________________
૯૮
દ્વિધાનો અંત જાવર્ટ રૂ દ લ હમ આર્મમાંથી ધીમે પગલે પાછો ફર્યો.
તેનું માથું નીચે ઝૂકેલું હતુ-જીવનમાં પહેલી વાર! અને જીવનમાં પહેલી જ વાર તે બંને હાથ પીઠ પાછળ રાખીને ચાલતો હતો.
આજના દિવસ સુધી તે છાતી ઉપર અદબ વાળેલા હાથ રાખતે, જે નિશ્ચય બતાવે છે; પીઠ પાછળ હાથ રાખવા જેવી, અનિશ્ચય બતાવનારી –ચિંતા વ્યક્ત કરનારી લઢણ તેને અજ્ઞાત હતી.
તેના આખા શરીરમાંથી ખેદ અને ચિંતા તાવની વરાળની પેઠે ભભૂકી રહ્યાં હતાં.
તે ગુપચુપ એક જ દિશા તરફ ડગલાં ભરતે હતો – જ્યાં સીન નદીને પ્રવાહ સૌથી વધુ વેગવંત છે. બે પુલ નજીક આવી ગયા હોવાથી તથા પટ બંને બાજુથી થોડે સાંકડો થઈ જતા હોવાથી, ત્યાં આગળ પાણી વિચિત્ર ગડીઓ અને કરચલીઓ પાડતું તથા વળાંક લેતું વહે છે. ખારવા - ખલાસીઓ એ ભાગથી જેટલા ડરે છે, તેટલા કશાથી નહિ. તેમાં પડેલા માણસો ફરી કદી દેખાતા જ નથી. ભલભલા તરવૈયાએ તેમાં ડૂબી ગયા છે.
જાવટે પુલની કિનારી ઉપર કોણી ટેકવી દીધી; પછી દાઢી બંને હાથમાં રાખી એ પાણીના ઉછાળા તરફ જોઈ રહ્યો.
જાવર્ટ તીવ્ર વેદનામાં હતો.
થોડા કલાક થયાં તે પિતાની સ્વસ્થતા ગુમાવી બેઠો હતો. તેનું મગજ અમુક ચીલામાં જ વિના રોકટોક કામ કરતું આવેલું હોવાથી, બધી બાજુથી અંધ અને એક સીધી લીટીમાં જ આરપાર જોનારું હતું. તેના ઉપર ભય, વાસના, વિકારનાં પડળ કે વાદળ કદી ઘેરાયાં ન હતાં. તેને અંતરાત્મા જેવો હતે તે જ સ્થિરપણે ઝળહળતો રહે.
પણ આજે તે દ્વિધામાં – ગંભીર દ્વિધામાં પડી ગયો હતો. હંમેશાં એક માર્ગ દેખનારાને આજે બે માર્ગ દેખાતા થયા હતા. અને તેથી તે ચોંકી ઊઠ્યો હતો. એ બેમાંથી કયો રસ્તો ખરો? તેણે – જાવટે કયો રસ્તો લેવો જોઈએ?
પોતાનું જીવન તેણે એક ગુનેગાર તરફથી બક્ષિસ મેળવ્યું હતું, તેણે તે ઋણ સ્વીકાર્યું હતું અને તેના બદલામાં એને ન્યાયના પંજામાંથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org