચે વચ્ચે હવા માટે રાખેલાં બાાં આવતાં, ત્યારે તેને પ્રકાશના ઓળામાં ભીંત દેખાતી. પૅરિસની ગટરો શેરી નીચે જ નંખાઈ છે; અને પૅરિસમાં તે વખતે ૨૨૦૦ શેરીઓ હતી. હવે શેરી તમને એ નીચેની Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ગટરોના જાળાની કલ્પના આવશે. એ ગટરે સીધી જોડી હોય, તો ત્રીસ માઈલ લાંબી થાય. આ જાળામાંથી કયે રસ્તે જવું? તેથી ક્યાં નીકળાય? આ ભુલભુલામણીમાં છેવટે અટવાઈને થાકથી તથા ભૂખથી મરણ પામવાનું થશે, કે ક્યાંક સહીસલામત જગાએ કદીય નીકળાશે? - જ્યારે જ્યારે કાંઈક જોડાણ આવતું, ત્યારે ત્યારે તે પોતે આવ્યો તે ગટરની પહોળાઈ. અને પિતે નવી ગટરમાં જે માર્ગે જાય તેની પહોળાઈ તપાસી જો. જે વધુ સાંકડું હોય, તે માર્ગે તે વળતે. કારણ કે સાંકડ માર્ગ નદી તરફ જતા માર્ગ કરતાં ઊલટે માર્ગે જતે હેય. અર્ધા કલાક થઈ ગયો હતો. હજ તેણે થાક ખાવાનો વિચાર પણ કર્યો ન હતો. માત્ર મેરિયસના હાથ ભીડતો પિતાનો હાથ તેણે બદલ્યો હતે. અચાનક તેની સામે એક તારા જેવો પ્રકાશ ચળકતો દેખાયો ! એ પોલીસની બત્તીને પ્રકાશ હતો, અને તે પ્રકાશની પાછળ આઠથી દશ કાળા ઓળા વરતાતા હતા. વાત એમ હતી કે. છઠ્ઠી જૂનને દિવસે આ ગટરોની તપાસ કરવાનો પણ હુકમ થયો હતે. બળવાખોરો હારવા માંડતાં એ ગટરોમાં ભરાઈ જશે એવી પોલીસને બીક હતી. એટલે સુધરાઈના માણસોને ભોમિયા તરીકે રાખી, પોલીસવડા સ્કેિટે પૅરિસની ગટરોમાં ત્રણ ટુકડી એ ઉતારી હતી : એક જમણા કિનારે, એક ડાબા કિનારે અને એક શહેરની નીચે. જીન વાલજીન સામે આવેલી ટુકડી જમણા કિનારાવાળી હતી. પોલીસે એક નળીમાંથી નીકળતી વખતે કોઈનાં પગલાં આવતાં સાંભળ્યાં. સારજંટ પિતાનું ફાનસ આગળ ધર્યું અને પોલીસ એ અવાજની દિશાના અંધારામાં તાકી રહ્યા. જીન વાલજીન માટે આ કટોકટીની ઘડી આવી પહોંચી હતી. પરંતુ સદ્ભાગ્યે તે ફાનસને જોઈ શકતા હતા, ત્યારે ફાનસ તેને બરાબર જોઈ શકતું નહોતું. તે દૂર હતો અને અંધારામાં ઘેરાયેલે હતો. તે ભીંતની બાજુએ ચપ્પટ ઊભો રહ્યો. પોલીસના માણસોને કાંઈ દેખાયું નહિ, તથા અવાજ પણ બંધ થઈ ગયો. તેઓ હવે મસલત કરવા લાગ્યા. મસલતને પરિણામે એવું નક્કી થયું કે, તેની ભૂલ થતી હતી ત્યાં કોઈ હતું નહિ; અને સેંટ મેરી તરફ મરચો મંડાયો હતો એટલે તે તરફ જ તપાસ કરવા જવામાં ડહાપણ હતું. Page #423 -------------------------------------------------------------------------- ________________ લે મિરાહ સારજંટે તરત સીન નદી તરફના ઢાળ બાજુ જવાનો હુકમ કર્યો. જે તેણે પોતાની ટુકડીના બે ભાગ પાડી દીધા હતા અને બંને દિશાએથી પહોંચવાનો નિર્ણય કર્યો હોત, તે જીન વાલજીનનું આવી બન્યું હતું. પરંતુ બળવારે હોય તે ટુકડીઓમાં જ હેય એમ માની, પિોલીસવડાએ પિતાની ટુકડીઓને બહુ છૂટા ન પડી જવાની સલાહ આપી હતી. થોડી વારમાં ફાનસનું મોં પાછું ફરી ગયું. પણ સારજંટના મનમાં પગલાં સાંભળવાનો અંદેશો હતો, એટલે તેણે પૂરી ચોકસાઈ કરી જોવા એ દિશામાં બંદૂકને બાર કર્યો. ગટરનાં જુદાં જુદાં ભૂંગળાંમાં એ અવાજ પડઘા પડીને ગાજી રહ્યો. જીન વાલજીનના માથા પાસેની કમાન ઉપરથી ફટાક દઈને એક પિોપડો ગબડી પડયો. ગળી તેનાથી બરાબર એક વેંત જ દૂર ચેટી હતી. જીન વાલજીન, હજુ તે લેકો છુપાઈ રહ્યા હોય તેમ માની, ઘણી વાર સુધી ત્યાં જ સ્થિર ઊભો રહ્યો. તે જમાનાની પોલીસની પ્રશંસા કરતાં આપણે એક વાત કબૂલ કરી દેવી જોઈએ કે, દંગલનું નિમિત્તા હતું તે કારણે તેમણે બધી પોલીસને તેના રોજના કાયદો અને વ્યવસ્થાના કામમાંથી ખેંચી લીધી ન હતી. નહિ તે સામાન્ય રીતે એક બાજુ દંગલ ચાલે, એટલે પોલિસનું બધું લક્ષ તે તરફ કેન્દ્રિત થઈ જાય અને ગુંડાઓને તે દિવસે જ્યાં ત્યાં પોતાનો હાથ મારવાની છૂટ મળી જાય. છઠ્ઠી જૂનને દિવસે સીન નદીને કિનારે જમણા કિનારાના ભાઠા તરફ એક પોલીસ અમલદાર એક ગુંડાને પીછો પકડી રહ્યો હતો. બંનેમાંથી કોઈને ઉતાવળ ન હતી. બંને જાણે શેતરંજની રમત રમી રહ્યા હતા. ગુ પોતાની અને અમલદારની વચ્ચેનું અંતર વધારવા પ્રયત્ન કરી રહ્યો હતે. ભાડું તદ્દન નિર્જન હતું. આસપાસ કશી અવરજવર ન હતો. પોલીસ અમલદાર પેલાને સહેલાઈથી પકડી શકયો હોત. પરંતુ તેના મનમાં એમ હતું કે, પેલો ગુંડે નાસત નાસતે પિતાના અડ્ડા તરફ જાય તો તે અડાની પણ ભાળ મળે અને બીજો વધુ શિકાર હાથ આવે. એટલામાં કિનારા ઉપરના રસ્તા ઉપર એક ઘોડાગાડી ખાલી જતી જોઈને પોલીસ અમલદારે તરત તેને કંઈક નિશાની કરી. ઘોડાગાડીવાળો પિોલીસ અમલદારની નિશાની સમજી ગયો કે તેણે રસ્તા ઉપર ધીમે ધીમે એ બનેની પાછળ પાછળ જ ગાડી ચલાવવા માંડી. Page #424 -------------------------------------------------------------------------- ________________ આગસ જતાં ઘડાવાળાઓએ ઘોડાઓને પાણી પાવા નદીએ ઉતારવા કરેલો ઢોળાવ આવ્યો. તે ઢળાવ ઉપરથી પાછું રસ્તા ઉપર પહોંચી શકાય. બીજે કયાંયથી પછી ભેખડ ઉપર ચડાય તેવી હતી નહિ. પણ પેલો ગુંડે તે એ ઢળાવેથી રસ્તા તરફ જવાને બદલે ભાડે ભાઠે આગળ ચાલ્યો! પણ આગળ તે સીન નદીને વળાંક જ આવતે હતો. ત્યાં તે ભાઠું પૂરું થઈ જાય; તે શું એ ગુંડો સીન નદીમાં જ પડવા માગત હતો? જોકે, એ છેડે ફડાકચરાનો એક ઢગલો જામ્યો હોવાથી ભાઠું ક્યાં પૂરું થઈ જાય છે એ હકીકત નજરે પડે તેમ નહોતી; પણ આ ગુંડે એ વાત ન જાણતા હોય એ કેમ બને? પેલો ગુંડે કૂડાને ઢગલે નદીના પાણી પાસેથી ઓળંગી તેની પાછળ ચાલ્યો ગયો. હવે ગુડ નજરે પડતું ન હોવાથી પેલો પોલીસ અમલદાર જરા ઉતાવળે તે તરફ આગળ બધવા લાગ્યો. થોડી સેકંડમાં તે પણ પેલા કૂડાનો ઢગલો વટાવીને તેની પાછળ પહોંચ્યો, ત્યારે પેલે ગુંડે ક્યાંક અલોપ થઈ ગયે હતા એ કૂડાના ઢગલા પછી લગભગ સાઠેક હાથ જેટલું જ ભાઠું હતું. પછી તો ખૂણા આગળની દીવાલને ઘસાઈને નદીનું પાણી જ ઘૂઘવતું જતું હતું. પેલો અફસર છેક તે જગાએ પહોંચી આસપાસ જોવા લાગ્યો. અચાનક ભીંતમાને એક લેખંડના સળિયાને મજબૂત દરવાજો તેની નજરે પડ્યો. તેણે કપાળ કૂટયું. એ એક ગટરનું બારણું હવું અને તેમાંથી કાળા રંગને રેલો નદીમાં આવીને પડતે હતો. એ દરવાજાને તાળું ન હતું પણ કળ હતી. એ કળ ચાવી વિના ખૂલે તેમ ન હતી. પેલા ગુંડા પાસે તેની ચાવી હોવી જોઈએ. પોલીસ અમલદારે તે દરવાજા પાસે બહાર થોડી વાર બાજુએ ઊભા રહી એ અંધારી ગટરમાં નજર ફેંકી. ગમે ત્યારે પણ એ ગુંડાને બહાર તે નીકળવું જ પડવાનું કારણ, વધારે અંદર જવું એટલે ગટરોના ભૂગર્ભમાં ખોવાઈ જવું! પોલીસ અમલદાર પેલા કૂડાના ઢગલાની આ બાજુ શાંતિથી ચેક કરતે બેઠો. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ઈશ્વરની કરુણાની ઝાંખી જીન વાલજી હવે આગળ વધતો જતો હતે - જરા પણ થંભ્યા વિના. પણ હવે આગળ વધવું મુશ્કેલ બનતું જતું હતું. કેટલીક જગાએ કમાનની ઊંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી જ હોવાને કારણે, મેરિયસનું માથું ઉપર ન ટિચાય તે માટે જીન વાલજીનને નીચા નમીને ચાલવું પડતું હતું. ઉપરનાં હવાનાં બાકાં પણ હવે લાંબે લાંબે અંતરે આવતાં હતાં અને બપોરનો પ્રકાશ પણ એ અંધારામાં માત્ર ચાંદની જેવો ઝાંખો બની જતો હતો. ઉપરાંત, શહેરની ગલીચ ગંદકીમાં છબછબ કરતા ચાલવાનું હતું, એ જુદું. જીન વાલજીને ભૂખ્યો તેમજ તરસ્યો હતો. તેનામાં રાક્ષસી બળ હતું તથા સાદી પવિત્ર જિંદગી ગાળતા હોવાથી ઉમર થયા છતાં તે બળ હજુ ઘટયું ન હતું. તેમ છતાં આવા અંધારામાં, જ્યાં માર્ગનું કશું ઠેકાણું નહતું, ત્યાં આટલા ભાર અને ચિંતા સાથે ચાલતાં ચાલતાં તેનું બળ પણ પડી ભાંગવા લાગ્યું હતું. ત્રણેક વાગ્યાને સુમારે તે મોટી ગટરમાં આવી પહોંચ્યો. એ ગટરની પહોળાઈ જોઈ એકદમ તે તે થેંકયા. અ ગટર આઠ ફૂટ પહોળી અને સાત ફૂટ ઊંચી હતી. ત્યાંથી આગળ હવે કઈ તરફ જવું તે તેને નક્કી કરવાનું આવ્યું. ઢાળ તરફ નીચે ઊતરવું કે ચઢાણ તરક ઉપર જવું? પણ હવે થાક તથા વખત તરફ જતાં કોઈ પણ ભોગે ગટના આ જાળામાંથી બહાર નીકળી જવું એ જ તેને ડહાપણ ભરેલું લાગ્યું. તેણે સીન નદીએ પહોંચવા હવે ઢાળ તરફ જ ડગ માંડયાં. એક જગાએ હવાનું બાકું આવ્યું, ત્યાં તે થોભે. તેણે મેરિયસને તેના અજવાળામાં એક બાજુએ ભીંત તરફ સુવાડ્યો. પછી તેના લોહી વડે ખરડાયેલા મો સામું જોઈ, બટન ઉઘાડી, તેની છાતી ઉપર હાથ મૂકી જોયો. હજુ હૃદય ધબકતું હતું. પણ છાતી ઉપર હાથ મૂકવા જતાં કેટલીય જગાએ ચિરાયેલી ચામડીના ભીના ઘામાં તેના હાથ અડકથા. તેણે પોતાનું ખમીસ ફાડી ફાડીને, લોહી વહેતા ઘા બંધાય તેટલા બાંધ્યા. પછી તેના મો સામે તે એક પ્રકારના અવર્ણનીય ધિક્કાર સાથે જોઈ રહ્યો! મેરિયસનાં કપડાં ખોલવા જતાં, તેના હાથમાં બે વસ્તુઓ આવી હતી : એક પાઉન ટકડે, અને બીજી તેની ડાયરી. પાઉને તે ખાઈ ગયો અને ડાયરી ઉઘાડીને જોયું તો તેણે પહેલે પાને નીચેની લીટી લખેલી જોઈ : Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ઈશ્વરની કરુણાની ઝાંખી ૪૦૧ “મારું નામ મેરિયસ પિન્ટમસ છે. મારા શબને મારા દાદા માં. જીવેનોર્મન્ડને ત્યાં રૂ૦ કેલર નં. ૬માં પહોંચાડવું.” જીન વાલજીને એ સરનામું યાદ રાખી લીધું. પછી તેણે એ ડાયરી મેરિયસના ખીસામાં પાછી મૂકીને બટન ભિડાવી દીધાં. થોડું ખાવાનું મળવાથી તેનું જોર પાછું આવવા લાગ્યું હતું. તેણે હવે મેરિયસને ફરીથી ઊંચક્યો અને ઢાળ તરફ ઊતરવા માંડયું. ઉપર હવે ગાડગાડીને ગડગડાટ સંભળાતો ધીમે ધીમે બંધ થવા લાગે, તથા હવાનાં બાકાંને પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો. સૂર્ય હવે ઢળતો જતો હતો, તથા પોતે શહેરની બહારની કોઈ જગા નીચે આવી પહોંચ્યો છે, એમ તેને લાગ્યું. અચાનક એને ખબર પડી કે તે પાણીમાં ઊતરતો જાય છે. તથા તેના પગ ફરસ ઉપર નહિ પણ કાદવમાં પડતા હતા. બ્રિટન કે સ્કૉટલૅન્ડના કેટલાક કિનારા ઉપર ભાઠા ઉપર કિનારે ચાલનારા મુસાફર કે માછીમારને અચાનક એવો અનુભવ થવા માંડે છે કે, જાણે તેને ચાલવામાં થોડીક તકલીફ પડતી જાય છે. તેના પગ નીચેની રેતી જાણે ડામરની પેઠે તેના પગને પકડી રાખે છે. ભાઠું તદ્દન કોરું દેખાય છે, પણ તે જે પગલું ઉપાડે છે, તેને ખાડે થોડી વારમાં પાણીથી ભરાઈ જાય છે. જોકે આંખને કશો ફરક માલુમ નથી પડતો; આખો કિનારે એકસરખો સપાટ જ માલૂમ પડે છે. મુસાફર કશી ફિકર વિના આગળ ચાલતે જાય છે. તેને ફિકર શાની હોય? સૂકા ભાઠામાં વળી ફિકર શી? પણ અચાનક તેના પગના પંજા બે કે ત્રણ ઈંચ કળી જાય છે. તે જરા ગભરાય છે. તેના પંજા દેખાતા બંધ થયા હોય છે, તેમની ઉપર રેતી ફરી વળી હોય છે. તે ગભરાઈને પાછા ફરવા જાય છે; પણ વધુ ઊંડા કળે છે. રેતી હવે તેની ઘૂંટી સુધી આવી ગઈ હોય છે. તે જોરથી પગ કાઢી બાજુએ વળવા જાય છે, પણ તેનો અર્થો પગ ઊંડો ઊતરી જાય છે. તે જમણી બાજુએ વળવા પ્રયત્ન કરે છે, તો તેને પગ ઢીંચણ સુધી ઊંડો ઊતરી જાય છે. હવે તેને ખબર પડે છે કે, તે રેતીના કળણમાં સપડાઈ ગયા છે. તે પોતાની પાસેને જો ફેંકી દે છે, જેથી પોતાનું વજન હલકું થઈ જાય; પણ તે સાથળ સુધી ઊંડો ઊતરી જાય છે. તે બૂમ પાડે છે, હાથ હલાવે છે, જેથી કોઈનું ધ્યાન તેની તરફ ખેંચાય. પણ કિનારો બહુ દૂર હોય છે. આ ભાગ બહુ જોખમકારક હોવાથી લે મિ૦- ૨૬ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨ લે મિઝરાયલ કોઈ તેની સરસું પણ જતું નથી. સદ્ભાગ્યે કોઈ તેની બૂમ સાંભળે, અને તે સાંભળનાર પિચક હોવાને બદલે કંઈક હિંમતવાળો હોય, તો અમુક જગાએ ખીલે પી, તેને દોરડું બાંધીને કે અને તે દોરડું પેલા મુસાફર સુધી પહોંચે અને તે રેતી ઉપર આડો પડી જાય, તે વળી બચે. પણ એ બધું થવાનો સંભવ જ હેતો નથી. એટલે પેલો મુસાફર જેમ જેમ બૂમો પાડે છે, તેમ તેમ ઊડે કળતો જાય છે. અને છેડી વારમાં, ધોળે દિવસે, દૂર ખેતરે, ઘરનાં છાપાં, દરિયા ઉપર ડીએના સઢ બધું દેખાતું હોય, પંખીએ આકાશમાં ઊડતાં હોય, જીવન ચારે તરફ ઝળહળતું હોય, પણ તે પોતે ઠંડા મૃત્યુના કુર પંજામાં સપડાતો જાય છે. છેવટે જ્યારે તેના ડોકા સુધી રેતી આવી જાય છે, ત્યારે તે જે છેવટનાં ફાંફા મારે છે, જે બૂમો પાડે છે, હતાશાથી જે કરુણ નજર ચોતરફ ફેંકે છે .. ઘણી વાર તે ઘોડેસવાર ઘોડા સાથે, ગાડાવાળો ગાડા સાથે તેમાં ઊતરી જાય છે. અર્થાત્ ભરદરિયે વહાણ ડૂબે અને જે વલે થાય, તે વલે અહીં જમીન ઉપર થાય છે. ૧૮૩૩માં પેરિસની અગત્યની ગટરનું બાંધકામ ફરી હાથમાં લેવાયું તે પહેલાં, ઘણી જગાએ એ ગટરોનાં તળિયાં અમુક અમુક જગાએ બેસી ગયેલાં હતાં. ફરસબંધીમાંથી પાણી અંદરની રેતાળ જમીનમાં ઊતરવું અને એ ભીની જમીનથી ઉપરની ફરસનો ભાર જાણે ઊંચકી રખાતો ન હોય, તેમ તે ફરસ ઊંડે સુધી બેસી જતી. આ જગાએ પેલી રેતીના કળણ જેવો પછી કાદવના કળણનો ખતરો સરજાતે. એ જગા પછી ન-પાણી કે ન-જમીન જેવી બની રહેતી. જો પાણીનું પ્રમાણ વધુ હોય, તે તમે ઝટ ડૂબી જા; પણ જે માટીનું પ્રમાણ વધુ હોય, તે તમે ધીમા દૂર મોતની સજા પામે – પેલા રેતીના કળણ જેવી જ! પણ આ ગંધાતા અંધારામાં, આજુબાજ ગટરની ભીતિ અને કમાનની નીચે, જીવનના જરા પણ પ્રકાશ વિના ધીમે ધીમે મરવું, એ તે નરકનું મોત જ કહેવાય. આવાં કળણની ઊંડાઈની જેમ તેમની લંબાઈ પણ જુદી જુદી હોય. જમીન જેટલા ભાગમાં પાણીને માન આપે તેવી હોય, તે પ્રમાણમાં એની લંબાઈ-ઊંડાઈ સરજાય. જીન વાલજીન આવા કળણમાં આવી પહોંચ્યો હતો. તે કળણ આગલા વરસાદના પાણીથી ઊભું થયું હતું. ફરસ એકદમ બેસી ગઈ હતી અને ઉપર કાદવ ભરાતો ગયો હતો. તે કેટલું લાંબું હતું? કોણ જાણે. કાળરાત્રીની ગુફામાં જ કાદવને આ ધરો ઊભો થયો હતે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરની કરુણાની ઝાંખી ૪૦૩ તે આગળ પગલાં ભરતે ગણે, તેમ તેમ ઢાળ વધતો ગયો અને કાદવ પણ! જીન વાલજીને ચોંકી ઊઠયો. પણ હવે પાછા ફરીને પણ કયાં જવાનું હતું? કંઈક રસ્તો નીકળે તે આગળ વધવાથી. પાછળ તો તે એવું અંધારું જાળું મૂકીને આવ્યો હતો કે તેમાં પાછા જવાની તે કલપના પણ કરી શકો નહે. અચાનક કાદવ ઢીંચણ સુધી આવી ગયો. અને પાણી છે તેથી પણ ઉપર. મેરિયસને બે હાથ ઉપર સુવાડી, પાણી ઉપર રખાય તેટલો રાખીને તે આગળ વધવા લાગ્યો. પાણી હવે કમર સુધી આવ્યું. તે વધુ ને વધુ કળતો જતો હતો. હવે પાછા ફરવાનું પણ શકય ન રહ્યું. આ કળણ એક માણસનું વજન કદાચ ઝીલી શકે, પણ બે માણસના વજન નીચે તે તે સકત જતું હતું. એ બંને જુદા જુદા ચાલે, તો કદાચ બચી શકે ! પણ જીન વાલજીન તે મરણની નજીક પહોંચતા કે પહોંચેલા મેરિયસને જ ટેકો આપતે આગળ વધતો હતે. કદાચ તે શબને જ ઉપાડી રહ્યો હતે. પાણી હવે બગલ સુધી આવી ગયું. તેને લાગ્યું કે હવે તે તે ડૂબતે જ જતો હતો; હવે તે એક પગલું પણ મહામુશ્કેલી એ આગળ ખસી શકતો હતે. કાદવ કઠણ હતો તેટલાથી તે અંદર ઊતરી પડવાને બદલે થોડો અધ્ધર રહી શકતે હ; પણ ત્યારે આગળ વધવાને માટે એ કઠણ કાદવ મોટું વિદન પણ બનતે જતો હતો. હવે તેનું માથું જ પાણી બહાર રહ્યું હતું. તેણે બે હાથ ઊંચા કરી મેરિયસને અધ્ધર તોળી રાખ્યો હતે. જળપ્રલયનાં ચિત્રોમાં માતા પિતાના બાળકને આ રીતે અધર ઊંચકીને ચાલતી હોય છે. હજુ તે નીચે કળતે જતો હતો. હવે તે મોઢામાં પાણી પેસતું રોકવા તેણે પિતાનું મોં પીઠ તરફ નમાવીને ઊંચું કર્યું. તેને મેરિયસનું લબડી પડેલું માથું અને કાળો પડી ગયેલો ચહેરો નજરે પડ્યાં. તેણે એક આખરી રાક્ષસી પ્રયત્ન કર્યો અને પિતાને પગ આગળ ધકેલ્યો. આ પગ જો હવે વધુ નીચે ઊતરે, તે તેનું નાક કાદવમાં જ પેસી જવાનું હતું ! હવે છેવટની ઘડી જ આવી રહી હતી. પણ, પણ, આભાર પ્રભુને ! તેને પગ સહેજ નક્કર તથા ઊંચી જગા ઉપર જ પડયો. તેના આધારે તેણે આખા શરીરને આમળીને આગળ ખેંચી લીધું. હવે ભોંયતળનો ઊંચાણ તરફનો ઢાળ આવતો હતો. એ આખે ભાગ જાણે ઊંધી કમાનના રૂપમાં જમીનમાં બેસી ગયો હતો. જીન વાલજીન હવે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ 4 મિરાન્ક આ ચડાણ ઉપર ચડવા લાગ્યો. હજુ તેને ભારે પ્રયત્ન કરવો પડતો હતો. પણ હવે એ પ્રયત્ન જીવન માટે હતો, આશાભર્યો હતો, એટલે વધુ ઉત્સાહભેર થતો હતે. પાણીમાંથી બહાર નીકળતાં જ તે એક પથ્થર સાથે અથડા. એટલે તે ઢીંચણ ઉપર બેસી પડયો. પણ તે ઠીક જ થયું. એ સ્થિતિમાં તે થોડી વાર વધુ બેસી રહ્યો. તેનું અંતર ઈશ્વર પ્રત્યે ભક્તિભાવથી પરિપૂર્ણ બની રહ્યું. હતું! થોડી વાર બાદ તે ટાઢે થથર તથા મડદા જેવા માણસના વજનથી નમી ગયેલે ઊભા થયો. તે પોતે આખો જ ગટરની ગંદકીથી નીતરતો હતો, પણ તેને અંતરાત્મા વિચિત્ર પ્રકાશથી ઉજજવળ બનેલે હતે.. ઓલામાંથી ચૂલામાં તે આનું નામ ! ભલે ન વાલજીને પિતાનું જીવન એ કળણમાં ન ગુમાવ્યું, પણ જોર તે બધું જ ગુમાવ્યું હતું. જે ભગીરથ પ્રયત્ન તેણે કર્યો હતો, તેથી તે છેક જ લોથ થઈ ગયો હતો. હવે તે ત્રણ કે ચાર ડગલાં ભરતાં જ તેને શ્વાસ લેવા જવું પડતું અને ભીંતને ટેકો લેવો પડત. એક વાર તે મેરિયસની બાજુ બદલવા માટે તેને નીચે જ બેસી જવું પડયું હતું, અને ફરી ત્યાંથી ઊઠવાની તેની હિંમત ચાલતી નહતી. પરંતુ તે ફરી પાછો ઊડ્યો અને જીવ ઉપર આવીને માથું ઊંચું કર્યા વિના કે શ્વાસ લીધા વિના જલદી જલદી પગલાં ભરવા માંડ્યું. થોડી વારમાં તેનું માથું સામી ભીંત સાથે અફળાયું ! વાત એમ બની હતી કે, એ જગાએ ગટર એકદમ વળાંક લેતી હતી અને માથું નીચે રાખીને ચાલતો હોવાથી તે અચાનક ભીત સાથે અથડાયો હતે. તેણે માથું ઊંચું કર્યું તે દૂર સામે છેડે તેને અજવાળા જેવું કશુંક દેખાયું. આ પ્રકાશ પૂંધળો અને ભયંકર લાગતે પ્રકાશ ન હત; આ તે ઉજજવળ અને દિવસને પ્રકાશ હતો. જન વાલજીન ગટરના મોં નજીક જ આવી પહોંચ્યો હતો. હવે તેને ન લાગતે થાક કે નહોતું લાગતું મેરિયસનું વજન ! તેના પગ જાણે લોખંડના બની ગયા હતા. પાસે પહોંચતાં જ દેખાયું કે ગટરનું એ મે Page #430 -------------------------------------------------------------------------- ________________ એલામાંથી ચૂલામાં તે આનું નામ! ૪૦૫ ગોળ આકારનું હતું. પણ ત્યાં આવીને જ તેને થોભી જવું પડ્યું. એ ગટરનું મેં હતું પણ તેમાંથી બહાર નીકળાય તેમ નહોતું! તેને મજબૂત સળિયાના દરવાજાથી બંધ કરેલું હતું. એ દરવાજો બેવડા તાળાની કળથી બંધ કરેલો હતા, જેને એક જ ચાવી વડે બહારથી તેમ જ અંદરથી ખેલી શકાય. એ ગટરના મની બહાર તો ખુલ્લી હવા, નદી, અને દિવસનો પ્રકાશ હતાં. નદીનું ભાથું બહુ સાંકડું હતું, પણ નીકળીને ચાવી શકાય તેટલું તે હતું જ. સાંજના સાડા આઠ વાગ્યાના સુમાર થવા આવ્યો હતો, અને સૂર્ય આથમવા લાગ્યો હતો. જન વાલજીને મેરિયસને ભીંતને ટેકે કોરા ભાગ ઉપર ગોઠવ્યો, અને પછી બંને હાથ વડે દરવાજાના સળિયા હલાવવા માંડયા. એણે જોર તો ભયંકર કર્યું, પણ સળિયાઓને તેની કશી અસર થઈ નહિ. તેણે એક પછી એક બધા સળિયા હલાવી જોયા, પણ એકે સળિયે હાલ્યો નહિ. બધું એવું તે ઇજનેરી કુશળતાથી બેસાડેલું હતું કે ચાવી સિવાય કે સળિયા કાપ્યા સિવાયમાત્ર બળથી એને જરા પણ ડગાવી ન શકાય. તે શું હવે આ દરિયો ઓળંગ્યા પછી કિનારા પાસે જ ફરી ડૂબી મરવા જેવો તેને ઘાટ થવાને હતે? અહીંથી બહાર ન નીકળાય, તે પાછા પેલા કળણ તરફ જવું એ તો અશક્ય જ હતું. તેનામાં એ કળણ ફરીથી ઓળંગવાનું જોર જ રહ્યું ન હતું, અને કળણ ઓળંગે, તે પણ ગટરો તપાસતી પોલીસ ટુકડીઓના હાથમાંથી ફરીથી છટકવાની આશા રાખવી એ તે મુર્નાઈ જ કહેવાય, પોતાની પીઠ એ સળિયાઓ તરફ ફેરવી તે કાળી નિરાશામાં ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડયો. વિપત્તિનો આ છેલ્લો ટડો ગળવો અશક્ય હતે. ૨ આ અંતિમ કારમી ઘડીએ તેને કોનો વિચાર આવ્યો? પોતાને નહિ, મેરિયસને નહિ, પણ કૉસેટને ! અચાનક તેને ખભે એક હાથ પડ્યો, અને ધીમે અવાજે કોઈ બેલ્યું, “અર્ધો ભાગ.” આ અંધારામાં બીજું કોઈ માણસ? જીન વાલજીનને લાગ્યું કે પોતાને તમ્મર ચડ્યા છે કે પોતે સ્વપ્ન દેખી રહ્યો છે. પણ તેણે આંખ ઊંચી કરી. એક માણસ તેની સામે ઊભો હતે. Page #431 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેર જીન વાલજીનને જરા પણ શંકા ન રહી. આ માણસ સાથે ભેટો ગમે તેવો ઓચિત થયા હતા, પણ એ માણસને તે ઓળખાતો હતો. એ થેનારડિયર હતો! જીન વાલજીન એકદમ તે ચોંકી ઊઠયો, પણ આવા અણધાર્યા આવતા ફટકાઓ સંભાળી લેવા પૂરતા સાવચેત રહેવાની તેને હવે ટેવ પડી ગઈ હતી; એટલે તે તરત સ્વસ્થ થઈ ગયો. પણ જવાબ આપતાં થોડી વાર થઈ એટલે થનારડિયરે ભવાં ઉપર હાથની છાજલી કરી તે કોણ છે તે જોવા પ્રયત્ન કર્યો. પણ જીન વાલજીને ગટરના મના અજવાળા તરફ તરત પીઠ કરી લીધી હતી, તથા કાદવ કીચડ વગેરેથી તેના દેદાર એવા થઈ ગયા હતા કે, તે ઓળખાય તેવો રહ્યો જ નહોતે. “તું આમાંથી શી રીતે બહાર નીકળવા ધારે છે?" જીન વાલજીને જવાબ ન આપ્યો. તાળું તૂટવું અશક્ય છે. છતાં તારે બહાર તે નીકળવું જ હશે.” હા, બહાર તે નીકળવું જ છે.” તે પછી અર્ધો ભાગ કબૂલ રાખ.” “શામાં?” “તેં આને મારી નાખે છે અને મારી પાસે દરવાજાની ચાવી છે. હું તને ઓળખતા નથી, પણ હું તને મદદ કરવા તૈયાર છું.” જીન વાલજીનને હવે સમજ પડવા લાગી. થેનારડિયર એમ માનતો હતું કે જીન વાલજીને લૂંટવા માટે જ મેરિયસનું ખૂન કર્યું છે. જે બિરાદર, સાંભળ. એનાં ખીસામાં શું ભર્યું છે તે જાણ્યા વિના તે મેં એને ન જ મારી નાખ્યો હોય. તો એમાંથી અર્ધો ભાગ મને આપી દે, એટલે હું તને દરવાજો ઉઘાડી બહાર કાઢું.” થેનારડિયરે હવે પિતાના ખીસામાંથી ચાવી બહાર કાઢી. જીન વાલજીન એ ચાવી જોતાં જ ક્ષણભર આભો બની ગયે. આ નિર્જન ઘોર અંધારામાં પણ તેને વહાર આવી પહોંચી હતી, પણ તે આ રાક્ષસનું રૂપ લઈને ! થેનારડિયરે હવે બીજા મેટા ખીસામાંથી એક દોરડાનો ટુકડો કાઢયો અને જીન વાલજીનને હાથમાં આપ્યો. “દેરડું? શા માટે?” તારે એક પથ્થર પણ જોઈશે; પરંતુ બહાર ઉકરડાના ઢગલામાં તારે Page #432 -------------------------------------------------------------------------- ________________ એલામાંથી ચૂલામાં તે આનું નામ! જોઈએ તેવે મળી રહેશે.” પથ્થર? શા માટે?” “મૂરખ, તું મડદુ પથ્થર સાથે દેરડાથી બાંધ્યા વિના નદીમાં નાખવા માગે છે? મડદું તે તરે!” જીન વાલજીને બોલ્યાચાલ્યા