________________
૪૧૪
લે સિઝેરવ
બધાએ બીમાર પડેલા ડોસાની ઊંઘ ન ઊડે તે માટે પૂરતી સાવચેતી રાખી હાવા છતાં, આ ધમાલથી ડોસા જાગી ઊઠયા હતા,
બે દિવસથી ઈંગલની વાતાએ ડોસાને છેક જ ગુસ્સે કરી મૂકયા હતા તથા અસ્વસ્થ કરી મૂકયા હતા. આગલી રાતે તે જરા પણ ઊંઘ્યા ન હતા, અને આખા દિવસ તેમને તાવ રહ્યો હતા.
ડોસાએ ચારે તરફ પ્રશ્નાર્થક નજરે જોતાં જોતાં પાસે આવી પથારી ઉપર પડેલી આકૃતિ તરફ નજર નાખી કે તરત જ તે ચોંકી ઊઠયા. તેમની આંખા ફાટી ગઈ, અને તેમના હાથ લબડી પડયા : મેરિયસ ! ”
"6
હજૂરિયાએ સલામ ભરીને કહ્યું, મહાશય, સાહેબને હમણાં જ ઘેર લાવવામાં આવ્યા છે. તે મેારચા ઉપર ગયા હતા અને
.
“તે મરી ગયા છે! એમ જ ને? ફટ ભૂંડા ! છેવટે તેં વેર જ વાળ્યું ! દાદા ઉપર ગુસ્સો લાવી છેવટે તેં દંગલમાં જઈને ગળું કપાવી નાખ્યું ? આવે! લાહીતરસ્યા તું હતા ?”
""
66
ડોસા ડૂસકું ભરાઈ આવતાં સીધા બારી તરફ ચાલ્યા ગયા અને બારી આખી ઉઘાડી નાખી, પછી ત્યાં શેરીમાં કોઈને સંબોધીને બેાલતા હાય તેમ બાલવા લાગ્યા : ફટ ભૂંડા ! તું જાણતા હતા કે દાદા તારી રાહ જોતા દિવસ અને રાત ટાંપી રહ્યા છે. મેં તારે માટે રડી તૈયાર કરાવી રાખી હતી. અને તારો નાનપણના ફોટો મારા પલંગની સામે લટકાવી રાખ્યો હતો. હું બરાબર જાણતા હતા કે, તારે માત્ર પાછા આવવાની જ વાર હતી. હું રાતે સઘડી આગળના ખૂણા પાસે મારા ઢીંચણ ઉપર હાથ મૂકી, ટાંપીને બેસી રહેતા; જાણે તું હમણાં આવીને કહેશે, ‘દાદા હું આવ્યો ! ’હું આખું ઘર તને સોંપી દેત, અને હું તારો હજૂરિયા થઈને ફરત. પણ હું તો દાદા રાજભક્ત છે એટલું જ જાણતા હતા; એટલે તેં મારા ઉપર એ વાતનું વેર લેવા તારી જાતને કુહાડીથી કપાવી નાખી, ગાળીઓથી વીંધાવી નાખી, બેયોનેટથી ચિરાવી નાખી. છેવટે હું ગયા જ! પાછા ના જ આવ્યા !”
દાક્તર એકદમ ચિંતામાં પડી ગયા. બેભાન દરદીને છેાડી તે ચિંતા આ જીવતાજાગતા દરદીને બેહેશ બનતા અટકાવવા ઊભા થઈ ગયા.
Jain Education International
ડોસાએ તેને દૂરથી હાથ વડે રોકયો : “ દાક્તર, હું હાશમાં છું. મેં લૂઈ સેળમાનું મૃત્યુ મારી આંખોએ જોયું છે, પણ આ શું થવા બેઠું છે? લેખકો, ભાષણિયા, વકીલા, હકા, ન્યાય, ચર્ચા, છાપાંની સ્વતંત્રતા,
For Private & Personal Use Only
www.jainelibrary.org