________________
લે મિશહુ સંભળા. તે બારીના બંધ બારણા પાસે ગઈ અને ત્યાં કાન મૂકી સાંભળવા લાગી. - તેને લાગ્યું કે અમ જેવું કોઈ ધીમેથી ચાલી રહ્યું છે. તે તરત ઉપરને માળ પિતાના ઓરડામાં દોડી અને ત્યાં બારીમાંની ડેકા-પટ્ટી ખસેડી બહાર જેવા લાગી. ત્યાંથી બગીચાનો ભાગ તેને દિવસની જેમ સ્પષ્ટ દેખાતે હતું. ત્યાં કોઈ ન હતું. તેણે હવે લારી પૂરેપૂરી બેલી નાખી. શેરીમાં પણ કોઈ ન હતું.
કૉસેટે માન્યું કે પોતાને નાહક ભ્રમણા થઈ હતી. કોસેટ ઝટ બી જવાના સ્વભાવવાળી ન હતી. તેની નસોમાં ખુલ્લા પગે રખડનાર જીસીનું લોહી વહેતું હતું; તે હદયથી બહાદુર અને તીખી હતી.
બીજે દિવસે સમીસાંજે તે બગીચામાં બહાર ફરતી હતી. કાંઈક વિચારો તેના મગજમાં ઘૂમી રહ્યા હતા. તેવામાં તેણે ગઈ કાલ સાંજ જેવો જ ચાલવાનો અવાજ સાંભળ્યો; જાણે કોઈ ઝાડની છાયામાં ફરી રહ્યું છે. પણ કોઈ ક્યાંય દેખાયું નહિ; એટલે પિતાને આ ભ્રમ વારંવાર થાય છે એ બીના ઉપર તેને હસવું આવ્યું. હવે તે ઝુંડમાંથી બહાર આવી. ઘરના પગથિયે ચડવા માટે વચ્ચે હવે ઘાસથી છવાયેલો થોડોક ખાલી જમીનને ટુકડો બાકી હતા. તે વખતે ચંદ્ર પણ તેની પાછળ હમણાં જ ઊગ્યો હતે. કોસેટને પડછાયો તેના પગ આગળથી આ ટુકડા ઉપરના ઘાસ ઉપર લાંબાતો હતે.
અચાનક કૉલેટ ચોંકી; તેના પડછાયાની સાથે જ બીજો એક મોટો પડછાયો પણ ત્યાં લાંબાયો હતો, અને તેના માથા ઉપર ગેળ ટોપ હતો !
કૉસેટ જી ઊઠી અને ત્યાં જ સ્થિર થઈ ગઈ. તેનાથી બૂમ પણ ન પડાઈ કે ખસાયું પણ નહિ. પછી મહામહેનતે થોડીક હિંમત કરીને તેણે પાછા વળીને જોયું; પણ ત્યાં કોઈ ન હતું. સામે જમીન ઉપર જોયું. તે પડછાયો પણ અલોપ થયો હતો.
તે હિંમત કરીને ફરી ઝુંડ તરફ ગઈ અને દરવાજા સુધી જઈ આવી; પણ તેને કોઈ મળ્યું નહિ.'
તેનું લેહી ઘણે ઠરી ગયું. આ તે કંઈ મિથ્યા આભાસ કહેવાય? બે બે દિવસ સુધી એક જ જાતને આભાસ હોઈ શકે? ખાસ ચિંતા તો એ વાતની હતી કે પેલે પડછાયો તો તેણે નજરે જોયો હતો, અને તેને માથે ગોળ ટેપ હતો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org