________________
' ૧૦૧ જેમાં દરદીઓ પણ હુમલાખોર બનવા તાકે છે!
મેરિયસ ઘણા દિવસ સુધી નહિ મરેલો – નહિ જીવતે એવી હાલતમાં રહ્યો. કેટલાંય અઠવાડિયાં સુધી તે તેને સનેપાત સાથેને તાવ જ લાગુ રહ્યો. તેની ખેપરી ઉપર જે કારમા ઘા થયા હતા, તેનું એ પરિણામ હતું. તાવના ઘેનમાં અને ગાંડપણમાં તે રાતેની રાત સુધી કૉટનું નામ બોલ્યા કરતે.
કેટલાક ઘા એવા ઊંડા હતા કે, તુના દરેક ફેરબદલા સાથે તે દાક્તરને તથા દરદીનાં સગાંવહાલાંને ભારે ચિંતા ઉપજાવતા. દાક્તર કહ્યા જ કરતો કે, દરદી જરા પણ ઉશ્કેરાય નહિ તે જોતાં રહેજો. પણ કૉસેટના નામ સાથેનો ઉશ્કેરાટ કે જે તેની બેભાન અવસ્થામાં પણ અંદરથી જ ઊભો થતો હતો, તેને શી રીતે સાચવી લેવાય?
ઘા જોવા અને ફરી પાટાથી બાંધવા એ એક ભારે કામ હતું, અને નેકર કહેતે તેમ આખા ઓરડા જેટલું કાપડ અને પીપ ભરીને લેશન એક એક વખતે વપરાતાં. જ્યાં સુધી મેરિયસની જોખમભરેલી સ્થિતિ કાયમ રહી, ત્યાં સુધી દાદા જીલેનેર્મન્ડ પણ તેની પથારીની પાસે જ, નહિ જીવતા કે નહિ મરેલા, એવી સ્થિતિમાં જ શૂનમૂન બેસી રહેતા.
દરરોજ, અને કોઈ કંઈ વાર દિવસમાં બે વખત એક સારાં કપડાં પહેરેલ, ધોળા વાળવાળે સદ્ગૃહસ્થ મેરિયસની ખબર પૂછવા ઘરને દરવાજે આવતો અને પાટા બાંધવા એક બાજુ રૂંછાંદાર બનાવેલા કાપડનો વીંટો મૂકી જતો.
છેવટે, સાતમી સપ્ટેમ્બરને દિવસે – બરાબર ચાર મહિના પછી – દાક્તરે મેરિયસને ભયમુક્ત જાહેર કર્યો. હવે તેણે શક્તિ પાછી મેળવવા આરામ કરવાનો હતો. જોકે, ખભાની હાંસડીનું તૂટેલું હાડકું જોડાવું થાય તે પહેલાં અકસ્માત ધક્કાઓ ન લાગે તે કારણે મેરિયસને વધુ બે મહિના આરામ ખુરશીમાં જ સ્થિર બેસી રહેવાનું થયું. ઘણી વાર આવો એકાદ ઘા છેવટે પજવતે બાકી રહે છે.
જોકે, આ લાંબી બીમારી અને પથારીવશતાને કારણે તે પોલીસના હાથમાં પકડાતા બચી ગયો. ફ્રાન્સમાં પણ સરકારને ભભૂકેલો ગુસ્સો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org