________________
૪રર
લે મિઝેરાલ્ડ પણ જ્યાં જ્યાં કંઈક ચિહ્ન મળતાં, ત્યાં તેને અચૂક પેલે માણસ આગળ ગયાની ખાતરી થતી જ.
થોડે દૂર જતાં એક ટેકરા જેવું આવ્યું. બુલાટૂલે ત્યાં એક ઝાડ ઉપર ચડી આસપાસ નજર કરી જોઈ. અચાનક તેને પેલો માણસ નજરે પડયો. પણ પાછો ઊંચાં ઝાડોમાં તરત દેખાતે બંધ થયો. પરંતુ બુલાર્દુલને એ દિશાની ખબર હતી. તે તરફ એક જગાએ એક ઝાડના થડ ઉપર ખીલ ઠોકી પતરા જેવું લગાવેલું તેના જોવામાં આવ્યું હતું તથા પાસે જ વરસોથી (ત્રીસ વર્ષથી તે ખરો જ) પથરાને એક ઢગલો એક જગાએ કોઈકે કશા પ્રયોજન સર કરેલો પણ તેના જોવામાં આવ્યો હતે. એ માણસ એ દિશામાં જ જતો હતો. અને એ ઢગલે તથા પેલું થડ ઉપરનું પતરું આ જંગલમાં ચોક્કસ સ્થળ બતાવતી નિશાનીઓ જ હતી !
બુલાલ હવે ઝાડ ઉપરથી ઊતરવાને બદલે સીધો સરક્યો જ! એ જગાએ કેવી રીતે જવાય તેની તેને ખબર હતી. પણ ઉતાવળમાં તેણે સીધી લીટીમાં જ જવાનું ઠીક માન્યું, અને એ તેની ભૂલ થઇ. વચ્ચે જરા પણ આગળ ને વધાય તેવી ઝાડીઓ અને ઝાંખરાં આવતાં હતાં.
છતાં તે છેવટે પેલે સ્થળે પહોંચ્યો તે ખરો જ. પણ ત્યાં કોઈ ન હતું. પેલે પથરાને ઢગલે જેમનો તેમ ત્યાં પડેલો હવે, કોઈ તેને ઉપાડી ગયું ન હતું! પણ પેલા ખીલો જડેલા પતરાવાળા ઝાડના મૂળ આગળ તાજી જ ખોદેલી જમીન તેને દેખાઈ. અને એક કોદાળો પણ ત્યાં પડેલો હતે. તે કોદાળો ત્યાં ભૂલી જવાયો હતો કે જાણી જોઈને રહેવા દેવામાં આવ્યો હતે? એ ખેદેલી જમીન આગળ ડું ખેતરી જોતાં જ તેને એ પ્રશ્નને જવાબ મળી ગયો. એ ખાડામાં જે કંઈ હતું તે હંમેશને માટે કાઢી લેવાયું હતું એટલે હવે કોદાળો પણ ત્યાં જ પડતો મૂકવામાં આવ્યો હતો!
બુલાટૂલ બંને મૂઠીઓ હવામાં ઉગામીને બોલ્યો, “સાલો ચોર, બદમાશ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org