________________
૩૫
થનારહિયરની વીશી નોંધવાની તકલીફમાંથી બચી થાત. એક જ માણસ ઊભું હોવાને બદલે બેઠેલું હતું – એ બીના ઉપર કેટલાં બધાં ભવિષ્ય ળાઈ રહેવાનાં હતાં !
આગંતુક બાઈએ પિતાની વાત જરા ફેરફાર સાથે કહી સંભળાવી : પોતે મરણ બાઈ છે; પતિ ગુજરી ગયો છે; પેરિસમાં કામકાજ ન મળવાથી પોતાના વતન તરફ પાછી જાય છે; આજ સવારે જ પગે ચાલતાં પૅરિસ છોડ્યું છે, પરંતુ બાળકીને ઊંચકવાની હોવાથી વચ્ચે વચ્ચે ગાડાંમાં બેસતી બેસતી આવી છે; બાળકી પણ થોડું થોડું ચાલવા લાગે છે, પરંતુ નાની હોવાથી થાકી જાય છે, અને હમણાં તો ઊંધી જ ગઈ છે. એટલું કહી તેણે પોતાની વહાલી બાળકીને આંખે ઉપર ચુંબન કર્યું. તે જાગી ઊઠી. આંખો ઉઘાડીને બધું નવું જોતાં થોડી વાર તે તે આનંદથી તાકી રહી; અને પછી એકદમ હસી પડી. ત્યાર બાદ પાસે પેલાં બે બાળકોને હીંચકા ખાતાં જોઈ, તે તરત માના હાથમાંથી સરકીને તેમના તરફ દોડી. થેનારડિયર બાનુએ રૂમાલ છોડીને પેલાં છોકરાંને નીચે ઉતાર્યા અને કહ્યું, “ત્રણે જણ રમો.”
થોડી વારમાં તે તે ત્રણે જણ જમીનમાં ખાડા ખેરવાની અને બીજી ધૂળ-ધમાં ગમે તે રમતે ભારે આનંદ અને ઉમંગપૂર્વક રમવા માંડયાં. ફેન્ટાઇનની બાળકી બહુ આનંદી હતી, અને પેલાં બે બાળકોને પણ તેને ચેપ લાગતાં તે ત્રણના કિલકિલાટથી શેરીને તે ખૂણો કલ્લોલ કરી ઊઠયો. બે માતાઓની વાતચીત આગળ ચાલવા લાગી.
તમારી ચેલકીનું નામ શું છે, બાઈ?” “કૉસેટ.” “ તેની ઉંમર કેટલી?” “ ત્રીજામાં પેઠી.” “બરાબર મારી મોટીની જ ઉંમર.”
દરમ્યાન પેલાં છોકરાંની પ્રવૃત્તિમાં એક ગંભીર બનાવ બન્યો હતે. ખોદતાં ખેદતાં એક અળસિયું નીકળ્યું હતું. ત્રણે જણ અજબ ગંભીરતાથી આશ્ચર્યમુગ્ધ થઈ, પોતાને હાથે નીપજેલા આ પરિણામ સામે તાકીને જોઈ રહ્યાં હતાં. એ જોઈને કોઈને પણ હસવું આવ્યા વિના ન રહે.
“છોકરાને હળી જતાં વાર લાગે છે?” થેનારડિયર બાનું બોલ્યાં. “બીજું કોઈ તો તે ત્રણેને સગી બહેને જ ધારી લે !”
બસ આ ચિનગારીની જ જાણે બીજી મા રાહ જોઈ બેઠી હતી. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org