________________
થેનારડિયરની વીશી માટે બનાવ્યું હોય એમ સહેજે લાગે. ધરી નીચે તરણની પેઠે એક ભારે સાંકળ લટકતી હતી. એ સાંકળ પણ પુરાણ-કથાના કેઈ રાક્ષસને કેદી તરીકે બાંધવા બનાવી હોય તેવી હતી.
આ વસ્તુ શેરીમાં આ જગાએ શાથી પડેલી હતી? એક તો તે શેરીને રૂંધવા માટે, અને બીજે. સડવાની પ્રક્રિયા પૂરી કરવા માટે. જૂની સમાજવ્યવસ્થામાં એવી અનેક સંસ્થાઓ જાહેરમાં પડી રહેલી જોવામાં આવે છે; પણ ત્યાં હોવા માટે તેમને કશું ખાસ કારણ હોતું નથી. એ સાંકળને મધ્ય ભાગ જમીન સરસો લટકતો હતો અને આ સાંજે તેના ઉપર બે નાની છોકરીઓ એકબીજીને બરાબર વળગીને ઝૂલતી હતી. એક અઢી વરસની હતી અને બીજી અઢાર મહિનાની. તેમની આસપાસ એક રૂમાલ એવી રીતે વીંટેલો હો કે જેથી તેઓ પડી ન જાય. થોડે દૂર વીશીના બારણામાં બેઠેલી એક બાઈ દોરી વડે તેમને હીંચોળતી હતી.
એ બાઈનો દેખાવ બરાબર પેલી તપ-ગાડીને મળતું હતું, પણ અત્યારે સાંકળ ઉપર ઝવતાં બાળકે પડી ન જાય તેની ચિંતાથી તેના મોં ઉપર એક પ્રકારનું હળવું વાત્સલ્ય છવાઈ રહ્યું હતું. હાલરડા તરીકે તેણે એક કર્કશ રાસે ઉપાડયો હતો. બાઈને પોતાની ધૂનમાં ખબર ન પડી કે આ ઘડીએ શેરીમાંથી પસાર થતું એક જણ આ મધુર ચિત્ર જોવા મળ્યું હતું અને હવે તેના તરફ આવતું હતું
“તમારે બે સુંદર બાળકો છે, બાનુ!” આમ અભિનંદન આપનારી પાસે પણ એક બાળક હતું, તથા એક ભારે પેટી હતી. તેનું બાળક ખરેખર જોવા લાયક હતું. તે બે કે ત્રણ વર્ષની બાળકી હતી; અને જે કેટલાક ચહેરાઓ જોતાંવેંત, ન ભુલાય તેવી સ્વર્ગીય મધુરતા કે નિર્મળતાની ઝાંખી આપણને થાય છે, તેમાંનો ચહેરો તેને હતો. તેને સજાવવામાં પણ માએ કશી કસર રાખી ન હતી; અને તેની ઉંમરે જે અખંડ વિશ્વાસ બાળહૃદયમાં ભરેલો હોય છે, તે વિશ્વાસથી નિરાંતે તે ઊંઘતી હતી. મને દેખાવ ગંભીર અને ગમગીન હતો. તેની આંખે ઉપરથી તરત જણાઈ આવે કે લાંબા સમયથી તે કોરી પડી નથી. બાઈ ખૂબ થાકેલી અને બીમાર જેવી પણ દેખાતી હતી.
પેલા ટીખળ’ને દશ મહિના થઈ ગયા હતા. એ દશ મહિના દરમ્યાન શું શું બન્યું હતું? પુરુષે ત્યાગેલી સ્ત્રી એકદમ તે કઠોર કંગાલિયતના હાથમાં સપડાય છે. ફેન્ટાઇનની પેલી સખીઓ પુરુષની ગાંઠ .
લે મિ૦ – ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org