________________
કેસેટની મા લાંબો વખત એ ખર્ચ કરી શકાય તેમ નથી. એક અઠવાડિયામાં જો તમે અમને ચાળીસ ફ઼ાંક નહિ મોકલો, તે તમારી છોકરીને મરી ગયેલી જાણજે.”
ફેન્ટાઇન ખડખડાટ હસી પડી અને પોતાની ઘરડી પડેશણને કહેવા લાગી : “કેવી હસવા જેવી વાત કરે છે! તેને ચાળીસ કૂક જોઈએ છે; હું ક્યાંથી લાવવાની હતી? એ ગમાર ખેડૂતેની અક્કલ તો જુઓ!”
આમ છતાં દાદરાની બારી પાસે જઈને તેણે ફરીથી તે કાગળ વાંચ્યો; પછી તે શેરીમાં બહાર નીકળી ગઈ. તે બજારમાં થઈને પસાર થતી હતી ત્યારે તેણે એક લાલ કપડાં પહેરેલા માણસને વિચિત્ર રીતે શણગારેલા વાહનની બેઠક ઉપર ઊભો થઈને ભાષણ આપતો જો. તે દાંત ખેંચનારે તથા દાંતનાં ચોકઠાં બેસાડનારો હતો. ફેન્ટાઇન ટોળામાં ભળી અને પેલાના રમૂજી ભાષણ ઉપર બીજાઓ સાથે હસવા લાગી. તેને હસતી જોતાંવેંત જ પેલો દાંત ખેંચનારો એકદમ બોલી ઊઠયો :
“વાહ રે, મારી હસતી પરી ! તારે બહુ સુંદર દાંત છે. જો તું મને તારા આગલા બે દાંત વેચવા ઇચ્છે, તે હું તને એક એક દાંતને એક નેપોલિયન સિક્કો આપવા તૈયાર છું.”
ફેન્ટાઇન તરત કાનમાં આંગળીએ બેસીને ત્યાંથી ચાલતી થઈ. પેલે તેની પાછળ બૂમ પાડીને સંભળાવવા લાગ્યો : “તું વિચાર કરી જોજે. બે નેપોલિયન બહુ કામ આવશે. જે તારું અંતર કબૂલ કરે, તો તું સાંજેહોટેલમાં આવજે. હું ત્યાં હોઈશ.”
- ફેન્ટાઇન ઘેર પહોંચી ત્યારે ખૂબ તપી ગઈ હતી. તેણે પિતાની બુટ્ટી પડોશણને બધી વાત કહી. “મારા બે આગલા દાંત! બાપ રે, પછી તે હું કેવી ડાકણ જેવી દેખાઉં? વાળ તે ફરી પણ ઊગે; પણ દાંત! તેના કરતાં તે હું પાંચમે માળથી ઊંધે માથે પડતું નાખવું વધુ પસંદ કરું.”
તેણે તને બે દાંતનું શું આપવાનું કહ્યું?” “બે નેપોલિયન.” “એટલે બરાબર ચાળીસ ફૂાંક !” “ખરી વાત, ચાળીસ કૂક!”
પછી તે અચાનક વિચારમાં પડી ગઈ અને કામ કરવા લાગી. પા કલાક પછી તે ઊઠીને દાદરાની બારી પાસે જઈને થેનારડિયરને કાગળ ફરી વાંચી આવી.
બીજે દિવસે સવારે જ્યારે ડેસી ફેન્ટાઇનની ઓરડીમાં દાખલ થઈ, યારે તેણે તેને પથારીમાં બેઠેલી જોઈ. તેનું મોં ફીકું પડી ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org