________________
લે મિરાલ્ડ છોકરાને હવે જીન વાલજીનનો અભિપ્રાય સમજાવા લાગ્યો હતો. તે રડતો રડતે પોતાના સિક્કા માટે જીદ કરવા લાગે.
જીન વાલજીન કૂદકે મારી ભે થયો. પિતાનો પગ સિક્કા ઉપર રાખીને જ તે તડૂકયો, “જાય છે કે નહિ?”
નજર પહોચે ત્યાં સુધી એ નિર્જન મેદાનમાં કોઈ જ બીજું માણસ જવું કે આવતું દેખાતું ન હતું. છોકરાને તેનું વિકરાળ સ્વરૂપ જોઈ આખે શરીરે એકદમ ધુજારી વ્યાપી ગઈ. પછી ક્ષણભર જડસડ બની જઈ, પાછું જોવાની હિંમત કર્યા વિના કે ચીસ પાડયા વિના તે પૂરપાટ ભાગ્યો અને થોડી વારમાં દેખાતું બંધ થયો.
સૂર્ય આથમી ગયો હતો. અંધારું જીન વાલજીનને ઘેરી વળવા લાગ્યું. આ દિવસ તેણે કશું ખાધું ન હતું; કદાચ તેને તાવ જ ચડ્યો હતો. છોકરો નાસી ગયો ત્યારથી તે ઊભેલો જ હતો. અચાનક તે ઝબકી ઊડ્યો. ટાઢ વધવા લાગી હતી; તેણે પિતાની ટોપી કપાળ ઉપર ખેંચી અને યાંત્રિક રીતે પિતાનાં બટન ભીડી આગળ ચાલવા પગ ઉપાડ્યા. એકાદ ડગલું ભરી તે દડે લેવા નીચે નમ્યો.
તે જ વખતે તેની નજરે પેલો બે ફાંકનો સિક્કો પડ્યો એકદમ કાંઈ આંચકો લાગ્યો હોય તેમ તે બે-ત્રણ ડગલાં પાછા હટ, પણ તેની નજર પેલી જગા ઉપર જ ચૅટી રહી. પેલો સિક્કો જાણે આંખ ઉઘાડી તેની સામે તાકી રહ્યો હોય તેમ તેને લાગ્યું. છલંગ મારીને તેણે ગાંડાની પેઠે તે સિક્કો ઉપાડી લીધું અને મેદાનમાં ચારે તરફ નજર કરી.
તેને કોઈ દેખાયું નહિ. રાત ઘેરી બનતી જતી હતી; પેલો છોકરો ગયો હતો તે દિશામાં તે દયો. ત્રીસેક વાર દૂર ગયા પછી તે ઊભો રહ્યો અને આંખે ખેંચીને જોવા લાગ્યો; પણ કોઈ દેખાતું ન હતું. તેણે પોતાના સઘળા જોરથી બૂમ પાડી, “નાના જેવું, નાના જન્હેં !” કશો જવાબ ન મળ્યો. તે ફરીથી દોડ; થોડે દૂર જઈ તેણે ફરીથી બૂમ પાડી તેને અવાજ એવો ફાટેલો હતો કે, છોકરાએ સાંભળ્યો હોત તો પણ તે બનીને દૂર જ ભાગે હોત. થોડા વખત બાદ જીન વાલજનને ઘેડા ઉપર બેઠેલે એક પાદરી મળ્યો. તેની પાસે જઈને તેણે પૂછ્યું :
“પાદરી સાહેબ, તમને કોઈ છોકરો સામે મળે ?”
“નાને જ નામનો છોકરો ?” મને કોઈ જ સામે મળ્યું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org