વિના દેરડું લઈ લીધું. “પણ ભાઈ, તું પેલા કળણમાંથી શી રીતે નીકળી આવ્યો? મેં તે એ જોખમ ખેડવાની આજ સુધી હિંમત કરી નથી; જોને, તારું આખું શરીર કેવું ગંધાય છે?” થોડી વાર થોભીને પાછો તે બોલવા લાગ્યો – પણ હવે આપણે આપણે સદો પતવી નાખીએ. મેં તને મારી પાસેની ચાવી બતાવી દીધી, હવે તું તારી પાસેના પૈસા બતાવી દે.” પરંતુ થનારડિયર આ બધું બોલતે હતો તે વખતે તેની વર્તણૂક જાણે શિકારીઓથી બીધેલા અને નાઠેલા પ્રાણી જેવી જ હતી; વળી કાંઈ જરૂર ન હોવા છતાં પણ તે બહુ ધીમેથી બોલતે હતે – જાણે કોઈ ગુપ્ત કાવતરું ન સંભળાવતે હોય! જીન વાલજીને પોતાના ખીસામાં હાથ નાખ્યો. ગમે ત્યારે એકદમ છુપાઈ જવું પડે કે ભાગી જવું પડે એવી સ્થિતિમાં વારંવાર મુકાયેલો હોઈ. તે હંમેશા પોતાના ખીસામાં સારી રકમ રાખતે જ, પરંતુ ગઈ કાલે નેશનલ ગાર્ડને પોશાક બદલતી વખતે વિચારમાં અને ચિંતામાં તે પોતાનું પાકીટ સાથે લેવાનું ભૂલી ગયો હતો. ખીસામાં પાકીટ ન મળ્યું એટલે તેણે બીજાં ખીસાં ફફેસીને ધૂળધમાં થોડા સિક્કા બહાર કાઢયા. તે સિક્કા ઉપર નજર નાખીને થેનારડિયર જરા હોઠ મરડીને બેયો, “તે તેને બહુ સસ્તામાં મારી નાખ્યો લાગે છે.” પછી તેણે જાણે મેળાપી હોય તેમ જીન વાલજીનનાં તથા મેરિયસનાં ખીસામાં હાથ નાખી જો. જયારે તે મેરિયસનાં ખીસાં ફફેસતો હતો, ત્યારે જીન વાલજીનનું લક્ષ ન ખેંચાય તે રીતે તેણે મેરિયસના કોટમાંથી એક ચીંદરડો ફાડી લીધે, એમ માનીને કે કોઈ વેળા એ ટુકડો પણ ખૂની તથા શિકારની ઓળખ મેળવવામાં કામ આવશે. નાણાંમાં તે તેને ત્રીસ ફૂાંક સિવાય વધુ કશું જવું નહિ. ખરી વાત છે; તમારા બંનેનાં ખીસામાં થઈને એટલું જ છે.” એમ કહી તેણે અર્ધો ભાગ લેવાની વાત પડતી મૂકીને બધું જ પિતાના Page #433 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાલુ ખીસામાં પધરાવી દીધું. પણ પછી સજજનની રીતે બોલેલું વચન પાળીને તેણે પિતાની ચાવી ખીસામાંથી ફરી કાઢીને હાથમાં લીધી. “ચાલ ભાઈ, આ તે મેળા જેવું છે; બહાર નીકળે ત્યારે પૈસા આપવાના! એમ મેં પૈસા ચૂકવ્યા, માટે હવે બહાર ચાલતે થા.” એમ બોલી તે હસવા લાગ્યું. પછી તેણે મેરિયસને જીન વાલજીનને ખભે ચડાવવામાં મદદ કરી. પછી તે દરવાજા પાસે ધીમે પગલે ગયો અને હોઠ ઉપર આંગળી મૂકી થોડી વાર ચુપકીદીથી નજર કરતો તથા કંઈક અવાજ સાંભળતા હોય તેમ ઊભો રહ્યો. પછી તેણે ધીમેથી બારણું ઉઘાડ્યું. બરડવાં બરાબર ઊંચેલાં હેઈ, જરા પણ અવાજ ન થયો. થેનારડિયરે દરવાજો સહેજ ખસેડ્યો હતે : જીન વાલજીન માંડ બહાર નીકળી શકે તેટલો. અને પછી તરત તેણે દરવાજો બંધ કરી દીધું અને બે વાર ચાવી ફેરવી લીધી. ત્યાર બાદ તે અંદરના અંધારામાં પાછો અપ થઈ ગયો. જીન વાલજીન બહાર ઊભે હતો. તેને થેનારડિયરે ઉપકાર ચડાવવા બહાર કાઢક્યો હોય તેને બદલે પરાણે બહાર કાઢ્યો હોય એમ જ કર્યું હતું, તેનું કારણ પણ આપણે તો જાણીએ છીએ. જાવર્ટ બહાર ઊભે જ હોય, તો એ કૂતરાને સંતોષવા માટે પણ એકાદ હાડકું તો નાખવું જ જોઈએ! અને ખૂન કરેલા મડદા સાથે કોઈ ખૂની હાથમાં આવી જાય, પછી પોલીસને બીજું વધારે શું જોઈએ? એ ધમાલમાં પોતે – થનારડિયર ભુલાઈ જ જાય, અને ત્રીસ ફૂાંક મળ્યા હતા તે નફામાં! - ૩ જન વાલજીને મેરિયસને નીચે સુવાડડ્યો. નદી પાસે જ હતી. તેણે પાણીનો ખોબો ભરી લાવી તેના મોં ઉપર થોડું છાંટયું. તેથી પણ મેરિયસની આંખે ન ઊઘડી, માત્ર તેના અધખુલ્લા મોંમાંથી શ્વાસ આવજા કરતે હતે. જીન વાલજી બીજો બેબો ભરી લાવવા નદીમાં જેવો નો કે તરત પાછળ કોઈ ઊભું છે એ તેને આભાસ થયો તેણે ડેકું ફેરવીને જોયું તો ખરેખર એક ઊંચી આકૃતિ, લાંબા ડગલામાં વીંટાયેલી, અદબ વાળીને મેરિયસ પાસે ઊભી હતી. તેના હાથમાંના દંડાનો સીસાનો ગઠ્ઠો બરાબર દેખાતે હતો. જીન વાલજીને જાવર્ટને ઓળખ્યો. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૯ શેરીમાં કેઈ ન હતું ! જાવä જીન વાલજીનને ઓળખ્યો ન હતો. તેણે હાથમાં દડો બરાબર પકડીને પૂછયું : “તું કોણ છે?” “હું?” “હા, તું.” “જીન વાલજીન.” જાવટે એકદમ હાથમાં દડ માં પકડી લીધો, પિતાના ઢીંચણ થોડા નમાવ્યા, તથા પોતાના બે લોખંડી પંજા જીન વાલજીનના ખભા ઉપર જકડીને તેનું મોં બરાબર જોયું. બંનેનાં મોં નજીક આવી ગયાં. જાવર્ટને દેખાવ બિહામણો થઈ ગયો. “તમારા હાથમાં હું હવે સપડાયો છે; ઉપરાંત આજ સવારથી હું મારી જાતને તમારો કેદી જ ગણું છું. મારું સરનામું તમારા હાથમાંથી છટકવાનો પ્રયત્ન કરવા માટે નહોતું જ આપ્યું. મને પકડી લે; પરંતુ તે પહેલાં મારી એક વિનંતી સ્વીકારે.” જાવટે કશું જાણે સાંભળ્યું જ નહોતું. તેણે પોતાનું મોં ઊંચું કર્યું; પોતે ટટાર ઊભો થઈ ગયો; અને જીન વાલજીન ઉપરથી હાથ ઉપાડી લીધા. પછી જાણે સ્વપ્નમાં હોય તેમ ગણગણતો બોલ્યો : હું અહીં શું કરે છે? અને આ માણસ કોણ છે?” હું એની જ વાત તમને કરવા માગું છું. મારું જે કરવું હોય તે કરે, પણ પહેલાં આને ઘેર લઈ જવામાં મદદ કરે. તમારી પાસે મારી એટલી જ માગણી છે.” કોઈ ગુનેગાર તેની આજીજી સ્વીકારશે એવી આશાએ જાવર્ટને કંઈ કહે ત્યારે તે હંમેશાં છંછેડાતો. છતાં તેણે રોજની ટેવ મુજબ એકદમ “ના” ન કહી; ગુપચુપ તેણે પોતાને રૂમાલ કાઢીને પાણીમાં બોળ્યો અને મેરિયસનું લેહી ખરડાયેલું મોં લૂછી નાખ્યું. આ માણસ મરચામાં હતું, જેને તેઓ મેરિયસ નામે બોલાવતા તે જ આ છે.” જાવટે બંધાયા પછી પણ, મરવાની અણી આવી ત્યાં સુધી મોરચામાં બનતી બધી બાબત બરાબર નિહાળી હતી. કોણ શું બોલ્યું હતું તથા કોણ શું કરવું હતું તેની પોતાના તેણે મનમાં બરાબર નોંધ રાખી હતી. કદાચ તેને Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ લે મિઝરામ્હ મારી નાખ્યા હોત તો કોણે કયા હથિયારથી તેને માર્યો તેની નોંધ પણ તેણે એ જ રીતે લીધી હોત. જાવર્ટ જેવા માણસા કર્તવ્ય આડે જાતને કશી ચીજ જ ગણતા હોતા નથી. તેણે મેરિયસના હાથ પકડયો અને તેની નાડી જોવા માંડી. .. “ તે ઘાયલ થયા છે. જીન વાલજીને કહ્યું. "" “તે મરી ગયા છે.” 66 ‘ના, હજુ નથી મરી 66 ‘હું એને મેરચામાંથી અહીં ઉપાડી લાવ્યો છે, નહિ ?” જાવર્ટ કોણ જાણે શા વિચારમાં પડયો હશે કે તેને આ ગટરમાં થઈને મારવા આગળથી તે શી રીતે પેલાને ઉપાડી લાવ્યા હશે, તેનો ખ્યાલ જ ન આવ્યા. જાવě કહ્યું. ગયા, જીન વાલજીને કહ્યું. "" જીન વાલજીનને પણ એક જ ધૂન હતી. તેણે કહ્યું, “ તે રૂ૦ કેવેરમાં તેના દાદાને ત્યાં રહે છે. તેમનું નામ હું ભૂલી ગયો. જીન વાલજીને મેરિયસનું ખીસું ફંફોસીને તેની ડાયરી કાઢી અને પહેલે પાને લખેલું સરનામું જાવર્ટને જોવા આપ્યું. જાવર્ટ ઝાંખા ઝાંખા પ્રકાશમાં તે વાંચીને બાલ્યા, “ જીલેનાર્મન્ડ, રૂ કેલવેર નં. ૬. "" પછી તેણે તરત પેલા ઘેાડાગાડીવાળાને બૂમ પાડી, “કૉચમૅન ! ” એ ઘોડાગાડી તેણે બાલાવી રાખી હતી, એ વાચકને યાદ હશે. જાવ મેરિયસની ડાયરી પેાતાના કબજામાં રાખી. થોડી વારમાં જ ઘેાડાગાડી રસ્તા ઉપર દેાડવા લાગી. મેરિયસને પાછળની બેઠક ઉપર સુવાડયો હતો, અને જાવર્ટ આગળની બેઠક ઉપર જીવ વાલજીન સાથે બેઠા હતા. મેરિયસનું માથું છાતી ઉપર ઢળી પડયું હતું અને તેના પગ અકડાઈ ગયા હતા. રસ્તાના દરેક હડસેલા વખતે મેરિયસના વાળમાંથી લેહીનું ટીપું ટપકી પડતું. જ્યારે ઘેાડાગાડી નં. ૬ આગળ આવી પહોંચી, ત્યારે રાત પડી ગઈ હતી. જાવર્ટ પહેલા ઊતર્યો, તેણે મકાનને નંબર બરાબર વાંચી જોયા, અને પછી બારણું જોરથી ઠોકયું. દરવાને હાથમાં મીણબત્તી લઈને દેખા દીધી. ઘરનાં બધાં માણસા સૂઈ ગયાં હતાં. આ લત્તાનાં માણસા ખાસ કરીને આવા દંગલના દિવસેાએ વહેલાં જ જંપી જાય છે. જીત વાસજીન અને કાચમૅને મળીને મેરિયસને ગાડીમાંથી ઊતાર્યો. Page #436 -------------------------------------------------------------------------- ________________ શેરીમાં કેઈ ન હતું! જીન વાલજીને બગલો નીચે હાથ રાખ્યા અને કોચમેને ઢીંચણ નીચે. તે પહેલાં જીન વાલજીને તેની છાતી ઉપર હાથ મૂકી જોયો હતો – હૃદય ધબકારા લેતું હતું. જાવર્ટે સરકારી અદાથી દરવાનને પૂછ્યું, “લેનર્મન્ડ નામની કોઈ વ્યક્તિ અહીં રહે છે?” “હા. તમારે તેમનું શું કામ છે?” તેમનો દીકરો ઘેર આવ્યો છે.” તેમનો દીકરો?” “તે મરી ગયો છે. તે મોરચા ઉપર ગયો હતો અને હવે તે આ રહ્યો.” “મોરચા ઉપર ?” તે માર્યો ગયો છે. તેના બાપુને જગાડ.” દરવાન હાલ્યો નહિ. તું જ કેમ નથી? વહેલી સવારે જ પાયદસ્ત કાઢવાની થશે.” દરવાને પાસવાનને જગાડ્યો; પાસવાને દાસીને જગાડી; દાસીએ મેરિયસની માસીને જગાડી. કોઈએ ડોસાને જગાડવાની હિંમત કરી નહિ, તરત દાક્તરને બેલાવવા માણસ દોડાવવામાં આવ્યો. જીન વાલજીનના ખભા ઉપર જાવર્ટને હાથ પડયો. તે સમજી ગયો. બંને નીચે ઊતરી ઘોડાગાડીમાં બેસી ગયા. જન વાલજીને કહ્યું, “ઇસ્પેક્ટર જાવર્ટ, હજુ મારી એક વિનંતી છે.” શી?” “મને એક ક્ષણ વાર માટે ઘેર લઈ જાઓ. પછી તમારે જે કરવું હોય તે કરજો.” જાવર્ટ ઘડીભર ગૃપ રહ્યો. પણ તેણે પડદો ઊંચે કરીને કહ્યું, “કોચમેન. રૂ દ લ હોમ આર્મ, નં. ૭ તરફ.” આખા સમય દરમ્યાન બંનેમાંથી એક પણ મોં ઉઘાડયું ન હતું. જીન વાલજીન ઘેર જઈને છેવટનું શું પતાવવા માગતો હતો? જે તેણે શરૂ કર્યું હતું તે પૂરું કરવાનું : અર્થાત મેરિયસ ક્યાં છે તેની ખબર કૉસેટને આપવાનું તથા તેને બીજી પણ એક અગત્યની માહિતી અને તે આપી દેવા. તેની પોતાની બાબતમાં તો હવે બધો ખેલ ખલાસ થયો હતો. જાવર્ટના હાથમાં તે પકડાયો હતો, અને તેણે જરા પણ સામનો કર્યો ન હતો. બીજો કોઈ તેની જગાએ હોત તો કદાચ થેનારડિયરે આપેલા દોરડાનો અને પોતાને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ લે મિઝેરક્લ પૂરવામાં આવનાર કોટડીના દરવાજાના સળિયાનો વિચાર કરત. પરંતુ બિશપના સંગ પછી, કોઈની હત્યા કરવાને – પછી તે પિતાની જાતની હત્યા પણ ભલે હોય – તેને વિચાર જ આવતો ન હતો. રૂ દ લ હોમ આર્મની શેરીના નાકે ઘોડાગાડી ઊભી રહી; કારણ કે એ શેરી બહુ સાંકડી હોવાથી અંદર ગાડી જાય તેમ નહોતું. જાવર્ટ અને જીન વાલજીન ઊતરી પડયા. કોચમેને હવે ઇસ્પેકકર સાહેબને અરજ ગુજરી કે તેની ગાડીનું મખમલ પેલા કતલ કરવામાં આવેલા માણસના લોહી અને કાદવથી ગંદું થઈ ગયું છે; તેની કિંમત પણ તેને મળવી જોઈએ; ઉપરાંતમાં તેણે પોતાના ખીસામાંથી એક ડાયરી કાઢીને ઇસ્પેકટર સાહેબને તેમાં કાંઈક સર્ટિફિકેટ જેવું લખી આપવા પણ વિનંતી કરી. જાવર્ટે એ ડાયરી પાછી ધકેલી, અને પૂછ્યું કે, ભાડાની રકમ તથા રોકાણની રકમ કેટલી થાય છે? “સવા સાત કલાક થયા સાહેબપણ મારી ગાડીનું મખમલ પણ તદ્દન નવું હતું તે બગડી ગયું છે, એટલે એંસી કૂક આપો, ઈન્સ્પેકટર સાહેબ.” જાવર્ટે એસી ફ્રાંકની કિંમતના ચાર સેનાના સિક્કા ખીસામાંથી કાઢી તેના હાથમાં મૂકી દીધા અને ઘોડાગાડી વિદાય કરી. જન વાલજીને સમજી ગયો કે, જાવર્ટનો વિચાર તેને પોલીસ થાણા ઉપર ચાલતા જ લઈ જવાનો છે. નં. ૭ આવતાં જ જીન વાલજીને બારણા ઉપર ટકોરા માર્યા. બારણું ઊઘડયું. “ઠીક, ઉપર જા.” જાવર્ટે કહ્યું, તથા પ્રયત્નપૂર્વક બેલો હોય તેમ ઉમેર્યું, “હું અહીં તરી રાહ જોઉં છું.” જન વાલજીને જાવર્ટના મેં સામે જોયું. આ રીતે કામ કરવું એ જાવર્ટની હંમેશની રીતથી ઊલટું હતું. પણ જીન વાલજીનને લાગ્યું કે, જાવર્ટ “ઉંદર હવે ક્યાં છટકવાન છે' એ જાતની બિલાડીની છટા દાખવતો હોય એમ પણ બને. છતાં અત્યારે વધુ વિચાર કરવાનો સમય નહોતે, અને પોતાનો પણ નાસી છૂટવાનો ઇરાદો નહોતો; એટલે પોતે જે કામ પતાવવા આવ્યું હતું, તેનો જ વિચાર કરતો તે ઉપર ચડી ગયો. ઉપર ગયા પછી હવા લેવા કે પછી વગર વિચાર્યું જ તેણે બારીમાંથી ડોક કાઢી નીચે શેરીમાં નજર કરી, શેરી બહુ ટુંકી જ હતી અને એક જ Page #438 -------------------------------------------------------------------------- ________________ દર્દી ફાનસ એક છેડેથી બીજા છેડા સુધી અજવાળું આપતું ટમટમી રહ્યું હતું. જીન વાલજીન શેકી ઊઠ્યો : શેરીમાં કોઈ ન હતું! વર્ટ ચાલ્યો ગયો હતો. દીદી દાક્તરે આવીને પ્રથમ તે મેરિયસની ના જોઈ. પછી છાતીમાં કોઈ ઊંડા ઘા છે કે નહિ તે જોવું, તથા મેના ખૂણા આગળ આવેલું લોહી નસકોરામાંથી આવે છે એ નક્કી કરી લીધું. ત્યાર પછી તેને પથારી ઉપર ચિતે સુવાડવામાં આવ્યું. માસી જીલેનર્મન્ડ તે મેરિયસના શરીરને ખુલ્લું કરવામાં આવ્યું એટલે કુલીન સ્ત્રીઓની રીત પ્રમાણે પોતાની ઓરડીમાં જઈ સીધી માળા ફેરવવા લાગી. તેને બે જ ચિંતા હતી : એક, આખું ઘર લેહીવાળું થઈ જશે; અને બીજી, જીલેર્મન્ડના ઘરના છોકરાની બળવાખોર જેવી અને દશા? શો કારમો વખત આવ્યો છે! એક ગોળી છાતી આગળ વાગી હતી ખરી. પણ તે ડાયરી સાથે અફળાઈને બાજુએ વળી ગઈ હતી. જોકે તેમ કરતી વેળા પણ ચામડી ઉપર લાંબો કાપ મૂકતી ગઈ હતી. ખભાની હાંસડી તૂટી ગઈ હતી, અને ગટરમાં ફાવે તેમ હાથ લબડતો રહેવાથી છેક જ ખસી ગઈ હતી. હાં જરા ગૂંચવાડે થાય તેવું હતું ખરું. તેના મોં ઉપર એક ઘા પડયો ન હતો. પરંતુ તેનું માથું ઘાના ટચકાથી છવાઈ ગયું હતું. એ બધા ઘા ખોપરી આગળ જ અટકળ્યા હતા કે ઊંડ “ઊતર્યા હતા, એ કહી શકાય તેમ ન હતું. જોકે ગંભીર કહી શકાય તેવું લક્ષણ એ હતું કે, મેરિયસ લાંબી મૂછમાં પડયો હતો. એ મૂછમાંથી સામાન્ય રીતે કોઈ ફરી જાગ્રત થતું નથી. કમર નીચેનો ભાગ તે મચાથી રક્ષાયેલું હોવાથી ઘા વગરને હતે. બોકરો અને દાસીઓ પાટા ફાડવા અને સીવવાને કામે લાગી ગયાં હતાં. દાક્તર માં લુછી નાખીને હજ બંધ રહેલાં પોપચાંને આંગળી લગાડો હતા, તેવામાં બારણું ઊઘડ્યું અને એક લાંબી ફીકી આકૃતિએ દેખા દીધી. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ લે સિઝેરવ બધાએ બીમાર પડેલા ડોસાની ઊંઘ ન ઊડે તે માટે પૂરતી સાવચેતી રાખી હાવા છતાં, આ ધમાલથી ડોસા જાગી ઊઠયા હતા, બે દિવસથી ઈંગલની વાતાએ ડોસાને છેક જ ગુસ્સે કરી મૂકયા હતા તથા અસ્વસ્થ કરી મૂકયા હતા. આગલી રાતે તે જરા પણ ઊંઘ્યા ન હતા, અને આખા દિવસ તેમને તાવ રહ્યો હતા. ડોસાએ ચારે તરફ પ્રશ્નાર્થક નજરે જોતાં જોતાં પાસે આવી પથારી ઉપર પડેલી આકૃતિ તરફ નજર નાખી કે તરત જ તે ચોંકી ઊઠયા. તેમની આંખા ફાટી ગઈ, અને તેમના હાથ લબડી પડયા : મેરિયસ ! ” "6 હજૂરિયાએ સલામ ભરીને કહ્યું, મહાશય, સાહેબને હમણાં જ ઘેર લાવવામાં આવ્યા છે. તે મેારચા ઉપર ગયા હતા અને . “તે મરી ગયા છે! એમ જ ને? ફટ ભૂંડા ! છેવટે તેં વેર જ વાળ્યું ! દાદા ઉપર ગુસ્સો લાવી છેવટે તેં દંગલમાં જઈને ગળું કપાવી નાખ્યું ? આવે! લાહીતરસ્યા તું હતા ?” "" 66 ડોસા ડૂસકું ભરાઈ આવતાં સીધા બારી તરફ ચાલ્યા ગયા અને બારી આખી ઉઘાડી નાખી, પછી ત્યાં શેરીમાં કોઈને સંબોધીને બેાલતા હાય તેમ બાલવા લાગ્યા : ફટ ભૂંડા ! તું જાણતા હતા કે દાદા તારી રાહ જોતા દિવસ અને રાત ટાંપી રહ્યા છે. મેં તારે માટે રડી તૈયાર કરાવી રાખી હતી. અને તારો નાનપણના ફોટો મારા પલંગની સામે લટકાવી રાખ્યો હતો. હું બરાબર જાણતા હતા કે, તારે માત્ર પાછા આવવાની જ વાર હતી. હું રાતે સઘડી આગળના ખૂણા પાસે મારા ઢીંચણ ઉપર હાથ મૂકી, ટાંપીને બેસી રહેતા; જાણે તું હમણાં આવીને કહેશે, ‘દાદા હું આવ્યો ! ’હું આખું ઘર તને સોંપી દેત, અને હું તારો હજૂરિયા થઈને ફરત. પણ હું તો દાદા રાજભક્ત છે એટલું જ જાણતા હતા; એટલે તેં મારા ઉપર એ વાતનું વેર લેવા તારી જાતને કુહાડીથી કપાવી નાખી, ગાળીઓથી વીંધાવી નાખી, બેયોનેટથી ચિરાવી નાખી. છેવટે હું ગયા જ! પાછા ના જ આવ્યા !” દાક્તર એકદમ ચિંતામાં પડી ગયા. બેભાન દરદીને છેાડી તે ચિંતા આ જીવતાજાગતા દરદીને બેહેશ બનતા અટકાવવા ઊભા થઈ ગયા. ડોસાએ તેને દૂરથી હાથ વડે રોકયો : “ દાક્તર, હું હાશમાં છું. મેં લૂઈ સેળમાનું મૃત્યુ મારી આંખોએ જોયું છે, પણ આ શું થવા બેઠું છે? લેખકો, ભાષણિયા, વકીલા, હકા, ન્યાય, ચર્ચા, છાપાંની સ્વતંત્રતા, Page #440 -------------------------------------------------------------------------- ________________ દાદા ૪૧૫ માનવ અધિકાર આ બધું શા માટે છે? તમારાં છોકરાં આ દશામાં તમને પાછાં મળે તે માટે જ ને? માતા છોકરાંને ઉછેરે તે આ માટે જ ને?” આટલું બેલી તે મેરિયસની પાસે ગયા અને પોતાના પંજા આમળતા બોલ્યા, “ગધેડા, શયતાન, આ ઉમરે તારે સ્ત્રીઓના મેળાવડામાં નાચવાનું હોય, કે આખા ગામના ઉતાર જેવા ડાકુઓની વચ્ચે જઈ તારું માથું ફડાવી નાખવાનું હોય? જનરલ લેમાર્ક તારો શે સગે થતું હતું? એ તે ફાંસીગરો કસાઈ હતો. એની સ્મશાનયાત્રા! એમાં દંગલ! અને એ દંગલમાં નું! દુનિયા પણ ગાંડી થઈ ગઈ છે કે શું? વીસ વરસ પણ હજુ તને નથી થયાં, અને તું ચાલ્યું ગયો, અને હું સો અને હજાર વરસને બુઢો હજુ જીવું છું! તારા મનમાં કે ડેસે ભલો બળશે, ચચરશે, શકાશે, રૂંધાશે. ઠીક તને મરતાં આવડવું, તો મને નહિ આવડે! મૂરખ, તારા વગર તારા દાદા જીવતા રહેશે એવું હું જાણતું હતું એટલે જ તું મરી શકયો. પણ દુત્તા, હું તારા મોત બદલ જરાય દુ:ખી થવાને નથી : હું પણ પથ્થરને બની જઈશ. તને મારી દયા ન આવી, તો હું તારી દયા શા માટે લાવું? સમજ્યો, કસાઈ?” તે જ ઘડીએ મેરિયસે ધીમે રહીને પોપચાં ઉઘાડ્યાં અને આશ્ચર્ય તથા આળસથી ઘેરાયેલી આંખો દાદા જીલેનર્મન્ડ ઉપર ઠેરવી. મેરિયસ!” ડોસા બૂમ પાડી ઊઠ્યા. “મેરિયસ, મારો ભાઈ, મારે બાપ! બેટા, તું જીવે છે? મેં આંખ ઉઘાડી ખરું? તું મારી સામે જુએ છે? તારા દાદા સામે?” અને તે મૂછિત થઈ ગબડી પડ્યા. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૯૮ દ્વિધાનો અંત જાવર્ટ રૂ દ લ હમ આર્મમાંથી ધીમે પગલે પાછો ફર્યો. તેનું માથું નીચે ઝૂકેલું હતુ-જીવનમાં પહેલી વાર! અને જીવનમાં પહેલી જ વાર તે બંને હાથ પીઠ પાછળ રાખીને ચાલતો હતો. આજના દિવસ સુધી તે છાતી ઉપર અદબ વાળેલા હાથ રાખતે, જે નિશ્ચય બતાવે છે; પીઠ પાછળ હાથ રાખવા જેવી, અનિશ્ચય બતાવનારી –ચિંતા વ્યક્ત કરનારી લઢણ તેને અજ્ઞાત હતી. તેના આખા શરીરમાંથી ખેદ અને ચિંતા તાવની વરાળની પેઠે ભભૂકી રહ્યાં હતાં. તે ગુપચુપ એક જ દિશા તરફ ડગલાં ભરતે હતો – જ્યાં સીન નદીને પ્રવાહ સૌથી વધુ વેગવંત છે. બે પુલ નજીક આવી ગયા હોવાથી તથા પટ બંને બાજુથી થોડે સાંકડો થઈ જતા હોવાથી, ત્યાં આગળ પાણી વિચિત્ર ગડીઓ અને કરચલીઓ પાડતું તથા વળાંક લેતું વહે છે. ખારવા - ખલાસીઓ એ ભાગથી જેટલા ડરે છે, તેટલા કશાથી નહિ. તેમાં પડેલા માણસો ફરી કદી દેખાતા જ નથી. ભલભલા તરવૈયાએ તેમાં ડૂબી ગયા છે. જાવટે પુલની કિનારી ઉપર કોણી ટેકવી દીધી; પછી દાઢી બંને હાથમાં રાખી એ પાણીના ઉછાળા તરફ જોઈ રહ્યો. જાવર્ટ તીવ્ર વેદનામાં હતો. થોડા કલાક થયાં તે પિતાની સ્વસ્થતા ગુમાવી બેઠો હતો. તેનું મગજ અમુક ચીલામાં જ વિના રોકટોક કામ કરતું આવેલું હોવાથી, બધી બાજુથી અંધ અને એક સીધી લીટીમાં જ આરપાર જોનારું હતું. તેના ઉપર ભય, વાસના, વિકારનાં પડળ કે વાદળ કદી ઘેરાયાં ન હતાં. તેને અંતરાત્મા જેવો હતે તે જ સ્થિરપણે ઝળહળતો રહે. પણ આજે તે દ્વિધામાં – ગંભીર દ્વિધામાં પડી ગયો હતો. હંમેશાં એક માર્ગ દેખનારાને આજે બે માર્ગ દેખાતા થયા હતા. અને તેથી તે ચોંકી ઊઠ્યો હતો. એ બેમાંથી કયો રસ્તો ખરો? તેણે – જાવટે કયો રસ્તો લેવો જોઈએ? પોતાનું જીવન તેણે એક ગુનેગાર તરફથી બક્ષિસ મેળવ્યું હતું, તેણે તે ઋણ સ્વીકાર્યું હતું અને તેના બદલામાં એને ન્યાયના પંજામાંથી મુક્ત Page #442 -------------------------------------------------------------------------- ________________ દ્વિધા અંતા ૪૧૭ કર્યો હતો. પરંતુ ન્યાયના હાથારૂપ બનનારે એ રીતે ન્યાય વિફળ થાય તેવું પગલું ભરી શકે? પોતાની વૈયક્તિક લાગણીઓને સામાજિક કર્તવ્ય બજાવવામાં આડે આવવા દઈ શકાય? અને છતાં, આજે પોતાની વૈયક્તિક લાગણીઓને આગળ કરીને જ તેણે જાણે સામાજિક કર્તવ્ય અને તેથી પણ વધુ કાંઈક ઉચ્ચ કર્તવ્ય બનાવ્યું હોવાને આત્મસંતોષ તેને કેમ થતું હતું? તેને એક જ વાતની નવાઈ લાગતી હતી કે, જીન વાલજીને તેને જીવતે જવા દીધો હતો. અને તેથી પણ વધુ બળતરા એ થતી હતી કે તેણે, જાવટેં, જીન વાલજીનને જાતે કર્યો હતો! તેણે જીન વાલજીનને જતો કરવો જોઈતું હતો? એ તે ખોટું જ હતું. એમ કરીને તે સામાજિક કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેને માથે હતી તે માણસ એક ગુનેગારથી પણ હલકો ઊતર્યો કહેવાય! તે શું, રૂ દ લ હોમ આર્મમાં પાછા જઈ જીન વાલજીનને કેદ પકડાવી દેવો? હા, કરવું તે એ જ જોઈએ. પણ એ તેનાથી થઈ શકતું નહોતું. કશુંક જાણે તેમ કરવા જતાં તેનો હાથ પકડીને રોકી રહ્યું હતું. એ કશુંક શું હતું? અદાલત, રાજા, પોલીસ અને રાજસત્તા એ સિવાય પણ બીજું કંઈ પાછું દુનિયામાં છે ખરું? જીન વાલજીન એક ગુનેગાર; કાયદાએ તેને દલિત બનાવ્યો છે. જાવર્ટ એક સત્તાધીશ; કાયદાએ તેને કઠેર બનાવ્યો છે. કાયદાની જ પેદાશ એવા એ બે જણ આજે પણ કાયદાની ઉપરવટ પોતાની જાતને મૂકવાની હદે આવ્યા હતા, એ વસ્તુ ભયાનક નહોતી? જીન વાલજીનની વર્તણૂકને તે કશું નામ આપી શકતો ન હતો. અત્યાર સુધી તેની જાણમાં મનુષ્ય જે રીતે વર્તતે આવ્યો છે, તે બધા કાયદા જાણે આ માણસે ધૂળભેગા કરી નાખ્યા હતા. તેણે તેને જીવતે જવા દીધો હતે. જન વાલજીન ગુનેગારની રીતે બિલકુલ વર્યો ન હતો. જીન વાલજીનની પાછળ તેને પાછો મે. મેડલીન દેખાયો. તેનાં જે જે કૃત્યોને તેણે મૂર્ખામી ગણી કાઢયાં હતાં, તે બધાં કૃત્યો તેને હવે વાસ્તવિક લાગવા માંડ્યાં. માં. મેડલીન અને જીન વાલજીન બંને મળીને એક આદરપાત્ર વ્યક્તિ જ બની રહેતી હતી. પણ આ શું? એક ગુનેગાર માટે જાવર્ટના મનમાં આદરભાવ ઊભો થવા લાગ્યો ? છતાં એ વસ્તુ નકારવી પણ તેને એટલી જ અશક્ય લાગતી હતી! આ ગુનેગાર દયાળુ હતા, આ ગુનેગાર માયાળુ હતા, આ ગુનેગાર પરોપકારી હતા, આ ગુનેગાર સેવાભાવી હતી, આ ગુનેગાર અપકારનો બદલો લે મિ0 – ૨૭ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ લે મિઝરાઇ ઉપકારથી વાળને હવે, વેરનો બદલો ક્ષમાથી વાળતો હતો, અને શત્રુને નાશ કરવા કરતાં પોતાની જાતને નાશ કરવાનું પસંદ કરતો હતો ! પણ એ વસ્તુ નાનીસૂની છે? એ વસ્તુનું કશું જ મહત્વ નથી? એ વસ્તુ તે દેવદૂતેમાં જોવા મળે ! તેની શું ધરતી ઉપર કશી જ કિંમત નથી? ઘેડાગાડીમાં તેની સાથે બેસીને તે જયારે જઈ રહ્યો હતો, ત્યારે વીસ વીસ વખત તેને તેના ઉપર તૂટી પડીને તેને ખાઈ જવાનું મન થઈ આવ્યું હતું – અર્થાત્ પહેલે જ પોલીસથાણે ખબર આપી તેને સોંપી દેવાનું. કેટલી સીધીસાદી વાત હતી? પછી પિતાને રસ્તે પોતે ચાલ્યો જાત, અને કાયદો તેનું જે કરવું ગ્ય હોત તે કરત. પણ એમ કરનારે જાવટે ખરેખર જીત વાલજીનની તુલનામાં મોટો બન્યો હોત કે ના? – અરે છેક જ તુચ્છ બની રહ્યો હેત; અને તેની પોતાની જ નજરે ! જાવર્ટનું હૃદય અત્યારે કારમી ઊથલપાથલ અનુભવી રહ્યું હતું. અત્યાર સુધી ન અનુભવેલા એવા ભાવો અને વિચારો તેને તળે-ઉપર કરી રહ્યા હતા. એ ભાવો અને વિચારો તેને વધુ સારા લાગતા હતા ! પોતાને જૂનો સગુણ તેને અપૂર્ણ લાગતો હતો. તેના અંતરમાં એક નવી જ દુનિયા દેખા દઈ રહી હતી. એ દુનિયામાં ગુને અને સજા કરતાં અપકારના બદલામાં ઉપકાર, દયાભાવ, ક્ષમાભાવ વગેરે આચારો વધારે ઉજજવળ બની પ્રકાશતા દેખાતા હતા. એ દુનિયામાં માણસ એક વાર ગુન કરવાથી હંમેશને માટે શાપિત બની રહેતો નથી; ઈશ્વરની અપાર કરુણા અને ઉદ્ધારક શક્તિ હેઠળ ગુનેગાર પણ જાણે પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તવાઈને નિર્મળ – નિર્દોષ બનીને બહાર નીકળે છે! ઈશ્વર પિતાનાં સંતાનોને અદાલતના કાયદાથી ન્યાય નથી ચૂકવતે, પણ પોતાના જુદા જ કાયદાએથી! અને એ કાયદાઓથી માણસ જાણે પવિત્રા, સદાચારી, ઉત્તમ બની જાય છે. માણસના કાયદાઓથી તો તે વધુ ને વધુ નપાવટ બનતો જાય છે. ઈશ્વરની અદાલતે આ માણસને ક્યારની માફી બક્ષી દીધી છે. એ માણસ તો હવે શત્રુને પણ હસતે મોઢે જવા દે એવા સંત બની ગયો છે. તેને હવે ફરીથી જેલમાં પૂરી, લશ્કરી વહાણ ઉપર ગુલામ બનવા, જાનવરથી પણ હલકો વનવા, કેમ કરીને મોકલી શકાય? શા માટે મોકલવો જોઈએ? જન વાલજીન જાવટંને એક ક્ષણમાં બંદૂકની ગોળીથી ઉડાવી દઈ શકતો હતો, તથા પોતાની જાતને હંમેશને માટે સુરક્ષિત બનાવી દઈ શકતો હતે. છતાં તેણે તેમ ન કરતાં તેને છૂટો મૂક્યો. એમ કરીને તેણે શું કર્યું? Page #444 -------------------------------------------------------------------------- ________________ દ્વિધાતા અંત ૪૧૯ પોતાનું કર્તવ્ય બજાવ્યું ? ના, ના. તેણે સામાન્ય અર્થના કર્તવ્ય કરતાં વધુ ઉચ્ચ એવું કાંઈક કર્યું હતું. અને પેાતે પણ તેને છૂટો જવા દઈને શું બજાવ્યું? કર્તવ્ય ? ના, કર્તવ્ય કરતાં પણ કંઈક વધુ ઉચ્ચ એવું! અને ઉચ્ચ એ માટે કે તે ઈશ્વરની અદાલત ઈશ્વરના કાયદા અનુસાર હતું. આજના દિવસ સુધી તે પેાતાના પેાલીસ-વડામાં. ગિસ્કેટથી ઉચ્ચ અધિકારવાળું કોઈ હોય એમ જાણતા જ ન હતા. આજે હવે તેના કરતાં પણ વિશેષ ઉચ્ચ અધિકારી એવા ઈશ્વર તેના જીવનમાં અણધાર્યો જ સામે આવીને ઊભા હતા, અને તેથી તે મૂંઝાઈ ગયા હતા. કોઈ અજાણી વસ્તુ માથે આવીને ઝઝૂમી રહે, અને પેાતે ગુપચુપ તેને વેઠી લે, એવી તેને ટેવ નહતી. આ મૂંઝવણમાંથી તેને નીકળવાના બે માર્ગ જ દેખાતા હતા, એક તે જીન વાલજીન પાસે મક્કમતાપૂર્વક જવું અને તે ગુનેગાર માણસને બંદીખાનાને હવાલે કરી દેવા, અને બીજો - જાવર્ટનું માથું આ ભીજો રસ્તો વિચારતાં જ ટટાર થઈ ગયું. તે સીધે, પાસેના પેાલીસથાણા તરફ ગયા. જાવર્ટે ત્યાં જઈ પેાતાનું કાર્ડ બતાવ્યું અને પછી ટેબલ ઉપર બેસી લખવા માંડયું— "" પેોલીસ સર્વિસ માટે ઘેાડાં આવશ્યક સૂચને ” ૧ : હું વડા અધિકારીને નીચેની બાબતેા ઉપર લક્ષ આપવા વિનંતી કરું છું. ૨ : તપાસ પછી કેદીઓને જોડા કાઢી ખુલ્લા પગે ફરસ ઉપર લાંબા વખત ઊભા રહેવું પડે છે, તેથી ઘણાને શરદી થઈ જાય છે. પરિણામે ઇસ્પિતાલનું ખર્ચ માથે પડે છે, ૩ : કોઈ ગુનેગારના પીછા પકડવાના હુકમ થાય, ત્યારે અગત્યના કિસ્સાઓમાં બે અફસરની નિમણૂક કરવી : એક પેલા ગુનેગાર ઉપર નજર રાખે, અને બીજો પહેલા અફસર ઉષર જ; જેથી એક જણ નબળા પડી જાય, તે બીજો તેની તપાસ રાખે અને તેનું સ્થાન લે. ૪ : ...કેદખાનામાં કેદી ખુરશીની કિંમત આપે તેપણ તેને ખુરશી રાખવા દેવામાં આવતી નથી, તેનું કારણ સમજી શકાય તેવું નથી. ૫ : નામ પાકારનારા કેદીઓ જે કેદીનું નામ પાકારે, તેની પાસેથી મહેનતાણાના બે સૂ લે છે. આ ચારી છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ લે મિઝરાઇલ ૬ : જેલમાં વણાટકામ વખતે એક તાર રહી જાય, તે ઠેકેદાર દસ સૂ કેદી પાસેથી કાપી લે છે. આ ખાટ્ટાઈ છે. કારણ કે કપડું તેથી ખાસ બગડતું નથી. જાવટ ફર્સ્ટ કલાસ ઇન્સ્પેકટરોને વર્ગ થાણા ઉપર જૂન ૭, ૧૮૩૨, સવારના એક વાગ્યે. આ કાગળની ગડી કરી, ઉપર વડા અધિકારીનું નામ લખી, તેણે ટેબલ ઉપર મૂક્યો. અને પછી તે બારણું વાટીને બહાર નીકળ્યો. ત્યાંથી તે પાછો નદીની ઉપર જે જગાએ અત્યાર સુધી ઊભો રહ્યો હતો, ત્યાં જ આવીને ઊભો રહ્યો. અંધારું ઘર હતું. મધરાત પછીનું કાળચોઘડિયું ઘૂઘવી રહ્યું હતું. વાદળેથી તારા ઢંકાઈ ગયા હતા. આકાશ એક કારમી બખેલ જેવું લાગતું હતું. નીચે ઊછળતા પાણીનો ખળભળાટ સંભળાતો હતો, પણ બીજું કશું દેખાતું ન હતું. થોડી વાર તે સ્થિર ઊભું રહ્યું. પછી તેણે પોતાને ટેપ કાઢીને બાજુએ મૂક્યો, અને ત્યાર બાદ તે પુલની કમાન ઉપર સીધો ઊભા થઈ ગયો. એક જ કુદકો, અને સીધે અંધારામાં ! એક ધબાકો. પછી શું થયું, એ તે એ કૂદકો મારનાર જાણે, અથવા એ અંધારું જાણે. ૧૦૦ ચાર, બદમાશ ! વાચકને ત્રીજા પ્રકરણવાળી મોંટફમેલ શહેરના ભૂતની વાત યાદ હશે. રસ્ત સમારનાર બુલાલે એ ભૂતને જોયું હતું, તથા તેણે દાટેલા ખજાનાનો પત્તો મેળવ્યો હતો, એમ લોકો માનતા હતા. થેનાડિયરે દારૂ પાઈ તેની પાસેથી એટલી વાત તો કઢાવી હતી કે, ભૂત તે નહિ, પણ બુલફુલને વહાણ ઉપરને કોઈ સાથી ખરેખર એક દિવસ પાસેના જંગલમાં ક્યાંક કશું દાટી ગયો છે, અને બુલાટૂલે તે જગ્યા શોધવા આકાશ-પાતાળ એક કર્યા હતાં, પણ કશું હાથ આવ્યું ન હતું. ત્યાર પછી પણ બુલાલ વખત મળે ત્યારે જંગલમાં કયાંક ને કયાંક ખેદકામ ચાલુ રાખો; અને કશું ન મળતું ત્યારે ત્યાં જતા એકલવાયા Page #446 -------------------------------------------------------------------------- ________________ ચેર, બદમાશ! કોઈ વટેમાર્ગના ખિસ્સામાં ખોદકામ કરી લેતો. આમ તેની જિંદગી હવે વાટ-સમારકામ કરનારાની અને વાટ-પાની, એમ બેવડી બની રહી હતી. દાટેલા ખજાનાની તેની શોધ કદી બંધ પડી જ નહિ! એક દિવસ સવારના ભળભાંખળાના સમયે તે પિતાને રસ્તો સમારવાના કામે જવા નીકળ્યો હતો. તેને બે ગામની વચ્ચે જંગલ તરફને રસ્તો સમારવાનું કામ મળ્યું હતું. એવામાં તેણે એક માણસને ઝાડીમાં આગળ જ જોયો. પ્રકાશ ઝાંખો હતો, તેથી માત્ર તેની પીઠ જ તેને દેખાઈ હતી. અને બંને વચ્ચે અંતર પણ ઘણું હતું; છતાં બુલાલની દારૂથી ભીંજાયેલી રહેતી યાદદાસ્તને પણ એટલું તો સ્ફ જ કે, તેણે એ માણસને પહેલાં ક્યાંક જોયેલો છે! તેના હવાયેલા મગજે ઝપાટાબંધ આંકડા જોડવા માંડ્યા અને ગણતરીઓ કરવા માંડી. એ માણસ આ તરફને નહોતો, અર્થાત્ તે બહારથી આવ્યો હશે. પગે ચાલતો જ, કારણ કે, મેટફરમેલ તરફ એક પણ ભાડાની કોચગાડીને પસાર થવાને આ સમય નહોતે. અર્થાત્ તે રાત દરમ્યાન ચાલતે આવ્યો હશે. તે ક્યાંથી આવ્યો હોય ? દૂરથી તો નહિ જ. કારણ કે તેની પાસે પિટલી - પેટલું કશું નહોતું. અલબત્ત, પેરિસથી જ ! પણ પેરિસને માણસ રાતે પણ ચાલતે આવી જંગલમાં શું કરે ? બુલાટૂલને ખજાનાની વાત ઉપર પહોંચવું જ પડવું; અને તરત તેના મગજમાં એક દીવો પ્રગયો! કેટલાંય વર્ષ પહેલાં આ જંગલમાં જ તેને કોદાળા-પાવડાવાળા માણસને ભેટો થયો હતો. તે માણસ બરાબર આવે જ હતો; અરે, આ જ હતો ! આટલો વિચાર કરવા જતાં તેનું માથું થોડું નીચું નમી ગયું હતું. પછી જયારે તેણે માથું ઊંચું કર્યું, ત્યારે પેલો માણસ અલોપ થઈ ગયો હતો. પણ બુલાટૂલ અત્યારે જીવતો – જાગતો હતો ! તેણે તરત તીકમ હાથમાં રાખ્યો,- જરૂર પડે તો જમીન ખોદવા અને જરૂર પડે તો ખોપરી ફડવા! બાકીનાં ઓજારોને બાજુએ મૂકી, તે સીધો પેલાનું પગેરું કાઢતો કાઢતો તેની પાછળ ચાલ્યો. થોડેક દૂર ક૯૫નાથી તેની પાછળ પાછળ તે ચાલ્યા, તેવામાં સૂર્યોદય થયો અને જ્યાં ધૂળ હતી ત્યાં તેને ક્યાંક કયાંક પગલાં પડેલાં દેખાયાં. જયાં છોડવા હતા, ત્યાં તે તાજા જ પગ નીચે છુંદાયેલા દેખાયા; અને આસપાસ કેટલીક ડાળીઓ તોડેલી કે નમાવેલી પણ નજરે પડી. બુલાટૂલને પેલાને પીછા આવા ગાઢ જંગલમાં બરાબર પકડી રાખતાં મુશ્કેલી પડવા માંડી; Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪રર લે મિઝેરાલ્ડ પણ જ્યાં જ્યાં કંઈક ચિહ્ન મળતાં, ત્યાં તેને અચૂક પેલે માણસ આગળ ગયાની ખાતરી થતી જ. થોડે દૂર જતાં એક ટેકરા જેવું આવ્યું. બુલાટૂલે ત્યાં એક ઝાડ ઉપર ચડી આસપાસ નજર કરી જોઈ. અચાનક તેને પેલો માણસ નજરે પડયો. પણ પાછો ઊંચાં ઝાડોમાં તરત દેખાતે બંધ થયો. પરંતુ બુલાર્દુલને એ દિશાની ખબર હતી. તે તરફ એક જગાએ એક ઝાડના થડ ઉપર ખીલ ઠોકી પતરા જેવું લગાવેલું તેના જોવામાં આવ્યું હતું તથા પાસે જ વરસોથી (ત્રીસ વર્ષથી તે ખરો જ) પથરાને એક ઢગલો એક જગાએ કોઈકે કશા પ્રયોજન સર કરેલો પણ તેના જોવામાં આવ્યો હતે. એ માણસ એ દિશામાં જ જતો હતો. અને એ ઢગલે તથા પેલું થડ ઉપરનું પતરું આ જંગલમાં ચોક્કસ સ્થળ બતાવતી નિશાનીઓ જ હતી ! બુલાલ હવે ઝાડ ઉપરથી ઊતરવાને બદલે સીધો સરક્યો જ! એ જગાએ કેવી રીતે જવાય તેની તેને ખબર હતી. પણ ઉતાવળમાં તેણે સીધી લીટીમાં જ જવાનું ઠીક માન્યું, અને એ તેની ભૂલ થઇ. વચ્ચે જરા પણ આગળ ને વધાય તેવી ઝાડીઓ અને ઝાંખરાં આવતાં હતાં. છતાં તે છેવટે પેલે સ્થળે પહોંચ્યો તે ખરો જ. પણ ત્યાં કોઈ ન હતું. પેલે પથરાને ઢગલે જેમનો તેમ ત્યાં પડેલો હવે, કોઈ તેને ઉપાડી ગયું ન હતું! પણ પેલા ખીલો જડેલા પતરાવાળા ઝાડના મૂળ આગળ તાજી જ ખોદેલી જમીન તેને દેખાઈ. અને એક કોદાળો પણ ત્યાં પડેલો હતે. તે કોદાળો ત્યાં ભૂલી જવાયો હતો કે જાણી જોઈને રહેવા દેવામાં આવ્યો હતે? એ ખેદેલી જમીન આગળ ડું ખેતરી જોતાં જ તેને એ પ્રશ્નને જવાબ મળી ગયો. એ ખાડામાં જે કંઈ હતું તે હંમેશને માટે કાઢી લેવાયું હતું એટલે હવે કોદાળો પણ ત્યાં જ પડતો મૂકવામાં આવ્યો હતો! બુલાટૂલ બંને મૂઠીઓ હવામાં ઉગામીને બોલ્યો, “સાલો ચોર, બદમાશ !” Page #448 -------------------------------------------------------------------------- ________________ ' ૧૦૧ જેમાં દરદીઓ પણ હુમલાખોર બનવા તાકે છે! મેરિયસ ઘણા દિવસ સુધી નહિ મરેલો – નહિ જીવતે એવી હાલતમાં રહ્યો. કેટલાંય અઠવાડિયાં સુધી તે તેને સનેપાત સાથેને તાવ જ લાગુ રહ્યો. તેની ખેપરી ઉપર જે કારમા ઘા થયા હતા, તેનું એ પરિણામ હતું. તાવના ઘેનમાં અને ગાંડપણમાં તે રાતેની રાત સુધી કૉટનું નામ બોલ્યા કરતે. કેટલાક ઘા એવા ઊંડા હતા કે, તુના દરેક ફેરબદલા સાથે તે દાક્તરને તથા દરદીનાં સગાંવહાલાંને ભારે ચિંતા ઉપજાવતા. દાક્તર કહ્યા જ કરતો કે, દરદી જરા પણ ઉશ્કેરાય નહિ તે જોતાં રહેજો. પણ કૉસેટના નામ સાથેનો ઉશ્કેરાટ કે જે તેની બેભાન અવસ્થામાં પણ અંદરથી જ ઊભો થતો હતો, તેને શી રીતે સાચવી લેવાય? ઘા જોવા અને ફરી પાટાથી બાંધવા એ એક ભારે કામ હતું, અને નેકર કહેતે તેમ આખા ઓરડા જેટલું કાપડ અને પીપ ભરીને લેશન એક એક વખતે વપરાતાં. જ્યાં સુધી મેરિયસની જોખમભરેલી સ્થિતિ કાયમ રહી, ત્યાં સુધી દાદા જીલેનેર્મન્ડ પણ તેની પથારીની પાસે જ, નહિ જીવતા કે નહિ મરેલા, એવી સ્થિતિમાં જ શૂનમૂન બેસી રહેતા. દરરોજ, અને કોઈ કંઈ વાર દિવસમાં બે વખત એક સારાં કપડાં પહેરેલ, ધોળા વાળવાળે સદ્ગૃહસ્થ મેરિયસની ખબર પૂછવા ઘરને દરવાજે આવતો અને પાટા બાંધવા એક બાજુ રૂંછાંદાર બનાવેલા કાપડનો વીંટો મૂકી જતો. છેવટે, સાતમી સપ્ટેમ્બરને દિવસે – બરાબર ચાર મહિના પછી – દાક્તરે મેરિયસને ભયમુક્ત જાહેર કર્યો. હવે તેણે શક્તિ પાછી મેળવવા આરામ કરવાનો હતો. જોકે, ખભાની હાંસડીનું તૂટેલું હાડકું જોડાવું થાય તે પહેલાં અકસ્માત ધક્કાઓ ન લાગે તે કારણે મેરિયસને વધુ બે મહિના આરામ ખુરશીમાં જ સ્થિર બેસી રહેવાનું થયું. ઘણી વાર આવો એકાદ ઘા છેવટે પજવતે બાકી રહે છે. જોકે, આ લાંબી બીમારી અને પથારીવશતાને કારણે તે પોલીસના હાથમાં પકડાતા બચી ગયો. ફ્રાન્સમાં પણ સરકારને ભભૂકેલો ગુસ્સો છે Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ લે મિરાલ્ડ મહિનામાં તો શાંત પડી જ જાય! આવાં દંગલોમાં દરેક જણ એવી રીતે ભળેલું હોય છે કે, સરકારે પછી આંખમીંચામણાં કરવાં જ પડે છે. દાક્તરોએ ઘાયલ થયેલાઓની ખબર પિોલીસને આપી દેવી, એ જે હુકમ પોલીસવડાએ કાઢયો હતો, તેની સામે સૌએ નારાજી દર્શાવી હતી, અને સૌથી પ્રથમ તો રાજાએ પોતે જ દર્શાવી હતી. એટલે છેવટે યુદ્ધના મેદાનમાં જે કેદ પકડાયા હતા, તેમની સામે લશ્કરી અદાલતમાં કામ ચલાવીને જ સંતોષ માનવામાં આવ્યો. ડોસા જીલેનર્મન્ડે આ આખા સમય દરમ્યાન દાક્તર અને ઘરનાં માણસેના નાકમાં દમ આણી દીધો હતે. અને દાક્તરે જયારે મેરિયસને ભયમુક્ત જાહેર કર્યો, ત્યારે તે તેમણે સ વચ્ચે નાચી-કૂદીને પોતાના હજૂરિયાને મોટી બક્ષિસ આપી દીધી; અને પછી કોઈ ન જુએ તેમ એક ખૂણામાં ઘૂંટણિયે પડી તે પ્રાર્થના કરવા લાગી ગયા. અત્યાર સુધી તે ઈશ્વરને માનતા નહિ કે તેનું નામ પણ સહન કરતા નહિ. મેરિયસને જેમ જેમ સારું થતું ગયું, તેમ તેમ ડોસાને આનંદ માઝા મૂકવા લાગ્યો. ઘરની દાસીને એક વાર તેમણે પકડીને પોતાના ખોળામાં બેસવાનો હક આપી દીધો પડોશની એક જુવાન સ્ત્રીને તેમણે વગર કારણે એક કીમતી ભેટ મોકલાવી, અને તે કારણે તેના પતિએ તે બિચારી નિર્દોષ પનીની ખબર લઈ નાખી. ડોસા મેરિયસને “મોર બેરન સાહેબ’ કહીને જ સંબોધતા અને વારંવાર “ક્રાંતિ ઝિંદાબાદ'ના પોકારો પણ કર્યા કરતા હતા ! પણ મેરિયસ! મેરિયસ જ્યારથી ભાનમાં આવ્યો ત્યારથી તેણે કૉસેટનું નામ મોંએ લાવવું છોડી દીધું હતું, પણ અંતરમાં એક મોટી હોળી સળગતી કરવા માટે જ! કૉસેટને લગતા છેવટના બધા બનાવોનાં ચિત્રો તેની આંખ સમક્ષ ઘૂમ્યા જ કરતાં અને અત્યારે તે કયાં હશે કે શું કરતી હશે તેની મોંએ ન બોલી શકાતી ચિતા જ તેને અધીરો બનાવી રહી હતી. જીવન અને કૉલેટ એ બે વસ્તુઓ તેને માટે અવિભાજય હતી; અને જેઓ તેને જીવતો રાખવા પ્રાણપણે પ્રયત્ન કરી રહ્યા હતા, તે બધાના પ્રયત્નોને તે અંતરથી હસી કાઢતો હતો. કૉસેટ વગર તેને કશું ખપતું ન હતું – જીવન પણ! અને તેથી જ તે તેના દાદાની બધી માયાળુતા, બધી ચિંતા, અને બધાં લાડ તરફ ધિક્કારની નજરે જ જોતો. પોતાના પિતાનું મરણ બગાડનાર એ દાદા તરફ તે વેર લેવા જ ઉત્સુક થઈ રહ્યો. Page #450 -------------------------------------------------------------------------- ________________ જેમાં દરદીઓ પણુ હુમલામેર બનવા તાકે છે. ૪૫ માઁ, જીલેનેર્મન્ડ પણ બહારથી કશું દેખાવા દીધા વિના મનની અંદર સમજવા લાગ્યા હતા કે, ભાનમાં આવ્યા પછી મેરિયસે એક વાર પણ તેમને ‘બાપુ' કહીને સંબોધ્યા ન હતા. ' ટૂંકમાં, એક કારમી કટોકટી નજીક આવી રહી હતી. મેરિયસની નજર સામે તે તેના બચપણના અક્કડ કઠોર દાદા જ હતા; એટલે જો દાદા ફરીથી કૉસેટની વાતનું ના પાડે, તે તરત જ બધા પાટાપિડા તોડી નાખી, બધા ઘા ફરીથી લાહી વહેતા કરી મૂકવાનો તથા ખભાનું હાડકું ફરીથી છૂટું પાડી દેવાના અને ખાવાપીવાનું બંધ કરી દેવાને તેણે નિશ્ચય કરવા માંડયો હતા ! કોંસેટ મળે તેા જ જીવવું છે, નદ્ધિ તે નહિ જ! અને હુમલાની એ કારમી ક્ષણ એક વખત તેના હાથમાં આવી જ પડી એક દિવસ દાદા લેનેર્મન્ડ દવાની શીણીઓ વગેરે ખસેડાતી હતી તે વખતે મેરિયસના મેમાં ઉપર ઝૂકીને વહાલથી બાલ્યા, “ બેટા, મેરિયસ, હવે તારે જલદી ઊભા થવું હોય, તો આવી હલકી કે નરમ ચીજો ખાવાને બદલે, કંઈક ભારે – ધૃષ્ટ ચીજો ખાવાની શરૂ કરવી જોઈએ. મેરિયસની શક્તિ હવે ધીમે ધીમે પાછી આવતી ગઈ હતી. તેણે હવે પથારીમાંથી એકદમ બેઠા થઈ, દાદા સામે સળગતી આંખે નજર કરી અને કહ્યું, “તો પછી મારે તમને એક વાત સંભળાવવાની છે, તે પણ હવે સંભળાવી દેવી જોઈએ. ’ “કઈ વાત, વારુ?” એ કે, મારે પરણવું છે. "> " “હું પહેલેથી જાણતા જ હતો, ' બાલ્યા, 66 1, “શું જાણતા હતા?” "6 એ જ કે, તને તારી એ છેકરી ,, ડોસા એકદમ ખડખડટ હસીને પરણવાની જ છે.” . મેરિયસ કશું ન સમજાયાથી, દાદા સામે નવાઈ પામી જઈ રહ્યો. દાદાએ પણ આગળ ચલાવ્યું, હા, હા; તને તારી એ રૂપળી સુંદર છોકરી મળશે જ. દરરોજ તે એક ઘરડા સદ્ગૃહસ્થના રૂપમાં તારી ખબર કાઢવા આવે છે. તું ઘાયલ થયા ત્યારથી તેણે પેાતાને સય રડવામાં અને પાટાનું રૂંછાળું ગડું તૈયાર કરવામાં જ ગાળ્યો છે. મેં પણ તપાસ કરાવી છે. તે રૂ દ લ હામ આર્મ નં. ૭માં રહે છે. ઠીક, તો હવે આપણે તૈયાર છીએ ! તું તેને Page #451 -------------------------------------------------------------------------- ________________ ४२७ લે મિઝેરાહુ પરણવા ઇચછે છે, તે અમે તને તે છોકરી જ પરણાવવાના છીએ, બેટમજી! તમે તમારું કાવતરું ગઠવી રાખ્યું હતું – આપણે આ ઘરડા બબૂચક દાદાને આ વાત કરીને ભડકાવી મૂકીશું! એટલે મેં તને શીરો ખાવાની વાત કરી ત્યારે તે જવાબ આપ્યો, “મારે પરણવું છે!' તમે વકીલ સાહેબ, એટલે દાદા ના પાડે તો શી દલીલ કરવી છે, દાદાનાં શીંગડાં શી રીતે પકડીને તેમનું માથું આમળવું છે, એ બધું પણ વિચારી રાખ્યું હતું, ખરું? પણ દાદો તમારા કરતાં તો નીકળ્યો ! દાદો કહે છે, એ જ છોકરી મારે તને પરણાવવી છે! હવે દાદાની પૂંછડી શી રીતે આમળવા મળશે? બેટમજી, હું પણ ચાલાક માણસ છું. લાડકા દીકરા સાજા થઈને લાત મારવા તૈયાર થાય, ત્યારે મારા ઘરડાં હાડકાં શી રીતે સંભ ળી લેવા, તેને વિચાર મેં કરી જ રાખ્યો છે. મેં બધી જ તપાસ કરાવી છે. તે સુંદર છે, મહેનતુ છે, પ્રેમાળ છે. જો તું સાજો ન થયો હોત, તે ત્રણ ઠાઠડીઓ સાથે નીકળવાની હતી ! તેની ઠાઠડી પણ મારી ઠાઠડીની પાછળ પાછળ જ આવી હોત નું જરા સાજો થયો, એટલે મારો વિચાર તો તેને મારી જાતે ઉપાડી લાવીને તારી પથારી ઉપર બેસાડી દેવાને ક્યારનો થઈ ગયો હતો. પણ તારા બાપની બહેન છીકો ખાઈને મરી જાત. તારું શરીર તારા ઘાની સારવારને કારણે રાત-દહાડો બેતૃતીયાંશ સમય ખુલ્લું જ રાખવું પડતું. બેટમજી, તમે ધાવણા હશો ત્યારે જેવા હશો તેવા દિગંબર દશામાં જ તમને રાખવા પડતા. એ સ્થિતિમાં સદગૃહસ્થોની કુંવારી છોકરી તમારી પાસે શી રીતે આવે વારુ? અને દાક્તર પણ શાના પરવાનગી આપે? લેહી અને હાડકાં દેખીને નાજુક સ્ત્રીઓ બેભાન થઈ જાય એની તને ખબર છે, બેટા ખવીસ? જુવાન છોકરી સામે રજૂ થવા માટે બંદૂક અને તરવારના ઘા કરતાં ફૂલ-અત્તર અને રેશમ જોઈએ, સમજ્યા? પણ હવે એ વાત શા માટે કરવી? હવે મારી જ મરજી છે કે, તારે એ છોકરીને પરણવું જ પડશે, સમજ્યો? હવે તું કહે કે મારે બ્રહ્મચારી રહેવું છે, તેપણ તારો આ દાદો તને એક ઘડી કુંવારો રાખવા માગતો નથી. હું બધું સમજું છું, બેટમજી. હું મારી સગી આંખે જોતો હતો કે, તું મને જરા પણ ચાહતો નથી. હું વિચાર જ કર્યા કરતો હતો કે આ જાનવર મને ચાહે તે માટે મારે શો ઉપાય કરવો? મને તરત સમજાઈ ગયું કે, આપણા હાથમાં કૉસેટ છે, હવે બેટમજી કયાં જશે? આપણે કૉસેટ તેના હાથમાં મૂકીશું, એટલે બેટમજીને દાદા ઉપર ખુસ થવું જ પડશે! તે તો માન્યું હતું કે દાદા કૉસેટનું નામ સાંભળીને જ બૂમબરાડા પાડી “ના', નહિ બને” એમ જ કહેશે, અને તમને પણ દાદા ઉપર બધું ઝેર Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ આજકાલનાં જુવાનિયાં! એકવાની તક મળશે! પણ બેટા, તું મારા આંધળાનું રતન છે, એ તને ક્યાં ખબર છે? તારે કૉસેટ જ જોઈએ છે ને? તો લે લેતી પરવાર. બેટા, તું તારી પ્રિયતમાને મેળવ, જેથી મને મારો લાડકે મેરિયસ મળે !” આટલું બોલતાંમાં તે ડોસા ડૂસકે ડૂસકે રોઈ પડયા. તેમણે મેરિયસનું માથું પોતાના હાથમાં લીધું અને પોતાની દૂબળી છાતી ઉપર દાળ્યું. તેની સાથે જ મેરિયસ પણ છૂટે એ રડી પડયો. “બાપુ!” તે એટલું જ બોલી શકયો. “હે, તો તું મને ચાહે છે, ખરેખર બેટા ?” બંનેનાં ગળાં રૂંધાઈ ગયાં હતાં. કોઈ હવે આગળ બેલી શકે તેમ નહેતું. પણ એમનાં રેલે વહેતાં આંસુ જ બધા જવાબો આપી રહ્યાં હતાં. થોડી વાર પછી મેરિયસે દાદાના હાથમાંથી છૂટા થયા બાદ કહ્યું, પણ બાપુ, હવે હું સાજો થયો છું, એટલે તે મને મળવા આવી ન શકે?” “પહેલેથી જ જાણી લીધું છે. હું તેને કાલે જ મળી શકીશ.” “બાપુ?” “શું છે, બેટા?” “આજે કેમ નહિ?” “ઠીક, તેં મને ત્રણ વખત એકી સાથે “બાપુ’ કહીને સંબોધ્યો છે; તેથી તેને આજે જ તારા ભેગી કરવામાં આવશે.” ૧૦૨ આજકાલનાં જુવાનિયાં ! કોસેટ અને મેરિયસની મુલાકાતનું વર્ણન કરવાને અમે પ્રયત્ન કરવાના નથી. કેટલીક વસ્તુઓને વર્ણવવાનું માથે જ ન લેવું જોઈએ. જેમ કે સૂર્યને. કૉસેટ ઘરમાં દાખલ થઈ, ત્યારે આખું કુટુંબ–નોકરચાકર સુધ્ધાં– મેરિયસના ઓરડા આગળ ભેગું થયું હતું કૉસેટને જોતાં જ દાદા જલેનેર્મન્ડે પિતાની જોરથી આવવા લાગેલી છીંક રૂમાલમાં નાક દબાવીને રોકી રાખી, અને કૉસેટ સામું જ જોયા કર્યું. પછી, “ અહા ! કેવી રૂપસુંદરી !” એટલું બોલી તેમણે જોરથી દબાવી રાખેલી છીંકને માર્ગ આપ્યો. Page #453 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરા કૉસેટની પાછળ જ સફેદ વાળવાળો એક સદ્ગૃહસ્થ આવ્યું હતું. તે જરા ગંભીર હતો, પરંતુ તેના મોં ઉપર સ્મિત વિલસી રહ્યું હતું. એ મોર ફેશલોં હતા; અર્થાત આપણે ઓળખીએ છીએ તે જીન વાલજીન દરવાને હજૂરિયાના કાનમાં ગુસપુસ કરીને કહ્યું, “સાહેબને પિશાક સુંદર છે.” એ બાપડો દરવાન, તે દિવસે મેરિયસનું લગભગ શબ લઈને આવેલા, ગટરના કાદવ અને પાણીમાં ખરડાયેલા, તથા મેરિયસના જ લોહીથી રંગાયેલા એ જ ડોસા હતા એવું ક્યાંથી કલ્પનામાં પણ લાવી શકે? મૉશ્યોર ફોશલ એ ઓરડામાં દાખલ થયા બાદ બારણા પાસે જરા દૂર પોતાનું સ્થાન લીધું. તેમની બગલ નીચે એક પૅકેટ હતું, જે એક મોટા પુસ્તક જેવું દેખાતું હતું. “આ સગૃહસ્થ બગલમાં હંમેશાં આમ મોટાં પુસ્તક જ રાખીને ફરે છે કે શું?” જીલેનર્મન્ડ બાનુએ ટીકા કરી. ' ડોસા જીલેનોર્મન્ડ એ ટીકા સાંભળી ગયા. તેમણે કહ્યું. “વાહ, એ કોઈ અભ્યાસી વ્યક્તિ હશે. મારા મિત્ર બુલાર્ડ પણ કોઈ દિવસ હાથમાં ચોપડી વિના ઘર બહાર નહોતા નીકળતા.” પછી ડોસાએ નીચા નમીને મોટે આવાજે કહ્યું, “મહાશય ટ્રાન્થલ્વે, હું મારા પત્ર મોર બૅન મેરિયસ પિન્ટમર્સી માટે આપની સુકુમારીના હાથની માગણી કરું છું ” મોર ફેશલ જવાબમાં તેટલા જ નીચા નમ્યા. “બસ, મારું સ્વીકારાઈ ગયું.” દાદાએ જાહેર કર્યું. અને પછી મેરિયસ અને કૉસેટ તરફ બે હાથ ઊંચા કરી, આશીર્વાદ આપવાની ઢબે કહ્યું, “બસ હવે ખૂબ પ્રેમ કરવા માંડે !” અને એ બે જણ પણ બીજી વાર એ પરવાનગીની રાહ જોવા ન રહ્યાં. એમનું અરસપરસનું ફૂજન શરૂ થઈ ગયું. “ભલા ભગવાન ! હું તમને ફરી જોવા પામી, ખરું? તમે જ છો ને ? વાહ, આમ તે કતલ થઈ જવા કોઈ લડાઈમાં દોડી જતું હશે ? ચાર ચાર મહિના મારી શી વલે થઈ છે? હું તમને માફી આપું છું, પણ ફરી એવું કદી ન કરવાની શરતે જ ! અત્યારે જ આ લોકો અમને તેડવા આવ્યા, ત્યારે જાણે હું મરવા જ પડે છેઉં એમ મને લાગ્યું. પણ એ તે આનંદના માર્યા વળી ! પણ હું કેવાં કપડાં પહેરીને Page #454 -------------------------------------------------------------------------- ________________ ४२५ આજકાલનાં જુવાનિયાં ! દોડી આવી છું? તમારા લોકો તો મને ગબરી જ ગણતા હશે. પણ વાહ, હું જ બધું બોલ્યા કરું છું. તમે તો કાંઈ બોલતા જ નથી ! અમે હજુ રૂ દ લ હોમ આર્મમાં જ રહીએ છીએ. પણ તેઓ કહેતા હતા કે, તમારા ખભામાં તે આખી મૂઠી પેસી જાય તેવું બાકું પડી ગયું હતું, ખરું? અને કહે છે કે, તમારા માંસને દાક્તર કાતરથી કાતરતા હતા, બાપ રે! મારું તો માથું જ ભમી જાય છે. તમારા દાદા બહુ ભલા માણસ લાગે છે. પણ જુએ, તમારે આમ હાલવાનું નથી. શાંતિથી પડી રહે, નહિ તે દુખાશે. પણ હું અત્યારે કેટલી ખુશી થઈ છું, એ કોણ જાણે છે? પણ હું કેવી મૂરખ છું? મારે તમને કશીક વાત કરવી હતી; પણ બધું જ ભૂલી ગઈ છું! હે, તમે ખરેખર હજુ મને ચાહો છે? પણ અમારા આ ઘરને પેલા ઘર જેવો બગીચો નથી! જુઓ, તમારે માટે પાટાને લીન્ટ રેજ તૈયાર કરી કરીને મારી આંગળીઓ કેવી થઈ ગઈ છે? પણ એ તમારો જ વાંક છે વળી ” મારી ભલી દેવી !” મેરિયસ ગણગણ્યો. પણ એટલામાં બધાની નજર તેમના તરફ જ કેન્દ્રિત થઈ છે એવું લાગતાં તે લોકો બોલતાં ચૂપ થઈ ગયાં. એટલે દાદા જીલેર્મન્ડ બધા તરફ ફરી જોરથી બોલી ઊઠયા, “અરે તમે લોકો મોટેથી વાતો કેમ કરતા નથી? જરા ધાંધલ જેવું કર્યા કરો, જેથી આ છે કરી તેમની કાલી કાલી વાતે નિરાંતે કરી શકે !” અને પછી પોતે જ કૉસેટ અને મેચિસ પાસે જઈને ધીમેથી બોલ્યા, અરે, તમે તમારે ખૂબ વાત કર્યા કરે ! ખૂબ પ્રેમ કરો ! આ તે બધાં જાનવર છે!” જલેનેર્મન્ડ ફોઈ આ બે પ્રેમભર્યાં હૃદયોના મિલનનું દૃશ્ય અતૃપ્ત આંખોએ જોવા લાગ્યાં. એ નજર અદેખાઈની કે ઠપકાની ન હતી, પરંતુ સત્તાવન વર્ષની મુગ્ધા છોકરીની નિર્દોષ હર્ષ - નીતરતી નજર હતી. દાદા જીલેનોર્મન્ડ ડેસીમાં થયેલો એ ફેરફાર જોઈ સંતોષ પામ્યા અને કૉસેટ તરફ ફરીને મોટેથી બોલ્યા, “અહા ! કેવી રૂપસુંદરી છો ! બેટમજી મેરિયસબાબા, તમે એકલા જ એને બોટી લેવાના ખરું? પણ યાદ રાખજો કે, હું પંદરેક વર્ષ જ નાનો હોત, તો એને જીતવા માટે તમારે મારી સાથે તરવાર વડે ઢંકયુદ્ધ ખેલવું પડતું !” પણ હું ભાઈ ? " શું છે બાપુ?” Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (6 તારે કોઈ દાસ્ત હતેા ને?” હા, કોર્ફોરાક. Co ‘તેનું શું થયું? "C Cs (6 પૂછ્યું. તે મરી 66 ‘વારુ.” આટલી પૂછપરછ પછી ડાસા તે બેની નજીક બેસી જ પડયા. પછી કૉંસેટને પણ નજીક બેસાડી તેમણે તે બંનેના ચાર હાથ પેાતાના કરચલી પડેલા હાથમાં લીધા : "" 33 વાહ, કેવી સુંદર છે ! કેવી ભલી છે ! પ્રેમ કરજો; ખૂબ ચાહજો. ગાંડાં થઈને ચાહજો. રચાનક અટકી ગયા, અને પછી કાળા ઠણક નસીબની વાત છે! મારી કુલ આવકની અર્ધા એટલે હું જીવું ત્યાં સુધી તો બધું બરાબર છે, અર્થાત્ વીસ વરસ બાદ મારાં ગરીબ છેકરાંઓ, તમારી પાસે એક ખાટો પૈસા પણ નહિ રહે. નામદાર બૅરનેસ બાનુ, આપને પછી આપના આ સુંદર ગારા હાથાને ગંદા કામકાજ વડે ગંદા કરવા પડશે, અફ્સોસ ! ” આટલું બાલી ડાસાએ સાચા હ્રદયથી એક ઊના નિસાસા નાખ્યો. પણ મારા મૃત્યુ પછી — = ,, 'કુમારી મુફ્ેસી ફોશલવે છ લાખ ફ઼્રાંકની માલિક છે.” એ જીન વાલજીનના અવાજ હતો. લે મિઝરાs ગયા.” "6 મારાં ભુલકાંઓ, તમે ખૂબ આટલું બાલી તે 66 "" “ કુમારી યુગ્નેસીની વાતને અહીં શી લેવાદેવા છે? ” ડેસાએ ચેકીને "" પરંતુ. પડી જઈને બાલ્યા, “ શી વર્ષાસનરૂપે છે. જેટલી તે “એ હું છું; એ મારું નામ છે. ” કૉસેટે જવાબ આપ્યા. 66 ‘છ લાખ ફ્રાંક !” ડોસા ભાર દઈને ગણગણ્યા. ઓછા ચૌદ કે પંદર હજાર ફ઼ાંક કદાચ. જીન વાલજીને ઉમેર્યું. અને આટલું બોલી તેણે પોતાની બગલમાંનું પૅકેટ ટેબલ ઉપર મૂકયું. જીલેનાર્મન્ડ-ફોઈ જેને ચેાપડી માનતી હતી તે ! જીન વાલજીને પાતે જ એ પૅકેટ ઉઘાડયું. તેમાં બૅબેંક-નેટાની થોકડીઓ હતી. તેઓએ એ બધી ગણી જોઈ. હજાર ફ઼્રાંકની ૫૦૦ નાટો હતી અને પાંચસો ફ઼્રાંકની ૧૬૮ નોટો હતી, બધા મળી ૫ લાખ ૮૪ હજાર ફ઼ાંક થતા હતા. “એ ચાપડી બહુ સારી કહેવાય.” ડોસી ગણગણી. Page #456 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળના ઓળા ૪૩૧ ' “ તા તા બધું સારું ગેાઠવાયું છે, નહિ વારુ, મેટાં બાનુ ?” ડોસાએ ડેસી સામે જોઈને કહ્યું, આ હરામખાર મેરિયસ, એકી સાથે આવી અપ્સરા અને આવડી મેોટી મિલકત પામ્યા ! આજકાલનાં જુવાનિયાંને તે પોતાની મેળે જ પ્રેમ કરવા દેવા, એ વધુ સલાહભર્યું છે!'' ૧૦૩ ભૂતકાળના મેળા ૧ દાક્તરે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાની પરવાનગી આપી. અત્યારે ડિસેંબર ચાલતા હતા. જીન વાલજીને કૉસેટ અંગે કાળજીથી બધા કાગળા તૈયાર કરવા માંડયા. ખાસ મુશ્કેલી કૉસેટની નાગરિકતાની સાબિતી અંગે પડે તેમ હતું. પરંતુ જીન વાલજીન પોતે મેયર બની ચૂકયો હતા, એટલે એ બાબતની આંટીઘૂંટીએ બરાબર જાણતા હતા. તેણે મરી ગયેલા માણસેાનાં નામ જ કૉસેટનાં કુટુંબી તરીકે રજૂ કર્યાં, જેથી કંઈ આગળ તપાસ કરવાપણું જ ન રહે, કૉસેટ એક લુપ્ત થયેલા વંશનું છેલ્લું સંતાન હની. તે તેની પેાતાની પુત્રી ન હતી, પણ બીજા ફશર્વેની પુત્રી હતી. બંને ફોશલોં ભાઈએ મઠના બગીચામાં માળી તરીકે કામ કરતા હતા. મઠમાં તપાસ થઈ. સાધ્વીઓએ બધી વાતનું સમર્થન કર્યું. બેમાંથી કયા ભાઈની પુત્રી કૉસેટ હતી, એ તેમને શી ખબર? એટલે તેમણે જીન વાલજીને જણાવ્યા મુજબની વાતની જ હા પાડી. કૉસેટ કાયદેસર કુમારી યુગ્નેસી ફોશલવેં તરીકે જાહેર થઈ. અને આ પાંચ લાખ અને ૮૪ હજાર ફ઼ાંક તે! એ કુટુંબના જ એક મૃત વડીલે મૂકેલા વારસા હતા. તે પેાતે અજ્ઞાત રહેવા ઇચ્છતા હતા. મૂળ વારસા પાંચ લાખ અને ૯૪ હજાર ફ઼્રાંકનેા હતે, પણ દશ હજાર ફ઼ાંક કુમારી યુગ્નેસીની કેળવણી અને ઉછેર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ હજાર તે। મઠમાં જ ભરવામાં આવ્યા હતા, બાકીને વારસે। કુમારી યુગ્નેસીને લગ્ન વખતે આપવામાં આવે, એવી શરત હતી. કૉસેટને પહેલી જ વાર ખબર પડી કે, તેને અને આ । તેના કાકા છે. બીજે કોઈ વખતે તે આ સમાચારથી તેનું હૃદય ભાંગી જાત. પણ અત્યારે તે ધરતી ઉપર રહેતી જ નહોતી ! તેને મેરિયસ મળ્યા હતા, પછી બીજી શી ફિકર? ખરો બાપ મરી ગયો છે, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ લે મિરાલ્ડ ઉપરાંત કૉસેટ પોતાના જીવનની આસપાસ કોયડાઓ જ વીંટળાયેલા જોવાને ટેવાઈ ગઈ હતી. જેનું બચપણ જ ગૂઢતામાં વીંટળાયેલું છે, તેને અમુક બાબોની પંચાત છોડયે જ છૂટકો. છતાં તેણે જીન વાલજીનને ‘બાપુ’ કહેવાનું ચાલુ જ રાખ્યું. લગ્ન પછી મેરિયસ અને કૉસેટ જીલેનેમન્ડ દાદાને ઘેર જ રહેશે એમ નક્કી કરવામાં આવ્યું. દાદાએ આખા ઘરમાં “સારામાં સારી” એવી પોતાની ઓરડી જ તેમને કાઢી આપવાનો આગ્રહ કર્યો, “મારી એ ઘરડી ઓરડીમાં જુવાનિયાં રહે છે તેથી મારી જુવાની મને પાછી મળશે, એવી મને ઘણા વખત પહેલેથી ખાતરી થયેલી છે.” એમ તેમણે જાહેર કર્યું અને એ સિદ્ધાંતને અમલમાં મૂકવા તેમણે એ ઓરડીને મન મૂકીને સજાવવા માંડી. દાદા જીલેનોર્મન્ડની લાઇબ્રેરીના ઓરડાને મેરિયસની વકીલાતની ઑફિસ બનાવવાનું નક્કી થયું. બંને પ્રેમી ઓ રોજ મળતાં. અલબત્ત, કૉસેટ જ મોં. ફોશલ સાથે મેરિયસને ત્યાં આવતી. મેરિયસ મે. ફોશલવંને રોજ આવતા જ, પણ બંને વચ્ચે કશી વાતચીત ન થતી. બંને જણ જાણે વાતચીત ટાળવાને જ પ્રયત્ન કરતા. મેરિયસને ઊંડે ઊંડે એમ લાગ્યા કરતું કે, આ ડોસા જેવા માણસને જ તેણે બીજે કયાંક પણ જોય છે. પણ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાતી આ ચાર મહિનાની રોગશવ્યાએ ઘણી વાતો તેના મગજમાં ભૂંસી નાખી હતી કે ઝાંખી કરી નાખી હતી. કોઈ કોઈ વાર તેને સ્પષ્ટ દેખાતું કે જાણે મોરચામાં જ આવા કોઈ માણસને તેણે ચોક્કસ જોયો હતો. અને એ મોરચાની યાદ તેને માત્ર આવા ડોસાની જ યાદ કરાવીને થોભતી નહિ. સુખના દિવસ ગમે તેવા હોય, છતાં તે ભૂતકાળને છેક જ ભુલાવી દઈ શકતા નથી. મરચાનાં કેટલાંય દૃશ્યો ઝપાઝપ તેની નજર સમક્ષ ઊભરાવા લાગતાં : મેબેફ ડોસાનું પડવું, ગોળીઓના વરસાદમાં ગેવોચનું ગાન, એપનીનના ઠંડા કપાળનો સ્પર્શ, એજોલરસ, કોર્ફોરાક, જીન પૂવેર, કોમ્બીકેર એ બધા ઓળા તેની સમક્ષ એકદમ ઊભા થતા અને લુપ્ત થઈ જતા. એ બધું શું સાચું હતું? તો એ બધું કયાં ગયું? એ બધા મિત્રો મરી ગયા છે? અને પોતે પણ શું પહેલાંને સાચો મેરિયસ છે? પેલે ગરીબ, પેલો કૉસેટના પ્રેમમાં ઝૂર, પેલો હતાશ, પેલે દુ:ખી મેરિયસ? જાણે મૃત્યુના પડદા પાછળ જઈ આવીને તે બધું પાછળ જ મૂકી આવ્યો છે! અને આ Page #458 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળના ઓળા ૪૩૩ નવું બધું ખરેખર કેવું સુંદર છે ? કેવું પ્રેમભર્યું છે ? કેવું તાજગીભર્યું છે? પણ પેલું બધું લુપ્ત થયેલું ખરેખર હતું જ નહિ ? અને તરત મેરિયસને એક ઝાટકા સાથે લાગી ભુલાઈ ગયેલું પણ ખરેખર હતું જ, જેમ કે કૉસેટવાળા આ એ હતા જ ! કાં ? મરચામાં ? પણ જો આ ફોશલવે વ્યક્તિ જ હોય. તો પછી તે પેાતાની સાથે એ ભૂતકાળ ચર્ચવા માગતા નથી ? એ કેમ કશું યાદ કરાવતા નથી? એક વખત મેરિયસે પ્રયત્ન કરી જોયો. તેણે વાતચીત દરમ્યાન રૂ દ લા ચેનબ્રેરી નામના ઉલ્લેખ કર્યો અને પછી અચાનક માં ફોશલવેને પૂછ્યું : “તમને તો એ શેરીના સારો પરિચય છે, નહિ વારુ ?” “ કઈ શેરી ? ’ આવતું કે એ બધું ફોશલવું મહાશય પેલી મેારચાવાળી અંગે કશું જ કેમ “રૂ દ લા ચેનબ્રેરી.’ “મને એ શેરીના નામ વિષે કંઈ જ ખ્યાલ નથી, ભાઈ. મોં. ફોશલવે એ તદ્દન સ્વાભાવિક અવાજે જવાબ આપ્યો. મેરિયસને લાગ્યું કે, “હું ખાલી ભ્રમણામાં છું. મોં. ફોશલવે' જેવા દેખાવનું કોઈ માણસ ભલે મારચામાં હોય, પણ આ માઁ. ફોશલવે તો ત્યાં નહાતા જ. ,, લગ્નની તૈયારીઓની અને આનંદોલ્લાસની ધમાલ ગમે તેટલી મેાટી હતી છતાં, મેરિયસના મનમાંથી કેટલાક ખ્યાલેા છેક જ લુપ્ત થતા ન હતા. તેને કેટલાક લાકો તરફનું ઋણ યાદ આવ્યા જ કરતું. થોડું પોતાના પિતાના નિમિત્તનું અને થેડું પોતાના જ નિમિત્તનું. અને તેણે થોડી ઘણી તપાસ પથારીમાં પડયાં પડયાં પણ કરાવી હતી. એક તે! થેનારડિયરની અને બીજી પોતાને ઘવાયેલી હાલતમાં દાદાને ત્યાં લઈ આવનાર માણસની ! મેરિયસને આ બે માણસો શોધી કાઢવાની ધખણા જ થઈ આવી હતી. એ બે જણાનું ઋણ ચૂકવાયા વિનાનું રહે, અને પેાતે પરણીને સુખી થઈને બધું ભૂલી જાય, એ કેમ કરીને બને ? ઉજજવળ પ્રેમ-સુખભર્યા ભાવી જીવનમાં નિરાંતે પગરણ મંડાય તે માટે પણ આ ઋણા પ્રથમ ચૂકતે થાય એ આવશ્યક હતું. થેનારડિયર અઠંગ બદમાશ હતા, પરંતુ તેણે પોતાના પિતાનું જીવન લે૦-૨૮ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪. લે મિઝરાપ્લ બચાવ્યું હતું. અને પિતા વારસામાં એ ઋણ ચૂકવવાનો આદેશ પિતાને માટે મૂકતા ગયા છે, એ વાત ભુલાય જ કેમ? મેરિયસે મોકલેલા બધા માણસો થેનારડિયરની કશી ભાળ કાઢી શક્યા નહિ. થેનારડિયર બાબુ જેલમાં જ મરી ગઈ હતી અને થેનારડિયર તથા તેની બાકી રહેલી પુત્રી એઝેલ્મા જાણે પૃથ્વી-પટ ઉપરથી ભૂંસાઈ ગયાં હતાં. પેટ્રન મિનેટ ટોળી સામેના મુકદ્મામાં કેટલાક નાસી છૂટયા હતા, અને બેએક જણને દશ વર્ષની સજા થઈ હતી. તેમના આગેવાન થનારડિયરને મતની સજા ફરમાવવામાં આવી હતી, પણ તે કાગળ ઉપર જ. કારણ કે, એ આસામી પછી પકડાય જ ન હતો. અને જેને માથે મોતની સજા ઝઝૂમી રહી હતી, તે માણસ પોતે એળખાય – પકડાય તેવી નિશાની પાછળ મૂકતો જાય શાનો? ભલેને પછી મેરિયસ જેવા તેને ફાયદો કરવા માટે જ શોધતા હોય! અને મેરિયસને દાદાને ઘેર લાવનારની શોધ પણ થોડીક જ આગળ વધ્યા બાદ થંભી ગઈ હતી. જે ઘોડાગાડીમાં છઠ્ઠી જૂનની સાંજે મેરિયસને લાવવામાં આવ્યો હતો તે ઘોડાગાડીવાળો શોધી કાઢવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, “મોટી સુરંગના નદી આગળના મોં આગળ બદમાશોને પકડવા ઊભેલા એક પોલીસ અમલદારે મને તે દિવસે ત્રણ વાગ્યાથી રોકી લીધે હતા. નવેક વાગ્યાના અરસામાં એ સુરંગમાંથી એક માણસ બીજા મરેલા જેવા લાગતા માણસને ખભા ઉપર ઊંચકીને બહાર આવ્યો હતો. પિલીસ અમલદારે પેલાને પકડી લીધો હતો અને પછી “એ બધા લોકો” સાથે હું બરાબર આ ઘેર આવ્યો હતો. એ મરેલા લાગતા માણસને અહીં જ ઉતાર્યો હતો અને એ મોં. મેરિયસ જ હતા એમ મને હવે બરાબર યાદ આવે છે. પછી મારી જોડાગાડીમાં જ પેલો પોલીસ અમલદાર પેલા ગુંડાને લઈને દૂર કઈ શેરીના નાકા સુધી ગયો હત; બહાર નાકે જ મારું ભાડું ચૂકવીને મને વિદાય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પેલાઓ કયાં ગયા તેની મને કશી ખબર નથી.” મેરિયસને પિતાને કશું યાદ નહોતું. તેને એટલી જ ખબર હતી કે મોરચામાં તે ગબડી પડ્યો, ત્યારે તેને કોઈ મજબૂત હાથોએ પકડી લીધો હતો; ત્યાર પછીનું બધું અંધારામાં લુપ્ત થઈ ગયું હતું. એ મૂછમાંથી તે દાદાને ઘેર આવ્યા બાદ જ જાગ્યો હતો. મેરિયસને એક જ બાબતને વારંવાર વિચાર આવ્યા કરતો હતો કે, તે પોતે જો રૂ દ લા ચેનઘેરી આગળ ગબડી પડયો હતો, તો પછી પેલા Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ભૂતકાળના એાળા પોલીસ ઓફિસરના હાથમાં તે સીન નદીના કિનારા ઉપર શી રીતે આવ્યો? અર્થાત કોઈ તેને ત્યાંથી ઉપાડીને ત્યાં લઈ આવ્યું હતું. કયે માર્ગે? સુરંગમાં થઈને? અને એ “કોઈ’ કોણ હતું? પિતાને આવી રીતે મૃત્યુના હાથમાંથી મહાપ્રયત્ન અને મોટા જોખમે બચાવનાર માણસ પછી શા માટે સાવ જ અદૃશ્ય થઈ ગયો? તેને પકડનાર પેલો પોલીસ અમલદાર પણ મેરિયસને અહીં તેના દાદાને ઘેર ઉતારી ફરી કેમ કશું ઈનામ લેવા કે ભાળ કાઢવા કે ખબર આપવા પણ પાછો આવ્યો નહિ? પણ મેરિયસને ઉપાડી લાવનાર પેલો માણસ જ એક બળવાખોરને બચાવવાને ઉપકાર (કે ગુને?) કર્યા બાદ પાછો કેમ દેખાયો નહિ? તો શું પેલા અમલદારના હાથમાંથી તે નાસી છૂટયો હશે? કે તેણે તે અમલદારને લાંચ આપીને ચૂપ કરી દીધો હશે? તો પણ તે છાનામાનેય મેરિયસને ઘેર આવી પોતાની મહેનતનું ઇનામ લેવા કેમ નથી આવતો? અને જે ઇનામની લાલચે એ કામ તેણે નહોતું કર્યું, અને માત્ર મને બચાવવા જ તેણે એ ભયંકર જોખમ ખેડ્યું હતું, તે પછી પણ હું જીવતે રહ્યો છું કે કેમ, તે જોવા કે જાણવાની પણ દરકાર તેને કેમ નથી? એ માણસને દેખાવ કેવો હતો? કઈ કહી શકતું ન હતું. રાત અંધારી હતી, અને દાદાના દરવાન તથા હજૂરિયાની નજર તો મેરિયસની દશા તરફ જ વધુ હતી; અને આજુબાજુ નજર કરી શકે તેવા હોશમાં તેઓ આવ્યા, ત્યારે તે પેલા બે જણ ચાલ્યા ગયા હતા. દરવાને એ માણસને કંઈક જોયો હતો, પણ તે તે એટલું જ કહેતે હો કે એનો દેખાવ ભયંકર મવાલી જેવો હતો. મેરિયસે પિતાની શોધખોળમાં મદદરૂપ નીવડે તે આશાએ મોરચા વખતનાં પોતાનાં લેહી-ખરડાયાં કપડાં સાચવી રાખ્યાં હતાં. કોટ તપાસતાં એટલું માલૂમ પડ્યું હતું કે, એક બાજુનો છેડે વિચિત્ર રીતે ફાટેલ હતા; અરે, તે બાજુનો એક ટુકડો જ ન હતો! એક રાતે કૉસેટ અને જીન વાલજી સમક્ષ મેરિયસે પોતાના મનને મૂંઝવતી આ બધી કહાણી કહી સંભળાવી તથા પોતે કેવી કેવી તપાસ કરી છે, પણ તે નિષ્ફળ ગઈ છે, તેની વિગતો પણ જણાવી. કૉસેટ તે એ બધી વિગતોથી આભી બની ગઈ. પણ મે. ફેશલના મોં ઉપરની ટાઢાશ જરા પણ ખસી નહિ, તે જોઈ મેરિયસ ચિડાઈ ગયો. તે આવેશમાં આવીને બોલી ઊઠયો, “ એ માણસ ખરેખર દૈવી પુરુષ હોવો જોઈએ; મહાશય, તેણે શું કર્યું તે સમજો છો? તેણે યુદ્ધના ઘમસાણમાં ઝંપલાવીને મને બહાર ખેંચી Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ લે મિઝરાઇલ કાઢયો; પછી સુરંગનું ઢાંકણું ઉઘાડી તેમાં મને ઉપાડીને તે ઊતર્યાં; અને ઐ અંધારી ગંધાતી સુરંગામાં ચાર માઈલ જેટલું ચાહ્યા ! કંઈ કલ્પના આવે છે? કેટલીય જગાએ તે ટટાર ચલાય તેવું પણ નહિ હાય; કેટલીક જગાએ કળણ પણ આવ્યાં હશે. અને તેવામાં એક મડદાના ભાર લઈને ચાલવાનું. અને તેનું પ્રયાજન શું? એ મડદાને સંભાળીને માત્ર તેના દાદાને ઘેર પહોંચાડવાનું ! કદાચ તેને મારા મડદામાં જીવનના તણખા ટમટમતા લાગ્યા હશે, અને તે તણખા બુઝાઈ ન જાય તો સારું, એમ માન્યું હશે. પણ એ તણખા બચાવવા તેણે પોતાના જીવનદીપ કેટલી વાર જોખમમાં નાખ્યો હશે? અરે એ ગટરમાં ડગલે ને પગલે જીવનું જોખમ નહિ તે બીજું શું હતું ? ત્યાં આરામ-ખુરસી કે સગડીની હૂંફ ન હતાં કે મુલાયમ ગાલીચા બિછાવેલા ન હતા! અને હું કોણ હતા? એક બળવાખાર; ઘાયલ અને મરતા બળવાખોર. જીવતા પકડાઉં તેપણ ફાંસીએ ચડવા માટે જ. એવા એક નાચીજ તુચ્છ માણસને બચાવવા તે માણસે કેવી ભારે જહેમત ઉઠાવી ? જો આ કૉસેટના છ લાખ ફ઼ાંક મારા હોત તો "" જીન વાલજીન ઝડપથી બાલી ઊઠયો. “તા હું એ માણસને શેાધી કાઢવા છયે 66 એ ફ્રાંક તમારા જ છે” "" ‘વ ુ”, મેરિયસે પૂરું કર્યું, લાખ ખીરું નાખું!" -- જીન વાલજીન કશી લેવાદેવા ન હોય તેમ ચૂપ થઈ ગયા. ૧૦૪ ૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત ૧ ૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત એ સાહાગરાત હતી; મેરિયસ અને કૉસેટના લગ્નની રાત. તે વખતે ટ્રાન્સ દેશે હજુ ઇંગ્લૅન્ડની રીત અપનાવી ન હતી. ઇંગ્લૅન્ડવાળા પિત તા પરણ્યો કે તરત દેવળમાંથી જ વેગે દોડતા વાહનમાં બેસી પત્નીનું અપહરણ કરતા હાય તેમ તેને લઈને ભાગી જતા અને દૂરની વીશીમાં જ પેાતાની સેાહાગરાત ઊજવતા. ત્યારે ફ્રાન્સમાં તે સેહાગરાત ઘરને મથકે જ ઊજવાતી. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત એ દિવસે “મહેંગાને આનંદ-તેફાનને તહેવાર હોવાથી, લેને મેન્ડ બાનુએ, તે દિવસે લગ્નવિધિ ઊજવવાની બાબતમાં વાંધો ઉઠાવ્યો. પરંતુ મેરિયસે માત્ર એ કારણે જ લગ્નવિધિ મોકૂફ રાખવાની ના પાડી, એટલે દાદાએ તરત ચુકાદો આપ્યો : “ચાલો આજે જ પરણી નાખીએ!” આગલી રાતે જીન વાલજીને મેરિયસને દાદા જલેનોર્મન્ડની હાજરીમાં ૫ લાખ, ૮૪ હજાર ક્રાંક સેંપી દીધા હતા. હવે જીન વાલજીનને ટુસો ડોસીને ખપ ન હતએટલે કૉસેટને તે પણ વારસામાં મળી ગઈ. કૉસેટે તેને હોદ્દો વધારીને તેને પોતાની ખાસ તહેનાત-બાનનું પદ આપી દીધું. જીન વાલજીન માટે જીલેનર્મન્ડના ઘરમાં એક સુંદર કમરો ખાસ સજાવી રાખવામાં આવ્યો હતો. અને કૉસેટે પોતાનાં તમામ લાડ અને હઠનો ઉપયોગ કરીને જીન વાલજીન પાસે લગ્નના દિવસથી ત્યાં આવીને રહેવાનું કબૂલ કરાવ્યું હતું. લગ્નના થોડા દિવસ અગાઉ જીન વાલજીનના અંગૂઠાને અકરમાત્ કશી ઈજા થઈ. ખાસ ગંભીર ઈજા ન હતી; તથા જીન વાલજીને તેના તરફ કોઈને કશું ધ્યાન પણ આપવા ન દીધું, પરંતુ તેને આખે પંજો એક રૂમાલમાં વીંટી રાખવો પડયો અને આખો હાથ એક ઝેળીમાં. પરિણામે, લગ્નના દિવસે તે કશા ઉપર પોતાની સહી આપી ન શકયો; એટલે દાદા જીલેનોર્મન્ડે જ કોસેટના વાલી તરીકે, તેને બદલે પોતાની સહીઓ આપી. આટલું કહી દીધા પછી, આપણે દેવળ સુધીના એ વરઘોડાની પાછળ પાછળ જવું નથી. વરકન્યા પોતાના પ્રેમના ઉમળકાથી એક થતાં હોય અને ઈશ્વર સમક્ષ પવિત્ર કલકરારથી તેની જાહેરાત કરતાં હોય, ત્યાં આપણે ત્રાહિતને ઊભા રહેવાની શી જરૂર છે, ભલા! પરંતુ તે દિવસે વરઘોડામાંથી જ કોઈના ખ્યાલમાં ન આવેલી એવી એક ઘટનાની શરૂઆત થઈ, જે આપણે આપણી વાર્તાના હવેથી આગળના અંક માટે નોંધવી જરૂરી છે. વરઘોડો જ્યારે દાદા જીલેનર્મન્ડના ઘરેથી નીકળ્યો, ત્યારે દેવળ જતા રસ્તાનું એક ચકલું, જુદા જુદા આકારના બુરખા મોં ઉપર પહેરીને આનંદોત્સવ કરતા લોકોથી ભીડવાળું બની ગયું હતું. એ કારણે બીજે રસ્તે થઈને જવાનું સૂચવવામાં આવ્યું. પણ દાદાએ ઉત્સાહમાં આવી જઈને કહ્યું કે, “ નહિ, આપણે એ રસ્તે થઈને જ ચાલો; આ આપણાં બે જુવાનિયાં પરણવા જાય Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ લે મિરાન્ડ છે અને જીવનની ગંભીર બાબતની તૈયારી રૂપે બુરખા હેઠળ જાત ઢાંકવાની રીત જાણી લે, એ સારું છે!” પરંતુ વાહનોની અને પગપાળાઓની આ ધમાલમાં વરઘોડાની ગાડીઓ કીડી-વેગે પણ સીધી જઈ શકે એ અશક્ય હતું. એક જગાએ જ્યારે ગાડીઓને ભીડમાં સ્થિર થઈને જ ઊભા રહેવું પડ્યું, ત્યારે રસ્તાની બંને બાજુથી જતી બુરખાધારીઓની પંક્તિમાંથી એક જગાએ અચાનક નીચેની વાતચીત થઈ– ઓહ, લગ્નને વરઘોડો છે ને!” “અરે એ તે આજના તહેવારનો જ ખોટો વેશ હશે!” અલી એય !” “શું છે, દા” છે?” પેલો કચરો જો?” “કાં ?” પેલો વરઘોડામાં પહેલી ગાડીમાં બેઠો છે તે.” હાથ ઝોળીમાં છે તે ?” “હા.” “તેનું શું?” “મને લાગે છે કે હું તેને ઓળખું છું.” “લે, કર વાત !” “પણ પેલી કન્યાનું મોં જરા નીચી વળીને જો તે ખરી.” “દેખાય તેવું નથી.” “ભલે, પણ હું પેલા ઝોળીવાળા કચરાને ઓળખું છું એટલે બસ.” મને ઘરડા કચરાઓમાં રસ નથી!” “હું તેને ઓળખું છું !” “ભલેને પેટ ભરીને ઓળખે, મારે શું?” પણ સાંભળ તો ખરી.” “શું?” તું એ વરઘોડાની પાછળ જા અને તેઓ કોણ છે, કયાંથી આવ્યા છે અને કયાં જાય છે, તે જાણી લાવ.” “મારે જાય છે બલારાત! ” “અરે, તું સમજતી નથી, એઝેલ્મા." “ભલેને, તમે સમજતા હો તો સમજો ! ” Page #464 -------------------------------------------------------------------------- ________________ 64 ૧૮૩૭ની ૧૬મી ફેબ્રુઆરીની રાત અરે, તું જુવાન છે!” એટલે હું એ ઘરડાની પાછળ જાઉં?” “એમ નહિ; મારાથી રસ્તા ઉપર સીધા સીધા જવાય તેમ નથી. એટલે તું જઈને એ લેાકો કયાં રહે છે તે જાણી લાવ, ગમે તેમ કરીને.’ " ૨ લગ્નવિધિ પત્યા પછી વરઘાડો ઘેર પાછા આવ્યા, જમણવાર વખતે જીન વાલજીનની શેાધ થઈ, ત્યારે માલૂમ પડયું કે, જીન વાલજીન ખાનસામાને એમ કહીને ગુપચુપ ચાલ્યા ગયા હતા કે, તેના હાથે પીડા વધારે ઊપડી છે, એટલે તે ઘેર જઈને જરા આરામ કરવા ઇચ્છે છે. ૪૩૯ '' કૉસેટનું માં પૂરી ગયું, પણ ક્ષણ વાર. જીલેનેાર્મન્ડ દાદાએ તરત જાહેર કર્યું કે, “ હાથે પી.ડા ઊપડી છે એટલે મહાશય જલદી સૂઈ જશે એ આરોગ્યશાસ્ત્રના નિયમ મુજબ હાણભરી વાત છે. અલબત્ત, આખો દિવસ તેમણે બરાબર હાજરી આપી, તે જ ઘણું છે. અમે જુવાન હોય, પણ અમારે અમારા ખોખાની સામે પણ ' પરંતુ જીન વાલજીનને શું થયું હતું? તે ઘેાડી વાર ત્યાં થાભીને રૂ દ લ હોમ આર્મવાળા પેાતાના મકાને પાછા ફર્યા હતા. મીણબત્તી સળગાવીને તે ઉપરને માળ ગયો. બધું ખાલીખમ હતું. બધાં કબાટ ખુલ્લાં હતાં. તે કૉંસેટના ઓરડામાં ગયો. પથારી ઉપર ચાદર ન હતી. ઓશીકાની ખોળ પણ ન હતી. કૉસેટે પેાતાને હાથે જેના ઉપર ભરતકામ કરેલું, તે બધી વસ્તુ, તે પોતાના જૂના ઘરની યાદગીરીમાં નવે ઘેર લઈ ગઈ હતી ! ઘરડેરાનું દિલ તે જોવું તે પડે જ ! ” ટુસાં ડોસીની પથારી પણ ઊથલપાથલ થયેલી પડી હતી. માત્ર એક જ પથારી બરાબર જેમની તેમ પડેલી હતી તેની પેાતાની પથારી ! જીન વાલજીન એ ખાલી ઘરમાં ઠેર ઠેર નજર કરતા ઘૂમવા લાગ્યા. પછી પેાતાને ઓરડો આવતાં તેણે મીણબત્તી ટેબલ ઉપર ગેાઠવી. અચાનક તેની નજર પેલી પેટી ઉપર પડી, - જેને કૉંસેટ બાપુની ‘કાયમની સહવાસણ ’ કહેતી. રૂ દ લ હામ આર્મવાળા મકાને ૪થી જૂનને દિવસે તે પહેલવહેલા રહેવા આવ્યું, ત્યારે તેણે એ પેટીપેાતાની પથારીને ઓશીકે એક તાકામાં મૂકી રાખી હતી. જીન વાલજીને જલદી પોતાના ખીસામાંથી એક નાની ચાવી કાઢી, અને તે પેટી ઉઘાડી. દશ વર્ષ પહેલાં મેાન્ટક્રમેલથી કૉસેટને તે લેવા ગયા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ લે મિરાગ્લ ત્યારે આ કાળો પોશાક કૉસેટની માતાના મૃત્યુના શેક નિમિત્તે કૉસેટને પહેરાવવા તે ખાસ લઈ ગયો હતે. એ પોશાકમાં જ થનારડિયરની વીશીમાંથી કૉસેટ તેની સાથે કાયમને માટે નીકળી આવી હતી. કૉસેટના હાથમાં પેલી મોટી ઢીંગલી હતી. જંગલમાં થઈને તેઓ કેવાં એકબીજાને આશરે એકબીજા ઉપર વિશ્વાસ મૂકીને જીવન-પથ ઉપર ચાલી નીકળ્યાં હતાં અને તે જીવનપથનો આ અંત હતો ? જીન વાલજીને તે આખો પશાક પથારી ઉપર પહેરવાને ક્રમે બરાબર ગોઠવ્યો. કૉસેટની તે કદની મૂર્તિ હવે જીન વાલજીનની નજર સમક્ષ તાદૃશ થઈ. અચાનક પોતાનું સફેદ વાળવાળું માથું પથારી ઉપર નાખી દઈ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ૨. તે રાત્રે જીન વાલજીનના અંતરમાં રહી રહીને એક પ્રશ્ન ઊઠવા લાગ્યા. કૉસેટ અને મેરિયસનું સુખ તેણે પિતાને હાથે બરાબર યોજી આપ્યું હતું. તે, હજી પણ તેણે કૉસેટના ઉજજવળ ખીલતી કળી જેવા જીવન ઉપર પિતાને છાંયો હક કરીને જેમનો તેમ કાયમ રાખવો? અને તે કેવો છાંયો? કાયદાની કઠોર સજાની ઘેરી છાયાવાળો ઓછાયો ! પોતાના આંતરિક સુખને કારણે એ લોકોના સુખને નાલેશીની કાયમની લટકતી તલવાર નીચે ચાલુ રાખવું? એ લોકોને પોતાની ખરી વાતથી કાયમના અંધારામાં રાખી, પોતે તેમને ઘેરી રહેવું? જન વાલજીનના અંતરમાં કારમું ઘમસાણ મચી રહ્યું. પિતે અત્યાર સુધી જે કાંઈ કર્યું હતું, તેથી તેનો કશો જ હક ઊભો થતો ન હતો ? પરંતુ, તે પોતે હજુ કાયદાની ચુંગલમાંથી નાસતો ફરતો ગુનેગાર હતે. જે દિવસે તે પકડાય, તે દિવસે તેને રીઢા ગુનેગારની જેમ નાલેશીભરી રીતે લશ્કરી વહાણ ઉપર કાયમની કઠોર સજા ભોગવવા જવું પડવાનું હતું. એવા માણસના સંપર્કનું જોખમ, આ લોકોના આશાભર્યા ખીલતા જીવન ઉપર રાખવું, એ તેને માટે યોગ્ય કહેવાય? તે શું આટલું આટલું કરવા છતાં જીવનના પવિત્ર ભાવો અને સંબંધો ઉપર તેને કશો અધિકાર પ્રાપ્ત થતું ન હતું? વર્ષો પહેલાંના એક નાનાશા ગુનાને કારણે આખું જીવન તેણે એકલા અટૂલા છૂપા ગુનેગાર રહીને જ વ્યતીત કરવાનું હતું? અને એક વાર ફરીથી તેને આખા સમાજ ઉપર વેર લેવાની કારમી ઇરછા થઈ આવી. કૉસેટ સાથેના વાત્સલ્યભર્યા જીવનથી તે પોતે પોતાના ગુનેગાર જીવન Page #466 -------------------------------------------------------------------------- ________________ એકરાર: ૪૪૧ તરફ પાછા ધકેલાતા અત્યાર સુધી બચી ગયા હતા. હવે એ આધાર વગર બાકીનું જીવન તે શી રીતે શાંતિથી વ્યતીત કરી શકશે ? કૉસેટ અને મેરિયસ પોતાની ખરી વાત નથી જાણતાં ત્યાં સુધી જ તેને ‘બાપુજી' કહીને વળગતાં આવે છે. એક વખત તેમને ખરી વાતની ખબર પડે, તે તે તેને ઘરમાં પેસવા દે ખરાં? શુક્ષ્મ અને અશુભ, દૈવી અને આસુરી વૃત્તિઓના આવા પ્રબળ ઘમસાણમાં અત્યારે તેને મદદગાર નીવડે તેવા એક જ નાના અવાજ અચાનક સંભળાવા લાગ્યા. અને તે પોતાના સદ્ગુરુ બિશપના. એમણે મને ખરીદી લઈને ઈશ્વરના હાથમાં સાંપ્યા છે. મારે એ બીનાને છાજે તેમ જ વર્તવું રહ્યું. ભલે દુ:ખથી મારું હૃદય ફાટી જાય ! ૧૦૫ એકરાર ! ૧ ૧૭ મી ફેબ્રુઆરીની સવાર હવે બપાર તરફ ઢળવા જતી હતી; તે વખતે મેરિયસના મકાનને દરવાજે ટકોરા પડયા. દરવાને દરવાજો ઉઘાડયો અને માઁ, ફોશલવેને સુપ્રભાત કહીને તેમના અંગૂઠાના સમાચાર પૂછયા; તથા પછી તેમની સૂચનાથી ‘માં. બૅરન પેન્ટમર્સી'ને ખબર આપવા તે દોડયો. કોણ મળવા આવ્યું છે, તે કહી દેવાનું હતું, અને મેરિયસને એકલાને જ બાલાવવાના હતા ! થોડી વારમાં મેરિયસ એ એરડીમાં દાખલ થયા અને મોં. ફોશલવે ને જોતાં જ, “ બાપુજી, તમે જ છે ? ” કહીને તે જલદી આગળ આવ્યો. કોંસેટ હજુ ઊંઘતી હતી તથા “ આજે તો તમને રૂ દ લ હેામ આર્મમાંથી ગમે તેમ કરીને આ ઘરમાં તમારા ઓરડામાં પકડી લાવવાના છે,” એમ .. આખી રાત ગેખ્યા કરતી હતી, એ ખબર તેણે જણાવ્યું કે, તમારી દિકરીને મિજાજ જોતાં, બાલ્યે સ્વીકાર કરી લેવા, એ જ સલાહભર્યું છે. સલાહ તેણે તેમને હિતેચ્છુ તરીકે આપી હતી ! પ્રથમ જ આપી દીધા. તથા તમારે એ બાબતને વગર વકીલ તરીકેની એ શાણી અને આનંદભર્યું સ્વાગત જીન વાલજીનના હોઠ આ બધું ઉમળકાભર્યું અનુભવતાં જરાક કંપી ઊઠો પણ તેણે તરત જાતને સંભાળી લઈ ગંભીરતાથી Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ લે મિઝરાયલ કહ્યું, “ઍર, મારે તમને એક વાત કહેવાની છે, અને તે કહેવા માટે જ હું અત્યારે અહીં આવ્યો છું : હું એક નાસી છૂટેલો જૂનો ગુનેગાર છું!” મેરિયસ આ અણધારી વાત અને જીન વાલજીનના ગંભીર ચહેરાની ભયંકરતાથી એકદમ તે જડસડ થઈ ગયો. જાણે તેના કાને કશું સંભળાયું જ નહિ. જીન વાલજીને પોતાના હાથને ઝોળીમાંથી ખેંચી કાઢયો તથા અંગુઠા ઉપર વીંટેલો રૂમાલ ઉકેલી નાખ્યો. પછી ખુલ્લો અંગૂઠો બતાવીને તેણે કહ્યું : “જુઓ મારો અંગૂઠો તે સાજોસમ છે.” મેરિયસ તે અંગૂઠા તરફ બાઘાની પેઠે તાકી રહ્યો. જીન વાલજીને આગળ ચલાવ્યું, “હું તમારા લગ્નવિધિમાંથી પણ બને તેટલો દૂર જ રહ્યો છું તથા એને કાગળ ઉપર મારી સહી ન આવે તે માટે જ મેં વાગ્યું હોવાને બહાને મારા હાથ વીંટી રાખ્યો હતો.” મેરિયસે તોતડાતે અવાજે પૂછયું, “પણ આ બધાને અર્થ શું છે?” આનો અર્થ એટલો જ છે કે હું લશ્કરી વહાણ ઉપર ગુલામીની સજા પામેલો ગુનેગાર છું” જીન વાલજીને ઠંડે પેટે જવાબ આપ્યો. તમે મને ગાંડો કરી નાખવા માટે જ આજે આવ્યા છે?” મેરિયસે અત્યંત ખિન્નતાથી સવાલ કર્યો. “મ. પિન્ટમર્સી, મેં ઓગણીસ વર્ષ લશ્કરી વહાણ ઉપર સજા ભોગવી છે, ચોરી-ડાકાતીના ગુના માટે. પછી જીવનભર લશ્કરી વહાણ ઉપર કેદની સજા થઈ, તે પણ લૂંટ-ફાટના ગુનાસર; અને ફરીથી એ જ ગુનો કર્યો હોવાને કારણે. અત્યારે તે હું નાસી છૂટેલો કેદી છું.” મેરિયસ એક લથડિયું ખાઈ ગયું. પરંતુ હવે આ વાસ્તવિકતા તરફ આંખ આડા કાન કર્યું ચાલે તેમ નહોતું. તેણે ગાંડાની પેઠે બૂમ પાડી, “બોલો, બોલે, કહી નાખો તમે જ કૉસેટના બાપુજી છોને?” આટલું કહી તે બે પગલાં પાછો હઠયો. જીન વાલજીને ગૌરવપૂર્વક પિતાનું માથું ઊંચું કર્યું અને મક્કમ અવાજે જણાવ્યું, “મોર, હું કહું તે બધું સાચું માનવાની તમારે જરૂર છે. જોકે, મારા જેવો ગુનેગાર સોગંદપૂર્વક કંઈ કહે તે પણ ન્યાયની અદાલતમાં તેની કશી કિંમત નથી, તે હું જાણું છું.” પછી થોડુંક ભીને તેણે ઈશ્વર સમક્ષ કોઈ પાપી પોતાના ગુનાનો એકરાર કરતો હોય તેવા ભાવભર્યા અવાજે જણાવ્યું : “હું કૉસેટનો બાપુ Page #468 -------------------------------------------------------------------------- ________________ એકરાર ! ૪૪૩ છું? ઈવરની સાક્ષીએ કહું તે, હરગિજ નથી. હું તે ફેવ૦ ગામને ખેડૂત છું. હું કઠિયારાને બંધ કરીને પેટ ભરતો હતે. મારું નામ કેશલ નથી, મારું નામ જીન વાલજીન છે, અને કૉસેટને હું કાંઈ જ સગે થતા નથી.” “એને પુરાવો છે?” “હું જે કહું છું તે જ,” મેરિયસે એ માણસ ઉપર તીક્ષ્ણ નજર ફેંકી. એ ગંભીરતાથી, સ્વસ્થતાથી શાંત ઊભો હતો. એવા માણસને એથી જૂઠાણું નીકળી શકે જ નહિ. “હું તમારી વાત માની લઉં છું.” મેરિયસે ધીમેથી કહ્યું, “કોસેટને હું કોણ થાઉં છું? કશું જ થતો નથી. દશ વર્ષ પહેલાં તો કોસેટના અસ્તિત્વની પણ મને ખબર ન હતી. હું તેને આત્મીયની જેમ ચાહું છું, એ વાત સાચી છે. એક નાનું બાળક પોતાને ઉછેરવાનું આવે, અને માણસ પોતે ઘરડો હોય, ત્યારે તે બાળકનાં મા, બાપ, ભાઈ થવા જતાં તેના ઉપર આત્મીયતા તે જાગે જ. તે છેક જ નિરાધાર હતી. તેને મારા આશરાની જરૂર હતી. બાળક કેટલું અસહાય હોય છે તે તો તમે જાણો છો. મારા જે પણ તેને રક્ષક થવું હોય તે થઈ શકે, અને હું તેને રક્ષક બન્યો. એ જો કોઈ પણ માણસ માટે સારું કૃત્ય કહી શકાય, તે તે કૃત્ય મેં કર્યું છે. આજે કૉસેટ હવે તમારો આશરો પામી, મારા હાથમાંથી છૂટી થાય છે. અમારા રસ્તા હવે જુદા પડે છે. હવે તેને માટે હું કાંઈ વિશેષ કરી શકે તેમ નથી. મારા જેવાના આશરામાંથી નીકળી, તમારા જેવાના આશરે આવવામાં કૉસેટનું હિત જ છે. મારા જેવાના આશરે કાયમ રહેવામાં તેને નુકસાન જ થાય. પેલા છ લાખ ક્રાંક બાબત પણ હું ચોખ્ખી – સાચી – વાત કહી દેવા માગું છું. એ પૈસાને મારા ગુનાઓ સાથે કશી લેવાદેવા નથી. એ પૈસા પવિત્ર છે અને મારા હાથમાં થાપણ તરીકે જ આવેલા છે. એ થાપણ હું જેમની તેમ યોગ્ય સ્થળે સેંપી દઈને છૂટો થાઉં છું, એટલું જ. એથી વિશેષ એ બાબત તમે મને પૂછશો પણ નહિ.” મેરિયસ આ વખત બાઘાની પેઠે જ ઊભો રહ્યો હતે. છેવટે તે ચકીને જાગ્યો હોય તેમ બોલ્યો, “પણ તમે આ બધું શા માટે કહો છો? એ બધું તમે તમારા અંતરમાં ગુપ્ત પણ રાખી શક્યા હોત. તમારી કંઈ તપાસ થતી નથી કે તમારે માટે કઈ જાહેરાત પણ થઈ હોય તેમ જાણમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४४ લે મિરાલ્ડ નથી, તો પછી આ બધું તમે મને કહો છો તેનું કંઈક બીજું જ કારણ હોવું જોઈએ. તે સાચું કારણ મને જણાવી દો, એટલે બસ.” જીન વાલજીન મેરિયસના આ પ્રશ્નોથી જરા ઉશ્કેરાટમાં આવીને બોલ્યો : “સાચું કારણ? બીજું કારણ? સાચું કે બીજું કારણ એટલું જ છે, સાહેબ, કે અત્યાર સુધી હું જૂઠ ચલાવી રહ્યો હતો, તે કૉસેટના રક્ષણ માટે, કૉસેટના હિત ખાતર. હવે તેને મારા રક્ષણની જરૂર નથી, તેથી તેનું હિત વધુ પ્રેમાળ હાથોમાં સલામત છે; તો પછી હવે હું મારું જૂઠ વધુ સમય ચલાવું, તે મારા સુખ ખાતર, મારે પોતાને ખાતર – કૉસેટ પાસે રહેવા ખાતર મેં ચલાવ્યું કહેવાય. પણ મારો અંતરાત્મા એ જૂઠ વધુ લાંબો વખત ચલાવવાની ના પાડે છે. માત્ર બહારથી દેખીતી રીતે સુખી થવું બસ નથી; આપણો અંતરાત્મા પણ ખુશ થવો જોઈએ. હું મારી જાતને તમારાથી છપાવીને તમારી વચ્ચે આનંદથી રહી શકું, પણ મારા અંતરને હું મારા પોતાનાથી શી રીતે છુપાવી શકવાને હતો? મારા અંતરાત્મા તો હટ ક્ષણે, એ આનંદની ક્ષણોમાં પણ મને ટોક્યા કરે છે, આ લોકો તારા પ્રત્યે જે ઉમળકો કે પ્રેમભાવ દાખવે છે, તથા જેને તું જીવનના સર્વોત્તમ આશીર્વાદની પેઠે ઝીલ્યા કરે છે, તે બધું ખોટું છે. જો તારું સાચું સ્વરૂપ તેઓ જાણે, તે તેઓ તને તેમના ટેબલ પાસે તે શું, પણ ઘરને પગથિયે પણ ચડવા દે ખાં? તમારા નોકરો પણ મારી સાચી વાત જાણે, તે પછી મને લળી લળીને સલામ ભરે ખરા ? એ બધો તિરસ્કાર, એ બધું ધૂતકાર હું માત્ર જૂઠાણાને આશરો લઈને જ ટાળી શકું. પણ તે કરવાનું મને શો અધિકાર છે? કૉસેટને નિરાધાર અવસ્થામાં બીજા કોઈ માણસની પેઠે મેં રક્ષણ આપ્યું, તેટલા માટે તેના જીવનની આસપાસ કાયમને માટે મારા લાંછનને, મારા ગુનાને વીંટાળી રાખવાનો અધિકાર મને હેય ખરો? સાહેબ, હું તે સમાજની પણ બહારનો માણસ છું; મને કોઈ સદગૃહસ્થના ઘરમાં પેસવાનો અધિકાર જઠાણાથી જ મળી શકે.” થોડું થોભીને તે જુસ્સામાં ને જુસ્સામાં જ બોલ્યો : “તમે મને પૂછયું કે, મારી તપાસ નથી થતી કે મારી ધરપકડ કરવા કોઈ પાછળ પણ નથી પડ્યું. પરંતુ, સાહેબ, મારો અંતરાત્મા જ મારી પાછળ પડ્યો છે, અને મને જંપવા દેતા નથી. એ અંતરાત્મા આગળ હલકો પડીને જ હું તમારી સૌની સમક્ષ પ્રતિષ્ઠા કે ગૌરવ ધારણ કરી શકું. પણ હવે તમારી આગળ હું હલકો પડયો છું, એટલે મારા અંતરાત્મા આગળ હું ગૌરવ સાથે ઊભો રહી શકીશ. હવે હું ખરેખર મારી પિતાની જાતને માન વંત Page #470 -------------------------------------------------------------------------- ________________ એકરાર ! ૪૪૫ કે આબરૂદાર ગણી શકીશ ! પોતાના અંતરાત્મા સમક્ષ ગૌરવ અનુભવવું એ કેટલી મેાટી સુખની વાત છે, એ કાલે આખી રાત લેાહીનાં આંસુ રેડીને મે શોધી કાઢયું છે. જીવનની શરૂઆતમાં જીવતા રહેવા માટે મેં એક વખત રોટીના ટુકડાની ચેરી કરી હતી; હવે આજે જીવતા રહેવા માટે હું બીજાનું નામ ચેરવા માગતા નથી, હું જીન વાલજીન છું — લશ્કરી વહાણ ઉપર જીવનભર કેદની સજા પામેલા અને નાસી છૂટેલા ગુનેગાર !” ગ્ મેરિયસે હવે ધીમે રહીને કહ્યું, “મારા દાદાને સારી લાગવગ છે. હું તમારે માટે માફી મેળવી લાવીશ. " 66 એ ખટપટમાં પડવાની કશી જરૂર નથી, સાહેબ; પેાલીસા મને મરી ગયેલા માને છે, અને એટલું જ બસ છે. મરી ગયેલાની કોઈ તપાસ કરતું નથી. મૃત્યુ અને માફી એ બાબતમાં સરખાં જ છે. મારે મારા અંતરાત્માની જ માફી મેળવવી છે, અને એ માફી આ કબૂલાત કરવાથી જ મળી શકે તેમ હતી.” . આ દરમ્યાન અચાનક કૉસેટ ત્યાં આવી પહોંચી; તથા પોતાના બાપુજીને સીધા પોતાની પાસે આવવાને બદલે, આમ બહારના ઓરડામાં મેરિયસ સાથે ‘રાજકારણ’ ચર્ચવા બેસી રહેવા બદલ તેણે ભારે રૂસણું લીધું. મેરિયસ કંઈક સમજાવીને તેને બહાર જવાનું કહેવા ગયા એટલે તે। કૉસેટના પિત્તો છેક જ ગયા; અને તેણે પોતાના બાપુજીનું પોતાના ઘાતકી પતિ સામે ‘સંરક્ષણ ’ માગ્યું. છેવટે મેરિયસે તેને જેમ તેમ કરીને મનાવી જતાં જતાં તે એવી ધમકી આપતી ગઈ કે, તે ખૂબ જ ગુસ્સે તેનું બહુ માઠું પરિણામ એ બંને જણને ભાગવવું પડશે થોડી મિનિટોમાં જ! પટાવીને બહાર કાઢી. થઈ છે અને અને તે પણ કૉસેટ ગઈ એટલે મેરિયશ બારણું અંદરથી બંધ કરીને માત્ર એટલું જ ગણગણ્યા, “બિચારી કૉસેટ ! ” 66 મેરિયસને મે ંએથી એ શબ્દો સાંભળતાં જ જીન વાલજીન ધ્રૂજી ઊઠયો. તે મેરિયસ સામે તાકીને જોઈ રહ્યો અને પછી બાલ્યા, કૉસેટ ! તે શું તમે આ બધું કૉસેટને કહેશે। ? હા, હા, કહેશેા જ ને ! પરંતુ જરા થોભા; મેં એ બાબતનો વિચાર જ નહતા કર્યા. મારામાં તમને બધું કહી દેવા પૂરતું બળ હતું. પણ કૉસેટને ? ના, ના, સાહેબ, મારાથી એ સહન Page #471 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્સ નહિ થઈ શકે, મહાશય, હું આપને પગે પડીને વિનંતી કરું છું કે, આ કશી વાત તમે કૉસેટને ન કહેશે. ના. ના, તમે મને પવિત્રમાં પવિત્ર સોગંદ ખાઈને વચન આપે.” તે એકદમ આરામ ખુરશીમાં બેસી પડ્યો, અને બંને હાથ માં ઉપર ઢાંકી ડૂસકાં ખાવા લાગ્યો. અચાનક ધીમે અવાજે તે એટલું ગણગણ્યો, “હું મરી ગયો હોત તો સારું થાત.” મેરિયસ આ વૃદ્ધ માણસની મનોવેદનાથી એકદમ અકળાઈ ઊઠયો. તે બોલ્યો, “શાંત થાઓ; હું આ વાત મારી પોતાની પાસે જ રાખીશ. અને બીજે, તમે કૉસેટના પૈસા જતનપૂર્વક સંભાળી રાખીને મને આપ્યા તે બદલ તમને મારે કંઈક ખુશ કરવા જોઈએ. તમે જ રકમ નક્કી કરીને માગી લે. તમે એ રકમ મોટી ઠરાવશો તે પણ તે તમને ચૂકતે કરવામાં આવશે.” જીન વાલજીનથી આ ઘા સહન ન થઈ શક્યો. તે ધીમેથી એટલું જ બોલ્યો, “આપનો આભાર, સાહેબ, પણ મારે એ બદલ કંઈ જ વળતર નથી જોઈતું.” તે થેડી વાર ચૂપ બેસી રહ્યો. પછી એકદમ ઊભો થયો અને બોલ્યો, હવે એક છેવટની વાત. સાહેબ.” શી?” તે થોડાંક ગળચવાં ખાઈને બોલ્યો, “હવે તમે બધું જાણ્યું છે, એટલે હું ફરી કોસેટને મળવા આવું એમ નહિ જ ઈચ્છો.” ના આવો તો ઘણું સારું, એમ મને લાગે છે.” મેરિયસે જવાબ આપ્યો. ઠીક હું તેને ફરી મળવા નહિ આવું.” જીન વાલજીન ગણગો અને પછી બારણા તરફ ચાલ્યો. તેણે કળ દબાવીને બારણું ઉઘાડવું, અને પાછું તરત બંધ કરીને તે મેરિયસ તરફ પાછો આવ્યો. “પણ સાહેબ, તમે જે કબૂલ રાખો, તે હું તેને મળવા આવું. મારે માટે એ બહુ જરૂરી ચીજ છે. જો મને કોસેટને મળવા આવવાની ઇચ્છા ન હોત, તે આ કબૂલાત જ મેં તમારી આગળ ન કરી હોત. હું જો તમને સૌને સુખી જોઈને દર ચાલી ગયો હતો, તો તે સૌ સારાં વાનાં જ થાત; પરંતુ કોસેટથી દૂર જવું એ મને અશક્ય લાગ્યું, એટલે જ તેની પાસે રહી શકાય અને તે કોઈને છેતર્યા વિના – એવું કરવા માટે જ આ કબૂલાત કરી લેવાના નિર્ણય ઉપર હું આવ્યો હતો. નવ વર્ષથી સુખમાં ને દુ:ખમાં અમે Page #472 -------------------------------------------------------------------------- ________________ એકરાર ! ४४७ બંને જુદાં પડયાં નથી; અને હવે તેની સાથે સંબંધ એકદમ છોડી દઈને તેને મળવાનું બંધ કરવું, એ મારાથી બની શકે એવું મને લાગતું નથી. સાહેબ, હું રોજ નહિ આવું; કોઈ કોઈ વાર જ આવીશ તથા બહુ વખત બેસી નહિ રહું. કહેશો તો ઘરને પાછલે બારણેથી જ આવીશ; પણ એ વળી નાહકની ચકચાર જગાવશે; હું નીચેની ભેંયતળ ઉપરની કોઈ ઓરડીમાં જ મળી લઈશ, ઉપર પણ નહિ આવું. પરંતુ આટલી મારી વિનંતી તમે જરૂર સ્વીકારશો.” “ઠીક; તમે રોજ સાંજે આવશે અને કેસેટ તમારી રાહ જોશે.” મેરિયસે જવાબ આપ્યો. “આપ ઘણા દયાળુ છે, સાહેબ. હું આપને હાર્દિક આભાર માનું છું.” જીન વાલજીને ગળગળા થઈને કહ્યું. મેરિયસ જવાબમાં થોડુંક નમ્યો; જીન વાલજીને એનો અર્થ સમજી જઈ તરત ચાલતો થયો. આ એકરાર જીન વાલજીનને પક્ષે જેટલો દુઃખકર હતું, તેટલો જ મેરિયસને પક્ષે પણ મૂંઝવનાર બની રહ્યો. કૉસેટના રક્ષક તરીકે આ કેસા તરફ મેરિયસને પહેલેથી કંઈક અણગમો તે હતો જ. લક્ષમબર્ગના બગીચાથી માંડીને અત્યાર સુધી આ માણસનાં બધાં ચિત્રો મેરિયસના દિલમાં ઊભરાવા લાગ્યાં. તેમાંય શેનારડિયરને ત્યાં મેરિયસે ભીંત પાછળથી જે ચિત્ર જોયું હતું, તેમાં દાનવીર લે બ્લાન્ક ડે અર્થાત્ જીન વાલજીન સૌથી પહેલો ભાગી છૂટયો હતો તેનું શું કારણ, તે તેને જાવર્ટની જેમ જ સમજાતું ન હતું. હવે તે કારણ તેને સમજાઈ ગયું. એ માણસ નાસી છૂટેલો ગુનેગાર હોય, તે જાવર્ટ જેવા પોલીસ અમલદારથી ન બીએ તો બીજું શું કરે? પણ હવે મેરિયસને મરચા વખતે આ માણસે ભવેલો ભાગ યાદ આવ્યો. આ માણસ ત્યાં મોરચામાં શાથી આવ્યો હતે તે જ મેરિયસને નહોતું રામજાયું. માત્ર, તેણે જવર્ટને ગોળીથી ઉડાવી દેવાનું જ જાતે માગી લીધું હતું, અને તે કામ તેણે પૂરું કર્યું હતું એનો અર્થ હવે મેરિયસને સમજાયો. જાવર્ટને મારી નાખીને જ આ ગુનેગારે પિતાનું વેર પૂરું કર્યું હતું! અર્થાત ક્રાંતિકારીઓના મોરચાનો આવો ગેરલાભ તેણે ઉઠાવ્યો હતો ! છતાં આ ગુનેગાર પોતે હાથે કરીને બધું કબૂલી ગયો, ઉપરાંત કૅસેટના સા પણ કોઈને ખબર ન હતી છતાંય પાછા સોંપી ગયો, એ વસ્તુઓ પણ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ લે મિરાન્ધ મેરિયસને વધુ અકળાવનારી જ બની રહી. એક ડાકુ, ખૂની પોતાની પાસે આવેલા પૈસા શું કામ આપી દે? ઉપરાંત પિતે એ ગુનેગાર છે એ વાત હાથે કરીને ખુલી શા માટે પાડે? માત્ર કોસેટની સાથે મળવાનું કાયમ રહે તે માટે ? આવો ગુનેગાર કૉસેટ ઉપર કઈ જાતને ભાવ રાખતો હશે? કૉસેટને તેના ઉપર કેવો ભાવ હશે? પોતે આંધળા બની, પ્રેમમાં પડી, આ લોકોની કશી માહિતી વિના જ આ લગ્ન કર્યું, તે શું સારું કર્યું? મેરિયસને આ પ્રશ્ન સૌથી વધુ અકળાવી રહ્યો. અને તેમાં પાછું કૉસેટને આ કશું કહેવાનું નહિ, તેની પાસેથી કશો ખુલાસો મેળવવાને નહિ, અને બધું પિતાના મનમાં જ વાગળ્યા કરવાનું ! તેણે કૉસેટને કેટલાક સવાલ પૂછીને આડકતરી રીતે આ માણસના તેના પ્રત્યેના ભાવનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ તેને એટલું જ માલુમ પડ્યું કે, કોઈ પણ વત્સલ પિતા પોતાની એકની એક મા વિનાની પુત્રી પ્રત્યે જે ભાવ રાખે, તે સિવાયનો બીજો કશો ભાવ આ માણસે કોસેટ પ્રત્યે કદી દાખવ્યો ન હતો. એ રાક્ષસે તે આ સુકોમળ પંખિણીને રક્ષવાનું જ કલ્યાણકારી કામ કર્યા કર્યું હતું! ૧૦૬ ભોંયતળનો ઓરડો બીજે દિવસે સમીસાંજે જીન વાલજીને મોં. જીલેનર્મન્ડના દરવાજે ટકોરો માર્યો. દરવાન જાણે રાહ જોઈને ઊભો હોય તેમ તૈયાર ઊભે હતો. તેણે તરત જ પૂછ્યું, “મ. બૅરન સાહેબે આપ સાહેબને એમ પૂછવાનું ફરમાવ્યું છે કે, આપ ઉપર પધારશે કે નીચે જ રહેશે ?” “નીચે જ રહીશ.” જીન વાલજીને જવાબ આપ્યો. દરવાને નીચેની ઓરડી ઉઘાડી આપી; પછી તે એટલું બોલી ચાલતા થયો કે, “બાનુસાહેબાને ખબર આપું છું.” એ રડી ભેંયતળ ઉપર આવેલી, અવડ તથા ભેજવાળી હતી. એક શેરીમાં તેની બારી પડતી હતી. તેને સખત જાળી બેસાડેલી હતી. ભોંયતળના કોઠાર તરીકે જ તે કામમાં લેવાતી. એવી એરડીને