________________
૧૦
લે મિરાહ નિયમિત ન મળતા હોવાથી તેઓ વારંવાર તેને ઉપરાઉપરી કાગળ લખતાં હતાં. કાગળના શબ્દો તેને વીંધતા હતા અને તેનું ટપાલખર્ચ તેને બરબાદ કરતું હતું. એક દિવસ તેઓએ લખ્યું કે, કૉસેટ હવે છેક જ ઉધાડી થઈ ગઈ છે; આ શિયાળામાં તેને એકાદ ગરમ કપડું નહિ મળે, તે તે લાંબુ નહિ જીવે; માટે ગમે તેમ કરીને દસ ફૂાંક તો તત્કાલ મેકલો જ. ફેન્ટાઈને આખો દિવસ એ કાગળ હાથમાં ચળ્યા કર્યો. પછી રાત પડશે તે હજામની દુકાને ગઈ. ત્યાં જઈ તેણે માથાને ચીપિયો ખેંચી લીધો, એટલે તેના ગૂંછળાબંધ વાળ કેડ સુધી છૂટા પથરાઈ ગયા.
કેવા સુંદર વાળ !” હજામ આભે થઈને બોલી ઊઠયો.
તું મને આ વાળનું શું આપીશ?” - “દસ કાંક.”
“ચાલ, કાપી લે.”
ફેન્ટાઇને ગૂંથેલું ગર્મ ફરાક ખરીદીને થેનારડિયર દંપતી ઉપર મોકલી આપ્યું. તેઓ તે જોઈ ગુસ્સે થઈ ગયાં. કારણ, તેમને તો પૈસા જોઈતા હતા. તે ફરાક તેમની નાની છોકરીને મળ્યું, અને કૉસેટ તે ધ્રુજતી જ રહી. ફેન્ટાઇન વિચારતી હતી કે, “ મારી બચી હવે જરાય થથરશે નહિ, કારણ કે મેં મારા માથાના વાળથી તેને ઢાંકી છે.” તે પોતે હવે માથે ગોળ ટોપી બાંધવા લાગી, જેથી તેનું કરાયેલું માથું ઢંકાઈ રહે. જોકે એમ , પણ તે સુંદર તે લાગતી જ હતી.
ફેન્ટાઇનના અંતરમાં હવે ધીમે ધીમે કાળા ફેરફાર થતા જતા હતા. અત્યાર સુધી તે સૌ કોઈની જેમ મેડલીન બાપુ પ્રત્યે આદર ધરાવતી; પરંતુ તેમણે પોતાનું કામ વગરની રખડતી કરી મૂકી એ વિચારના રટણથી તે તેમને પણ ધિક્કારવા લાગી; અને બીજા બધા કરતાં વધારે. ફેન્ટાઇનમાં હવે માત્ર પોતાની દીકરીની જ માયા-મમતા બાકી રહી રહી. તેના અંધારા બનતા જતા અંતરમાં એ એક જ દિવ્ય અને મધુર પ્રકાશનું કિરણ ચમકતું. તે કહેતી કે, “હું પૈસાવાળી થઈશ એટલે મારી કૉસેટને મારી પાસે લાવી શકીશ.” એટલું કહી તે હસી પડતી. દરમ્યાન તેની ઉધરસ તો મટી નહિ, અને વધારામાં તેને રાતે પરસેવો વળ શરૂ થયો.
એક દિવસ તેને થેનારડિયર તરફથી નીચેને કાગળ મળ્યો: “કૉસેટને લશ્કરી તાવ લાગુ થયો છે; હાલમાં આ તરફ તે તાવને વાવર છે. તેને મોંઘી દવાઓ આપવી પડે છે, પણ અમારી સ્થિતિ પહોંચતી ન હોવાથી અમર થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org