________________
દાદા
૪૧૫ માનવ અધિકાર આ બધું શા માટે છે? તમારાં છોકરાં આ દશામાં તમને પાછાં મળે તે માટે જ ને? માતા છોકરાંને ઉછેરે તે આ માટે જ ને?”
આટલું બેલી તે મેરિયસની પાસે ગયા અને પોતાના પંજા આમળતા બોલ્યા, “ગધેડા, શયતાન, આ ઉમરે તારે સ્ત્રીઓના મેળાવડામાં નાચવાનું હોય, કે આખા ગામના ઉતાર જેવા ડાકુઓની વચ્ચે જઈ તારું માથું ફડાવી નાખવાનું હોય? જનરલ લેમાર્ક તારો શે સગે થતું હતું? એ તે ફાંસીગરો કસાઈ હતો. એની સ્મશાનયાત્રા! એમાં દંગલ! અને એ દંગલમાં નું! દુનિયા પણ ગાંડી થઈ ગઈ છે કે શું? વીસ વરસ પણ હજુ તને નથી થયાં, અને તું ચાલ્યું ગયો, અને હું સો અને હજાર વરસને બુઢો હજુ જીવું છું! તારા મનમાં કે ડેસે ભલો બળશે, ચચરશે, શકાશે, રૂંધાશે. ઠીક તને મરતાં આવડવું, તો મને નહિ આવડે! મૂરખ, તારા વગર તારા દાદા જીવતા રહેશે એવું હું જાણતું હતું એટલે જ તું મરી શકયો. પણ દુત્તા, હું તારા મોત બદલ જરાય દુ:ખી થવાને નથી : હું પણ પથ્થરને બની જઈશ. તને મારી દયા ન આવી, તો હું તારી દયા શા માટે લાવું? સમજ્યો, કસાઈ?”
તે જ ઘડીએ મેરિયસે ધીમે રહીને પોપચાં ઉઘાડ્યાં અને આશ્ચર્ય તથા આળસથી ઘેરાયેલી આંખો દાદા જીલેનર્મન્ડ ઉપર ઠેરવી.
મેરિયસ!” ડોસા બૂમ પાડી ઊઠ્યા. “મેરિયસ, મારો ભાઈ, મારે બાપ! બેટા, તું જીવે છે? મેં આંખ ઉઘાડી ખરું? તું મારી સામે જુએ છે? તારા દાદા સામે?”
અને તે મૂછિત થઈ ગબડી પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org