________________
કેસેટની મા શરમથી ગૂંગળાતી તે કારખાના બહાર નીકળી અને પોતાની ઓરડીએ પાછી આવી. તેને અપરાધ જાહેર થઈ ગયો હતો. નાના ગામમાં લોકોની આંખએ અને જીભે ચડીને રહેવું એ ભારે કપરી વાત હોય છે. તેનામાં બહાર નીકળવાની કે એક શબ્દ પણ બોલવાની હિંમત હવે ન રહી.
મો. મેડલીનને આ કથાની ખબર ન હતી. તે પોતે નિયમ તરીકે કારખાનાના સ્ત્રી-વિભાગમાં કદી જતા નહિ તે વિભાગના મુકાદમ તરીકે તેમણે એક કુમારિકા બાઈને પાદરીની ભલામણથી નીમી હતી. તે બાઈ આબરૂદાર, સ્થિર ચિત્તની, ન્યાયી અને દયાભાવવાળી હતી. પરંતુ તેને દયાભાવ માત્ર દાન આપી જણા; બીજાને સમજીને ક્ષમા કરી શકે તે જાતને ઉદાત્ત તે ન હતે. મે. મેડલીન તેના ઉપર દરેક બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકતા; અને ગમે તેવા સારા માણસને પણ પિતાની સત્તા બીજાના હાથમાં સોંપતા રહેવું જ પડે છે. આ સંપૂર્ણ સત્તાની રૂએ જ મુકાદમ બાઈએ ફેન્ટાઈનને
ન્યાય તોળ્યો હતો અને તેને ગુનેગાર ઠરાવીને સજા કરી હતી. પેલા પચાસ ફૂાંક પણ, સ્ત્રી-કારીગરોને મદદ કરવા માટે, તેને મરજી પ્રમાણે વાપરવા મૌ. મેડલીને રાખેલી રકમમાંથી જ તેણે આપ્યા હતા.
ફેન્ટાઇને શહેરમાં કરડી તરીકેની નોકરી શોધવા માંડી, પરંતુ કેઈએ તેને રાખી નહિ. સરસામાન અને ભાડાનું દેવું ન પતે ત્યાં સુધી તેનાથી શહેર પણ છોડાય તેમ ન હતું. પિતાને મળેલા પચાસ ક્રાંક તેણે એ બે દેવાં પેટે વહેંચી આપ્યા, તથા એક ખાટલી સિવાયનો બધો સરસામાન પાછો આપી દીધો. છતાં તેને સો ફ્રાંકનું દેવું રહ્યું. તે હવે લશ્કરનાં કપડાં સીવવાના કામે લાગી. તેમાં તેને રેજના છ પેન્સ મળતા, જેમાંથી ચાર પેન્સ તો તેને તેની દીકરી માટે જ બચાવવા પડે. આ સમય દરમ્યાન જ થેનારડિયરને મોકલવાની રકમમાં તે અનિયમિત બનતી ચાલી.
વધારે પડતી મજૂરી અને કંગાલિયતથી ધીમે ધીમે ફેન્ટાઈનનું શરીર ઘસાવા લાગ્યું અને તેને જે થોડીક સૂકી ઉધરસ રહેતી હતી, તે ખૂબ વધી ગઈ. શિયાળાના અંત ભાગમાં તેને છૂટી કરવામાં આવી હતી; ઉનાળે પૂરો થયો અને શિયાળો પાછો આવ્યો. તેમાં દિવસ ટૂંકા અને કામ પણ ડું ઊતરે. ફ્રાંસના આ ભાગમાં શિયાળા દરમ્યાન ગરમી, પ્રકાશ કે બપોર જેવું કાંઈ હોય જ નહિ; સવારને છેડે જ જાણે સાંજ જોડાતી આવે. ધૂમસ અને સંધ્યાકાળ જેવા પ્રકાશમાં દિવસે પણ ઝાંખું જ દેખાય. ફેન્ટાઈનની કમાણી બહુ ઓછી હતી અને દેવું વધતું જતું હતું. થેનારડિયર દંપતીને પૈસા .
લે મિ૦ – ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org