રોજ National Page #474 -------------------------------------------------------------------------- ________________ ભોંયતળને ઓરડે ४४६ વાળવા ઝૂડવાની કે લુછવાની પંચાત કોઈ કરતું નથી. અંદરની ધૂળ પણ શાંતિ ભગવતી પડી રહે છે. કરોળિયાનાં જાળાં પણ મરજીમાં આવે તેમ ઝૂલતાં રહે છે. એક ખૂણે અંગીઠી તાજેતરમાં સળગાવવામાં આવી હતી : અર્થાત નીચે જ રહીશ’ એ જવાબ પહેલેથી કલ્પી લેવામાં આવ્યો હતો. અંગીઠીની પાસે જ બે આરામ ખુરશીઓ મૂકેલી હતી. સળગતા અંગારા તથા બારીમાં થઈને બહારથી આવતું ભળભાંખળું– એ બેના સિવાય બીજું કશું અજવાળું એ ઓરડીમાં કરવામાં આવ્યું ન હતું, જીન વાલજીન થાક્યો પાક્યો હતે. કેટલાય દિવસથી તેણે ખાધું ન હતું કે ઊંઘ લીધી ન હતી. તેણે એક આરામ ખુરશીમાં પડતું નાખ્યું. પેલો દરવાન થોડી વારે એક સળગતી મીણબત્તી લઈને આવ્યો અને ટેબલ ઉપર મૂકી ગયો. જીન વાલજીનનું મોં છાતી ઉપર નમેલું હેઈ, તેણે દરવાનને કે મીણબત્તીને જોયાં નહિ. અચાનક તે ચેંકી ઊઠ્યો. કૉસેટ તેની પાછળ આવીને ઊભી હતી. જન વાલજીને તેના માં સોંસરવી એક ઊંડી નજર નાખી : તેના મને નહિ, પણ તેના અંતરને જોઈ લેવા માગતો હોય તેમ. વાહ, બાપુજી! તમારી આડાઈનો પાર નથી, એ તે હું જાણતી જ હતી, પરંતુ આ જાતની આડાઈ તે મારી કલ્પનામાં જ ન આવી હોત. શી રૂપાળી ક૯૫ના છે! મેરિયસે મને કહ્યું કે, તમે મને અહીં જ મળવા માગો છો.” “હા, મેં જ એવી વિનંતી કરી હતી.” “મેં એ જવાબની અપેક્ષા રાખી હતી. પરંતુ હું તમને ચેતવણી આપું છું કે, હું મોટું ધાંધલ મચાવી મૂકવાની છું. ચાલો આપણે એનું જ પગરણ માંડીએ. લો બાપુજી, મને ચુંબન કરો જોઉં.” જીન વાલજીન હાલ્યો નહિ. “તમે ખસતા જ નથી, કેમ? ઠીક તમારો ગુને વધતો જાય છે. પરંતુ કંઈ નહિ, હું તમને માફી બકું છું. ઈશુ ખિતે કહ્યું છે કે, “બીજો ગાલ ધરવો’ તો લે આ બીજો ગાલ.” અને તેણે બીજો ગાલ ધર્યો. જીન વાલજીન ખસ્ય જ નહિ; તેના પગ જાણે જકડી લેવામાં આવ્યા હતા. “આ તો વાત વધતી જાય છે. મેં તમને શું કર્યું છે? હું કહી દઉં લે મિ૦ – ૨૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ લે મિરાવ છું કે મને સમજ પડતી નથી. આ બધાને તમારે મને ભારે બદલો ચૂકવવે પડશે. આજે તમારે અમારી સાથે જમવા બેસવાનું છે.” મેં જમી લીધું છે.” “એ ખોટી વાત છે. હું જીલેનર્મન્ડ દાદા પાસે તમને વઢાવરાવીશ, દાદાઓ બાપને વઢવા માટે જ બનાવ્યા હોય છે. ચાલો, ઊઠો, મારી સાથે ઉપર ચાલો જોઉં.” અસંભવ.” કૉસેટને લાગ્યું કે તેને પરાજય થતું જાય છે, એટલે હવે તેણે હુકમો છોડવાનું બંધ કરી પ્રશ્ન પૂછવા માંડયા. “પણ શા માટે નહિ? આખા ઘરમાં ગંદામાં ગંદી ઓરડી તમે મને મળવા માટે પસંદ કરી છે. અહીં એક મિનિટ પણ મારે બેસવું શી રીતે ?” “તમે જાણે છે, બાન, કે હું જરા તરંગી માણસ છું.” કોસેટ પિતાના બંને હાથ દબાવી બોલી ઊઠી, “બાબુ ! એટલે તમે શું કહેવા માગે છે?” “તમે બાન થવા ઇચ્છતાં હતાં, અને હવે તમે બાનું બન્યાં છો.” “પણ બાપુજી, તમારે માટે તે નહિ ને? તમારે માટે તે બેટા, લાડકી, દીકરી, ઝીણકી, એવું બધું!” મને તમે હવેથી “બાપુ' ન કહેશો.” “એટલે?” “મને જીન મહાશય કહેજો અથવા માત્ર જીન.” એટલે તમે હવે બાપુ નથી? અને હું કૉલેટ નથી? “ જીન મહાશય'? એનો શો અર્થ? આ બધી કેવીક ક્રાંતિઓ છે! પણ થયું છે શું? હવે તમે મારા માં સામે જોઈને જવાબ આપો જોઉં. તમે મારા કમરામાં આવવાના નથી? એટલે મેં તમારું શું બગાડ્યું છે, તે મને કહેશે? શી વાત છે, તે મને કહો જોઉં.” “કશી જ વાત નથી, વળી.” “તો પછી ?” “બધું જ જેમ પહેલાં હતું તેમ જ છે.” “તે પછી હવે તમે તમારું નામ શા માટે બદલવા માગો છો?” “તમે તમારું નામ નથી બદલ્યું? તમે જો પોન્ટમર્સી બાનું બન્યાં છે, તે હું જીન મહાશય બનું, તેમાં નવાઈની વાત શી છે?” “આ બધી નકામી વાત છે. તમે આજે તેફાન કરવા માગે છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧ ભેચળને ઓરડે પણ તમારી લાડકી કોસેટને દુ:ખ થાય એવું તમારે કશું જ ના કરવું જોઈએ. બોલો,ડાહ્યા થશો ને?” એમ કહીને કૉસેટે જીન વાલજીનના બંને હાથ જોરથી પકડી પોતાને ખભે લીધા. પણ જીન વાલજીને જરા જોરથી પિતાના હાથ છોડાવી નાખ્યા. “તમારે હવે પિતાની જરૂર નથી, તમને પતિ મળી ગયા છે.” મારે બાપની જરૂર નથી! આવી ગાંડી વાતનો જવાબ શો હોઈ શકે તે હું જાણતી નથી. ગઈ કાલથી માંડીને તમે બધાએ મને ગાંડી બનાવી મૂકવા ધાર્યું છે. દરેક જણ મારી કશી વાત માનતું નથી. બધા મારી સામે થઈ ગયા છે. મેં મારે હાથે કમરો સજાવીને તૈયાર કર્યો, તો અંદર રહેવા આવનાર ભાડવાત છેલ્લી ચડીએ ના પાડીને ઊભો રહે છે. હું સરસ જમણ તૈયાર કરાવું છે, તો જમવા આવનારા કહીને ઊભા રહે છે, “બાન, અમારે તમારો જમણવાર નથી જોઈતો,’ અને મારા બાપુ ફેશલને હું બાપુ કહીને બોલાવવા જાઉં છું, તો તે કહે છે કે, “મારું નામ તમને આવડતું નથી, બાન ! મારું નામ જીન મહાશય છે.’ અને ઉપરથી આ એરડીમાં પુરાવાની મને સજા થાય છે, જ્યાં ખાલી ગંદા શીશાએ ફૂલદાનીઓ તરીકે છે, જ્યાં કરોળિયાનાં જાળાં તોરણ તરીકે લટકે છે અને જે ઓરડીની ભાતોને પણ જાણે હજામત કરાવ્યા વિનાની દાઢી ઊગી છે. અને તમે રૂ દ લ હોમ આર્મના ઘલકામાં જ પડી રહેવાના છે એટલે મારી ઉપર તમારે શાનું વેર લેવું છે, એ તે કહેશે?” પછી અચાનક જીન વાલજીન તરફ ગંભીર મેં કરી તીણી નજરે જોઈ તેણે ઉમેર્યું, “હું સુખી થાઉં, એ જ તમને ગમતું નથી, એમ જ ને?” પણ આ સહેજ ઉશ્કેરાઈને પુછાઈ ગયેલો પ્રશ્ન જીન વાલજીન માટે અસહ્ય થઈ ગયો. કૉસેટ માત્ર ઉઝરડો જ કરવા માગતી હતી, પણ તેનાથી થઈ ગયો મોટો ચીરો ! જીન વાલજીનનું મો એકદમ ફીકું પડી ગયું. એક ક્ષણ તે ચૂપ રહ્યો. પછી પોતાની જાત પ્રત્યે બેલતે હેય તેમ ધીમેથી ગણગણ્યો – એનું સુખ એ જ મારા જીવનની એકમાત્ર આકાંક્ષા હતી. હવે ઈશ્વર મને બોલાવી લે તે સારું. કૉસેટ, તું સુખી થઈ; હવે મારું કામ પૂરું થાય છે – મારા દહાડા ભરાઈ ચુક્યા છે.” “તમે મને કૉસેટ કહીને બોલાવી!” એટલું કહેતાંમાં તો તે જીન વાલજીનના ગળા ઉપર લપકી. Page #477 -------------------------------------------------------------------------- ________________ લે મિઝેરાહ જીન વાલજીને પણ તેને જોરથી પેાતાની છાતી સાથે દબાવી. જાણે તે તેને પાછી લઈ લેતા હોય. 64 બાપુ, તમે કેવા ભલા છે !” કૉસેટ તેની છાતીમાં રૂધાતી રૂંધાતી ૪૫ર બાલી. તરત જ જીન વાલજીને તેને છેડી દીધી અને પેાતાના ટોપા માથે મૂકયો. 66 બસ, ચાલ્યા?” 66 હા બાનુ, હું તમારી રજા લઉં છું. તેએ તમારી રાહ જોતા હશે. '' અને પછી બારણા પાસેથી તેણે ઉમેર્યું, “મેં તમને કૉસેટ કહીને સંબેાધ્યાં. તમારા પતિને કહેશેા કે હવે તે ભૂલ ફરીથી નહિ થાય, મને માફ કરશે.” જીન વાલજીન વિદાય થયા. કૉસેટ ત્યાં ને ત્યાં પથ્થરના પૂતળાની પેઠે સ્થિર થઈને ઊભી રહી. આ બધું તેની સમજશક્તિની મર્યાદા બહારનું હતું. ૧૦૭ પીછે કદમ ! બીજે દિવસે એ જ કલાકે જીન વાલજીન આવ્યા. કૉસેટે આજે કશા પ્રશ્નો ન પૂછયા કે તેને કશું ખાસ નવાઈભરેલું પણ ન લાગ્યું. તેણે આગળ પડીને તેને ‘બાપુજી' કે ‘જીન મહાશય’ કહીને ન સંબાધ્યા, તેમ જ તેને પણ પાતાને ‘બાનુ' કહીને સંબોધવા દીધા. માત્ર તેના વ્યવહારમાં આનંદોલ્લાસની થેાડી ઊણપ દેખાતી હતી. જો તે કદી શેાકગ્રસ્ત થઈ શકતી હોય, તેા આવી દેખાય ! પરંતુ નવાઢાને પોતાના પ્રિયતમ સાથે હર્ષોલ્લાસે ઝૂલવા જતાં પ્રિયતમની બધી વાતે સ્વીકારી લેવી પડે છે. એ ઉલ્લાસ જ એવા છે કે, જેમાં એક હૃદય બીજાને અનુકૂળ થવા જ ઇચ્છતું હોય છે, અને તેમાં જરા પણ ઊણપ આવે એ સહન કરી શકતું નથી. અર્થાત્ મેરિયસે પોતાની પ્રિયતમાને કંઈક ને કંઈક કહ્યું હતું. તેમાં કશો ખુલાસો કે દલીલ હોય કે નહિ; પણ પ્રિયતમાને મન તો તેણે કંઈક Page #478 -------------------------------------------------------------------------- ________________ પી છે કદમ ! ૫૩ કહ્યું એનો જ ઉમળકો હોય ! પ્રેમીઓ વળી પોતાના પ્રેમની મર્યાદામાંથી બહાર કશા માટે કશી ઇંતેજારી શા માટે દાખવે ? એટલે જીન વાલજીન આવતે, બેસતે, વાત કરતો અને જાતે રહેતે. જ્યારે તેને કંઈ વધારે વખત વાતે ચાલવા દેવી હોય, ત્યારે તે મેરિયસના સારાપણાની વાત કાઢે; પછી તે વાત કદી ટૂંકી થાય નહિ કે તેનો અભાવ આવે નહિ. કેટલીય વાર હજૂરિયો આવીને યાદ દેવડાવે કે ભજનને વખત થઈ ગયો છે, અને બધાં ભજન-ખંડમાં રાહ જોતાં બેઠાં છે! એક વખત મેરિયસે જાણી જોઈને જ જીન વાલજીનને આવવાને વખતે જ કૉસેટને કહ્યું, “રૂ લુમેટના બગીચામાં જ્યાં આપણે છૂપી રીતે મળતાં હતાં, ત્યાં જઈ આવીએ તો કેમ?” કૉસેટ તો રાજીના રેડ થઈ ગઈ. બે ચકલીઓ વસંત તરફ ઊડી જાય તેમ તે બંને ત્યાં ઊડ્યાં. એ ઘર લાંબા પટાથી લીધું હોવાથી, હજુ કોટન કબજામાં જ હતું. રોજને સમયે જીન વાલજીન મેરિયસને ઘેર આવ્યો, ત્યારે તેને ખબર પડી કે તેઓ બહાર કયાંક ફરવા ગયાં છે. તે કલાક બેઠો, પણ કૉસેટ પાછી ફરી નહિ. તે માથું નીચું કરી ચાલતો થયો. બીજે દિવસે કૉસેટને આ રૂ પ્લમેટની વાતો જ એટલી બધી કરવાની હતી કે, ગઈ કાલે જીન વાલજીનને મળાયું ન હતું તેની વાત જ તેને યાદ ન આવી! “તમે લોકો ત્યાં કેવી રીતે ગયાં હતાં?” જીન વાલજીને પૂછ્યું. ચાલતાં, વળી.” “અને પાછાં કેવી રીતે ફર્યા?” ભાડાની ઘોડાગાડીમાં.” થોડાક વખતથી જીન વાલજીનને લાગતું હતું ખરું કે, મેરિયસ બહુ વધારે પડતી કરકસરથી પિતાનું ઘર ચલાવે છે. તેણે પૂછયું, “તમે લોકો એક સારી ગાડી કેમ વસાવતાં નથી?” “મને ખબર નથી.” કૉસેટે જવાબ આપ્યો. “પણ તમે લોકો ખાસાં પૈસાદાર છો; એવું થોડું ખર્ચ કરે તે કેટલી બધી સગવડ રહે? ટુ ડોસીને તમારા ઘરની નોકરડી નિકલેટ સાથે ન બન્યું એટલે એ જતી રહી. પણ પછી તમે તમારી તહેનાત-બાન તરીકે બીજી કોઈ બાઈ નથી રાખી, એ પણ કેવું? પૈસા હોય તે પછી સામાન્ય કેટલીક સગવડોને લાભ લો, એમાં શું ખોટું?” Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ લે મિરાન્ડ કૉસેટે કંઈ જવાબ ન આપ્યો. પણ બીજે એક દિવસે વાતવાતમાં કૉસેટે કહ્યું, “મારા પતિએ કાલે એક નવાઈની વાત મને કરી; તેમણે કહ્યું, “કૉસેટ, આપણને ત્રીસ હજાર ફ્રકની આવક છે : તારા સત્તાવીસ હજાર અને મારા દાદા મને આપે છે તે ત્રણ હજાર. પણ એ ત્રણ હજાર ફૂાંક ઉપર જ જીવવાની તારી હિંમત છે?’ મે, કહ્યું, “અરે એક પણ ફૂક ન હોય તે પણ તમે સાથે છે તે જીવવાની મારી બધી હિંમત છે.’ પછી મેં પૂછયું, “પણ તમે આમ કેમ પૂછ્યું?” તેમણે કહ્યું “માત્ર જાણવા ખાતર.'' જીન વાલજીન કશું બોલ્યો નહિં; પણ તે મનમાં સમજી ગયો કે, મેરિયસને કૉસેટના પૈસા કદાચ મારા જ હોય એવો વહેમ છે. અને હું તે ચોર ડાકુ છું એમ મેરિયસ જાણે છે, એટલે તેને કદાચ ભય હશે કે, કૉસેટને મેં આપેલા એ પૈસા ખરેખર પાપના જ પૈસા હશે. પણ પછી તે ધીમે ધીમે તેને ઘરમાં આવતે જ બંધ કરવાની પેરવી થતી સ્પષ્ટ દેખાવા લાગી. એક દિવસ એ ભેંયતળના ઓરડામાં સગડી જ સળગાવવામાં ન આવી. કૉસેટે પૂછયું ત્યારે જીન વાલનજીને જવાબ આપ્યો કે, “એપ્રિલ મહિનો આવ્યો, એટલે હવે ઠંડીની મોસમ પૂરી થઈ ગણાય; એટલે મેં જ સગડી ન મૂકવાનું નકરને જણાવ્યું હતું.” કસેટ ખભા હલાવીને માત્ર એટલું જ બોલી, “આટલી બધી તે ઠંડી છે; પણ તમારી તે બધી વાતે જ ન્યારી !” થોડા દિવસ બાદ જીન વાલજીન એ ઓરડામાં દાખલ થયે તેની સાથે જ ચોંકી ઊઠયો. તે ઓરડામાં સગડી પણ ન હતી અને આરામખુરશીઓ પણ ન હતી. કૉસેટે આવતાંની સાથે જ પૂછયું : “વાહ, આજે તો ખુરસી પણ નથી ને?” જીન વાલજીને તતડાતે અવાજે બોલ્યો, “મેં જ નોકરને ઉપાડી જવા કહ્યું હતું.” “શા માટે વળી?” “આજે હું બહુ થોડી જ મિનિટ અહીં રોકાવા માગું છું.” “પણ થોડો વખત રોકાવું હોય તેથી બેસવું નહિ, એવું કયાંથી લાવ્યા? તમારું તે હવે બધું વિપરીત જ થતું જાય છે.” ઠીક, ત્યારે આવજે!” જીન વાલજીને ગણગણ્યો. Page #480 -------------------------------------------------------------------------- ________________ પી છે કદમ ! પણ હવે તે સમજી ગયો હતો. બીજે દિવસે તે ન આવ્યો. કોસેટને છેક રાત પડદો જ એ વાત કંઈક ખટકી. પરંતુ તે કંઈક વધુ ચિંતા કરવા જાય ત્યાર પહેલાં તો તેની દવા થઈ ગઈ : મેરિયસે પ્રેમભર્યું ચુંબન કરી, તેને બીજી વાતેએ ચડાવી દીધી. તે પછીને દિવસે પણ તે ન આવ્યો. કૉસેટને એ વાત આજે જરાય ખટકી જ નહિ. તે નિરાંતે ઊંધવા માંડી. સવારે જાગી ત્યારે જ તેને કંઈક યાદ આવ્યું. તે કેટલી બધી સુખી હતી! તેણે પોતાની નોકરડી નિકલેટને જીન વાલજીનની ખબર કાઢવા મોકલી : “કાંઈ માંદાસાજા તે નથી થયા ? અને ગઈ કાલે કેમ મળવા નહોતા આવ્યા વારુ?” જીન વાલજીને નિકલેટ મારફતે જવાબ વાળ્યો, “હું માંદો નથી, પણ કાંઈક કામ આવી પડ્યું છે. બહુ જલદી હું કામ પતાવીને મળવા આવીશ. પણ મારે જરા બહારગામ જવું પડે તેમ છે. અને બાનુને તો યાદ હશે કે, થોડી થોડી વારે મને એવી મુસાફરી કરવાની ટેવ છે. કશી ચિંતા ન કરશે.” જેકે, “ગઈ કાલે” કેમ નહોતા મળવા આવ્યા, એ પ્રશ્નનો જવાબ તો તેણે ફીકું હસીને ધીમેથી એટલો જ આપ્યો હતો કે, “મને ત્યાં ન આબે બે દિવસ થયા!” પરંતુ નિકોલેટને એ શબ્દો સમજાયા નહિ અને તેણે તે કોસેટને કહી સંભળાવ્યા પણ નહિ. ૧૮૩૩ની સાલની વસંત ઋતુના છેલ્લા દિવસે માં અને ઉનાળાના આગોતરા મહિનાઓમાં દુકાનદારો તથા ઓટલે બેઠેલા નવરાઓ કાળો પોશાક પહેરેલા એક ઘરડા ડોસાને રોજ, એ જ સમયે, સમીસાંજે રૂ દ લ હોમ આર્મના નાકામાંથી નીકળી જુદા જુદા રસ્તાઓ વટાવી રૂ કેલવેર તરફ જતો જોતા. તે જાણે કશું જ નહિ, સાંભળતો નહિ; સીધી એક જ નજરે ચાલ્યા કરતે. માત્ર રૂ કેલવેરને ખૂણો આવતો કે તેનું મેં કંઈક આનંદથી ખીલી ઊઠવું.. પરંતુ તે થોડી જ વાર માટે; કારણ કે જેમ જેમ તે પોતાના લક્ષ્યસ્થાનની નજીક પહોંચતો જતો, તેમ તેમ તેનું મોં અનેક ઘેરા વાદળોથી આચ્છન્ન થઈ જતું, અને કેટલીક વાર તેની ઊછળતી છાતીમાંથી એક ડૂસકું નીકળી પડતું. થોડા દિવસ બાદ એ ડોસો છેક રૂ કેલવેર સુધી જવાને બદલે થોડે દૂર જ થોભી જતો અને માથું ધુણાવીને થોડી આનાકાની સાથે ધીમે પગલે પાછો ફરતો. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ લે મિઝેરાગ્લ છતાં તે જ પોતાને ઘેરથી આ તરફ આવવા નીકળતે તો ખરી જ, પરંતુ નીકળતી વેળા જ તેના મોં ઉપર જાણે એક પ્રશ્ન મોટે મોટે અક્ષરે હતાશાની લિપિમાં લખાયેલો દેખાતે : “આ બધું હવે શા માટે?” જ્યારે વરસાદનાં વાદળ ઘેરાયાં હોય, ત્યારે તે બગલમાં છત્રી લઈને નીકળતો. પણ કોઈ દિવસ વરસતે વરસાદે પણ તેને છત્રી ઉઘાડવાનું યાદ રહ્યું હોય તેમ લાગતું નહિ. એ લત્તાની ભલી બાઈઓ કહેતી : “બિચારો ભલો માણસ છે!” ૧૦૮ ઘેરા ઓછાયા : ભવ્ય પ્રભાત મેરિયસને નર્યો વાંક કાઢવે, એ આપણે માટે અજુગતું ગણાશે. લગ્ન પહેલાં તેણે માં. ફેશલને કશા પ્રશ્નો પૂછયા નહોતા, અને લગ્ન બાદ જીન વાલજીનને પ્રશ્ન પૂછતાં તે ગભરાતે હતે; કદાચ કશું વિશેષ દૃણાસ્પદ જાણવા મળે તે ! એટલે હવે તે જીન વાલજીના પિતાના ઘરમાંથી સદંતર ભૂંસાઈ જાય તેવી જ પેરવી કર્યા કરતો હતો. તે કામ પાર પાડવામાં કશી વધારે પડતી કરતા ન દાખવી જવાય એવી કાળજી પણ તે રાખતા હત; તેમ જ કશી નિર્બળતા પણ ન ધારણ કરાય, એની પણ તેને ચિંતા રહેતી. અને બન્યું પણ એવું જ હતું ને? પોતે અદાલતમાં એક કેસમાં વકીલ હતા, તે વખતે અચાનક તેનો ભેટો લેફાઈટ બેંકના ઘરડા કૅશિયર સાથે થઈ ગયો. તેને એથી વગર પૂછો જ તેને જાણવા મળ્યું કે, તેમને ત્યાંથી છ લાખ ફ્રાંકની રકમ કેવી રીતે જૂઠી સહીથી એક ગુનેગાર ઉપાડી ગયો હતો. મેરિયસને એ વાત સાંભળતાં જ ખાતરી થઈ ગઈ કે, જીન વાલજીને મૂળ માણસની બનાવટી સહીથી તે રકમ પડાવી લીધેલી છે. મેરિયસે ત્યારથી જ એ દૂષિત પસામાંથી કશું જ પોતાને કે કોસેટને માટે ન વાપરવાનો નિશ્ચય કર્યો હતે; અને ત્યારથી જ તે એ પૈસાના મૂળ માલિકની શોધમાં લાગ્યો, જેથી તે બધા તેને પાછા પહોંચાડી દેવાય. મેરિયસનું કૉસેટ ઉપર એવું અદ્ભુત આકર્ષણ હતું કે, મેરિયસની Page #482 -------------------------------------------------------------------------- ________________ ઘેરા ઓછાયા : ભવ્ય પ્રભાત ૪૫૭ ઇચ્છા એ આપોઆપ કૉસેટની ઈચ્છા બની રહેતી. તેના જીવનના સર્વ રસ કે કૃતાર્થતા મેરિયસની ઇચ્છામાત્રને અનુકૂળ થવામાં, તેના વ્યક્તિત્વમાં પેાતાનું સર્વ વ્યક્તિત્વ લુપ્ત કરવામાં સમાઈ જતાં. કૉસેટને પણ હવે દેખાતું જતું હતું કે, કોઈ પણ કારણે મેરિયસ તેના પિતા વિષે કશી સીધી વાતચીતમાં ઊતરવા રાજી નથી : બલકે તેમની વાત તે ટાળવા જ ઇચ્છે છે. એટલે આપોઆપ તેણે પણ મેરિયસને પેાતાના પિતા અંગે કશી વાત કરવાનું ટાળી દીધું. પરંતુ તેથી કૉસેટ જીન વાલજીનને ભૂલી ગઈ, એમ પણ ન કહી શકાય. તેણે ઉપર ઉપરથી જ તેને વિચાર દૂર કર્યો હતો, એટલું જ. તેને ભુલકણાપણાના દેષ દેવાને બદલે અ-વિચારીપણાના દેષ દેવા ઘટે. અંતરથી તો જેને પેાતાના પિતા કહ્યા હતા, તેમને તે ચાહતી જ હતી; પરંતુ પોતાના પતિને તે વિશેષ ચાહતી હતી. કોઈ કોઈ વાર કૉસેટ મેરિયસ આગળ જીન વાલજીનની ચાલુ ગેરહાજરી બાબત આશ્ચર્ય વ્યક્ત કરતી, ત્યારે મેરિયસ તેને તરત એમ કહીને શાંત પાડતા કે, “ તે કદાચ હજુ બહારગામ જ હશે; તેમણે મુસાફરીએ જવાનું નહાવું કહેવરાવ્યું ?” 66 હા, ખરી વાત. તેમને અવારનવાર એમ બહારગામ ચાલ્યા જવાની ટેવ પહેલેથી જ હતી. પરંતુ તે આટલા બધા દિવસ બહારગામ નહોતા રહેતા ! ” કૉસેટ બાલતી. "" બે કે ત્રણ વખત તેણે દાસી નિકોલેટને જીન વાલજીનની ખબર કાઢવા મેાકલી પણ હતી. પણ જીન વાલજીને એવી પેરવી કરી હતી કે જેથી કૉસેટને એવા સંદેશા પહોંચે, કે હજી તે મુસાફરીએથી પાછા આવ્યા જ નથી. મેરિયસ પણ કૉસેટને પોતાના પિતાની કબરે લઈ ગયા હતા; અને બીજાં પણ પોતાનાં સંબંધવાળાં સ્થળેએ તેને ફેરવતા રહેતા. આમ ધીમે ધીમે કૉંસેટ જીન વાલજીનને ભૂલવા લાગી હતી. આ વસ્તુને કઠોર ભાષામાં છેાકરાંની કૃતઘ્નતા કહીને વર્ણવી હોય તે ભલે વર્ણવા. પણ એ કૃતઘ્નતા પ્રેરનાર ખરો અપરાધી હોય તે કુદરત છે. કુદરત હંમેશ આગળ જોતી રહે છે; પ્રાણીઓને તે “આવતાં” અને “ જતાં ” એમ બે વર્ગોમાં વહેંચી નાખે છે. જનારાંનું મુખ હંમેશ એછાયા તરફ હાય છે, આવનારાંનું હંમેશાં પ્રકાશ તરફ. અવયવો પણ શરીરથી છૂટા પડયા વિના દૂર થતા જતા નથી ? શાખાઓ પણ થડથી દૂર જ જતી નથી ? આપણે સંતાનેને બિચારાંને દોષ શું કરવા દઈએ? Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ લે મિરાગ્લા એક દિવસ જીન વાલજીન ઘરને દાદરેથી નીચે ઊતર્યો અને શેરીમાં બે-ત્રણ ડગલાં ચાલી પેલા પથરા ઉપર જ બેઠો, જેના ઉપર પાંચ જૂનની રાતે બેવોચે તેને બેઠેલો જોયો હતો. થોડી વાર ત્યાં બેઠા પછી તે પાછો ફરી દાદર ચડીને માળ ઉપર ગયો. આ છેલ્લી વાર તે બહાર નીકળ્યો. બીજે દિવસે તે એરડી છોડીને બહાર ન આવ્યો, અને પછીને દિવસે તે તે પથારી જ ન છોડી શકયો. તેની કામવાળી જે તેને રોટી લાવી આપતી કે શાક બટાકા બાફી આપતી, તેણે તેની થાળી જોઈને કહ્યું, “ડોસા, તમે કાલે કશું ખાધું જ નથી કે શું?” ના, ના, મેં ખાધું હતું.” થાળી તે જેમની તેમ ભરેલી છે.” “પણ પાણીના કૂજા તરફ તો જો, તે ખાલી થયેલો છે.” “એટલે કે તમે પાણી પીધું છે, પણ તેથી ખાધું છે એમ શી રીતે કહેવાય?” મને પાણીની જ ભૂખ લાગી હોય તે શું કહેવાય?” “એ તે તરસ લાગી કહેવાય; અને જ્યારે લોકો તે સાથે ખાય પણ નહિ, તે તે તાવ આવ્યો કહેવાય.” * “હું કાલે ખાઈશ.” “કાલે નાતાલ છે, તે આજે જ શા માટે નથી ખાતા?” જીન વાલજીન એ ભલી બાઈ તરફ જોઈ રહ્યો. પછી તેણે માયાળુ અવાજે કહ્યું, “હું જરૂર ખાઈશ, તું જા.” જીન વાલજીનને આ એક માણસ સિવાય બીજા કોઈ માણસનાં હવે દર્શન થતાં ન હતાં, પેરિસમાં કેટલીય શેરીઓ એવી છે જેમાં કોઈ જતું નથી, અને કેટલાંય ઘરે એવાં છે જેમાં કોઈ આવતું નથી. જીન વાલજીન એવી શેરીઓમાંની એકમાં અને એવાં ઘરોમાંના એકમાં હતે. એક અઠવાડિયું ચાલ્યું ગયું. જીન વાલજીને રડામાં પણ એક પગલું માંડયું ન હતું. તે પથારીવશ જ હતો. કામવાળીએ તેના ધણીને કહ્યું, “ઉપરવાળા ડોસા હવે પથારીમાંથી ઊઠતા નથી કે કાંઈ ખાતા નથી. હવે તે વધારે દહાડા નહિ કાઢે. અને મારા મનમાંથી એક વાત નીકળતી જ નથી કે તેની દીકરી કોઈ ખરાબ માણસને પરણી છે.” તેના ધણીએ ધણીપણાના રુઆબથી જવાબ આપ્યો, “જો તે Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ધેરા ઓછાયા : ભવ્ય પ્રભાત પૈસાદાર હોય તે તેણે દાક્તરને બોલાવવો જોઈએ. જો તે પૈસાદાર ન હોય તે તે દાક્તરને કેવી રીતે બોલાવે? અને દાક્તર નહિ આવે તે તે મરી જ જશે વળી!” ડેસી આંગણામાં ઘાસ ખોતરતી હતી. એવામાં શેરીના દાક્તરને દૂરથી જતો જોઈ તેણે તેને બોલાવ્યો અને જીન વાલજીનને જોવા ઉપર મોકલ્યો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે ડોસીએ તેને પૂછયું, “શી સ્થિતિ છે?” તમારો દરદી ઘણો બીમાર છે.” “તેને શું થયું છે?” “બધું જ; અથવા કશું નહિ. દેખવામાં તો એમ લાગે છે કે તેનું કોઈ પ્રિયજન ખેવાયું છે. માણસો એ દુ:ખથી મરી પણ જાય છે.” તેણે તમને શું કહ્યું?” તેણે કહ્યું કે, તેને હવે સારું છે!” તમે ફરીથી આવશે, દાક્તર?” “હા, પણ મારા કરતાં બીજા કેઈએ ફરીથી જલદી આવવાની જરૂર છે – જેને તે જંખે છે.” એક સાંજે જીન વાલજીનને પોતાની કોણી ઉપર ઊંચા થતાં પણ મુશ્કેલી પડી. તેણે પોતાની નાડી દબાવી જોઈ, તે તે જણાઈ નહિ. તેને શ્વાસ બહુ ધીમે ચાલ હતો અને વચ્ચે વચ્ચે બંધ પડી જતો હતો. પણ કશી ઇચ્છાને કારણે જોર કરીને તે બેઠો થયો અને પોતાનો મજૂરને જૂનો પિશાક બદલવા લાગ્યો. પણ તેટલું કરતાં તેને ઘણી તકલીફ પડી અને તેને કપાળેથી પરસેવો ટપકવા લાગ્યો. પછી તેણે કોસેટનાં પેલાં નાનપણનાં કપડાં કાઢયાં અને પથારી ઉપર પાથર્યા. બિશપની દીવાદાની તે તેમને સ્થાને જ અભરાઈ ઉપર હતી. અજવાળું હતું છતાં તેમાં તેણે આજે મીણબત્તી ખસીને સળગાવી. તે એક સ્થાનેથી બીજે સ્થાને ડગલું ભરતો હતો તેટલાથી જ ખૂબ થાકતો જતો હતો, અને