________________
૩૪
લે મિરાન્ડ છૂટી થતાં વિખુટી પડી ગઈ હતી; અને પંદર દિવસ બાદ તે તેઓ એકમેકને સામી મળે, તોપણ પિતે એક વાર એકબીજીના ગાઢ સંબંધમાં હતી
એમ જાણીને તેમને જ નવાઈ લાગે. ફેન્ટાઇનની કામકાજ કરવાની જૂની ટેવ - છૂટી ગઈ હતી; અને હવે ક્યાંથી કામ મેળવવું એ પણ સવાલ હતો. તેને માંડ વાંચતાં આવડતું હતું. અને લખવામાં તો માત્ર પોતાની સહી કરતાં તે શીખી હતી. તેણે બીજા પાસે પોતાના પ્રેમી ઉપર બેત્રણ કાગળ લખાવી મકલ્યા; પણ એકેને જવાબ મળ્યો નહિ. તે સમજી ગઈ કે એ બાજુની કશી આશા રાખવી ફોગટ છે. હવે શું કરવું? તે ભ્રષ્ટ થઈ હતી, પણ ભ્રષ્ટતાના કશા ઇરાદા વિના જ. તે સમજી ગઈ કે, આર્થિક કંગાલિયતના આવતા દિવસોમાં જ તેના ખરા અધ:પાતનું દ્વાર ખુલ્લું થવાનું છે. તેણે નિશ્ચય કરી લીધ: પોતાના વતન મ0 શહેર તરફ પાછા ફરવાનું તેણે નક્કી કર્યું. ત્યાં કોઈ ઓળખીતું તેને કદાચ મળી આવે, અને તેને કાંઈ કામકાજ આપે. પણ તેણે પિતાના અપરાધને તે છુપાવવો જ જોઈએ; નહિ તે તેના વતન તરફ તે તેને કોઈ સરસી પણ ન આવવા દે. એટલે પ્રથમ કરતાં પણ વધુ કારમા વિયોગની શક્યતા તેને નજીક દેખાતી હતી. પણ ફેન્ટાઇન બહુ દૃઢ બાઈ હતી. તેણે પિતાને બધે સરસામાન વેચી કાઢયો, અને સાદાં કપડાં પહેરી લીધાં. દેવું વગેરે ચૂકવતાં તેની પાસે એંસી ક્રાંક બાકી રહ્યા. એ મૂડી સાથે બાવીસ વર્ષની ઉંમરે તેણે પૅરિસ છોડ્યું.
વચ્ચે વચ્ચે થાકે ત્યારે પરામાં ફરતાં વાહનેમાં થોડું થોડું બેસી લઈને બપોરના અરસામાં તે મેટફરમેલ આવી પહોંચી. “વૉટને સારજંટ’ વીશી પાસે થઈને જતાં તેનું ધ્યાન અચાનક ગાડા નીચે ઝૂલતાં બે બાળકો તરફ ખેંચાયું. એ સુખી બાળકોની મા પ્રત્યેના સમભાવથી જ પ્રેરાઈ, એ તેની પાસે જઈને બોલી, “તમારે બે સુંદર બાળકો છે, બા ”
જંગલીમાં જંગલી પ્રાણી પણ તેના બચ્ચાને કોઈ પંપાળે તો નરમ થઈ જાય છે. છોકરાંની માએ માથું ઊંચું કરી આભાર માન્યો અને વીશીના બારણા પાસેની પાટલી ઉપર તેને બેસવા કહ્યું. બંને સ્ત્રીઓ થોડી વારમાં વાતોએ વળગી.
“મારું નામ શેનારડિયર બાન છે; અમે આ વીશી ચલાવીએ છીએ.”
થેનારડિયર બાન લાલ માથાની ત્રીસ વર્ષની બાઈ હતી. પરંતુ અત્યારે તે બેઠેલી હતી તેને બદલે જો તે ઊભેલી હોત, તો નવી આગંતુક બાઈ તેના જંગીપણાથી જ છળી મરીને, વાતો કરવા બેસવાને બદલે આગળ ચાલતી થઈ હત; અને હવેનાં પ્રકરણમાં આપણે જે ઘટનાઓ નેધવાની છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org