________________
મેડલીને બાપુ માટે હતો, અને બીજો વિભાગ પુરુષ-કામદારો માટે. કોઈ પણ ભૂખ્યા માણસ ત્યાં આવે એટલે તેને રોજી અને રોટી મળી રહેતાં. મેડલીન બાપુ પુરુષ પાસેથી સભાવની અપેક્ષા રાખતા, સ્ત્રી પાસેથી ચારિત્રયની, અને ઓં પાસેથી પ્રમાણિકતાની. કારખાનામાં બે વિભાગ પણ તેમણે એટલા માટે જ પાડ્યા હતા કે જેથી સ્ત્રાઓ અને છોકરીઓ સદગુણી રહી શકે આ જાતની કાળજી રાખવી કદાચ જરૂરી પણ હતી, કારણ કે, મ૦ શહેર તે વખતે લશ્કરી છાવણીનું મથક હોઈ, ભ્રષ્ટાચાર માટેની તકો ત્યાં વિશેષ હતી.
મેડલીને બાપુ આ ધીકતા ધંધામાંથી સારી પેઠે કમાયા; પણ સામાન્ય વેપારી કે ધંધાદારીની પેઠે, પૈસા એકઠા કરવા એ જ તેમનું લક્ષ્ય હોય એમ લાગતું ન હતું. પિતા કરતાં તે બીજાને લાભ વધારે જોતા. જાણવા પ્રમાણે ૧૮૨૦માં પૅરિસની લૅફાઇટ બેંકમાં તેમના સાડા છ લાખ ક્રાંક જમા થયેલા હતા, પરંતુ એટલી રકમ બચાવતા પહેલાં દશ લાખ ઊંક તેમણે શહેર તેમજ ગરીબો પાછળ ખર્ચી નાખ્યા હતા. શહેરની ઇસ્પિતાલ કંગાલ હાલતમાં હતી, તેમણે તેમાં નવી દશ પથારીઓ ઉમેરી આપી, અને પિતાના કારખાનામાં મફત દવાખાનું શરૂ કર્યું. મ૦ શહેરના જે ભાગમાં તે રહેતા હતા, તેમાં એક જ ખખળી ગયેલી નિશાળ હતી, તેમણે નવી બે બાંધી આપી: એક છોકરાની, અને બીજી છોકરીઓની. તેમણે પિતાને ખર્ચે અનાથ અને અપંગો માટે એક સેવાકામ પણ સ્થાપ્યો; ફાંસમાં એ વખતે એવી સંસ્થાઓ અજાણી હતી.
શરૂઆતમાં ગામના ટીકાર કે કહેતા કે, “આ તે પૈસાની પાછળ પડેલે અદાસ છે.” પછી જ્યારે તેમણે જોયું કે, તેણે તે પોતાની જાત પહેલાં ગામને પૈસાદાર બનાવ્યું, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે, “એ તો કઈ માનચાંદ માટે ફાંફાં મારતે મહત્ત્વાકાંક્ષી માણસ છે.” અને એક સવારે
જ્યારે છાપાંમાં ખરેખર આવ્યું કે જિલ્લા-અધિકારીની ભલામણથી અને શહેરની કરેલી સેવાઓની કદર તરીકે રાજાએ તેમને મ0 શહેરના નગરપતિ–મેયર નીમ્યા છે, ત્યારે આ લોક હાથમાં તાળી દઈને કહેવા લાગ્યા, “જોયું કે નહિ? અમે કહેતા હતા એવું જ નીકળ્યું ને?” પરંતુ મેડલીન બાપુએ એ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ધીમે ધીમે સમાજના મોટા લોકોનાં બારણાં પણ તેમને માટે આગ્રહભર્યા નિમંત્રણો સાથે ઊઘડવા લાગ્યાં. એ નિમંત્રણોને પણ તેમણે સ્વીકાર ન કર્યો, ત્યારે પેલા ટીકાખોરો ખાતરીપૂર્વક કહેવા લાગ્યા: “અરે એ તે કોઈ ગમાર માણસ છે; કશું ભણ્યો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org