છેવટે તેને બેસી જવું પડ્યું. આ કાંઈ એ થાક ન હતું કે જે થોડા આરામથી ટળી જાય. આ તો શરીરથી થઈ શકે તેવી હિલચાલને છેલ્લે અવશેષ હતો. આ તો ખૂટી ગયેલા આવરદાને મહાપ્રયત્ન એક ટીપું વધુ નિચોવી લેવા જેવી વાત હતી; અને એ પ્રયત્ન ફરીથી તે પાછો કદી કરી શકાવાનો ન હતે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ લે મિઝરમ્પ તે જે ખુરસી ઉપર બેસી પડયો હતો તેની સામે પેલે અરીસો હતો, જેમાં મેરિયસને કૉસેટે લખેલી ચિઠ્ઠી શાહીચુસના પાન ઉપરથી તેના વાંચવામાં આવી હતી. અરીસામાં પડેલા પોતાના ચહેરાના પ્રતિબિંબને તે ઓળખી ન શક્યો. આ અરીસામાં દેખાતે માણસ તે એંસી વરસનો ઘરડો દેખાતે હતા, ત્યારે મેરિયસના લગ્નની તે તેને કોઈએ પચાસ વર્ષને પણ ભાગ્યે ધાર્યો હોય. આ એક વર્ષમાં તે ત્રીસ વર્ષ ઘરડો થઈ ગયો હતો! રાત પડી. મહાપ્રયને તે એક મેજ તથા ખુરસીને અંગીઠી પાસે ઘસડી ગયો. પછી તેના ઉપર એક કલમ, શાહી અને કાગળ મૂકયાં. પણ તે બેભાન થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને ખૂબ તરસ લાગી હતી. કૂજો તેનાથી ઊંચકાય તેમ ન હતું તેથી ભારે તકલીફથી તેણે તેને મેં તરફ નમાવ્યો અને જે છાલક આવી તેમાંથી ઘૂંટડો પાણી પી લીધું. પછી તે બેઠો બેઠો જ પથારી તરફ ફર્યો, જ્યાં કૉસેટનાં કપડાં બિછાવેલાં હતાં. આ બધી વહાલી વસ્તુઓ તરફ નજર કરીને નિહાળતાં તેને કલાકો વીતી ગયા; પણ તેને તે મિનિટ જેટલા જ લાગ્યા. અચાનક તેને ટાઢ ચડી. તેણે બિશપની દીવાદાનીવાળા મીણબત્તીઓના અજવાળામાં કશુંક લખવા વિચાર કર્યો અને કલમ ઉપાડી. પણ ખડિયામાં શાહી સુકાઈ ગઈ હતી અને કલમનું અણિયું થરડાઈને વળી ગયું હતું. મહાપ્રયને તે ઊભો થયો, બે-ત્રણ વાર બેસઊઠ કરીને ખડિયામાં તેણે પાણી રેડવું. પછી કપાળ લૂછતાં લૂછતાં તેણે કલમના છેડાથી જ લખવા માંડ્યું. કૌસેટ, તને અંતરથી આશિષ આપું છું. મારે તને છેવટને ખુલાસો કરવું જોઈએ. તારા પતિએ મને પોતાના ઘરમાંથી જાકારો આપ્યો તેમાં હું તેમને કશો વાંક જ નથી. જોકે તેમણે અમુક વાત માની લેવામાં ભૂલ કરી છે, પણ તેથી તેમણે કાંઈ ખોટું કર્યું છે એમ ન કહેવાય. તે બહુ સારા માણસ છે. તેમને પૂરા અંતરથી ચાહજે. પિન્ટમસી મહાશય, તમે પણ મારી લાડકી કૉસેટને ખુબ ચાહજો. કૉસેટ હું તને એક વાત કહેવા માગું છું : મારા અક્ષર વંચાય અને આ કાગળ તને મળે, તો તું જાણજે કે, હું મારા પૈસા મેં સ્થાપેલા ઉદ્યોગમાં કમાયો હતો, અને તે પ્રમાણિકતાથી જ મેળવેલા હતા. કાળા મણકા બનાવવાની નવી રીત મેં શોધી કાઢી હતી અને સ્પેનમાં તેના સારા ભાવ ઊપજતા હતા —” પણ આટલું લખ્યા પછી કલમ તેના હાથમાંથી પડી ગઈ. એ કલમ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શાહીના ખડિયા જ્યારે ધાળવાનુ કામ કરે છે તેનાથી પાછી ઉપાડી ન શકાઈ. પાતાને કહેવાની વાત હવે અધૂરી રહી ગઈ, એ જાણી અચાનક તેના હ્રદયમાંથી કારમું ડૂસકું નીકળી પડયું. “ હે ભગવાન! ખેલ ખલાસ. હું તેને ફરીથી મળવા નહિ જ પામું. કૉસેટ મારા ઉપર છાઈ રહેલા ઉજજવળ સ્મિતરૂપ હતી. તે સ્મિત હવે પૂરું થયું અને હું અંધારી રાતમાં કાયમને પ્રવેશ કરવા જાઉં છું. પણ તે પહેલાં તેને જોવા ન પામ્યા. અરે, મરતા પહેલાં એક મિનિટ જ તેને અવાજ સાંભળવા પામું, તેને નીરખવા પામ્યું, મારા દેવદૂતના અંચળને સ્પર્શવા પામું, તો કેવું સારું થાય! મરવું એ કંઈ અઘરું નથી, પ્રભુ; પણ તેને ફરી જોયા વિના મરવાનું થાય છે, એ બહુ ભયંકર વસ્તુ છે. તે મારા સામું જોઈને થોડું હસી જાય, થોડું મને સંબોધીને કહી જાય ! તેટલાથી કોઈને શું નુકસાન જવાનું છે? નહિ, નહિ, પણ હવે બધું પૂરું થયું. હું તેને જીવતાં ફરી નિહાળવા ન પામ્યા, હે ઈશ્વર !” તે જ ક્ષણે બારણા ઉપર ટકોરો પડયો. ૧૦૯ શાહીના ડિયા જ્યારે ધેાળવાનુ કામ કરે છે તે જ દિવસે, અથવા ચેાક્કસ કહીએ તો તે જ સાંજે મેરિયસ ટેબલ ઉપરથી ઊઠી, દાવાના કાગળાનું બંડલ વાંચવા માટે પેાતાની ઑફિસમાં પેસવા જતા હતા, તેવામાં જ દરવાને તેના હાથમાં એક કાગળ મૂકીને કહ્યું, “ જે માણસે આ ચિઠ્ઠી આપી છે, તે ખડકીના ઓરડામાં ઊભા છે, ” કૉસેટ જીલેર્મન્ડ દાદાને હાથે વળગાડી બગીચામાં ફરતી હતી. કાગળ પણ, માણસની પેઠે, પહેલી નજરે જ તિરસ્કાર ઊભા કરે તેવા હોઈ શકે છે. આ કાગળની ગડી વિચિત્ર રીતે વાળેલી હતી, તે બહુ ખરબચડા કાગળ હતા તથા વધારામાં તેમાંથી તમાકુની ગંધ આવતી હતી. પણ ગંધ જેટલી સ્મૃતિ કરી શકે. મેરિયસે સરનામા ઉપર તાજી કરી શકે છે. તેટલી બીજું કોઈ ન નજર કરી ઃ * પ્રતિ : મોંયેાર ધ બૅરન પામ્બેર્સી, તેમના મહેલમાં, ” ગંધને તેણે ઓળખી કાઢી, એટલે ગંધે એ હસ્તાક્ષર ઓળખવામાં Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ લે મિઝેરોક્લ મદદ કરી. મેરિયસને તરત જોવ્ટનું ઘોલકું નજર સમક્ષ તાદૃશ થઈ ગયું. જે માણસને ફરીથી શોધવા તેણે તાજેતરમાં જ હાડકૂટ પ્રયત્ન કર્યા હતા, તે માણસ જ તે કાગળને લખનાર હતો. તેણે કાગળ ઝટપટ વાંચવા માંડ્યો : “ઍર ઍરન, જો સર્વશક્તિમાન પરમાત્માએ મને પૂરતી અક્કલનો ખજાનો બો હોત, તો હું પણ બૈરન થનાર્ડ થયો હોત અને અકાદમી ઑફ સિએન્સીસના માનવંત સભ્યપદે બિરાજતો હોત. પણ તેમ બન્યું નથી, એટલે હું તો અત્યારે આપના ધનભંડાર અને આપની ઉદારતા સામે નજર રાખીને આ લખી રહ્યો છું. મારી પાસે એક ગુપ્ત રહસ્ય છે. એ રહસ્ય એવી વ્યક્તિ અંગેનું છે કે, જે વ્યક્તિની સાથે આપને અંગત લેવાદેવા છે. આપ ઇચ્છો તો હું એ રહસ્ય આપને આપી દઉં, જેથી આપના માનવંત ઘરમાંથી આપ એક વ્યક્તિને હાંકી કાઢી શકે, જેને આપના ઘરમાં રહેવાને જરા પણ હક નથી. માનવંત બેરનેસ બાનુ તે ઉચ્ચ કુળનાં છે. પરંતુ ગુણનું ધામ પણ અપવિત્ર ગુનાની બતમાં રહે, તે ડાઘ લાગ્યા વિના ન રહે. “આપના હુકમની રાહ જોતો હું ખડકીના ઓરડામાં ઊભે છે. આદર સહિત, આપને નમ્ર સેવક “થેના” એ નામ બનાવટી છે, એ મેરિયસ તરત સમજી ગયો, પરંતુ પિતે જે બે માણસને શોધતો હતો, તેમાંથી એક – પોતાના પિતાની જિંદગી બચાવનાર અને જેના પ્રત્યે પિતાએ ત્રણ વારસામાં સોંપ્યું હતું, તે મળી ગયો, એ વિચારે તે રાજી રાજી થઈ ગયો; અને એ જ પ્રમાણે જે પિતાને ઊંડી સુરંગમાંથી ઉપાડી લાવીને બચાવનાર માણસ પણ મળી જાય, તો પોતાના સુખમાં મણા રહે ખરી? “તેને અંદર લાવો.” મેરિયસે હુકમ કર્યો. પણ મૅર થેના જ્યારે દાખલ થયા, ત્યારે, તેમને જોઈને મેરિયસ આભો જ થઈ ગ, જૂનાં કપડાં અને વેશ વેચનાર યહૂદીની જાણીતી દુકાનેથી તે માણસે આબાદ પહેરવેશ સજેલો હતો. મેરિયસ એકદમ તો ઓળખી જ શકયો નહિ. તેણે તરત પૂછયું, “તમારે શું કામ છે?” પેલે તે, મઘર માયાળુપણે હસે એવું સ્મિત કરીને તરત બેલ્યો, “મોર બૅરનને હું જુદા જુદા મેળાવડાઓમાં પહેલાં કદી ન મળે Page #488 -------------------------------------------------------------------------- ________________ શહીને ખડિયે જ્યારે ધૂળવાનું કામ કરે છે ૪૬૩ હેતું, એમ માની જ શકતા નથી. રાજકુમારી બેગેશનના મહેલમાં તેમજ વાઈકાઉંટ ડેબ્સના બંગલામાં ઘણાં વર્ષો પહેલાં મેં આપની સાથે બેસી વાતચીત કરી હતી, એવું મને ચોક્કસ યાદ આવે છે.” “હું રાજકુંવરી બેગેશન કે વાઈકાઉટ ડેબ્ધ વિષે કશું જ જાણતા નથી. તેમ જ આખી જિંદગીમાં મેં તેમને કદી નજરે નિહાળ્યાં હોય એમ પણ હું માનતો નથી.” તો પછી શેકોબ્રાયને ત્યાં હું આપને મળ્યો હઈશ. હું શેટબ્રાયને બરાબર ઓળખું છું. તેને સ્વભાવ બહુ મળતાવડો છે. અને તે મળે એટલે તરત કહે, “થેનાર્ડ, તું મારી સાથે બેસીને એક પ્યાલી ચડાવવા લાગ જોઉં!” મેરિયસનું મેં કઠોર થવા લાગ્યું. તે બોલ્યો “મોર શેટોબ્રાયને ઘેર જવાના નિમંત્રણને માન મને કદી મળ્યું હોય તેવું હું જાણતો નથી. તમે મુદ્દાની વાત ઉપર ઝટ આવો. તમારી ઇચ્છા શી છે?” પેલે હવે મેરિયસને બદલાયેલો ચહેરો જોઈ તરત નીચે મૂક્યો અને બોલ્યો, “તે મોર બેરન કૃપા કરીને સાંભળો. અમેરિકામાં પનામા નજીકના પ્રદેશમાં “લા જોયા' કરીને ગામડું છે. તે ગામડું એક જ ઘરનું બનેલું છે- ત્રણ માળનું, બરાબર ચોરસ આકારનું. એ રસની દરેક બાજુ પાંચસો ફૂટ લાંબી છે. દરેક માળ નીચેના માળ કરતાં બાર ફૂટ અંદર છે, જેથી આગળ મોટી અગાશી આવે. એ આગાશીઓ આખા મકાનની ચારે બાજુએ વીંટળાયેલી છે. વચ્ચેના મોટા ચોકમાં ખરાક, દારૂગોળો વગેરે સાધનસામગ્રીને કોઠાર છે. આખા મકાનને બહારની બાજુએ બારીબારણું, કે પગ મુકાય તેવો એક પણ ખચે નથી જેથી ઉપર ચડી શકાય. અંદરના ચોક તરફ ઉપરના માળે ચડવા ઊતરવાની નિસરણીઓ છે. દિવસે એ મકાન કહેવાય પણ રાતે કિલ્લો થઈ જાય. નિસરણીઓ ઉપર ખેંચી લીધી એટલે બસ. પછી ઉપર જવાને કે નીચે ઊતરવાને એક માર્ગ રહે નહિ. આવા આ ગામમાં આઠસો માણસો રહે છે. આટલી બધી કાળજી રાખવાની શી જરૂર? કારણ કે એ મુલક જંગલીઓનો છે. તે પછી ત્યાં લોકો જાય છે શા માટે? કારણ કે એ પ્રદેશ અદ્ભુત છે; ત્યાં સોનું મળે છે.” પણ તમારે કહેવું છે શું?” મેરિયસે જરા અકળાઈને પૂછયું. “એ જ કે, હું ઘરડો થાકેલે રાજપુરુષ છું, જૂની સંસ્કૃતિએ મને વાપરીને ઘસી નાખે છે; હવે હું નવા મુલકમાં જંગલીઓની સંસ્કૃતિ અજમાવવા માગું છું.” Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ લે મિઝરાવુ પણ તમારું કહેવાનું તો પૂરું કરો.” “હું એ “લા જોયા' ગામમાં જઈને રહેવા માગું છું. હું, મારી મહરદાર, અને મારી સુંદર જુવાન પુત્રી. મુસાફરી બહુ લાંબી તથા મોંઘી છે. મારે થોડા પૈસા જોઈએ છે.” “પણ એ બધી વાતને મારે શી લેવાદેવા છે?” “કેમ, આપે મારે કાગળ નથી વાંચ્યો ? હું આપને એક રહસ્ય વેચવા માગું છું.” રહસ્ય?” “હા, ગુપ્ત રહસ્ય.” “પણ એ રહસ્યને મારી સાથે કંઈ લેવાદેવા છે?” “હા, થોડીઘણી.” “રહસ્ય શું છે?” “જુઓ સાહેબ, હું મફત જ એ કહેવાની શરૂઆત કરું છું; પણ આપ ધીરે ધીરે જોશો કે, મારી વાત કીમતી છે.” “ઠીક, આગળ ચલાવો. મોર બૅરન, આપના ઘરમાં એક ડાકુ, એક ખૂની છુપાયો છે.” “મારા ઘરમાં ? બેટી વાત.” મેરિયસે ભારપૂર્વક કહ્યું. “જુઓ સાહેબ, હું પહેલાંનાં જુનાં કૃત્યો જે બહુ જૂનાં થવાથી કાયદાની નજરે ફીકાં પડી ગયેલાં ગણાય અને પસ્તાવાને કારણે પરમાત્માની નજરમાં ધોવાઈ ગયેલાં ગણાય, તેમની વાત નથી કરતે; હું તે તાજાં ગરમાગરમ કૃત્યો, નજરે જોયેલાં કૃત્યો-લેહીનીંગળતાં કૃત્યોને લક્ષમાં રાખીને કહું છું કે, એક ડાકુ અને ખૂની આપના ઘરમાં ખાટા નામ હેઠળ છુપાયો છે. હું તેનું સાચું નામ મફત જ કહી દઉં છું : તેનું નામ જીન વાલજીન છે.” “મને ખબર છે.” તેમ જ તે કોણ છે તે પણ હું મફત જ કહી દેવા માગું છું.” “આગળ ચાલો.” “તે નાસી છૂટેલો ગુનેગાર છે.” મને ખબર છે.” “હા, હા, આપને હું કહું તે પછી તે આપ કહી જ શકો કે, “હું જાણું છું! “ના, મને પહેલેથી ખબર છે.” આ સાંભળી અચાનક પેલા આગંતુકની આંખમાંથી એક એવો Page #490 -------------------------------------------------------------------------- ________________ શાહીને ખડિયે જ્યારે જોળવાનું કામ કરે છે ૪૫ ચમકારો પસાર થઈ ગયો કે જેને રીઢા ગુનેગારના ખૂની ચમકારા તરીકે ઓળખતાં મેરિયસને વાર ન લાગી. પરંતુ પેલા આગંતુકે થોડી વારમાં જ મેં ઉપર મીઠું સ્મિત પાથરી દઈ આગળ ચલાવ્યું : “હું આપ સાહેબની વાતને ન માનવાને અપરાધ નહિ જ કરું. મારે કબૂલ કરવું જોઈએ કે આપશ્રીને ઘણી વાતની માહિતી છે. પણ હવે હું બેરનેસ બાનુની મિલકત અંગે જે વાત કહેવા માગું છું, તે તે એક અદભુત રહસ્ય છે; તે વાત તો હું વેચવા જ માગું છું. આપને હું એ ખરીદવાની પહેલી તક આપું છું અને તે પણ સસ્તામાં વીસ હજાર ફાંક, એ તો એાછા જ કહેવાય ને?” “હું એ ગુપ્ત વાત પણ જાણું છું.” મેરિયસે ઠંડે પેટે જવાબ આપ્યો. “અરે સાહેબ, દશ હજાર કૂક આપજો; હવે તે હું કહું ને?” “પણ હું ફરીથી કહું છું કે, તમે જે વાત કહેવા માગે છે તે હું જાણું છું જ.” - પેલાની આંખમાંથી ફરી એક ચમકારો પસાર થઈ ગયો. પછી તે બે, “પણ સાહેબ, મને ખાવા જેટલા પૈસા પણ આપશે કે નહિ? બોલે, મને વીસ કૂાંક જ આપજો; હું કહી દઉં-ને?” “હું તમારી અભુત ગુપ્ત વાત જાણું છું; જેમ હું જીન વાલજીનનું નામ જાણતા હતા, તેમજ તમારું ખરું નામ પણ જાણું છું.” “મારું નામ? એ તે મેં ચિઠ્ઠીમાં લખ્યું જ હતું; એટલે જાણો જ–ને? બેના.” નહિ; શેનારડિયર.” “શું?” “હા, હા, પાછું તમારું બીજું નામ જોડ્રેટ પણ છે; નાટયકલાર્થી પી. ફેબ પણ છે; સાહિત્યપ્રિય કવિ ગેનોટ પણ છે; સ્પેનને રાજપુરુષ ડૉન અલવારો પણ છે, અને બાલિઝાર્દ સી પણ છે. અને તું મેન્ટફમેલમાં વીશી પણ ચલાવતો હતો.” કદી નહિ.” હા હા, તું એ જ બદમાશ થનારડિયર છે. ચાલ, તારું મોં બાળ અહીંથી.” એમ કહી મેરિયસે તેના મેં ઉપર પાંચસે કૂકની નોટ ફેંકી. પેલે એ નેટ તપાસી લઈ બોલી ઊઠ્યો, “ધન્યવાદ, બેરન સાહેબ, પાંચસો ફાંક! લે મિ0 –૩૦ Page #491 -------------------------------------------------------------------------- ________________ લે મિરાલ્ડ ઠીક ત્યારે હું પણ મારું સાચું સ્વરૂપ આપની આગળ હવે પ્રગટ કરી દઉં.” આમ કહી તેણે પિતાનાં રંગીન ચમાં, બનાવટી વાળ, નાકમાં તથા ગલેફાંમાં ભરેલી ચીજો વગેરે બધું કાઢીને કોટનાં ખીસામાં ઘુસાડી દીધું; અને પછી ખુરસી ઉપર બેસીને હસતાં હસતાં તે બેલ્યો, “બૈરન સાહેબની જાણકારી અદ્ભુત છે. હું જ થનારડિયર છું!” નાડિયરને મેરિયસે ઓળખી કાઢ્યો, પણ થનારડિય–કહે કે જેટે– મેરિયસને કોઈ દિવસ નજરે નિહાળીને જોયો ન હતે. માત્ર છોકરાં કે બૈરીને મોંએ જ “એક પડોશી” તરીકે જાણીને મદદ માટે તેણે પત્રો લખેલા; એટલે આ વ્યક્તિ જ પડેશમાં રહેતા મુફલિસ જુવાનિયો મેરિયસ છે એમ તે જાણતા જ ન હતે. ૧૬ મી ફેબ્રુઆરીની રાતે પોતાની દીકરી એઝેલમાને પેલા વરઘોડા પાછળ મેકલીને તેણે જે માહિતી મેળવી હતી, તે ઉપરથી તે વધુ તપાસ જાતે ચલાવીને જાણી શક્યો હતો કે એ કયા કૉસેટ હતી; તથા એ કન્યાને બાપ પેલી ભૂગર્ભ સુરંગમાં ખૂન કરીને લૂંટી લીધેલા માણસનું મડદું ઉપાડી જનાર ભાગેડુ જ હતો. કૉસેટ ઉપરથી તેના બાપના નામ જીન વાલજીન સુધી પહોંચવામાં તેને ભારે પરિશ્રમ કરવો પડયો હતો. પરંતુ આ લોકે જે અક્કલ લડાવી શકે છે, તે કાયદાના સંરક્ષક પોલીસે કરતાં ચડિયાતી હોય છે. થેનારડિયર હજુ માનતો હતો કે, પોતે ખરી વાત હજુ ઉપાડી જ નથી. એટલે તે “હું જ થનારડિયર છું” એમ કહી, મેરિયસ આગળ શું કહે છે તે જાણીને પેતાનો જવાબ તૈયાર કરવા તત્પર થઈ ગયો. મેરિયસને આ માણસ પાસેથી કદાચ કૉસેટના પૈસા કેવી રીતે આવ્યા છે તે જાણવા મળશે એવી કંઈક આશા જન્મી હતી. એટલે તેણે કહ્યું, “જો મેં તારું નામ તે કહી દીધું; હવે તું જે ગુમ વાત કહેવા આવ્યો છે તે હું કહી બતાવું? મારી પાસે પણ માહિતી મેળવવાનાં સાધન છે. જીન વાલજીન નું કહે છે તેમ ડાકુ લૂંટારો છે, કારણ કે તેણે એક ધનિક ઉદ્યોગપતિ મ. મેડલીનને લુંટી લઈ તેને બરબાદ કર્યો છે. તે ખૂની હત્યારો પણ છે, કારણ કે તેણે પોલીસ ઓફિસર જાવર્ટનું ખૂન કર્યું છે.” હું આપનું કહેવું સમજ્યો નહિ.” થનારડિયર નવાઈ પામી બેલી ઊઠયો. જો સાંભળ, હું સમજાવું. ૧૮૨૨માં મ0 શહેરમાં મ. મેડલીન નામે એક સજજન રહેતું હતું. તેણે શરૂઆતમાં કંઈક ગુનામાં આવી જાય તેવું Page #492 -------------------------------------------------------------------------- ________________ શાહીના ખડિયા જ્યારે ધોળવાનું કામ કરે છે ૪૩૭ કામ કર્યું હશે; પણ પછી તે સુધરી ગયા હતા અને સીધા ધંધામાં લાગી ગયા હતા. છેવટે તો તે સદ્ગૃહસ્થ કહેવાય ઍ જાતના માણસ બની ગયા હતા. તેણે કરેલી ખાસ શેાધથી એક ખાસ ધંધા વિકસાવ્યો હતો અને તેમાં ખૂબ નફો મેળવ્યા હતા. પણ એ નફામાંથી તેણે ઇસ્પિતાલા અને નિશાળે સ્થાપી હતી, માંદાં-અપંગ-નિરાધારોને આશરો ઊભા કરે હતા; અનેક વિધવાને છૂપી મદદ કરી હતી અને કેટલાંય અનાથ બાળકોને આધાર આપ્યા હતા. ટૂંકમાં, એ આખા પ્રદેશના તે તારણહાર બની રહ્યો હતા. છેવટે તેને મેયર પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ એ અરસામાં તરતને કારાવાસની સજામાંથી છૂટેલા એક કેદી આ મેડલીન મહાશયના જૂના ગુનાની વાત જાણતા હતા. તેણે તે ખબર પેાલીસમાં આપી દઈને તેને પકડાવ્યો. તથા દરમ્યાનમાં પોતે જ પૅરિસ આવી, બનાવટી સહીથી મોં. મેડલીનના નામ ઉપર લૅફાઇટ બૅકમાં પડેલા પાંચ છ લાખ ફ્રાંક ઉપાડી લીધા. આમ માં. મેડલીનને લૂંટી લેનાર ડાકુનું નામ જીન વાલજીન છે. આ હકીકત મનેૉફાઈટ બૅબેંકના કેશિયરે પેાતે કહી છે. અને તે ડાકુએ જાવર્ટની હત્યા કરી હતી, એ વાતને સાહેદી તા હું પોતે જ છું. કારણ કે તેણે પિસ્તોલ વડે જાવર્ટને ઉડાવી દીધા તેના ભડાકો મેં મારા સગા કાને સાંભળ્યા હતા. ’ થૅનારડિથર હવે પોતાના માં ઉપર સાહેબ, આ બધી વાતો કેવળ આપની ઉપર અન્યાયથી ખોટું આળ આવે એ સહન થઈ જીન વાલજીને કદી માં. મેડલીનને લૂંટયા નથી અને જીન વાલજીને કી જાવર્તનું ખૂન કર્યું નથી. ” 16 ' હું આટલી બધી ખાતરીથી એમ શી રીતે કહે છે?” " “બે કારણે. · કાં ?” "6 66 " પહેલું તો એ કે, તેણે મોં. મેડલીનને લૂંટયા નથી, કારણ કે જીન વાલજીન પોતે જ માં. મેડલીન છે. ,, વિજ્યનું હાસ્ય ચમકાવીને બાલ્યા, ભ્રમણા છે. મારાથી કોઈ માણસ શકશે નહિ. બૅરન સાહેબ, 66 ‘ઍટલે તું શું કહેવા માગે છે?” << અને બીજું એ કે, તેણે જાવર્ટનું ખૂન કર્યું નથી, કારણ કે જાવર્ટે જ જાવર્તનું ખૂન કર્યું છે. "9 "C ‘ એને અર્થ?' * અટલે કે જાવ આત્મહત્યા કરી છે.” 39 Page #493 -------------------------------------------------------------------------- ________________ લે મિરાન્ક “સાબિતી આપ, સાબિતી આપ!” મેરિયસ હવે લગભગ ઉશ્કેરાઈ ગયો હતો. થેનારડિયર મેરિયસના આ અચાનક ઉશ્કેરાટનું કારણ કલ્પી શક્યો નહિ. પણ ગમે તેમ તેય એ ઉછાંછળો અક્કડ જુવાનિયો આટલો ઢીલો થયો, એ વાત તેને ગમ્યા વિના ન રહી. “જુએ બેરન સાહેબ, આપના હિતમાં આ જીન વાલજીનની બધી માહિતી ભેગી કરવા મેં હાડકૂટ પ્રયત્ન કર્યો છે. મેં જે વાત કહી, તેના પુરાવા મોનાં શબ્દોથી આપવા કરતાં હું છાપેલા શબ્દોથી જ આપીશ; કારણ મેના શબ્દો ઉપર આજકાલ વિશ્વાસ મુકાતો નથી!” આમ કહી તેણે પોતાના ખીસામાંથી બે જૂનાં છાપાંની ચોળાયેલી ચૂંથાયેલી કાપલીઓ કાઢી. એક કાપલી તો આપણે જેને ઉતારો પાન ૯૯ ઉપર આગળ ટાંક્યો છે તેની જ હતી, જેના ઉપરથી મોં. મેડલીન એ જ જીન વાલજીન છે એ વાત પુરવાર થતી હતી. બીજી કાપલી ૧૮૩રના ૧૫મી જૂનના “મૉનિટર” છાપાની હતી. તેમાં જાવર્ટે પોલીસ અધિકારીને મોઢામોઢ જે હકીકત કહેલી તેને અહેવાલ હતું કે, રૂ દ લા ચેનરીના મરચામાં પોતે પકડાઈ ગયો હતો, અને તેને પિસ્તોલથી ઉડાવી દેવાનો હુકમ થયો હતો. પરંતુ એક બળવાખોરે તેનું માથું ઉડાવી દેવાને બદલે હવામાં જ ગોળીબાર કરી, ઉદારતાથી તેને છોડી મૂક્યો હતે. બને છાપાંના અહેવાલો એવા સ્પષ્ટ હતા કે, મેરિયસથી તે અહેવાલો ઉપર શંકા લવાય તેમ રહ્યું જ ન હતું. અર્થાત્ પેલા લૅફાઈટ બેંકના બુઢા કૅશિયરે કહેલી વાત ખોટી હતી અને તે પોતે પણ જીન વાલજીન બાબત તદ્દન ભ્રમણામાં જ હતું. તેની નજરમાં જીન વાલજીને અચાનક એક મહા પુરુષ બની ગયો. તે આનંદની ચીસ પાડીને બોલી ઊઠયો – અર્થાત આ દુ:ખી માણસ તે અભુત માણસ – મહાપુરુષ છે! એ બધી મિલકત તેની પોતાની કમાયેલી હતી ! તે જ મોં. મેડલીન નામનો એક વખતને જાણીતે કારખાનદાર મેયર – દાનેશરી - ગરીબગુરબાને તારણહાર હતે. જાવર્ટને જીવતે છોડી મૂકનાર પણ તે હો! તે જ સાચો વીરપુરુષ હતે ! અરે એ તે સાચે સંત જ કહેવાય!” એ કઈ સંત પણ નથી કે વીરપુરુષ પણ નથી; તે હત્યારો અને લૂંટાર જ છે!” થેનારડિયર જવાબમાં ગર્યો. “હજી પણ તું એમ કહે છે? ધિક્કાર છે તને!” “અરે સાહેબ સાંસતા તે થાઓ; મારી ગુપ્ત વાત હવે જ શરૂ થાય Page #494 -------------------------------------------------------------------------- ________________ શાહને ખડિયે જ્યારે ધોળવાનું કામ કરે છે ? છે. તેણે ભલે મેડલીનને ન લૂટયો હોય, છતાં તે ડાકુ છે જ. તેણે ભલે જાવટેને ન માર્યો હોય, છતાં તે ખૂની છે જ.” “ચાળીસ વર્ષ પહેલાંની એક નાની ચોરી કે જેનું તો તેણે અનેકગણું પ્રાયશ્ચિત્ત કરી દીધું છે તથા સમાજને અનેક ગણો બદલો ભરપાઈ કર્યો છે, તે વાતને હજુ નું આગળ કરવા માગે છે?” ના સાહેબ, હવે જે વાત હું કહું છું તે તે છાપામાં પ્રસિદ્ધ ને થયેલી વાત છે, અને તેને સાક્ષી હું એકલો જ છું. અને એટલે જ એવા ખૂની-ડાકને પોતાના ઘરમાં અજાણતાં આપ ઘૂસવા ન દે, એ કહેવા હું આપની પાસે આવ્યો છું" “ઘરમાં ઘૂસવાની વાત તો ખાટી છે, પણ તું તારી વાત આગળ ચલાવ.” “સાહેબ, એ વાત હું વેચવા જ માગું છું, પણ એની કિંમત કરાવવાનું આપના ઉદાર હાથે ઉપ૨ જ છોડી દઉં છું. એ વાત સોનાની કિંમતની છે. આપ પૂછશો કે, તો પછી હું જીન વાલજીન પાસે જ કેમ જતો નથી? પરંતુ તેનું કારણ એ છે કે, હું જાણું છું કે તેણે પોતાની બધી મિલકત આપને - અરે શ્રીમતી બૅરનેસ બાનુને સોંપી દીધી છે. એ યુક્તિ તેણે આબાદ અજમાવી કહેવાય. ખૂન અને ડાકાતીથી મેળવેલી મિલકત વડે તેણે એકદમ આપને ઓકે સમાજમાં પ્રતિષ્ઠા અને સ્થાન મેળવી લીધાં કહેવાય. પણ એ જુદી વાત; એની પાસે પાઈ પણ રહી ન હોવાથી હું તેની પાસે ગયો નથી. પણ મારે તો લા જયા જવા માટે પૈસાની જરૂર હોવાથી, હું આપની પાસે આવ્યો છું. કારણ કે એની બધી મિલકત હવે આપની પાસે આવી છે. પણ સાહેબ, હું જરા થાકી ગયો છું; આપની રજા હોય તે કથાક બેસીને હું વાત આગળ ચલાવું.” મેરિયસે તેને એક ખુરશી ઉપર બેસવા ઈશારો કર્યો, અને પોતે પણ એક ખુરશી ઉપર બેઠે. નારડિયરે હવે આગળ ચલાવ્યું– બેરન સાહેબ, ૧૮૩૨ના જૂનની છઠ્ઠી તારીખે–અર્થાત્ એક વરસ અગાઉ દંગલને દિવસે, એક માણસ, પેરિસની મોટી ભૂગર્ભ-સુરંગ જ્યાં સીન નદીમાં ઠલવાય છે ત્યાં – સુરંગની અંદર – કોઈ ખાસ પ્રયોજનથી સંતાઈ રહેલ હતે.” Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ લે મિરાલ્ડ આટલા શબ્દો સાંભળતાં જ મેરિયસે પોતાની ખુરશી એકદમ તેની નજીક ખસેડી દીધી, તથા હાંફતા મેએ અને ફાટેલી આંખે તે થનારડિયર તરફ ઇંતેજારીથી જોઈ રહ્યો. મેરિયસને આ ઉશ્કેરાટ થનારડિયરના લક્ષ બહાર ન રહ્યો, તેણે આગળ ચલાવ્યું – સાંજના આઠેક વાગ્યાના સુમાર હશે ને પેલા માણસે એ ભૂગર્ભ-સુરંગમાં દૂરથી આવતાં પગલાં સાંભળ્યાં. એ પગલાને અવાજ સાંભળીને આ સંતાયેલો માણસ ચંકી ઊઠ્યો. કારણ કે એ પોતે તે સુરંગનો દરવાજો પોતાની પાસેની ગુપ્ત ચાવીથી ઉઘાડીને જ અંદર આવ્યો હતો. પણ પેલી બાજુ તે પૅરિસના સુરંગ-તપાસનીશોનું મહા ભયસ્થાન એવું મોટું કળણ આવેલું હતું. એવું લાંબુ કળણ પૅરિસની સુરંગમાં ક્યાંય નથી, અને એનો કશો ઇલાજ કઈ કલ્પી શકતું નથી. તે પછી પેલે પગલાંને અવાજ તે તરફથી શી રીતે આવતો હતો? પેલું કળણ ઓળંગીને જ એ માણસ આ તરફ આવ્યું હોવો જોઈએ! દરવાજાને પ્રકાશ પેલા આવનાર ઉપર પડયો કે તરત પેલા સંતાયેલા માણસે તેને ઓળખ્યો. તે એક ભયંકર ગુનેગાર હતો અને તેના ખભા ઉપર એક મડદું હતું. એવો ભયંકર ગુનેગાર કોઈ માણસ મારી નાખે તે કશા કારણ વિના તે મારી નાખે જ નહિ. અર્થાત્ તેને લૂંટી લેવા જ એણે મારી નાખ્યો હશે. પણ પછી એ મડદુ પેલા કળણમાં જ નાખી દેવાને બદલે, એટલો ભાર ઊંચકી, કળણમાં મડદા સાથે જ જીવતા દટાઈ જવાનાં હજાર હજાર જોખમ ખેડી, તે નદી તરફ શા માટે આવતા હતા? કારણ, સુરંગમાં ફરનાર સુધરાઈ કામદારોના હાથમાં કળણ આગળથી એ મડદું બીજે જ દિવસે હાથમાં આવે; અને ખૂન કરેલું મડદું હાથમાં આવે એટલે પોલીસો તરત એ ખૂન કરનારનું પગેરું શોધવા લાગી જાય. એટલે નદીમાં એ મડદુ પધરાવી દેવું એ જ સહીસલામત કહેવાય. પણ છતાં મારે એટલું કબૂલ કરવું જોઈએ કે, આટલું વજન લઈને એ કળણ પાર કરવાની હિંમત એ બદમાશ જ દાખવી શકે. પિતાનો ગુનો કેટલો ભારે છે એ જાણતા હોય તે જ માણસ એવો પરિશ્રમ ઉઠાવે તથા એટલે જોખમ ખેડે. નહિ સાહેબ, ઘડીભર તો મને જ એ માણસના ચેલા થઈ જવાનું મન થઈ ગયું હતું !” પરંતુ હવે પેલાના વાક્ય વાક્ય મેરિયસ પોતાની ખુરશી તેની નજીક લાવતે જતે હતે. બેરન સાહેબ, ભૂગર્ભ-સુરંગ એ કંઈ આપના મહેલનું દીવાનખાનું નથી. એટલે એ સાંકડી જગામાં પેલો સંતાયેલ માણસ અને મડદું લઈને Page #496 -------------------------------------------------------------------------- ________________ શાહીના ખડિયા જ્યારે ધાળવનું કામ કરે છે ૪૭૧ આવનારો માણસ એકબીજાને સાહેબ સલામ' કહેવા ભેગા થયા વિના રહી શકે જ નહિ. એ પ્રમાણે બંને વચ્ચે ‘સાહેબ સલામ” થઈ ગયા બાદ પેલા મહેમાને સુરંગના મૂળ વતનીને કહ્યું, ‘મારી પીઠ ઉપર શું છે, તે તું જુએ છે; મારે નદી તરફ આને પધરાવવા જવું છે; તારી પાસે ચાવી છે, તો જરા દરવાજો ઉઘાડી નાખ જોઉં.' હવે, એ મુસાફર મહેમાનનું પડછંદ શરીર અને ભૂગર્ભ-સુરંગમાં પોલીસનું રક્ષણ મળવાના અસંભવ, એ બંને વાત વિચારી, પેલા વતનીએ થાડાં ગલ્લાંતલ્લાં કરવામાં વખત કાઢયો અને દરમ્યાન પેલા મડદાનું માં જોઈ લીધું તથા કોઈ વખત પુરાવા તરીકે કામ આવે તે માટે તેના કોટના એક છેડા સિફતથી ફાડી લીધા. પછી દરવાજો ઉઘાડી આપતાં જ પેલા તેના પાપના અપવિત્ર બાજો લઈને નદી તરફ બહાર નીકળી ગયા. અને પેલાને પાછા સુરંગમાં મહેમાન તરીકે સ્વીકારવા ન પડે તે માટે મૂળ વતની દરવાજાને અંદરથી તાળું મારી દૂર ખસી ગયા. હવે સાહેબ, જે માણસ મડદું લઈને આવ્યા હતા તે માણસ જીન વાલજીન હતા, અને દરવાજાની કૂંચીવાળા સુરંગના મૂળ વતની જેણે પેલા મડદામાંથી કોટનો છેડો ફાડી લીધે। હતા – આમ બેલતાં બેલતાં તેણે ખીસામાંથી એક કાળા કાળા ડાઘવાળા કપડાના એક ટુકડો કાઢી હાથમાં આગળ ધર્યો. પરંતુ એ ટુકડા ઉપર નજર પડતાંની સાથે જ મેરિયસ એકદમ મડદાની માફક ફીકો પડી ગયા. ધ્રૂજતા ધ્રૂજતા ગાંડાની પેઠે તે એકદમ ઊઠયો અને ભીંતમાંના કબાટનું તાળું ઉઘાડી, અંદરથી ગડી કરેલું કશું કપડું બહાર કાઢવા લાગ્યો. તેની નજર થેનારડિયરના હાથમાં લટકતા પેલા ટુકડા તરફ જ ચોંટી રહેલી હતી. થેનારડિયરે કંઈક નવાઈ પામી આગળ ચલાવ્યું – “ૉરન સાહેબ, મને એમ માનવાનાં પૂરતાં કારણા છે કે, જીન વાલજીને પેલા ધનિક જુવાનને કોઈ ને કોઈ બહાને ફોસલાવી, સુરંગમાં લાવી મારી નાખ્યા હાવા જોઈએ અને તેની પાસેથી ભારે માટી રકમ હાથ કરી હાવી જોઈએ. "" “એ જુવાન માણસ હું જ છું અને આ રહ્યો પેલા કોટ. ” એમ કહી મેરિયસે સુકાઈ ગયેલા લાહીના ડાઘાવાળા એક જૂના કાળા કોટ કબાટમાંથી કાઢીને શેતરંજી ઉપર નાખ્યો. પછી થેનારડિયરના હાથમાંથી પેલા ટુકડો ઝૂંટવી લઈ તેણે પેલા કોટના ફાટેલા છેડા ઉપર ગેાઠવી જોયા. છેડા બરાબર મળી ગયા. એ ટુકડો Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ 1 લે મિરાલ્ડ , , , એ કોટને જ હતો. - હવે નારડિયરનો ફીકા પડી જવાનો વારો આવ્યો. પછી મેરિયસ કૂદકો મારીને શેતરંજી ઉપરથી ઊભા થશે. તરત તે સીધો થેનારડિયર તરફ વળ્યો. પછી એક હજારની ફાંકની નોટો ખીસામાંથી કાઢી તેણે થનારડિયરના મોં ઉપર ફેંકી અને કહ્યું, “તું બદમાશ, કુત્તો, શેતાન છે. તું જ તારા ઘોલકામાં ડાકુઓની ટોળીને બોલાવી, સદગૃહસ્થોને દયા-માયાને બહાને ફોસલાવી લાવી તેમને તપાવેલી ફરસીથી કતલ કરવા ઈચ્છનાર હત્યારો છે. તું એ મહાપુરુષને જુઠા ગલીચ આક્ષેપથી કલંકિત કરવા આવ્યો હતો, પણ તું એને ઉજજવળ, યશસ્વી દેવપુરુષ કરાવવામાં જ સફળ થયો છે. તારું ખરું સ્થાન ફાંસીને માંચડે છે; અને હું પ્રત્યક્ષ જોયેલા પુરાવાઓથી તને ત્યાં ધકેલી શકું તેમ છું, પણ જા, તને વૉટનું રણમેદાન બચાવે છે!” “વૉટ?” થેનારડિયર નવાઈ પામીને બે. મેરિયસે બીજી પાંચસો ફૂાંકની નોટોને તેના મોં ઉપર જોરથી ઘા કરીને કહ્યું, “હા વાંટલું તેના રણમેદાન ઉપર તે એક કલને બચાવ્યો હતો.” એક જનરલને સાહેબ ” એક કર્નલને જ!” મેરિયસ ગુસ્સે થઈને બોલી ઊઠર્યો. “તે કોઈ જનરલને બચાવ્યો હોત, તો તે માટે મેં તને એક કાણી કોડી પણ ન આપી હેત. પણ બીજા આ ત્રણ હજાર ક્રાંક પણ છે, અને તારું હંમેશને માટે કાળું કર. તારી બૈરી તે કયારની મરી ગઈ છે એ હું જાણું છું. એટલે તું અને તારી દીકરી આવતી કાલે જ અમેરિકા જવા ઊપડી જજો. આ દેશમાં તારે મડદું ઘરમાં દટાય એમ પણ હું ઇચછત નથી. એટલે જો તું ખરેખર અમેરિકા જઈશ, તે ત્યાં પહોંચ્યા બાદ બીજા વીસ હજાર ફાંક તને મળે એવી વ્યવસ્થા હું કરીશ. જા, ત્યાં જઈને તું ફાંસીએ લટકજે કે બીજી જે. રીતે મરવું હોય તે રીતે મરજે.” થેનારડિયર ભુરચું હસી, બધી નોટો બરાબર ગણીને ખીસામાં સેરવતે બોલ્યો, “તે સાહેબ, હું અમેરિકા જઉં તે મને વીસ હજાર ફાંક મળશે, એવી ખાતરી હું રાખું?” હા, હા, તને સ્ટીમર ઉપર બેઠેલો જોયા પછી ન્યૂ યૉર્કની બૅન્ક ઉપરનો તેટલી રકમને ડ્રાટ તારા હાથમાં હું જાતે જ મૂકીશ.” હવે આ માણસની વાત આપણે અહીં જ તત્કાળ પૂરી કરીએ. Page #498 -------------------------------------------------------------------------- ________________ આટલું બધું અજવાળું શાનું? ૪૭૩ મેરિયસની કાળજીથી અને મદદથી, થેનારડિયર એઝેમા સાથે બે દિવસ બાદ ખેટા નામ હેઠળ અમેરિકા રવાના થઈ ગયો. તે વખતે મેરિયસે તેને વીસ હજાર ફ્રાંકને ડ્રાફ્ટ આપ્યો. પણ એ દુષ્ટ માણસ ત્યાં ગયા પછી કોઈ સારા ધંધામાં ન જ પડ્યો; તે ગુલામોનો વેપારી બન્યો. થેનારડિયર મકાનમાંથી બહાર નીકળે કે તરત જ મેરિયસ ગાંડાની પેઠે બગીચામાં ફરતી કેસેટ તરફ દોડ્યો અને તેને દાદા જલેનેર્મન્ડના હાથમાંથી છોડાવી ઘર તરફ વળ્યો, “ચાલ, કૉસેટ, જલદી ચાલઅરે એ દરવાન, જલદી એક ઘોડાગાડી બોલાવી લાવ. ભલા ભગવાન! એ માણસે જ મારી જિંદગી બચાવી હતી. એક મિનિટ પણ હવે ગુમાવવાની નથી. હવે તેમને પગમાં માથું મૂકીને તેમની ક્ષમા માગીશ અને જે તે ક્ષમા નહિ આપે, તે હું ત્યાં ને ત્યાં મારું માથું પટકીશ!” ૧૧૦ આટલું બધું અજવાળું શાનું? ઘોડાગાડી બારણા આગળ આવતાં જ મેરિયસે પ્રથમ કૉસેટને અંદર ચડાવી દીધી, અને પછી પોતે અંદર છલંગ મારી. “ડ્રાઇવર, રૂ દ લ મ આર્મ નં. ૭ ઉપર ચાલો જલદી!” કૉલેટ એટલું જ બોલી, "રૂ દ લ હમ આર્મ! હું તમને ફી કહી શકતી નહોતી, પણ આપણે મેં. જીનને જોવા જઈએ છીએને?” અરે તારા બાપુને ! ગાંડી, એ તારા બાપુ જ છે; બાપુ કરતાં પણ વધારે. મને હવે બધું સમજાય છે. તે દિવસે દંગલની રાતે મેં ગેચ મારફતે તને જે કાગળ મોકલ્યો હતો, તે તેમના હાથમાં જ પહોંચ્યો હોવો જોઈએ. અને તને ચિંતા ન થાય તે માટે તેને કહ્યા વગર જ તે તેરાત મરચાની અંદર દોડી આવ્યા હશે– મને બચાવવા માટે જ! પણ એ તે દેવપુરુષ હતા એટલે માર્ગમાં જે કોઈ આવે તે બધાને બચાવવા જોઈએ ! એટલે તેમણે જાવર્ટને પણ બચાવી લીધું. અને પછી – પછી મને મોતના મુખમાંથી છેલ્લી ઘડીએ તેમણે તારે માટે ખેંચી લીધો. તે પેલી ભયંકર સુરંગમાંથી મને ઊંચકીને બહાર લઈ આવ્યા! પણ હું કે કૃદની જાનવર છું? કૉસેટ, તને જીવતદાન આપનાર પિતા બન્યા પછી તે મારા પણ જીવતદાન આપનાર પિતા બન્યા હતા! Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ લે મિઝેરાલ્ડ અરે તને એ ભૂગર્ભ-સુરંગની કલ્પના પણ નહિ આવે. હું તે બેહોશ – અધે મરે જ પડ્યો હતે. પણ તેમણે મને છેલ્લી ઘડી સુધી છોડ્યો નહિ. તે મને મારા દાદાને ઘેર હેમખેમ લઈ આવ્યા. કૉસેટ, હું તેમને એક ઘડી પણ હવે આપણાથી જુદા રહેવા દેવા નથી. હવે આપણે બંને તેમના ચરણ પૂજ્યા કરીશું. પણ એ અત્યારે ઘેર જ હોય તે કેવું સારું! હવે બધું સમજાયું. ગેવો એ કાગળ તેમને જ આપે. સમજીને ?” કોસેટ કશું જ ન સમજી, પણ તે બોલી, “તમારી વાત ખરી છે.” બારણા ઉપર ટકોરો સાભળતાંની સાથે જ જીન વાલજીને પોતાનું માં તે તરફ ફેરવ્યું. “અંદર આવો.” તેણે કશું જોયા વિના જ કહ્યું. બારણું ઊઘડવું, કૉસેટ અને મેરિયસ નજરે પડ્યાં. મેરિયસ બારણાના ચોકઠાને અઢેલીને જ ખચકાઈને ઊભો રહ્યો. “કૉસેટ!” જીન વાલજીન રાજી થઈને બોલી ઊઠ્યો. તે હાથ પહોળા કરી એકદમ ઊભું થઈ ગયો. પણ તેનું શરીર ધૃજતું હતું અને તેને દેખાવ પ્રેત જેવો હતો. પરંતુ તેની આંખોમાંથી આનંદને ઓઘ નીતરી રહ્યો હતે. કૉસેટ ડૂસકાં ભરતી ભરતી જીન વાલજીનની છાતી ઉપર પડી. “બાપુ!” જન વાલજીન હર્ષઘેલો થઈ બોલી ઊઠ્યો, “કૉસેટ ! તું છે? નહિ, બાનું, તમે ખરેખર આવ્યાં? હા પ્રભુ! તું કેટલો દયાળુ છે!” મેરિયસ હવે મહાપરાણે આંસુ ખાળ, લાગણીથી રૂંધાયેલા ગળે આગળ આવ્યો અને ડૂસકાં સાથે બોલ્યો, “બાપુ!” અને તમે પણ મને માફ કરો છો, ખરું?” જીન વાલજીને પૂછયું. કૉસેટ જીન વાલજીનના ખોળામાં જ બેસી પડી હતી તથા તેના માથાના સફેદ વાળ ઉપર તથા ગાલ ઉપર હાથ ફેરવતી હતી. જીન, વાલજીનની અવદશા જોઈને તે છાતી ફાટ રડતી હતી. જીન વાલજીનની આંખે આકાશ તરફ ઊંચી થઈ. તે બોલ્યો “આપણે કેવાં અજ્ઞાન છીએ? હમણાં જ હું ઈશ્વરને દોષ દેતે હતો કે, મારો ભેટો કૉસેટ સાથે નહિ જ થાય ! હું તેને ના પોશાક પથારી ઉપર ગઠવીને બોલતો હતે, “હે ઈશ્વર, મારો મેળાપ ફરી તેની સાથે Page #500 -------------------------------------------------------------------------- ________________ આટલું બધું અજવાળું શાનું? ૪૭૫ નહિ થવા દે? હું બહુ લાચાર માણસ છું; હે પ્રભુ! મારે દેવદૂતના સ્પર્શની બહુ જરૂર છે.' અને દેવદૂત તે તે વખતે દાદર જ ચડતે હતે. મારી કૉસેટ મને પાછી જોવા મળી ! હે ભગવાન, હું કેટલો બધે દુઃખી થતો હતે? હવે હું સુખે મરી શકીશ.” પછી મેરિયસ તરફ જોઈને તે ક્ષમા માગતે અવાજે બોલ્યો બૅરન સાહેબ, હવે બહુ વખત બાકી નથી; મને આ અંતિમ ક્ષણમાં તેને કોસેટ કહેવા દે; તમને એ નથી ગમતું, પણ સાહેબ, માણસ તેની છેલ્લી ઘડીએ બહુ લાચાર બની જાય છે –” મેરિયસ આ શબ્દોથી છેક જ ભાંગી પડ્યો. તે ડૂસકાં ખાતો છે, “કૉસેટ, સાંભળે છે ? બાપુ આમ જ કરતા આવ્યા છે ! તે મારી ક્ષમા માગે છે; પણ તેમણે મારે માટે શું કર્યું છે તે તું જાણે છે? તેમણે મારી જિંદગી બચાવી છે અને વધુમાં તો પિતાની છાતીએથી વછોડીને તને મારા જેવા કતદનીને આપી દીધી છે. અને એ બધું પોતાની જાતને ભેગે ! કૈસેટ, આ માણસ નથી – દેવ છે. તારા આ પરમ પિતાને જરા સમજાવ અને મારા તરફ પોતાના પુત્ર જેવી જ નજરે જુએ એમ કહે. નહિ તો હું તેમના ખાટલા ઉપર જ માથું ફોડવાને છું. મરચામાં આવવું, મને લઈને ભૂગર્ભ-સુરંગમાં થઈને કળણ પાર કરવું – આ બધું સ્વાર્પણ, આ વીરતા, આ બધી કરુણાળુતા એમનામાં જ એકી સાથે ભારોભાર ભરેલાં છે. એ દેવપુરુષ છે! દેવ છે!” જીન વાલજીન નવાઈ પામી જોઈ રહ્યો અને બોલ્યો, “આ બધું તમે શું કહો છો? તમને એ બધું કોણે કહ્યું?” પણ મેરિયસ તો વઢતો હોય તેમ બોલ્યું ગયો, “પણ તમે આ કશું મને શા માટે જાણવા ન દીધું? તમે શા માટે મને તમારાથી અળગો રાખ્યો? ઊલટા મારી આગળ પોતાને વિષે જ એવી વાત કહી ગયા જેથી તમારું સાચું સ્વરૂપ મારી જાણમાં જ ન આવે!” મેં તમને સાચું જ કહ્યું હતું.” જીન વાલજીને જવાબ આપ્યો. “ના, ના, પૂરેપૂરી વાત કહો તે જ તે સત્ય બને. અને તમે પૂરી વાત ન કહી, એટલે જ તમારી સાચી વાત પણ ખોટી બની રહી. તમે જાણી જોઈએ જૂઠું જ બોલ્યા, જેથી હું કોસેટની પેઠે તમારા આશીર્વાદ અને વહાલભર્યો હાથ ન પામું. તમે મને કેટલી બધી આકરી સજા કરી છે?” પણ સુરંગવાળી વાત મેં તમને બધાને કહી હોત તે તમે મને Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ લે મિરાલ્ડ તમારે ઘેરથી જવા જ ન દીધો હોત. અને તમારી વચ્ચે હું રહ્યો હોત તે તમને સૌને મૂંઝવણમાં મુકાવું પડત.” શી મૂંઝવણ? શાની મૂંઝવણ? અને તમે શું એમ માને છે કે, હવે તમે એક દિવસ પણ અહીં રહી શકશો? અમે તમને અમારે ત્યાં લઈ જવા જ આવ્યાં છીએ.. બાપ રે! કેવી અચાનક જ આ બધી વાત મારા જાણવામાં આવી ! નહિ તે હું કેવા અંધારામાં રહી જાત? અને મારે હાથે કેવું પાપ થઈ બેસત? આવતી કાલે તમે આ ઘરમાં નહિ જ છે, એ હું તમને કહી દઉં છું.” “આવતી કાલે?” જીન વાલજીન ફીકું હસીને બોલ્યો, આવતી કાલે હું અહીં નહિ હોઉં એ વાત ખરી છે; પણ આવતી કાલે હું તમારે ત્યાં પણ પણ નહિ હોઉં.” “ નહિ નહિ, હવે અમે તમને તમારી મરજી મુજમ લાંબી મુસાફરી કરવા દેવાનાં નથી. તમારે અમારી મરજી મુજબ જ હવેથી વર્તવાનું છે.” આ વખતે બાપુ, તમારી કશી આડાઈ ચાલવાની નથી,” કૉસેટે ઉમેર્યું. “અમે નીચે ગાડી લઈને જ આવ્યાં છીએ, અને તમે નહિ માને તે અમારે બળ વાપરવું પડશે.” આમ બોલી તેણે જીન વાલજીનને જાણે ઊંચકવા જતી હોય તેમ તેના બંને હાથ પકડ્યા; પણ તેના હાથને અડકતાંની સાથે જ તે ચમકીને બમ પાડી ઊઠી : “બાપુ, તમારા હાથ આટલા બધા ઠંડા કેમ છે?” 8 જુવાનિયાં હતાં તેમ છતાં મેરિયસ અને કૉસેટને ખબર પડ્યા વિના ન રહી કે, જીન વાલજીનની આ આખરી ઘડીઓ છે. જીન વાલજીન ઈશ્વરને આભાર માન્યા જ કરતા હતા અને રાજી થઈ થઈને કૉસેટ સામે જોતા હતા તથા મેરિયસના વહાલયા મોં સામે નજર કર્યા કરતો હતો. વારંવાર તે એક જ વાત મેરિયસને ઠસાવવા ઇચ્છતા હતે. કે, કૉસેટના પૈસા તેણે પિતાના ધંધામાં પ્રમાણિકપણે મેળવેલા છે; અને તે વાપરવામાં કશે સંકોચ ન રાખો. કૉલેટ એક તીણી ચીસ પાડીને બોલી ઊઠી : “બાપુ, મારા બાપુ! તમારે જીવવું જ પડશે, સાંભળો છો?” હા, હા, તું મને ન મરવાનો હુકમ કર ! કદાચ હું તારો હુકમ માથે પણ ચડાવું. તમે લોકો આવ્યાં ત્યારે હું મરવાની જ તૈયારીમાં હતા, પણ હવે મને કંઈક ઠીક લાગે છે.” Page #502 -------------------------------------------------------------------------- ________________ આટલું બધું અજવાળું શાનું? ૪૭૭ મેરિયસ બોલી ઊઠ્યો : “હા, હા, તમે હજી જરૂર જીવશો. તમે ઘણું દુ:ખ વેઠયું છે, પણ હવે તમારે જરા જેટલું પણ દુ:ખ વેઠવાનું નથી. હું મારે ઘૂંટણિયે પડીને એક વાર ફરીથી માફી માગી લઉં છું. તમારે અમારી સાથે રહેવું જ પડશે – જીવવું જ પડશે. અમારી બેની રાતદિવસ એક જ ચિંતા રહેશે – તમારું સુખ!” બારણે ટકોરો પડયો, દાક્તર અંદર આવ્યો. આવે, પધારો, દાક્તર. આ બિચારાં મારાં ગરીબડાં સંતાને મારે માટે જુઓને કે વલોપાત કરે છે!” દાક્તરે દરદીની નાડી જોઈ અને પછી મેરિયસ તથા કૉસેટ તરફ વળીને ધીમેથી કહ્યું, “તમારે લોકોએ જ આવવાની કેટલા બધા દિવસથી જરૂર હતી.” પરંતુ પછી મેરિયસના કાનમાં મોં ઘાલીને તેણે ધીમેથી કહ્યું, “પણ હવે ઘણું મોડું થઈ ગયું છે.” કોસેટ ઉપરથી નજર ખસેડયા વિના જાણે જીન વાલજીને દાક્તર તથા મેરિયસ તરફ નજર કરી લીધી અને તે ધીમેથી ગણગણ્યો : “મરવામાં કાંઈ દુ:ખ નથી; પરંતુ વધુ જીવવાનું નહિ મળે, એ વિચારથી દુ:ખ થાય છે ખરું.” પછી અચાનક તે ઊભે થયો. આવી આખરી તાકાતની ઘડીઓ મરણકાળની જ પુરોગામી હોય છે. તેણે કૂસનું પ્રતીક ભીંત ઉપરથી ઉતાર્યું અને પછી શેકેલા અને ટેકો આપવા દેડી આવેલા મેરિયસ અને દાક્તરને ખસેડીને ફરી પાછો પથારીમાં આવીને બેઠો. ત્યાર બાદ તેની છાતી કમાન જેવી વળી ગઈ, અને તેના માથામાં મૃત્યુની પડઘમ ગાજવા લાગી. કૉસેટ તેના ખભાને ટેકવતી ડૂસકે ચડી, “બાપુ, અમને છોડીને ચાલ્યા ન જતા. આટલી થોડી વારમાં જ ગુમાવવા માટે શું તમે ફરી અમને જડયા હતા?” જીન વાલજીને મહાપ્રયને કપાળ ધુણાવીને જાણે અંદરની તમ્મરને ખંખેરવા પ્રયત્ન કર્યો. પછી તેણે ધીમેથી કહ્યું: “તમે બંને મારા પ્રત્યે બહુ દયામાયા રાખે છે. પરંતુ મને કઈ વાતે દુઃખી કર્યો છે તે હું તમને કહી દઉં. મોર પોન્ટમર્સી, તમે મારા આપેલા પૈસાને કલંકિત ગણીને અડવાનું માંડી વાળ્યું, તે વાતે મને ખૂબ દુ:ખ આપ્યું છે. એ પૈસા ખરેખર તમારી પનીના છે. હું તમને બધું સમજાવું. અને એ સમજાવવા મેં એક કાગળ Page #503 -------------------------------------------------------------------------- ________________ લે મિઝરાબ્લ ૪૭૮ પણ લખવા માંડયો હતા. મેં મણકા અને ભેંસલેટ બનાવવાની નવી રીત શેાધી કાઢી હતી; તેથી માલ સસ્તા તથા વધુ સુંદર બનતા હતા. સ્પેનમાં તેનું મેટું બજાર હતું. એટલે મને ખૂબ પૈસા મળ્યા હતા. જો તમે એ ઐસા નહિ સ્વીકારો, તો મારું જીવન વ્યર્થ ગયું એમ હું માનીશ.” પણ ધીમે ધીમે જીન વાલજીનની ચેતના ઓલવાતી જતી હતી. હવે તેને ગળામાંથી બાલતાં કે કાંડું હલાવતાં પણ મુશ્કેલી પડતી હતી. તે થાકથી શાંત તથા ચૂપ થઈ ગયો. તે વખતે અચાનક તેના અંતરનું સર્વ ગૌરવ તેના ચહેરા ઉપર આવીને છવાઈ રહ્યું. પરલોકના ભવ્ય પ્રકાશ તેના માં ઉપર પથરાવા લાગ્યા. તેણે એક વાર કૉસેટને પાસે આવવા નિશાની કરી. પછી મેરિયસને પાસે બાલાવ્યા. પછી દૂરથી બાલને હોય તેવા અવાજે તે બાલ્યા, “ પાસે આવા, બંને જણ હજુ પાસે આવેા. હું તમને ખૂબ ચાહું છું. હવે મને મરતાં જરા પણ દુ:ખ થતું નથી. તું પણ મને ચાહે છે કૉસેટ, મને ખાતરી હતી કે અંતરથી તું મને કદી ભૂલી જ ન હતી. ખરુને ? 66 “હું મરી જઈશ એટલે તું રડીશ ખરુંને? પણ બહુ ન રડતી. હું તે કારણે બહુ દુ:ખી ન થાય એવી મારી ઇચ્છા છે. તમે બંને ખૂબ સુખી થશે. હવે તમારી પાસે ખૂબ પૈસા છે, તે બધા વાપરો અને જરા પણ અગવડ ન વેઠશે. મારી પેલી બે દીવાદાની હું કૉંસેટને વારસામાં આપું છું. તે સોના કરતાં, અરે, હીરા કરતાં પણ વધુ કીમતી છે. તે દીવાદાની મને બક્ષિસ આપનાર સંત પુરુષ મારા જીવનની કામગીરીથી સ્વર્ગમાં બેઠા બેઠા રાજી થયા છે કે નહિ તે હું નથી જાણતા; પણ હું કદી તેમને ભૂલ્યો નથી. જુઓ, મારી કબર ઉપર એક સીધા સાદા પથરો જ મુકાવો – કશું લખાણ ન કોતરાવશેા. માત્ર તું કૉંસેટ કોઈ કોઈ વખત ત્યાં આવીને ઊભી રહીશ, તે હું જ્યાં હાઈશ, ત્યાં મને ખૂબ આનંદ થશે. “ મોંશ્યોર પોન્ટમર્સી, મારે કબૂલ કરવું જોઈએ કે, હું તમારા તરફ ઘણી વાર અણગમાની નજરે જોતા હતા. પણ હું તમારી માફી ચાહું છું. મારી કૉસેટને તમે છીનવી લે છે એમ મને લાગતું હતું. પણ પછી મને સમજાઈ ગયું હતું કે, કૉંસેટને તમારા હાથમાં સોંપવામાં જ તેનું વધુ હિત છે. તમે પણ કૉસેટને ખૂબ ચાહા છે, એ મે' જોયું છે. તેને સાચવજો, એ મારી માંઘેરી મિલકત છે. તમે બંને સુખી થશે. મારી પેટીમાં પાંચસો ડ્રાંકની નાટ છે. મેં તેમાંથી એક પાઈ પણ ખર્ચી નથી, તે ગરીબગુરબાંને આપી દેજો. Page #504 -------------------------------------------------------------------------- ________________ આટલું બધું અજવાળું શાનું? ૪૭૯ વખત કેટલો જલદી દોડી જાય છે! મારાં સંતાને ! તમે બહુ રડતાં નહિં; હું બહુ દૂર નથી ચાલ્યો જવાને. હું તમને ત્યાંથી જેતે જ રહીશ. બેટા કૉસેટ, હવે તારી માનું નામ તને કહી દેવાનો સમય આવ્યો છે. તેનું નામ ફેન્ટાઈન હતું. જ્યારે જ્યારે તે નામ ઉચ્ચારે, ત્યારે ત્યારે તું ઘૂંટણિયે પડજે. તે ભગવાનના ઘરની શહીદ હતી. મારી પેઠે જ તને છેલ્લી વાર જોવા તે ઝંખતી હતી, પણ ઈશ્વરે મારા ઉપર જ તે કરુણા કરી; તે તે તને જોયા વિના જ મરણ પામી. પણ હવે મારાથી વધુ બોલાતું નથી. મારે તને રોજ મળવું હતું, પણ ન મળી શક્યો; એથી મારું હૃદય ભાંગી ગયું. પણ હવે એ બધું યાદ કરીને શું? આ શું થાય છે? આટલું બધું અજવાળું શાનું? પાસે આવો, હું બહુ સુખી થઈને વિદાય થાઉં છું. મારા હાથ તમારા બંનેના માથા ઉપર મૂકવા દો.” રાત અંધારી હતી અને એક પણ તારો પ્રકાશ ન હતું. પણ એ ઘોર અંધારામાં એક મોટો દેવદૂત પાંખ ફેલાવીને આ આત્માને ઉપાડી જવા રાહ જોઈને ઊભે હતો. સમાપ્ત Page #505 -------------------------------------------------------------------------- ________________ ઘૂગાની બીજી શકવર્તી નવલકથા ‘લાફિંગ મૅન” ચાને ઉમરાવશાહીનું પોત અને પ્રતિભા [વિસ્તૃત સચિત્ર સક્ષેપ] સપા॰ ગેાપાળદાસ પટેલ ક્રાંતિ કે ઉત્ક્રાંતિ [‘નાઇન્ટી થ્રી’ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર,] ફ નાત્રઢામ' યાને ધર્માધ્યક્ષ [સચિત્ર સ ંક્ષેપ] ‘હુંચઍક સંપા॰ ગેાપાળદાસ પટેલ સંપા॰ ગેાપાળદાસ પટેલ પ્રેસ-બલિદાન સપા॰ ગેાપાળદાસ પટેલ ‘ટોઇલ આફ ધ સી'ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] લે મિઝેરાલૢ ’ ઉર્ફે દરિદ્રનારાચણ [આ પુસ્તક પેતે] સંપા॰ ગોપાળદાસ પટેલ ૬.૦૦ ૫.૦૦ ૧૦.૦૦ ૧૨.૦૦ Page #506 -------------------------------------------------------------------------- ________________ -lodec -વિક્ટર હ્યુગો. ગોપાલદાસ પટેલ આચાર્ય જે.બી.કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