________________
પરસના પંખીડાં ઈ. સ. ૧૮૧૭માં પેરિસના ચાર જુવાનિયાઓએ એક ભારે ટીખળ કર્યું. એ ચારેય જુદા જુદા પ્રાંતમાંથી પેરિસમાં ભણવા માટે આવ્યા હતા. અને પૅરિસમાં ભણવા આવ્યા હતા તથા જુવાન હતા, માટે તે દરેકને એક એક પ્રિયતમા હતી.
તેમની ચારે પ્રિયતમાઓ સુંદર છોકરીઓ હતી; તેમના હાથ અને માં ઉપરથી હજુ જાતમહેનતને ઘેરો રંગ છેક જ ઊડી ગયો ન હતો. ગરીબાઈ અને જુવાની એ બે ખતરનાક સલાહકાર છે; એક ઠપકો આપે છે ત્યારે બીજે ખુશામત કરે છે. નીચલા વર્ગોની ગરીબ છોકરીઓને તે બને સલાહકારો બે કાનમાં ગુસપુસ કર્યા કરે છે યોગ્ય રીતે સુરક્ષિત નહિ એવા જીવાત્માઓ તે સલાહ સાંભળે છે, અને પરિણામે તેઓને અધ:પાત અને તેમના તરફ ફેંકાતા પથરા, એ બધું નીપજે છે.
ચારે જુવાને મિત્રો હતા, અને ચારે છોકરીઓ સખીઓ હતી. આવા * પ્રણયકિસ્સાઓ હંમેશાં આવી દેતીથી સંકળાયેલા હોય છે.
- તે છોકરીઓ ક્યાંથી આવી હતી? તેમનાં માબાપ કોણ હતાં? શહેરોમાં જે આ બધો માનવસમુદાય એકઠો થાય છે, તેનું ઊગમસ્થાન કોણ જાણવું હોય છે? પેલી ચારમાંની નાની ફેન્ટાઇનને જ પૂછે; તે એટલું જ કહેશે કે તે મ0માં જન્મી હતી, પણ તેના બાપ કે માને તેણે કદી જોયાંજાણ્યાં ન હતાં. તે પોતાને ફેન્ટાઇન નામથી ઓળખાવતી; પણ શાથી એ જ નામે? તેને કશું કુળ-નામ ન હતું, કારણ કે તેને કુળ ન હતું. શેરીમાં થઈને ઉઘાડે પગે દોડતી જોઈને, ત્યાં થઈને પસાર થતા પહેલા માણસે તેને જે નામ આપ્યું, તે જ તેણે સ્વીકાર્યું. તે નાની ફેન્ટાઇન કહેવાતી; અને બીજું કોઈ એથી વિશેષ કાંઈ જાણતું ન હતું
- દશ વર્ષની ઉંમરે ફેન્ટાઇન શહેર છોડી પડોશના ખેડૂતોને ત્યાં નોકરીએ જોડાઈ. પંદર વર્ષની ઉંમરે તે પિતાનું નસીબ અજમાવવા પેરિસમાં આવી. તે સુંદર હતી, તેને માથે સુંદર સોનેરી વાળ હતા, અને તેના દાંત ફૂટડા હતા. આમ સોનું અને મેતી એ બે વસ્તુઓ સ્ત્રીધન તરીકે તેની પાસે હતાં: સોને માથા ઉપર હતું અને મોતી મોંમાં.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org