________________
દ્વિધા અંતા
૪૧૭ કર્યો હતો. પરંતુ ન્યાયના હાથારૂપ બનનારે એ રીતે ન્યાય વિફળ થાય તેવું પગલું ભરી શકે? પોતાની વૈયક્તિક લાગણીઓને સામાજિક કર્તવ્ય બજાવવામાં આડે આવવા દઈ શકાય? અને છતાં, આજે પોતાની વૈયક્તિક લાગણીઓને આગળ કરીને જ તેણે જાણે સામાજિક કર્તવ્ય અને તેથી પણ વધુ કાંઈક ઉચ્ચ કર્તવ્ય બનાવ્યું હોવાને આત્મસંતોષ તેને કેમ થતું હતું?
તેને એક જ વાતની નવાઈ લાગતી હતી કે, જીન વાલજીને તેને જીવતે જવા દીધો હતો. અને તેથી પણ વધુ બળતરા એ થતી હતી કે તેણે, જાવટેં, જીન વાલજીનને જાતે કર્યો હતો!
તેણે જીન વાલજીનને જતો કરવો જોઈતું હતો? એ તે ખોટું જ હતું. એમ કરીને તે સામાજિક કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેને માથે હતી તે માણસ એક ગુનેગારથી પણ હલકો ઊતર્યો કહેવાય! તે શું, રૂ દ લ હોમ આર્મમાં પાછા જઈ જીન વાલજીનને કેદ પકડાવી દેવો? હા, કરવું તે એ જ જોઈએ. પણ એ તેનાથી થઈ શકતું નહોતું. કશુંક જાણે તેમ કરવા જતાં તેનો હાથ પકડીને રોકી રહ્યું હતું.
એ કશુંક શું હતું? અદાલત, રાજા, પોલીસ અને રાજસત્તા એ સિવાય પણ બીજું કંઈ પાછું દુનિયામાં છે ખરું?
જીન વાલજીન એક ગુનેગાર; કાયદાએ તેને દલિત બનાવ્યો છે. જાવર્ટ એક સત્તાધીશ; કાયદાએ તેને કઠેર બનાવ્યો છે. કાયદાની જ પેદાશ એવા એ બે જણ આજે પણ કાયદાની ઉપરવટ પોતાની જાતને મૂકવાની હદે આવ્યા હતા, એ વસ્તુ ભયાનક નહોતી?
જીન વાલજીનની વર્તણૂકને તે કશું નામ આપી શકતો ન હતો. અત્યાર સુધી તેની જાણમાં મનુષ્ય જે રીતે વર્તતે આવ્યો છે, તે બધા કાયદા જાણે આ માણસે ધૂળભેગા કરી નાખ્યા હતા. તેણે તેને જીવતે જવા દીધો હતે. જન વાલજીન ગુનેગારની રીતે બિલકુલ વર્યો ન હતો. જીન વાલજીનની પાછળ તેને પાછો મે. મેડલીન દેખાયો. તેનાં જે જે કૃત્યોને તેણે મૂર્ખામી ગણી કાઢયાં હતાં, તે બધાં કૃત્યો તેને હવે વાસ્તવિક લાગવા માંડ્યાં. માં. મેડલીન અને જીન વાલજીન બંને મળીને એક આદરપાત્ર વ્યક્તિ જ બની રહેતી હતી. પણ આ શું? એક ગુનેગાર માટે જાવર્ટના મનમાં આદરભાવ ઊભો થવા લાગ્યો ? છતાં એ વસ્તુ નકારવી પણ તેને એટલી જ અશક્ય લાગતી હતી!
આ ગુનેગાર દયાળુ હતા, આ ગુનેગાર માયાળુ હતા, આ ગુનેગાર પરોપકારી હતા, આ ગુનેગાર સેવાભાવી હતી, આ ગુનેગાર અપકારનો બદલો
લે મિ0 – ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org