________________
૪૧૮
લે મિઝરાઇ ઉપકારથી વાળને હવે, વેરનો બદલો ક્ષમાથી વાળતો હતો, અને શત્રુને નાશ કરવા કરતાં પોતાની જાતને નાશ કરવાનું પસંદ કરતો હતો !
પણ એ વસ્તુ નાનીસૂની છે? એ વસ્તુનું કશું જ મહત્વ નથી? એ વસ્તુ તે દેવદૂતેમાં જોવા મળે ! તેની શું ધરતી ઉપર કશી જ કિંમત નથી?
ઘેડાગાડીમાં તેની સાથે બેસીને તે જયારે જઈ રહ્યો હતો, ત્યારે વીસ વીસ વખત તેને તેના ઉપર તૂટી પડીને તેને ખાઈ જવાનું મન થઈ આવ્યું હતું – અર્થાત્ પહેલે જ પોલીસથાણે ખબર આપી તેને સોંપી દેવાનું. કેટલી સીધીસાદી વાત હતી? પછી પિતાને રસ્તે પોતે ચાલ્યો જાત, અને કાયદો તેનું જે કરવું ગ્ય હોત તે કરત. પણ એમ કરનારે જાવટે ખરેખર જીત વાલજીનની તુલનામાં મોટો બન્યો હોત કે ના? – અરે છેક જ તુચ્છ બની રહ્યો હેત; અને તેની પોતાની જ નજરે !
જાવર્ટનું હૃદય અત્યારે કારમી ઊથલપાથલ અનુભવી રહ્યું હતું. અત્યાર સુધી ન અનુભવેલા એવા ભાવો અને વિચારો તેને તળે-ઉપર કરી રહ્યા હતા. એ ભાવો અને વિચારો તેને વધુ સારા લાગતા હતા ! પોતાને જૂનો સગુણ તેને અપૂર્ણ લાગતો હતો. તેના અંતરમાં એક નવી જ દુનિયા દેખા દઈ રહી હતી. એ દુનિયામાં ગુને અને સજા કરતાં અપકારના બદલામાં ઉપકાર, દયાભાવ, ક્ષમાભાવ વગેરે આચારો વધારે ઉજજવળ બની પ્રકાશતા દેખાતા હતા. એ દુનિયામાં માણસ એક વાર ગુન કરવાથી હંમેશને માટે શાપિત બની રહેતો નથી; ઈશ્વરની અપાર કરુણા અને ઉદ્ધારક શક્તિ હેઠળ ગુનેગાર પણ જાણે પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તવાઈને નિર્મળ – નિર્દોષ બનીને બહાર નીકળે છે! ઈશ્વર પિતાનાં સંતાનોને અદાલતના કાયદાથી ન્યાય નથી ચૂકવતે, પણ પોતાના જુદા જ કાયદાએથી! અને એ કાયદાઓથી માણસ જાણે પવિત્રા, સદાચારી, ઉત્તમ બની જાય છે. માણસના કાયદાઓથી તો તે વધુ ને વધુ નપાવટ બનતો જાય છે.
ઈશ્વરની અદાલતે આ માણસને ક્યારની માફી બક્ષી દીધી છે. એ માણસ તો હવે શત્રુને પણ હસતે મોઢે જવા દે એવા સંત બની ગયો છે. તેને હવે ફરીથી જેલમાં પૂરી, લશ્કરી વહાણ ઉપર ગુલામ બનવા, જાનવરથી પણ હલકો વનવા, કેમ કરીને મોકલી શકાય? શા માટે મોકલવો જોઈએ?
જન વાલજીન જાવટંને એક ક્ષણમાં બંદૂકની ગોળીથી ઉડાવી દઈ શકતો હતો, તથા પોતાની જાતને હંમેશને માટે સુરક્ષિત બનાવી દઈ શકતો હતે. છતાં તેણે તેમ ન કરતાં તેને છૂટો મૂક્યો. એમ કરીને તેણે શું કર્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org