________________
૩૮
લે મિઝરાયલ આવી. એ રકમ પણ ખરચાઈ જતાં, થેનારડિયર દંપતી હવે, કૉસેટ જાણે તેને ફોગટની ગળે પડી હોય એમ માનવા લાગ્યાં અને વર્તવા લાગ્યાં. કૉસેટને પિતાનાં કપડાં રહ્યાં નહિ, એટલે તેને થેનારડિયરનાં બાળકોનાં ઊતરેલાં કપડાં અર્થાત એક જ ચીંથરાં મળવા લાગ્યાં. તેને ખાવાનું પણ બધાંનાં ભાણામાં રહેલું જ મળતું; અર્થાત કૂતરા કરતાં થોડુંક સારું અને બિલાડી કરતાં થોડુંક ખરાબ. ખાતી વેળા તે બે પ્રાણીઓ જ તેના સાથી હતાં, અને ટેબલ નીચે તેમના જેવી લાકડાની ચાપટમાં જ તે ખાવા બેસતી.
તેની મા દર મહિને સાત ફ઼ાંક મોકલતી તથા કાગળ લખાવીને તેની બાળકીની ખબર પુછાવતી. થેનારડિયર દંપતી અચૂક જવાબ આપતાં કે કૉસેટ ઘણી મજામાં છે તથા તેને બરાબર ગઠી ગયું છે. પરંતુ વરસ પૂરું . થવા આવ્યું ત્યાર પહેલાં તે થેનારડિયર તડૂકી ઊઠ્યો: “વાહ, એ દૂત્તી શું સમજી બેઠી છે? સાત કૂકમાં હું આવડી મોટી વાંદરીને શી રીતે પૂરો મહિને ખવાડું?” અને તેણે મહિને બાર ફૂાંક માગવા માંડ્યા. માને એમ ઠસાવવામાં આવ્યું કે તેની બાળકી ઘણી સુખી અને નીરોગી છે, એટલે બાર ફૂાંક મોકલવા પણ તે કબૂલ થઈ.
કેટલીક પ્રકૃતિઓ એવી હોય છે કે જેમાં એક બાજુ ધિક્કાર ઊભે કર્યા વિના બીજી બાજુ પ્રેમ ન કરી શકે. થેનારડિયર બાનુને પોતાની બે બાળકીઓ પ્રત્યે ગાંડો પ્રેમ હતો તેથી જ કૉસેટ પ્રત્યે તેને તીવ્ર દ્વેષ હતે. . કૉસેટ ઘણી જ ઓછી જગા શેકતી; તોપણ થનારડિયર બાનુને તો એમ જ લાગતું કે તેનાં છોકરાંની જગા ઉપર તરાપ વાગી રહી છે, તથા તેની દીકરીઓને તવાસમાં લેવાની હવા પણ કૉસેટ ઘટાડી રહી છે. ઘણી સ્ત્રીઓની માફક આ સ્ત્રી પાસે પણ રોજ ખર્ચવા માટે જાણે અમુક લાડ-પ્યારને અને અમુક મારપીટ તથા કલેશ કંકાસને નિયત જથો હોતે. જે કૉસેટ ન હોત તો તેની બાળકીઓને જ બંને જથાઓ ભેગા મળત; પરંતુ કૉસેટના આવવાથી એ જથાઓમાં વિભાગ પડી ગયો : મારપીટ કૉસેટેને ભાગે આવ્યાં અને નર્યા લાડ તેની દીકરીઓને કૉસેટ સહેજ હાલે, તેટલામાં તેને માથે તડી પડી જ છે. એ બિચારું નબળું બાળક વિનાકારણે મળતી સજા, ઠપકો અને મારપીટ વેઠનું વેઠનું પિતાની સામે જ પોતાના જેવાં બીજાં બે બાળકોને પૂરા માનપાનમાં ઊછરતાં જોતું.
પોતાની માને કૉસેટ પ્રત્યે જે રીતનો વર્તાવ રાખતી પેલાં બાળકો જોતાં, તેવો જ વર્તાવ તેઓ પણ તેના પ્રત્યે રાખતાં; કારણ કે બાળકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org