________________
૨૯૪
લે મિરાહ મને? ના બેટા.” તે જવાબ આપતે.
આ બે પ્રાણીઓ, જે એકબીજાને અત્યાર સુધી એકનિષ્ઠાથી એકાંતિકભાવે ચાહતાં આવ્યાં હતાં, અને જેઓ કેટલાય સમયથી એકબીજા માટે જ જીવન ધારણ કરી રહ્યાં હતાં, તેઓ હવે એકબીજાને હાથે જ પ્રહાર પામીને, એકબીજા દ્વારા જ દુ:ખ ભોગવી રહ્યાં હતાં : મેએ કશું બોલ્યા વગર, સામા ઉપર ખોટું લગાડ્યા વિના, અને આખે વખત ઉપરઉપરથી હાસ્ય ધારણ કરીને
તેમનાં જીવન ઘેરાં બનતાં ગયાં.
તેમને હવે એક જ મન-વિસામો બાકી રહ્યો હતે; જેકે પહેલાં તેમને માટે તે વસ્તુ આનંદરૂપ હતી – ગરીબ ગુરબાને મદદ કરવાની, અને ભૂખ્યાને ખવરાવવાની.
એ દરમ્યાન જ પેલો જોડૂંટવાળો પ્રસંગ બન્યો હતે.
એ મુલાકાત પછી જીન વાલજીને પાછો આવ્યો ત્યારે પહેલાંની સ્વસ્થતા સાથે જ આવ્યો હતે; પરંતુ તેના ડાબા હાથ ઉપર ખૂબ મોટો ડામ હતો. તે જેટલે ઊંડે હતો તેટલો જ વેદનાપૂર્ણ હતું, અને પરિણામે જીન વાલજીનને ભારે તાવમાં એક મહિના કરતાં વધુ સમય પથારીવશ રહેવું પડયું. તેણે ડૉકટરને બોલાવવાની ઘસીને ના પાડી. કૉસેટે ગભરાઈને ખૂબ આગ્રહ કર્યો, ત્યારે તેણે જવાબ આપ્યો, “તે ઢેર-ડાક્ટરને બોલાવ!”
કૉસેટે બદલામાં પોતાના સમગ્ર અંતરથી અને સમવેદનાથી એ ઘા રોજ બે વખત જોવા માંડયો તથા તેની ઉપર પાટા બાંધવા માંડયા. તેના મોં ઉપરની ચિંતા અને સહાનુભૂતિ જોઈ, જીન વાલજીનના મનની શાંતિ ફરી પાછી આવી અને તેની ચિંતા અને દુ:ખ દૂર થઈ ગયાં.
કૉસેટ હવે વંઢાવાળા આ નાના મકાનમાં જ મોટે ભાગે રહેતી તથા જીન વાલજીન કહે તે બધું તેને વાંચી સંભળાવતી. જીન વાલજીનનો જાણે પુનર્જન્મ થયો હતો, અને કોસેટ પોતાના સઘળા ભાવથી તેનું જતન કરી રહી હતી. એ ભાવમાં જીન વાલજીનને બીજા કઈ માટે કશું બાકી રાખેલું દેખાતું નહિ.
આ આનંદમાં જ અને શાંતિમાં જ તે થનારડિયરની મુલાકાતને પણ જલદી ભૂલી શક્યો. તે લેકો હવે જેલમાં હતા; જાવટે પિતાને ઓળખી શકે તે પહેલાં પિતે નાસી છૂટયો હત; એટલે હવે તે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org