________________
લે મિરાન્ડ અહીં કંઈ દયાભાવની ખોટ નથી –” એક અવાજ બોલ્યો. મેં. મેડલીને નજર કરી અને જાવર્ટને ઓળખે. જાવર્ટ આગળ બોલ્યો, “બેટ તો એટલા જોરની છે. પીઠ વડે આ ગાડું ઊંચકનાર માણસમાં રાક્ષસનું જોર હોવું જોઈએ.”
પછી મે. મેડલીન ઉપર સ્થિર નજર કરીને તથા એક એક શબ્દ ઉપર ખાસ ભાર મૂકીને તે બોલ્યો :
માં. મેડલીન, તમે કહે છે તેવું કામ કરી શકે તે તે એક જ માણસ મેં જોયા છે.”
મેક્લીન સહેજ ચમક્યા; પરંતુ જાવટ્ઝ મેડલીન ઉપરથી આંખ ખસેડયા વિના જરા પણ ખચકાયા વિના બોલ્યો :
“તે માણસ વહાણ ઉપર કેદી હતે.” “એમ!મેડલીને કહ્યું. “ટુલ બંદરે”
મેડલીનનું મોં ફીકું પડી ગયું. દરમ્યાન ગાડું ધીમે ધીમે નીચે કળતું જતું હતું અને ફેશલ ડોસો હવે દયામણી ચીસો પાડવા લાગ્યો :
હું ગૂંગળાઈ મરું છું, મારી પાંસળીઓ ભાંગી ચાલી; એક દુમકલાસ અરે કશુંક પણ—”
મેડલીને આસપાસ નજર કરી.
“બાપ રે, મરી ગયો !” દેસાએ કારમી ચીસ પાડી. મેડલીને પિતાનું માથું ઊંચું કર્યું; તથા જાવર્ટની હજ પોતાની ઉપર સ્થિર રહેલી શકરાબાજ જેવી નજર ઝીલી; ત્યાર બાદ એક શબ્દ પણ બોલ્યા વિના તે તરત ઘૂંટણિયે પડ્યા અને લોકો બમ પણ પાડી શકે તે પહેલાં તે ગાડા નીચે પેસી ગયા. ઇ તેજારી અને ચુપકીદીની એક કારમી પળ તોળાઈ રહી. મેડલીને તે જંગી વજન નીચે લગભગ ચપ્પટ સૂઈને બે વખત પોતાની કોણીને ઢીંચણ સુધી લાવવાને નિષ્ફળ પ્રયત્ન કર્યો. ખેડૂતો બુમરાણ કરી ઊઠ્યા, “મેડલીન બાપુ બહાર નીકળી આવે!” ડેસ ફેશલ પિતે પણ બે, “મ. મેડલીન! ખસી જા, હું તે મરવાનું જ છું તે મરીશ, પણ સાથે તમે પણ લો થઈ જશો.”
મેડલીને કશો જવાબ ન આપ્યો. આજુબાજુ ઊભા રહેલા લોકોનો શ્વાસ થંભી ગયો. પૈડાં વધુ નીચે કળી ગયાં. હવે તે મેડલીનથી પણ બહાર નીકળી શકાય તેમ રહ્યું નહીં. એ જ ઘડીએ અચાનક આખું ગાડું હાલ્યું, અને ધીમે ધીમે ઊંચું થવા લાગ્યું, પૈડાં કાદવમાંથી અર્બોઅર્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org