________________
લે મિરાળ્યું તરત એ બેલનારીનો હાથ પકડી લીધે, અને તેના મોં સામું સ્થિર નજર કરીને કહ્યું, “તમે મારી બાળકીને રાખશો?”
થેનારડિયર બાનુના મોં ઉપર થઈને નવાઈને એક ચમકારો પસાર થઈ ગયે; તેને અર્થ હા પણ થાય; અને ના પણ થાય. કોસેટની માએ આગળ ચલાવ્યું :
“તમે જ છો ને બાઈ, કે હું તેને વતનમાં લઈ જાઉં, તો મને કોઈ કામે ન રાખે. અમારા વતન ભણીના લોકો એવા ઍડ છે કે ન પૂછો વાત. ભગવાને જ મને આજે તમારા બારણા પાસે થઈને મોકલી. તમારાં છોકરાં કેવાં ચોખાં છે, કેવાં સુખી છે! એમને જોઈને જ મને થયું કે આ છોકરાંની મા ખરેખર માયાળુ હશે. તમારી વાત ખરી છે, એ ટાણે બહેને થઈને રહેશે. ઉપરાંત, હું જલદી પાછી ફરવા ધારું છું; તમે મારા બાળકને એટલા દિવસ રાખશે ?”
વિચાર કરીએ,” થેનારડિયર બાનુએ જવાબ આપ્યો. “હું તમને દર મહિને છ ફૂાંક મોકલાવીશ.” અંદરથી અચાનક પુરુષનો અવાજ આવ્યો – “સાત ફ઼ાંકથી ઓછા નહિ, અને છ મહિના નાણાં અગાઉથી.” “સારું, કબૂલ છે.” માએ જવાબ આપ્યો.
“અને બીજા પરચૂરણ ખર્ચ માટે પંદર ફ્રાંક વધારાના,” પુરુષને અવાજે ઉમેર્યું.
કુલ સત્તાવન ક્રાંક,” થેનારડિયર બાનુએ કહ્યું.
હું જરૂર આપીશ,” માએ કહ્યું, “મારી પાસે એંસી ફ્રાંક છે; અને પગે ચાલીને જવા માટે મારી પાસે પુરતું બાકી રહેશે. હું ત્યાં ખૂબ મહેનત કરીશ, અને મારી પાસે થોડુંક બચશે એટલે આવીને મારી ઘેરીને તરત
લઈ જઈશ.”
“નાની પાસે કપડાંને પૂરતે જળ્યો છે?” પુરુષના અવાજે કહ્યું. “એ તો મારા ઘરવાળા છે,” થેનારડિયર બાનુએ વચ્ચે જણાવ્યું.
“હા, હા, ઘણાં છે; અને ઠીક ઠક સારાં કપડાં છે. દરેક ચીજ બારબાર છે, અને થોડાંક રેશમી ફરાક પણ છે. તે બધું મારી પેટીમાં છે.”
તે બધાં આપી દેવાં જોઈએ.” પુરુષનો અવાજ બોલ્યો.
હા, હા, જરૂર,” માએ કહ્યું, “મારી બાળકીને ઉઘાડી મૂકીને તે નહિ જ જાઉં!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org