________________
પૅરિસનાં ૫'ખોડાં
સર
તે જીવવા માટે કામકાજ કરતી; અને પછી પ્રેમ કરવા લાગી તે પણ જીવવા માટે. કારણ કે હૃદયને પણ ભૂખ હોય છે. પેલા કૉલેજિયનને મન તો એ ઘડીભરની ગંમત હતી; પણ ફેન્ટાઇનને મન તે સર્વસ્વ હતું : આ તેના પ્રથમ પ્રેમ હતો, એટલું જ નહિ પણ એક જ પ્રેમ હતો, બાકીની ત્રણની બાબતમાં તેમ ન હતું: તે આ રમતમાં રીઢી થઈ ગયેલી હતી.
પેલા કોલેજિયનને વર્ષે ચાર હજાર ફ્રાંકની આવક હતી અને તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. તેનું શરીર અત્યાર પહેલાં જ ભંગાર બનવા લાગ્યું હતું; માથે તાલની શરૂઆત થઈ હતી અને દાંત બધા વિદાય થયા હતા. તેની પાચનશક્તિ કેંગાલ હતી, અને તેની એક આંખ હંમેશ દદડતી રહેતી. પણ તેની જુવાની જે પ્રમાણમાં ઓલવાતી ગઈ, તે પ્રમાણમાં તેનું રંગીલાપણું વધુ ચમકવા લાગ્યું હતું.
..
એક દિવસ તેણે પાતાના ત્રણે દાસ્તાને બાજુએ બેસ્લાવીને કહ્યું, ‘જુઓ સાહેબ, એક વરસ થયાં આપણી આ પ્રિયતમાઓ આપણી પાસે નવાઈ પમાડે તેવું કંઈક માગી રહી છે. આપણે પણ ગંભીરતાથી તેમને તે આપવાનું વચન આપ્યું છે. તે હવે હંમેશ એની જ વાત કર્યા કરે છે, અને ખાસ કરીને મને પૂછ્યા કરે છે કે તમારો વાયદા કયારે પૂરો થવાના છે? સાથે સાથે જ આપણાં માતાપિતા પણ આપણને કાગળો લખ્યા કરે છે. તો ચાલા, આપણે એક કાંકરે બે પક્ષી મારીએ !”
ત્યાર પછી તેણે અવાજ ધીમેા કરી, જે યોજના કહી સંભળાવી, તે તેના ત્રણે દોસ્તોને આબાદ ગળે ઊતરી ગઈ. તેની સાબિતીમાં તેઓએ ઉત્સાહમાં આવી જઈ, તેના બરડાને ઠીક ઠીક હલકો કર્યો!
""
તે યાજના આ પ્રમાણે હતી : પોતાની ચારે પ્રિયતમાને દૂરની એક હોટેલમાં ઉજાણી માટે લઈ જવી. ત્યાં જઈને દિવસ પૂરો થવા આવે ત્યારે, “ અમે તમારે મારે માટે ‘ નવાઈ પમાડે તેવું' કંઈક લઈ આવીએ છીએ એમ કહીને, તેમને હોટેલમાં જ રાખી, પોતે બહાર જઈ, તૈયાર રાખેલી ઝડપી ઘેાડાવાળી ગાડીમાં બેસી રવાના થઈ જવું! એક કલાક બાદ હોટેલવાળાના નાકર રાહ જોઈને બેઠેલી તે ચારેને નીચેની ચિઠ્ઠી આપે :— “ સ્વર્ગીય સુંદરી,
ડા
તમને કદાચ માલૂમ નહિ હોય, પણ અમારે દુનિયાના લોકોને મા અને બાપ નામનાં બે વિચિત્ર સગાં હોય છે. મર્ત્યલાકના ધિક્કારપાત્ર કાયદાઓમાં તેમને અમારી ઉપર ભારે માલકી-હક હોય છે. તેઓ હવે પોતાના એ તુચ્છ હક બજાવીને અમને
ભાગેડુઓને પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org