________________
૪૨૪
લે મિરાલ્ડ મહિનામાં તો શાંત પડી જ જાય! આવાં દંગલોમાં દરેક જણ એવી રીતે ભળેલું હોય છે કે, સરકારે પછી આંખમીંચામણાં કરવાં જ પડે છે.
દાક્તરોએ ઘાયલ થયેલાઓની ખબર પિોલીસને આપી દેવી, એ જે હુકમ પોલીસવડાએ કાઢયો હતો, તેની સામે સૌએ નારાજી દર્શાવી હતી, અને સૌથી પ્રથમ તો રાજાએ પોતે જ દર્શાવી હતી. એટલે છેવટે યુદ્ધના મેદાનમાં જે કેદ પકડાયા હતા, તેમની સામે લશ્કરી અદાલતમાં કામ ચલાવીને જ સંતોષ માનવામાં આવ્યો.
ડોસા જીલેનર્મન્ડે આ આખા સમય દરમ્યાન દાક્તર અને ઘરનાં માણસેના નાકમાં દમ આણી દીધો હતે. અને દાક્તરે જયારે મેરિયસને ભયમુક્ત જાહેર કર્યો, ત્યારે તે તેમણે સ વચ્ચે નાચી-કૂદીને પોતાના હજૂરિયાને મોટી બક્ષિસ આપી દીધી; અને પછી કોઈ ન જુએ તેમ એક ખૂણામાં ઘૂંટણિયે પડી તે પ્રાર્થના કરવા લાગી ગયા. અત્યાર સુધી તે ઈશ્વરને માનતા નહિ કે તેનું નામ પણ સહન કરતા નહિ.
મેરિયસને જેમ જેમ સારું થતું ગયું, તેમ તેમ ડોસાને આનંદ માઝા મૂકવા લાગ્યો. ઘરની દાસીને એક વાર તેમણે પકડીને પોતાના ખોળામાં બેસવાનો હક આપી દીધો પડોશની એક જુવાન સ્ત્રીને તેમણે વગર કારણે એક કીમતી ભેટ મોકલાવી, અને તે કારણે તેના પતિએ તે બિચારી નિર્દોષ પનીની ખબર લઈ નાખી. ડોસા મેરિયસને “મોર બેરન સાહેબ’ કહીને જ સંબોધતા અને વારંવાર “ક્રાંતિ ઝિંદાબાદ'ના પોકારો પણ કર્યા કરતા હતા !
પણ મેરિયસ! મેરિયસ જ્યારથી ભાનમાં આવ્યો ત્યારથી તેણે કૉસેટનું નામ મોંએ લાવવું છોડી દીધું હતું, પણ અંતરમાં એક મોટી હોળી સળગતી કરવા માટે જ! કૉસેટને લગતા છેવટના બધા બનાવોનાં ચિત્રો તેની આંખ સમક્ષ ઘૂમ્યા જ કરતાં અને અત્યારે તે કયાં હશે કે શું કરતી હશે તેની મોંએ ન બોલી શકાતી ચિતા જ તેને અધીરો બનાવી રહી હતી. જીવન અને કૉલેટ એ બે વસ્તુઓ તેને માટે અવિભાજય હતી; અને જેઓ તેને જીવતો રાખવા પ્રાણપણે પ્રયત્ન કરી રહ્યા હતા, તે બધાના પ્રયત્નોને તે અંતરથી હસી કાઢતો હતો. કૉસેટ વગર તેને કશું ખપતું ન હતું – જીવન પણ!
અને તેથી જ તે તેના દાદાની બધી માયાળુતા, બધી ચિંતા, અને બધાં લાડ તરફ ધિક્કારની નજરે જ જોતો. પોતાના પિતાનું મરણ બગાડનાર એ દાદા તરફ તે વેર લેવા જ ઉત્સુક થઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org