________________
લે સિંઐરાષ્પ કબજે કરવા આતુર બન્યાં છે. અમે પણ તેમના આશાંકિત સપૂતે હેઈ, તેમની આજ્ઞાને માથે ચડાવવાનું યોગ્ય માનીએ છીએ. એટલે આ ચિઠ્ઠી તમારા હાથમાં પહોંચશે, ત્યારે અમે અધર સ્વર્ગમાંથી ઊતરી ધરતીનાં ધૂળભર્યા કર્તવ્ય અને હકૂમતમાં કલાકના નવ માઈલની ઝડપે પાછા દાખલ થતા હોઇશું. અમારા દેશ માટે એ જરૂરનું છે કે, અમે બીજા સૌની જેમ હવે માનનીય વકીલ, દાક્તર, ગૃહસ્થ, જમીનદારે અને ધારાસભ્ય તરીકેનો બોજો અમારે માથે ધારણ કરીએ. અમારે માટે થોડાં આંસુ સાર; કારણ કે અમે અમારી જાતને આ રીતે બંલિદાન આપી રહ્યા છીએ. પણ અમારી વિનંતી છે કે, તમારા એ મોઘેરાં આંસુ જલદી સૂકવી નાખવાનો ઉપાય કરી વૈજો. લગભગ બે વર્લ્સ સુધી અમે તમારી સારી ખિદમત ઉઠાવી છે; એટલે આજે અમારા આ પ્રસ્થાન સામે તમારે કશી ફરિયાદ ન હોઈ શકે.
તા. ક. હોટેલવાળાનું બિલ ચૂકવી દીધું છે.” પેલી અનુભવી ત્રણેયને આ ચિઠ્ઠી વાંચી ભારે રમૂજ થઈ; અને આ કોની અક્કલ @ તે વિષે તેઓ મીઠી અટકળો કરવા લાગી. ફેન્ટાઇન પણ તેમાં જોડાઈ: પરંતુ એક કલાક બાદ તે જ્યારે પિતાની ઓરડીએ પાછી ફરી, ત્યારે તે જોરથી રડી પડી. આ તેને પ્રથમ પ્રેમ હ; અને તે પોતાના પ્રેમીને ઈતની પેઠે સમર્પિત થઈ હતી કે તે એક બાળકની મા પણ બની હતી.
થનારડિયરની વીશી ગયા કાની પહેલી પચીસીમાં પૅરિસ નજીક આવેલા મોટફમેલ ગામમાં એક વીશી હતી, જે આજે નથી. તેનાં માલિક નારડિયર દંપતી હતાં. વીશીના દરવાજા પાસેની ભીંત ઉપર એક પાટિયું ખીલાથી જ દેવામાં આવેલું હતું. તે પાટિયામાં રણક્ષેત્રને દેખાવ હતું, અને એક માણસને સેનાપતિ જેવા દેખાતા બીજા એક ઘાયલ થયેલા સૈનિકને ઊંચકીને લઈ જતે ચીતરેલો હતો. નીચે મોટે અક્ષરે વીથીનું નામ લખેલું હતું: “વૉટલુંનો સારજંટ.”
એ વીશીના બારણા પાસે એક ગાડું અથવા ગાડાનું હાડપિંજર પડેલું હતું. એક જંગી વળા વરચે જાડી ધરી ખેસી દઈને બે પૈડાં લગાડી દીધાં હોય એવું તેનું કલેવર હતું. કોઈ રાક્ષસી તોપને વહી જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org