________________
લે મિરા. બીજાં બચ્ચાંને ખાઈ જાય. વરુની માદાના આ કૂતરા સંતાનને માણસનું મોં હોય, તો તે બરાબર જાવર્ટ થઈને ઊભો રહે !
આ માણસ બે અત્યંત સાદી તથા અપેક્ષાએ ઉત્તમ કહી શકાય તેવી લાગણીઓના મિશ્રણરૂપ હત: સત્તા માટે આદર, અને ગુના માટે ધિક્કાર. સરકારી નોકરીમાં હોય તેવા કોઈ પણ માણસ તરફ, ભલે પછી તે વડે પ્રધાન હોય કે જંગલનો રખેવાળ હેય, તે એક પ્રકારની અંધશ્રદ્ધાની નજરે જોને; અને એક વાર પણ કાયદાની મર્યાદા તોડનાર દરેક જણ પ્રત્યે તે તિરસ્કાર, ધિક્કાર અને ધૃણાની નજરે જોત. તેમાં કોઈ અપવાદને સ્થાન ન હતું. એક બાજુ તે માનતો કે, “સરકારી નોકર કદી ભૂલ ન કરે, અને ન્યાયાધીશ કદી ખોટું ન કહે.” બીજી બાજુ તે માનતે કે, “ગુનેગારો હંમેશને માટે હાથથી ગયેલા માણસે છેતેઓ કદી સારા થઈ જ ન શકે.” ગુનેગારોની દુનિયા ઉપર ગુપ્તપણે કડક ચોકી રાખવા જ જાણે તેને અવતાર હતો. તેનામાં એક વ્યસન ન હતું, કે બીજો એકે દુર્ગણ ન હત; માત્ર જયારે તેને પોતાની જાત પ્રત્યે કાંઈક સંતોષ થયો હોય, ત્યારે તે છીંકણીનો એક સડાકો ખેંચતા. એ એક જ વસ્તુ જાણે માનવજાત સાથે તેને જોડનારી કડીરૂપ હતી. બદમાશ ગુનેગાર વર્ગને તે કારમાં ભયરૂપ હતો. તેનું નામ સાંભળતાં જ તે ભાગવા માંડતા અને તેનું માં નજરે પડતાં જ તેઓ માં ઉપરનું લેહી મરી જતું.
જાવટૅ મેડલીન બાપુના પાછલા બધા તાંતણા જોડવા છૂપી રીતે પ્રયત્ન કર્યો હતો. એક વખત તે બોલ્યો પણ ખરો કે, “બસ, બરાબર; મેં તેને હવે પકડી પાડ્યો છે.” પણ પછી તે ત્રણ દિવસ સુધી કશું બોલ્યો નહિ અને વિચારમાં પડી ગયો. છેવટે એક પ્રસંગ એવો બન્યો કે જેથી જાવર્ટ અને મેડલીન એકબીજાની વાત બરાબર પામી ગયા. તે પ્રસંગ આ પ્રમાણે બન્યો હતો:
મોં. મેડલીન એક સવારે શહેરની એક શેરીમાં થઈને જતા હતા; એવામાં તેમણે દૂર કંઈક ધાંધળ જેવું સાંભળ્યું અને લોકોના ટેળાને ભેગું થઈ ગયેલું જોયું. તે તરત તે તરફ વળ્યા. ફેશલ નામને એક ડોસો પોતાના ભરેલા ગાડા નીચે દબાઈ ગયો હતો અને તેને ઘડો જમીન ઉપર ફસડાઈ પડ્યો હતે. આ ફોશલ ડેસે તે વખતે માં. મેડલીનના બાકી રહેલા થોડા દુશમનમાંનો એક હતો. જયારે મેડલીન આ શહેરમાં પહેલવહેલા આવ્યા, ત્યારે આ ફોશલવેને ધંધો પડી ભાંગવા આવ્યો હતો. તેણે આ સાદા મજુરને પૈસાદાર થતે જોયો, ત્યારે તેની પોતાની સ્થિતિ દિવસે દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org