________________
દ્વિધાતા અંત
૪૧૯
પોતાનું કર્તવ્ય બજાવ્યું ? ના, ના. તેણે સામાન્ય અર્થના કર્તવ્ય કરતાં વધુ ઉચ્ચ એવું કાંઈક કર્યું હતું. અને પેાતે પણ તેને છૂટો જવા દઈને શું બજાવ્યું? કર્તવ્ય ? ના, કર્તવ્ય કરતાં પણ કંઈક વધુ ઉચ્ચ એવું! અને ઉચ્ચ એ માટે કે તે ઈશ્વરની અદાલત ઈશ્વરના કાયદા અનુસાર હતું.
આજના દિવસ સુધી તે પેાતાના પેાલીસ-વડામાં. ગિસ્કેટથી ઉચ્ચ અધિકારવાળું કોઈ હોય એમ જાણતા જ ન હતા. આજે હવે તેના કરતાં પણ વિશેષ ઉચ્ચ અધિકારી એવા ઈશ્વર તેના જીવનમાં અણધાર્યો જ સામે આવીને ઊભા હતા, અને તેથી તે મૂંઝાઈ ગયા હતા.
કોઈ અજાણી વસ્તુ માથે આવીને ઝઝૂમી રહે, અને પેાતે ગુપચુપ તેને વેઠી લે, એવી તેને ટેવ નહતી.
આ મૂંઝવણમાંથી તેને નીકળવાના બે માર્ગ જ દેખાતા હતા, એક તે જીન વાલજીન પાસે મક્કમતાપૂર્વક જવું અને તે ગુનેગાર માણસને બંદીખાનાને હવાલે કરી દેવા, અને બીજો -
જાવર્ટનું માથું આ ભીજો રસ્તો વિચારતાં જ ટટાર થઈ ગયું. તે સીધે, પાસેના પેાલીસથાણા તરફ ગયા.
જાવર્ટે ત્યાં જઈ પેાતાનું કાર્ડ બતાવ્યું અને પછી ટેબલ ઉપર બેસી લખવા માંડયું—
""
પેોલીસ સર્વિસ માટે ઘેાડાં આવશ્યક સૂચને ”
૧ : હું વડા અધિકારીને નીચેની બાબતેા ઉપર લક્ષ આપવા વિનંતી કરું છું.
૨ : તપાસ પછી કેદીઓને જોડા કાઢી ખુલ્લા પગે ફરસ ઉપર લાંબા વખત ઊભા રહેવું પડે છે, તેથી ઘણાને શરદી થઈ જાય છે. પરિણામે ઇસ્પિતાલનું ખર્ચ માથે પડે છે,
૩ : કોઈ ગુનેગારના પીછા પકડવાના હુકમ થાય, ત્યારે અગત્યના કિસ્સાઓમાં બે અફસરની નિમણૂક કરવી : એક પેલા ગુનેગાર ઉપર નજર રાખે, અને બીજો પહેલા અફસર ઉષર જ; જેથી એક જણ નબળા પડી જાય, તે બીજો તેની તપાસ રાખે અને તેનું સ્થાન લે.
૪ : ...કેદખાનામાં કેદી ખુરશીની કિંમત આપે તેપણ તેને ખુરશી રાખવા દેવામાં આવતી નથી, તેનું કારણ સમજી શકાય તેવું નથી.
૫ : નામ પાકારનારા કેદીઓ જે કેદીનું નામ પાકારે, તેની પાસેથી મહેનતાણાના બે સૂ લે છે. આ ચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org