________________
કોસેટની મા બહાર આવ્યાં. એક ગૂંગળા અવાજ સંભળાયો : “જલદી કરે, ટેકે કરો !” એ અવાજ મેડલીન હતા. તેમણે હવે આખરી પ્રયત્ન કર્યો હતો. એ એક માણસની ભાવનાએ સૌમાં હિંમત અને બળ પૂર્યાં: એકી સાથે વીસ હાથોએ ગાડું અધ્ધર પકડી રાખ્યું. ડેસે બચી ગયો. મેડલીન પણ બહાર નીકળી ઊભા થયા. તેમનું મેં ભૂરું થઈ ગયું હતું, અને તેમનું શરીર પરસેવાથી નીતરનું હતું. તેમનાં કપડાં ચિરાઈ ગયાં હતાં અને કાદવથી ખરડાઈ ગયાં હતાં. ફોશલોંએ તેમના ઘૂંટણને ચુંબન કર્યું અને તેમને પોતાના જીવનદાતા કહીને સંબોધ્યા. મેડલીનના મુખ ઉપર સંતોષ અને બલિદાનની દિવ્ય પ્રભા છવાઈ રહી. તેમણે પોતાની શાંત દૃષ્ટિ જાવર્ટ ઉપર ઠેરવી. તે હજુ તેમના તરફ તીક્ષણ નજરે જ જોઈ રહ્યો હતો.
૧૧
કૉસેટની મા ગાડા નીચે દબાતી વેળા ફોશલ દેસાના ઢીંચણની ઢાંકણી ખસી ગઈ હતી, એટલે મેડલીન બાપુએ તેને પિતાના કારખાનાના અપંગ બનેલા કારીગરો માટેના સેવાશ્રમમાં પહોંચાડી દીધું. બીજે દિવસે સવારે ડોસાને પથારીમાં પોતાને પડખે પડેલી હજાર ફાંકની નોટ મળી. સાથેની ચિઠ્ઠીમાં મો. મેડલીનના હસ્તાક્ષરમાં એક લીટી લખેલી હતી : “મેં ખરીદી લીધેલ તમારા ગાડાની અને ઘોડાની કિંમત.” ગાડું ભાંગી ગયું હતું અને ઘોડે મરી ગયો હત; ફોશલ સાજો થયો, પણ તેને પગ નકામો જ રહ્યો. એટલે સેવાશ્રમની સેવિકા સાધ્વીઓ અને પાદરીની ભલામણથી મેડલીન બાપુએ તેને પેરિસના સેટ એન્ટાઇન વિભાગમાં આવેલા સાધ્વીઓના એક મઠમાં માળીની નોકરી મેળવી આપી.
આ પછી થોડા જ વખત બાદ મોં. મેડલીન નગરપતિ પદે નિમાયા હતા. જાવ પહેલી વાર તેમને જ્યારે તે પદનો રૂમાલ ગળે બાંધીને ફરતા જોયા, ત્યારે તે ઉશ્કેરાઈ જઈને પેલા કૂતરાની પેઠે હાંફવા લાગ્યો કે જેને પોતાના માલિકનાં કપડાંમાં વરુની ગંધ આવતી હોય. ત્યારથી માંડીને તે પોતાનાથી બને તેટલો તેમનાથી દૂર જ રહે, અને તેની ફરજોને કારણે તેને તેમની સામે હાજર થવું જ પડે, ત્યારે તે ભારે અદબપૂર્વક થોડાક શબ્દો જ બોલતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org