________________
પડછાયા અને ઓળા
૨૯૫ વખત તેને વિચાર આવે તે પણ થનારડિયર-કુટુંબની દુઃખી અને પતિત હાલતનો જ આવતે.
મઠમાં સિસ્ટર માટિડાએ કોસેટને ભજન ગાતાં શીખવ્યું હતું. કૉસેટને કંઠ બહુ ભાવવાહી હતો; પોતાના બાપુને ઝટ આરામ થાય તથા તેમને શાંતિ મળે તે માટે તે રોજ સાંજના એટલાં ભાવભયા ભજન ગાતી કે થોડી વાર પૂરતું સકળ દેવદૂત સાથેનું સ્વર્ગ જાણે ત્યાં ઊતરી આવતું.
વસંત ઋતુ આવી; આગળના બગીચાની શોભા અનેરી થઈ રહી. જીન વાલજીન કોસેટને તે તરફ થોડી વાર ફરી આવવાનો આગ્રહ કરવા લાગ્યો. “બેટા, તું થોડો પગ છૂટે કર; બીમાર માણસની પથારી સાથે બંધાઈ રહીને નું જ બીમાર પડી જઈશ. મારી મરજી છે કે તું થોડું ફર.”
સારું બાપુ.” એમ કહી કોસેટ પહેલી વાર તે તરફ ફરવા ગઈ. થોડા દિવસ પછી તે ન વાલજન પણ કૅસેટને ટેકે ઘોડે વખત ન્યાં ફરવા આવતે. બંનેનાં મન ચિંતામુક્ત, શોકમુક્ત અને વસંતના નવજીવનભય થઈને ખીલી રહ્યાં.
પિતાને ઘા પૂરેપૂરો ભરાઈ જતાં, જીન વાલજીને પિતાનું સાંજે પેરિસના નિર્જન ભાગોમાં એકવા બહાર ફરવા જવાનું શરૂ કર્યું.
૭૩ પડછાયા અને ઓળા એપ્રિલના પહેલા પખવાડિયામાં જીન વાલજીન બહારગામ ચાલે . લાંબે લાંબે ગાળે તે એ રીતે ચાલ્યો જતે અને બહુ બહુ તો એક કે બે દિવસ ગેરહાજર રહે. તે કયાં જ કૉસેટ પણ તે જાણતી નહિ. પરંતુ ઘરખર્ચ માટે પૈસાની જરૂર પડતી, ત્યારે તે ઘણુંખરું આમ બહાર જ.
આ વખતે જીન વાલજી કહેતે ગયા હતા કે, “મને પાછા ફરતાં -ત્રણેક દિવસ લાગશે.”
તે સાંજે કૉસેટ ઘરમાં એકલી હતી. થોડુંક ગમે તે માટે તે પિયાને ઉઘાડી ગાવા બેઠી. અચાનક તેને બગીચામાં જાણે કોઈનાં પગલાંને અવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org