________________
ર૯૨
લે મિરાલ્ડ મુશ્કેલીમાં સપડાતી નથી, ત્યારે જુવાન પુરુષ બધી મુશ્કેલીઓમાં આંધળો બનીને ફૂદી પડતું હોય છે. જીન વાલજીને મેરિયસ સામે ખરેખર યુદ્ધ જ શરૂ કરી દીધું હતું, પણ મેરિયસ પિતાની જવાની અને પિતાના પ્રેમના અંધાપામાં તેને એક પણ પેંતો જોઈ જ શક્યો નહિ. જીન વાલજીને ફરવા આવવાના કલાકો બદલ્યા, બેસવાની જગા બદલી, પોતાને રૂમાલ જાણી જોઈને મૂકતો ગયો, લક્ષમબર્ગમાં કોસેટને લીધા વિના એક જ ફરવા આવવા લાગે,– આમ તેણે જાતજાતની તદબીરેથી પિતાના પુરાવાઓ ભેગા કરવા માંડયા. ત્યારે મેરિયસ સામે ચાલીને એકેએક પુરાવાને સાચો ઠરાવ ગયો. પરંતુ આખા વખત દરમ્યાન કોસેટ તે જાણે કંઈ જાણતી સમજતી ન હોય તેમ, નિશ્ચળ સ્વસ્થતાથી એવું ઠાવકાપણું દાખવતી જેથી જન વાલજીનને ખાતરી થઈ ગઈ કે, આ બબૂચક જ કોસેટના ઉપર ગાંડ થયો છે; કૉસેટને તે તેના અસ્તિત્વની પણ ખબર નથી!
ધીમે ધીમે જીન વાલજીનને પિતાના અંતરમાં પેલે જૂનો રાક્ષસ સળવળને લાગ્યું. કશા સુખ વગર, અપાર દુઃખ વેઠીને, જુવાનમાંથી ઘરડો બનીને, કુટુંબ-સગાં-પત્ની-સંતાન એ કશા વગરનું જીવન ગુજારીને, કેવળ ઠોકર ખાતાં, પપ્પા ખાતાં, તિરસ્કાર વેઠતાં મહામહેનતે કંઈક સ્વસ્થ થયો, અને જગતે કરેલા અન્યાયની કંઈક ક્ષમા આપતે થયું, ત્યારે એ જગત પાછું આ જુવાનિયારૂપે, તેના જીવનની કેવળ એક કમાઈ, એક સુખ, એક શાંતિ એવી જે કૉસેટ, તેને ઉપાડી જવા – ઝૂંટવી જવા સામું આવ્યું છે શું?
જીન વાલજીનને જગત પ્રત્યેને સમગ્ર સુપ્ત વૈરભાવ અચાનક જાગ્રત થઈ, મેરિયસ તરફ ચાર કાંઠે ઘૂઘવવા લાગ્યો. તેની નજરમાં હવે એક માણસ બીજા માણસ પ્રત્યે જુએ એ ભાવ ન હતો, પણ એક દુશ્મન બીજા દુશ્મન પ્રત્યે જુએ, કે કૂતરો ચોર પ્રત્યે જુએ તે ભાવ હતો.
પછી શું થયું તે આપણે જાણીએ છીએ. મેરિયસ કૉસેટની પાછળ ઘર સુધી જતો તથા આંટા મારતો થયો, ત્યાર પછી તરત જીન વાલજીને રૂ દ લ આસ્ટિવાળું મકાન બદલી નાખ્યું અને તે કૉસેટ સાથે રૂ બ્લમેટવાળા મકાનમાં રહેવા આવી ગયો. લક્ષમબર્ગ તરફ તો પગ પણ ન મૂકવાને તેણે ક્યારને નિશ્ચય કરી લીધો હતો.
- કોસે કશી ફરિયાદ ન કરી. તે કશું બોલી પણ નહિ તેણે કશા પ્રશ્નો પણ કર્યા નહિ. તેણે કાંઈ કારણ શોધવા પણ પ્રયત્ન કર્યો નહિ. તે હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org