________________
જાગ્યાં હોય તે જાણે!
૨૨૩
એવી હદે આવી ગઈ હતી જ્યાં પ્રશ્ન પૂછતાં જે જવાબ આવે તે સાંભળવાના જ ડર લાગે; અથવા પ્રશ્ન પૂછતાં પાતે જ પકડાઈ જવાના ડર લાગે. તે કેવળ હૃદયમાં – અંતરમાં તલપાટ કરવા લાગી.
-
જીન વાલજીનને જુવાન હૃદયોના આ તલપાટનો અનુભવ જ ન હતા; તે માત્ર એટલું જ જેઈ શકયો કે ક્રૉસેટ ગમગીન થઈ ગઈ છે; પરંતુ ઍના ઊંડા અર્થ તે સમજી ન શકયો. તે પોતે પણ ગમગીન થઈ ગયો. બંને પક્ષે બિનઅનુભવ જ પૂરેપૂરો શસજ્જ થઈને મેદાને પડયો હતો.
એક દિવસ પરીક્ષા કરી જોવા તેણે કોંસેટને પૂછયું : “ તારે લક્ષમબર્ગના બગીચા તરફ ફરવા જવું છે?”
કૉસેટના મુખ ઉપર થઈને પ્રકાશની આભા પસાર થઈ ગઈ.
33 હા. તેણે કહ્યું.
તેઓ બગીચામાં ગયાં. પણ ત્રણ મહિના થઈ ગયા હતા, અને મેરિયો થાકીને ત્યાં આવવાનું બંધ કર્યું હતું.
બીજે દિવસે જીન વાલજીને કાંસેટને ફરી પૂછયું :
46
તારે લક્ષમબર્ગના બગીચા તરફ ફરવા જવું છે?'
કૉંસેટે ખિન્નતાપૂર્વક શાંતિથી જવાબ આપ્યા
66
ના !”
જીન વાલજીન હવે બધું સમજી ગયા. તે ઊંડા કંપ સાથે વારંવાર પેાતાના મનમાં બાલવા લાગ્યો : “મેં આ શું કર્યું? હું કૉસેટને મઠમાંથી બહારની દુનિયામાં શા માટે લઈ આવ્યા ?”
કૉસેટની ખિન્નતામાં, ફરી મેરિયસને આ વિશાળ દુનિયામાં કદી ભેગા થવાની અશકયતાની હતાશા ઉમેરાઈ. તેની આંખા ઝનૂની અને તીક્ષ્ણ બની ગઈ. ઘરની પરચૂરણ બાબત ઉપર તેનું પહેલાં જેવું લક્ષ કે ચીવટ
રહ્યાં નહિ.
છતાં જીન વાલજીનને કશા અણસાર ન આવે તેવી કાળજી તે રાખતી. પોતાના અપરાધને કારણે પેાતાના વહાલા બાપુને ખાટું લાગવું ન જોઈએ, એટલું તે સમજતી હતી. જીન વાલજીન તેના ચહેરા ઉપરની ફીકાશથી ચાંકીને તેને પૂછતા, “ બેટા, તને શું થયું છે?”
66
99
તે જવાબ આપતી, “કશું નહિ, બાપુ.”
અને થોડી વાર ચૂપ રહ્યા બાદ, જીન વાલજીનને પણ ખિન્ન થયેલા જોઈ તે પૂછતી, “બાપુ, તમને કશું થયું નથીને ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org