________________
કાશેટ
at
એ ઉંમરે સારાં નકલખાર હેાય છે. એક વર્ષ પૂરું થયું તથા બીજું વષ
66
પણ પૂરું થયું; અને ગામલાક કહેલા લાગ્યાં : આ થેનારડિયર કુટુંબ બહુ ભલું છે; તેમની પેાતાની સ્થિતિ જ સારી નથી, છતાં તેઓ પેાતાને પાલે પડેલા એક ગરીબ બાળકને ઉછેરે છે.”
બધા તો એમ જ માનતા કે કૉંસેટને તેની મા તજી ગઈ છે. પરંતુ થેનારડિયરને કોઈક રીતે એમ ખબર પડી ગઈ હતી કે, એ બાળક ઘણુંખરું કાયદેસર બાળક ન હેાવાથી તેની મા તેને વતનમાં પોતાના બાળક તરીકે જાહેર કરી શકે તેમ નથી; એટલે તેણે મહિને પંદર ફ઼્રાંકની માગણી કરી. તેણે જણાવ્યું કે બાળક ખાસું મોટું થાય છે અને તેને સારી પેઠે ખાવા જોઈએ છે; એટલે એટલા ફ઼ાંક નહિ મેલા, તા મારે બાળક પાછું તમારી પાસે મેાકલવું પડશે. માએ પંદર ફ઼ાંક મેાકલવા માંડયા. વરસ જતાં ગયાં તેમ તે બાળકની કંગાળ સ્થિતિ પણ વધતી ચાલી. તે પાંચ વરસની થઈ ત્યારથી તે ઘરની નેાકરડી જ બની રહી. ફેરાફાંટા ખાવા, ઓરડા વાળવા, આંગણું વાળવું, તાસકો ધાવી અને નાનાં બચકાં ઉપાડવાં વગેરે કામેા તેના નબળા ખભા ઉપર વધતાં ચાલ્યાં. થેનારડિયર દંપતી પછી તો એ પ્રમાણે તેની પાસેથી કામ લેવાના પેાતાના હક જ માનવા લાગ્યાં; કારણ કે મા કે જે હજુ પેાતાના વતન મ૦માં જ હતી, તે હવે પૈસા બરાબર મેાલતી ન હતી, તથા ઘણા મહિનાની રકમ ચડી ગઈ હતી.
જો તેની મા ત્રણ વર્ષને અંતે મેટફમેલ આવી હાત, તે તેની દીકરીને એળખી જ ન શકી હોત. તેની મેાટી સુંદર આંખા જ બાકી રહી હતી; પરંતુ તે આંખો સામે જોવું હવે અશકય બનતું જતું હતું. કારણ કે, તે આંખોમેટી હાવાથી જ જાણે તેમની મારફતે વધુ દિલગીરી પ્રગટ થતી હતી. ભાગ્યે છ વર્ષના આ ગરીબડા બાળકને તેનાં સુતરાઉ ચીથરાંમાં શિયાળા દરમ્યાન થથરતું અને દિવસ ઊગતા પહેલાં તેના નાજુક લાલ હાથમાં મોટા સાવરણા અને માટી આંખામાં આંસુ સાથે શેરી વાળતું જોઈને હૃદય કકળી ઊઠે.
દરમ્યાન તેની મા કયાં ગઈ હતી, તથા તેનું શું થયું હતું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org