________________
પિલીસ ઈન્સપેકટર જાવટ બગ ડની ચાલી. એ જ કારણે તેનામાં મેડલીન પ્રત્યે કાતિલ ઈર્ષ્યા ઉત્પન્ન થઇ હતી. પછી તે તેણે દેવાળું કાઢયું અને ઘરડે ઘડપણ કુટુંબ વિનાના બનેલા. તેને પોતાની પાસે બાકી રહેલો એક ઘોડે અને એક ગાડું ભાડે ફેરવીને આજીવિકા ચલાવવાની થઈ.
ઘોડાની સાથળો ભાંગી ગઈ હતી અને તે હાલી શકે તેમ નહોતું. ડોસો ગાડા નીચે એવી રીતે આવી ગયો હતો કે, આખા ગાડાનું વજન તેની છાતી ઉપર જ દબાતું જતું હતું. ગાડામાં ખૂબ ભાર ભરેલો હતો અને ફેશલ દયા આવે તેવી રીતે ઊંહકારા ભરતો હતો. તેને ગાડા તળેથી ખેંચી કાઢવા લોકોએ પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે જરા પણ અવળો પ્રયત્ન થાય અને ખોટો આંચકો આવે, તે ડેસાના તે જ ઘડીએ પ્રાણ નીકળી જાય. ગાડાને નીચેથી ઊંચું કરવામાં ન આવે, ત્યાં સુધી ડેસો બહાર નીકળી શકે તેમ જ ન હતું. વર્ટ ત્યાં હાજર હતા અને તેણે દુમકલાસ લાવવા માણસ મોકલ્યું હતું. મે. મેડલીન ત્યાં આવતાં ટોળાએ માનભેર ખસીને માર્ગ આપ્યો.
મે. મેડલીને તરત જ આજુબાજુ ઊભેલા લોકોને પૂછયું : “આટલામાં ક્યાંય દુમકલાસ છે કે નહિ?”
“લેવા માણસ ગયું છે,” એક ખેડૂતે જવાબ આપ્યો.
તેને આવતાં કેટલી વાર લાગશે?” “ઓછામાં ઓછો પા કલાક.” “પા કલાક!” મેડલીન ચમકી ઊઠયા.
આગલી રાતે વરસાદ પડ્યો હતો અને જમીન ઢીલીપચી થઈ ગઈ હોવાથી ગાડું દરેક ક્ષણે ઊંડું ને ઊંડું ઊતરતું જતું હતું. તેથી ડોસાની છાતી દબાતી જતી હતી; અને પાંચેક મિનિટમાં તે તેની બધી પાંસળીઓ ભાંગી જવાની એ નક્કી હતું.
પા કલાકમાં તે ગાડું છેક જે કળી જશે, જુઓ હજી એક માણસ ગાડા નીચે સરકીને પેસે, તે પીઠ વડે ગાડું ઊંચું કરી શકે તેટલી જગા છે. મજબૂત કેડોવાળો કોઈ માણસ અહીં છે? હું તેને એક સોનામહોર આપીશ.”
કોઈ હાલ્યું નહિ. “બે સોનામહોરો,” મેડલીને કહ્યું. સાંભળનારા નીચી મૂડી કરીને જોઈ રહ્યા. “ચાલે, ચાર સોનામહોરો,” મેડલીન ફરીથી બોલ્યા. એ જ ચૂપકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org