________________
છેટલી ચિનગારી પાછળ બેઠો હતો. સામે દૂર ક્ષિતિજમાં આલમ્સ પર્વત જ નજરે પડતા હતા; વચ્ચે કોઈ ગામડાની ટોચ પણ દેખાતી ન હતી. ડીથી તે લગભગ નવેક માઈલ દૂર નીકળી આવ્યો હતો. પાસે થઈને એક રસ્તે તે મેદાનની આરપાર જતો હતે. કશા ઊંડા વિચારમાં તે ડૂબેલો હતો તેવામાં તેને કોઈને ઉલ્લાસભર્યો અવાજ કાને પડયા. તેણે મેં ફેરવીને જોયું તે દશેક વર્ષનો એક ગારુડી જે છોકરો તે રસ્તે આવતો હતો. તેની ઝોળી તેની બગલ નીચે લટકતી હતી, અને સારંગી પીઠ પાછળ.
આખે રસ્તે તે ગાતે ગાતે આવતો હતો. વચ્ચે વચ્ચે તે પિતાની પાસેના થોડા પૈસા કૂકાની પેઠે ઉછાળીને રમવા થોભતો હતે. કદાચ એ જ તેની તમામ મૂડી હતી. તે પૈસામાં બે ફ્રાંકનો એક સિક્કો હતે. પેલા ઝાડવા પાસે આવીને તેણે પૈસા પાછા ઉછાળ્યા. આ વખતે પેલા બે ફ્રાંકને સિક્કો ગબડી ગયો અને જીન વાવજીન પાસે જઈ પહોંચ્યો. જીન વાલજીને તરત પિતાને પગ તેના ઉપર મૂકી દીધો. પેલા છોકરાની નજર સિક્કા ઉપર જ હતી. તેણે જીન વાલજીનને તેના ઉપર પગ મૂકતાં જોયા. જરા પણ ગભરાયા વિના તે સીધે જીન વાલજીન પાસે આવ્યો, અને બોલ્યો -
“સાહેબ, મારે સિક્કો!” “તારું નામ શું, અલ્યા?” “નાને જર્વે, સાહેબ.” “ચાલ, ભાગ અહીંથી,” જીન વાલજીને કહ્યું. “ મહેરબાની કરી મારો સિક્કો આપી દે, સાહેબ.” જીન વાલજીને માથું નીચું કરી દીધું કશે જવાબ ન આપ્યો, છોકરાએ ફરીથી કહ્યું, “મારે બે ફ્રાંકને સિક્કો, સાહેબ!” જીન વાલજીનની નજર જમીન ઉપર જ ચોંટી રહી.
“મારો સિક્કો મારો ચાંદીનો સિક્કો,” એમ કહી તેણે જીન વાલજીનને ગળપટો પકડી હલાવવા માંડ્યો; તથા તેને એડી જડેલો જોડે ખસેડવા માંડયો.
જીન વાલજીને હવે પોતાનું માથું ઊંચું કર્યું અને જાણે નવાઈ પામ્યો હોય તેમ છોકરા તરફ નજર કરી; પછી હાથ લાંબો કરી દંડ ઉપાડયો અને બિહામણા અવાજે ત્રાડ પાડી : “કોણ મૂએ છે?”
“હું સાહેબ,” છોકરે જવાબ આપ્યો, “નાને જર્વે, સાહેબ, મને મારો સિક્કો આપી દે; તમારો પગ લઈ લો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org