________________
લે મિઝેરાલ્ડ નહિ હોય! એ માણસ મોટા લોકોનાં ઘરમાં જવાની હિંમત જ શી રીતે કરે?”
પરંતુ પાંચ વર્ષ બાદ, ઈ. સ. ૧૮૨૦માં મેડલીન બાપુની અસંખ્ય સેવાઓ અને દાનેથી પ્રેરાઈને અને આખા પ્રદેશના લોકોની એકી અવાજે કરાયેલી માગણીથી રાજાએ તેમની નગરપતિપદે ફરી નિમણૂક કરી. આ વખતે પણ તેમણે ના પાડી; પરંતુ ચારે બાજુથી ખૂબ દબાણ થયું, અને છેવટે એક ડેસીમાં પોતાના બારણામાં ઊભાં ઊભાં તે સાંભળે તેમ જરા તપી જઈને બોલ્યાં કે, “સારા નગરપતિ ઘણાંનું ભલું કરી શકે, પોતાને હાથે બીજાનું ભલું થઈ શકે તેમ હોય, તે સારા માણસે તેમાંથી છટકવું ન જોઈએ.” ત્યારે મેડલીન બાપુ એ પદ સ્વીકારવા કબૂલ થયા.
નગરપતિ બનવા છતાં મેડલીન બાપુ તે પહેલાં જેવા જ રહ્યા. તે બહુ થોડા માણસો સાથે બોલતા. પુસ્તકોની સોબત તેમને વિશેષ ગમતી; કારણ કે, પુસ્તક જેવા ધીરજવાળા અને ખાતરીભર્યા મિત્રો બીજા કોઈ નથી.
ખુલ્લાં ખેતરોમાં એકલા ફરવાને તેમને શોખ હતો. હવે તે જુવાન ન હતા, છતાં તેમનામાં રાક્ષસી બળ છે એમ મનાતું. બેસી પડેલા ઘોડાને ઊભા કરે, કાદવમાં ખૂંપેલા ગાડાને ઊંચું કરવું, અથવા વકરેલા આખલાને શિંગડાં પકડી ઊભો રાખવો, એ તેમને મન રમત વાત હતી.
બાળકો તેમની પાછળ કિલકિલાટ કરતાં દોડતાં આવતાં અને માખાની પેઠે તેમને ઘેરી વળતાં. તે અનેક સારાં કામ કરતા, પણ ખોટાં કામની પેઠે છુપાવીને ! કોઈ ગરીબ માણસ રાતે ઘેર પાછો ફરે, ત્યારે તેની ગેરહાજરીમાં તેના ઘરનું બારણું કોઈએ ઉઘાડયું હોય અથવા તેડયું પણ હોય. તે બિચારો બૂમ પાડી ઊઠે કે, મારા ઘરમાં ખાતર પડયું છે. પણ અંદર પેસે ત્યારે સૌથી પહેલી તેની નજર પડે ટેબલ ઉપર મુકેલા ચમકતા સોનાના સિક્કા ઉપર.
કેઈની સ્મશાનયાત્રા નીકળી હોય, તે તે તેમાં જોડાય જ અને શબપિટી ઊંચકવા લાગે. જ્યાં સુધી બધો વિધિ પૂરો ન થાય, અને ભક્તિગીતે ગવાઈ ન રહે, ત્યાં સુધી તે ત્યાંથી ખસે નહિ. ૧૮૨૧ની શરૂઆતમાં વિના બિશપ મેં. મિરેલના દેહાંતના સમાચાર છાપામાં આવ્યા. તે બાસી વર્ષની ઉંમરે શાંતિથી સ્વર્ગવાસી થયા હતા. બીજે જ દિવસે મે. મેડલીન શોકનાં કપડાં પહેરેલા જોવામાં આવ્યા.
બીજી એક બાબત પણ લોકોના ધ્યાનમાં આવી હતી કે, જ્યારે કોઈ ગારુ જતનો છોકરો શહેરમાં થઈને પસાર થતા, ત્યારે નગરપતિ તરત તેને બોલાવતા, તેનું નામ પૂછતા, અને તેને પૈસા આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org