________________
લે મિઝરાયમ્સ : લગભગ આ અરસામાં ફેન્ટાઇન પોતાના વતન મ0 શહેરમાં આવી પહોંચી. કોઈને તેની યાદ રહી ન હતી. નસીબજોગે મોં. મેડલીનના કારખાનાનું બારણું તેને મિત્રતાભર્યો આવકાર આપવા તૈયાર હતું, અને તે સ્ત્રીઓના વિભાગમાં કામે જોડાઈ ગઈ. તેને આ કામ નવું જ હતું એટલે ઓછું ફાવતું હતું, તેથી તેની કમાણી પણ ઓછી હતી. પરંતુ પોતાની જાતકમાઈના પૈસાથી હવે પોતે આજીવિકા ચલાવી શકશે એ વિચારથી જ તેને ખૂબ આનંદ થયો. તેને હવે કામકાજ કરવામાં રસ પડવા માંડ્યો. તેણે એક ઓરડી ભાડે રાખી, અને ઉધાર ખરીદેલા સરસામાનથી તેને સજાવી. તે એક અરીસે પણ લાવી; તેમાં તે પોતાનું માં, પોતાના સુંદર વાળ અને સુંદર દાંત જોઈને રાજી થતી. પહેલાંના જીવનનો એ કદાચ એકમ – અવશેષ : હતા. તેને માત્ર કૉસેટની જ અને તેના શક્ય ભાવિની જ ચિંતા હતી; બીજી બધી રીતે એ હવે લગભગ સુખી હતી.
પોતે પરણેલી છે કે પોતાને સંતાન છે એ બાબતનો જરા પણ ઉલ્લેખ તે ભૂલેચૂકે પણ ન કરતી. શરૂઆતમાં તે આપણે જોઈ આવ્યા તેમ તે થનારડિયરને નિયમિત પૈસા મેકલતી. તેને સહી કરતાં જ આવડતું એટલે તેને ધાંધેદારી લહિયા પાસે કાગળો લખાવવા પડતા. પણ એમાંથી જ કારખાનામાં અને આસ પાસ તેની વાતો થવી શરૂ થઈ.
તે એક જ સરનામે મહિનામાં બે વાર કાગળ લખાવતી અને પૈસા મોકલતી. એટલે તેની વાતો કરનારાઓને દારૂડિયા લહિયા પાસેથી એ સરનામું કઢાવવામાં કશી મુશ્કેલી ન પડી; અને એક જણ પોતાને ખર્ચે મેટફરમેલ જઈ - આવીને તેના બાળકને જોઈ પણ આવ્યું. બીજાની ગંદકી પીંખવામાં માણસોને કોણ જાણે અસાધારણ રસ હોય છે.
આ બધું થતાં વખત ગયો હતો, અને ફેન્ટાઇનને કારખાનામાં દાખલ થયે વરસ થઈ ગયું હતું. એવામાં એક સવારે કારખાનાની મુકાદમ બાઈએ નગરપતિને નામે પચાસ ફૂાંક ફેન્ટાઇનના હાથમાં મૂકી તેને કહ્યું, “તારા જેવી ભ્રષ્ટ સ્ત્રીને કારખાનામાં રાખી શકાય તેમ નથી. તું હવે છૂટી છે; અને નગરપતિએ જણાવ્યું છે કે, તું આ શહેર પણ છેડી જાય તો સારું.” આ મહિનામાં જ થનારડિયરે સાતને બદલે બાર ફૂાંક માગ્યા પછી પોતાની માગ વધારીને પંદર કૂકની કરી હતી. ફેન્ટાઇન આભી જ બની ગઈ. તેણે તેતડાતે અવાજે થોડીક આજીજી કરી જોઈ, પણ મુકાદમ બાઈએ તેને કારખાના બહાર તરત નીકળી જવાનો જ હુકમ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org