________________
છેલ્લી ચિનગારી જન વાલજીને પાંચ કાંકના બે સિક્કા પિતાની કોથળીમાંથી કાઢયા અને પેલા પાદરીના હાથમાં મૂકીને કહ્યું, “પાદરી સાહેબ, આ તમારું ગરીબ ગુરબાં માટે છે. પેલા છોકરા દશેક વર્ષને હ; તેની પાસે ઝોળી તથા સારંગી હતાં.”
મેં તેને જો નથી,”
તે નામને છોકરો આ બાજુના ગામોમાં કષાય રહે તે હોય એવી પણ તમને ખબર છે?”
ભાઈ, મેં જે વર્ણન આપ્યું તે તે હોય, તે એ છોકરો આ બાજનો નથી જ. તેવા ઘણા આ રસ્તે થઈને પસાર થાય છે એટલું જ.”
જન વાલજીને ઝડપથી બીજા બે પાંચ કૂકના સિક્કા ખેંચી કાઢથા અને પાદરીને આપીને કહ્યું, “તમારાં ગરીબગુરબાં માટે.” પછી આવેશમાં આવી જઈને તે બોલ્યો, “પાદરી સાહેબ, મને ગિરફતાર કરા; હું લૂંટારો છું.”
પાદરીએ ઘોડાને એ લગાવી, અને ડરના માર્યા ચાલતી પકડી. જીન વાલજીને તેમની તરફ નજર કર્યા વિના પેલે છોકરી ગયો હતો તે દિશામાં ફરીથી દોડ્યો. ઘણે દૂર સુધી આંખ ખેંચીને જેવા છતાં તથા બૂમો પાડવા છતાં તેને કશો જવાબ મળ્યો નહિ કે કઈ નજરે પડયું નહિ. છેવટે ત્રણ રસ્તા ભેગા થતા હતા તેવી એક જગાએ આવીને તે થોભ્યો. ચંદ્ર હવે ઊગી ગયો હતો. તેણે છેલ્લી વાર બૂમ પાડી, “નાના જવે, નાના જર્વે!” તેની બૂમ બૂમસમાં લીન થઈ ગઈ; તેને કશે પડઘો પણ ન ઊઠયો. તે ધીમેથી ન સંભળાય એવા અવાજે ફરી ગણગા, “નાના જ !” પણ તે તેને છેલ્લે પ્રયત્ન હતે. કશાક મોટા અગખ ભાર નીચે કઈ અદશ્ય શક્તિ તેને દાબવા લાગી હોય તેમ તેના ઢીંચણ ભાંગી પડ્યા. તે એક મોટા પથરા ઉપર ફસડાઈ પડ્યો. પોતાના વાળ હાથ વડે પીખતે અને પિતાનું મોં ઢીંચણ વચ્ચે દાબતે તે ચીસ પાડી ઊઠયો, “હું બદમાશ છું.” પછી તેનું અંતર ભરાઈ આવતાં તે છૂટે મોંએ રડી પડયો : એગણીસ વર્ષમાં પહેલી જ વાર.
કેટલો વખત તે આમ રડયો? પછી તેણે શું કર્યું? તે કયાં ગયો કોઈ કદી તે જાણી શકવાનું નથી. કહે છે કે, એ જ રીતે ગ્રેવથી ૦ આવી પહોંચેલા ટપાલીએ, પરોઢના આશરે ત્રણ વાગ્યે બિશપના મહેલવાળી શેરીમાં થઈને જતાં, એક માણસને બિશપના બારણા આગળ પ્રાર્થનાની રીતે ઘૂંટણિયે પડીને બેઠેલે જયો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org