________________
૧૦
પોલીસ ઈન્સ્પેકટર જાવટ વરસો વીતતાં ગયાં, તેમ તેમ મે. મેડલીનના ટીકાખશે ચૂપ થતા ગયા.
લોકો ચાલીસ ચાલીસ ગાઉથી તેમની સલાહ લેવા આવતા. કેટલાય ઝઘડા તેમની પાસે પતાવાઈ જતા, અને કેટલાય દુશ્મને વચ્ચે તે ફરી મેળ સ્થાપી આપતા. દરેક જણ તેમને લવાદ તરીકે સ્વીકારવા રાજી હતું. તેમના પ્રત્યે આદરભાવ એવો ચેપી હતો કે, છ-સાત વરસમાં તે તે આખા પ્રદેશમાં વ્યાપી ગયો.
પણ એક માણસ એવો હતો કે જે એ ચેપથી મુક્ત રહ્યો હતે. મ. મેડલીન ગમે તે કરે, પણ તે તેમના તરફ સાશંક દૃષ્ટિથી જ જેતે. ઘણી વાર એમ બનતું કે, મેં. મેડલીન શેરીમાંથી પસાર થતા હોય, અને સા કોઈ તેમને આશિષભરી સલામ કરતાં હોય, ત્યારે ભૂખરા-કાળા રંગને મોટો કોટ પહેરેલો, જાડા દંડાવાળા અને ટોપીની કિનાર ભમર સુધી નીચી રાખનાર એક માણસ એકદમ પાછો ફરી, તેમની તરફ, તે દેખાતા બંધ થાય ત્યાં સુધી જોયા કરતો, અને પછી અદબ વાળી, માથું ધુણાવી, બને હોઠ નાક સુધી ઊંચા ચડાવી એવો ચાળો કરતે કે જેનો અર્થ આ થાય: “આ માણસ કોણ છે? મને ખાતરી છે કે મેં તેને ક્યાંક જોયો છે. ગમે તેમ પણ હું તેનાથી ભરમાવાને નથી.”
આ માણસનું નામ જાવર્ટ હતું; તે પોલીસ ખાતાને માણસ હતો. મ૦ શહેરમાં ઇન્સ્પેકટર તરીકે નિમાઈને તે આવ્યો, ત્યારે મેડલીન બાપુ સમૃદ્ધ બની ચૂક્યા હતા. પહેલાં જાવર્ટની નોકરી દક્ષિણ તરફનાં વહાણે ઉપર હતી. જો માણસને જીવાત્મા નજરે દેખી શકાતો હોય, તે માનવ જાતની દરેક વ્યક્તિ પશુયોનિની કોઈ ને કોઈ જાતને મળતી આવે છે એ જોઈને આપણે ચકિત થઈ જઈએ. કોઈ કોઈ વાર તો એક કરતાં વધુ જાતો પણ એક જ માણસમાં આપણને જોવા મળે! પશુઓ જાણે માણસના જ ગુણો અને દુર્ગણોની બાહ્ય આકૃતિએ છે. પોલીસ ઇન્સ્પેકટર જાવર્ટ કઈ યોનિને હતો તે કહી આપવું તદ્દન સહેલું છે. ઓસ્ટના ખેડૂતોને ખાતરી હોય છે કે, વરુની માદા જ્યારે વિયાય છે, ત્યારે તેનાં બચ્ચાંમાં એક કૂતરો હોય છે. મા તેને ઝટ મારી નાખે છે, નહિ તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org