________________
મેડલીન બાપુ નાની કૉસેટને થેનારડિયર દંપતીને ત્યાં મૂકી, તેની મા પિતાના વતન મ૦ શહેર તરફ આગળ ચાલી. દશ વર્ષ પહેલાં તેણે પિતાનું વતન છોડવું હતું. દરમ્યાન તે પિતે કંગાળ બનતી ચાલી હતી, પરંતુ તેનું વતન સમૃદ્ધ બનતું ગયું હતું. બે વર્ષ પહેલાં એક એવી ઔદ્યોગિક ઘટના ઘટી હતી કે જેથી નાનાં શહેરની સુરત પલટાઈ જાય છે.
જુના જમાનાથી મ0ના વતનીઓ ધંધે કાળા મણકા અને તેને મસાલો બનાવવાનો હતો. કાચા માલની વધતી જતી મોંઘવારીને કારણે અત્યાર સુધીમાં આ ધંધો પડી ભાંગવાની અણી ઉપર આવી ગયો હતો. પરંતુ ફેન્ટાઈન મ0 ગામે પાછી ફરી, તે અરસામાં એ માલના ઉત્પાદનમાં એક અસાધારણ ક્રાંતિ થઈ ગઈ હતી. ૧૮૧૫ના અંત ભાગમાં એક અજાણ્યો. માણસ ત્યાં આવીને વસ્યો હતે. તેને એ મણકા બનાવવાના મસાલામાં એકને બદલે બીજી વસ્તુ વાપરવાનું સૂઝયું. એ નાના ફેરફારથી કાચા માલની કિંમતમાં મોટો ઘટાડો થઈ ગયે, જેથી પ્રથમ તે કારીગરોના પગારમાં વધારે થઈ શક્યો – એ થઈ શહેરના ફાયદાની વાત; બીજું, માલની જાતમાં સુધારો થયો – એ થઈ વાપરનારના ફાયદાની વાત; અને ત્રીજું, માલ સસ્તો વેચવા છતાં નફે ત્રણ ગણો વધી ગયો –– એ થઈ માલ બનાવનારના ફાયદાની વાત.
ત્રણથી ઓછાં વર્ષમાં તે એ પ્રક્રિયાનો શોધક માલદાર થઈ ગયો. તે આ શહેરમાં આવ્યો ત્યારે તેને પોશાક, રીતભાત અને ભાષા છેક મજૂર જેવાં હતાં. વાત એમ બની હતી કે, ડિસેંબર મહિનાની રાતે જયારે તે આ શહેરમાં ખભે અને હાથમાં ગઠ્ઠાદાર દંડો લઈને દાખલ થયો, તે વખતે શહેરના થાણામાં આગ લાગી હતી. આ માણસે પોતાના જાનના જોખમે આગમાં ઝંપલાવીને, અંદર સપડાઈ ગયેલાં બે બાળકોને બચાવી બહાર કાઢયાં. તે બાળકો થાણેદારનાં જ હતાં. તેથી તે વખતે કોઈને તેનો પરવાનો માગવાનું સૂછ્યું ન હતું. પોતાનું નામ તેણે મેડલીન બાપુ જણાવ્યું હતું. આથી વિશેષ કોઈ તેને વિશે કશું જાણતું ન હતું.
આ ઉદ્યોગની ઝડપી પ્રગતિને કારણે મ૦ શહેર વેપારનું મથક બની ગયું. મેડલીને બાપુને નફો એટલો મોટો હતો કે, બીજે જ વર્ષે કારખાના માટે તે એક મોટું મકાન બંધાવી શક્યા. તેમાં એક વિભાગ સ્ત્રી કામદારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org