________________
કેસેટ સોદો પતી ગયો. મા એક રાત તે વીશીમાં રહી. પૈસા આપી દીધા, કપડાં કાઢી આપીને પેટી હલકી કરી અને થોડા દિવસમાં પાછા ફરવાની આશા સાથે બીજી સવારે તે ચાલી નીકળી. એક પડેશણ કે જેણે તેને રસ્તા ઉપર થઈને જતી જોઈ હતી, તે ઘેર પહોંચતાં પહોંચતાંમાં જ બોલી
ઊી_
“આજે રસ્તામાં મેં એક બાઈને એવી રડતી જોઈ કે જાણે તેનું હયું હમણાં જ ફાટી પડશે.”
કૉસેટ પકડાયેલો ઉદર ટચૂકડે હતો. પરંતુ બિલાડીને તો નાના ઉદરથી પણ આનંદ થાય છે. આ થેનારડિયરો કેવી જાતનાં માણસો હતાં? કેટલાક કરચલા જેવા જીવ એવા હોય છે કે, જેઓ જીવનમાં પ્રકાશ તરફ આગળ વધવાને બદલે અંધકાર તરફ જ પાછા વળતા હોય છે; જીવનમાં મળતે દરેક નવો અનુભવ તેઓ તેમના કદરૂપાપણાને વધારવામાં જ વાપરતાં હોય છે, પરિણામે હમેશ વધતી જતી કાળાશથી તેઓ વધારે ને વધારે ખરડાતાં જાય છે. આ જાતનાં માણસે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની વચ્ચે એક એવા વર્ણસંકર વર્ગનાં હોય છે કે જે વર્ગ કોઈ પ્રકારે થોડા ઊંચા સ્થાને ગયેલા લોકોનો બનેલો હોય છે. તેમાં નીચલા વર્ગના લોકોના કેટલાક દોષો તથા મધ્યમવર્ગના લોકોના તમામ દુર્ગુણો ભેગા થયેલા હોય છે, પરંતુ મહેનતુ વર્ગના લોકોની ઉદારવૃત્તિ તથા વેપારી વર્ગની ખાનદાની તેમનામાં જરા પણ હોતી નથી.
થેનારડિયરનો દેખાવ જ એવા પ્રકારનો હતો કે જેના ઉપર એક જ નજર ફેંકતાંની સાથે તમને અણવિશ્વાસ ઊપજે. તેવા માણસોએ ભૂતકાળમાં જે કર્યું હોય છે તેને કાંઈ ખુલાસે ન આપી શકાય; તેમજ તે હવે પછી શું કરશે તેની પણ કશી બાંયધરી ન આપી શકાય. પરંતુ બદમાશી એ કંઈ હંમેશ સફળ નીવડવા માટેની ગેરંટી નથી; એટલે થનારડિયરની વીશી પડી ભાંગવા જ બેઠી હતી. ફેન્ટાઇનના સત્તાવન ફ્રાંકથી થનારડિયર લેણદારોને તગાદો ચૂકવી શકયો; પરંતુ બીજે જ મહિને ફરીથી પૈસાની જરૂર પડી, અને આ વખતે તેની પત્ની પૅરિસ જઈને કૉસેટનાં કપડાં સાઠ ક્રાંકમાં ગીરો મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org