________________
ચેર, બદમાશ! કોઈ વટેમાર્ગના ખિસ્સામાં ખોદકામ કરી લેતો. આમ તેની જિંદગી હવે વાટ-સમારકામ કરનારાની અને વાટ-પાની, એમ બેવડી બની રહી હતી. દાટેલા ખજાનાની તેની શોધ કદી બંધ પડી જ નહિ!
એક દિવસ સવારના ભળભાંખળાના સમયે તે પિતાને રસ્તો સમારવાના કામે જવા નીકળ્યો હતો. તેને બે ગામની વચ્ચે જંગલ તરફને રસ્તો સમારવાનું કામ મળ્યું હતું. એવામાં તેણે એક માણસને ઝાડીમાં આગળ જ જોયો. પ્રકાશ ઝાંખો હતો, તેથી માત્ર તેની પીઠ જ તેને દેખાઈ હતી. અને બંને વચ્ચે અંતર પણ ઘણું હતું; છતાં બુલાલની દારૂથી ભીંજાયેલી રહેતી યાદદાસ્તને પણ એટલું તો સ્ફ જ કે, તેણે એ માણસને પહેલાં ક્યાંક જોયેલો છે! તેના હવાયેલા મગજે ઝપાટાબંધ આંકડા જોડવા માંડ્યા અને ગણતરીઓ કરવા માંડી. એ માણસ આ તરફને નહોતો, અર્થાત્ તે બહારથી આવ્યો હશે. પગે ચાલતો જ, કારણ કે, મેટફરમેલ તરફ એક પણ ભાડાની કોચગાડીને પસાર થવાને આ સમય નહોતે. અર્થાત્ તે રાત દરમ્યાન ચાલતે આવ્યો હશે. તે
ક્યાંથી આવ્યો હોય ? દૂરથી તો નહિ જ. કારણ કે તેની પાસે પિટલી - પેટલું કશું નહોતું. અલબત્ત, પેરિસથી જ ! પણ પેરિસને માણસ રાતે પણ ચાલતે આવી જંગલમાં શું કરે ?
બુલાટૂલને ખજાનાની વાત ઉપર પહોંચવું જ પડવું; અને તરત તેના મગજમાં એક દીવો પ્રગયો! કેટલાંય વર્ષ પહેલાં આ જંગલમાં જ તેને કોદાળા-પાવડાવાળા માણસને ભેટો થયો હતો. તે માણસ બરાબર આવે જ હતો; અરે, આ જ હતો !
આટલો વિચાર કરવા જતાં તેનું માથું થોડું નીચું નમી ગયું હતું. પછી જયારે તેણે માથું ઊંચું કર્યું, ત્યારે પેલો માણસ અલોપ થઈ ગયો હતો.
પણ બુલાટૂલ અત્યારે જીવતો – જાગતો હતો ! તેણે તરત તીકમ હાથમાં રાખ્યો,- જરૂર પડે તો જમીન ખોદવા અને જરૂર પડે તો ખોપરી ફડવા! બાકીનાં ઓજારોને બાજુએ મૂકી, તે સીધો પેલાનું પગેરું કાઢતો કાઢતો તેની પાછળ ચાલ્યો.
થોડેક દૂર ક૯૫નાથી તેની પાછળ પાછળ તે ચાલ્યા, તેવામાં સૂર્યોદય થયો અને જ્યાં ધૂળ હતી ત્યાં તેને ક્યાંક કયાંક પગલાં પડેલાં દેખાયાં. જયાં છોડવા હતા, ત્યાં તે તાજા જ પગ નીચે છુંદાયેલા દેખાયા; અને આસપાસ કેટલીક ડાળીઓ તોડેલી કે નમાવેલી પણ નજરે પડી. બુલાટૂલને પેલાને પીછા આવા ગાઢ જંગલમાં બરાબર પકડી રાખતાં મુશ્કેલી પડવા માંડી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org