________________
૪૨૦
લે મિઝરાઇલ ૬ : જેલમાં વણાટકામ વખતે એક તાર રહી જાય, તે ઠેકેદાર દસ સૂ કેદી
પાસેથી કાપી લે છે. આ ખાટ્ટાઈ છે. કારણ કે કપડું તેથી ખાસ બગડતું નથી.
જાવટ
ફર્સ્ટ કલાસ ઇન્સ્પેકટરોને વર્ગ થાણા ઉપર જૂન ૭, ૧૮૩૨, સવારના એક વાગ્યે.
આ કાગળની ગડી કરી, ઉપર વડા અધિકારીનું નામ લખી, તેણે ટેબલ ઉપર મૂક્યો. અને પછી તે બારણું વાટીને બહાર નીકળ્યો. ત્યાંથી તે પાછો નદીની ઉપર જે જગાએ અત્યાર સુધી ઊભો રહ્યો હતો, ત્યાં જ આવીને ઊભો રહ્યો.
અંધારું ઘર હતું. મધરાત પછીનું કાળચોઘડિયું ઘૂઘવી રહ્યું હતું. વાદળેથી તારા ઢંકાઈ ગયા હતા. આકાશ એક કારમી બખેલ જેવું લાગતું હતું. નીચે ઊછળતા પાણીનો ખળભળાટ સંભળાતો હતો, પણ બીજું કશું દેખાતું ન હતું.
થોડી વાર તે સ્થિર ઊભું રહ્યું. પછી તેણે પોતાને ટેપ કાઢીને બાજુએ મૂક્યો, અને ત્યાર બાદ તે પુલની કમાન ઉપર સીધો ઊભા થઈ ગયો. એક જ કુદકો, અને સીધે અંધારામાં ! એક ધબાકો. પછી શું થયું, એ તે એ કૂદકો મારનાર જાણે, અથવા એ અંધારું જાણે.
૧૦૦
ચાર, બદમાશ ! વાચકને ત્રીજા પ્રકરણવાળી મોંટફમેલ શહેરના ભૂતની વાત યાદ હશે. રસ્ત સમારનાર બુલાલે એ ભૂતને જોયું હતું, તથા તેણે દાટેલા ખજાનાનો પત્તો મેળવ્યો હતો, એમ લોકો માનતા હતા. થેનાડિયરે દારૂ પાઈ તેની પાસેથી એટલી વાત તો કઢાવી હતી કે, ભૂત તે નહિ, પણ બુલફુલને વહાણ ઉપરને કોઈ સાથી ખરેખર એક દિવસ પાસેના જંગલમાં ક્યાંક કશું દાટી ગયો છે, અને બુલાટૂલે તે જગ્યા શોધવા આકાશ-પાતાળ એક કર્યા હતાં, પણ કશું હાથ આવ્યું ન હતું.
ત્યાર પછી પણ બુલાલ વખત મળે ત્યારે જંગલમાં કયાંક ને કયાંક ખેદકામ ચાલુ રાખો; અને કશું ન મળતું ત્યારે ત્યાં જતા એકલવાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org